________________
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહુ ભા. ૩
પર
મહારૌરવ, કુંભીપાક, કાળસૂત્ર, અસિપત્રવન, સુકરાભિમુખ, અન્યકુપ, કૃમિભાજન, સંદૅશ, તપ્તસૂમિ, વાકટ, શાલ્મલી, વૈતરણી, પૂયાદ, પ્રાણરોધ, વીશસન, લાલાભક્ષ, સારમૈયાદન, અવીચિ, અયઃપાન, ક્ષારકર્દમ, રક્ષેાગણ ભાજન, શૂલપ્રેત, દુદક, અવટ નિધન, પર્યાવન, સૂચિમુખ.
(ભાગવત : અધ્યાય ૨૬.)
હવે ઉપયુક્ત નારકના અથ પણ જોઇએ ઃ
(૧) તામિસ—છલ પ્રપંચ કરી ખીજાનાં ધન, પુત્ર, પુત્રી કે તેની સ્ત્રીનું હરણ કરનાર આ નરક ભૂમિમાં આવે છે. જ્યાં ખારાક કે પાણી પીવા મળતુ નથી, લાકડીના મારવડે યમદૂતે તેમને મારે છે અને નારકો બેભાન બને છે.
(૨) અધતામિસ્ર—બીજાને વિશ્વાસમાં રાખીને તેની સ્ત્રી સાથે ભાગવલાસ કરનાર આ નરકમાં આવે છે. અહીં યમદૂતે બહુ જ માર મારે છે, જેનાથી નારકીની બુદ્ધિ અને દૃષ્ટિમાં ભયંકર વેદનાઓ થાય છે અને તે કપાતા મૂળિયાવાળા ઝાડ જેવી અચેતન સ્થિતિને પ્રાપ્ત કરે છે.
(૩) રૌરવ—જે માણુસ શરીર-ધન-પુત્ર-પરિવાર મારાં છે, એવી માયામાં બીજા પ્રાણીઓના દ્રોહ કરીને માયા ભેગી કરનારને આ નરક મળે છે અને એકલે જ ભયંકર દુઃખ ભાગવે છે.
(૪) મહારૌરવ—મનુષ્યલેાકમાં માયાવશ બનીને બીજા જીવેશને જે રીતે માર્યાં હાય, મંતાપ્યા હાય, રાવડાવ્યા હાય તે મરાયેલા અને દુઃખી અનેલા જીવા આ નરકભૂમિમાં ‘ફ્રૂ’ નામે પશુઓના આકાર લઈને તે તે જીવાને ભયંકર રીતે