________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ચંદ્ર અને રાહુનાં પુણ્ય કર્મો જુદાં જુદાં, આયુષ્ય મર્યાદા જુદી જુદી તથા ગયા ભવની આ ગતિ કે આવતા ભવની ગતિ પણ જુદી જુદી હોઈ શકે છે. તેથી ચંદ્ર કે સૂર્ય જેવી ઈન્દ્રને ગળી જવા માટેની શક્તિ બિચારા રાહમાં શી રીતે આવી શકે ?
આમ એક પછી એક કળાને આચ્છાદિત કરતા રાહ અમાવાસ્યાના દિવસે પૂર્ણ રીતે આચ્છાદિત કરી લે છે. તેવી રીતે શુકલ પક્ષની પ્રતિપદાના દિવસે ચન્દ્રના પન્દરમા ભાગરૂપે એક કળાથી ખસ ખસ પૂર્ણિમાના દિવસે રાહુના આછા દનથી ચન્દ્ર મુક્ત હોય છે, માટે તે ધ્રુવ રાહ છે. જ્યારે પર્વ રાહ જઘન્યથી છ મહિને ચન્દ્ર અને સૂર્યને આચ્છાદિત કરે છે અને વધારેમાં વધારે ૩ વર્ષે આચ્છાદિત કરે છે. ચન્દ્રને સુશ્રી શા માટે કહેવાય છે?
જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે, “તિષી દેવનાં ઇન્દ્ર અને રાજા એવા ચન્દ્રમા પિતાના મૃગાંક વિમાનમાં ઘણું જ કાન્તિવાળા દેવ, દેવીએ અને ઘણા જ ભાયમાન આસન, શયન, સ્તંભ, પાત્ર આદિથી દીપ્ત તથા પોતે પણ સૌમ્યાકાર, મનેહર, સૌભાગ્યસમ્પન્ન, અને પ્રિયદર્શન હોવાથી ઘણું જ સુંદર છે. તે કારણે હે ગૌતમ! ચંદ્રને સુશ્રી કહેવાય છે. સૂર્યને આદિત્ય કહેવાનું શું કારણ?
ભગવતે કહ્યું કે, “સમય મુહૂર્ત યાવતુ ઉત્સર્પિણ આદિ કાળ વ્યવહારને પ્રવર્તક સૂર્ય છે એટલે કે હાલ કયું વર્ષ છે ? કર્યો માસ છે? યાવત્ દિવસ, ઘડી, પળ, વિપળ-ઈત્યાદિ ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળની પ્રવૃત્તિ સૂર્યને આભારી હોવાથી આદિત્ય કહેવાય છે.