________________
શતક ૧૨ મું ઉદ્દેશક-પ
ત્પાતિકી—શાસ્ત્ર, કર્મ કે અભ્યાસ આદિથી નિરપેક્ષ કેઈપણ પ્રસંગે કે વ્યવહારમાં આત્માને સ્વાભાવિકી સ્કૂરણ થાય તે ઔત્પાતિકી બુદ્ધિ છે.
વૈયિકી—વિદ્યાગુરુ, ધર્મગુરુ આદિ જ્ઞાનવૃદ્ધોની સેવાચાકરી કરતાં કરતાં જે બુદ્ધિ ઉત્પન્ન થાય તે વૈનાયિકી બુદ્ધિ કહેવાય છે.
કાર્મણિકી--કાર્ય કરતાં જે સહજબુદ્ધિ ઉદ્ભવે તે કાર્મણિકી.
પરિણામિકી–સંસારના ઘણુ ખારા મીઠા પ્રસંગે જોયા પછી તથા હજારે લાખે માનનાં સત્કર્મો-અસત્કર્મો જોયા પછી આ બુદ્ધિ થાય છે. યદ્યપિ આમાં મતિજ્ઞાનના ક્ષેપશમની સાપેક્ષતા રહેલી જ છે તે પણ બુદ્ધિના ચાર ભેદ સ્વતંત્ર છે.
પ્રશ્નોત્તર :–અવગ્રહ, ઈહા, અવાય અને ધારણ, તથા ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરૂષકાર–પરાક્રમ જીવના ધર્મ હેવાથી અપૌગલિક છે.
પ્રશ્નોત્તર :–મતિ જ્ઞાનાવરણ, શ્રુત જ્ઞાનાવરણ, અવધિ જ્ઞાનાવરણ, મન:પર્યવ જ્ઞાનાવરણ અને કેવળ જ્ઞાનાવરણ; આ પાંચે પૌગલિક હોવાથી વર્ણદિવાળા છે. અને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તથા કેવળજ્ઞાન આત્મિક હેવાથી વદિવાળાં નથી.
પ્રશ્નોત્તર :–“હે પ્રભે! સાતમી તમસ્તમ પ્રભા નરકભૂમિની નીચે રહેલું આકાશ ખંડ રૂપ અવકાશાન્તર વર્ણાદિકવાળું હોય છે?' જવાબમાં ભગવાને “ના” કહી છે. કેમકે આકાશ અરૂપી હેવાથી તેને ગંધ, રસ અને સ્પર્શ નથી.