________________
૬૭.
શતક ૧૨ મું ઉદ્દેશક-૪ કેટલા પ્રકારે છે?' જવાબમાં ભગવંતે કહ્યું કે, “હે ગૌતમ, તેના સાત પ્રકાર છે.”
૧. ઔદારિક પુદ્ગલ પરાવર્ત. ૨. વૈકિય પુગલ પરાવર્ત. ૩. તૈજસૂ પુગલ પરાવર્ત. ૪. કાર્મણ પુગલ પરાવર્ત. પ. મનઃ પુદ્ગલ પરાવર્તન ૬. ભાષા પુદ્ગલ પરાવર્ત. ૭. શ્વાસોચ્છવાસ પુદ્ગલ પરાવર્ત.
ઉપર્યુક્ત સાતેય પુદ્ગલ પરાવર્તામાં સંપૂર્ણ જીવરાશિને સમાવેશ થઈ જાય છે-જેમ કે સૂફમ-બાદર–પર્યાપ્ત-અપર્યાપ્ત એકેન્દ્રિય જીવથી લઈને સંમૂ૭િમ કે ગર્ભજ પંચેન્દ્રિય જીવને ઔદારિક પુદ્ગલથી બનેલ દારિક શરીરની પ્રાપ્તિ થાય છે. દેવ–નારક આદિ જીવને વૈકિય પુદ્ગલ પરાવર્તને લઈને વૈકિય શરીરની પ્રાપ્તિ થાય છે. સિદ્ધશિલામાં પ્રવેશ કરવાના એક સમય પહેલાં અનંતાનંત જીને તૈજસ્ અને કાર્પણ પુદ્ગલ પરાવર્તને લઈને તેજસૂ અને કાશ્મણ શરીર હોય છે. તથા પુણ્યકર્મના સિતારા જેના ચમક્યા હેય છે તેને જ મન, વચન અને શ્વાસોચ્છવાસના પુદ્ગલેની પ્રાપ્તિ થાય છે. જ્યારે ગાય, હાથી, કૂતરા, ઘોડા આદિ જેને પંચેન્દ્રિયત્ન પ્રાપ્ત થયા છતાં, પિતાના માલિકને ઘણું ઘણું વાત કહેવા ઈચ્છતાં છતાં કર્મસત્તા આગળ લાચાર બનેલા તે છે મનમાં ઘણી મૂંઝવણે અનુભવી રહ્યા છે, છતાં એક પણ અક્ષર તેઓ બાલી શકતા નથી.