________________
શતક ૧૨ મુંઃ ઉદ્દેશક-૨ દેનાર છે. પણ આ વાત જૈન શાસનમાં પ્રામાણિક નથી. કેમકે પિતાનું શુક્રપતન યદિ પુત્પત્તિમાં કારણભૂત હોય તે જ્યારે શુકપતન થાય ત્યારે માતાની કુક્ષિમાં પ્રતિદિન સંતાનને આવવું જોઈએ. પણ આવું કઈ કાળે થયું નથી, થતું નથી અને ૩૩ કરોડ દેવી દેવતાઓની સહાયતા મળે તે પણ થવાનું નથી. આના અનુસંધાનમાં કઈ એમ કહી શકે છે કે “પતિત થતાં પિતાના શુક સાથે માતાના રજનું મિશ્રણ થવું અત્યાવશ્યક છે.” આવી દલીલને જવાબ એ હોઈ શકે કે “માતા પિતાની શારીરિક શક્તિ, ખોરાક, ઔષધાદિ છેક સુધી એક સરખા હેવા છતાં પણ પ્રતિદિન શુક અને રજનું મિશ્રણ થવામાં અને તેમાં પ્રતિદિન એક એક સંતાનને કુક્ષિમાં આવવામાં કર્યો બાધ આવતું હશે? તે બંનેનું મિશ્રણ આજે, કાલે કે પરમ દહાડે થતું નથી અને વર્ષે બે વર્ષે કે ત્રણ વર્ષે કેમ થતું હશે? કેણ કરતું હશે ? કેવી રીતે કરતું હશે? અને આજે જ મિશ્રણ ન થાય તેમાં કયું કારણ? ત્રીજે વાદી એમ કહે છે કે, “મિશ્રણ થવામાં ઈશ્વરની મરજી કારણભૂત છે.” તે આ વાત પણ સંગત નથી. કારણ કે જગતુર્તા ઈશ્વર માતાપિતાના આવતી કાલના સંજોગમાં શુક્ર અને રાજ ભેગાં કરે તે આજના સંગમાં જ ભેગાં કરે તે તેને શું વાંધ આવે એમ છે? જેથી ચાલીસ ચાલીસ દિવસ સુધી ખાધેલા સાલમપાક, બદામપાક, કેસરિયા દૂધ અને ઘી રેટલાથી બનેલાં વીર્ય અને રજ બેકાર તે ન જાય? મૈથુન કર્મમાં સહજરીતે માનસિક ક્લિષ્ટ પરિણામે જ હોય છે, તે બિચારા પુરૂષનાં સત્કર્મો બગાડીને તેમનાં વીર્ય અને રજને નાશ કરાવવામાં ઈશ્વરને મજા આવતી હોય તે તે પરમાત્મા શી રીતે કહેવાશે? કેમકે આવા જ જે બીજાની મક્કી કરે, તેમનાં સત્કાર્યોને બગાડે