________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ૧૫. નન્દીરાગ–પ્રાપ્ત થયેલી ઋદ્ધિ-સમૃદ્ધિ-યુવાવસ્થા અને સત્તામાં હર્ષ ધારણ કરે.
ઉપર્યુક્ત લેભમાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને ચાર સ્પર્શ હોય છે.
ઉપર પ્રમાણે પ્રેમ–ષ-કલહ-અભ્યાખ્યાન-પશૂન્યરતિઅરતિ–માયામૃષાવાદ અને મિથ્યાદર્શન આદિમાં પણ સમજવું કેમકે પ્રેમ આદિના સેવનથી પુનઃ પુનઃ ચારિત્રમેહનીય કર્મની ઉપાર્જન થાય છે. અથવા પૂર્વભવના નિકાચિત કે અનિકાચિત રૂપે ઉપાજિત થયેલા ચારિત્ર મેહનીય કર્મની ઉદયાવસ્થામાં અથવા ઉદીર્ણ કરણ વડે ભડકાવી દીધેલા મેહથી પ્રેમ આદિની પ્રાપ્તિ થાય છે.
૧. પ્રેમ–જેનાથી પુત્ર પૌત્ર આદિને જોઈ જોઈ નેહરાગની ઉત્પત્તિ થાય છે.
૨. દ્વેષ–જે વ્યક્તિ કે પુગલ પદાર્થથી સ્વાર્થ સધાતે નથી તેના પ્રત્યે થયેલા અપ્રીતિભાવને દ્વેષ કહે છે.
૩. કલહ-કામરાગથી ઉત્પન્ન થયેલા પ્રણયથી અથવા બીજાની મશ્કરી આદિથી ઉત્પન્ન થનારાં જીભાજોડી, મૂઠામૂઠી, દંડાદંડી કે આંખોની લડાઈને કલહ કહે છે.
૪. અભ્યાખ્યાન–સામેવાળા શત્રુમાં અથવા આપણી સાથે સ્પર્ધા કરનાર વ્યક્તિમાં અછતા દોષનું આજે પણ કરવું તે અભ્યાખ્યાન છે.
૫. પશુન્ય–બીજાની ચાડી ખાવી. ૬. રતિઅરતિ–મનગમતા શબ્દ, રસ, ગંધ અને સ્પર્શ