________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ યથાર્થ રૂપે જાણશે અને સમ્યમ્ દર્શન દ્વારા આવા દુષ્ટ ઘોડાઓ મારા કામના નથી માટે સર્વથા ત્યાજ્ય છે એવું નક્કી કરશે અને અવસર આવ્યે સમ્યક્ ચારિત્રની ચાબુક ફટકારીને તે ઘડાઓને સર્વથા કાબુમાં લેશે ત્યારે ભાવમાં– સ્વભાવમાં આવેલે આત્મા ગુણ સ્થાનકેની શ્રેણને એક પછી એક સર કરતે જશે અને કેવળજ્ઞાન મેળવવા માટે ભાગ્યશાળી બનશે. આ કારણે દેવાધિદેવ પરમાત્મા કહે છે કે પાપનું વિરમણ (ત્યાગ) અથવા તેને કાબુમાં લેવા માટે સમ્યક ચારિત્રને અભ્યાસ જ આત્માના મોક્ષ માટે સબલ સાધન છે. આ સમ્યફ ચારિત્રની આરાધના જીવનમાં જેમ જેમ થતી જશે તેમ તેમ અનાદિ કાળનું ચારિત્ર મેહનીય કર્મ પાતળું પડશે અને એક દિવસે સર્વથા ક્ષય પામશે. અને અનંત શક્તિઓને આત્મસાત્ કરતા આપણે આત્મા કેવળજ્ઞાનના પ્રકાશમાં ઝગમગી ઊઠશે.
ચરિત્ર મેહનીય કર્મને ક્ષય થતાં ક્ષાયિક ચારિત્ર અને ક્ષપશમ થતાં લાપશમિક ચારિત્રની પ્રાપ્તિ થાય છે. યદિ આ બંનેની સંભાવના ન હોય તે ભાગ્યશાળી પાપભીરૂ આત્માએ યથાશક્તિ ને યથા પરિસ્થિતિએ પણ જેટલા અંશમાં પાપનાં દ્વાર બંધ થઈ શકતા હોય તે પ્રમાણે કરવું. આજે
ડું કરીશું તે આવતી કાલે વધારે કરવાને ઉત્સાહ રહેશે અને એક દિવસ સંપૂર્ણ પાપનાં દ્વાર બંધ થશે.
પ્રશ્નોત્તર –આત્માના સ્વભાવ રૂપ એ છે વત્તે અંશે પ્રાપ્ત થયેલી ઔત્પાતિકી, વૈનાયિકી, કાર્મણિકી અને પારિ મિકી બુદ્ધિ પણ જ્ઞાન સ્વરૂપ હેવાથી વર્ણાદિ વિનાની છે,