________________
૧૦૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અને તપાધર્મ વડે જીવમાત્રના અનંત સુખના રક્ષક, સમ્યમ્ - દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ મેક્ષમાર્ગના ઉત્પાદક, મિથ્યાજ્ઞાન, અવિરતિ આદિ પાપકર્મોના સંહારક, પુરૂષોત્તમ, પુરૂષસિંહાદિ સાર્થક વિશેષણથી વિશેષિત ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, “હે ગૌતમ! આ સંસાર (લેક) અનાદિ કાળથી શાશ્વત હોવાથી તેના પ્રત્યેક પ્રદેશમાં જીવની ગતિ–આગતિ તથા જન્મમરણની પરંપરા જે સૌ જીવોને માટે અનુભવગમ્ય છે તે અબાધિત બની રહેશે. (૩) જીવોને નિત્યભાવ:
દીપકની તિની જેમ જીવને જે ક્ષણિક કે નાશવંત માનવામાં આવે તે તે જીના શેષ રહેલા કલેવર (મૃતશરીર) લેકના પ્રત્યેક પ્રદેશમાં શી રીતે રહેશે? તેમને સ્થિર કણ રાખશે ?
જલકાયના જીવે જ નહિ હશે તે નદીનાળાં અને સમુદ્રોની શી દશા થશે ? સમુદ્રમાં શેષનાગની શય્યા ઉપર ચાર મહિનાને વિશ્રામ લેનાર વિષ્ણુને ઉંઘવાનું સ્થાન ક્યાં રહેશે?
વનસ્પતિકાયના જીવે જ અવિદ્યમાન હશે તે સંસારભરનાં લીંબડા, આંબા, રાયણ, બાવળ, વડ, પીપળા આદિ ઝાડો જમીનમાં કેવી રીતે ઊભા રહેશે? તેમને ઊભા રાખવા માટે થાંભલાના ટેકા દેનાર પણ ક્યાંથી મળશે? - હાથી ઘોડા કૂતરા કાગડા તથા માણસે આદિના જીવને અનિત્ય ભાવ સ્વીકારતાં તેમનાં શેષ રહેલાં મુડદાંનો ઢગલે કયા સ્થાને કરવામાં આવશે? પરંતુ સંસારમાં આવું કદિ બન્યું નથી, બનતું નથી. અને બનશે પણ નહિ માટે જીવને