________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ થયા છે તે એક દિવસ નૈસગિક કે નૈમિત્તિક કારણથી જમીન
સ્ત થાય છે અને તેની ઇટોથી બીજા સ્કંધનું નિર્માણ થાય છે અને માટી-ચૂને ખાડામાં પુરાય છે. વળી પાછા એક દિવસે ખાડામાંથી તે પુગલે બહાર આવે છે અને તેનાથી બીજે સ્કંધ રચાય છે. આવી રીતે પુદ્ગલે ભેગા થાય છે, છૂટા થાય છે. માટે જૈન શાસને કહ્યું છે કે: “પ્રતિસમયે ભેગા થાય અને છૂટા પડે તે પુદ્ગલ કહેવાય છે.”
પરમાણુ ?
"परमाश्च तेऽणवश्च परमाणवो निविभागद्रव्यरुपाः स्कन्धपरिणामरहिताः केवला: परमाणव:"
[ પ્રજ્ઞા ૧૦, જીવા. ૭ ] જેને બીજો ભાગ ન થઈ શકે તે પરમાણુ છે, જે આખાયે સંસારના નિર્માણનું મૂળ કારણ છે. આ પરમાણુમાં વર્ણ–ગંધ અને રસ એકેક હોય છે અને સ્પર્શી ચાર હોય છે. સ્નિગ્ધ, રૂક્ષ, શીત ને ઉષ્ણ
પરમાણુમાં રહેલા ચારે સ્પર્શેમાંથી સ્નિગ્ધ (ચિકાશવાળે), રક્ષ ()-આ બે પરમાણુઓ પિતાની યેગ્યતાને લઈને જ્યારે ભેગા મળે છે ત્યારે દ્રયગુક સ્કંધ બને છે, અને તેમાં જ્યારે એકબીજે પરમાણુ મળતાં ચાણક સ્કંધ કહેવાય છે. આ પ્રમાણે ચાર-પાંચ-સાત યાવત્ અનંત કે અનંતાનંત સુધી ભેગા મળેલા પરમાણુઓને સ્કંધ સંખ્યાત-અસંખ્યાતઅનંત કે અનંતાનંત પરમાણુઓને સ્કંધ કહેવાય છે. પરમાણુમાં સ્નિગ્ધતા કે રૂક્ષતા કેટલી જોઈએ? તે બીજા ભાગમાં “પુદ્ગલેના બંધની વિસ્તૃત વિવેચના” પ્રકરણમાંથી જાણી શકાશે.