________________
શતક ૧૨ મું: ઉદ્દેશક–૫
૭૯ ૨. મૂછ–પ્રાપ્ત થયેલા પદાર્થનું સંરક્ષણ કરવાની ભાવના.
૩. કાંક્ષા–પ્રાપ્ત નહિ થયેલી વસ્તુને મેળવવાને માટે પ્રયત્ન.
૪. ગૃદ્ધિ–પ્રાપ્ત થયેલી સંસારની માયા પ્રત્યે આસક્તિ.
પ. તૃષ્ણ–પ્રાપ્ત થયેલી વસ્તુઓને વ્યય ન થાય તેની કાળજી.
૬. ભિધ્યા–પદાર્થોને ભેગા કરવામાં જ મસ્ત રહેવું.
૭. અભિવા–ચિત્તની ચલાયમાન સ્થિતિ અથવા અદઢ અધ્યવસાય.
૮. આશંસના–મારા પુત્રપરિવારાદિને અમુક વસ્તુની પ્રાપ્તિ થાય તે માટે પ્રબળ ઈચ્છા કરવી.
૯ પ્રાર્થના-ઈચ્છિત પદાર્થ કે તેના વિષયોને પ્રાપ્ત કરવા માટે બીજાની દાઢીમાં હાથ નાંખે.
૧૦. લાલપનતા–વારંવાર યાચના કરતાં રહેવું.
૧૧. કામાશા–મનગમતાં રૂપ, ખાદ્ય, પેય તથા શબ્દોને મેળવવા માટે પ્રયત્નો કરવા.
૧૨. ભેગાશા–મનગમતા રસ સ્પર્શ અને ગંધ માટેના પ્રયત્ન કરવા.
૧૩. જીવિતાશા-અધિક જીવતા રહેવા માટે જ્યોતિપીઓ પાસે ફાંફાં મારતાં રહેવું.
૧૪. મરણશા–અમુક પ્રસંગે પ્રાપ્ત થયે મરવાની ઈચ્છા કરવી.