________________
(*૧૫)
ધર્મ આપણે ઉપર જોયું તેમ આત્માને મિતત્વને સગુણ એના વિશાળ અર્થમાં સર્વાગી સપ્રમાણતા, સંવાદ અને આંતરિક સૌદર્યની સાથે એકરૂપ બની રહે છે. આત્માનો પ્રત્યેક અંશ પિતાને વિશિષ્ટ ધર્મ બજાવે, અને બુદ્ધિનું નિયંત્રણ સ્વીકારે, તે આત્મામાં “ધર્મ”ને સદ્ગણ નીતરે છે. મૂળ ગ્રીક શબ્દને અંગ્રેજીમાં Justice કે “ન્યાય” શબ્દથી અનુવાદ કરવામાં આવ્યો છે. પરંતુ માત્ર સાદા ન્યાયના સદ્ગુણ ઉપરાંત, આત્માના આ વ્યાપક સગુણમાં બીજા અનેક અંશે દેખાય છે. ગ્રીક શબ્દ “D i kai o sun eમાં સત્ય, સાચું, ન્યાયી, સમાન, સમ બધાને સમાવેશ થાય છે. પ્લેટોના આદર્શ સમાજની શરૂઆત “ધર્મ શું છે? એ પ્રશ્નથી થાય છે; અને ઉત્તરોત્તર ધર્મની અનેક વ્યાખ્યાઓ આપવામાં આવે છે. પરંતુ દરેક વ્યાખ્યાની ઊંડી પરીક્ષા કરવા જતાં એ પડી ભાગે છે.૩
ગ્રીક વિચારકના ચારિત્ર્યમીમાંસાના ખયાલ અનુસાર મુખ્ય સગુણ ચાર છે. ધર્મ, વિવેક, શૌર્ય અને મિતત્વ. આમાંના છેલ્લા ત્રણ વ્યક્તિગત છે, એટલે કે હરકોઈ માણસ જંગલમાં એકલો રહેતો હેય તો પણ વિવેક શૌર્ય અને મિતવ એને કેળવવાનાં હોય છે.
૭૩. વ્યાખ્યા (૧) ધર્મ એટલે સાચું બોલવું અને દેવું પતાવવું (પરિ. ૧-૩૩૧); (૨) ધર્મ બળવાનનું હિત (૩૩૮, ૩૬૭); (૩) ધર્મ આત્માની ઉત્કૃષ્ટતા (૩૫૩); (૪) ધર્મ = મિત્રોને ઇષ્ટ અને મનને અનિષ્ટ આપે તેવી કળા (૩૩૨, ૩૩૬) (૫) ધર્મ=ચર (૩૩૪)(૬)-એવો ગુણ કે જેને લીધે માણસ કયાંય અતિશયતા કરતો નથી (૩૪૯); (૭) વિવેક, શૌર્ય અને મિતત્વને સમન્વય એટલે ધર્મ (૪૩૩) (૮)=ધર્મનું તત્વ; શુદ્ધ કેવલ ધર્મ (૫૦૧-૨) વગેર, વિગતવાર નિરૂપણ માટે જુઓ લેખકને સમાજશાસ્ત્રના દષ્ટિબિંદુએ લખેલ
પ્લેટેનો આદર્શ સમાજ” નામનો લેખ, પુરાતત્વ ૫, ૨, અંક ૩, પૃષ્ટ ૩૦૭ થી ૩૨૫,