________________
૨૭
શતક ૧૨ મું : ઉદ્દેશક-૨ તપાધર્મના આરાધક અને પ્રચારક બન્યા હતા. વૈશાલી ગણતંત્રના પ્રથમ અધિનાયક હતા. તેમની સાત પુત્રીઓમાંથી એક પુત્રી મૃગાવતી કૌશાંબીના રાજા શતાનીકને પરણ્યાં હતાં, જે અતિશય રૂપવંતી, શિયળવતી તથા તીર્થંકરદેવનાં પરમ અનુયાયિની હતાં. પિતાના પુત્ર ઉદાયનને રાજગાદી ઉપર બેસાડીને ચંદનબાળા પાસે દીક્ષિત થઈને પોતે કેવળજ્ઞાન મેળવ્યું અને ગુરુણીને પણ કેવળજ્ઞાન મેળવવામાં નિમિત્ત બન્યાં જ્યારે જયંતી શ્રાવિકા જે બાળવિધવા હતાં અને દેવાધિદેવ મહાવીર સ્વામીના શાસન પ્રત્યે અનહદ અનુરાગ ધરાવનાર હતાં, મુનિરાજે તથા સાધ્વીજી મહારાજેને માટે શય્યાતર હતાં એટલે કે કૌશામ્બી તરફ આવતાં સાધુસાધ્વીઓને પોતાની વસતિ (મકાન) આપીને શ્રદ્ધાસંવેગપૂર્વક ભકિત કરનારાં હતાં. ભગવાનનું પુનિત આગમન
એક દિવસ ચતુર્વિધ સંઘ સાથે ભગવાન મહાવીરસ્વામી કૌશાંબી પધાર્યા અને ચન્દ્રાવતરણ ચંદ્યાનમાં સ્થાપિત થયેલા સમવસરણમાં વિરાજીને ભગવાને ધર્મોપદેશ આપે. ઉદ્યાનપાલકે જ્યારે આ સમાચાર ઉદાયન રાજાને આપ્યા ત્યારે રાજા ઘણા જ ખુશ થયા, અને પોતાના કુટુંબીજનેને બેલાવી કૌશાંબી નગરીને શણગારવા માટે આજ્ઞા આપી. જયંતી શ્રાવિકા
:
- રાજા ઉદાયનની ફઈબા જયંતી શ્રાવિકાએ ભગવંતનું આગમન સાંભળ્યું અને તે હૃષ્ટ તુષ્ટ થઈ. મૃગાવતીદેવી પાસે આવીને તેણે કહ્યું કે, “તીર્થકર, અરિહંતદેવ, દેવાધિદેવ,