________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ જાતકનું મન શાંત, સ્થિર અને પ્રસન્ન હતાં તેને જુદી જુદી જાતના ફાયદાનો લાભ મળતું રહે છે. અને જેથી, આઠમી, બારમી રાશિ પર ચંદ્ર હોય છે ત્યારે ધનની તંગી, ચેરને ભય, અગ્નિને ઉપદ્રવ, મનમાં કલેશ, શરીરમાં બિમારી વગેરે થતાં રહે છે. સંક્રાન્તિ પરત્વે ગ્રહણ ફળ : - ગ્રહણના સમયે રાહુદેવ જે રાશિમાં હોય તે રાશિ જાતકની રાશિથી ૩-૪–૮–૧૧ હોય તે સારું છે. તથા ૫-૯-૧૦-૧૨ જે હોય તે મધ્યમ, અને ૬-૭–૧ રાશિમાં ગ્રહણ થાય તે અશુભ ફળ છે. આવા સમયે નેમિનાથ પરમાત્માનું ધ્યાન કરવું, પૂજન કરવું શ્રેયસ્કર છે. - સૂર્ય લગભગ ત્રીસ દિવસમાં રાશિ બદલે છે તેને સંક્રાંતિ કહે છે. તે સમયે જાતકને પોતાની રાશિથી ૪-૮-૧૨ સૂર્ય હતાં તે સંક્રાંતિ તે જાતકને માટે સારી નથી, અને ૩-૬ ૧૦-૧૧મે સૂર્ય આવે ત્યારે જાતકને જુદી જુદી જાતના લાભ થતા રહે છે. તારામલ :
અશુભ ગોચરમાં સંક્રાન્તિ થયે છતે પણ જાતકને ચંદ્ર તારા કે ચન્દ્રની શુભ અવસ્થા હશે તે અશુભ સંક્રાન્તિ પણ શુભ બને છે. કૃષ્ણ પક્ષની દશમ પછી ચંદ્રનું બલ લગભગ સમાપ્ત થાય છે. ત્યારે આંગળીના ટેરવા ઉપર રાશિ ગણવાથી શું ફાયદો ? માટે તેવા સમયે તારાબળ વધારે ઉપયુક્ત છે. પિતાના જન્મ કે નામના નક્ષત્રથી તેની ગણત્રી થાય છે. જેમકે કેઈનું જન્મનું કે નામનું નક્ષત્ર “હસ્ત” હોય ત્યારે સાથેના કણક પ્રમાણે ગણત્રી કરવી.