________________
૭૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કેઈ કાળે પણ નકારી શકાતી નથી. પુદ્ગલમાં પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને ચાર સ્પર્શ હોય છે. સ્પર્શની સંખ્યા આઠની હોવા છતાં પણ પ્રાણાતિપાતાદિ કર્મ પુદ્ગલેમાં સ્પર્શ ચાર જ હોય છે.
કષાયાદિમાં વર્ણાદિની વિચારણું :
ગૌતમસ્વામીજીના પ્રશ્નથી ભગવંતે કહ્યું કે “દશ પર્યાને ધારણ કરનારા કોધમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની સંખ્યા ઉપર પ્રમાણે છે, કેમકે ક્રોધના અધ્યવસાયને જનક (ઉત્પાદક) ચારિત્રમેહનીય કર્મ પુદ્ગલ છે. ક્રોધના પર્યાયઃ
કોધ એ સામાન્ય છે અને બીજા પર્યાયે તેનાં વિશેષણે છે. તેમને વિચાર ક્રમશઃ કરીએ.
૧. કપ–કોધના ઉદયકાળે નિજસ્વભાવથી ચલાયમાન થવું તે.
૨. રાષ–શાંત ન થતાં ક્રોધની પરંપરા આગળ ચાલે તે. ૩. દેષ-કોધાવેશમાં આવીને સ્વપરના દેષ બલવા તે. ૪. શ્રેષ–બીજા પ્રત્યે અપ્રીતિભાવ રાખવે તે. ૫. અક્ષમા–પારકાના અપરાધને સહન ન કરવા તે. ૬. સંજવલન–વારંવાર કોધાગ્નિથી બળ્યા કરવું.
૭. કલહ-પરસ્પર જીભાજોડી કરવી અને ઊંચા સાદે (અવાજે) અનુચિત અસભ્ય વાગવ્યવહાર કરે તે.