Book Title: Samaraditya Mahakatha Part 2
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba
Catalog link: https://jainqq.org/explore/008951/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ple મહાકથા ભાગ:૨ ભવ :૪૫ ૬ For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી પ્રિયદર્શન Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાદિત્ય મહાકથા Id : ૪-પ-૭ ભાગ - ૨ લેખક શ્રી પ્રિયદર્શન આિચાર્ય શ્રી વિજયભદ્રગુપ્તસૂરીશ્વરજી મ.] For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુનઃ સંપાદન જ્ઞાનતીર્થ - ડોબા તૃતીય આવૃત્તિ અષાઢ, વિ.સં. ૨૦૧૩, ઓગસ્ટ ૨૦૦૭ મૂલ્ય ત્રણ ભાગના રૂ. ૪૦૦/ આર્થિક સૌજન્ય શેઠ શ્રી નિરંજન નરોત્તમભાઈના સ્મરણાર્થે હ. શેઠ શ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવાર પ્રાક્ષ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર કોબા, તા.જિ.ગાંધીનગર - ૩૮૨૦૦૭ ફોન નં. (૦૭૯) ૨૩૨૭૬૨૦૪, ૨૩૨૭૬૨પર email: gyanmandir@kobatirth.org website : www.kobatirth.org મક શ્રી નેમિનાથ પ્રિન્ટર્સ, અમદાવાદ ફોન નં. ૯૮૨૫૦૪૨૬૫૧ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पूज्य आचार्य भगवंत श्री विजयभद्रगुप्तसूरीश्वरजी श्रावण शुक्ला १२, वि.सं. १९८९ के दिन पुदगाम महेसाणा (गुजरात) में मणीभाई एवं हीराबहन के कुलदीपक के रूप में जन्मे मूलचन्दभाई, जुही की कली की भांति खिलतीखुलती जवानी में १८ बरस की उम्र में वि.सं. २००७, महावद ५ के दिन राणपुर (सौराष्ट्र) में आचार्य श्रीमद् विजयप्रेमसूरीश्वरजी महाराजा के करमकमलों द्वारा दीक्षित होकर पू. भुवनभानुसूरीश्वरजी के शिष्य बने. मुनि श्री भद्रगुप्तविजयजी की दीक्षाजीवन के प्रारंभ काल से ही अध्ययन अध्यापन की सुदीर्घ यात्रा प्रारंभ हो चुकी थी.४५ आगमों के सटीक अध्ययनोपरांत दार्शनिक, भारतीय एवं पाश्चात्य तत्वज्ञान, काव्य-साहित्य वगैरह के 'मिलस्टोन' पार करती हुई वह यात्रा सर्जनात्मक क्षितिज की तरफ मुड़ गई. 'महापंथनो यात्री' से २० साल की उम्र में शुरु हुई लेखनयात्रा अंत समय तक अथक एवं अनवरत चली. तरह-तरह का मौलिक साहित्य, तत्वज्ञान, विवेचना, दीर्घ कथाएँ, लघु कथाएँ, काव्यगीत, पत्रों के जरिये स्वच्छ व स्वस्थ मार्गदर्शन परक साहित्य सर्जन द्वारा उनका जीवन सफर दिन-ब-दिन भरापूरा बना रहता था. प्रेमभरा हँसमुख स्वभाव, प्रसन्न व मृदु आंतर-बाह्य व्यक्तित्व एवं बहुजन-हिताय बहुजन-सुखाय प्रवृत्तियाँ उनके जीवन के महत्त्वपूर्ण अंगरूप थी. संघ-शासन विशेष करके युवा पीढ़ी, तरुण पीढ़ी एवं शिशु-संसार के जीवन निर्माण की प्रकिया में उन्हें रूचि थी... और इसी से उन्हें संतुष्टि मिलती थी. प्रवचन, वार्तालाप, संस्कार शिबिर, जाप-ध्यान, अनुष्ठान एवं परमात्म भक्ति के विशिष्ट आयोजनों के माध्यम से उनका सहिष्णु व्यक्तित्व भी उतना ही उन्नत एवं उज्ज्वल बना रहा. पूज्यश्री जानने योग्य व्यक्तित्व व महसूस करने योग्य अस्तित्व से सराबोर थे. कोल्हापुर में ता. ४-५-१९८७ के दिन गुरुदेव ने उन्हें आचार्य पद से विभूषित किया.जीवन के अंत समय में लम्बे अरसे तक वे अनेक व्याधियों का सामना करते हुए और ऐसे में भी सतत साहित्य सर्जन करते हुए दिनांक १९-११-१९९९ को श्यामल, अहमदाबाद में कालधर्म को प्राप्त हुए. For Private And Personal use only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનોગત ‘સમરાદિત્ય મહાકથા'નું પુનર્મુદ્રણ થયું. આ મહાકથાની લોકપ્રિયતા સૂચવે છે. આ મહાકથા, કોઈ પણ જાતના ગચ્છભેદ કે સંપ્રદાય ભેદ વિના રસપૂર્વક વંચાઈ રહી છે. કેટલાક પૂજ્ય સાધુ-સાધ્વીજી તો વ્યાખ્યાનમાં આ મહાકથાનું વાંચન કરે છે. મારા પરિચિત અનેક આચાર્યદેવ, સાધુપુરુષો, સાધ્વીજી મહારાજો અને શ્રાવક-શ્રાવિકાઓના, આ મહાકથાની પ્રશંસા ગાતા પત્રો આવે છે. મળે છે ત્યારે પણ ખૂબ આનંદ વ્યક્ત કરે છે. પરંતુ મને જે પ્રશંસા મળી રહી છે, તેને પાત્ર હજુ હું બન્યો નથી. છતાં પૂરી શ્રદ્ધા સાથે વાચકોને પ્રણામ કરીને હું મારા સંકલ્પને વધારે દૃઢ કરવાની પ્રતિજ્ઞા લઉં છું કે મારી લેખિની દ્વારા હું માનવજાતિને હજુ પણ વધુ આત્મસૌન્દર્ય, આત્મશૌર્ય અને આત્મશ્રેષ્ઠ તરફ લઈ જવાની કોશિશ કરીશ. એક વાત આજે ખુલ્લી કરી દઉં. પ્રસન્નતાની પળોમાં મેં આ મહાકથા લખી છે. અને ત્યારે મને પરમાત્માના અપૂર્વ પ્રસાદનો અનુભવ થયો છે. પ્રસન્નતા એટલે જ પ્રસાદ! જ્યાં પ્રસાદ નથી ત્યાં જીવનનો સ્વાદ નથી. એ સ્વાદ માણવા માટે હૈયામાં પ્રસન્નતા અને હોઠો પર સ્મિત રમતું રાખવું. સાધુ હોવાની આ જ સાબિતી પુરતી નથી? જે મનથી મેલો હોય તે માણસ કદી પ્રસન્ન ન હોઈ શકે. ‘આલ્બેર કામુ’ નામના તત્ત્વચિંતકે લખ્યું છે : ‘લખવું એટલે નિર્મોહી બનવું! કળામાં એક જાતનો વૈરાગ હોય છે!' હરિભદ્રસૂરિજીની આ મહાકથા જે પ્રસન્ન ચિત્તે, એકાગ્ર મનથી વાંચે તો તે નિર્મોહી-વૈરાગી બને જ! ન બને તો તે અભવી કે દુર્વ્યવી સમજવાં! મેં આ મહાકથા લખતાં લખતાં શાન્તરસનો, પ્રશમરસનો, શૌર્યરસનો... નવે રસોનો અનુભવ કર્યો છે... છેવટે કષાયોના પનારે ક્યારેય ન પડવાનો સંકલ્પ વારંવાર કર્યો છે. આ મહાકથા પંચગીનીના સુરમ્ય વાતાવરણમાં લખાઈ ગઈ છે... For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તન-મનનો ખૂબ સાથ મળ્યો હતો. મારા અન્તવાસી મુનિ ભદ્રબાહુનો સાથ મારા બધાં સર્જનમાં અગત્યનો રહેલો છે. જ્યારે આ પુનર્મુદ્રણ વખતે ત્રણ ભાગમાં રહી ગયેલી ભૂલોને સુધારવાનું અને પ્રફોને કાળજીપૂર્વક જોઈ જવાનું ભગીરથ કાર્ય મહાસતી પદ્માબાઈએ કર્યું છે. તેઓ વિદુષી છતાં વિનમ્ર સ્થાનકવાસી સાધ્વીજી છે. પરંતુ અપૂર્વ ગુણાનુરાગ અને ભક્તિભાવથી પ્રેરાઈને આ કાર્ય તેમણે કર્યું છે... છેલ્લે એક યાચના કરીને મારું કથનીય સમાપ્ત કરું છું.... યાચું એક વિદાય... કાલામ્બધિના કોઈ કિનારે અનન્ત નિશાના કોઈક આરે ફરી પાછા મળશું ક્યારે? જાયું એ ન જણાય. દુભવ્યાં હશે વળી જાણે-અજાણે ખીજવ્યાં હશે વળી કોઈક કાળે ભૂલી જજોને, માફ કરો મુજને ભૂલ્યું એ ન ભૂલાય... યાગું એક વિદાય મેહૂલ’ ઉપ-કક બી, શ્યામલ-૩એ સેટેલાઇટ - અમદાવાદ જનસૂરિ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશકીય પૂજ્ય આચાર્ય શ્રી વિજયભદ્રગુપ્તસૂરિજી મહારાજ (શ્રી પ્રિયદર્શન) દ્વારા લિખિત અને વિશ્વકલ્યાણ પ્રકાશન મહેસાણાથી પ્રકાશિત સાહિત્ય જૈન સમાજમાં જ નહીં પરન્તુ જૈનેતર લોકોમાં પણ ખૂબજ ઉત્સુકતા સાથે વંચાતુ લોકપ્રિય સાહિત્ય છે. પૂજ્યશ્રી ૧૯ નવેમ્બર ૧૯૯૯ના રોજ અમદાવાદમાં કાળધર્મ પામ્યા પછી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટનું વિસર્જન કરી તેઓશ્રીના પ્રકાશનોનું પુનઃપ્રકાશન બંધ ક૨વાના નિર્ણયની વાત સાંભળીને અમારા ટ્રસ્ટીઓને ભાવના થઈ કે પૂજ્ય આચાર્યશ્રીનું ઉત્કૃષ્ટ સાહિત્ય જનસમુદાયને હમેંશા મળતું રહે તે માટે કઈંક કરવું જોઈએ એ આશય સાથે વિશ્વકલ્યાણ પ્રકાશનના ટ્રસ્ટમંડળને આ વાત પૂજ્ય રાષ્ટ્રસંત આચાર્ય શ્રી પદ્મસાગરસૂરિજીની સંમતિ પૂર્વક જણાવી. બંને પૂજ્ય આચાર્યોની પરસ્પરની મૈત્રી ઘનિષ્ઠ હતી. અંતિમ દિવસોમાં દિવંગત આચાર્યશ્રીએ રાષ્ટ્રસંત આચાર્યશ્રીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પૂજ્યશ્રીએ આ કાર્ય માટે વ્યક્તિ, વ્યક્તિત્વ અને કૃતિત્વના આધારે પોતાની સંમતિ પ્રેરકબળ રુપે આપી. તેઓશ્રીના આશીર્વાદ પામીને કોબાતીર્થના ટ્રસ્ટીઓએ આ કાર્યને આગળ ધપાવવા વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટની પાસે પ્રસ્તાવ મુક્યો. વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પણ કોબા તીર્થના ટ્રસ્ટીઓની દિવંગત આચાર્યશ્રી પ્રિયદર્શનના પ્રચાર-પ્રસારની ઉત્કૃષ્ટ ભાવનાને ધ્યાનમાં લઈ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર-કોબાતીર્થને પોતાના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પુસ્તકોના પુનઃપ્રકાશનના બધાજ અધિકારો સહર્ષ સોંપી દીધા. તે પછી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્રે સંસ્થાના શ્રુતસરિતા (જૈન બુકસ્ટોલ)ના માધ્યમથી શ્રી પ્રિયદર્શનના લોકપ્રિય પુસ્તકોનું વિતરણ જાહેર જનતાના હિતમાં ચાલુ કર્યું. શ્રીપ્રિયદર્શનના અનુપલબ્ધ સાહિત્યના પુનઃપ્રકાશન કરવાની શૃંખલામાં પ્રસ્તુત સમરાદિત્ય મહાકથા ભાગ ૧ થી ૩ પુનઃપ્રકાશિત કરીને વાચકોને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. આ મહાક્થામાં પૂજ્ય હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે ધર્મકથાનુયોગના માધ્યમથી આત્મા કષાયોના કટુ વિપાકો દ્વારા કેવી રીતે દુ:ખ પામે છે તેનું અત્યંત મર્મસ્પર્શી આલેખન કર્યું છે. વસ્તુતઃ આ કથામાં દુર્ગુણોનો શિકાર બનનારો આત્મા અને આત્મવિકાસ માટે સન્માર્ગે વિચરણ કરનાર એ બે આત્માઓના જીવન વૃતાન્ત ખૂબ જ રોચક શૈલીથી વર્ણવ્યાં છે. સાથે સાથે અવાન્તર કથાઓના For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 0 માધ્યમથી જીવનમાં ઘટિત થતાં સારા નરસા પ્રસંગોની પાછળ પોતેજ બાંધેલ , 8 કર્મોના વિજ્ઞાનનું રહસ્ય હુબહુ સ્પષ્ટ કર્યું છે. આ પુસ્તકના અધ્યયન મનન અને ચિંતન કરવાથી વ્યક્તિના ક્રોધ, માન, I માયા અને લોભ આ કષાયો મંદ પડે છે અને તે સમભાવ તરફ લાલાયિત થાય છે. કાદંબરીની જેમ આ મહાકથામાં પણ અનેક ઉપકથાઓ ગુંથેલી છે જે તત્વબોધ કરાવનારી છે. ભૂલ ગ્રંથ પ્રાકૃત ભાષામાં છે. પૂજ્ય શ્રી ભદ્રગુપ્તસૂરિજીએ એની ગંભીરતાને યથાવતુ જાળવીને બધા રસોનો પુટ આપીને સરળ ગુજરાતીમાં આલેખન કર્યું છે. જે ભવ્યજીવો માટે ઉપકારક છે વાચકવર્ગ આ કથાના આલંબનથી કપાય નિવૃત્તિ દ્વારા આત્મશોધનનો માર્ગ પ્રશસ્ત કરવાનો સુબોધ પ્રાપ્ત કરી શકશે. શેઠ શ્રી સંવેગભાઈ લાલભાઈના સૌજન્યથી આ ત્રણે ભાગોના પ્રકાશન માટે શેઠ શ્રી નિરંજન નરોત્તમભાઈના સ્મરણાર્થે હ. શેઠ શ્રી નરોત્તમભાઈ | લાલભાઈ પરિવાર તરફથી જે ઉદાર આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે એ બદલ અમો સમગ્ર શેઠશ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવારના ઋણી છીએ તથા તેઓની આ હાર્દિક અનુમોદના કરીએ છીએ. આશા છે કે ભવિષ્યમાં પણ તેઓશ્રી તરફથી આવો જ ઉદાર સહયોગ મળતો રહેશે. આ મહાકથાના પુનઃ પ્રકાશનના અવસરે પ્રાથમિક સ્તરે ઉલ્લાસભેર પૂરિડીંગ | કરી આપનાર શ્રી દર્શનાબેન, શ્રી ઉષાબેન સંસ્થાના પંડિતવર્ય શ્રી નવીનભાઈ જૈન તથા ફાઈનલ દૂફ કરી આપવામાં સંસ્થાના પંડિતવર્ય શ્રી મનોજભાઈ || જેનનો તથા સંસ્થાના કપ્યુટર વિભાગમાં કાર્યરત શ્રી કેતનભાઈ શાહ તથા શ્રી || સંજયભાઈ ગુર્જરનો આ પુસ્તકના સુંદર કમ્પોઝીંગ તથા સેટીંગ કરી આપવા બદલ અમે હૃદય પૂર્વક આભાર માનીએ છીએ. આપને અમારી નમ્ર અનુરોધ છે કે તમારા મિત્રો અને સ્વજનોમાં આ પ્રેરણાદાયી સાહિત્યની પ્રભાવના કરો. શ્રુતજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે અપાયેલું નાનકડું યોગદાન આપને લાભદાયક થશે. અત્તે પ્રસ્તુત પુસ્તક આપની જીવનયાત્રાનો માર્ગ પ્રશસ્ત કરવામાં નિમિત્ત || બને અને વિષમતાઓમાં સમરસતાનો લાભ કરાવે એવી શુભ કામના સાથે. | પુનઃ પ્રકાશન વખતે ગ્રંથકારશ્રી ના આશય તથા જિનાજ્ઞા વિરુદ્ધની કાંઈ || ક્ષતિ રહી ગઈ હોય તો મિચ્છામિ દુક્કડમ્. અષાઢ વદ દશમી, ૨૦૧૩ ટ્રસ્ટીગણ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર III For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૂળ ગ્રંથ સમરHવા (પ્રાકૃત) ગ્રંથકાર આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી (ઈ.સ. ૮૦૦ આસપાસ) આ મહાકથાનું ગુજરાતી નિર્માણ સિદ્ધાંતમહોદધિ સ્વ. આચાર્યદેવશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટધર ન્યાય વિશારદ સ્વ. આચાર્યદેવશ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન આચાર્ય શ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મ. (શ્રી પ્રિયદર્શન) For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી પૂર્વાવસ્થામાં જ્યારે ચિત્તોડના રાજપુરોહિત હતા ત્યારે તેઓ પોતાની પાસે કોદાળી, જાળ અને નિસરણી રાખીને ફરતા હતા! કારણ 'કોઈ વાદી મારાથી ડરીને પાતાળમાં પેસી જાય તો કોદાળી વડે જમીન ખોદીને એને બહાર ખેંચી કાઢું અને વાદ કરી તેને પરાજિત કરું! કોઈ વાદી મારાથી ડરીને જળાશયમાં ભરાઈ જાય – છુપાઈ જાય તો જાળ વડે એને પકડી, બહાર કાઢી, એની સાથે વાદ કરી, એને હરાવી દઉં! કોઈ વાદી મારા ભયથી આકાશમાં ચાલ્યો જોય તો નિસરણી પર ચઢી, એને નીચે ઉતારું, એની સાથે વાદ કરીને પરાજિત કરું!' તેઓએ શાસ્ત્રોનું ખૂબ અધ્યયન કર્યું હતું, એથી રખેને પેટ ફાટી જાય, એ બીકથી તેઓ પેટ પર સોનાનો પટ્ટો બાંધતા હતા! આ ઉપરાંત તેઓ જંબૂવૃક્ષની એક લતા હાથમાં રાખતા હતા. આ લતા દ્વારા તેઓ એમ સૂચવવા ઇચ્છતા હતા કે 'આ જંબુઢીપમાં મારા જેવો કોઈ બુદ્ધિશાળી માનવી નથી!' સમરાદિત્ય મહાકથા'ની અંતિમ પ્રશસ્તિ મુજબ-હરિભદ્રસૂરિજીના ગુરુ આચાર્યશ્રી જિનદત્તસૂરિ હતા. જિનદત્તસૂરિજી ’વિદ્યાધર' કુળના હતા. વિદ્યાધર કુળમાં તિલક સમાન હતા. આ દૃષ્ટિએ શ્રી હરિભદ્રસૂરિ પણ વિદ્યાધર-કુળના કહી શકાય. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - સમાદિત્યના ૯ ભવોની માહિતી, ભવ-૧ ભવ-૨ ગુણસેન-અગ્નિશમાં સિંહણજા-આનંદકુમાર સંબંધ : રાજા-પુરોહિત પુત્ર | સંબંધ : પિતા-પુત્ર ક્ષત્ર : મહાવિદેહ ક્ષત્ર : મહાવિદેહ નગર : ક્ષિતિપ્રતિષ્ઠિત નગર : જયપુર ભવ-૩ શિખીકુમાણ-જાલિની સંબંધ : પુત્ર-માતા ક્ષેત્ર : મહાવિદેહ નગર : કૌશામ્બી ભવ-૪ ઘન-ઘનશ્રી સંબંધ : પતિ-પત્ની ક્ષેત્ર : ભરત નગર : સુશર્મ ભવ-૫ જય-વિજય સંબંધ : ભાઈ ક્ષેત્ર : ભરત નગર : કાકંદી ભવ-ઉ ઘણ-લક્ષમી સંબંધ : પતિ-પત્ની ક્ષેત્ર : ભરત નગર : માકંદી ભવ-૭ સેન-વિષેણ સંબંધ : પિતરાઈ-ભાઈ ક્ષેત્ર : ભરત નગર : ચંપા ભવ-૮ ગુણચંદ્ર-વાણથંતર સંબંધ : મનુષ્ય-વિદ્યાધર ક્ષેત્રઃ ભરત નગર : અયોધ્યા ભવ-૯ સમશદિત્ય-મિટિર્સન સંબંધ : રાજા-ચંડાળ ક્ષેત્ર: ભારત નગર : ઉજ્જયની BOછે. S દK For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મામાણાદિત્ય-મહાકથા ભવઃ ચોથો ધન ધનશ્રી (પત્ની) (પતિ) For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંધ્યાનો સમય હતો. શ્રીદેવી હવેલીની મદનવાટિકાના માધવી-મંડપમાં એકલી બેઠી હતી. વિચારમગ્ન હતી. ઉમર તો એની પાંત્રીસ વર્ષની હતી, પરંતુ એ પોતાની ઉંમરથી ઘણી નાની દેખાતી હતી. તપેલા સોના જેવો એનો દેદીપ્યમાન રંગ હતો. તેની ભાવભંગિમા ઘણી મોહક હતી. તેની કાયા ઊઠાવદાર અને કંઈક ઊંચી હતી. લાવણ્ય અને સ્વાથ્યની કોમળતાનું એના શરીરમાં એવું કોઈ સામંજસ્ય હતું કે કોઈ રીતે એની સુષમાનું વર્ણન ના કરી શકાય. એનાં નયન કંઈક મોટાં અને કાળાં હતાં. ભ્રમર જેવો કાળો એનો કેશકલાપ હતો. તેમાં કલાત્મક રીતે મોતી ગૂંથેલા હતાં. કાન નાના, પાતળા અને કોમળ હતા. સમગ્ર શરીર સુડોળ, મનોહર અને આકર્ષક હતું. તેણે ગ્રીષ્મકાલીન શ્વેત, પીત અને કેસરી રંગનાં વસ્ત્ર ધારણ કર્યા હતાં. શ્રીદેવીને કોઈ સંતાનની પ્રાપ્તિ થઈ ન હતી. સંતાનપ્રાપ્તિ માટે તે તલસતી હતી. તે સુશર્મનગરના નગરશ્રેષ્ઠ વૈશ્રમણની પત્ની હતી. તેની પાસે બધાં જ ભૌતિક સુખો હતાં. ઉચ્ચ કુળ હતું. શ્રેષ્ઠ રૂપ હતું. કુબેર જેટલો વૈભવ હતો... પ્રેમપૂર્ણ અને સુંદર પતિ હતો... બસ, એકમાત્ર દુઃખ હતું – પુત્રપ્રાપ્તિ થઈ ન હતી. નગરશ્રેષ્ઠી વૈશ્રમણ પ્રતાપી પુરુષ હતો. તે કરુણાવંત, ભાવુક અને સ્વચ્છ હૃદયનો પુરુષ હતો. તે વિપુલ અર્થોપાર્જન કરનારો મોટો ઉદ્યોગપતિ હતો. એટલો જ ધર્મપુરુષાર્થ કરનારો ધર્માત્મા હતો અને શ્રીદેવી સાથે યથેચ્છ ભોગસુખો ભોગવનારો પ્રેમી પુરુષ હતો. આ બધું હોવા છતાં, શ્રીદેવીને સંતોષ ન હતો. પુત્રપ્રાપ્તિની પિપાસા તેના હૃદયમાં ઊથલપાથલ મચાવતી હતી. છતાં, તેને પોતાની મર્યાદાનું, ચારિત્રનું અને પોતાના ઉત્તરદાયિત્વનું પૂરું જ્ઞાન હતું. વૈશ્રમણ ભલે ચાલીસ વર્ષની ઉમરનો હતો, છતાં તે સાહસિક હતો, વિનોદી હતો અને સદા હસતો રહેતો હતો. એના લોહીનું એક એક ટીપું ઉલ્લાસ અને આકાંક્ષાઓથી ભરપૂર હતું. વૈશ્રમણના આ સ્વભાવ, સ્વાચ્ય અને પૌરુષ ઉપર શ્રીદેવી મુગ્ધ હતી, મોહિત હતી. માધવી- મંડપમાં એ પોતાના પતિ વૈશ્રમણનો જ વિચાર કરતી બેઠી હતી. “આવો મારો પતિ હોવા છતાં.. મને પુત્રની પ્રાપ્તિ કેમ નથી થતી?” શ્રી સમરાદિત્ય મહાકથા પd૭ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ જ સમયે વૈશ્રમણ પણ ઉપવનમાં ફરતો ફરતો માધવી-મંડપ પાસે આવી પહોંચ્યો. તેણે મંડપમાં શૂન્યમનસ્ક બેઠેલી શ્રીદેવીને જોઈ. તેનું મુખ પ્લાન હતું. તેની આંખોમાં ઉદાસી હતી. જ્યાં વૈશ્રમણે માધવી-મંડપમાં પ્રવેશ કર્યો. શ્રીદેવીએ મુખ ઊંચું કરીને જોયું..વૈશ્રમણને જોતાં જ એ ઊભી થઈ ગઈ... તેણે વૈશ્રમણનું સ્વાગત કર્યું : “પધારો નાથ!” માધવી લતાનો એક છેડો પકડીને વૈશ્રમણ ઊભો રહ્યો. તે શ્રીદેવી સામે એકીટસે જોઈ રહ્યો.. આજે દેવી, તું ઉદાસ દેખાય છે.. ઉદ્વિગ્ન દેખાય છે. એવું તે કયું દુઃખ છે તારા હૃદયમાં?! નાથ, મારું દુઃખ આપ જાણો છો..? “જે ભાગ્યાધીન હોય, તેના અંગે દુઃખી ના થવું જોઈએ. દેવી, પુત્રપ્રાપ્તિ ભાગ્યાધીન છે ને!” “મારા પ્રિયતમ, જે ભાગ્યાધીન હોય છે તે દેવાધીન પણ હોય છે! એટલે?” પ્રભાવશાળી દેવની ઉપાસનાથી ભાગ્યનો ઉદય થાય છે. ભાગ્યનો ઉદય કરવા પુરુષાર્થ કરવો જોઈએ.” “કહો દેવી, એવા પ્રભાવશાળી દેવનું નામ શું છે? પુરુષાર્થ તો મારું જીવન છે.. મને પુરુષાર્થ કરવામાં ક્યારેય કંટાળો આવ્યો નથી.” આપ જાણતા હશો, નગરની બહાર એક યક્ષનું મંદિર છે, એ યક્ષરાજનું નામ છે ધનદેવ..” “ઓહો.. એ તો ધનના દેવ છે ને? પુત્રના દેવ કેવી રીતે?' પોતાના વિનોદી સ્વભાવનો પરિચય આપ્યો. “અરે આ તો એમનું નામ છે ધનદેવ, એમના ઉપાસકોને એ બધું આપે છે.. ધન આપે છે ને પુત્ર પણ આપે છે.” તમે સાચી જાણકારી મેળવી છે ને?” “હા જી, સાચી વાત છે.” “તો આપણે જે કરવાનું હોય, જે ઉપાસના કરવાની હોય તે કરીએ.” રાજજ્યોતિષીને પૂછીને સારો દિવસ નક્કી કરો. એ દિવસે આપણે યક્ષરાજના મંદિરે જવાનું. યક્ષરાજની ભાવપૂર્વક પૂજા કરવાની અને પુત્ર આપવા માટે પ્રાર્થના કરવાની.' ' ભાગ-૨ # ભવ ચોથો uoc For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “ભલે, હું આવતી કાલે જ રાજ્યોતિષીને પૂછી લઉં છું.' શ્રીદેવી હર્ષિત થઈ. એની આવી ધારણા ન હતી કે વૈશ્રમણ આમ સરળતાથી એનો યક્ષપૂજાનો પ્રસ્તાવ સ્વીકારી લેશે! વૈશ્રમણની સાથે તે હવેલીમાં ચાલી ગઈ. 0 0 0 “હે યક્ષરાજ, અમારે સર્વ પ્રકારનાં સુખો છે, એક જ દુઃખ છે. આપ અંતર્યામી છો, જાણો છો અમારું દુઃખ, છતાં કહીએ છીએ : અમને પુત્રની પ્રાપ્તિ થઈ નથી. પુત્ર વિના ધન-સંપત્તિને શું કરવાની? પુત્ર વિના રાજ સન્માનનું શું પ્રયોજન? પુત્ર વિના વૈષયિક સુખોને શું કરવાનાં? હે ભગવંત, અમે આપના શરણે આવ્યાં છીએ. આપના પ્રભાવથી અમને સંતાનની પ્રાપ્તિ થાઓ. પુત્રરત્નની પ્રાપ્તિ થતાં અમે આપનો મહામહોત્સવ ઊજવીશું. નગરના સર્વ લોકોને મહામહોત્સવમાં નિમંત્રિત કરીશું. અને આપનું જ નામ પુત્રને આપીશું. આપ જ પુત્રના દાતા. અને આપ જ પુત્રના રક્ષક બનશો. અમારા પર કૃપા કરો યક્ષરાજ!' ૦ ૦ ૦ શુભ દિવસે વૈશ્રમણ અને શ્રીદેવીએ યક્ષરાજના મંદિરે જઈને, યક્ષરાજની મૂર્તિનું પૂજન કર્યું, ફળ-નૈવેદ્ય સમર્પિત કર્યા અને ભાવપૂર્ણ સ્તુતિ કરી, માનતા માની. તેઓ ઘરે આવ્યાં. દેવી, હવે ચિત્ત પ્રસન્ન ને?” હસતાં હસતાં વૈશ્રમણે કહ્યું. ‘આપનું ચિત્ત પણ પ્રસન્ન થયું ને?' હું સદા-સર્વદા પ્રસન્ન જ રહું છું ને! તેં મને ક્યારેય ઉદાસ જોયો છે? બેચેન જોયો છે?” “આપ મહાન છો સ્વામીનાથી” પ્રફુલ્લિત નયને અને વદને તેણે વૈશ્રમણ સામે જોયું. શ્રી સમરાદિત્ય મહાકથા 06 For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરંતુ દેવી, મહાન પતિ ઉપરનો પચાસ ટકા પ્રેમ ઘટી જશે. જ્યારે દેવીને પુત્રની પ્રાપ્તિ થશે!” એ પચાસ ટકા પૂરા કરી દેશે તમારો એ પુત્ર ‘પણ મારે તો સો વત્તા પચાસ બરાબર દોઢસો ટકા પ્રેમ જોઈતો હતો. એનું શું?” બંને ખડખડાટ હસી પડયાં. તેમના દિવસો આનંદમાં પસાર થવા લાગ્યાં. બંનેનાં હૃદયમાં શ્રદ્ધા દઢ હતી કે યક્ષરાજની દિવ્ય કૃપાથી આપણો ભાગ્યોદય થશે જ, પુત્રપ્રાપ્તિ થશે જ.' અખૂટ ધીરજ હૃદયમાં ભરીને તેઓ કોઈ જ અજંપા વિના જીવન જીવે જતાં હતાં. કેટલાક દિવસો પસાર થયા. એક રાત્રિમાં શ્રીદેવીને આલ્હાદ કરનારું સ્વપ્ન આવ્યું : એક હાથી શ્રીદેવીના મુખમાં પ્રવેશ કરી, ઉદરમાં સ્થિર થયો.. સામાન્ય હાથી નહીં, ઉજ્જવલ વનો, સારી ઊંચાઈવાળો, ગંડસ્થળમાંથી મદ ઝરતો, ભ્રમરોના ગુંજારવવાળો. ચાર દંતશૂળવાળો. સૂંઢ ઊંચી-નીચી કરતો.. સવંગ-સુંદર અને મનગમતો! એવો હાથી જોયો.. શ્રીદેવી જાગી ગઈ. તેણે વૈશ્રમણને સ્વપ્નની વાત કરી. જેવું સ્વપ્ન જોયું હતું, તેવું જ કહી બતાવ્યું. વૈશ્રમણ રોમાંચિત શરીરવાળો થઈ ગયો. હર્ષથી ગદ્ગદ સ્વરે તેણે કહ્યું : “દેવી આપણી માનતા ફળી! તને અસાધારણ પુત્રની પ્રાપ્તિ થશે. કુળનો ઉદ્યોત કરના, કુળની કીર્તિ વિસ્તારનારો.. અને પરોપકાર પરાયણ એવા પુત્રને તું જન્મ આપીશ.” નાથ, આપે કરેલું સ્વપ્નફળનું કથન યથાર્થ છે.” શ્રીદેવી એ રાત્રિના એ છેલ્લા પ્રહરની છેલ્લી ઘટિકામાં જે હર્ષ અનુભવ્યો તે જીવનનો સર્વશ્રેષ્ઠ હર્ષ હતો. કારણ કે એના ઉદરમાં ગર્ભરૂપે એક સર્વશ્રેષ્ઠ આત્મા અવતર્યો હતો. “બ્રહ્મ' નામના દેવલોકનો એક દેવ, તેનું આયુષ્ય પૂર્ણ થતાં અવતરિત થયો હતો. એ જીવ હતો શિખીકુમારનો! જ્યારથી એ જીવ શ્રીદેવીના પેટે આવ્યો, ત્યારથી શ્રીદેવીની વાણી, વિચારો અને વ્યવહાર.. બધું જ ઉત્તમ થઈ ગયું. સુંદર પરિવર્તન આવ્યું એના જીવનમાં.. એની બધી શુભ.. પ્રશસ્ત અને સુંદર ઈચ્છાઓને વૈશ્રમણ પૂર્ણ કરવા લાગ્યો. શ્રીદેવીએ દીન-અનાથ અને દુઃખી જીવોને ભરપૂર દાન આપવા માંડયું. નગરનાં સર્વ મંદિરોમાં મહોત્સવો કરાવ્યાં.. હાથી પર બેસીને પ્રતિદિન જિનમંદિરે જવા લાગી.. અને આ ભાગ-૨ # ભવ ચોથો પ૧0 For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રીતે નવ મહિના પૂરા થઈ ગયા. તેણે ચન્દ્રના ટુકડા જેવા પુત્રને જન્મ આપ્યો. વૈશ્રમણે આનંદિત થઈ મહોત્સવ રચાવ્યો. Acharya Shri Kailassagarsuri Gyanmandir દીન-અનાથોને વિપુલ દાન આપ્યું.. એક મહિનો પૂરો થયો. શ્રીદેવીએ સ્નાન કર્યું. પુત્રને સ્નાન કરાવી, સુંદર વસ્ત્ર પહેરાવ્યાં. લલાટે તિલક કર્યું. ગળામાં મોતીની માળા પહેરાવી.. અને હજારો નગરજનો સાથે ધામધૂમથી યક્ષરાજના મંદિરે પહોંચ્યા. યક્ષરાજની ભાવપૂર્વક મહાપૂજા કરી. પુત્રને યક્ષરાજનાં ચરણોમાં મૂકી દીધો! અને વૈશ્રમણે પ્રાર્થના કરી : હે કૃપાવંત યક્ષરાજ! આપનો દિવ્ય પ્રભાવ અમે અનુભવ્યો. અમારી વર્ષોની પુત્રપ્રાપ્તિની ઈચ્છા આપે પૂર્ણ કરી.. ખરેખર, આપે અમને સર્વશ્રેષ્ઠ સુખ આપ્યું.. પૂર્વે કરેલી પ્રતિજ્ઞા મુજબ અમે આ પુત્રનું નામ ‘ધનકુમાર’ રાખીએ છીએ. પ્રજાએ હર્ષની ચિચિયારીઓ કરી - ‘ધનકુમાર ચિરંજીવો!' ના ઘોષ કર્યા. એ દિવસે વૈશ્રમણે નગરના સર્વે નાગરિકોને મિષ્ટમધુર પ્રીતિભોજન આપ્યું. નગરની સ્ત્રીઓએ મંગલગીતો ગાયાં.. ને ઠેર ઠેર નગરમાર્ગો પર નૃત્ય કર્યાં. આ જ સુશર્મનગરમાં બીજો એક ધનાઢ્ય શ્રેષ્ઠી વસતો હતો, તેનું નામ હતું પૂર્ણભદ્ર. નગરમાં પૂર્ણભદ્રની પ્રતિષ્ઠા હતી. તે વ્યવહારકુશળ મોટો વેપારી હતો. તેનો સ્વભાવ દયાળુ હતો. દીન-અનાથોને દાન પણ આપતો હતો. પૂર્ણભદ્રની પત્નીનું નામ ગોમતી હતું. ગોમતી પતિવ્રતા નારી હતી, પરંતુ એના સ્વભાવમાં રૂક્ષતા હતી, તેની વાણીમાં રૂક્ષતા હતી અને તેનો વ્યવહાર પણ રૂક્ષ હતો. પ્રાજ્ઞ પૂર્ણભદ્ર, તે છતાં ગોમતીને શાન્તિથી સાચવી લેતો હતો.. કાળક્રમે ગોમતી ગર્ભવતી બની. તેના પેટે જાલિનીનો જીવ આવ્યો! નરકનું આયુષ્ય પૂર્ણ કરીને તેણે સંસારમાં ઘણાં જન્મ-મરણ કર્યા.. ઘણાં દુ:ખો અવશપણે ભોગવ્યાં.. છેવટે સુશર્મનગરમાં જ પુત્રીરૂપે ગોમતીના ઉદરમાં ગર્ભરૂપે ઉત્પન્ન થઈ. જ્યા૨થી ગોમતી ગર્ભવતી થઈ, ત્યારથી ♦ એના વિચારોમાં ક્રૂરતા ભળી, * તેની વાણીમાં કટુતા-કર્કશતા આવી ગઈ. * તેના વ્યવહારમાં માયા, કપટ અને ઉગ્રતા ભળી ગઈ. શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only ૫૧૧ Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ બધો પ્રભાવ ગર્ભમાં આવેલા જીવનો હતો. પૂર્ણભદ્ર શ્રેષ્ઠી ગોમતીના આવા અયોગ્ય અને અપ્રિય પરિવર્તનથી દુઃખી થઈ ગયો. પરંતુ એ પરિવર્તનને રોકવા તે સમર્થ ન હતો. નવ મહિના પૂર્ણ થયા. ગોમતીએ પુત્રીને જન્મ આપ્યો. એક મહિનો પૂર્ણ થયા પછી, પુત્રીનું નામ “ધનશ્રી' પાડવામાં આવ્યું. ધનશ્રી રૂપવતી હતી. લાવણ્યવતી હતી. પૂર્ણભદ્રની વૈભવસંપન્ન હવેલીમાં ધનશ્રીનું લાલનપાલન થવા લાગ્યું. પૂર્ણભદ્ર ધનશ્રીના લાલનપાલન માટે બે કુશળ પરિચારિકાઓને રાખી લીધી. ધનશ્રી પરિચારિકાઓની પાસે જ રહેવા લાગી. ગોમતીને આમેય ધનશ્રી પ્રત્યે અંતરંગ પ્રેમ ન હતો, એટલે પરિચારિકાઓ પાસે ઘનશ્રી રહે, એમાં એ રાજી જ હતી. કાળકમેં તે તરુણાવસ્થામાં આવી. તેને વિવિધ કળાઓમાં નિપુણ બનાવવા, સ્ત્રીની ૬૪ કળાઓમાં નિપુણ એવી એક વારાંગનાને નિયુક્ત કરી. ઘનશ્રી ૯૪ કળાઓમાં નિપુણ થવા લાગી. એમ કરતાં કાળક્રમે તેણે યૌવનમાં પ્રેવશ કર્યો. સુશમનગરમાં અષ્ટમીનો ચન્દ્રોત્સવ હતો. આ ચન્દ્રોત્સવ નગરની બહાર મદનલીલા' નામના ઉદ્યાનમાં ઊજવાઈ રહ્યો હતો. આ મહોત્સવ માત્ર સ્ત્રીઓ માટે જ યોજાતો હતો. તેમાં મોટા ભાગે યુવતીઓ, તરુણીઓ.. અને કિશોરીઓ મળતી હતી. મદનલીલા ઉદ્યાનના મધ્ય ભાગમાં એક સરોવર હતું. પાણીથી છલોછલ ભરેલા એ સરોવરમાં અનેક હંસ તરતા હતા. કોંચ આદિ પક્ષીઓ મધુર સ્વરમાં કૂજન કરતાં હતાં. અસંખ્ય નીલ કમળ અને રક્તોત્પલ સરોવરની શોભા વધારી રહ્યાં હતાં. સરોવરના કિનારે ફળ-ફૂલવાળાં સેંકડો વૃક્ષો હતાં. પશ્ચિમ તરફ એક વિશાળ સમતલ મેદાન હતું. અને એ મેદાનમાં ચન્દ્રોત્સવ ઊજવાતો હતો. એ ઉત્સવમાં પોતાની સખીઓ સાથે ધનશ્રી પણ રમણે ચઢી હતી. નીલમણિ જેવી તેની જ્યોતિર્મયી મોટી મોટી આંખો હતી. લાલ-લાલ અધર હતા. ઉજ્જવલ ધવલ-દંતપંક્તિ હતી. પતલી કમરમાં સ્વર્ણમેખલા હતી. તેના રક્ત રેશમી વસ્ત્રમાં સ્વર્ણ-તારોની મનોરમ રચના હતી. ધનશ્રી ઘણી વાર સુધી નૃત્ય કરતી રહી, ગાતી રહી, હસતી રહી અને દર્શકોને રિઝાવતી રહી. નૃત્ય પૂરું થયું. ધનશ્રી સખીઓની સાથે મદનલીલા' ઉદ્યાનમાંથી બહાર નીકળી પરસ્પર હસતી, રમતી, ગાતી સખીઓ નગર તરફ જઈ રહી હતી. માર્ગ ઘણો જ પ૧ર ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રમણીય હતો... ત્યાં તાલ-તમાલ અને શાલ્મલી વૃક્ષોની પંક્તિઓ હતી. મધ્યાહ્નનો તડકો એ ઘટામાંથી ચળાઈને માર્ગ પર વિખરતો હતો. મંદ-મંદ શીતલ પવન વહી રહ્યો હતો. ત્યાં તમાલવૃક્ષની સધન છાયામાં એક યુવક ઊભો હતો. વૃક્ષની ઘટામાં પક્ષી કલરવ કરી રહ્યાં હતાં. એ યુવક ઉપર ધનશ્રીની દૃષ્ટિ પડી. તે ઊભી રહી ગઈ... એની સખીઓ હસતી.... ગાતી આગળ નીકળી ગઈ હતી. તે એકલી જ ઊભી રહી. યુવકની દૃષ્ટિ પણ એના પર પડી... બંને નિચલ, નિઃસ્પદ ઊભાં રહ્યાં. બંનેનાં હૃદયમાં પ્રેમરસનું ઝરણ ફૂટયું. બેમાંથી કોઈ હલતું નથી, ચાલતું નથી કે બોલતું નથી. યુવક મેધાવી અને તેજસ્વી હતો. તેનો દેહ સપ્રમાણ હતો. તેનામાં સૌન્દર્ય હતું. રૂપ અને લાવાય હતું. તેણે પત રેશમી વસ્ત્રો પહેરેલાં હતાં. તેના ગળામાં મૂલ્યવાન રત્નમાળા પડેલી હતી. તેના મસ્તક પર કાળા કેશ હતા... જે પાછળ ગરદન સુધી પથરાયેલા હતા. બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. એકનો પ્રેમ સ્વચ્છ હૃદયનો હતો, બીજાનો પ્રેમ માત્ર વાસનાનો ઉદ્દેક હતો. યુવક ઘનકુમાર, નગરશ્રેષ્ઠી વૈશ્રમણનો પુત્ર જન્મથી જ નહીં, પૂર્વજન્મોથી સરળ પ્રકૃતિનો હતો. મૈત્રીભાવથી ભરેલો હતો. તેણે આજે સર્વપ્રથમ ધનશ્રીને જોઈ... જોતો જ રહ્યો. પૂર્વજન્મના સ્નેહસંસ્કાર જાગ્રત થયા... પૂર્વજન્મની માતા બીજા રૂપે.... અને બીજા નામે એની સામે ઊભી હતી. તેના હૃદયમાં સ્નેહનાં સ્પંદનો પેદા થયાં. દીર્ઘકાળપયત બંને એકબીજાની દ્રષ્ટિમાં દ્રષ્ટિ પરોવી ઊભાં રહ્યાં.... પછી ધીરેથી ધનશ્રી તીવ્ર ગતિથી પોતાના માર્ગે ચાલી ગઈ. ધનકુમાર એને ચાલી જતી જોતો રહ્યો.... ધન અને ધનશ્રીના આ મિલનનો એક સાક્ષી ત્યાં વૃક્ષઘટામાં છુપાઈને ઊભો હતો. તે હતો રાજપુરોહિતનો પુત્ર સોમદેવ. ધનશ્રીના ગયા પછી સોમદેવ પણ ત્યાંથી અદૃશ્ય થઈ ગયો. ધનકુમાર, સોમદેવની ઉપસ્થિતિથી અજાણ હતો. થોડી વાર ત્યાં બેસીને, પછી તે પણ ઘર તરફ ચાલતો થયો. કે જે શ્રી સમરાદિત્ય મહાકથા પ૧૩ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | ] શોમદેવ, આજે કેમ તારું મોં ઊતરી ગયું છે? કંઈ બોલતો નથી... હસતો નથી, હસાવતો નથી.” મંત્રીપુત્ર કૌશલ બોલ્યો. “થયો હશે બાપની સાથે ઝઘડો, બીજું શું?’ સેનાપતિપુત્ર કમલે સોમદેવની પાસે બેસીને એની પીઠ ઉપર હાથ પસરાવતાં કહ્યું. “મને તો દાળમાં કંઈ કાળું દેખાય છે..!' બ્રાહ્મણપુત્ર વીરદેવે સોમદેવના સાથળ પર ધબ્બો મારતાં કહ્યું. રાત્રિના પ્રથમ પ્રહરમાં બધા મિત્રો મંત્રીપુત્ર કૌશલની હવેલીમાં ભેગા થતા. વિશેષ કારણ વિના લગભગ રોજ ભેગા થતા. એમનો પરસ્પર પ્રેમ હતો. એકબીજાનાં સુખ-દુઃખમાં તેઓ ઉપયોગી બનતા હતા. નગરના બહાર મધ્યાહુનકાળ જોયેલી ઘટનાથી સોમદેવના ચિત્તમાં ખળભળાટ મચી ગયો હતો. કારણ કે સોમદેવ સ્વંય ઘનશ્રીને ચાહતો હતો. ધનશ્રીને જોવા માટે જ એ મદનલીલા ઉદ્યાનના બહારના પ્રદેશમાં છુપાઈને ઊભો હતો, હજુ સુધી એ ધનશ્રીને ક્યારેય મળ્યો ન હતો. એનો પ્રેમ માત્ર એની માનસિક ભૂમિકા ઉપર જ હતો. ઘનશ્રી સુશર્મનગરની પ્રસિદ્ધ રૂપવતી કન્યાઓમાંની એક કન્યા હતી. અલબત્ત, ત્યાંની સમાજપદ્ધતિ મુજબ કન્યાઓ એકલી બહાર જઈ શકતી ન હતી. ચારપાંચના સમૂહમાં બહાર જતી હતી. પરંતુ જ્યારે ધનશ્રી સખીઓ સાથે રાજમાર્ગ પરથી પસાર થતી ત્યારે તરુણો, યુવાનો અને પ્રૌઢ પણ એને અનુરાગથી જોઈ રહેતા. સોમદેવ બોલ્યો : 'મિત્રો, આપણી તો દુનિયા જ લૂંટાઈ ગઈ... હવે જીવવાનો કોઈ અર્થ નથી...” સાંભળીને બધા મિત્રો ચોંકી ઊઠયા. કમલે પૂછયું : તારી કઈ દુનિયા લૂંટાઈ ગઈ? ધન લૂંટાઈ ગયું? ઘર લૂંટાઈ ગયું? શું લૂંટાઈ ગયું? તું કહે તો લૂંટાઈ ગયેલો માલ પાછો લાવી આપું” કમલ સેનાપતિપુત્ર હતો ને!' લૂંટાઈ ગયેલી દુનિયા હવે પાછી મળે એમ નથી... કમલ, તું એને પાછો લાવી શકે એમ નથી! કારણ કે એ સ્વયં જ લૂંટાઈ ગઈ છે...' તું ભાઈ સ્પષ્ટ શબ્દોમાં વાત કરે તો અમને સમજણ પડે, અને તને સહાય કરીએ.” ભાગ-૨ # ભવ ચોથો ૧૪ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધનશ્રી.” સોમદેવની જીભ થોથવાઈ ગઈ.. “શું થયું ધનશ્રીનું? અને તારે તથા ધનશ્રીને શો સંબંધ?' વીરદેવ બોલી ઊઠયો. ધનશ્રીને હું ચાહતો હતો...” પણ ધનશ્રી તને ચાહતી હતી?' વીરદેવે પૂછ્યું. તે હું નથી જાણતો...' “તેં એને ક્યારેય તારા પ્રેમનું નિવેદન કર્યું હતું ખરું?' “ના...' તો પછી?” ધનશ્રી નગરશેઠના પુત્ર ધનકુમાર સાથે પ્રેમ કરવા લાગી છે, મેં આજે મારી સગી આંખે એ બેને એકાંત પ્રદેશમાં ઊભેલાં જોયાં. મંત્રીપુત્ર કૌશલ હસી પડયો.... તે બોલ્યો : મારા બુદ્ધિમાન મિત્ર, તો શું ધનશ્રી ધનકુમાર સાથે પ્રેમ ના કરી શકે? શું એ પ્રેમ કરવા સ્વતંત્ર નથી? તારે મરવાની શી જરૂર?' સોમદેવ હતોત્સાહ થઈ ગયો. તે જમીન પર દ્રષ્ટિ સ્થિર કરી બેસી રહ્યો. કમલે બે હાથે એનું મોટું ઊંચું કરીને કહ્યું : “મારા પ્રેમરસનિમગ્ન મિત્ર, શું ધનશ્રી સાથે લગ્ન કરવાનાં તું સ્વપ્ન જોતો હતો? જરા અરીસામાં તારું મોઢું તો જો! જરા ધનશ્રી પાસે જઈને વાત તો કરી જો! પસીનો છૂટી જશે. હા.... એ રૂપગર્વિતા કિશોરીને તેં જોઈ છે ને? હજાર આંખો એને જુએ છે, એણે ક્યારેય આંખ ઊંચી કરીને કોઈની સામે જોયું છે ખરું? જ્યારે એ રાજમાર્ગ પરથી પસાર થાય છે ત્યારે એની આંખો યોગીની આંખો હોય છે. જમીન પર દૃષ્ટિ સ્થિર રાખીને ચાલી જાય છે. છે કોઈની હિંમત કે એ એની સામે જઈને ઊભો રહે? એની પાસે પ્રેમની યાચના કરે?' વીરદેવે કહ્યું : “તને પેલા ક્ષત્રિયપુત્ર ઈન્દ્રનો વૃત્તાંત સ્મૃતિમાં છે? યાદ કર. નગરના પ્રવેશદ્વારે એ ધનશ્રીએ એની કેવી ફજેતી કરી હતી? તારી જેમ એ પણ ઘનશ્રીના ચળકતા રૂપનું પતંગિયું બન્યો હતો. ઘનશ્રી બહારથી નગરમાં આવતી હતી. એની પાંચ સખીઓ સાથે હતી. ક્ષત્રિયપુત્ર ઇન્ડે સાહસ ભેગું કરીને, ધનશ્રીને માર્ગમાં રોકી... અને કહેવા લાગ્યો : દેવી ધનશ્રીની સેવામાં ઇન્દ્રનાં અભિવાદની દેવી પ્રસન્ન થાઓ.” ધનશ્રી બે ડગલાં પાછી હટી ગઇ. સ્વસ્થતાથી તેણે પૂછયું : ‘તું કોણ છે? ને કેમ માર્ગની વચ્ચે ઊભો છે?” હું ક્ષત્રિયપુત્ર ઇન્દ્ર છું. જો અભયદાન આપો ત નિવેદન કરું... ' ધનશ્રી શ્રી સમરાદિત્ય મહાકથા | | For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સખીઓની સાથે હસી પડી. તેણે કહ્યું : “કહો, રાજાધિરાજ! તમને અભય છે!” હું કોઇ રાજાધિરાજ નથી, આપનાં ચરણોનો દાસ છું. મને આપનાં ચરણોમાં શ્રદ્ધાંજલિ આપવા દો.” એ ઇન્દ્ર ખરેખર ત્યાં ધનશ્રીના સામે હાથ જોડી, મસ્તક નમાવી બેસી ગયો. ધનશ્રી થોડી ભયભીત થઇ. એને લજ્જા આવી ગઈ. તે બોલી : “અરે, તમે આ શું કરો છો? ઊઠો અહીંથી...' ઇન્દ્ર બોલ્યો : “દેવીની આરાધના કરી રહ્યો છું! તમારી અપ્રતિમ છબી મારાં લોહીના પ્રત્યેક બિંદુમાં વ્યાપ્ત થઇ ગઇ છે. ક્ષમા કરો દેવી, આ ઇન્દ્ર તમારી દાસ છે...' અને ધનશ્રીની આંખોમાં આગની જ્વાળા પ્રગટ થઇ. તેણે ઇન્દ્રને ધિક્કારી કાઢ્યો : “અરે દુષ્ટ ક્ષત્રિયપુત્ર, તું મારા માર્ગમાંથી દૂર થઈ જા, નહીંતર...' ધનશ્રીએ ઇન્દ્રના માથા પર પાદપ્રહાર કરી દીધો... પોતાની સખીઓને કહ્યું : “અરે! તમે શું જોયા કરો છો, આ પ્રેમી પતંગિયાને પાદપ્રહારથી ચગદી નાખો. અને સખીઓએ જોરજોરથી એના પર પાદપ્રહારો કરવા માંડ્યા. ઇન્દ્ર જમીન પર ઢળી પડ્યો. તેના મુખમાંથી લોહી વહેવા માંડ્યું... ધનશ્રી એના પર થૂકીને આગળ ચાલી ગઈ...' એ તો સારું થયું કે વાત આગળ ના વધી. તે ઘનશ્રીના પિતાને જાણે છે? રાજા સુધન્વાનો માનીતો શ્રેષ્ઠી પૂર્ણભદ્ર ધારત તો એ પ્રેમી પંખીડાને પિંજરામાં પૂરી દેત!” મિત્ર સોમદેવ, તારે જો પિંજરામાં પૂરાવું હોય... અને એ રૂપગર્વિતા ધનશ્રીના પાદપ્રહારથી ધન્ય બનવું હોય તો જા એની પાસે અને તારા પ્રણયનું નિવેદન કર!” બધા મિત્રો હસી પડ્યા. સોમદેવ શરમનો માર્યો નીચું મોં કરીને બેસી રહ્યો. વીરદેવે કહ્યું : “જો ધનશ્રી નગરશ્રેષ્ઠીના પુત્ર ધનકુમારને ચાહે છે, તો સરખે સરખી જોડી જામશે. ધનકુમારને આપણે જાણીએ છીએ. ઓળખીએ છીએ. ધનશ્રીના રૂપગર્વિનું ખંડન કરી નાખે તેવી રૂપસંપદા ધનકુમારની છે. ધનશ્રીના ધનગર્વનું મથન કરી નાખે તેટલી અપાર ધનસંપત્તિ ધનકુમાર પાસે છે. અને નગરશ્રેષ્ઠી વૈશ્રમણ એટલે...? સુશર્મનગરમાં એ શ્રેષ્ઠીએ કોઇને નિર્ધન રહેવા દીધો નથી, કોઇને અનાથ રહેવા દીધો નથી. મહારાજા સ્વયં વૈશ્રમણાને સન્માન આપે છે! શ્રેષ્ઠી પૂર્ણભદ્ર તો વૈશ્રમણને પોતાના માલિક માને છે. માટે ધનશ્રી ધનકુમાર સાથે વિવાહ કરે એ સર્વથા ઉચિત છે.” 0 0 0 ૧૬ ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સોમદેવનો પ્રેમ ઇર્ષામાં બદલાઈ ગયો. તેણે સ્ત્રીવર્ગમાં ધનશ્રી અને ધનકુમારના પ્રેમની વાત વહેતી મૂકી. જોકે એના મનમાં ભય તો પેસી જ ગયો હતો... ઘનશ્રીથી એ ડરવા લાગ્યો હતો. ભૂલેચૂકે પણ ધનશ્રીની દૃષ્ટિમાં ના આવી જવાય, એ રીતે માર્ગ પર ચાલતો હતો. મોટા ઘરની વાતો ચોરે ચૌટે તો થાય નહીં એટલે સ્ત્રીઓ અને પુરુષો ઘરમાં બેસીને ધનશ્રી અને ધનકુમારના પ્રેમની ચર્ચાઓ કરવા લાગ્યા. વધારે નિંદા ધનશ્રીની થવા લાગી. કારણ કે એ રૂપગર્વિતા હતી! સ્ત્રીઓને આમેય બીજી રૂપવતી સ્ત્રીની ઇર્ષ્યા સહજ પણ હોય છે. ધનકુમારની કોઈ નિંદા કરતું નથી. સહુ સ્ત્રી-પુરુષો એની પ્રશંસા જ કરે છે. ધનકુમાર એવું શ્રેષ્ઠ પુણ્યકર્મ ઉપાર્જન કરીને આવ્યો છે. નગરમાં સર્વત્ર એનો યશ લાયો છે. સાથે સાથે ધનકુમારની ઉઘરતાએ નગરવાસીઓનાં હૃદય જીતી લીધાં છે. ધનશ્રીના ચિત્તમાં દ્વિધા ઉત્પન્ન થઇ. રાગ અને દ્વેષનું દ્વન્દ્ર રચાયું. શરીર પ્રત્યે અનુરાગ પ્રગટ્યો હતો. આત્મા પ્રત્યે દ્વેષ જાગ્યો હતો. સુદઢ, સુંદર અને સપ્રમાણ ધનકુમારના દેહને જોઇ ધનશ્રી વિકારપરવશ બની ગઇ. દિવસ ને રાત. બસ, એને ધનકુમાર જ દેખાવા લાગ્યો. એની સાથેની પ્રતીક્રિડાની કલ્પનાઓ કરીને તે ઉન્મત્ત બનવા લાગી. ધનકુમારની બલિષ્ઠ ભુજાઓમાં જકડાઇ જવા તે તરફડવા લાગી... બીજી બાજુ, જ્યારે તેનો ઉન્માદ શમી જતો હતો, વાસના ઉપશાન્ત થઇ જતી હતી... ત્યારે તેના ચિત્તમાં ધનકુમાર પ્રત્યે અણગમો પેદા થતો હતો.. તેષ અને ધિક્કાર જન્મતો હતો... “આ તો મારો જન્મ-જન્મનો વેરી છે, શત્રુ છે.. હું એનું મુખ પણ જોવા નથી ઇચ્છતી...’ આવા વિચારોના વંટોળમાં તે ઘેરાઇ જતી હતી, પરંતુ એની સાથે હું પ્રેમ કરીશ. એની સાથે યથેચ્છ સુખો ભોગવીશ. એને હું વશ કરી લઇશ.. વિશ્વાસમાં લઈ લઈશ.” અને પછી એને ઊંડા કૂવામાં ધકેલી દઈશ, આમફળ ચૂસીને જેમ ગોટલો ફેંકી દેવાય, એ રીતે...' એની સમગ્ર વિચારધારા કુત્સિત, કુટિલ અને કપટપૂર્ણ હતી. એણે જાણી લીધું હતું કે ધનકુમાર દિવસના બીજા પ્રહરમાં મદનલીલા ઉદ્યાનના બાહ્ય પરિસરમાં પરિભ્રમણ કરવા જાય છે. એકલો જ જાય છે. તેણે વિચાર્યું : “હું પણ સખીઓ સાથે આવતી કાલે એ જગ્યાએ જાઉં... સખીઓને ઉદ્યાનમાં મૂકીને હું એકલી જ એની આસપાસ પરિભ્રમણ કરું. જોઉં કે એ મારી સમક્ષ પ્રેમનિવેદન કરે છે કે કેમ? નહીંતર બે દિવસ પછી હું એની પાસે મારા પ્રેમનું નિવેદન કરીશ..” ૦ ૦ ૦ શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધનકુમાર તેના નિત્યક્રમ મુજબ મદનલીલા ઉદ્યાનના બાહ્ય પરિસરમાં જઈ પહોંચ્યો. શીતલ... મંદ સુગંધ સમીરથી વૃક્ષો ડોલતાં હતાં. ડાલીઓ ઉપરથી પુષ્પ ખરી ખરીને જમીનને સજાવતાં હતાં. ત્યાંનો ભૂમિભાગ પુષ્પમય બની ગયો હતો. કદંબ, ચંપા, નાગકેસર, અશોક, આમ, ગુલાબ... નારિયેળ વગેરે વૃક્ષો એ પ્રદેશની શોભા હતી. વસંતની મકરંદ ગંધથી અને વિવિધ પુષ્પોની સૌરભથી ધનકુમાર મસ્ત બની ગયો. ત્યાં તેણે ધનશ્રીને, સખીઓની સાથે મદનલલા ઉઘાન તરફ જતી જોઈ. એ એકીટસે ધનશ્રીને જોઈ રહ્યો. એને લાગ્યું કે ધનશ્રીના દેહ પર છએ ઋતુઓ ખીલી ઊઠી હતી! ધનશ્રીએ વિવિધ પુષ્પોનાં કલાપૂર્ણ અને મનોરમ આભૂષણ પહેર્યા હતાં. એ મૂર્તિમતી, સાક્ષાત્ વનશ્રી દેખાતી હતી. એના દેહ પર અંગરાગ કરેલો હતો. એના કેશકલાપમાં કલ્પવૃક્ષનાં ફૂલ ગૂંથેલાં હતાં. એની આંખોમાં કાજલ આંજેલું હતું... એનું પૂર્ણચન્દ્ર જેવું મુખ... ધનુષ જેવી વાંકી ભ્રમર અને નૂતન પલ્લવથી પણ વધુ કોમળ એના હાથ... અનાયાસ જ જોનારાઓનાં મનને મોહી લેતા હતા. સખીઓ ઉદ્યાનમાં ચાલી ગઈ. ધનશ્રી એકલી, જ્યાં ધનકુમાર ઊભો હતો... એનાથી થોડે દૂર જઈને અશોકવૃક્ષનો ટેકો લઈને ઊભી રહી. થોડી વાર તે જમીન પર દૃષ્ટિ સ્થિર કરીને ઊભી રહી.. પછી ધીરે ધીરે એણે કમળ જેવી દૃષ્ટિ ઉઠાવી કુમાર સામે જોયું. બંનેની દૃષ્ટિ મળી. બંનેનાં મનમાં અનંગ પ્રગટ્ય.... એકબીજાના સુંદર દેહનું આકર્ષણ પ્રબળ બન્યું.. પરંતુ બેમાંથી કોઈ આગળ ના વધ્યું.. ના એક શબ્દનો ઉચ્ચાર કર્યો... બે ઘટિકા પર્વત મન ત્રાટક રચાયું... અને ધનશ્રી કંઈક કુદ્ધ બની, સડસડાટ ત્યાંથી ચાલી ગઈ. ધનકુમાર સ્તબ્ધ બનીને ઊભો રહી ગયો. તેના ચિત્તમાં વિચાર આવ્યો : “આ અદ્વિતીય લાવણ્યમયી કિશોરી, મને ચાહે છે – એ તો નક્કી છે. મારા હૃદયમાં પણ એના પ્રત્યે સ્નેહભાવ પ્રગટ્યો છે, તો હું એના કુળ અને ગોત્રને જાણીને પિતાજીને નિવેદન કરું. પિતાજી એના પિતા પાસે એની માગણી કરે.. અને એના પિતા. માની જાય તો અમારા મનોરથ સિદ્ધ થાય. અમે પતિ-પત્ની બની શકીએ....” ધનકુમાર વિચાર કરતો હતો. ત્યાં જ ધનશ્રી એની સખીઓ સાથે ઉઘાનમાંથી બહાર નીકળી, એના જ તરફ આવવા લાગી. કુમાર પણ પચાસ પગલાં સામે ગયો... કુમારને સામે આવતો જોઈ, ધનશ્રીના મનમાં આનંદ થયો. એક આમ્રવૃક્ષની નીચે બંને ઊભા રહ્યાં, સખીઓ થોડે દૂર જઈ ગુપચુપ વાતો કરવા લાગી. ‘દેવી... શું હું આપનું નામ જાણી શકું?” બહું જ શિષ્ટ ભાષામાં ધનકુમારે પૂછયું. પ૧૮ ભાગ-૨ ભવ ચોથો For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ‘મારું નામ ધનથી.’ ‘માતા-પિતાનો પરિચય?’ ‘શ્રેષ્ઠી પૂર્ણભદ્ર મારા પિતા છે અને ગોમતી દેવી મારી માતા છે.’ ‘ઓહો! શ્રેષ્ઠી પૂર્ણભદ્ર તો મારા પિતા વૈશ્રમણના ગાઢ મિત્ર છે... મેં એમને અનેક વાર અમારાં ઘરમાં જોયા છે...’ ‘હે પ્રિયે, આપ નગરશ્રેષ્ઠી વૈશ્રમણના પુત્ર ધનકુમાર છો? અત્યંત હર્ષિત થઈ છું. ધન્ય બની છું... કારણ કે મેં સુયોગ્ય વ્યક્તિ સાથે પ્રેમ કર્યો છે...!’ ‘એ જ સ્થિતિ મારી છે દેવી! હું પણ તમારી સાથે સ્નેહસંબંધથી બંધાઈ ગયો છું.... ‘તો પછી આપણે આપણાં માતા-પિતાને જાણ કરવી જોઈએ... જેથી આપણે લગ્ન-ગ્રંથિથી જોડાઈ શકીએ...’ > Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘સત્ય છે, હું આજકાલમાં જ પિતાજીને વાત કરીશ.' ‘હું પણ મારી માતાને વાત કરીશ.' ‘હવે કદાચ આપણે આ પ્રદેશમાં નહીં મળી શકીએ...’ ‘શાથી?’ ‘લોકાપવાદ થાય... ‘કેવી રીતે?’ ‘આ તારી સખીઓ મૌન નહીં રહી શકે...' ‘સાચી વાત છે આપની... ધનકુમાર તરફ પ્રેમના કટાક્ષ ફેંકતી ધનશ્રી ત્યાંથી ચાલી ગઈ. ધનકુમાર ત્યાં ઊભો રહી ગયો... આવી વાતો પવનની પાંખે ચઢીને સર્વત્ર ફેલાઈ જતી હોય છે. કર્ણોપકર્ણ આ વાત નગરશ્રેષ્ઠી વૈશ્રમણના કાને આવી. વૈશ્રમણ વાત માની ના શક્યા... એમને આ વાત સાચી ન લાગી. કારણ કે તેમણે ધનકુમારને વૈયિક સુખો પ્રત્યે વિરક્ત જોયો હતો. ક્યારેય પણ કોઈ કન્યા કે યુવતી તરફ આંખ ઊંચી કરીને જોતાં... જોયો ન હતો. તેમણે શ્રીદેવીને વાત કરી. ‘દેવી, તમે પણ સાંભળ્યું તો હશે જ કે ધનકુમાર, પૂર્ણભદ્ર શ્રેષ્ઠીની પુત્રી ધનશ્રી સાથે પ્રેમ કરે છે...’ શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only ૧૯ Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “સાંભળ્યું છે, માન્યામાં નથી આવતું.” હું પણ માની શકતો નથી, છતાં જો વાત સાચી હોય તો ધનશ્રી સાથે કુમારનાં લગ્ન કરવામાં મને વાંધો લાગતો નથી...” ધનશ્રી, નગરની શ્રેષ્ઠ કન્યાઓમાંની એક કન્યા છે. આપણા ઘરમાં પુત્રવધૂ બનીને આવે તો શોભે!” તો હું કુમારને પૂછી જોઉં કે તમે પૂછી લેશો?” “હું પૂછી લઉં છું.' શ્રીદેવીએ કહ્યું, શ્રીદેવીએ ધનકુમારના ખંડમાં જઈને ધનકુમાર સાથે ખૂબ પ્રેમથી વાત કરી. ધનકુમાર સરળ હૃદયનો યુવક હતો. જે વાત બની હતી, તે માતાને કહી સંભળાવી. “વત્સ, તારા પિતાજીને હું વાત કરું છું. તેઓ શ્રેષ્ઠી પૂર્ણભદ્ર પાસે જઈને, ધનશ્રીની તારા માટે માગણી કરશે. મને વિશ્વાસ છે કે પૂર્ણભદ્ર ના નહીં પાડે, ઉપરથી રાજી થશે...! આમેય આપણા ઘર સાથે તેમનો સંબંધ ઘનિષ્ઠ છે.” કંઈક વિચાર કરીને ધનકુમારે કહ્યું : “માતાજી, મારો આગ્રહ નથી કે ધનશ્રી સાથે જ મારે લગ્ન કરવાં છે. આપ બંનેને જો આ સંબંધ યોગ્ય લાગતો હોય, તો જ કરજો.. આ તો જે વાત બની છે, તે મેં કહી છે.' શ્રીદેવીની આંખોમાં હર્ષનાં આંસુ આવ્યાં. તેણે પુત્રને પોતાના બાહુપાશમાં લઈ સ્નેહ વરસાવ્યો. “વત્સ, તારા અસંખ્ય ગુણો પર હું ઓવારી જાઉં છું... અનંત પુણ્યના ઉદયથી અમને તું મળ્યો છે...!' ધનકુમારના મસ્તકે પુનઃ પુનઃ વહાલ વરસાવી શ્રીદેવી વૈશ્રમણનાં ખંડ તરફ ચાલી ગઈ. ક ક ક પરી ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir || 3 h નગરશ્રેષ્ઠી વૈશ્રમણ અને શ્રેષ્ઠી પૂર્ણભદ્ર, ઘનશ્રી અને ધનકુમારનાં લગ્ન માટે સંમત થયા. વૈશ્રમણે ધનકુમારને જાણ કરી. ધનકુમાર હર્ષિત થયો. પૂર્ણભદ્ર ધનશ્રીને વાત કરી. ધનશ્રીએ મૌન ધારણ કર્યું. ધનશ્રીના હૃદયમાં ધનકુમારના આત્મા પ્રત્યે અણગમો હતો. તેની માનસિક સ્થિતિ રાગ અને દ્વેષમાં વિભાજિત થયેલી હતી જ. તેણે પોતાની માતા ગોમતીને કહ્યું: “માતા, મારી ઇચ્છા ધનકુમાર સાથે લગ્ન કરવાની નથી...' ગોમતીએ આક્રોશ કર્યો : “મને શું કહે છે? કહે તારા પિતાને. એમણે નગરશ્રેષ્ઠીને વચન આપી દીધું છે... હવે તારા પિતાનું નાક કપાવવું હોય તો ભલે.' ધનશ્રી રોષમાં ને રોષમાં પોતાના ખંડમાં ચાલી ગઈ.. પલંગમાં ઊંધી પડીને રોવા લાગી. તેના ચિત્તમાં વિચારોનાં મોજાં ઊછળવા લાગ્યાં. “મારા મનમાં આવું કેમ થાય છે? ક્યારેક ધનકુમાર પ્રત્યે સ્નેહ ઊછળે છે. તો ક્યારેક એના પ્રત્યે તીવ્ર અણગમાં પ્રગટે છે. ક્યારેક એના મનમાં સમાઈ જવા મન તલસે છે. ક્યારેક એનો પડછાયો પણ મારા પર ના પડે તેવી ઈચ્છા જાગે છે.... કેવી રીતે અમારું સહજીવન પસાર થશે? જોકે એના મનમાં, મારા જેવી માનસિક વિકૃતિ નહીં હોય.. એના હૃદયમાં મારા પ્રત્યે કેવળ અનુરાગ જ હોવો જોઈએ... નહીંતર એ સામે ચાલીને પ્રણયનું નિવેદન ના કરત.... ભૂલ મેં કરી. મેં એના પ્રેમનો સ્વીકાર કરી લીધો... ભલે, હવે તો અમારા બંનેના પિતાઓએ અમારો સંબંધ પાકો કરી દીધો છે.” વૈશ્રમણે અને પૂર્ણભદ્ર, ઘનશ્રી તથા ધનકુમારનો ભવ્ય લગ્નોત્સવ આયોજિત કર્યો. ક્યારેય પણ સુશર્મનગરમાં ન થયો હોય તેવો અદ્વિતીય લગ્નોત્સવ ઊજવ્યો. રાજા અને પ્રજા - સહુએ લગ્નોત્સવમાં આનંદથી ભાગ લીધો. નવદંપતીને આશીર્વાદ આપ્યા. શ્રીદેવી અને વૈશ્રમણ અપૂર્વ હર્ષથી ઝૂમી ઊઠ્યાં. તેમણે પુત્રવધૂ ધનશ્રીને મણિ-મુક્તાનાં મૂલ્યવાન અલંકારો આપ્યાં.. શ્રેષ્ઠ વસ્ત્રો આપ્યાં. પૂર્ણભદ્ર ધનકુમારને સોનું, રૂપું અને રત્નોની પેટીઓ આપી. બંને પક્ષે હર્ષ થયો. ધનથી અને ધનકુમાર પ્રેમસાગરમાં ડૂળ્યાં. ભરપૂર વૈષયિક સુખોનો ભોગોપભોગ કરતાં રહ્યાં. વર્ષો સુધી એકસરખો પુણ્યોદય ચાલતો રહ્યો.. પરંતુ આ સંસારમાં, આ મનુષ્યલોકમાં. જ્યારે પાપોદય થાય, ક્યારે પુણ્યોદય શ્રી સમરાદિત્ય મહાકથા પર૧ For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અસ્ત પામે... એ અજ્ઞાની જીવો જાણી શકતા નથી. ધનશ્રી અને ધનકુમારના સુખસાગરમાં અચાનક મોટો પથરો પડ્યો... અને એનાથી અનેક વમળો સર્જાયાં. પથરો આ રીતે પડ્યો - વૈશ્રમણની હવેલીમાં નંદા નામની દાસી હતી. નંદા નાની હતી, ત્યારથી વૈશ્રમણની હવેલીમાં આવી હતી. તેનાં લગ્ન પણ વૈશ્રમણે જ કરાવી આપેલાં. નંદાનો પતિ ભદ્રક પણ આ જ હવેલીમાં નોકર હતો. તેમને એક પુત્રની પ્રાપ્તિ થઈ હતી. પુત્રનું નામ નંદક પાડવામાં આવ્યું હતું. નંદક આ હવેલીમાં જ ઊછર્યો હતો. અને તે ધનકુમારની ઉંમરનો જ હતો. એકાદ વર્ષ નાનો હશે. પરંતુ નંદકને ધનકુમાર પોતાનો નોકર નહીં પણ વિશ્વસનીય મિત્ર માનતો હતો. નંદક પણ ધનકુમારનો પૂર્ણ વફાદાર હતો. નંદક દાસપુત્ર હોવા છતાં રૂપવાન હતો. તેનું શરીર સુદઢ અને બળવાન હતું. તેની વાણી મધુર હતી, તે કાર્યદક્ષ હતો. જોકે એને ઝાઝું શિક્ષણ નહોતું મળ્યું. છતાં તેની હૈયા-ઉકલત ઘણી હતી. વૈશ્રમણ અને શ્રીદેવીને પણ નંદક ઉપર વાત્સલ્ય હતું. નંદક હવેલીમાં મુક્ત રીતે ફરી શકતો હતો. તે શ્રીદેવી સાથે મુક્ત મનથી વાત કરી શકતો અને વૈશ્રમણ પણ એની સાથે હસીને વાત કરતા. ધનકુમાર સાથે તો એની મૈત્રી હતી જ. ધીરે ધીરે ધનશ્રી પણ નંદક સાથે વાતો કરવા લાગી. પછી ધીરે ધીરે હસીને વાતો કરવા લાગી અને ધીરે ધીરે એના હૃદયમાં નંદક તરફ કુણી લાગણી જન્મી ગઈ. ધનશ્રીને નંદક તરફ આકર્ષણ જાગવાનું બીજું પણ એક અસાધારણ કારણ હતું. જ્યારે ધનશ્રીનો જીવ “અગ્નિશર્મા' તાપસ હતો, ત્યારે આર્ય કૌડિન્યના આશ્રમમાં આ નંદકનો જીવ “સંગમક' નામનો સેવક હતો. અગ્નિશર્મા અને સંગમક વચ્ચે પ્રગાઢ મૈત્રી હતી. બસ, પછીના બીજા અને ત્રીજા ભવમાં સંગમક, અગ્નિશર્માના જીવને મળ્યો ન હતો. આ ચોથા ભવમાં એ બંને વૈશ્રમણની હવેલીમાં મળી ગયા! અહીં પણ એ સેવક-રૂપે જ મળ્યો... પરંતુ પૂર્વજન્મના ગાઢ મૈત્રીના સંસ્કારો જાગ્રત થઈ ગયા. જેમ ધનશ્રી એને ચાહવા લાગી હતી, તેવી રીતે નંદક ધનશ્રીને ચાહવા લાગ્યો હતો. પરંતુ નંદકનો પ્રેમ વાસનાજન્ય ન હતો. ઘનશ્રીનો રાગ વાસનાજન્ય હતો. ધનકુમાર કરતાં એ નંદકને વધુ ચાહવા લાગી હતી. દાંપત્યજીવનમાં જ્યારે ત્રીજી વ્યક્તિ પ્રવેશ કરે છે ત્યારે એ જીવનમાં ઊભી તિરાડ પડે છે. ધનશ્રી અને ધનકુમારનાં જીવનમાં નંદકના પ્રવેશથી, તિરાડ પડી... જોકે ધનકુમાર સરળ હૃદયનો હતો. તેનો ધનશ્રી ઉપરનો વિશ્વાસ અડગ હતો. નંદક ઉપર પણ પૂર્ણ વિશ્વાસ હતો. એ ધનશ્રી અને નંદકને વાતો કરતાં જોતો હતો. હસતાં ભાગ-૨ # ભવ ચોથો પ૨૨ For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જોતો હતો.... વસ્તુઓનું આદાન-પ્રદાન કરતાં જોતો હતો. પરંતુ એની દૃષ્ટિ નિર્મળ હતી. શંકા કરવાની એને ટેવ ન હતી. ધનશ્રીએ આનો અર્થ એ કર્યો કે “ધનકુમાર ભોળો છે! એનામાં બુદ્ધિ નથી... એનો નંદક ઉપર અને મારા ઉપર આંધળો વિશ્વાસ છે. આ વિશ્વાસનો અમારે લાભ ઉઠાવી લેવો જોઈએ.' નંદકના મનમાં પાપ ન હતું. એને એની મર્યાદાનું ભાન હતું. એક દિવસ, ધનશ્રીને એકાંત મળી ગયું. હવેલીમાં ધનકુમાર ન હતો, શ્રીદેવી ન હતી અને વૈશ્રમણ પણ ન હતા. ધનશ્રીનાં અંગેઅંગ અનંગ વ્યાપી ગયો, એ નંદકને ભેટી પડવા આતુર બની ગઈ. એણે નદકને પોતાના શયનખંડમાં બોલાવ્યો. નંદક સહજ ભાવથી શયનખંડમાં ગયો. જેવો એ શયનખંડમાં દાખલ થયો. ધનશ્રીએ દ્વાર બંધ કરી દીધું. નંદક ગભરાયો. તેણે કહ્યું : “દેવી, દ્વાર બંધ ના કરો...” ધનશ્રી કટાક્ષ ફેંકતા બોલી : “નંદક, આજે આપણું ભાગ્ય જાગ્યું છે... પૂર્ણ એકાંત છે... આવ, આપણે રતિક્રીડા કરીએ... મારી વાસનાની આગને તું શાંત કર...” એમ બોલી તે નંદક તરફ આગળ ધસી. નંદક બીજી બાજુ ખસી ગયો. તેણે કહ્યું : “ના, ના, દેવી, આ તમે અનુચિત કરો છો. મર્યાદા બહારનું આચરણ કરો છો. હું મારા શેઠનો, મારા મિત્રનો વિશ્વાસઘાત નહીં કરું...” ઘનશ્રીએ આક્રોશ કર્યો : “અરે મૂર્ખ, મારા જેવી, રૂપગર્વિતા તને તારા જેવા દાસીપુત્રને સંભોગનું આમંત્રણ આપે છે, ત્યારે તું મોટી મોટી વિશ્વાસની વાતો કરે છે? છોડી દે એ બધી વાતો... અને મને તારા સ્નેહથી ભીંજવી દે...” નંદક મૂંઝાયો. ઘનશ્રીએ એને પોતાના બાહુપાશમાં જકડી લીધો... નંદકની સુષુપ્ત વાસના જાગી ગઈ... પરિણામે છૂટવાના બદલે એ સમર્પિત થઈ ગયો. જ્યારે એ મોહની મૂચ્છમાંથી જાગ્યો.. ત્યારે ઝડપભેર ઊભો થઈ દ્વાર ખોલી બહાર ભાગ્યો... પોતાના ઘરમાં જઈ... તે ચોધાર આંસુએ રડી પડ્યો. ધનશ્રી પરિતૃપ્ત થઈ. તેણે વિચાર્યું : “એક વાર એણે મારો સંગ માયો છે. હવે એનો સંકોચ દૂર થઈ ગયો... ફરીથી એ હા-ના નહીં જ કરે...” નંદક સાથેનો વ્યભિચાર શરૂ થયા પછી ધનશ્રી ધનકુમારથી વિરક્ત બનવા લાગી. ધનકુમારથી દૂર રહેવા લાગી... છતાં ધનકુમાર તો એના તરફ વિશ્વાસની દૃષ્ટિથી જ જુએ છે. પરિણામે ધનશ્રી-નંદકનો સંબંધ ગાઢ બનતો જાય છે. ધીરે ધીરે ધનકુમારને પણ ધનશ્રી પ્રત્યે ઉદાસીનતા આવી જાય છે. એ લગભગ સંપૂર્ણ દિવસ વૈશ્રમણની સાથે વેપારમાં પસાર કરે છે.. રાત્રિના સમયે પણ એ ધનશ્રીથી દૂર શયન કરે છે... ધનશ્રીને તો એ ઈષ્ટ જ હતું. એણે ક્યારેય પણ ધનકુમારને પોતાની પાસે આવવાનું ના કહ્યું. ૦ ૦ ૦ શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાર્તિક પૂર્ણિમાનો પવિત્ર દિવસ હતો. ધનકુમાર નંદકની સાથે રાજમાર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો. એક વિશાળ અને સુંદર હવેલીના પ્રાંગણમાં સેંકડો દીનઅનાથ લોકો ટોળે વળ્યા હતા. એક તેજસ્વી યુવાન એ લોકોને છૂટે હાથે દાન આપતો હતો. દીન-અનાથ લોકો એને આશીર્વાદ આપતા હતા. ધનકુમાર આ દશ્ય જોતો ઊભો રહ્યો. નંદકે એ યુવાનનો પરિચય આપતાં કહ્યું : ‘કુમાર, આ સાર્થવાહપુત્ર સમૃદ્ધિદત્ત છે. તે ૫૨દેશમાં જઈ, વેપાર કરી લખલૂટ ધન કમાયો છે અને આ રીતે સ્વોપાર્જિત ધન, પર્વના દિવસોમાં દીન-અનાથ લોકોને આપે છે. ઘણાં-ઘણાં પરોપકારનાં કામ કરે છે.’ ‘ઘણું સરસ નંદક, સાર્થવાહપુત્ર ધન્યવાદને પાત્ર છે...' ધનકુમારે પ્રશંસા કરી. તેઓ આગળ વધ્યા. નંદક, સમૃદ્ધિદત્તનાં પરોપકારનાં કાર્યો ગણાવતો ચાલ્યો. ધનકુમાર રસપૂર્વક સાંભળતો રહ્યો. બંને મિત્રો ઘરે આવ્યા. નંદક પોતાના ઘરમાં ગયો. ધનકુમાર પોતાના ખંડમાં ગયો. સંધ્યા નમી ગઈ હતી. પશ્ચિમ દિશામાં લાલ રંગ વિલાઈ રહ્યો હતો. ધનકુમાર પશ્ચિમના વાતાયનમાં જઈને ઊભો રહ્યો. એના મનમાં અનેક વિચારો ચાલતા હતા. આમેય એનું મન ખિન્ન અને ઉદાસીન તો હતું જ. એને હવે આ હવેલીમાં ગમતું ન હતું. આ નગરમાં ગમતું ન હતું. તેમાં આજે સાર્થવાહપુત્ર સમૃદ્ધિદત્તનો વૃત્તાંત જાણ્યા પછી... એને દૂર પરદેશ જવાની ઈચ્છા જાગી. ‘મારે પણ પરદેશ જવું જોઈએ. મારા પોતાના પુરુષાર્થથી ધનપ્રાપ્તિ કરવી જોઈએ. પિતા પાસે ભલે કુબેર કરતાંય અધિક ધન છે, પરંતુ પિતાના અર્જિત કરેલા ધનને ભોગવનાર પુત્ર, કીર્તિ નથી પામતો, યશ નથી પામતો. પરાક્રમી પુત્રે આપબળે ધન કમાવવું જોઈએ. વળી, આ નિમિત્તે આ ઘરથી... આ નગરથી હું દૂર પ્રદેશોમાં જઈ શકીશ. નવા નવા પ્રદેશો જોવા મળશે. ભિન્ન-ભિન્ન અનુભવો થશે! પરંતુ મારી આ વાત, મારા ઉપર અતિ પ્રેમ રાખનાર મારાં માતા-પિતા નહીં માને... જો પરદેશ જવાનો આગ્રહ કરીશ તો તેમને અપાર દુ:ખ થશે... શું કરું?’ ધનકુમાર મૂંઝાયો. બેચેન બન્યો. આ મૂંઝવણના કારણે એના મુખ પર ઉદાસીનતા પથરાઈ ગઈ. તે પિતા સાથે બોલતો નથી. માતા સાથે હસીને વાત કરતો નથી... અને નંદક સાથે નગર બહાર ઉદ્યાનમાં પણ જતો નથી. ધનશ્રી સાથે તો એનો બધો જ વ્યવહાર તૂટી ગયેલો હતો. દિવસો પસાર થવા લાગ્યા. નંદક અકળાયો... ને ગભરાયો પણ ખરો. મારા વિના એક ઘટિકા પણ દૂર ન રહી શકનાર ધનકુમાર, આજે પંદર-પંદર દિવસથી મારી સાથે બોલતો નથી... શું કારણ હશે? શું એને મારા અને ધનશ્રીના અવળા સંબંધની જાણ થઈ ગઈ હશે? મિત્રતાના સંબંધના કારણે એ મને કહેતો નથી, પરંતુ એના હૃદયમાંથી હું નીકળી ગયો હોઈશ? ધનશ્રીના ખંડમાં તો એ પગ જ મૂકતો ભવ ચોથો પ૪ ભાગ-૨ * For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નથી.. જરૂર એને મારા પ્રત્યે અણગમો થયો લાગે છે. પરિણામ બહુ ખરાબ આવી શકે. ખરેખર, ધનશ્રીએ મને ફસાવી માર્યો..” તેના શરીરે પસીનો વળી ગયો. તે છતાં હું ધનકુમારને, એની ઉદાસીનતાનું કારણ તો પૂછું.. એ ક્યારેય અસત્ય બોલતો નથી... સરળતાથી જે વાત હોય તે કહી દે છે.' બીજી બાજુ શ્રીદેવીને પણ ચિંતા થવા લાગી હતી. “ધનકુમાર કેમ... આટલા બધા દિવસથી ઉદાસીન રહે છે? શું થયું હશે એને? એના મનમાં શી ગડમથલ ચાલતી હશે? એ મિષ્ટ પદાર્થ ખાતો નથી... દ્રાક્ષાદિ મેવો ખાતો નથી... અરે, મારી સાથે હસીને બોલતો પણ નથી... શું થઈ ગયું છે એને? એને પૂછી લઉં તો? ના, ના, કદાચ નંદક જાણતો હોય. કારણ નંદકને જ પૂછું.' શ્રીદેવીએ નંદકને પૂછયું. નંદકે કહ્યું : “કુમાર મારી સાથે પણ બોલતો નથી.” પણ હું આજે એને પૂછું છું. માતાજી, આપ ચિંતા ન કરો. હું પૂછીને પછી આપને કહું નંદક ધનકુમારના ખંડમાં આવ્યો. રોજ મુજબ ધનકુમારે એને બોલાવ્યો નહીં. માત્ર નંદકની સામે જોયું. નંદક પણ મૌનપણે બેઠો. એના મનમાં પાપ હતું... તે ગભરાતો હતો, છતાં હિંમત કરીને પૂછયું : “કુમાર, આટલી બધી ગમગીની શા કારણે? આટલી બધી ઉદાસીનતા મેં ક્યારેય તારામાં જોઈ નથી... કોઈ કારણ?” “નંદક, તું જો સાથે આવે તો આપણે પરદેશ જઈએ. પરદેશમાં ધંધો કરીને ધન કમાઈએ...' ‘હું તૈયાર છું કુમાર! આટલી જ વાત છે ને? બીજી કોઈ વાત હોય તો કહી દે...” “તું તૈયાર હોય તેથી શું? માતાજી અને પિતાજી અનુમતિ આપવા તૈયાર જોઈએ ને? તું જાણે છે એમનો મારા ઉપર અગાધ પ્રેમ છે. હું જાણું છું કે મારી ઉદાસીનતાથી માતાજીનું હૃદય કચવાય છે... તેઓ મનમાં દુઃખી થાય છે... પણ શું કરું? મને અહીં ગમતું જ નથી.. આ હવેલી ગમતી નથી, આ નગર ગમતું નથી... એટલે મન ઉદાસ રહ્યા કરે છે... અને મને ખોટો દેખાવ કરતાં આવડતું નથી...' છેલ્લા વાક્યથી નંદક ચમક્યો. “હું ખોટો દેખાવ કરી રહ્યો છું... વિશ્વાસઘાત કરીને વિશ્વાસપાત્ર હોવાનો દેખાવ. શું આ વાત ઉપર કુમાર કટાક્ષ તો નથી કરી રહ્યો?' “કુમાર, ભલે ખોટો દેખાવ ના કરે, પરંતુ તારા મનમાં જે વાત છે, તે તું પિતાજીને કહી શકે, માતાજીને કહી શકે...” એ જ તો મુશ્કેલી છે. એ વાત કરું એટલે પિતાજીના હૃદયને ધક્કો લાગે... માતાજીનું હૃદય દુઃખી થઈ જાય... એ હું કરવા માગતો નથી...” શ્રી સમરાદિત્ય મહાકથા પાપ For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તો પછી તારો મનોરથ સિદ્ધ કેવી રીતે થશે? નંદક, એનો ઉપાય તું જ શોધી કાઢ.” નંદક વિચારમાં પડી ગયો. આમેય કુમાર સાથે પરદેશ જવાનું તેને ગમતું ન હતું. તે જાણતો હતો કે કુમાર ઘનશ્રીને પરદેશ સાથે નહીં લઈ જાય...ધનશ્રી વિના એને ગમતું ન હતું... છતાં તેણે પરદેશ સાથે જવાની હા તો પાડી જ દીધી હતી. તેણે કહ્યું : “કુમાર, હું પિતાજીને વાત કરું છું. તારી ઈચ્છા જણાવું છું.' ૦ ૦ ૦ નંદકે વિચાર્યું : “શું કુમાર મને અને ધનશ્રીને છૂટાં પાડવા માટે તો પરદેશ જવાનું નહીં વિચારતો હોય? મને તો એમ જ લાગે છે. નહીંતર એને ધનની ક્યાં કોઈ કમી છે? અઢળક સંપત્તિ એની જ છે ને! ખેર, હું નગરશ્રેષ્ઠીને નિવેદન તો કરું... તેઓ શો જવાબ આપે છે. તે પછી બીજી વાત....” તે વૈશ્રમણ પાસે ગયો. વૈશ્રમણને પ્રણામ કરી તેને કહ્યું : “હે તાત, આપ નારાજ ના થાઓ તો એક વાતનું નિવેદન કરવું છે...!' કહે, નિર્ભય બનીને કહે.” હે પૂજ્ય, ધનકુમારની ઈચ્છા પરદેશ જઈને આપબળથી ધન કમાવાની છે. એ આપની અનુમતિ ઈચ્છે છે.” નંદક, તું જ કહે, ધનકુમારને ધન માટે પરદેશ જવાની જરૂર છે ખરી? મારી પાસે અખૂટ ધન છે. એની ઈચ્છા મુજબ એ ધનનો ઉપયોગ કરી શકે છે. સમગ્ર નગરમાં કોઈની પાસે જેટલું ધન નથી, એટલે મારી પાસે છે.. અને આ બધું જ ધનકુમારનું છે!' તે સાચી વાત, પરંતુ તેની ઈચ્છા આપબળે ધન કમાવાની છે. એ સિવાય એના મનને શાંતિ નહીં થાય... એ છેલ્લા પંદર દિવસથી ઉદાસ રહે છે. નથી કોઈની સાથે બોલતો કે નથી હવેલીની બહાર નીકળતો. એકલો એકલો મનમાં મૂંઝાયા કરે છે.” શા માટે એણે મૂંઝાવાનું? એની એકેએક ઈચ્છાને પૂરી કરનારો હું એનો પિતા બેઠો છું ને!' કુમારના પરદેશ જવાથી આપ અને માતાજી દુઃખી થાઓ - એ લાગણીથી પ્રેરાઈને એની આ ઈચ્છા પ્રગટ નથી કરતો.' “વત્સ, નંદક, માતા-પિતાનાં હૃદય જ એવાં નબળાં હોય છે... એ પ્રિય પુત્રનો વિરહ...' વૈશ્રમણની આંખો ભીની થઈ ગઈ. ગળું ભરાઈ આવ્યું. શક એક જ પ ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir || છ8 h લગભગ રોજ પિતા-પુત્ર સાથે જ ભોજન કરવા બેસતા હતા. આજે ભોજન કરી લીધા પછી વૈશ્રમણે ધનકુમારને કહ્યું : “વત્સ, નંદક પાસેથી મેં જાણ્યું કે તારી ઈચ્છા વેપારાર્થે પરદેશ જવાની છે.' હા પિતાજી, નંદકે સત્ય કહ્યું છે.” ધનકુમારે વિનયથી પ્રત્યુત્તર આપ્યો. તેની દૃષ્ટિ જમીન પર હતી. “વત્સ, વેપાર કરીને ધન મેળવવાનું હોય છે ને? આપણી પાસે એટલું ધન છે એટલી સંપત્તિ છે. કે સાત પેઢી સુધી ના ખૂટે અને એ સંપત્તિનો માલિક આજથી તું છે. તારી ઈચ્છા મુજબ સંપત્તિનો તે ઉપયોગ કરી શકે છે.' “પિતાજી, આપની અદ્દભુત ઉદારતા હું ક્યાં નથી જાણતો? આજ દિન સુધીમાં આપે મને ક્યારેય પણ ધનવ્યય કરતાં રોક્યો નથી. પરંતુ મારા હૃદયમાં એક પ્રબળ ઈચ્છા પરદેશગમનની પેદા થઈ છે. એ ઈચ્છા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી મારું ચિત્ત આનંદિત નહીં થાય...” શ્રીદેવી રડી રહી હતી. એકના એક ગુણિયલ અને વિનીત પુત્રને એ પોતાની આંખોથી દૂર રાખવા ઈચ્છતી ન હતી. છતાં એ સમજતી કે પુત્રે પરદેશગમન કરવું જોઈએ. એનાથી પુત્રમાં સાહસ, પરાક્રમ અને બુદ્ધિમત્તા વિકસિત થાય છે. ભિન્ન ભિન્ન સારા-નરસા અનુભવોથી યુવાન પરિપક્વ બને છે. જીવનમાં પરિપક્વતા અત્યંત આવશ્યક ગુણ છે. શ્રીદેવીએ વૈશ્રમણમાં આ બધા ગુણો જોયા હતા. વૈશ્રમણના સાહસ અને પરાક્રમ ઉપર તે વારી ગઈ હતી. બુદ્ધિની પરિપક્વતા અને ઊંડી સમજણ પર તે ગર્વ ધારણ કરતી હતી. એ ચાહતી પણ હતી કે ધનકુમારમાં પિતાના આ બધા ગુણો અવતરિત થાય, અને તે માટે એ પરદેશગમન કરે. છતાં માતાનું હૃદય હતું ને! પુત્રવિરહની કલ્પનાથી તે વ્યથિત થઈ હતી. વૈશ્રમણે કુમારને કહ્યું : “પુત્ર, તું સુખ અને આનંદમાં રહે, એ જ અમારી ઈચ્છા રહે છે, તે તું જાણે છે. તારી સાથે અમારું એવું મમત્વ બંધાયેલું છે. કે તારા સુખે અમે સુખી છીએ, તારા દુઃખે અમે દુઃખી. તું પ્રસન્નચિત્ત તો અમે પ્રસન્નચિત્ત, તું ઉદાસ તો અમે ઉદાસ! માટે જો તારે પરદેશ જવું જ છે, તો અમે તને પ્રસન્નચિત્તે અનુમતિ આપીએ છીએ.' વૈશ્રમણે શ્રીદેવી સામે જોઈને કહ્યું. શ્રીદેવીએ મસ્તક શ્રી સમરાદિત્ય મહાકથા પર૭ For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નમાવીને સંમતિ આપી દીધી. ધનકુમાર વૈશ્રમણને ભેટી પડ્યો. વૈશ્રમણ ધનકુમારના માથે હાથ ફેરવતો રહ્યો. વિશ્નમણે કહ્યું : “કુમાર, તેં કઈ દિશામાં પ્રયાણ કરવા વિચાર્યું છે?” પિતાજી, તામ્રલિપ્તી તરફ જવા વિચાર્યું છે, છતાં આપને જો ઉચિત ના લાગતું હોય તો બીજી દિશા બતાવો.” ઉચિત છે તામ્રલિખી જવાનું. અહીંથી લગભગ બે મહિનાનો રસ્તો છે. ત્યાં વેપાર માટે કેટલાક મહિના રહેવું પડે, તે નક્કી ના કહી શકાયહું તારા લાંબા પ્રવાસની તૈયારી કરાવું છું. પણ હા, તારી સાથે નગરના બીજા પણ નાના-મોટા વેપારીઓ આવે, તો તને આનંદ થશે. એક મોટા સાથે સાથે તું જાય તો શોભે. એકલ-દોકલ જવામાં તારી કે મારી શોભા ન વધે.' પિતાજી, જેવી આપની આજ્ઞા. મને આપની, સાથે સાથે જવાની વાત ગમી.” કુમાર, સ્વાર્થની સાથે સાથે પરમાર્થ-પરોપકાર કરતા રહેવું જોઈએ. તેથી જીવન સાર્થક બને છે. તારી સાથે નાના-મોટા વેપારી આવશે. કેટલાક લોકો માત્ર પરદેશ જોવા માટે આવશે.... કેટલાક તારી સેવા માટે આવશે... તું એ બધાને સ્નેહથી જાળવજે” વૈશ્રમણ પોતાના વિશ્રામ-ખંડમાં ચાલ્યા ગયા. ધનકુમાર પેઢી ઉપર ચાલ્યો ગયો. 0 0 0 બીજા દિવસે પ્રભાતે સુશર્મનગરમાં ઘોષણા થવા લાગી : નગરશ્રેષ્ઠી વૈશ્રમણના પુત્ર ધનકુમાર મોટા સાથે સાથે તાપ્રલિપ્તી નગરી તરફ પ્રયાણ કરવાના છે. જે કોઈ નગરવાસીને એમની સાથે જવું હોય તેઓ તેમની સાથે જઈ શકે છે. માર્ગમાં ખાવા-પીવાની સામગ્રી જેની પાસે નહીં હોય તેને ધનકુમાર આપશે.” નગરજનોમાં ઉત્સાહનું વાતાવરણ સર્જાયું તામ્રલિપ્તી જવાની ઇચ્છાવાળા સેંકડો પુરુષો પોતપોતાની તૈયારીમાં લાગી ગયા. તાપ્રલિપ્તી નગરી સાગરના કિનારે આવેલી હતી. તે કાળે એ નગરી વેપાર ઉદ્યોગની વિરાટ નગરી હતી. લાખો મનુષ્યો એ નગરીમાં વસતા હતા. હજારો કરોડપતિ શ્રીમંતો ત્યાં વસતા હતા. નગરીની શોભા પણ અદભુત હતી. સમુદ્રકિનારે સેંકડો વહાણ આવતાં હતાં ને જતાં હતાં. એ સમયે ભારતમાં તામ્રલિપ્તી (પ્રાય: આજનું ખંભાત) વૈભવના શિખરે હતી. - વૈશ્રમણે પ્રયાણની તૈયારીઓ આરંભી હતી. પ00 બળદગાડાંઓમાં વેપાર કરવા ભાગ-૨ # ભવ ચોથો પ૮ For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માટેનો માલ ભર્યો. ૫૦૦ પોઠ ભરી. ૧૦૦ સશસ્ત્ર ઘોડેસવાર સૈનિકો આપ્યા. રસ્તામાં ખાવા-પીવાનો સામાન... રાવટીઓ... તંબુઓ વગેરે બધી જ સામગ્રી તૈયાર કરાવી, તંબુઓ વગેરે સુશોભિત બનાવ્યા હતા, જ્યાં પડાવ પડે ત્યાં જાણે એક નાનકડું સુંદર ગામ વસી જાય એ જાતનું આયોજન કર્યું. નગરમાં સર્વત્ર ધનકુમારના પરદેશગમનની ચર્ચા થવા લાગી. ધનશ્રીએ જ્યારે આ વાત જાણી હતી, તે ખૂબ રાજી થઈ હતી. તેને પોતાના યથેચ્છ દુરાચરણનો માર્ગ સાવ મોકળો થતો લાગ્યો હતો. પરંતુ એક દિવસ નંદકે આવીને કહ્યું : ‘સુંદરી, મારે પણ કુમાર સાથે પરદેશ જવાનું છે. કુમારે મને સાથે ચાલવા કહ્યું અને મેં હા પાડી છે.' ‘તેં શા માટે હા પાડી? તારે ના પાડવી જોઈતી હતી... તું હજુ પણ કોઈ બહાનું બતાવીને ના પાડી દે.... ‘એ ના બને. મારે કુમારની સાથે જવું જ પડે.’ 'તને મારો વિચાર નથી આવતો? તને એમ નથી થતું કે કુમારના પરદેશ ગયા પછી ધનશ્રી સાથે દીર્ધકાળપર્યંત હું યથેચ્છ ભોગસુખ ભોગવીશ... ધનશ્રીને અપાર સુખ આપીશ...?’ હું તો દિન-રાત તારા વિચારોમાં જ ખોવાયેલી રહું છું... અને તને જાણે મારી પડી જ નથી...' ધનશ્રી રોવા લાગી, ‘તું રો નહીં. તું મને સમજવાનો પ્રયત્ન કર. મારી પરિસ્થિતિનો વિચાર કર, જિંદગી માત્ર ભોગસુખોમાં જ સાર્થક નથી બનતી. જિંદગીનાં બીજા પણ કર્તવ્યો હોય છે. આ હવેલીમાં મારો જન્મ થયો છે. દાસીપુત્ર હોવા છતાં, શેઠ અને શેઠાણીએ મને પુત્રવત્ પાળ્યો છે. કુમારે ભાઈ કરતાંય વિશેષ માન્યો છે... શું મારે એમના તરફનાં કર્તવ્યોનું પાલન નહીં કરવું જોઈએ? તું જ કહે. ‘તો પછી તું તારા કર્તવ્યોનું પાલન કરતો રહે, મારી પાસે ના આવતો... ' ધનશ્રી રિસાઈ ગઈ. ‘અરે સુંદરી, એમાં રિસાવાનું શા માટે?’ ‘સાચી વાત તો એ છે કે હું તને ગમતી જ નથી... મારે તો પતિનો સંગ ગયો અને પ્રેમીનો સંગ પણ ગયો... હું એકલી રઝળી પડી...' વળી એ રડી પડી... પણ રુદન સાચું ન હતું. એકમાત્ર અભિનય હતો. ‘જો તું મને ગમતી ના હોત, તો શેઠ અને મિત્રનો વિશ્વાસઘાત કરત ખરો? અને હજું કંઈ જ બગડી ગયું નથી. તું પતિ સાથે અને પ્રેમી સાથે, બંનેની સાથે રહી શકે છે! શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only ૫૯ Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેવી રીતે? ‘તારે પણ અમારી સાથે પરદેશ આવવાનું!” ધનશ્રી વિચારમાં પડી ગઈ. તેણે આસુ લૂછી નાંખ્યાં. નંદક સામે જોઈને તે બોલી : “મને કુમારે પરદેશ સાથે આવવા માટે કહ્યું નથી...' ભલે ના કહ્યું. તારે એને કહેવાનું કે “મારે સાથે આવવું છે!' “નંદક, પરદેશમાં જ્યાં જઈશું ત્યાં એ સાથે રહેશે. આપણે યથેચ્છ વિનોદ નહીં કરી શકીએ, યથેચ્છ ભોગસુખ નહીં માણી શકીએ.” તું ભવિષ્યની આવી બધી કલ્પનાઓ ના કર.. ભાગ્ય પર વિશ્વાસ રાખ.” ભલે, હું સાથે આવીશ, કુમારને ગમે તે રીતે સમજાવીને પણ હું સાથે આવીશ.” ધનકુમારે પરદેશયાત્રાની તૈયારીઓનું કામ નંદકને સોંપ્યું હતું. નંદક એ કામોમાં વ્યસ્ત થયો. ધનકુમાર પણ વેપાર અંગેનું માર્ગદર્શન લેવા વૈશ્રમણની પાસે કલાકો સુધી બેસવા લાગ્યો. મોટા ભાગે એ ઘનશ્રીને મળતો જ ન હતો. ધનશ્રીએ અવસર સાધ્યો. સાંધ્ય ભોજનથી નિવૃત્ત થઈને ધનકુમાર રોજના કાર્યક્રમ મુજબ હવેલીની પાછળના ઉદ્યાનમાં આંટા-ફેરા મારતો, પછી પોતાના ખંડમાં ચાલ્યો જતો. ધનશ્રી ધનકુમારની પાછળ જ ખંડમાં પ્રવેશી ગઈ. ધનકુમારે એને જોઈ, પણ એને કોઈ મહત્ત્વ ના આપ્યું. આંખો બંધ કરીને તે પલંગમાં આડો પડયો. ધનશ્રી પલંગની પાસે જ જમીન પર બેસી ગઈ. એણે ધાર્યું જ હતું કે ધનકુમાર એની સાથે બોલશે નહીં. એટલે વાતનો પ્રારંભ પોતે જ કર્યો. સ્વામીનાથ...” “હં..” આપ પરદેશ જવાના છો, એવું મેં સાંભળ્યું છે.' “સાચી વાત છે.” પાછા આવતાં કેટલો સમય લાગશે?” કંઈ નક્કી નથી. ગમે તેટલાં વર્ષો પસાર થઈ જાય.' તો તો હું આપની સાથે આવીશ...” શા માટે?” આટલો દીર્ધકાળ આપના વિના હું એકલી ના રહી શકું.” 