________________
૨
*
પરન્તુ ધર્યાં માત્ર વ્યક્તિગત નથી, પર ંતુ વ્યક્તિ અને સમાજ કે સમષ્ટિના સંબંધને પણ લાગુ પડે છે. ફિલસૂફીના તથા સામાજિક બંધારણના અને વ્યક્તિગત વિકાસના ત્રણે ક્ષેત્રને અનુલક્ષીને જ ધર્મ શું છે?' એ પ્રશ્નના ઉત્તર આપી શકાય, અને આ કારણને લીધે જ પ્રસ્તુત પુતકની શરૂઆત ધ'ના ખરા સ્વરૂપના અન્વેષણથી કરી છે. આથી અનેક પ્રકારનાં દૃષ્ટિબિંદુએ અને તંતુ આખા પુસ્તકમાં પથરાય છે, અને છતાં દલીલને મૂળ પ્રવાહ સતત ચાલુ રહે છે.
પ્લેટોને અનુસરીને આપણે ધર્માંની નીચે પ્રમાણે વ્યાખ્યા આપી શકીએ : જે વ્યક્તિગત આત્મામાં તેમજ સામાજિક બંધારણમાં એકતા અને સુખ તથા શાંતિ લાવે છે તે ધર્મો. પ્લેટની ઊંડામાં ઊંડી શ્રદ્ધા અહીં બહાર આવે છે, અને તે એના ગુરુ સાક્રેટિસમાંથી એને મળેલી તે સમજી શકાય છે. સાક્રેટિસને દેહાંતદંડની શિક્ષા ફરમાવેલી અને એને ઝેર પીને મરવાનું હતું, ત્યારે એના શિષ્યાએ નાસી જવા માટેની બધી તૈયારીઓ કરેલી. પરંતુ ક્ષણભંગુર જીંદગીનાં થાડાં વર્ષોં માટે પે।તે જે શહેરમાં રહેતા તેના કાયદા તાડીને નાસી જવાની એણે સાક્ ના પાડી. કારણ એથી એ પેાતે પણ સુખી થઈ ન શકે તેમ એથેન્સને પણ એ વધારે સારું કરી ન શકે. સોક્રેટિસને સિદ્ધાન્ત હતા કે જે કાઈ કાયથી વ્યક્તિ વધારે સારી થતી હોય, તા તે દ્વારા સમાજ પણ ઉન્નત થાય છે જ. અને જ્યારે પ્લેટા એમ પ્રતિપાદન કરે છે કે જે મા કેકમાં દ્વારા વ્યક્તિના આત્મામાં એકતા સ્થપાય છે, તે જ કર્મને લીધે સમાજના બંધારણુમાં પણ એકતા ઉગી નીકળે છે, ત્યારે પણ એની એ જ શ્રદ્દા જુદા સ્વરૂપમાં આપણને વ્યક્ત થાય છે. સામાન્ય દૃષ્ટિએ બંધાયેલાં સારાં અને ખાટાનાં ધારણા અહીં પડી ભાંગે છે, અને વ્યક્તિગત આત્માના એટલા ગંભીર ઊંડાણુમાં આપણે ઉતરીએ છીએ કે ત્યાં માત્ર આધ્યાત્મિક વિકાસનું એક જ ધેારણુ લાગુ પાડી શકાય એમ આપણને