________________
૪૧
શતક ૧૨ મું ઉદ્દેશકર વિના વિલંબે કાર્ય કરવાની હશિયારી તે દક્ષતા કહેવાય છે.
જીવમાત્ર પિતાપિતાનાં કર્મોના ઋણાનુબંધને લઈને કરજદારી કે લેણદારી અથવા રાગાત્મક કે દ્વેષાત્મક કંઈ ને કંઈ કાર્યો લઈને જ અવતરે છે. યદ્યપિ ખાન-પાન અને પિતાના કુટુંબની સાર-સંભાળનાં કાર્યો તે અભણ–નાસ્તિક કે મિથ્યાત્વી તથા મેહમાયામાં ગળાડૂબ થયેલા બધાય ખેત પૂર્વક કરે છે અને પિતાના ત્રાણાનુબંધને પાઈ પાઈને હિસાબ ભરપાઈ કરી સંસારમાં જોવા આવ્યા હતા તેવા જ પાછા અનંત સંસારમાં ગરકાવ થઈ જાય છે. ગળબજારમાં જન્મેલા મંકડા ગમે ત્યારે જમ્યા હોય છે અને ગોળનો સ્વાદ લીધે ન લીધે ત્યાં તે બીજાના પગે કચડાઈને મરી જાય છે. તેમને ઈતિહાસ લખનાર કેઈ નથી, તેવી રીતે પોતાનાં શરીર કે કુટુંબ પૂરત જ જેમણે પિતાને વ્યવહાર રાખે છે તેવા મનુષ્ય પણ મહાપુરુષોની જીભ ઉપર આવ્યા વિના, ઇતિહાસકારોનાં પાનામાં ચમક્યા વિના, કવિઓના કાવ્યનું પાત્ર બન્યા વિના, તથા ચિત્રકારોના ચિત્રમાં ઉતર્યા વિના જ મંકડાની જેમ જેવા જમ્યા તેવા જ મરતા હોય છે, અને બે-ચાર કલાક કે દિવસે પછી તે તેઓને યાદ કરનાર પણ કંઈ હોતું નથી. પરંતુ તેવા પ્રકારના અનંતાનંત છ કરતાં વધારે શક્તિઓના સંગ્રહ સ્વરૂપ, દેવદુર્લભ મનુષ્યઅવતારને મેળવ્યા પછી એમણે પિતાના જીવનમાં સદ્દબુદ્ધિ અને વિવેક સાથે દીર્ઘદશિતાને સ્થાન આપ્યું હશે તેવા ભાગ્યશાળીઓનાં જીવનમાંથી–
() વોમરિત્ર જાય છે અને ઘરો મરત્વ આવે છે.