________________
શતક ૧૨ મુંઃ ઉદ્દેશક-૪
६६ અસુરકુમારેથી લઈને વૈમાનિક દેવે સુધી નારીકેની જેમ જાણવું.
એ જ રીતે વૈકિય-તેજસ-કાશ્મણ-મન-વચન અને શ્વાસે શ્વાસ પુદ્ગલ પરિવર્તને નારકથી વૈમાનિક સુધી ભૂતકાળમાં અનંત થયા છે અને ભાવિકાળમાં જઘન્યથી બે ત્રણ કે ચાર અને ઉત્કૃષ્ટથી સંખ્યાત, અસંખ્યાત અને અનંત હોય છે.
નરકાવાસમાં રહેતા નારક છમાંથી એક એક નારકને ભૂતકાળમાં ઔદારિક પુદ્ગલ પરિવર્તને કેટલાં કહ્યાં છે?” ભગવાને જવાબમાં કહ્યું કે, “નારકને તે ઔદારિક પુદ્ગલેને અભાવ હોવાથી ભૂતભાવિમાં એકેય નથી.”
એજ પદ્ધતિએ નારકને પૃથ્વીકાય અવસ્થામાં ઔદારિક પુદ્ગલ-પરિવર્તે ભૂતકાળમાં અનંત થયા છે અને ભાવિમાં નારકોની જેમ સમજવાં. એ જ પ્રમાણે અપૂકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ કે મનુષ્ય અવસ્થામાં એક એક નારકના ભૂતકાલીન ઔદારિક પુદ્ગલ પરાવર્તે અનંતા થયા છે અને ભવિષ્યકાળમાં કેઈકને સદ્ભાવ હોય છે અને કેઈકને નથી હતું. આ પ્રમાણે આ વિષય મૂળ સૂત્રમાં સ્પષ્ટ અને વિસ્તારથી આલેખાયે છે.
આજ વાત ગૌતમસ્વામીજી બીજી રીતે પ્રભુને પૂછે છે કે, “હે પ્રભો! આપશ્રી કયા કારણે કહે છે, “આ દારિક પુદ્ગલ પરિવર્તન છે. આ ઔદારિક પુદ્ગલ પરિવર્તન છે? તે તેમનું સ્વરૂપ શું છે?” જવાબમાં ભગવંતે કહ્યું કે, “જે કારણે ઔદારિક શરીરમાં રહેલ આ જીવાત્માએ તેને યોગ્ય પુદ્ગલ દ્રવ્યોને ઔદારિક શરીરરૂપે ગ્રહણ કર્યા છે તથા જીવ