________________
૯૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આ પ્રમાણે હસ્ત નક્ષત્રના માલિકને ત્રીજી સ્વાતિ, શતભિષા, આદ્ર, સાતમી મૂળ અશ્વિની અને મઘા, પાંચમી અનુરાધા, ઉત્તર ભાદ્રપદા અને પુષ્ય, આ ત્રણે તારાઓના નવે નક્ષત્રે ખરાબ છે. વદિ ૧૦ થી સુદિ ૧ સુધીના દિવસમાં ચંદ્રબળ જ્યારે કમજોર થાય છે ત્યારે હસ્ત નક્ષત્રવાળે યદિ પૂષ્ય મૂળ શતભિષા આદિ નક્ષત્રો જોઈને કૂદકા મારવા જાય તે સફળ કયાંથી થાય? સુદિ ૨ ના દિવસે જ્યારે ચંદ્રોદય થાય ત્યાર પછી તારાબળ ઉપર નજર નાંખવાની પણ જરૂર નથી.
ચંદ્રબળ !
માનવજીવનમાં ચંદ્ર મનના સ્થાનને શોભાવે છે. વ્યવહારમાં પણ આપણે કહીએ છીએ કે જે ભાગ્યશાળીનું મન પ્રસન્ન અને સશક્ત હોય તેને દેવે પણ શું કરી શકવાના હતા? તે જ પ્રમાણે પ્રત્યેક કાર્યમાં ચંદ્રબળ જેવાને આગ્રહ જરૂર રાખો. તેમ છતાં પણ ઝડપી કાર્ય કરવાનું હોય અને ચંદ્ર અશુભ હોય તે તેની અવસ્થા જોઈને સમયને નિર્ણય કરવો જોઈએ. અહોરાત્રમાં ચંદ્રની બાર અવસ્થા હોય છે તે આ પ્રમાણે–પ્રષિતા, હતા, મૃતા, જયા, હાસા, હર્ષા, રતિ, નિદ્રા, ભુક્તિ, જરા, ભયા અને સુખિતા. આમાંથી પ્રેષિતા, હતા, મૃતા નિદ્રા, જરા અને ભયા આ છ અવસ્થામાં રહેલે ચંદ્ર વધારે અશુભ બને છે. માટે શુભ ચંદ્રની પણ આ છે અવસ્થા કાળજીપૂર્વક છોડી દેવી. જ્યારે બીજી અવસ્થા શુભ ફળ દેનારી હોવાથી અશુભ ચંદ્રમાં પણ આ અવસ્થાઓ સ્વીકાર્ય છે. | ચંદ્ર એક રાશિ પર લગભગ ૧૩૫ ઘડી એટલે ૨૪ કલાક રહે છે, તેને દ્વાદશાંશ (બારમે ભાગ) ૧૧ ઘડી અને ૧૫