________________
શતક ૧૨ મું ઉદ્દેશક-૩
४८
ભગવાનની પધરામણી ?
ભગવાન મહાવીરસ્વામી ચતુર્વિધ સંઘ સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં રાજગૃહી નગરીમાં પધાર્યા છે, તે વાત સાંભળતાં જ મેઘના કારણે મયૂર, આંબાની મંજરીને જોઈને કેયલ જેમ પ્રસન્નચિત્તવાળા થાય છે તેમ રાજગૃહી નગરીના રાજા ખુશ ખુશ થઈને ઉદ્યાન પાલકને ભેટ સ્વરૂપ ઘણું દ્રવ્ય આપે છે. પછી તે રસ્તાઓ સાફ કરાવ્યા. હાટ-હવેલીઓ શણગારવામાં આવી, તેરણપતાકાઓ બંધાવવામાં આવ્યાં, અને પિતાના ઘેરથી નીકળી રાજા-રાણીઓ, રાજપુત્રે, નગરશેઠ, શેઠાણીએ, તેમની પુત્રીઓ, કુળવધૂઓ અને બીજી પણ પ્રજા સમવસરણ તરફ આવતી થઈ. વિનય અને વિવેકપૂર્વક યથાસ્થાને બેસી ગયેલી બાર પર્ષદાને સંબોધીને પ્રભુએ ધર્મોપદેશ આપતાં કહ્યું કે, “નરક, સ્વર્ગ અને મેક્ષ કેવળ માનવના હાથની વાત છે. માટે અનાદિ કાળના આ સંસારમાં અનંતીવાર નરકભૂમિઓમાં તથા તિર્યંચ અવતારને પામેલા હે ભાગ્યશાળીઓ, તમે સમજો! વિચારે! અને હૃદયની દઢતાપૂર્વક ધમ્ય નિર્ણય કરીને દુર્ગતિનાં દ્વાર બંધ કરવા માટે પ્રયત્નશીલ બને.” તે સમયે પ્રભુ-સન્મુખ ઊભા રહીને ગૌતમસ્વામીએ પૂછયું કે, “હે પ્રભે! આપના શાસનમાં નરક પૃથ્વી કેટલી કહી છે?”
નરક માટેની વક્તવ્યતા :
જવાબમાં પ્રભુએ ફરમાવ્યું કે, “નરક પૃથ્વીઓ સાત છે, તે આ પ્રમાણે –