________________
શતક ૧૨ મું: ઉદ્દેશક-૬ ઉપરાંગ સંબંધ કરે છે. ધ્રુવરાહ કૃષ્ણ પક્ષની પ્રતિપદા (પેડ)થી લઈને અમાવસ્યા સુધી ચન્દ્રની પંદરમાં ભાગની એટલે કે આકાશમાં દેખાતા ચન્દ્રના વિમાનના પંદરમાં ભાગને આછા દિત કરતે રહે છે. એટલું ખાસ જાણવાનું કે ઉપર આકાશના ભાગમાં જે સૂર્ય, ચન્દ્ર, નક્ષત્ર, તારા કે ગ્રહો દેખાય છે તે દેવે નથી પણ તેમનાં વિમાને છે, જે ચલ છે. એટલે કે તેમનાં કર્મોની વિચિત્રતા જ એવી છે કે તેમનાં વિમાને આંખના પલકારા જેટલા સમય પૂરતા પણ સ્થિર રહેતા નથી. તેમની સ્થિતિ પણ તેવી હોય છે કે ચંદ્ર અને રાહના વિમાન પાસે પાસે જ સંચરણ કરે છે. અને તેવી સ્થિતિમાં એક બીજાની છાયા એક બીજા પર પડે એને અર્થ એ નથી થતું કે સામેવાળાએ સામેવાળાને ગળી લીધું કે કુક્ષીમાં લઈ લીધો.
મનુષ્ય લેકમાં પણ આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ કે ગાંધીમાર્ગ ઉપર રહેલી કેઈ સોસાયટીમાં ત્રિવેદી ચતવેદી કે મહાપંડિત પણ રહેતા હોય છે. અને તે જ સંસાયટીમાં હરિજન પણ રહેતું હોય છે. સાથોસાથ બંનેના કર્માનુસાર બંનેને એક જ સમયે ઘેરથી નીકળીને અરવિંદ મીલમાં જવાનું હોવાથી આખા માર્ગ ઉપર નાત, જાત, જ્ઞાન-વિવેક આદિના કેઈપણ સંબંધ વિનાના તે બંને લગભગ પગે ચાલતા કે બસમાં પણ સાથે જ જતા હોય છે અને આવતા હોય છે. વચ્ચે કેઈક સમયે એક સાથે જ બંનેની ગતી શીધ્ર થતી હોય છે કે મંદ થતી હોય છે. તેમાં કારણ હોય છે એટલું જ છે કે તે બંનેના અદૃષ્ટ કર્મો એક જ ઓફિસ(ફર્મ)માંથી રેટલા કમાવવાના છે, અને ખવડાવવાનાં છે. છતાં પણ ત્રિવેદી ત્રિવેદી છે અને હરિજન હરિજન છે. એવું પણ નથી બનવાનું કે ત્રિવેદી હરિજન થઈ જાય કે હરિજન ત્રિવેદી થઈ જાય તેવી રીતે