________________
લિસૂફી અનુસાર નિશ્ચિત થયેલાં વ્યક્તિનાં બંધારણને સમાજ સાથે સંબંધ શું હોઈ શકે એ પ્રશ્નનું નિરાકરણ માત્ર પોતે સ્વીકારેલા સિદ્ધાન્ત દ્વારા જ પ્લેટ કરે છે. એ સિદ્ધાન્તની વ્યાખ્યા આપણે આ પ્રમાણે આપી શકીએ જે કંઈ વ્યક્તિમાં છે તે સમાજમાં હોવું જ જોઈએ અથવા જે કંઈ સમાજમાં છે તે વ્યક્તિમાં પણ હોવું જ જોઈએ. લેટની આ સ્વીકૃતિ કે શ્રદ્ધા છે, અને તેની મદદથી એ વ્યક્તિ તથા સમાજના બંધારણનું નિરૂપણ કરે છે.
આપણે ઉપર કહ્યું તેમ “આદર્શ નગર ની શરૂઆત “ધર્મ એટલે શું ?” એ પ્રશ્નથી થાય છે. પરંતુ વ્યક્તિના બંધારણમાં ધર્મનું સ્વરૂપ સમજવા જતાં, એની માત્રા અત્યંત ઝીણી હોવાને લીધે, આપણે પ્રયત્ન નિષ્ફળ નીવડે એ બીકે ધર્મની માત્રા જ્યાં વધારે મોટા પ્રમાણમાં મળી આવવાને સંભવ છે તેવા સમાજનું પરીક્ષણ
પ્લેટો આદરે છે. અને કોઈ સમાજ બંધાતો હોય તેવી પરિસ્થિતિમાં આપણે તેનું નિરીક્ષણ કરીએ તે ધર્મ પણ ચણતરની અવસ્થામાં જ આપણને મળી આવશે. આવી પદ્ધતિના સ્વીકારને લીધે લેટોને અનેક પ્રશ્નોની ચર્ચા કરવાની તક મળે છે. ઉ. ત. શરૂઆતમાં જે માણસે સમાજમાં રહેતાં નહોતાં તે સમાજમાં રહેવાનું તેમણે શા માટે સ્વીકાર્યું?–આનાં બે કારણે હોઈ શકે: (૧) મનુષ્ય સ્વભાવ જ એ છે કે એને એક કરતાં વધારે કામ કરવાં ન ગમે, અથવા ન કરી શકે, અને માણસની જરૂરિયાતો વધારે છે. આથી કામની વહેં. ચણી કરવાને પ્રસંગ આવે, અને તેથી માણસ માણસ વચ્ચે આપ-લે કે લેવડ–દેવડના પ્રસંગે ઉભા થાય છે. (૨) અથવા સમાજનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યાર પહેલાં લોકેએ અંદર અંદર અનેક અન્યાય કરેલા, અને બહુ અન્યાય સહ્યા અને તેથી એમણે ભેગાં મળીને
૭૬. જુઓ ૩૯૪-૩ ૭૭. જુઓ ૩૧૯ વગેર.