________________
૭૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ T:” એટલે કે પિતાનાથી ઓછી શક્તિવાળાઓને ઘુરક્યા કરવું તે ગર્વ.
૪. સ્તંભ–કેઈને પણ નમવું નહિ તે. પ. ગર્વ–અહંકાર ૬. આત્મત્કર્ષ–બીજાથી પિતાને ઊંચે માન.
૭. પરપરિવાદ–બીજાને નિન્દ્રિત કરવા માટે તેનામાં દુર્ગુણેની કલ્પના કરવી અને પ્રસારિત કરવી.
૮. અપકર્ષ-ગર્વિષ્ઠ બનીને બીજાને હીન બતાવવાની ચેષ્ટા કરવી તે.
૯. ઉત્કૃષ્ટ-બીજા કરતાં પિતાને બધી રીતે સારો માન.
૧૦. ઉન્નામ–અત્યાર સુધી બીજાને નમ્યા પણ હવેથી બીજાને નમવાનું છોડી દેવું.
૧૧. ઉન્નય–અહં પિષવાને માટે નીતિ, ન્યાય, પ્રામા ણિક્તાને દેશવટો આપે.
૧૨. દુનમ-ખેરા ટોપરા જેવા ભાવ રાખીને ગુરુ આદિને નમવું.
ભગવંતે કહ્યું, “હે ગૌતમ! ઉપર્યુક્ત માન કષાયમાં પણ પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને ચાર સ્પર્શ રહેલા છે.”
માયાની વક્તવ્યતા અને પર્યાઃ
ચારિત્રમેહ કર્મના કારણે જીવ માયાવી બને છે અને માયા પ્રપંચના કારણે ચારિત્રમેહનીય કર્મનું બંધન થાય છે.