________________
શતક ૧૨ મું: ઉદ્દેશક-૫ પ્રત્યે રુચિ અને અણગમતા પદાર્થો પ્રત્યે અરુચિ રાખવી તે રતિ-અરતિ છે.
૭. પરંપરિવાદ–બીજાની નિંદા કરવી. ૮. માયામૃષાવાદ–માયા કપટપૂર્વક જૂઠું બોલવું. ૯. મિથ્યાદર્શન–વિપરિત શ્રદ્ધા.
ભગવંતે કહ્યું કે આમાં પણ ઉપર પ્રમાણે રૂપ, રસ, ગંધ, પશે જાણી લેવા.
પ્રશ્ન-“હે પ્રભે! પ્રાણાતિપાતાદિ ૧૮ પાપનું વિરમણ (ત્યાગ) રૂપ જે ભાવ છે તે શું વર્ણાદિકમય છે?” જવાબમાં
ના” કહેતાં ભગવંતે કહ્યું કે, “ત્યાગભાવમાં આત્માની ઉપગમયતા મુખ્ય કારણ હોવાથી આત્માની જેમ ઉપયોગ પણ અરૂપી હોવાથી વર્ણાદિ રહિત છે. ધર્મ એટલે શું?
પદાર્થ માત્ર લક્ષણ વડે લક્ષિત હોય છે માટે જેનું લક્ષણ નથી તે સર્વથા અસત્ છે. જ્યારે આત્મા લક્ષણવાળો હોવાથી સત્ છે, શાશ્વત છે. ત્યારે આત્માનું લક્ષણ શું? ઉત્તરાધ્યયન સૂત્રમાં “વધુનાવો ઘરશ્નો” અર્થાત્ પદાર્થને સ્વભાવ જ તેને ધર્મ છે. સ્વભાવથી અતિરિક્ત ધર્મ હોતું નથી પાણીની શીતળતા, અગ્નિની ઉષ્ણતાની જેમ આત્માનું લક્ષણ(સ્વભાવ)ઉપગ છે. આવા ઉપયોગમાં સ્થિર થયેલા આત્માને પરભાવ-વિભાવ કે અધર્મમાં જવાનું બની શકે તેમ નથી. માટે પ્રાણાતિપાત થાવત્ મિથ્યાશલ્ય ૧૮ પાપસ્થાનકે આત્માને સ્વભાવ નથી પણ પરભાવે છે–પરધર્મ છે. જે કર્મો આચરવાથી આત્માને ગ્લાનિ–સ્લાનિ થાય તે તેને ધર્મ હોઈ શકે નહિં. હિંસક માણસ