________________
૨૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩
ભગવાન મહાવીરસ્વામી ગ્રામાનુગ્રામ વિહાર કરતા અહીં આવ્યા છે. તેમનું નામ સાંભળતાં જ અનંત પુણ્ય અંધાય છે. તા તેમને કરેલું વંદન, નમન પર્યુંપાસન અને તેમના શ્રીમુખે સાંભળેલા શબ્દોથી થતા લાભનુ' તે પૂછવું જ શું ? માટે તૈયાર થાએ, પ્રમાદ છેડા, આલસ્ય ત્યાગા અને આપણે બધા ભગવાનના સમવસરણમાં જઈ માનવજીવન સફળ બનાવીએ.’ એમ કહીને પેાતાના સેવકો પાસે ઉત્તમમાં ઉત્તમ રથ તૈયાર કરાવ્યા, તેમાં એસી સમવસરણ તરફ પ્રસ્થાન કર્યું અને સમવસરણને દેખતાં જ રથ નીચે ઉતરીને અંદર પ્રવેશ કર્યાં. ત્રણ પ્રદક્ષિણા કરી, તથા નમન-વંદ્રુન કરી યથાયેાગ્ય સ્થાને બેસીને એકાગ્ર ચિત્ત ધમ્મપદેશ સાંભળ્યે. દેશનાન્તે વિધવા, મહા-વિદુષી, જીવાજીવાદિ તત્ત્વાના જાણનાર, અરિહંતે પ્રત્યે અનન્ય રાગ ધરાવનાર, જૈન સાધુ સાધ્વીજીના પરમેાપાસિકા, જૈનશાસનની આરાધનામાં પૂર્ણ જાગૃત, સુંદર વક્તૃત્ત્વશાળી, ઉત્તમ વ્યક્તિત્વશાળી જયંતી શ્રાવિકા સમયે સમયે ભગવાન મહાવીરસ્વામીને પ્રશ્નો પૂછવા લાગ્યા અને ભગવાને તે પ્રશ્નોના જવાખે। આપ્યા. ત્યારે શકા-આકાંક્ષા-વિચિકિત્સા વિનાના થયેલા તે શ્રાવિકા પરમાનંદ પામીને અતિશય સ્વસ્થ થયા. દેશનાન્તે પ્રભુ સન્મુખ બે હાથ જોડી માથુ નમાવીને તેમણે પૂછેલા પ્રશ્નો નીચે પ્રમાણે છે.
જીવ ભારે શાથી અને છે?
પ્રશ્ન-૧ હું પ્રભો ! કયા કાર્યાં કરવાથી જીવ ભારે મને છે? વજનદાર બને છે? જવાખમાં ભગવતે ફરમાવ્યું કે · હું જય’તી શ્રાવિકા ! પ્રાણાતિપાત મૃષાવાદ યાવત્ મિથ્યાત્વ નામના પાપસ્થાનકનાં સેવનથી, સેવન કરાવવાથી અને મન વચન કાયાથી