________________
૫૪
- શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૧૦) કૃમિકુંડ (કૃમિ ભેજન)–ધાર્મિકતાથી દૂર રહેલે માનવ, ઘરના ઓટલે આવેલા સાધુ-સંત–અતિથિ આદિને કંઈ પણ આપ્યા વિના ભેજન કરે છે તે માનવ આ લાખ યુજનવાળા કૃમિકુંડમાં જન્મે છે, જ્યાં કીડાઓનું ભજન કરે છે, અને બીજા કાગડાઓનું પિતે ભેજ્ય બનીને ચીસ નીકળી પડે તેવી વેદનાઓ ભેગવે છે.
(૧૧) સંદેશ–જે માણસ સુખી જીવનમાં પણ બીજાઓની ચોરી કરે, તેમને વિશ્વાસમાં લઈને ઠગે, બેટાં તેલ-માપ રાખે તે આ નરકભૂમિમાં આવે છે, જ્યાં યમદૂતે ધગધગતા સાણસાઓથી પકડીને તેમની ચામડી ઉતારી લે છે.
(૧૨) તખ્તસુમ–જે કામવાસનાના ગુલામ થઈને અમર્યાદ ભેગ ભેગવે છે, અગમ્ય, ગુરુ પત્ની, મિત્ર પત્ની, પુત્ર પત્ની, હલકા આચારવાળી અને હલકી જાતિની સ્ત્રી સાથે કે તેવા પુરુષ સાથે વિષયનું સેવન કરે તે તેમને આ નરકભૂમિમાં ચાબુકના માર પડે છે. અને તપાવેલી લેઢાની પુતળી સાથે પુરુષને તથા તપાવેલા પુરુષના પુતળા સાથે સ્ત્રીને ભેટાડે છે.
(૧૩) વજ કંટક-માનવાવતારને પામીને પણ જે પશઓ સાથે વ્યભિચાર કરે છે, તેમને યમદૂતે વજી જેવા કાંટાવાળા, સીમળાના ઝાડ પર ચડાવીને નીચે ખેંચે છે.
(૧૪) વૈતરણી–જે રાજપુરુષે-સત્તાધારીઓ ધર્મ કર્મની મર્યાદા છોડી સ્વચ્છંદી બને છે, તેઓ આ સ્થાનમાં જન્મીને જળજી દ્વારા ભયંકર યાતનાઓ ભેગવે છે. વિતરણ નદી જેમાં વિષ્ટા, મૂત્ર, પરૂં, લેહી, વાળ, નખ,