________________
જ વસેલે છે, માત્ર આપણી પરિભાષામાં કહેવું હોય તો, એની આડે જે અનેક આવરણે ઢંકાયેલાં છે તે કાઢી નાંખવાની જરૂર છે. અથવા લેના શબ્દોમાં કહેવું હોય ત–આપણી સામાન્ય અવસ્થામાં “એનાં મૂળ અંગે તૂટી ગયાં છે, તથા છુંદાઈ ગયાં છે, અને સમુદ્રનાં ને દુઃખનાં મોજાઓને લીધે તેમને અનેક પ્રકારની ઈજાઓ થઈ છે, તથા શેવાળ, છીપલીઓ તથા પથરાઓનાં તેમના પર એટલાં તે ભીંગડાં વળ્યાં છે કે જેથી તે પોતાના સ્વાભાવિક સ્વરૂપમાં હોય તે નહિ પરંતુ કોઈ રાક્ષસ જેવો એ વધારે દેખાય છે. અને દસ હજાર અનિષ્ટોથી કુરૂપ થઈ ગયેલ જે આત્મા આપણે જોઈએ છીએ તેની સ્થિતિ આવી છે. પરંતુ ત્યાં નહિ–આપણે ત્યાં નજર નાંખવાની નથી, પરંતુ વિવેક પ્રત્યેના એના પ્રેમ તરફ !”
(* ૧૪)
સદ્દગુણ અને કલા સદ્દગુણ કેળવવા માટે પ્રયત્નની જરૂર છે, અને બુદ્ધિના નિયંત્રણ દ્વારા જ પ્રયત્ન કરી શકાય એમ મલેટનું સ્પષ્ટ કહેવું છે. આજ કાલના ક્રોઈડના ચિત્તવિજ્ઞાનમાં માનનારાઓ કામના તત્વને દાબી ના દેતાં એને છૂટા દેર આપવાનું કહે છે એ સિદ્ધાન્તમાં પડેટ જરા પણ માનતો નથી. ઉલટું ગમે તેવી ઈચ્છાઓને સંતોષવાથી માણસમાં એના સંસ્કાર દઢ થાય છે એમ કે માને છે, અને આ સત્ય ફુટ કરવા માટે કેટ કેઈ કુટેવનું ઉદાહરણ લેતો નથી; પરંતુ ગમે તે નિર્બળ માણસ પોતાના કમનસીબને લીધે તે કકળતો હોય ને તેવાની આપણે દયા ખાઈએ, તો તેથી આપણામાં પણ સામેના માણસની નબળાઈ પેસે છે અને ખોટી દયા ખાવાથી આપણામાં એવા સંસ્કાર પડે છે કે જેને લીધે આપણે પોતે અમસ્થા જે દુઃખની સામે થઈ શકીએ એમ હેય તેવા દુઃખમાં પડી ભાંગીએ છીએ–àટે
૭૧. જુઓ ઉપર પૃષ્ટ-૫૩-૫૪.