________________
૫૩
શતક ૧૨ મુંઃ ઉદ્દેશક-૩ રીબાવે છે. રૂરૂં પશુઓ તેમને ફાડે છે અને તેમના શરીરનાં માંસને ખાય છે. - (૫) કુંભીપાક–જેણે પિતાના શરીરનું જ પિષણ કર્યું હોય તેમ બીજાં પશુઓને કે પક્ષીઓને જીવતાં પકડી તેમને રાંધે છે, ખાય છે, તેઓ આ નરકભૂમિમાં આવે છે. અને યમદૂતે તેમને તપાવેલા તેલની કડાઈમાં નાંખીને તળે છે.
(૬) કાળસૂત્ર—આ નરકભૂમિ તપી ગયેલા તાંબા જેવી હોવાથી, કાળસૂત્ર કહેવાય છે. જે મનુષ્ય દેવ-ગુરુ-ધર્મને દ્રોહ કરે, તેઓ આ નરકભૂમિમાં આવે છે અને ભયંકર ગરમીમાં ભૂખ તરસ ને સહન કરતે બળું બળું થતું જીવન યાપન કરે છે.
, (૭) અસિપત્રવન–હિંસા, જૂઠ, ચેરી, મિથુન આદિ પાપ કરીને આ નરકમાં અવાય છે. જ્યાં યમદૂતને માર ખાતે તે જીવ ચારે બાજુ તલવાર જેવા ધારદાર તાડપત્રથી વિંધાય છે અને યમદૂતે તેમાં ફેંકી દે છે, જ્યાં વેદનાને પાર નથી.
(૮) સૂકરમુખ-નિરપરાધી માણસેને ધનસત્તા-યૌવનસત્તા, કે રાજસત્તાના ઘમંડમાં આવીને મારે છે તે આ નરકને મહેમાન બને છે. ત્યાં સશક્ત યમદ્દતે તેને શેરડીના સાંઠાની જેમ ઘાણીમાં નાંખીને પીલે છે.
(૯) અંધકૃપ–જે માણસે માંકડ, જૂ, મરછર આદિ અને મારે છે, તે આ નરકભૂમિમાં આવીને તે તે જીવે દ્વારા ભયંકર વેદના ભેગવે છે.