________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અવકાશાન્તર એટલે શું?
જવાબમાં કહેવાયું કે, “પૃથ્વીએ કાચબા કે શેષનાગ ઉપર નથી ટકી કેમકે તે બંને તિર્યચનિનાં જીવડાં હોવાનાકારણે પૃથ્વીને ભાર ઉપાડવા માટે સર્વથા અસમર્થ છે. તેમનાં શરીરમાં ૩૩ કરોડ દેવતા પણ અવતરિત થાય તો ય પ્રકૃતિજન્ય વાતેમાં ફેરફાર થઈ શકે તેમ નથી.
ત્યારે જૈન શાસનમાં તેની મર્યાદા શી છે?
નારક પૃથ્વીઓ એકની નીચે બીજી, તેના નીચે ત્રીજી આ કમે સાત પૃથ્વીઓ છે. અસંખ્ય દ્વીપ અને સમુદ્રની વચ્ચે થાળીના આકાર જે (પૃથ્વીને નારંગી જેવો આકાર હોત નથી.) જમ્બુદ્વીપ છે. અને શરીરમાં રહેલી નાભિની જેમ બરાબર અધવચ્ચે લાખ એજનની ઊંચાઈવાળે મેરૂ પર્વત છે. તેની સમતલ ભૂમિથી એક લાખ એંશી હજાર જન જાડાઈવાળી પહેલી નરક ભૂમિ છે અને તે ઘનાદાધિ ઉપર સ્થિત છે, ઘનેદધિ પણ ઘનવાત ઉપર અને તે પણ તનુવાત ઉપર સ્થિત છે. તથા તનુવાતની નીચે જે આકાશ છે તે જ અવકાશાન્તરના નામે સંબોધાય છે. ત્યાર પછી બીજી નરક પૃથ્વીને પ્રારંભ થાય છે. યાવત્ સાતમી નરક પૃથ્વી સુધી આ કમ છે અને તેની નીચે આકાશને સાતમું અવકાશાન્તર કહેવાય છે. તેના ઉપર તનુવાત વલય, તેના ઉપર ઘનવાત વલય અને તેના ઉપર ઘને દધિ વલય છે. તેના ઉપર સાતમી નરક પૃથ્વી છે. આ પ્રમાણે સાતમી અને છઠ્ઠી નરક પૃથ્વીની સૌથી નીચે છઠું અવકાશાન્તર, છઠું તનુવાત, છઠ્ઠ ઘનવાત અને તેના ઉપર ઘોદધિવલય છે અને તે ઉપર છઠ્ઠી પ્રથ્વી છે. આ પ્રમાણે યાવત્ પહેલી પૃથ્વી સુધી સમજી લેવું. .