________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તે પરમાત્મા કહેવાય! માટે આ બધા પ્રશ્નો અને ઉત્તરો સર્વથા નિરર્થક છે. જ્યારે સત્યાંશ એ છે કે શુક અને રજના મિશ્રણમાં માતાપિતાની હોંશિયારી શક્તિ કે ખોરાક કામમાં આવતાં નથી, પણ માતાની કુક્ષિમાં જન્મ લેનારે જીવાત્મા પિતાના પૂર્વભવના અણાનુબંધને ત્યાં જ પૂર્ણ કરીને જે સમયમાં નવાં માતાપિતા સાથે ત્રાણાનુબંધ ચાલુ થશે તે જ સમયે પિતાની મેળે જ જન્મ લેનારા પુત્રના ત્રાણાનુબંધના કારણે માતાપિતાના સંજોગમાં શુક્ર અને રજ ભેગાં થાય છે અને સંતાન પોતાની મેળે કુક્ષિમાં આવીને નવ મહિનાની ગંદી કેટડી(કારાવાસ)માં કેદ થઈ જાય છે, અને ભવ ભવાં. તરનાં ઉપાર્જિત કરેલાં રાગ-દ્વેષ, સુખ દુઃખ, સંગ-વિયેગના સંબંધે બીજા જીવ સાથે જેવી રીતે ભેગવવાના છે ત્યાં સુધી સંસારના સ્ટેજ ઉપર પોતાની નાટક લીલા રમે છે અને વેરઝેર, મારફાડ, હસવું રડવું આદિ કર્મો આ ભવ પૂરતાં ભગવાયાં પછી તે જ સમયે પોતાની મેળે મૃત્યુ પામે છે, અને આ ભવનાં કરેલાં કર્મોને ભોગવવાને માટે બીજા ભવના નવા સંસારની તૈયારી કરે છે. માટે કહેવાય છે કે સંસારનો સર્જક, રક્ષક અને મારક આ જીવાત્મા પોતે જ છે. તે સર્વતંત્ર સ્વતંત્ર છે. ઊંઘવું સારું કે જાગવું સારું ?
જયંતી શ્રાવિકા પૂછે છે કે, “હે પ્રભે ! સુપ્તત્વ (ઊંઘવું) સારું કહેવાય કે જાગતા રહેવું સારું કહેવાય?” ' જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે “હે શ્રાવિકે! કેટલાક જ ઊંઘતા રહે તે જ સારું છે, અને કેટલાક છે જાગતા