________________
શતક ૧૨ મું ઉદ્દેશક-દ પલને એટલે ૪ કલાક અને ૩૦ મિનિટને છે. જે દિવસે ચંદ્રાવસ્થા જેવાની હોય છે, ત્યારે પંચાંગમાં તે દિવસની રાશિ જે હોય તેના પર ચંદ્ર ક્યારે આવ્યું અને ક્યારે સમાપ્ત થશે તે કલાક મિનિટોને ૧૨ થી ભાગી જે કાળ આવે તે દ્વાદશાંશ કહેવાશે. ત્યારપછી તેના ભક્ત સમયનો નિર્ણય કરી ભેગ્ય સમયમાં જે અવસ્થા લેવી હોય તેને સ્વીકાર કરવો.
મેષ રાશિ પર ચંદ્ર હોય ત્યારે “પ્રેષિતા” અવસ્થાથી બાર અવસ્થા કમશઃ જાણવી. વૃષભ રાશિ પર ચંદ્ર હોય ત્યારે હતા ને પ્રારંભમાં લેવી અને ક્રમે ગણતાં બારમી અવસ્થા - પ્રેષિતા” આવશે. યાવત્ મીન પર ચંદ્ર હોય તે પહેલી સુખિતા” અવસ્થા અને બારમી ભયા આવશે.
આ પ્રમાણે ચંદ્ર શુભાવસ્થામાં હોય ત્યારે અશુભ સૂર્ય . પણ શુભ ફળદાયી બનશે. યાત્રાદિ શુભ કાર્યોમાં અવસ્થાને જેવા માટે આગ્રહ રાખવે.
ગોચર, જન્મ કે પ્રશ્નપત્રિકામાં બંને બાજુ પાપગ્રહની વચ્ચે ચંદ્ર હોય તે માનવીનું મન કમજોર, હતાશ હોવાથી હાનિપ્રદ રહે છે.
ત્યાર પછી સૂર્ય અને ચંદ્રના કામભેગેનું વર્ણન છે તે મૂળ સૂત્રથી જાણવું.
-
શતક ૧૨નો છઠ્ઠો ઉદેશ પૂર્ણ