________________
શતક ૧૨ મું : ઉદેશક-૬
રાહુની વક્તવ્યતા :
આ ઉદ્દેશામાં રાહુદેવ સંબંધી પ્રશ્નોત્તરો છે. બાહુબળના સ્વામી શ્રેણિક રાજાથી શાસિત, બુદ્ધિનિધાન અભયકુમાર દ્વારા સુરક્ષિત, શાલીભદ્ર જેવા શ્રેષ્ટિવર્ષોથી દીપ્ત તથા દયાના સાગર, પતિતપાવન, ભગવાન મહાવીરસ્વામીથી ઉપદિષ્ટ “જૈન”ના રંગથી રંગાયેલી રાજગૃહી નગરીમાં માનવમાત્રને જૈનત્વ પ્રાપ્ત કરાવવાની ઉત્કટ ભાવનાવાળા અને પૂર્વગ્રહથી ગ્રસિત મતિની કુવાસનામાંથી સૌને સમ્યકજ્ઞાનને પ્રકાશ દેખાડવા માટેની તમન્નાવાળા ગૌતમસ્વામીએ ભગવંતને પૂછ્યું કે, “હે પ્રભે! નરકાદિ ગતિઓને પ્રાપ્ત કરનારા જીવાત્માઓ મતિ અને શ્રુતના અજ્ઞાની હોવાથી કુશાસ્ત્રોની ચકાવે ચડીને પૂર્વગ્રહથી એટલા બધા ગ્રસિત હોય છે કે તેથી સાવ સરળ વાતને સત્ય સ્વરૂપે સમજવા માટે આદર રાખી શકતા નથી. કદાચ રાખતા હોય તે પણ પૂર્વગ્રહના ભૂતથી છુટકારો મેળવી શકતા નથી માટે જ અજ્ઞાની જીવો કર્મો બાંધે છે અને ભવાં તરને વધારે છે. અજ્ઞાનના નશામાં તેઓ વારંવાર બેલતા હોય છે-“રાહુ અને ગ્રાસ કરે છે–રાહ ચન્દ્રને ગ્રાસ કરે છે.” તે આ વિષયમાં સત્ય શું છે? જવાબમાં નરદેવ, દ્રવ્યદેવ, અને ભાગદેવથી પૂજાયેલા દેવાધિદેવે કહ્યું કે, “હે ગૌતમ! તેઓ જે એ પ્રમાણે કહે છે કે, “રાહુ ચંદ્રને સે છે.”—તે પ્રામાણિક કથન નથી. એટલે કે તેમનું માનવું અને કહેવું રતિ માત્ર પણ સાચું નથી. કેમકે જ્યાં ગ્રાસક (બીજાને