________________
૨૩
શતક ૧૨ મું ઉદ્દેશક-૧ ફસાવી દુર્ગતિ તરફ પ્રસ્થાન કરાવવામાં અદ્વિતીય છે. મહોપાધ્યાય યશોવિજયજી મ. તે ત્યાં સુધી કહે છે -
‘सुत्यजं रसलाम्पटय सुत्यज देहभूषणम् । સુચના: રામમોગાદા: ટુરીંગ રમસેવન ”
કેશ લેચલ ધારણું સુણે સંતા છે, ભૂમિ શય્યા વ્રત ત્યાગ ગુણવંતા જી; સકળ સુકર છે સાધુને સુણ સંતા જી,
દુક્કર માયાત્યાગ ગુણવંતા છે. ” સારાંશ કે ઘી-દૂધ, મલાઈ, સાકર, ગોળ, દહીં આદિની રસલંપટતા, શરીર ઉપરનાં આભૂષણોને શણગાર, કે સ્ત્રીઓને સહવાસ તથા માથાના વાળને લેચ, મેલાં કપડાં, ભૂમિ સંથારે પણ સાધકને સુકર અર્થાત્ સુખેથી પાળી શકાય તેવા હોય છે, પરંતુ આખ્તર હૈયામાં રહેલી માયા નાગણ, માયા શલ્ય કે માયા મૃષાવાદને ત્યાગ અત્યંત કઠણ છે.
અનંત સંસારની માયા પણ અનંત હેવાથી ક્યા સમયે, કેવા રૂપે, કયા નિમિત્ત, નૃત્યાંગનાની જેમ નૃત્ય કરતી માયા માનવની સામે જ્યારે આવશે ત્યારે તેને જાણવા માટે સંસારને એકેય નજુમી (જ્યોતિષી) સમર્થ નથી, તેમ કેઈ પણ મંત્ર ત્યાં કામ આવવાને નથી.
આ માયા આબાલ-ગોપાલ સૌના જીવનમાં હોવા છતાં પણ “ઘરડાંને ઝાઝેરી...” આ ટંકશાળી વચન જ સાક્ષી આપે છે કે સંસારને ભેગવીને થાકી ગયેલા, કંટાળી ગયેલા કે અશક્ત થયેલા ઘરડાંઓને તે આ માયા નાગણના ડંખ બહુ જ જોરથી લાગેલા હોય છે.