30 ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘તું અહીં એકલી નથી, માતાજી છે, પિતાજી છે. એમની સેવા કરજે ને આનંદથી રહેજે.' “ના, હું તમારી સાથે જ આવીશ.' તારે નથી આવવાનું અમારી સાથે... અહીં જ રહેવાનું છે. મારી સાથે આવવાનું કોઈ પ્રયોજન? અહીં પણ મારું કોઈ પ્રયોજન નથી. તો પરદેશમાં તારું શું કામ છે? ધનશ્રી એ નાટક શરૂ કર્યું. તે રોવા માંડી. પોક મૂકીને રોવા માંડી. રોતાં રોતાં બોલવા લાગી : “ભલે, તમારે મને અહીં મૂકીને જવું હોય તો જજો... તમારા વિયોગમાં ઝૂરી ઝૂરીને મારા પ્રાણોનો ત્યાગ કરીશ..” શ્રીદેવીએ ધનશ્રીના રુદનનો અવાજ સાંભળ્યો. તે તુરત જ કુમારના ખંડમાં આવી. માતાને આવેલી જોઈ, કુમાર ઊભો થઈ ગયો અને ધનથી ખંડની બહાર ચાલી ગઈ.... શ્રીદેવી ધનશ્રીને બહાર જતી જોતી રહી. તેણે નિસાસો નાખ્યો. પછી તેણે કુમાર સામે જોયું. કુમાર માતાનાં ચરણોમાં બેસી ગયો. વત્સ, હવે તારા પ્રયાણનો દિવસ નજીક આવ્યો.. તું પરદેશ જવાનો.. પહેલી જ વાર તું પરદેશ જાય છે પુત્ર, માટે તેને કેટલીક ઉપયોગી વાતો કહેવી છે. એ કહેવા માટે જ અત્યારે આવી છું.” કહો, માતાજી, આપની એક-એક વાત હું મારા હૃદયમાં રત્નની જેમ સાચવી રાખીશ.” વત્સ, તું ધનપ્રાપ્તિ કરવા જાય છે. ધનપ્રાપ્તિનો માર્ગ ઘણો જ જોશવાળો હોય છે... છતાં તારે કંટાળવું નહીં. પુરુષાર્થ કરતો જ રહેજે. બીજી વાત છે અપ્રમાદની. પ્રમાદ ના કરીશ. જાગ્રત, સાવધાન રહેજે.... અને ત્રીજી વાત છે ક્ષમા અને નમ્રતાની. વત્સ, તું ગુણવાન છે જ, પરંતુ આ બે ગુણ વિદેશયાત્રામાં અતિ ઉપયોગી બનશે. અને છેલ્લી વાત મારે તને એ કહેવી છે કે ધનશ્રીને તું તારી સાથે લઈ જા.” “માતાજી, ઘનશ્રી અહીં જ રહેશે. આપની સેવા કરશે.' “વત્સ, હું તને કેવી રીતે સમજાવું? યુવાન પત્ની, એના પતિ સાથે રહે, એમાં જ એનું હિત સમાયેલું છે.” “પરંતુ મારું મન માનતું નથી, અને સાથે લઈ જવા માટે....' પુત્ર, મનને મનાવી લે...” “માતાજી, આ પરદેશયાત્રા છે. પરદેશયાત્રામાં સ્ત્રી બંધનરૂપ બની જાય. મારે એનું ધ્યાન રાખવું કે વેપારમાં ધ્યાન રાખવું?” શ્રી સમરાદિત્ય મહાકથા પ3 For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તારે ચારે બાજુનું ધ્યાન રાખવું પડશે. તું મારી વાત માન અને ધનશ્રીને સાથે લઈ જા.” આપની આજ્ઞા છે તો સાથે લઈ જઈશ...” ખંડના દ્વારની પાછળ ઊભી ઊભી ઘનશ્રી માતા-પુત્રની વાર્તાલાપ સાંભળી રહી હતી. તેને પરદેશ જવાની અનુમતિ મળી ગઈ, જાણીને તે હર્ષવિભોર થઈ ગઈ... તે દબાતે પગલે દોડીને તેના શયનખંડમાં ભરાઈ ગઈ. બહુ સારું થઈ ગયું. માતાજીએ જ આજ્ઞા કરી દીધી! એટલે મારું કામ થઈ ગયું. નહીંતર નંદક વિના હું ઝૂરી ઝૂરીને મરી જાત.. અથવા તો મારે પિતૃગૃહે ચાલ્યા જવું પડત... પરંતુ મારું ભાગ્ય હજુ જાગતું છે... પરદેશયાત્રામાં, એમાંય સાથે સાથે જવામાં તો નંદકનું મોઢું જ જોવા મળવાનું છે. એ સિવાય કંઈ જ નહીં.. ખેર, એને જોઈને તો આનંદ થશે! બાકી, કુમાર પ્રત્યે હવે મને શારીરિક સુખનું પણ આકર્ષણ રહ્યું નથી. એના પ્રત્યે મારા હૃદયમાં કોઈ અનુરાગ રહ્યો નથી.... એની સામે જોવાની ઇચ્છા પણ જાગતી નથી... છતાં મારે જો નંદક સાથેનું સુખ જોઈતું હશે તો.. મારે કુમાર સાથે ઓછું-વતું પ્રેમનું નાટક તો કરવું જ પડશે. નહીંતર બધી વાત બગડી જશે...” ધનશ્રી વિચારોમાં લીન હતી... અને શ્રીદેવીએ એના ખંડમાં પ્રવેશ કરીને કહ્યું : બેટી, તારે પણ કુમારની સાથે પરદેશ જવાનું છે. મેં કુમારને સમજાવી દીધો છે, માટે તું તારી તૈયારી કરી લેજે.' “માતાજી, મારી તીવ્ર ઈચ્છા આર્યપુત્ર સાથે જવાની હતી. એમના વિના દીર્ધકાળ હું જીવી ન શકું..” આંસુનું નાટક! બેટી, હું જાણું છું. પતિના વિરહમાં યૌવનનો કાળ પસાર કરવો એ ધગધગતા અંગારા ઉપર ચાલવા જેવું છે માટે જ, કુમારની ઇચ્છા ના હોવા છતાં મેં એને સમજાવીને હા પડાવી.' આપે મારા પર મહાન ઉપકાર કર્યો, માતાજી...' ધનશ્રી, તું પરદેશ સાથે જ જાય છે, તો તું મારી કેટલીક વાતો માનજે અને એ રીતે અનુસરજે.” જ પતિ ઊઠે એ પહેલાં ઊઠી જજે પ્રભાતે. જ પતિને ભોજન કરાવીને પછી ભોજન કરજે. પરદેશની વાટ છે, તકલીફો આવવાની, તેની ફરિયાદો કરીશ નહીં. એ હસતા મુખે તકલીફો સહન કરજે, ભાગ-૨ # ભવ ચોથો પ૩૩ For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભોજનવેળાએ કુમારને ચિંતા થાય, તેવી વાતો કરીશ નહીં. કોણ શત્રુ છે, કોણ મિત્ર છે - એનો ભેદ કરતાં શીખજે. શણગાર સજીને ઘરની બહાર નીકળીશ નહીં. ક અજાણ્યા પુરુષો સાથે દષ્ટિ મેળવીશ નહીં. નોકરો સાથે વધુ છૂટછાટ લઈશ નહીં. જ નોકરોને પેટ ભરીને ભોજન આપજે. નોકરો પ્રત્યે વાત્સલ્યભાવ રાખજે. - કુમારની તે તે કાળે જે આવશ્યકતાઓ હોય, તેનો ખ્યાલ રાખજે. રાત્રે સૂતાં પહેલાં કુમારના ચિત્તને આનંદિત કરજે. તને વધારે શું કહું? તું સ્વયં બુદ્ધિમાન છે. તમે જાઓ છો દૂર પ્રદેશમાં.... શી ખબર પુનઃ ક્યારે તમારું મિલન થશે...? છતાં કહું છું કે ધન ઓછુંવત્તું કમાઓ, ચિંતા ના કરશો. જલ્દી જલ્દી ઘેર આવી જજો. તમારાં બે વિના, અમારા બેનું જીવન કેવું નીરસ બની જશે? હું તો કલ્પના કરું છું. ને મારું હૃદય ફફડી ઊઠે છે. પ્રિયજનોનો વિરહ સહન કરવો ઘણો આકરો છે.. એમાંયે કુમાર તો મારો બીજો પ્રાણ છે. શ્રીદેવી રડી પડી. ત્યાં જ ધનકુમારે પ્રવેશ કર્યો.... મા, તું રડે છે? શું હું પાછો નહીં આવું ત્યાં સુધી રડયા કરીશ?' “વત્સ, શું કરું? માતૃહૃદય જ આવું હોય છે. એમાંય તું તો.. ઘણી ઘણી દેવપૂજા કર્યા પછી મળેલો છે. તારા માટે મેં શું શું નથી કર્યું બેટા?' વત્સ, પ્રયાણ પૂર્વે, નગરની બહાર જે ધનદેવ યક્ષરાજનું મંદિર છે, ત્યાં જઈને યક્ષરાજની ભાવપૂર્વક પૂજા કરી આવજે. તમે બંને જજો, પુત્ર, એ યક્ષરાજની પરમકૃપાનું ફળ તું છે! જ્યારે હું અને તારા પિતા.... નિરાશ થઈ ગયાં હતાં. પુત્રપ્રાપ્તિની આશા ક્ષીણ થઈ ગઈ હતી... ત્યારે આ યક્ષરાજના શરણે અમે ગયાં હતાં. એમની પૂજા કરી હતી, માનતા માની હતી... ત્યારે તું મારા ઉદરમાં અવતર્યો હતો. વત્સ, એ યક્ષરાજને તું તારા ચિત્તમાં રાખજે. પરદેશમાં જ્યારે પણ તને કોઈ સંકટ આવે, આપત્તિ આવે... ત્યારે તું આ યક્ષરાજને યાદ કરજે. તારા યોગક્ષેમની ચિંતા અમે તેમને સોંપી છે...” અવશ્ય, માતાજી! હું યક્ષરાજની મહાપૂજા કરી આવીશ.” : શ્રી સમરાદિત્ય મહાકથા 133 For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૭૫ શુભ દિવસે અને શુભ મુહૂર્તે ધનકુમારે, ધનશ્રી, નંદક અને વિશાળ સાથે સાથે સુશર્મનગરથી પ્રયાણ કરી દીધું. નગરના સીમાડા સુધી વૈશ્રમણ, શ્રીદેવી, પૂર્ણભદ્ર, ગોમતી... વગેરે વિદાય આપવા ગયાં. વિદાય આપીને પાછાં વળ્યાં. Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીદેવી અને વૈશ્રમણ હવેલીમાં પાછાં આવ્યાં... હવેલી સૂનીસૂની લાગી. વૈશ્રમણના મુખ ઉપર ઉદાસી તરી આવી હતી. શ્રીદેવીની આંખો ભીની થઈ ગઈ હતી. ‘હે નાથ, આપણે છતે પુત્ર પુત્ર વિનાનાં થઈ ગયાં...' ‘દેવી, એવું ના માનો. એમ માનો કે પુત્ર આપણી પાસે જ છે! એની પરદેશયાત્રા નિર્વિઘ્ન રહે, એવી પરમાત્માને પ્રાર્થના કરીએ. બાકી, આ તો સંસારનો ક્રમ છે. સ્વજન-રાગ જ મનુષ્યને દુઃખી કરે છે! હવે હું તો મારા વ્યવસાયમાં વ્યસ્ત થઈ જઈશ એટલે પુત્રવિરહનું દુઃખ મને બહુ નહીં સતાવે. તમે પરમાત્મભક્તિમાં અને પરોપકારનાં કાર્યોમાં તમારા ચિત્તને જોડો... આ બધાં મનનાં તરંગો છે... મનને બીજા વિષયમાં જોડી દેવાથી મન પ્રસન્ન રહેશે.’ 'આપની વાત સાવ સાચી છે. હું હવે વિશેષરૂપે પરમાત્માની ભક્તિ કરીશ. દિવસનો વધુ સમય ભક્તિભાવમાં પસાર કરીશ... રાત્રે તો આપનું સાન્નિધ્ય છે જ... ‘અને તમે કહેશો ત્યારે દિવસે પણ હું ઘેર જ રહીશ... તમે જાણો છો દેવી, કે આપણો વેપાર આપણા માણસો જ સંભાળે છે.... ધનકુમા૨નો સાર્થ ચાલતો રહ્યો, માર્ગમાં એને ક્યાંય પણ વિઘ્ન ના આવ્યું, ના કોઈ આપત્તિ આવી... ન કોઈનું મૃત્યુ થયું. ધનશ્રીએ પણ કુમાર સાથે સારો વ્યવહાર રાખ્યો. નંદકે ધનશ્રીને ચેતવણી આપી જ દીધી હતી : ‘મારાથી દૂર રહેજે. જો ભૂલેચૂકે પણ સાર્થના માણસોની નજરે ચઢી ગયાં... તો મોટો અપયશ થશે...' ધનશ્રી સમજી ગઈ હતી. ૫૩૪ બે મહિને સાર્થ તામ્રલિપ્તી નગરીએ પહોંચ્યો. ધનકુમાર નંદકની સાથે, ભેટલું લઈને રાજસભામાં ગયો. મહારાજા પ્રસેનજિતને પ્રણામ કરી પોતાનો પરિચય આપ્યો અને તામ્રલિપ્તીમાં આવવાનું પ્રયોજન બતાવ્યું. મહારાજાને ઉત્તમ રત્નોનું ભેટલું આપ્યું. મહારાજાએ કહ્યું : 'હે સાર્થવાહપુત્ર, તું મારા રાજ્યમાં સારી રીતે વેપાર કરી શકે છે. વેચવાનું વેચી શકે છે, લેવાનું લઈ શકે છે.' ધનકુમારે તામ્રલિપ્તીનું સારું ઘર લીધું. બજારમાં દુકાન ખરીદી લીધી, એવી ભાગ-૨ * ભવ ચોથો For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રીતે સાર્થમાં આવેલા લોકો પોતપોતાની રીતે ત્યાં ગોઠવાઈ ગયા. ધનકુમારનું કર્તવ્ય તાપ્રલિપ્તી સુધી સહુને પહોંચાડવાનું હતું, પાછા પહોંચાડવાનું નહીં. ધનકુમારે, સુશર્મનગરથી પ૦૦ બળદગાડાં ભરીને અને પોઠોમાં લાવેલો માલ વેચવા માંડ્યો. માલ માત્ર બે મહિનામાં વેચાઈ ગયો... પરંતુ જેટલો નફો જોઈએ તેટલો ના થયો. અલબત્ત, નદૂકની દૃષ્ટિએ ઘણો સારો નફો થયો હતો. ધનશ્રી પણ કહેતી હતી. “આટલો બધો નફો સુશર્મનગરમાં ના થઈ શકે. પરંતુ ધનકુમારે તો પોતાના ઘરમાં કરોડોની સંપત્તિ જોઈ હતી ને! એટલે, કરોડ-બે કરોડ સોનૈયા એને ઘણા ના લાગે! એને તો દસ-વીસ કરોડ કમાવા હતા. એ કુબેર ભંડારી જેવા વૈશ્રમણાનો પુત્ર હતો ને! એની અપેક્ષા ઘણી મોટી હતી. કારણ કે એને છૂટે હાથે દાન આપીને દીન-અનાથ જનોનો ઉદ્ધાર કરવો હતો. વૈશ્રમણ કરતાં પણ ઘણું વધારે દાન આપવું હતું! ધનકુમારે સર્વપ્રથમ નંદકને પૂછ્યું : “મિત્ર, મારી ઈચ્છા હજુ પણ ઘણું ધન કમાવવાની છે. આ સમુદ્રકિનારો છે. હું પ્રતિદિન સમુદ્રકિનારે જાઉં છું.... દેશવિદેશનાં ઘણાં વહાણો અહીં આવે છે ને જાય છે. આપણે સમુદ્રપારના દેશોમાં જઈને વેપાર કરીએ તો ધારણા કરતાંય વધારે ધન કમાઈ શકીએ... ફહે મિત્ર, તારી શું ઈચ્છા છે?' કુમાર, મારી કોઈ સ્વતંત્ર ઇચ્છા જ નથી. જે તારી ઇચ્છા, તે મારી ઇચ્છા ક્યારેક વિચાર આવે છે તો તારા પિતાજીનો અને માતાજીનો વિચાર આવે છે. આપણે જેટલા વહેલા આપણા નગરે પહોંચીએ... તેઓ રાજી થાય...” નંદક, હજુ તો ઘર છોડે ચાર મહિના થયા છે! માતા-પિતા જાણે છે કે પરદેશમાં એક-બે વર્ષ તો લાગે જ “તો પછી આપણે સમુદ્રપારના દેશોમાં જવાની તૈયારીઓ કરવી પડશે. બળદગાડીઓ વેચી નાખવી પડશે, પોઠો પણ વેચી નાખવી પડશે... સૈનિકોના અશ્વો પણ વેચી નાખવા પડશે. સૈનિકોને તો સાથે રાખવા જ પડશે.' “નંદક, જે વેચવાનું છે તે વેચી નાખીએ. અને જે માલ અહીંથી લેવાનો છે તે ખરીદી લઈએ. એક મોટું વહાણ ખરીદી લઈએ... મેં સમુદ્રકિનારે ત્રણ-ચાર મોટાં ને મજબૂત વહાણો જોયાં છે...' તો પછી કામ શરૂ કરીએ?' નંદકે પૂછ્યું. ધનકુમારે કંઈક વિચારીને કહ્યું : નંદક, આપણે ધનશ્રીને પણ પૂછી લઈએ, દરિયાપારના દેશોમાં આવવાની એની ઈચ્છા છે કે કેમ – એ જાણી લેવું જોઈએ. જેથી એનું મન પણ પ્રસન્ન રહે.” ધનશ્રીને ધનકુમારે પૂછયું, ધનશ્રીએ કહ્યું : “આપને જે પ્રિય હોય તે કરો. હું એમાં રાજી જ છું...!” શ્રી સમરાદિત્ય મહાકથા પ૩પ For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધનકુમા૨નો ઉત્સાહ વધી ગયો. એણે તૈયારીઓ આરંભી દીધી. ધનકુમારને તામ્રલિપ્તીનો સમુદ્રતટ ખૂબ ગમતો હતો. ક્યારેક તે એકલો વહેલી સવારે ફરવા જતો, ક્યારેક ધનશ્રી સાથે જતો તો ક્યારેક નંદકની સાથે જતો. એવી રીતે સંધ્યાસમયે જો વેપારનું કામકાજ ના હોય તો, તે સમુદ્રકિનારે પરિભ્રમણ કરતો રહેતો. એક દિવસ પ્રભાતસમયે સમુદ્રસ્નાન કરવા માટે તે નંદક સાથે જતો હતો, ત્યાં અચાનક તેણે રાજમાર્ગની એક ગલીમાં લોકોનો કોલાહલ સાંભળ્યો. તે ઊભો રહી ગયો. ત્યાં એક યુવાન દોડતો... તેની પાસે આવીને, પગમાં પડી ગયો... ‘મને બચાવો...’ કહીને કરગરવા લાગ્યો. પેલું માણસોનું ટોળું ગલીમાં ઊભું હતું. યુવાનના શરીર પર માત્ર લાજ ઢાંકવા પૂરતો જૂના... ગંદા કપડાનો ટુકડો વીંટાળેલો હતો. હાથ ઉપર અને છાતી પર તીક્ષ્ણ નખના ઉઝરડા પડેલા હતા. બે હાથની હથેળીઓ સફેદ દેખાતી હતી. પાન ખાવાથી એના હોઠ લાલ થયેલા હતા... કરમાઈ ગયેલાં ફૂલોની એક માળા... જેમ તેમ મસ્તકે વીંટાળેલી હતી. તે ભયભીત હતો, ધનકુમારે પૂછ્યું : ‘તને કોનો ભય છે?’ ‘હે આર્ય! પેલું જે માણસોનું ટોળું ઊભું છે, એ બધા જુગારી છે, તેમનાથી મને બચાવો...' ‘યુવાન, તું શાન્ત થા. ચિંતા ના કર. સ્વસ્થ બનીને કહે કે એ જુગારીઓ શા માટે તને સતાવે છે?’ ‘હે શ્રેષ્ઠ પુરુષ, મારું દુર્ભાગ્ય ઉદયમાં આવ્યું છે. હું શું કહું? કારણ બતાવવા મારી જીભ ઊપડતી નથી.... ધનકુમારને આગંતુક યુવાનની મુખાકૃતિ. એની વાણી... ઉત્તમ કુળના માણસ જેવી લાગી... ધનકુમારે કહ્યું : ‘મિત્ર, હવે તું ચિંતા છોડી દે. કયા મનુષ્યને જીવનમાં સુખ-દુઃખ નથી આવતાં? સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ... આ ચક્ર ચાલ્યા જ કરે છે. માટે તારા ભયનું, ઉપદ્રવનું જે કારણ હોય તે કહી દે.' યુવાનને આશ્વાસન મળતાં... તેની આંખોમાંથી આંસુ પડવા લાગ્યાં. તેનો સ્વર ગદ્ગદ થઈ ગયો... તેનું હૃદય પશ્ચાત્તાપથી બળવા લાગ્યું. તેણે ધનકુમા૨નાં બે ચરણ પકડીને કહ્યું : હે આર્યશ્રેષ્ઠ, હું કુલાંગાર છું... મેં મારા વર્તમાન જીવનને વેડફી નાખ્યું છે... પરલોકને બગાડી નાખ્યો છે... હું નિન્દિત છું. વિષવૃક્ષના ફળ જેવો છું... સજ્જનો મારાથી સો હાથ દૂર રહે છે... હું આર્ય, હું કુસુમપુરનો નિવાસી છું. મારું નામ મહેશ્વરદત્ત છે. હું જુગારની લતે ચઢી ગયો છું. પરિણામે મારી આ અવદશા થઈ છે...' ૫૩૬ ભાગ-૨ * ભવ ચોથો For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધનકુમારને આશ્ચર્ય થયું. ‘આ જુગારી છે... છતાં કેવો વિવેકી છે! તે સમજે છે કે તેણે જુગાર રમવાનું ખોટું કામ કર્યું છે. ખાનદાન ઘરનો લાગે છે...” ધનકુમારને એ યુવક પ્રત્યે સદૂભાવ જાગ્યો. “મારે આને આપત્તિમાંથી ઉગારી લેવો જોઈએ.' હે યુવાન, હું તારું શું પ્રિય કરું? નિશ્ચિત બનીને કહે.' યુવાનનું મુખ સુકાતું હતું. એની આંખો ચકળવકળ થતી હતી. ખૂબ ધીમા સ્વરે એ કંઈક બોલ્યો.. વળી મૌન થઈ ગયો.. ધનકુમાર યુવાનની દુવિધા સમજી ગયો. “આ યુવાન જરૂર જુગારમાં પૈસા હારી ગયો છે. એની ઉત્તમતા એને બોલવા રોકે છે. કે “હું આટલું ધન હારી ગયો છું.' વાંધો નહીં, મારે એના મુખે બોલાવવું પણ નથી... “એ મારી પાસે આજીજી નહીં કરી શકે. ભલે, એ મારા શરણે આવ્યો છે. તો મારે એને શરણ આપવું જ જોઈએ.” ધનકુમારે નંદકને કહ્યું : “નંદક, તું પેલા જુગારીઓ પાસે જા, અને એમને પૂછ કે આ યુવાને તમારો શો ગુનો કર્યો છે.” નંદકને લાગ્યું કે, “ધનકુમાર શા માટે આવા જુગારીને સહાય કરવા તૈયાર થયો છે? પરંતુ.. આ તો એનો સ્વભાવ છે...”એમ મનનું સમાધાન કરી, એ જુગારીઓ પાસે ગયો... તેમને પૂછ્યું : ભાઈઓ, પેલા યુવાને તમારો શો અપરાધ કર્યો છે?” તે જુગારમાં ૧૬ સોનામહોરો હારી ગયો. સોનામહોરો આપ્યા વિના ભાગી ગયો છે... અમે એને નહીં છોડીએ...' નંદકે આવીને ધનકુમારને વાત કરી. ધનકુમારે કહ્યું : “તું જા અને એ લોકોને ૧૬ સોનામહોર આપી દે.' જુગારીઓને ૧૬ સોનામહોરો મળી ગઈ એટલે તેઓ તેમના રસ્તે પડી ગયા. ધનકુમાર મહેશ્વરદતને કહ્યું : “યુવાન, ઊભો થા. શોક છોડી દે. તે યુવાન પુરુષ છે, તારાથી શોક ના કરાય. શોક તો સ્ત્રીઓ કરે! ચાલ મારી સાથે, પહેલા સ્નાન કરી લે.' ધનકુમાર યુવાનને પોતાની સાથે લઈ ગયો, પોતાના ઘરે. તેણે સમુદ્રનાન કરવાનું મુલત્વી રાખ્યું. યુવાને સ્નાન કર્યું. કુમારે તેને વસ્ત્રો આપ્યાં, તેણે એ સુંદર વસ્ત્ર પહેરી લીધાં. કુમાર અને નંદક પણ સ્નાનાદિથી પરવાર્યા. કુમારે યુવાનને કહ્યું : “હવે આપણે સાથે ભોજન કરીશું.” ભોજન કર્યું. નંદક ત્યાંથી પોતાના કામે ચાલ્યો ગયો. કુમારે વિચાર્યું : “હવે આ યુવાન કેવો તેજસ્વી લાગે છે! ખાનદાન તો છે જ... બિચારો પાપકર્મોના ઉદયથી જુગારના રવાડે ચઢી ગયો લાગે છે. હવે હું એને એટલું ધન આપું કે એને જુગાર રમવો જ ના પડે.” તેણે યુવાનને કહ્યું : શ્રી સમરાદિત્ય મહાકથા પs. For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘ભાઈ, મને તારા પર વિશ્વાસ થયો છે કે તે સજ્જન છે. તારે હવે જુગાર રમવાની જરૂર નથી. મારી પાસે ઘણું ધન છે. તારે જોઈએ તેટલું ધન તને આપું.. તું વેપાર કર... અને સુખી થા. પરંતુ જુગાર ના રમીશ. જોકે તને પણ જુગાર નથી જ ગમતો. તું સમજે છે કે જુગારથી આ જીવન બગડે છે, પરલોક પણ બગડે છે.. પછી શા માટે રમવો જુગાર? કદાચ તારી પાસે ધન નહીં હોય, અથવા ખૂબ ધન કમાઈ લેવું હશે, માટે તું જુગાર રમતો હશે... પરંતુ ધન હું તને આપું છું. વેપાર કિરવા જેટલું જોઈએ તેટલું આપું છું...” મહેશ્વરદત્ત, ધનકુમારની અકારણ કરુણાથી ગદ્દગદ થઈ ગયો. તે વિચારવા. લાગ્યો : “આ ઉપકારી પુરુષ, મારી જ ઉંમરનો યુવાન છે. મને ઓળખતો નથી.... કોઈ પૂર્વપરિચય નથી... છતાં મારી સાથે કેવો ભદ્ર વ્યવહાર કર્યો? નહીંતર આ દુનિયામાં સજ્જન પુરુષો મોટા ભાગે જુગારીને પાપી કહીને ધિક્કારે છે, તિરસ્કારે છે... અને એનાથી દૂર રહે છે. સગાં માતા-પિતા પણ જુગારી પુત્રને ઘરમાંથી બહાર કાઢી મૂકે છે. ત્યારે આ મહાનુભાવે ના મને ધિક્કાર્યો.. ના મારો તિરસ્કાર કર્યો.... ના મારી ભર્જના કરી... મને એણે શરણ આપ્યું. સોળ સોનામહોરોનું મારું દેવું ચૂકવી દઈને મને નિર્ભય કર્યો. જુગારીઓના જુલમમાંથી મને બચાવ્યો.. નહીંતર એ જુગારીઓ આજે મને મારી નાખત. હું સોળ સોનામહોરો તો નહીં, એક સોનામહોર પણ આપી ના શકત. ત્યારે મારું શું થાત? ઘોર દુર્ભાગ્યના અંધકારમાં. આ તેજસ્વી તારો મને દેખાઈ ગયો... ને હું એ દુષ્ટોના ટોળામાંથી છટકીને આના શરણે આવી ગયો... એણે મને બચાવ્યો. નેહ આપ્યો.... પહેરવા વસ્ત્રો આપ્યાં, ખાવા માટે ભોજન આપ્યું. અને હવે વેપાર કરવા જોઈએ એટલું ધન આપવા તૈયાર થયો છે! ધન્ય છે આ મહાનુભાવને.” પરંતુ મારે એનું ધન ના લેવું જોઈએ. એ આપે, તેની મહાનતા કહેવાય, હું લઉં તો મારી અધમતા કહેવાય, એના ઉપકારોના ભાર નીચે મારે દબાઈ જવું નથી. ભલે હું પરોપકાર નથી કરી શકતો... પરંતુ કરણાભર્યા હૃદયનો ભાર પણ મારાથી વહન નહીં થઈ શકે... હવે મારે મારા જીવનનો માર્ગ બદલવો છે. કોઈની દયા પર નથી જીવવું. હું મારા ઉત્તમ કુળને ઉચિત અર્થપુરુષાર્થ કરીશ.' તેણે ધનકુમારને કહ્યું : “હે આર્યપુરુષ, ખરેખર આજે હું ધન્ય બન્યો. આપના જેવા ઉત્તમ પુરુષનો મને પરિચય થયો. આજથી, આપની પ્રેરણા મુજબ હું સર્વ નિદિત કાર્યોનો ત્યાગ કરું છું. હું પુરુષોના માર્ગે ચાલીશ. મારી દરિદ્રતા પણ દૂર થશે. આપે મારા ઉપર ઘણા ઉપકાર કર્યા. હવે મારે દ્રવ્યની જરૂર નથી. હું જાઉં છું.. ક્યારેક ક્યાંક મળી જઈશ...” એમ કહીને મહેશ્વરદત્ત, કુમારને પ્રણામ કરી ચાલ્યો ગયો. 0 0 0 પ3 ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહેશ્વરદત્ત સમુદ્રકિનારા પર પહોંચ્યો. મધ્યાહ્નકાળ હતો. જેમાં સમુદ્ર ખળભળતો હતો તેમ તેનું ચિત્ત પણ ખળભળી ઊઠ્યું હતું. તેના મનમાં પ્રશ્ન ઊઠ્યો : “હવે હું શું કરું?” ક ધન કમાવા માટે સમુદ્રપારના દેશમાં ચાલ્યો જાઉં? ધન તો મારે કમાવું જ પડશે. ધન વિનાનો પુરુષ, પુરુષ નથી, નપુંસક છે. મનુષ્યના જીવનમાં દરિદ્રતા જેવું બીજું કોઈ દુઃખ નથી.. આ દુનિયામાં દરિદ્ર મનુષ્ય માટે જગ્યા નથી. દરિદ્રનો અપયશ થાય છે, દરિદ્રતા જેવું બીજું કોઈ દુ:ખ નથી... આ દુનિયામાં દરિદ્રની નિંદા થાય છે. દરિદ્રની અવહેલના થાય છે. દરિદ્ર મનુષ્ય સજ્જનોની સાથે બેસી શકતો નથી અને દરિદ્ર પરોપકાર પણ કરી શકતો નથી... ધિક્કારપાત્ર છે દરિદ્રતા... છે પરંતુ માની લઉં કે મેં અર્થપુરુષાર્થ કર્યો, મજૂરી કરી, મહેનત કરી.. હું ખૂબ ધન કમાયો... મને યશ મળશે, કીર્તિ મળશે.. બધું બરાબર, પરંતુ છેવટે શું? બધું જ ધન છોડીને મહાકાળના કોળિયા બની જવાનું ને? ઘોર પરિશ્રમ કરીને, અનેક કષ્ટ સહન કરીને.. કમાવેલું ધન.. બીજાઓ માટે મૂકીને મરી જવાનું? જો આ જ જીવનની નિયતિ છે, તો પછી મારે અર્થપુરુષાર્થ નથી કરવો...” તે દૂર દૂર પથરાયેલા મહાસાગરને જોઈ રહ્યો. કિનારે કિનારે ચાલવા લાગ્યો... એ જ પ્રશ્ન સામે આવીને ઊભો – “હવે હું શું કરું? અર્થપુરુષાર્થ નથી કરવો... એ નિશ્ચિત છે. ધર્મપુરુષાર્થ કરું તો? » ધર્મપુરુષાર્થથી આ વર્તમાન જીવનનાં પાપો નાશ પામશે અને પરલોક ઊજળો બની જશે. મારા ઉપકારી સાર્થવાહપુત્રની ભાવના પણ સફળ થશે. મારા કુળને લાગેલું કલંક ધોવાઈ જશે. મેં ઘણાં મહાત્માઓના મુખે સાંભળેલું છે કે મનુષ્યજીવન દુર્લભ છે.. એમાં ધર્મપુરુષાર્થ કરી લેવો દુર્લભ છે! આમેય, મેં સંસારમાં ઘણાં વૈષયિક સુખો ભોગવ્યાં છે. અને દારુણ દુઃખો પણ સહન કર્યા છે. મને હવે એ સુખોના કોઈ કોડ નથી, મનોરથ નથી... સંસારનો જ ત્યાગ કરી દઉં! સંન્યાસ ગ્રહણ કરી લઉં! પણ મને કોણ સંન્યાસ દીક્ષા આપશે? મારી અપકીર્તિ એટલી ફેલાણી છે કે કોઈ મહાત્મા મને એમની પાસે ઊભી પણ નહીં રાખે!' તે ગંભીર વિચારમાં ડૂબી ગયો. ત્યાં તેને પોતાના પિતાના મિત્ર યોગીશ્વર સ્મૃતિમાં આવી ગયા.. “હું યોગીશ્વર પાસે જાઉં. એ સમુદ્રના એક કિનારા પર આશ્રમમાં રહે છે. તેઓ કાપાલિક છે... ગમે તે હોય, હું તેમની પાસે જઈ દીક્ષા લઈશ... અને ધર્મપુરુષાર્થ કરીશ!' મહેશ્વરદત્ત યોગીશ્વર કાપાલિક પાસે જવા પ્રયાણ કરી દીધું. * * * શ્રી સમરાદિત્ય મહાકથા પc For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નંદક...” ધનશ્રી!” એક વાત કરવી છે, અતિ ગુપ્ત...!” કર, અત્યારે આપણે બે જ છીએ.” નંદક, આપણે સમુદ્રપારના દેશોમાં નથી જવું...” એટલે? તું અને હું – આપણે બે અહીંથી જ દૂર પ્રદેશમાં ભાગી જઈએ.. જેટલું જોઈએ એટલું ધન અહીંથી લઈ લઈએ...' “પછી?” પછી આપણે બે સ્વર્ગસદશ વૈષયિક સુખો ભોગવીશું... આપણા બેનો અવિહડ પ્રેમ છે... નિરંતર પ્રેમસાગરમાં તરતાં રહીશું. ડૂબકીઓ મારીશું.... અને મસ્ત બનીને જીવન જીવીશું.” ધનકુમારનું શું?' એ ગમે તે કરે... જ્યાં જવું હોય ત્યાં જાય... એની ચિંતા તારે-મારે કરવાની જરૂર નથી. અથવા તો કોઈ યુક્તિ કરીને એને મારી જ નાખીએ... કે જેથી ભવિષ્યમાં આપણને એનો ભય જ ના રહે.ધનશ્રીની ક્રુરતાભરી વાત સાંભળીને નંદક પૂજી ગયો. નંદકે કોઈ પ્રત્યુત્તર ના આપ્યો એટલે ધનશ્રી બોલી : કેમ બોલતો નથી નંદક? ગભરાઈ ગયો? હિંમત નથી તારામાં? કોઈ વાંધો નહીં, તે નહીં મારી શકે તો હું મારીશ.... પછી તો તને વાંધો નથી ને?' મોટો વાંધો છે. હું તો સ્વામી-વધનું ઘોર પાપ ન જ કરું. તને પણ નહીં કરવા દઉં. ધનશ્રી, તારે આવી ભૂલ ક્યારેય કરવી નહીં. તારા મનમાંથી પણ આ વિચાર કાઢી નાખ, ધનકુમાર ભલે તને ગમતો નથી, પરંતુ કુમાર જેવો પતિ તને આ દુનિયામાં બીજો નહીં જડે. એ ગુણવાન છે, રૂપવાન છે, પ્રેમાળ અને ઉદાર છે! આટલા બધા ગુણો એક માણસમાં તેં ક્યાંય જોયા છે ખરા? વળી, એણે ક્યારેય તારું અપ્રિય કર્યું છે ખરું? તને હંમેશા પ્રેમ આપ્યો છે, પૈસા આપ્યા છે... બધી જ સુવિધાઓ આપી છે. શું નથી આપ્યું? તને શા માટે કુમાર નથી ગમત, એ મને પ80. ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમજાતું નથી. શા માટે એના પ્રત્યે આટલી ક્રૂરતાથી તું વિચારે છે? આટલો બધો વેરભાવ શા માટે? તું સમજી જા. ખોટા વિચારોને બહાર ફેંકી દે. તારે સમુદ્રપારના દેશોમાં ના આવવું હોય અને સુશર્મનગર પાછાં જવું હોય તો તને બધી સગવડતા કરી આપું. એક વાત મારી તારે સમજી જ રાખવાની કે મને કુમાર પ્રત્યે પ્રેમ છે, સભાવ છે, અને મારી વફાદારી છે... તારા પ્રત્યે પણ મને પ્રેમ છે, છતાં તારા ખોટા કામમાં હું તને સાથ નહીં જ આપું.” નંદકે ખૂબ સ્પષ્ટ શબ્દોમાં ધનશ્રીને કહી દીધું. ધનશ્રી ગંભીર થઈ ગઈ. તે ઊભી થઈ ખંડમાં આંટા મારવા લાગી... થોડી ક્ષણો પસાર થઈ ગઈ. તેના મોઢાની રેખાઓ તંગ થઈ ગઈ. તેનું ગોરું મુખ લાલ થઈ ગયું. તેણે નંદકની સામે જોયું. અને સત્તાવાહી સૂરમાં બોલી : “નંદક, તારે મને શિખામણ આપવાની જરૂર નથી. તું ચાલ્યો જા, તારું કામ કર. હવે આ વિષયમાં હું તારી સાથે વાત કરવા નથી માગતી.” નંદકે કોઈ જવાબ ના આપ્યો. તે ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો. પરંતુ એના ચિત્તમાં ચિંતા, ભય અને અકળામણ લઈને તે ગયો. તે સીધો દુકાન પર ગયો. જો ધનકુમાર સમુદ્રકિનારે ના ગયો હોત તો નંદક સમુદ્રકિનારે જ જાત. તેનું મન ધૂંધવાઈ ગયું હતું. “આ દુષ્ટ સ્ત્રી ક્યારે શું કરે... કંઈ કહેવાય નહીં... અને આવી વાત મારાથી ધનકુમારને કહેવાય પણ નહીં. કદાચ એ માને પણ નહીં.. અને માની લે તો ધનશ્રી સાથે વાત કર્યા વિના ના રહે. ઘનશ્રી સમજી જાય કે “આ વાત નંદકે જ કુમારને કહી દીધી છે,” એટલે એ મારા પ્રત્યે શત્રુતા રાખે.. મારી વિરુદ્ધ કુમારને ભડકાવે...કુમાર તો માને જ નહીં, પરંતુ ઘનશ્રી પોતે કાતિલ બની જાય.... ના, ના પરદેશમાં આવો ગૃહફ્લેશ વિનાશ નોતરે. મારે કુમારને કોઈ વાત કહેવી નથી. બસ, એટલી સાવધાની રાખીશ કે ધનશ્રી કુમારને ઈજા ના પહોંચાડે. ધનશ્રીને કે ધનકુમારને ખ્યાલ ના આવે એ રીતે અંગરક્ષક સૈનિકો ગોઠવી દઉં.. મારે શ્રેષ્ઠીપુત્રની રક્ષા કરવી જ પડશે. એ મારો મિત્ર છે, એવી રીતે મારો સ્વામી પણ છે. એના ઉપકારનો બદલો વાળી શકાય એમ નથી. એ કેટલો સરળ ને નિખાલસ છે! પાર વિનાની સંપત્તિનો માલિક હોવા છતાં એનામાં જરાય અભિમાન નથી! એણે ક્યારેય મને એનો નોકર નથી માન્યો, દાસીપુત્ર નથી માન્યો.. સગા ભાઈ જેટલું હેત વરસાવ્યું છે. એવા કુમારને મારી નાખવાની વાત પણ હું કેમ સાંભળી શકું? એ પણ એની પત્નીના મુખે? એ ખરેખર નાગણ છે. એક વાર ભલે મને ડસી ગઈ. પરંતુ હવે મારે એનાથી દૂર જ રહેવું પડશે.” શ્રી સમરાદિત્ય મહાકથા પ For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નંદક ઊંડા વિચારોમાં ગરકાવ હતો, ત્યાં ધનકુમાર સીધો દુકાને જ જઈ ચડ્યો... તેણે નંદકને ચિંતાતુર જોયો. પૂછ્યું : “નંદક, કંઈ મોટી ચિંતા થઈ પડી છે કે શું?” નંદક ઝબકીને જાગ્યો! તે ગાદી પરથી ઊભો થઈ ગયો... ને કુમારને ભેટી પડ્યો... કુમાર તારા જેવો સમર્થ સ્વામી મારા માથે હોય, પછી ચિંતા શાની? આ તો સમુદ્રયાત્રાની બધી તૈયારીઓ અંગે વિચારતો હતો. કુમાર, વહાણ કાલે સવારે આપણને મળી જશે ને?” “હું અત્યારે વહાણ જોઈને જ આવ્યો. ખૂબ મજબૂત છે. તોફાની સમુદ્રમાં. આકાશમાં ઊછળીને નીચે પટકાય તો પણ વાંધો આવે નહીં – એવું મજબૂત છે. કાલે સવારથી માલ ભરવાનું કામ શરૂ કરાવી દેજે. બે-ચાર દિવસમાં વહાણ ભરાઈ જાય એટલે પ્રયાણ કરીએ...” નંદક ધનકુમારના નિર્મળ-પ્રશાન્ત... અને હસમુખ ચહેરાને જોતો રહ્યો. આજે નંદક પોતની જાતને ખૂબ હળવી અનુભવતો હતો. તેના હૃદયમાં કુમાર પ્રત્યે અત્યંત સ્નેહ અને સહાનુભૂતિ ઊભરાતી હતી. ૦ ૦ ૦ ધનશ્રી! નંદકના ગયા પછી ધનશ્રી કાળી નાગણની જેમ ફુકારવા લાગી. કાયર... શક્તિ વિનાનો.. બાયલો... મોટો સ્વામીભક્ત હોવાની બડાશો મારે છે... મને વળગી પડતો ત્યારે એની સ્વામીભક્તિ ક્યાં જતી રહી હતી? સપનાં તો મને મોટાં મોટાં દેખાડતો હતો....હવે જ્યારે આ પરદેશમાં સરસ તક મળી, ભાગી છૂટવાની... ત્યારે આદર્શની વાતો કરવા બેઠો. આવા માણસથી મારું કામ નહીં થઈ શકે. હવે મારી રીતે જ ઉપાય કરવો પડશે. ધનકુમારને જીવતો રહેવા દેવાય જ નહીં. હવે માત્ર બે જ દિવસ મારા હાથમાં છે. જે-તે કામ બે દિવસમાં પતાવવું જોઈએ.” આખી રાત આવા જ દુષ્ટ વિચારોમાં પસાર કરી. પ્રભાતે સ્નાનાદિ કૃત્યોથી પરવારી, એ મકાનના બાહ્ય પરિસરમાં એક પાટ પર બેઠી. રાજમાર્ગ પરની અવર-જવર જોઈ રહી હતી. દિવસનો બીજો પ્રહર શરૂ થઈ ગયો હતો. ત્યાં રાજમાર્ગ પરથી એક સંન્યાસિની ધીમે પગલે પસાર થઈ રહી હતી. તેણે શરીર પર એક જ અખંડ કાળું વસ્ત્ર લપેટેલું હતું. કપાળમાં લાલ રંગનું મોટું તિલક કરેલું હતું. મસ્તકે લાંબા વાળની જટા બાંધીને તેના પર કરેણનાં પુષ્પોની માળા બાંધેલી હતી. તેની આંખો મોટી હતી. આંખોમાં રતાશ હતી. તેનું શરીર થોડું સ્થળ હતું. એક હાથમાં તુંબડાનું ભિક્ષાપાત્ર હતું. બીજા હાથમાં નાનો હાડકાનો દંડ હતો. પર ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધનશ્રી એને જોઈ રહી હતી. સંન્યાસિનીએ ધનશ્રીને જોઈ. બે સ્ત્રીઓની દષ્ટિ મળી. સંન્યાસિની ક્ષણ વાર ઊભી રહી... પછી ધનશ્રીના ઘર તરફ આવવા લાગી. ઘનશ્રીને કુતૂહલ થયું. “આ સ્ત્રી વિના બોલાવ્યું કે અહીં આવી રહી હશે? હા, એને ભિક્ષા જોઈતી હશે...' સંન્યાસિની ઘનશ્રીની સામે આવીને ઊભી રહી. ધનશ્રીએ પૂછયું : “તારે ભિક્ષા જોઈએ કે? હા દેવી...” ઘનશ્રીએ ભિક્ષાપાત્ર ભરી દીધું. સંન્યાસિનીએ પૂછયું : “દેવી, કોઈ ચિંતા છે કે?' ધનશ્રી સાવધાન થઈ ગઈ. હવે તેણે સંન્યાસિનીને જુદા રૂપે જોઈ. “આ કોઈ સામાન્ય જોગણ નથી દેખાતી. એણે મારા મનની મૂંઝવણ જાણી લીધી લાગે છે... આવી જોગણો કામણ, વશીકરણ, મારણ વગેરેના મંત્ર, તંત્ર, ઔષધ વગેરે જાણતી હોય છે. લાવ, એને જ પ્રયોગ અંગે પૂછું.” હે જોગણ, આ દુનિયામાં ચિંતા કોને નથી હોતી? સહુ મનુષ્યોને ચિંતા હોય છે. ચિંતાને દૂર કરનારા પ્રયોગો તારી પાસે હોય તો કહે. હું તારું પ્રિય કરીશ.' દેવી, તારે જે જોઈએ તે કહે. મારાપ્રયોગ છે, વશીકરણ પ્રયોગ છે, ઉચ્ચાટન પ્રયોગ છે... ઘણા પ્રયોગો છે.” મારે એવો પ્રયોગ જોઈએ કે માણસ તત્કાલ ના મરે, પણ ધીરે ધીરે રિબાઈને મરે!' છે દેવી, જો તું કહે તો એ “કામણ-યોગ' તને હું હમણાં જ શીખવી દઉં..” ધનશ્રીએ હા પાડી. જોગણે એને કામણ-યોગ શિખવાડી દીધો. ધનશ્રી પ્રસન્ન થઈ ગઈ. તેણે જોગણને પાંચ સોનામહોર્રી આપી. જોગણ પણ ખૂબ રાજી થઈને ગઈ. ધનશ્રી ઘરમાં એકલી એકલી નાચવા લાગી. તેનું મન પણ હળવું ફૂલ જેવું બની ગયું. જે ઉપાય એ શોધતી હતી, એ ઉપાય એને સહજતાથી મળી ગયો. ઘેર બેઠાં મળી ગયો! પાપકાર્યની સિદ્ધિમાં આ રીતે ક્યારેક પણ સહાયક બની જાય છે. પુણ્યના સહકાર વિના પાપકાર્યોમાં સફળતા મળતી જ નથી. કોઈ પણ કાર્યની સિદ્ધિમાં પુણ્યોદય અપેક્ષિત હોય છે. ઘનશ્રી વિચારે છે : “હવે હું ગમે ત્યારે કુમાર પર આ પ્રયોગ કરી શકીશ. પરંતુ આજકાલમાં પ્રયોગ નથી કરવો. જો આજકાલમાં પ્રયોગ કરીશ તો નંદક જાણી જશે કે “આ કામ મેં જ કર્યું છે. અને એ શેઠનો વફાદર નોકર, મારી અપકીર્તિ કરશે... મને ઉપદ્રવ કરશે. ના, ના, હું સમુદ્રયાત્રા શરૂ થયા પછી જ આ પ્રયોગ કરીશ... શ્રી સમરાદિત્ય મહાકથા પB8 For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભલે મહિનો-પંદર દિવસ એ રિબાત... રિબાઈ રિબાઈને મરશે.. અને એ મરશે ત્યારે જ મારા મનને શાંતિ થશે.” મધ્યાહુનકાળે ઘનકુમાર અને નંદક ભોજન માટે ઘેર આવ્યા. ધનશ્રીએ કુમારનું સ્વાગત કરી, સ્નેહ પ્રદર્શિત કર્યો. બંનેને સારી રીતે ભોજન કરાવ્યું. ધનકુમારે ધનશ્રીને કહ્યું : “દેવી, આજે વહાણ માલસામાનથી ભરાઈ જશે. દિવસના ચોથા પ્રહરમાં તું આવીને વહાણમાં જોઈ લે. તારી બધી ગોઠવણ કરી છે. તો આવતી કાલે પ્રભાતે જ આપણે અહીંથી પ્રયાણ કરી દઈએ.' ધનશ્રીએ કહ્યું : “નાથ, અવશ્ય હું ચોથા પ્રહરમાં આપની સાથે વહાણ પર આવીશ અને આપણી બધી સગવડતાઓ જોઈ લઈશ. આપ નિશ્ચિત રહો.” ધનશ્રીની વાત કરવાની રીત જોઈને, તેના હાવભાવ જોઈને નંદકને આશ્ચર્ય થયું.. “આવું સારું પરિવર્તન આ સ્ત્રીમાં કેવી રીતે આવી ગયું? શું કોઈ મહાત્માનો ઉપદેશ મળ્યો હશે? કે ગઈ કાલે મેં કહેલી વાતો વાગોળી હશે? પરિવર્તન સારું આવ્યું છે. પરંતુ..* નંદક શંકા કરી બેઠો. “શું આ સ્ત્રીચરિત્ર તો નહીં હોય? એ બોલે કંઈ અને કરે જુદું જ! એના મનમાં ત્રીજી વાત હોય... મારે ભરમાઈ જવાની જરૂર નથી. સાવધાન રહેવું જ પડશે.. આ સ્ત્રી ઉપર વિશ્વાસ તો ન જ કરી શકાય.” | 0 ૦ 0. દિવસનો ત્રીજો પ્રહર પૂરો થયો. ઘોડાગાડીમાં બેસીને ધનશ્રી, ધનકુમાર અને નંદક સમુદ્રકિનારે જવા નીકળ્યાં. કિનારો બહુ દૂર ન હતો. અર્ધ ઘટિકામાં તેઓ કિનારે પહોંચી ગયા. કિનારા પર એક નાની નાવ હતી. ત્રણે જણાં નાવમાં બેસી ગયાં. નાવિકે ધનકુમારના “વૈશ્રમણ' વહાણ તરફ નાવને હંકારવા કહ્યું. થોડી જ વારમાં નાવ વહાણ પાસે પહોંચી ગઈ. પહેલાં ધનશ્રીને વહાણ પર ચઢાવીને પછી ધનકુમાર ચઢી ગયો. અને પાછળથી નંદક ચઢી ગયો. લગભગ ૧૦૦ વાર લાબું અને ૧૦ વાર પહોળું આ વહાણ હતું. નીચેના ભાગમાં પાછળ અને આગળ થઈને ૬ ભંડાકિયાં હતાં. તે બધાં જ ભંડાકિયાંમાં માલસામાન ભરેલો હતો. તેના ઉપરના ભાગમાં, આગળ ત્રણ ઓરડા હતા અને પાછળ ત્રણ ઓરડા હતા. આગળનો એક ઓરડો વહાણના કપ્તાન અને એના સાથીઓ માટે હતો. બીજો ઓરડો રક્ષક-સૈનિકોના એક વિભાગ માટે હતો. ત્રીજો ઓરડો રસોડા માટે ને ભોજન માટે હતો. પાછળના ત્રણ ઓરડામાં પહેલો ઓરડો ધનશ્રી અને ધનકુમાર માટે હતો. બીજો ઓરડો નંદક માટે હતો. ત્રીજો ઓરડો ૫૪૪ ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખાસ રક્ષક-સૈનિકો માટે હતો. ધનશ્રીએ પોતાના ઓરડામાં જ પોતાનું રસોડું બનાવવાનું નક્કી કર્યું. “આપણે ત્રણ અહીં જમીશું.” એ જ ઓરડાની જમણી બાજુએ દરવાજો હતો. તે દરવાજા પાસે નિસરણી હતી. તે નિસરણીથી નીચે ઊતરો એટલે ત્યાં શમિયાણા જેવો તૂતક હતો, તૂતકના એક ખૂણામાં નાનો ઓરડો હતો, જે “મળવિસર્જન'ના ઉપયોગ માટે હતો, ખાસ ધનશ્રી-ધનકુમાર માટે. તૂતકની મધ્યમાં બેસવા માટે ગોળાકારે આરામદાયી આસનો ગોઠવેલાં હતાં. જ્યાં પ્રભાતે અને સંધ્યાસમયે ધનકુમાર વગેરે સહુ બેસીને સમુદ્રદર્શનનો આનંદ મેળવી શકે. ત્રણેએ જહાજ બરાબર જોઈ લીધું. ધનકુમારે ધનશ્રીને પૂછયું : “દેવી, જહાજ કેવું લાગ્યું!” “ઘણું સારું!' તો કાલે પ્રયાણ કરીએ ને!' જેવી આપની ઈચ્છા.' 0 0 0 જ્યારે “વૈશ્રમણ' જહાજે તામ્રલિપ્તીનો કિનારો છોડ્યો, ત્યારે કેવળ એક જ માણસના દિલમાં થડકાટ થતો હતો. અને તે ધનશ્રી! “વૈશ્રમણ' જહાજ સમુદ્રમાં તરતું થયું. હવામાન ચોખ્યું હતું. દરિયો શાંત હતો. જેઠ મહિનાની આસપાસ ઘેરાતાં વાદળાં હજુ દક્ષિણની ક્ષિતિજને આંબીને, મકરવૃત્ત તરફ ધસ્યાં ન હતાં. જહાજનો મુખ્ય નાવિક સૂરદેવ, કુશળ અને અનુભવી નાવિક હતો. તેની જિંદગીમાં તેણે અનેક કપરી પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો. દરિયાઈ તોફાનો, ચક્રવાત, ખડકાળ સાગરકિનારા, સાંકડા જળમાર્ગો અને જહાજમાં થતી તૂટ-ફૂટ વગેરેનો તેને પૂરો અનુભવ હતો. અફાટ સાગર પર કેવળ નિરીક્ષણથી તે જહાજનું સુકાન હેરવી-ફેરવી શકતો, અથવા માર્ગ નિશ્ચિત કરી શકતો. જહાજ “વૈશ્રમણ', સાગરનાં આછાં હિલોળાતાં ભરતીનાં મોજાંઓ પર ઝૂમતું વહેતું થયું હતું. ધનશ્રીએ એક જ દિવસમાં તેનો ખંડ વ્યવસ્થિત ગોઠવી દીધો. ખંડ વિશાળ હતો. એક બાજુ રસોડું ગોઠવી દીધું. બીજી દિશામાં તેણે શયનકક્ષ બનાવી દીધો. એક ખૂણામાં ચાર આસનો ગોળાકાર ગોઠવી મંત્રણા-કક્ષનું રૂપ આપી દીધું. તેની આસપાસ સુંદર રેશમી પડદો કરી દીધો. તેણે નંદકનો ખંડ પણ ગોઠવી આપ્યો. નંદકે એને ના પાડી, છતાં તેણે ના શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માન્યું... તેણે કહ્યું : “મને ખબર છે, તું મારાથી રિસાયો છે. મારી સાથે બોલતો નથી... જેવી તારી ઈચ્છા. મને તો તારા પ્રત્યે એ જ પ્રેમ છે, જે પહેલાં હતો. ભવિષ્યમાં પણ રહેવાનો!” નંદક મૌન રહ્યો. બે દિવસ પસાર થઈ ગયા, ધનશ્રીના મનમાં ગડમથલ ચાલુ હતી. ધનકુમાર ઉપર ‘કામણ-પ્રયોગ’ કરી, તેના શરીરને વેદનાગ્રસ્ત કરી, મૃત્યુ તરફ ધકેલી દેવા તે તૈયાર થઈ. છતાં સ્ત્રીસહજ કાયરતાએ તેને વિચાર કરતા કરી દીધી. “હું કુમાર પર કામણ-પ્રયોગ કરું, કુમાર પછી જીવવાનો નથી. તે પછી નંદક મારો સ્વીકાર કરશે ખરો? જો નંદક મારો સ્વીકાર ના કરે તો? હું ઘરની ના રહું, ઘાટનીય ના રહું... એ પાક્કો સ્વામીભક્ત છે. પરંતુ કુમારના મૃત્યુ પછી તો હું એને મનાવી લઈશ. કુમાર જીવે છે ત્યાં સુધી એ કુમારને જ વફાદાર રહેવાનો.' નંદક ધનશ્રીના સારા વ્યવહારથી થોડો નિશ્ચિત થયો હતો. છતાં એને કંઈક રંધાઈ રહ્યાની ગંધ આવતી હતી. ધનશ્રી કુમારને મારવા શું શું કરી શકે, એ સંભાવનાઓની કલ્પના કરવા લાગ્યો.. પણ તેની કલ્પનામાં જોગણનો કામણપ્રયોગ ના આવ્યો. કારણ કે આવા પ્રયોગો એણે ક્યારેય સાંભળ્યા ન હતા કે જોયા પણ ન હતા. ધનકુમારને તો ધનશ્રી પ્રત્યે કોઈ શંકા જ ન હતી. એ તો નિશ્ચિત અને નિર્ભય બનીને પોતાના વેપાર અંગે નંદક સાથે ચર્ચા કરતો. ક્યારેક માતા-પિતાની સ્મૃતિ આવી જતી, તો નંદક સાથે વાતો કરતો. ધનશ્રી સાથે પણ એ મુક્ત મનથી વાતો કરતો. ઘનશ્રી બે દિવસથી ધનકુમારને ખૂબ પ્રેમ આપવા લાગી હતી.... ઘનઘોર વાદળ પૂર્વે જે શીતળતા અનુભવાય, તેવી શીતળતા ધનકુમાર અનુભવતો હતો. : પs. ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Ꮽ Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રીજા દિવસે ધનશ્રીએ ‘કામણ-પ્રયોગ’ કરી દીધો ધનકુમાર ઉપર, બહુ ઠંડા કલેજે એણે ધનકુમારને મારી નાખવાનો ઉપક્રમ બનાવી દીધો. પૂર્વજન્મોથી મારવાની વાસના લઈને જ ચાલી આવતી હતી. એ વાસના એને ઝંપવા ન જ દે. ‘કામણ-પ્રયોગ’ એટલો ગુપ્ત રીતે ધનશ્રીએ કર્યો... કે ના ધનકુમારને ખબર પડી, ના નંદકને ખ્યાલ આવ્યો. ધનશ્રીએ એ બંને સાથે વ્યવહાર એવો જ પ્રેમભર્યો રાખ્યો, કારણ કે પ્રયોગની અસર સાત દિવસ પછી શરૂ થવાની હતી, અને સાત દિવસ પછી એ અસર શરૂ પણ થઈ ગઈ. ધનકુમારના પેટમાં દુખાવો શરૂ થઈ ગયો... ‘ખાવા-પીવામાં ફેરફાર કરવાથી દુખાવો મટી જશે.' એમ સમજીને એણે ઔષધોપચાર ના કર્યો... પરિણામે પેટ ફૂલવા માંડ્યું અને વેદના વધવા લાગી, સાથે સાથે એના બંને હાથ સુકાવા લાગ્યા... જાણે કે અંદરના માંસ અને લોહી અદૃશ્ય થવા લાગ્યાં. તેનું મુખ સૂઝી ગયું. સોજા આવી ગયા. તેની પુષ્ટ જંઘાઓ ક્ષીણ થવા લાગી. થોડા દિવસો વીત્યા, હાથ-પગમાં છિદ્રો પડ્યાં... તેમાંથી રસી નીકળવા લાગી. ભૂખ મરી ગઈ. વારંવાર તરસ લાગવા માંડી. પાણી પેટમાં ટકતું નહીં. સમુદ્રમાર્ગમાં અચાનક મહાવ્યાધિમાં ધનકુમાર પટકાઈ ગયો. નંદક ગભરાઈ ગયો... રક્ષકસૈનિકો ઉદાસ અને મૂઢ બની ગયા. મુખ્ય નાવિક સૂરદેવ પણ ચિંતામાં પડી ગયો. એકમાત્ર ધનશ્રી અંદરથી રાજી હતી! બહારથી તો તેણે રોવાનું નાટક શરૂ કરી જ દીધું હતું. નંદકે ધનશ્રીને કહ્યું : ‘દેવી, કુમારને આવો મહાવ્યાધિ કેવી રીતે લાગુ પડી ગો? શું થશે? મારો મિત્ર... મારો માલિક... જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલાં ખાય છે... અને અહીં આપણી પાસે કોઈ ઔષધ નથી, ઉપચાર કેવી રીતે કરવો?' ધનશ્રીએ પોતાના મુખ પર ઘોર ઉદાસીનતાની ચાદર ઓઢીને કહ્યું : ‘નંદક, આ સમુદ્રની હવા એમને અનુકૂળ ના આવી, એ સિવાય મને બીજું કોઈ કારણ દેખાતું નથી...’ નંદકે કહ્યું : ‘આપણે જે બંદરે પહોંચવાનું છે, તે બંદર હવે નજીક છે, એમ સૂરદેવ કહે છે. ત્યાં જઈને સર્વપ્રથમ આપણે વૈદ્યને શોધીને ધનકુમારનો ઔષધોપચાર શરૂ કરી દેવો પડશે... જો ધનકુમારને કંઈ ન બનવાનું બની ગયું... તો હું મારા નગરશ્રેષ્ઠીને મોઢું બતાવવા લાયક નહીં રહું. એટલું જ નહીં હું જીવતો જ નહીં રહી શકું...' નંદકની આંખોમાંથી બોર બોર જેવડાં આંસુ ટપકવા માંડવાં. શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only us Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધનશ્રી પણ રોવા લાગી. ધનકુમારે બંનેને આશ્વાસન આપતાં કહ્યું : “નંદક, ધનશ્રી, તમે રડો નહીં. અણધાર્યા પાપકર્મનો ઉદય આવ્યો છે. સાચી વાત છે, ગમે ત્યારે પાપકર્મ ઉદયમાં આવી શકે છે! તમારે મૂંઝાવાની જરૂર નથી... હું સમતાભાવથી વેદના સહી રહ્યો છું.” ધનકુમારે આપવાની ખાતર આશ્વાસન આપ્યું, પરંતુ તે સ્વયં હચમચી ગયો હતો. જીવનમાં આવી માંદગી પહેલ વહેલી જ આવી હતી. તેનું નિરાશ મન બોલી ઊહ્યું : “આપઘાત કરીને મરી જાઉં? ના, ના, એમ કરવાથી તો નંદક બહુ દુઃખી થશે. મારે કાયરતાનો વિચાર ન કરવો જોઈએ. માતાએ મને કહ્યું હતું : “વત્સ, આપત્તિના સમયે કાયર ના બનીશ.” જ્યાં જવું છે એ બંદર નજીક છે... ત્યાં ઔષધોપચાર થશે... અને વેપાર કરવાનું નંદકને સોંપી દઉં! નંદક હવે વેપાર કરવામાં કુશળ બની ગયો છે.” તેણે નંદકને કહ્યું : “મિત્ર, કર્મોની ગતિ વિચિત્ર છે. કાલે શું થાય, તેની ખબર નથી. મારે તને બે વાતો કહેવી છે, તું શાન્તિથી સાંભળ. હું મારી મિલકતનો તને વ્યવસ્થાપક નીમું છું. આ પહેલી વાત. બીજી વાત : “જો મારું મૃત્યું થઈ જાય તો આ ધનશ્રીને મારા ઘરે પહોંચાડી દેજે. આ બે કામ કરજે, જે બંદરે આપણે જવાનું છે, તે કિનારો નજીક છે. ત્યાં ગયા પછી ગુપ્ત રીતે તું મારો ઔષધોપચાર કરાવજે. મને તારી વફાદારી પર પૂર્ણ વિશ્વાસ છે માટે તને જ બધું સોંપી દઉં છું.” ધનશ્રીને સંબોધીને કુમારે કહ્યું : “સુંદરી, દુર્ભાગ્યથી કે આયુષ્ય પૂર્ણ થઈ જવાથી મારું મૃત્યું થઈ જાય તો તું નર્દકની આજ્ઞા માનજે, એ તને સુશર્મનગર પહોંચાડશે.” કુમારની ભલામણો સાંભળતાં સાંભળતાં નંદક પોક મૂકીને રડી પડ્યો. ધનશ્રી પણ રુદનનો અભિનય કરવા લાગી. કુમારને બોલવામાં શ્રમ પડતો હતો, છતાં નંદકના રુદનથી તે વ્યથિત થઈ ગયો. તેણે કહ્યું : 'મિત્ર, તું હતાશ ન થા. નિરાશ ના થા. આવા સમયે તો તારે ધીરજ રાખવી જોઈએ. તારે જે કાર્ય કરવાનું છે, તેમાં પ્રવૃત્ત થા. મારા ઉપરનો મોહ ત્યજી દે. એ મોહ જ તને દુઃખી કરી રહ્યો છે. તારે સમયને ઓળખવો જોઈએ. અચાનક ઊભી થયેલી પરિસ્થિતિને સમજવી જોઈએ. જે સ્ત્રી કે પુરુષ કાલજ્ઞ હોય છે, તે પ્રશંસાપાત્ર બને છે. તે ઉત્સાહનો ભંગ ના કર. ઉત્સાહને અખંડ રાખ.. આપત્તિ દૂર થઈ જશે!' નાવિક સૂરદેવે આવીને કહ્યું : “આપણે કાલે સવારે “મહાકટક' નામના બંદરે પહોંચી જઈશું. ત્યાં જઈને તરત જ હું વૈદ્યોને બોલાવી લાવીશ. આ બંદર મારું જાણીતું છે, પૂર્વે પણ હું આ બંદરે આવેલો છું.” એક ક્ષણ પણ ધનકુમારને ઊંઘ આવતી ન હતી. નંદક એની પાસે જ બેઠો રહ્યો. ધનશ્રીને બેઠા વિના છૂટકો ન હતો. રક્ષક-સૈનિકો વહાણ પર જાગ્રત બનીને ચારે બાજુ ઊભા રહી ગયા હતા. પદ્ધ ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વહાણ શાન્ત સમુદ્રમાં સડસડાટ ચાલ્યું જતું હતું. મહાકટક બંદર ઉપર વહાણનું લંગર નાખવામાં આવ્યું. વહાણ પાણી ઉપર સ્થિર થઈ ગયું. વહાણ ઉપનાયકને સોંપી સૂરદેવ એક નાવડીમાં બેસી કિનારે પહોંચ્યો. ત્યાંથી તે નગરમાં ગયો. વૈદ્યોને પરિસ્થિતિ બતાવી. વૈદ્યો પોતાનાં ઔષધો લઈ સૂરદેવની સાથે વહાણ પર આવ્યા. ધનકુમારની સારવાર શરૂ કરી દીધી. નંદકે સૂરદેવને કહ્યું : ‘તું અહીં જ કુમાર પાસે રહેજે. વૈદ્યો જે માગે તે આપજે, હું નગરમાં જાઉં છું,’ રાજાને ભેટ આપવાનાં રત્નો, એક સ્વર્ણથાળમાં લઈ એ નગરમાં પહોંચ્યો. રાજસભામાં જઈ રાજાનું અભિવાદન કર્યું અને ભેટનો થાળ અર્પણ કર્યો. રાજાને પોતાના માલિકનો પરિચય આપ્યો. તેઓ મહાવ્યાધિમાં સપડાયા હોવાથી પોતે આવ્યો છે - એ વાતની સ્પષ્ટતા કરી. રાજાએ વેપાર કરવાની અનુમતિ આપી. નંદક વહાણ પર આવ્યો, તેણે બધો માલ વહાણમાંથી ઊતરાવીને બજારમાં ખડકી દીધો. ઝડપથી તેણે માલ વેચવા માંડ્યો. આ બાજુ વહાણમાં ધનકુમારના ઉપચારો ચાલુ હતા. વૈદ્યોને નંદકે કહ્યું : હે ધન્વંતરી સમાન વૈઘરાજાઓ, ગમે તે ઉપાય કરીને પણ અમારા માલિકનો મહાવ્યાધિ દૂર કરો... તમે જેટલું ધન માગશો તેટલું આપીશ.' વૈદ્યોએ ઔષધોપચાર કરવામાં કોઈ ખામી ના રાખી, એક પછી એક દિવસ પસાર થવા લાગ્યો... નંદક, નાવિકો અને સૈનિકો ધનકુમારને નિરોગી જોવા આતૂર હતા. પૂરા પંદર દિવસ સુધી વૈદ્યોએ મહેનત કરી, પરંતુ ધનકુમારને કોઈ ઔષધ લાગુ ના પડ્યું. તેણે વિચાર્યું : ‘આટલા ઉપચારો કરવા છતાં કુમારને જરા પણ સારું થયું નથી... હવે અહીં વધુ સમય રહેવું ઉચિત નથી લાગતું. જેમ બને તેમ જલદી ઘરે પહોંચી જવું જોઈએ. સ્વદેશ પહોંચ્યા પછી જ સારું થશે.' તેણે સૂરદેવને કહ્યું : ‘સૂરદેવ, આપણે હવે જલદી અહીંથી પાછા ફરીએ. કુમારને મારે શીઘ્ર સ્વદેશમાં લઈ જવો છે. હું બે-ત્રણ દિવસમાં જ વેપાર સમેટી લઉં છું.’ ‘નંદક, તારી વાત મને પણ ઉચિત લાગે છે, અને આપણે પાછા જલ્દી તામ્રલિપ્તી પહોંચીશું, કારણ કે પવન અનુકૂળ છે... હું વહાણને વેગથી હંકારીશ... માટે તું વેપાર સમેટી લે.' નંદકે બધો માલ વેચીને, ત્યાંથી જે માલ લેવાનો હતો તે લઈ લીધો, વહાણમાં ચઢાવી દીધ્યું. તેણે વૈદ્યોને પૂછ્યું : ‘તમારાં ઔષધો કારગત કેમ થતાં નથી?' ‘અમને એમ લાગે છે કે શ્રેષ્ઠીકુમાર ઉપર કોઈ વિશેષ પ્રયોગ થયેલો છે...’ ધનશ્રી ધ્રુજી ઉઠી. એની આંખોમાં ભય તરી આવ્યો... તે ખંડમાંથી બહાર ચાલી શ્રી સમરાદિત્ય મહાકથી For Private And Personal Use Only use Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગઈ. વૈદ્યોએ કહ્યું: ‘તેથી જ અમારા ઉપચારો કામ નથી લાગતા... શું કરીએ? અમને ક્ષમા કરો.” નંદકે વૈદ્યોને સોનામહોરો આપી વિદાય કર્યા. સુરદેવને પૂછયું : “તામ્રલિપ્તી સુધી ચાલે એટલી ભોજનસામગ્રી લઈ લીધી છે ને?” હા નંદક, ભોજનસામગ્રી અને પાણી પણ ભરી લીધું છે.' “તો પછી વહાણનું લંગર ઉઠાવી લો. વહાણને સમુદ્રમાં તરતું કરી દો. વૈદ્યોએ નંદકને એવી ઔષધીઓ આપી રાખી હતી કે જેથી કુમારને રાહત રહે. પરંત વૈદ્યોએ કહેલી વાત - “શ્રેષ્ઠીકુમાર ઉપર કોઈ વિશેષ પ્રયોગ થયેલો છે. તેના ચિત્તમાં બેસી ગઈ હતી.... “જરૂર આવો પ્રયોગ જો થયો હોય, વૈદ્યોનું કથન-નિદાન સાચું હોય તો આ કામ ધનશ્રી જ કરે, બીજું કોઈ નહીં, પરંતુ અત્યારે મારે એને કંઈ જ કહેવું નથી. સ્વદેશ પહોંચ્યા પછી હું યોગ્ય ઉપાય કરીશ. આ સ્ત્રીને ધનકુમાર સાથે રખાય જ નહીં.' ૦ ૦ ૦ ધનશ્રીએ વિચાર્યું : “કાર્મણ-પ્રયોગ પછી આટલા દિવસ સુધી કુમાર જીવી ના શકે. એ મરી જ જવો જોઈતો હતો. પરંતુ પ્રયોગમાં મારી કોઈ ભૂલ રહી ગઈ લાગે છે. તેથી એ મરતો નથી. અને નંદકે હવે સ્વદેશ જવાનો નિર્ણય કર્યો છે. ઘેર પહોંચ્યા પછી હું અને મારી શકીશ નહીં. કારણ કે નંદક જાણી ગયો છે કે હું કુમારને મારી નાખી એની સાથે ભાગી જવા તૈયાર છું. એટલે એ મારા માર્ગમાં આડે આવવાનો. એ કેમ સમજતો નથી? હું એના સુખ માટે કુમારને દૂર કરવા પ્રયત્ન કરું છું... જ્યારે એ કુમારને બચાવવા તનતોડ પ્રયત્ન કરે છે! એક ક્ષણ પણ એ કુમારને છોડતો નથી. એ બહાર જાય છે તો સૂરદેવને બેસાડીને જાય છે.... સૈનિકો તો આઠે પ્રહર અમારી ચોકી કરે છે.. શું કરું? કાર્મણ-પ્રયોગે મહાવ્યાધિ તો પેદા કરી દીધો... પણ મૃત્યુ નથી નિપજાવ્યું..” વહાણ સડસડાટ સમુદ્ર પર સરકી રહ્યું હતું.. કહો કે તીવ્ર ગતિથી ભાગી રહ્યું હતું. કુશળ નાવિક સૂરદેવ વહાણને ભગાવી રહ્યો હતો. એક દિવસ સૂરદેવે, નંદકને ધનશ્રીની હાજરીમાં કહ્યું : “નંદક, આપણે તાબ્રલિપ્તી પહોંચીશું પછી હું એક એવી વ્યક્તિને લઈ આવીશ.. કે તે જો શ્રેષ્ઠીકુમાર ઉપર કોઈ પ્રયોગ થયેલો હશે, તો તેને દૂર કરી દેશે. હું એ વ્યક્તિને જાણું છું.' કોણ છે એ? ઘનશ્રીથી પૂછાઈ ગયું. એ એક જોગણ છે!” “ઓહ...જોગણ છે?” હા, મહાદેવી...” ધનશ્રી હેબતાઈ ગઈ... નંદકે તેની બેચેની જોઈ લીધી. તેના ભાગ-૨ # ભવ ચોથો પાપ0 For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનની શંકા પાકી થઈ પણ તે કંઈ બોલ્યો નહીં. - સૂરદેવે કહ્યું : “શ્રેષ્ઠીકુમાર, અમારા તામ્રલિપ્તીના યુવરાજ ઉપર, તમારા જેવો જ પ્રયોગ થયેલો. અપર માતાએ જ પ્રયોગ કરાવેલો. રાજમહેલોમાં આવાં પયંત્ર ચાલતાં જ હોય છે, અપર માતા ઇચ્છતી હતી કે એનો પુત્ર યુવરાજ બને... એના પુત્રને રાજગાદી મળે.. એ તો જ બને, યુવરાજને ખતમ કરી નાખવામાં આવે! રાણીએ પોતાના પિયેરમાંથી એક માંત્રિકને ગુપ્ત રીતે બોલાવ્યો અને યુવરાજ ઉપર ઉચ્ચાટનનો પ્રયોગ કર્યો. રાણીએ તો સીધો મારણપ્રયોગ જ કરવાનું કહેલું. પણ માંત્રિકે કહ્યું : “ઉચ્ચાટનનો પ્રયોગ કર્યા પછી જરૂર પડશે તો મારણપ્રયોગ કરીશું...” યુવરાજ કેવા મહાવ્યાધિમાં પટકાઈ ગયેલા..? એનું વર્ણન ના કરી શકે. મહારાજાએ અનેક ઉપચાર કરાવ્યા... કોઈ જ અસર ના થઈ. મહાવ્યાધિ વધતો જ ગયો.... બધાને એમ લાગ્યું કે “હવે યુવરાજ આજની રાત નહીં કાઢે.' ત્યારે એક જોગણ રાજમહેલના દ્વારે આવીને ઊભી. રક્ષકોએ એને રોકી. તેણે કહ્યું : “તમારા યુવરાજને બચાવવો હોય તો મને અંદર જવા દો... યુવરાજ પાસે તરત જ લઈ જાઓ...” દ્વારરક્ષકે કહ્યું : “તું અહીં ઊભી રહે, હું મહારાજાને પૂછીને આવું છું.' દ્વારરક્ષકે જઈને મહારાજાને વાત કરી. મહારાજાએ કહ્યું : “જોગણને જલદી લઈ આવો.” જોગણ યુવરાજ પાસે ગઈ. મહારાજા સિવાય બધાને બહાર કાઢ્યા. જોગણે મહારાજાને કહ્યું : “મહારાજા, યુવરાજ ઉપર ઉચ્ચાટન પ્રયોગ થયેલો છે. કોણે કિર્યો... કોણે કરાવ્યો, તે મને પૂછશો નહીં. હું હમણાં જ એ પ્રયોગને નષ્ટ કરવાનો પ્રયોગ કરું છું.” જોગણે ત્યાં પ્રયોગ કર્યો. અભિમંત્રિત પાણી યુવરાજના શરીર પર ત્રણ વાર છાંટ્યું. ત્રણ પ્રદક્ષિણા દીધી. પલંગ ઉપર ત્રણ વાર તેણે પોતાનો હાડકાનો દંડ પછાડ્યો... અને યુવરાજ પોતાની જાતે પલંગમાં બેઠો થઈ ગય! મહારાજાએ પ્રસન્ન થઈ, પોતાના ગળામાંથી મોતીનો હાર કાઢી જોગણને ભેટ આપ્યો. પૂછ્યું : “હે જોગણ, હવે તું મને કહે કે યુવરાજ ઉપર કોણે પ્રયોગ કરાવ્યો ને કોણે કર્યો?’ ‘મહારાજા, નામ બતાવું, પણ એક શરતે... તમારે એનો વધ નહીં કરાવવાનો... ભલે દેશનિકાલ કરજો...' ભલે, તારી શરત કબૂલ..” પ્રયોગ યુવરાજની અપર માતાએ કરાવ્યો છે.. ને તેના પિયરના માંત્રિકે કર્યો છે... આ તો સારું થયું.. કે મને ખબર પડી ગઈ.. અને તરત જ આવી ગઈ. નહીંતર યુવરાજ આજની રાત ના કાઢત...” નંદકે પૂછ્યું : “સૂરદેવ, શું એ જોગણ તાપ્રલિપ્તીમાં જ રહે છે?' હા નંદક, મોટા ભાગે તો એ તામ્રલિપ્તીમાં જ રહે છે. ક્યારેક બહારગામ જાય છે. પરંતુ એની ચિંતા ના કર, એ જ્યાં હશે ત્યાંથી હું એને પકડી લાવીશ!' શ્રી સમરાદિત્ય મહાકથા પપ૧ For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ એ તારું કહ્યું માને છે?' “માને જ ને! એક વાર મેં એને મોતથી બચાવેલી! મારો એ ઉપકાર નથી ભૂલતી!” ધનકુમારે પૂછ્યું : “સૂરદેવ, તેં કેવી રીતે એના ઉપર ઉપકાર કરેલો?' ધનકુમાર એકાગ્રતાથી સૂરદેવની વાત સાંભળતો હતો! સૂરદેવે કહ્યું : “એક દિવસ હું મારા વહાણના સૂતક ઉપર ઊભો હતો. જોગણ સમુદ્રસ્નાન કરવા આવેલી. સ્નાન કરવા તે સમુદ્રમાં પડી.. પડતાની સાથે જ મગરમચ્છે એનો એક પગ મોઢામાં નાખ્યો ને સમુદ્રમાં લઈ જવા માંડચો... એણે બૂમો પાડવા માંડી... મેં એને જોઈ. તરત જ હું મારી તલવાર સાથે સમુદ્રમાં કૂદી પડ્યો... મગરમચ્છ ઉપર ઉપરાઉપરી ત્રણ ઘા કરી દીધા... તેણે જોગણનો પગ છોડી દીધો... ને સમુદ્રમાં ભાગી ગયો.. બસ, ત્યારથી એ મને માને છે!' ધનશ્રીને પસીનો છૂટી ગયો. તેણે ભયભીત થઈને વિચાર્યું : “જો વહાણ તામ્રલિપ્તી પહોંચશે તો મારા બાર વાગી જશે... મારે આપઘાત જ કરવો પડશે. માટે રસ્તામાં જ કુમારને પતાવી નાખું.” ૦ ૦ ૦ રાત્રિનો છેલ્લો પ્રહર હતો. ધનકુમાર જાગતો હતો. નંદક ઊંઘતો હતો. ધનશ્રી જાગતી હતી. ધનકુમારે ધનશ્રીને કહ્યું: “મારે લઘુનીતિ કરવી છે. મારો હાથ પકડીને મને તૂતક પર લઈ જા. મારે હાથપગ પણ ધોવા છે...” ધનશ્રી નાચી ઊઠી! રાજીના રેડ થઈ ગઈ... ધનકુમારનો હાથ પકડી તે તૂતક પર લઈ આવી. લઘુનીતિ કર્યા પછી હાથપગ ધોવા લાગ્યો. તેની નજર સમુદ્ર તરફ હતી. એ વખતે ધનશ્રીએ જોરથી ધક્કો મારી દીધો. ધનકુમાર સમુદ્રમાં ફેંકાઈ ગયો. પણ એક એક પપર ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘનશ્રી તૂતક ઉપર ઊભી રહી. વહાણ તો એકધારી ગતિથી સમુદ્ર પર સરી રહ્યું હતું. થોડી વાર પછી તેણે જોરથી ચીસ પાડી. “આવો, આવો.... દોડો.... આર્યપુત્ર સમુદ્રમાં પડી ગયા...' અરેરે.. આ શું થયું? તેણે કરુણ રુદન કરવા માંડ્યું... ધનશ્રીની ચીસો સાંભળીને રક્ષકો દોડી આવ્યા, નંદક દોડી આવ્યો... સૂરદેવ આવી ગયો. નંદકે ધનશ્રીને પૂછ્યું : “દેવી, શું થયું? કેમ કલ્પાંત કરો છો?' અરે, જલ્દી ક... સમુદ્રમાં કૂદી પડો. આર્યપુત્ર સમુદ્રમાં પડી ગયા છે... ઉતાવળ કરો. સૂરદેવે તરત જ વહાણને થંભાવી દીધું મરજીવાઓને કહ્યું : “કૂદી પડો સમુદ્રમાં અને શ્રેષ્ઠીપુત્રને શોધી કાઢી...” મરજીવા કૂદી પડ્યા સમુદ્રમાં... નંદકને કારમો આઘાત લાગ્યો. તે ચોધાર આંસુએ રડવા લાગ્યો... રોતાં રોતાં તેણે કહ્યું : “હવે મારે પણ જીવીને શું કરવું છે? મારે નથી જીવવું. હું પણ સમુદ્રમાં કૂદી પડું...” તે ઊભો થયો.. સમુદ્રમાં કૂદી પડવા તેણે છલાંગ મારી... પરંતુ સૂરદવે એને પકડી લીધો. સુરદેવે કહ્યું : “નંદક, તું અધીર બનશે તો કેમ ચાલશે? અત્યારે જ્યારે શ્રેષ્ઠીપુત્ર વહાણ પર નથી, જ્યાં સુધી તેઓ પાછા ન આવે ત્યાં સુધી તું જ આ વહાણનો અધિકારી છે. વહાણમાં ઘણો બધો માલ ભરેલો છે... આ શેઠાણી છે... બધાનો વિચાર કર... અને ધીરજ રાખ.. મરજીવાઓ સમુદ્રમાં શ્રેષ્ઠીપુત્રને શોધી રહ્યા છે. જો હમણાં જ પડી ગયા હશે તો મારા મરજીવાઓ પાતાળમાં ડૂબકી મારીને શોધી લાવશે. બીજી બાજુ ધનશ્રીનું નાટક ચાલુ હતું. છાતી ફાટ રુદન... જમીન પર પછાડો ખાવી.... વાળ વિખેરી નાખવા... વસ્ત્રો ફાડી નાખવાં.... ચીસો પાડવી...! એને કોણ આશ્વાસન આપે? વહાણ ઉપર બીજી એક પણ સ્ત્રી ન હતી. પુરુષો શેઠાણી સાથે બોલે નહીં. સૂરદેવે નંદકને કહ્યું : “તું સ્વસ્થ બની જા અને શેઠાણીને આશ્વાસન આપ, તારા સિવાય એમની સાથે કોઈ બોલી ના શકે... જો.. જમીન પર માથા પછાડે છે... માથું ફૂટી જશે..નંદકે ધનશ્રી સામે જોયું. એણે કરેલી અવદશા જોઈ નંદક એની પાસે ગયો. એના બે હાથ પકડી લઈ કહ્યું : “દેવી, બસ થયું... હવે શાન્ત થાઓ... મરજીવા સમુદ્રમાં કુમારને શોધી રહ્યા છે. હવે આકાશમાં અરુણોદય થઈ ગયો છે... એટલે કુમારને શોધવામાં સરળતા રહેશે. જો આપણું ભાગ્ય હશે તો કુમાર જરૂર જીવતા મળશે... ધીરજ રાખો...” જેમ જેમ નંદક સમાવતો ગયો તેમ તેમ ધનશ્રી વધારે કલ્પાંત કરવા લાગી. નંદકના હાથ ઝટકાવી દઈ તે સમુદ્રમાં કૂદી પડવા દોડી.. પરંતુ સૈનિકોએ રોકી શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દીધી. નંદકે દોડી જઈને પકડી લીધી. તેને એક બાજુ બેસાડી. ધનશ્રી બોલી : મારું સર્વસ્વ લૂંટાઈ ગયું. હું અનાથ બની ગઈ... મારું કોણ છે સંસારમાં? હે આર્યપુત્ર, આ તમે શું કર્યું? તમારા જેવા સુજ્ઞ પુરુષે આવું નહોતું કરવું જોઈતું... હું જાણું છું કે આપને મહાવ્યાધિની ઘોર પીડા હતી. આપે ઘણી પીડા સહી... ઘણા દિવસોથી વેદના સહેતા હતા... પીડા અસહ્ય બની ગઈ... અને આપ સમુદ્રમાં..” ધનશ્રી પોક મૂકીને રોવા લાગી. પૂર્વ દિશામાં સૂર્યોદય થઈ ગયો, મરજીવાઓ હજુ આવ્યા ન હતા. ધનશ્રી સિવાય બધા એ આશા રાખીને બેઠા હતા.. કે ધનકુમાર જરૂર મળી આવશે. ધનશ્રીનો નિર્ણય હતો કે કુમાર મરજીવાઓના હાથમાં નહીં જ આવે.... કારણ કે જ્યાં એણે ધક્કો માર્યો હતો, એ જગ્યા એક યોજન દૂર રહી ગઈ હતી. જ્યારે મરજીવાઓ તો વહાણની આસપાસનો સમુદ્ર ડહોળી રહ્યા હતા. મરજીવાઓ નિરાશવદને વહાણ પર આવ્યા. તેમણે સૂરદેવને કહ્યું : “ના મળ્યા શ્રેષ્ઠીપુત્ર...' સૂરદેવે કહ્યું : “તમે મારા વફાદાર મરજીવાઓ છો! તમે ફરીને દૂરના સમુદ્રમાં... કે જ્યાંથી આપણું વહાણ આવ્યું. એ માર્ગમાં તપાસ કરો. ભલે આજનો દિવસ આપણે અહીં રહેવું પડે.' નંદકે દરેક મરજીવાના હાથમાં દસ-દસ સોનામહોર મૂકી દીધી. સૂરદેવે ગુસ્સે થઈને કહ્યું : “નંદક તેં આ શું કર્યું? અમે પૈસાના ભૂખ્યા નથી... અમને શ્રેષ્ઠીપુત્ર ઉપર પ્રેમ છે... માટે આ મહેનત કરીએ છીએ.’ મરજીવાઓએ પૈસા નંદકની આગળ મૂકી દીધા, અને પાછા સમુદ્રમાં ઊતરી પડ્યા. જે માર્ગેથી વહાણ આવ્યું હતું એ માર્ગ સૂરદેવે મરજીવાઓને બતાવ્યો. તીવ્ર ગતિથી મરજીવાઓ તરવા લાગ્યા. વચ્ચે-વચ્ચે ડૂબકીઓ મારીને દૂર દૂર નીકળી જવા લાગ્યા. ધનશ્રી તૂતક ઉપર જ ટૂંટિયું વાળીને પડી હતી. સાડીનો છેડો એણે મોઢા પર ઢાંકી દીધો હતો... નાટક કરીને તે થાકી ગઈ હતી. નંદક અને સૂરદેવ તૂતકના સ્તંભ ઉપર ચઢીને દૂર દૂર નજર દોડાવતા... અફાટ સમુદ્રમાં કુમારને શોધી રહ્યા હતા. મરજીવાઓને જોઈ રહ્યા હતા. નોકરો સૈનિકો મૂઢ બની ગયા હતા.. ન કોઈએ ભોજન કર્યું, ન કોઈએ પાણી લીધું. બીજો પ્રહર પૂરો થયો હતો. ત્રીજા પ્રહરનો પ્રારંભ થઈ ગયો હતો... મરજીવાઓ નિરાશ થયેલા, થાકીને લોથપોથ થઈ ગયેલા.. વહાણ ઉપર આવીને બેસી પડ્યા. નંદક, સૂરદેવ, ધનશ્રી અને સૈનિકો વગેરે સમજી ગયા કે “શ્રેષ્ઠીપુત્ર મળ્યા નથી.' નંદકે સૂરદેવને કહ્યું : “સૂરદેવ, જો આજની રાત અહીં વહાણ ઊભું રહી શકે એમ હોય તો ઊભું રાખ. આવતી કાલે સવારે અહીંથી આપણે આગળ વધીશું.' સૂરદેવે કહ્યું : “અત્યારે સમુદ્ર શાંત છે. પવન પણ મંદ છે. એટલે રાત રોકાવામાં વાંધો નહીં આવે.' પપ૪ ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નંદકે કહ્યું : 'તમે સહુએ અને આ મરજીવાઓએ સવારથી ખાધું-પીધું નથી... તમે સહુ ભોજન બનાવીને જમી લેજો.” Q જ ધનશ્રીનો હાથ પકડીને નંદક તેને તેના ખંડમાં લઈ ગયો. ધનશ્રી પલંગ પર પડી. નંદક ખંડમાં આંટા મારવા લાગ્યો. તેને કંઈ સૂઝતું ન હતું. તે મૂઢ જેવો થઈ ગયો હતો. તેણે થોડા સમય પછી ધનશ્રીને પૂછ્યું : ‘હવે આપણે શું કરીશું? સ્વદેશમાં જઈને કુમારના માતાપિતાને શું કહીશું? જ્યારે તેઓ આ વૃત્તાંત જાણશે ત્યારે તેમનું શું થશે? તેમની હૃદયગતિ અટકી જશે... તેઓ તે જ ક્ષણે પોતાના પ્રાણ ત્યજી દેશે... અરે ભગવાન, મારાં ઉપકારી શેઠ-શેઠાણીના ઉપકારોનો બદલો વાળવો તો દૂર રહ્યો... એમના વહાલ સોયા પુત્રની રક્ષા પણ ના કરી શક્યો... ખરેખર મારા જીવનનો હવે કોઈ અર્થ નથી. ધનશ્રી, તને તામ્રલિપ્તી બંદરે ઉતારી દઈશ. ત્યાંથી આપણા સૈનિકો તને સુશર્મનગર પહોંચાડી દેશે... તું જઈશ ને? જોકે મારા પ૨મ મિત્રે મને કહ્યું હતું કે ‘તું ધનશ્રીને મારાં માતા-પિતાની પાસે પહોંચાડી દેજે...’ પરંતુ મારાથી તો સુશર્મનગરમાં જવાશે જ નહીં. તને ત્યાં મોકલીને... હું મારું જીવન પૂરું કરી નાખીશ.' ધનશ્રી બોલી : ‘નંદક, બનવાકાળ બની ગયું... તને પારાવાર દુઃખ છે. મને પણ દુ:ખ છે... હવે શું કરવું એ જ વિચાર કરવો જોઈએ. પહેલી વાત તો એ છે કે આપણે ક્યાં જવું છે? ના, આપણે સુશર્મનગર નથી જવું નંદક... આપણે હવે આપણાં સ્વજનોને નથી મળવું... પરિચિતોને નથી મળવું... આપણે કોઈ અજાણ્યા અને દૂરના નગરમાં જઈએ... ત્યાં આપણે ઘર લઈશું... દુકાન લઈશું... અને આપણો ઘરસંસાર ચલાવીશું... પૈસાની કોઈ ચિંતા નથી. વહાણમાં એક કરોડ રૂપિયાથી પણ વધારે માલ હશે. બધો માલ આપણો જ છે હવે.’ નંદક ધનશ્રીની વાત સાંભળતો રહ્યો. તેણે ધનશ્રીની સામે જોયું. તે સ્વસ્થ બની હતી. જોકે આંખો સૂઝેલી હતી. પરંતુ સૂઝેલી આંખોમાંથી વેદના નીતરી ગઈ હતી. અને નૂતન કલ્પનાની ચમક આવી ગઈ હતી. બે હાથેથી એણે પોતાના વિખરાયેલા લાંબા વાળને ઝટકો આપી પીઠ ઉપર નાખ્યા અને એક ગાંઠ મારી દીધી. વસ્ત્રોને ઠીક કર્યાં... તે ઊભી થઈ. નંદક પાસે આવીને ઊભી રહી... નંદક બારીમાંથી અગાધ સમુદ્ર તરફ જોઈ રહ્યો હતો. ધનશ્રીએ એના ખભા પર હાથ મૂક્યો. છતાં નંદકે એની સામે ના જોયું. ધનશ્રી ધીમા સ્વરે બોલી : ‘નંદક!’ નંદકે એની સામે જોયું. ‘નંદક, તું શું વિચારે છે?’ ‘કંઈ નહીં...' ‘વિચારવું તો પડશે ને? નિર્ણય ક૨વો પડશે ને? કાલે સવારે કઈ દિશામાં વહાણ હંકારવાનું છે - એનો નિર્ણય કરવો પડશે ને?’ શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Ավա Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘કંઈ સમજાતું નથી... જીવનમાં આવી ભયાનક ઘટના બનશે, એવું ધાર્યું ન હતું...' ‘મેં તને કહ્યું ને? બનવાકાળ હોય છે તે બને જ છે. હવે એનો શોક ક્યાં સુધી કર્યા કરીશ? હા, આપણા ઘરમાં બેઠા હોઈએ તો મહિનાઓ સુધી શોક પાળીએ... પરંતુ આ તો આપણે મધદરિયે છીએ... મધદરિયે આપણું વહાણ ઝોલાં ખાય છે...’ ‘હું વિચાર કરીને મારો નિર્ણય જણાવીશ...' ‘ક્યારે?’ ‘રાત્રે સૂતા પહેલાં...' ‘પણ મને એકલીને આ ખંડમાં ભય લાગશે... હું એકલી નહીં સૂઈ શકું... તું આ ખંડમાં જ સૂઈ જજે.' નંદક પોતાના ખંડમાં ગયો. ખંડનું બારણું બંધ કર્યું... તેનું માથું ફાટફાટ થતું હતું. જીવનની એક મહત્ત્વપૂર્ણ નિર્ણાયક ઘડી આવી લાગી હતી. એના જેવા એક સામાન્ય દાસીપુત્રની સામે સોનું અને સુંદરી વરમાળા લઈને ઊભી હતી. બીજી બાજુ ગરીબી સાથેની વફાદારી... તજ્ઞતા વગેરે આદર્શો ઊભા હતા. બેમાંથી એક પસંદગી કરવાની હતી. 'શું કરું? દુનિયાની દૃષ્ટિએ મારી સામે ભૌતિક અને વૈયિક સુખોની અણમોલ તક આવી પડી છે. હું ધનશ્રી જેવી રૂપસુંદરીનો પતિ બની શકું છું અને એક કરોડ સોનામહોરોથી પણ વધારે સોનામહોરોનો માલિક બની શકું છું. જીવનપર્યંત હું અપાર સુખો ભોગવી શકું છું... પરંતુ મને શાન્તિ તો નહીં જ મળે. મારા હૃદયમાં સદૈવ આ કાંટો વાગતો જ રહેશે - ‘હું મિત્રદ્રોહી છું... પિતાસમાન નગરશેઠનો દ્રોહી છું... મેં વ્યભિચાર કર્યો છે... મેં કરોડ સોનામહોરની ચોરી-ઉચાપત કરી છે.’ આ વાત હું ભૂલી નહીં શકું... આ વાત મને બેચેન બનાવતી રહેશે. કદાચ મારી ઊંઘ પણ હરામ કરી દે!' ‘શું કરું? ધનશ્રી મને છોડશે નહીં. એનો મારા પ્રત્યે અતિ રાગ છે. ભલે, એ વૈયિક સુખનો રાગ છે, પરંતુ એના હૃદયમાં મારું સ્થાન નિશ્ચિત છે. મેં હજુ સુધી લગ્ન કર્યા નથી... સહજતાથી મને ધનશ્રી મળે છે. મૃત-મિત્રની પત્ની, મારી પત્ની બને, એમાં કંઈ ખોટું પણ નથી. કોઈ અજાણ્યા નગરમાં, નામ બદલીને રહી શકાશે. કદાચ શ્રેષ્ઠી વૈશ્રમણ અમારી તપાસ તો કરાવશે, પરંતુ એમને અમારું ગામ ન મળવું જોઈએ. અમારું ઠેકાણું ના મળવું જોઈએ... વાત રહી ધનકુમારની, તે જીવતો કે મરેલો મળ્યો નથી... જીવતો ના મળે, એ વાત સમજાય એવી છે, પરંતુ એનો મૃતદેહ પણ ના મળ્યો - એ વાત મનમાં શંકા પેદા કરે છે... મરજીવાઓ સમુદ્રના તળિયા સુધી ડૂબકી મારી આવ્યા છે... મૃતદેહ કેમ ના મળે? તો શું કુમાર જીવતો રહી ગયો હશે? કેવી રીતે જીવતો રહે? જીવતા ug ભાગ-૨ * ભવ ચોથો For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રહેવાની કોઈ સંભાવના મને દેખાતી નથી. છતાંય જો જીવતો હોય અને ભાગ્યયોગે ક્યાંક ભેટી જાય... તો મારે દરિયામાં ડૂબી મરવું પડે... કે ધરતીમાં ગરકાવ થઈ જવું પડે...’ ‘ખેર, એ તો ભવિષ્યની વાત છે, પરંતુ મારી ગરીબ માતાનું શું થશે? મારી માતાનો હું એકનો એક પુત્ર છું. એનો મારા પર અત્યંત પ્રેમ છે. ધનકુમા૨ ઉપર એનો પૂરો વિશ્વાસ હોવાથી જ મને એમની સાથે મોકલ્યો હતો. મારી માતા મારી પ્રતીક્ષા જરૂ૨ ક૨શે? જોકે એને શ્રીદેવી કોઈ અગવડતા તો નહીં જ પડવા દે. ખાવા-પીવાની કે રહેવાની એને બધી જ સગવડ છે. પરંતુ એ બધું એના સ્થાને છે, પુત્રપ્રેમની વાત નિરાળી છે. શ્રીદેવીની પણ સ્થિતિ કફોડી જ થવાની છે. જ્યારે અમે નહીં પહોંચીએ, અમારો સંદેશો પણ નહીં પહોંચે... ત્યારે શ્રીદેવીની ગભરામણ વધી જશે...’ - Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘હા, સાથેના સૈનિકો તો એમના ઘેર જવાના જ. તેઓ શ્રેષ્ઠી વૈશ્રમણને સમાચાર તો આપશે જ... અમારા મારા અને ધનશ્રીના સમાચાર પણ આપશે! ઓહો... મારે સાવધાની રાખવી પડશે... કે હું જે નગરમાં રહેવાનું પસંદ કરું, તે નગરની જાણ આ સૈનિકોને પણ ના થવી જોઈએ... નહીંતર તો મારું અને ધનશ્રીનું આવી જ બને. વૈશ્રમણશ્રેષ્ઠી આવ્યા વિના ના રહે! અને એ આવે ર્તા? બાપ રે... મરી જ ગયા સમજો.’ અહો, એક ખોટું કામ કરવા માટે મારે કેટલાં ખોટાં કામ કરવાં પડશે? હું સમજું છું કે ધનશ્રીના આગ્રહથી... અને કરોડ સોનામહોરોના લોભથી ખોટું કામ કરવાનું વિચારી રહ્યો છું... પરંતુ હવે મારો છૂટકો જ નથી. હું ના પણ ઈચ્છું, છતાં ધનશ્રી મને કોઈ સંયોગમાં નહીં છોડે... એના મનમાં તો આ વાત પહેલેથી હતી, એણે મને તામ્રલિપ્તી નગરીમાં વાત પણ કરી હતી...' એ ધનશ્રીનો વિચાર કરતો હતો, ત્યાં ધનશ્રીએ એના ખંડનું દ્વાર ખખડાવ્યું. ‘નંદક, દ્વાર ખોલ તો...' નંદકે દ્વાર ખોલ્યું. ‘દ્વાર બંધ કરીને એકલો-એકલો શું કરે છે? મને એકલીને મારા ખંડમાં ભય લાગે છે... તું ચાલ મારા ખંડમાં... હું એકલી-એકલી મૂંઝાઈ ગઈ છું. તને મારો વિચાર જ ન આવ્યો?' ‘તારો જ વિચાર કરતો હતો, અને તેં દ્વાર ખખડાવ્યું... તારો વિચાર તો કરવો જ પડે ને?’ ‘શું વિચાર કર્યો?’ ‘તને સુશર્મનગર મોકલી દેવાનો...' ‘અને તું?' ‘હું ગમે ત્યાં ભટકીશ...' શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Ած Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને વહાણમાં રહેલી સંપત્તિનું શું?' એ તારી સાથે તારે લઈ જવાની...” તું ગાંડો થઈ ગયો છે નંદક! લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે ત્યારે તું મોઢું ધોવા જવાની વાતો કરે છે. આવી બધી વાત ના કર. મારે સુશર્મનગર જવું નથી. મને ત્યાં કોઈનાય ઉપર રાગ નથી, સ્નેહ નથી, પ્રેમ નથી. મને આ દુનિયામાં એકમાત્ર મારા નંદક ઉપર રાગ છે! હું તારા માટે જ છું નંદક! તું મારો છે... હું તને છોડીને ક્યાંય જવાની નથી...” પરંતુ શ્રેષ્ઠી શ્રમણના હાથ લાંબા છે. તેઓ આપણને શોધી કાઢશે તો?' આપણે એવા ગામ-નગરમાં ચાલ્યાં જઈએ... એવી જગ્યામાં રહી જઈએ કે ત્યાં કોઈ પહોંચી ના શકે? “એવું કોઈ ગામ-નગર તું જાણે છે?” આપણે કૌશામ્બી જઈએ. એ પૂર્વે તામ્રલિપ્તીમાં બધો જ માલ વેચીને, જે સોનામહોરો આવે, તેનાથી રત્નો ખરીદી લઈએ. ત્યાંથી સૈનિકોને રવાના કરી દઈએ, એમને કહેવાનું કે તમે લોકો સ્વદેશ જાઓ, અમે બધો વેપાર સમેટીને આવી જઈશું. એ લોકો ચાલ્યા જાય પછી આપણે કૌશામ્બી તરફ ચાલ્યા જવાનું.” ધનશ્રીએ માર્ગ બતાવી દીધો. નંદકને પણ યોજના સારી લાગી, સારી યોજના છે. આપણે કાલે તામ્રલિપ્તી તરફ પ્રયાણ કરીશું. તામ્રલિપ્તી પહોંચીને આ વહાણને પણ વેચી નાખીશું...” એમ જ કરવાનું...” ઘનશ્રીએ નંદકનો હાથ પકડી લીધો. નંદક, તું મને વચન આપ, હવે તું મને છોડીને નહીં જાય.' અને તું મને વચન આપ કે હવે તું મારી જ રહીશ.. મારા સિવાય... ' ધનશ્રીએ નંદકના મોઢા પર હાથ દાબીને કહ્યું : “એવું ના બોલ નંદક... મારા ઉપર પૂર્ણ વિશ્વાસ રાખજે. કારણ કે મેં તને જે દિવસે જોયો હતો એ દિવસથી માંડીને આજદિન સુધી મેં તને ચાહ્યો છે.... જ્યારે કુમાર પ્રત્યે ક્યારેય પણ મારા હૃદયમાં પ્રેમ નહોતો જાગ્યો... હા, એના સુંદર દેહ સાથે મેં પ્રેમ કર્યો હતો. પરંતુ મારા હૃદયમાં એના તરફ વેષ રહ્યો હતો.' ૦ ૦ ૦ તામ્રલિપ્તી પહોંચીને નંદકે વહાણ અને માલસામાન વેચી નાખ્યો. સૈનિકોને ખૂબ સોનામહોરો આપીને વિદાય કર્યા. તે બંનેએ કશામ્બી તરફ પ્રયાણ કરી દીધું. કૌશામ્બીમાં પહોંચીને નંદકે પોતાનું નામ બદલી નાખ્યું તે પોતાને “સમુદ્રદત્ત' કહેવરાવવા લાગ્યો. કૌશામ્બીમાં સ્થિર થયો.... ૪ એક એક ભાગ-૨ # ભવ ચોથી For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ᏭᏟ Acharya Shri Kailassagarsuri Gyanmandir જેમ દુનિયામાં મારનારા છે, તેમ બચાવનાર પણ હોય છે. ધનકુમાર મહાવ્યાધિથી પીડાતો હતો. તેની શારીરિક શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. સમુદ્રમાં અચાનક પટકાઈ જતાં એ બેબાકળો જરૂર થઈ ગયો પરંતુ બીજી જ ક્ષણે તે મોત સામે ઝઝૂમવા લાગ્યો. ક્યાંથી એનામાં શક્તિ આવી ગઈ...? તે બે હાથે અને બે પગે, તરવા માટે સમુદ્રની સપાટી પર થપાટો મારવા લાગ્યો... ક્યારેક સપાટી પર તો ક્યારેક સમુદ્રમાં ડૂબકી મારે છે... ત્યાં એના હાથમાં લાકડાનું એક મોટું પાટિયું આવી ગયું! કોઈ તૂટેલા વહાણનું એ પાટિયું હતું. ધનકુમારે પાટિયું પકડી લીધું. બાથમાં લઈ લીધું. અને પાટિયાની સાથે તે સમુદ્રમાં તણાવા લાગ્યો. અરબી સાગરનાં ખારાં પાણી ક્યારેક એના મુખમાં પણ જાય છે. તે થૂંકી કાઢે છે. શરીર... વ્યાધિગ્રસ્ત શરીરમાં ખારાં પાણીમાં ભીંજાયા કરે છે. દિવસ પછી રાત અને રાત પછી દિવસ... સાગરમાં ઊછળતો જાય છે... તણાતો જાય છે... ધીરે ધીરે તે પાટિયાની ઉપર સૂઈ ગયો. પાટિયું એના માટે તરાપો બની ગયું! નાવ બની ગયું! સાત દિવસ ને સાત રાત... એણે ખારાં પાણીમાં પસાર કરી. છેવટે એ પાટિયું એને એક કિનારે લઈ ગયું. તે કિનારા પર ઊતરી ગયો. પાટિયું એણે પાણીમાંથી ખેંચી કાઢ્યું... કિનારાની રેતી ઉપર મૂકી દીધું. દેવની જેમ એણે પાટિયાને પ્રણામ કર્યાં... પોતાના ભીંજાયેલાં કપડાં જોયાં... ખારાં પાણીમાં ભીંજાઈને વસ્ત્રો ફાટી ગયાં હતાં. તેણે પોતાના શરી૨ને જોયું! તેને આશ્ચર્ય થયું. હાથ ઉપર અને પગ ઉપર જે છિદ્રો પડ્યાં હતાં, જે છિદ્રોમાંથી લોહી અને પરું નીકળતું હતું... તે છિદ્રો પુરાઈ ગયાં હતાં! વધી ગયેલું પેટ, ફૂલી ગયેલું પેટ ઉતરી ગયું હતું? દોરડી જેવા થઈ ગયેલા પગ, માંસ અને લોહીથી ભરાઈ ગયા હતા... અને મરી ગયેલી ભૂખ સજીવન થઈ હતી... એ આનંદવિભોર થઈ ગયો... ‘સાગરનાં ખારાં પાણીનો આ પ્રભાવ લાગે છે! અથવા પેલા પાટિયાનો આ જાદુ લાગે છે... અનેક રામબાણ ઔષધો જે મહાવ્યાધિને મટાડી શક્યાં ન હતાં, એ મહાવ્યાધિ સાગરનાં ખારાં પાણીએ કે જડીબુટ્ટી જેવા પાટિયાએ મટાડી દીધો હતો! ધનકુમારને નવું જીવન મળ્યું. તે સમુદ્રકિનારાથી થોડે દૂર એક વૃક્ષની છાયામાં જઈને બેઠો... તેને ધનશ્રી યાદ આવી. એના ચિત્તમાં વિખવાદ પેદા થયો... ‘અહો, આવી હતી ધનશ્રી? મેં એને આવી કપટી અને ક્રૂર નહોતી જાણી. એણે જ મને ધક્કો મારી સમુદ્રમાં પટકી દીધો! શા માટે? આવા એના વેરભાવની મને ક્યારેય શ્રી સમરાદિત્ય મહાકથા દ For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્પના આવી ન હતી. મને મહાવ્યાધિ થયો. ત્યારથી એ મારા પ્રત્યે ખૂબ પ્રેમ પ્રદર્શિત કરતી હતી, સેવા કરતી હતી, મધુર શબ્દો બોલતી હતી... આ બધું એનું કપટ હતું? કપટ જ હતું. નહીંતર, મેં એનું ક્યારેય પણ અહિત કર્યું નથી, અહિત વિચાર્યું નથી. છતાં મને મારી નાખવાનું ઘોર પાપ શા માટે કરે ? કેવું એણે દુઃસાહસ કર્યું? આમેય એનામાં વિવેક તો હતો જ નહીં, અનેક વાર તે મારી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતી હતી. હું એને મન ઉપર લેતો ન હતો. ક્ષમા કરી દેતો હતો. એનામાં રૂપનો ગર્વ ઠાંસીઠાંસીને ભરેલો હતો... અનેક દોષ અને દુર્ગુણોની એ ખાણ હતી... ખેર, જે થાય છે તે સારા માટે! એણે જો મને ખારા પાણીમાં ધક્કો ના માર્યો હોત... તો હું મહાવ્યાધિમાં રિબાઈ રિબાઈને મરી જાત. મેં જીવવાની આશા છોડી જ દીધી હતી. પરંતુ હજુ મારાં પુણ્ય જાગતાં લાગે છે! સાગરનું પાણી ઔષધ બની ગયું પેલું લાકડાનું પાટિયું નાવ બની ગઈ! હવે મારે એ ધનશ્રીને યાદ નથી કરવી. એને ભૂલી જ જાઉં. વૃદ્ધ પુરુષો કહે છે : “ગઈ ગુજરી ભૂલી જવી! હવે તો મારે આગળનો જ વિચાર કરવો જોઈએ. નિરાશ બનવાની જરૂર નથી... જરૂર મારા પ્રારબ્ધ અને નિરોગી શરીરની ભેટ આપી છે અને નવું જીવન આપ્યું છે, તો ઉત્સાહથી આગળ વધું. ત્યાં ધનકુમારને માતા શ્રીદેવીનાં વચન યાદ આવ્યાં : “વત્સ, આપત્તિમાં ઉત્સાહ ના ગુમાવીશ. ઉત્સાહથી મનુષ્ય દુષ્કર કાર્ય પણ સિદ્ધ કરે છે!' સ્ત્રી કોઈ મોટી વાત નથી. બહુ નાની વાત છે. મારે એનો વિચાર કરવાની જરૂર નથી. હવે હું આગળ ચાલું. મને સુધા સતાવી રહી છે... આટલામાં ક્યાંક ફળ મળી જાય તો કામ થઈ જાય.” તે ઊભો થયો. સમુદ્રના કિનારે કિનારે ચાલવા માંડ્યો. હજુ દસ પગલાં જ ચાલ્યો હતો... ત્યાં કિનારા પર એક સ્ત્રીનો મૃતદેહ પડેલો જોયો. મૃતદેહ ઉપરના વસ્ત્ર સાથે બંધાયેલો એક રનહાર તેણે જોયો. તેણે વસ્ત્રની ગાંઠ ખોલીને એ હાર લીધો અને જોયો... “અરે, આ તો “કૈલોક્યસારા નામની રત્નમાળા છે! જોકે આ રત્નમાળા મારી નથી. આ મરનારી સ્ત્રીની છે. પરંતુ એ તો મરી ગઈ છે. એને આ રત્નમાળા કોઈ કામની નથી. મને આ કામ લાગશે! મારા ભાગ્યથી જ મને આ મળી છે... મારે અત્યારે ધનની જરૂર છે... આને યોગ્ય સ્થળે વેચીશ. તેની જે સોનામહોરો આવશે, તેનાથી વેપાર કરીશ... વેપારમાં જે ધન મળશે, તેનો સદુપયોગ કરી. દીન-અનાથોને દાન આપીશ.” તેણે રત્નમાળા પોતાના વસ્ત્રમાં છુપાવીને રાખી. તે આગળ ચાલ્યો... તેના મનમાં વિચાર આવ્યો : “અનેક દિન-અનાથ મનુષ્યોને દાન આપનારો છું. મારા કેવા દિવસો આવ્યા? મારે મૃતદેહ ઉપરથી આ રત્નમાળા લેવી પડી! જીવનમાં કેવું પરિવર્તન આવે છે?' વિચાર કરતો તે ચાલ્યો જતો હતો. ત્યાં સમુદ્રકિનારે ઊભેલા ભાગ-૨ ક ભવ ચોથો પક0 For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક કાપાલિકને તેણે જોયો, કાપાલિક યોગીએ ધનકુમારને જોયો... ધારી-ધારીને જોયો... એ ઓળખી ગયો ઘનકુમારને! તેને હર્ષ થયો... કુમારની દરિદ્ર અવસ્થા જોઈ તેણે કહ્યું : “અરે શ્રેષ્ઠીપુત્ર! તમે અહીં ક્યાંથી? અને તમારી આવી અવસ્થા કેમ થઈ?' ધનકુમારે યોગીને ઓળખ્યો ન હતો. તેણે પ્રત્યુત્તર આપ્યો : સમુદ્રમાં મારું વહાણ તૂટી ગયું... વહાણે જળસમાધિ લીધી.. પરંતુ મારા હાથમાં એક પાટિયું આવી જતાં... એના સહારે કિનારે આવી ગયો છું. “ધનકુમાર જાણીબુઝીને અસત્ય બોલ્યો. “ઘરની સ્ત્રીનું દુરાચરણ બીજાની આગળ પ્રગટ ના કરવું જોઈએ.” આ સમજણથી તે સાચું ના બોલ્યો. યોગીએ મધુર ગંભીર શબ્દોમાં કહ્યું : “હે શ્રેષ્ઠીપુત્ર, મનુષ્યનાં સુખ-દુઃખમાં એના કર્મો જ કારણભૂત હોય છે. ભલભલા મહાન પુરુષને તે રસ્તે રઝળતા કરી મૂકે છે... અને લક્ષ્મી તો ચંચળ છે જ. એ કાયમ કોઈ એક મનુષ્ય પાસે રહેતી નથી. આજે તારી પાસે, કાલે બીજા પાસે. ને પછી ત્રીજા પાસે! લક્ષ્મી સ્વામી બદલ્યા કરે છે. ખરેખર તો કુમાર, ગૃહવાસ જ દુઃખમય છે. નહીંતર તારા જેવા કલ્પવૃક્ષ સમાન પરોપકારી પુરુષની આવી દુર્દશા થાય ખરી?” “પરંતુ તે પુરુષ, આ જે કંઈ બન્યું, તે નગણ્ય છે, મામૂલી છે. જીવનમાં આવું બધું બન્યા કરે! પૂનમનો ચંદ્ર શું અમાવસ્યાનો ચંદ્ર નથી બનતો? અને અમાસનો ચંદ્ર પૂનમનો ચંદ્ર નથી બનતો? બને છે! એમ ભલે કષ્ટના રાહુએ તને આજે ગ્રસી લીધો, પરંતુ ધીરે ધીરે રાહુ દૂર થશે અને તે પૂર્ણરૂપે સુખી થઈશ.' કુમાર, તું જાણતો હશે કદાચ, દેવો પણ દુઃખી હોય છે. તો પછી મનુષ્યોની શી વિસાત? તું સંતાપ ના પામીશ... તું મહાપુરુષ છે... તને હું જાણું છું! તું તારા કમળ જેવા કોમલ હૃદયને અત્યારે વજ જેવું કઠણ બનાવી દે! તો જ તું આપત્તિનો ભાર વહન કરી શકીશ. હું તો માનું છું કે આપત્તિ મનુષ્યને આવવી જ જોઈએ. આપત્તિના કાળમાં જ સજ્જન અને દુર્જનની સાચી ઓળખાણ થાય છે. કોણ સ્વાર્થી છે ને કોણ સાચો પ્રેમ છે – એની પરિક્ષા થાય છે. આપત્તિમાં ભાગ્ય-દુર્ભાગ્યનો નિર્ણય કરી શકાય છે, અને સત્ત્વશીલ પુરુષ પુરુષાર્થ કરવા કટિબદ્ધ થાય છે. કુમાર, જ્યાં સુધી ધૂપને અગ્નિમાં નાખવામાં ના આવે ત્યાં સુધી એની સુગંધ ફેલાતી નથી. અગ્નિમાં પડે છે ત્યારે જ સુવાસ ફેલાય છે. હે ઉપકારી પુરુષ, હું યોગી છું. તારી આ આપત્તિ દીર્ધકાળ સુધી ટકવાની નથી. અલ્પકાળ માટે જ આવી છે આપત્તિ માટે ચિંતા ના કરીશ.. હવે તું મને કહે, તારી હું કેવી રીતે સહાયતા કરી શકું? હું યોગી છું એટલે મારી પાસે સ્વર્ણ નથી, રજત નથી કે રત્નો નથી. પરંતુ મારી પાસે એક મંત્ર છે. મારા ગુરુવિનીતાનંદ મને આપેલો છે. આ સમુદ્રતટ પર બેસીને મેં એ મંત્ર સિદ્ધ કર્યો છે. એ મંત્રનું નામ શ્રી સમરાદિત્ય મહાકથા પ૧ For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે “ગારુડ-મંત્ર.” કોઈ મનુષ્યને ગમે તે સર્પ કરડ્યો હોય, એનું ગમે તેવું ઝેર હોય. આ મંત્ર બોલવાથી તરત ઝેર ઊતરી જશે? હું તને એ મંત્ર આપું છું. તું એનો સ્વીકાર કર, ગ્રહણ કર. આ મંત્રથી તને વૈભવ પ્રાપ્ત થશે અને પરોપકાર કરવાનો પણ અવસર પ્રાપ્ત થશે.' ધનકુમારે વિચાર કર્યો ; ખરેખર, યોગીપુરુષ નિષ્કારણ વત્સલ હોય છે. એવું મેં જે સાંભળેલું તે સાચું જોવા મળ્યું. દુઃખી જીવો ઉપર યોગીપુરુષો, સાધુપુરુષો કરુણાવાળા, વાત્સલ્યવાળા હોય છે – એ વાત હું પ્રત્યક્ષ જોઈ રહ્યો છું... તેઓ મને કેવો શ્રેષ્ઠ મંત્ર આપવા ઇચ્છે છે! પરંતુ મારાથી કેમ લેવાય? મેં એમને કંઈ આપ્યું નથી.. આપ્યા વિના લેવાય નહીં... માટે એમને મંત્ર લેવાની ના પાડું.' હે યોગીપુરુષ, આપે મારા ઉપર ઉપકાર કર્યો! મને કેવું સુંદર આશ્વાસન આપ્યું! મારા ચિત્તને કેવી શાન્તિ આપી? આપે મારા હિતનો, કલ્યાણનો વિચાર કર્યો! આ જ આપનો મોટો ઉપકાર છે. આપે મને કેવાં જ્ઞાનપૂર્ણ વચનો સંભળાવ્યા! આપની મારા ઉપર પરમકૃપા થઈ... બસ, જેના પર યોગીપુરુષોની કૃપા વરસે છે, તેનું અહિત થતું જ નથી... મારે મન આપની કૃપા એ જ મંત્ર છે... મારે બીજો કોઈ મંત્ર જોઈતો નથી. આમેય અમે ગૃહસ્થો છીએ, અમારામાં પ્રમાદ વધારે હોય. ક્યારેક મંત્રદેવની આશાતના થઈ જાય તો? મંત્રદેવતાઓ ઉગ્ર હોય છે... લાભ લેવા જતાં નુકસાન થઈ જાય! માટે મારે મંત્ર નથી જોઈતો.” ધનકુમારે યોગીને બે હાથ જોડી મસ્તક નમાવ્યું. હે શ્રેષ્ઠીપુત્ર, તમે નિર્ભય રહો. આ મંત્રના દેવતાઓ સૌમ્ય છે... હું જાણું છું. કારણ કે મેં દિવસો સુધી આ સમુદ્રકિનારે બેસીને મંત્રદેવતાઓની ઉપાસના કરી છે. સૌમ્ય છે મંત્રદેવતાઓ, માટે ગભરાયા વિના તું આ મંત્ર ગ્રહણ કર.” હે મહાત્મન, તમે આગ્રહ ના કરો. મેં તમારું કંઈ પ્રિય કર્યું નથી... તમારા પર કોઈ ઉપકાર કર્યો નથી, પછી હું કેવી રીતે તમારાથી ઉપકૃત થાઉં? યોગીએ વિચાર્યું : “ઓહો.... આ શ્રેષ્ઠીપુત્રે મને ઓળખ્યો જ નથી! હું એમ સમજતો હતો કે એણે મને ઓળખી લીધો છે... મારે એને મારી ઓળખાણ આપવી પડશે!' શ્રેષ્ઠીપુત્ર, શું તમે મને ઓળખ્યો નહીં? બરાબર છે. એ વખતે હું ગૃહસ્થના વેશમાં હતો. આજે યોગીરૂપે છું. માથે જટા અને મુખ પર દાઢી-મૂછ! એટલે કદાચ તમે મને ઓળખ્યો નથી. હું મારી ઓળખાણ આપું! હે ઉપકારી, તામ્રલિપ્તી નગરી... તમે તમારા નોકર સાથે સમુદ્રનાન કરવા જતા હતા... માર્ગમાં એક જુગારી તમારા શરણે આવેલો... યાદ કરો! તમે સોળ સોનામહોરો જુગારીઓને આપી, શરણે આવેલા જુગારીને છોડાવેલો. પછી તમારા ઘેર લઈ ગયેલા.. સ્નાન કરાવી સુંદર પર ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વસ્ત્રો આપેલાં... ભોજન કરાવેલું... ને વેપાર કરવા તમે એને જોઈએ એટલું દ્રવ્ય લેવા આગ્રહ કરેલો... યાદ આવી ગયું? એ જુગારી હું જ હતો... મારું નામ મહેશ્વરદત્ત! તમે મને કેવી સારી પ્રેરણા આપી હતી... અર્થોપાર્જન કરવાનો પુરુષાર્થ કરવા અને જુગાર વગેરે વ્યસનોથી મુક્ત થવા... હૃદયસ્પર્શી ઉપદેશ આપેલો..” “કહો, શ્રેષ્ઠીપુત્ર, તમે મને શત્રુઓથી બચાવેલો કે નહીં? મને અભયદાન, વસ્ત્રદાન, ભોજનદાન આપેલું કે નહીં? જો એ સમયે તમે મને શરણ ન આપ્યું હોત તો પેલા જુગારીઓ મને મારી જ નાખત! આવા ઉપકારથી વધીને બીજો કયો ઉપકાર હોઈ શકે? અભયદાન જેવો બીજો કોઈ ઉપકાર નથી.” - ધનકુમારને તામ્રલિપ્તીના રાજમાર્ગ પર... પ્રભાતના સમયે બનેલી ઘટના યાદ આવી ગઈ... તેણે કહ્યું : “હે યોગીપુરુષ, તમે કહેલી વાત મને યાદ આવી ગઈ.. પરંતુ તમે ક્યારે કેવી રીતે આ કાપાલિક સંપ્રદાયની દીક્ષા લીધી? “એ બધી વાત આપણે આશ્રમમાં જઈને કરીશું. પહેલાં તમે આ મંત્ર ગ્રહણ કરી, તમારા અનંત ઋણમાંથી કિંચિત્ મુક્ત કરો.” જેવી તમારી ઇચ્છા. હવે હું તમને ના નહીં કહી શકું” યોગી મહેશ્વરદત્તે ધનકુમારને વિધિપૂર્વક મંત્ર આપ્યો. ધનકુમારે યોગીના ચરણે પ્રણામ કર્યા. મહેશ્વરદત્તે કહ્યું : “હવે ચાલો આપણે તપોવનમાં જઈએ. તમે ઘણા દિવસોથી ભોજન નથી કર્યું, પાણી પણ નથી પીધું. ખરું ને? આજે મને તમારું આતિથ્ય કરવાનું સૌભાગ્ય મળ્યું.” ‘તમારી વાત સાચી છે. વહાણ તૂટી ગયું પછી હું એક પાટિયાના સહારે સાત દિવસ ને સાત રાત સમુદ્રમાં તરતો રહ્યો! પછી ખાવાપીવાનો પ્રશ્ન જ નથી રહેતો..” તેઓ તપોવનમાં ગયા. ઘનકુમાર ભૂખ અને થાકથી ત્રસ્ત થઈ ગયો હતો. તપોવનમાં તેને સધન વૃક્ષોની શીતલ છાયા મળી ગઈ. તે ત્યાં જ એક ઓટલા પર સૂઈ ગયો. સુગંધી પવન અને કોયલના ટહૂકાર... પંખીઓનો કલરવ... સૂતાં વેંત ધનકુમાર ઘસઘસાટ ઊંઘવા લાગ્યો. તપોવનમાં વિવિધ પ્રકારનાં હજારો વૃક્ષો હતાં. નિર્મળ મીઠા પાણીની વાવડી હતી. નાની નાની ટેકરીઓ હતી અને એના પર વિવિધ પુષ્પોના છોડ હતા. જુદી જુદી જગ્યાએ લતાકુંજ હતી. તપોવનમાં પ્રવેશ કરતાં જમણી બાજુએ એક મંદિર હતું. મંદિરની પાછળ નાની નાની કુટિર હતી. મહેશ્વરદત્ત કેળપત્રમાં વિવિધ પ્રકારના ફળો લઈ આવ્યો અને માટીના પાત્રમાં પાણી લઈ આવ્યો. તેણે ધનકુમારને ઘેરી નિદ્રામાં જોયો. તેને જગાડ્યો નહીં, પાસે શ્રી સમરાદિત્ય મહાકથા પs3 For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બેસી રહ્યો. એક પ્રહર સુધી કુમારે નિદ્રા લીધી. તે જાગ્યો... મહેશ્વરદત્તના મુખ પર સ્મિત રમી ગયું. “શ્રેષ્ઠીપુત્ર, તમને અહીં સારો વિશ્રામ મળી ગયો, ખરું ને? હવે ફલાહાર કરો અને વાવડીનું મધુર પાણી પીઓ... પહેલા આ કામ કરો, પછી બીજી વાતો કરીએ.” મહેશ્વરદત્તે ફણસ વગેરે ફળો આગ્રહ કરીને ખવરાવ્યા. કુમારે પેટ ભરીને ફલાહાર કર્યો. પાણી પીધું... અને પરમ સંતોષ પામ્યો. હે શ્રેષ્ઠીપુત્ર, કહો, હવે અહીં બેસવું છે કે કુટિરમાં જઈને બેસવું છે? અથવા તપોવનમાં ફરવું છે?' મહાત્મન, આપણે અહીં જ બેસીએ. સંધ્યા સમયે તપોવનમાં ફરવા જઈશું. અને રાત્રિ સમયે કુટિરમાં જઈ વિશ્રામ કરીશું. હવે તમે મારી જિજ્ઞાસા પૂર્ણ કરો...' ‘શ્રેષ્ઠીકુમાર, તમારા ઘરેથી નીકળી હું સમુદ્રકિનારે ગયો હતો. ત્યાં મેં ઘણા વિચારો કર્યા હતા... અર્થપુરુષાર્થની મને અસારતા લાગી. ધર્મપુરુષાર્થ કરવાનો નિર્ણય કર્યો... કારણ કે મેં ઘણાં પાપ કર્યા હતાં મારા જીવનમાં. ધર્મપુરુષાર્થ કરી એ બધાં પાપોથી મુક્તિ મેળવવી હતી. હું જાણતો હતો કે મારાં કરેલા પાપ મને દુર્ગતિમાં લઈ જશે... મારે દુર્ગતિમાં જવું ન હતું. મારે મારો પરલોક સુધારવો હતો. એ માટે મારે ધર્મપુરુષાર્થ જ કરવો જોઈએ. પરંતુ મને કોણ ધર્મપુરુષાર્થ બતાવે? હું તો ધર્મથી સાવ અજાણ હતો. મને મારા પિતાના મિત્ર યાદ આવ્યા. તેમનું નામ યોગીશ્વર. યોગીશ્વર વિનતાનંદ મને પણ ઓળખતા હતા. મારાં ખોટા કામોથી કંટાળેલા મારા પિતાને યોગીશ્વર આશ્વાસન આપતા. તેઓ અમારા ઘરે પણ આવતા. મને ખબર હતી કે યોગીશ્વરનું તપોવન સમુદ્રકિનારા પર છે. હું ચાલતો ચાલતો અહીં આવ્યો. યોગીશ્વર પાસે ગયો. એમનાં ચરણોમાં પડી ગયો.. ખૂબ રોયો... યોગીશ્વરે મને રોવા દીધો, એક અક્ષર પણ ના બોલ્યા. મેં કહ્યું : મને ધર્મપુરુષાર્થ બતાવો.” “દીક્ષા લે...” તેઓ બોલ્યા. અને મેં આ કાપાલિક સંપ્રદાયની દીક્ષા ગ્રહણ કરી. # 198 ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir { 00. બીજા દિવસે વહેલી સવારે ધનકુમારે મહેશ્વરદત્તની અનુમતિ લીધી અને સુશર્મનગર, તરફ પ્રયાણ કર્યું. મહેશ્વરદત્ત માર્ગ બતાવવા માટે એક યોજન સુધી સાથે ચાલ્યો. તેણે કહ્યું : કુમાર, પહેલા શ્રાવસ્તી નગરી આવશે. ત્યાં એક-બે દિવસ રોકાઈને પછી આગળ વધજો, અને પુનઃ આ પ્રદેશમાં આવો તો આ તપોવનમાં અવશ્ય આવજો.' મહેશ્વરદત્તને પાછો વાળીને, ધનકુમાર આગળ ચાલ્યો. પેલી “ત્રલોક્યમારા' નામની રત્નમાળા એણે કાળજીપૂર્વક વસ્ત્રમાં સંતાડી રાખી હતી. તે વિચારવા લાગ્યો : “જો શ્રાવસ્તીમાં સારો વેપાર ચાલતો હશે તો ત્યાં હું આ રત્નમાળાને વેચીને, સોનામહોરો લઈ લઈશ. તેનાથી વેપાર કરીશ. પુનઃ પૂર્વવત સ્થિતિ પ્રાપ્ત કરીને પછી જ સુશર્મનગર જઈશ. જોકે એ પહેલાં હું ત્યાંનો બધો વૃત્તાંત જાણી લઈશ. ધનશ્રીએ શું કર્યું? નંદક ઘરે પહોંચ્યો છે કે નહીં? મારાં માતા-પિતાએ શું કર્યું? મારા સમાચાર એમને મળ્યા છે કે નહીં? મળ્યા છે, તો તે સાચા કે ખોટા? આ બધી વાતોની તપાસ કરાવીશ.” મધ્યાહ્ન સમયે એ એક નાના ગામના પાદરે પહોંચ્યો. ગામની બહાર એક-બે ઝૂંપડાં હતાં. બાજુમાં વડનાં, પીંપળનાં અને લીમડાનાં વૃક્ષો હતાં. કુમારે ઝૂંપડાં પાસે જઈને પાણી માગ્યું. એક વૃદ્ધાએ બહાર આવીને કુમારને પાણી પાયું, ને પૂછયું : “યાત્રિક, ક્યાંથી આવો છો ને ક્યાં જાઓ છો?” યોગીશ્વરના તપોવનથી આવું છું... ને શ્રાવસ્તી જાઉં છું...” ઓહો... તમે યોગીશ્વરના તપોવનમાંથી આવો છો? યોગીશ્વરનાં દર્શન કરવા ગયા હશો? વત્સ, ત્યાં તમે નવા યોગીને મળ્યા હશો? બહુ મોટા પ્રભાવશાળી યોગી છે.' “હા માતા, એમને મળ્યો હતો ને એમની પાસે જ રહ્યો હતો.” સારું કર્યું વત્સ, હવે ભોજનવેળા થઈ ગઈ છે, માટે ભોજન કર, પછી આ વૃક્ષોની છાયામાં ખાટલો ઢાળીને વિશ્રામ કર. નમતા પહોરે આગળ વધજે.' ધનકુમારે ભોજન કર્યું. વિશ્રામ કર્યો... અને ચોથા પ્રહરના પ્રારંભે શ્રાવસ્તી તરફ પ્રયાણ કર્યું. વૃદ્ધાએ કહ્યું : “વત્સ, હવે જંગલ આવશે. રાત્રિના પ્રથમ પ્રહર સુધી જ ચાલજે. પછી એક શિવમંદિર આવશે. રાતવાસો શિવમંદિરમાં કરજે. પ્રભાતે અજવાળું થયા પછી આગળ વધજે. જંગલી પશુઓનો ભય છે એ જંગલમાં, લે, આ બે ચકમકના પથ્થર, કોઈ પશુ નજીક આવે તો આ પથ્થર ઘસજે. આગ પ્રગટશે... પશું ભાગી જશે.' શ્રી સમરાદિત્ય મહાકથા પpપ For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બે પથ્થર લઈ તે આગળ ચાલ્યો. રાતવાસો શિવમંદિરમાં કરી, પ્રભાતે તે આગળ વધ્યો. મધ્યાહ્નકાળે નાના ગામમાં વિસામો કરી, વળી આગળ ચાલ્યો. રાતવાસો એણે શ્રાવસ્તીની નજીક એક યોજન દૂર એક પાન્ધશાળામાં કર્યો. પાન્ધશાળામાં બીજા મુસાફરો પણ હતા. પરંતુ ધનકુમારે એ લોકો સાથે કોઈ વાત ના કરી. એક ખૂણામાં લાંબો થઈને સૂઇ ગયો. એની પાસે કોઈ સામાન તો હતો નહીં, કપડાં ફાટેલાં હતાં... દેદાર દરિદ્ર જેવો હતો... એટલે “રત્નમાળા' સુરક્ષિત હતી! વહેલી સવારે તે શ્રાવસ્તી તરફ ચાલી નીકળ્યો. સૂર્યોદય વેળાએ શ્રાવસ્તીના પ્રવેશદ્વાર પાસે પહોંચ્યો. પ્રવેશદ્વારે લોકોની ભીડ હતી. ધનકુમારે, ત્યાંથી પસાર થતા એક નાગરિકને પૂછ્યું : મહાનુભાવ, પ્રવેશદ્વાર પર લોકોની ભીડ કેમ છે? નાગરિકે ધનકુમાર સામે જોયું, તેણે કહ્યું : ‘તમે પરદેશી લાગો છો, હમણાં જ ચાલ્યા આવતા લાગો છો?' તમારું, અનુમાન સાચું છે.” આજે રાત્રે રાજમહેલમાં ચોરી થઈ છે. ચોરોએ રાજભંડારમાં ચોરી કરી છે. ચોરોને પકડવા માટે નગરના ચારે દિશામાં ચાર પ્રવેશદ્વારો બંધ કરી દેવાયાં છે. જે કોઈ પરદેશી નગરમાંથી બહાર જતો હોય કે બહારથી અંદર આવતો હોય, તેને સૈનિકો પકડે છે. રાજમંત્રી પાસે લઈ જાય છે. રાજમંત્રી અને તપાસે છે, જો નિર્દોષ હોય તો છોડી દે છે...” આટલું કહીને નાગરિક એના રસ્તે ચાલતો થયો, ધનકુમારે વિચાર કર્યો હું હમણાં નગરમાં ના જાઉં... બહાર જ કોઈ પાન્થશાળામાં કે અન્યત્ર રોકાઈ જાઉં. ચોરો પકડાઈ જાય, પછી નગરમાં જઈશ..” ધનકુમાર પાછો ફર્યો... બીજી દિશા તરફ ચાલ્યો, પરંતુ એક સૈનિક અધિકારીએ એને જોઈ લીધો.. દોડીને એ કુમાર પાસે આવ્યો ને તેને પકડડ્યો. પૂછ્યું : “હે ભદ્ર, તું કોણ છે? ક્યાંથી આવે છે?” હું શ્રેષ્ઠીપુત્ર છું, સુશર્મનગરથી આવું છું.' તું ક્યાં જાય છે?' હું આગળ ગયો હતો, હવે પાછો સુશર્મનગર જઇશ.” હે શ્રેષ્ઠીપુત્ર, તમે ગુસ્સો ના કરશો, અમારે તમને પકડવા પડશે... અને રાજમંત્રી પાસે લઈ જવા પડશે.' પ્રયોજન?' મહારાજાના રાજભંડારમાં ચોરી થઈ છે, માટે દરેક પરદેશીને તપાસવામાં આવે છે.” પરંતુ, હું એવાં પાપકર્મ કરનારો નથી. હું શ્રેષ્ઠીપુત્ર છું. અને હમણાં જ ચાલી ભાગ-૨ # ભવ ચોથો UGS For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવું છું... પછી મારે રાજમંત્રી પાસે શા માટે જવું જોઇએ?' અમને મહારાજાની આજ્ઞા છે, એટલે તમારે રાજમંત્રી પાસે આવવું તો પડશે જ.” ચાલો, હું આવું છું.' ધનકુમારે વિચાર કર્યો : “સૈનિકો પકડીને લઈ જાય, એના કરતાં સ્વેચ્છાએ જવાથી મંત્રી ઉપર સારો પ્રભાવ પડશે, ને જલદી છૂટકારો મળશે!' મંત્રી પાસે પહોંચ્યા. મંત્રીએ ધનકુમારને પૂછ્યું : “કોણ છો? ક્યાંથી આવો છો? ક્યાં જાઓ છો?” શ્રેષ્ઠીપુત્ર છું.. સુશર્મનગરથી આવું છું... ને પાછો સુશર્મનગર જવાનો છું.' ‘તમારી પાસે કંઈ ખાવાનું ભાતું કે બીજી કોઈ વસ્તુ છે ખરી?” “ના રે, શંકા કરવા યોગ્ય કંઈ જ નથી મારી પાસે.” સ્પષ્ટ વાત કર.” આપ જેવા મંત્રીશ્વર સમક્ષ ખોટું નિવેદન કેમ કરાય?” ભલે, તમે જઈ શકો છો...” મંત્રીએ કુમારને મુક્ત કરી દીધો. કુમારે રત્નમાળા ના બતાવી! લોભ હતો.. ને પરિણામનું અજ્ઞાન હતું. રાજમંત્રીના ઘરના પગથિયાં ઊતરીને ધનકુમાર આંગણામાં આવ્યો, ત્યાં અચાનક એક મોટો વાંદરો - લીમડાના વૃક્ષ પરથી ઉતરી આવ્યો ને ધનકુમારને વળગી પડ્યો. ઉઝરડા કરવા માંડ્યા... વસ્ત્ર ફાડવા માંડ્યા... શરીરે બચકાં ભરવા માંડ્યા... ધનકુમાર બેબાકળો બની ગયો. વાંદરાથી છૂટવા પ્રયત્ન કરવા માંડ્યો.. ત્યાં વસ્ત્રમાં છુપાયેલી “રત્નમાળા' જમીન પર પડી ગઈ! તરત જ વાંદરાએ રત્નમાળા હાથમાં લઈ લીધી. ધનકુમાર એ માળા છોડાવવા જાયે એ પૂર્વે રાજમંત્રી એ માળા જોઈ લીધી તે દોડતો આવ્યો. વાંદરા પાસેથી રત્નમાળા છોડાવી લીધી. માળા લઈને મંત્રીએ કુમારને કહ્યું : “મારી પાછળ ચાલ્યો આવ.' ધનકુમાર ભયથી ધ્રૂજી ઊઠ્યો. તેનું મુખ પ્લાન થઈ ગયું. તેના શરીરે પરસેવો છૂટી ગયો. મંત્રીએ ધારીધારીને રત્નમાળા જોઈ. આ ત્રિલોક્યસારા છે... આ માળા તો મેં મારા હાથે જ ભંડારમાંથી કાઢીને રાજકુમારીને આપી છે! આ માળા આ શ્રેષ્ઠીપુત્ર પાસે કેવી રીતે આવી હશે? કંઈક ચિંતા.. કંઈક શંકા... ને કંઈક આશ્ચર્યથી મંત્રીએ કુમારને પૂછ્યું : હે ભદ્રપુરુષ, આ માળા તારી પાસે ક્યાંથી આવી?' હું મારા વહાણમાં મહાકટક દ્વીપ પર ગયો હતો. ત્યાં મેં આ માળા ખરીદી હતી. એ દ્વીપથી પાછા ફરતાં, માર્ગમાં મારું વહાણ ભાંગી ગયું... મારું સર્વસ્વ સમુદ્રના તળિયે જઈને બેઠું. માત્ર હું બચી ગયો, ને આ માળા બચી ગઈ...”અસત્ય બોલ્યો. શ્રી સમરાદિત્ય મહાકથા પ૭ For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મંત્રીએ પૂછ્યું : “આ માળા તે ક્યારે ખરીદી હતી?” એક વર્ષ પહેલાં નવું અસત્ય બોલ્યો. મંત્રીએ વિચાર કર્યો : “મેં આ રત્નમાળા રાજકુમારીને ત્રણ મહિના પૂર્વે આપેલી છે, અને બે મહિના પૂર્વે રાજકુમારી અહીંથી ગઈ છે... જ્યારે આ શ્રેષ્ઠીપુત્ર જુદી જ વાત કરે છે. પહેલાં તો એણે મને કહેલું કે મારી પાસે શંકાસ્પદ કોઈ વસ્તુ નથી...” અને આ હાર એની પાસેથી મળી આવ્યો. આ માણસ મને શંકાસ્પદ લાગે છે. આ હાર સાથે રાજકુમારીનો સંબંધ છે, એટલે મારે મહારાજાને વાત કરવી જોઈએ.” મંત્રીએ ધનકુમારને કહ્યું : “તારે મારી સાથે મહારાજાની પાસે આવવાનું છે.' મંત્રી કુમારને રાજા પાસે લઈ ગયો. રાજાને હર બતાવ્યો. રાજા બોલી ઊઠ્યો : “આ તો રાજકુમારીની રત્નાવલી છે. છતાં હું ભંડારીને બતાવી જોઉં.” ભંડારીને રત્નાવલી બતાવી. તેણે કહ્યું : 'મહારાજા, આ એ જ રત્નાવલી છે, કે જે રાજકુમારીને આપી હતી. રાજાએ ક્રોધભરી દૃષ્ટિથી ધનકુમાર સામે જોયું. “જરૂર આ પુરુષે મારી પુત્રીને મારી નાખીને આ હાર મેળવ્યો લાગે છે. અથવા એને લુંટી લીધી છે. એ સિવાય આ હાર આની પાસે ક્યાંથી આવે?” રાજાએ ફરીથી કુમારને પૂછ્યું. હું તને છેલ્લી વાર પૂછું છું. સાચું બોલ, આ રત્નાવલી તારી પાસે ક્યાંથી આવી? જો તું સાચું બોલીશ, તો તને દંડ નહીં કરું...” ધનકુમારે એનો એ જ જવાબ આપ્યો. રાજાએ ફરીથી રત્નાવલીને ફેરવી ફેરવીને જોઈ. આ “ત્રિલોક્યસારા' જ છે. આ પુરુષ સાવ અસત્ય બોલે છે. રાજાને ગુસ્સો આવ્યો. તેણે સિંહાસન પરથી નીચે ઊતરી ધનકુમારને સજા ફટકારી દીધી : “આ દુષ્ટ પુરુષને સ્મશાનમાં લઈ જવામાં આવે અને એનો વધ કરવામાં આવે.' ધનકુમાર સ્તબ્ધ બની ગયો. કિંકર્તવ્યમૂઢ બની ગયો. એક વાર મૃત્યુના મુખમાંથી પાછો આવેલો કુમાર પુનઃ મૃત્યુ તરફ ધકેલાઈ ગયો. રાજાની આજ્ઞા થતા મંત્રીએ મારાઓને બોલાવી તેને સોંપી દીધો અને કહ્યું : આ યુવાનના સંપૂર્ણ શરીરે કાળી મેશ ચોપડી દો. એના માથે કાંટાનો મુગટ પહેરાવો. શરીર પર સર્વત્ર સૂકું ઘાસ બાંધો. તેના પગમાં બેડી નાખો. હાથમાં બેડી નાખો. ફૂટેલાં ઢોલ વગાડીને, એણે જે અપરાધ કર્યો છે, તે જાહેર કરો. તેને આ રીતે સ્મશાનમાં લઈ જાઓ.” રાજાએ મંત્રીને કહ્યું : “એક થાળમાં આ રક્તવર્ણનાં રત્નોની માળા મૂકીને, તેને એક રાજપુરુષના માથે મુકાવીને, સાથે જ સ્મશાન સુધી લઈ જાઓ. પ્રજાને ખબર પડે કે “આ “કૈલોક્યસારા” નામની રત્નમાળાનો આ લૂંટારો છે, ચોર છે...” મંત્રીએ એ જ રીતે રાજાની આજ્ઞાનું પાલન કર્યું. ધનકુમારની જીવતા જીવે us૮ ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્મશાનયાત્રા નીકળી. તેના હૃદયમાં ઘોર પશ્ચાતાપ થઈ રહ્યો હતો. નીચી દૃષ્ટિએ ધીમે પગલે તે ચાલી રહ્યો હતો. ત્યાં અચાનક એક ઘટના બની ગઈ... આકાશમાં એક બાજ પક્ષી ઊડી રહ્યું હતું. તેની દૃષ્ટિ માંસ શોધતી હતી. તેણે થાળમાં રહેલી રત્નમાળાને માંસ સમજી લીધી. તીવ્ર ગતિથી બાજ પક્ષી નીચે આવ્યું... રત્નહાર લઈને આકાશમાં ઊડી ગયું. સાથે ચાલી રહેલા સૈનિકોના જીવ અધ્ધર થઈ ગયા. થોડા સૈનિકો બાજ પક્ષી જે દિશામાં ગયું હતું એ દિશામાં દોડ્યા. પરંતુ બાજ તીવ્ર ગતિથી આકાશમાં ઊડી રહ્યું હતું. સુભટો ના પહોંચી શક્યા. રાજપુરુષોએ પક્ષી ઉપરનો ક્રોધ ધનકુમાર ઉપર ઉતાર્યો. તેનો તિરસ્કાર કર્યો... સ્મશાનમાં પહોંચીને ચંડાળને સોંપી દીધો. ૦ ૦ ૦ સ્મશાનમાં બાવળ વગેરેનાં સૂકાં વૃક્ષો ઉપર ગીધ અને કાગડાઓનાં ટોળાં બેઠાં હતાં. તેમનો વિરસ અવાજ સ્મશાનમાં ફેલાતો હતો. શિયાળો રુદન કરી રહ્યાં હતાં. કેટલાંક મડદાંઓની ચિતાઓ સળગી રહી હતી મડદાંઓની દુર્ગધ ફેલાઈ રહી હતી... કેટલાંક મૃતદેહોને કૂતરાઓ ફાડીને ખાઈ રહ્યા હતા. ઠેર ઠેર મનુષ્યોનાં અને પશુઓનાં હાડપિંજરો પડેલાં હતાં. યમરાજ પણ જ્યાં જવાનું પસંદ ના કરે, એવા સ્મશાનમાં ધનકુમારને ચંડાળ લોહિતમુખ, જ્યાં શૂળી હતી, ત્યાં લઈ ગયો. લોહિતમુખ, કુળપરંપરાથી ચંડાળનું કામ કરતો હતો. તેને આ કામ કરવું જરાય પસંદ ન હતું. તેણે એક મુનિરાજના પરિચયમાં આવીને જિનધર્મ સ્વીકારેલો હતો. રાજાને તેણે અનેક વાર વિનંતી કરી હતી કે “મને આ કાર્યથી મુક્ત કરો.” પરંતુ રાજા તેને મુક્ત કરતો ન હતો. શું થાય? રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકાય એમ ન હતું. લોહિતમુખ ચંડાળે ધનકુમારને જોયો. ધારીધારીને જોયો. તેને વિચાર આવ્યો : ‘આવી સૌમ્ય... શીતલ આકૃત્તિવાળો યુવાન શું આવું કાર્ય કરે? ના જ કરે... પરંતુ હું શું કરી શકું? મારે તો રાજાની આજ્ઞાનું પાલન કરવાનું છે. તેણે ધનકુમારને વધસ્થાને બેસાડ્યો અને કહ્યું : “હે આર્ય, આ જીવલોકમાં સ્મરણ કરવા યોગ્ય તારા ઇષ્ટદેવનું સ્મરણ કરી લે... આ જીવલોકની આવી જ નિયતિ છે. એક વાત તને કહું છું યુવાન, મારા મિત્રો શ્રાવક છે! એમના સંપર્કમાં હું રહું છું. તેથી મારી દૃષ્ટિ ક્રૂર નથી. વધકાર્ય કરવામાં મારી કોઈ રુચિ નથી, છતાં મારે રાજ -આજ્ઞાનું પાલન કરવું પડે છે.” મેં મહારાજાને વિનંતી કરી હતી કે હું, મારે જેનો વધ કરવાનો હોય, મૃત્યુ સમયે એના શુભ ભાવ રહે તે માટે, એ પુરુષની બે ઘડી ઇચ્છા પૂર્ણ કરીશ.' મહારાજાએ મારી પ્રાર્થના માન્ય રાખી છે. માટે તે આર્ય, તું કહે, તને હું શું આપું? તારી શું ઇચ્છા છે?' શ્રી સમરાદિત્ય મહાકથા USE For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધનકુમારને ચંડાળની વાત સાંભળી આશ્ચર્ય થયું. તેણે વિચાર્યું : “આ ચંડાળ છે. છતાં શ્રાવક છે! તેની કેવી ઉચ્ચકોટિની માનવતા છે! દીન-હીન જીવો પ્રત્યે એનું કેવું અદૂભુત વાત્સલ્ય છે! કેવો આ પરોપકાર-પરાયણ મહાનુભાવ છે! દયા અને અનુકંપા એના હૃદયમાં વસેલી છે! ખરેખર, આ કર્મચંડાળ નથી, જાતિચંડાળ છે, સજ્જન પુરુષ છે. આવા મહાપુરુષ સાથે ક્યાં સમાગમ થઈ ગયો? સ્મશાનમાં, અને તે પણ વધસ્થાને? ખેર, હવે મૃત્યુ સામે છે. પુરુષાર્થ કરવાનો સમય વીતી ગયો. અભાગીનાં મનોવાંછિત પૂર્ણ થતાં નથી...' ધનકુમારે નિસાસો નાખ્યો. તેણે ચંડાળની સામે જોયું... પલભર જોતો રહ્યો... તેણે કહ્યું : “ભ, તું રાજાજ્ઞાનું પાલન કર. તારે બીજો વિચાર કરવાનો ના હોય!” કુમારનાં સત્ત્વશીલ વચનો સાંભળીને ચંડાળે વિચાર્યું : “આ પુરુષ દીન-હીન નથી. મહાપુરુષ લાગે છે. મૃત્યુથી નિર્ભય છે. આ અપરાધી ન જ હોય, નિર્દોષ લાગે છે... શું મારે નિર્દોષની હત્યા કરવી પડશે?” તેનું મન ખિન્ન થઈ ગયું. તે રડી પડચો... ગદ સ્વરે કહેવા લાગ્યો : “હે આર્ય, ઇષ્ટદેવનું સ્મરણ કરો. વૈષયિક સુખોના રાગનો ત્યાગ કરો, ધર્મને હૃદયમાં ધારણ કરો.. અને સ્વર્ગસન્મુખ દૃષ્ટિ સ્થિર કરો...” ધનકુમારના ચિત્તમાં એક સંતાપ જાગ્યો : “ખરેખર, આ સંસારને ધિક્કાર હો, પરોપકાર કરવાની ભાવનાઓ મારા મનમાં જ રહી ગઈ... હું પરોપકાર કરવા માટે જ ધન કમાવા નીકળ્યો હતો.. આપબળે ધન કમાઈને મારે દીન-અનાથ જનોનો ઉદ્ધાર કરવો હતો... આ ભવમાં ન કરી શક્યો ઉદ્ધાર, મને મૃત્યુ પછી એવો ભવ મળજો... કે જ્યાં હું મારી આ અપૂર્ણ ઇચ્છાને પૂર્ણ કરનારો બનું...' આમ વિચારીને તે સ્વર્ગસન્મુખ દૃષ્ટિ સ્થિર કરીને બેઠો. ચંડાળે મ્યાનમાંથી લાંબી તલવાર બહાર કાઢી. પોતાના ખભા પર ઊંચી કરી... ઉગામી... અને બોલ્યો : “અરે લોકો, સાંભળો : આ પુરુષે રાજકુમારીની રત્નાવલી, રાજપુત્રીને ઠગીને પડાવી લીધી છે. આ અપરાધના કારણે એનો વધ કરું છું. જે કોઈ આ રીતે રાજ્યવિરુદ્ધ ગુનો કરશે, તેને આવી આકરી સજા થશે!” ઉગામેલી તલવાર, પ્રહાર કર્યા વિના ફેંકી દીધી... ને ચંડાળ ધરતી ઉપર ઢળી પડ્યો. જ જ એક પછ0 ભાગ-૨ ( ભવ ચોથો For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir ધનકુમાર સ્તબ્ધ થઈ ગયો. ‘શું થયું ચંડાળને? કેમ એણે મને મારવા માટે ઉગામેલી તલવાર ફેંકી દીધી? શાથી એ ધરતી પર ઢળી પડ્યો?' એણે ચંડાળને કહ્યું : ‘મહાનુભાવ, તું તારા હૃદયને કઠોર કર, આમ ગભરાઈ ના જા, મને પીડા થાય છે. રાજાની આજ્ઞા મુજબ તું કાર્ય કર. તું તો માત્ર રાજાનો સેવક છે...’ ધીરે ધીરે ચંડાળ ધરતી ઉપરથી ઊભો થયો... આંસુભરી આંખે તેણે કહ્યું : ‘ આર્ય, તમારું કંઈ પ્રિય કર્યા વિના તમારા ઉપર પ્રહાર કરવા હું શક્તિમાન નથી, કહો, તમને જે અતિ પ્રિય હોય તે કહો. આજ્ઞા કરો મને...' કુમાર વિચારમાં પડી ગયો. મહારાજા વિચારધવલ, ધનકુમારના વધના સમાચાર જાણવા રાજસભામાં બેઠા હતા. રત્નાવલીની ચર્ચા કરતા હતા, ત્યાં ઉઘાનનો માળી દોડતો રાજસભામાં પ્રવેશ્યો... મહારાજા પાસે આવીને, અત્યંત ભયભીત સ્વરે બોલ્યો : ‘મહારાજા ઘોર, અનર્થ થઈ ગયો... યુવરાજ સુમંગલ ઉદ્યાનમાં ફરતા હતા, ત્યાં તેમને એક ભયંકર ઝેરી નાગ કરડ્યો છે... તેઓ બેભાન બનીને જમીન પર પડ્યા છે...' મહારાજા વ્યાકુળ બની ગયા... તેઓ મંત્રીઓની સાથે ઉદ્યાનમાં દોડી ગયા. યુવરાજને જમીન પર ચત્તોપાટ પડેલો જોયો. તેની ચારે બાજુ સૈનિકો ઊભા રહી ગયા હતા. મહારાજા કુમારની પાસે બેસી ગયા. મંત્રીઓ નગરના પ્રસિદ્ધ માંત્રિકોને લઈને આવી ગયા. કુશળ વૈદ્યોને બોલાવી લાવ્યા. માંત્રિકોએ મંત્રોપયોગ કરવા માંડ્યા. વૈદ્યોએ ઔષધોપચાર કરવા માંડ્યા, પરંતુ ના મંત્રપયોગ સફળ થયા, ના ઔષધોપચાર સફળ થયા. માંત્રિકો-વૈદ્યો નિરાશ થઈ ગયા. તેમણે કહ્યું : ‘મહારાજા, કુમારની ચેતના હણાઈ ગઈ છે.' મહારાજા ઘોર નિરાશામાં ડૂબી ગયા. છતાં તેમણે વિચાર્યું : હું નગ૨માં ધોષણા કરાવું... 'આજે ઉદ્યાનમાં યુવરાજ સુમંગલને નાગે ડંખ દીધો છે. જે કોઈ એને જિવાડશે, તે જે માગશે, તે મહારાજા આપશે.' મહામંત્રીને કહીને નગ૨માં સર્વત્ર ઘોષણા કરાવવાની આજ્ઞા કરી. નગરમાં ઢોલ વાગવા માંડ્યું. ઘોષણા ચાલુ થઈ ગઈ. જે જે લોકો ઘોષણા સાંભળે છે તે ઉદ્યાન તરફ દોડે છે, પરંતુ કોઈ ધોષણાનો શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only ૫૧ Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વીકાર કરતું નથી... ઉદ્ઘોષક સંનિકો નગરની બહાર ગયા. બગીચાઓમાં ઘોષણા કરી. દેવમંદિરોની પાસે ઘોષણા કરી... સભાસ્થાનોમાં ઘોષણા કરી. છતાં કોઈ એવો પુરુષ ના મળ્યો કે જે કુમારને બચાવી શકે, નાગનું ઝેર ઉતારી શકે. - સૈનિકો એ વિચાર્યું કે - “પેલા પરદેશીનો સ્મશાનમાં વધ થવાનો હોઈ, નગરના ઘણા લોકો ત્યાં ગયા છે માટે ત્યાં જઈને પણ ઘોષણા કરીએ.' સ્મશાનમાં ઘોષણા કરવામાં આવી. પ્રજાજનોએ સાંભળી, ચંડાળે સાંભળી, ધનકુમારે પણ સાંભળી. ધનકુમારે ચંડાળને કહ્યું : “હે ભદ્ર, તું મારું પ્રિય કરવા ઇચ્છે છે ને? તારો આગ્રહ છે ને? તો મને રાજકુમાર પાસે લઈ જા. હું રાજકુમારને ચઢેલું નાગનું ઝર ઉતારી નાખીશ.... કુમારને સજીવન કરીશ.. બસ, મને મૃત્યુ પૂર્વે, આ એક પરોપકાર કરવાની તક આપ.” અરે આય! શું તું નાગનું ઝેર ઉતારી શકે છે? ઓહો... મહારાજાના પુત્રને તું જીવતો કરીશ... પછી મહારાજા તારો વધ કરાવશે ખરા? ના, ના, અમારા મહારાજા ગુણોના પક્ષપાતી છે. ગુણવાનોની પ્રશંસા કરનારા છે. ઉપકારીના ઉપકારોનો બદલો વાળનારા છે. માટે હવે તારો વધ નહીં થાય. તું જીવી જવાનો!” ચંડાળ ઉદ્દઘોષક સૈનિકોને બોલાવીને કહ્યું : “આ પરદેશી વધ્યપુરુષ ઘોષણાનો સ્વીકાર કરે છે તે રાજકુમારને સજીવન કરશે...” ઉદ્ઘોષકે ધનકુમારને પૂછ્યું : “આ ચંડાળ કહે છે તે વાત સાચી છે શું?” સાચી વાત છે. મને ત્યાં લઈ જાઓ. કાર્ય સિદ્ધ થશે એટલે તમને સત્ય સમજાશે! જોકે રાજકુમારની ચેતના હણાઈ ગઈ છે એટલે ઉપાય કરવાનો વિશેષ અર્થ નથી. છતાં ઉપાય કરવો એ આપણું કર્તવ્ય છે.” ધનકુમારનાં વિનમ્ર, મધુર અને વિવેકપૂર્ણ વચનો સાંભળી રાજપુરુષો પ્રભાવિત થયા. તેમને વિશ્વાસ બેસી ગયો... “અવશ્ય આ યુવાન રાજકુમારને સજીવન કરશે.' રાજપુરુષો ધનકુમારને લઈને ઉદ્યાનમાં આવ્યા. રાજપુરુષોએ મહારાજાને કહ્યું : “મહારાજા, જેનો વધ કરવાની આપે આજ્ઞા આપી હતી, તે આ પરદેશી છે. તે કહે છે કે તેણે સર્પના ઝેર ઉતારનારો મંત્ર સિદ્ધ કરેલો છે. તે રાજકુમારને સજીવન કરશે...' મહારાજાએ ધનકુમાર સામે જોયું. એની શાન્ત-પ્રશાંત અને સુંદર મુખાકૃતિ જોઈ વિચાર્યું : “આ યુવાનની આકૃતિ જ એના ગુણો પ્રગટ કરે છે. આવો સપુરુષ પદ્રવ્યની ચોરી કરે ખરા? ના, ના, અત્યારે એ વિચાર કરવાનો અવસર નથી. પછી એનો વિચાર કરીશ. જો ઝેર ઉતારવામાં વિલંબ થશે તો કુમારના પ્રાણ સંકટમાં મુકાઈ જશે...' ૫૭૨ ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજાની આંખો આંસુથી ભરપૂર હતી... તેમણે ધનકુમારને ગદ્ગદ સ્વરે કહ્યું : હે ભદ્ર, તું મારા પુત્રને સજીવન કર. હું તારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું...” ધનકુમારે કહ્યું : “મહારાજા, આપ ચિંતા છોડી દો. ભગવાન ગરુડ-મંત્રનો અચિંત્ય પ્રભાવ જુઓ..” ધનકુમાર રાજ કુમારની પાસે પદ્માસને બેસી ગયો. તેણે ચારે બાજુ ઊભેલા લોકોને એક બાજુ દૂર જઈને બેસવા કહ્યું. પછી તેણે મંત્રનું સ્મરણ કરવા માંડ્યું... એક ક્ષણ, બે ક્ષણ. અને ત્રીજી ક્ષણે. વૃક્ષોની ઘટામાંથી નીકળીને નાગ ત્યાં આવ્યો. જ્યાં એણે ડંખ માર્યો હતો... ત્યાંથી એણે ઝેર ચૂસી લીધું... અને પાછો જતો રહ્યો.. કુમારે આંખો ખોલી.. બેઠો થઈ ગયો. મહારાજા પુત્રને ભેટી પડ્યા... સહુની આંખોમાં હર્ષના આંસુ ઊભરાયાં. ધનકુમાર ત્યાં જ બેઠેલો હતો. રાજાએ પોતાનો સોનાનો કંદોરો ધનકુમારના ખોળામાં નાખ્યો. ત્યાં ઉપસ્થિત રાણીઓએ મૂલ્યવાન અલંકારોથી ધનકુમારનો ખોળો ભરી દીધો. ધનકુમારે પૂછયું : “મહારાજા, આ શું? મારે આ દ્રવ્યની જરૂર નથી... મને પરોપકાર કરવાનો અવસર મળી ગયો, એ જ મારે મન ઘણું છે.' મહારાજાએ કહ્યું : “યુવાન, તું કહે, તારું શું પ્રિય કરીએ?” મહારાજા, જો આપ ખરેખર મારું પ્રિય કરવા ઇચ્છતા હો તો ચંડાળ લોહિતમુખ, કે જેને આપે વધ કરવા નિયુક્ત કર્યો છે, તેનો મનોરથ પૂર્ણ કરો. સાચે જ એ સજ્જન પુરુષ છે.” મહારાજાની ધનકુમારની પરોપકારપરાયણતા જોઈ દિંગ થઈ ગયા. “કેટલી મહાનતા છે આ પરદેશીની! કેવું વિશુદ્ધ સત્ત્વ છે એનું? આવો પુરુષ ક્યારેય અયોગ્ય, અનુચિત આચરણ ના જ કરે. હું આનો પરિચય પ્રાપ્ત કરું... એ પૂર્વ એના શરીર પરથી મેશ દૂર કરાવું... સ્નાન કરાવી સુંદર વસ્ત્ર આપું. ભોજન કરાવું... પછી બીજી બધી વાત કરીશ.” મહારાજાએ મંત્રીને આજ્ઞા કરી : સર્વપ્રથમ તમે આ ઉપકારી પરદેશી યુવાનને સ્નાનાદિ કરાવો, સુંદર વસ્ત્ર આપો, ભોજન કરાવો.. અને વિશ્રામ આપો. ત્યાર બાદ તમે લોહિતમુખ કસાઈને બોલાવજો. આ ઉપકારી પુરુષની ઇચ્છા મુજબ બધું કાર્ય થશે.” મહારાજા, રાણીઓ, રાજકુમારો વગેરે રથોમાં બેસી રાજમહેલ તરફ ગયા. મંત્રી ધનકુમારને લઈ પોતાના નિવાસમાં ગયો. તેને સ્નાન કરાવી બધી જ મેશ દૂર કરાવી. સુંદર વસ્ત્ર આપ્યાં. ભોજન કરાવ્યું, અને કહ્યું : “હે મહાપુરુષ, મને ક્ષમા કરજો. મેં તમને ઘણા કષ્ટમાં નાખ્યા... આપ તો સાક્ષાત્ ભગવાન છો..ચેતનાહીન થઈ ગયેલા રાજ કુમારને આપે સજીવન કરી દીધો! હે ઉપકારી, હવે તમે વિશ્રામ કરેં. એક પ્રહર પછી આપને જગાડીશ, પછી આપણે રાજમહેલમાં જઈશું, ત્યાં લોહિતમુખ કસાઈને પણ બોલાવીશું.' શ્રી સમરાદિત્ય મહાકથા પછ3 For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધનકુમારે વિશ્રામ કર્યો. બીજી વાર તે મૃત્યુના મુખમાંથી પાછો આવ્યો! તેને યોગી મહેશ્વરદત્તની સ્મૃતિ થઈ આવી.. એ સમુદ્રકિનારો.. એ યોગીનું મિલન... પરિચય થવો... આગ્રહ કરીને ગરુડ-મંત્ર આપવો... તપોવનમાં જવું.... ફલાહાર કરવો... વગેરે પ્રસંગો એની આંખ સામેથી પસાર થવા લાગ્યા. તે મનોમન બોલવા લાગ્યો : “મહેશ્વરદત્ત, તેં મારા પર મહાન ઉપકાર કર્યો! જો તે મને ગરુડમંત્ર ના આપ્યો હોત તો અત્યારે હું જીવિત ન હોત. છેવટે તો એ શ્રાવક કસાઈને મારો વધ કરવો જ પડત... કસાઈ પણ કેવો છે? કેવી એની ઉદાર અને ઉદાત્ત વિચારધારા છે..જો એણે ઉતાવળ કરીને મારો વધ કરી નાખ્યો હોત તો? ઠીક છે, મરવાનો મને ભય નથી, પરંતુ રાજકુમારને નિર્વિષ કરવાનું પવિત્ર કાર્ય હું ના કરી શકત. ચાલો, મારા જીવનમાં એક સત્કાર્ય તો થયું! હું મહેશ્વરદત્તનો ઉપકાર ક્યારેય નહીં ભૂલી શકું... એવી રીતે આ કસાઈને પણ નહીં ભૂલી શકાય...” વિચારો કરતાં કરતાં ધનકુમાર ઊંઘી ગયો. ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. એક પ્રહર વીતી ગયો. મંત્રીએ એને જગાડ્યો, અને બંને રાજમહેલમાં ગયા. મહારાજાએ એક રાજપુરુષને કહ્યું : “તમે ચંડાળને બોલાવીને પૂછો કે એ શું ઇરછે છે?” રાજપુરુષે કસાઈને રાજમહેલના બાહ્ય ભાગમાં બોલાવીને પૂછયું : “હે લોહિતમુખ, મહારાજા તારા ઉપર પ્રસન્ન થયા છે, તારી જે ઇચ્છા હોય તે કહે, મહારાજા તારી ઇચ્છા પૂર્ણ કરશે.' ચંડાળે પૂછયું : “એ પરદેશી યુવાનને મહારાજાએ મુક્ત કર્યો કે?” “અરે, એમાં તને શંકા છે? એને તો એ જ સમયે મુક્તિ આપી દીધી હતી કે જ્યારે રાજકુમારને એણે નિર્વિષ કર્યો હતો. અત્યારે એ મહારાજાની પાસે જ બેઠો છે.. હવે તું તારી અભિલાષા જણાવ.' મારે આ વધકાર્યથી મુક્તિ જોઈએ છે, કાયમી મુક્તિ! “અરે, માગી માગીને આવું માગ્યું? ધન માગ, વૈભવ માગ, ઘર અને જમીન માગ..! ના જી, મારે બીજું કાંઈ જોઈતું નથી. હું સમુચિત અર્થપુરુષાર્થ કરી આજીવિકા પૂરતું ધન કમાઇ લઇશ. મને તો આ નિદનીય અને આ ભવ-પરભવ બગાડનારું વધકાર્ય ન જોઈએ. એનાથી મુક્તિ જોઈએ.” રાજપુરુષે મહારાજાને ચંડાળની ઇચ્છા કહી બતાવી. મહારાજાએ ધનકુમાર સામે જોઈને કહ્યું : “ખરેખર આ ચંડાળ વિવેકી છે અને નિર્લોભી છે!' ધનકુમારે કહ્યું : “મહારાજા, એ માત્ર ચંડાળની જાતિમાં જન્મ્યો એટલું જ, બાકી તે મહાનુભાવ છે. માટે આપ એની ઇચ્છા પૂર્ણ કરો.” પ૭૪ ભાગ-૨ ભવ ચોથો For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યુવાન! એને હું વધ કાર્યથી કાયમ માટે મુક્ત કરું છું. એટલું જ નહીં, તે ઉપકારી, તારા હાથે તેને એક લાખ સોનામહોરો આપ!' ભંડારીએ એક લાખ સોનામહોરોની થેલીઓ લાવીને ધનકુમારની આગળ મૂકી. ત્યાર પછી કસાઇને ત્યાં બોલાવવામાં આવ્યો. કસાઇએ મહારાજાને પ્રણામ કર્યા, પછી ધનકુમારને પ્રણામ કર્યા. ધનકુમારે કહ્યું : “હે મહાનુભાવ, મહારાજાએ તને આજીવન વધકાર્યથી નિવૃત્ત કર્યો છે, અને જીવનપર્યત તારી આજીવિકા ચાલે તે માટે આ એક લાખ સોનામહોરો તને આપે છે..” મહારાજાએ કહ્યું : “વિધ્યપર્વતની તળેટીમાં, એક હજાર ચંડાળ પરિવારોને રહેવા માટે જમીન આપ!” ધનકુમારે હર્ષિત હૃદયે કહ્યું : “જેવી આપની આજ્ઞા. આપે મહાન ઉપકાર કર્યો.' ધનકુમારે લોહિતમુખને કહ્યું : “મહારાજાએ તમારાં એક હજાર પરિવારોને વિધ્યપર્વતની તળેટીમાં વસાવવા માટે જમીન આપી છે. મહારાજાનો આ બહુ મોટો ઉપકાર છે. હું એમ ઇચ્છું છું કે એ હજાર પરિવારો અહિંસાધર્મનો સ્વીકાર કરે. તેઓ ખેતી કરીને પોત-પોતાની આજીવિકા કમાય.' લોહિતમુખે કહ્યું : “હે આર્ય! આપની ઇચ્છા મુજબ જ થશે. આપને જીવિત જોઈને મને અતિ હર્ષ થયો છે. આપે મારા ઉપર મહાન ઉપકાર કર્યો છે... મારી ઘણાં વર્ષોની ઇચ્છા પૂર્ણ કરી છે.' ધનકુમારના ગુણ ગાઈને તે પોતાને સ્થાને ગયી. મહારાજાએ ધનકુમારને નવા રૂપે જોયો. તેને પૂછ્યું : “હે ભદ્રપુરુષ, તારી પરોપકારપરાયણતા, તારો ઔચિત્યપૂર્ણ વ્યવહાર, તારી શિષ્ટ-મધુર વાણી.. તારી સૌમ્ય-સુંદર મુખાકૃતિ... આ બધું જોતાં મને ચોક્કસ લાગ્યું છે કે તું કોઈ મોટા ખાનદાન કુળનો પુત્ર છે. પરંતુ તું કહે, તું કયા નગરનો રહેવાસી છે? તને જન્મ આપનારાં કોણ ભાગ્યશાળી માતા-પિતા છે? અને તારું નામ શું છે? ધનકુમાર મહારાજાના મુખે પ્રશંસા સાંભળી શરમાઈ ગયો... “મહારાજા, જે કમળમાં લક્ષ્મી વાસ કરે છે, એ કમળમાં શું કીડા ઉત્પન્ન નથી થતા? હું વણિક જાતિમાં માત્ર જન્મ્યો છું. મારું આચરણ એ ઉચ્ચ જાતિ-કુળને અનુરૂપ નથી. માટે મારા ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલો હું એક કીડો છું..” ધનકુમારની આંખો આંસુથી ભરાઈ ગઈ. પોતાના ઉત્તરીય વસ્ત્રથી આંખો લૂછી નાખીને તેણે કહ્યું : ‘મહારાજા, હું સુશર્મનગરનો નિવાસી છું. મારા પિતા છે નગરશ્રેષ્ઠી વૈશ્રમણ અને મારી માતા છે મહાસતી શ્રીદેવી. મારું નામ છે ધન.” અહો, ધનકુમાર, તું શ્રેષ્ઠીપુત્ર છે! તું અકાર્ય કરે જ નહીં, તો પછી રત્નાવલી તારા પાસે કેવી રીતે આવી? શું તું એ રહસ્ય પ્રગટ કરીશ?” શ્રી સમરાદિત્ય મહાકથા પછા For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધનકુમાર રત્નાવલીનું રહસ્ય પ્રગટ કરે, એ પૂર્વે કારરક્ષક ઝડપથી રાજસભામાં આવ્યો, મહારાજાને પ્રણામ કરી હાંફતાં હાંફતાં તેણે કહ્યું : “મહારાજા, રાજકુમારી વિનયવતી મેઘવનમાં આવ્યાં છે, ત્યાં બેઠાં છે, આપને યાદ કરે છે...” હેં? વિનયવતી મેઘવનમાં આવી ગઈ છે? તને કોણે કહ્યું?” “મેઘવનની માલણ મનોરમા કહી ગઈ...' ચાલો, મારો રથ રાજમહેલના દ્વારે લાવો. મંત્રી, તમે મહારાણીને સમાચાર આપો. ને રથમાં બેસી જવા કહો. તે પછી તમે આ ઘનકુમારને લઈ મેઘવનમાં આવો.” ધનકુમારને નિરાંત થઈ. “સારું થયું. ખરા અવસરે જ રાજકુમારી આવી પહોંચી.. નહીંતર હારનું રહસ્ય પૂરું પ્રગટ ના થાત. કારણ કે જે મૃતદેહ પરથી મેં હાર લીધો હતો, તે મૃતદેહને હું તો ઓળખતો ન હતો! એક સ્ત્રીનો મૃતદેહ હતો...” એટલું જ હું બતાવી શકત. હવે રાજકુમારી હારની સંપૂર્ણ વિગત બતાવી શકશે.. મારા ઉપર લાગેલું કલંક દૂર થશે...” રાજા-રાણી રથમાં બેસી મેઘવનમાં પહોંચ્યાં. મેઘવનમાં એક લતામંડપમાં રાજકુમારી એકલી બેઠી હતી. એનાં વસ્ત્રો ફાટી ગયેલાં હતાં. તેણે દિવસોથી સ્નાન કરેલું ન હતું... તેના વાળ પણ વેર-વિખેર હતા. મહારાણીને રાજકુમારી વળગી પડી.... ધ્રુસકે ધ્રુસકે રડી પડી. રાજાએ તરત જ એક સૈનિકને મહેલમાં મોકલી રાજકુમારી માટે વસ્ત્રો મંગાવી લીધાં. કેશશૃંગારનાં સાધનો મંગાવી લીધાં. બેટી, શું થયું? આવી કરુણ સ્થિતિ કેવી રીતે સરજાઈ?” “પિતાજી, અમે અહીંથી નીકળ્યા, અમારું વહાણ સમુદ્રના મધ્ય ભાગમાં પહોંચ્યું અને પવનનું પ્રચંડ તોફાન શરૂ થયું. અમારું વહાણ ઊછળવા માંડ્યું ને પટકાવા માંડ્યું. છેવટે વહાણ ફૂટી ગયું, જેમ સ્ત્રીના હૃદયમાં રહેલી ગુપ્ત વાત ફૂટી જાય તેમ...” પરંતુ, આપ પૂજ્યોના પ્રતાપે, તૂટેલા વહાણનું એક પાટિયું મારા હાથમાં આવી ગયું... તેના સહારે તરતી તરતી હું કિનારે પહોંચી.. અને જેમતેમ અથડાતી-કુટાતી અહીં સુધી આવી પહોંચી.” બેટી, તારી પાસે જે “કૈલોક્યસારા' નામની રત્નાવલી હતી, તેનું શું થયું?' “પિતાજી, વહાણમાં તોફાન શરૂ થયું હતું ત્યારે મેં રત્નાવલી મારી દાસી લતિકાને આપેલી, તેણે પોતાના ઉત્તરીય વસ્ત્ર સાથે બાંધી દીધી હતી. પછી તો વહાણ ભાંગ્યું. હું તણાઈ. એ તણાઈ ગઈ.. એનું શું થયું તેની મને ખબર નથી..” એ મરી ગઈ... એનો મૃતદેહ સમુદ્રકિનારે ઘસડાઈ આવેલો, તેના વસ્ત્ર સાથે રત્નાવલી બંધાયેલી હતી, તે મેં ગ્રહણ કરી હતી.' ધનકુમારે રહસ્ય ખોલી નાખ્યું. 2 . પહs ભાગ-૨ # ભવ ચોથી For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજકુમારીએ ધનકુમાર સામે જોયું. પૂછુયું : “શું એ રત્નાવલી આપની પાસે છે?' પ્રત્યુત્તર મહારાજાએ આપ્યો. રત્નાવલી એની પાસેથી મેં લઈ લીધી હતી.. પણ એ મારી પાસે પણ નથી રહી. બાજપક્ષી ઉપાડી ગયું છે! પુત્રી, વાત લાંબી છે. પહેલા આપણે રાજમહેલ જઈએ. તું સ્નાન-ભોજનાદિથી નિવૃત્ત થા, વિશ્રામ કર, પછી બધી વાત કહીશ.. અરે, આ ધનકુમારે તો આપણા ઉપર પરમ ઉપકાર કર્યો છે... રાજકુમારને બચાવી લીધો છે... તું બધું સાંભળીશ તો આશ્ચર્યચકિત થઈ જઈશ...” “મહારાજા, અયોગ્ય આચરણ કરનારા - એવા મારી પ્રશંસા ના કરો... મેં પદ્રવ્યનું હરણ કરીને અયોગ્ય આચરણ કર્યું હતું. આપની આગળ અસત્ય બોલીને બીજું અયોગ્ય આચરણ કર્યું હતું...” કુમાર, એ બધું તે નહોતું કર્યું. તારા સંયોગોએ કરાવ્યું હતું. જે બન્યું તે સારા માટે જ બન્યું છે! જો તારે આ નગરમાં આ રીતે પણ રહેવાનું ના બન્યું હોત તો રાજકુમારને જીવિત કોણ કરત? બધો યોગાનુયોગ છે. માટે ખેદ ન પામીશ. હવે તું અમારા સ્વજનસદશ છે..' 0 0 0 રાજકુમારી વિનયવતીનો ધામધૂમથી નગરપ્રવેશ થયો. ધનકુમારે સુશર્મનગરે જવાની અનુમતી માગી. મહારાજાએ નવ લાખ સોનામહોરોની કિંમતનું એક સુંદર રત્નાભૂષણ ભેટ આપ્યું. માર્ગમાં રક્ષા માટે ચાર વિશ્વાસપાત્ર સુભટો આપ્યા. રાજા-રાણી-રાજકુમારરાજકુમારી... સમગ્ર રાજપરિવારે ધનકુમારના ગદ્ગદ કંઠે ગુણ ગાયા... કુમારે સુભટો સાથે સુશર્મનગર તરફ પ્રયાણ કરી દીધું. 0 0 0 ધનકુમારના ચિત્તમાં હવે સુશર્મનગરની કલ્પનાઓ સાકાર થવા લાગી. માતા અને પિતાની સ્મૃતિ તીવ્ર બનવા લાગી, નંદક અને ઘનશ્રી અંગેની જિજ્ઞાસાઓ પ્રગટ થઈ.. એ બધા વિચારોની પરંપરા સર્જાણી. રસ્તામાં શ્રાવસ્તીના રાજપુરુષો બધી જ વ્યવસ્થા કરતા હતા. ભોજન અને નિવાસની સુયોગ્ય વ્યવસ્થા થઈ જતી હતી. કેટલાક દિવસોના અંતે તેઓ “ગિરિથલ' નામના નગર પાસે પહોંચ્યા. ભાગ્ય બે પગલાં આગળ ચાલતું હતું. ગિરિથલના રાજા ચંડસેનનો રાત્રિના સમયે ધનભંડાર ચોરાયો હતો. શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સૈનિકો અને પ્રજાજનો ચોરોની તપાસ કરતા હતા. નગરનાં પ્રવેશદ્વારો પર અને રાજમાર્ગો પર, બહારગામથી આવતા-જતા લોકોની તપાસ કરવામાં આવી હતી. ધનકુમાર વગેરે જેવા નગરમાં પ્રવેશ્યા, કે ગિરિથલના રાજપુરુષોએ તેમને પકડ્યા. નગરમાં થયેલી ચોરીની જાણ કરી અને કહ્યું : “હે મહાનુભાવો, તમારે અમારા પર રોષ કરવાની જરૂર નથી. તમારે અમારી સાથે આવવું પડશે.” ધનકુમારે કહ્યું : 'તમે જ્યાં લઈ જશો ત્યાં આવીશું.' રાજપુરુષો તેમને, રાજા તરફથી નિયુક્ત પંચ પાસે લઈ ગયા. પંચના પ્રધાનપુરુષે પૂછયું : “તમે ક્યાંથી આવો છો?' શ્રાવસ્તીના સૈનિકોએ કહ્યું : “અમે શ્રાવસ્તીથી આવીએ છીએ અને સુશર્મનગર જઈએ છીએ. અમારા મહારાજાની આજ્ઞાથી અમે આ સાર્થવાહપુત્રને સુશર્મનગર પહોંચાડવા જઈએ છીએ.' પંચ-પ્રધાને પૂછ્યું : “તમારી પાસે કોઈ દ્રવ્ય કે દાગીના વગેરે છે? સુભટે કહ્યું છે, અમારા મહારાજાએ આ સાર્થવાહપુત્રને એક મૂલ્યવાન આભૂષણ આપેલું છે.” અમને બતાવો.' કુમારે બતાવ્યું. ભંડારીએ એ આભૂષણ જોઈને કહ્યું : “આ આભૂષણ આપણા મહારાજાનું છે. ઘણા સમય પહેલાં એ ખોવાયેલું હતું.' ભંડારીની વાત સાંભળીને શ્રાવતીના સુભટો ક્ષોભ પામ્યા. ધનકુમારને પણ આશ્ચર્ય થયું. ભંડારીએ કહ્યું : “સાચું કહો, આ આભૂષણ તમારી પાસે કેવી રીતે આવ્યું?' ઘનકુમારે કહ્યું : “શ્રાવસ્તીના મહારાજા વિચારધવલે આ આભૂષણ મને પ્રેમથી આપેલું છે. તમારી સમક્ષ ખોટું બોલવાનું કોઈ પ્રયોજન નથી.” ભંડારી વિચારમાં પડી ગયો. તેણે મહારાજા ચંડસેનને વાત કરી, આભૂષણ બતાવ્યું... “આ આભૂષણ મારું જ છે. ઘણા સમય પૂર્વે એ ભંડારમાંથી ખોવાયું હતું... આજે ચોર પકડાઈ ગયા છે. આ પાંચને કારાવાસમાં પૂરી દો...' ગિરિયલના કારાવાસમાં પાંચે પુરાયા. ધનકુમારે સાથી સુભટોને કહ્યું : “ચિંતા ના કરશો. અંતે સત્યનો જય થશે.' 0 0 0 ચોરને પકડવા માટે રાજપુરુષોએ પ્રજાજનોના સહકારથી સઘન વ્યવસ્થા ગોઠવી. સર્વત્ર ગુપ્ત રીતે સૈનિકો ગોઠવાઈ ગયા. મધ્યરાત્રિના સમયે સાગરશ્રેષ્ઠીના ઘરમાંથી બહાર નીકળતા ચોરને સૈનિકોએ ઝડપી લીધો... સાગરશ્રેષ્ઠીના ઘરમાંથી ચોરેલા. માલ સાથે તે પકડાઈ ગયો. તે એક પરિવાજ ક હતો. માથે મોટી જટા હતી. મુખ પર ઘટાદાર દાઢી-મૂછ પw ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતાં. શરીર પર ભગવા રંગના વસ્ત્ર હતાં. શરીર પર રાખ ચોળેલી હતી. તેને રાત્રિમાં જ મહામંત્રી પાસે લઈ જવામાં આવ્યો. મુદામાલ સાથે પકડાઈ ગયો હતો. સૈનિકોએ ચોરીનો બધો માલ મહામંત્રીની આગળ મૂકી દધો. મહામંત્રીને પરિવ્રાજક પર તીવ્ર ક્રોધ આવી ગયો. ત્યાં જ સજા સંભળાવી દીધી : “અરે અધમ પુરુષ, સંન્યાસીના વેશમાં આવું ઘોર પાપ કરે છે? આ સાધુવેશને લજવે છે? તારો પ્રભાત સમયે જ વધ કરવામાં આવશે.' ગુસ્સે ભરાયેલા નગરજનોએ પરિવ્રાજકના શરીરે મેશ ચોપડી. રાખ લગાડી, ગળામાં જૂના જોડાઓની માળા પહેરાવી, મસ્તક ઉપર કરેણના ફૂલોની માળા બાંધી જૂના સૂપડાનું છત્ર ધર્યું અને કાળા ગધેડા પર બેસાડ્યો. ઢોલ વગાડતાં વગાડતાં લોકો અને રાજપુરુષો એ પરિવ્રાજકને વધસ્થળે લઈ ચાલ્યા. રાજમાર્ગો પર ચોરને જોવા હજારો સ્ત્રી-પુરુષો ઊમટ્યાં હતાં. પરિવ્રાજકને ખૂબ લજ્જા આવી. તેણે મનમાં વિચાર્યું : “હવે મારો વધ થશે જ, વધ થાય એ પહેલાં હું રાજપુરુષોને જણાવી દઉં કે મેં ચોરેલો માલ - સોનું, રજત, રત્નો.. સોનામહોરો વગેરે મેં ક્યાં ક્યાં દાઢ્યું છે. જેથી જેનું જેનું એ હોય, તેને તેને મળી જાય. કારણ કે એ બધું હવે મને કામ આવવાનું નથી!” પરિવ્રાજકે રાજપુરુષોને પાસે બોલાવીને કહ્યું : “જો તમે સાંભળો તો મારે તમને અગત્યની વાત કરવી છે. રાજપુરુષોએ ઢોલ વાગતાં બંધ કરાવ્યાં. ગર્દભને ઊભો રાખ્યો. કોલાહલ શાંત કરવામાં આવ્યો. પરિવ્રાજકે કહ્યું : “આ નગરમાં હું જ ચોરી કરતો રહ્યો છું. મારા સિવાય કોઈએ ચોરી કરી નથી. ચોરેલું ધન મેં ઉદ્યાનમાં દાઢ્યું છે. મંદિરોનાં ખંડિયેરોમાં દાટેલું છે. પહાડની ગુફાઓમાં દાટેલું છે અને નદીના કિનારા ઉપર દાટેલું છે. એ બધું ધન બહાર કાઢી, જેનું જેનું હોય તેમને આપી દો. હું તમને તે તે જગ્યાઓની નિશાનીઓ પણ જણાવું છું. જે પ્રમાણે પરિવ્રાજકે કહ્યું તે પ્રમાણે ચોરાયેલું બધું જ ધન મળી આવ્યું. મહામંત્રીએ અને ભંડારીએ બધું ધન મેળવી લીધું. મહામંત્રીને વિચાર આવ્યો : “શ્રાવસ્તીના રાજપુરુષો પાસેથી પેલું અતિ મૂલ્યવાન આભૂષણ મળી આવ્યું છે. તે ક્યાંથી આવ્યું? એની ચોરી કોણે કરી હશે?' આ પ્રશ્નને મનમાં રાખીને, મહામંત્રીએ પરિવ્રાજકને નમ્રતાથી અને સૌજન્યથી પૂછ્યું : અરે, પરિવ્રાજક, તારો વેષ સાધુનો છે અને વર્તન ડાકુનું છે - આવો વિરોધાભાસ કેમ છે?” મંત્રીશ્વર, જે મનુષ્યો વૈષયિક સુખોમાં લુબ્ધ બને છે, તેમને કંઈ પણ પરસ્પર વિરોધાભાસ દેખાતો નથી. આવા માણસો કુળની ખાનદાનીનો વિચાર કરતા નથી, માતા-પિતાની પ્રતિષ્ઠાને ગણકારતા નથી. સ્નેહી અને મિત્રોની ઉપેક્ષા કરે છે. તેઓને પરલોકનો પણ ભય હોતો નથી.' શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજ્ઞાની જીવો ભલે આવું કરે, પરંતુ તમે તો સન્યાસી છો, જ્ઞાની પુરુષ છો, તમારે આવાં પાપકાર્ય ન કરવા જોઈએ ને? હે મહાત્મા, ચોરી કરવાનું સાચું કારણ મને કહો. મારી સામે શરમ ન રાખશો. તમે જાણો છો કે પ્રજાના પાલનની અમારા પર મોટી જવાબદારી છે.” પરિવ્રાજક-ચોરે કહ્યું : “મહામંત્રી, તમારે કારણ જાણવું જ છે તો હું જણાવું છું.” મહામંત્રીએ રાજપુરુષને કહીને પરિવ્રાજકને સ્નાન કરાવી, તેના શરીરને સ્વચ્છ કરાવ્યું. તેને સ્વચ્છ વસ્ત્રો પહેરવા આપ્યાં. ગળામાંથી જોડાની માળા દૂર કરાવી, માથેથી કરેણના ફૂલોની માળા દૂર કરાવી. તેને બેસવા માટે આસન આપ્યું લોકોને પોત-પોતાને સ્થાને ચાલ્યા જવાનો આદેશ આપ્યો. પરિવ્રાજકે પોતાનો વૃત્તાંત કહેવો શરૂ કર્યો : મહામંત્રી, “પુંડ' નામના રાજ્યમાં “પંડવર્ધન' નામનું નગર છે. તે નગરમાં સોમદેવ નામનો બ્રાહ્મણ વસે છે, તેમનો હું પુત્ર છું. મારું નામ નારાયણ. મારા શાસ્ત્રાધ્યયન મુજબ હું હિંસક યજ્ઞ કરવાનો ઉપદેશ આપતો હતો. હિંસક યજ્ઞ કરવાથી સ્વર્ગ મળે છે.” એમ પ્રજાજનોને સમજાવતો હતો.” એક દિવસની વાત છે.' રાજમાર્ગ પરથી કેટલાક પુરુષોને પકડીને રાજપુરુષો વધસ્થાને લઈ જતા હતા. “આ બધા ચોર છે, માટે તેમનો વધ કરવામાં આવશે.' એવી ઘોષણા કરતા હતા. રાજમાર્ગની બંને બાજુએ ઊભેલા લોકો, તે લોકો તરફ કરુણાભીની આંખોથી જોતા હતા. ત્યાં હું પણ ઊભો હતો. મેં રાજપુરુષોને કહ્યું : “આ ચોરોને હણી નાખો.' મારાથી થોડે દૂર ઊભેલા એક મુનિરાજે મારા શબ્દો સાંભળ્યા. તેમણે મારા તરફ જોયું. ને બોલ્યા : “ખરેખર, અજ્ઞાનદશા દુઃખદાયી છે...” “સાધુપુરુષનું વચન સાંભળી મને ચિંતા થઈ આવી... “આવા શાન્ત-પ્રશાન્ત.... રૂપવાન, મુનિરાજ શું મને ઉદ્દેશીને બોલ્યા?” હું એમની પાસે ગયો. એમનાં ચરણોમાં પ્રણામ કરી મેં પૂછયું : “ભગવંત, અજ્ઞાનદશા કેવી રીતે છે?' “જીવો ઉપર ખોટું આળ ચઢાવવું અને ધર્મ-વિરુદ્ધ ઉપદેશ આપવો એ અજ્ઞાનદશા છે.' મેં પૂછયું : “ભગવંત, ખોટું આળ મેં કોના પર ચઢાવ્યું? અને ધર્મ-વિરુદ્ધ કયો ઉપદેશ મેં આપ્યો?' મુનિરાજે કહ્યું : “હમણાં રાજમાર્ગ પરથી જે મનુષ્યોને “ચોર’ સમજીને, વધસ્થાને લઈ જવામાં આવ્યા, તેઓ બિચારા પૂર્વજન્મના પાપકર્મના ઉદયથી, નિરપરાધી હોવા છતાં “ચોર’ તરીકે પકડાયા છે. તેં એમના પર “મહાચરનો આરોપ મૂક્યો. બીજી વાત વાત સત્ય હોવા છતાં બીજાને દુઃખ થાય તેવાં વચનો ના બોલવાં જોઈએ, તું એવાં વચન બોલ્યો. તારા બ્રાહ્મણ-શાસ્ત્રોમાં કહેવું છે કે પતિતને પતિત કહેવામાં પ0 ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને ચોરને ચોર કહેવામાં મોટો દોષ લાગે છે. એવી રીતે “સતીને અસતી કહેવામાં અને જે ચોર નથી તેને ચોર કહેવામાં બહુ મોટો દોષ લાગે છે. મિથ્યા વચન, અસત્ય વચન બોલવામાં માઠાં ફળ ભોગવવાં પડે છે.” ‘વળી, તું ઉપદેશ આપતો ફરે છે કે હિંસક યજ્ઞ કરવાથી સ્વર્ગ મળે છે,’ આ ધર્મ-વિરુદ્ધ ઉપદેશ છે. જીવહિંસા ક્યારેય પણ જીવને પરલોકમાં સુખ આપે જ નહીં. બધાં તીર્થકરોએ કહ્યું છે કે “ન ફ્રિરિસત્તાનિ સેવ મૂયા' કોઈ પણ જીવની હિંસા ના કરવી જોઈએ. સર્વ જીવોને અભયદાન આપવું જોઈએ. દયાહીન બનીને, ક્રોધાન્ય બનીને જે મનુષ્ય જીવોનો ઘાત કરે છે, તે ભવસંસારમાં ભટકે છે. દુઃખી થાય છે.” મુનિરાજ અવધિજ્ઞાની હતા! ભૂત-ભાવી અને વર્તમાનના જ્ઞાતા હતા. તેમણે મને કહ્યું : “હે બ્રાહ્મણપુત્ર, તેં તારા પૂર્વજન્મમાં બીજા જીવ ઉપર ખોટો આરોપ મૂક્યો હતો, તેનાથી તેં જે પાપકર્મ બાંધ્યું હતું, તે પાપકર્મનું ફળ હજુ તારે ભોગવવાનું બાકી છે... આ જન્મમાં જ એ કટુફળ તું ભોગવીશ!” હું ગભરાયો. મારા પગ ધ્રુજવા લાગ્યા. મારા શરીરે પરસેવો વળી ગયો. મેં મુનિરાજને પૂછ્યું : “ભગવંત, મને કહો કે મેં પૂર્વજન્મમાં કોના પર ખોટો આરોપ મૂક્યો હતો? કેવો આરોપ મૂક્યો હતો... ને એનું કટુ ફળ મેં કેટલું ભોગવી લીધું છે, અને કેટલું ભોગવવાનું બાકી છે?” કરુણાનિધાન મુનિરાજે કહ્યું : “વાત લાંબી છે. છતાં સંક્ષેપમાં તને કહીશ.’ હું તેઓની સાથે, જ્યાં તેમનો મુકામ હતો એ સ્થાને ગયો. વિનયથી તેમની સામે બેઠો.” ભારતના ઉત્તરાપથ પ્રદેશમાં “ગર્જનક” નામનું નગર છે. ત્યાં “આષાઢ' નામનો એક દ્વિજ હતો. તેની પત્નીનું નામ હતું રચ્છુકા. હે વત્સ, તું એમનો પુત્ર હતો, તારું નામ ચંડદેવ હતું. આ વાત તારા પૂર્વના પાંચમા ભવની છે.' ‘તારા પિતા આષાઢ શાસ્ત્રજ્ઞ વેદજ્ઞ વિદ્વાન પુરુષ હતા. તેમણે તેને શાસ્ત્રો ભણાવ્યાં. તું વિદ્વાન બન્યો... પરંતુ તને તારા જ્ઞાનનું અભિમાન હતું. રાજા તને રાજસભામાં માન આપતો હતો, રાજાને તું પ્રિય હતો. રાજા તને નિયમિત તારી આજીવિકા માટે ધન આપતો હતો.' “એ નગરમાં વિનીત' નામના શ્રેષ્ઠી રહેતા હતા. તેમની પુત્રી વીરમતી બાલવિધવા બની હતી. વૈધવ્યનો કાળ ધર્મ આરાધનામાં પસાર કરતી હતી. પ્રતિદિન તે ધર્મોપદેશ સાંભળવા “યોગાત્મા' નામના પરિવ્રાજકની પાસે જતી હતી. યોગાત્મા જાણતા હતા કે વીરમતી બાલ-વિધવા છે, એટલે એના પ્રત્યે વિશેષ કરુણાભાવ રાખતા હતા. સમય પસાર થતો હતો. વીરમતીના જીવનમાં એક ભૂકંપ આવી ગયો. તે જ નગરના “સિંહલ' નામના માળી સાથે તેને પ્રેમ થઈ ગયો. મહોદય થયો, વૈષયિક શ્રી સમરાદિત્ય મહાકથા પ૮૧ For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુખોના ભોગોપભોગની ઇચ્છા પ્રબળ બની... ના તેણે ભવિષ્યનો વિચાર કર્યો, ના તેણે માતા-પિતાની ખાનદાની નો વિચાર કર્યો. તેણે દુ:સાહસ કર્યું, સિંહલ માળી સાથે તે ભાગી ગઈ.' એ જ દિવસોમાં નિઃસંગ અને વિરાગી પરિવ્રાજક યોગાત્મા, સાથેના પરિવ્રાજકોને કહ્યા વિના કોઈ ગુપ્ત સ્થાને ચાલ્યા ગયા હતા. યોગાત્મા બ્રહ્મચારી હતા. વિશુદ્ધ આચારનું પાલન કરતા હતા... તું પણ એમને જાણતો હતો. તેઓ કોઈ અજાણી જગ્યાએ ચાલ્યા ગયા છે... એ વાત પણ તેં જાણી હતી.' બીજી બાજુ વીરમતીના ભાગી જવાના સમાચાર તેં સાંભળ્યાં. “એ માળી સાથે ભાગી ગઈ છે.’ આ વાત કોઈ જાણતું ન હતું. તેં વિચાર કર્યો : “વીરમતી પ્રતિદિન યોગાત્માનો ઉપદેશ સાંભળવા આવતી હતી. યોગાત્માને વીરમતી ઉપર વિશેષ વાત્સલ્યભાવ હતો.. વીરમતી ભાગી ગઈ છે... અને યોગાત્માનો પણ પત્તો મળતો નથી. શું યોગાત્મા તો વીરમતીને ભગાડીને લઈ ગયા નહીં હોય? આ દુનિયામાં કંઈ અસંભવિત નથી. વીરમતી યુવતી છે... રૂપવતી છે.. યોગાત્મા એનામાં મોહિત થઈ ગયા હોય! ‘વિનીત શેઠે રાજાની પાસે જઈને વાત કરી. રાજમહેલમાં વાત ફેલાણી. ‘વીરમતી ભાગી ગઈ છે... ક્યાં અને કોની પાસે ભાગી ગઈ છે, એની જાણ થતી નથી...” તું રાજમહેલમાં જતો-આવતો હતો. આ વાત સાંભળીને તેં કહ્યું : “એમાં શું જાણવાનું બાકી છે? હું જાણું છું, એ કોની સાથે ભાગી ગઈ છે...” કોની સાથે?' રાજાએ પૂછ્યું. યોગાત્મા પરિવ્રાજકની સાથે....” “અરે, એ ભગવંત યોગાત્મા તો પોતાની પત્નીનો અને સંપત્તિનો ત્યાગ કરી, સંસાર છોડી નિઃસંગ બન્યા હતા..' મહારાજા, આ પાખંડીઓ આવી રીતે પરસ્ત્રીની ઇચ્છા કરતા હોય છે. એમના ઉપર વિશ્વાસ ના કરવો. વીરમતી રોજ એની પાસે ઉપદેશ સાંભળવાના બહાને જતી હતી. બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. છેવટે બંને પંખીડાં ઊડી ગયાં!' વાત નગરમાં ફેલાણી.” પરિવ્રાજકોના સમુદાયમાં વાત પહોંચી.” પરિવ્રાજક આચાર્યે યોગાત્માને સમુદાયમાંથી કાઢી મૂક્યા. તેઓ બિચારા જ્યાં જ્યાં ગયા, ત્યાં લોકોએ એમનો તિરસ્કાર કર્યો.' ‘તે આ રીતે નિર્દોષ યોગાત્મા પર કલંક મૂકીને તીવ્ર કોટિનું પાપકર્મ બાંધ્યું.” * એક એક પ૮૨ ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir { ૮૩] “અવધિજ્ઞાની મુનિએ મારી (પરિવ્રાજક ચોરની) પૂર્વજન્મોની કથા આગળ વધારી.” 'તેં યોગાત્મા મહર્ષિ પર કલંક તો મૂક્યું, પરંતુ થોડા જ દિવસોમાં પ્રજાને જાણ થઈ કે વીરમતી યોગાત્મા સાથે નહીં, પરંતુ સિંહલ' નામના માળી સાથે ભાગી ગઈ છે. તું ખોટો પડ્યો. લોકોએ તારી નિંદા કરી. રાજા પણ તારા પ્રત્યે નારાજ થયા.” છતાં તેં તારા પાપકર્મનું પ્રાયશ્ચિત ના કર્યું, યોગાત્મા પાસે જઈ ક્ષમા પણ ના માગી. તારું આયુષ્ય પૂર્ણ થયું, મૃત્યુ થયું. મરીને તું “કોલ્લોગ' નામના ગામમાં બોકડો થયો, મનુષ્યગતિમાંથી પશુગતિમાં ગયો...” બોકડો થયો, થોડા સમયમાં જ તારી જીભ સડી ગઈ... તું ઘાસ ખાઈ શકતો નથી, ધાન્ય ખાઈ શકતો નથી, તારી વેદના વધતી જાય છે. છેવટે તારું મૃત્યુ થાય છે.' મરીને એ જ કોલ્લોગ ગામની સીમમાં શિયાળ થયો. ત્યાં પણ એવાં ફળ ખાવાના કારણે તારી જીભ સડી ગઈ... ત્યાં પણ તું ખૂબ રિલાયો. તારું મૃત્યુ થયું.” “તું સાકેતનગરમાં, ત્યાંના રાજાની પ્રેયસી મદનલેખાની કુખે પુત્ર થયો. યૌવન પામ્યો. તું રાજાને ખૂબ પ્રિય હતો. પરિણામે તે ઉન્મત્ત થતો ચાલ્યો. તું મદિરાપાન કરવા લાગ્યો. એક દિવસ મદિરાપાન કરી, ઉન્મત્ત બની તેં રાજમાતાને ખૂબ પજવી.” રાજકુમારને જાણ થઈ કે તેં રાજમાતાની પજવણી કરી છે. રાજકુમારે તને ખૂબ માર્યો. તારી જીભ ચીરી નાખી. તારું ગર્વખંડન થયું. રાજાએ પણ તને ઠપકો આપ્યો. તું ઘર છોડીને ચાલ્યો ગયો. અનશન કર્યું. એક મહિના પછી તારું મૃત્યુ થયું અને તારો જન્મ પંડ્રવર્ધનમાં બ્રાહ્મણપુત્ર તરીકે થયો. આ તારા પૂર્વજન્મની કથા છે.” હજુ તારે પેલું બાંધેલું પાપકર્મ-યોગાત્મા પર ખોટું કલંક મૂકીને બાંધેલું પાપકર્મ ભોગવવાનું બાકી છે.” હું મારા ઘેર આવ્યો. મારા ચિત્તમાં વૈરાગ્ય થયો. મેં ‘સુગૃહીત' નામના ગુરુદેવ પાસે દીક્ષા લીધી. કેટલાંક વર્ષો પછી ગુરુદેવની અંતિમ અવસ્થા આવી લાગી. મેં તેમની ખૂબ સેવા કરી. મારી સેવાથી પ્રસન્ન થઈ ગુરુદેવે મને મહાવિદ્યાઓ આપી.” શ્રી સમરાદિત્ય મહાકથા પ૮૩ - 1 For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org * એક આકાશમાં ઉડ્ડયન કરવાની, * બીજી, ચાવી વિના તાળાં ખોલી નાખવાની.’ ‘આ બે, મહાવિદ્યાઓ આપીને તેઓએ મને કહ્યું : ધર્મના કાર્ય માટે જ આ મહાવિદ્યાઓનો પ્રયોગ કરજે, તે પણ કોઈ બહુ મોટું સંકટ આવી પડ્યું હોય તો. પરંતુ વૈયિક સુખો માટે ક્યારે પણ આ મહાવિદ્યાઓનો ઉપયોગ ના કરીશ.’ ‘બીજી વાત ક્યારેય પણ તું અસત્ય ના બોલીશ, હસવામાં પણ અસત્ય ના બોલીશ. કદાચ પ્રમાદથી અસત્ય બોલી જવાય તો તરત જ નિર્મળ જળમાં નાભિ સુધી ઊભો રહેજે. બે હાથ ઊંચા કરજે, આંખોને અપલક સ્થિર રાખીને આ બંને મંત્રોના ૮૮ હજાર જાપ કરજે.’ Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘આટલી સૂચનાઓ આપી, તેઓ સ્વર્ગવાસી થઈ ગયા. પછી તો મારા પર કોઈનો અંકુશ ના રહ્યો. મેં બધી જ સાધુમર્યાદાઓ છોડી દીધી. ગુરુવચનોની અવગણના કરી નાખી... અને ધર્મ-વિરુદ્ધ, સજ્જનોમાં નિંદનીય એવાં દુષ્ટ કાર્યો કરવા લાગ્યો. આટલા દિવસો સુધી ચોરી કરતાં હું ના પકડાયો, કારણ કે હું અસત્ય બોલતો ન હતો. અને પ્રમાદથી બોલી જવાય તો ગુરુદેવે કહ્યા મુજબ મંત્રજાપ કરી લેતો. પરંતુ ગઈ કાલે મેં ભૂલ કરી.’ ‘શું ભૂલ કરી?’ મહામંત્રીએ પૂછ્યું. ‘ગઈ કાલે સંધ્યાસમયે ઉદ્યાનમાં બકુલવૃક્ષની નીચે હું બેઠો હતો, ત્યારે કેટલીક યુવતીઓ, સરોવરમાં સ્નાન કરી, મંદિરમાં દેવતાનાં દર્શન કરી, હું જ્યાં બેઠો હતો ત્યાં આવી. મધુર અને કાલી કાલી વાણીમાં તેમણે મને પૂછ્યું : ‘સંસારનાં શ્રેષ્ઠ વૈયિક સુખોનો ત્યાગ કરી, તમે આવું કઠોર સાધુવર્ત કેમ લીધું છે?' તેઓએ મારી સામે કટાક્ષો ફેંક્યા, મેં તેમના ભાવો જાણ્યા... મારામાં પણ કામાગ્નિ પ્રગટ થયો. મેં લાંબો નિસાસો નાખી... અસત્ય બોલી નાખ્યું : 'મનભાવન પ્રિયતમના વિયોગના સંતાપથી પીડાતો હતો તેથી મેં આ દુષ્કર વ્રત ગ્રહણ કર્યું છે.' પેલી યુવતીઓ હસતી હસતી ચાલી ગઈ... પછી મને ખ્યાલ આવ્યો કે પ્રમાદથી હું અસત્ય બોલી ગયો છું. પરંતુ મેં બીજો પ્રમાદ કર્યો... ગુરુદેવ કહ્યા મુજબ બે મંત્રોનો જાપ ના કર્યો. ‘એકાદ વાર જાપ ના કરું તો કંઈ વિદ્યાઓ ચાલી જવાની નથી...' એમ ઉપેક્ષા કરી.' — प८४ ‘મધ્યરાત્રિના સમયે હું ચોરી કરવા નીકળ્યો. સાગરશ્રેષ્ઠીની હવેલીના દરવાજા ખુલ્લા હતા. હું હવેલીમાં ગયો. કોઈ જાગી ના જાય, એવી તકેદારી સાથે મેં સોનાનો અને ચાંદીનો ભંડાર ઉપાડ્યો... ત્યાં સહેજ અવાજ થયો. શેઠના ઘરમાં પુરુષોની ભાગ-૨ * ભવ ચોથો For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અવરજવર સંભળાઈ. હું હવેલીની બહાર નીકળી ગયો અને “આકાશમગામિની” વિદ્યાનું સ્મરણ કર્યું. સ્મરણ બરાબર થઈ શક્યું નહીં. આકાશમાં ઊડી ના શક્યો. વિદ્યા મને યાદ જ ના આવી... હું ભયભીત થઈ ગયો... સોનાનો ભંડાર લઈને હું ઊભી શેરીએ દોડવા લાગ્યો... ત્યાં શેરીના નાકે શસ્ત્રસજ્જ સૈનિકોએ મને પકડી લીધો. હે મહામંત્રી, પછીનો વૃત્તાંત આપ જાણો છો.' મહામંત્રીએ કહ્યું : “હે પરિવ્રાજક, તમારી વાતો ઘણી રોમાંચક છે... હવે મારા મનની શંકાનું સમાધાન કરો. ચોરીનો બધો માલ મળી આવ્યો છે, પરંતુ આમાં એક અતિ મૂલ્યવાન અલંકાર કેમ નથી? કે જે ઘણા સમય પહેલાં ચોરાયેલો હતો.' “એ અલંકાર મેં શ્રાવસ્તીના રાજાને આપેલો છે.” કયા નિમિત્તે?' મહામંત્રીએ પૂછ્યું. પરિવ્રાજકે કહ્યું : “મહામંત્રી, શ્રાવસ્તીમાં મારો એક મિત્ર રહે છે. તેનું નામ છે ગંધર્વદત્ત, મારા પ્રાણથી પણ વધારે એ મને પ્રિય છે. ગંધર્વદત્તને, એ જ નગરના ઇન્દ્રદત્ત શ્રેષ્ઠીની પુત્રી વાસવદત્તા સાથે પ્રેમ થયો. ગંધર્વદત્ત વાસવદત્તા પર અત્યંત મોહિત હતો. વાસવદત્તા પણ ગંધર્વદત્તને સાચા હૃદયથી ચાહતી હતી.” પરંતુ ઇન્દ્રદત્ત શ્રેષ્ઠીએ વાસવદત્તાનો વિવાહ એ જ નગરના સ્વર્ણબાહુ નામના શ્રેષ્ઠીના પુત્ર આનંદ સાથે નક્કી કર્યો. આ સમાચાર મળતાં જ વાસવદત્તા અસ્વસ્થ બની ગઈ... ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી... તેણે વિચાર્યું : “મારે આ વાત તરત જ ગંધર્વદત્તને જણાવી દેવી જોઈએ.” તે નગર બહાર આવેલા યક્ષમંદિરે પૂજા કરવાના બહાને ઘરેથી નીકળી. માર્ગમાં જ ગંધર્વદત્તનું ઘર આવતું હતું. ગંધર્વદત્તે વાસવદત્તાને જોઈ. સંકેત થયો. ગંધર્વદત્ત પણ યક્ષમંદિરે પહોંચી ગયો, યક્ષમંદિર વિશાળ હતું મંદિરના પાછળના ભાગમાં બંને ભેગા થયાં. વાસવદત્તા ગંધર્વદત્તાના ખભા પર મસ્તક નાખી રડી પડી. ગંધર્વદત્ત કહ્યું : “કેમ રડે છે? શું થયું છે તને? નગરનાં કોઈ યુવાને તારી સામે ખરાબ દૃષ્ટિ કરી છે કે કોઈએ તારું અપમાન કર્યું છે?' ના રે ના, એવું કંઈ નથી બન્યું... હવે તું અને હું જુદાં થવાનાં... મારા વિવાહ મારા પિતાએ સ્વર્ણબાહુ શ્રેષ્ઠીના પુત્ર આનંદ સાથે નક્કી કરી દીધા... મારી માતાએ મને કહ્યું.. ને હું તને કહેવા માટે દોડી આવી..” ગંધર્વદત્ત ગંભીર બની ગયો. ઊંડા વિચારમાં ડૂબી ગયો...' સ્વર્ણબાહુ શ્રેષ્ઠીના રાજા સાથે સારા સંબંધ છે. બીજી બાજુ ઇન્દ્રદત્ત શ્રેષ્ઠી પણ રાજાનો માનીતો છે... શું કરું? ગમે તે થાય, હું વાસવદત્તાને બીજા કોઈ સાથે પરણવા નહીં દઉં.' તેણે વાસવદત્તાને કહ્યું : “તારા લગ્ન મારી સાથે શ્રી સમરાદિત્ય મહાકથા પદા For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ થશે. તું મારી છે, ને મારી જ પત્ની બનીશ. ચિંતા ના કર.” પરંતુ મારા પિતા મારાં લગ્ન થોડા જ દિવસોમાં કરવાની વાત કરે છે. એ પહેલાં...' હું તને અહીંથી ઉપાડી જાઉં, એમ જ ને? છેવટે મારે એ જ માર્ગ લેવો પડશે. એ પહેલાં મારે જે ઉપાયો કરવા છે, તે કરી લઉં... સરળતાથી કાર્ય થઈ જાય તો દુષ્કાર માર્ગ નથી લેવો.' ભલે તારે જ કરવું હોય તે કરજે, હું પરણીશ તો તને જ પરણીશ. નહીંતર મારા પ્રાણ...' વાસવદત્તા રડી પડી. ગંધર્વદને તેને વચન આપ્યું... “હું જ તારી સાથે લગ્ન કરીશ.' વાસવદત્તા ઘરે ચાલી ગઈ.' ગંધર્વદત્ત રૂપવાન હતો તેમ બલવાન પણ હતો. બુદ્ધિમાન હતો. તેણે સર્વપ્રથમ વાસવદત્તાના પિતાને મળીને, એમની પાસે વાસવદત્તાની માગણી કરવાનો નિર્ણય કર્યો.’ તે પ્રભાત સમયે, જ્યારે ઇન્દ્રદત્ત સ્નાનાદિ કાર્યોથી નિવૃત્ત થતા હતા. ત્યારે, ઇન્દ્રદત્તની હવેલીએ પહોંચ્યો. જોકે ઇન્દ્રદત્ત ગંધર્વદત્તને ઓળખતા હતા. ગંધર્વદત્તનાં પરોપકારનાં કાર્યોને જાણતા હતા. તેમણે ગંધર્વદત્તને આવકાર આપ્યો, ગંધર્વદ ઇન્દ્રદત્તનું અભિવાદન કર્યું. ઔપચારિક વાતો કર્યા પછી, ઇન્દ્રદત્તે ગંધર્વદત્તને આવવાનું પ્રયોજન પૂછ્યું. ગંધર્વદત્તે કહ્યું : હું આપની પુત્રી વાસવદત્તાની માગણી કરવા આવ્યો છું.' ઇન્દ્રદત્ત શ્રેષ્ઠી ચમક્યા. તેઓ ગંધર્વદત્ત સામે જોઈ રહ્યા. બે ક્ષણ પછી તેમણે કહ્યું : ગંધર્વદત્ત, તું મોડો પડ્યો. મેં ગઈ કાલે જ સ્વબાહુ શ્રેષ્ઠીના પુત્ર આનંદ સાથે વાસવદત્તાના વિવાહ નક્કી કર્યા છે.” એ વિવાહ તોડી શકાય...' પણ શા માટે? અમને આનંદકુમાર ગમ્યો છે, માટે અમે જ સામે જઈને વિવાહ કર્યા છે.” ‘તમે તમારી પુત્રીને પૂછ્યું નહીં હોય?' પુત્રીને શા માટે પૂછવાનું? અમે જે કરીએ તે એને માન્ય જ હોય..” “માન્ય ના હોય તો?' તો અમે પરાણે માન્ય કરાવીશું. તે અમારે વિચારવાનું છે.” પા ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ‘તમારે એકલાએ નથી વિચારવાનું, મારે પણ વિચારવાનું છે... કારણ કે વાસવદત્તા મારી સાથે લગ્ન કરવા ચાહે છે... કદાચ એણે શરમથી કે ભયથી તમને વાત નહીં કરી હોય, પરંતુ હું જે કહું છું તે સત્ય કહું છું.' ઇન્દ્રદત્ત શ્રેષ્ઠીને ક્રોધ આવી ગયો. તેઓ જોરથી બોલ્યા : Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘એટલે તું અમને અજાણ રાખી, અમારી પુત્રીને મળે છે, એમ ને? હું તને નગરનો એક સારો યુવાન માનતો હર્તા... આજે ખબર પડી કે તું લબાડ છે... નીકળી જા મારા ઘરમાંથી અને કહી દઉં છું કે આજથી... આ પળથી તારે વાસવદત્તાને મળવાનો પ્રયત્ન કરવાનો નથી. જો પ્રયત્ન કર્યો... તો એનાં માઠાં ફળ તારે ભોગવવાં પડશે.' ‘ભલે, જાઉં છું, પરંતુ તમને કહેતો જાઉં છું કે વાસવદત્તાનાં લગ્ન મારી સાથે જ થશે...’ આમ કહીને ગંધર્વદત્ત, ઇન્દ્રદત્તના ઘરમાંથી નીકળીને ચાલ્યો ગયો. ઇન્દ્રદત્ત શ્રેષ્ઠીનું મન ધમધમી ઊઠ્યું. તેમણે વાસવદત્તાને ધમકાવી નાંખી. ચેતવણી આપી દીધી : ‘આજથી તારે ઘરની બહાર પગ મૂકવાનો નથી. ગંધર્વદત્તને મળવાનું નથી... તારે એને ભૂલી જવાનો છે.’ બીજી બાજુ સ્વર્ણબાહુ શ્રેષ્ઠી પાસે જઈને ઇન્દ્રદત્તે કહ્યું : ‘આપણે જેમ બને તેમ જલદી સારા મુહૂર્તે આનંદકુમાર-વાસવદત્તાનાં લગ્ન કરી નાખીએ.’ સ્વર્ણબાહુ કબૂલ થઈ ગયા. પુરોહિત પાસે મુહૂર્ત કઢાવ્યું. ત્રીજો દિવસ નક્કી થયો. બંને પક્ષે લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. ગંધર્વદત્તને પણ સમાચાર મળી ગયા. તેણે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી. * લગ્નનો દિવસ આવી ગયો. * લગ્નમંડપમાં આનંદકુમારની જાન આવી ગઈ. * લગ્નની ચોરીમાં વર-કન્યાને પધરાવવામાં આવ્યાં. વાસવદત્તાના શ્વાસ અધ્ધર થઈ ગયાં. ‘શું ગંધર્વદત્ત નહીં આવે? મારો આનંદ સાથે હસ્તમેળાપ થઈ જશે?' એની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. ‘ના, ના, હું આનંદની સાથે કોઈ સંયોગોમાં લગ્ન નહીં કરું...' એટલામાં તો લગ્નમંડપની ચાર દિશામાં સશસ્ત્ર ઘોડેસવારો આવીને ઊભા રહી ગયા. ગંધર્વદત્ત ઘોડા પરથી ઊતરી લગ્નમંડપમાં આવ્યો. તેના એક હાથમાં બે હાથ લાંબી ખુલ્લી તલવાર હતી. તેણે ત્રાડ પાડીને કહ્યું : ‘જે જ્યાં બેઠા છો, ત્યાં જ બેસી રહેજો. જરા પણ ઊંચાનીચા થયા છો તો ધડ પર માથાં સલામત નહીં રહે... જોઈ લો ચારે બાજુ...! શસ્ત્રસજ્જ ઘોડેસવારોને જોઈને, ગંધર્વદત્તનું રૌદ્ર રૂપ જોઈને ૫૭ શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇન્દ્રદત્ત, સ્વર્ણબાહુ... આંનદકુમાર... બધા જ સ્તબ્ધ થઈ ગયા. વાસવદત્તા ઝડપથી ઊભી થઈ. ગંધર્વદત્તે એક હાથે ઉપાડીને પોતાના ખભે નાખી, ઘોડા પર બેસી પલ વારમાં અદૃશ્ય થઈ ગયો... પાછળ બધા જ ઘોડેસવારો દોડી ગયા... લગ્નમંડપમાં હાહાકાર થઈ ગયો. જાનૈયાઓની નાસભાગ થઈ ગઈ. સ્વર્ણબાહુ પોતાના પુત્રને લઈ, રથમાં બેસી ઘરભેગા થઈ ગયા. તેમણે ઇન્દ્રદત્તને કહેવડાવી દીધું : “હવે અમારે તમારી પુત્રી નથી જોઈતી.” ઇન્દ્રદત્ત ક્રોધથી સળગી ઊઠ્યો. ગંધર્વદત્તે ધોળા દિવસે એનું નાક કાપ્યું હતું. નગરમાં ચોરે ને ચૌટે, વાસવદત્તાના અપહરણની જોરશોરથી ચર્ચા શરૂ થઈ ગઈ હતી. ઇન્દ્રદત્ત મહારાજા વિચારધવલની પાસે જઈ, સમગ્ર ઘટના કહી સંભળાવી. મહારાજા ગંધર્વદા ઉપર રોષે ભરાયા. તેમણે સેનાપતિ રુદ્રદેવને બોલાવીને આજ્ઞા કરી : ગંધર્વદત્તને ગમે ત્યાંથી શોધીને પકડી લાવો. ઇન્દ્રદત્ત શ્રેષ્ઠીની પુત્રી વાસવદત્તાને એની પાસેથી કુશળતાપૂર્વક પાછી મેળવો.” સેનાપતિએ ગંધર્વદત્તની નગરમાં શોધ આરંભી દીધી. એક એક ઘર અને એક એક દુકાનની તપાસ કરવા માંડી.... ઉદ્યાનો, મંદિરો, ખંડિયેરો... બધે જ સૈનિકો ફરી વળ્યા. આ શોધી કાઢ્યો ગંધર્વદત્તને. જે લઈ આવ્યા મહારાજા પાસે. રાજાએ વાસવદત્તા, ઇન્દ્રદત્ત શેઠને સોંપી, ગંધર્વદત્તને નગરમાંથી કાઢી મૂક્યો. ગંધર્વદત્ત મૂંઝાયો. “હવે શું કરું?” ત્યાં એને મારી સ્મૃતિ થઈ આવી. તે હર્ષિત થયો. તેણે “જીવક' નામના એના મિત્રને કહ્યું : “આપણે બે નારાયણ પાસે જઈએ. એ મંત્રસિદ્ધ પરિવ્રાજક છે. મારો એ અંગત.... અને પ્રાણથી પણ વધારે પ્રિય મિત્ર છે. મને વિશ્વાસ છે કે એ મને સહાય કરશે.' બંને મિત્રો ઘોડા પર બેસી મારી પાસે આવ્યા. હું અને ગંધર્વદત્ત ભેટ્યા. ગંધર્વદત્તે બધી વાત કરી. મેં એની પરીક્ષા કરવા કહ્યું : “મિત્ર, છોડને વાસવદત્તાને, એના કરતાંય ચઢિયાતી રૂપવંતી કન્યા સાથે તને પરણાવી દઉં!” પ૮૮ ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેણે કહ્યું : “ના, આ જન્મમાં પરણીશ તો વાસવદત્તાને જ. એ સિવાયની બધી સ્ત્રીઓ માતા ને બહેન સમાન છે.” હું રાજી થયો. મેં જીવકને કહ્યું : “જીવક, હું તને મૂલ્યવાન રત્નો, આભૂષણો આપું છું. તું એ લઇને શ્રાવસ્તી જા. મહારાજાને આ ભેટ આપીને તું વિનંતી કર. ગંધર્વદત્ત અને વાગવદત્તાના પ્રગાઢ પ્રેમનું નિવેદન કર... તું મધુર વચની છે, બુદ્ધિશાળી છે... રાજાનો વિશ્વાસ સંપાદન કરી શકીશ, વળી, રાજા વિચારધવલને આવાં રત્નો ખૂબ ગમે છે... માટે તારું કામ થઈ જશે.” રત્નોનાં આભૂષણો લઈ જીવક મારતે ઘોડે શ્રાવસ્તી પહોંચ્યો. મહારાજા પાસે પહોંચ્યો. પોતાનો પરિચય આપીને, રત્નોના મૂલ્યવાન અલંકારો ભેટ આપ્યા. રાજાના ભંડારમાં આવો એક પણ અલંકાર હતો નહીં. તે પ્રસન્ન થયા. કહ્યું : જીવક, તે મને પ્રિય વસ્તુ આપી, હવે તું કહે - હું તારું શું પ્રિય કરું?' મહારાજા, ગંધર્વદત્તને નગરમાં પ્રવેશ કરાવો અને વાસવદત્તા એને આપો!' “ભલે, તારું પ્રિય થશે. ગંધર્વદત્તને બોલાવી લાવ.” જીવક મારતે ઘોડે અમારી પાસે આવ્યો. સમાચાર આપ્યા. ગંધર્વદત્ત નાચી ઊઠ્યો, મેં બંનેને વિદાય કર્યા. રાજા વિચારધવલે ગંધર્વદત્તનો નગરપ્રવેશ કરાવવા નગરના આગેવાનોને સામે મોકલ્યા. જ્યારે નગરના દ્વારે આવ્યો ત્યારે રાજા સ્વયં સામે ગયો. ગંધર્વદત્ત મહારાજાનાં ચરણોમાં ઢળી પડ્યો. રાજાએ તેને ઉઠાવીને પોતાની છાતીએ લગાવ્યો. રાજસભામાં ગંધર્વદત્તનું સન્માન કરવામાં આવ્યું, અને ત્યાં જ ઇન્દ્રદત્ત શ્રેષ્ઠીએ, વાસવદત્તાને, ગંધર્વદત્ત સાથે ગંધર્વવિધિથી પરણાવી દીધી.' પરિવ્રાજકે કહ્યું : “આ રીતે મેં પેલું મૂલ્યવાન આભૂષણ શ્રાવસ્તીના રાજાને આપેલું.” શ્રી સમરાદિત્ય મહાકથા પ૮૯ For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહામંત્રીએ પરિવ્રાજકને કહ્યું : “મહાત્મનું, તમે ખરા સમયે મિત્રને સહાય કરી. સજ્જનોચિત કાર્ય કર્યું. તમને હું મુક્ત કરું છું. હવેથી આપ આપના વેષને અનુરૂપ આચરણ કરજો. એવી વિનંતી કરું છું.” મહામંત્રી, તમે મારા અપરાધોની ક્ષમા આપી, મને નવું જીવન આપ્યું છે. હવેથી હું ભાવપૂર્વક મારા પરિવ્રાજક જીવનનો પ્રારંભ કરીશ.' પરિવ્રાજક ચાલ્યો ગયો. ત્યાર પછી સૈનિકોને મહામંત્રીએ આજ્ઞા કરી : “કારાવાસમાં પૂરેલા શ્રાવસ્તીના રાજપુરુષોને લઇ આવો.” સૈનિકોએ ધનકુમાર વગેરેને મુક્ત કર્યા. મહામંત્રી પાસે લાવ્યા. મહામંત્રી એ કહ્યું : “તમે નિર્દોષ છો, તમને મુક્ત કરવામાં આવે છે. પરંતુ તમારા પાસેથી મળેલું આભૂષણ અમારા મહારાજનું છે, એ તમને આપવામાં નહીં આવે.' ૦ ૦ ૦. ધનકુમારે શ્રાવસ્તીના રાજપુરુષોને કહ્યું : 'હવે તમે સહુ શ્રાવસ્તી પાછા જાઓ. હું એકલો સુશમનગર પહોંચી જઈશ. મહારાજાને મારા પ્રણામ કહેજો.” રાજપુરુષોને પાછા વાળ્યા. ધનકુમારે સમુદ્રકિનારે આવેલા વૈરાટનગરનો રસ્તો પકડ્યો. વૈરાટનગરથી સુશર્મનગર જવાનો રસ્તો નિરુપદ્રવી હતી. સમુદ્રના કિનારેકિનારે જવાનું હતું એટલે ભૂલા પડવાની ચિંતા ન હતી. એક દિવસ, સમુદ્રકિનારાથી થોડે દૂર, ઘટાદાર વૃક્ષોનું એક જંગલ ધનકુમારે જોયું. વૃક્ષો લીલાછમ દેખાતાં હતાં, એટલે અનુમાન કર્યું કે ત્યાં પાણીનાં ઝરણાં પણ વહેતા હશે. ધનકુમારને સુધા પણ લાગી હતી. પાણી પણ પીવું હતું. તેણે એ જંગલમાં પ્રવેશ કર્યો. જંગલમાં થોડે દૂર ગયો તો ત્યાં એક સાથેનો મુકામ જોયો! લગભગ પચાસથી વધારે પુરુષો હશે. અનેક પશુઓ હતાં. નોકરો ભોજન બનાવી રહ્યા હતા. સાર્થવાહે ધનકુમારને આવકાર્યો. અતિથિ, તમે ભોજનવેળાએ આવી ચડ્યા છો, તો અમારી સાથે તમે પણ ભોજન કરો.' ધનકુમારને તીવ્ર સુધા લાગી હતી. તેણે સાર્થવાહનું આમંત્રણ સ્વીકારી લીધું. પાણી પીધું. ભોજન કર્યું. અને સાર્થવાહ સાથે વાર્તાલાપ શરૂ કરે, એ પહેલાં તો પહાડ જેવડા મોટા મોટા હાથીઓનું ટોળું ત્યાં ધસી આવ્યું. સાર્થના માણસો ગભરાઈ ગયા. ભાગાભાગી થઈ ગઈ. ધન પણ એક દિશામાં દોડવા લાગ્યો. એની પાછળ એક યુવાન હાથી દોડ્યો. ધનને પકડવા માટે પ્રયત્ન કરવા લાગ્યો. ધન ભાગ-૨ # ભવ ચોથો પca For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાંકોચૂકો દોડવા લાગ્યો. હાથી ક્રોધે ભરાયો... સૂઢ લાંબી કરીને... તેણે ધનને ઝડપી લીધો... જમીન પર પછાડી દીધો. એવો જોરથી જમીન પર પટક્યો કે એને તમ્મર આવી ગયા. શરીરનું એક-એક હાડકું દુઃખવા લાગ્યું. હાથે-પગે ઘણું વાગ્યું... બસ, એ મર્યો નહીં એટલું જ! વળી પાછા એ જ યુવાન હાથીએ ધનને સૂંઢથી પકડીને આકાશમાં ઉછાળ્યો! ભાગ્યયોગે કુમારે પાસે રહેલા વટવૃક્ષની ડાળી પકડી લીધી અને એ તરત જ વૃક્ષની સૌથી ઉપરની ડાળી પર ચઢી ગયો. યુવાન હાથીએ સૂંઢ ઊંચી કરી... પણ કુમાર સુધી ના પહોંચી. હાથી હરાયો થયો હતો. તેણે વટવૃક્ષના થડને સૂંઢ લપેટી અને વૃક્ષને ઉખાડી નાખવા પ્રયત્ન કરવા માંડ્યો. વૃક્ષ મોટું હતું. વૃક્ષનાં મૂળિયાં જમીનમાં ખૂબ ઊંડાં ગયેલાં હતાં, એટલે વૃક્ષ ઊખડવાની તો શક્યતા જ ન હતી. છતાં વૃક્ષને તેણે હચમચાવી મૂક્યું હતું. ધનકુમારે ઉપરની ડાળી મજબૂત પકડી લીધી હતી. કુમાર ઉપરની જે ડાળી પર બેઠો હતો, તેના ઉપર નાની નાની ડાળીઓના ઝુંડમાં પક્ષીનો એક માળો હતો. પરંતુ પક્ષી ન હતું. કુમારને માળામાં રહેલાં બચ્ચાં જોવાની ઇચ્છા થઈ. તે સાચવીને ઊભો થયો માળામાં જોયું... તો તેની આંખો પહોળી થઈ ગઈ! તે સ્તબ્ધ થઈ ગયો... નીચે ઊભેલા હાથીઓના ટોળાને ભૂલી ગયો..... ‘આ શું? ત્રૈલોક્યસારા રત્નાવલી, કે જેને બાજપક્ષી ઉપાડી ગયું હતું. તે રત્નાવલી અહીં આ માળામાં ક્યાંથી આવી ગઈ? શું આ માળો એ બાજપક્ષીનો હશે? જે હોય તે, હું રત્નાવલી તો લઇ લઉં! ફરી-ફરીને પાછી એ રત્નાવલી મારી પાસે આવી! પરંતુ મારે રાખવી નથી... મારે શું કરવી છે? મારા ઘરમાં આવી અનેક રત્નાવલી છે! જો આ હાથીનું ટોળું ચાલ્યું જાય તો હું નીચે ઉતરી જાઉં અને શ્રાવસ્તી જઇને આ રત્નાવલી મહારાજાને આપી આવું... ઘરે જવામાં થોડું મોડું થશે... તો થશે, આમેય વર્ષ ઉપર સમય થઈ ગયો છે. થોડો વધારે વિલંબ થશે... પરંતુ મહારાજાને ખૂબ હર્ષ થશે. રાજકુમારી આનંદિત થઈ જશે.’ ગિરિથલ નગરથી ધનકુમારે મુક્ત કરેલા રાજપુરુષો શ્રાવસ્તી પહોંચ્યા, મહારાજા વિચારધવલને પ્રણામ કરી, ગિરિથલમાં બનેલી દુર્ઘટના કહી સંભળાવી. મહારાજાને ગિરિથલના મહામંત્રી ઉપર ગુસ્સો આવ્યો. ‘ઠીક છે, અવસરે મારે ગિરિથલ પર આક્રમણ કરવું જ પડશે.’ પરંતુ રાજપુરુષોને મહારાજાએ તતડાવી નાખ્યા. ‘તમે ખરેખર બુદ્ધિહીન છો, એ ધનકુમાર તો ઉદાર પ્રકૃતિનો છે. તેણે તમને કષ્ટ ના પડે, માટે મુક્ત કર્યા, પરંતુ તમારે એનો સંગ છોડવાનો ન હતો. સુશર્મનગર સુધી તમારે જવાનું હતું. મેં તમને સ્પષ્ટ શબ્દોમાં આજ્ઞા કરી હતી... છતાં તમે પાછા આવી ગયા. એ ઉપકારી મહાપુરુષ એકલો જ સુશર્મનગરે જશે... એના પિતા નગરશ્રેષ્ઠી છે.. રાજસભામાં એમનું સ્થાન છે. રાજસભામાં અવશ્ય વાત શ્રી સમરાદિત્ય મહાકથા ૫૧ For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થવાની કે ધનકુમારે ગરુડમંત્રથી શ્રાવસ્તીના રાજકુમારને નિર્વિષ કરી નવું જીવન આપ્યું.... આવો મહાન ઉપકાર કરવા છતાં શ્રાવસ્તીના રાજાએ વિવેક ના કર્યો? એની સાથે બે-ચાર વળાવિયા પણ ના મોકલ્યા? મારી કેવી અપકીર્તિ થશે? જાઓ હમણાં જ પાછા જાઓ, જ્યાં ધનકુમાર હોય, ત્યાં જઈને મળો... અને સુશર્મનગરે પહોંચાડીને આવજો. જો પહોંચાડ્યા વિના આવ્યા તો તમને નગરમાં પ્રવેશવા નહીં દઉં.” બિચારા રાજપુરુષો! શું કરે? મહારાજાની આજ્ઞાનું પાલન કરે જ છૂટકો! જમવા પણ ના રોકાયા... પોતપોતાનાં પરિવારોને મળવા ય ના રોકાયા.. તરત જ રવાના થયા. ગિરિયલ તરફ પ્રયાણ કર્યું. ૦ ૦ ૦. ધનકુમારે રત્નાવલી લઈને પોતાની કમરે કંદોરા સાથે બાંધી લીધી. ઉપર કસીને વસ્ત્ર બાંધી દીધું. તેણે નીચે જોયું. હજુ હાથીઓનું ટોળું ઊભું હતું. તે શાન્તિથી ડાળ પર નિર્ભયપણે બેસી રહ્યો. આખરે કંટાળીને હાથીનું ટોળું જંગલમાં ચાલ્યું ગયું. જ્યારે દેખાતું બંધ થયું, ત્યારે કુમાર ધીરે ધીરે વૃક્ષની નીચે ઉતર્યો. તેનું આખું શરીર દુઃખતું હતું. શરીર પર ઉઝરડા પડ્યા હતા. માથે પણ ઠીક ઠીક વાગ્યું હતું. તેણે વિચાર્યું : “માર્ગમાં કોઈ સારું ગામ આવે તો ત્યાં બે દિવસ રહીને ઉપચાર કરાવી લઉં... પણ હવે ગિરિથલમાં નથી જવું.' તે ધીરે ધીરે ચાલવા લાગ્યો. એકાદ યોજના ગયા પછી એક ઘોડેસવાર મળ્યો. ઘોડેસવારે ધનકુમારને જોયો... તેણે પૂછ્યું : “હે આર્ય, તારે ક્યાં જવાનું છે?' શ્રાવસ્તી.” હું શ્રાવસ્તી તો નથી જતો, પરંતુ શ્રાવસ્તીથી નજીકના પ્રિય મિલન' નામના ગામે જાઉં છું. તું મારી પાછળ અશ્વ પર બેસી જા. હું તને પ્રિય મિલન ગામ સુધી લઇ જાઉં. ત્યાંથી તું શ્રાવસ્તી ચાલ્યો જજે.. તને વાગેલું છે? તારું શરીર શ્રમિત લાગે છે..” ધનકુમારે ઘોડેસવારની વાત માની લીધી. તે ઘોડા પર બેસી ગયો. ઘોડો દોડવા માંડ્યો. રસ્તામાં ઘોડેસવારે પૂછયું : “શ્રાવસ્તીમાં કોના ઘરે જવું છે યુવાન?' મહારાજાની પાસે જવું છે.” મહારાજા વિચારધવલની પાસે?' હા ભાઈ..” મહારાજા જેવા મહારાજાને કેવી બે મોટી આપત્તિ આવી ગઈ? રાજકુમારને કાળો નાગ ડસ્યો અને રાજકુમારીનું વહાણ સમુદ્રમાં તૂટી ગયું.... એ તો વળી પ૯૨ ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાનની દયા થઈ કે. ઝેર ઉતારનાર એક પરદેશી યુવાન મળી ગયો. અને રાજકુમારીને દરિયામાં પાટિયું મળી ગયું... બંનેને નવું જીવન મળ્યું!” “એ વખતે તમે શ્રાવસ્તીમાં હતા?” કુમારે પૂછ્યું. ના, પણ બધા સમાચાર તો મળે ને? અમારા ગામના વેપારીઓ શ્રાવસ્તી જાય - આવે છે. પણ પછી.. હમણાં જ અમારા ગામમાં એક કન્યાને સાપ કરડ્યો.. બિચારી કન્યા.. મૂછિત થઈને પડી. મને થયું કે “શ્રાવસ્તીમાં પેલો પરદેશી માંત્રિક હોય તો બોલાવી લાવું..' હું મારતે ઘોડે ગયો શ્રાવસ્તી.. પણ પરદેશી માંત્રિક તો ચાલ્યો ગયેલો... નિરાશ થઈને પાછો આવ્યો... કન્યા ના જીવી...' શું તેનો અગ્નિસંસ્કાર કરી દીધો?” કદાચ નહીં કર્યો હોય.. કર્યો પણ હોય... મને ખબર નથી. ત્યાં ગયા પછી ખબર પડશે... પણ તે મરી ગઈ છે, એ વાત નક્કી છે.” ભલે મરી ગઈ હોય, જો એના દેહને જેમનો તેમ રાખ્યો હશે.. તો હું એને સજીવન કરીશ! એટલો પરોપકાર કરવાનો મને અવસર મળશે..” હૈં તમે ઝેર ઉતારો છો?” હા, રાજકુમારનું ઝેર ઉતારવાનું કામ પણ મેં કર્યું હતું.' ઘોડેસવારે ઘોડો ઊભો રાખ્યો. તે નીચે ઊતર્યો. તેણે ફરીથી કુમારને જોયો. વિસ્ફારિત નેત્રે જોયો... તે ગદ્ગદ થઈ ગયો. તેણે કહ્યું : “અહો, હું કેવો ભાગ્યશાળી, કે મને તમારા જેવા મહાન માંત્રિક પુરુષનો અનાયાસ ભેટો થઈ ગયો!' ‘તમે વિલંબ ના કરો. ઘોડા પર બેસો... ને ઘોડાને પવનવેગે દોડાવો... તો જ કન્યાને બચાવી શકાશે. પ્રિય મિલન ગામમાં જઈને ધનકુમારે પહેલું કામ કન્યાને નિર્વિષ કરવાનું કર્યું. આખા ગામમાં ઘનકુમારની પ્રશંસા થવા લાગી. લોકો એને “ભગવાન” માનવા લાગ્યા. પેલા રાજપુરુષોના કાને વાત પહોંચી કે પ્રિયમિલન ગામમાં કોઈ માંત્રિકે એક કન્યાને નિર્વિષ કરી છે..” તેઓએ ધનકુમારની જ કલ્પના કરી. તેઓ પ્રિમિલન ગામમાં પહોંચ્યા. કુમારને મળ્યા... કુમારે આશ્ચર્યથી પૂછ્યું : ‘તમે કેમ પાછા આવ્યા? મહારાજાની આજ્ઞાથી. પરંતુ આપ સુશર્મનગર જવાના બદલે પાછા કેમ વળ્યા? પછી શ્રાવસ્તી આવવાનું છે. મહારાજાને મળવું છે... આજે જ આપણે નીકળી જઈએ...' શ્રી સમરાદિત્ય મહાથા પc3 For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધનકુમારે રાજપુરુષો સાથે શ્રાવસ્તી તરફ પ્રયાણ કરી દીધું. બીજા જ દિવસે તેઓ શ્રાવસ્તી પહોંચી ગયા. રાજપુરુષોએ મહારાજાને નિવેદન કર્યું : “એ ઉપકારી મહાપુરુષ ધનકુમાર પાછા અહીં પધાર્યા છે!' ઘનકુમારે રાજમહેલમાં પ્રવેશ કર્યો. મહારાજા એને ભેટી પડ્યા. હર્ષનાં આંસુ વહેવા લાગ્યાં. કુમારને પોતાની પાસે બેસાડી મહારાજાએ પૂછ્યું : “કુમાર, તને જોઈ અતિ હર્ષ થયો... પરંતુ માર્ગમાંથી કેમ પાછો ફર્યો ?' મહારાજા, એક અણધારી ઘટના બની.... અને પાછા આવવાનું મન થયું!” કુમારે કમર ઉપરથી વસ્ત્ર ખોલ્યું. કંદોરા સાથે બાંધેલી રત્નાવલી ખોલીને મહારાજાના હાથમાં મૂકી... મહારાજાની આંખો વિસ્ફારિત થઈ ગઈ... “આ તો ‘ત્રલોક્ય સારા રત્નાવલી' છે! જેને બાજપક્ષી ઉપાડી ગયું હતું! કુમાર, તને ક્યાંથી અને કેવી રીતે આ રત્નાવલી મળી?” ધનકુમારે માંડીને બધી વાત કરી. સમગ્ર રાજપરિવારે વાત સાંભળી... સહુ આનંદિત થયા. મહારાજાએ, એ જ સમયે રત્નાવલી કુમારના ગળામાં પહેરાવી દીધી! કુમારે કહ્યું : મહારાજા, આ રત્નાવલી તો મહારાજકુમારીની છે.. એમને જ આપો..” ધનકુમારની નિઃસ્પૃહતા જોઈને મહારાજા ભાવવિભોર થઈ ગયા. “આવું અદ્વિતીય આભૂષણ હું ભેટ આપું છું.... છતાં એની નિઃસ્પૃહતા કેવી છે... હું એને હવે અહીંથી મોટા સાથે સાથે વિદાય આપીશ..” ધનકુમારે ઊભા થઈ, રાજકુમારી પાસે જઈને કહ્યું : “બહેન, તારા આ ભાઈની આ ભેટ સ્વીકાર...' રત્નાવલી રાજકુમારીના ગળામાં આરોપિત કરી દીધી. મહારાજાએ ગદ્ગદ સ્વરે કહ્યું : “વત્સ, તને શું મારું રાજ્ય આપી દઉં? શું આપું? ખરેખર, તારા ગુણોએ મને મોહિત કરી દીધો છે... વધુ શું કહું? અમને તું ભૂલીશ નહીં.. ક્યારેક અહીં આવજે... અમને દર્શન આપજે...' ૦ ૦ ૦ ધનકુમારને થોડા વધુ દિવસ રાજમહેલમાં રાખીને તેની આગતા-સ્વાગતા કરી. મહારાજાએ મહામંત્રીને બોલાવીને આજ્ઞા કરી : “ધનકુમાર અહીંથી મોટા સાથે સાથે સુશર્મનગર જશે. માટે તૈયારી કરો.” જ ૫૦૦ વાહનોમાં વિવિધ કરિયાણાં ભરાવ્યાં. છે. ૫૦૦ અશ્વ વગેરે પશુઓ આપ્યાં, છે. ૫00 રક્ષક સૈનિકો આપ્યાં, ક ૧૦૦ દાસ-દાસી-નોકરો આપ્યાં. રાજા અને રાણી એ મણિરત્નજડિત અનેક આભૂષણો ભેટ આપ્યાં. 468 ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુભ દિવસે સાર્થવાહ બનીને ધનકુમારને પ્રયાણ કર્યું. રાજા, મંત્રીમંડળ અને નગરના અગ્રગણ્ય શ્રેષ્ઠીઓ વળાવવા ગયા. ખૂબ માન-સન્માન સાથે વિદાય આપી. 0 0 0 સુશર્મનગરના સીમાડામાં સાથે સાથે ધનકુમારે પ્રવેશ કર્યો. નગરશ્રેષ્ઠી વૈશ્રમણને સંદેશો મોકલ્યો. વૈશ્રમણ અને શ્રીદેવી હર્ષવિભોર બની ગયાં. નગરમાં વાયુવેગે સમાચાર ફેલાઈ ગયા. શ્રીદેવી અને વૈશ્રમણની સાથે સેંકડો સ્નેહી-સ્વજનો.... મિત્રો ને પરિચિતો ધનકુમારનું સ્વાગત કરવા નગરની બહાર આવ્યા. માતા-પિતાના દર્શન થતાં ધનકુમાર તેમનાં ચરણોમાં ઢળ્યો. શ્રીદેવીએ પુત્રના માથે હાથ મૂક ઓવારણાં લીધાં. વૈશ્રમણે કુમારને ઊભો કરી છાતીએ લગાવી હેત વરસાવ્યું. સ્નેહી-સ્વજનોએ કુશળપૃચ્છા કરી... અને ભવ્ય સ્વાગત સાથે ધનકુમાર ઘરે પહોંચ્યો. છે વૈશ્રમણે સહુને પ્રીતિભોજન આપ્યું. * જિનમંદિરોમાં મહોત્સવ રચાવ્યા. મહારાજા સુધન્વા સ્વયં રાજપરિવાર સાથે ધનકુમારને મળવા આવ્યા. કુમારને આલિંગન આપી, એની કુશળતા પૂછી, વૈશ્રમણે કુમારને કહ્યું : “વત્સ, આજે તારા હાથે તારી ઇચ્છા મુજબ દીનઅનાથોને દાન આપ, મહાદાન આપ.” કુમારે મહાદાન આપ્યું.. | દિનભર નગરવાસી લોકોની આવન-જાવન ચાલી રહી. સહુએ ધનકુમારને અભિનંદન આપ્યાં. 0 0 0 સાંજે ભોજન કર્યા પછી, માતા-પિતા અને પુત્ર, ત્રણે એકાંતમાં બેઠાં. શ્રીદેવીએ પૂછ્યું : વત્સ, ધનશ્રી સાથે નથી આવી.. એનું શું થયું?” ધનકુમારે અથથી ઇતિ સુધીની વાત સંભળાવી દીધી. વૈશ્રમણ અને શ્રીદેવી ધનશ્રીના કાળાં કામ સાંભળીને થીજી ગયાં. વૈશ્રમણે કહ્યું : “વત્સ, કલ્પવૃક્ષ પર કારેલાની વેલ ના શોભે. ક્યાં તું અને ક્યાં આ પાપાત્મા? એનાથી તું છૂટી ગયો, સારું થયું. એનાથી ચઢિયાતી, રૂપે-ગુણે પરિપૂર્ણ એવી બીજી શ્રેષ્ઠી કન્યા સાથે તારો વિવાહમહોત્સવ રચાવીશું!' રાહ જ ક શ્રી સમરાદિત્ય મહાકથા UCU For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir { ૮૫ મનોહર પ્રભાત હતું. વૈશાખી પૂર્ણિમાનો બીજો દિવસ ઊગ્યો હતો. ધનકુમારે નિદ્રાત્યાગ કર્યો. પ્રભાતિક કાર્યોથી પરવારી તેણે માતા-પિતાનાં ચરણોમાં વંદના કરી. પિતા-પુત્ર સાથે બેસી દુગ્ધપાન કર્યું. વૈશ્રમણે કહ્યું : “વત્સ, જે યક્ષરાજના અનુગ્રહથી તું કુશળ-ક્ષેમ પાછો આવ્યો છે, મરણાંત કષ્ટોમાંથી પાર ઊતર્યો છે, એ ધનદેવ યક્ષરાજની મહાપૂજાનું આજે આયોજન કર્યું છે. સ્નેહી, સ્વજનો, મિત્રો વગેરેની સાથે મંદિરે જવાનું છે અને તારે ત્યાં યક્ષરાજની પૂજા કરવાની છે. દીનઅનાથ જનોને દાન આપવાનું છે. પછી સહુએ સાથે બેસી ત્યાં પ્રીતિભોજન કરવાનું છે.” અહીંથી આપણે ક્યારે નીકળવાનું છે?” “બીજા પ્રહરના પ્રારંભે.” હું સ્નાનાદિથી નિવૃત્ત થાઉં છું.' શ્રીદેવી અને વૈશ્રમણ ધનદેવ યક્ષરાજ પ્રત્યે દઢ શ્રદ્ધા ધરાવતા હતા. યક્ષ તેમના આરાધ્ય દેવ હતા. સુખમાં-દુઃખમાં તેઓ યક્ષરાજના દર્શને અચૂક જતા હતા. મહાપૂજા કરતા હતા. યક્ષરાજના અનેક પ્રભાવો તેમણે તેમના જીવનમાં અનુભવ્યા હતા. બીજા પ્રહરનો પ્રારંભ થયો. સેંકડો સ્નેહી, સ્વજનો અને મિત્રો સાથે ધનકુમાર અને શ્રીદેવી-વૈશ્રમણ યક્ષરાજના મંદિરે પહોંચ્યા, મહોત્સવ રચાયો. મહાપૂજા થઈ, પ્રીતિભોજન થયુંઅને સહુ પોત-પોતાના સ્થાને ગયા. ધનકુમારે વૈશ્રમણને કહ્યું : “હું સિદ્ધાર્થ ઉદ્યાનમાં પરિભ્રમણ કરી, ઉચિત સમયે ઘેર આવી જઈશ.” વૈશ્રમણે કહ્યું : “વત્સ, યથેચ્છ પરિભ્રમણ કરજે.” ધનકુમારે સિદ્ધાર્થ ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. પૂર્વોત્તર વિભાગમાં તે આગળ વધ્યો. ત્યાં તેણે એક વિશાળ અશોકવૃક્ષની છાયામાં એક યુવાન શ્રમણ શ્રેષ્ઠને જોયા. તેઓ સમાધિસ્થ બેઠા હતા. તપશ્ચર્યાથી અને સ્વેચ્છાએ કષ્ટ સહન કરવાથી તેમનું શરીર કૃશ થયેલું હતું, છતાં તેમની દેહકાન્તિ તપેલા સોના જેવી હતી. એમના અંગ પર શ્વેત વસ્ત્ર હતું. તેમના સુંદર મુખ પર સૌમ્યતાનો શણગાર હતો. તેઓ કોશલ દેશના રાજા વિનયંધરના પુત્ર યશોધર હતા. તેઓએ અક્ષય આનંદની પ્રાપ્તિ માટે, પરિશધ ભાગ-૨ # ભવ ચોથો UES For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માટે પ્રાપ્ત ભોગસુખોને ત્યજી દીધાં હતાં. તેમને મુક્તિ જોઈતી હતી. અમરત્વ જોઈતું હતું. પરમાનંદ જોઈતો હતો. ધનકુમારે મહામુનિ યશીધરને જોતાં જ રોમાંચ અનુભવ્યો. હૃદય પ્રમુદિત થયું. ધર્મભાવના વિકસિત થઈ. તેણે “અત્યgvi વંફારિ' કહીને ભાવપૂર્વક વંદના કરી. ત્યાર પછી વિનયપૂર્વક યથાસ્થાને બેસી ગયો. યશોધર મહામુનિએ કમલસદશ નયનો ખોલ્યાં. જમણો હાથ ઊંચો કરી ‘ધર્મલામ'નો આશીર્વાદ આપ્યો. મહામુનિએ કરુણાભીની આંખો ધનકુમાર પર માંડી. અનુમાન કર્યું : “આ મહાનુંભાવની દેહાકૃતિ કલ્યાણકારી છે અને રૂપસંપદા પ્રશાન્ત છે... હૃદય નિર્મળ છે.” ધનકુમારે નમ્રતાથી મધુર શબ્દોમાં પૂછુયું : હે મુનિશ્રેષ્ઠ, સાક્ષાત્ કામદેવને પરાજિત કરી દે તેવું અદ્દભુત રૂપ છે આપનું, એ જ પ્રમાણે આપની પાસે અપાર વૈિભવ હશે... વૈષયિક સુખો હશે.. પછી આપે શા માટે એનો ત્યાગ કર્યો? શા માટે આ દુષ્કર વ્રતોવાળી દીક્ષા લીધી? શા કારણે વૈરાગ્ય થયો? કૃપા કરી મને સમજાવો.” “મહાનુભાવ, આધિ-વ્યાધિ-ઉપાધિથી ભરેલો આ સંસાર જ વૈરાગ્યનું નિમિત્ત નથી શું?” મહાત્મનું, એ કારણ તો સર્વજન સાધારણ છે. હું તો આપનું વ્યક્તિગત વિશેષ કારણ પૂછું છું.' ‘કુમાર, મારું પોતાનું ચરિત્ર જ વિશેષ કારણ છે!' ભગવંત, વૈરાગ્યનું કારણભૂત આપનું ચરિત્ર સાંભળવાની મારી ઉત્કટ અભિલાષા છે.” ૦ ૦ ૦ અતિ પ્રાચીનકાળની વાત છે. મારા નવમા ભવની વાર્તા છે. એ કાળે ને એ સમયે વિશાલા નગરી ભારતની પ્રમુખ નગરીઓમાંની એક સમૃદ્ધ નગરી હતી. એનું મહત્ત્વ માત્ર જનસંખ્યાથી ન હતું, પરંતુ વેપાર-ઉદ્યોગથી હતું. વિશાલાના મહારાજા અમરદત્ત પરાક્રમી અને પ્રતાપી રાજવી હતા. મહારાણીનું નામ હતું યશોધરા, અને એમના રાજકુમારનું નામ હતું સુરેન્દ્રદત્ત. સુરેન્દ્રદત્ત એટલે હું! આ ભવથી માંડીને એ ભૂતકાળનો નવમો ભવ હતો. મારા પિતાજી વૈષયિક સુખો પ્રત્યે વિરક્ત બન્યા. લોકોત્તર આત્મહિત સાધી લેવા તત્પર બન્યા. તેમની ઇચ્છા હતી કે મારાં લગ્ન થઈ જાય પછી મારો રાજ્યાભિષેક કરી, તેઓ પ્રવ્રજ્યા સ્વીકારે. શ્રી સમરાદિત્ય મહાકથા પc૭ For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાકેત નગરની રાજકુમારી નયનાવલી સાથે મારાં લગ્ન થયાં. ધૂમધામથી લગ્ન થયાં. દેશ-દેશાત્તરથી રાજાઓ, સામંતો અને માંડલિકો આવ્યા. વિવિધ પ્રકારની ભેટો આપી. નયનાવલીનું વિશાલાના રાજમહેલમાં પ્રેમથી સ્વાગત થયું. નયનાવલીનું અદ્દભૂત સૌન્દર્ય, નીલમ મણિ જેવા ઉજ્જલ નેત્ર, સોનાના તાર જેવો ચમકતો કેશસમૂહ, સ્ફટિક જેવી ઘવલ ગોરી-ગોરી કાન્તિ અને સુગઠિત સુસ્પષ્ટ દેહયષ્ટિ જોઈને રાજમહેલનો સ્ત્રીવર્ગ મુગ્ધ થઈ ગયો. નયનાવલી સાકેતના રાજમહેલના સ્વસ્થ અને સ્વતંત્ર વાતાવરણમાં ઊછરેલી હતી. તે અભિમાની હતી, સાથે જ વિલાસિની હતી. અનેક કળાઓ એણે પ્રાપ્ત કરેલી હતી. મારી માતા યશોધરા, કે જે એક વિદુષી સ્ત્રી હતી, નયનાવલી એ એનું ચિત્ત પણ ચોરી લીધું હતું... પછી મારી તો વાત જ શી! હું એના મોહપાશમાં જકડાઈ ગયો. મારો રાજ્યાભિષેક કરી, પિતાજીએ દીક્ષા લીધી. હું સમ્યગદર્શન પામ્યો. મને વિશુદ્ધ પરમાત્મા સ્વરૂપનું જ્ઞાન થયું. વિશુદ્ધ ગુરુતત્ત્વનો બોધ થયો. સાચા ધર્મતત્ત્વને હું પામ્યો... મારી સમજણ ખૂબ સ્પષ્ટ થઈ, પરંતુ આચરણમાં કંઈ જ ન હતું. આચરણમાં હતા રંગ-રાગ ને ભોગવિલાસ. પાર વિનાનાં શ્રેષ્ઠ વૈષયિક સુખોમાં મારા યૌવનનો મોટા ભાગનો કાળ પસાર થઈ ગયો. રાજમહેલોની વિશિષ્ટ રહેણી-કરણી મુજબ પ્રતિદિન રાજાના કેશકલાપને, રાજાની પ્રિય રાણી શણગારતી. કેશને ધોવા, સાફ કરવા, તેલનું અમ્પંગન કરવું. પછી એમાં પાંથી પાડી કેશને શોભાયમાન કરવા... વગેરે રાણી કરતી હતી. એક દિવસ નયનાવલી મારા કેશકલાપમાં પાંથી પાડી રહી હતી, પાસે જ એની દાસી સારસિકા ઊભી હતી. તેણે મારે માથે ધર્મદૂત' ને જોઈ લીધો. નયનાવલીએ એને ઇશારાથી ચૂપ રહેવા કહ્યું. પરંતુ દાસીના પેટમાં વાત ટકે ખરી? બે દિવસ પછી એ દાસીએ આવીને મને કહ્યું : “મહારાજા, ધર્મદૂત આવી ગયો છે!' સાંભળીને મેં દરવાજા તરફ જોયું.. કોઈ દેખાયું નહીં. દાસીએ હસતાં હસતાં કહ્યું : “મહારાજા, દ્વાર પર નહીં, મસ્તક પર આવ્યો છે!' ઓહો... શું માથે સફેદ વાળ આવ્યો? મેઘશ્યામ કેશકલાપમાં શ્વેત વાળનું આગમન થયું? યૌવનનો કાળ તીવ્રગતિથી પસાર થાય છે. જીવન અને યૌવન ક્ષણે-ક્ષણે નાશ પામતું જાય છે...' દાસી ચાલી ગઈ.. મારું અંતર મંથન અવિરત ચાલતું રહ્યું. “મારે હવે પ્રમાદ ના VEC ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરવો જોઈએ. દિવસ વીતે છે, રાત આવે છે, રાત ચાલી જાય છે... ને દિવસ આવે છે. દિવસ-રાતનું આ અવિરત ચક્ર ચાલી રહ્યું છે... જીવનના યૌવનકાળનાં કેટલાં વર્ષો પસાર થઈ ગયાં? માત્ર વૈષયિક સુખો જ મેં ભોગવ્યાં. લયલીન બનીને ભોગવ્યાં. ક્યારેય પણ મેં આત્માનો વિચાર ના કર્યો... પરલોકનો પણ વિચાર ના કર્યો. મૃત્યુની અનિવાર્યતા ના વિચારી. મૃત્યુની અનિશ્ચિતતા પણ ના વિચારી. મૃત્યુ ગમે ત્યાં ને ગમે ત્યારે આવી શકે છે... અને આ દેહનું પિજ૨ અહીં પડી રહે છે, આતમપંખી ઊડી જાય છે.. મૃત્યુ પછી કઇ ગતિમાં મારો જન્મ થશે? મેં વિચાર જ નથી કર્યો. આજે આ દાસીએ મને સારી ચેતવણી આપી. ‘ધર્મદૂત” આવી ગયો છે! જોકે નયનાવલી એ પણ ધર્મદૂત જોયો જ હશે. પરંતુ એ ના કહે! કદાચ એના મનમાં ભય પણ હોય કે હું મારા પિતાના પગલે... પગલે ચારિત્ર લઈ લઉં! પ્રવ્રજ્યા અંગીકાર કરી લઉં! કારણ કે રાજકુમાર હવે યૌવનમાં પ્રવેશ કરી રહ્યો છે. તેનાં લગ્ન કરી, રાજ્યાભિષેક કરી.. હું ચારિત્ર સ્વીકારી શકું છું. નયનાવલી આ વિચાર કરી શકે એમ છે. જોકે હું જ એને મારી જાગેલી ભાવનાથી પરિચિત કરી દઉં છું. એને મારે અંધારામાં નથી રાખવી. એને મેં અત્યાર સુધી મારી બધી જ વાતો કરી છે. એ પણ એની બધી વાતો મને કરે છે.” આમ વિચારીને હું રાણીવાસમાં જવા ઊભો થયો હતો, ત્યાં જ નયનાવલી મારા ખંડમાં પ્રવેશી. મને આનંદ થયો. તે આવીને, મારું અભિવાદન કરીને, મારી પાસે ભદ્રાસન પર બેઠી. દેવી, હું હમણાં તારી પાસે રાણીવાસમાં આવતો હતો!' “અત્યારે?” હા, ઉઠવાની જ તૈયારીમાં હતો...' કોઈ ખાસ પ્રયોજન?' હૃદયમાં ઊઠેલા શુભ ભાવોનું નિવેદન કરવા!' એવા તે કેવા શુભ ભાવ પ્રગટ્યા છે આપના હૃદયમાં!' દેવી, તે તો ના કહ્યું કે “ધર્મદૂત આવી ગયો છે. પરંતુ દાસી સારસિકા એ મને કહી દીધું...” “મેં એને સ્પષ્ટ ના પાડી હતી.' “એને ઉપાલંભ ના આપીશ, એણે મારા ઉપર ઉપકાર કર્યો છે. ઘોર પ્રમાદમાં પડેલા... મને એણે જાગ્રત કર્યો! દેવી, આમેય હવે યૌવનનો સૂર્ય અસ્તાચલ તરફ શ્રી સમરાદિત્ય મહાકથા UCG For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢળ્યો છે. જીવનનો કોઈ ભરોસો નથી... આયુષ્ય પાણીના પરપોટા જેવું છે. તો હવે આત્મહિત સાધી લેવું જોઈએ...' “સાચી વાત છે આપની..' નયનાવલી નીચી દૃષ્ટિએ બોલી. હું ચારિત્રધર્મ સ્વીકારવા વિચારું છું... જે માર્ગ પિતાજીએ લીધો, જે માર્ગ એમના પણ પૂર્વજોએ લીધો, એ માર્ગ... ચારિત્રમાર્ગ હું લેવા ઇચ્છું છું...' | નયનાલીની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં. તેણે તરત આંસુ લૂછી નાખ્યાં ને કહ્યું : “સ્વામીનાથ, આપ ચરિત્રધર્મ સ્વીકારશો તો હું પણ ચારિત્રધર્મ સ્વીકારીશ. આપ સંસારવાસ ત્યજીને ચાલ્યા જાઓ, પછી મારે કોના માટે સંસારમાં રહેવાનું? આપના વિના આ સંસારમાં મને ક્ષણ પણ રહેવું ના ગમે...” નયનાવલીના શબ્દોએ મને હર્ષથી ગદ્દગદ કરી દીધો. એના મારા પ્રત્યેના સમર્પણભાવ ઉપર હું ઓવારી ગયો... મેં વિચાર્યું : નયનાવલીનો મારા ઉપર કેવો પ્રગાઢ અનુરાગ છે! કોઈ કચાશ નથી એના અનુરાગમાં. સાથે સાથે એના હૃદયમાં આત્મકલ્યાણની પણ ભાવના ભરી પડેલી છે... નહીંતર, આજે મારી ચારિત્રની ભાવના જાણતાંની સાથે જ એણે પણ એ ભાવનાને વધાવી લીધી. એ ના બની શકે, ચારિત્રધર્મ સ્વીકારવો, એ કોઈ ખાવાના ખેલ નથી. દુષ્કર વ્રતોનું પાલન કરવું.... જેવાતેવા માણસનું કામ નથી. ખરેખર, નયનાવલી વિવેકી છે... એ સારા-નરસાનો, સાર-અસારનો વિવેક કરી શકે છે.... તેના મનમાં આ વિવેક પડેલો જ હશે. સંસારની અસારતા અને ચારિત્રધર્મની ઉપાદેયતા અને સમાયેલી જ હોવી જોઈએ. મેં કહ્યું : “દેવી, ચારિત્રધર્મ સ્વીકરાવાનો તેં તત્કાલ નિર્ણય કરી લીધો કંઈ?' નહીં મારા નાથ, મેં તો પહેલાં પણ આપને કહેલું કે આપ જે દિવસે સંસારત્યાગ કરશો, એ જ દિવસે... ને એ જ ક્ષણે હું પણ સંસારત્યાગ કરીશ! હું પણ ચારિત્રધર્મ અંગીકાર કરીશ.” હું અપલક નેત્રે નયનાવલીને જોઈ રહ્યો. વૈરાગી બનેલી રાણી ઉપર મારો રાગ વધી ગયો..” આ રાણી ખરેખર સ્ત્રીરત્ન છે. મારી એક-એક ઇચ્છાને એ અનુસરે છે! જે મારી ઇચ્છા, એ જ એની ઇચ્છા! જે મારો અભિપ્રાય, એ જ એનો અભિપ્રાય! દુનિયામાં ઘણી દુર્લભ વાત છે આ. પુણ્યોનો પ્રકર્ષ હોય તો જ આવી પત્ની મળે! અમારા બંનેનો એક જ સ્વભાવ.... અને એક જ વિચાર! ક્યારેય પણ...” આટલાં વર્ષોનાં દાંપત્યજીવનમાં મારા વિચારથી એનો જુદો વિચાર મેં જાણ્યો નથી. ક્યારેય ઉ00 ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ એણે મારી ઇચ્છાથી વિપરીત ઇચ્છા વ્યકત કરી નથી. મારા સુખે એ સુખી રહે છે, મારા દુ:ખે એ દુઃખી થઈ જાય છે. એનાં પોતાનાં જાણે સુખ-દુઃખ છે જ નહિ! ક્યારેય પણ એણે પોતાનાં સુખ-દુઃખનો વિચાર કર્યો નથી... આજે મેં ચારિત્રનો કષ્ટમય માર્ગ લેવાની વાત કરી, તો એણે એમ ના કહ્યું કે ચારિત્રનો માર્ગ તો કષ્ટનો માર્ગ છે, મારાથી એ માર્ગ ગ્રહણ નહીં કરી શકાય.. ના, હું કષ્ટ સહીશ... તો એ કષ્ટ સહન કરવાની.. દેવોને પણ ઇર્ષ્યા થાય, એવો મારો ભાગ્યોદય છે! કદાચ દેવરાજ ઇન્દ્રને પણ આવી ઇન્દ્રાણી નહીં મળી હોય... | નયનાવલીએ કહ્યું : “સ્વામીનાથ, જ્યાં સુધી રાજકુમારનાં લગ્ન ન થાય, એનો રાજ્યાભિષેક ના થાય, ત્યાં સુધી તો...?” ‘દેવી, ત્યાં સુધી આપણે ચારિત્ર નહીં લઈએ...' જો કે મારી તો આજે પણ તૈયારી છે. મને કોઈ પુત્રમોહ નથી. અને હું પરણાવીશ તો જ પરણશે.. એવું હું માનતી નથી. આપ રાજ્યાભિષેક કરશો તો જ એ રાજા બનશે... એવું પણ હું માનતી નથી... મહારાજા, આજે મૃત્યુ આવી જાય. આપણને બંનેને... તો શું કુમાર કુંવારો રહેશે? એ રાજા નહીં બને? પરંતુ લોકવ્યવહાર પણ આપણે જોવો પડે છે. માટે મેં પૂછ્યું કે કુમારના વિવાહ અને રાજ્યાભિષેક કરીને પછી આપણે ચારિત્રમાર્ગે જવાનું છે ને?' ‘દેવી, તમારી જીવન અંગેની, ધર્મ અંગેની અને મૃત્યુ અંગેની સમજણ ઘણી ઊંડી છે! જેવી રીતે વૈષયિક સુખભોગમાં તમારી વ્યાપક હોશિયારી છે... ! તમે મને એકધારી રીતે કેવાં દિવ્ય ભોગસુખ આપ્યાં છે? આપી રહ્યાં છો?' અમારી વાર્તાલાપ ચાલી રહ્યો હતો, ત્યાં કાળનિવેદકે આવીને કહ્યું : “મહારાજા, સૂર્ય અસ્ત પામવાની તૈયારીમાં છે!' કાળનિવેદક તો નિવેદન કરીને ચાલ્યા ગયો, પરંતુ મને ઊંડા વિચારમાં નાખતો ગયો..' સૂર્ય અસ્ત પામવાની તૈયારીમાં છે.' આ શબ્દોએ મને જીવ અંગેના આધ્યાત્મિક ચિંતનમાં પ્રેરિત કર્યો. કારણ કે એ દિવસ મારો જાણે આધ્યાત્મિક અને વૈરાગ્યપૂર્ણ વિચાર માટે જ ઊગ્યો હતો. મારું સમગ્ર વ્યક્તિત્વ અંતર્મુખ બની ગયું હતું. સમગ્ર દૃશ્ય અને શ્રાવ્ય મારા માટે વૈરાગ્યના નિમિત્ત બની ગયાં હતાં. કાળનિવેદકના શબ્દોએ મને ‘જીવનનો સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં છે!” આ ભાવમાં પ્રેરિત કર્યો. સૂર્ય રોજ ઊગે છે ને આથમે છે... અનાદિકાળથી આ ક્રમ ચાલુ છે... શ્રી સમરાદિત્ય મહાકથા G09 For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ જીવ પણ જન્મે છે ને આથમી જાય છે! છેઆ ક્રમ પણ અનાદિકાળથી ચાલુ છે... આ જન્મ-જીવન અને મૃત્યુનો અનાદિકાળથી ક્રમ છે. એ ક્રમ તોડી શકાય છે. સૂર્યના ઉદય-અસ્તનો ક્રમ તોડી શકાય એમ નથી. એ ક્રમ અનાદિ-અનંત છે, જન્મ અને મૃત્યુનો ક્રમ અનાદિ-સાત્ત છે. પુનઃ પુનઃ જન્મ અને મૃત્યુના ક્રમને તોડવા માટે એક જ ઉપાય છે : સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના. તીર્થકરોએ આ જ એક ઉપાય બિતાવ્યો છે. આ ઉપાય માત્ર મનુષ્યજીવનમાં જ સંભવિત છે. બીજી કોઈ ગતિમાં આ ઉપાય શક્ય જ નથી.... કે મારું મનુષ્યજીવન અસ્તાચલ તરફ ઢળતું જાય છે! સાવધાન કરવા “ધર્મદૂત' આવી ગયો છે! હું ધર્મદૂતનું સ્વાગત કરું છું. હું એકલો જ નહીં, સાથે નયનાવલી પણ ચારિત્રધર્મ અંગીકાર કરશે.. અમને બંનને રાજા-રાણીને ચારિત્રધર્મ સ્વીકારતા, લોકો જોશે.. એમાંથી ઘણાં સ્ત્રીપુરુષોને ચારિત્રધર્મ સ્વીકારવાની પ્રેરણા મળશે મારું ચિંતન ચાલતું જ રહેત, પરંતુ નયનાવલીએ કહ્યું : “સ્વામીનાથ, હું વાસગૃહમાં જાઉં છું, આપ પણ પધારજો...” મેં કહ્યું : “હું આવું છું.” એક જે ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાણી નયનાવલીના વાસગૃહની સંપદા, સંપન્નતા, વિભૂતિ અને સજાવટ જોઈને ભલભલા સમ્રાટોને પણ ઈર્ષ્યા થાય, તેવું એ વાસગૃહ હતું. સમગ્ર વાસગૃહ શ્વેત સંગેમરમરનું બનેલું હતું. એની ભીંતો ઉપર ભિન્ન-ભિન્ન વર્ણના મણિ જડવામાં આવ્યા હતાં. છતમાં સોનાની કોતરણી કરવામાં આવી હતી. થાંભલાઓ ઉપર રત્નો જડવામાં આવ્યાં હતાં. રત્નોના ભિન્નભિન્ન આકૃતિના દીપકો ગોઠવવામાં આવ્યા હતા. સોનાના પલંગ ઉપર લાલ પરવાળાં જડવામાં આવ્યાં હતાં. પલંગની બંને બાજુ શુદ્ધ સુવર્ણના કલાત્મક ભાજનો ગોઠવાયેલાં હતાં. પલંગની ચારે બાજુ જૂઈ, ચંપા, માલતી અને શતદલની માળાઓ મોહક રીતે ટીંગાડવામાં આવી હતી. સોનાના સુશોભિત ધૂપધાણામાં સુગંધી ધૂપની સેરો ઊંચી જઈને પછી સમગ્ર વાસગૃહમાં ફેલાઈ જતી હતી. વાસગૃહની વાતાયનોમાં સ્વર્ણ-રજતનાં પિંજરો લટકતાં હતાં, તેમાં કલહંસ, કોયલ, મેના-પોપટનાં યુગલ.. રહેલાં હતાં. આ વાસગૃહ મારી અને નયનાવલીની ક્રીડા-સ્થલી હતી. વર્ષોથી અમે અહીં ભોગવિલાસ કરતાં રહ્યાં હતાં... અમને અમારું આ વાસગૃહ ખૂબ ગમતું હતું. હું વાસગૃહમાં ગયો. નયનાવલીએ મારું સ્નેહથી સ્વાગત કર્યું. એની સખીઓ દાસીઓ... વગેરે, મારા ગયા પછી બહાર નીકળી ગઈ. વાસગૃહમાં અમે બે જ રહ્યાં... પરંતુ આજે મારું મન વિષયાસક્ત ન હતું... વિરક્ત હતું. આજે ભોગસંભોગની ઇચ્છા ન હતી, યોગમાર્ગની તમન્ના હતી. નયનાવલી જાણતી હતી.... અમે એકાદ ઘટિ કા ધર્મચર્ચા કરતાં રહ્યાં, ત્યાં નયનાવલીની આંખો ઘેરાવા લાગી, અને તે તરત જ નિદ્રાધીન થઈ ગઈ. મારી તો ઊંઘ જ ઊડી ગઈ હતી. છતાં હું પલંગમાં ચત્તો પડ્યો-પડ્યો વિચારવા લાગ્યો : બધું જ છોડવું સહેલું છે મારા માટે આ નયનાવલીનો સંગ છોડવો મુશ્કેલ છે. જ્યારે જ્યારે હું એના દેહને જોઉં છું... મારું ચિત્ત વાસનાથી ઘેરાઈ જાય છે... એના પ્રત્યેનો મોહ પ્રદીપ્ત થઈ જાય છે... આ મારા માર્ગમાં મોટું વિન્દ્ર છે. એના મોહપાશમાંથી મનને મુક્ત કરવું ખરેખર, દુષ્કર કામ છે...” વાસગૃહના દીપકો મંદમંદ પ્રકાશ પાથરતા હતા. નીરવ શાન્તિ હતી. મારી આંખો બંધ હતી.. રાત્રિનો પ્રથમ પ્રહર વીતી ગયો હતો... રાજમહેલના દ્વારે પ્રથમ પ્રહરની આલબેલ પોકારાઈ ગઈ હતી. ત્યાં મારી પાસે સૂતેલી નયનાવલી જાગી.... તે બેઠી થઈ. તેણે મારા મુખ સામે જોયું. મેં મારી આંખો બંધ જ રાખી હતી. અનુમાનથી અને અધખુલ્લી આંખોથી હું જોઈ રહ્યો હતો. તે પલંગ પરથી ધીરેથી શ્રી સમરાદિત્ય મહાકથા 603 For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નીચે ઊતરી, એની દષ્ટિ મારા તરફ હતી. પાછલા પગે તે દ્વાર પાસે ગઈ, જરાય અવાજ ના થાય એ રીતે દ્વાર ખોલી... ઝડપથી બહાર નીકળી ગઈ... દ્વાર ખુલ્લું જ રહ્યું હતું. હું તરત જ ઊઠયો. ‘અત્યારે રાણી ક્યાં ગઈ? શા માટે ગઈ?’ મારા મનમાં જિજ્ઞાસા પ્રગટી, હું પણ ધીમા પગલે, એને ખબર ના પડે, એ રીતે બહાર નીકળ્યો. વાસગૃહનાં પાંચ પગથિયાં ઊતરીને, હું જમણી તરફના ખૂણા તરફ વળ્યો. એ બાજુ અંધારું હતું. હું અંધારામાં ઊભો રહી ગયો. નયનાવલી ત્યાંથી બે પગથિયાં ઊતરીને મુખ્ય દ્વાર પાસે પહોંચી. ત્યાં દ્વારની બે બાજુ અશોકવૃક્ષ હતાં. અશોકવૃક્ષની નીચે માટીના કલાત્મક ચોતરા હતા. ડાબી બાજુના ચોતરા પર વાસગૃહનો ચોકીદા૨ બેઠો હતો... નયનાવલી એની સામે જઈને ઊભી. મેં વિચાર કર્યો : ‘અત્યારે... આ સમયે રાણીને ચોકીદારનું શું કામ પડયું હશે? શું કોઈ અગત્યનું કામ બાકી રહી ગયું હશે? તેને તે કામ યાદ આવ્યું હશે? અત્યારે એ કામ બતાવવા માટે ગઈ હશે ચોકીદાર પાસે?’ ત્યાં ચોકીદારનો ધીમો છતાં તીણો અવાજ સંભળાયો : ‘આજે કેમ મોડી આવી?’ મેં વિચાર્યું : આ કૂબડો ચોકીદાર ‘આજે’ કેમ બોલે છે? શું રોજ રાણી એની પાસે જતી હશે? અથવા, ક્યારેય નહીં ને આજે રાત્રિના સમયે રાણીને આવેલી જોઈને પૂછ્યું હશે? વળી, એ રાણીને બહુમાનથી બોલાવવાના બદલે તુચ્છકારથી કેમ બોલાવે છે? ખેર, રાણીનો ઉત્તર સાંભળું : નયનાવલીએ કહ્યું : ‘આજે રાજાનું સ્વાસ્થ્ય બરાબર ન હોવાથી તેઓ મોડા સૂઈ ગયા, તેથી આવવામાં વિલંબ થયો....... આ ઉત્તર સાંભળતાં... હું સ્તબ્ધ થઈ ગયો. ‘આ શું? રાણી રોજ કૂબડા ચોકીદાર પાસે રાત્રે જાય છે?’ મારું માથું ભમવા લાગ્યું... મારી દૃષ્ટિ એ બે તરફ જ હતી... ક્ષણ વારમાં જ એ કૂબડાએ રાણીનો સુંવાળો ચોટલો પકડ્યો... તેને પોતાની છાતી સાથે ચાંપી... પછી બે હાથે તેને ઉપાડીને જમીન પર સુવાડી દીધી... બંને કામાંધ બન્યાં... અનંગક્રીડા કરવા લાગ્યાં... પછી સંભોગ... ચન્દ્રના પ્રકાશમાં એ બંનેની પાપ-લીલા સ્પષ્ટ દેખાતી હતી. મારા મનમાં એ બંને પ્રત્યે પ્રચડ ક્રોધ ફાટી નીકળ્યો. તલવાર મારી પાસે હતી જ, મ્યાનમાંથી તલવાર બહાર કાઢી - ‘આ બંને પાપીઓને મારી નાખું... ગરદનથી માથાં જુદા કરી નાખું...’ એમ વિચારીને, દાંત ભીંસીને... મેં એક પગલું ભર્યું... ત્યાં મારા મનમાં બીજો વિચાર આવી ગયો... 'આ કૂબડો ચોકીદાર કૂતરા જેવો છે... અને આ રાણી... શીલભ્રષ્ટ થયેલી, મરેલી જ છે... મરેલીને શું મારવી? કૂતરાને શું મારવો? આ તલવારથી મેં યુદ્ધમાં મોટા મોટા યોદ્ધાઓને હણ્યા છે... હાથી અને ઘોડાઓને હણ્યા છે... એ તલવારથી આ તુચ્છ... પાપીને કેવી રીતે મારું?’ 908 ભાગ-૨ * ભવ ચોથો For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેં તલવાર મ્યાન કરી. તરત જ હું વાસગૃહમાં પાછો ફર્યો. નયનાવલી ઉપ૨નો મારો પ્રગાઢ રાગ... સાવ ઓસરી ગયો. તીવ્ર મોહનું આવરણ છેદાઈ ગયું... પરંતુ એ વખતે પારાવાર ગ્લાનિથી મારું મન ભરાઈ ગયું હતું. રાણી પ્રત્યે ઘોર તિરસ્કાર જાગી ગયો હતો. ‘મારા જેવો રૂપવાન, તેજસ્વી... પ્રતિભાવાન અને સશક્ત પતિ હોવા છતાં... અને મારા જેવો જ પુત્ર આપવાં છતાં... આ રાણીને કૂબડો ગમ્યો? કૂબડા સાથે સંભોગ? આ તે એની કેવી કામવાસના? શું મારાથી એની વાસના નહીં સંતોષાતી હોય? એવી દાવાનળ જેવી કામાગ્નિ પ્રગટી હશે એનામાં? કેટલાય દિવસોથી એ કૂબડા પાસે જતી હશે? વાસનાપરવશ સ્ત્રી ખરેખર, જ્ઞાની પુરુષોના કહ્યા મુજબ વિષવેલડી જ છે. વિશ્વાસધાતી છે... પ્રાણધાતી છે... મેં નયનાવલીને આવી નહોતી ધારી... કલ્પના પણ ના આવી શકે. એ રીતે એણે મારી સાથે કપટ કર્યું... નાટક કર્યું... માત્ર પ્રેમનો અભિનય કર્યો, સમર્પણની જૂઠી વાતો કરી... અરે, કાલે તો ચારિત્ર લેવા સુધીની વાતો કરી... હું કેવો ભોળવાઈ ગયો? એની મીઠી-મીઠી વાતોમાં ફસાઈ ગયો... આ ઝેરી નાગણ મને ડંખ દે, એ પહેલાં મારે ચારિત્ર લઈ લેવું જોઈએ. આ કરપીણ સ્ત્રી... શું ના કરે?’ હું વિચારતો જતો હતો, વચ્ચે વચ્ચે મેં જોયેલું દૃશ્ય કલ્પનામાં આવીને મને ઉશ્કેરી જતું હતું. ‘ના, ના, આવી સ્ત્રીને મારી નાખવી જ જોઈએ... જીવતી રખાય જ નહીં. પેલા કૂબડાને પણ... ટુકડે ટુકડા કરી પશુઓને ખાવા નાખી દેવા જોઈએ...’ અથવા તો આ બંનેનાં નાક-કાન કાપી. આખા શરીરે કાળી મેશ ચોપડી... કાળા ગધેડા પર બેસાડી... દેશપાર તગેડી મૂકવાં જોઈએ... પરંતુ આમ કરવા જતાં રાજકુમાર ગુણધર ઉપર ખોટી અસર પડશે. પોતાની માતાનું દુઃચારિત્ર જાણીને તેનું મન ગ્લાનિથી ભરાઈ જશે. લઘુતાગ્રંથીથી પીડાતો થઈ જશે... માટે આવું કંઈ કરવું નથી.. એટલું જ નહીં, એને મારે જરાય ગંધ આવવા દેવી નથી કે એનું દુઃચરિત્ર મેં નજરે જોયું છે. નહીંતર આ વિફરશે... વિફરેલી વાધણ મોટો અનર્થ કરશે... ને મારા ચારિત્ર માર્ગમાં અંતરાય કરશે. હવે મારે કોઈનોય વિશ્વાસ કર્યા વિના, શીઘ્રતયા ચારિત્રધર્મ સ્વીકારી લેવો જોઈએ.’ રાત્રિનો ત્રીજો પ્રહર પૂરો થયો, છતાં રાણી ના આવી... ચોથો પ્રહર પસાર થવા લાગ્યો... એકાદ ઘટિકા શેષ હશે, ત્યારે તે આવી અને મારી પાસે સૂઈ ગઈ. મેં પણ ઊંઘવાનો ડોળ કર્યો હતો. એના આવ્યા પછી મેં પડખું ફેરવ્યું... એણે મારા મુખ પર હાથ ફે૨વીને સ્નેહ બતાવવા માંડ્યો... મેં પણ એ જ રીતે નાટક કર્યું. હૃદયમાં એના શ્રી સમરાદિત્ય મહાકા For Private And Personal Use Only gu Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રત્યે ઘોર નફરત ભરેલી હતી... પરંતુ મન પર સંયમ રાખી... મેં મારા ભાવ અને જાણવા ના દીધા. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભાત થઈ ગયું હતું. હું પ્રાભાતિક કાર્યોમાં પ્રવૃત્ત થયો. રાણી એનાં કાર્યોમાં પ્રવૃત્ત થઈ. મેં વિચાર કર્યો : ‘આજે રાજસભામાં, ચારિત્રધર્મ ગ્રહણ કરવાની મારી ભાવના, મંત્રીમંડળને જણાવી દઉં. પછી માતાને પણ જણાવીશ. જોકે મારી માતા મને દીક્ષા લેવાની અનુમતિ નહીં આપે. મારે એને મનાવવી પડશે. ગમે તે રીતે એની અનુમતિ લેવી પડશે. કારણ કે હવે હું આ ગૃહવાસમાં ક્ષણ વાર પણ રહેવા ચાહતો નથી. મારું મન સર્વથા વિરક્ત બની ગયું છે... કોઈનાય ઉપર મારું મમત્વ રહ્યું નથી. મમત્વ એકમાત્ર નયનાવલી ઉપર રહ્યું હતું તે પણ રાત્રે તૂટી ગયું. સર્વથા વેરણછેરણ થઈ ગયું...’ આમ વિચારીને હું રાજસભામાં ગયો. રાજસભાનાં આવશ્યક કાર્યો પતાવ્યાં. મેં મહામંત્રી વિમલમતિને કહ્યું : ‘મંત્રીમંડળ સાથે મારે અગત્યની મંત્રણા કરવી છે... માટે આપણે મંત્રણાગૃહમાં જઈએ.' અમે મંત્રણાગૃહમાં ગયા. મંત્રણાનો પ્રારંભ કરતા મેં કહ્યું : ‘બે દિવસથી મારું મન સંસાર પ્રત્યે વિરક્ત બન્યું છે. મને મનમાં એમ થયા કરે છે કે મારું જીવન થોડું છે. મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે... તો હું શીઘ્રાતિશીઘ્ર ચરિત્રધર્મ અંગીકાર કરી, આત્મહિત સાધી લઉં. કારણ કે આ મનુષ્યજીવનમાં જ આત્મકલ્યાણની સાધના કરી શકાય છે.’ મંત્રીમંડળ મારી વાત સાંભળીને ચોંકી ઊઠ્યું, તેમને કલ્પના જ ન હતી કે હું સાધુ બનવાનું આ જીવનમાં વિચારીશ. કારણ કે હું વૈયિક સુખોમાં સદૈવ લીન રહેતો હતો. નયનાવલી ઉપરનો મારો અતિ સ્નેહ સર્વવિદિત હતો. 909 મહામંત્રીએ ઊભા થઈને વિનયથી કહ્યું : ‘મહારાજા, સાધુધર્મ ગ્રહણ કરવા જેવો છે, એમાં બેમત નથી. સાધુધર્મ જ જીવનનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ. પરંતુ આપના માટે હજુ વાર છે. અત્યારે તો પ્રજાની રક્ષા કરવાનો ધર્મ મોટો છે. આપ જાણો છો કે આપણા રાજ્યની આસપાસના રાજાઓ ટાંપીને બેઠા છે. જ્યાં આપણે નબળા પડ્યા... કે તેઓ આક્રમણ કરી દેવાના. એ તો આપના અદ્વિતીય પરાક્રમને જાણે છે રાજાઓ, આપણી શૂરવીર સેનાનો તેમને ભય છે, એટલે તેઓ શાન્ત બેઠા છે. જો જાહેર થઈ જાય કે આપ સાધુ થઈ જવાના છો... તો તેઓ નાચવા માંડશે... ને સેના સાથે ચઢી આવશે. માટે આપ હમણાં થોડાં વર્ષો થોભી જાઓ... પછી ચારિત્રધર્મ સ્વીકારવાનો જ છે.' ભાગ-૨ ૪ ભવ ચોથો For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સેનાપતિ એ ઊભા થઈ, પ્રણામ કરી નિવેદન કર્યું : ‘મહારાજા, આપના હૃદયમાં વૈરાગ્ય પેદા થયો છે, એ સાચી વાત હશે, પરંતુ ક્યારેક ક્ષણિક વૈરાગ્ય પણ પ્રગટતો હોય છે. એ વૈરાગ્ય લાંબો સમય ટકતો નથી. માટે મારી નમ્ર માન્યતા એવી છે કે આપ થોડાં વર્ષો અનાસક્તભાવે સંસારમાં રહો. સંસારમાં રહીને જે કોઈ ધર્મઆરાધના આપને ક૨વી હોય તે કરો. ઉતાવળ કરીને સાધુ બની જવું, મને જરાય ઉચિત નથી લાગતું.’ રાજમહેલનો કાર્યભાર સંભાળતાં મંત્રી નંદને કહ્યું : મહારાજા, શું આપ રાજસિંહાસન ખાલી રાખીને સાધુ બનશો? રાજકુમાર ગુણધર તો હજુ નાના છે. સગીર છે. તેઓ શું આવા મોટા રાજ્યને સંભાળી શકશે?' ‘તેનો રાજ્યાભિષેક કરીને, રાજ્યનું તંત્ર તમને મંત્રીઓને સોંપીને ચારિત્રધર્મ સ્વીકારવાનું વિચારું છું.’ મેં કહ્યું. ‘આપની આજ્ઞા અમને શિરધાર્ય રહેશે, પરંતુ અમને બધાને યોગ્ય લાગતું નથી.’ મંત્રીશ્વરો, ‘ધર્મદૂત' આવી ગયો છે માથે; અને આપણી રાજપરંપરા છે કે ‘ધર્મદૂત’ આવી ગયા પછી તરત રાજાએ રાજ્યનો ત્યાગ કરી સાધુતા સ્વીકારી લેવાની. મહામંત્રી બોલ્યા : ‘મહારાજા, એ એક પરંપરા છે, એ વાત સાચી છે, પરંતુ શું ધર્મદૂત આવ્યા પહેલાં પણ મનુષ્યને મોત નથી આવતું? બાળમૃત્યુ, યુવામૃત્યુ નથી થયાં? અને ધર્મદૂત આવી ગયા પછી પણ અનેક વર્ષો સુધી મનુષ્ય નથી જીવતા? જીવે છે... તો આપ ઉતાવળ ના કરો, હજુ વૃદ્ધાવસ્થા આવી નથી. યૌવનકાળ પ્રવર્તે છે... કુળદેવતાઓને, ક્ષેત્રદેવતાઓને પ્રાર્થના કરીએ કે આપ દીર્ઘાયુ બનો...' ‘મહામંત્રી, મનુષ્યનું જેટલું આયુષ્ય હોય છે, એટલું જ જીવી શકે છે. કોઈ દેવ એનું આયુષ્ય વધારી શકતો નથી કે ઘટાડી શકતો નથી.’ ‘મહારાજા, અમે અમારો અભિપ્રાય જણાવ્યો છે. આપ વિચારજો અને યોગ્ય નિર્ણય કરજો.’ મંત્રણા પૂરી થઈ. મંત્રીમંડળને જવાની અનુમતિ આપી હું મારા મહેલમાં ગયો. લગભગ એક પ્રહર અમારી મંત્રણા ચાલી હતી. નયનાલવીએ અનુમાન કરી લીધું હતું કે ‘આજે રાજાએ જરૂ૨ મંત્રીમંડળની આગળ ચારિત્ર લેવાની વાત મૂકી હશે...' નયનાવલીએ વિચાર્યુ : રાજા દીક્ષા લેશે... હું નહીં લઉં... આમેય મારે ક્યાં દીક્ષા લેવી છે? હું મારા એ પ્રેમી વિના જીવી ના શકું... પરંતુ રાજાની સાથે જો હું દીક્ષા નહીં લઉં તો દુનિયામાં મારી નિંદા થશે. રાજાને પણ મેં ચોક્કસ રીતે કહ્યું છે કે ‘હું પણ આપની સાથે જ દીક્ષા લઈશ...' અને જો નહીં લઉં તો તેમને પણ વિચાર શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only 909 Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવશે કે “રાણી કહેતી હતી દીક્ષા લેવાનું, અને હવે કેમ નથી લેતી?” કદાચ એમને મારા દુઃચરિત્રની ગંધ આવી જાય.... શંકા પડી જાય.... આવું મારે નથી કરવું. મારે તો એવો ઉપાય કરવો છે કે મારી અપકીર્તિ થાય નહીં. અને મારે દીક્ષા લેવી ના પડે... વળી, રાજાએ કાલે મને વાત કરી, ને આજે મંત્રીમંડળને વાત કરી... એટલે કદાચ વહેલામાં વહેલી તકે તેઓ દીક્ષા લઈ લે તો મારેય દીક્ષા લેવી પડે... એ શક્ય નથી... રાજકુમાર નાનો છે, મારે એના પાલન માટે, રક્ષા માટે હું હમણાં દીક્ષા ના લઉં... પછી લઈશ.” આ બહાનું પણ કામ ના લાગે.. કારણ કે મેં રાજાની સાથે જ દીક્ષા લેવાનું વચન આપ્યું છે, તો શું કરું?' - રાણી મનોમન ધૂંધવાઈ. એને એની પાપલીલા ચાલુ રાખવી હતી.... એના ચિત્તમાં મારા પ્રત્યે તીવ્ર દ્વેષ જમ્યો. તેણે ભયંકર દુઃસાહસ કરવાનો વિચાર કર્યો... રાજા દીક્ષા લે, એ પહેલાં મારે એને મારી નાખવો જોઈએ.. હા, મારી નાખું... પછી એ દીક્ષા કેવી રીતે લેશે? એના મૃત્યુ પછી મારે દીક્ષા લેવાની વાત જ ઉપસ્થિત થતી નથી... પરંતુ.. એક મોટું સંકટ આવશે. દુનિયા જાણે છે કે મારો અને રાજાનો અગાધ પ્રેમ છે... એમનું અકાળ મૃત્યુ થાય... તો એમની ચિતામાં મારે પણ કૂદી પડવું પડે..! છેલ્લો એ અભિનય પણ કરવો પડે... અને જો આ રીતે પતિના પાછળ મારે સતી થવાનું હોય.. તો પછી રાજાને મારવાનો શો અર્થ? મારે મરવું નથી મારે તો મારા પ્રેમી સાથે જીવનભર ભોગસંભોગ કરવો છે... જો હું પતિની ચિતા પર ચઢી જતી નથી... તો મારો ઘોર અપયશ થાય. લોકોને મારા ચારિત્ર પર શંકા જાય... અને મહામંત્રીને મારા દુરાચરણની સહેજ પણ ગંધ આવી જાય તો એ મારો પીછો પકડી લે... અને મારો માર્ગ અવરુદ્ધ થઈ જાય.. કુબડાને શૂળી પર ચઢાવે ને મને નાક-કાન કાપી ગધેડા પર બેસાડી દેશ બહાર તગેડી મૂકે...” એ વાસગૃહમાં આંટા-ફેરા મારતી હતી અને મેં વાસગૃહમાં પ્રવેશ કર્યો. તે જરા ક્ષોભ પામી. પરંતુ ચતુર નારીએ તરત જ સ્નેહ-સભાવની ચાદર ઓઢી લીધી. મારું પ્રેમથી સ્વાગત કરી મને પલંગ પર બેસાડીને પૂછ્યું : સ્વામીનાથ, શું આપ બે-ચાર દિવસમાં જ ચારિત્રધર્મ સ્વીકારવાના છો?” હા..આટલો જ ઉત્તર આપીને હું સૂઈ ગયો. : goc ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Ꮽ પ્રેમ, સ્નેહ અને સમર્પણની મારી ભ્રમણાની ભેખડ તૂટી પડી હતી. મારું મન હળવું ફૂલ જેવું બની ગયું હતું. જેમ રાણી પ્રત્યે રાગ નહોતો રહ્યો, તેવી રીતે એના પ્રત્યે દ્વેષ પણ નહોતો રહ્યો. કારણ કે મેં સમ્યગદર્શનના જ્ઞાનપ્રકાશમાં સંસારના નગ્ન સ્વરૂપનું ચિંતન કરી મારા મનનું સમાધાન કરી લીધું હતું. મને ગાઢ નિદ્રા આવી ગઈ. મનમાં નહોતી રહી શંકા, નહોતી રહી જિજ્ઞાસા... કે નહોતાં રહ્યાં રાગ-દ્વેષનાં દ્વન્દ્વ! રાત્રિના છેલ્લા પ્રહરમાં હું અર્ધજાગ્રત અવસ્થામાં હતો, ત્યારે મને એક સ્વપ્ન આવ્યું : હું શ્વેત સંગેમરમરના રાજમહેલમાં સાતમા માળે સ્વર્ણ-સિંહાસન પર બેઠો છું. ત્યાં માતા યશોધરા મારા તરફ આક્રોશ કરતી, અપ્રિય વચન બોલતી આવે છે... મારા બે હાથ પકડી... મને સિંહાસન પરથી જમીન પર પછાડી દે છે... હું ગબડતો ગબડતો... છઠ્ઠા, પાંચમા, ચોથા... અને ઠેઠ નીચે ભોંયતળિયે પટકાઉં છું. મારી પાછળ મારી માતા યશોધરા પણ ગબડે છે... તે પણ ઠેઠ નીચે ભોંયતળિયે ગબડતી ગબડતી આવે છે. અમે બંને લોહીલુહાણ થઈ ગયા છીએ... છતાં ગમે તેમ કરીને હું ઊભો થાઉં છું... ને મેરુપર્વત ઉપર ચઢવા લાગું છું... ધીરે ધીરે હું મેરુપર્વતના શિખર પર પહોંચી જાઉં છું... સ્વપ્ન જોઈને હું જાગી ગયો. સ્વપ્ન યાદ કરી લીધું. મેં વિચાર્યું : ‘સ્વપ્નનો પ્રારંભ અશુભ છે, અંત શુભ છે, પ્રારંભ ભયંકર છે, પરિણામ સુંદર છે. સમજાતો નથી સ્વપ્નનો અર્થ. આ સ્વપ્નથી શું સૂચિત થતું હશે? ખેર, જે થવું હોય તે થાઓ, મેં સંયમધર્મ સ્વીકા૨વાનો નિર્ણય કર્યો જ છે. મારે નથી કરવો શોક કે નથી કરવો હર્ષ!’ મેં શેષ રાત્રિ ધર્મધ્યાનમાં પસાર કરી. પ્રભાત થયું. મેં મારાં પ્રાભાતિક કાર્યો કર્યાં. નિવૃત્ત થઈ હું રાજસભામાં જઈને બેઠો. રાજસભાના કાર્યનો પ્રારંભ થાય, એ પૂર્વે મારી માતા યશોધરા અનેક વૃદ્ધાઓ સાથે રાજસભામાં આવી. હું સિંહાસન પરથી ઊભો થયો, એનાં ચરણોમાં પ્રણામ કર્યા. માતાએ મારી કુશળતા પૂછી. માતા, ઉજ્જવલ વસ્ત્રથી સુશોભિત મહાપીઠિકા ઉપર બેસી. હું સિંહાસન પર બેઠો. રાજસભાનું કાર્ય શરૂ થયું. મહામંત્રી રાજસભાનું સંચાલન કરી રહ્યા હતા. હું મારા વિચારોમાં ખોવાયેલો હતો. ‘માતા, સ્વયં આજે અહીં આવી છે, બહુ સારું થયું. અહીં જ હું એમને મારા સ્વપ્નની વાત કરું, કારણ કે આ સ્વપ્ન સાથે માતા જોડાયેલી છે. જોકે હું એને દીક્ષા લેવાની મારી ઇચ્છા અત્યારે નહીં જણાવું. નહીંતર એ મારા માર્ગમાં અંતરાય ઊભો શ્રી સમરાદિત્ય મહાકા 90€ For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરશે... પરંતુ જણાવ્યા વિના ચાલવાનું નથી. આજે નહીં તો કાલે...' હું આમ વિચારતો હતો, ત્યાં જ મને ઉપાય જડી ગયો. ‘હું માતાને આ સ્વપ્ન સાથે જ દીક્ષાની વાત કહી દઉં! પછી માતા આ સ્વપ્ન અંગે શું પ્રત્યાઘાત આપે છે, એની ખબર પડશે.” મેં રાજસભામાં જ માતાને સ્વપ્ન કહી સંભળાવવાનો નિર્ણય કર્યો. રાજસભાનું કાર્ય પૂર્ણ થયા પછી મેં માતાને કહ્યું : માતાજી, રાત્રિના છેલ્લા પ્રહરમાં જ્યારે હું અલ્પ નિદ્રામાં હતો, ત્યારે મને એક સ્વપ્ન આવ્યું. તે સ્વપ્નનો પ્રારંભ અશુભ છે. પરંતુ પરિણામ શુભ છે!’ મેં સ્વપ્ન કહી સંભળાવ્યું : ‘માતાજી, મેં ગુણધરકુમારનો રાજ્યાભિષેક કર્યો. ત્યાર પછી મારા મસ્તકે મુંડન કરાવ્યું. સંસારવાસનો, ગૃહવાસનો ત્યાગ કરી હું શ્રમણ થયો... હું રાજમહેલના સાતમા માળે બેઠો હતો... ત્યાંથી નીચે પટકાયો...' બસ, ભયભીત થઈને હું જાગી ગયો...' મેં સ્વપ્નની વિગત જ બદલી નાખી. અશુભ સ્વપ્ન સાંભળીને મારી માત ધ્રૂજી ઊઠી. એના કપાળે કરચલીઓ પડી ગઈ. એની આખોમાં ભય તરી આવ્યો. તે ઊભી થઈ ગઈ, જમીન પર પગ પછાડી યૂ... યૂ... ઘૂ કરીને બોલી : ‘વત્સ, તારા અમંગલનો નાશ થાઓ, તું દીર્ઘકાળપર્યંત જીવતો રહે.' માતા ધર્મશાસ્ત્રોની જ્ઞાતા હતી, પરંતુ તે વૈદિક પરંપરાને માનતી હતી. સ્વપ્નનો ફલાદેશ જાણતી હતી. અશુભ સ્વપ્નોના નિવારણના ઉપાયો પણ જાણતી હતી. માતાએ કહ્યું : ‘વત્સ, આ અશુભ સ્વપ્નનું નિવારણ કરવું પડશે. ભલે તું રાજકુમારનો રાજ્યાભિષેક કર, પછી સાધુવેષ પહેરી થોડો સમય ઘરમાં રહે.' મેં કહ્યું : ‘ભલે, જેવી માતાજીની આજ્ઞા.’ માતા બોલી : ‘પરંતુ એ પહેલાં તારે અશુભનું નિવારણ કરવા વેદોક્ત વિધિ મુજબ જળચર, ખેચર કે સ્થલચર જીવોનું કુળદેવતાને બલિદાન આપવું પડશે. પશુઓનાં રક્તથી કુળદેવતાનું અર્ચન કરવું પડશે, શાંતિકર્મ કરવું પડશે...’ માતાની વાત સાંભળી મેં મારા બંને કાનમાં આગળી નાંખી અપ્રીતિ જાહેર કરી. હું બોલી ઊઠ્યો : ‘માતાજી, શું જીવવધ કરવાથી શાન્તિકર્મ થાય ખરું? બીજા જીવોને અશાન્તિ આપવાથી શાન્તિ મળે ખરી?' મારી માતા મૌન રહી, એટલે મેં મારી વાત આગળ ચલાવી. માતાજી, ધર્મનું લક્ષણ હિંસા નથી, અહિંસા છે. જે મનુષ્યને પોતાને મૃત્યુનો ભય લાગતો હોય, તે મનુષ્ય બીજા જીવોને મારવાનો વિચાર પણ ના કરી શકે. જે મનુષ્યો બીજા જીવોને મારવાનો વિચાર કરે છે, મારવાની પ્રેરણા આપે છે, ને મારવાની ક્રિયા કરે છે, તેઓ અસંખ્ય ભવો સુધી ક્રૂર... ભયાનક મૃત્યુ પામે છે. ga ભાગ-૨ * ભવ ચોથો For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થંકરોએ કહ્યું છે : ‘ખીવવો ગપ્પવો...' જીવવધ તે પોતાનો જ વધુ છે. બીજા જીવોને દુઃખ આપનાર સ્વયં દુઃખી થાય છે. બીજા જીવોને અશાન્તિ આપનાર સ્વયં અશાંતિ ભોગવે છે. માતાજી, તમે ‘શાંતિકર્મ'ની વાત કરી, શાંતિકર્મ એને કહેવાય કે જેનાથી મનુષ્યને સર્વ અર્થની પ્રાપ્તિ થાય. શાંતિકર્મ કરનાર મનુષ્ય બીજા જીવોનું અલ્પ પણ અહિત ના વિચારે. શાંતિકર્મ કરનારા મનુષ્ય તો ‘આત્મવત્ સર્વભૂતેષુ’ની ભાવના રાખવાની છે. ‘જેવો મારો આત્મા છે, તેવા બધા આત્માઓ છે. જેમ મને દુઃખ પ્રિય નથી, તેમ કોઈ જીવને દુઃખ પ્રિય નથી.’ આ ભાવનાથી જ શાન્તિકર્મ કરી શકાય છે.’ મારી માતાએ શાન્તિથી મારી વાતો સાંભળી. પછી બોલી : ‘પુત્ર, પુણ્ય અને પાપ, જીવના પોતાના અધ્યવસાયો-વિચારો પર આધારિત હોય છે. ધર્મશ્રુતિમાં કહેવાયું છે કે પંક અને પાણીમાંથી ઉત્પન્ન થયેલું કમળ, જેમ પંક અને પાણીથી લેપાતું નથી, તેવી રીતે ભલે, મનુષ્ય સમગ્ર જગતને હણી નાખે, પરંતુ જો એની બુદ્ધિ પાપથી લેપાતી નથી તો એને પાપ લાગતું નથી. તું તારી બુદ્ધિને પાપથી લેપાવા દઈશ નહીં... તો જીવવધ કરવા છતાં તને પાપ લાગશે નહીં. વત્સ, કદાચ પાપ લાગતું હોય તો દેહરક્ષણ માટે લાગવા દે, તારા આરોગ્ય માટે, રક્ષા માટે જીવવધ ક૨વો જરૂરી છે. કારણ કે તારા સ્વપ્નનું ફળ તારા દેહને નુકસાન કરનારું છે. વત્સ, ક્યારેક ઔષધરૂપે ઝેરનો પણ ઉપયોગ કરવો પડે છે.’ મારી માતા ધર્મચર્ચામાં સારા તર્ક કરી શકતી હતી. મેં એને પ્રત્યુત્તર આપ્યો : ‘માતાજી, પાપકર્મને ધર્મકાર્ય માનીને મનુષ્ય પાપ કરે, તો શું એને ધર્મનું ફળ મળશે? ના, પાપનું જ ફળ મળશે. હલાહલ ઝેરને અમૃત સમજીને જે ઝેર ખાય, તેને ઝેરની અસર થશે કે અમૃતની અસર થશે? માતાજી, તમે ગંભીરતાથી, તટસ્થ બુદ્ધિથી વિચાર કરો, જીવહિંસા જેવું વિશ્વમાં બીજું કોઈ પાપ નથી. આ જીવસૃષ્ટિમાં સર્વ જીવો સુખ મેળવવાની અભિલાષાવાળા હોય છે. અને વિશ્વના સર્વ મહાપુરુષો સર્વે જીવોને સુખ કરવાનો જ ઉપદેશ આપે છે, તો પછી ધર્મશ્રુતિમાં હિંસાનો ઉપદેશ કેમ હોઈ શકે? વળી, માતાજી, આપે કહ્યું કે ‘શરીરના આરોગ્ય માટે જીવવધ કરવો પડે તો કરવો જોઈએ.’ એ વાત પણ ઉચિત નથી. જીવવધથી ક્યારેય આરોગ્યની પ્રાપ્તિ નથી થતી. જીવદયાથી, અભયદાનથી જ આરોગ્યની પ્રાપ્તિ થાય છે. તીર્થંકરોએ અને શ્રેષ્ઠ જ્ઞાની પુરુષોએ કહ્યું છે : ‘અભયદાન આપવાથી જીવને-મનુષ્યને દીર્ઘ આયુષ્ય મળે છે, સુંદર રૂપ મળે છે, આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.’ માટે માતાજી, હું મારું અહિંસાવ્રત કોઈ પણ ભોગે પાળીશ... આ વિનાશી દેહની ખાતર હું જીવહિંસાનું પાપ ક૨વા તૈયાર સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only ૧ Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નથી. દુઃસ્વપ્નના ફળરૂપે આવનારા દુઃખથી હું ભય પામતો નથી. હું દુઃખ સહન કરીશ, પણ પાપ નહીં કરું.’ માતાએ મારી વાત સાંભળીને વિચાર્યું : ‘ધર્મચર્ચાથી આ પુત્ર મારી વાત નહીં માને, વાદ-વિવાદનો અંત આવતો નથી. વાદ-વિવાદથી એ મારી વાત નહીં માને.. એને મનાવવા માટે, એના હૃદયમાં મારા પ્રત્યે ભક્તિભાવ પેદા કરવો પડશે.’ તેણે મને ખૂબ મધુર અને લાગણીભર્યા શબ્દોમાં કહ્યું : ‘વત્સ, પ્રાચીન ઋષિ-મુનિઓનાં વચનોને હાલ બાજુ પર રાખ, મારી આટલી વાત તારે માનવી પડશે... પુત્ર, સ્વપ્નના ફળનો વિચાર કરતાં હું ધ્રૂજી જાઉં છું... તારું અહિત થાય, અમંગલ થાય... એ મારાથી નહીં જોઈ શકાય... મારી ખાતર પણ આ એક વાર વેદોક્ત વિધિથી દેવતા સમક્ષ પશુવધ કરીને દેવતાનું પૂજન કર.' આમ બોલીને... આંખોમાં આંસુ ભરીને... માતા મારા પગમાં પડી ગઈ... હું દૂર ખસી ગયો. બે હાથે માતાને પકડી મેં ઊભી કરી. એ રોવા લાગી હતી... હું મુશ્કેલીમાં મુકાયો. મારી સામે દ્વિધા પેદા થઈ ગઈ. એક બાજુ મારું અહિંસાનું વ્રત! જો માતાનું વચન માન્ય રાખું તો વ્રતભંગ થાય. જો વ્રતપાલન કરું તો માતાના વચનનો ભંગ થાય. હું સિંહાસન પર બેસી ગયો. ઊંડા વિચારમાં ઊતરી ગયો. મહામંત્રીએ મારી પાસે આવીને વિનયપૂર્વક કહ્યું : ‘મહારાજા, આપ અને રાજમાતા, મંત્રણાગૃહમાં પધારો. રાજસભાનું વિસર્જન ક૨વાનો સમય થઈ ગયો છે, અને હવે આ વિચારણા ગુપ્ત રીતે થાય, એ પણ જરુરી છે.' મને મહામંત્રીની વાત યોગ્ય લાગી. હું અને માતાજી મંત્રણાગૃહમાં ગયા. માતાને ભદ્રાસન પર બેસાડી, હું ખંડમાં આંટા મારવા લાગ્યો. ‘શું કરું? માતાના વચનનો ભંગ કરું કે વ્રતનો ભંગ કરું? માતાના વચનના ભંગ કરતાં વ્રતભંગનો દોષ મોટો હોય છે. વ્રતભંગ કરનારને ભયંકર પરિણામ ભોગવવાં પડે છે. ના, ના, હું વ્રતભંગ તો નહીં જ કરું. માતાને સમજાવવા પ્રયત્ન કરું.’ મેં માતાને કહ્યું : ‘ઓ મારી જનની, હું તને એક પ્રશ્ન કરું છું. સાચું કહે, હું તને પ્રિય છું કે અપ્રિય?' ‘અત્યંત પ્રિય છે પુત્ર!' ‘તો પછી તું મને દુર્ગતિના ઊંડા કૂવામાં ધક્કો મારનારી આજ્ઞા કેમ કરે છે? હું તને જો પ્રિય છું, તો મને એવી આજ્ઞા ના કર... અને તે છતાં તમારે કુળદેવતાને લોહી-માંસ અર્પણ કરવાં છે તો બીજા જીવોનાં શા માટે? મારાં જ લોહી-માંસથી પૂજા કરજો...’ એમ કહી મેં મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢી... મારા ગળા ઉપર ઉગામી... ત્યાં ઊછળીને ઊભી થઈ... મારી પાસે આવી, મારો તલવારવાળો હાથ સજ્જડ પકડી લીધો. ર ભાગ-૨ * ભવ ચોથો For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુત્ર, તેં મારા પ્રત્યે ખૂબ ભક્તિ પ્રદર્શિત કરી... શું તારા મૃત્યુ પછી હું જીવતી રહેવાની, એમ માનીને આ સાહસ કરવા તૈયાર થયો? તું જાણે છે મારો તારા પર કેવો અગાધ સ્નેહ છે... તારે સમજવું જોઈએ, તલવાર ઉપાડતાં પહેલાં, કે મારા મરી ગયા પછી મારી માતાનું શું થશે? વિચાર કર, તારા સિવાય આ દુનિયામાં મારું કોણ છે? તારા પિતાએ શ્રેયમાર્ગ ગ્રહણ કર્યો... તું પણ એ જ માર્ગે જવાનો... આવતી કાલે જ રાજકુમારનો રાજ્યાભિષેક કરી, તારે મસ્તકે મુંડન કરાવી સાધુવેષ ધારણ કરી લેવાનો છે. એ પહેલાં આજે આ બલિદાન...” છેલ્લાં વાક્યો સાંભળતી નયનાવલી મંત્રણાખંડમાં દાખલ થઈ. રાજમાતા યશોધરાએ આવકાર આપ્યો. એ જ વખતે કૂકડાનો અવાજ કાને પડ્યો. રાજમાતાએ કહ્યું : પુત્ર, તેં કૂકડાનો અવાજ સાંભળ્યો ને? એવો આચાર છે કે આવો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય ત્યારે પક્ષીઓના અવાજ સૂચક બનતા હોય છે. જેનો અવાજ સંભળાય તેના અથવા તેની આકૃતિનો વધ કરવાથી ઇચ્છિત કાર્યની સિદ્ધિ થાય છે. માટે હું તને કહું છું કે તું આ કૂકડાનો વધ કરી, કૂળદેવતાની પૂજા કર. જેથી દુઃસ્વપ્નનો નાશ થાય.” મેં સ્પષ્ટ શબ્દોમાં માતાને કહ્યું : “માતા, તું કહે તો હું મારું પોતાનું બલિદાન આપી શકું છું, બીજા કોઈ જીવનું નહીં...' માતાએ કહ્યું : “ભલે, તું એમ કહે છે તો એમ. કૂકડાને મારવાની વાત છોડી દઉં છું, પરંતુ લોટની કણકથી બનાવેલી કૂકડાની મૂર્તિનો તો વધ કરીશ ને? બસ, મારું આટલું વચન તારે માનવું પડશે...' માતાએ મારા હાથમાંથી તલવાર લઈ લીધી. અને ફરી એ મારા પગમાં પડી ગઈ. હું બે ડગલાં પાછળ હટી ગયો. માતાને મેં ઊભી કરી, નયનવલીએ માતાના હાથમાંથી તલવાર લઈને મ્યાન કરી. મેં માતાને કહ્યું : ‘ભલે માતાજી, આપ જેમ રાજી થાઓ, તેમ કરીશ. બસ?” છેવટે મારી દાક્ષિણ્યતા જ મને નડી. માતા પ્રત્યે અતિ સ્નેહ હતો. એ સ્નેહમાંથી દાક્ષિણ્યતા જન્મી. બે-બે વાર માતા, મને સ્વપ્નના માઠા ફળથી બચાવવા... માત્ર મારા હિતની ભાવનાથી મારા પગમાં પડી હતી. અને એણે જીવહિંસા ના કરવી પડે, એવો મધ્યમ રસ્તો શોધી કાઢ્યો હતો. એટલે હા પાડી દીધી. જોકે કૂકડાની લોટની મૂર્તિનો વધ એટલે એક પ્રકારની હિંસા જ હતી એ. એ હિંસા પણ ન જ કરવી જોઈએ. કૂકડાની કલ્પનાથી કરેલી કૂકડાની મૂર્તિની હિંસા નિકાચિત પાપકર્મ જ બંધાવે! પરંતુ એ પ્રસંગે મારું જ્ઞાન... મારી સમજણ મને જ કામ ના લાગી. માતાએ કહ્યું: “હું લોટનો કૂકડો બનાવવા હમણાં જ લેપશિલ્પના જ્ઞાતા કારીગરને બોલાવી આશા કરું છું. આજે જ આ કામ પતાવી દેવાનું છે.' માતા ચાલી ગઈ. ખંડમાં હું અને નયનાવલી બે જ રહ્યાં. શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નયનાવલીએ પૂછ્યું : ‘સ્વામીનાથ, આ બધું શું છે? અને શું આવતી કાલે જ રાજકુમારનો રાજ્યાભિષેક કરવાનો છે?” Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘હા, મને આવેલા દુઃસ્વપ્નનું આજે નિવારણ કરવાનું છે. આવતી કાલે કુમારનો રાજ્યાભિષેક કરી હું પ્રવજ્યા ગ્રહણ કરવાનો છું. હવે હું ગૃહવાસમાં ક્ષણ પણ શાન્તિથી રહી શકું એમ નથી.’ નયનાવલીની આંખોમાંથી મગરનાં આંસુ ટપકવા માંડ્યાં. મેં કહ્યું : ‘હું પ્રવજ્યા ગ્રહણ કરીને, માતાના અતિ આગ્રહથી થોડો સમય રાજમહેલનાં એકાંત ભૂમિભાગમાં રહીશ. પછી માતાના મનનું સમાધાન કરી... યોગ્ય સમયે ગુરુદેવની પાસે ચાલ્યો જઈશ.’ નયનાવલી ઊંડા વિચારમાં પડી ગઈ. એ કંઇના બોલી. હું પણ મૌન રહ્યો. મારું મન ડંખતું હતું. કૂકડાની મૂર્તિનો વધ કરવાની મેં આપેલી સંમતિથી... પરંતુ માતાના મનનું સમાધાન એ સિવાય થાય એવું પણ ન હતું. મેં મારા મનનું સમાધાન કર્યું : દીક્ષા લઈને પછી પ્રાયશ્ચિત્ત કરી લઈશ...' મારી માતા યશોધરા, લોટનો બનાવેલો કૂકડો લઈને મારી પાસે આવી. મને કહ્યું : ‘વત્સ, કલાકારે કેવો સરસ કૂકડો બનાવી આપ્યો? ઊભાં ઊભાં જ બનાવરાવી લીધો! સાક્ષાત્ જીવતો લાગે છે ને? ચાલો, હવે આપણે કુળદેવતા પાસે જઈએ.' અમે કુળદેવતા પાસે ગયાં. માતાએ એ કૂકડાની મૂર્તિ દેવતાની આગળ સ્થાપિત કરી, મને કહ્યું : ‘વત્સ, તું સ્નાન કરીને, રક્તવર્ણનું અધોવસ્ત્ર અને ૨ક્તવર્ણનું ઉત્તરીય પહેરીને જલ્દી આવ, તલવાર પણ લઈને આવ.’ જેમ માતા કહેતી ગઈ તેમ હું કરતો ગયો. નાહીને, રક્તવર્ણનાં વસ્ત્રો પહેરી, તલવાર લઈને ઉપસ્થિત થયો. માતાએ કુળદેવતાને પ્રાર્થના કરી. ‘હે ભગવતી કુળદેવી! મારા પુત્ર સુરેન્દ્રદત્તે જે દુઃસ્વપ્ન જોયું, તે સ્વપ્નના દોષનો નાશ કરવા માટે, મૃત્યુનું નિવારણ કરનાર આ કૂકડાની મૂર્તિ આપને ધરાવીએ છીએ. મારો પુત્ર તારી સામે બલિદાન આપશે. હે દેવી, એના શરીરની તું રક્ષા કરજે... એના ઉપર તારી કૃપા વરસાવજે ...’ માતાએ મને સંકેત કર્યો વધ કરવાનો. મેં કૂકડાનો ત્યાં વધ કરી નાખ્યો... મારું શરીર ધ્રૂજી ઊઠ્યું. મારા હાથમાંથી તલવાર ભૂમિ પર પડી ગઈ... મને મૂર્છા આવવા લાગી. હું પણ આંખો બંધ કરીને જમીન પર બેસી ગયો. ५१४ માતાએ કહ્યું : ‘વત્સ, ઢીલો ના થઈ જા. હવે સ્વસ્થ બનીને દેવીનું પૂજન કર.' મેં પૂજન કર્યું. પછી માતાએ કહ્યું : ‘હવે તારે માંસભક્ષણ કરવું પડશે!' For Private And Personal Use Only ભાગ-૨ ભવ ચોથો Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [{ ૮૮ H] “માતાજી, બસ કરો. હું કોઈ કાળે માંસભક્ષણ નહીં કરું.” “વત્સ, આ ક્યાં સાચું માંસ છે? જેમ કૂકડો સાચો ન હતો, એમ એનું માંસ પણ ક્યાં સાચું છે? માત્ર લોટ છે?” હે જનની, એ લોટમાં માંસની કલ્પના કરવાની ને?' ‘કલ્પના તો કરવી પડે. પરંતુ હવે આપદ્ધર્મ સમજીને તું આનાકાની કર્યા વિના ખાઈ લે... એટલે આ કામ પૂરું થાય.” માતાના અતિ આગ્રહથી મેં લોટમાં માંસની કલ્પના કરી, તેનું ભક્ષણ કર્યું. મેં ત્યાં ઘોર પાપકર્મ બાંધ્યું. એ કમ્, અને વધ કરવાથી બંધાયેલા કર્મ... મને અનેક જન્મો સુધી ઘોર દુઃખ આપ્યાં. ૦ ૦ ૦ વિશાલાનગરીમાં રાજપુરુષોએ ઉદ્ઘોષ કર્યો : “મહારાજા સુરેન્દ્રદત્ત સાધુધર્મ અંગીકાર કરવાના હોવાથી, રાજકુમાર ગુણધરનો કાલે પ્રભાતે રાજ્યાભિષેક થશે, તો સર્વે પ્રજાજનને રાજસભામાં પધારવા વિનંતી છે.” પ્રજાના માટે બંને વાતો આંચકો આપનારી હતી. મહારાજા કેમ અચાનક નાના રાજ કુમારને છોડીને સાધુધર્મ સ્વીકારવા તત્પર થયા છે અને નાના રાજકુમાર કેવી રીતે વિશાળ રાજ્યનું પાલન-સંચાલન કરી શકશે?' નગરના શ્રેષ્ઠીઓ રાજમહેલમાં મને મળવા માટે આવવા લાગ્યા. સહએ મને સાધુધર્મ ન સ્વીકારવા પ્રાર્થના કરી, પણ મારો નિર્ણય અપરિવર્તનીય હતો. મેં બધાનાં મનનું સમાધાન કરવા પ્રયત્ન કર્યો, પણ મને લાગ્યું કે મોટા ભાગના શ્રેષ્ઠીઓનાં મનનું સમાધાન નહોતું થયું. સહુથી વધારે તો મારે કુમાર ગુણધરને સમજાવવો પડ્યો. એનો મારા પર અતિ મોહ હતો. છતાં મેં એને ખૂબ પ્રેમથી સમજાવ્યો. એ માની ગયો. રાજ્યાભિષેક મહોત્સવ ભવ્યતાથી ઊજવાયો. મેં ઉપસ્થિત સભાજનોને કહ્યું : તમે આજદિનપર્યત જે રીતે મારી આજ્ઞાનું પાલન કર્યું છે, એ રીતે હવેથી રાજેશ્વર ગુણધરની આજ્ઞાનું પાલન કરજો. જ્યાં સુધી તેઓ પરિપક્વ ઉમરના નહીં થાય ત્યાં સુધી રાજમાતા યશોધરા રાજ્યને સંભાળશે. મહામંત્રી અને અન્ય મંત્રીઓ રાજમાતાને સંપૂર્ણ સહયોગ આપશે. મારા પ્રિય પ્રજાજનો, મારું મન સંસારના સર્વ સુખભોગથી વિરક્ત બન્યું છે... હું ગૃહવાસથી ઉદ્વિગ્ન બન્યો છું. મારા ચિત્તને પરમ શાન્તિ... પરમ આનંદ ત્યારે જ શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાપ્ત થશે, જ્યારે હું સાધુ બનીશ, અણગાર બનીશ... અને મોક્ષમાર્ગની આરાધના કરીશ. હું ચાહું છું કે મારા પ્રજાજનો પણ આ જ આદર્શ રાખીને જીવન જીવે. હિંસાદિ પાપોનો ત્યાગ કરે. અને દાન-શીલ-તપ વગેરે ધર્મનો આદર કરે.” રાજસભાનું વિસર્જન થયું. હું મારા ખંડમાં આવ્યો. હવે મારે મસ્તકે મુંડન કરાવી સાધુવેષ પહેરવાનો હતો. સાધુવેષ મેં તૈયાર જ રાખ્યો હતો. મુંડન કરનાર નાપિત પણ હાજર હતો. ત્યાં નયનાવલીએ ખંડમાં પ્રવેશ કર્યો. ખંડમાં ઊભેલા લોકો બહાર ચાલ્યા ગયા. નયનાવલીએ મને કહ્યું : સ્વામીનાથ, બસ, આજનો દિવસ પુત્રના રાજ્યમાં રહીએ... કાલે પ્રભાતે આપણે દીક્ષા લઈશું...” - હું નયનાવલીની સામે જોઈ રહ્યો... મને આશ્ચર્ય થતું હતું... “હજુ આ વિષયલંપટ વિશ્વાસઘાતી સ્ત્રી દીક્ષા લેવાની વાત કરતી હતી! મને સ્ત્રીચરિત્રનો ખરેખરો અનુભવ થઈ રહ્યો હતો. શું ખરેખર, રાણી દીક્ષા લેશે? જેના હૃદયમાં વિષયવાસનાનો દાવાનલ સળગે છે. જે વ્યભીચારિણી છે. એ ચારિત્રધર્મ સ્વીકારશે? આશ્ચર્ય? મેં કહ્યું : “દેવી, શું તમે પણ ચારિત્ર લેશો? દીક્ષા લેશો?' તે બોલી : “મેં આપને અનેકવાર કહ્યું છે... કે હું આપની સાથે જ ચારિત્ર લઈશ.” મેં કહ્યું: ‘દેવી, સાધુજીવનમાં મહાવ્રતો પાળવાનાં હોય છે. તેમાંય સહુથી વધારે દુષ્કરપાલન બ્રહ્મચર્યવ્રતનું હોય છે...' તે બોલી : “હું જાણું છું સ્વામીનાથ, આમેય આપ સાધુ બની જશો પછી મારે બ્રહ્મચર્ય પાળવાનું જ છે... અને હું પાળી શકીશ.” મેં કહ્યું : “કુમાર ગુણધર નાનો છે. એના માટે પણ તમે સંસારમાં રહો, એ ખોટું નથી, અનુચિત નથી....' તે બોલી : “કુમારને સંભાળનારા રાજમાતા છે જ. એની ધાવમાતા પણ છે. આમેય કુમાર મારી પાસે ક્યાં રહે છે? કાં તો આપની પાસે રહે છે, કાં' રાજમાતા પાસે. મને એના પ્રત્યે કોઈ મમત્વ નથી. એનું મારા પ્રત્યે કોઈ મહત્વ નથી.' મારા મનમાં આવીને વાત અટકી ગઈ - “તને ભલે પુત્ર કે પતિ ઉપર મમત્વ નથી, પરંતુ પેલા કૂબડા ચોકીદાર ઉપર તો ગાઢ મમત્વ છે!” પણ મારે બોલવું જ ન હતું. તે બોલી : “સ્વામીનાથ, શું મારી આટલી વિનંતી પણ આપ નહીં માનો?' તેનો સ્વર ગળગળો થઈ ગયો. મેં કહ્યું : “દેવી, મેં તને જીવનભર પ્રેમ આપ્યો છે. ક્યારેય પણ પ્રણયનો ભંગ નથી કર્યો... મેં તારી એકેએક ઈચ્છા પૂર્ણ કરી છે... ક્યારેય પણ તારા ચિત્તને ભાગ-૨ ૬ ભવ ચોથો For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દુભવ્યું નથી. પછી તારી આટલી વિનંતી કેમ ના માનું? એમાંય જ્યારે તું મારી સાથે જ ચારિત્ર લેવાની છે... ભલે, આજે નહીં, આવતી કાલે ચારિત્ર અંગીકાર કરીશું.” તે ખૂબ હર્ષિત થઈ. તેણે કહ્યું : “આજે આપના માટે હું જ ભોજન બનાવવાની છું અને પાસે બેસીને... છેલ્લું ભોજન હું જ કરાવવાની છું... પછી આ જનમમાં હું ક્યાં આપને ભોજન કરાવવા આવવાની છું? આપ શ્રમણસંઘમાં વિચરશો, હું શ્રમણીસંઘમાં હોઈશ...' તારી છેલ્લી ઈચ્છા પૂર્ણ કરીશ.. બસ?' 0 ૦ ૦ ચતુર નારીએ મારી સાથે એક થાળીમાં ભોજન કર્યું. ભોજન કર્યા પછી, હાથમુખ ધોઈને હું ઊભો થયો. ત્યાં એણે મને પાચન-ચૂર્ણ આપ્યું... જોકે એ મારણ-ચૂર્ણ હતું, પરંતુ હું ક્યાં જાણતો હતો? હું ખાઈ ગયો એ ચૂર્ણ, અને ત્યાંથી હું વાસગૃહમાં ગયો. સિંહાસન પર બેઠો. પરંતુ બેસતાંની સાથે જ મારાં અંગો ખેંચાવા લાગ્યાં, મારી વાણી હણાઈ ગઈ, જીભ જડ બની ગઈ, હાથ-પગના નખ કાળા પડી ગયા, છે મારું વદન કરમાઈ ગયું, મારી આંખો સ્થિર થઈ ગઈ, મારી છાતીમાં. પેટમાં... પીઠમાં ઘોર વેદના થવા લાગી.. જ મને મૂર્છા આવી ગઈ... ને હું સિંહાસન પર ઊંધા માથે જમીન પર પટકાઈ ગયો. દ્વારપાલની દૃષ્ટિ મારા તરફ હતી. વાસગૃહમાં હું એકલો જ હતો. જેવો હું નીચે પટકાયો... દ્વારપાલ ધસી આવ્યો... એણે મને જમીન પર સીધો સુવાડી દીધો અને પૂછ્યું : હે દેવ, આપને શું થાય છે?' એણે મને પૂછ્યું... પરંતુ હું ઉત્તર ના આપી શક્યો. મારી જીભ જડ થઈ ગઈ હતી. તેણે મારા શરીર પર નજર નાખી- “ઓહો.. આ રાજર્ષિના શરીરમાં તો ઝેર વ્યાપી ગયું છે....” તેણે વાસગૃહની બહાર જઈ બૂમ પાડી. જલ્દી દોડો, મહારાજ પર વિષપ્રયોગ થયો છે. ઝેર ઉતારનારા વૈદ્યોને બોલાવી લાવો...' બીજો કોઈ ત્યાં આવે, તે પહેલાં નયનાવલી ત્યાં આવી ગઈ. તે વ્યાકુળ બની ગઈ... ન... કલ્પાંત કરતી તે મારા શરીર પર પડી. મારા ગળે વળગી. અને... એણે મને ગળે ટૂંપો દીધો... મને પારાવાર વેદના થઈ. અને ક્ષણ-બે ક્ષણમાં મારું પ્રાણપંખેરું ઊડી ગયું. શ્રી સમરાદિત્ય મહાકથા ૧૭ For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધનકુમારને યશોધર મુનીશ્વરે કહ્યું : “મહાનુભાવ, મારા એ જીવનમાં બે મોટી ભૂલો થઈ. લોટના કુકડાનો વધ કર્યો અને કૂકડાના લોટને, માંસની કલ્પના કરીને ખાધો. ન કરી શક્યો પ્રાયશ્ચિત, ન કરી શક્યો આત્માનું વિશુદ્ધિકરણ. કમોતે મરીને પક્ષીની યોનિમાં જન્મ્યો.” કુમાર, હિમાવાન પર્વતની દક્ષિણ દિશાને લાગીને રહેલા શિલિંધ્ર પર્વત પર મોરરૂપે મારો જન્મ થયો. હજુ હું નાનો જ હતો, ત્યાં એક દિવસ યુવાન શિકારીએ મારી માતાનો શિકાર કરી મારી નાખી અને મને જીવતો પકડી લીધો. હજુ મને પાંખો પણ આવી ન હતી. એ શિકારી અને અનન્દાવાટક' નામના ગામમાં લઈ ગયો. ત્યાંના કોટવાલને મારી ભેટ આપી દીધી. હું કોટવાલના ઘરના આંગણામાં એક ખૂણામાં પડ્યો રહેતો. શિયાળામાં ઠંડી અને ઉનાળામાં ગરમી સહતો રહ્યો. વર્ષાકાળમાં ભીંજાતો રહેતો. ક્યારેક પાસેના વટવૃક્ષની નીચે જઈને.. થડની પાસે ઊભો રહેતો. કોટવાલ મને કંઈ ખાવા નહોતો આપતો. ભૂખની અસહ્ય વેદનાથી પીડાવા લાગ્યો. પછી હું જમીન પર કીડાઓ શોધતો ને કીડાઓ ખાતો. મને મારો ખોરાક મળી ગયો. મારું શરીર વધવા લાગ્યું. પુષ્ટ થવા લાગ્યું. ખૂબ જ રમણીય પીંછાંઓ મને આવવા લાગ્યાં. જાણે કે પીંછાં પર રંગબેરંગી રત્નો અને મણિ ના જડેલાં હોય! મારા શરીરને પણ આકાશી-ગુલાબી અને સ્વર્ગીય રંગો પૂરબહારમાં ખીલ્યા હતા. હું રોજ કોટવાલના આંગણામાં થનગન થનગન નાચતો હતો. કોટવાલે મને નૃત્યકળા શીખવવા માંડી. પછી હું તો વિવિધ પ્રકારનાં નૃત્ય કરવા લાગ્યો. ગામના યુવાનો, યુવતીઓ.. બાળકો. મારું નૃત્ય જોવા ભેગા થઈ જતાં. નૃત્યરસિકો બહારગામથી પણ આવવા લાગ્યા. મારું નૃત્ય જોઈને રાજી થતા અને પૈસા ફેંકતા. બધા પૈસા કોટવાલ લઈ લેતો... કેટલાક મહિનાઓ સુધી આ ક્રમ ચાલતો રહ્યો. એક દિવસ વિશાલાથી આવેલા પરદેશીએ મારું નૃત્ય જોયા પછી કોટવાલને કહ્યું : “જો તમે આ મોર, વિશાલાના અધિપતિ બાળરાજા ગુણધરને ભેટ આપો, તો રાજા તમને અઢળક સોનામહોરો ભેટ આપશે.” કોટવાલને પરદેશીની સલાહ ગમી ગઈ. તે મને વિશાલાનગરી લઈ ગયો... રાજસભામાં રાજા ગુણધરની આગળ મારા નૃત્યપ્રયોગો કરાવ્યા. રાજા ગુણધર પ્રસન્ન થઈ ગયો. તેણે કોટવાલને સો સોનામહોર આપીને મને ખરીદી લીધો. પાછો હું મારા જ રાજમહેલમાં પહોંચી ગયો! રૂપ બદલાયું... મનુષ્યના બદલે પક્ષીનું!” વિષપ્રયોગથી મારું મૃત્યુ થઈ ગયા પછી રાજમહેલમાં કરુણ આક્રંદ, રોષભર્યો કોલાહલ.. અને રાજકીય ગંભીર પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. મારી માતા યશોધરાને ખબર પડતાં. એ બેબાકળી બનીને મારા વાસગૃહમાં દોડી આવી. એ આવી, એ પહેલાં તો મારું મોત થઈ ચૂક્યું હતું. માતા મને વળગી પડી. કરુણ કલ્પાંત કરવા ૧૮ ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાગી. જમીન પર માથાં પછાડવા લાગી.. “કોણે મારા પુત્રને વિષ આપ્યું? મહામંત્રી શોધી કાઢો એ દુષ્ટને, હું એને શૂળી પર ચઢાવીશ.. મારા લાલને મારી પાસેથી પડાવી લેનારને હું ઘાણીમાં પીસી નાખીશ.' મારી માતા મારા મૃતદેહને છોડતી જ ન હતી. મહામંત્રીએ માતાને ખૂબ સમજાવી. માતા માનવા જ તૈયાર ન હતી. રાજમહેલના પ્રાંગણમાં હજારો સ્ત્રી-પુરુષો રોતાં ને કકળતા ઊભાં હતાં. રાજકુમાર ગુણધર મારા મૃતદેહની પાસે જ ઊભો હતો. રડી-રડીને એની આંખો સૂઝી ગઈ હતી. તેનું મુખ પ્લાન થઈ ગયું હતું. એ પણ માતાની જેમ એ જ વિચારતો હતો. મારા પિતાને કોણે ઝેર આપ્યું હશે? આ રાજમહેલમાં કે આ નગરમાં એમનો કોઈ શત્રુ નથી, દુશ્મન નથી.. તે મુંઝાતો હતો, અકળાતો હતો... નયનાવલી... મારા પગ પાસે ભીંતના ટેકે ઢગલો થઈને પડી હતી. તેને પરમ સંતોષ થઈ ગયો હતો... શોક... આજંદ... સંતાપ-આ બધું માત્ર એક અભિનય હતો. તે મૌન થઈ, આંખો મીંચીને પડી હતી. મારી માતા અત્યંત વ્યથિત હતી. મંત્રીમંડળ ભેગું થયું. મારી માતાને અતિ.. અતિ વિનંતી કરી. પરિસ્થિતિ સમજાવી... માંડ માંડ મારો મૃતદેહ માતા પાસેથી છોડાવ્યો. અને મારી સ્મશાનયાત્રા નીકળી... નયનાવલીના નાટકનો હવે અંતિમ ભાગ હતો.. રોતી... કકળતી.... વિલાપ કરતી તે સ્મશાનમાં આવી. એણે જીદ પકડી.. હું પણ મહારાજાની સાથે જ ચિતામાં પડીને બળી મરશ... પહેલેથી જ એ બોલવા માંડી. મહામંત્રીએ મહેલની દાસીઓને સાવધાની રાખી હતી. રાણી ચિતામાં કૂદી પડવાનું સાહસ ન કરી બેસે, એ માટે દાસીઓ રાણીને ઘેરીને જ ઊભી હતી. જ્યારે મારી ચિતા સળગી.. ભડભડ જવાળાઓ આકાશમાં જવા લાગી... ત્યારે નયનાવલી એ અભુત અભિનય કર્યો... દાસીઓનો ઘેરો તોડીને.. તે ચિતા તરફ ધસી ગઈ. એના બંને હાથ પકડી રાખનાર દાસીઓ એની પાછળ ઢસડાઈ ગઈ.. પરંતુ રાણી ચિતામાં કૂદી પડે એ પૂર્વે, દાસીઓ એને આગળથી અને પાછળથી વળગી પડી.... રાણીનું જોશ ઘટી ગયું. તે રુદન કરતી બોલવા લાગી : “હવે મારે જીવીને શું કરવું છે? હું મહારાજા વિના કેવી રીતે જીવી શકીશ? નહીં જીવી શકું...” નગરમાં નયનાવલીના પતિપ્રેમની પ્રશંસા થઈ..! પરંતુ, જ્યારે રાજપુરુષો, નયનાવલી, રાજા ગુણધર... બધાં સ્મશાનેથી મહેલમાં આવ્યાં... ત્યારે મારી માતા યશોધરા અંતિમ શ્વાસોચ્છવાસ લેતી હતી. એના દુર્ગાનનો પાર ન હતો. મારા ઉપર એનો પ્રગાઢ મોહ હતો. એ પુત્રમોહ, પુત્રવિરહમાં એને બેસુમાર પીડા આપી રહ્યો હતો. પુત્રના મોહે, જીવનના મોહને છિન્નભિન્ન કરી દીધો હતો. સંધ્યા સમયે મારી માતાએ અંતિમ શ્વાસ લીધો. શ્રી સમરાદિત્ય મહાકથા 996 For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ‘રાજમાતા યશોધરાનું મૃત્યુ થયું-' સમાચાર વાયુવેગે નગરમાં ફેલાઈ ગયા. હાહાકાર વર્તાઈ ગયો સર્વત્ર. હજુ રાજાની ચિતા ઠરી ન હતી... ત્યાં રાજમાતાનું મૃત્યુ થઈ ગયું...! બાળરાજા ગુણધર મૂઢ થઈ ગયો. તે રાજામાતાના મૃતદેહને વળગી પડ્યો... કરુણ કલ્પાંત કરવા લાગ્યો. રાણી નયનાવલી પાસે આવીને બેઠી. તેણે બાળરાજાને શાન્ત કરવાનો પ્રયત્ન કરવા માંડ્યો. આશ્વાસન આપવા માંડ્યું... પણ બધું વ્યર્થ. બાળરાજાને નયનાવલી પ્રત્યે કોઈ મમત્વ ન હતું. જેમના ઉપર મમત્વ હતું, વિશ્વાસ હતો, પ્રેમ હતો, એ પિતા અને દાદી-એક જ દિવસે મોતના શિકાર બની ગયાં હતાં. Acharya Shri Kailassagarsuri Gyanmandir મંત્રીમંડળ સાથે મહામંત્રી ઉપસ્થિત થઈ ગયા. દરેકની આંખોમાંથી આંસુ વરસી રહ્યાં. રાજમાતા યશોધરા પ્રત્યે સહુનાં હૃદયમાં આદર હતો, માન હતું, ગૌરવ હતું. મહામંત્રી બાળરાજા પાસે બેસી ગયા. બાળરાજા ચોધાર આંસુ સારી રહ્યા હતા. ધીરે ધીરે મહામંત્રીએ સાન્તવના આપવા માંડી. મૃતદેહથી એમને દૂર કરવા માંડ્યાં. મહામંત્રીએ અન્ય મંત્રીઓને કહ્યું : ‘હું મહારાજાની પાસે રહીશ. કદાચ રાત્રે એમની પાસે જ સૂઈ જઈશ. તમે રાજમાતાનો અત્યારે રાત્રિના બીજા પ્રહરમાં અગ્નિસંસ્કાર કરી દો.’ નયનાવલીને મહામંત્રીએ સમજાવી દીધી : ‘થોડા દિવસ મહારાજની સાથે હું રાજમહેલમાં રહીશ. એમની સાથે જ જમવાનું અને સૂવાનું રાખીશ. એમને મારે ખૂબ જ સાંત્વના આપવી પડશે.' નયનાવલી માની ગઈ, એટલું જ નહીં, જેટલા દિવસ મહામંત્રી રાજમહેલમાં રહ્યાં, એટલા દિવસ તે પેલા એના પ્રેમી કૂબડાથી પણ દૂર રહી. મહામંત્રીએ બાળરાજાને સાંત્વના તો આપી, સાથે સાથે સમગ્ર રાજ્યવ્યવસ્થા સમજાવી. રાજસભાનું સંચાલન-કાર્ય સમજાવ્યું. રાજાના વ્યવહારો સમજાવ્યા. કોણ શત્રુ છે ને કોણ મિત્ર છે, એની ઓળખાણ આપી. કોના પર વિશ્વાસ મૂકવો, કોના પર નહીં, એ સમજાવ્યું. એક મહિનો મહામંત્રી સતત બાળરાજા સાથે રહ્યા. જ્યારે બાળરાજા સંપૂર્ણ સ્વસ્થ થયા, ત્યારે પોતાની બે પ્રૌઢ, ચતુર અને પ્રિયભાષી પરિચારિકાઓ બાળરાજાની દેખભાળ માટે મૂકી, પોતે પોતાના ઘેર આવી ગયા. મારી માતાનું મૃત્યુ થયું. કરા તે ‘ધાન્યપૂરક’ નામના ગામમાં કૂતરા રૂપે જન્મી, એ કૂતરો દેખાવમાં સુંદર હતો. દોડવામાં પવનને પણ પાછો પાડી દે તેવો હતો. એ ગામના માણસોએ એ કૂતરો બાળરાજા ગુણધરને ભેટ આપ્યો. For Private And Personal Use Only ભાગ-૨ * ભવ ચોથો Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે દિવસે મને ભેટ આપવામાં આવ્યો હતો, એ જ દિવસે કૂતરો ભેટ આપવામાં આવ્યો. રાજસભામાં રાજાએ અમને બંનેને જોયા. અમે બંને રાજાને ગમી ગયા. રાજાએ મારી પ્રશંસા કરી, કૂતરાની પણ પ્રશંસા કરી. એક શ્રેષ્ઠ શિકારીને બોલાવી, તેને કૂતરો સોંપ્યો. શિકારીને કહ્યું : “તું જાણે છે કે મારાં બે કામ છે, પ્રજાનું પાલન કરવું અને યથેચ્છ શિકાર ખેલવો! આ કુતરાને તું એવી સરસ શિક્ષા આપજે કે મને શિકારમાં ઉપયોગી બને.” શિકારી કૂતરાને લઈને ચાલ્યો ગયો. ત્યાર પછી, રાજપક્ષીઓનું પાલન કરનારા નીલકંઠને બોલાવી કહ્યું : “નીલકંઠ, આ મોરને તારે પાળવાનો છે. એને રાણીવાસમાં રાખવાનો છે; પણ મુક્ત રાખવાનો છે. અવારનવાર રાજસભામાં એના નૃત્યનો કાર્યક્રમ પણ રાખવાનો છે.” નીલકંઠ મને ઉપાડીને લઈ ગયો. એણે થોડા દિવસ મને એની પાસે રાખ્યો. રાજમહેલની રહેણીકહેણી મને શીખવાડી. પછી રાણીવાસમાં મને મૂકી દીધો. જે વાસગૃહનો ઉપયોગ હું અને નયનાવલી કરતાં હતાં એ વાસગૃહનો ઉપયોગ રાજા ગુણધર અને રાણી નિરંજના કરતાં હતાં. નયનાવલી ચિત્રશાળામાં રહેતી હતી. વાસગૃહની બહાર એક ચોક હતો. ચોકની ઉપર કલાત્મક છાપરું હતું. ચારે દિશાઓમાં થોડી થોડી ઊંચી દિવાલો હતી. તે ચોકમાં વાસગૃહનું એક દ્વાર ખૂલતું હતું. એ ચોકથી ઉત્તર દિશા તરફ પચાસ પગલાં દૂર ચિત્રશાળા હતી. ચિત્રશાળાની એક મોટી બારી ચોક તરફ પડતી હતી. હું એ બારી સુધી જઈ શકું એવો રસ્તો હતો. લગભગ એ બારી ખુલ્લી રહેતી હતી, જ્યારે નયનાવલી ચિત્રશાળામાં હોય ત્યારે. એ ચોક મારું ઘર હતું. મારું રહેવાનું. ખાવાનું... રમવાનું અને નાચવાનું જ્યારે હું ટહુકતો... ને નૃત્ય કરતો ત્યારે રાણી નિરંજના વાસગૃહનો દરવાજો ખોલી દરવાજામાં ભદ્રાસન મૂકી, એના ઉપર બેસતી, એને હું ખૂબ ગમતો હતો. હું નાચતો નાચતો એની પાસે જતો... એ મારા માથે હાથ ફેરવતી... મને પ્રેમ કરતી. એવી જ રીતે રાજા ગુણધર પણ મને ખૂબ ચાહતો હતો. જ્યારે એ વાસગૃહમાં આવતો ત્યારે મારી ખબર લેતો... મારા માથે. શરીરે હાથ ફેરવી મને પંપાળતો... અને જો એને ઉતાવળ ના હોય તો મારું નૃત્ય પણ જોતો. મારા દિવસો સુખમાં જતા હતા, પરંતુ આ સંસારમાં કોઈનાય બધા દિવસો સુખમાં નથી જતા, તો પછી મારા દિવસો ક્યાંથી સુખમાં જાય? શ્રી સમરાદિત્ય મહાકથા g For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક દિવસ, વાસગૃહમાં નૃત્યાંગનાનું નૃત્ય ચાલી રહ્યું હતું. અનેક વાજિંત્ર વાગી રહ્યાં હતાં. મૃદંગનો ધ્વનિ મને ખૂબ ગમતો. મૃદંગના તાલે હું પણ નાચવા લાગ્યો... સંધ્યા થઈ ગઈ. રાજમહેલમાં દીપકો પ્રગટી ગયા હતા. ચિત્રશાળામાં પણ દીપકોની રોશની ઝળહળી રહી હતી. નૃત્યના અંતે મેં ચિત્રશાળા તરફ જોયું. બારી ખુલ્લી હતી. નયનાવલીને જોઈ... પરંતુ કઢંગી હાલતમાં... પેલા કૂબડાના બાહુપાશમાં જકડાયેલી.. કામાવેશમાં ઉશ્કેરાયેલી... સંભોગમાં લીન થયેલી... હું ઊભો રહી ગયો. સ્થિર નજરે જોતો રહ્યો... “મેં આ બન્નેને જોયેલાં છે... ક્યાંક જોયેલાં છે.. ઓળખું છું આ બેને..” મનમાં તીવ્ર ઊહાપોહ થવા લાગ્યો. પરિણામે મને એ જ સમયે પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવી. પૂર્વજન્મ યાદ આવી ગયો. સ્મૃતિના પડદા ઉપર મેં મારી સાથે નયનાવલીને જોઈ... કૂબડા સાથે સંભોગ કરતી નયનાવલીને જોઈ... અને મારી સામે ચિત્રશાળામાં... એ જ રીતે ક્રીડાલીન જોઈ... મને તીવ્ર ક્રોધ આવી ગયો. “આ દુષ્ટ સ્ત્રી... વ્યભિચારિણી. હવે કુબડાને ચિત્રશાળામાં બોલાવીને યથેચ્છ ભોગસુખ ભોગવે છે!” ક્રોધાગ્નિથી હું સળગી ઊઠ્યો... ઝડપથી દોડતો હું ચિત્રશાળા પાસે ગયો... ચિત્રશાળાના દ્વાર ઉપર ચાંચ ખોતરવા માંડ્યો. ચાંચ મારી-મારીને અવાજ કરવા માંડ્યો... નયનાવલીને ભય લાગ્યો. રંગમાં ભંગ પડ્યો. તેણે કૂબડાને કહ્યું : “ઊભો થઈ જા, કોઈ દરવાજો ખખડાવે છે... કોઈ આવ્યું લાગે છે. હું દરવાજો ખોલીને જોઉં છું.' | નયનાવલીએ દરવાજો ખોલ્યો... મને જોયો.. એને ચાંચો મારવા લાગ્યો. મારા પર અત્યંત ક્રોધે ભરાણી. પાસે પડેલી કબડાની લાકડીનો પ્રહાર મારા પર કરી દીધો... પાસે જ નીચે જવાનો દાદરો હતો... હું દાદરા પર ગબડ્યો... મેં મોટેથી અવાજ કરવા માંડ્યો. નિરંજનાની દાસીઓ દોડી આવી. મને દાદર પર ગબડતો જોઈ... “મોરને પકડો... મોરને પકડો...” ચીસો પાડવા લાગી. હું ગબડતો-ગબડતો નીચેના ખંડમાં બાહ્ય ભાગમાં પડ્યો. ખંડમાં રાજા ગુણધર જુગાર રમતો હતો. બહાર પેલો કૂતરો (મારી માતાનો જીવ) બેઠો હતો. મને લોહીલુહાણ પડેલો જોઈને કૂતરો દોડ્યો.. મને પકડી લીધો.. રાજાએ આ દશ્ય જોયું. “કૂતરો મને મારી નાખશે.” એ ભયથી રાજાએ એના હાથમાં રહેલા ધાતુના પાસાનો કૂતરા પર ઘા કર્યો. કૂતરાના માથે જોરથી ઘા થયો. તેણે મને છોડી દીધો... ને જમીન પર ઢળી પડ્યો. એના માથામાંથી લોહીની ધારા વહેવા લાગી... કૂતરો મરી ગયો, હું મરવાની તૈયારીમાં હતો. રાજાએ ત્યાં ઉપસ્થિત રાજપુરુષોને આજ્ઞા કરી : “જેવી રીતે પિતાજીનો અને દાદીમાનો અગ્નિસંસ્કાર કર્યો હતો એ જ રીતે ચંદનકાષ્ઠની ચિતામાં, કાલાગુરુ ધૂપ નાખીને, લવિંગ વગેરે પદાર્થો નાખીને ધૃતદહીં વગેરે દ્રવ્યો નાખીને, આ બે જીવોનો - કૂતરાનો અને મોરનો અગ્નિસંસ્કાર કરજો. એટલું જ નહીં, જેવી રીતે પિતાજી અને દાદીમાનાં મૃત્યુ પછી દાન-પુણ્ય ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્યા હતાં, એ જ રીતે આ બે જીવોનાં મૃત્યુ પછી એમની સદ્ગતિ થાય માટે દાનપુણ્ય કરજો.” રાજાની વાત હું સાંભળતો હતો, સમજતો હતોકારણ કે મને “જાતિસ્મરણજ્ઞાન' થઈ ગયું હતું ને! રાજા ક્યા જાણતો હતો કે તું જેમના અગ્નિસંસ્કારની વાત કરે છે, એ જ તારાં પિતા છે ને દાદીમા છે! અમારા બંનેનું ઘર વેદનામાં મૃત્યુ થયું. “સુવેલ' નામના પર્વતની પશ્ચિમ દિશામાં એક વન હતું. એ વનમાં બોરડી, બાવળ, કેરડો, ખેર આદિ કાંટાવાળા અસંખ્ય વૃક્ષો હતાં. ફળ-ફૂલ અને છાયાવાળું એક પણ વૃક્ષ ન હતું. ક્યાંક ક્યાંક વડ, ખજૂરી, ખીજડા વગેરેના વૃક્ષો હતાં પણ એ વૃક્ષોનાં પાંદડા સુકાઈ ગયેલાં હતાં. ખાડા-ટેકરાવાળા અને કાંટા-કાંકરાથી ભરેલી કેડીઓ હતી. એ વનમાં હું નોળિયા' રૂપે જન્મ્યો, નોળિયણના પેટમાં મેં નરકની વેદના કરતાં વધારે વેદના અનુભવી. જન્મ થયા પછી માતાના સ્તનનું દૂધ સુકાઈ ગયું અને જંગલમાં કંઈ ખાવાનું હતું નહીં. ભૂખની ભારે પીડા સહન કરતો રહ્યો. મારું શરીર સુકાતું ચાલ્યું. ત્યાં મને ખાવા માટે ગોખરુના કાંટા મળ્યાં. એ ખાઈને હું ભૂખ સંતોષતો રહ્યો. મારી માતા, કે જે કૂતરો હતી, તે મરીને એ જ વનમાં સર્પરૂપે જન્મી. સાપ એટલે સાપ! જેવો તેવો નાનકડો નહીં, ચાર ગજ લાંબો! કાળો ડિબાંગ! લાલચોળ આંખવાળો.. અને લપલપ કરતી લાંબી જીભવાળો! હું ફરતો ફરતો એ પ્રદેશમાં જઈ ચઢયો, કે જ્યાં એ રહેતો હતો. ત્યાં એક નાનું જળાશય પણ હતું. સાપને મેં જળાશયના કિનારે જોયો. તેણે એક મોટા દેડકાને પકડ્યો હતો, તેને ગળવાનો પ્રયત્ન કરતો હતો. મને ખૂબ ભૂખ લાગી હતી, અને સાપને જોઈને મારા મનમાં જાતિવેર પેદા થઈ ગયું હતું. મેં એ સાપને પૂછડાથી પકડ્યો.... પૂછડાને ચાવવા લાગ્યો... ત્યાં એ સાપે ભયંકર ફુત્કાર કર્યો. તેણે ફણા ઊંચી કરી... તેની આંખોમાંથી આગના તણખા ઝરવા લાગ્યા. તેણે મારા મુખ પર જોરથી ડંખ દીધો. છતાં મેં એને છોડ્યો નહીં... અમે બે ભયંકર ક્રોધથી લડવા લાગ્યા. મેં એને લોહીલુહાણ કરી નાંખ્યો. પણ એ મોટો હતો. એણે મને જકડી લીધો.. મને જમીન સાથે દાબીને.. મારું ભક્ષણ કરવા માંડયો... મારું સમગ્ર શરીર ખાઈ ગયો! મને ચીરી નાખ્યો.. નસો તોડી નાખી.. લોહી પી ગયો. મારું મૃત્યુ થઈ ગયું. હે ધનકુમાર, વિશાલાનગરીની પાસે એક નદી વહેતી હતી. નદી ઊંડી હતી, શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરંતુ પાણી સારું ન હતું; તેથી લોકો એ નદીને ‘દુષ્ટોદક’ કહેતા હતા. એ નદીમા હું મત્સ્યરૂપે જન્મ્યો. જલચર પ્રાણીનો મને ભવ મળ્યો. મારી માતા કે જે સર્પરૂપે હતી, જેણે મને ભક્ષ્ય બનાવ્યો હતો, તે પણ કાળક્રમે મૃત્યુ પામી. મરીને, એ જ નદીમાં એનો જન્મ થયો. ‘શિશુમાર' નામના જલચર પ્રાણીનો ભવ મળ્યો. અમે બંને એક જ નદીમાં જન્મ્યા! અમારાં કર્મોએ જ અમને ત્યાં ભેગા કર્યા હતાં. એ શિશુમાર પ્રાણી, મારા કરતાં મોટું અને મારા કરતાં વધારે બળવાન હતું. એક દિવસ એણે મને મારા પૂછડાના ભાગથી પકડ્યો. હું છૂટવાનો પ્રયત્ન કરતો હતો, ત્યાં જ બીજી ઘટના બની. રાજાના રાણીવાસની દાસીઓ એ નદીમાં સ્નાન કરવા માટે આવી. તેઓ એમની મસ્તીમાં હતી. એક દાસીએ સ્નાન કરતા નદીમાં ઝંપલાવ્યું. શિશુમાર જલચરે દાસીને જોઈ. મને છોડીને, એણે ડૂબકી મારી... જ્યાં દાસી સ્નાન કરતી હતી ત્યાં જઈને દાસીનો પગ પકડ્યો, હું ત્યાંથી દૂર ભાગી ગયો. દાસીએ બૂમાબૂમ કરી મૂકી : ‘મને જલચરે પકડી... બચાવો, બચાવો,’ ત્યાં બીજી દાસીઓએ પણ જોરજોરથી બૂમ પાડવા માંડી. આસપાસના લોકો ભેગા થઈ ગયા. તેમણે પેલી દાસીને પકડી રાખી. કારણ કે શિશુમાર જલચર તેને ખેંચીને લઈ જવાનો પ્રયત્ન કરતો હતો. માછીમારો આવ્યા. પાણીમાં પડ્યા દાસીને છોડાવી, શિશુમાર જલચરને પકડ્યો. કિનારે લઈ આવ્યા... ને ત્યાં એના ટુકડા કરી નાખ્યા. શિશુમાર મર્યો. કેટલાક દિવસો પછી માછીમા૨ોની એક જાળમાં હું ફસાઈ ગયો! મને કિનારે લઈ જવામાં આવ્યો. માછીમારોએ પરસ્પર વિચાર કર્યો : ‘આ મહામત્સ્ય છે. જીવતો છે. આપણે મહારાજા ગુણધરને ભેટ આપીએ! રાજા આપણને ખૂબ સોનામહોરો આપશે.' મને રાજા ગુણધર પાસે લઈ ગયા, રાજાને અર્પણ કર્યો. રાજાએ માછીમારોને સોનામહોરો આપી ખુશ કર્યા. રાજા મને, માણસો પાસે ઉપડાવી નયનાવલી પાર્સ લઈ ગયો! નયનાવલીને રાજાએ કહ્યું : ‘માતાજી, આ ‘રોહિત' જાતિનો મહામત્સ્ય છે. બહુ દુર્લભ મત્સ્ય છે. મારી ઇચ્છા એવી છે કે આ મત્સ્યનો પાછલો પુચ્છભાગ કાપી, તેને પકાવરાવી, દાદીમાના અને પિતાજીના પુણ્યાર્થે, બ્રાહ્મણોને ભોજન માટે આપો. ઉપરનો ભાગ તેલમાં તળાવીને પકાવીને, મસાલાઓ નાખીને, આપણે બંને ખાઈશું...' મેં ત્યાં નયનાવલીને જોઈ... આને મેં ક્યાંક જોઈ છે...' મારા ચિત્તમાં ઊહાપોહ ચાલુ થયો. એના તરફ મારું મન ખેંચાણું પણ ખરું... મને ત્યાં પૂર્વજન્મ (સુરેન્દ્રદત્ત - નયનાવલીનો) યાદ આવી ગયો. જાતિસ્મરણ જ્ઞાન થયું! મેં મારા પુત્રની વાત કચ્છ ભાગ-૨ * ભવ ચોથો For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાંભળી.. હું પૂજી ઊઠ્યો... “મારું માંસ મારી પત્ની અને મારો પુત્ર ખાશે!' મને કર્મોની વિચિત્રતા પર તિસ્કાર છૂટ્યો. જ્યાં સુધી હું મહેલમાં હતો રાજા યશોધરરૂપે, ત્યાં સુધી રાજમહેલમાં માંસાહાર નહોતો થતો. મારા મૃત્યુ પછી પુત્ર અને પુત્રની માતાએ માંસાહાર શરૂ કરી દીધો હતો. પુત્ર ગુણધર તો માંસાહાર કરતો હતો. શિકાર કરતો હતો અને જુગાર પણ રમતો હતો. નયનાવલીએ મોટી છરી મંગાવી. એણે જાતે જ મારો પાછળનો ભાગ કાપી બ્રાહ્મણોને મોકલી આપ્યો.. મારો પાછળનો ભાગ કપાઈ જવા છતાં, હું મર્યો નહીં! તે પછી નયનાવલીએ બાકી રહેલા શરીરના ટુકડા કર્યા. ચુલા પર ચઢાવ્યા. તેમાં તેલ નાખ્યું. તેલ ઊકળવા માંડ્યું. પછી નયનાવલીએ એમાં વિવિધ મસાલા નાખ્યા. મારું મૃત્યુ થયું. ૦ ૦ ૦ ધનકુમારે પૂછ્યું : ભગવંત, પેલો શિશુમાર જળચર મરીને ક્યાં જમ્યો, કે જે આપની માતાનો જીવ હતો? મુનીશ્વરે કહ્યું : વિશાલાનગરીના ચંડાળના વાડામાં તે બકરીરૂપે જન્મી હતી. હું એના પેટે બકરારૂપે આવ્યો. મારો જન્મ થયો. જ્યારે હું યુવાન બન્યો, મારામાં પ્રબળ મોહવાસા જાગી. ત્યાં બીજી કોઈ બકરી તો હતી નહીં. મારી મા હતી... હું મૈથુન-સેવન કરવા માટે એના પર ચઢી ગયો. આ દશ્ય અમારા ગોવાળે જોયું. ગોવાળને ભયંકર ક્રોધ આવ્યો. મને એણે ત્યાં જ મારી નાખ્યો. પરંતુ મરતા પહેલાં મેં બકરીમાં વીર્ય-બીજ મૂકી દીધું હતું. હું એમાં જ ગર્ભરૂપે ઉત્પન્ન થયો! મારા જ વીર્યમાં મારું ગર્ભાધાન થયું... કેવો મારો પાપોદય? હજુ મારો જન્મ નહોતો થયો. બકરી ધીરેધીરે જંગલમાં ચાલી રહી હતી... ત્યાં તેના પેટમાં એક તીર આવીને ખૂંપી ગયું. રાજા ગુણધરે તેનો શિકાર કર્યો હતો. બકરી જમીન પર પડી ગઈ.. રાજા દોડતો બકરી પાસે આવ્યો. તે ખૂબ રાજી થયો. “તીર બરાબર લાગ્યું!' એમ વિચારી, તેણે બકરીને ગર્ભવતી જોઈ. તેણે નોકર પાસે પેટ ચિરાવી, મને બહાર કાઢયો. મને ઘોડા પર નાખી તે નગરમાં લઈ ગયો. પશુપાલકને સોંપ્યો. હું મોટો થતો ગયો. એ અરસામાં રાજાએ કુળદેવીની મહાપૂજા કરાવી. “હું શિકારમાં હંમેશાં સફળતા મેળવું' -આ ભાવનાથી પૂજનની સાથે એણે પંદર પાડાઓનો વધ કરાવ્યો, માંસ રંધાવ્યું. બ્રાહ્મણોને ભોજન માટે બેસાડી દીધા. એ પ્રદેશમાં બ્રાહ્મણોની એવી માન્યતા હતી કે માંસ ભલે કાગડા, કૂતરાઓએ શ્રી સમરાદિત્ય મહાકથા ઉ૫ For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એઠું કરેલું હોય, પરંતુ જો બોકડો એને સુંધે તો માંસ પવિત્ર થઈ જાય. કારણ કે બોકડો પવિત્ર મુખવાળો હોય છે! આ માન્યતા મુજબ પાડાઓનું રાંધેલું માંસ મને સુંઘાડવામાં આવ્યું. પછી બ્રાહ્મણોએ માંસભક્ષણ કર્યું. તેઓ ખાઈ-પીને ઊભા થયા પછી રાજા ગુણધર રાણીઓના સમૂહ સાથે જમવા બેઠો. હું ત્યાં જ ઊભો હતો. મેં ગુણધરને જોયો. મને એ પરચિત લાગ્યો... મારા મનમાં ઊહાપોહ શરૂ થયો. “આને મેં જોયેલો છે, આ મને ગમે છે...” એમ વિચારતાં મને જાતિસ્મરણ” જ્ઞાન થઈ ગયુંપૂર્વજન્મોની પરંપરા જોઈ... હું ધ્રુજી ઊઠ્યો. મને કમકમી આવી ગઈ.. મારી આંખો ભીની થઈ ગઈ. પરંતુ કોઈની દૃષ્ટિ મારા ઉપર ન હતી. રાજાએ બ્રાહ્મણના પગમાં નમસ્કાર કરી કહ્યું : આટલું માંસ હું પિતાને ધરાવું છું.' એમ કહીને માંસનો એક ભાગ બ્રાહ્મણોને આપ્યો, “આટલું માંસ હું દાદીમાને ધરાવું છું.” એમ કહીને માંસનો બીજો ભાગ બ્રાહ્મણોને આપ્યો. ત્રીજો ભાગ એણે કુળદેવીને ચઢાવવા જુદો રાખ્યો. હું મારા ઘોર દુર્ભાગ્ય અને કઠોર કર્મો પર આંસુ સારી રહ્યો હતો. માનવભાષામાં બોલી શકતો ન હતો... ને મારી ભાષા રાજા સમજી શકે એમ ન હતો. મેં રાજાને જોયો... રાણીઓને જોઈ... પરંતુ નયનાવલીને ના જોઈ. મેં વિચાર્યું : “એ ક્યાં હશે? ને રાજા સાથે કેમ નથી આવી? ત્યાં બે દાસીઓનો વાર્તાલાપ મેં સાંભળ્યો. સુંદરિકા, આ પાડાઓ તો આજે જ માર્યા છે ને? તો પછી આટલી બધી દુર્ગંધ કેમ આવે છે?' “પ્રેમમંજૂષા, આ પાડાના માંસની ગંધ નથી, પરંતુ રાજમાતા નયનાવલીને અજીર્ણ થવા છતાં, તેણે લોલુપતાથી મત્સ્ય ભોજન કર્યું. તેથી તેણીને કોઢરોગ થયો છે. તેના શરીરમાં ઠેરઠેર કાણાં પડી ગયા છે, તેમાંથી રસી ઝરે છે. એ રસીની આ દુર્ગધ છે.” “અરે સુંદરિકા, માત્ર મસ્યાહારથી રાણીને કોઢરોગ નથી નીકળ્યો, પરંતુ મહારાજા સુરેન્દ્રદત્તને વિષપ્રયોગથી મારી નાખ્યા, એ ઘોર પાપ આ જ જન્મમાં ફૂટી નીકળ્યું છે. ખેર, જવા દે એ વાત, આપણે બીજી બાજુ જઇએ, નહીંતર વળી એ કોઢી રાણી બૂમ પાડીને બોલાવશે.” મેં વિચાર કર્યો : “ઓહો... રહસ્ય ખૂલી ગયું! મને ઝેર આપીને મારનારી નયનાવલી હતી! એનાં પાપનાં ફળ એ ભોગવી રહી છે... તો હું એને જોઉં તો ખરો...” હું (બોકડી) પાસેના પડદા પાસે ગયો. પડદાની પાછળ નયનાવલી બેઠેલી હતી. બાજુમાં બેઠેલી બે દાસીઓ એના પર બણબણતી માખીઓને ઉડાવી રહી હતી. ભાગ-૨ ફુ ભવ ચોથો For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થનાવલીના કાળા પડી ગયેલા શરીરમાંથી પરુ ઝમી રહ્યું હતું. અસંખ્ય માખીઓ ઉડી રહી હતી. તેની લાલ-લાલ આંખો બહાર નીકળી આવી હતી. તેની આંગળીઓ સડી ગઈ હતી. તેની છાતીનો ભાગ લબડી પડયો હતો... તેમાંથી પણ રસી ટપકતી હતી. તેના માથાના વાળ ખરી પડ્યા હતા... તેના પરવાળા જેવા હોઠ કાળા પડી ગયા હતા... તેનું મુખ વિરૂપ બની ગયું હતું. તેના પગ સડી ગયા હતા. મને ઝેર આપીને મારી નાખવાની મારી એ પ્રિયતમાની આ દુઃખભરી અવસ્થા જોઈને હું વિશ્વળ બની ગયો. મારા મનમાં એના પ્રત્યે અનુંકપા જન્મી... પરંતુ જ્યાં પેલો કૂબડો સ્મૃતિમાં આવ્યો કે.. રોપથી મારાં નસકોરાં ફૂલવા માંડ્યા. મારા જાતિસ્મરણ જ્ઞાને મને અત્યંત વ્યથિત કરી દીધો... ત્યાં રાજાએ રસોઈયાને કહ્યું, “મને પાડાનું માંસ ના ભાવ્યું, બીજું કંઈ પણ મને જલ્દી આપ, બીજું કોઈ તૈયાર ભોજન ત્યાં હતું નહીં. રસોઈયો ગભરાયો. વિલંબ કરાય એમ ન હતો.. રસોઈયાની દષ્ટિ મારા ઉપર પડી. મારો પુષ્ટ દેહ જોઈને, તરત જ એ મારાં બે શિંગડા પકડીને રસોડામાં લઈ ગયો. તીક્ષ્ણ છરાથી એણે મારી સાથળ કાપી નાખી. સાથળમાં મસાલા ભરી તરત જ રાંધી નાખી. રાજાને જઈને પીરસી દીધી. રાજાએ એમાંથી થોડું માંસ કાપીને “આ મારા પિતાના ભાગનું...' એમ કહીને બ્રાહ્મણોને આપ્યું. થોડું નયનાવલીને મોકલ્યું, અને શેષ પોતે ખાધું. રાજાએ પશુપાલકને કહ્યું : “આ બોકડાને લઈ જા. તારી પાસે રાખજે, અવસરે કામ લાગશે. એનું માંસ સ્વાદિષ્ટ છે.” મને ઉપાડીને પશુપાલક એક વાડામાં લઈ ગયો, ત્યાં એક ખૂણામાં મને પટકી દીધો. ૦ ૦ ૦ જે બકરીનો (મારી માતા) રાજાએ શિકાર કર્યો હતો, તે મરીને કલિંગ દેશમાં પાડો થઈ હતી. જ્યારે તે પાડો મોટો થયો ત્યારે તેના માલિકે એના પર ભાર ભર્યો અને એને લઈને તે વિશાલાનગરીમાં આવ્યો. એના પરથી બધો માલસામાન ઉતારી લઈ, એના માલિકે એને નદીમાં પાણી પીવા અને સ્નાન કરવા છૂટો મૂક્યો. એ જ સમયે રાજાનો પ્રિય અશ્વ, એના વછેરા સાથે સ્નાન કરવા નદીકિનારે લાવવામાં આવ્યો હતો. પેલા પાડાએ વછેરાને જોયો.. ને રઘવાયો થયો... તેણે શ્રી સમરાદિત્ય મહાકથા કર૭ For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વછેરાને મારી નાખ્યો. અશ્વપાલક ગભરાયો. તેણે જઈને રાજાને ફરિયાદ કરી. રાજા ગુસ્સે થઈ ગયો. એણે આજ્ઞા કરી : “એ પાડાને બાંધીને અહીં લઈ આવો.” સંનિકો ગયા. મહામુશ્કેલી એ પાડાને બાંધ્યો અને મારતાં મારતાં તેને રાજા પાસે લઈ ગયા. પાડાને જોતાં જ રાજાનો ગુસ્સો આસમાને પહોંચ્યો. “આ દુષ્ટ મારા પ્રિય બાલઅશ્વને હણી નાખ્યો છે.?' રાજાએ પોતાના રસોઇયાને બોલાવીને કહ્યું : “આ પાડાને જીવતો રાખી, એનું માંસ પકાવો.” રસોઇયાએ સૈનિકોની સહાય લીધી. રાજમહેલની પાછળના ભાગમાં, ચાર દિશામાં ચાર મજબૂત ખીલા ઠોક્યા. પછી પાડાને લોકસાંકળોથી બાંધ્યો. તે સાંકળોને ચાર ખીલાઓ સાથે એવી રીતે બાંધી કે પાડો જરાય આઘોપાછો ના થઈ શકે. તેના મોઢા પાસે મોટું પાણી ભરેલું કપાયું મૂક્યું. તેમાં હિંગ, લવણ વગેરે તીખા, કડવા વગેરે મસાલા ભર્યા. પછી પાડાની ચારે બાજુ ખાડા ખોદીને એમાં લાકડાં ભર્યા. અગ્નિ પેટાવ્યો. ચારે બાજુ પ્રચંડ જવાળાઓ નીકળવા માંડી. પાડો શેકાવા લાગ્યો.. તેને તીવ્ર તરસ લાગી. ગળું શોષાવા માંડ્યું. ચીસો પાડી પાડીને તેણે નગરને ત્રાસ પમાડી દીધી. પેલું પાણી પીતો ગયો ને બળતરા ઊઠતી ગઈ. તેના એક પડખામાંથી માંસનો લોચો નીકળી પડ્યો... ત્યાર પછી રસોઈયાએ, પાડાના શરીરનું જે માંસ પાકી ગયું હતું, તે કાપી કાપીને, ધીમાં વઘારીને.. તેના પર લવણ ભભરાવીને, રાજાને ખાવા માટે મોકલવા માંડ્યું. રાજાને પાડાનું માંસ ઓછું ભાવતું હતું, એટલે તેણે રસોઈયાને કહ્યું : “મને બીજા કોઈ પશુનું માંસ પકાવીને, તેની વાનગી બનાવી આપ.' રસોઇયાને હું યાદ આવ્યો. તરત જ વાડામાંથી મને પકડી મગાવ્યો. હું સ્તબ્ધ થઈ ગયો મારી નશો શિથિલ થઈ ગઈ... હાડકાંના સાંધા તૂટી ગયા. મારા પ્રાણ કંઠે આવી ગયા. ત્યાં તીણ છરાથી રસોઈયાએ મારું બીજું પડખું છેદી નાંખ્યું... એ જ ક્ષણે હું મૃત્યુ પામ્યો. ૦ ૦ ૦ ધનકુમાર, યશોધર મુનિશ્વરનું ચરિત્ર સાંભળતાં સાંભળતાં ક્ષુબ્ધ બની ગયો. તેને કમકમી આવી ગઈ... તેનું હૃદય અકથ્ય મૂંઝવણ અનુભવવા લાગ્યું. તેણે પૂછ્યું : ભગવંત, એક લોટના બનાવેલા કૂકડાના વધનું અને લોટને માંસ કલ્પીને કરેલા ભક્ષણનું આવું ભયંકર પરિણામ? ભવોભવ આવી કાળી વેદનાઓ અને ભીષણ ત્રાસ?” હા કુમાર! સર્વ દુર્ભાવોમાં હિંસાનો દુર્ભાવ સૌથી વધારે દુ:ખદાયી હોય છે. ઉર૮ ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એટલે, કોઈ પણ નાના-મોટા જીવની હિંસાનો વિચાર પણ મનમાં ના આવી જાય, એની સાવધાની રાખવી જોઇએ.’ ‘ભગવંત, આ સંસારમાં... આ ગૃહવાસમાં હિંસાના વિચારોથી પણ બચવું અશક્ય જેવું લાગે છે.’ ‘કુમાર, એટલે જ તીર્થંકરો એ સંપૂર્ણ નિષ્પાપ જીવન-સાધુજીવન બતાવ્યું છે. આ સાધુજીવનમાં હિંસાના વિચારોથી પણ મુક્ત રહી શકાય છે.’ ‘ભગવંત, માટે જ આપે આ સાધુજીવન સ્વીકાર્યું છે ને! ગુરુદેવ, બોકડાના ભવનો અંત આવી ગયા પછી આપનો જન્મ ક્યાં થયો?' ધનકુમારે વાર્તાનું અનુસંધાન કરતાં કહ્યું. ‘હે દેવાનુપ્રિય, હું અને મારી માતા, અમે બંને મરીને, વિશાલાનગરીમાં ચંડાળોના મહોલ્લામાં એક કૂકડીના પેટમાં ઉત્પન્ન થયાં. અમે હજુ માના પેટમાં જ હતાં, તે વખતે મા-કૂકડી ઉકરડામાં ગયેલી, ત્યાં એક બિલાડાએ એને મારી નાખી... મારીને ત્યાં જ કૂકડીને ખાવા લાગ્યો. ભાગ્યયોગે બે ઇંડા ફૂંકીના ચિરાયેલા પેટમાંથી એક બાજુ સરકી ગયેલાં, કે જે ઇંડાંઓમાં હું અને મારી માતા હતાં. પેલો બિલાડો ચાલ્યો ગર્યો. એટલામાં એક ચંડાળણી સૂપડામાં કચરો ભરી, ઉકરડામાં નાખવા આવી. એણે અમારા પર (ઇંડા ઉ૫૨) કચરો નાખ્યો. સારું થયું, એ કચરાની નીચે ગરમાવો મળવાથી ઇંડા ફૂટી ગયાં અને અમે બે જીવતા બહાર આવ્યા. એ વખતે ઉકરડાની પાસે જ એક ચંડાળ-બાળક રમતો હતો. તેણે અમને-નાનાં નાનાં બચ્ચાંઓને જોયાં. તેને ગમી ગયાં. એમને તે પોતાના ઘેર લઈ ગયો. અમને બંને કૂકડાઓને પાળવા લાગ્યો. અમે મોટા થવા લાગ્યા. ચંદ્રની ચાંદની જેવાં ઉજ્જવલ પીછાં આવવા લાગ્યાં. ચણોઠી જેવી લાલ-લાલ કલગી માથે નીકળી આવી. ગરુડની ચાંચ જેવી ચાંચ અમને નીકળી. અમે મુક્ત રીતે ચંડાળવાસમાં ફરતા હતા, રમતા હતા. પેલો ચંડાળપુત્ર ‘અનહુલ’ અમને સંભાળતો હતો. એક દિવસ અમે ચંડાળવાસની બહાર ઊભા હતા, ત્યાંથી નગરનો કોટવાળ પસાર થતો હતો, તેણે અમને બંનેને જોયા. અમે એને ગમી ગયા. એણે વિચાર્યું : આ કૂકડા કેવા સુંદર છે! જો હું મહારાજાને આપું તો મહારાજા પ્રસન્ન થઈ જશે.' તેણે ત્યાં ઊભેલી એક ચંડાલસ્ત્રીને પૂછ્યું : ‘આ બે કૂકડા કોના છે?' સ્ત્રીએ કહ્યું : ‘ચંડાળપુત્ર અનહુલના.' કોટવાળે અનહુલને બે સોનામહોરો આપી અમને ખરીદી લીધા. રાજાને ભેટ શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only ઉદ Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપ્યા. રાજાએ કોટવાલને કહ્યું : “કોટવાલ, હું જ્યાં જ્યાં જાઉં, ત્યાં આ બે કૂકડાને તારે સાથે લઈ આવવા.” કોટવાલે કહ્યું : “આપની આજ્ઞાનું પાલન કરીશ.' જ્યાં જ્યાં રાજા જાય છે, ત્યાં ત્યાં કોટવાલ અમને બંનેને લઈ જાય છે. રાજાની આગળ અમે નાચતા... લડતા.. ગાતા... તેથી રાજા-રાણીનું મનોરંજન થતું. કોટવાલ અમને સારી રીતે સંભાળતો હતો. અમારા દિવસો સુખમાં પસાર થતાં હતાં. એક દિવસ અમને બંનેને લઈ કોટવાલ “કુસુમાકર' નામના ઉદ્યાનમાં ગયો. કારણ કે રાજા-રાણી એ ઉદ્યાનમાં ગયાં હતાં. પરંતુ રાજા-રાણી ઉદ્યાનમાં માધવીલતા-મંડપમાં બેઠાં હતાં, વાતોમાં લીન હતાં, તેથી કોટવાલ અમને બંનેને લઈને અશોક-વૃક્ષોની ઘટામાં લઈ ચાલ્યો. પ્રભાતનો સમય હતો. સૂર્યનાં કિરણો વૃક્ષનાં પર્ણોમાંથી ચળાઈને જમીન પર પડતાં હતાં, નાચતાં હતાં. અમે આગળ ને આગળ ચાલ્યા જતાં હતાં. ત્યાં કોટવાલે... વિશુદ્ધ ભૂમિભાગ ઉપર, અનેક મુનિશ્વરોથી પરિવરેલા એક તેજસ્વી યુવાન મુનીશ્વરને જોયા. કોટવાલે શિષ્ટાચારથી એ મુનિશ્વરને વંદના કરી, વિનયથી મુનીશ્વરની પાસે બેઠો. અમને બંનેને પણ એણે પાસે જ રાખ્યા. મુનીશ્વરે “ધર્મલાભ નો આશીર્વાદ આપ્યો. કોટવાલ મુનીશ્વરના તપપૂત પ્રશાન્ત તેજસ્વી દેહને જોઈ રહ્યો. મુનીશ્વરની કરુણાભીની મોટી-મોટી આંખો એને ગમી ગઈ. મુનિરાજની મધુર વાણી સાંભળી. તેના હૃદયમાં સાચો ભક્તિભાવ જાગ્રત થયો. તેણે મુનીશ્વરને એક પ્રશ્ન પૂછ્યું : મહાત્મનું, આપના ધર્મનું સ્વરૂપ શું છે?” મહાનુભાવ, “ધર્મ' કોઇ આપણો નથી કે પરાયો નથી! ધર્મ એક જ છે. મૂઢ માણસો ધર્મના ભેદ કરતા હોય છે. સર્વ જીવો માટે હિતકારી ધર્મનું સ્વરૂપ તને બતાવું છું. જે મન, વચન અને કાયાથી કોઈ જીવની હિંસા ન કરવી, કોઈ જીવને દુઃખ ના આપવું, પીડા ન કરવી. જૂઠું વચન ના બોલવું. પરિશુદ્ધ વચન બોલવું. * કોઇએ આપ્યા વિનાનું એક તણખલું પણ ગ્રહણ ના કરવું. * મન-વચન-કાયાથી મૈથુનક્રિયાનો ત્યાગ કરવો. સ્થાવર જંગમ સંપત્તિમાં મમત્વ ના રાખવું, ત્યાગ કરવો. ઉ30 ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાત્રિના સમયે ભોજન ના કરવું. બસ, આ છ વાતોનું પાલન કરે એટલે ધર્મ કર્યો કહેવાય!' કોટવાલ બોલ્યો : “મહાત્મન્, આ ધર્મ તો ઘણો ઊંચો છે. સાધુધર્મ છે, એનું પાલન કરવાની મારી શક્તિ નથી. મને આપ કૃપા કરીને ગૃહસ્થ ધર્મ બતાવો.' મુનીશ્વરે કોટવાલને પાંચ અણુવ્રત સમજાવ્યાં. કોટવાલે કહ્યું : “ભગવંત, આ અણુવ્રતો તો હું પાળી શકીશ, પરંતુ એક વ્રત નહીં પાળી શકું! અહિંસાધર્મનું પાલન મારા માટે મુશ્કેલ છે. કારણ કે અમારી કુળપરંપરા વૈદિકધર્મની છે. વેદોમાં પશુવધ કરવાનું કહેલું છે. એટલે મારે પશુવધ તો કરવો પડશે...” મુનીશ્વરે કહ્યું : “મહાનુભાવ, જો તું પશવધનો ત્યાગ નહીં કરે તો, આ તારી પાસે જે બે કૂકડા છે, આ બે જીવો જે સંસારમાં ઘોર દુઃખો ભોગવી રહ્યા છે, તે રીતે તું પણ અનેક જન્મો સુધી ભયંકર દુઃખો ભોગવતો રહીશ.' કોટવાલે પૂછ્યું : “ભગવંત, આ બે કૂકડાના જીર્વાએ જીવહિંસા, જીવવધ કરેલો હતો? એ કરવાથી એમને કેવાં કેવાં દુઃખો ભોગવવાં પડ્યાં?' મુનીશ્વરે કહ્યું : “આ બે કૂકડા, જ્યારે માતા-પુત્ર હતાં, પુત્ર રાજા હતો, માતા રાજમાતા હતી... ત્યારે લોટનો કૂકડો બનાવીને માતાએ પુત્ર પાસે અતિ આગ્રહ કરીને વધ કરાવેલો.. પછી એ લોટના કૂકડાના લોટમાં માંસની કલ્પના કરાવી, પુત્રને તે ખવડાવેલું. એનાં કેવાં માઠાં ફળ તેઓ ભોગવી રહ્યાં છે, તે બતાવું છું - તેઓ બંને મરીને - ૧. મોર અને કૂતરાનો ભવ પામ્યા. ૨. નોળિયો અને સાપનો ભવ પામ્યા. ૩. રોહિત મત્સ્ય અને શિશુમાર જલચરનો ભવ પામ્યા. ૪. બોકડા અને બકરીનો ભવ પામ્યા. ૫. બોકડા અને પાડાનો ભવ પામ્યા, અને છઠ્ઠો , આ બે કૂકડાનો ભવ પામ્યા છે.” એક-એક ભવમાં કેવા-કેવાં ઘોર દુઃખ, ત્રાસ અને વેદનાઓ ભોગવી. તેનું આબેહૂબ વન મુનીશ્વરે કર્યું. કારણ કે તેઓ “શ્રુતકેવળી’ મુનીર હતા, સર્વજ્ઞ જેવા જ્ઞાની ગુરુદેવ હતા. સાંભળીને કોટવાલ થીજી ગયો. તેનું હૃદય ભયથી કંપવા માંડયું. “મારે આવાં શ્રી સમરાદિત્ય મહાકથા ૬૩૧ For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દુઃખોની પરંપરા આપનાર જીવવધ નથી કરવો,' મનોમન નિર્ણય કરી, તેણે ગુરુદેવને કહ્યું : ‘ભગવંત, મારે જીવવધ કરીને, ભીષણ ભવસંસારનાં ઘોર દુઃખ નથી ભોગવવાં. ભગવંત, મને પાંચ અણુવ્રતોનો ધર્મ આપો. હું દૃઢતાપૂર્વક એનું પાલન કરીશ...' ગુરુદેવે કોટવાલને સર્વપ્રથમ, સંસારસાગરમાં નાવસમાન શ્રી નવકારમંત્ર એને આપ્યો. ત્યાર પછી વિધિપૂર્વક પાંચ અણુવ્રતો આપ્યાં. જ્યારે મુનિરાજ, કોટવાલને અમારા ભવભ્રમણનું સ્વરૂપ સંભળાવતા હતા, એ જ વખતે અમને બંનેને (મને અને મારી માતાના જીવને) ‘જાતિસ્મરણ જ્ઞાન’ પ્રગટ થઈ ગયું. અમે અમારી દારુણ ભવપરંપરા જોઈ... તીવ્ર વૈરાગ્ય થયો... અમે પણ પાંચ અણુવ્રત ગ્રહણ કર્યાં, અમે આનંદિત થયા. * જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થવાથી, *દૃઢ વૈરાગ્ય જાગ્રત થવાથી, * અણુવ્રતોનો સ્વીકાર કરવાથી અને * તીર્થંકર પરમાત્માનો ધર્મબોધ પામવાથી અમને ખુબ જ હર્ષ થયો, અમારી અશુભ કર્મોની પરંપરાના કારણભૂત કર્મોનો ક્ષય થવાથી અમે બંને કૂકડા નાચી ઊઠ્યા... અને કૂજન કરવા લાગ્યા... નાચવા લાગ્યા. ઉદ્યાનના માધવીલતા-મંડપમાં બેઠેલા રાજાએ અમારો સ્વર સાંભળ્યો. રાજાએ રાણીને કહ્યું : 'દેવી, હું શબ્દવેધી તીર ચલાવી શકું છું! જો હમણાં કૂકડાનો શબ્દ સંભળાય છે ને? અહીં બેઠાં બેઠાં હું કૂકડાને વીંધી શકું છું.' રાજાએ ધનુષ્ય પર તીર ચઢાવ્યું... આંખો બંધ કરી... અમારા શબ્દનું નિશાન લઈ તીર છોડ્યું... તીર સીધું માતા-કૂકડાના પેટમાં પેસી ગયું, તે મૃત્યુ પામ્યો. બીજું તીર આવ્યું, મને વાગ્યું, હું પણ ત્યાં જ મૃત્યુ પામ્યો! મુનિરાજ જોઈ રહ્યા... કોટવાલ જોઇ રહ્યો......! ભારે પીડા એના હૃદયમાં ઉત્પન્ન થઈ. તેણે વિચાર્યું : ‘મહારાજાને જાણ નહીં હોય કે તેઓએ એમના જ પ્રિય કૂકડાઓનો શિકાર કરી નાખ્યો છે. અત્યારે તેઓ આનંદિત થયા હશે, પરંતુ જ્યારે નજરે આ મરેલા કૂકડાઓને જોશે, ત્યારે તેમના દુ:ખનો પાર નહીં રહે, ખરેખર, આ કૂકડાઓનો શિકાર કરીને, જીવવધ કરીને મહારાજાએ કેવું ઘોર પાપકર્મ બાંધ્યું હશે? એના દુઃખદાયી ફળ કેટલા જન્મો ભોગવવાં પડશે?' શિકાર કરવા પૂર્વે, એ જ માધવીલતા-મંડપમાં રાજા-રાણીએ સંભોગસુખ માણ્યું હતું. રાણીના ગર્ભાશયમાં વીર્ય-બીજ પડી ગયું હતું. અમે બંને કૂકડાઓ મરીને એ 932 ભાગ-૨ ભવ ચોથો For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીર્ય-બીજમાં ગર્ભરૂપે ઉત્પન્ન થઈ ગયા! રાજા કે રાણી કેવી રીતે જાણે કે જે બે જીવોનો તમે શિકાર કર્યો... તે જ બે જીવો તમારા પુત્ર બન્યા છે! ધનકુમારે પૂછ્યું: “હે ભગવંત, વો એક પ્રશ્ન પૂછી લઉં..? આપને મનુષ્યયોનિમાં જન્મ મળવાનું મુખ્ય કારણ કર્યું હતું?” કુમાર, ફકડાના ભવમાં... અમને જાતિસ્મરણ જ્ઞાન થયું. અમે વ્રત ધારણ કર્યા... નવકારમંત્ર મળ્યો... તીર્થંકર પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા થઈ. તેથી મૃત્યુ સમયે અમે ધર્મધ્યાનમાં રહ્યા. અમને આર્તધ્યાન ન રહ્યું.' ભગવંત, મૃત્યુ સમયે રાગ-દ્વેષ-મોહ આદિ રહે તો જીવ દુર્ગતિમાં જાય?' હા કુમાર, જો અતિ તીવ્ર રાગ-દ્વેષ-મોહ આદિ રહે તો જીવ નરકમાં જાય, સામાન્ય કોટિના રાગ-દ્વેષ-મોહ આદિ રહે તો જીવ તિર્યંચ ગતિમાં જાય.... પરંતુ જીવના જેવાં ભારે-હળવાં કર્મો હોય છે, તે મુજબ એના ભાવો રહે છે.” કુમાર, રાણીના પેટમાં અમે ગર્ભરૂપે હતા ત્યારે રાણીને અમારા પ્રભાવથી અભયદાન આપવાની ઇચ્છા જાગી. રાજાએ રાણીની ઇચછા પૂર્ણ કરવા, ઘણા જીવોને અભયદાન આપ્યું. હું પુત્રરૂપે જન્મ્યો. મારું નામ “અભયરૂચિ પાડવામાં આવ્યું. માતા પુત્રીરૂપે જન્મી. તેનું નામ “અભયમતિ' પાડવામાં આવ્યું. કરી - શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૯૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir વળી પાછાં અમે રાજમહેલનાં નિવાસી બન્યાં. * જે પુત્ર હતો, તે પિતા બન્યો. * જે મારી માતા હતી, તે બહેન બની હતી. * જન્મ બદલાય છે, તેની સાથે સંબંધો બદલાય છે. * જન્મ બદલાય છે, એની સાથે ભાવ બદલાય છે! * અમારો શિકાર કરી અમને વીંધી નાખનાર રાજા, અમને ખોળામાં લઈ, આલિંગન આપે છે, વહાલ વરસાવે છે! અમને વિવિધ કળાઓ શીખવે છે, અમને ભરપૂર સુખ-સાધનો આપે છે. અમે જ્યારે યૌવનમાં આવ્યા, રાજાએ વિચાર્યું : ‘રાજકુમારી અભયમતિનો હવે વિવાહ કરું અને કુમાર અભયરુચિને યુવરાજપદે સ્થાપિત કરું!' એમણે અમારી માતાને પણ પોતાનો અભિપ્રાય જણાવ્યો. અમારા પિતા-મહારાજાને શિકાર ખૂબ પ્રિય હતો. કારણ કે એમને એમના જીવનમાં ક્યારયે કોઈ મહાત્મા પુરુષનો પરિચય થયો ન હતો, સંપર્ક થયો ન હતો, મહાત્માઓ વિના કોણ આવા પાપમાંથી મુક્ત કરી શકે? એક દિવસ મહારાજા શિકારે નીકળ્યા. નગરીની બહાર ઉદ્યાનમાં ગયા. ઉદ્યાનમાંથી એમનો અશ્વ ચાલ્યો જતો હતો, ત્યાં સામે જ તિલકવૃક્ષની નીચે ધ્યાનસ્થ રહેલા એક મહામુનિને જોયા. મહારાજાની ભૃકૂટી ખેંચાણી... મસ્તકે મંડિત મુનિને રાજાએ અપશુકનરૂપ માન્યા! ‘મને અપશુકન થયા!' એમ માનીને એ ગુસ્સે ભરાયા. ‘આજે હું સારો શિકાર નહીં કરી શકું...' રાજાએ મહામુનિ ઉપર શિકારી કૂતરાઓ છોડી મૂક્યા, નાના વાધ જેવા કૂતરાઓ ભસતા ભસતા મુનિરાજ પાસે પહોંચ્યા. પરંતુ મુનિરાજના અવગ્રહમાં પ્રવેશ કરતાં જ શિકારી કૂતરા પાળેલા કૂતરા બની ગયા. મુનિરાજના તપ-તેજની ઝળહળતી કાંતિ આગળ કૂતરા શાન્ત થઈ પૂછડી પટપટાવવા લાગ્યા. એટલું જ નહીં, એ શિકારી કૂતરાઓ મુનિરાજને પ્રદક્ષિણા આપવા લાગ્યા. ભૂમિ પર મસ્તક ઢાળીને મુનીશ્વરનાં ચરણોમાં નમસ્કાર કરવા લાગ્યા. રાજા સ્તબ્ધ બનીને ઊભો ઊભો આ દ્રશ્ય જુએ છે! જીવનમાં આવો અનુભવ પહેલ-વહેલો જ હતો. જંગલમાં વરુ અને ચિત્તાઓને ફાડી નાખનાર રાક્ષસી કૂતરાઓ જેમના સાન્નિધ્ય માત્રથી ઉપશાન્ત બની મુનીશ્વરનાં ચરણોમાં નમી પડે... એ નાનુંસૂનું આશ્ચર્ય ન હતું. 938 ભાગ-૨ ભવ ચોથો For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ ક્રોધ ઉપર ક્ષમાનો વિજય હતો. એ વેર ઉપર ઉપશમનો વિજય હતો. મુનીશ્વર તો ધ્યાનસ્થ હતા. ન તેમણે પોતાની દૃષ્ટિ ઊંચી કરી હતી, ના એક શબ્દનું ઉચ્ચારણ કર્યું હતું. જે મુનીશ્વરને રાજાએ અપશુકનરૂપ માન્યા હતા, તે મુનીશ્વર અચિંત્ય પ્રભાવશાળી જોયા. રાજાનું મસ્તક શરમથી ઝૂકી પડ્યું. તેને વિચાર આવ્યો : “ખરેખર, આ કૂતરાઓમાં મનુષ્યનું હૃદય છે, જ્યારે મારામાં કૂતરાનું હૃદય છે... અરરર... હું કેવો અધમ... કે આવા મહામુનિને મારી નાખવા.. તેમના ઉપર શિકારી કૂતરા છોડી દીધા..?' રાજાના હૃદયમાં પશ્ચાત્તાપ થવા લાગ્યો. તે હજુ અશ્વારૂઢ હતો, ત્યાં નગરમાંથી શ્રેષ્ઠીપુત્ર અહંદૂદત્ત ત્યાં જઈ પહોંચ્યો. અહંદત્ત, રાજા ગુણધરનો બાલ્યકાળનો મિત્ર હતો. રાજા વૈદિક પરંપરાના હિંસાપ્રધાન ધર્મને માનતો હતો, અહંદુદત્ત જૈનપરંપરાના અહિંસાપ્રધાન ધર્મને માનતો હતો. અદત્ત ત્યાં મુનિવરોને વંદન કરવા ગયો હતો. એણે ત્યાં રાજાને અશ્વ પર જોયો. શિકારી કૂતરાઓને મુનીશ્વરની સામે શાન્ત મુદ્રામાં બેઠેલા જોયા! તેને ઘણું આશ્ચર્ય થયું. અલબત્ત, તે જાણતો હતો કે રાજા ગુણધર ધર્મવિમુખ છે. શિકાર, જુગાર વગેરે વ્યસનોમાં આસક્ત છે. તેણે જરુર મુનીશ્વરને કષ્ટ આપવાનો પ્રયત્ન કર્યો હશે. અહદત્તે રાજાને પ્રણામ કરીને પૂછ્યું : 'હે દેવ આ બધું શું છે?” રાજાએ કહ્યું : “શ્વાનસરખા પુરુષને જે ઉચિત હોય તે...” શ્રેષ્ઠીપુત્રે કહ્યું : “આપ તો પુરુષસિંહ છો.. મહારાજ, ઘોડા ઉપરથી નીચે ઊતરો અને આ સુદત્ત મુનીશ્વરને નમસ્કાર કરો.' રાજા ઘોડા પરથી નીચે ઊતર્યો. મુનીશ્વરને નમસ્કાર કરીને તે શ્રેષ્ઠીપુત્ર પાસે ઊભો. “હે રાજન, આ મુનીશ્વરનો તમને પરિચય આપું. કલિંગના મહારાજા અમરદત્તનું પુણ્ય નામ આપે સાંભળ્યું હશે. તેમના પછી, તેમના સુપુત્ર સુદત્તકુમાર રાજસિંહાસને બેઠા, ત્યારે તેઓએ યૌવનકાળમાં નવો નવો પ્રવેશ કર્યો હતો. એક દિવસ કોટવાળે એક ચોરને પકડી, તેમની પાસે ઉપસ્થિત કર્યો. કોટવાળે નિવેદન કર્યું : “મહારાજા, આ ચોર છે, હત્યારો છે. તેણે ગત રાત્રિમાં ચોરી કરવા એક ઘરમાં પ્રવેશ કર્યો. ઘરના વડીલની હત્યા કરી નાખી અને ઘરમાંથી સંપત્તિનું પોટલું લઈને જેવો તે બહાર નીકળ્યો, અમે એને પકડી લીધો. હવે આપને જે શિક્ષા કરવી યોગ્ય લાગે તે કરો.” મહારાજા સુદત્ત, એ વખતે દંડનીતિના જ્ઞાતા રાજપુરુષોને બોલાવીને, ચોરનો અપરાધ જણાવીને, એને કેવી શિક્ષા કરવી જોઈએ, તે પૂછુયું. રાજપુરુષોએ પરસ્પર પરામર્શ કરી, મુખ્ય ન્યાદેડકે કહ્યું : હે દેવ, આ પુરુષે એક માનવહત્યા કરી છે અને પરદ્રવ્યની ચોરી કરી છે. બે મોટા અપરાધ કર્યા છે. એટલે આ દુષ્ટને નગરના ચોકમાં ઊભા કરી, પ્રજાને, આણે કરેલો અપરાધ જણાવવો જોઇએ. પછી તેની આંખો બહાર ખેંચી કાઢવી જોઇએ. શ્રી સમરાદિત્ય મહાકથા 03 For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેના નાક-કાન કાપી નાખવા જોઇએ. હાથ-પગ કાપી નાખવા જોઇએ. અને એ રીતે એને રિબાવી-રિબાવીને મારી નાખવો જોઇએ. પછી ત્યાં જાહેર કરવું જોઇએ કે જે કોઇ મનુષ્ય, માનવહત્યા કરશે અને પરદ્રવ્યની ચોરી કરશે, તેના આવા હાલ થશે. માટે કોઈએ હિંસા અને ચોરી ના કરવાં.” મહારાજા, અમારાં શાસ્ત્રોમાં આવું દંડવિધાન છે, માટે હવે આપને જેમ યોગ્ય લાગે તેમ કરવું જોઇએ.' મહારાજા સુદત્ત ગંભીર વિચારમાં ડૂબી ગયા : “અહો, રાજા બનીને આવાં કામ કરવાનાં? ચોરે માનવહત્યા કરી... એની સજારૂપે મારે માનવહત્યા કરવાની? કરાવવાની? આવા પાપ કરવાનાં? ના, ના, હું આમાં અનુમતિ ના આપી શકું. મારું મન ના પાડે છે... અને જો રાજા તરીકે મારે આવું બધું કરવું અનિવાર્ય હોય, તો મારે રાજસિંહાસન જોઈતું નથી, રાજવૈભવો મારે જોઈતા નથી.” મહારાજ સુદત્તે, પોતાના ભાણેજ આનંદને કલિંગનું રાજ્ય સોંપી દીધુ. અને તેઓએ સાધુધર્મ અંગીકાર કરી લીધો. આ એ જ સુદર મુનીશ્વર છે. તેમના આત્મામાં અહિંસાનો ભાવ પ્રતિષ્ઠિત થઈ ગયો છે. દયા અને કરુણાનું ઉત્કૃષ્ટ પરિણામ આત્મસાતુ થઈ ગયું છે. એટલે, જે કોઈ જીવાત્મા, મનુષ્ય યા પશુ-પક્ષી એમના અવગ્રહમાં પ્રવેશ કરે છે, તેનો વેરભાવ... વેષભાવ દૂર થઇ જાય છે.” સુદત્ત મુનીશ્વરનો પરિચય પામી, રાજા મુનીશ્વર પાસે ગયો. તેણે ભાવપૂર્વક મુનિરાજને વંદના કરી, અહંદુદત્તે પણ વંદના કરી. મુનીશ્વરે ધ્યાન પૂર્ણ કરી, બંનેને “ધર્મલાભનો આશીર્વાદ આપ્યો, અને વિશુદ્ધ ભૂમિ પર બેસવા સંકેત કર્યો. રાજા શરમથી માથું નીચું કરીને બેઠો.. તેના હૃદયમાં પશ્ચાત્તાપની આગ સળગી હતી. તે વિચારવા લાગ્યો : “હું તો આ ઋષિનો ઘાત કરનાર છું, આનું પ્રાયશ્ચિત્ત મસ્તક છેદ સિવાય બીજું હોઇ ના શકે. મેં કેવું ઘોર પાપ કર્યું? મેં મારા આત્માને ઘોર કલંક લગાડ્યું છે.... હવે એક ક્ષણ પણ વધુ જીવવા હું સમર્થ નથી... આ મુનીશ્વરની સામે બેસવા પણ હું લાયક નથી... હમણાં જ... અહીં જ તલવારથી મસ્તક...” રાજાની આંખો આંસુથી ઊભરાણી. એ ઊભો થવા જાય છે, ત્યાં મુનીશ્વરે કહ્યું : રાજન, આવા વિચાર ના કરો. તમે જે રીતે પ્રાયશ્ચિત્ત કરવાનું વિચાર્યું, તેવું પ્રાયશ્ચિત્ત આ વિષયમાં હોતું નથી... જ્ઞાની પુરુષો આત્મઘાત કરવાની ના પાડે છે. કારણ કે જેવી રીતે બીજા આત્માઓને પીડા પહોંચાડવાની નથી, તેવી રીતે પોતાના આત્માને પણ પીડા આપવાની નથી. બંનેની પીડા વર્જવાની. જે અકાર્ય કરવાથી તું તારી જાતને દૂષિત માને છે, અપરાધી માને છે, એ દોષને, એ અપરાધને દૂર કરવાનો માર્ગ આત્મઘાત નથી. એ માટે તો તારે જિનવચનના અનુસારે અનુષ્ઠાન કરવું જોઇએ. એ અનુષ્ઠાન-જલથી, તારો દોષ ધોવાશે. ઉ3 ભાગ-૨ ભવ ચોથો For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તેં કરેલો મસ્તક-છેદ કરવાનો વિચાર ભવ-પરંપરા વધારનાર છે. એટલે એ વિચારને અમલમાં મુકાય જ નહીં. માટે એ વિચાર ત્યજી દે.' રાજા આશ્ચર્યથી બોલી ઊઠ્યો : ‘પરંતુ ભગવંત, મારા મનના વિચારો આપે કેવી રીતે જાણી લીધા?’ Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘રાજન, ‘મન:પર્યવ' નામના જ્ઞાનથી મેં તારા મનના વિચારો જાણ્યા છે. એ જાણીને તને કહું છું કે તું આત્મઘાત કરવાનો વિચાર છોડી દે.’ ‘તો શું ભગવંત? મેં કરેલા ઘોર પાપનો ભાર હું વહન કરી શકું એમ નથી...' ‘મહાનુભાવ, ત્રિલોકબંધુ તીર્થંકર પરમાત્માના શાસનનો સ્વીકાર કર... ' રાજાની આંખો આંસુથી છલકાઇ ગઇ. તે મુનીશ્વરનાં ચરણોમાં પડીને બોલ્યો : ‘ભગવંત, આપ અંતર્યામી છો... મારાં પાપનો નાશ કરનારું પ્રાયશ્ચિત મને કહો... કે જે તીર્થંકર પરમાત્માએ કહેલું હોય...’ ‘રાજન, એ પ્રાયશ્ચિત તને પછી આપું છું, એ પહેલાં તારી એક ધારણાનું સમાધાન કરવું આવશ્યક છે, તે કરું છું. તેં વિચાર્યું હતું કે ‘આ સાધુ અપશુકન કરનારા છે... માટે તેને મારું!' તેં એક સાધુને-મને અપશુકનરૂપ શા માટે માન્યો? કારણ કે તું જાણે છે આ સાધુ સ્નાન નથી કરતા, માથે વાળ નથી રાખતા, વૈદિક પરંપરાથી જુદો સાધુવેષ ધારણ કરે છે... અને ભિક્ષા માગીને પેટ ભરે છે... બરાબરને? રાજાએ કહ્યું : ‘પ્રભો, આપે મારા મનની એક-એક વાત જાણી છે, તે યથાર્થ છે.’ મન:પર્યવજ્ઞાની મુનીશ્વરે કહ્યું : ‘રાજન, પહેલી વાત તને સમજાવું છું કે સાધુ સ્નાન કેમ નથી કરતા. અલબત્ત, સ્નાન કરવાથી અલ્પ સમય માટે શરીર ચોખ્ખું રહે છે, પરંતુ તેનાથી - * દેહાભિમાન છે, દેહરાગ દૃઢ થાય છે. * સાધુનો સ્વચ્છ દેહ જોઇને સ્ત્રીઓ આકર્ષિત થાય છે. * ઇન્દ્રિયો ઉત્તેજિત થાય છે, અને * પાણીમાં રહેલા જીવો નાશ પામે છે. રાજન જેમ અંગારાને દૂધથી ધોવામાં આવે છતાં એ શ્વેત થતો નથી, તેમ અશ્િચમય દેહ પાણીથી પવિત્ર થતો નથી... માટે સાધુપુરુષો માટે સ્નાનનું કોઇ મહત્ત્વ નથી. તે સાધુપુરુષો સદૈવ પવિત્ર હોય છે કે જેઓ - * પોતનાં મહાવ્રતોને અખંડ પાળે છે. * પોતાના નિયમોનું દૃઢતાથી પાલન કરે છે. * પોતાની ઇન્દ્રિયોને સંયમમાં રાખે છે. * ઇન્દ્રિયોનું દમન કરતા રહે છે. શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only 939 Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ કોધાદિ કષાયો પર વિજય પામ્યા છે, અને જે જ્ઞાન-ધ્યાનમાં તલ્લીન રહે છે. રાજન, તારા મનનું સમાધાન થયું હશે, કે સાધુઓ કેમ સ્નાન નથી કરતા...' રાજાએ કહ્યું : “આપે બરાબર સમજાવ્યું. મારા મનનું આ વિષયમાં સમાધાન થયું.' ‘મહાનુભાવ, હવે બીજી વાતનું સમાધાન કરું છું. સાધુઓ શા માટે કેશલુંચન કરાવે છે, શા માટે મસ્તક પર કેશસમૂહ નથી રાખતા? કારણ કે સાધુઓના માથે જો કેશ હોય તો તેમાં જૂ પડવાની સંભાવના રહે છે. સાધુઓને સ્નાન કરવાનું ના હોવાથી વાળ પસીનાવાળા અને ધૂળવાળા થાય. તેમાં જૂ પડે, તેની પછી વિરાધના થાય. બીજુ કારણ કે શરીરશોભાનું. માથાના વાળ, શરીરની મોટી શોભા હોય છે. સાધુએ શરીરશોભા કરવાની નથી. તેણે દેહાસક્તિ તોડવાની હોય છે એટલે તેઓ માથે મુંડિત હોય છે. તીર્થકર ભગવંતોએ આવા મુંડિત મસ્તકવાળા સાધુઓને મંગળરૂપ કહ્યા છે, કલ્યાણકારી કહ્યા છે. રાજન, તમારા મનનું સમાધાન થયું હશે?' હા ભગવંત, દેહાધ્યાસને ત્યજી દેનારા સાધુઓને મસ્તકે વાળ રાખવાનું કોઈ પ્રયોજન નથી.” “મહાનુભાવ, હવે ત્રીજી વાતનું સમાધાન કરું છું. અમે શા માટે શ્રેત વસ્ત્રો પહેરીએ છીએ! તેં આજ દિન સુધી ગેરુઆ રંગના વસ્ત્ર પહેરનારા યોગી-સંન્યાસી જોયા છે. આવો શ્વેત સાધુવેષ તેં સર્વપ્રથમ જોયો! તદ્દન સાચી વાત કહી ભગવંત... મેં પહેલી જ વીર તીર્થંકર શાસનના સાધુ જોયા છે આજે..” “એટલે તને અપશુકન લાગ્યા! પરંતુ આ સાધુવેષ ઉચિત છે. કારણ કે શ્વેત વસ્ત્ર સુલભ હોય છે. તેને રંગાવાનો આરંભ કરવો પડતો નથી! બીજું કારણ છે ભાવાત્માક, પરમાત્માનું ધ્યાન શ્વેત રંગમાં કરવાનું હોય છે. શ્વેત વસ્ત્ર પરથી મન પર શ્વેત રંગનો સંસ્કાર પડે છે. તે સંસ્કાર ધ્યાનમાં ઉપયોગી બને છે. શ્વેત સાધુવેષના કારણે રંગજન્ય રાગ-દ્વેષ થતાં નથી. શ્વેત રંગ, ચિત્તને શાન્ત, ઉપશાન્ત રાખે છે! રાજન, શ્વેત સાધુવેષના વિષયમાં તારા મનનું સમાધાન થયું હશે.' થયું સમાધાન, ભગવંત, કદાચ શ્વેત વસ્ત્રો ના પણ હોય, સાધુ નગ્ન રહે.. તો પણ એને શું?” જો સાધુ શારીરિક કષ્ટો સમભાવે સહન કરવાની શક્તિ ધરાવતો હોય, ‘લજ્જા ઉ3૮ ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરીષહ' પર વિજય મેળવેલો હોય તો એ જંગલોમાં નગ્ન અવસ્થામાં રહી શકે છે. હવે તારી છેલ્લી વાતનું સમાધાન કરી દઉં. સાધુઓ ભિક્ષાવૃત્તિથી કેમ જીવે છે? કારણ કે તેઓ પૃથ્વી, પાણી, અગ્નિ વગેરેના આરંભ-સમારંભના ત્યાગી હોય છે. ભોજન બનાવવા આરંભ-સમારંભ કરવો જ પડે. માટે ભીક્ષાવૃત્તિથી સાધુઓ જીવે છે. જો જાતે ભોજન બનાવવાનું હોય તો સાધુઓએ ધાન્ય વગેરેનો સંગ્રહ કરવો પડે! સાધુઓથી સંગ્રહ કરાય નહીં. જો સંગ્રહ કરે તો એના પર મમત્વ થાય. પરપુગલ ઉપર મમત્વ બંધાય તો સાધુતા વ્યર્થ જાય. સાધુએ મમત્વરહિત થવાનું હોય છે. ભિક્ષાવૃત્તિ હોવાથી સાધુઓ જ્ઞાન-ધ્યાનમાં લીન રહી શકે છે. ભોજનવિષયક રાગ-દ્વેષથી મુક્ત રહી શકે છે. આવા ભિક્ષાવૃત્તિથી જીવનારા સાધુઓનાં ચરણે દેવો પણ ગમે છે. તેવા સાધુઓ અપશુકનરૂપ કેવી રીતે ગણાય?' રાજાએ કહ્યું : “ન જ ગણાય ભગવંત! આપે મારા મનની એકએક ગ્રંથિ છેદી નાખી! મને સાચી સમજણનો પ્રકાશ આપ્યો. ઘોર અજ્ઞાનતાના અંધકારમાંથી બહાર કાઢયો. પ્રભો! આપના અનુત્તર જ્ઞાનપ્રકાશને મારાં લાખ-લાખ વંદન છે. ભગવંત હવે મારી એક વિનંતી છે... મારા બહુ મોટા અપરાધની મને ક્ષમા આપો.. આપના જેવા વીતરાગ સશ.. સર્વજ્ઞસંદશ મહામુનીશ્વર ઉપર મેં શિકારી કૂતરા છોડી દીધા... આપનું મોત ઇરછ્યું.. ઘોર પાપ કર્યું છે મેં...' રાજા ગુણધર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. મુનીશ્વરે એના મસ્તકે હાથ મૂકીને કહ્યું : “હે દેવાનુપ્રિય, ઊભો થા. જરાય મૂંઝાઇશ નહીં. શરમ દૂર કર. મુનિઓ ક્ષમાશીલ જ હોય છે. મેં સર્વ જીવોને ક્ષમા આપેલી છે, તને વિશેષરૂપે ક્ષમા આપું છું...” ભગવંત, શું હું પાપી... ક્ષમાને પાત્ર છું? નથી ક્ષમાને પાત્ર... પ્રભો, આપ મને ધિક્કારો.. આપ મારો તિરસ્કાર કરો... મારા પર પાદપ્રહાર કરો.. મારા દેવ, તો જ મને શક્તિ મળશે... એટલું જ નહીં.. આખા નગરમાં જાહેર કરો કે તમારો આ રાજા મહાપાપી છે. એણે ઋષિહત્યાનું પાપ કર્યું છે. કહો પ્રજાજનોને... તેઓ મને પથ્થર મારે.... મારા પર ઘૂંકે...” બસ બસ... રાજન, આકંદ ના કરો.