________________
શતક ૧૨ મું : ઉદ્દેશક-૩ હાડકાં, મેદ, માંસ તથા ચરબી ભરેલાં ગંદા તો છે, ત્યાં છેલ્લા શ્વાસ સુધી મહાયાતના ભેગવે છે.
(૧૫) પૂ –જે પુરુષે સારી ખાનદાનીમાં જન્મીને શૂદ્ર જાતિની સ્ત્રી સાથે સ્વચ્છેદ વિહાર કરે છે, અને આચારવિચાર તથા નિયમને ત્યાગ કરે છે, લજજાને ત્યાગ કરી સ્વેચ્છાચારી બને છે, તેઓ પણ વિષ્ટા, મળ, મૂત્ર, પ, ચરબી, માંસ આદિથી ભરેલા સમુદ્ર જેવા પૂયદ નામના નરકમાં પડે છે અને તે જ વસ્તુઓનું ભક્ષણ કરી મહાવેદનાને ભેગવવા પાત્ર થાય છે.
(૧૬) પ્રાણરોધ–જે સારા ખાનદાનમાં જન્મીને પણ પિતાને ત્યાં કૂતરા-પોપટ આદિને પાળે છે, બીજા પંખી, પશુઓને શિકાર કરે છે, અને ધર્મકર્મ વિના જીવન જીવે છે, તેઓ આ નરકમાં જન્મે છે, જ્યાં યમદૂતે તેમને બાવડે તથા બીજા શસ્ત્રવડે વધે છે.
(૧૭) વૈશ-અગ્નિમાં પશુઓને વધ કરનાર આ નરકમાં જન્મે છે, ત્યાં તેઓ રીબાઈ રીબાઈને સમય પૂરો કરે છે.
(૧૮) લાલાભક્ષ-જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય પુરૂષ પિતાની સહજાતીય સ્ત્રીને કામમાહિત કરીને પિતાનું વીર્ય પીવડાવે છે તેઓ આ નરકમાં જન્મે છે અને યમદૂતે તેમને રેતઃ કૂલ્યા નામની નદીમાં નાંખે છે અને વીર્ય પીવડાવે છે.
. (૧૯) સારમેયાદન–જે ચેર-બદમાસ માણસે ગામડાંને લૂંટે છે, બાળે છે, તેમને યમદૂતે ૭૨૦ કૂતરાઓ વડે બધી રીતે હેરાન કરે છે.