________________
શતક ૧૨ મું ઉદ્દેશક-૨, પવિત્ર વિચારે સમયે સમયે આવતા પણ હોય છે, પરંતુ મેહરાજાએ પિતાના સૈનિકોને જીવાત્માની ચારે બાજુ એવી રીતે ગોઠવી દીધા હોય છે કે તેનાથી બચવું તેને માટે પ્રાયઃ અશક્ય બને છે. ત્યારે જ તે પદ્માસનમાં ધ્યાનસ્થ મહાપુરુષને પણ યુવતીનાં ઝાંઝરને ઝણકાર ચકડોળે ચડાવી દે છે. સ્વાધ્યાયમાં રત થયેલા અથવા જિનેન્દ્ર ભગવંતનાં મીઠાં મધુરાં સ્તવનેને લલકારનારાઓનાં મનમાં સ્ત્રીનું સંગીત ચંચલતા લાવી શકે છે. આવા તે અગણિત અનુભવે આપણે કરેલા છે. કર્ણેન્દ્રિયાદિ ઈન્દ્રિયેના ગુલામ હોવાના કારણે જ કઈ પણ સારાં પવિત્ર કાર્યોમાં આપણે મગ્ન થઈ શકતા નથી. ચડતી યુવાનીમાં દીક્ષિત થયા તે શિક્ષિત થવામાં ઇન્દ્રિયોની ગુલામી વિધ્રરપ બને છે. ઘઉંના રંગ જેવી લાલિમા શરીર પર હાવી જોઈએ પણ સ્પર્શેન્દ્રિય કે ચક્ષુરિન્દ્રિયાદિની પરવશતાના કારણે હૈયેલા ચેખાના દાણા જેવા ફીક્કાને ફીક્કા જ આપણે રહ્યા છીએ. રસ નીકળી ગયેલી શેરડી જેવી વૃદ્ધાવસ્થામાં જે રેગે, શિથિલતા તે યુવાન માણસોને સતાવે છે. ઈત્યાદિ કારણોમાં પૂર્વભવની અસાતવેદનીયને ક૯પવા કરતાં આપણી ઈન્દ્રિયેની ગુલામીની કલ્પના જ વધુ બંધ બેસે છે.
આ બધા ભાવેને જાણનારા કેવલી ભગવંતે કહ્યું કે, ઈન્દ્રિયને વશવર્તી આત્મા કઈ કાળે પણ કષાય વિનાને હોઈ શક નથી, અને કષાયી આત્મા પ્રતિસમયે ઢગલાબંધ નવા કર્મો તે બાંધે જ છે. સાથે સાથે પહેલાનાં બાંધેલા કર્મોને નિકાચિત કરીને ભવભવાંતરને માટે ભયંકર અસાતવેદનીયને ઉપાજે છે.”
વિવેકી આત્મા કેવળ પાંચ જ મિનિટ માટે નીચેના