________________
૪૨
- શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૨) વાર્થસાધનાને બદલે ઘરાર્થસાધના આવે છે. (રૂ.) ટૂંકી દૃષ્ટિ જાય છે અને વિશાળ દષ્ટિ અવે છે.
(૪) પગલિક દષ્ટિ વિદાય લે છે અને આધ્યાત્મિકતા આવે છે. (૧) અને છેવટે સમ્યગ્દર્શનને ઉદયકાળ પ્રગટે છે.
–ત્યારે જ માનવ સાચા અર્થમાં માનવ બને છે. અરિહંતદેવનું શાસન કહે છે કે, તેવા સમયે જ પિતાનાં સત્કાર્યો, પુણ્ય પવિત્ર કાર્યો કરવામાં જેમની બુદ્ધિ અલિત થાય નહિ, મનમાં મૂંજવણ ન થાય અને પોતાના નિશ્ચયબળથી ડગે નહિ તેવા માણસે જ દક્ષ કહેવાય છે. અને તેમની દક્ષતા પિતાનું, પારકું, સમાજનું, દેશનું ભલુ કરવામાં યશસ્વિની બને છે.
યદ્યપિ જેમના જીવનમાં ચેરી, બદમાશી, જૂઠ, પ્રપંચ અને કાળાં ધેળાં હોય છે તેઓ પણ પોતાના કાર્યોમાં કુશળ અને સાવધાન જ હોય છે, પરંતુ વિચારવાનું એ છે કે જે ચતુરાઈ, ચાલાકી, પોલીસી (માયા-મૃષાવાદ) આદિથી જીવનમાં દુર્ગણ વધે, માનવતા પરવારી જાય તેવી ચતુરાઈ, ચાલાકી, ભણતર કે ગણતર પણ પિતાને માટે સમાજને માટે કે દેશને માટે પણ શા કામનાં? આ કારણે જ ભગવંતે કહ્યું કે, “ધાર્મિક વ્યક્તિઓને મળેલી દક્ષતા સારા માટે છે અને જે વ્યક્તિઓને મળેલી દક્ષતા સારા માટે છે અને જે વ્યક્તિઓમાં ધાર્મિકતાઆદિ નથી તેઓ આળસુ, કમજોર, અશક્ત બન્યા રહે તેથી પિતાને, સમાજને કે દેશને કંઈપણ હાની થવાની નથી. '