________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પુદગલેને પરિવર્તનભાવ:
ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તરમાં ભગવતે કહ્યું કે, “હે ગૌતમ! આ બધા પુદ્ગલ પરમાણુઓનું સંહનન (સ્કંધ રૂપે ભેગા થવું) અને વિઘટન (જુદા જુદા વિખરાઈ જવું ) એટલે કે આજે અત્યારે એક પરમાણુ સર્વથા પૃથફ છે, તે યથા સમયે બીજા પરમાણુ યાવત્ સંખ્યાત અસંખ્યાત કે અનંત પરમાણુઓની સાથે સંમિશ્રણ થાય છે અને અદષ્ટ નિમિત્તોને લઈને પાછા છુટા પડે છે જે બીજા સ્કંધ સાથે ભેગા મળે છે. તેને જ જૈન શાસન પુગલેને પરિવર્તનભાવ કહે છે એટલે કે–તેમનામાં પ્રતિક્ષણે પરાવર્તન થતું રહે છે અને આ રીતને પરિવર્તનભાવ અનંતાનંત તરીકે કહેવાય છે. અનંતને અનંતથી ગુણીએ તે અનંતાનંત થાય છે. આ પરિવર્તનભાવ કેઈની પણ શરમ કે અપેક્ષા રાખ્યા વિના અનાદિકાળથી અનંત કાળ સુધી થયા છે, થાય છે અને થતા રહેશે. - જીવને ઉત્પન્ન થવામાં કેનિના સ્થાને પગલે પરિવર્તનભાવ અવયંભાવી હોય છે, કેમકે પુદ્ગલે જીવને આશ્રિત હોવાથી અને જીવમાત્ર પિત પિતાનાં કર્મોને અધીન હોવાથી પિત પિતાનાં નિયાણુઓને અધીન બની જીવમાત્ર પોતાને ગ્ય પુદ્ગલેનું ગ્રહણ કરે છે અને રાગદ્વેષપૂર્વક બાંધેલાં કે બંધાઈ ગયેલાં નિયાણુઓને ભેગવવાને સમય જ્યારે પરિપક્વ થાય છે ત્યારે તે જીવને તેવા જ પુદ્ગલેને પરિવર્તનભાવ નસીબમાં રહે છે. ઉદાહરણ કલ્પીને વાત કરવી હોય તે એક જીવાત્માએ પહેલાના કેઈક ભવમાં બીજા જીવાત્મા સાથે વૈરનાં નિયાણ બાંધ્યા અને આ ભવમાં તેને પરિપાક થવાને સમય પણ પાક્યો છે, માટે સંયમી-સદાચારી-ધાર્મિક-સમતાશીલ-નિરંગી