શોક ના કરો... પાપનું સાચું પ્રાયશ્ચિત તમને કરાવીશ.... તમારા આત્માને નિર્મળ બનાવીશ.. મુનીશ્વર રાજાના માથે હાથ પસવારતા રહ્યા.” શ્રી સમરાદિત્ય મહાકથા ઉ3c For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [C૨ ) ‘શજળ, અમારે તો ગમે તેવા અપરાધી પર ક્ષમા જ કરવાની છે. કોઈ પણ કારણ વિના, કોઈ અજ્ઞાની જીવ અમને આક્રોશ કરે, અમારું અપમાન કરે ત્યારે અમે વિચારીએ કે – છે આ ભલો માણસ છે. એ માત્ર મારું અપમાન કરે છે, મને મારતો નથી!” કોઈ અજ્ઞાની મનુષ્ય અમને મારતો હોય, તાડન કરતો હોય ત્યારે અમે ચિંતન કરીએ કે - ખરેખર, આ માણસ સારો છે, આટલો ક્રોધે ભરાણો છે છતાં માત્ર મને માર મારે છે, મારી નાખતો નથી! પ્રાણ નથી લેતો!' કદાચ કોઈ અજ્ઞાની મનુષ્ય મારી નાખતો હોય, પ્રાણ લઈ લેતો હોય ત્યારે અમે આ પ્રમાણે ભાવના ભાવીએ કે – “આ માણસ સાર છે, જે આટલો બધો ક્રોધી હોવા છતાં મને મારા સંયમધર્મથી ભ્રષ્ટ નથી કરતો. આ તો મારા પોતાનાં પૂર્વજન્મનાં કર્મ ઉદયમાં આવ્યાં છે, આ માણસ તો માત્ર નિમિત્ત બને છે મારા મૃત્યુમાં!” આવી-આવી સુંદર ભાવનાઓ ભાવીને અમે અમારા હૃદયમાં ક્ષમા-કલ્પવેલીને નવપલ્લવિત રાખીએ છીએ.” રાજા ગુણધરનું ચિત્ત પ્રસન્ન થયું. તેને વિચાર આવ્યો : આ મુનીશ્વર બધું જ જાણે છે, તો એમને હું પૂછું : “મારા પિતાજી અને મારી દાદીમાં અત્યારે કઈ ગતિમાં હશે તેઓ જાતા જ હશે..” રાજાના મનમાં પિતા પ્રત્યે અને દાદી પ્રત્યે અગાધ પ્રેમ હતો ને તેણે સુદત્ત મુનીશ્વરને પૂછ્યું. મુનીશ્વરે તેને મારા સુરેન્દ્રદત્ત રાજાના ભવમાં અને માતા યશોધરાના ભવમાં, કરેલી લોટના કૂકડાની હત્યા અને લોટને માંસ માનીને કરેલું ભક્ષણ - ત્યાંથી શરૂ કરીને વર્તમાનમાં અમે બે, રાજાના પુત્ર-પુત્રી છીએ, ત્યાં સુધીની અમારી ઘોર યાતનામય ભવપરંપરા કહી સંભળાવી. સાંભળીને રાજાનું હૈયું ફફડી ઊઠડ્યું. તે બોલી ઊઠ્યો : “ભગવંત, આ સંસાર કેવો જુગુપ્સનીય છે! જીવો ઉપર મોહનું કેવું આધિપત્ય છે? કેવો દંભ... કેવું કપટ... કેવી માયા... અને સ્નેહી-સ્વજનને પણ હણી નાખવાની g૪૦ ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેવી નિર્દયતા.... ક્રૂરતા..? ભગવંત, જો લોટના બનાવેલા કૃત્રિમ કુકડાના, દેવીપૂજાના નિમિત્તે કરેલા વધનું આવું દારુણ દુઃખદાયી પરિણામ આવે છે... તો પછી હે મહાત્મનું, મેં તો કોઈ પ્રયોજન વિના, કૃત્રિમ નહીં પણ ચેતનવંતા હજારો જીવોનો સંહાર કર્યો છે... મારું શું થશે? મારે કેટલા જન્મો આ ભીષણ સંસારમાં ભટકવું પડશે? કેવાં કેવાં નારકીય દુઃખો સહવાં પડશે? અવશ્ય, મારે તો અહીંથી સીધા નરકમાં જ જવું પડશે. એ સિવાય બીજી કોઈ મારી ગતિ નથી.” દિીનતા, વિવશતા અને ભયભીતતાનું એક ઉદાસીભર્યું વાદળ આવી ગયું રાજાના હૃદય ઉપર. તેણે મોટો નિશ્વાસ નાખ્યો. બે હાથની હથેળીઓમાં પોતાનું મસ્તક દાબીને ધુણાવવા માંડ્યો. મુનીશ્વરે શાંત-શીતલ વાણીમાં કહ્યું : “મહાનુભાવ, કરેલાં પાપનો - મન-વચનકાયાથી કરેલાં પાપોનો નાશ કરી, આત્માને દુર્ગતિમાં જતો બચાવવાનો માર્ગ છે... હજુ બધું બગડી ગયું નથી. બધું બગડી જાય, એ પૂર્વે તને જાગ્રત થવાનો અવસર મળી ગયો છે. બગડેલી બાજી સુધારી આપીશ રાજન, તું સ્વસ્થ બન.” ભગવંત, ખરેખર આપ કરુણાના સાગર છો! મારા જેવા નીચ.... અધમ... અપરાધી ઉપર પણ આપનું કેવું અપૂર્વ વાત્સલ્ય છે? આપનાં દર્શન પામી હું ધન્ય થયો.. આપ જ મને દુર્ગતિનાં ઊંડા કૂવામાં પડતો બચાવનારા છો. આપ જ મારી જીવનનૈયાને કિનારે પહોંચાડનારા છો.. કૃપા કરીને, પાપોથી મુક્ત બનવાનો માર્ગ બતાવો. આપ જે કહેશો તે કરવા માટે હું તત્પર છું. મન-વચન-કાયાથી હું આપને સમર્પિત છું.” મુનીશ્વરે કહ્યું : રાજન, મન-વચન-કાયાથી તું તારી શ્રદ્ધા જિનધર્મમાં સ્થાપિત કર. જિનવચનોને આત્મસાત્ કર. તેં કરેલાં પાપોને સંભાળીને એ પાપોનો ઘોર પશ્ચાત્તાપ કર, કે જે તું અત્યારે કરી જ રહ્યો છે. રત્ન જેવા ચિત્ત ઉપર લાગેલા પાપવિચારોના મેલને જિનવચનનાં પાણીથી વારંવાર ધોઈને સ્વચ્છ કર, શુદ્ધ કર. તે પછી, સર્વ પાપોના ત્યાગરૂપ ચારિત્રધર્મનો સ્વીકાર કર. ગૃહવાસ ત્યજી, અણગાર બન, શ્રમણ બન, સાધુ બન. છે. સંસારના સર્વ જીવોને મિત્ર માન. “સર્વ જીવો મારા મિત્ર છે, કોઈનાય પ્રત્યે મારા મનમાં શત્રુતા નથી.' શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તારા કરતાં વધારે ગુણવાળા મનુષ્યો પ્રત્યે પ્રમોદ ભાવના ભાવ. તેમના ગુણોની અનુમોદના કર. દીન-દુઃખી જીવો પ્રત્યે કરુણા ભાવના ભાવવી. “સર્વે દુઃખી જીવોનાં દુઃખો દૂર થઈ જાઓ. સર્વે જીવો સુખી થાઓ.' છે અવિનીત અને પાપી જીવો પ્રત્યે ઉપેક્ષાભાવ રાખવો. તેમનામાં ના રાગ રાખવો ના દ્વેષ કરવો. છે રાજન, તારા હૃદયમાં ચારિત્રધર્મનો સ્વીકાર કરવાની ભાવના જાગ્રત થયા. પછી તારો પ્રમાદ દૂર થઈ જશે. તારા હૃદયમાં વૈરાગ્યનું ઝરણું વહેવા લાગશે. અને તું ચારિત્રધર્મનો સ્વીકાર કરી, નિરતિચાર ચારિત્રનું પાલન કરીશ, તેથી તારાં પૂર્વોપાર્જિત પાપકર્મો નાશ પામી જશે. નવાં પાપકર્મ બંધાશે નહીં! પરિણામે તારો આત્મા સર્વ કર્મોનો ક્ષય કરી પરમ સુખમય મુક્તિને તે પ્રાપ્ત કરી શકીશ.” રાજાએ પૂછ્યું : “ભગવંત, મારા પિતાજીએ અને દાદીમાએ માત્ર એક-બે પાપોનું આવું દીર્ધકાલીન અને અત્યંત દુઃખમય ફળ ભોગવ્યું, ત્યારે મેં તો એક-બે નહીં, સોબસો નહીં, હજારો પાપ કર્યો છે... એથી અનંત-અનંત પાપકર્મ બાંધ્યાં છે. શું નરક વગેરે દુર્ગતિઓમાં તેનાં ફળ ભોગવ્યા વિના, મને મુક્તિ મળી શકશે? કેવી રીતે મળશે પ્રભો? અને હું માનું પણ છું કે મારે નરકમાં ઘોર દુઃખો સહવાં જોઈએ... કારણ કે મેં બીજા જીવોને એવાં દુઃખ આપ્યાં છે..” મુનીશ્વરે કહ્યું : “મહાનુભાવ, ચારિત્રધર્મથી ભાવિત આત્મા માટે કંઈ જ અશક્ય નથી. પાપોનો પ્રતિકાર કરવાથી, પાપોનો નાશ કરી શકાય છે. ગમે તેવું ઝેર ચડ્યું હોય મનુષ્યને પરંતુ તેનો પ્રતિકાર કરવામાં આવે તો ઝેર ઉતારી શકાય છે. ભલેને કાલકુટ ઝેર હોય કે તાલપુટ ઝેર હોય. તેવી રીતે, અનાદિકાળથી જીવે અનંત પાપકર્મો બાંધ્યાં હોય, પરંતુ જો એ ચારિત્રધર્મથી, એ પાપોનો પ્રતિકાર કરે, તો એનાં અનંત પાપો નાશ પામી જાય છે... તો પછી એક ભવમાં કરેલાં પાપોનો નાશ કરવો, કઈ મોટી વાત છે?' રાજાએ પૂછયું : “ભગવંત, ચારિત્રધર્મમાં આટલી બધી શક્તિ છે? ઘોરાતિઘોર પાપોનો પણ એ નાશ કરી શકે છે? પ્રભો, એવા મહાન ચારિત્રધર્મનાં પરિણામ કેવાં હોય? અધ્યવસાયો... વિચારો કેવા હોય તે કૃપા કરીને બતાવો.” મુનીશ્વરે કહ્યું : “રાજન, સમ્યજ્ઞાનના પ્રકાશમાં – દોષોને, હિંસાદિ પાપોને જાણવાં. જ એ દોષોને - પાપોને ટાળવાની ઇચ્છા જાગ્રત કરવી. ઉ૪૨ ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પછી, એ દોષોને ટાળવાનો પુરુષાર્થ કરવો. જો મનુષ્ય હિંસાદિ પાપોને જાણે નહીં, એ પાપોને ટાળવાની ઇચ્છા જાગે નહીં, અને પુરુષાર્થ કરવા તત્પર ના બને, તો એ ચારિત્રધર્મ ના સ્વીકારી શકે. અને પાપો દૂર થાય નહીં.' રાજાને સ્પષ્ટ માર્ગદર્શન મળ્યું. મનમાં કોઈ જ ગૂંચવાડો ના રહ્યો. તેનું ઉદ્વિગ્ન ચિત્ત પ્રસન્ન થયું. તેણે વિચાર્યું : કેવા જ્ઞાની છે આ મુનીશ્વર! જ્ઞાનનો રત્નદીપક છે એમની પાસે. જેમ રત્નદીપક ક્યારેય બુઝાતો નથી, તેમ આ મુનીશ્વરનો જ્ઞાનદીપક ક્યારેય બુઝાય એવું નથી. જે કોઈ જીવ એમનાં ચરણોમાં સમર્પિત બને, તે અવશ્ય જ્ઞાનનો પ્રકાશ પામે. જ્ઞાનના પ્રકાશમાં એ જીવ પોતાનું આત્મઘર જોઈ શકે. તેમાં બાઝેલાં અસંખ્ય પાપોનાં જાળાં જોઈ શકે! તેને દૂર કરવાની એને ઇચ્છા જાગે જ, પછી એ દોષોને, એ પાપોને દૂર કરવાની વાત સ્વાધીન બને. ખરેખર, આવા જ્ઞાની-ધ્યાન-નિઃસ્વાર્થ અને મહાસંયમી મુનીશ્વરનો સમાગમ થવો દુર્લભ જ હોય છે... એવો દુર્લભ સમાગમ મને થઈ ગયો! હું ધન્ય બની ગયો. અપકારી ઉપર ઉપકાર કરનારા આવા મહાપુરુષ દુનિયામાં મળવા દુર્લભ હોય છે. મેં તેઓના ઉપર ઓછો અપકાર કર્યો છે? છતાં તેઓએ મારા પર કેવો મહાન ઉપકાર કર્યો? જીવનપર્યત તેઓનો ઉપકાર ભૂલી શકાય એમ નથી. મને તેઓશ્રી “ચારિત્રધર્મ' આપવા તૈયાર છે... મારા જેવા શિકારીને અને જુગારીને! શું ચારિત્રધર્મ માટે હું યોગ્ય છું ખરો? તેઓએ મારી કઈ યોગ્યતા જોઈ હશે? તેઓ મન:પર્યવજ્ઞાની મહાપુરુષ છે. મારી આંતરીક સ્થિતિને તેઓ સુપેરે જાણી શકે છે. અને ખરેખર, તેઓ મને ચારિત્રધર્મ માટે યોગ્ય માનતા હોય, અને મને ચારિત્રધર્મ આપે તો હું સાચા હૃદયથી ચારિત્રધર્મનું પાલન કરીશ... મારે મારાં સર્વ પાપોનો નાશ કરવો જ છે.' રાજા પ્રશ્ન પૂછે એ પૂર્વે જ મુનીશ્વરે તેને કહ્યું : “તારી યોગ્યતાનો વિચાર તું ન કરી શકે! હું કરી શકું. ચારિત્રધર્મ સ્વીકારવા તું યોગ્ય છે જ, તારા હૃદયમાં “મારે મારાં સર્વ પાપોનો નાશ કરવો જ છે....” આ ઉત્કટ ભાવના રમે છે, એ જ તારી યોગ્યતા સિદ્ધ કરે છે... રાજન, ચારિત્રધર્મની યોગ્યતા, ભૂતકાળની અપેક્ષાએ નથી વિચારાતી, મનુષ્ય ગઈ કાલે કેવો હતો, ગત ઘટિકા સુધી કેવો હતો, એ નથી વિચારાતું, પરંતુ એ પોતાનું ભવિષ્ય કેવું જીવવા ઇચ્છે છે, એના આધારે એની યોગ્યતા નક્કી થાય છે. રાજન, ચારિત્રધર્મ સ્વીકારીને તું તારા પાપોનો નાશ શ્રી સમરાદિત્ય મહાકથા ઉ૪3 For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરવાનો પ્રચંડ પુરુષાર્થ કરવા ઇચ્છે છે, એ જ તારી યોગ્યતા છે.' રાજા હર્ષિત થયો, આશ્વસ્ત થયો, રાજાએ ઉદ્યાનમાં જ મહામંત્રીને, મંત્રીમંડળ સાથે બોલાવ્યા. રાજાએ તેમને કહ્યું : મહામંત્રી અને અન્ય મંત્રીઓ, હું ગૃહવાસથી વિરક્ત થયો છું. મારે મારા આત્માને પાપોથી મુક્ત કરવો છે, અને તે માટે આ અંતર્યામી મુનીશ્વર પાસે હું ચારિત્રધર્મ અંગીકાર કરીશ. માટે તમે અભયરુચિકુમારનો રાજ્યાભિષેક કરજો..... રાજ્યાભિષેક એના સારા મૂહુર્ત કરજો. હું તો આજે જ ચારિત્રધર્મ અંગીકાર કરીશ. હવે હું મહેલમાં આવવાનો નથી.' મંત્રીઓને કલ્પના જ ન હતી કે રાજા ગુણધર દીક્ષા લેશે! શિકાર અને જુગારમાં આસક્ત રાજા સાધુ બને.. એ વાત તેઓ માની શકતા ન હતા, પરંતુ મહારાજાએ બહુ જ સ્પષ્ટ શબ્દોમાં પોતાનો અભિપ્રાય જણાવી દીધો હતો. રાજપુરુષો દ્વારા રાજમહેલમાં આ વાત પહોંચી. પહેલાં મેં જ આ વાત સાંભળી... કારણ કે રાજપુરુષોએ સર્વ પ્રથમ મને જ કહ્યું કે : “મહારાજાએ આપનો રાજ્યાભિષેક કરવાની મંત્રીમંડળને આજ્ઞા કરી છે! મહારાજા સ્વયં ચારિત્રધર્મ અંગીકાર કરવા તત્પર બન્યા છે!” મેં આ વાત મારી બહેન અભયમતિને કહી. તેને આશ્ચર્ય થયું. અમે બંને પગે ચાલીને, મહારાજાની પાસે પહોંચ્યાં. વાત અંતઃપુરમાં રાણીઓને જાણવા મળી... ગીત અને સંગીત બંધ થઈ ગયું. રાણીઓ સ્નેહથી કાતર બની ગઈ. ભયથી વિહ્વળ બની ગઈ અને આઘાતથી હતપ્રભ થઈ ગઈ. કરુણ રુદન કરવા લાગી... અને રાજમહેલમાંથી નીકળી પગપાળા ઉઘાન તરફ ચાલી. મહારાજા ગુણધર, શિકાર કરવા નીકળ્યા હતા, એટલે માથે મુગટ ન હતો. હાથ પર બાજુબંધ ન હતા. ગળામાં રત્નાહાર ન હતો... સાવ સામાન્ય વસ્ત્રોમાં તેઓ મુનીશ્વરની પાસે બેઠા હતા. શિકાર માટેનાં શસ્ત્રો તેમણે અશ્વ પર મૂકી દીધાં હતાં. રાણીઓએ ત્યાં આવીને મહારાજાને પ્રણામ કરી, તેઓનો જયજયકાર કર્યો. મહારાજાએ વિરક્ત ભાવે રાણીઓ સામે જોયું અને ઇષતું સ્નેહ પ્રદર્શિત કરતા વદનને નમાવ્યું. મુખ્ય રાણી નિરંજનાએ કહ્યું : “સ્વામીનાથ! આપ ઊંડી ચિંતામાં ડૂબી ગયેલા દેખાઓ છો... જાણે કે સિંહ પાંજરામાં પુરાઈ ગયો હોય... તેવી આપની અવસ્થા દેખાય છે.” ૪૪ ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બધી રાણીઓ યોગ્ય સ્થાને બેસી ગઈ. હું અને મારી બહેન પણ ઉચિત જગ્યાએ બેસી ગયાં. મહારાજાએ ત્યાં મુનીશ્વર પાસેથી સાંભળેલી અમારી પૂર્વજન્મની કરુણ કથની, કહી સંભળાવી! અમે ભાઈ-બહેન આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયાં. અમારું હૃદય ફફડી ઊડ્યું. અંતઃપુરની સર્વ રાણીઓ પણ સ્તબ્ધ બની ગઈ. તેઓ નયનાવલીના વિચારમાં ડૂબી... ત્યાં અમને ભાઈ-બહેનને “જાતિસ્મરણ જ્ઞાન' પ્રગટ થયું. અમે અમારા પૂર્વભવોને જોયા! જે પ્રમાણે મુનીશ્વરે અમારા ભવોનું વર્ણન કર્યું હતું, તે જ પ્રમાણે ભવોને જોયા... અમને મૂર્છા આવી ગઈ.. અને ધરતી પર ઢળી પડ્યાં... અમને ઢળી પડેલાં જોઈ અમારી માતા અને અન્ય રાણીઓ કકળી ઊઠી : “અરે... આ વળી શું બની ગયું?' અમારી માતા પણ મૂચ્છિત થઈ ગઈ. રાણીઓએ હૈયાફાટ રુદન કરવા માંડ્યું. દાસીઓએ અમારા પર પવન નાખવા માંડ્યો.. થોડી વાર પછી અમારી મૂચ્છ દૂર થઈ. અમે જાગ્રત થયાં. અમારી માતાની મૂચ્છ પણ દૂર થઈ. અમે માતાને આશ્વાસન આપ્યું... પિતાજીને વિનંતી કરી : “પિતાજી, અમારી દુઃખપૂર્ણ ભવપરંપરાની યાતનાભરી વાતો સાંભળીને, અમારા હૃદયમાં પણ તીવ્ર વૈરાગ્ય પ્રગટટ્યો છે... અમને ચારિત્રધર્મ સ્વીકારવાની અનુમતિ આપો...? મહારાજાએ કહ્યું : “આપણે સાથે જ ચારિત્રધર્મ સ્વીકારશું...” મહારાણીએ કહ્યું : “હે સ્વામીનાથ, આપની સાથે અમે સહુ પણ ચારિત્રધર્મ સ્વીકારીશું...” મહારાજાએ કહ્યું : “તમે ઉચિત નિર્ણય કર્યો છે.' ત્યાર પછી મહારાજાએ મહામંત્રીને કહ્યું: “નગરમાં આઠ દિવસનો પરમાત્મભક્તિનો મહોત્સવ કરાવો. અને મારા ભાણેજ વિજયવર્માને બોલાવી, તેનો રાજ્યાભિષેક કરો. અમે સહુ સાથે આ સુદત્ત મુનીશ્વરનાં ચરણોમાં આજે જ ચારિત્રધર્મ સ્વીકારીશું.” 0 0 0 યશોધર મુનીશ્વરે ધનકુમારને કહ્યું : “કુમાર, અમે સહુએ એ દિવસે ચારિત્રધર્મ સ્વીકાર્યો. અમારી સાથે નગરનાં પણ અનેક સ્ત્રી-પુરુષોએ ગૃહત્યાગ કરી ચારિત્રધર્મ સ્વીકાર્યો. એ પછી, મારા મનમાં અચાનક એક વિચાર આવ્યો, મેં ગુરુદેવને વિનંતી કરી : ‘ભગવંત, હવે એક કૃપા કરો... આ નયનાવલીને ધર્મોપદેશ આપો. આપના પ્રભાવથી તે પણ જિનકથિત ધર્મ પામે અને એના સર્વ દુઃખો નાશ પામે.” શ્રી સમરાદિત્ય મહાકથા ઉંઝા For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુદેવે કહ્યું : “વત્સ, દુઃખી જીવ પર... ભલે તે અપરાધી હોય, કરુણા જાગવી, તે તારા આત્માની ઉત્તમતા છે, પરંતુ તે સૌમ્ય, નયનાવલીને ધર્મનો ઉપદેશ આપવાનો કોઈ અર્થ નથી..” શાથી પ્રભો? એણે એટલાં બધાં પાપ કર્યો છે... તીવ્ર ભાવે પાપ કરીને તેણે ત્રીજી નરકમાં જવાનું આયુષ્યકર્મ બાંધી લીધું છે. તેને ત્રીજી નરકમાં જવું જ પડશે. ત્યાંનાં ઘોર. દુ:ખો અસંખ્ય વર્ષો સુધી ભોગવવાં પડશે...” ભગવંત, છતાં જો એ જિનધર્મને પામે તો નરકમાંથી નીકળ્યા પછી પણ એ એના આત્માને શુદ્ધ કરી શકે ને?' વત્સ, પરંતુ હું ગમે તેટલો ધર્મોપદેશ એને આપું, છતાં એને જિનધર્મ નહીં રુચે! એ મહામોહથી મૂઢ બનેલી છે, માટે એ ઉપદેશને પાત્ર નથી રહી.” મારી આંખો ભીની થઈ.... નયનાવલીનું ભવિષ્ય જાણીને મુનીશ્વરે કહ્યું : “વત્સ, હવે એ નયનાવલી ઉપર સ્નેહરાગ ના રહેવો જોઈએ. રાગનું બંધન તોડ. એનો વિચાર પણ કરવાનો નથી. તમારે સહુએ દુર્લભ ચારિત્રધર્મ પામીને હવે સારી રીતે તેનું પાલન કરવાનું છે.” ૦ ૦ ૦ અમે ભાઈ-બહેને ચારિત્રધર્મનું નિરતિચાર પાલન કર્યું. જ્યારે અંતિમકાળ નજીક જાણ્યો, ત્યારે વિધિપૂર્વક અંતિમ આરાધના કરી. કાળધર્મ પામ્યાં. અમે બંને દેવલોકમાં ઉત્પન્ન થયાં. રીફ રફ 89 ભાગ-૨ & ભવ ચોથો For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org €3 Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવલોકમાં મારાં અસંખ્ય વર્ષ પસાર થઈ ગયાં. ઘણા જન્મો સુધી ઘોર દુઃખ અને તીવ્ર વેદનાઓ સહ્યા પછી, ‘ચારિત્રધર્મ’ના પ્રતાપે દેવલોકનાં દિવ્ય સુખો ભોગવવા મળ્યાં હતાં, છતાં એ સુખભોગોમાં હું ઉન્મત્ત બન્યો ન હતો. ભાન ભૂલ્યો ન હતો. ત્યાં પણ જ્ઞાન અને શ્રદ્ધાના દીપકો મારા હૃદયને પ્રકાશિત કરતા રહ્યા હતા. દેવલોકનું આયુષ્ય પૂર્ણ થયું. મારું ચ્યવન થયું. કોશલ-દેશના ‘સાકેત’ નગરમાં મારો જન્મ થયો. રાજકુળમાં જન્મ થયો. પિતાનું નામ રાજા વિનયંધર, માતાનું નામ રાણી લક્ષ્મીવતી. મારું નામ યશોધર પાડવામાં આવ્યું. માતા-પિતાને હું ખૂબ પ્રિય બન્યો. મારું રૂપ, મારું લાવણ્ય, મારી કલાઓ... મારા ગુણો... બધું જ વૃદ્ધિ પામતું ચાલ્યું. જ્યારે હું કિશોર અવસ્થામાં આવ્યો, ત્યારે આસપાસનાં રાજ્યોમાં મારી કીર્તિ પ્રસરવા માંડી. મારાં રૂપની અને કલાઓની વાર્તા ગામ-નગરોમાં થવા લાગી. પાટલીપુત્રના રાજા ઇશાનસેનની પુત્રી વિનયમતીએ એનાં માતા-પિતાને કહ્યું : ‘હું પરણીશ તો સાકેતના રાજકુમાર યશોધરને જ પરણીશ, બીજા કોઈને નહીં,' રાજા ઈશાનસેને મંત્રીઓને મારા પિતાજી પાસે મોકલ્યા. મંત્રીઓએ આવીને મારા પિતાને રાજા ઇશાનસેનનો સંદેશો આપ્યો. પિતાજીએ મારી માતા સાથે પરામર્શ કરી હા પાડી દીધી. મને પણ અવ્યક્ત આનંદ થયો. પાટલીપુત્રના મંત્રીઓએ કહ્યું : ‘મહારાજા, અમારા રાજાની રાજકુમારી વિનયવતી કુમારનું સ્વયં વરણ કરવા ચાહે છે, એટલે અમે રાજકુમારીને અહીં સાકેતપુરમાં લઈ આવીશું...' પિતાજી રાજી થયા. મંત્રીઓ પાટલીપુત્ર ગયા અને રાજા ઈશાનસેનને શુભ સમાચાર આપ્યા, રાજા-રાણી અને રાજકુમારને પરમ આનંદ થયો. સાકેત તરફ પ્રયાણ કરવાની ભવ્ય તૈયારીઓ થવા લાગી. રાજકુમારી વિનયવતી હર્ષાતિરેકથી ઝૂમવા લાગી. વિનયવતી માટે એક સુંદર... સુશોભિત ડોલી તૈયાર થઈ. શુભ મુહૂર્તે તેને ડોલીમાં બેસાડવામાં આવી. એની પાસે એની સખી વસુંધરા બેઠી. આઠ પુરુષોએ ડોલી ઉઠાવી. સહુથી આગળ વાજિંત્રો વાગવા લાગ્યાં, તે પછી એક સો સશસ્ત્ર અશ્વારોહી સૈનિકો ચાલ્યા. ત્યાર બાદ અશ્વારૂઢ બનીને મંત્રીવર્ગ ચાલ્યો. તેમની પાછળ વિનયવતીની ડોલી ચાલવા લાગી. પાછળ પચાસ શસ્તરસજ્જ શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only ge Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રી-સૈનિકો અથારૂઢ બનીને ચાલતાં હતાં. સૌની પાછળ ગજરાજ ઉપર ધનુર્ધારી પાંચ સૈનિકો, ધનુષ્ય પર તીર ચઢાવીને સતર્કપણે બેઠા હતા. રાજ કુમારને આપવા માટે સોનાનાં, રત્નોનાં ખૂબ આકર્ષક આભૂષણો અને વિવિધ વર્ણનાં મૂલ્યવાન વસ્ત્રોની પેટીઓ સાથે લેવામાં આવી હતી. જ્યારે રાજકુમારી સાકેતના સીમાડામાં પ્રવેશી, મારાં માતા-પિતાએ એનું ભવ્ય સ્વાગત કરી, બાહ્ય ઉદ્યાનમાં ઉતારો આપ્યો. ઉદ્યાનને નંદનવનસશ બનાવવામાં આવ્યું હતું. ઉદ્યાનમાં રહેલા લાલ પથ્થરના મહેલને ભવ્ય રીતે સજાવવામાં આવ્યો હતો. ઉદ્યાનથી શરૂ કરીને રાજમહેલ સુધીના માર્ગને સ્વચ્છ, સુશોભિત અને રમણીય બનાવવામાં આવ્યો હતો. સમગ્ર નગરને નવો શણગાર પહેરાવવામાં આવ્યો હતો. લગ્નનો શુભ દિવસ આવી લાગ્યો. રાજમહેલના વિશાળ પ્રાંગણમાં વાજિંત્રો વાગવા લાગ્યાં. નૃત્યાંગનાઓનાં મનોહર નૃત્ય થવા લાગ્યાં. નગરના શ્રેષ્ઠીજનો ભેગા થયા. સ્ત્રીવર્ગ મંગલ ગીત ગાવા લાગ્યો. મને અમારા શ્વેત પટ્ટ હસ્તી પર બેસાડવામાં આવ્યો. દેવકુમારસદશ મારો શણગાર કરવામાં આવ્યો હતો. રાજપુરુષો સાથે મારા પિતાજી પણ રથમાં બેસીને, મારી પાછળ જ આવતા હતા. રાજમાર્ગો પરથી જાન પસાર થવા લાગી. પ્રજા આનંદાતિરકેથી ઘેલી બની હતી. હું રાજમાર્ગ ઉપરના ભવનોમાં ઊભેલા હજારો સ્ત્રી-પુરુષોનાં અભિવાદન ઝીલી રહ્યો હતો. ત્યાં અચાનક મારી દૃષ્ટિ, નગરશ્રેષ્ઠી કલ્યાણના ભવનમાં પ્રવેશ કરતાં એક મુનિરાજ ઉપર પડી. તેમના હાથમાં પાત્ર હતાં, દંડ હતો... દુષ્ટિ નીચી હતી, મસ્તક મુંડિત હતું. શ્વેત વસ્ત્ર હતાં... મારી દૃષ્ટિ મુનિ પર જડાઈ ગઈ... “મેં આવા મુનિને જોયા છે... આવાં પાત્ર... દંડ વસ્ત્ર બધું જોયું છે... મને આ બધું ગમે છે..' મનમાં ઊહાપોહ ચાલ્યો... મને જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું! હું અંબાડીમાં જ ઢળી પડ્યો. હાથીના મહાવત રામભટ્ટે મને પકડી લીધો.. “અરે મહારાજ કુમાર, શું થઈ ગયું તમને?' તે ચિંતાતુર થઈ ગયો. હાથીને ઊભો રાખ્યો. હાથી પર ઊભા થઈને તેણે વાજિંત્રો બંધ કરાવ્યાં.. મહારાજાને બૂમ પાડીને, બોલાવ્યા, તેણે કહ્યું : મહારાજા, કુમાર મૂચ્છિત થઈ ગયા છે. આપ ઉપર આવો.' તરત જ નિસરણી મુકાવી મહારાજા હાથી ઉપર ચડ્યા. મને મૂચ્છિત જોઈને તેઓ અત્યંત ગમગીન બની ગયાં. જાનમાં આવેલા સર્વેનાં મન ચિંતિત થઈ ગયાં. શું થયું કુમારને? શું થયું કુમારને?' લોકો એકબીજાને પ્રશ્ન પૂછવા લાગ્યા. મારા પિતાજીએ ચંદનદ્રવ મંગાવી મારા પર છાંટ્યું. શીતલ પવન નાખ્યો. ધીરે ઉ૪૮ ભાગ-ર ક ભવ ચોથો For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધીરે હું ભાનમાં આવ્યો. બેઠો થયો. પિતાજી સામે જોયું. પિતાજીએ પૂછ્યું : “વત્સ, તને શું થઈ ગયું અચાનક?' મેં સ્થિર દૃષ્ટિએ અને ગંભીર સ્વરે કહ્યું : “પિતાજી, સંસારનું સ્વરૂપ ઘણું ભયંકર પિતાજી બોલ્યા : “વત્સ, આ અવસર સંસારના સ્વરૂપને વિચારવાનો નથી!' મેં કહ્યું : “પિતાજી, આપની દૃષ્ટિએ અવસર ભલે સંસાર સ્વરૂપ વિચારવાનો ના હોય, પરંતુ મને જે જ્ઞાન પ્રગટ્યું છે. એ જ્ઞાનના પ્રકાશમાં મેં સંસારના બિહામણા સ્વરૂપને જોયું છે. એ કથા મોટી છે. મારે આપને કહેવી છે. આપણે, અહીં બાજુની મહાસભામાં બેસીએ. મારાં માતાજીને બોલાવો. મહામંત્રી, નગરશ્રેષ્ઠી વગેરે પ્રમુખ નગરજનોને બોલાવો. હું એ બધાની સમક્ષ મેં જોયેલી ભવપરંપરાની હૃદયવિદારક કથા કહીશ...” જાનને રાજમાર્ગ પર જ સ્થગિત કરી દીધી. અમે સહુ પાસેના સભાગારમાં જઈને બેઠા. ત્યાં મેં મારા જાતિસ્મરણ જ્ઞાનની વાત કરી. એ જ્ઞાનના પ્રકાશમાં જોયેલા - જે સુરેન્દ્રદત્ત રાજા અને નયનાવલી રાણીનો ભવ. મોર અને કૂતરાનો ભવ. * નોળિયા અને સર્પનો ભવ. છે રોહિત મત્સ્ય અને શિશુમાર જળચરનો ભવ. બકરા અને બકરીનો ભવ. બોકડા અને પાડાનો ભવ. છે કૂકડાનો ભવ. જ અભયરુચિ અને અભયમતી - ભાઈ-બહેનનો ભવ. દેવલોકનો ભવ. છે અને આ વર્તમાન ભવ. નવે ભવની કથા કહી સંભળાવી. પછી મેં પિતાજીને કહ્યું : “પિતાજી, સુરેન્દ્રદત્તના ભવમાં, માતાના અતિ આગ્રહથી કરેલું એક દુષ્કૃત્ય.. તેનું કેવું ભયંકર પરિણામ કેટલા ભવ સુધી ભોગવવું પડ્યું?' હા વત્સ, ઘણું જ ભયંકર પરિણામ મારા પિતાજીના હૃદયમાં વૈરાગ્ય પ્રગટી ગયો. શ્રી સમરાદિત્ય મહાકથા 986 For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ‘પિતાજી, આ સંસાર સર્વથા નિર્ગુણ છે. મોહાધીન મનુષ્યો, સંસારના સાચા સ્વરૂપને જોઈ શકતા નથી, ન વિચારવાનું વિચારે છે, અને ન આચરવાનું આચરે છે... પોતાના ભવિષ્યનો વિચાર કરતા નથી. પરિણામે જન્મ-જરા અને મરણ, રોગ અને શોક, પ્રિય વિયોગ અને અપ્રિય સંયોગ... આદિ કર્મજન્ય વિકારોથી જીવો ઘેરાયેલા રહે છે... માટે પિતાજી, આ મારી ભવપરંપરા જોઈને મારું ચિત્ત વૈષયિક સુખો પ્રત્યે વિરક્ત બન્યું છે, આપ મને અનુમતિ આપો... કે જેથી હું ચારિત્રધર્મ અંગીકાર કરી, મારા મનુષ્યજીવનને સફળ કરું,' મારા પિતાજીને મારા પર અત્યંત મોહ હતો. આમેય જીવ અનાદિકાળથી મોહાભ્યાસવાળો તો છે જ! પિતાજીએ કોઈ વિચાર કર્યા વિના મને કહ્યું : ‘પુત્ર, તારી સ્નેહસભર માગણીને હું નકારતો નથી, તું અવશ્ય મનુષ્યજીવન સફળ કર. તે માટે સર્વ પ્રથમ તું ઇશાનસેન રાજાની પુત્રી સાથે વિવાહ કર. પછી પ્રજાનું પાલન કરજે... અને ત્યાર બાદ ભલે ચારિત્રધર્મ અંગીકાર કરજે.' મેં કહ્યું : ‘પિતાજી, આપને મેં કહ્યું જ છે કે મારું આ ચિત્ત સંસાર પ્રત્યે, વૈષયિક સુખો પ્રત્યે, રાજ્યવૈભવ પ્રત્યે વિરક્ત બન્યું છે... માટે લગ્નની વાત જ ના કરો.' ‘પુત્ર, તું મને કહે કે સ્ત્રી સાથે લગ્ન કરવામાં કયું પાપ લાગે છે?’ ‘પિતાજી, સ્ત્રી ઉપરનું મમત્વ... સ્ત્રી સાથેનાં લગ્ન... એટલે એવો જીવલેણ વ્યાધિ છે કે જેનું કોઈ ઔષધ નથી. લગ્ન કરવાથી - * મોહવાસના વધતી જાય છે. * ધીરજ ખૂટતી જાય છે! * અંત વિનાના વિવાદો પેદા થાય છે. * શાન્તિ'નું તત્ત્વ અદશ્ય થઈ જાય છે. * અશાન્તિનો અજગર ભરડો દે છે. * મિથ્યાભિમાન... અહંકાર જીવનમાં પ્રવેશે છે. * ધર્મધ્યાન’ અસંભવ જેવું બની જાય છે. * આર્તધ્યાન અને રૌદ્રધ્યાનની આગ પ્રગટે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir * પાર વિનાનાં શારીરિક, માનસિક દુઃખો જન્મે છે. * સુખ માત્ર સ્વપ્ન બની જાય છે... અને gua For Private And Personal Use Only ભાગ-૨ * ભવ ચોથો Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અસંખ્ય પાપોથી જીવન ભરાઈ જાય છે. પિતાજી, લગ્ન કર્યા એટલે પાંજરામાં પુરાયેલાં સિંહ જેવી મનુષ્યની પરવશ દા થાય છે. સમર્થ પુરુષો પણ ગૃહવાસમાં, સ્ત્રીના બંધનમાં સિદાયા કરતા હોય છે. પિતાજી, જે મનુષ્યજીવનમાં ચિંતામણી-રત્નસમાન જિનવચનો મળ્યાં છે, તે મનુષ્યજીવનમાં પરમ સુખ આપનાર ચારિત્રધર્મની આરાધના કરી લેવી જોઈએ! મનુષ્યજીવનમાં જ ચારિત્રધર્મનો પુરુષાર્થ કરી શકાય છે. માટે પિતાજી, બીજી બધી વ્યર્થ વાતો છોડી, મને ચારિત્રધર્મ સ્વીકારવાની અનુમતિ આપો.' મારા પિતાજીની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. તેઓ ગદ્દગદ સ્વરે બોલ્યા : “વત્સ, તારી વાત તદ્ન સત્ય છે... હું સમજું છું.... પરંતુ આ સ્નેહઘેલું હૃદય.. તને અનુમતિ આપવા દેતું નથી... મારું હૃદય દુઃખી... દુઃખી થઈ જાય છે.. તારા પ્રત્યેનો અવિહડ પ્રેમ.. મને અટકાવે છે અનુમતિ આપતાં...' “પિતાજી, જે પ્રેમ, જે સ્નેહ આપણને દુઃખી કરે છે, તે પ્રેમને, તે નેહને શા માટે હૃદયમાં રાખવો? એનો ત્યાગ કરો. આ સ્નેહરાગ જ જીવને સંસારમાં ભટકાવે છે. સ્નેહરાગથી સંસાર વધે છે, સ્નેહરાગ નષ્ટ થવાથી સંસારનું નિર્વાણ થાય છે.” પિતાજી, માતાજી અને ત્યાં ઉપસ્થિત સર્વ લોકો ઊંડા વિચારમાં ડૂબી ગયા.. પિતાજીએ મારી સામે જોઈને કહ્યું : “વત્સ, તું તારા સુખની વાત કરે છે, તે ઠીક છે, પરંતુ પેલી બિચારી રાજકુમારી.. કોડભરીને અહીં આવી છે તારું વરણ કરવા... એનું શું થશે? એ કેવી દુઃખી થઈ જશે?' મેં કહ્યું : “પિતાજી, એ વાત મારી દૃષ્ટિએ મહત્ત્વની નથી. આપ રાજકુમારીને, સુયોગ્ય વ્યક્તિ સાથે આ વૃત્તાંત મોકલી આપો... મને લાગે છે કે એ પણ પ્રતિબોધ પામશે! એના હૃદયમાં પણ ચારિત્રધર્મ સ્વીકારવાની ભાવના જાગશે!' વત્સ, હું રાજપુરોહિત શંખવર્ધનને મોકલું છું. તેઓ અહીં ઉપસ્થિત છે, અને તે કહેલી બધી વાતો તેમણે સાંભળી છે. તેઓ રાજકુમારીને બધી જ વાત સારી રીતે કરશે. રાજ કુમારીનો પ્રત્યુત્તર લઈને તેઓ આવશે ત્યાં સુધી આપણે કોઈ નિર્ણય નહીં કરીએ.' પિતાજીએ રાજપુરોહિત શંખવર્ધનને વિદાય કર્યા. બીજી બાજુ રાજમાર્ગ ઉપર ઊભેલી જાનનું પણ વિસર્જન કરી નાખ્યું. કારણ કે રાજપુરોહિતને જ કરવાનું હતું, તેમાં જ એક પ્રહર વીતી જવાનો હતો. એ અરસામાં લગ્નનું મુહુર્ત પસાર થઈ જવાનું હતું. રાજપુરોહિત રાજકુમારીના આવાસમાં પહોંચ્યા. દ્વારરક્ષકને કહ્યું : “રાજ કુમારીને શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કહો કે મહારાજા વિનયંધરનો સંદેશો લઈ, હું તેમનો પુરોહિત શંખવર્ધન આવ્યો છું. મારે તેઓને મળવું છે.” દ્વારરક્ષકે રાજકુમારીની અનુમતિ મેળવી, પુરોહિતને પ્રવેશ કરાવ્યો. વિનયવતીએ પુરોહિતનનો વિનય કર્યો. બેસવા માટે આસન અપાવ્યું. પુરોહિત આસન પર બેઠા. તેમણે કહ્યું : “રાજ કુમારીજી, મારે આપને મહારાજાનો સંદેશો આપવાનો છે.” “આપ નિઃસંકોચ કહો.” ‘આપે ખૂબ જ જાગ્રત ચિત્તે સાંભળવાનો છે, આ સંદેશ! રાજકુમારી વિનયવતીએ ઘૂંઘટ દૂર કર્યો. પુરોહિતને પ્રણામ કર્યા અને નજીક આવીને આસન પર બેઠી. પુરોહિતે કહ્યું : લગ્ન કરવા માટે રાજકુમારની જાન રાજમહેલથી રવાના થઈ ગઈ હતી. રાજમાર્ગ પર કુમારે એક મુનિરાજને કલ્યાણશ્રેષ્ઠીના ભવનમાં ભિક્ષાર્થે પ્રવેશ કરતા જોયા... તેઓને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું! હાથી પર જ તેઓ મૂચ્છિત થઈ ગયા. ચંદનાદિના ઉપાયો કરવાથી તેઓ ભાનમાં આવ્યા. તેમણે કહ્યું કે “મને મારા પૂર્વના નવ ભવ યાદ આવ્યા છે!' તેઓએ એ નવે ભવોનો વૃત્તાંત કહી સંભળાવ્યો... અને ત્યાર બાદ તેઓએ ચારિત્રધર્મ સ્વીકારવાની અનુમતિ માંગી!' રાજકુમારીએ કહ્યું : “તેઓએ જે પોતાના નવ ભવોનો વૃત્તાંત કહ્યો, તે મને કહી શકશો?” અવશ્ય રાજકુમારીજી, આપને નવે ભવોનો વૃત્તાંત કહેવાની મહારાજાની આજ્ઞા છે. આપ એ વૃત્તાંત સાંભળ્યા પછી, જે પ્રત્યુત્તર આપશો તે પ્રત્યુત્તર મારે મહારાજાને અને રાજકુમારને સંભળાવવાનો છે. હવે હું નવ ભવોની એ ભયાનક કથાની શરૂઆત કરું છું ? આ જ દેશમાં વિશાલા' નામની મોટી નગરી છે. એ નગરીમાં અસંખ્ય વર્ષ પૂર્વે અમરદત્ત નામના રાજા હતા. તેમના પુત્ર હતા કુમાર સુરેન્દ્રદત્ત. મહારાજાએ કુમારનો રાજ્યાભિષેક કરી, ચારિત્રધર્મ સ્વીકાર્યો. સુરેન્દ્રદત્ત રાજા બન્યા. તેમની માતાનું નામ યશોધરા હતું અને પત્નીનું નામ નયનાવલી હતું... માતા યશોધરાને પુત્ર સુરેન્દ્રદત્ત ઉપર અગાધ સ્નેહ હતો...” આટલી વાત સાંભળતાં જ રાજકુમારી વિનયવતી મૂછિત થઈ ભૂમિ પર ઢળી પડી. “અરે, આ શું થયું?” પુરોહિત ગભરાઈ ગયા. ઊભા થઈ ગયા. દાસીઓ દોડી આવી. મંત્રીઓ દોડી આવ્યા. રાજકુમારીને ભાનમાં લાવવા માટે ઉપાયો કરવા લાગ્યા. થોડી વાર પછી રાજકુમારીએ આંખો ખોલી.... પુરોહિતે પૂછયું : “અરે ભાગ-૨ # ભવ ચોથો ઉપરા For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રાજપુત્રી તમને અચાનક શું થઈ ગયું?' રાજપુત્રીએ કહ્યું : ‘પુરોહિતજી, આ સંસારની વિચિત્રતા અજ્ઞાની મનુષ્ય કેવી રીતે જાણી શકે?' એવી કેવી વિચિત્રતાની આપ વાત કરો છો?' ‘પુરોહિત, રાજા સુરેન્દ્રદત્તની માતા જે યશોધરા હતી, તે હું જ હતી! મને તમારી વાત સાંભળતાં... ‘જાતિસ્મરણ જ્ઞાન' પ્રગટ થયું છે.’ Acharya Shri Kailassagarsuri Gyanmandir એમ કહીને રાજકુમારીએ... કુમાર સાથેના નવ ભવોનો વૃત્તાંત કહી સંભળાવ્યો... પુરોહિતે વિચાર્યુ... ‘જે પ્રમાણે કુમારે નવ ભવની કથા કહી, તે જ પ્રમાણે આ રાજકુમારી પણ કહે છે! એટલે વાત તદ્દન સાચી છે.' પુરોહિતે, સંપૂર્ણ વાર્તા સાંભળ્યા પછી વિનયવતીને કહ્યું : ‘દેવી, રાજકુમાર યશોધર સંસારથી વિરક્ત થયા છે, અને ચારિત્રધર્મ સ્વીકારવા તત્પર બન્યા છે. મહારાજાએ પૂછાવ્યું છે કે આવા સંયોગમાં એમણે શું કરવું જોઈએ.' રાજકુમારીએ કહ્યું : ‘કુમારના મનોરથ પૂર્ણ કરો. દીક્ષાની અનુમતિ આપો. મારું મન પણ સંસારથી વિરક્ત બન્યું છે.’ રાજપુરોહિતે મહારાજા વિનયંધરની પાસે આવી, વિનયવતીની બધી વાત કરી. મહારાજા વિનયંધરને વૈરાગ્ય થયો. તેમણે કુમારને કહ્યું : ‘હું પણ તમારા બેની સાથે ચારિત્રધર્મ અંગીકાર કરીશ.' મહારાજાએ પોતાના નાના ભાઈ યશોવર્ધનનો રાજ્યાભિષેક કર્યો. જિનમંદિરોમાં મહોત્સવ મંડાવ્યા. રાજપુરુષોનું સન્માન કર્યું. દીન-અનાથ જનોને ભરપૂર દાન દીધું. શ્રી સમરાદિત્ય મહાકથા ગુરુદેવ ઈન્દ્રભૂતિ પાસે પિતાજી, માતાજી, વિનયવતી અને અનેક શ્રેષ્ઠીઓ સાથે મેં ચારિત્રધર્મ સ્વીકાર્યો. For Private And Personal Use Only ૫૩ Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org LGBT ૯૪ યશોધર મુનીશ્વરે ધનકુમારને કહ્યું : ‘કુમાર, આ મારું પોતાનું નવ ભવનું ચરિત્ર જ મને વૈરાગી બનાવી ગયું.' Acharya Shri Kailassagarsuri Gyanmandir ધનકુમારે કહ્યું : ‘ભગવંત, આપના વૈરાગ્યનું કારણ અદ્ભુત છે. આવી નવ-નવ ભવની કરુણ કથા સાંભળીને કયા ભાવુક હૃદયવાળા મનુષ્યને વૈરાગ્ય ના થાય? થાય જ. કારણ આ સંસાર સાચે જ, આપે બતાવ્યો તેવો છે. મેં પણ તેની ભયાનકતા અને અસારતા મારા જીવનમાં અનુભવી છે. હે ભગવંત, મારે શું કરવું જોઈએ, તે અંગે આજ્ઞા કરો.’ યશોધર મુનીશ્વરે કહ્યું : ‘કુમાર, તારે ચારિત્રધર્મ અંગીકાર કરવો જોઈએ. કા૨ણ કે ચારિત્રધર્મની પ્રાપ્તિ સિવાય બધું જ સુલભ છે, ચારિત્રધર્મની પ્રાપ્તિ ખરેખર દુર્લભ છે! કેવી રીતે દુર્લભ છે, એ વાત તને હું વિસ્તારથી સમજાવું છું. સમગ્ર જીવસૃષ્ટિમાં જીવો બે પ્રકારનાં છે : સ્થાવર અને ત્રસ. તેમાં પૃથ્વીના, પાણીના, અગ્નિના, વાયુના અને વનસ્પતિના જીવો સ્થાવર કહેવાય. આ જીવોને માત્ર એક જ સ્પર્શેન્દ્રિય હોય છે. માટે તેઓ એકેન્દ્રિય' જીવો કહેવાય છે. આ જીવોની સંખ્યા અનંત છે. એમાંય જે વનસ્પતિના જીવો હોય છે, તે બે પ્રકારના હોય છે : પ્રત્યેક વનસ્પતિ અને સાધારણ વનસ્પતિ. પ્રત્યેક વનસ્પતિના જીવો, એક શરીરમાં એક જીવ હોય. સાધારણ વનસ્પતિના જીવો, એક શરીરમાં અનંત હોય. એવાં શરીર પણ અનંત હોય છે. એક શરીરમાં અનંત જીવો એક સાથે રહેતા હોય છે. અનંતકાળ સુધી તે – તે શરીરમાં જન્મ-મરણ પામતા હોય છે... દુઃખ પણ અંત વિનાનું હોય છે એ જીવોને, ઉપસ આ સ્થાવર જીવોની અપેક્ષાએ ત્રસ જીવોનું જીવન ચઢિયાતું હોય છે. તે જીવો ચાર પ્રકારના હોય છે : ‘બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય.' બેઇન્દ્રિયથી ચરિન્દ્રિય સુધીના જીવો - કીડા, કરમિયાં, પતંગિયા, ભમરા વગેરે અનેક પ્રકારના હોય છે. આ બધી ત્રસ જીવોની સૃષ્ટિમાં અનેક જન્મ-મરણ કરતાં કરતાં... જીવ મુશ્કેલીથી પંચેન્દ્રિય બને છે. એટલે કે બેઇન્દ્રિયથી ચઉરિન્દ્રિય સુધીના જીવો કરતાં પંચેન્દ્રિય જીવોનું જીવન ચઢિયાતું છે. પંચેન્દ્રિય જીવોમાં ગધેડા, ઊંટ, ગાય, ભેંસ, કૂતરા વગેરે તિર્યંચ જીવો પણ હોય છે. લાખો પ્રકારના તિર્યંચ-પંચેન્દ્રિય જીવોની સૃષ્ટિમાં અનેક જન્મ-મરણ કરતાં કરતાં મનુષ્યજીવન મળે છે! તિર્યંચ પંચેન્દ્રિય કરતાં મનુષ્યજીવન ઘણું દુર્લભ હોય છે. ભાગ-૨ * ભવ ચોથો For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુષ્યોમાં પણ અનાર્ય, શક, યવન, બર્બર વગેરે દેશોમાં જન્મ થવો દુર્લભ નથી. આર્ય દેશમાં પણ ધોબી, મોચી, શિકારી, પારધી, માછીમાર વગેરે હિંસક અને પાપી જાતિઓમાં જન્મ થવો દુર્લભ નથી, પરંતુ ઇક્ષ્વાકુ વગેરે ઉત્તમ જાતિઓમાં જન્મ થવો દુર્લભ છે. ઉત્તમ જાતિઓમાંય જન્મ થાય, પરંતુ કાણો, લંગડો, કૂબડો, ઠીંગણો, બહેરો, આંધળો કે મૂંગો જન્મે, રોગગ્રસ્ત જન્મે... તેનો કોઈ વિશેષ અર્થ નથી હોતો. એ જન્મ દુર્લભ ના કહેવાય. પાંચે ઇન્દ્રિયો પરિપૂર્ણ મળે, નિરોગી શરીર મળે, પરંતુ શસ્ત્ર વગેરેથી અકાળે મોત આવે... તો એ મનુષ્યજીવનને દુર્લભ ના કહેવાય. સંપૂર્ણ આયુષ્ય મળે તો દુર્લભ કહેવાય. પાંચે ઇન્દ્રિયો પરિપૂર્ણ મળે, શરીર નીરોગી મળે, આયુષ્ય પરિપૂર્ણ મળે... છતાં જો ક્રોધ, માન, માયા, લોભ, રાગ-દ્વેષ... વગેરે દોષોથી મનુષ્ય ઘેરાયેલો હોય, તો એનું જીવન દુર્લભ નથી. એવો મનુષ્ય ધર્મબુદ્ધિ નથી પામી શકતો. કદાચ... કોઈ નિમિત્તથી તેને ધર્મબુદ્ધિ પ્રાપ્ત થાય, પરંતુ એ ધર્મબુદ્ધિ, અજ્ઞાની એવા ધર્મપ્રવર્તકો પાસેથી પ્રાપ્ત થાય, તો એ સંસારમાં ભટકતો થઈ જાય. એવી કુધર્મની પ્રાપ્તિ, દુર્લભ નથી. સર્વજ્ઞભાષિત ધર્મની પ્રાપ્તિ થાય, તો દુર્લભ પ્રાપ્તિ સમજવી જોઈએ. એ દુર્લભ ધર્મપ્રાપ્તિ થઈ જવા છતાં, એ ધર્મ ઉપર દૃઢ શ્રદ્ધા થવી મુશ્કેલ છે. કારણ કે અનાદિ ભવપરંપરામાં અભ્યસ્ત થયેલી અશુભ ભાવનાઓ ‘શ્રદ્ધા’ થવા દેતી નથી, કોઈ સદ્ગુરુના આલંબનથી કે પરમાત્માના અચિંત્ય અનુગ્રહથી શ્રદ્ધા પણ દૃઢ થઈ જાય, છતાં ‘ચારિત્રધર્મ'ની પ્રાપ્તિ થવી સરળ નથી હોતી... ઇન્દ્રિયોની સ્વચ્છંદતા એમાં બાધક બનતી હોય છે. કષાયોની પ્રબળતા એમાં અવરોધ પેદા કરતી હોય છે. ૨સ-ઋદ્ધિ અને શાતા-ગારવો એમાં વિઘ્નભૂત બનતા હોય છે. છતાં, આ બધા શત્રુઓ ૫૨ વિજય મેળવીને જે મનુષ્ય ચારિત્રધર્મ પામે છે... તે ખરેખર અતિ દુર્લભ તત્ત્વને પામે છે, તે ધન્ય બની જાય છે. કુમાર, એવો ચારિત્રધર્મ તું પામી શકે છે! અને એવા ચારિત્રધર્મની નિરતિચાર પાલના ક૨ીને તું પરમપદને પામી શકે છે. એ જ પામવા જેવું છે... કે જે શાશ્વત છે! એના સિવાય કંઈ જ મેળવવા જેવું નથી. કુમાર, તું સમજ કે સંસારના સર્વ સંયોગો ક્ષણિક છે, નાશવંત છે. કોઈ પણ પ્રિયજન હો, કોઈનોય સંયોગ કાયમ રહેતો નથી. એક દિવસ એ સંયોગ નાશ પામવાનો જ! કારણ કે મૃત્યુ પર, આ દુનિયામાં કોણે વિજય મેળવ્યો છે? મૃત્યુ મનુષ્યને જ નહીં, દેવોને પણ છોડતું નથી. માટે સ્વજન સમાગમોને ક્ષણિક જાણ. એના પરનાં રાગનાં બંધન તોડ. શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only ՏԱԱ Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એવી રીતે વૈષયિક સુખોને પણ પરિણામે દુઃખદાયી સમજ. વૈષયિક સુખોમાં મૂઢ બનેલો મનુષ્ય કેવા તીવ્ર રાગ-દ્વેષ કરે છે? એના ચિત્તમાં ક્ષણ વાર પણ શાન્તિ હોતી નથી, સમતા હોતી નથી. એ પ્રગાઢ પાપકર્મ બાંધતો રહે છે. જ્યારે એ પાપકર્મો ઉદયમાં આવે છે... ત્યારે અસહ્ય દુ:ખ, ત્રાસ અને વેદનાઓ આપે છે.' ધનકુમારે ગુરુદેવને કહ્યું : “ભગવત, હું મારા માતા-પિતાની અનુમતિ લઈને આવું છું. આપ મને “ચારિત્રધર્મ' પ્રદાન કરી, મારા આત્માનો ઉદ્ધાર કરજો..... મારે દીક્ષા લેવી જ છે...' ગુરુદેવે કહ્યું છે : “વત્સ, તને સુખ ઊપજે એમ કર. પરંતુ હવે પ્રમાદ ના કરીશ, મમતાના બંધનમાં ના બંધાઈશ... તારે જે પુરુષાર્થ કરવો છે, તે પુરુષાર્થનો અવિલંબ પ્રારંભ કર.' ધનકુમારે ગુરુદેવને વંદના કરી. તે ઘરે આવ્યો. સૂર્ય અસ્તાચલ તરફ ઢળી રહ્યો હતો. માતા શ્રીદેવી અને પિતા વૈશ્રમણ પુત્રની પ્રતીક્ષા કરી રહ્યાં હતાં. ધનકુમાર આવ્યો. માતા-પિતાએ પુત્રની સાથે બેસીને ભોજન કર્યું. ભોજન કરીને, ત્રણે હવેલીના મંત્રણાખંડમાં જઈને બેઠાં. ધનકુમારે વાતનો પ્રારંભ કર્યો. “પિતાજી, આજે હું સિદ્ધાર્થ ઉદ્યાનમાં ગયો. ત્યાં એક વિશિષ્ટ જ્ઞાની, જાતિસ્મરણ જ્ઞાનવાળા મુનીશ્વરનાં દર્શન થયાં. તપશ્ચર્યાથી એમનો દેહ કૃશ છે, પરંતુ તેમની તેજસ્વિતા અપૂર્વ છે. તેઓ જેવા રૂપવાન છે તેવા જ ગુણવાન છે. મેં આજે તેઓના વૈરાગ્યનું કારણ પૂછ્યું, અને તેઓએ પોતાના નવ-નવ ભવનું દારુણ ચરિત્ર કહ્યું. સાંભળતાં સાંભળતાં મારાં રુવાટા ખડાં થઈ ગયાં.... કેવા ઘોર ત્રાસ અને દારુણ વેદનાઓ એમણે એ ભવોમાં ભોગવી છે? ઘનશ્રીએ મારા ઉપર કરેલા કાર્મણપ્રયોગથી થયેલી વેદના તો એની આગળ કોઈ વિસાતમાં નથી.” પિતાજીએ કહ્યું : “વત્સ, ધનશ્રીને ભૂલી જા. અને એણે આપેલાં કષ્ટોને પણ ભૂલી જા. અમે તારા માટે સુયોગ્ય રૂપવતી અને ગુણવતી કન્યાની શોધ શરૂ કરી દીધી છે. બે-ચાર દિવસમાં જ અમે તારાં લગ્ન કરી દેવાનું નક્કી કર્યું છે.' ના, ના, પિતાજી, આજે તો મારું મન સમગ્ર સંસાર પ્રત્યે વૈરાગી બની ગયું છે. હું તો આપની અનુમતિ ચાહું છું. ગૃહત્યાગ કરી ચારિત્રધર્મ અંગીકાર કરવા માટે. આ સંસારવાસ ભયંકર છે. જાણે-અજાણે જીવ ન કરવાનાં અકાર્યો કરી બેસે છે, આ સંસારમાં. અને ભયાનક પરિણામ એને અનેક જન્મોમાં ભોગવવા પડે છે...' ધનકુમારે યશોધર મુનિના નવ ભવની કથા માતા-પિતાને સંભળાવી. સાંભળીને શ્રીદેવી અને વૈશ્રમણની સંસાર પ્રત્યેની આસક્તિ તૂટી ગઈ. તેઓ વિરક્ત બની ગયાં. શ્રીદેવીએ કહ્યું : “વત્સ, સાચે જ આ સંસારવાસ દુઃખપૂર્ણ છે. અમારાં બંનેનાં હૃદયમાં વૈરાગ્યભાવ પ્રગટ્યો છે. આ સંસારવ્યવહાર, આ વૈભવ-સંપત્તિ, બધું તને ભાગ-૨ # ભવ ચોથો gug For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સોંપી, અમે ચારિત્રધર્મ સ્વીકારવા ઇચ્છીએ છીએ. બે-ચાર દિવસમાં તારાં લગ્ન પણ કરી દઈએ છીએ....' માતાજી-પિતાજી, આપનાં ચિત્તમાં ઉત્તમ મનોરથ પ્રગટ્યો છે! ખરેખર, આ મનુષ્યજીવનમાં ચારિત્રધર્મની જ આરાધના કરી લેવા જેવી છે. એનાથી જ ભવોભવનાં ભ્રમણનો અંત આવી શકે છે, ભવભ્રમણનો અંત આવવાથી દુઃખોનો અંત આવી જાય છે... પરંતુ, આપે જે બીજી વાત કરી : વૈભવ-સંપત્તિ મને સોંપવાની, એ વાત હું કેવી રીતે સ્વીકારી શકું? આપ મને કહેશો કે આ મણિ, મોતી અને રત્નો, શું જીવને મૃત્યુથી બચાવી શકે એમ છે? શું એનાથી જન્મને રોકી શકાય છે? વૃદ્ધાવસ્થાને રોકી શકાય છે? આ વૈભવ-સંપત્તિથી સંસારના સર્વ દીન-દુઃખી જીવોના મનોરથ પૂર્ણ કરી શકાય છે? અથવા, શું આ વૈભવ જીવની સાથે પરલોકમાં જાય છે ખરા? મારા ઉપકારી પિતાજી, આપ સુજ્ઞ છો, આપ કહો...” વત્સ, તેં કહી એમાંની એક વાત ધન-સંપત્તિથી થઈ શકે એમ નથી...” તો પિતાજી, આપની સાથે જ ચારિત્રધર્મ સ્વીકારવાની મને અનુમતિ આપો..' વૈશ્રમણે કહ્યું : “વત્સ, હું અનુમતિ આપીશ, તારા હૃદયને મારે કે તારી માતાએ દુભાવવું નથી. પરંતુ પુત્ર, તારો હજુ યવનકાળ છે. ર્યાવન એટલે મોહનો એવો પ્રગાઢ અંધકાર છે કે એને હજારો સૂર્યનો પ્રકાશ પણ ભેદી શકતો નથી. યૌવનકાળમાં ઇન્દ્રિયો અદમ્ય બની જતી હોય છે. ઇન્દ્રિયના ઉન્માદનું અનુશાસન થઈ શકતું નથી. પ્રિય વિષયોના તીવ્ર આકર્ષણથી ઇન્દ્રિયો વિષયો તરફ ધસી જતી હોય છે. પુત્ર, આ યૌવનકાળમાં ચારિત્રધર્મનું પાલન ઘણું-ઘણું દુષ્કર છે. માટે વત્સ, યૌવનકાળ પૂર્ણ થઈ જાય, ઇન્દ્રિયો શાન્ત થઈ જાય, વિષયોનાં આકર્ષણ રહે નહીં, ત્યારે તું ચારિત્રધર્મ સ્વીકારજે. જેથી તું એનું સુંદર પાલન કરી, આલોક-પરલોકને સફળ કરી શકે. વૈશ્રમણે ખૂબ વાત્સલ્યથી ધનકુમારને પોતાની વાત સમજાવી. ધનકુમારે શાન્ત ચિત્તે પિતાની વાત સાંભળીને કહ્યું : પિતાજી, આપની વાત સાચી છે. યૌવનનો કાળ ઇન્દ્રિયોના અશ્વોનો થનગનાટનો કાળ છે. પરંતુ પિતાજી, યૌવનનો અર્થ અવિવેક છે! અવિવેકનો પર્યાય છે યૌવન! પારમાર્થિક દૃષ્ટિએ વિચારતાં નથી કોઈ યુવાન કે નથી કોઈ વૃદ્ધ. વયથી વૃદ્ધ હોવા છતાં, અવિવેકના કારણે તેની વિષયવાસનાઓ શાન્ત થતી નથી... વૃદ્ધાવસ્થામાં પણ નિદાપાત્ર બને છે. ધોળા થયેલા વાળને કલપ લગાડી કાળા કરે છે! યૌવન બતાવવા માટે કૃત્રિમ ઉપાયો કરે છે. અંગોપાંગ મજબૂત બતાવવા માટે રસાયણોનું સેવન કરે છે, સુવર્ણ ભસ્મ વગેરે માત્રાઓનું સેવન કરે છે. પોતાની જેટલી ઉંમર હોય, એનાથી નાની ઉંમર બતાવે છે. ઇન્દ્રિયોને ઉત્તેજિત શ્રી સમરાદિત્ય મહાકથા પ૭ For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરવા ઘી-દૂધ વગેરેનું ભરપૂર સેવન કરે છે. અવિવેક, મનુષ્યને વૃદ્ધાવસ્થામાં પણ “મારું આયુષ્ય હવે પૂર્ણ થવા આવ્યું છે.' એમ વિચારવા દેતો નથી. “હું મરીને કઈ ગતિમાં જઈશ? મને કયો ભવ મળશે?' આવો પારલૌકિક વિચાર કરવા દેતો નથી. વૈષયિક સુખોના ઉપભોગથી તેઓ પોતાની જાતને કલેશ પહોંચાડે છે. આત્માને વિડંબે છે. અને સજ્જનોની દષ્ટિમાં હીન બની જાય છે. પિતાજી, ભલે વય યૌવનની હોય, પરંતુ જો વિવેક જાગી ગયો હોય તો શ્રુતજ્ઞાનના અભ્યાસથી તે પરલોકને ઉજાળનારી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે. તેનો વિવેક તેને – જીવનને વીજળીના ઝબકારા જેવું ચંચળ સમજાવે છે. જ વૈષયિક સુખોને તાલપુટ ઝેર જેવાં ભયંકર સમજાવે છે. જ પ્રમાદભરી પ્રવૃત્તિઓનાં દારુણ પરિણામ સમજાવે છે, જ વૈભવ-સંપત્તિને સંધ્યાના રંગો જેવી ક્ષણિક સમજાવે છે. ભલે યુવાવસ્થા હોય, પરંતુ વિવેક એને “ચારિત્રધર્મ'ને જ સારભૂત સમજાવે છે. સંસારના વાસ્તવિક સ્વરૂપને સમજાવે છે... વિવેકસંપન્ન યુવાન, સરળતાથી ને સહજતાથી પોતાની ઇન્દ્રિયોનું દમન અને શમન કરી શકે છે. વિવેક યુવાનને સમજાવે છે : “જો તું અહીં સ્વેચ્છાએ ઇન્દ્રિયોનું દમન અને શમન નહીં કરે તો દુર્ગતિમાં તારે પરાધીનપણે, અનિચ્છાએ પણ ઇન્દ્રિયોનું દમન કરવું પડશે. માટે આ મનુષ્યજીવનમાં ઇન્દ્રિયોનું શમન કર. તેથી તને પ્રશમસુખની પ્રાપ્તિ થશે.. તું આંતર આનંદ પામીશ... અને ઉત્તરોત્તર જન્મોમાં તારું પ્રશમસુખ વૃદ્ધિ પામશે... છેવટે તું પરમ સુખમય મોક્ષ પામીશ.' આવી વિવેકપૂર્ણ સમજણવાળો મનુષ્ય, યુવાન હોય કે વૃદ્ધ હોય, ઇન્દ્રિયોનું દમન-શમન કરે જ. પિતાજી, જે મનુષ્યનું ચિત્ત તીર્થંકરનાં વચનોથી પરિણત બને છે, જેમના પ્રત્યેક વિચારો જિનવચનોથી ભાવિત-પ્રભાવિત બનેલા હોય છે, એમને કામદેવ કંઈ જ કરી શકતો નથી, તે હારી જાય છે. જે મનુષ્યનું ચિત્ત પ્રશાન્ત બન્યું હોય છે, ઉપશાત્ત બન્યું હોય છે, તેમને કામદેવ વિકારી બનાવી શકતો નથી. પ્રશાન્ત આત્માને અશાન્ત કરનારા વિકારો જરાય ગમતા નથી. જે સાધુઓ ગુરુકુલને છોડતા નથી, ગુરુચરણોમાં રહી, ગુરુની એકએક આજ્ઞાને શિરોધાર્ય કરે છે. તેઓને કામદેવ જરાય વિચલિત કરી શકતો નથી. જે સાધુઓ હંમેશાં કામવાસનાનાં નુકસાનોનું ચિંતન કરતા હોય છે, પ્રમાદના કટુ વિપાકોનું પર્યાલોચન કરતા હોય છે, તેમનું કામદેવ કંઈ જ બગાડી શકતો નથી. ઉપર ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પિતાજી, હવે મને પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં કોઈ રમણીયતા દેખાતી નથી. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ-આ બધા પુદ્ગલનાં પરિણામો છે. પુદ્ગલનાં પરિણામોપર્યાયો બધાં જ પરિવર્તનશીલ હોય છે. આજે જે પુદ્ગલપર્યાયો અશુભ હોય, તે કાલે શુભ બની જાય! કયા પર્યાયો પર રાગ કરવો ને કયા પર્યાયો પર લેપ કરવો? બધાં જ પુદ્ગલદ્રવ્યો આત્માથી જુદાં છે. બધા જ પુદ્ગલપર્યાયો આત્માથી જુદા છે....અનાદિકાળથી એ પરદ્રવ્યો અને પરપર્યાયો ઉપર રાગ-દ્વેષ કરીને આત્મા સંસારમાં ભટકતો રહ્યો છે... પિતાજી, હવે એ પરદ્રવ્યોનાં સુખ-સાધન મારે નથી જોઈતાં. હવે તો મારે મારા આત્માનું સુખ મેળવવું છે, આત્માનો સ્વાધીન આનંદ મેળવવો છે. પારમાર્થિક સુખ અને આનંદ મેળવવા માટે “ચારિત્રધર્મ'ની આરાધના કરવી છે. ચારિત્રધર્મની પાસના કરવાથી જ પારમાર્થિક સુખ અને આનંદ પ્રાપ્ત થઈ શકે છે... માટે પિતાજી! માતાજી! આપના આ વૈરાગી પુત્રને ચારિત્રધર્મ સ્વીકારવાની અનુમતિ આપો...” શ્રેષ્ઠી વૈશ્રમણની આંખો આંસુથી ભરાઈ આવી. તેમનો સ્વર ગગદ થઇ ગયો.. તેમણે કુમારને કહ્યું : વત્સ, કેવી તારી સમ્યગ્સમજણ છે! કેવી તારી દૃઢ વિરક્તિ છે! તેં તારા યૌવન ઉપર પરિણતિજ્ઞાનનું કવચ ચઢાવી દીધું છે. તેને કામદેવ કંઈ ના કરી શકે. તારા ચિત્તમાં ક્યારેય વિષયનાં આકર્ષણ ના જાગી શકે. પુત્ર, તે તો અમારા પર પણ કેવો મહાન ઉપકાર કર્યો? અમારી મોહમાયાને દૂર કરી.. અમને પણ ચારિત્રધર્મ સ્વીકારવા ઉત્સાહિત કર્યા. હવે ગૃહવાસથી સર્યું. આપણે સાથે જ ચારિત્રધર્મ અંગીકાર કરીશું. આઠ દિવસનો ભવ્ય મહોત્સવ રચાવીએ. છે દીન-અનાથ અને દુ:ખી જીવોને મહાદાન આપીએ. આ સ્નેહી-સ્વજન અને મિત્રોને વિશેષરૂપે સત્કારીએ. આ નગરમાં ઘોષણા કરાવીએ કે જે કોઈ સ્ત્રી-પુરુષને અમારી સાથે ચારિત્રધર્મ સ્વીકારવો હોય, તે સ્વીકારી શકે છે, એમને પાછળના પરિવારની આર્થિક ચિંતા હોય તો વૈશ્રમણ એ ચિંતા દૂર કરશે.” નગરમાં ઘોષણા થઈ. પ્રજાને આશ્ચર્ય થયું... બ્રેરભંડારી જેવા વૈશ્રમણ શ્રેષ્ઠી દીક્ષા લે! રંભા-ઉર્વશી જેવી શ્રીદેવી લે છે! કામદેવને શરમાવે એવો ધનકુમાર ધક્ષા લે છે. આપણે પણ ગૃહવાસ ત્યજી ધક્ષા લઈએ!' નગરના અનેક શ્રેષ્ઠીઓ, શ્રેષ્ઠીપત્નીઓ અને કુમારોની સાથે ધનકુમારે, વૈશ્રમણે અને શ્રીદેવીએ, ગુરુદેવ યશોધર મુનીશ્વરનાં ચરણોમાં જીવન સમર્પિત કર્યા, ચારિત્રધર્મ અંગીકાર કર્યો. શ્રી સમરાદિત્ય મહાકથા ઉપc For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir * ગુરુકુલવાસમાં રહી ધનમુનિ વગેરે ચારિત્રધર્મની સુંદર આરાધના કરવા લાગ્યા. * સૂત્રાર્થનો અભ્યાસ કર્યો. * સાધુજીવનમાં કરવાની ધર્મક્રિયાઓમાં નિષ્ણાંત બન્યા. ♦ મહાવ્રતોમાં સ્થિર કરનારી ભાવનાઓ ભાવી-ભાવીને આત્મસાત્ કરી. * રાગ-દ્વેષ પર વિજય પ્રાપ્ત કર્યો. વૈરાગ્યથી વાસિત બન્યા. એક દિવસ ગુરુદેવે ધનમુનિને કહ્યું : ‘ગુરુકુલવાસમાં રહી તમારે જે આરાધના કરવાની હતી, તે તમે કરી. તમારા આત્મભાવને જે પ્રમાણમાં શુદ્ધ કરવાનો હતો, તે પણ કર્યો. મુનિ, હવે જે ઉગ્ર અને ઉચ્ચ કોટિની ચારિત્રસાધના કરવાની છે, તે તમારે એકાકી વિચરીને કરવાની છે. એકાકી વિહાર કરવાની યોગ્યતા તમે પ્રાપ્ત કરી લીધી છે. ઉપસર્ગો અને પરીષહો સહન કરવાની, એ સમયે ચિત્તને ધર્મધ્યાનમાં સ્થિર રાખવાની સિદ્ધિ તમે મેળવી લીધી છે. માટે હે ધનમુનિ, હવે તમારે એકાકી વિહાર કરવાનો છે.' ધનમુનિએ કહ્યું : ‘ગુરુદેવ, આપની આજ્ઞા શિરોધાર્ય છે. આપની પરમ કૃપાથી અને હૃદયના આશીર્વાદથી, એકાકી વિહારની આરાધનામાં અવશ્ય મને સફળતા મળશે.' એક શુભ દિવસે, ગુરુદેવના આશીર્વાદ ગ્રહણ કરી ધનમુનિએ સિંહની જેમ નિર્ભયપણે એકાકી વિહારનો પ્રારંભ કરી દીધો. ગામમાં એક રાત રહે છે, નગરમાં પાંચ રાત રહે છે... અને એ રીતે તેઓ વિચરણ કરે છે. વિચરતાં વિચરતાં તેઓ કૌશામ્બી નગરીમાં પહોંચ્યા. ભોજનવેળા વીતી ગયા પછી ભિક્ષા લેવા માટે તેઓ નગરમાં ગયા. ‘ધર્મલાભ’ કહી તેમણે એક ઘરમાં પ્રવેશ કર્યો. ઘરમાં માત્ર બે સ્ત્રીઓ જ હતી, પુરુષ ન હતો. એક સ્ત્રીએ ધનમુનિને ઓળખી લીધા... તેના ઘરમાં ભોજનસામગ્રી હતી નહીં... તેણે કહ્યું : ‘હે મુનિ, ભોજનવેળા વીતી જવાથી તમને હું ભિક્ષા આપી શકું એમ નથી...' મુનિ તરત જ ઘરમાંથી બહાર નીકળી ગયા. મુનિને ઓળખી જનારી સ્ત્રી ધનશ્રી હતી! નંદકની સાથે તે કૌશામ્બીમાં આવીને વસી ગઈ હતી. નંદકે પોતાનું નામ બદલીને સમુદ્રદત્ત રાખેલું હતું. 990 ભાગ-૨ * ભવ ચોથો For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેવા મુનિ ઘરમાંથી બહાર નીકળી ગયા, ધનશ્રીએ પોતાની દાસીને કહ્યું : 'તું આ મુનિની પાછળ-પાછળ જા. આ મુનિ ક્યાં રહેલા છે તે જાણીને પાછી આવ.' દાસીએ મુનિનો પીછો કર્યો. ધનશ્રીએ વિચાર્યું : “આ મારો પતિ ધનકુમાર જ છે... સમુદ્રમાં પડવા છતાં એ મર્યો નથી! જીવતો રહી ગયો. ને સાધુ બની ગયો. અહીં ઠેઠ કૌશામ્બીમાં આવી ગયો! મેં તો માની લીધું હતું કે હવે મારે એનું અપ્રિય દર્શન કરવાનું નહીં જ બને! પણ હું અભાગણી છું.. અનિચ્છાએ પણ એનાં દર્શન થઈ ગયાં... પરંતુ જેવી રીતે મેં એને ઓળખી લીધો, તેવી રીતે એણે મને ઓળખી લીધી હશે તો? એ ઘરમાં આવ્યો ને તરત નીકળી ગયો.. ભલે આવ્યો આ નગરમાં, હવે હું એવો ઉપાય કરીશ... કે એ જીવતો રહે જ નહીં. શી ખબર, સાધુવેષમાં એ અમને શોધતો શોધતી અહીં આવ્યો હોય? પરંતુ એ કંઈ પણ કરે, એ પહેલા હું એને જ પતાવી દઈશ.” ધનકુમાર મુનિને જોતાંની સાથે ધનશ્રી તીવ્ર વેરભાવનાથી સળગી ઊઠી. મુનિની પાછળ ગયેલી દાસીની પ્રતીક્ષા કરવા લાગી. | મુનિરાજને એ દિવસે ભિક્ષા ના મળી. તેઓ એક ઉદ્યાનમાં ગયા અને વિશુદ્ધ ભૂમિ જોઈને કાયોત્સર્ગ-ધ્યાનમાં ઊભા રહી ગયા. દાસી દૂર એક વૃક્ષની પાછળ થોડી વાર ઊભી રહી. દિવસ અસ્ત થવામાં માત્ર ચાર ઘટિકા બાકી હતી. દાસીએ વિચાર્યું : “આ મુનિ હવે અહીં જ રહેશે... કારણ કે તેમણે ધ્યાનનો પ્રારંભ કર્યો છે.” દાસીએ ઘેર આવીને ધનશ્રીને, મુનિ જે ઉદ્યાનમાં રહ્યા હતા, તે ઉદ્યાનના સમાચાર આપ્યા. નંદક ઘેર આવી ગયો હતો. ધનશ્રીએ નંદકને કહ્યું : “તમને યાદ છે, તમે ગયા મહિને બીમાર પડી ગયા હતા...? એ વખતે મેં ભગવતી નગરદેવીની માનતા માની હતી કે હું કૃષ્ણપક્ષની અષ્ટમીના દિવસે ઉપવાસ કરી, દેવીના મંદિરમાં રાતવાસો કરીશ... પરંતુ પ્રમાદથી હું એ વાત ભૂલી ગઈ.... અને અષ્ટમી પણ ચાલી ગઈ. ત્યાર પછી મને સ્વપ્નમાં દેવીએ પ્રેરણા આપી... “ઉપવાસ કર અને રાતવાસો મારા મંદિરમાં કર.” પછી હું ઊંધી ગઈ. પ્રભાતે મારે તમને વાત કરવી હતી, પરંતુ તમે વહેલા બહાર ચાલ્યા ગયા.... એટલે તમને સ્વપ્નની વાત ના કરી શકી. પરંતુ આજે મેં ઉપવાસ કર્યો છે. રાત્રે હું દેવીના મંદિરમાં જઈશ. માટે દેવીની પૂજા માટેની સામગ્રી મને લાવી આપો.” નંદકે પૂજાની સામગ્રી લાવી આપી, અને કહ્યું : “રાત્રિનો સમય છે, માટે તારી સાથે બે સેવકોને લઈ જા.” બે સેવકો અને દાસી સાથે ધનશ્રી, દેવીના મંદિરે પહોંચી. દાસીએ ઉદ્યાનમાં ધ્યાનસ્થ રહેલા મુનિને દૂરથી બતાવ્યા. ધનશ્રીએ ધ્યાનથી એ જગ્યા જોઈ લીધી. શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેણે મંદિરમાં જઈ, દેવીની પૂજા કરી. તે પછી સેવકોને અને દાસીને ભોજન કરાવ્યું. અને પોતે મંદિરની બહાર એક વૃક્ષની નીચે જઈને બેઠી. સૂર્યાસ્ત થઈ ગયો હતો. ધનશ્રી મુનિહત્યાનો ઉપાય વિચારી રહી હતી, “આજે રાત્રે જ મારે કામ પતાવી દેવું પડશે. નિર્જન પ્રદેશ છે. ઉદ્યાનમાં ફરવા આવેલા લોકો નગરમાં પાછા જઈ રહ્યા હતા. બે સેવકો મંદિરના દરવાજા પાસે બેઠાં-બેઠાં વાતો કરી રહ્યા હતા. જોકે એની ઇચ્છા સેવકોને સાથે લાવવાની ન હતી, પરંતુ નંદકે આગ્રહ કરીને મોકલ્યા હતા. ધનશ્રીને આ બે સેવકો અને દાસી વિષ્નભૂત લાગ્યાં... છતાં તેણે વિચાર્યું કે “આ ત્રણે જ્યારે ઘસઘસાટ ઊંઘતાં હશે ત્યારે મારું કામ પતાવીશ.” એ વખતે, એક ખેડૂત ગાડું લઈને મંદિરથી થોડે દૂર આવીને ઊભો રહ્યો. એના ગાડાની ધરી તૂટી ગઈ હતી. ગાડું આગળ ચાલી શકે એમ ન હતું. તે ગાડા પરથી નીચે ઉતર્યો. ગાડામાં લાકડાં ભરેલાં હતાં. તેણે ગાડાની ધરી તપાસી. તેને ઠીક કરવા તેણે મથામણ કરી, પરંતુ ધરી ઠીક ના થઈ. તેણે વિચાર્યું : “ગાડામાંથી બધાં લાકડાં અહીં ઉતારીને ઢગલો કરી દઉં. અહીં ચોરી થવાનો કોઈ ભય નથી.” લાકડાનો ભાર ઓછો થઈ જશે, પછી ગાડું ગામમાં પહોંચી શકશે.’ આમ વિચારીને ખેડૂતે ત્યાં લાકડાં ઉતારીને ઢગલો કર્યો. ખાલી ગાડું લઈને તે ચાલ્યો ગયો. ધનથી દૂર બેઠી બેઠી આ જોઇ રહી હતી. તેને ઉપાય જડી ગયો... તે રાજી થઈ ગઈ... મંદિરમાં આવીને તેણે નોકરોને કહ્યું : “હવે હું સૂઈ જાઉં છું. તમે પણ મંદિરના એક ભાગમાં સૂઈ જજો.' એણે મંદિરનું બારણું અંદરથી બંધ કર્યું. નોકરો મંદિરના બાહ્ય ભાગમાં એક ખૂણામાં જઈને લાંબા થઈ ગયા. ઘનશ્રીએ રાત્રિનો બીજો પ્રહર પૂરો થયા પછી, પોતાનું કાર્ય કરવાનો નિર્ણય કર્યો. પરંતુ પહેલો પ્રહર પૂરો થયા પછી એ સાચવીને મંદિરની બહાર નીકળી, જોઈ આવી કે મુનિ ઊભા છે કે કેમ? મુનિ એ જ જગ્યાએ ઊભા હતા, ધ્યાનસ્થ હતા. એ મંદિરમાં આવીને, બારણું બંધ કરીને, બેસી ગઈ. આજુબાજુ નીરવ શાંતિ હતી. ક્યારેક ક્યારેક કૂતરાઓના ભસવાનો અવાજ સંભળાતો હતો. ધનશ્રીના ચિત્તમાં ધનમુનિનું કાસળ કાઢી નાખવાની યોજના ઘડાતી હતી. સાથે સાથે, ધનકુમાર સાથે પસાર કરેલાં જીવનનાં વર્ષોની ઘટનાઓ પણ સાકાર બનતી હતી... પૂર્વજન્મોથી ચાલી આવતી વેરવૃત્તિ પ્રબળ ઉછાળા મારતી હતી... અગ્નિશર્માના ભવમાં નાખેલું વેરનું વિષ-બીજ વૃક્ષ બની ગયું હતું. આ વૃક્ષ હજુ વધુ ને વધુ ફાલવા-ફૂલવાનું હતું. એના ઉપર ફળ બેસી ગયાં હતાં. દરેક જન્મમાં નવા રૂપે એ ફળો આવતાં હતાં. ધનશ્રીએ સમયનું અનુમાન કર્યું. બીજો પ્રહર પૂરો થવાની તૈયારીમાં હતો, તે ઊભી થઈ. જરાય અવાજ ના થાય, એવી રીતે એણે મંદિરનું દ્વાર ખોલ્યું. તે બહાર નીકળી. પેલા બે નોકરોની પાસે જઇને જોઈ આવી. એ બંને શીતળ પવનની ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લહેરોમાં ઘસઘસાટ ઊંઘતા હતા. બીજી બાજુ દાસી પણ નિદ્રાધીન હતી. તે મંદિરનાં પગથિયાં ઊતરી ગઈ. સીધી મુનિરાજ પાસે પહોંચી. મુનિરાજ ઊભા હતા. ધ્યાનમાં લીન હતા. “આજે મારી ઇચ્છા જરૂર પૂર્ણ થશે.” મનમાં બબડતી તે ઝડપથી જ્યાં લાકડાંનો ઢગલો પડ્યો હતો ત્યાં ગઈ. લાકડાંનો ઢગલો અને મુનિરાજની વચ્ચે લગભગ સો પગલાંનું અંતર હશે. વચ્ચે એક ખાડો પણ આવતો હતો. ધનશ્રીએ લાકડાંના ઢગલામાંથી બે-બે લાકડાં લાવીને મુનિરાજની આસપાસ ગોઠવવા માંડ્યાં. લગભગ પંદર-વીશ ફેરા ફર્યા પછી એ થાકી ગઈ. છતાં હિંમત કરીને તે લાકડાં લેવા ગઈ. બે હાથમાં બે-બે લાકડાં ઉપાડીને તે ચાલી...પણ ખાડામાં તે ગબડી પડી. લાકડાં હાથમાંથી છૂટી ગયાં... તેના બે હાથ છોલાયા. સાથળ ઉપર ઉઝરડા પાડ્યા.. થોડું વાગ્યું પણ ખરું પરંતુ તે તરત ઊભી થઈ ગઈ.. જેવી એ ઉપર ચઢવા જાય છે, ત્યાં એક સર્પને ફૂંફાડા મારતો જોયો, ધનશ્રી ગભરાઈ ગઈ... પણ બીજી જ ક્ષણે તે ઝનૂની બની ગઈ. હાથમાંથી પડી ગયેલાં લાકડામાંથી એક લાકડું બાજુમાં જ પડેલું જોયું. તેણે લાકડું ઉપાડ્યું.. ને સાપના ઉપર જોરથી ઘા કરી દીધો... સાપ તરફડવા લાગ્યો... ઘનશ્રી ખાડામાંથી બહાર નીકળી ગઈ.. ફરીથી લાકડાં લઈને, તેણે મુનિરાજની આસપાસ ગોઠવ્યાં... તે પછી તેણે ઉદ્યાનમાં વેરાયેલાં સૂકાં પાંદડાં લાવીને લાકડાંઓ ઉપર નાંખ્યાં. ત્યાર બાદ વાડમાંથી સુકાયેલાં ઝાડ-ઝાંખર લાવીને નાખ્યાં. તેણે લાકડાના ઢગલાનું એક પણ લાકડું રહેવા ના દીધું. બધાં જ લાકડાં તેણે મુનિરાજની ચારે બાજુ ગોઠવી દીધા. પછી તે દેવીના મંદિરમાં ગઈ. દેવીની પૂજા માટેની સામગ્રીમાં એ સારા પ્રમાણમાં ઘી લાવી હતી. રાતભર દીવો સળગતો રહે, એટલું ઘી પૂરીને, બાકીનું ઘી તેણે બરણીમાં રહેવા દીધું હતું. તેણે એ બરણી ઉઠાવી, દેવીની પાસેનો સળગતો દીપક ઉઠાવ્યો, અને તે ઝડપથી મુનિરાજ પાસે પહોંચી. તેણે લાકડાના એક બાજુના ભાગ ઉપર ઘી નાખ્યું. ત્યાં પાંદડાં અને ઘાસ પણ નાખેલું હતું.. પછી દીવાથી એણો આગ લગાડી, ઘીવાળાં પાંદડાં અને ઘાસ... સળગી ઊઠ્યું. લાકડાં પર પણ ઘી પડેલું હતું. ધીરે ધીરે લાકડાં એ પણ આગ પકડી લીધી. જેટલું ઘી હતું, બધું જ ચારે બાજુ લાકડાં પર નાખી દીધું. અને એક સળગેલું લાકડું ઉપાડી ધનશ્રીએ બીજી ત્રણે બાજુ આગ લગાડવા માંડી. ત્રીજો પ્રહર પૂરો થયો હતો. ધનશ્રીનો દુષ્ટ ઇરાદો સફળ થયો હતો... તે થોડે દૂર ઊભી રહી, “જ્યાં સુધી આ મારા વેરીને આગ લપેટી ના લે, ત્યાં સુધી હું અહીં ઊભી રહીશ..' ૦ ૦ ૦. ધન મુનિવરે અગ્નિની ગરમીનો અનુભવ કર્યો. તેમણે આંખો ખોલી... ચારે શ્રી સમરાદિત્ય મહાકથા 993 For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org બાજુ આગના ભડકા જોયા... પોતાના જીવનનો અંત નજીકમાં જાણ્યો. થોડે દૂર ઊભેલી મનુષ્યાકૃતિ ઝાંખી ઝાંખી દેખાણી. તેમણે કરુણાભીના હૃદયે વિચાર્યું : Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘કોઇ અજ્ઞાની જીવે આ અકાર્ય કર્યું લાગે છે... કોઈ કારણ વિના... મારા પ્રાણ લેવા તૈયાર થયો છે... બિચારો... મારું નિમિત્ત પામી એ કેવું રૌદ્રધ્યાન કરતો હશે? એણે નરકગતિનું જ આયુષ્યકર્મ બાંધ્યું હશે... મરીને તે જીવ ન૨કમાં જશે? કેવી ઘોરાતિધોર વેદનાઓ ત્યાં સહેવી પડશે? હું નિમિત્ત બન્યો એની દુર્ગાત થવામાં... નિમિત્ત વિના તો કોઈ કાર્ય થતું નથી... મને મારો દેહ બળી જાય, ભસ્મીભૂત થઈ જાય, એનો શોક નથી. કારણ કે આ દેહ પર મારું કોઈ મમત્વ રહ્યું નથી... પરંતુ મોહાધીન બની આ જીવ દુઃખ-સમુદ્રમાં ડૂબી જશે... એનો મને શોક થાય છે. ખરેખર, આ સંસારવાસ જ ભયાનક છે. સંસા૨વાસમાં રહેલા અજ્ઞાનવશ, રાગદ્વેષપરવશ જીવો આવાં અકાર્યો કરીને પોતાના આત્માને પારાવાર દુઃખોની ઊંડી ખાણમાં ધકેલી દે છે...’ આગ વધી રહી હતી. ધનશ્રી મુનિરાજની પાછળના ભાગમાં પહોંચી અને તેણે સળગતાં લાકડાં મુનિરાજ ઉપર નાંખવા માંડ્યાં... મુનિરાજના શરીરને આગે પકડી લીધું... ચામડી બળવા લાગી... મુનિરાજે અંતિમ આરાધનામાં મનને જોડી દીધું. * સર્વ જીવોને ખમાવી દીધા. * એકત્વ ભાવનામાં સ્થિર થઈને * પરમાત્મ સ્વરૂપના ધ્યાનમાં લીન બન્યા. વર્ષોથી પરમાત્માના ધ્યાનમાં લીન રહેવાનો ધનમુનિએ અભ્યાસ કર્યો હતો. ‘આત્મા અને શરીર જુદાં છે,' આ ભેદજ્ઞાનથી આત્માને વાસિત કર્યો હતો. ‘હું શાશ્વત આત્મા છું. હું બળતો નથી, શરીર બળે છે. હું મરતો નથી, શરીર મરે છે. હું ગળતો નથી, શરીર ગળે છે. હું છેદાતો નથી, શરીર છેદાય છે. હું ભેદાતો નથી, શરીર ભેદાય છે!' આ ચિંતન તેમણે આત્મસાત્ કરેલું હતું. એટલે તેઓ શારીરિક કષ્ટોને સમતાભાવે સહી શકતા હતા. શારીરિક કષ્ટો આવે ત્યારે તેઓ વિહ્વળ, વ્યગ્ર કે વ્યથિત બનતા ન હતા. શરીર બળી રહ્યું હતું, છતાં મુનિ નિશ્ચલ બનીને ઊભા હતા. ધનશ્રીએ વિચાર્યું : ‘હજુ આ આગમાં નીચે પડતો નથી... હજુ જીવે છે? હવે મારે જલદી ઘરભેગા થઈ જવું જોઇએ... ચોથો પ્રહર રાત્રિનો ચાલી રહ્યો છે...’ 998 તેણે એક સળગતું લાકડું ઉપાડી, મુનિ ઉપર છુટ્ટો ઘા કર્યો... મુનિ આગમાં ઢળી પડ્યા... શુદ્ધ પરમાત્મ સ્વરૂપનું ધ્યાન કરતાં કરતાં, મહામુનિએ સમાધિમૃત્યુ પ્રાપ્ત કર્યું. તેમનો આત્મા ‘મહાશુક્ર’ નામના દેવલોકમાં દેવ-સ્વરૂપે ઉત્પન્ન થયો. ભાગ-૨ : ભવ ચોથો For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધનશ્રી હવે ભયભીત બની ગઈ. મને કોઈએ આ કાર્ય કરતાં જોઈ તો નહીં હોય ને?' ભય અને શંકા સાથે ધનશ્રી જલદી-જલદી દેવી મંદિરમાં પ્રવેશી ગઈ. પેલી દાસી મંજરિકા જાગી ગઈ હતી. તેણે ધનશ્રીને પૂછયું : “હે સ્વામીની, હજુ તો રાત્રિ છે, આપ ક્યાં ગયાં હતાં?' દાસીનો પ્રશ્ન સાંભળી ઘનશ્રીને મનમાં ગુસ્સો આવી ગયો, પરંતુ મુખ પર પ્રસન્નતા રાખી, તેણે કહ્યું : “મધ્યરાત્રિની પાછલી સંધ્યાએ દેવી મંદિરને પ્રદક્ષિણા દેવાની હતી. ઘણી પ્રદક્ષિણા દીધી અત્યારે...” મંજરિકા ચતુર ઘસી હતી. તેણે થોડે દૂર આગ સળગતી જોઈ લીધી. તે કંઈ બોલી નહીં. પછી સૂઈ ગઈ. ધનથી પણ મંદિરમાં દાખલ થઇ સુઇ ગઇ. ઊંઘ તો શાની આવે? આંખો બંધ કરીને પડી રહી. ‘હવે ક્યારેય મારે મારા એ શત્રુનું મોં જોવું નહીં પડે કે હવે એ મારી ગુપ્ત વાત કોઈને કરી નહીં શકે!” તુચ્છ વિચારો કરતી રહી પ્રભાત સુધી. પ્રભાત થયું. ધનશ્રીએ દેવીની પૂજા કરી. બે નોકરોને બે-બે સોનામહોર ભેટ આપી. દાસી મંજરિકાને સ્વર્ણમુદ્રિકા ભેટ આપી. ત્યાં મંદિરના પૂજારી આવી ચડ્યો. તેને પણ ધનશ્રીએ બે સોનામહોર ભેટ આપી. પૂજારી રાજી થઈ ગયો. નોકરો અને દાસી સાથે ધનશ્રી ઘરે જવા નીકળી. માર્ગ એ જ હતો. ઘર તરફ જવાનો, કે જ્યાં મુનિરાજની ચિતા સળગતી હતી. ધનશ્રીએ બીજા માર્ગની તપાસ કરી હતી. રાત્રે જ, પરંતુ બીજો કોઈ માર્ગ ન હતો. એટલે જ્યારે સળગતી ચિતા નજીક આવી, ત્યારે ઘનશ્રી જલદી ચાલવા લાગી, પરંતુ દાસી અને નોકરી ઊભાં રહી ગયાં... સળગી ગયેલો મુનિનો દેહ દેખાતો હતો. સેવકો ગભરાઈ ગયા, તેમણે પૂછુયું : “અરે, જુઓ તો.. કોઈ દુષ્ટ મુનિને જીવતા સળગાવી દીધા છે... કોણે કર્યું હશે આ દુષ્કૃત્ય?” ધનશ્રી ચાલતી ઊભી રહી ગઈ. તે બોલી : “હું કંઈ જાણતી નથી. આપણને શી ખબર પડે? આપણે તો મંદિરમાં સુઈ ગયા હતા...' દાસી બોલી : “સ્વામિની, આપ તો મધ્યરાત્રિની પાછલી ઘટિકામાં મંદિરને પ્રદક્ષિણા દેતાં હતાં ને? આપે જોયું હશે ને આ બાજુ?' ધનશ્રી ચિડાઈ ગઈ. “હું દેવીનું ધ્યાન કરતી હતી, ચારે બાજુ જોવાનું કામ નહોતી કરતી.” ધનશ્રી ચાલી, દાસીએ વિચાર્યું : “જરૂર કોઈ રહસ્ય છે...' એક એક જ શ્રી સમરાદિત્ય મહાકથા ggu For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 'S Eછે H] ઘનશ્રી એના ઘરે પહોંચી, લાકડાંના ગાડાવાળો ખેડૂત એનાં લાકડાં લેવા માટે ગાડું લઈને દેવીના મંદિર પાસે પહોંચ્યો. ત્યાં એણે પોતાનાં લાકડાં તો ના જોયાં, પરંતુ એ લાકડાંની ચિતામાં સળગી ગયેલા મુનિના હાડપિંજરને જોયું. તે સ્તબ્ધ બનીને ચિતા સામે ઊભો રહી ગયો. “અરેરે... મારા લાકડાં મુનિના પ્રાણ લેનારાં બની ગયાં. મને શી ખબર કે કોઈ દુષ્ટ મનુષ્ય, લાકડાંની જ રાહ જોઈને બેઠો હશે? આવા મહામુનિને જીવતા સળગાવી દેતાં, એનો જીવ કેમ ચાલ્યો હશે? કેવો એ મહાપાપી જીવ હશે? એના મહાપાપમાં હું નિમિત્ત બની ગયો...” ખેડૂતની આંખો ભીની થઈ ગઈ. તેણે બે હાથ મસ્તકે જોડી... મુનિરાજના રાખ થઈ ગયેલા દેહને નમન કર્યું. મારે આ દુર્ઘટનાની જાણ તત્કાલ મહારાજને કરવી જોઈએ. જેથી તેઓ તરત જ આ ઋષિહત્યા કરનારની તપાસ કરાવી શકે. એને કડક સજા કરી શકે કે જેથી ભવિષ્યમાં બીજો કોઈ મનુષ્ય આવું ઘોર પાપ કરવાનો વિચાર પણ ના કરી શકે.” ખેડૂત ત્યાંથી સીધો મહારાજા પાસે રાજમહેલમાં પહોંચ્યો. દ્વારપાલે તેને રોક્યો. ખેડૂતે કહ્યું : “મારે અત્યારે જ મહારાજાને મળવું જરૂરી છે... મને મહારાજા પાસે લઈ જાઓ...” દ્વારપાલ આનાકાની કરતો હતો, ત્યાં મહેલના ગવાક્ષમાં ઊભેલા મહારાજાએ સ્વયં ખેડૂતને જોયો. તેની વાત સાંભળી. ઉપરથી જ તેમણે ખેડૂતને ઉપર આવવા અનુમતિ આપી દીધી. ખેડૂત મહારાજાને પ્રણામ કરી, બે હાથ જોડી નિવેદન કર્યું : મહારાજા નગરની બહાર દેવી-મંદિરની પાસે.. ગત રાત્રિમાં એક મહામુનિને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે... ગઈ કાલે સંધ્યા સમયે જ્યારે હું મારું ગાડું લઈને ત્યાંથી પસાર થતો હતો ત્યારે મહામુનિને મેં ધ્યાનમાં લીન બનીને ઊભેલા જોયા હતા. આજે સવારે તેમના બળી ગયેલા દેહને જોયો...' મારા નગરમાં ઋષિહત્યા થઈ? ઘોર અનર્થ થઈ ગયો... કોણ દુષ્ટ આવું ઘોર પાપ કર્યું હશે? ચાલ ભાઈ, પહેલા હું દેવીના મંદિરે આવું છું.” મહારાજાએ કોટવાલને બોલાવ્યો. બધી વાત કરી. મહારાજા અશ્વારૂઢ બનીને દેવીના મંદિરે ગયા. કોટવાલ પણ દસ સૈનિકો સાથે દેવના મંદિરે પહોંચ્યો. પેલા ખેડૂતે લાકડાની સળગતી ચિતા બતાવી. રાખ બની ગયેલા મુનિદેહને બતાવ્યો. રાજાની એક આંખમાં આંસુ ભરાઈ આવ્યાં... બીજી આંખમાં ક્રોધના અંગારા સળગી ઊઠ્યાં. તેમણે સેનાપતિને અને કોટવાલને આજ્ઞા કરી : “મહામુનિને જીવતા ભાગ-૨ # ભવ ચોથો 999 For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સળગાવી દેનાર દુષ્ટ... પાપીને ગમે ત્યાંથી શોધી કાઢો. એને પકડીને મારી પાસે હાજર કરો. કૌશામ્બીમાં આ પહેલી જ વાર પહત્યા થઈ છે. મારું મન દુખ, ભય અને આશંકાથી ઘેરાઈ ગયું છે...' કોટવાલે કહ્યું : “મહારાજા, અપરાધી કદાચ પાતાળમાં ઘૂસી ગયો હશે... તો ત્યાંથી પણ અમે પકડી લાવીશું. આપ ચિંતા ના કરી... અમને શરમ આવે છે કે અમારી નગરરક્ષા હોવા છતાં... મહામુનિને જીવતા સળગાવી દેવામાં આવ્યા.... અમને કોઈ જાણ ના થઈ...” મહારાજા રાજમહેલમાં ચાલ્યા ગયા. ખેડૂત પોતાના ઘરે ચાલ્યો ગયો. મુનિહત્યાની વાત કૌશામ્બીમાં પવનવેગે ફેલાઈ ગઈ. લોકોનાં ટોળેટોળાં મુનિની ચિતા જોવા માટે આવવા લાગ્યાં. કોટવાલે સર્વ પ્રથમ ચિતા પાસે પડેલાં પગલાં જોવા માંડ્યાં. પગલાં એકસરખાં... મંદિર તરફ જતાં હતાં... અને બીજી તરફ જ્યાં લાકડાંનો ઢગલો પડ્યો હતો તે તરફ જતાં હતાં. “એક જ માણસે મંદિર તરફથી આવ-જા કરેલી છે અને પેલી તરફ પણ એક જ વ્યક્તિએ અનેક વાર અવર-જવર કરેલી છે... એટલે એક વાત નક્કી થાય છે કે, હત્યારો આ મંદિરમાં રાત્રે રહેલો હોવો જોઈએ.' કોટવાલ મંદિરમાં આવ્યો. મંદિરના પૂજારીએ કોટવાલનું સ્વાગત કર્યું. કોટવાલે પૂજારીને પૂછ્યું : આજે રાત્રે મંદિરમાં કોણ રહ્યું હતું?” કોઈ ચોર-લૂંટારા ન હતા. સમુદ્રદત્તની પત્ની ધનશ્રી અને સેવકો સાથે અહીં મંદિરમાં રાતવાસો રહી હતી.' કોટવાલે પૂછ્યું : “અહીં નિવાસ કરવાનું પ્રયોજન શું હતું? તે અમને ખબર નથી.” “અષ્ટમી ન હતી, નવમી ન હતી કે ચતુર્દશી પણ ન હતી. હા, એ દિવસોમાં દેવીપૂજા કરવા માટે રહી શકે. પરંતુ એ સિવાયના દિવસોમાં મંદિરમાં રહેવાનું કોઈ પ્રયોજન નથી. પ્રયાણનું મુહૂર્ત કરવા આવી હોય? પરંતુ ગઈ કાલે સાંજે છેલ્લા પ્રહરમાં ‘વિષ્ટિ” અને વિનિપાત યોગ હતો, દિવસ પણ અંગારક હતો. એટલે પ્રયાણનું મુહૂર્ત પણ સંભવતું નથી... તો પછી એ શા માટે આવી હોય?” કોટવાલ વિચારમાં પડી ગયો. નગરમાં વાત ફેલાઈ ગઈ કે દેવીના મંદિરમાં સમુદ્રદત્તની પત્ની ઘનશ્રી રાતવાસો રહી હતી... નગરની સ્ત્રીઓએ ધનશ્રીના વિષયમાં ચર્ચા શરૂ કરી દીધી. એક સ્ત્રી બોલી : “ધનશ્રી શા માટે મુનિને સળગાવે? એને શું લેવાદેવા મુનિ સાથે હોય?’ શ્રી સમરાદિત્ય મહાકથા 999 For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org બીજી સ્ત્રી બોલી : ‘કારણ અત્યારે ના જાણી શકાય, પરંતુ મને તો એ ધનશ્રી એવી જ લાગે છે... એને કોઈ સંતાન નથી... કદાચ ‘આ મુનિરાજ મને સંતાન આપશે.’ એવી ઇચ્છાથી ગઈ હોય, મુનિરાજે ના પાડી હોય... ગુસ્સામાં આવીને આ અકાર્ય કરી દીધું હોય... સ્ત્રીચરિત્ર આમેય ગહન હોય છે.' Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રીજી સ્ત્રી બોલી : ‘એક વાત તો ખરી... મુનિરાજ ગઈ કાલે મારે ત્યાં પણ ભિક્ષા માટે આવેલા, શું રૂપ હતું મુનિરાજનું? સાક્ષાત્ કામદેવ જોઈ લો! ધનશ્રી મોહિત થઈ ગઈ હોય... મુનિરાજ પાસે ભોગસુખની પ્રાર્થના કરી હોય... મુનિરાજે ના પાડી હોય... ને ક્રોધે ભરાયેલી ધનશ્રીએ આ અકાર્ય કર્યું હોય...’ ચોથી સ્ત્રી બોલી : ‘આમેય એ પતિ-પત્ની પરદેશી છે. પૈસા ખૂબ જ છે... પરંતુ એનું ચરિત્ર સારું નથી બોલાતું...' પહેલી સ્ત્રીએ કહ્યું : ‘કોટવાલ તપાસ કરે છે. અપરાધીને જરૂર પકડી પાડશે. આવું ઘોર પાપ છૂપું રહી શકતું નથી. મુનિને જીવતા સળગાવી દેવાનું પાપ નાનુંસૂનું પાપ નથી... આવા ઘોર પાપનું ફળ આ જન્મમાં જ મળે છે...' જે ઓટલા પર બેસીને આ સ્ત્રીઓ ચર્ચા કરતી હતી, ત્યાં તેમને સમાચાર મળ્યા કે કોટવાલ સૈનિકો સાથે ધનશ્રીના ઘેર ગયા છે. કોટવાલે દેવીમંદિરમાં જઈને મુનિહત્યાના વિષયમાં પૂછપરછ કરી છે, આ સમાચાર સમુદ્રદત્તને પણ મળ્યાં. (કે જે નંદક હતો.) તેણે વિચાર કર્યો : ધનશ્રી દેવીપૂજા માટે રાતવાસો મંદિરમાં રહી હતી, અને ત્યાં બાજુમાં જ મુનિને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે... તેણે દાસી મંજરિકાને ખાનગીમાં મુનિ અંગે પૃચ્છા કરી. મુનિ કેવા હતા? તેમનું નામ શું હતું? વગેરે પૂછ્યું. મંજરિકાએ રૂપનું વર્ણન કર્યું. નામ તે જાણતી ન હતી. પરંતુ ધનશ્રી મુનિને ઓળખી ગઈ હતી અને મને, મુનિરાજ ક્યાં રોકાય છે, તેની તપાસ કરવા મોકલી હતી... વગેરે વાત કરી. સમુદ્રદત્તે વિચાર્યું : ‘શું ધનકુમાર તો ધનમુનિના વેષમાં નહીં આવ્યો હોય? એને જોઈને ધનશ્રી વિફરી ઊઠી હોય... ને તેને મારી નાખવા દેવીના મંદિરમાં જવાની વાત ઉપજાવી કાઢી હોય... જો એ અપરાધી તરીકે પકડાઈ જાય તો મહારાજા મને પણ પકડી લે, મારી બધી જ ધનસંપત્તિ લઈ લે... એના કરતાં હું જ અહીંથી અન્યત્ર પલાયન થઈ જાઉં... ધનશ્રીનું જે થવું હશે તે થશે. એણે કરેલાં પાપનું ફળ એ ભોગવશે... આમેય એ દુષ્ટા તો છે જ. ધનકુમારને. પોતાના પતિને સમુદ્રમાં ધક્કો મારી, એને મારી નાખવાનો પ્રયત્ન કરનારી સ્ત્રી ઉપર વિશ્વાસ ના જ કરાય. આ તો કોઈ પૂર્વજન્મનાં પુણ્ય હશે મારાં, કે એ મને મારીને કોઈ બીજાને વળગી નથી... કોટવાલ ઘરે તપાસ ક૨વા, ધનશ્રીને પૃચ્છા ક૨વા જરૂર આવશે... એ પહેલાં હું ભાગી જાઉં...' 992 કેટલાંક મૂલ્યવાન રત્નો લઈ સમુદ્રદત્ત ઘર અને નગર છોડીને ભાગી ગયો. ભાગ-૨ * ભવ ચોથો For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમુદ્રદત્ત ભાગી ગયો, અને કોટવાલે ઘરમાં પ્રવેશ કર્યો. ઘરના દ્વારે જ દાસી મંજરિકા ઊભી હતી. કોટવાલે એને જ પૂછ્યું : સાર્થવાહની પત્ની ઘરમાં છે કે?’ શું કામ છે તેનું?” મંજરિકાએ પૂછ્યું. કોટવાળે દાસીની આંખોમાં ભય, શંકા અને ગુપ્તતા જોઈ. તેણે કઠોર શબ્દોમાં પૂછ્યું : “અરે દુષ્ટા, દેવીના મંદિરમાં તું તારી શેઠાણીની સાથે ગઈ હતી ને? શું ઋષિહત્યાનો વૃત્તાંત તું નથી જાણત?' હે આર્ય, મારી સ્વામિનીએ મને, મુનિ ક્યાં રહેલા છે, એની તપાસ કરવા મોકલી હતી.. બસ, એનાથી વિશેષ હું કઈ જાણતી નથી.' “હે સુંદરી, તું ભય ન પામ. તને અભય છે. તને તારી સ્વામિનીએ, એ મુનિરાજનું સ્થાન જોવા શા માટે મોકલી હતી?' હે આર્ય, તે મુનિરાજ ગઈ કાલે મધ્યાહુનકાળે ભિક્ષા લેવા પધાર્યા હતા, પરંતુ ભિક્ષા લીધા વિના જ જલદી ચાલ્યા ગયા. તે પછી મારી સ્વામિનીએ મને કહ્યું : મંજરિકા, તું આ મુનિરાજની પાછળ પાછળ જા, અને આ મુનિ ક્યાં રહેલા છે, તે જાણીને જલદી પાછી આવ...' ગઈ મુનિરાજની પાછળ પાછળ... તેમની રહેવાની જગ્યા જોઈ, પાછી આવી, અને મારી સ્વામિનીને વાત કરી. પછી સ્વામિનીએ શું કર્યું. તે હું જાણતી નથી...” કેમ જાણતી નથી? તું પણ તારી સ્વામિનીની સાથે દેવીના મંદિરમાં ગઈ હતી ને? ત્યાં જઈને એણે શું કર્યું?' મંજરિકાને લાગ્યું કે... હવે મારે બધી વાત કરી દેવી પડશે. નહીંતર આ કોટવાલ મને છોડશે નહીં.” મારી સ્વામિનીની સાથે હું ત્યાં ગઈ હતી. અમે મુનિરાજને વંદન પણ કર્યું ન હતું. મંદિરમાં જઈને ચંડિકાદેવીનું પૂજન કર્યું હતું. મને તો એમ લાગે છે કે એ ક્રૂર દેવીની પૂજા, મુનિરાજને મારી નાખવા જ કરી હશે...” કોટવાલે વિચાર્યું : “હું સાર્થવાહની પત્નીને મળું, અને જોઉં... એની મુખાકૃતિ.. મુખવિકારથી પણ કંઈક સમજી શકાશે.' કોટવાલે ઘરમાં પ્રવેશ કર્યો. ધનશ્રીને ક્ષોભ થયો. તેની આંખોમાં ભય તરી આવ્યો. કોટવાલે કહ્યું : “દેવી, મહારાજાએ મને ઋષિહત્યા કરનારની શોધ કરવા મોકલ્યો છે. હું હત્યા કરનારની શોધ કરી રહ્યો છું. તમે રાત્રી ચંડિકાના મંદિરમાં પસાર કરી હતી, એમ મારા જાણવામાં આવ્યું છે. અને ઋષિહત્યા એ મંદિરની પાસે જ થઈ છે. માટે મને તમારા પર શંકા પડે છે. નિર્ણય તો મહારાજા પોતે કરવાના છે માટે ચાલો મહારાજા પાસે.' શ્રી સમરાદિત્ય મહાકથા SSE For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધનશ્રી ગભરાઈ ગઈ. ભયથી તે ધ્રુજવા લાગી. તેની આંખો સફેદ થઈ ગઈ. અને તે ધડામ... કરતી જમીન પર પટકાઈ ગઈ. કોટવાલે પોતાના મનમાં નિર્ણય કરી લીધો. “ઋષિહત્યા આ સ્ત્રીએ જ કરી છે.જ્યારે તે ભાનમાં આવી, જમીન પર બેસી ગઈ. કોટવાલે તેને ધમકાવી : “સાચું બોલ...ઋષિની હત્યા કોણે કરી? જીવતા મુનિરાજને કોણે સળગાવી દીધા?' કોટવાલનો ઉગ્ર અવાજ સાંભળી, આસપાસના લોકો ભેગા થઈ ગયા. લોકોએ સમુદ્રદત્તની તપાસ કરી... પણ એ તો ક્યારનોય ભાગી ગયો હતો. કોટવાલે ધનશ્રીને ખખડાવી : અરે પાપિણી, ઘોર પાપ કર્યા પછી પણ હવે બોલતી કેમ નથી? શા માટે તે એ મુનિરાજને મારી નાખ્યા? જો તું નહીં બોલે... તો મને બોલાવતાં આવડે છે...” ધનશ્રી રોવા લાગી. કોટવાલ તેને મહારાજ પાસે લઈ ગયો. મહારાજાને નિવેદન કર્યું : મહારાજા, મને આ જ સ્ત્રી અપરાધી લાગે છે. એ જ ચંડિકાના મંદિરમાં રાતવાસો કરીને રહી હતી.” મહારાજાએ વિચાર્યું : “આવી સુંદર આકૃતિવાળી સ્ત્રી આવું હિચકારું કૃત્ય કરે ખરી? આવી નિર્દયતા હોય ખરી આનામાં?’ તેમણે ધનશ્રીને પૂછ્યું : તું ચંડિકાના મંદિરે શા માટે ગઈ હતી?” મીન! તું ક્યાંથી આવી છે? તું કોની પુત્રી છે?” ધનશ્રી ક્ષોભ પામતી, નીચી દૃષ્ટિએ બોલી : ‘હું સુશર્મનગરના શ્રેષ્ઠી પૂર્ણભદ્રની પુત્રી છું... અને સમુદ્રદત્તની પત્ની છું. મારું નામ ધનશ્રી છે.” રાજાએ વિચાર્યું : “આ જે પરિચય આપે છે, તે સાચો છે કે ખોટો છે, એની તપાસ કરાવવી જોઈએ. પછી જ નિર્ણય કરવો જોઈએ. હું સુશર્મનગર દૂત મોકલી, શ્રેષ્ઠી પૂર્ણભદ્રને પુછાવી લઉં... અને એના પતિની પણ તપાસ કરાવું...' કોટવાલને રાજાએ કહ્યું : “આ સ્ત્રીને હમણાં થોડા દિવસ કારાવાસમાં બંધ કરીને રાખો. એને ત્રાસ ના આપશો, ભોજન વગેરે આપજો . એનો ન્યાય હું પછી કરીશ.' એ જ દિવસે મહારાજાએ શ્રેષ્ઠી પૂર્ણભદ્ર ઉપર પત્ર લખીને, પત્ર સાથે દૂત સુશર્મનગર રવાના કર્યો. ઘોડેસવાર દૂત સુશર્મનગર તરફ ઊપડી ગયો. કૌશામ્બીથી સુશર્મનગર ઘણું દૂર હતું. પરંતુ મહારાજાને પિતાનો પુત્રી માટેનો અભિપ્રાય જાણવો હતો. દૂત પહોંચ્યો સુશર્મનગરે. પૂછતાં પૂછતાં તેણે પૂર્ણભદ્ર શ્રેષ્ઠીની હવેલી શોધી કાઢી. ઘોડાને હવેલીની બહાર બાંધીને દૂત અંદર ગયો. પૂર્ણભદ્ર અજાણ્યા આગંતુકનું ભાગ-૨ # ભવ ચોથો છ0 For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વાગત કરી પૂછ્યું : “મહાનુભાવ, તમે રાજપુરુષ દેખાઓ છો, કહો, ક્યાંથી અને કયા પ્રયોજનથી અહીં આવવાનું થયું છે? શ્રેષ્ઠીવર્ય, હું કૌશામ્બીથી આવું છું. કૌશામ્બીનરેશનો હું ખાસ અંગત દૂત છું. તેમનો સંદેશો લઈને આવ્યો છું.” એમ કહીને દૂતે મહારાજાનો પત્ર શ્રેષ્ઠીના હાથમાં આપ્યો, શ્રેષ્ઠીશ્રી પૂર્ણભદ્ર, હું કૌશામ્બીનરેશ તમારી કુશળતા ચાહું છું. આ પત્ર લઈને દૂતને મોકલવાનું પ્રયોજન એ છે કે અહીં એક મુનિને જીવતા સળગાવી દેવામાં આવ્યા છે. સળગાવવાનો આરોપ એક સ્ત્રી ઉપર આવ્યો છે. સ્ત્રીની આકૃતિ સૌમ્ય અને સુંદર છે. મેં એને પૂછયું : “તું કોની પુત્રી છે? તારું નામ શું છે?' તો એણે કહ્યું : “હું સુશમનગરના શ્રેષ્ઠ પૂર્ણભદ્રની પુત્રી છું. મારું નામ ધનશ્રી છે...” હે શ્રેષ્ઠીવર્ય, શું આપને ધનશ્રી નામની પુત્રી છે? અમારે એટલું જ જાણવું છે.” પત્ર વાંચતાં વાંચતાં પૂર્ણભદ્ર શ્રેષ્ઠીનાં આંખોમાં આંસુ આવી ગયાં. તેમણે પત્રનો ઉત્તર લખવા માંડ્યો : . પ્રજાવત્સલ ન્યાયનિષ્ઠ શ્રી કૌશામ્બીનરેશ, હું આપનો સેવક પૂર્ણભદ્ર આપને પ્રણામ કરું છું. મારે ધનશ્રી નામની પુત્રી હતી. મેં એને અમારા નગરશ્રેષ્ઠીના પુત્ર ધનકુમાર સાથે પરણાવી હતી. તે એના પતિ સાથે પરદેશ ગઈ હતી. માર્ગમાં એણે એના પતિને સમુદ્રમાં ધક્કો મારી દીધેલો... પરંતુ ભાગ્યયોગે ધનકુમાર જીવી ગયા. તેઓ ઘેર આવ્યા. બધો વૃત્તાંત તેમના મુખે સાંભળ્યો. મને મારી એ પુત્રી પર તિરસ્કાર છૂટ્યો. એ પાપિણી, એના પતિના સેવકની સાથે ક્યાં ચાલી ગઈ, તેની ખબર પડી ન હતી. ધનકુમારે એમનાં માતા-પિતા સાથે દીક્ષા લઈ લીધી... જીવનને ધન્ય બનાવ્યું... શું એ મારી દુષ્ટા પુત્રીએ, ધનમુનિને તો જીવતા નથી સળગાવી દીધા? એના માટે કંઈ અશક્ય નથી. મારા કુળને કલંકિત કરનારી એ સ્ત્રીને આપને જે ઉચિત લાગે તે સજા કરી શકશો.” પત્ર દૂતને આપ્યો. દૂતને ભોજનાદિ કરાવીને વિદાય આપી. શ્રેષ્ઠી પૂર્ણભદ્ર રડી પડ્યા. વૃત્તાંત જાણીને સમગ્ર પરિવારે રુદન કર્યું. 0 0 0 દૂતે કૌશામ્બી આવીને, મહારાજાને પત્ર આપ્યો. પત્ર વાંચીને મહારાજાએ નિર્ણય કરી લીધી- “ધનશ્રીએ જ મુનિને જીવતા સળગાવી દીધા છે.” શ્રી સમરાદિત્ય મહાકથા g For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ᏀᏭ કૌશામ્બીની રાજસભા ભરાણી હતી. પાર વિનાની ભીડ હતી. કારણ કે આજે મહારાજા ન્યાય આપવાના હતા, ધનશ્રીને કારવાસમાંથી કાઢીને, રાજસભામાં આરોપીના પાંજરામાં ઊભી રાખવામાં આવી હતી. Acharya Shri Kailassagarsuri Gyanmandir મહારાજાએ રાજસભામાં પ્રવેશ કર્યો. સર્વે સભાસદો ઊભા થયા. મહારાજાનું અભિવાદન કર્યું. મહારાજાએ બે હાથ જોડી પ્રજાનું અભિવાદન કર્યું. મહામંત્રીએ ઊભા થઈ નિવેદન કર્યું : ‘પ્રિય પ્રજાજનો, આપ સહુને યાદ હશે કે થોડા દિવસ પહેલાં આપણા નગરમાં દેવીના મંદિર પાસે એક ઋષિરાજને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા... એ ઘોર પાપ કરનારની શોધ કરતાં, આ ધનશ્રી નામની સાર્થવાહ-પત્ની ઉપર શક પડેલો. તેને કારાવાસમાં પૂરીને, એના અંગેની સંપૂર્ણ માહિતી મહારાજાએ મેળવી છે, તેના આધારે આજે ધનશ્રીને ન્યાય આપવામાં આવશે.’ મહામંત્રી પોતાની જગ્યા પર બેસી ગયા. તે પછી મહારાજાએ પોતાનું વકતવ્ય શરૂ કર્યું : ‘વહાલા પ્રજાજનો, જ્યારે ઋષિહત્યાના આરોપી તરીકે કોટવાલ આ સ્ત્રીને મારી પાસે લઈ આવ્યા હતાં ત્યારે એની મુખાકૃતિ જોતાં લાગેલું કે આવી સૌમ્ય અને સુંદર મુખાકૃતિવાળી સ્ત્રી ઋષિહત્યા કેવી રીતે કરી શકે? એક મહાત્માને એ જીવતા કેવી રીતે સળગાવી દઈ શકે? એટલી બધી નિર્દય કેવી રીતે બની શકે? એટલે આ સ્ત્રીનું સાચું ચરિત્ર જાણવા મેં મારા દૂતને સુશર્મનગર મોકલીને, આ સ્ત્રીના પિતા પાસેથી સમાચાર મેળવ્યા. ગઈ કાલે જ દૂત આવી ગયો. ૩૭૨ પૂર્ણભદ્ર નામના શ્રેષ્ઠીની આ પુત્રી છે. તેનાં લગ્ન સુશર્મનગરનાં નગરશ્રેષ્ઠી વૈશ્રમણના પુત્ર ધનકુમાર સાથે કરવામાં આવ્યાં હતાં... ' મહારાજાએ ક્ષણભર ધનશ્રી સામે જોયું. ધનશ્રીએ જરા આંખો ઊંચી કરીને મહારાજા સામે જોયું... ધનકુમાર વેપાર માટે જ્યારે પરદેશ જવા નીકળ્યો ત્યારે ધનથી એની સાથે પરદેશ ચાલી. કોઈ પણ કારણસર ધનશ્રીને એના પતિ તરફ ઘોર દ્વેષ જાગેલો જ હતો. એ ધનકુમારને મારી નાખવાની તક શોધતી હતી. એક દિવસ એને તક મળી ગઈ. રાત્રિનો સમય હતો. વહાણ સમુદ્રના મધ્ય ભાગમાં પસાર થતું હતું... ત્યારે આ પાંજરામાં ઊભેલી દુષ્ટાએ એના રુગ્ણ પતિને સમુદ્રમાં ધક્કો મારી દીધો... મહારાજાએ ધનશ્રીની સામે જોઈને પૂછ્યું : 'અરે પાપિણી, આ વાત ખરી છે ને?’ ભાગ-૨ ૪ ભવ ચોથો For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘનશ્રીનું મોટું કાળું પડી ગયું હતું. તે પોતાની સાડીના છેડાથી પોતાનું મુખ છુપાવવા લાગી. પરંતુ ધનકુમાર મર્યો નહીં! એને કોઈ તૂટેલા વહાણનું મોટું પાટિયું મળી ગયું... તે કિનારે પહોંચ્યો... ને ક્રમશઃ તે સુશર્મનગરે પહોંચ્યો. આ દુષ્ટા, એના પતિના નોકર સાથે પ્રેમ કરતી હતી. તે એની સાથે અહીં કૌશામ્બીમાં આવીને વસી ગઈ...” સમગ્ર રાજસભાની દૃષ્ટિ ઘનશ્રી તરફ મંડાઈ ગઈ. ધનકુમાર સુશર્મનગરે પહોંચ્યા પછી, કોઈ પણ કારણે વૈરાગી બન્યો. માતા પિતા સાથે એણે સાધુધર્મ અંગીકાર કર્યો... એ મહાત્મા ધનકુમાર વિચરતાં-વિચરતાં અહીં આપણા નગરમાં આવ્યા. ભિક્ષા લેવા આ દુષ્ટાના ઘરમાં ગયા... આ દુષ્ટાએ તેમને જોયાં, તે ઓળખી ગઈ. તેને ભય લાગ્યો. “હું તો માનતી હતી કે મારો પતિ સમુદ્રમાં મરી ગયો હશે... ને આ તો જીવતો છે... આ મારાં પાપ જાહેર કરી દેશે તો?' તેણે એ મહામુનિને જીવતા સળગાવી દીધા...” સભામાંથી અવાજ ઊઠ્યો : “ધિક્કાર હો. ધિક્કાર હો...” બીજો અવાજ આવ્યો : “આ પાપિણીને શૂળી પર ચઢાવી દો...' ત્રીજો અવાજ આવ્યો : “આ દુષ્ટાને પણ જીવતી સળગાવી દો..” મહામંત્રી ઊભા થયા, સભાને શાંત કરીને કહ્યું : ભાઈઓ, આપણાં સહુનાં મનમાં આ સ્ત્રી પ્રત્યે તીવ્ર તિરસ્કાર જન્મે એ સ્વાભાવિક છે. એણે અક્ષમ્ય ઘોર પાપ કર્યું છે, એ નક્કી થઈ ગયું છે. હવે આપણે મહારાજાને ન્યાય આપવા વિનંતી કરીએ, ન્યાય આપણે નથી આપવાનો!” રાજસભામાં પૂર્ણ શાન્તિ છવાઈ ગઈ. મહારાજાએ આંખો બંધ કરી. થોડી વાર પછી આંખો ખોલીને તેઓ બોલ્યા : ગમે તેવો મોટો અપરાધ સ્ત્રીએ કર્યો હોય, છતાં સ્ત્રી અવધ્યા હોય છે. એનો વધ ના થઈ શકે, એટલે હું એને દેશનિકાલની સજા આપું છું. પરંતુ એની સુંદર મુખાકૃતિ જોઈ, કોઈ માણસ એના મોહમાં ફસાઈ ના જાય, તે માટે કોટવાલને આજ્ઞા કરું છું કે તેઓ આ સ્ત્રીનું નાક છેદી નાખે. કુરૂપ બનાવીને પછી તેને નગરની બહાર હાંકી કાઢે એને પછી જ્યાં જવું હોય ત્યાં જાય, મહામંત્રીને આજ્ઞા કરું છું કે આપણા રાજ્યના તમામ ગામ-નગરોમાં સૂચના આપી દો કે કોઈ પણ આ સ્ત્રીને આશ્રય ના આપે. જે આશ્રય આપશે, તેનો શિરચ્છેદ થશે..' 0 0 0 સુશર્મનગરમાં લોકોએ જાણ્યું કે “ધનમુનિનું મૃત્યુ થઈ ગયું છે.” આ સમાચાર આચાર્યશ્રી યશોધરે સાંભળ્યા. તેઓએ કૌશામ્બીમાં તપાસ કરાવી. વાત સાચી નીકળી તેઓએ તરત મુનિ વૈશ્રમણ, સાધ્વી શ્રીદેવી વગેરેને પોતાની પાસે બોલાવીને કહ્યું : શ્રી સમરાદિત્ય મહાકથા 03 For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હે શ્રમણો અને શ્રમણીઓ, કૌશામ્બીમાં મહાત્મા ધનમુનિ કાળધર્મ પામ્યા છે સમાધિમૃત્યુ પામ્યા છે.' આ સમાચાર સાંભળી સાધ્વી શ્રીદેવી કલ્પાંત કરવા લાગ્યાં. મુનિ વૈશ્રમણ શોકસાગરમાં ડૂબી ગયા. અન્ય શ્રમણો અને શ્રમણીઓ પણ વ્યાકુળ બની ગયા. આચાર્યશ્રી યશોધરે સાધ્વી શ્રીદેવીને સંબોધીને કહ્યું : હે આર્યે, ધનમુનિ નગરશ્રેષ્ઠ મહાત્મા હતા. તેઓએ પોતાનું આત્મહિત થોડા સમયમાં સાધી લીધું છે. તેમણે મૃત્યુને મહોત્સવ બનાવી દીધું છે. એમની પાછળ શોક ના કરવો ઘટે, કલ્પાંત કરવો ના ઘટે. હે આર્યો, તમે ધનમુનિને “પુત્ર' ના સંબંધની દૃષ્ટિથી ના જુઓ. “ધનમુનિ મારા પુત્ર હતા,’ એમ ના વિચારો, પરંતુ ધનમુનિ' એક શ્રમણ શ્રેષ્ઠ હતા,' આ રીતે વિચારો. તમારી દૃષ્ટિને તમે જ્ઞાનદષ્ટિ બનાવીને વિચારો. જો તમારા વિચારોમાં લૌકિક સંબંધની દુર્ગધ પ્રવેશી જશે તો તમારું “ધ્યાન કષાયયુક્ત બની જશે. હે આયે, તમે મોહ-માયાનાં બંધનો તોડી નાખ્યાં છે. હવે પુત્રસ્નેહની ગાંઠને પણ છેદી નાખો. નિઃસ્નેહી બની જવાનું છે તમારે...' પ્રભો, પુત્રના ગુણ સ્મૃતિમાં આવે છે, એ ગુણો તરફ સ્નેહ પ્રગટે છે... કેવા એ ગુણનિધિ મહાત્મા હતા..' સાધ્વી શ્રીદેવીએ ગદ્દગદ સ્વરે કહ્યું. આચાર્યદેવે કહ્યું : “તમે અત્યારે એ મહામુનિના ગુણોને પણ સ્મૃતિમાં ના લાવો. એ મહામુનિની આકૃતિ પણ સ્મૃતિમાં ના લાવો. તમે ભૂલી જાઓ એમને.... સર્વથા ભૂલી જાઓ.” “ભગવંત, એ મહાત્માને કેવી રીતે ભૂલી શકું? આપ કહો તો સંપૂર્ણ દુનિયાને ભૂલી જાઉં. પણ એ મહામુનિને...' સાધ્વી શ્રીદેવી રડી પડ્યાં. હે આર્યો, તો તમે એ મહાત્માને દેહરૂપે યાદ ના કરો, એક વિશુદ્ધ આત્મા-સ્વરૂપે યાદ કરો. અનામી... અરૂપી સ્વરૂપે યાદ કરો. અને જો એ સ્વરૂપે યાદ નથી કરી શકતાં, તો તમે પરમાત્માના ધ્યાનમાં, વિશુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાનમાં તમારા ચિત્તને જોડવા પ્રયત્ન કરો. વિશુદ્ધ ધ્યાનમાં, વધુ ને વધુ સમય પસાર કરો. એક વાત યાદ રાખવાની છે કે મહાત્માએ દેવગતિ પ્રાપ્ત કરી છે. એ આત્મા જાગ્રત છે. અસંખ્ય કાળ એ દેવલોકનાં દિવ્ય સુખો ભોગવતો રહેશે, અનાસક્ત ભાવે અને જાગ્રત ચિત્તે. એવા મહાત્માની પાછળ શોક ના કરાય. મહોત્સવ કરાય... તમે સહુ પણ આત્મવીર્યને ઉલ્લસિત કરી. શ્રમણજીવનનું સુંદર પાલન કરો. ઉપસર્ગો પરિષહોનું સમતાભાવે પાલન કરો. આત્મા અને શરીરનું ભેદજ્ઞાન આત્મસાતું કરો. સતત કર્મનિર્જરા કરતા રહો. ના કોઈ સંયોગના સુખની ઇચ્છા કરો. ના કોઈ વિયોગની કલ્પના કરો.' ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધ્વી શ્રીદેવી અને મુનિ વૈશ્રમણ ગંભીર વિચારમાં ડૂબી ગયાં. જાણે કે તેમના જીવનમાં શૂન્યાવકાશ છવાઈ ગયો. પૂર્ણ વિરક્તિ, સંપૂર્ણ અનાસક્તિના આલોકમાં તેમણે પોતાના જીવનની સાધનામય સમાપ્તિ જોઈ. સાધ્વી શ્રીદેવીએ કહ્યું : ‘ભગવંત, જો આપને મારામાં યોગ્યતા દેખાતી હોય, તો મને અનશન કરાવવાની કૃપા કરો... હવે આ જીવન લાંબો સમય જીવી નહીં શકું...' ‘ભદ્રે, તારામાં યોગ્યતા છે, તું ચાર આહારનાં ત્યાગરૂપ અનશન કરી શકે છે. અનશન કરીને સમાધિમૃત્યુને ભેટી શકે છે...’ ‘ભગવંત, હું પણ અનશન સ્વીકારવા ઇચ્છું છું, જો આપની અનુમતિ હોય તો...' મહાત્મા વૈશ્રમણે વંદના કરીને, ગુરુદેવને વિનંતી કરી. ‘હે દેવાનુપ્રિય, તમારા ચિત્તમાં શુભ સંકલ્પ જન્મ્યો છે. તમે અનશન ક૨વા માટે સુયોગ્ય છો. તમે તપ, ત્યાગ અને તિતિક્ષા કરીને આત્મભાવને સુયોગ્ય બનાવ્યો છે.’ મહાત્મા વૈશ્રમણે અનશન સ્વીકાર્યું. સાધ્વી શ્રીદેવીએ અનશન સ્વીકાર્યું. અનશન સ્વીકા૨વા પૂર્વે * તેમણે ગુરુદેવ પાસે આલોચના-પ્રાયશ્ચિત્ત કરી લીધું. * સર્વે સાધુઓની સાથે ક્ષમાપના કરી લીધી. * ગુરુદેવને વિશેષરૂપે ખમાવીને, તેઓની હિતશિક્ષા ગ્રહણ કરી... * ધર્મધ્યાનમાં નિમગ્ન બન્યાં. સાધ્વી શ્રીદેવીની પરિચર્યામાં બે સાધ્વીને નિયુક્ત ક૨વામાં આવી. પ્રવર્તિની સાધ્વીને સૂચના આપવામાં આવી કે તેઓ સાધ્વી શ્રીદેવીના ચિત્તની સંપૂર્ણ કાળજી રાખે, ચિત્તમાં નિરંતર ધર્મધ્યાન ચાલતું રહે - એવી શાન્ત, પ્રશાન્ત અને મધુરવાણીમાં પ્રેરણાનું અમૃત પાયા કરે. મહાત્મા વૈશ્રમણની પરિચર્યામાં બે સુયોગ્ય શ્રમણોને નિયુક્ત ક૨વામાં આવ્યા. આચાર્યદેવ સ્વયં વૈશ્રમણમુનિના ચિત્તના અધ્યવસાયોની સ્થિરતાનો ખ્યાલ રાખવા માંડ્યા. કારણ કે ઉલ્લાસ અને ભાવોદ્રેકમાં વ્રત લેવાઈ જાય છે, પરંતુ જ્યારે ક્ષુધાવેદનીય કર્મનો ઉદય થાય છે, તીવ્ર ક્ષુધા અને તીવ્ર તૃષા જ્યારે પ્રગટે છે ત્યારે સમતાભાવે ક્ષુધાને અને તૃષાને સહન કરવી, તે સામાન્ય કામ નથી હોતું. મહાન સત્ત્વ જોઈએ છે ત્યારે સાધકના ચિત્તમાં. જ્યારે એ સત્ત્વ ખૂટી પડે ત્યારે આચાર્ય સત્પ્રેરણા દ્વારા સત્ત્વને પુનઃ ભરી દેતા હોય છે. સત્ત્વ ભરવાની વિશિષ્ટ કળા હોય છે આચાર્યની પાસે, આવી કળા હોય તે જ આચાર્ય પોતાના શિષ્ય-શિષ્યાઓને અનશન-વ્રત કરાવતા હોય છે. શ્રી સમરાદિત્ય મહાકા For Private And Personal Use Only ૩૫ Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ દિવસો વીતે છે... રાતો પસાર થાય છે.... બંને અનશનીનાં શરીર કૃશ બનતાં જાય છે, પરંતુ બંનેનાં મુખ પર તેજસ્વિતા વધતી જાય છે. * આચાર્યદેવ સત્રેરણાનું પીયૂષ પાતા રહે છે.. એક દિવસ અનશન સિદ્ધ થયું. જ બંનેના આત્મા દેવલોકમાં દેવ થયા. ૦ 0 0 ઘનશ્રી! તેનું નાક છેદી નાખવામાં આવ્યું. તેને જૂના જોડાઓનો હાર પહેરાવવામાં આવ્યો. તેના મુખ પર કાળો રંગ ચોપડવામાં આવ્યો.. હજારો સ્ત્રી-પુરુષો તેને ફિટકાર આપતાં રાજમાર્ગો પરથી પસાર થવા લાગ્યાં. નગરની બહાર, એક અતિ જીર્ણ મંદિરના ખંડિયેર સુધી એને મૂકીને સહુ પાછા વળી ગયાં. ત્યારે સૂર્ય પણ અસ્ત થઈ ગયો. ધનશ્રી મંદિરથી થોડે દૂર એક પથ્થરની શિલા પર બેઠી. એના ચિત્તમાં મુનિહત્યા કર્યાનો કોઈ પશ્ચાત્તાપ ન હતો... કોઈ સંતાપ ન હતો.... એ વિચારતી હતી : “મારું જે થવાનું હોય તે ભલે થાય, પરંતુ મારા એ જનમોજનમના વેરીને હું મારી શકી એ મારો મનોરથ સફળ થયો. હવે ભલે કાલે નહીં, આજે જ મને મોત આવે.. મને ચિંતા નથી. ભલે લોકો કહે કે હું મરીને નરકમાં જઈશ... ત્યાં પરમાધામી અસુરો મારા રાઈ જેટલા ટુકડા કરી નાખશે... મને કડકડતાં તેલમાં તળી નાખશે... અને ભડભડતી આગમાં મને ચલાવશે... પણ હું નરકને માનતી જ નથી ને! પ્રજાને ડરાવવા માટે સાધુઓ નરક અને સ્વર્ગની વાત કરતા ફરે છે. માત્ર વાતો કરે છે. એમણે નથી જોયું નરક કે નથી જોયું સ્વર્ગ! પરાપૂર્વથી ચાલી આવતી વાતો છે. હું માનતી નથી. મેં તો મારા એ વેરીને મારીને અહીં જ સ્વર્ગનાં સુખ જેવું સુખ અનુભવ્યું છે! હા, રાજાએ મને સજા કરી.. મારાં ઘરબાર લૂંટી લીધાં. મારું નાક કાપી નાંખ્યું. ને મને દેશનિકાલની સજા આપી.. ભલે, બીજા દૂરના પ્રદેશમાં જઈને, પુરુષાર્થ કરીશ. બનાવટી નાક લગાડાવીશ, એવી રીતે લગાડીશ કે કોઈનેય કલ્પના નહીં આવે કે આ બનાવટી નાક છે! પછી નંદકને શોધીશ. પણ એ કાયર નીકળ્યો... ભાગી ગયો.. ખેર, એ ગમે તેવો છે, પણ મને ગમે છે. એને શોધી કાઢીશ. ફરી અમે ઘર વસાવીશું ને પૂર્વવતુ જીવન જીવીશું. ભાગ-૨ # ભવ ચોથો For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અને કદાચ નંદક નહીં મળે, તો બીજા કોઈ પુરુષને મારા મોહનાં બંધનમાં જકડી લઈશ. હજુ હું યુવતી છું. મારું યૌવન, ભલભલા તપસ્વીને પણ મોહિત કરે એવું છે. મારે તો સંસારનાં સુખ ભોગવવાં છે. ભરપૂર સુખો ભોગવવાં છે. મારે પાપ અને પુણ્યની વાતો નથી કરવી, મારા મનને જે ગમે તે પુણ્ય... મારા મનને ના ગમે તે પાપ! મને ગમે તે હું ખાવાની! મને ગમે તે હું પીવાની! મને ગમે એ પુરુષને હું ભોગવવાની! અને મને ગમે તે જોવાની - સાંભળવાની. જે કોઈ મારા માર્ગમાં આડે આવશે, તેનો કાંટો દૂર કરતાં મને આવડે છે. હું હિંસાને પાપ માનતી નથી. જીવનમાં સુખ માટે જે કંઈ કરવું પડે, તે કરવાનું. તે ક૨વામાં કોઈ પાપ લાગતું નથી. હા, નંદક... મારો પ્રેમી... થોડો વેવલો છે. ક્યારેક એ પુણ્ય-પાપની વાતો કરે છે... એનું મન જાળવવા હું એ વાતોને સ્વીકારી લઉં છું... નંદકમાં હિંમત નથી. ક્યાંથી હોય હિંમત? છેવટે તો એ દાસીપુત્ર છે ને! તે છતાં એનું શરીર દૃઢ છે, શક્તિશાળી છે... એણે મને ઘણું સુખ આપ્યું છે... મેં પણ એને પાર વિનાનું સંભોગસુખ આપ્યું છે. એને મારે શોધવો તો પડશે જ. ખેર, એ બધી વાત પછી, અત્યારે પહેલું કામ... આસપાસમાં કોઈ તળાવ હોય કે ખાબોચિયું હોય તો મારું મોઢું ધોઈ નાખું, થોડું પાણી પી લઉં. પછી અહીં જ આટલામાં... કોઈ પથ્થર ઉપર રાત પસાર કરી લઉં. કાલે સવારે અહીંથી આગળ વધી જઈશ.' Acharya Shri Kailassagarsuri Gyanmandir આમ વિચારો કરીને તે પાણી શોધવા આજુબાજુ ફરવા લાગી. આજુબાજુ બાવળના અને ખીજડાનાં વૃક્ષો હતાં. જમીન પર કાંટા હતા, પાંદડાં પડેલાં હતાં. તે ધીરેધીરે ચાલવા લાગી. પગમાં કાંટા વાગે છે તો કાઢી નાંખે છે... તે મંદિરના ખંડિયેરની પાછળ ગઈ... ત્યાં બાવળનાં વૃક્ષોની ઘટાની વચ્ચે પાણીનું એક ખાબોચિયું હતું. ધીરેથી ત્યાં પહોંચી... મોઢું ધોઈને, ખોબેખોબે પાણી પીધું. પાછી એ ખંડિયેર પાસે આવી. ખંડિયેરમાં ઠેક-ઠેકાણે મોટાં મોટાં દર હતાં... નાના નાના જીવો ફરતા હતા. ત્યાં એક મોટા પથ્થર પર એણે લંબાવી દીધું. ઊંઘ તો આવે જ ક્યાંથી? પડખાં ફેરવતી... રાત પસાર કરવા લાગી. ત્યાં... એના પગ ઉપર સળવળાટ થયો... તે પગ ખેંચી લે એ પહેલાં તૉ કાળા નાગે જોરથી ડંખ મારી દીધો... તે બેઠી થઈ ગઈ... એક મોટો પથ્થર ઉપાડી તેણે નાગ ઉપર માર્યો... શ્રી સમરાદિત્ય મહાકા એના શરીરમાં ઝેર વ્યાપી ગયું... અને થોડી ક્ષણોમાં જ એના પ્રાણ ઊડી ગયા. મરીને એ નરકમાં ઉત્પન્ન થઈ. સર્પ પણ મરીને નરકમાં ઉત્પન્ન થયો. જીવનનો કરુણ અંત આવી ગયો... O For Private And Personal Use Only Ꮐ Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તીવ્ર ક્રોધની શાંતિ - ‘પ્રભાવક ચરિત્ર’માં કહેવામાં આવેલું છે : હરિભદ્રસૂરિજીના ગુરુ જિનભદ્રસૂરિજીને બૌદ્ધોના નાશની અને પોતાના શિષ્યના પ્રચંડ કોપની જાણ થતાં, એ કોપને શાન્ત કરવા, એમણે બે મુનિઓને ‘સમરાદિત્ય’ ચરિત્રના બીજભૂત ત્રણ ગાથાઓ આપીને હરિભદ્રસૂરિજી પાસે મોકલ્યા - Acharya Shri Kailassagarsuri Gyanmandir गुणसेन अग्गिसम्मा सीहाणंदा य तह पिया-पुत्ता । સિદિ - નાનિધિ માફ-સુષ્મા ઘણ-ધસિરિમો ય પ-મખ્ખા (૧૮૬|| जय विजया य सहोअर धरणो लच्छी अ तह पई-भज्जा । સેળ - વિસેળા પિત્તિય-પુત્તા નામ સત્તમર્ ||૧૮૬|| गुणचंद - वाणमंतर समराइच्च गिरिसेण पाणी अ । एगस्स तओ मोक्खोऽणन्तो अन्नरस संसारो ।।१८७।। તે બે મુનિ રાજા સૂરપાલના નગરમાં જઈને શ્રી હરિભદ્રસૂરિજીને મળ્યા. એમણે કહ્યું: ‘આ ત્રણ ગાથાઓ ઉપર બરાબર વિચાર કરવાનું ગુરુદેવે કહ્યું છે.' તેઓએ ત્રણ ગાથા હરિભદ્રસૂરિજીને આપી. હરિભદ્રસૂરિજી જેમ-જેમ તે ગાથાઓ પર ચિંતન કરતા ગયા તેમ તેમ એમનો ક્રોધ શાંત થતો ગયો. પોતે બૌદ્ધોને મારી નાંખ્યા હતા, તે બદલ તેમને ઉગ્ર પશ્ચાત્તાપ થયો. રાજા સૂરપાલને કહીને તેમણે વિહાર કર્યો. તેઓ ગુરુદેવ પાસે ગયા. ગુરુદેવનાં ચરણોમાં પડી પ્રાયશ્ચિત્ત માંગ્યું. ગુરુદેવે પ્રાયશ્ચિત્ત આપ્યું. એ શ્રી હરિભદ્રસૂરિજીએ વૈરાગ્યામૃતથી છલોછલ સમરાદિત્ય મહાકથા લખી. For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ષત્રમાદિત્ય-મહાકથા. ભવ : પાંચમો જય (ભાઈ) વિજય (ભાઈ) For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir L'ECT સૂર્ય જેવા તેજસ્વી, ચન્દ્ર જેવા સૌમ્ય. જે સમુદ્ર જેવા ગંભીર, રત્ન જેવા મૂલ્યવાન. કામદેવ જેવા આકર્ષક, સ્વર્ગ જેવા મનોહર અને મોક્ષ જેવા અનુપમ આચાર્ય શ્રી સનકુમારને જોઈ કુમાર જયકુમાર, ચંદ્રોદય ઉદ્યાનમાં સ્તબ્ધ બનીને ઊભો રહી ગયો. અનિમેષ નયને મુનીશ્વરને અને સહવર્તી નિવૃંદને જોતો રહ્યો. મુનીશ્વર સનકુમાર યૌવનવયમાં હતા. મને લાગે છે કે આ મહાપુરુષન સંસારમાં બધી જ ઇચ્છાઓ પૂર્ણ થઈ શકે! એ જે ઇચ્છે, એ બધાં વૈષયિક સુખો એમને મળી શકે. એવું ભાગ્ય દેખાય છે. સૌભાગ્ય જણાય છે! તો પછી આ સાધુ કેમ બની ગયા હશે? કોઈ કારણ તો હશે જ સાધુ બનવામાં, કારણ વિના કાર્ય ના બને. હું એમની પાસે જઈને પૂછું! તેઓ મને કારણ જરૂર બતાવશે... વૈરાગી, મહાપુરુષોને કશું છુપાવવાનું હોતું નથી...” આ હતો કાકન્વીનગરીના મહારાજા સૂરજનો અને મહારાણી લીલાવતીનો લાડકવાયો રાજપુત્ર જયકુમાર. આ જયકુમારની બીજી મહત્ત્વની ઓળખાણ કરાવું! ધનમુનિ ધનકુમાર) ભડભડતી આગમાં કાળધર્મ પામી, મહાશુક નામના દેવલોકમાં દેવ થયાં હતા, તેઓ અસંખ્ય વર્ષ દેવલોકનાં દિવ્ય સુખો ભોગવી, આયુષ્ય પૂર્ણ થતાં, માતા લીલાવતીની કૂખે આવ્યા. તેમનું નામ જયકુમાર પાડવામાં આવ્યું. જયકુમાર સૌમ્ય પ્રકૃત્તિનો હતો. અનેક કળાઓમાં વિશારદ બન્યો હતો, છતાં તે અવિનીત કે અવિવેકી બન્યો ન હતો. તે લોકપ્રિય રાજકુમાર હતો. તેનું આચરણ તો સજ્જનોને ઉચિત હતું જ, તેના વિચારો પણ જ્ઞાની પુરુષસદુશ હતા. રાજકુળમાં જન્મ થવા છતાં એને રાજમદ ન હતો. તેનામાં અભિમાન ન હતું. જયકુમારને એક નાનો ભાઈ હતો. તેનું નામ હતું વિજયકુમાર, જયકુમારની પ્રકૃતિથી વિપરિત પ્રકૃતિનો હતો. તે ઉદ્ધત, અવિનીત અને અવિવેકી હતો. માયાવી અને કપટી હતો. પ્રજાને ત્રાસ પમાડનારો હતો, ઉન્મત્ત અને અહંકારી હતો... રાજા સૂરતેજને એ જરાય ગમતો ન હતો, પરંતુ જયકુમારને નાના ભાઈ ઉપર ઘણું હેત હતું. રાણીને પણ નાના પુત્ર પર ઘણો રાગ હતો. એટલે ઘણી વાતોમાં મહારાજા મૌન રહેતા. પરિણામે વિજયકુમાર વધારે ને વધારે સ્વછંદી બનતો ચાલ્યો હતો. છતાં મહારાજાએ મહામંત્રી દ્વારા વિજયકુમાર પર અનુશાસન કરેલું હતું. મહામંત્રી ભાગ-૨ # ભવ પાંચમો 600 For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીરદેવ મહામુત્સદ્દી અને પૂર્ણ વફાદાર વિશ્વસનીય પુરુષ હતા. વિજયકુમાર ઉપર એમની ચાંપતી નજર રહેતી હતી. મહામંત્રીને લાગતું હતું કે જયકુમારની સરળતાનો વિજયકુમાર ગેરલાભ ઉઠાવશે. જયકુમારના પ્રગાઢ વાત્સલ્યભાવનું વિજયને જરાયે મૂલ્ય ન હતું. મહારાણીનાં વધારે પડતાં લાડ-પ્યારનું પરિણામ સારું નથી આવવાનું... તેમણે અવસરે અવસરે જયકુમારનું ધ્યાન ખેચ્યું હતું. મહારાણીને પણ કહી શકાય એટલું કહ્યું હતું, છતાં પરિણામ શૂન્ય આવ્યું હતું. એટલે તેઓ અને મહારાજા વિજયકુમાર પર પૂરતું ધ્યાન આપતા હતા. જયકુમાર અને પરથી નીચે ઊતરી ગયો. મહામુનિની પાસે જઈને વિનયથી વંદના કરી અને આચાર્યદેવની અનુમતિ લઈ, તેમની પાસે બેઠો. આચાર્યદેવે તેને “ધર્મલાભનો આશીર્વાદ આપ્યો. જયકુમારે બે હાથ જોડી કહ્યું : “હે પૂજ્ય, એ તો હું પણ માનું છું કે આ સંસાર અસાર છે, દરેક સમજદાર પુરુષને આ સંસાર પ્રત્યે વૈરાગ્ય હોય જ, છતાં બાહ્ય નિમિત્ત વિના અંતરંગ વૈરાગ્ય ઊછળતો નથી. કોઈ વિશિષ્ટ નિમિત્ત હોવું જોઈએ વૈિરાગ્ય જાગ્રત થવામાં. ભગવંત, આપના જીવનમાં એવું કોઈ બાહ્ય કારણ ઉપસ્થિત થયું હશે ને? એ કારણ મને કહેવા આપ કૃપા કરશો?' કુમારની મધુર, ગંભીર અને વિવેકપૂર્ણ વાણી સાંભળી આચાર્યદેવ પ્રભાવિત થયા. ‘કુમારના પ્રશ્નનો જવાબ આપું. સુયોગ્ય દેખાય છે. એની વાણી અને એની આકૃતિ... મારા ચિત્તને આકર્ષે છે.” આચાર્યદેવે કહ્યું : “કુમાર, તું મારા વૈરાગ્યનું વિશિષ્ટ કારણ પૂછે છે, તો હું કારણ બતાવીશ... પરંતુ વાર્તા લાંબી છે! તારી પાસે સમયનો અવકાશ છે ને? અને તું સ્થિરતાપૂર્વક એટલો સમય સાંભળી શકીશ ને?' ભગવંત, આપ તો સાંભળવા માટે બેસવાનું કહો છો, કદાચ... કંઈ પણ સાંભળ્યા વિના..... કંઈ પણ કર્યા વિના... આપની પાસે આઠ પ્રહર બેસી રહેવાનું હોય... તો બેસી રહું! એવું અદ્ભુત આપનું આકર્ષણ છે... લોહચુંબક જેવું આપનું વ્યક્તિત્વ છે. આપ કહો! હું તન્મય બનીને સાંભળીશ.” ચન્દ્રોદય ઉદ્યાનમાં તિલક, અશોક અને સિદ્વાર વૃક્ષો ઉપર મંજરીઓ ખીલી હતી. બટમોગરાનાં સુગંધી પુષ્પોની સુવાસ ફેલાતી હતી. કદંબ-પુષ્પની સુગંધથી ભ્રમર ગુંજારવ કરી રહ્યા હતા. પ્રિયંગુમંજરીનાં પુષ્પોથી ઉદ્યાનની શોભા અવર્ણનીય બની હતી. આચાર્યદેવ ચાર અશોકવૃક્ષની વચ્ચે સ્વચ્છ ભૂમિભાગ પર બેઠા હતા. એ ભૂમિભાગ કંઈક ઊંચો હતો અને ગોબરથી લીંપેલો હતો. બાજુમાં જ માટી, પથ્થર અને ઘાસની બનેલી કુટિર હતી. આવી અનેક કુટિર ઉદ્યાનમાં ઠેર ઠેર બનેલી હતી, સાધુસંન્યાસી અને યોગી પુરુષો આ કુટિરોમાં નિવાસ કરતા હતા, વિશ્રામ કરતા હતા. શ્રી સમરાદિત્ય મહાકથા ઉ૮૧ For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્યદેવે વૈરાગ્યનાં કારણભૂત પોતાનું જીવનવૃત્ત કહેવાનો પ્રારંભ કર્યો : ‘કુમાર, આ ભારતમાં શ્વેત્તાંબી નગરી છે, એના રાજા છે યશોવર્મા. એમનો હું પુત્ર છું. મારું નામ સનત્કુમાર. મારાં માતા-પિતાનો હું લાડકવાયો હતો. મારા પિતા મને ખૂબ ચાહતા. મારામાં રહેલી દયા, કરુણા અને પરોપકારવૃત્તિ તેમને ખૂબ ગમતી. તેઓ મારી પ્રત્યેક ઇચ્છા પૂર્ણ કરતા. કારણ કે હંમેશા મારી ઇચ્છાઓ પરોપકારની જ રહેતી. એક દિવસની વાત છે. હું અશ્વારૂઢ બની, નગરની બહાર ફરવા માટે ગયો હતો. ફરીને હું પાછો ફરતો હતો ત્યારે રાજપુરુષો કેટલાક ચોરોને પકડીને વધસ્થાને લઈ જતા હતા. એ ચોરોએ મને જોયો. તેઓ મારી દયાવૃત્તિ જાણતા હતા. હું એમની નજીક પહોંચ્યો, ચોરોએ આંખોમાં આંસુ સાથે આર્દ્રસ્વરે મને કહ્યું : ‘હે દયાળુ મહારાજ કુમાર, અમે તમારા શરણે છીએ... અમારી રક્ષા કરો.’ મેં ચોરોની આજીજી સાંભળી. પછી રાજપુરુષો સામે જોયું. રાજપુરુષોએ કહ્યું : ‘મહારાજકુમાર, આ ચોર છે. એમણે મોટો અપરાધ કરેલો છે. મહારાજાએ તેમનો વધ ક૨વાની આજ્ઞા કરી છે, એટલે અમે આ લોકોને વધસ્થાને લઈ જઈએ છીએ.’ હું વિચારમાં પડી ગયો. ‘પિતાજીએ વધ કરવાની આજ્ઞા કરી છે આ ચોરો માટે... અને આ ચોરો મારા શરણે આવ્યા છે? શરણે આવેલાની રક્ષા કરવી, એ મારી પ્રતિજ્ઞા છે... હવે હું શું કરું? હું આ જીવોને અભયદાન આપું, પછી પિતાજીને હું સમજાવી દઇશ. પિતાજીનો મારા ઉપર અગાધ સ્નેહ છે. તેઓ મારા પર નારાજ નહીં થાય...’ મેં રાજપુરુષોને કહ્યું : ‘તમે જેમને વધ ક૨વા લઈ જાવ છો, તેઓ મારા શરણે . આવેલા છે. હું તેમને અભયદાન આપું છું. તમે આ લોકોને છોડી દો...’ રાજપુરુષોએ કહ્યું : ‘હે પરોપકારી, આમને છોડી મૂકવાથી મહારાજા અમારા પર રોષે ભરાશે અને પ્રજાજનો પણ નારાજ થશે. હે મહારાજકુમાર, આ ચોરો ઉપર પ્રજાજનો પણ ક્રોધે ભરાયેલા છે.' મેં કહ્યું : ‘તમે ચિંતા ના કરો. મહારાજાને તમે કહેજો કે ‘સનત્કુમારના કહેવાથી અમે ચોરોને છોડી દીધા છે... તમને ઠપકો નહીં મળે. હું મહારાજા સાથે વાત કરી લઈશ. પ્રજાજનોને પણ હું સમજાવીશ. જીવવધ બહુ મોટું પાપ છે...' મેં ચોરોને મુક્ત કરી દીધા, રાજપુરુષો મારા પિતાજી પાસે ગયા. પિતાજીને બધી વાત કરી. પિતાજી વિચારમાં પડી ગયા. તેઓ મને નારાજ કરવા રાજી ન હતા, તેવી રીતે ચોરોને છોડી મૂકવા પણ તૈયાર ન હતા. તેમણે મારી સાથે ચોરી અંગે કોઈ વાત જ ના કરી. જાણે કંઈ બન્યું જ નથી, એ રીતે મારી સાથે વ્યવહાર રાખ્યો. ૩૮૨ ભાગ-૨ * ભવ પાંચમો For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજા દિવસે સવારે કોટવાલને મંત્રણાગૃહમાં બોલાવીને સૂચના આપી : ‘કુમારને ખબર ના પડે એ રીતે એ ચોરોનો વધ કરી દો. પછી પ્રજાજનોને, કે જેમણે આ ચોરો અંગે ફરિયાદ કરી હતી, તેમને જાણ કરી દેજો... સાવધાની એક જ રાખવાની સનકુમારને ખબર ના પડવી જોઈએ.' કોટવાલે કહ્યું : “મહારાજા, આપ નિશ્ચિંત રહો, આપની આજ્ઞાનું પાલન કરીને, હું આપને નિવેદન કરું છું.” કોટવાલે મહારાજાની આજ્ઞાનું પાલન કર્યું. ચોરને પુનઃ પકડી લીધા અને તેમનો વધ પણ કરી દીધો. મને સમાચાર મળ્યા કે “જેમને મેં અભયદાન આપ્યું હતું, તેમને પિતાજીએ મારી નખાવ્યા છે... મારું મન ઉદ્વેગથી ભરાઈ ગયું... મારા મનમાં પિતાજી પ્રત્યે જે પ્રેમ હતો, આદર હતો... તે નષ્ટ થઈ ગયો. મારું મન રોષથી ભરાઈ ગયું. હું પિતાજી પાસે ગયો. મેં તેઓને કહ્યું : 'મારે તમારા રાજ્યમાં રહેવું નથી. હું આજે જ ચાલ્યો જાઉં છું.' પિતાજીએ કહ્યું : “પણ શા માટે? “પિતાજી, આપ કારણ જાણો છો, છતાં મને પૂછો છો? શું આપ નહોતા જાણતા કે મેં પેલા ચોરોને અભયદાન આપ્યું હતું? શું કોટવાલે આપને વાત નહોતી કરી? છતાં આપે ગુપ્ત રીતે એ ચોરોને મારી નખાવ્યા... આપે અનુચિત કર્યું છે... પિતાજી...” વત્સ, તારી વાત સાચી છે, મેં એ ચોરોનો વધ કરાવી દીધો છે. પરંતુ એ સિવાય બીજો કોઈ માર્ગ ન હતો. એ દુષ્ટોએ ઘણા સમયથી નગરમાં આતંક ફેલાવી દીધો હતો...” તો એમને કારાવાસમાં પૂરી શકાત...' દંડનીતિ મુજબ એમને વધની જ સજા થતી હતી.' એવી દંડનીતિ બદલી શકાય છે...” જો આવી કડક દંડનીતિ ના હોય તો દુષ્ટો અને દુર્જનોથી સજ્જનોની રક્ષા ના થઈ શકે.” ‘સજ્જનોની રક્ષા આ રીતે કરવી, મને પસંદ નથી... મને કોઈ પણ પ્રકારની જીવહિંસા ગમતી નથી, માટે હું અહીં રહી શકે એમ નથી...” હું ત્યાંથી પગલું ઉપાડતો હતો ત્યાં મારાં માતા આવી પહોંચ્યાં. તેમણે મારો માર્ગ રોક્યો. મને કહ્યું : “વત્સ, તારા પિતાજીને જે કરવું હોય તે કરવા દે.. તું શા માટે વચ્ચે આવે છે?' નથી આવવું એમની રાજનીતિની વાતોમાં, માટે જ હું અહીંથી દૂર ચાલ્યો જવા ઇચ્છું છું. પછી આપને જેમ ઠીક લાગે તેમ કરજો..” શ્રી સમરાદિત્ય મહાકથા 63 For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મારા પિતાજીએ કહ્યું : ‘વત્સ, જો તારી ઇચ્છા મનુષ્યવધની સજા નહીં ક૨વાની છે, તો આપણે નહીં કરીએ, પરંતુ તું ચાલ્યા જવાની વાત ના કર. વત્સ, તારા ઉપર મારો અગાધ સ્નેહ છે, તારી માતાનો પણ અપાર પ્રેમ છે...’ ‘પિતાજી, જો આપનો મારા ઉપર અગાધ સ્નેહ હોત, તો આપ મારા શરણે આવેલા મનુષ્યોનો વધ ના કરાવત. મને અજાણ રાખીને આપ આવું અકાર્ય ના કરત. હવે આપ સ્નેહ અને પ્રેમની વાત ન કરો.' Acharya Shri Kailassagarsuri Gyanmandir મને રોકવા માટે પિતાજીએ ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ મારું મન અત્યંત વ્યથિત હતું, હું રાજમહેલમાંથી નીકળી ગયો. જ્યારે હું નગરના દ્વારે પહોંચ્યો ત્યારે મારો અંતરંગ મિત્ર વસુભૂતિ મળ્યો. એણે મારો હાથ પકડીને પૂછ્યું : ‘કુમાર, તું અશાન્ત અને ઉદ્વિગ્ન દેખાય છે... આમ એકલો કઈ બાજુ જાય છે?’ જ્યાં ભાગ્ય લઈ જાય ત્યાં...’ ‘ભાગ્ય અહીં જ રાખવા માગતું હોય તો?’ ‘તો પિતાજી, મારી પવિત્ર ઇચ્છાને કચરી ના નાખત... માટે વસુ, તું મારો હાથ છોડ, મને જવા દે.... ‘જે બનવાનું હતું તે બની ગયું... એનો ખેદ ના કર, ભવિષ્યમાં એવું નહીં 447...' ‘મારું મન નથી માનતું... અહીંના રાજાને અને અહીંની પ્રજાને મનુષ્યવધ ગમે છે... એ રોક્યા રોકાય એમ નથી. અને આવા નગરમાં હું રહી શકું નહીં...' ‘તું ના રહી શકે તો હું પણ ના રહી શકું... હું તારા વિના ના રહી શકું...' 'વસુ, મારી ખાતર તારે તારાં માતા-પિતા... વગેરેનો ત્યાગ કરવાની જરૂર નથી...” ‘હજુ વિચાર્યું નથી.' ‘તો હવે વિચારી લઈએ...’ 'તને ભલે જરૂ૨ ના લાગે, મને જરૂર લાગે છે. તું અહીં જ ઊભો રહે. હું બે અશ્વ લઈને આવું છું.' વસુભૂતિ બે અશ્વ લઈ આવી ગયો. અમે બંને અશ્વારૂઢ બનીને ચાલ્યા. વસુભૂતિએ મને પૂછ્યું : ‘મિત્ર, આપણે કઈ દિશામાં... કયા સ્થાને જવું છે?' ‘તું જ કહે ક્યાં જવું જોઈએ?’ ‘તને તે રાજ્યમાં ને તે પ્રદેશમાં ગમશે... કે જ્યાં જીવહિંસા ના થતી હોય!' ‘તારી વાત સંપૂર્ણ સાચી છે...' ‘એવું એક રાજ્ય છે! જેને હું જાણું છું!' ‘કયું રાજ્ય છે?’ १८४ For Private And Personal Use Only ભાગ-૨ ૪ ભવ પાંચમો Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તામ્રલિપ્તીનું?' મહારાજા ઇશાનચંદ્રનું? હા, એ જ. એ રાજા અહિંસક છે, પ્રજા અહિંસક છે અને ધર્મ અહિંસાનો છે!' બહુ સરસ, આપણે તામ્રલિપ્તી જઈએ! મહારાજા ઇશાનચંદ્ર, આમેય પિતાજીના મિત્રરાજા છે... મને ઓળખે પણ છે. આપણા જવાથી તેઓ રાજી થશે...' અમે બંને તામ્રલિપ્તી તરફ ચાલ્યા. માર્ગમાં વસુભૂતિએ મને પૂછયું : “કુમાર, એક વાત તને પૂછું... તું મારા પર નારાજ ના થઈશ.” પુછે!” મિત્ર, શું અપરાધીની હિંસા કરવી એ પાપ છે? ગૃહસ્થ જીવનમાં આવી હિંસા અનિવાર્ય નથી?” વસુ, હિંસા એટલે હિંસા, હિંસા પાપ જ છે. અપરાધી હો કે નિરપરાધી... માણસ ભયથી હિંસા કરે છે, ક્ષમાના અભાવમાં હિંસા કરે છે..” નિરપરાધી જીવોની રક્ષા માટે હિંસા કરવી પડે તો?” ‘ત્યાં ભાવ રક્ષાનો છે, હિંસાનો નથી. કર્મબંધ ભાવની અપેક્ષાએ થાય છે. ક્રિયા ગૌણ બની જાય છે. આપણો ભાવ તો સર્વ જીવો પ્રત્યે મૈત્રીનો જ જોઈએ. કોઈ વને શત્રુ માનવાનો નથી..” જે મનુષ્ય આપણને શત્રુ માનતો હોય, તેને મિત્ર કેવી રીતે માની શકાય?' માની શકાય, બીજો મનુષ્ય ભલે શત્રુ માને આપણને, આપણે એને શત્રુ માનવાની જરૂર નથી. આપણે મૈત્રીભાવ ઉપર શ્રદ્ધા રાખવાની. પેલો મને શત્રુ માને છે, માટે હું એને શત્રુ માનું - “આવી ભૂલ કરવાની નથી. શત્રતાની કલ્પના વિકાર છે. મિત્રતાની ભાવના આત્માની સ્વસ્થતા છે.' વસુભૂતિ મૌન થઈ ગયો. અમારા બંનેના અશ્વ સાથે સાથે ચાલી રહ્યા હતા. વસુભૂતિ મારો બાલ્યકાળનો મિત્ર હતો. મને એના પર, એને મારા પર પ્રગાઢ પ્રેમ સ્નેહ હતો. એને મારી પરોપકારવૃત્તિ ગમતી હતી. મારા પરોપકારનાં કાર્યોમાં એ મારો સાથી રહેતો હતો. વસુભૂતિએ મૌન તોડ્યું. “કુમાર, આપણે તાપ્રલિપ્તીમાં જઈને શું કરીશું?' “ત્યાં ગયા પછી, મહારાજ આપણા સાથે કેવો વ્યવહાર રાખે છે.... કેવો સ્નેહ પ્રદર્શિત કરે છે... એ બધું વિચારીને પછી નક્કી કરીશું... કે આપણે ત્યાં શું કરવું!” અમે માર્ગમાં યોગ્ય સ્થળે રાત્રિવિસામો કરતા હતા. દિવસે યાત્રા ચાલુ રાખતા હતા. વૃક્ષોનાં ફળ અને ઝરણાનું પાણી – અમને મળી રહેતાં. એક દિવસે સંધ્યા સમયે અને તામ્રલિપ્તી પહોંચ્યા. જ એક ક્ષ શ્રી સમરાદિત્ય મહાકથા ૮૫ For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમે રાત્રિ તામ્રલિપ્તીના બાહ્ય ઉદ્યાનમાં પસાર કરી. પ્રભાતે નગરમાં પ્રવેશ કર્યો. અલબત્ત મેં મહારાજા ઇશાનચંદ્રને અમારા આગમનના સમાચાર મોકલી આપ્યા હતા, એટલે સ્વયં મહારાજા મને લેવા માટે સામે આવ્યા! તેઓ મને ભેટી પડ્યા... અશ્વો નોકરોને સોંપી દઇ, મહારાજાની સાથે રથમાં બેસીને અમે રાજમહેલમાં આવ્યા. સ્નાન-ભોજનાદિથી નિવૃત્ત થઈ, હું મહારાજાની પાસે બેઠો. વસુભૂતિ, અમને આપવામાં આવેલા ‘કુમારવાસ ભવનમાં ગયો. મહારાજ મને આગમનનું પ્રયોજન પૂછે, એ પૂર્વે મેં જ શ્વેતામ્બીનગરમાં બનેલી ચોરોના વધની ઘટના કહી સંભળાવી. કાકંદના ત્યાગનું અને તામ્રલિપ્તીમાં આવવાનું પ્રયોજન મહારાજા સમજી ગયા. તેઓએ મારા માથે હાથ મૂકીને, નેહભર્યા શબ્દોમાં મને કહ્યું : “વત્સ, આ રાજ્ય પણ તારું જ છે, એમ સમજજે. અહીં તું નિઃશંકપણે રહેજે. કોઈ પણ વાતે સંકોચ ના રાખીશ.” ત્યાર બાદ રાજ્યના ભંડારીને બોલાવીને મારી સામે જ આજ્ઞા કરી : “આ રાજપુત્ર જયકુમાર છે. એ જેટલું ધન માગે તેટલું તમારે આપવું.” મહામંત્રીને બોલાવીને કહ્યું : “આ શ્વેતામ્બીના મહારાજા યશોવર્માનો રાજકુમાર છે. એનું નામ છે સનકુમાર. અત્યંત કરુણાવંત અને પરોપકારી છે. જીવદયા. અહિંસા.. આ એનો પ્રાણાધિક ધર્મ છે. એને મેં અહીં રહેવા માટે આગ્રહ કર્યો છે. તમે એને મારો જ રાજકુમાર માનીને, એની સાથે વ્યવહાર કરજો.” મહામંત્રીને વિદાય આપી, મહારાજાએ મને પૂછ્યું : ‘કુમાર, જો તારી ઈચ્છા હોય તો આ રાજ્યમાં હું તને જે ગમે તે પદ આપું. મંત્રીમંડળમાં તને મંત્રી બનાવું.. અથવા સેનાનો અધિનાયક બનાવું... અથવા ન્યાયાધિકારી બનાવું. કહે, તારી શી ઇચ્છા છે?’ ' કહ્યું : “મહારાજા, આપે મને અભુત વાત્સલ્ય આપ્યું છે..... પ્રેમ અને સ્નેહ આપ્યો છે... હવે મારે બીજું કંઇ ના જોઇએ. હા, મારા યોગ્ય જે કોઈ કાર્ય હોય, મને બતાવજો, હું કરીશ. મારો મિત્ર વસુભૂતિ પણ કરશે.” “વત્સ, તમે બંને મિત્રો આનંદથી રહો. કામ કરનારા અનેક પુરુષો અહીં છે... બસ, દિવસમાં એક વાર મને મળી જજે. તને જોઈને મને અતિ હર્ષ થાય છે.' અમને આપવામાં આવેલો કુમારવાસ, નાનકડો સુંદર મહેલ જ હતો. એના નાના-મોટા નવ ખંડ હતા. દરેક ખંડને નવ પ્રકારનાં રંગોથી સુશોભિત કરવામાં આવ્યા હતા. શ્વેત પથ્થરના સ્તંભો ઉપર મનમોહક કોતરણી કરવામાં આવી હતી. ભાગ-૨ ( ભવ પાંચમો For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીંત ઉપર શૌર્યરસના તથા શૃંગારરસનાં રમણીય ચિત્રો ચિત્રિત કરવામાં આવ્યાં હતાં. દરેક ખંડમાં એક-એક પલંગ, ચાર-ચાર ભદ્રાસનો અને એક-એક કાષ્ઠાન મૂકવામાં આવ્યાં હતાં. દરેક ખંડમાં ઉત્તર અને દક્ષિણ દિશામાં કલાત્મક ઝરૂખાઓ કાઢવામાં આવ્યા હતા. કુમારવાસની રક્ષા માટે, દ્વાર પર બે સશસ્ત્ર સૈનિકો ખડે પગે ઊભા રહેતા હતા. અમારી સેવામાં બે નોકરો અને બે પરિચારિકા રાખવામાં આવી હતી. નોકરોનું કામ હતું કુમારવાસને સ્વચ્છ રાખવાનું અને અમારું બહારનું કામ કરવાનું. અમારા સવારના દુગ્ધપાનથી માંડી સાંજના ભોજન સુધીની જવાબદારી પરિચારિકાઓની હતી. અમારી ઇચ્છા જાણીને તેઓ અમને મનગમતી વાનગીઓ જમાડતી. તે પરિચારિકાઓ સુંદર હતી, તેવી જ મધુરભાષી અને હસમુખી હતી. બહાર જવા અમારા માટે બે અશ્વો કુમારવાસની નાની સ્વચ્છ અશ્વશાળામાં બાંધેલા રહેતા હતા. એ અશ્વોની સંભાળ દ્વારરક્ષકો રાખતા હતા. પહેલું કામ અમે અમારા નવા વસ્ત્રો સિવડાવવાનું કર્યું. મારી પાસે લગભગ ૧૦૦ સોનામહોરો હતી. અલબત્ત, મારા ગળામાં એક લાખ મુદ્રાનો રત્નહાર હતો અને જમણા હાથની અનામિકા ઉપર એટલી જ કિંમતની રનની મુદ્રિકા હતી. વસુભૂતિ પાસે પચાસેક સોનામહોરો હતી અને એક સ્વર્ણહાર એના ગળામાં હતો. એટલે અમે ભંડારી પાસેથી એક સોનામહોર પણ મંગાવતા નહી. મેં અને વસુભૂતિએ અનેક પ્રકારનાં સુંદર વસ્ત્રો બનાવ્યાં, મારા વસ્ત્ર રાજકુમારને યોગ્ય બનાવ્યાં, વસુભૂતિનાં વસ્ત્રો શ્રેષ્ઠીકુમારને શોભે તેવા બનાવ્યાં. એક દિવસ નગરના એક ઝવેરીને બોલાવી, મેં મારી હિરાજડિત મુદ્રિકા વેચી નાખી. એક લાખ સોનામહોરો ઝવેરીએ મને મોકલી આપી... એટલે અમારે દાન અને ભોગમાં કોઈ સંકોચ કરવાનો રહ્યો નહીં. અવારનવાર હું પરિચારિકાઓને, નોકરોને અને મહેલના રક્ષકોને સારા-સારા ઉપહાર આપતો હતો. તેથી તેઓ બધા પ્રસન્નચિત્ત રહેતાં હતાં. અમે બંને મિત્રો, પ્રતિદિન સંધ્યાસમયે નગરની બહાર દૂર-દૂર... અશ્વારૂઢ બની ફરવા નીકળી જતા. એકાદ પ્રહર અમારો વનવિહારમાં પસાર થઈ જતો. એવી રીતે, નગરના નાના-મોટા મહોત્સવમાં પણ અમે જતા. દિવસના બીજા પ્રહરમાં, અમે રાજસભામાં જતા, રાજસભામાં અમને ખૂબ આનંદ થતો. મહારાજ ઇશાનચંદ્ર મને તેઓની પાસે જ બેસાડતા. વસુભૂતિ મોટા ભાગે શ્રેષ્ઠીઓની હરોળમાં જઈને બેસતો. ક્યારેક મહારાજાની સાથે હું બહારગામ પ્રવાસે પણ જતો. ત્યારે વસુભૂતિ કુમારવાસમાં એકલો રહેતો. ધીરે ધીરે મોટા ઘરના યુવકો સાથે અમારી દોસ્તી થવા માંડી હતી. તેઓ અમારા મહેલમાં આવતા, અમે એમના ઘરે જતા. ધીરે ધીરે નગરમાં અમારાં નામ પ્રસિદ્ધ થવા લાગ્યા. મારા પરોપકારી સ્વભાવના કારણે, શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નગરમાં જ્યાં જ્યાં મને જરૂર લાગતી ત્યાં ત્યાં ઉદારતાથી દાન આપતો. કોઈ ને કોઈ સંકટ આવ્યું હોય, તેઓ મારી પાસે આવતા, હું મહામંત્રીને કહી એમનાં સંકટ દૂર કરાવતો. મહારાજાને વિનંતી કરીને કેટલાયની સજા માફ કરાવતો! ધીરે ધીરે અમે નગરમાં મદિરાપાન બંધ કરાવ્યું. યુવાનોને જુગાર રમતા બંધ કર્યા. લોકોમાં પરસ્પર મૈત્રીભાવ વધાર્યો. આ બધી પ્રવૃત્તિથી મહારાજા અમારા પર વધુને વધુ પ્રસન્ન થતા ગયા. રાજપુરુષો પણ અમારી પ્રશંસા કરવા લાગ્યા. કોઈનેય અમારા તરફ ઇર્ષ્યા થાય, એવું કામ અમે કરતા ન હતા. રાજ્યની ખટપટોમાં અમે પડતાજ ન હતા. આનંદ-પ્રમોદ કરતા... અમે દિવસો પસાર કરતા હતા. વસંતત્રતુ આવી. દક્ષિણ દિશાનો મલયાચલનો વાયુ વહેવા લાગ્યો. વન અને ઉદ્યાનો ખીલવા લાગ્યાં. આંબાની ડાળે બેસી કોકિલ ટહુકા કરવા લાગ્યો. નગરમાં યુવાનો અને યુવતીઓ રમણે ચઢી. ઠેર-ઠેર ગીત અને નૃત્યના ઉત્સવો થવા લાગ્યો. દિવસની સંધ્યાઓ રંગ-રંગીલી બની ગઈ... રાજમાર્ગો પર સ્વર્ગના દશ્યો દેખાવા લાગ્યાં. વસુભૂતિએ મને કહ્યું : “કુમાર, આજે સંધ્યા સમયે આપણે પણ ‘અનંગનંદન' ઉદ્યાનમાં જવાનું છે. આજે ત્યાં ભવ્ય વસંત ઉત્સવ ઉજવવાનો છે. આપણા બધા મિત્રો સાંજે અહીં આવશે. સહુ સાથે પગપાળા ઉદ્યાનમાં જઈશું.” મને ગમશે વસુ! આમેય આ તુ.. આ દિવસો મનને આનંદથી ભરી દે છે.. આપણે જરૂર જઈશું એ ઉદ્યાનમાં.' સંધ્યાનો સમય થઈ ગયો. મિત્રો કુમારવાસમાં આવી ગયા. સહુએ પોત-પોતાને મનગમતાં સુંદર વસ્ત્રો પહેર્યા હતાં. સહુનાં મુખમાં તંબોલ હતું અને હાથમાં રુમાલ હતા. અમે સહુ મિત્રો સાથે રાજમાર્ગ પર ચાલી નીકળ્યા. રાજમાર્ગ પર ભીડ હતી એટલે મિત્રો આગળ-પાછળ એક-એક બે-બેના સમૂહમાં ચાલતા હતા. હું એકલો ચાલતો હતો. મારી પાછળ થોડે દૂર વસુ ચાલતો હતો. એનું ધ્યાન મારા તરફ હતું. બીજા મિત્રો પોતપોતાના તાનમાં હતા. અચાનક મારા ગળામાં.. ઉપરથી એક પુષ્પમાળા આવીને પડી!મેં પકડી લીધી પુષ્પમાળા.. ને ઉપર જોયું. રાજમહેલના ગવાક્ષમાં એક રાજકન્યાને જોઈ. એ સ્નેહભરી દૃષ્ટિથી મને જોઈ રહી હતી, મેં એને જોઈ. મારા મનમાં એના પ્રત્યે અપાર સ્નેહ પેદા થયો. ચાર આંખોનું ત્રાટક રચાયું. એ કુમારીના મુખ પર હર્ષ અને વિષાદની રેખાઓ ઊપસી આવી... તેણે નિસાસો નાખ્યો. અને હું આગળ ચાલી નીકળ્યો. - આ આકસ્મિક ઘટનાનો એક જ સાક્ષી હતો. મારો મિત્ર વસુભૂતિ. પરંતુ એ કંઈ જ બોલ્યો નહીં. અમે “અનંગનંદન' ઉદ્યાનમાં ગયા, મિત્રોની સાથે રાસ રમ્યો.. અનેકવિધ ક્રીડાઓ કરી, પરંતુ મારું મન તો રાજપુત્રીમાં જ રમતું હતું. મેં એને ટસી ૮૮ ભાગ-૨ + ભવ પાંચમો For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ટસીને જોઈ હતી. એટલે એની જ આકૃતિ મારી કલ્પનામાં આવતી હતી. અમે ઉચિત સમયે પાછા ફર્યા. સહુ કુમારવામાં આવ્યા. અમે સાથે બેસીને ભોજન કર્યું, પરંતુ મેં માત્ર દુગ્ધપાન જ કર્યું. મિત્રોને મેં કહ્યું : “મારું માથું દુઃખે છે આજે, એટલે હવે હું સૂઈ જઈશ.' બધા મિત્રો ચાલ્યા ગયા. વસુભૂતિ પણ એના ખંડમાં ચાલ્યો ગયો. હું મારા શયનખંડમાં જઈને પલંગમાં પડ્યો... પણ મને ઊંઘ કેવી રીતે આવે? મારા ચિત્ત ઉપર રૂપસુંદરી છવાઈ ગઈ હતી. તેણે મારા ગળામાં નાખેલી પુષ્પમાળા મેં મારી પાસે જ રાખી હતી. વારંવાર એ પુષ્પમાળાને હું જોતો હતો. આખી રાત એના જ વિચારોમાં પસાર થઈ. પાંચ-દસ ક્ષણ જ મને નિદ્રા આવી હશે. મારા શરીરમાં આવેગ હતો. એ રાજકન્યાને પામવાનો અભિલાષ હતો... ક્યારેય પણ જીવનમાં નહીં અનુભવેલી ઉત્તેજનાથી હું અસ્વસ્થ હતો. પ્રભાતે સ્નાનાદિ કાર્યોથી પરવારીને હું બેઠો, ત્યાં વસુભૂતિ આવ્યો. રોજના ક્રમ મુજબ મેં એને તંબોલ આપ્યું. બીજા મિત્રો પણ આવી ગયા. બધાનું ઉચિત સ્વાગત કર્યું. પછી અમે સહુ કુમારવાસની પાછળના ઉદ્યાનમાં ગયા. હું એક લતામંડપની બહાર પથ્થરના આસન પર બેસી રહ્યો. મિત્રો આનંદપ્રમોદ કરવા લાગ્યા. વસુભૂતિની દૃષ્ટિ મારા પર હતી. તે મિત્રોને છોડી મારી પાસે આવ્યો. મારો હાથ પકડી મને તે માધવી લતામંડપમાં લઈ ગયો. મારી મનઃસ્થિતિનું એણે સાચું અનુમાન કર્યું હતું. અમે બંને ત્યાં બેઠા. વસુભૂતિએ મને કહ્યું : ‘કુમાર, આજે તું ઉદાસ દેખાય છે, જાણે ઝાંખો ઝાંખો ચન્દ્રમાં! હું ક્યારનો તને જોઈ રહ્યો છું. ક્યારેક તારા મુખ પર હર્ષ દેખાય છે, ક્યારેક ઉદ્વેગ..... અને નિરાશા... શું છે આ બધું?' “વસુ, કંઈ સમજ નથી પડતી... મને શું થઈ ગયું છે?' હું જાણું છું તને શું થઈ ગયું છે?' ‘તો કહી નાખ!” રાજકુમારી વિલાસવતીએ મહેલના ઝરૂખામાંથી તારા પર ગઈ કાલે... રાજમાર્ગ પરથી જતાં, જે પુષ્પમાળા નાખી હતી, અને પછી જ્યારે તે ઉપર જોયું. તેણીએ કામદેવના બાણોથી તને વીંધી નાખ્યો હતો. તેની આ બધી પ્રતિક્રિયા છે! ગઈ કાલે રાત્રે શું તારું માથું દુઃખતું હતું? કે હૃદય દુઃખતું હતું? હૃદય... માથું દુખવાનું તો બહાનું હતું...” મેં કહ્યું. તારું મુખ કેવું ફિક્કુ પડી ગયું છે? તારી આંખો ઉજાગરાથી કેવી લાલ થઈ ગઈ છે... તે તું અરીસમાં જરા જો.' હું મૌન રહ્યો. હાથેથી જમીન ખોતરતો રહ્યો. મિત્ર, આમ લાંબા-લાંબા નિસાસા નાખીને તારા હૃદયને તું સંતાપ ના પમાડ, ખેદ ના કર...” શ્રી સમરાદિત્ય મહાકથા 9૮e For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હવે એ સિવાય બીજું શું કરું?' નીચી દૃષ્ટિએ હું બોલ્યો. "કુમાર, તારા જેવા બુદ્ધિશાળી યુવાન એટલું નથી સમજી શકતો કે એ રાજકુમારીએ તારા ગળામાં પુષ્પમાળા નાખી છે, એટલે એ તને ચાહે છે, એ તારો સમાગમ ઇચ્છે છે! એ શું ઉપાય નહીં કરે? કરશે જ, તું ધીરજ રાખ.” “વસુ, હું ધીરજ નહીં રાખી શકે...” “તો શું કરીશ? રાજકુમારીનું અપહરણ કરી જઈશ?' વસુ હસી પડ્યો... “ના, ના, મહારાજા ઇશાનચંદ્રનો આપણા પર કેટલો બધો ઉપકાર છે...? એમની પુત્રીનું અપહરણ કેમ કરાય? ઉપકારી ઉપર અપકાર કરવાની અધમતા હું કોઈ કાળે આચરી ના શકું!' “કુમાર, તારી વાત સાચી છે. માટે જ કહું છું કે તું ધીરજ રાખ. હું કોઈ ઉપાય વિચારું છું. તારો અને વિલાસવતીનો સમાગમ જરૂર કરાવીશ!” “શું તું એવો કોઈ ઉપાય જાણે છે? જો તું મારા પર એટલો ઉપકાર કરીશ તો...” મારા પગ ધોઈને પાણી નું પીશ! એમ ને?' વસુએ મારા બરડા પર ધબ્બો મારી મને ઊભો કર્યો. કારણ કે મિત્રો ક્રીડા કરીને જતા હતા. મેં એ સહુને વિદાય આપી. પછી વસુભૂતિ સાથે હું કુમારવામાં આવ્યો. મેં અધીરતાથી વસુભૂતિને પૂછ્યું : “વસુ, તું ક્યારે મને તેણી સાથે સમાગમ કરાવી આપીશ?' કંઈક વિચાર કરીને વસુએ કહ્યું : “ઓછામાં ઓછા ચાર દિવસ તો લાગશે જ! ત્યાં સુધી તારે વિરહનાં ગીતો ગાયાં કરવાનાં!” “વસુ, તને મજાક સૂઝે છે? મારા હૃદયની વેદના તને હું કેવી રીતે સમજાવું? મારે જીવવું મુશ્કેલ બની જશે...” ‘મિત્ર મુશ્કેલ નહીં બને, હું જેમ બને તેમ શીધ્ર ઉપાય કરું છું.” ૦ ૦ ૦ વસુભૂતિએ કુમારવાસની એક પરિચારિકા મંજરીને પૂછ્યું : તું જાણે છે રાજકુમારી વિલાસવતીની કોણ અંતરંગ સખી છે?” જાણું છું...” ‘તેનું નામ શું?” અનંગસુંદરી!” એ કોણ છે?' ‘ધાવમાતાની પુત્રી.” તારે અનંગસુંદરી સાથે પરિચય છે?” સારો પરિચય છે...' ભાગ-૨ ભવ પાંચમો GCO For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ‘તો તારે મારું એક કામ કરવું પડશે...' ‘એક નહીં, અનેક!’ ‘મારી સાથે એની મુલાકાત ગોઠવી આપવાની છે.’ ‘ક્યાં?’ જ્યાં તને ઠીક લાગે ત્યાં...’ મંજરી વિચારમાં પડી ગઈ... www.kobatirth.org ‘શું વિચારમાં પડી ગઈ?' ‘એને હું અહીં લઈ આવું તો ચાલે?’ ‘ચાલે... વધુ અનુકૂળ રહે. પરંતુ કુમારવાસની પાછળના ઉદ્યાનમાં મુલાકાત ગોઠવવાની.' ‘ભલે ગોઠવાઈ જશે.' ‘પણ ક્યારે?’ ‘તમે કહો ત્યારે...!' Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘આવતી કાલે સંધ્યાસમયે’ ‘સંધ્યાસમયે નહીં, મધ્યાહ્નસમયે હું એને અહીં મારી સાથે ભોજન માટે બોલાવીશ, પછી તરો પરિચય કરાવીશ... ખરેખર તમને જોતાં જ એ તમારા પ્રેમમાં પડી જશે.... 'એ જ તો કરવું છે...!' પણ તમે એના પ્રેમમાં ના પડી જતા...' કહીને મંજરી દોડી ગઈ. વસુભૂતિએ પોતાનો પ્રયત્ન શરૂ કરી દીધો. મંજરીએ કહ્યા મુજબ અનંગસુંદરીની મુલાકાત વસુભૂતિ સાથે કરાવી દીધી. વસુભૂતિએ તેને એક મૂલ્યવાન હાર પહેરાવી દીધો અને કહ્યું : ‘સુંદરી, તને મેં વસંત ઉત્સવમાં જોઈ હતી, ત્યારથી મારું મન તારા પ્રત્યે આકર્ષાયું છે... તું મને કદાચ નહીં જાણતી હોય...’ શ્રી સમરાદિત્ય મહાકા ‘જાણું છું. તમે કાકંદીના રાજકુમારના અંતરંગ મિત્ર છો... મને મંજરીએ તમારો પરિચય આપ્યો છે...' ‘તો પછી... હવે તને રોજ મળ્યા વિના મારા હૃદયને ચેન નહીં પડે.... ‘તમે રોજ મધ્યાહ્ન પછી, ત્રીજા પ્રહરના પ્રારંભે મારા ઘેર આવ્યા કરો. ત્યારે હું એકલી જ ઘરમાં હોઉં છું...' ‘ઘણું સરસ... પણ આપણા પ્રેમની વાત તારે કોઈને કરવાની નહીં...' ‘નહીં કરું... વિશ્વાસ રાખજો.’ વસુભૂતિને એના ઉપાયમાં સફળતા મળતી જતી હતી, * For Private And Personal Use Only GK Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વસુભૂતિ અનંગસુંદરીના ઘેર જવા લાગ્યો. બે-ચાર દિવસમાં બંને વચ્ચે આત્મીયતા બંધાઈ ગઈ. એક દિવસ અનંગસુંદરીને ઉદાસ બેઠેલી જોઈ, વસુભૂતિએ પૂછ્યું : “સુંદરી, આજે તારું મુખકમલ કરમાયેલું છે. કોઈ ચિંતા? કોઈ દુઃખ? મને કહેવા જેવું હોય તો કહો...' ‘તમને કહીને શું કરવાનું? શું મારું દુઃખ તમારું દુઃખ બનશે? મારી ચિંતા તમારી ચિંતા બની શકશે?” સુંદરી, તને મારો હજુ જોઈએ તેટલો પરિચય નથી, એટલે તું આમ બોલે છે... અને તારી વાત એક દૃષ્ટિએ સાચી પણ છે! આ દુનિયામાં ગુણવાન પુરુષો વિરલ જ હોય છે... અને બીજાના દુઃખે દુઃખી થનારા પણ થોડા જ પુરુષો હોય છે...' “વસુભૂતિ, હું તમને એવી થોડા પુરુષોમાંના એક માનું?' “સુંદરી, તારી મૂંઝવણ દૂર કરવા માટે હું અવશ્ય પુરુષાર્થ કરીશ, મારી ઇચ્છા છે કે હું તારું પ્રિય કરું..” તો હું તમારો જીવનપર્યંત ઉપકાર માનીશ!” બસ? એટલું જ? એમ કહે કે હું તમારી જીવનપર્યત દાસી બનીને રહીશ!' અનંગસુંદરી શરમાઈ ગઈ. તેનું મુખ લાલ થઈ ગયું. તેની આંખોમાં નેહની ભીનાશ તરી આવી. કહે, તારી મૂંઝવણ સંકોચ વિના કહી દે.' અનંગસુંદરી બોલી : “કુમાર, મહારાજા ઇશાનચંદ્રની એકની એક પુત્રી વિલાસવતી છે. એ મારી અનન્ય સખી છે. અમારાં શરીર જ જુદાં છે... આત્મા બંનેનો એક છે. એક પણ વાત એ મારાથી છુપાવતી નથી, હું એનાથી છુપાવતી નથી. જો કે હું તો એની દાસી જ છું.. એની ધાવમાતાની પુત્રી છું. પણ સખીપણામાં ઉચ્ચ-નીચના ભેદ રહેતા નથી... એ મને ખૂબ ચાહે છે, હું એને મારા પ્રાણોથી પણ વધુ ચાહું છું. કુમાર, મારી એ પ્રિય સખી વિલાસવતી છેલ્લા ચાર-પાંચ દિવસથી સૂનમૂન થઈ ગઈ છે... તેના મુખ પર ઉદાસીનતા છવાઈ ગઈ છે... નથી શાન્તિથી ખાતી... કે નથી ઊંઘતી.... સાચું કહું? એના મનમાં એક કામદેવ જેવો યુવાન વસી ગયો છે. એને જોયા પછી જ મારી સખીની આ દશા થઈ છે.. કામવ્યથા સિવાય બીજું કંઇ મને નથી લાગતું.” સુંદરી, દેવો અને દાનવો પણ કામદેવની આજ્ઞાને આધીન થાય છે. તો પછી ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તારી સખી કોણ છે? એક માનવકન્યા! તે પણ યુવાવસ્થામાં! તે કામપરવશ થાય જ ને...' તમારી વાત સાચી છે. હું માનું છું... તમે મળ્યા પછી હું પણ એ જ કામાવસ્થા અનુભવી રહી છું... ને? જવા દો આપણી વાત, હું રાજકુમારીની વાત કરું છું. વસંત-ઉત્સવના દિવસે નગરના રાજમાર્ગો પરથી શ્રેષ્ઠ વેષભૂષા કરીને સેંકડો યુવાનો પસાર થતા હતા. રાજકુમારી અને હું - અમે બંને મહેલના ઝરૂખામાં ઊભી હતી. રાજકુમારીએ એક સોહામણા તેજસ્વી યુવાનને જોયો... જોતાંની સાથે જ તેને ગમી ગયો. ને પળનોય વિલંબ કર્યા વિના એની પાસે પડેલી તાજી પુષ્પમાળા એણે એ યુવાન પર નાખી. એ પુષ્પમાળા રાજકુમારીએ પોતે જ ગૂંથેલી હતી. એ પુષ્પમાળા જેવી પેલા યુવાનના માથા પર પડી. તેવી જ તેણે પોતાના ગળામાં પહેરી લીધી અને ઉપર દૃષ્ટિ નાખી. બંનેની દૃષ્ટિ મળી. યુવાન ચાલ્યો ગયો. રાજકુમારી એને જતો જોતી રહી. એ દેખાતો બંધ થયો. પછી એ દોડીને પોતાના શયનખંડમાં પ્રવેશી ગઈ. હું પણ એની પાછળ-પાછળ શયનખંડમાં ગઈ. રાજકુમારી ઓશીકા ઉપર પોતાનું મુખ દાબીને પલંગમાં ઊંધી પડી હતી. હું કંઈ ના બોલી. પણ તે દિવસથી માંડીને કુમારીએ હસવાનું, ફરવાનું, વીણાવાદન કરવાનું... વગેરે બધું જ છોડી દીધું છે... મારી સાથે પણ એ બોલતી નથી.... અરે, એની એવી સ્થિતિ થઈ ગઈ છે કે એને જોઈ શકાતી નથી. એક દિવસ મેં આગ્રહપૂર્વક કહ્યું : “સખી, જો તું તારા મનની વાત મને નહીં કહે તો હું ભોજનનો ત્યાગ કરીશ, સ્નાન નહીં કરું... ને જમીન પર સૂઈ જઈશ...' મારી વાત સાંભળીને એ મને વળગી પડી, રુદન કરવા લાગી. મને કહેવા લાગી : ના, ના, તું આવું ન કરીશ. મારું દુઃખ મને જ ભોગવવા દે... મારા દુઃખે તું દુઃખી ન થા. એ કોઈ અજાણ્યો... પરદેશી યુવાન... મને આ જનમમાં ક્યાં મળવાનો છે...?” મેં કહ્યું : “મારી પ્રિય સખી, તું મને માંડીને વાત કર. હું તારી ઇચ્છા પૂર્ણ કરવા પ્રયત્ન કરીશ.” એણે મને બધી વાત કરી. મેં એને આશ્વાસન આપ્યું. “દેવી, તું ચિંતા ન કર. તારા એ સાજનની સાથે તારો સંયોગ કરાવી આપીશ.” આશ્વાસન આપ્યું, એ યુવાનની મેં મારી સખીઓ દ્વારા તપાસ પણ કરાવી.. છતાં એ યુવાન હજુ સુધી નથી મળ્યો... હું આજે સવારે એની પાસે ગઈ હતી. મેં એને કહ્યું : સખી હજુ સુધી એ યુવાન મળ્યો નથી..” તે સાંભળીને પલંગમાંથી નીચે ઊતરી. તેનું શરીર પ્લાન... ગ્લાન થઈ ગયું હતું. શ્રી સમરાદિત્ય મહાકથા S63 For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે મહેલના ઝરૂખામાં જઈને ઊભી રહી. હું પણ એની પાસે જ ઊભી રહી. એ રાજમાર્ગ પરથી જતાં-આવતાં લોકોમાં પોતાના પ્રાણ-વલ્લભને શોધવા લાગી. લગભગ એક ઘટિકા સુધી અમે ઊભી રહી. ત્યાં અચાનક... એ ભૂમિ ૫૨ પટકાઈ પડી. મૂચ્છિત થઈ ગઈ... અમે બધી સખીઓ ગભરાઈ ગઈ એને પંખાથી પવન નાખવા લાગી... મારી આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યાં. બીજી દાસીઓ ચંદનનું વિલેપન લઈ આવી. એના શરીરે વિલેપન કર્યું. કમલ-તંતુઓનો બનાવેલો હાર દાસીઓ લઈ આવી. તે હાર તેને પહેરાવ્યો. શીતલ જલનો છંટકાવ કર્યો... થોડી વાર પછી એણે આંખો ખોલી. અનેક રાતોના ઉજાગરાથી તેની આંખો લાલ થઈ ગયેલી હતી. એના કાન પાસે મુખ લઈ જઈને મેં પૂછ્યું : ‘દેવી, તમને શાની પીડા થાય છે?' એણે મારી સામે જોયું.. ધીમા સ્વરે તે બોલી : ‘તેના દર્શન ના થયાં... સુંદરી...’ મેં કહ્યું : ‘નિરાશ ના થાઓ સ્વામિની, ધીરજ રાખો. મેં તેને શોધી કાઢ્યો છે... અવસરે, જલદીથી હું તમારો એની સાથે મેળાપ કરાવી આપીશ!' મારી આ વાત સાંભળી... એના મુખ પર સ્મિત આવી ગયું... તેણે પોતાની કમરેથી કંદોરો ખોલી મને ભેટ આપી દીધો... અમે હજુ ઝરૂખામાં જ બેઠાં હતાં, ત્યાં વિલાસવતીની માતા રાણી લીલાવતી ત્યાં આવી ચઢ્યાં. અમે બંને સખી ઊભી થઈ, માતાનું અભિવાદન કર્યું. માતાએ કહ્યું : ‘બેટી, તારા પિતાજીએ કહેવરાવ્યું છે કે આજે તારે એમની પાસે જઈને વીણાવાદન કરવાનું છે... માટે પુત્રી, તું તારી વીણા તૈયાર કર.' ‘ભલે મા, મારું સ્વાસ્થ આજે સારું નથી, છતાં જો પિતાજીની આજ્ઞા જ છે, તો હું વીણાવાદન કરીશ...' વિલાસવતી રાણી સાથે ચાલી ગઈ. હું મારા ઘરે આવી. ચિંતાના સાગરમાં ડૂબી ગઈ છું. ‘એ... પરદેશી યુવાનને ક્યાંથી શોધી કાઢવો? આવતી કાલે મારી સખીને હું શો જવાબ આપીશ?' હે વસુભૂતિ! આ મારી વ્યથાનું કારણ છે, મારું દુ:ખ છે...' ‘સુંદરી, આ જ ચિંતા છે ને?’ છોડી દે ચિંતા, એ પરદેશી યુવાનને હું ઓળખું છું!' ‘તમે ઓળખો છો? કેવી રીતે?' અનંગસુંદરીની આંખો વિકસ્વર થઈ ગઈ. તેનું મુખ કમળની જેમ ખીલી ઊઠ્યું. ‘સુંદરી, એ યુવાન મારો મિત્ર છે. મારા જીવન કરતાંય વધારે પ્રિય છે... જોકે એ તો રાજકુમાર છે... હું એનો દાસ કહેવાઉં... છતાં અમારો સંબંધ મિત્રતાનો છે. શ્વેતાંબીનગરીના રાજા યશોવર્માનો પુત્ર સનત્કુમાર છે એ! વસંત-ઉત્સવના દિવસે રાજમાર્ગ પરથી અમે જતા હતા, ત્યારે તારી સખીએ એના પર પુષ્પમાળા નાખી હતી અને કુમારે તેને પ્રેમથી સ્વીકારી હતી... મેં એ દૃશ્ય દૂરથી જોયું હતું!’ 968 ભાગ-૨ * ભવ પાંચમો For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનંગસુંદરી કૃત્રિમ રોષ કરીને બોલી : “કેવા છે તમારા એ મિત્ર રાજકુમાર? મારી સ્વામિનીના ભાવ શું તેઓ ન જાણી શક્યાં?' જાણી ગયા છે!” “તો પછી પોતાની પ્રેમિકાને મળવાનો પ્રયત્ન કેમ નથી કરતા?” કરે છે પ્રયત્ન, પરંતુ તેઓ એવો ઉપાય શોધે છે કે તેમની અને રાજકુમારીની નિંદા ના થાય અને પરસ્પર મિલન થાય...' એવો ઉપાય હું બતાવું તો?' બતાવ!” પરાક્રમી પુરુષ કન્યાનું હરણ કરી જાય!” હરણ?' હા, સમાન રૂપ, સમાન કુળ અને સમાન પ્રેમ હોય તો હરણ કરવું જોઈએ.” સુંદરી, સનકુમાર, તારી સખી વિલાસવતીનું અપહરણ ના કરી શકે. કારણ કે વિલાસવતીના પિતા મહારાજા ઇશાનચંદ્રનો સનકુમાર પર અત્યંત સ્નેહ છે. મહારાજાએ તેને રાજમહેલમાં સર્વત્ર જવા-આવવાની છૂટ આપી છે, એટલું જ નહીં, ખૂબ જ બહુમાનથી કુમાર માટે ખર્ચનો દ્રવ્યરાશિ મોકલાવે છે. હવે તું જ કહે, સનકુમાર વિલાસવતીનું અપહરણ કરી શકે ખરા?' “ના કરી શકે...” તો હવે તારી સ્વામિનીને તું પૂછ કે કુમારને મળવા માટે તે શો ઉપાય કરે છે...” સ્વામિનીને પૂછવાની જરૂર નથી. હું જ ઉપાય બતાવું છું. રાજ કુમારને મહેલમાં અને મહેલના ઉદ્યાનમાં ફરવાની છૂટ છે ને? તો તમે, હું કહું ત્યારે મહેલના ઉદ્યાનમાં કુમારને લઈને આવી જજો. હું રાજકુમારીને લઈને આવી જઈશ. બરાબર છે ને ઉપાય?' ૦ ૦ ૦. વસુભૂતિએ મારી પાસે આવીને બધી વાત કરી. તેણે મારી પ્રબળ ઇચ્છા પૂર્ણ કરવાનો સફળ પ્રયાસ કર્યો હતો. એની બધી વાત સાંભળીને મેં અનહદ આનંદનો અનુભવ કર્યો. અપૂર્વ પ્રીતિ અને અપૂર્વ તૃપ્તિ પામ્યો. હું પલંગમાંથી ઊભો થઈ નાચવા લાગ્યો... “વસુ, આજનો દિવસ મહોત્સવનો છે! મારા મિત્ર, આજે મિત્રો સાથે આપણે મહોત્સવ ઊજવીશું!' “ના, ના, આજે સાંજે તો મિત્રોને અહીં આવવાની જ ના પાડવી દઉં છું. કદાચ સંધ્યાસમયે અનંગસુંદરીનો સંદેશો આવશે તો આપણે રાજમહેલના ઉદ્યાનમાં જવું પડશે!” હું વસુભૂતિને ભેટી પડ્યો. મેં એને સોનાનાં બે કડાં પહેરાવી દીધાં, અને કહ્યું : ‘તું કહીશ ત્યારે આપણે જઈશું ઉદ્યાનમાં...” શ્રી સમરાદિત્ય મહાકથા GGU For Private And Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આચાર્યદેવશ્રી સનકુમાર, કાકંર્દીનગરીના રાજપુત્ર જયકુમારને પોતાનું જીવનચરિત્ર કહી રહ્યા છે. જયકુમાર ઉત્સુકતાથી સાંભળી રહ્યો છે. જયકુમારે પૂછ્યું : ‘ભગવંત, પછી અનંગસુંદરીનો સંદેશો આવ્યો?’ Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘હા, તેણીએ વસુભૂતિને કહેવરાવ્યું કે આવતી કાલે પ્રભાતે રાજકુમારને લઈને તમે રાજમહેલની પાછળના કુસુમોદ્યાનમાં આવી જજો.’ હું અને વસુભૂતિ ઉદ્યાનમાં ગયા. અમને કોઈ પણ રાજપુરુષે રોક્યા નહીં. સહુ અમને ઓળખતા હતા. અમે બંને મિત્રો, માધવી લતામંડપની બહાર બેઠા, ઉદ્યાનની શોભા જોતાં હતાં, ત્યાં અનંગસુંદરી અમારી પાસે આવી. તેણે મને કહ્યું : ‘મહારાજ કુમાર, આપ ચંદનલતાગૃહમાં પધારો.' મેં વસુભૂતિ સામે જોયું. વસુભૂતિએ કહ્યું : ‘અનંગસુંદરી કહે તેમ કરો.’ અમે બંને, અનંગસુંદરીની પાછળ ચંદન-લતાગૃહમાં ગયા. વસુભૂતિ બહાર ઊભો રહ્યો. હું લતાગૃહમાં ગયો. ત્યાં મેં વિલાસવતીને જોઈ... ખૂબ નજીકથી તેને જોઈ. તેના કમલ જેવા કોમળ અને લાલ રંગથી રંજિત ચરણ-હૃયથી માંડી... ઘનશ્યામ કેશકલાપ પર્યંત... સર્વાંગસુંદર દેહનું દર્શન કર્યું. મારું હૃદય તેની તરફ તીવ્રતાથી આકર્ષાયું. દિગંતને ઓઢીને ઊભેલા ચંદ્રની જેમ વિલાસવતી ઊભી હતી. તેના અંગો સુરેખ હતાં. તેની ત્વચા લીસી રેશમ જેવી હતી. અંગો સુંવાળાં, સ્વચ્છ અને સુરેખ હતાં. હું એ અનુપમ દશ્ય જોઈ રહ્યો. તેણે ગળામાં પહેરેલી મોતીની સેર, વક્ષ:સ્થળ પર ઝળુંબતા રંગબેરંગી મૂલ્યવાન રત્નોનો હાર, હાથ ઉપર હીરાજડિત સ્વર્ણની બંગડીઓ, કાનમાં પહેરેલાં કુંડલ અને નાકમાં પહેરેલી હીરા મઢેલી ચૂની. ખરેખર, વિલાસવતી સાક્ષાત્ દેવાંગના લાગતી હતી. અજબ રોમાંચથી અનંગખેલ રચાયો. બંને જવાન હૈયામાંથી, શરીરમાંથી અસ્ફૂટ રહેલી કો સૂરાવલીને એકાએક છોડવામાં આવી હોય તેમ એક લયગુંજન શરૂ થયું. ઉન્માદક તરજ અને લયકારીના ઠેકા સાથે અનંગનૃત્ય નિર્માયું. અમારા બે વચ્ચે પ્રેમનો સેતુ રચાયો. નિજાનંદમાં નિમજ્જન થયું. અલબત્ત, તેમાં પ્રેમની કોઈ ઉદાત્તતા ન હતી, માત્ર પાશવી સંવેગો હતા. પ્રાણીજન્ય આવેગો હતા. અમારી વચ્ચે સ્નેહની ગાંઠ બંધાઈ ગઈ. ગુપ્ત મૈત્રી રચાઈ ગઈ. વિલાસવતીએ મારી સામે જોયું. એની આંખોની કીકીમાં સ્નેહની લાલિમા હતી. પ્રેમની ઉજ્જવળતા હતી, તે શરમાતી-શરમાતી બોલી : ‘કામદેવનું સ્વાગત હો!' મેં એવી જ ભાષામાં પ્રત્યુત્તર આપ્યો : ‘વસંતલક્ષ્મીનું સ્વાગત હો!' સુંદરી, હવે શરમ છોડી દો.... GEG વિલાસવતીએ કહ્યું : ‘આપ આ આસન પર બેસો.' તેણીએ મને આસન તરફ અંગુલીનિર્દેશ કર્યો. મને લાગ્યું કે આ આસન ૫૨ એ બેઠેલી હતી, એટલે મને અ ભાગ-૨ ભવ પાંચમો For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આસન ગમ્યું. હું એ આસન પર બેઠો. સામે બીજું આસન ગોઠવેલું હતું. મે રાજકુમારીને એ આસન પર બેસવા કહ્યું. તે બેસી ગઈ અને મને એણે સુગંધી તંબોલ-પાન આપ્યું. મેં ગ્રહણ કર્યું. મેં કહ્યું : “દેવી, જ્યારે તારી નાખેલી પુષ્પમાળા મેં ગળામાં આરોપી હતી. ત્યારે જ તને મેં મારા હૃદયના સિંહાસન પર સ્થાપિત કરી હતી... તને મળવા મારું મન તડપતું હતું... તારા સિવાય આ દુનિયામાં કંઈ જ સારભૂત લાગતું ન હતું...” “મારા હૃદયવલ્લભ! મારી સ્થિતિ એથીય વધારે ખરાબ હતી... તમારા વિના... હું કેટલી અસ્વસ્થ, પ્લાન... અને દીન-હીન બની ગઈ હતી... તે તો તમને મારી સખી અનંગસુંદરી જ કહી શકશે. તમને એ રાજમાર્ગ પર જતા જોયા... જોતાં જ મારું હૃદય તમને અપાઈ ગયું... પુષ્પમાળા તમારી ઉપર સરી પડી... તમે ઉપર જોયું... આપણી દૃષ્ટિ મળી.. મારા પ્રેમનો સ્વીકાર હતો એ દૃષ્ટિમાં... પણ તમે તો પછી ચાલ્યા જ ગયા.. શું મને યાદ કરતા હતા?' રાજકુમારી! તારા સિવાય બીજું કંઈ યાદ ન હતું! દિવસ અને રાત તારી જ મૃતિ રહેતી હતી. તારા વિના જીવન વ્યર્થ લાગતું હતું. જો મિત્ર વસુભૂતિ ન હોત તો તું મને જીવતો ના જોઈ શકત.. એ મારો પ્રાણપ્રિય મિત્ર છે! એણે અનંગસુંદરીનો પરિચય સાધીને... તારો - મારો મેળાપ કરાવી આપ્યો છે. ‘રાજકુમાર, બધો યશ તમારા મિત્રને ના આપ... મારી સખી અનંગસુંદરીને પણ યશ આપો!” અવશ્ય, અહીં આપણો મેળાપ ગોઠવી આપવાનું કામ તો એણે જ કર્યું છે ને!” અમારો વાર્તાલાપ આગળ ના ચાલ્યો, ત્યાં જ અટકી ગયો. કારણ કે મહારાજાના અંતઃપુરનો રખેવાળ મિત્રભૂતિ ત્યાં લત્તામંડપના દ્વારે આવીને ઊભો. તેણે કહ્યું : રાજકુમારી, મહારાજાએ કહેવરાવ્યું છે કે ઘણા સમયથી તમારું વીણાવાદન સાંભળ્યું નથી. મેં ગઈ કાલે પણ વીણા વગાડી ન હતી. તેથી મને ગુસ્સો આવ્યો હતો... પણ હવે આજ તો તું અવશ્ય વીણાવાદન કરીશ!' ‘મિત્રભૂતિ, તું પિતાજીને કહે કે હું આજે અવશ્ય વીણાવાદન કરીશ. એક પ્રહરપર્યત કરીશ. પિતાજીને ગમતા બધા રાગ વગાડીશ.” તે આસન પરથી ઊભી થઈ. મિત્રભૂતિએ એક નજર મારા પર નાખી, જોકે એ મને ઓળખતો હતો. રાજસભામાં મહારાજાની પાસે બેઠેલો મને જોયો હતો એણે. મિત્રભૂતિની પાછળ વિલાસવતી, પણ મારી તરફ સ્નેહભરી દૃષ્ટિથી જોતી જોતી ચાલી ગઈ. * ચૂક કે શ્રી સમરાદિત્ય મહાકથા GGO For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir LY૧૦૧HI હું અને વસુભૂતિ, અમે અમારા ભવનમાં પહોંચ્યા. મારું મન આનંદવિભોર હતું. વસુભૂતિ પણ મારું કાર્ય સંપન્ન થવાથી સંતુષ્ટ હતો. અમે વસ્ત્રપરિવર્તન કરી, ભોજનાદિથી નિવૃત્ત થયા. મારા મનમાં હવે વિલાસવતી સાથે કેવી રીતે લગ્ન કરવાં એના વિચારો ગતિશીલ થઈ ગયા હતા. જોકે કોઈ ઉપાય મને જડતો ન હતો. મેં વસુભૂતિને મારા વિચારો કહી સંભળાવ્યા. વસુભૂતિએ કહ્યું : “કુમાર, ધીરજ રાખો. યોગ્ય સમયે બધું જ થઈ જશે. કારણ કે રાજકુમારી હવે તમારા સિવાય બીજા કોઈ યુવાનને પરણશે નહીં, એ મારું ચોક્કસ અનુમાન છે.' “હું પણ એને અવશ્ય પરણીશ.” ઉલ્લાસમાં આવી મેં પણ કહી નાંખ્યું. અમે ઘણી વાતો કરતા રહ્યા... વાતો કરતાં કરતાં ઊંધી ગયા. જ્યારે જાગ્યા ત્યારે ભવનના વરંડામાંથી સૂર્ય દેખાયો. ક્ષિતિજ ઉપર જાણે હિંગળોક ઢોળાયો હતો. હું ઊભો થયો, પાણીનો લોટો લઈ, વરંડામાં જઈ, મેં મોં ધોયું.. આંખો પર પાણી છાંટ્યું.. અને પાછો ખંડમાં આવી, પલંગ પર બેઠો. ત્યાં અનંગસુંદરીએ ખંડમાં પ્રવેશ કર્યો. તેના હાથમાં એક સુંદર થેલી હતી. તેણે મને પ્રણામ કરી, થેલીમાંથી વિલેપનની સોનાની ડબ્બી કાઢીને મને આપી. મને કહ્યું : “આ વિલેપન છે, આપે આનો ઉપયોગ કરવાનો છે.' પછી પુષ્પમાળા કાઢીને મને આપી કહ્યું : “મારી સ્વામિનીએ સ્વયં સિક્વર પુષ્પોની આ માળા ગૂંથીને મોકલી છે. આપે કંઠે ધારણ કરવાની છે.' ત્યાર બાદ તેણે નાનકડી સુંદર પાનદાની કાઢી. તેમાંથી તંબોલ કાઢી મને આપ્યું. મેં સીધું જ મોંમાં મૂકી દીધું. અનંગસુંદરીના મુખ પર સ્મિત રમી ગયું. વસુભૂતિએ અનંગસુંદરીને કહ્યું : “સુંદરી, મારા મિત્રનો વિવેક જોયો ને?' કુમાર, આવા ઉત્તમ પુરુષમાં સહજ રીતે જ વિવેક હોય! મેં કહ્યું : “સુંદરી, તારી સ્વામિનીનો વિનય પણ ખરેખર શ્લાઘનીય છે...' અને મારો વિનય...?' કૃત્રિમ રોષ કરતી અનંગસુંદરીએ તીરછી નજરે મારી સામે જોયું. હું હસી પડ્યો. મેં કહ્યું : સુંદરી, તારો વિનય, તારો વિવેક... તારી મધુરવાણી અને તારી બુદ્ધિમતા જોઈને તો આ મારો મિત્ર તારા પર મોહી પડ્યો છે... ખરુંને વસુભૂતિ?’ મેં વસુભૂતિ સામે જોયું. વસુભૂતિએ સુંદરી સામે જોયું... તમે આપણા પ્રેમની વાત મહારાજકુમારને કહી દીધી લાગે છે, નહીં? અનંગસુંદરીએ ગંભીર બનીને પૂછયું. ભાગ-૨ રુ ભવ પાંચમો ૯૮ For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “મેં તને કહેલું જ છે કે અમે બે અંતરંગ મિત્રો છીએ.... એકબીજાથી કંઈ જ ગુપ્ત રાખતા નથી. પણ એમાં તારે ગભરાવાની જરૂર નથી.. હું તારું અપહરણ કરી જઈશ ત્યારે મારો આ મિત્ર મને સહાય કરશે! ‘હાય... હાય, તમે મારું અપહરણ કરી જ શો? ના બાબા ના, જો જો એવું કરતા... નહીંતર મારા વિના મારી સ્વામિની ક્ષણ વાર નહીં જીવી શકે!” ‘પણ તારા વિના મારો મિત્ર જીવી નહીં શકે, એનું શું?' મહારાજ કુમાર, તમે જ એમના જીવનાધાર છો! હું જાણું છું બધી વાત!” મેં અનંગસુંદરીને “ભુવનસાર” નામનો મારો હાર આપીને કહ્યું : “સુંદરી, આ હાર તું તારી સ્વામિનીને આપજે.” અનંગસુંદરી હાર હાથમાં લઈને બોલી : “મહારાજકુમાર, મારી સ્વામિની કેટલી બધી પ્રસન્ન થશે... તમારો આ ઉપહાર જોઈને!” મેં અનંગસુંદરીને કહ્યું : “સુંદરી, કોઈ સંકોચ રાખ્યા વિના તું અહીં આવતી-જતી રહેજે. આ ઘર તારું છે, એમ સમજજે. અનંગસુંદરી ચાલી ગઈ. દિનપ્રતિદિન અમારો પ્રેમ વધતો ચાલ્યો. દિવસો ઝડપથી પસાર થવા લાગ્યા. વસુભૂતિ અને અનંગસુંદરી પણ વધુ નિકટ આવી ગયાં હતાં. કોઈ અવરોધ ન હતો, કોઈ ચિંતા ન હતી. ક્યારેક પ્રચ્છન્ન તો ક્યારેક પ્રગટ, અમે આનંદ-પ્રમોદમાં લીન રહેતા હતા. હું કાંકદીને તો જાણે ભૂલી જ ગયો હતો, અને માતા-પિતાની સ્મૃતિ પણ આવતી ન હતી. એક દિવસ હું કુમારવાસમાંથી બહાર નીકળતો હતો, ત્યાં એક દાસીએ આવીને મને પ્રણામ કર્યા, અને ધીમા સ્વરે પૂછુયું : “આપ જ રાજપુત્ર સનકુમાર છો?' મેં કહ્યું : “હા,' તેણીએ કહ્યું : “આપને મહારાણી અનંગવતી યાદ કરે છે. અને તમને તમારી અનુકૂળતાએ મળવા બોલાવ્યા છે. દાસી ચાલી ગઈ. હું ઊભો રહી ગયો. મારા મનમાં પ્રશ્ન ઊઠ્યો : “મહારાણી મને શા માટે બોલાવતાં હશે? મેં એમને જોયાં નથી... કદાચ એમણે મને પણ જોયો નથી. હા, રાજસભામાં ક્યારેક મને જોયો હોય. પરંતુ એમને મારું શું કામ પડ્યું હશે? હશે, એમણે મને બોલાવ્યો છે તો મારે જવું જોઈએ. મહારાજાનો મારા પર અતિ સ્નેહ છે, એટલે બીજી તો મને કોઈ ચિંતા નથી. આટલા દિવસથી વિલાસવતી સાથે મારે પ્રેમસંબંધ થયો છે, છતાં ક્યારેય મહારાજ તરફથી કોઇ અવરોધ આવ્યો નથી, તો આ તો માતા પાસે જવાનું છે!' શ્રી સમરાદિત્ય મહાકથા SEE For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેં મહારાણીના આવાસમાં જવાનો નિર્ણય કર્યો. જેવો હું આવાસના દ્વારે પહોંચ્યો, મારી ડાબી આંખ ફરકવા લાગી. હું અંગસ્કુરણનું થોડુ-ઘણું વિજ્ઞાન જાણતો હતો, એટલે દ્વારની બહાર ઊભો રહી ગયો. મને વિચાર આવ્યો : “અહીં મારું શું અશુભ... અનિષ્ટ થઈ શકે?” મારા મનમાં કોઈ જ અનિષ્ટ-કલ્પના ના આવી. છતાં કોઈ અનિષ્ટ થવાની આશંકા હૃદયમાં લઈને મેં આવાસમાં પ્રવેશ કર્યો. મેં મહારાણી અનંગવતીને જોઈ. તે પલંગ પર બેઠી હતી. ડાબા હાથની હથેળી પર પોતાનું ઉદાસ મુખ સ્થાપિત કરીને તે બેઠી હતી. તેણે આંખો ઊંચી કરીને મને જોયો. મેં બે હાથ જોડીને, મસ્તક નમાવીને પ્રણામ ક્ય, મે કહ્યું : “માતાજી, આપે મને યાદ કર્યો? મારા યોગ્ય આજ્ઞા કરો.” ‘કુમાર, મારે તને પ્રેમથી આજ્ઞા કરવી છે. તું મારી આજ્ઞા જરૂર માનીશ ને?' મારા માટે યોગ્ય આજ્ઞા હશે તો અવશ્ય...' ‘કુમાર, થોડા દિવસ પહેલાં તું જ્યારે રાજમહેલના ઉદ્યાનમાંથી નીકળતો હતો ત્યારે મેં મારા આવાસની બારીમાંથી તને જોયો હતો. તેને જોતાં જ મારું મન તને મોહ પડયું હતું. તારા પ્રત્યે અનહદ અનુરાગ પ્રગટી ગયો છે મારા હૃદયમાં.” મહારાણીની વાત સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો. મેં મહારાણી સામે જોયું. જોકે અનંગવતી રૂપ-લાવણ્યથી ભરપૂર હતી. એની કમળ જેવી આંખોમાં વાસનાનાં સાપોલિયાં રમતાં હતાં. મેં મારી આંખો જમીન પર સ્થિર કરી. મેં કોઈ ઉત્તર ના આપ્યો. રાણી અંગમરોડ કરતી બોલી : કુમાર, તું મને તારા બાહુપાશમાં જકડી લે... આલિંગનોથી નવડાવી દે.. અને... મારી આ યૌવનસભર કાયાનો ભરપૂર ઉપભોગ કરી. મને પરમ તૃપ્તિ આપ... કુમાર, વિલંબ ના કર. હું કામવાસનાથી બળી રહી છું. દિવસ-રાત તારા જ ધ્યાનમાં પસાર કરું છું... તું જ મારો કામદેવ છે... હું તારી પ્રિયા રતિ છું!' હવે મને ભય લાગવા માંડ્યો. “ આ રાણી મને વળગી તો નહીં પડે?' છતાં હું દઢતાથી ઊભો રહ્યો. આંખ પણ ઊંચી કરી નહીં, તે બે પગલાં આગળ વધી. હું ઉત્તર દિશાની બારી પાસે ઉભો હતો. પાછળ હટવા માટે પાંચ પગલાં જેટલી જગ્યા હતી, પરંતુ હું પાછળ ના હટ્યો. રાણીએ હવે દીન સ્વરમાં બોલવા માંડ્યું. “કુમાર, તું મારી સામે તો જો.. એક મહારાણી... નમ્ર બનીને... તારાં ચરણોની દાસી બનવા ઈચ્છું છું... તને પ્રાર્થના કરું છું... શું તું મારી પ્રાર્થનાનો સ્વીકાર નહીં કરે? શું તારા હૃદયમાં મારા પ્રત્યે પ્રેમ નથી? કરુણા નથી ?' રાણીનો સ્વર ગળગળો થઈ ગયો. તેની આંખો ભીની થઈ ગઇ... તે એક પગલું આગળ વધી... 600 ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘કુમાર, શું તું ભવિષ્યનો વિચાર કરે છે? તને કોઈ ભય સતાવે છે? તું નિર્ભય બન. અહીં અત્યારે તું અને હું - બે જ છીએ. આપણે સ્વચ્છંદપણે રતિક્રીડા માણી શકીશું... અને તું પરાક્રમી છે... લાંબો વિચાર ના કર... સામેથી ચાલ્યા આવેલા સુખનો સ્વીકાર $2...' તે એટલી નજીક આવી ગઈ કે હવે તે એના બે હાથથી મને હચમચાવી શકે... પરંતુ એણે એવું કંઈ ના કર્યું... પરંતુ બે હાથ જોડી... અતિ દીન શબ્દોમાં બોલવા લાગી... ‘કુમાર, તું મારા મનોરથ પૂર્ણ નહીં કરે? તારા વિના... ખરેખર, હું દીન છું... અનાથ છું... મને સનાથ કર કુમાર!' તે એકદમ સામે આવી ગઈ. એની અને મારી વચ્ચે માત્ર બે આંગળનું જ અંતર રહ્યું... તેના ગરમ ગરમ શ્વાસોચ્છ્વાસ મને દઝાડવા લાગ્યા... છતાં મારા મનમાં રાણી પ્રત્યે જરા પણ કામવિકાર જાગ્યો નહીં. મોહવાસના જાગ્રત ના થઈ! પરંતુ હવે રાણીને પ્રત્યુત્તર આપીને, વહેલી તકે ત્યાંથી નીકળી જવાનો નિર્ણય કરી લીધો. મેં રાણી સામે જોયું. નિર્વિકાર દૃષ્ટિથી જોયું. મારું હૃદય અત્યંત વ્યથિત હતું. મારા મર્મસ્થાનમાં પ્રહાર થયો હતો... જેને હું માતા માનીને આવ્યો હતો... એ મને પુત્રરૂપે નહીં, પરંતુ પ્રેમીરૂપે જોતી હતી! હું જેને પૂજ્ય માનતો હતો... બહુમાનથી જોતો હતો, એ મને વિકારદૃષ્ટિથી જોતી હતી. મેં ધીર-ગંભીર સ્વરે કહ્યું : ‘માતા, આ વિચારનો ત્યાગ કરો. આ કાર્ય, આ વ્યભિચાર, આ વર્તમાન જીવનનો તો નાશ કરે છે, પરલોકમાં પણ ઘોર દુઃખ આપે છે.’ ‘પ્રિય, તું મને માતા ન કહે, ‘પ્રિયતમા’ કહે! એક વાર તો મને ‘પ્રિયતમા' કહીને બોલાવ!' ‘માતા, તમે ગુણનિધાન મહારાજાનો તો વિચાર કરો... એમના જેવા સત્પુરુષનો વિશ્વાસઘાત કરવાનું પરિણામ શું આવે? તમારા ઉચ્ચ કુળનો વિચાર પણ તમારે કરવો જોઈએ...' ‘અરે કુમાર, તું કેવી નમાલી વાતો કરે છે? શું મહારાજાએ બીજી રાણીઓ નથી રાખી? તો હું શું બીજા એકાદ પુરુષનો ઉપભોગ ના કરી શકું? આમાં વિશ્વાસઘાત શાનો? અને આપણા આ પ્રેમમાં ઉચ્ચ કુળ કે નીચકુળની વાત વચ્ચે ક્યાં નડે છે? તું ઉચ્ચ કુળમાં જન્મેલો છે, હું પણ ઉચ્ચ કુળમાં જન્મેલી છું! આપણો સંયોગ થાય, એમાં ખોટું શું છે? કુમાર, જ્યારે એકાંત હોય, સમર્પિત સુંદરી હોય... ત્યારે આવા અર્થહીન વિચારો ના કરવા જોઈએ...' તેણે મારા ખભા પર એના બે હાથ મૂકી દીધા, છતાં હું વિચલિત ના થયો. મેં કહ્યું : માતા, કામવાસના ભોગ-ઉપભોગથી શાન્ત થતી જ નથી, ભોગોપભોગથી વાસના ઉત્તેજિત થાય છે... ઉત્તેજિત થયેલી વાસના જીવને મૂઢ બનાવી દે છે. માટે હે પૂજ્યા, આ અનાર્ય વિચારને ત્યજી દો. શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only ૭૦૧ Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હું મારું શરીર તમને આપી શકું નહીં. હું પરસ્ત્રીને સ્પર્શ પણ કરવા ઇચ્છતો નથી. જો ખરેખર, તમને મારા પર પ્રેમ હોય તો ક્ષણિક સુખની પ્રાપ્તિ ખાતર, તમે મને ઘોર દુઃખોથી ખદબદતા નરકમાં ધક્કો ના મારો...' અરે મૂઢ કુમાર, હું તને ધક્કો મારું છું કે સ્વર્ગના સુખનો અનુભવ કરાવવા ઈચ્છું છું, તેટલું પણ તું નથી સમજી શકતો? મારા જેવી અદ્વિતીય રૂપવતી રાણી.. પોતાનો રૂપગર્વ છોડી... તારાં ચરણોની દાસી બનવા પ્રાર્થના કરે છે. તેનું તું મૂલ્ય કરી શકતો નથી? મારા અગાધ પ્રેમને તિરસ્કારીને તું તારી જાતે જ નારકીય આમંત્રણ નથી આપતો શું? તું વિચાર કર... હજુ મોડું નથી થઈ ગયું...' “માતા, મહારાજાએ મારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકીને મને મહેલમાં સ્વેચ્છાપૂર્વક ફરવાની અનુમતિ આપી છે... એ વિશ્વાસનું પાલન કરવું, એ મારો ધર્મ છે. જો હું તમારી ઇચ્છાને આધીન થાઉં તો મારો ધર્મ હું ચૂકું છું. સમર્થ પુરુષો ધર્મના પાલક હોય છે, ધર્મભંજક નહી.” કુમાર, તને મેં આવો વેવલો નહોતો જાણ્યો. આ પ્રસંગે ધર્મની વાત કરવાની હોય? ધર્મની વાત ધર્મનાં સ્થાનોમાં કરવાની હોય.. આ પ્રસંગ ધર્મધ્યાનનો નથી, રંગરાગનો છે.. તું આટલી સામાન્ય વાત પણ કેમ સમજી શકતો નથી?” રાણીનું ઉત્તરીય વસ્ત્ર માથા પરથી નીચે સરકી પડ્યું. તેની ઉપસેલી છાતીનો ભાગ ખુલ્લો થયો. છતાં મારા મન પર એની કોઈ અસર ના થઈ. મેં કહ્યું : કોઈ પણ સંયોગોમાં હું મારા શીલનું ખંડન નહીં કરું, આ વાત તમારે સમજી લેવી જોઈએ.” શીલ? હજુ તો તું કુંવારો છે! અને શીલની વાતો કરે છે? આ યુવાની બ્રહ્મચારી બનવા માટે નથી છોકરા... રંગ-રાગ અને ભોગ-વિલાસથી યુવાનીને સફળ કરવી જોઈએ. શીલની વાત તો વૃદ્ધ પુરુષો કરે તો શોભે. અત્યારે... આ ભરપૂર યૌવનકાળમાં શીલની.. બ્રહ્મચર્યની વાત કરવી ના શોભે... માટે આવ. મને ભેટી પડ... અને વિષયરસનું પાન કર... મને પણ અમૃતરસનું દાન આપ...!' માતા શું આ નિંદાપાત્ર કાર્ય નથી? આવું ખોટું કામ કરવાથી તમારી અને મારી નિંદા ન થાય દુનિયામાં?” “નિન્દા? કોણ નિંદા કરશે? કોઈ આપણું કામ જાણે તો નિંદા કરે ને? અહીં આપણા બે સિવાય, ત્રીજું કોણ છે કે જે દુનિયામાં જઈને આપણા પ્રેમનો ઢંઢેરો પીટે? નિંદાનો ભય રાખવાની જરૂર નથી... અને આ પ્રેમનો માર્ગ તો આમેય અગ્નિપથ છે! અગ્નિપથ પર ચાલવાની હિંમત જોઈએ.' ભલે, નિંદા ના થાય આજે.. પરંતુ પાપ એક દિવસ પ્રગટ થયા વિના રહેતું નથી. એ જ્યારે પ્રગટ થાય છે ત્યારે મનુષ્યના માથે દુઃખના ડુંગર તૂટી પડે છે. માટે ભાગ-૨ # ભવ પાંચમો 902 For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મને આ કાર્ય ઉચિત નથી લાગતું. બુદ્ધિમાન મનુષ્ય ઉચિત કાર્ય જ કરવું જોઈએ. અનુચિત નહીં.' - “ગાંડા છોકરા! તું મને ઉચિત-અનુચિતના પાઠ શીખવે છે? તારા કરતાં હું દશ વર્ષ મોટી છું. મેં દુનિયા જોઈ છે. તારી દૃષ્ટિએ જે ઉચિત લાગતું હોય તે બીજાની દૃષ્ટિએ અનુચિત હોઈ શકે. તારી દૃષ્ટિએ જે અનુચિત લાગતું હોય, તે બીજાની દૃષ્ટિએ ઉચિત હોઈ શકે... તારે મને ઉચિત-અનુચિતના પાઠ ભણાવવાની જરૂર નથી...” માતા, હું આપને પાઠ ભણાવનાર કોણ? મને જે ઉચિત નથી લાગતું - તે તમને કહું છું. મારો વિવેક મને આવું અકાર્ય કરવાની ના પાડે છે. હું આ અકાર્ય નહીં કરી આ તારો દુરાગ્રહ છે. ભલે, તારી ઇચ્છા ન હોય... તો હું તારા પર બળાત્કાર કરવા નથી ઇચ્છતી, પરંતુ પાછળથી તને પસ્તાવો થશે... એટલું યાદ રાખજે...” હું મૌન રહ્યો. બારીની બહાર જોવા લાગ્યો. એ ખંડમાં આંટાફેરા મારવા લાગી. એક રાજરાણીની પ્રેમની પ્રાર્થનાનો અસ્વીકાર કરવાનું શું પરિણામ આવે છે, તે તું જાણતો નથી. ભલે, જેવી તારી ઈચ્છા...” મેં કહ્યું : “હે માતે, મેં તમને રાજરાણીરૂપે નથી જોયાં, મેં તમને માતાના રૂપે જોયાં છે! એટલે જ આ એકાંત ખંડમાં હું વિકારહીન રહી શક્યો છું, વિવેકસંપન્ન રહી શક્યો છું. જેવી રીતે મહારાજનો મારા પર પ્રેમ છે, વાત્સલ્ય છે... તેવી જ રીતે તમારા વાત્સલ્યનો હું પાત્ર છે. માતા, મને ક્ષમા કરો.” હું મહારાણીના પગમાં પડી ગયો. મહારાણીએ મને કહ્યું : કુમાર, હવે તું અહીંથી જઈ શકે છે...” હું તરત જ મહેલની બહાર નીકળી ગયો.... અને મારા આવાસ તરફ ચાલ્યો. મારા મનમાં સખત અકળામણ હતી. મને વિચાર આવ્યો : “હવે મારે અહીં આ નગરમાં ના રહેવું જોઈએ..વહેલામાં વહેલી તકે નગર છોડીને ચાલ્યા જવું જોઈએ.' પરંતુ તરત જ મને વિલાસવતી યાદ આવી. “મારા અચાનક ચાલ્યા જવાથી એ રાજકુમારીનું શું થશે? એ જીવી જ નહીં શકે... અમારો પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. માત્ર અમે શરીરના સંબંધથી જ દૂર હતાં... ' “શું કરવું? મિત્ર વસુભૂતિની સલાહ લેવાનો વિચાર કર્યો. અને હું કુમારવાસમાં પહોંચ્યો. ત્યાં વસુભૂતિ અને બીજા મિત્રો મારી પ્રતિક્ષા કરી રહ્યા હતા. મારા મનની બધી ગડમથલ છુપાવી, મિત્રો સાથે આનંદ-પ્રમોદમાં જોડાઈ ગયો. ક ગ્રહ છેક શ્રી સમસદિત્ય મહાકથા 903 For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir |૧૦૨H]. ‘શજભાઇ, શું હું અંદર આવી શકું છું?' કુમારવાસમાં મારા શયનખંડમાં, કે જ્યાં અમે મિત્રો વાર્તા-વિનોદ કરતા હતા, તેના દ્વારે એક રાજપુરુષે આવીને કહ્યું. પધારો વિનયંધરજી! આજે કુમારવાસને આપે પાવન કર્યો. તેથી મને આનંદ થયો.” મહારાજાના પ્રીતિપાત્ર રાજ્યાધિકારી વિનયંધરનું સ્વાગત કર્યું. ઉચિત આસને બેસાડી કુશળપૃચ્છા કરી. કુમાર, મારે તમારી સાથે એકાંતમાં કેટલીક વાતો કરવી છે!” મેં વસુભૂતિ વગેરે મિત્રોને ચાલ્યા જવાનો સંકેત કર્યો. તેઓ ચાલ્યા ગયા મારા ખંડમાંથી. હજુ મને આવે બે ઘટિકા જ થઈ હતી, ત્યાં વિનયંધરને આવેલા જોઈ, મને લાગ્યું કે મહારાજાનો સંદેશો લઈને તેઓ આવ્યા હશે. તેમણે મને કહ્યું : “કુમાર, વાત ગુપ્ત અને ગંભીર છે એટલે ખંડનું દ્વાર બંધ કરો. “મેં દ્વાર બંધ કર્યું. પછી મને તેમણે તેમની પાસે જ સમાન આસન પર બેસવા કહ્યું. હું બેઠો, તેમણે મારી સામે જોયું. તેમની દૃષ્ટિમાં સ્નેહ હતો. “કુમાર, મારે જે મુખ્ય વાત તમને કહેવી છે, એ પછી કહીશ, એ પહેલાં તમને હું મારો પરિચય આપું છું. આપના પિતા મહારાજા યશોવર્માના રાજ્યમાં સ્વસ્તિમતી નામનું એક ગામ છે. એ ગામમાં વીરસેન નામના એક ધનાઢચ કુલપુત્ર વસતા હતા. એ વીરસેનને દાન આપવાનું વ્યસન હતું. તેઓ ગંભીર અને શૂરવીર હતા. જાણે સાક્ષાત્ કલ્પવૃક્ષ હતા. તેમની પરોપકાર-પરાયણતાએ તેમને કાકંદીના રાજ્યમાં પ્રસિદ્ધિ અને કીર્તિ આપી હતી. તેમની પત્ની શીલવતી ગર્ભવતી થઈ. શીલવતીનું પિતૃગૃહ જયસ્થળ નગરમાં હતું. માર્ચ મહિના પૂર્ણ થયા પછી, શીલવતીને જયસ્થળ પહોંચાડવા માટે વરસેને એક મોટા સાથે સાથે પ્રયાણ કર્યું. સાર્થમાં વીરસેનના સ્વજન ઉપરાંત, બીજા નાગરિકો અને શસ્ત્રસજ્જ સૈનિકો પણ હતા. મૂલ્યવાન વસ્તુઓની હજારો પોઠ સાથે લીધી હતી. ચાલતાં ચાલતાં કેટલાક દિવસે તેઓ શ્વેતામ્બીનગરીની સીમમાં પ્રવેશ્યા. તેમણે નગરીની બહાર જ એક ઉદ્યાનમાં પોતાનો પડાવ નાખ્યો.” હું બોલી ઊઠ્યો : “વિનયંધરજી, એ શ્વેતામ્બી તો મારી જન્મભૂમિ છે!' એટલે જ હું તમને આ વૃત્તાંત કહી રહ્યો છું! એ શ્રેષ્ઠીએ જ્યાં પડાવ નાખ્યો 808 ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતો, ત્યાં દોડતો ને ગભરાયેલો એક યુવાન આવી ચઢ્યો... તેનો શ્વાસ ભરાઈ ગયો હતો અને ભયથી થરથર ધ્રૂજતો હતો. આવીને તે સીધો જ વીરસેન પાસે ગયો ને કહેવા લાગ્યો : ‘હૈ આર્ય! મને બચાવો... હું તમારા શરણે આવ્યો છું.’ વીરસેને તેને આશ્વાસન આપતાં કહ્યું : ‘યુવાન, તું નિર્ભય બન‚ મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી કોઈ તારો વાળ પણ વાંકો નહીં કરી શકે.’ વીરસેનની પત્ની શીલવતીએ કહ્યું : ‘હે નાથ, આમ શરણ ના આપી દો... કદાચ આ યુવાન અપરાધી હશે તો?’ વીરસેને કહ્યું : ‘દેવી, શું નિર્દોષ મનુષ્ય શરણ લેવા આવે ખરો? હું સમજું છું કે આ અપરાધી હશે જ, માટે જ એ મારા શરણે આવ્યો છે! ગમે તે હોય, મનુષ્ય છે ને? જીવ છે ને? મારે એની રક્ષા કરવી જોઈએ. એ અપરાધી હશે તો હું એને ભવિષ્યમાં અકાર્ય નહીં કરવા સમજાવીશ!' વીરસેને આગંતુક યુવાનને પૂછ્યું : ‘હું યુવાન, તને કોનો ભય છે?' શ્વેતામ્બીના મહારાજા વિજયવર્માના નગ૨૨ક્ષક સૈનિકોનો... યમરાજ જેવા એ સૈનિકો ઉઘાડી તલવારો લઈને મારી પાછળ પડ્યા છે...' હજુ તેનું શરીર કંપી રહ્યું હતું. તેની આંખોમાં ભય તરવરતો હતો. વીરસેને તરત જ પોતાના સૈનિકોને સજ્જ થઈને ઊભા રહેવા સૂચના આપી. સાર્થના અન્ય પુરુષો પણ વીરસેનની પાસે આવીને ઊભા રહી ગયા. વીરસેને આગંતુક યુવાનને બીજી એક કુટિરમાં બેસાડી દીધો. પરંતુ નગ૨૨ક્ષક સૈનિકૉ સાથે ધસી આવેલા કોટવાલે તેને જોઈ લીધો, કોટવાલે ત્રાડ પાડી : ‘ઓ પાપી, ચોર... તું પાતાલમાં છુપાઈ જાય તો પણ હું તને છોડું નહીં, ઇન્દ્રના શરણે જાય તો પણ તને પકડી પાડું... હવે તું બચવાનો નથી...’ ત્યાં વીરસેને કોટવાલને પૂછ્યું : ‘હે મહાનુભાવ, એ યુવાને શો અપરાધ કર્યો છે?’ ‘તેણે નગરમાં ચોરી કરી છે. રાજાશાનો ભંગ કર્યો છે.’ વીરસેને કહ્યું : ‘મને ખબર ન હતી કે એ ચોર છે... એ મારા શરણે આવ્યો, મેં એને રક્ષણ આપ્યું છે. હું સમજું છું કે ચોરનું શરણ ના કરાય, છતાં શરણે આવેલાનો ત્યાગ પણ કેવી રીતે કરાય? તમે જ કહો, હું શું કરું?' ‘હે સાર્થવાહ, જો તમે અમારી વાત માનો તો અમને અપરાધી સોંપી દો, અને જો તમે નહીં સોંપો તો પછી અમારે ગમે તે ઉપાય કરીને એને લઈ જવો પડશે. તમે મહારાજ વિજયવર્માના અપરાધી બનશો... પરંતુ, શરણે આવેલાને સોંપી દેવો, તે સજ્જનોને શોભે નહીં... માટે હું એ યુવાનને પાછો નહીં સોપું.’ શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only sou Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “તો પછી ભલે તમે રક્ષણ કરો... અમે પણ જોઈએ કે તમે ક્વી રીતે રક્ષણ કરો છો....' ‘ભલે, જુઓ તમે. મારા દેહમાં પ્રાણી છે ત્યાં સુધી તો તમે એનો વાળ પણ વાંકો નહીં કરી શકો, હા, એક વાત તમે તમારા મહારાજાને કહેજો કે આ યુવાન કોઈ મારો સગો નથી કે સ્નેહી નથી. માત્ર શરણાગત છે.” વીરસેને પોતાના બંને હાથમાં લાંબી લાંબી તલવારો લીધી. વિરસેનના રક્ષક સુભટો પણ ખુલ્લી તલવારો સાથે વીરસેનની આજ્ઞા મુજબ ગોઠવાઈ ગયા. કોટવાલે વિચાર કર્યો : “મારા સૈનિકો ઓછા છે, આના સૈનિકો વધારે છે. માટે અહીં ધીંગાણું કરવું નથી. મહારાજાને પૂછીને પછી જે-તે નિર્ણય કરીશ.' કોટવાલ પોતાના સૈનિકો સાથે ત્વરાથી નગરમાં ચાલ્યો ગયો. મહારાજા વિજયવર્માને બધી વાત કરી. મહારાજા ઉશ્કેરાઈ ગયા, આજ્ઞા કરી : “એ સાર્થવાહનો પણ વધ કરો, અને ચોરને શૂળી પર ચઢાવી દો.' કોટવાલ એક સો શસ્ત્રસજ્જ સૈનિકો સાથે નગરની બહાર ગયો. સાર્થવા વિરસેનના પડાવને ઘેરી લીધો. બીજી બાજુ વીરસેનના સૈનિકોએ પણ યુદ્ધની તૈયારી કરી લીધી હતી. વિરસેન સ્વયં બખ્તર પહેરીને, બે હાથમાં તલવાર લઈને સજ્જ થયો હતો. વીરસેને રક્ષકોના સરદાર સૂરજિતને બોલાવીને કહ્યું : “આપણા જે ૨૫ ઘોડેસવાર સૈનિકો છે, તેમને પૂર્વ દિશાનો ઘેરો તોડીને બહાર નીકળી જવાનું કહો. અને તેઓ બહારથી હુમલો કરી દે. રાજાના બધા સૈનિકો પાદચારી છે, કોઈ ઘોડેસવાર નથી. એકાદ ઘટિકામાં જ યુદ્ધ પતી જશે.. જોકે તે પછી રાજા ઘોડેસવાર સૈનિકો મોકલશે, પણ ત્યારની વાત ત્યારે! સૂરજિતે ૨૫ ઘોડેસવાર સૈનિકોને સૂચના કરી દીધી. તેઓએ પૂર્વ દિશામાં ઊભેલા દસ સૈનિકોના ઉપરથી ઘોડાને દોડાવી દીધા. લાંબા ભાલાઓનો ઉપયોગ કરી દસે સૈનિકોને યમલોકમાં પહોંચાડી દીધા... યુદ્ધ ચાલુ થઈ ગયું.. ઘોડેસવાર સૈનિકોએ રાજાના સૈનિકોને ટપોટપ મારવા માંડ્યા. ત્યાં અચાનક મહારાજા વિયજવર્માના જયેષ્ઠ પુત્ર યશોવર્મા, લગભગ ૫૦ ઘોડેસવાર સૈનિકો સાથે આવી પહોંચ્યા. તેઓ અચૂક્રીડા કરવા માટે જંગલમાં ગયા હતા, ત્યાંથી પાછા ફરતા હતા. તેમણે આ ધમાલ જોઈ... યુવરાજે ત્રાડ પાડી : “લડાઈ બંધ કરો...! લડાઈ બંધ કરો.. કોટવાલ, શું છે આ બધું?' વીરસેન શ્રેષ્ઠીએ તરત જ પોતાના સૈનિકોને પડાવમાં પાછા ફરવા આજ્ઞા કરી દીધી. કોટવાલે પણ સૈનિકોને એક બાજુ પર ખસેડી લીધા. યુવરાજ યશોવર્માએ કોટવાલને લડાઈનું કારણ પૂછુયું. ત્યાં વીરસેન પણ પહોંચી ગયા. તેમણે યુવરાજને પ્રણામ કરી, સર્વ હકીકત જણાવી. યુવરાજે વીરસેનને કહ્યું: શ્રેષ્ઠી, તમે શરણાગતની રક્ષા કરીને તમારા ધર્મનું પાલન કર્યું છે. હવે તમે ચિંતા ના કરો.” JOG ભાગ-૨ ( ભવ પાંચમો For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યુવરાજે કોટવાલને કહ્યું : “જાઓ, પિતાજીને કહો કે કુમારના જીવતાં, શરણાગતને કોઈ મારી નહીં શકે.” કોટવાલે મહારાજાને વાત કરી. મહારાજાએ લડાઈ બંધ કરાવી. યુવરાજે વિરસેનને કહ્યું : “શ્રેષ્ઠી, આજે મારું આતિથ્ય ગ્રહણ કરીને, તમે આગળ વધજો.” કુમાર, તમે યુદ્ધનો અંત લાવીને, શરણાગતની રક્ષા કરીને, મારું મોટું આતિથ્ય કર્યું છે. મારે દૂર દેશમાં જવાનું છે. પથ લાંબો છે. માટે મને કૃપા કરીને આગળ વધવાની અનુજ્ઞા આપો.' યુવરાજે વીરસેનને ધન્યવાદ આપ્યા અને તેઓ નગરમાં ચાલ્યા ગયા. વીરસેને પેલા શરણાગત યુવાનને બોલાવીને કહ્યું : “યુવાન, હવેથી ક્યારેય ચોરી ના કરીશ. ચોરી કરવાથી આ ભવમાં દુઃખ મળે છે ને પરભવમાં પણ દુઃખ મળે છે....' વીરસેને એ યુવાનને સુંદર વસ્ત્ર ભેટ આપ્યાં. સો સોનામહોરો આપી.. યુવાન વીરસેનનાં ચરણમાં પડી ગયો... “હે પૂજ્ય આપે મને મૃત્યુથી બચાવ્યો... અને ઉપરથી મારો સત્કાર કર્યો... આપનો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. અને જીવનમાં ક્યારેય ચોરી નહીં કરું.” યુવાન ત્યાંથી પોતાના ગામ તરફ ચાલ્યો ગયો. વીરસેને સાથે સાથે આગળ પ્રયાણ કર્યું. વીરસેન પરિવાર સાથે સતત પ્રયાણ કરતા લગભગ બે મહિને જયસ્થળ નગરે પહોંચ્યા. ત્યાં પહોંચ્યા પછી યોગ્ય સમયે શીલવતીએ પુત્રને જન્મ આપ્યો. બાર દિવસ વીતી ગયા પછી, એ પુત્રનું નામ “વિનયંધર પાડવામાં આવ્યું સનકુમાર, તમારા પિતા, ત્યારે યુવરાજ હતા, તેમણે મારા પિતા પર, માતા પર અને મારા પર કેટલો મોટો ઉપકાર કર્યો હતો? નહીંતર, એ લડાઈમાં મારા પિતા વગેરે કોઈ બચત નહીં. મહારાજા વિજયવર્માના સૈનિકો સર્વનાશ કરી દેત.. મારા પિતાએ મને આ વૃત્તાંત વિસ્તારથી સંભળાવ્યો હતો. મેં તમને સંક્ષેપથી કહ્યો છે. કુમાર, તમે વિચારતા હશો કે મેં આ વૃત્તાંત શા માટે કહ્યો? શા માટે પરિચય આપ્યો મારો? કુમાર, હું મોટા સંકટમાં મુકાઇ ગયો છું. તમે કદાચ જાણતા હશો કે હું અહીં મહારાજા ઇશાનચંદ્રની સેવામાં છું. મહારાજાનો મારા પર અતિ વિશ્વાસ છે એમ કહું તો ચાલે કે હું એમનો અંતરંગ મિત્ર છું! તેઓ તેમના મનની એકેએક વાત મને કહે છે. ગુપ્તમાં ગુપ્ત કામ તેઓ મને બતાવે છે. અને હું એ કાર્યને વફાદારી સાથે પૂર્ણ કરું છું. આજે તેઓ રાણીવાસમાંથી સીધા મંત્રણાગૃહમાં આવ્યા. હું મંત્રણાગૃહમાં બેઠો હતો. હું ઊભો થયો. મહારાજાનું અભિવાદન કર્યું. મહારાજાના મુખ પર તીવ્ર રોષ શ્રી સમરાદિત્ય મહાકથા ૭૭ For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હતો. તેમણે મારા ખભે હાથ મૂકીને... ખંડમાં આઠ-દસ આટાં માર્યા... પછી મને કહ્યું : ‘વિનય, તું રાજપુત્ર સનત્કુમારને ઓળખે છે ને? હું એ રાજપુત્રને ચાહતો હતો. મને એ પ્રિય હતો, પરંતુ આજે મેં જાણ્યું કે એ દુરાચારી છે. તેણે તેના કુળને કલંકિત કર્યું છે. માટે તું એનો વધ કર... પરંતુ એવી રીતે મારી નાખજે કે કોઈને પણ ખબર ના પડે.’ Acharya Shri Kailassagarsuri Gyanmandir મેં કહ્યું : ‘મહારાજાની આજ્ઞાનું પાલન થશે...' મહારાજાને પ્રણામ કરી હું મહેલમાંથી નીકળી મારા આવાસે પહોંચ્યો. મારા ચિત્તમાં ધોર સંતાપ પેદા થયો. આવું વધ કરવાનું કસાઈનું કામ પહેલવહેલું જ મને મહારાજાએ બતાવ્યું હતું, મને રાજસેવા પ્રત્યે તિરસ્કાર જાગ્યો. ‘આવી રાજસેવા શા માટે કરવી જોઈએ કે જેના પરિણામે નરકના ઊંડા કૂવામાં પડવું પડે...? ખરેખર, તે મનુષ્યોને ધન્ય છે કે જેઓ આ સંસારનો સર્વ પ્રપંચ છોડી તોવનમાં વસે છે! મહાત્માઓના સંગે રહે છે અને પરમાત્માનું ધ્યાન કરે છે... હું શું કરું? મારે યુવાન રાજપુત્રને મારી નાખવાનો? મહારાજાએ મને થોડા દિવસો પહેલાં તો સનત્કુમારના ગુણો બતાવી એની પ્રશંસા કરી હતી. શું કુમાર એકાએક બગડી ગયો? એવું તો કુમારે શું કર્યું હશે? મહારાજાએ એને દુરાચારી કહ્યો... શું મહારાજાએ પૂરી તપાસ કરી હશે ખરી? ક્યારેક મહારાજા ઉતાવળ કરી નાખતા હોય છે. પૂરી તપાસ કર્યા વિના મૃત્યુદંડની સજા કેમ કરાય? પરંતુ મારાથી એમને પૂછાય પણ કેમ?’ મારી દ્વિધાનો પાર ના રહ્યો. છેવટે મેં વિચાર્યું : ‘હું સનત્કુમારને મળું... તેની સાથે વાત કરું... પછી કોઈ ઉપાય શોધીને, એનો વધ ના કરવો પડે... એવું કરું.' કારણ કે કુમાર, તમારા પિતાજીનો મારાં માતા-પિતા ઉપર અને મારા ઉપર પણ અનંત ઉપકારનો ભાર રહેલો છે. એ ઉપકારનો બદલો વાળવાનો મને અવસર મળી ગયો છે. છ હું ઘરેથી નીકળ્યો, ત્યાં જ કોઈ માણસની છીંક મને સંભળાણી. અપશુકન સમજીને હું ઊભો રહી ગયો... ત્યાં સિદ્ધાદેશ નામના રાજજ્યોતિષી, જેઓ મારી પાછળ જ ઊભા હતા તેમણે મને કહ્યું : ‘હે ભદ્ર, જવામાં વિલંબ ના કર. આ સાતમી છીંક છે! આ છીંક ‘સૌમ્યા’ કહેવાય. આનું ફળ છે આરોગ્ય અને અર્થલાભ. વિનયંધર, હું નિમિત્ત શાસ્ત્રનો જ્ઞાતા છું. મારા જ્ઞાનથી હું તને કહું છું કે મહારાજાએ તને જે આદેશ આપ્યો છે તે તને નથી ગમ્યો. જે વ્યક્તિ માટે આદેશ આપ્યો છે તે વ્યક્તિ નિર્દોષ છે... સાવ નિર્દોષ છે. તું ચિંતા ના કર. તારી ઇચ્છા મુજબ જ પરિણામ આવશે. તારે અત્યારે શીઘ્ર પ્રયાણ કરવાનું છે. વિલંબ કરીશ તો પરિણામ ખરાબ આવશે.’ જ્યારે હું ઘરે ગયો હતો, મને ચિંતામાં વ્યગ્ન જોઈને મારી માતાએ મને પૂછ્યું હતું ભાગ-૨ * ભવ પાંચમો For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : “વત્સ, તું શાથી વ્યગ્રચિત્ત છે? શું તારું શરીર સ્વસ્થ નથી?” મેં મારી માતાને મહારાજાએ કરેલી આજ્ઞાની વાત કરી. મારા માતાના મુખ પર ગ્લાનિ તરી આવી. તેણે મને કહ્યું : “વત્સ, ભલે તારે રાજસેવા છોડવી પડે... ભલે આ દેશ છોડવો પડે, પરંતુ તે એ સનકુમારનો વધ કરીશ નહીં, કરાવીશ નહીં, એની રક્ષા કરજે. કારણ કે એના પિતાનો આપણા પરિવાર ઉપર ખૂબ ઉપકાર છે...' માતાની આજ્ઞા મારા મનમાં જ હતી, ત્યાં “સિદ્ધાદેશ” નૈમિત્તિકે મને તમારી નિર્દોષતા પર છાપ મારી આપી! તમે કોઈ અપરાધ કર્યો નથી... એ મારો વિશ્વાસ છે. પરંતુ હવે મારે શું કરવું, તેનો ઉપાય તમે જ બતાવો.” વિનયંધરની વાત મેં એકાગ્રતાથી સાંભળી. સાંભળતો ગયો અને એના પર વિચાર કરતો ગયો. “રાણીવાસમાં જે કંઈ બન્યું. તેથી રાણી મારા પર રોષે ભરાણી જ હશે. મારા નીકળી ગયા પછી મહારાજા ત્યાં ગયા હશે... ત્યારે રાણીએ, મારા તરફની વેરવૃત્તિથી પ્રેરાઈને, મને કલંકિત કરવા સ્ત્રીચરિત્ર અજમાવ્યું હશે.” મેં એનું શીલ લૂંટવા માટે એના પર બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો છે, એવી વાત રાણીએ રાજાને કરી હશે. મહારાજાને અનંગવતી પર તીવ્ર રાગ છે! એટલે અનંગવતી જે કંઈ કહે તેને મહારાજા સાચું જ માને! ખરેખર, સ્ત્રીઓ કેવી માયાવી હોય છે? સર્પ જેવી વાંકી ગતિવાળી અને ડંખીલી હોય છે. આ રાણી સાચે જ અવિવેકી છે અને તીવ્ર કામેચ્છાથી વ્યાકુળ છે. તેને ધર્મ તો મળ્યો જ નથી. ધર્મની કોઈ ભાવના એનામાં મેં જોઈ નહીં. એની તો એક જ વાત છે : “વૈષયિક સુખોને ભોગવવાં! પરંતુ હું એની કામેચ્છા કેવી રીતે પૂર્ણ કરું? મેં એને માતા માની છે. એટલું જ નહીં, મારા પર પૂર્ણ વિશ્વાસ મૂકનારા મારા પિતાતુલ્ય મહારાજાની એ મહારાણી છે. એ ભલે ભાન ભૂલીને વિકારપરવશ બને... હું મારું ભાન કેમ ભૂલી શકું? ભલે મારો વધ થાય. ભલે મારું મૃત્યુ થાય. હું મૃત્યુથી ડરતો નથી. મારે મારો બચાવ પણ કરવો નથી... આદર્શની ખાતર મરી જવાનું હું પસંદ કરીશ.' મેં વિનયંધર સામે જોયું. એ મારી સામે જોઈ રહ્યો હતો અને મારા પ્રત્યુત્તરની પ્રતીક્ષા કરતો હતો. એક એક જ શ્રી સમરાદિત્ય મહાકથા 80c For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૦]h] મેં વિનયંધરને કહ્યું : “ભાઈ, તું મહારાજાનો સેવક છે. તને મહારાજાએ જે આજ્ઞા કરી છે, તે આજ્ઞાનું પાલન કર. મહારાજાની દૃષ્ટિમાં હું કુલાંગાર બન્યો છું.. દુરાચારી બન્યો છું. હવે મને જીવવાનો મોહ નથી રહ્યો...” ત્યાં રસ્તા પરથી છીંકનો અવાજ આવ્યો. કુમારવાસના દ્વારે ઊભેલા નગરના બ્રાહ્મણ-વિદ્વાનો, મારો અને વિનયંધરનો વાર્તાલાપ સાંભળતા હતા, તેમાંના એક નૈમિત્તજ્ઞ બ્રાહ્મણે કહ્યું : “હે રાજપુરુષ, આ રાજપુત્ર નિર્દોષ છે, એમ હું મારા જ્યોતિષશાસ્ત્રના આધારે કહું છું. અને કુમારની નિર્દોષતા સિદ્ધ કરવા માટે જો કોઈ દિવ્ય કરવાનું હોય તો અમે દિવ્ય કરવા તૈયાર છીએ! વિનયંધરને નૈમિત્તજ્ઞની વાત સાંભળી હર્ષ થયો. તેણે મને કહ્યું : “સનકુમાર, તમે નિર્દોષ છો. તમે તમારા કુળને કલંકિત નથી કર્યું, તમે દુરાચારનું સેવન નથી કર્યું. આ વાતને છીંકે સમર્થન આપ્યું છે અને આ બ્રાહ્મણ-વિદ્વાને પણ કહ્યું છે. મહારાજાએ ખોટી રીતે આજ્ઞા કરી છે. કુમાર, આ શી વાત બની છે, તે જ મને કહો તો હું મહારાજાને સત્યથી જ્ઞાત કરું. વિનયંધર, મારે કાંઈ કહેવું નથી, મહારાણીએ જે કહ્યું છે, તે મને સ્વીકાર્ય છે.” નહીં, સનકુમાર, તમારો દોષ નથી જ. એ રાણી જ દુષ્ટ છે. પાપિણી છે... આ મારો નિર્ણય છે, આ બ્રાહ્મણોનો નિર્ણય છે. જોકે હું વિશેષ વાત જાણતો નથી, પરંતુ હું મહારાજને આ બધી વાત કહીશ એટલે તેઓ મને, રાણીએ તેમને કહેલી બધી વાત મને કહેશે.” વિનયંધર ઊભો થયો, કે તરત જ મેં એનો હાથ પકડીને કહ્યું : “વિનય, એ બધી વાત છોડી દે. એમ કરવાથી મહારાણીને કષ્ટ થશે. સત્ય જાણ્યા પછી મહારાજા રાણીને શૂળી પર ચઢાવી દેશે... મારે એવું નથી કરવું. મને આ ક્ષણિક એવા ચંચળ જીવન પર હવે મોહ નથી. જીવનની ખાતર માતાતુલ્ય મહારાણીને હું ક્લેશ કરાવવા નથી ઈચ્છતો. તારે મહારાજને કોઈ વાત નથી કરવાની, તેમની આજ્ઞાનું પાલન કરવાનું છે.” કુમાર, તમે અમારા ઉપકારી મહારાજ યશોવર્માના સુપુત્ર છો... હું વધારે તમને શું કહું? તે પાપિણી રાણી પર મારા ચિત્તમાં રોષ પ્રગટ્યો છે. તમે કૃપા કરો, મને છોડો અને મહારાજા પાસે જવા દો. હું બધી સાચી વાત કહી દઈશ.' મેં કહ્યું : “વિનયંધર, રાજાને વાત કહેવાનો આગ્રહ છોડી દે.” ભાગ-૨ + ભવ પાંચમો For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેણે કહ્યું : “હું સાચી વાત મહારાજાને જણાવીશ જ...' મેં કહ્યું : “જો તું એમ કરીશ તો હું આત્મહત્યા કરીશ...” વિનયંધર રડી પડ્યો... મને ભેટી પડ્યો.. રોતાં રોતાં એ બોલ્યો : “ક્યાં અવિચારી આજ્ઞા કરનારા મહારાજા... અને ક્યાં આ પુરુષરત્ન! મહારાજાને હવે હું દેવ' કહીને નહીં બોલાવું...” મેં કહ્યું : “વિનય, પિતાતુલ્ય મહારાજાનો તું દોષ ના જો. એમનો કોઈ દોષ નથી. મારાં જ પાપકર્મો ઉદયમાં આવ્યાં છે.' વિનયંધરની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. કુમાર, તો પછી તમે મને હત્યારો બનાવવા ચાહો છો? હત્યા જેવું ઘોર પાપ કરવા માટે તમે પ્રેરિત કરો છો?' ‘વિનય, પાપકર્મ તો મેં કરેલાં છે... તારે તો રાજાની આજ્ઞાનું પાલન કરવાનું છે. હવે મારે જીવવું નથી...' કુમાર, આવું ના બોલો. તમે તો ધન્ય પુરુષ છો. ગુણવાન છો, સત્ત્વશીલ છો. સર્વ જીવોના માટે કલ્પવૃક્ષ સમાન છો. વધારે શું કહું? તમારી ઇચ્છા મહારાજાને સાચી વાત કહેવાની નથી અને રાણીની રક્ષા કરવી છે, તો મારે શું કરવું? તમે મને એવો ઉપાય બતાવો કે મારે તમારા પ્રાણ ના લેવા પડે અને મહારાજાના મનનું પણ સમાધાન થાય.' હું વિચારમાં પડી ગયો. “શું કરું? આ વિનયંધર કોઈ કાળે મારો વધ નહીં કરે અને જો એ મારો વધ નહીં કરે તો રાજાની આજ્ઞાનો ભંગ કરનારો બનશે... એક જ ઉપાય મને સૂઝે છે કે હું મિત્ર વસુભૂતિ સાથે દૂર દેશમાં ચાલ્યો જાઉં...' મેં વિનયંધરને આ ઉપાય બતાવ્યો. તે રાજી થયો. તેણે કહ્યું : “એક વહાણ આજે રાત્રે જ સુવર્ણભૂમિ તરફ પ્રયાણ કરવાનું છે. તમે એ વહાણમાં બેસી સુવર્ણભૂમિ ચાલ્યા જાઓ.' વિનય, તારી યોજના મને ગમી.' હું એ વહાણના માલિક સમુદ્રદત્તને ભલામણ કરીશ. તમને એ સવર્ણભૂમિ સુધી લઈ જશે. તમે તૈયાર થાઓ, સંધ્યાકાળે હું અહીં આવીશ. તમને સમુદ્રકિનારે પહોંચાડીશ.' વિનયંધર ગયો. હું એ કલ્યાણમિત્રને જોતો રહ્યો. ૦ ૦ ૦. સંધ્યા પડી ગઈ. વિનયંધરની સાથે હું અને વસુભૂતિ સમુદ્રકિનારે પહોંચ્યા. સુવર્ણભૂમિ જનારું વહાણ તૈયાર ઊભું હતું. વહાણનો માલિક દોડતો વિનયંધર પાસે આવ્યો, પ્રણામ કર્યા. વિનયંધરે એને કહ્યું : શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “સમુદ્રદત્ત, આ મારા સ્નેહી છે, મિત્રો છે. તેમને તમારે તમારી સાથે સુવર્ણભૂમિ લઈ જવાના છે. માર્ગમાં એમના ભોજન, શયન વગેરેની સંભાળ રાખજો. એમ સમજજો કે એ એટલે હું જ છું...” હે ઉપકારી રાજપુરુષ, તમારી આજ્ઞા મુજબ, આ બે મહાનુભાવોને હું મારી સાથે સુવર્ણભૂમિ લઈ જઈશ. તેમની બધી જ સંભાળ રાખીશ, તમે નિશ્ચિંત રહેજો. પામે આવીશ ત્યારે તમને બધા સમાચાર પણ આપીશ.' વિનયંધરે મારા બે હાથ પોતાના હાથમાં લઈને કહ્યું : 'કુમાર, હું તમારો મિત્ર છું, છતાં મેં મિત્રતા નિભાવી નથી. તમે ઉપકારી હોવા છતાં તમને મારા ઘર નથી લઈ ગયો. તમારો સત્કાર નથી કર્યો. કુમાર, ક્યારેક યાદ કરજો. તમે તો મને વારંવાર યાદ આવવાના. મારા અપરાધોની ક્ષમા આપજો...' વિનયંધર રડી પડ્યો. મારા ખભા પર મસ્તક મૂકી... આજંદ કરવા લાગ્યો. મેં કહ્યું : વિનયંધર, હવે તો તું મારો ઉપકારી બન્યો છે! તે અમારી ઘણી ચિંતા કરી છે. તારી-અમારી મૈત્રી અખંડ રહેશે. જ્યારે હું શ્વેતામ્બીનગરી પાછો ફરીશ ત્યારે અવશ્ય તને બોલાવીશ અને મારી પાસે જ રાખીશ... વિનય, મારા નિમિત્તે તને ઘણું કષ્ટ પડ્યું છે... ક્ષમા કરજે..” મારું હૈયું ભરાઈ આવ્યું. મેં વિનયંધરને મારી છાતીએ લગાડી દીધો. અમે બંને વહાણમાં ચડ્યા. વિનયંધર અશ્વારૂઢ બની નગરમાં ચાલ્યો ગયો. સમુદ્રદત્તે મંગળ કરી, વહાણને સમુદ્રમાં તરતું મૂકી દીધું. પવન અનુકૂળ હતો. નાવિકે સઢ ચઢાવી દીધું. અને વહાણે ગતિ પકડી લીધી. વસુભૂતિ મૌન હતો. કુમારવાસમાંથી અમે નીકળ્યા ત્યારથી એ મૌન હતી. મારી અને વિનયંધરની વાતો તે સાંભળતો રહ્યો, પણ એ એક અક્ષર પણ બોલ્યો નહીં. જોકે કુમારવાસમાં જ્યારે વિનયંધર આવેલો ત્યારે બધા મિત્રોની સાથે વસુભૂતિ પણ બહાર ચાલ્યો ગયો હતો. એટલે, રાણીવાસની દુર્ઘટનાથી તે અજાણ હતો. વહાણમાં, અમને સમુદ્રદત્તે એક નાનો ઓરડો આપ્યો હતો. તેમાં બે પલંગ હતા. ગાદલાં હતાં. ઓઢવા માટે ગરમ ધાબળા હતા. એક ખૂણામાં મીઠાં પાણીનું માટીનું માટલું હતું અને એની પાસે ધાતુના બે પ્યાલા હતા. રાત્રિભોજન માટે સમુદ્રદત્તે પોતે આવીને આમંત્રણ આપ્યું. અમે બંને ભૂખ્યા જ હતા. સવારે દૂધ લીધું હતું, તે પછી આખો દિવસ અમે બંનેએ ભોજન કર્યું ન હતું. અમે બંને સમુદ્રદત્તની સાથે એના ભોજનગૃહમાં ગયા. હાથ-પગ ધોઈને અમે ભોજન કરવા બેઠા.સમુદ્રદત્તે અમને ખૂબ પ્રેમથી ભોજન કરાવ્યું. સમુદ્રદત્ત એટલું જાણી ગયો હતો કે હું કોઈ રાજ્યનો રાજકુમાર છું અને વસુભૂતિ મારો મિત્ર છે. વિશેષ જિજ્ઞાસાથી તેણે મને પૂછ્યું : “હે મહારાજકુમાર આપ ક્યા રાજ્યના રાજકુમાર છો? ભાગ-૨ ભવ પાંચમો હીર For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્વેતામ્બીના મહારાજ યશોવર્મા મારા પિતા છે!' ‘ઓહો! શ્વેતામ્બીમાં હું વેપાર અર્થે ત્રણ-ચાર વાર આવેલો છું. મહારાજા યશોવર્મા આપના પિતાજી મહાન રાજા છે. અતિ લોકપ્રિય છે... પરોપકારી અને પ્રજાવત્સલ છે. કુમાર, આપ સુવર્ણભૂમિ સુધી જ જવાના છો કે આગળ?’ શ્રેષ્ઠીવર્ય, અમે આગળ સિંહલદ્વીપ જવાના છીએ, પરંતુ સુવર્ણભૂમિમાં થોડા દિવસ રોકાવાના છીએ.’ ‘કુમાર, હું તમારું નામ જાણી શકું?' ‘મારું નામ સનત્કુમાર અને મારા આ મિત્રનું નામ વસુભૂતિ.’ ‘સનકુમાર, અહીં આ વહાણમાં આપ કોઈ સંકોચ ના રાખો. આપનું જ વહાણ છે. મારા યોગ્ય જે કોઈ આજ્ઞા હોય તે કરજો, વહાણ ઉપરના બધા જ સેવકો આપની આજ્ઞા માનશે. હું બધાને કહીં દઉં છું.’ અમને બંનેને ઘણો આનંદ થયો. અમે અમારા ઓરડામાં ગયા. પોત-પોતાના પલંગ પર બેઠા. હવે અમારે ઊંઘી જવાનું હતું. બીજું કોઈ કામ ન હતું. વહાણ સડસડાટ સુવર્ણભૂમિની દિશામાં વહી રહ્યું હતું. વસુભૂતિ ઊભો થયો અને પશ્ચિમ દિશાની બારીમાં જઈને ઊભો રહ્યો. મને એનું મૌન અકળાવતું હતું. જોકે વાત કરવાનો સમય હમણાં જ મળ્યો હતો... પરંતુ એ મારી સાથે વાત કરવાના બદલે બારી પાસે જઈને ઊભો રહ્યો... તેથી મારું મન થોડું વિક્ષુબ્ધ થયું. મને એના માટે વિચારો આવવા લાગ્યા. “મારી ખાતર એને પણ રઝળવું પડે છે... શું એ કંટાળ્યો હશે? મેં એને રાણી અનંગવતી સાથે બનેલી ઘટનાની વાત નથી કરી, તેથી શું એ નારાજ થયો હશે? ના, ના, એ મારા પર નારાજ થાય જ નહીં...” હું ઊભો થયો. એની પાછળ જઈને ઊભો રહ્યો. સમુદ્રમાં ઊછળતા તરંગોને જોઈ રહ્યો. આકાશ સ્વચ્છ હતું. પવન શીતલ હતો. વાતાવરણ પ્રસન્ન હતું. ‘વસુ!’ વસુભૂતિએ માથું ફેરવીને મારી સામે જોયું. મેં એના ખભે હાથ મૂક્યો... અને એની બાજુમાં બારી પાસે ઊભો રહ્યો. ‘વસુ, ન બનવાનું બની ગયું... કલ્પના બહારનું બધું બની ગયું...’ ‘એવું શું બની ગયું કુમાર?’ વસુભૂતિએ પૂછ્યું. ‘મહારાણી અનંગવીએ દાસી દ્વારા મને બોલાવ્યો... સરળભાવે હું ગયો... મહારાણીને માતા-સ્વરૂપે જાણીને પ્રણામ કર્યા... ત્યાં તો એણે મને સંભોગ માટે પ્રાર્થના કરી! મિત્ર, માથે વીજળી પડે ને જેવો ઝાટકો લાગે, તેવો મને ઝાટકો લાગ્યો... મેં સ્પષ્ટ ના પાડી દીધી, મેં એને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો... પરંતુ એ વિષયાંધ બની હતી. એ એકની એક વાત રટતી હતી... શરીરસુખની! એ મારા પર મોહિત થઈ ગઈ હતી. છેવટે હું એના ચરણોમાં પ્રણામ કરી બહાર નીકળી સીંધો શ્રી સમરાદિત્ય મહાકા 993 For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કુમારવાસમાં આવી ગયો હતો. મારું મન ઘણું જ અસ્વસ્થ હતું છતાં આપણા મિત્રોને કોઈ શંકા ના આવી જાય, એટલે મેં ઉપરઉપ૨થી પ્રસન્નતા દેખાડી હતી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યાં રાણીવાસમાં જ્યારે મહારાજા ગયા ત્યારે રાણીએ સ્ત્રીચરિત્ર ભજવી દીધું. તેની દુષ્ટ ઇચ્છાને પૂર્ણ ના કરવાથી એ મારા પર ક્રોધે ભરાણી હતી. તેણે મહારાજાને મારા વિરુદ્ધ ઉશ્કેરી દીધા... ‘સનત્કુમારે અહીં આવીને મારી પાસે ભોગની પ્રાર્થના કરી.,, મારા પર બળાત્કાર કરવાનો પ્રયત્ન કર્યો,.. એ તો હું બચી ગઈ...' વગેરે વગેરે વાતો કરી મારા પર કલંક મૂક્યું મને દુરાચારી કહ્યો. કુલાંગાર કહ્યો... બસ, મહારાજાએ રાણીની વાત માની લીધી! મારા પર તીવ્ર રોષે ભરાયા. વિનંયધરને બોલાવી મારો વધ કરવાની આજ્ઞા કરી...!' ‘શું વાત કરે છે કુમાર? તારો વધ?' ‘હા મિત્ર, આ રાજાઓ પર ક્યારેય આંધળો વિશ્વાસ ના કરાય, મેં કર્યો... રાજાઓ મોટા ભાગે કાચા કાનના હોય છે. એમાંય માનીતી રાણીની તો એક-એક વાત માની લેતા હોય છે. ગઈ કાલ સુધી મારા પર અત્યંત વાત્સલ્ય વરસાવનારા મહારાજાએ આજે મારા પર ધગધગતી આગ વરસાવી દીધી... મને મારી નાખવાની આજ્ઞા કરી દીધી! ના મને કંઈ પૂછ્યું, ના કોઈ સાચા-ખોટાની તપાસ કરી... આ તો વિનયંધર મને ઓળખી ગયો... ‘કેવી રીતે?’ વસુભૂતિએ પૂછ્યું. મેં, મારા પિતાએ એનાં માતા-પિતા પર કરેલા ઉપકારની વાત કહી બતાવી. વસુભૂતિ આનંદિત થઈ ગયો. ‘અહો! ઉપકારીના ઉપકારોને નહીં ભૂલનારો વિનયંધર પ્રશંસાને પાત્ર છે.’ ‘એની માતાએ, કે જે એ ઘટનાની સાક્ષી હતી, અને વિનંયધર માતાના પેટમાં હતો. તેણે વિનયંધરને મારી ઓળખાણ આપીને કહ્યું કે ‘બેટા, મહારાજા યશોવર્માના રાજકુમારની તું રક્ષા કરજે!’ ‘ધન્ય માતા! ધન્ય પુત્ર!' વસુભૂતિની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યાં. હું પણ ગદ્ગદ થઈ ગયો. મે કહ્યું : ‘વસુ, આટલો મોટો ઉપકાર કરવા છતાં વિનયંધરની નમ્રતા તેં જોઈને? કેવો ગુણવાન યુવાન છે? મિત્ર, જ્યારે આપણે શ્વેતામ્બી જઈશું ત્યારે એને શ્વેતામ્બી બોલાવી, રાજ્યનો મોટો પદાધિકારી બનાવીશું.' ‘કુમાર, આ વાત તો તારા સ્વભાવમાં વણાઈ ગઈ છે! તું ઉપકારી તો છે જ, ઉપકારનો બદલો વાળવાનું તું ભૂલતો નથી.' હાસ અમે મૌન થઈ ગયા. સમુદ્ર પર ચંદ્રનાં કિરણોની વર્ષા થઈ રહી હતી. તરંગો અને કિરણોનું અદ્ભુત મિલન થઈ રહ્યું હતું... ત્યાં અચાનક મારી સ્મૃતિમાં વિલાસવતી આવી ગઈ... મેં વસુભૂતિને કહ્યું : ‘મિત્ર, આ વાત કાલે વિલાસવતી જાણશે ત્યારે એ શું કરશે?' વસુભૂતિ વિલાસતિનું ભાગ-૨ ૦ ભવ પાંચમો For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નામ સાંભળતાં જ ચમકી ગયો.. ઓહો.. કુમાર! હું તો બધી વાતોમાં વિલાસવતીને ભૂલી જ ગયો હતો. ખરેખર, એ જ્યારે આ વાત જાણશે. ત્યારે ઘોર સ્પાંત કરશે! માથાં પછાડશે. કણ રુદન કરશે! જ્યારે કાલે પ્રભાતે એની સખી અનંગસુંદરી આપણા કુમારવાસમાં જશે... આપણને નહીં જુએ... ત્યારે આપણા મિત્રો પાસે જઈને પૂછશે! મિત્રો કહેશે કે વિનયંધર નામના રાજપુરુષે આવીને, અમને બહાર કાઢીને કુમાર સાથે વાતો કરી હતી... અમે અમારા ઘરે ચાલ્યા ગયા હતા... પછી શું થયું - એની અમને ખબર નથી. હા, સંધ્યા સમયે અમે કુમારવાસમાં ગયા હતા, ત્યારે કુમારવાસ બંધ હતો... દ્વારરક્ષકોએ સંધ્યાસમયે અમને કહ્યું હતું કે, “રાજકુમાર અને એમના મિત્ર વસુભૂતિ, વિનયંધરજીની સાથે અહીંથી ગયા હતા. એટલે અનંગસુંદરી જરૂર વિનયંધર પાસે જવાની. વિનયંધરને આપણો વૃત્તાંત પૂછવાની. વિનયંધર બધી સાચી વાત કહી દેશે! પછી અનંગસુંદરી, વિલાસવતીને બધી વાત કરવાની! આ મારું અનુમાન છે.” ‘વસુ, તારું અનુમાન સાચું છે. આ રીતે વિલાસવતી આપણો વૃત્તાંત જાણશે... ત્યારે એનું હૃદય ચિરાઈ જશે. એનો પાર વિનાનો વલોપાત જોઈને મહારાજા પણ એને કારણ પૂછવાના! એની માતા-રાણી પણ કારણ પૂછવાની.... એ વખતે અવશ્ય એ એના અને મારા પ્રેમની વાત કરી દેશે! પછી શું થશે, એની કલ્પના હું કરી શકતો નથી.' કુમાર, એની કલ્પના તો હું પણ કરી શકતો નથી...' “વસુ, શું વિલાસવતી પોતાના પ્રાણોનો ત્યાગ ત નહીં કરી દે ને? કારણ કે એનું અને મારું તાદાત્મય રચાઈ ગયું છે. પ્રગાઢ પ્રેમ થઈ ગયો છે...' કુમાર, એ વાતો હવે આપણે ત્યારે જ જાણી શકવાના, કે જ્યારે ત્યાંની કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ મળી જાય! કુમાર, આપણે સુવર્ણભૂમિ જઈએ છીએ, આ વાત વિનયંધર તો જાણે છે ને? જાણે જ છે! એણે તો આપણને વહાણમાં બેસાડ્યા છે...!” ‘તો તો... વિલાસવતીનો માર્ગ સરળ બને કદાચ!' કેવી રીતે? ‘વિનયંધર એને કહેશે કે આપણે સુવર્ણભૂમિ ગયા છીએ. તો એ રાજપુત્રી આપણને શોધતી સુવર્ણભૂમિ આવી જાય!' ‘પણ મહારાજા એને નીકળવા દે તો ને?” એને અનંગસુંદરીનો મજબૂત સાથ છે! અનંગસુંદરી એક પરાક્રમી પુરુષ જેટલી હિંમત ધરાવે છે.' એ સાચી વાત!' ક ક ક શ્રી સમરાદિત્ય મહાકથા પ For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir {{૧૦૪] શ્રેષ્ઠી સમુદ્રદત્તના વહાણમાં અમે બે મહિના સાગરયાત્રા કરી. સમુદ્રદત્ત સજ્જન, સાલસ અને ઉદારચરિત પુરુષ હતા. અમારી સાથે એમણે ખૂબ સારો વ્યવહાર રાખ્યો. અમે પણ એમના સ્વજન બનીને રહ્યા. સુવર્ણભૂમિનો કિનારો દેખાયો. સમુદ્રદત્તે મને કહ્યું : “રાજ કુમાર સામે... દૂર દેખાય તે સુવર્ણભૂમિનો કિનારો છે. અને કિનારે જે નગર દેખાય તે શ્રીપુર છે. શ્રપુર વેપાર-ધંધાનું ધીકતું બંદર છે. દેશ-વિદેશના હજારો વેપારીઓ આ બંદરે આવે છે.” શ્રેષ્ઠી, તમે અહીં રોકાવાના ને?' જે માલ વહાણમાં છે તે વેચાઈ જશે અને નવો અહીંનો માલ વહાણમાં ભરાઈ જશે, ત્યાં સુધી રોકાવાનું થશે..” સારા ભાવે માલ વેચવા માટે થોડો વિલંબ તો થશેને?' ક્યારેક થાય. ક્યારેક માલ તરત જ સારા ભાવે વેચાઈ જાય છે. માલ લેવામાં થોડો વિલંબ થાય છે. ત્યાં સુધી નગરના યાત્રિકગૃહમાં રહેવું પડશે.” ૦ ૦ ૦. વહાણને શ્રીપુરના કિનારે લાંગરવામાં આવ્યું. અમે હોડીમાં બેસીને કિનારે આવ્યા. સમુદ્રદત્તની વિદાય માંગી. તેમની આંખો ભીની થઈ ગઈ. તેઓ બોલ્યા : મહારાજકુમાર, આ વખતની બે મહિનાની યાત્ર સુખમય-આનંદમય રહી. તમારા બંનેના સંગે સમય જલદી પસાર થઈ ગયો. કુમાર, હવે તમે ક્યારે મળશો?’ તેમણે ગદ્દગદ સ્વરે મારા બે હાથ પકડી લીધા અને બોલ્યા : “ગુણવાન પુરુષનો સહવાસ ઘણો દુર્લભ હોય છે. એવો દુર્લભ સહવાસ તમારો મને મળ્યો..” અમને તમારા જેવા ઉદારચરિત્ર સજ્જન પુરુષોનો સહવાસ મળ્યો.. અમે વિનયંધરનો ઉપકાર ક્યારેય નહીં ભૂલીએ. એણે જ તમારો સંપર્ક કરાવી આપ્યો.” અમે છૂટા પડ્યા. સમુદ્રદત્ત હોડીમાં બેસી પાછા વહાણ ઉપર ગયા. અમે સમુદ્રકિનારાથી થોડે દૂર જઈને ઊભા. અમે પણ કોઈ સારા વિશ્રામગૃહમાં રોકાવાનું વિચારતા હતા. આજુબાજુ જોતા હતા. ત્યાં મેં એક યુવાન શ્રેષ્ઠીપુત્રને જોયો. એણે મને જોયો. અમે એકબીજાને જોતા રહ્યા. મને એ યુવાન પરિચિત લાગ્યો. એને હું પરિચિત લાગ્યો. મારા મનમાં વિચાર આવ્યો “આ મારો બાલ્યકાળનો ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મિત્ર મનોરથદત્ત તો નહીં હોય? શ્રેષ્ઠીપુત્ર છે... વેપાર માટે અહીં આવ્યો હોય.” તે નજીક આવ્યો... તે મને ઓળખી ગયો. તેનું મુખ આનંદથી લેપાઈ ગયું. હું પણ પ્રસન્નવદન બની ગયો. તે બોલ્યો : શું તમે જ મહારાજકુમાર સનકુમાર છો ને?” “અને તું શ્રેષ્ઠીપુત્ર મનોરથદત્ત છે ને?' બંનેના અનુમાન સાચાં પડ્યાં, મહારાજકુમાર, આપ કુશળ છો ને?' કુશળ છું... સ્વસ્થ છું.... આ મારો મિત્ર છે...' “આ આપણો મિત્ર વસુભૂતિ છે ને!' વસુભૂતિ મનોરથદત્તને ભેટી પડ્યો. અમે ત્રણ જણા આનંદિત થઈ ગયા. અજાણી ધરતી પર મિત્રનું મિલન અતિ પ્રસન્નતા આપનારું હોય છે. મનોરથદત્તે કહ્યું : મહારાજ કુમાર, હું ત્રણ વહાણો લઈને વેપાર કરવા અહીં આવ્યો છું. અહીં નગરમાં મેં એક સારો, તમને પણ ગમી જાય તેવો આવાસ લીધો છે. તમે બંને ત્યાં જ ચાલો. ત્યાં જ રહો... જો કે મહારાજકુમારને ઉચિત કદાચ નહીં હોય...” મેં એની પીઠ પર ધબ્બો મારીને કહ્યું : “મનોરથ, અજાણી ધરતી પર તું મળી ગયો... એ જ મારે મન ઘણું છે. મહેલ કરતાંય ચઢિયાતું છે... હું જાણું છું કે શ્વેતામ્બીના કરોડપતિ શ્રેષ્ઠી સમુદ્રદત્તનો પુત્ર કેવા ઘરમાં રહેતો હોય!” મનોરથદત્ત એના આવાસે લઈ ગયો. આવાસનું પ્રવેશદ્વાર કલાત્મક હતું. ત્યાં બે શસ્ત્રસજ્જ સૈનિકો ઊભા હતા. અમે દ્વારમાં પ્રવેશ કર્યો. અંદર વિશાળ ઉદ્યાન હતું. ઉદ્યાનના મધ્યમાં નાનકડું સરોવર હતું. સરોવર લંબચોરસ આકારે હતું. તેના કિનારા મૂલ્યવાન પથ્થરોથી બાંધેલા હતા. અમે કિનારે કિનારે આગળ ચાલ્યા, ત્યાં આવાસનું પ્રવેશદ્વાર આવ્યું. એક રાજમહેલ જેવો જ ભવ્ય આવાસ હતો. અમને તેણે દક્ષિણ દિશા તરફનો હવાઅજવાસવાળો સુંદર ખંડ આપ્યો. તેણે મને કહ્યું : “તમારે બંનેએ અહીં રહેવાનું છે. તમને આ ખંડ ના ગમે તો, આવાસના કોઈ પણ ખંડનો ઉપયોગ કરી શકશો. આપણે સ્નાનાદિ કાર્યો પતાવીને, ભોજન કરીશું. પછી તમને સંપૂર્ણ આવાસ બતાવીશ.” એ ચાલ્યો ગયો. અમે સ્નાન કરી, નવાં વસ્ત્રો પહેરી લીધાં. મનોરથદત્ત સાથે અમે ભોજન કર્યું. ત્યાર પછી તેણે મને પૂછ્યું : મહારાજકુમાર, તમને આ સુવર્ણભૂમિ પર જોઈને ખરેખર, મને આશ્ચર્ય થયું. કારણ કે અહીં મોટા ભાગે વેપારીઓ જ આવે છે. રાજાઓ... કે રાજકુમારો નથી આવતા. આજે પહેલ-વહેલાં જ તમને જોયા!” . શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘મિત્ર, અમે અહીં નથી આવ્યા, અમારું ભાગ્ય અમને અહીં લઈ આવ્યું છે! પિતાજી સાથે મનદુઃખ થયું. મેં જેઓને શરણ આપેલું હતું, તે અપરાધીઓને પિતાજીએ મારાથી ગુપ્ત રીતે મારી નખાવ્યા હતા.. મારુ મન અત્યંત વ્યથિત થઈ ગયું... અને મિત્ર વસુભૂતિની સાથે મેં શ્વેતામ્બીનો ત્યાગ કરી દીધો. અમે તામ્રલિપ્તી નગરીમાં ગયા હતા. ત્યાંના મહારાજા ઇશાનચંદ્રના અતિથિ બન્યા હતા. કેટલાક મહિના અમે ત્યાં પસાર કર્યા. ત્યાંથી અમે અહીં આવ્યા. અહીંથી સિંહલદ્વીપ મારા મામામહારાજાની પાસે જવું છે...”સંક્ષેપમાં વાત મનોરથને કહી સંભળાવી. તેણે કહ્યું! “મહારાજકુમાર, અહીં તમે મારા અતિથિ છો. તમારે અહીં જ રહેવાનું છે. હા, જ્યારે હું શ્વેતાંબી જાઉં. ત્યારે ભલે તમે સિંહલદ્વીપ જે.” મેં પૂછ્યું : “મનોરથ, અહીંથી વહાણો સિંહલદ્વીપ જતાં તો હશે ને?” જાય છેક્યારેક ક્યારેક તું ધ્યાન રાખજે ને! એવા કોઈ વહાણમાં અમે સિંહલદ્વીપ ચાલ્યા જઈશું.” ચાલ્યા જવાની વાત ના કરો. અવસરે જવાશે..” મનોરથદત્ત મોટા ભાગે અમારી સાથે જ રહેવા લાગ્યો. અમે પણ એની સાથે આત્મીયતા બાંધી બેઠા. મનોરથ ગુણવાન યુવાન હતો. અમે એક જ શાળામાં ભણેલા હતા. એના પિતા સમુદ્રદત્ત, શ્વેતાંબાની રાજસભામાં માનભર્યું સ્થાન પામેલા હતી. ક્યારેક અમે શ્રીપુરના બજારમાં ફરવા નીકળી પડતા, તો ક્યારેક હોડીમાં બેસી સમુદ્રમાં દૂર દૂર ફરી આવતા. ક્યારેક બંદર ઉપર જઇને દેશ-દેશના લોકોને જોતા, મળતા અને વાતો કરતા. ક્યારેક અશ્વો પર બેસીને, નગરની બહાર દૂર જંગલોમાં ચાલ્યા જતા. સુવર્ણભૂમિનાં જંગલો પણ ઉપવન જેવાં લાગતાં હતાં. અમારા દિવસો ખૂબ આનંદમાં પસાર થતાં હતાં.. પરંતુ રાત્રિના સમયે મને વિલાસવતીની સ્મૃતિ થઈ આવતી... અને મારી નિદ્રા ચાલી જતી.. આખી રાત વિલાસવતીના જ વિચારો... સંકલ્પ-વિકલ્પો ચાલ્યા કરતા. વસુભૂતિ મારા જ ખંડમાં સૂતો હતો. ક્યારેક મધ્ય રાત્રિમાં એ જાગી જતો... અને મને પલંગમાં પડખાં ઘસતો જોઈ, મારી પાસે આવીને બેસતો. મારા માથે હાથ મૂકીને મને પંપાળતો. ક્યારેક એ કહેતો : “કુમાર, આ રીતે આપણે કેટલો સમય પરિભ્રમણ કરતા રહીશું? શા માટે આ પરિભ્રમણ કરવાનું? શું આ જ રીતે આપણી જિંદગી પસાર થશે? હું મૌન રહેતો. આંખો બંધ કરીને પડ્યો રહેતો. મને ક્યારેક નિરાશા ઘેરી લેતી હતી. જીવન વ્યર્થ લાગતું હતું. “દિશાશૂન્ય બની ક્યાં સુધી રઝળવાનું? આ પ્રશ્ન ૭૮ ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મારા મનમાં પણ ઊઠતો હતો, પરંતુ એનો ઉત્તર મળતો ન હતો. લગભગ એક મહિનો અમે શ્રીપુરમાં રહ્યા. મેં મનોરથને કહ્યું : “મિત્ર, અમે તારા આગ્રહથી અહીં એક મહિના રહ્યા. તે અમારી કાળજી રાખી છે, કોઈ વાતની કસર રાખી નથી... તારો વેપાર છોડીને તું અમારી સાથે ને સાથે રહ્યો છે... મિત્ર, આપણી મૈત્રી સુદઢ બની છે. જીવનપર્યત આ મૈત્રી અખંડ રહેશે. હવે તું અમને અનુમતિ આપ. સિંહલદ્વીપ જનારું વહાણ ક્યારે ઊપડે છે, તેની તપાસ કર. હવે અમે જઈશું.' મનોરથની આંખો ભીની થઈ ગઈ... શું તમે જવાના ? મને તમારો સંયોગ ખૂબ ગમ્યો છે. હવે તમારી વિયોગ કેવી રીતે સહન થશે? મેં તમને હૃદયથી ચાહ્યા છે...' મનોરથ, આપણે તો ભવિષ્યમાં શ્વેતાંબીમાં મળવાના જ છીએ ને?' “મહારાજ કુમાર, તમે શ્વેતાંબી આવશો ને? જરૂર આવજો. જો હું તમારા પહેલા પહોંચીશ તો મહારાજાને તમારી કુશળતાના સમાચાર આપીશ! કુમાર, મારી એક અપરાધ થયો છે. તમે મને ક્ષમા આપશો ને?” કોઈ જ અપરાધ નથી થયો!” થયો છે. હું તમારી સાથે અસત્ય બોલ્યો છું! સિંહલદ્વીપે અહીંથી રોજ વહાણ જાય છે. પણ તમને અહીં રોકી રાખવા મેં તમને...' હું અને વસુભૂતિ હસી પડ્યા. મનોરથને ભેટી પડ્યા. ‘કુમાર, આવતી કાલે તમને વિદાય આપીશ. એ પૂર્વે મારે તમને એક વસ્તુ ભેટ આપવી છે.” તે અમને બંનેને એના ખંડમાં લઈ ગયો. એક પેટીમાંથી તેણે મોટું વસ્ત્ર બાહાર કાઢ્યું. તે તેજથી ઝળહળતું હતું. અતિ સુંદર અને અતિ બારિક હતું. તેણે મને કહ્યું : સનકુમાર, આ દિવ્ય વસ્ત્ર છે. આનું નામ છે “નયનમોહન. આ વસ્ત્ર ચમત્કારિક છે!' શો ચમત્કાર છે?' “આ વસ્ત્ર તમે ઓઢી લેશો એટલે તમને કોઈ મનુષ્ય જોઈ નહીં શકે! તમે અદશ્ય બની જવાના! એવી જ રીતે, આ વસ્ત્ર તમો કોઈ વસ્તુને ઓઢાડી દેશો... તો એ વસ્તુને કોઈ જોઈ શકશે નહીં.” અમે બંને આશ્ચર્યચકિત થઈ ગયા. વસ્ત્રને હાથમાં લઈ જવા લાગ્યા. મેં કહ્યું : મનોરથ, આવું દિવ્ય વસ્ત્ર તું તારી પાસે જ રાખ. તને ઉપયોગી બનશે.” મહારાજકુમાર, તમે અત્યારે વિદેશયાત્રામાં છો. તમને આ દિવ્ય વસ્ત્ર વધુ ઉપયોગી બનશે, માટે તમારે જ રાખવાનું છે. આ મિત્રની એક સ્મૃતિ!” શ્રી સમરાદિત્ય મહાકથા ૧૯ For Private And Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેં પૂછ્યું : 'મનોરથ, આવું દિવ્ય વસ્ત્ર તને કોણે આપ્યું? કેવી રીતે મળ્યું?' મનોરથે કહ્યું : “કુમાર, એ પણ એક રોમાંચક ઘટના છે. તમને કહું છું' : અહીં આ નગરમાં આવ્યા પછી, એક સિદ્ધપુરુષ સાથે મારે પરિચય થયો. તેઓ આનંદપુરના નિવાસી છે તેમનું નામ સિદ્ધસેન છે. અમારો પરિચય વધતો ગયો. પરસ્પર પ્રીતિ બંધાણી. એક દિવસ મેં સિદ્ધસેનને પૂછ્યું : “હે સિદ્ધ પુરુષ, મને સમજાવશો કે વિદ્યાઓ સિદ્ધ કરવાનું પ્રયોજન શું? અને શું ખરેખર આ વિદ્યાસિદ્ધિનો માર્ગ સાચો છે? આ વિદ્યાઓ શું સાચે જ દિવ્ય ફળ આપે છે?" તેમણે મને કહ્યું : “મનોરથ, વિદ્યાઓ સિદ્ધ કરવાથી મનુષ્યની ઇચ્છાઓ પૂર્ણ થાય છે, આ મહત્ત્વનું પ્રયોજન છે. વિદ્યાસિદ્ધિનો માર્ગ સાચો છે, હા, સિદ્ધ પુરુષના માર્ગદર્શન મુજબ સાધના કરવી જોઈએ. સાધના દ્વારા સિદ્ધ કરેલી વિદ્યાદેવીઓ અવશ્ય દિવ્ય ફળ આપે છે! મારો પોતાનો એ અનુભવ છે!' હે મહાત્મન, શું તમે મને એવો એકાદ દિવ્ય અનુભવ કરાવી શકો ખરા? મેં પૂછ્યું. “કરાવી શકે, પરતું તારું મનોબળ દૃઢ હોવું જોઈએ. કારણ કે વિદ્યાસિદ્ધિ કરવા આપણે રાત્રિના સમયે સ્મશાનમાં જવું પડશે. ત્યાં બેસીને સાધના કરવી પડશે. માટે સાધકમાં નિર્ભયતા હોવી જોઈએ.” આપણે ત્યાં જઈને એક મંડળ (ગોળાકાર) બનાવવું પડશે.” મેં કહ્યું : “એ મંડળ તમે બનાવજો.' હું બનાવીશ, પણ એ મંડળ બનાવવા માટે સરસવ વગેરે સામગ્રી જોઈએ.’ તમે મને કહો તે પ્રમાણે સામગ્રી ભેગી કરું.’ સિદ્ધપુત્રે મને સામગ્રી બતાવી. મેં ભેગી કરી. સૂર્યાસ્ત થયો. પૃથ્વી પર જ્યારે ગાઢ અંધકાર છવાયો ત્યારે અમે બે, સામગ્રી સાથે સ્મશાનમાં પહોંચ્યા... ત્યાં શિયાળનું રુદન સંભળાવા લાગ્યું. ઘુવડનું ... ઘૂ... સંભળાવા લાગ્યું. એક ભૂમિપ્રદેશ પર જઈને અમે ઊભા. મંડળનું આલેખન કરવાની સામગ્રીનો થાળ મારી પાસે હતો. સિદ્ધપુત્રે એ સામગ્રીથી મોટું ગોળ મંડળ બનાવ્યું. પછી તેમણે અગ્નિ પેટાવ્યો. મારા હાથમાં તલવાર આપીને કહ્યું : “મનોરથ, તલવાર બરાબર પકડી રાખજે, સાવધાન રહેજે.” તે મંડળની વચ્ચે બેસી ગયા અને મંત્રજાપ શરૂ કર્યો. તેઓ પદ્માસન લગાવીને બેઠા હતા. નાસિકાના અગ્ર ભાગ પર દૃષ્ટિ સ્થાપિત કરી હતી. એમના મુખ પર તેજ પથરાયેલું હતું. એકાદ ઘટિકા પછી મેં આકાશમાં પ્રકાશ જોયો. પ્રકાશ નીચે ઊતરતો હતો.. ૭૨૦ ભાગ-૨ % ભવ પાંચમો For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રકાશમાં એક દિવ્ય આકૃતિ પ્રગટ થઈ. દિવ્ય રૂપ... અદ્ભુત લાવણ્ય હતું એ દેવીનું! મોટા ભારે નિતંબ હતા, પતલી કમર હતી. ઉન્નત વક્ષઃસ્થલ હતું. શરદપૂનમ જેવું મુખ હતું. વિકસિત નીલકમલ જેવાં નયન હતાં. ઘનશ્યામ કેશસમૂહ હતો. પવનમાં એ દેવીનાં વસ્ત્રો ઊડી રહ્યાં હતાં. ગળામાં સુગંધિત પુષ્પોની માળા હતી. યક્ષકન્યા નીચે ઊતરી આવી. તેણે સિદ્ધપુરુષને પ્રણામ કર્યાં. સ્નેહથી પૂછ્યું : ‘મને યાદ કરવાનું પ્રયોજન?' Acharya Shri Kailassagarsuri Gyanmandir સિદ્ધપુરુષે કહ્યું : ‘બીજું કોઈ પ્રયોજન નથી, મારો આ મિત્ર, દિવ્ય તત્ત્વનાં દર્શનને ઝંખતો હતો, માટે તમને યાદ કર્યાં, દેવીએ મારી તરફ જોયું. મેં પણ દેવી તરફ જોયું. દેવીએ મને કહ્યું : ‘ભદ્ર કહે, તારું શું પ્રિય કરું?' મેં કહ્યું : ‘તમારાં દર્શન જ મને પ્રિય હતાં, તે થઈ ગયાં... આનાથી વધારે મને બીજું કંઈ પ્રિય નથી.' ‘ભદ્ર, તારી નિ:સ્પૃહતાથી હું વધારે પ્રસન્ન થઈ છું. દેવ-દેવીનાં દર્શન નિષ્ફળ ના જાય, માટે હું તને આ ‘નયનમોહન’ નામનું દિવ્ય વસ્ત્ર આપું છું, તે ગ્રહણ કર. આ વસ્ત્રથી તું અદૃશ્ય બની શકીશ... 2 મેં દેવીનાં ચરણોમાં નમન કરી, દિવ્ય વસ્ત્ર ગ્રહણ કર્યું. દેવી અદૃશ્ય થઈ ગઈ. અમે બંને નગરમાં આવ્યા. મારા આવાસમાં આવીને મેં સિદ્ધપુત્રને કહ્યું : શ્રી સમરાદિત્ય મહાકા ‘હે યોગીપુરુષ, ખરેખર તમે સિદ્ધ પુરુષ છો. મંત્રબળથી તમે દેવી-દેવતાઓને બોલાવી શકો છો અને એમની પાસે ધારેલું કાર્ય કરાવી શકો છો. હવે મને તમારી સાધના પર શ્રદ્ધા થઈ ગઈ! પરંતુ હવે મારી વિનંતી છે કે, દેવીએ આપેલું આ દિવ્ય વસ્ત્ર આપ ગ્રહણ કરો. આપના પ્રભાવથી મળ્યું છે, માટે આપ જ આ વસ્ત્રના અધિકારી છો!' સિદ્ધપુત્રે કહ્યું : ‘મનોરથ, આ દિવ્ય વસ્ત્ર મહાદેવીએ તારા પર પ્રસન્ન થઈને તને આપ્યું છે. તારી પાસે રાખ. ક્યારેક તને આ ઉપયોગી બનશે... અને તે છતાંય તારે ના રાખવું હોય તો કોઈ સુયોગ્ય સાત્ત્વિક પુરુષને આપજે.' મનોરથે મને કહ્યું : ‘મહારાજકુમાર, આજ દિન સુધી આ વસ્ત્રનો મૈં ઉપયોગ નથી કર્યો... જરૂર જ નથી પડી મને અદૃશ્ય થવાની! માટે તમને આપું છું...' મેં કહ્યું : ‘મનોરથ આ સુવર્ણભૂમિ તને ફળી છે! આવા સિદ્ધ પુરુષના તારા પર આશીર્વાદ છે!' For Private And Personal Use Only ૧૧ Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir |૧0૫i/ બીજા દિવસે સવારે અમે સમુદ્રકિનારે ગયા. સિંહલદ્વીપ જનારું વહાણ તૈયાર હતું. વહાણનો આકાર દેવવિમાન જેવો હતો. અને ધજા-પતાકાઓથી શણગારેલું હતું. અમે વહાણમાં ચઢયા કે વહાણનો માલિક ઊભો થયો અને મનોરથતદત્તને પ્રણામ કર્યા. અમને બેસવા માટે આસનો ગોઠવ્યાં. મનોરથદરે વહાણના માલિકને કહ્યું : “ઇશ્વરદત્ત, આ બે મહાનુભાવો મારા મિત્રો છે. એમાંય આ સનસ્કુમાર તો શ્વેતાબીના મહારાજ કુમાર છે. મારા પરમ સ્નેહી છે. તારે આમને સિંહલદ્વીપ લઈ જવાના છે. એમની સંપૂર્ણ સારસંભાળ તારે રાખવાની છે. એમને કોઈ પ્રકારનું કષ્ટ ન પડવું જોઈએ.” ઇશ્વરદત્તે કહ્યું : “હે સાર્થવાહપુત્ર, મેં તમારા આ મિત્રોને જોયા, તેમની મુખાકૃતિ જોતાં જ મને એમના પ્રત્યે સભાવ જાગ્યો છે. હું તેમને સારી રીતે સિંહલદ્વીપ લઈ જઈશ. તમે જરાય ચિંતા ના કરશો.' અમને પ્રેમપૂર્વક વિદાય આપી મનોરથદત્ત વહાણમાંથી ઊતરી કિનારે જઈને ઊભો રહ્યો. ઇશ્વરદત્તે પ્રયાણનું મંગલ કર્યું. શ્વેત વસ્ત્રોનો ઊંચો સઢ ઊભો કર્યો.. અને વહાણ સમુદ્રમાં તરવા લાગ્યું. મનોરથદત્તે બે હાથ ઊંચા કરી. હવામાં હલાવીને વિદાય લીધી. ઇશ્વરદત્તે અમને રહેવા માટે એક સારો ખંડ આપ્યો. તેમાં આવશ્યક બધી જ સગવડતા હતી. ઇશ્વરદત્ત અમારી સાથે ભળી ગયો, હળીમળી ગયો. અમે સાથે ભોજન કરતા અલક-મલકની વાતો કરતા. ઇશ્વરદત્ત પંદર વર્ષથી વહાણવટું કરતો હતો. અનેક ખોટા-મીઠા અનુભવો તે એમને કહેતો હતો. તે સાહસિક અને બુદ્ધિમાન હતો. અમારું વહાણ સિંહલદ્વિપ તરફ તીવ્ર ગતિથી વહી રહ્યું હતું. બાર દિવસ સુધી તો સમુદ્ર શાન્ત અને ગંભીર રહ્યો, તેરમા દિવસે એનો મિજાજ બદલાયો. આકાશનું સૌમ્ય રૂપ પણ બદલાયું. આકાશમાં ઘનઘોર વાદળ ચઢી આવ્યાં. વીજળી ઝબૂકવા લાગી. સમુદ્રમાં મોજાં ઊછળવાં લાગ્યાં. વાવાઝોડું ફૂંકાવા માંડ્યું. અમારું જંગી વહાણ, જંગલી હાથીની જેમ ડોલવા માંડ્યું. વહાણના નાવિકોએ વહાણને સ્થિર રાખવા માટે તનતોડ પ્રયત્ન કરવા માંડ્યો... મેં ઇશ્વરદતને કહ્યું : “મિત્ર, હિંમત ના હારીશ. હું પણ તને સહાયતા કરું છું.' મેં અને વસુભૂતિએ સઢનાં દોરડાં કાપી નાખ્યાં. સઢનાં વસ્ત્રને પણ વાળી લીધું. અમે લંગરો છૂટાં મૂકી દીધાં.... ૭૨૨ ભાગ-૨ ( ભવ પાંચમો For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજી બાજુ મુશળધાર વર્ષા ચાલુ થઈ ગઈ. વહાણ ઊછળી ઊછળીને પાણી પર પછડાવા લાગ્યું. વહાણની પડખેનું એક પાટિયું તૂટી ગયું.. અને વહાણમાં પાણી ભરાવા માંડ્યું. નાવિકો એને રોકવાનો પ્રયત્ન કરતા હતા ત્યાં બીજી બાજુનું પાટિયું તૂટી ગયું. વહાણમાં પાણી જ પાણી થઈ ગયું. મને લાગ્યું કે હવે આ જહાજ ડૂબી જવાનું... નાવિકો નિરાશ થઈ ગયા હતા. ઈશ્વરદત્ત જેવો બાહોશ વહાણવટી મૂઢ બની ગયો હતો... હું અને વસુભૂતિ વહાણને બચાવવા માટે નિરર્થક પ્રયત્ન કરે જતાં હતાં. અને વીજળીનાં એક ભયાનક કડાકા સાથે અમારું વહાણ ભાંગી ગયું. અમે સહુ ચારે દિશામાં ફંગોળાઈ ગયા. હું અને વસુભૂતિ છૂટા પડી ગયા. અમને તરતાં આવડતું હતું. જેવું વહાણ ભાંગ્યું, મારા હાથમાં વહાણનું એક પાટિયું આવી ગયું. મેં પાટિયાને બરોબર પકડી લીધું. પાટિયાની સાથે સમુદ્રમાં હું તણાવા લાગ્યો. ત્રણ દિવસ અને ત્રણ રાત સમુદ્રમાં તણાતો રહ્યો, ઊછળતો રહ્યો.. પટકાતો રહ્યો. છેવટે હું કિનારે પહોંચ્યો. કિનારા પર વનરાજી પથરાયેલી હતી. થોડે દૂર વૃક્ષો પણ ઊભેલાં હતાં. હું વનરાજી પર આવ્યો. ભીનાં વસ્ત્રોને નિચોવી નાખ્યાં. પરંતુ પેલું દિવ્ય વસ્ત્ર “નયનમોહન' જરાય ભીંજાયું ન હતું! મને ખૂબ આશ્ચર્ય થયું. મેં એ દિવ્ય વસ્ત્રને વનરાજી પર પાથર્યું અને સૂઈ ગયો. ખૂબ શ્રમિત થઈ ગયો હતો હું. એકાદ ઘટિકા સુધી ત્યાં પડ્યો. રહ્ય.. પછી સૂર્યનો તાપ દઝાડવા લાગ્યો એટલે ઊભો થઈને પાસેના જંબુવૃક્ષની છાયામાં જઈને બેઠો. ઘરેથી નીકળ્યા પછી, આ રીતે પહેલી જ વાર હું એકલો પડી ગયો હતો. પરંતુ મારી પાસે દિવ્ય વસ્ત્ર હોવાથી હું નિર્ભય હતો. દિવ્ય શક્તિનાં સાન્નિધ્ય માત્રથી હું નિશ્ચિત થયેલો હતો. છતાં મને મિત્ર વસુભૂતિની સ્મૃતિ સતાવતી હતી... હું વિચારવા લાગ્યો : “ભાગ્યના વિલાસો કેવા વિચિત્ર હોય છે! કર્મોની ગતિ કેવી અચિંત્ય હોય છે! ક્યાં શ્વેતાંબીનગરીનો રાજમહેલ... અને જ્યાં આ નિર્જન એકાંત સમુદ્રકિનારો! ક્યાં વિશાળ પરિવાર અને દાસ-દાસીઓથી પરિવરેલું મારું રાજવી જીવન! અને ક્યાં અહીં એકલું અટુલું ને ચીંથરેહાલ જીવન! કેવી કેવી વિચિત્ર અવસ્થાઓમાંથી હું પસાર થયો? અને હજુ શી ખબર મારા કર્મો મને ક્યાં લઈ જશે? વિલાસવતીનો વિયોગ થયો જ હતો, હવે મારા બીજા આત્મા જેવા મારા મિત્રનો પણ વિયોગ થઈ ગયો. કેવો સંયોગ અને વિયોગનો ક્રમ ચાલી રહ્યો છે? મને એમ લાગે છે કે હું કદાચ વિયોગની વ્યથા વધુ સમય સહન નહીં કરી શકે... હવે મારી ધીરજનો અંત આવી જશે? જીવનનો મોહ જાણે મરી ગયો છે...' મને અત્યંત ક્ષુધા લાગી હતી. તૃષા પણ મને પીડી રહી હતી. હું ઊભો થયો. આજુબાજુ દૂર દૂર સુધી નજર નાખી... ઉત્તર દિશા તરફ મને હર્યોભર્યો પ્રદેશ શ્રી સમરાદિત્ય મહાકથા ૭૩ For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેખાયો. હું ઉત્તર દિશા તરફ ચાલ્યો. લગભગ અડધો ગાઉ ચાલ્યા પછી, મેં આંબાનાં, કેળનાં અને ફણસનાં વૃક્ષો જોયાં, તે વૃક્ષની હારમાળા પાસેથી જ એક નદી વહેતી હતી. થોડે દૂર રહેલા પર્વત પરથી એ નદી વહી આવતી હતી. નદીનું શીતળનિર્મળ પાણી-પીને મેં આમ્રવક્ષની છાયામાં વિશ્રામ કર્યો. ત્યાર બાદ આમ્રફળ, ફણસ અને કેળાનાં ફળ તોડીને, પેટ ભરીને સુધા શાંત કરી. મને આ જગ્યા ખૂબ ગમી ગઈ. વૃક્ષો પર પક્ષીઓનો કલરવ થતો હતો. નદીનાં શાંત-શીતળ પાણી વહેતાં જતાં હતાં.. વૃક્ષોની ઘટામાં મોર અને ઢેલનાં યુગલ, સારસ અને સારસીનાં યુગલ નિર્ભય બનીને ક્રીડા કરતાં હતાં. નાનાં નાનાં હરણો નાચતાં-કૂદતાં સ્વચ્છંદપણે વિચારી રહ્યાં હતાં, અહીં આ પશુપક્ષીઓને કોઈનું બંધન ન હતું. નિબંધન હતાં એ! નહોતી કરવી પડતી કોઈ યાચના કે નહોતી કરવી પડતી કોઈ દીનતા! પોતપોતાની પ્રિયાઓ સાથે... આ નિરાપદ ઉપવનમાં તેઓ યથેચ્છ વિહરી રહ્યાં હતાં. મને એ પશુ-પક્ષીઓની ઇર્ષ્યા થઈ આવી. સૂર્યાસ્ત થઈ ગયો. ઉપવનની શોભા ઘણી વધી ગઈ. પવન શીતલ થઈ ગયો. મેં નદીના કિનારા પર, આમ્રવૃક્ષની છાયામાં એક સ્વચ્છ પથ્થરશિલા ઉપર ભીનાં ભીનાં પણ પાથરીને મજાની પથારી બનાવી દીધી. રાત્રિ ત્યાં જ પસાર કરવાનો નિર્ણય કર્યો. ત્રણ દિવસ અને ત્રણ રાત સમુદ્રમાં વિતાવી હતી. એક ક્ષણ પણ ઊંઘ આવે જ ક્યાંથી? એટલે રાત્રિના પ્રારંભમાં જ ઊંઘી જવાનો નિર્ણય કર્યો. પર્ણોની નિગ્ધ પથારીમાં બેસીને મેં દેવગુરુનું માનસિક પૂજન કર્યું અને સૂઈ ગયો. બે-પાંચ ક્ષણમાં હું ગાઢ નિદ્રામાં સરી પડ્યો. જ્યારે મારી આંખો ખૂલી ત્યારે પૂર્વાકાશ લાલ લાલ થયેલું હતું. વૃક્ષોની ઘટામાં પક્ષીઓનો કોલાહલ થઈ રહ્યો હતો. પુષ્પોની સુગંધ લઈને શીતલ પવન વહી રહ્યો હતો. મેં સર્વપ્રથમ દેવગુરુને પ્રણામ કર્યા. પછી પથ્થરશિલા પરથી નીચે ઊતરી નદીના કિનારે જઈ યથેચ્છપણે સ્નાન કર્યું. શરીરશુદ્ધિ અને વસ્ત્રશુદ્ધિ કરી હું નદીની સુંવાળી રેતવાળા કિનારા પર આગળ ચાલ્યો.. થોડે દૂર ગયા પછી મેં રેતીમાં મનુષ્યના પગલાં જોયાં! પગલાંની લાંબી પંક્તિ જોઈ. મેં પગલાંની રેખાઓ ધ્યાનપૂર્વક જોઈ. “આ પગલાં કોઈ સ્ત્રીનાં છે! કોમલાંગી સ્ત્રીનાં છે!' મેં નિર્ણય કર્યો. આ સ્ત્રી હમણાં જ પ્રભાત વેળાએ અહીંથી પસાર થયેલી છે!” એ પણ અનુમાન કર્યું. હું એ પગલે પગલે ચાલવા માંડ્યો. નદીનો પટ વટાવીને મેં ઉપવનમાં પ્રવેશ કર્યો. એ પગલાં ઉપવનમાં આગળ વધતાં હતાં. હું આગળ વધ્યો... ત્યાં દૂર એક તાપસકન્યાને ઊભેલી જોઈ! હું જોતો જ રહી ગયોતેણીએ શરીર પર પતલી વૃક્ષછાલનાં વસ્ત્ર પહેર્યા હતાં. તપેલા સોના જેવી કાન્તિવાળું તેનું શરીર હતું. તેના પગના પંજાઓ લાલ રંગથી રંગાયેલા હતા. તેની કમર પતલી હતી, જંઘા પુષ્ટ, ૭૨૪ ભાગ-૨ ( ભવ પાંચમો For Private And Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતી. શ્યામ રોમરાજી હતી. ઉન્નત પર્યાધર હતા. અશોકલતા જેવા કોમળ બાહુ હતા. જાસુદ પુષ્પના જેવા લાલ રંગવાળા એના હોઠ હતા. હરણીના નયન જેવાં એનાં ચંચળ નયન હતાં. પ્રમાણોપેત સુંદર સરળ નાસિકા હતી. ખેંચેલા ધનુષ્ય જેવી એની બે ભ્રમરો હતી. અષ્ટમીના ચન્દ્ર જેવો ભાલપ્રદેશ હતો. તેના ડાબા હાથમાં પુષ્પોથી ભરેલી છાબડી હતી. જમણાં હાથે તે પુષ્પો ચૂંટી રહી હતી...! મને વિચાર આવ્યો : ‘એક વનવાસિની કન્યાનું આવું અદ્ભુત લાવણ્ય? કોણ હશે આ કન્યા? શા માટે આ કન્યા આવા પ્રદેશમાં રહેતી હશે?' હું નજીક ગયો. એ મને ના જુએ એ રીતે એક લતા સમૂહની પાછળ બેસી ધારી-ધારીને મેં એને જોઈ... હું ચમકી ગયો. ‘અરે આ તો વિલાસવતી છે! આનામાં અને વિલાસવતીમાં કોઈ જ ફરક મને દેખાતો નથી... માત્ર વસ્ત્રોમાં ફરક છે!' જેમ જેમ એનાં અંગોપાંગ જોતો ગયો... તેમ તેમ મારામાં વાસનાની આગ પ્રજ્વલિત થવા લાગી. મોહવાસના ઉત્તેજિત થવા લાગી... વનકન્યા, પુષ્પોથી છાબડી ભરાઈ જતાં વન તરફ ચાલવા લાગી. હું પણ વન તરફ, એની પાછળ પાછળ, થોડું અંતર રાખીને ચાલવા લાગ્યો. મને લાગ્યું કે,હું એ વનકન્યાને મળું... એની સાથે વાત કરું... એ મને જુએ!' એટલે હું બીજા રસ્તેથી આગળ નીકળીને, એના માર્ગની વચ્ચે ઊભો રહ્યો, એ પાસે આવી એટલે મેં પ્રણામ કરીને કહ્યું : ‘હે ભગવતી! તમારો તપધર્મ વૃદ્ધિ પામો. તમે નિર્ભય બનીને બે ક્ષણ મારી વાત સાંભળો.' તે ઊભી રહી ગઈ. એક ક્ષણ મારા તરફ જોઈને, તેણીએ પોતાની દૃષ્ટિ જમીન પર સ્થિર કરી દીધી. ‘ભગવતી, હું શ્વેતાંબીનો રહેવાસી છું. તામ્રલિપ્તીથી સુવર્ણભૂમિ આવીને, ત્યાંથી સમુદ્રમાર્ગે સિંહલદ્વીપ જવા નીકળ્યો હતો. માર્ગમાં વહાણ ભાંગી ગયું.. પાટિયાના સહારે બચી ગયો... સમુદ્રના કિનારે આવ્યો... હે દેવી, મને કહો કે આ પ્રદેશનું નામ શું છે? આ કયો દ્વીપ છે? અને તમારો આશ્રમ ક્યાં આવેલો છે?' એ વરકન્યાએ શરમાતાં શરમાતાં મારી સામે જોયું. દૃષ્ટિ તિરછી કરી... પછી ક્ષણ વાર નીચું મુખ કરીને ઊભી રહી... મારા એક પણ પ્રશ્નનો ઉત્તર ના આપ્યો... અને તપોવન તરફ ચાલતી થઈ ગઈ... હું વિચારમાં પડી ગયો. ‘વનકન્યા નિર્ભય છે. મને જોઈને એને ભય ના લાગ્યો... પરંતુ સંકોચ પામી... બોલી નહીં, પણ બે વાર તેણે મને સ્નેહદૃષ્ટિથી જોયો! એવી જ એની આંખો છે... જેવી વિલાસવતીની છે! મને તો આ વિલાસવતી જ લાગે છે... પરંતુ એ અહીં... આ દૂરના પ્રદેશમાં... તે પણ નિર્જન વનમાં ક્યાંથી હોઈ શકે? સમાન આકૃતિનાં ઘણાં સ્ત્રી-પુરુષો હોય છે... શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only ૭૫ Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પરંતુ આ કન્યાને જોઈને મારામાં અનંગ કેમ પ્રગટ્યો? મારું મન વાસનાઘેલું કેમ બન્યું? વિલાસવતી સિવાય, કોઈ પણ સ્ત્રી પ્રત્યે મારું મન, આજ દિન સુધી વિકા૨વશ નથી બન્યું... મને કંઈ સમજાતું નથી... હું આ વનકન્યાની પાછળ પાછળ જાઉં... જરૂર એ તપોવનમાં જ રહેતી હશે. તપોવનમાં અન્ય સ્ત્રી-પુરુષ પણ રહેતાં હશે. ત્યાં જવાથી જ મારી જિજ્ઞાસાઓનું સમાધાન મળી શકશે.’ Acharya Shri Kailassagarsuri Gyanmandir હું આગળ ચાલ્યો. એ જ લતાનિકુંજમાં પ્રવેશ્યો. ત્યાંથી મને એ તાપસકન્યા દેખાતી હતી. તે મંદગતિએ ચાલતી હતી અને થોડે દૂર ગયા પછી તેણે પાછળ જોયું. પાછળ કોઈ ના દેખાયું એટલે તે ત્યાં ઊભી રહી ગઈ. પુષ્પોની છાબડી જમીન પર મૂકી. તેણે પહેરેલું વલ્કલ-વસ્ત્ર ઠીક કર્યું. બે હાથે પોતાના કેશસમૂહને સ૨ખો કર્યો. ત્યાર પછી તેણે સંપૂર્ણ શ૨ી૨ને મરોડ્યું. બંને હાથ ઊંચા કરી... પોતાના વક્ષ:સ્થળને જોવા લાગી... પછી મોટું બગાસું ખાઈ... તે જમીન પર પગ લાંબા કરીને બેસી ગઈ. ચારે બાજુ નજર ફેરવવા લાગી. મને આશ્ચર્ય થયું. ‘આ દેખાય છે તાપસકન્યા... એનો વેષ છે તાપસકન્યાનો... અને એ ક્રિયા કરી રહી છે. સામાન્ય સંસારી સ્ત્રી જેવી! એની આંખોમાં અનંગનું રમણ દેખાય છે... પરંતુ મારે આવા બધા વિચારો શા માટે કરવા? જવા દો એને એના સ્થાને...’ હું પેલી ગિરિનદી તરફ ચાલ્યો. મેં ફલાહાર કરી પાણી પીધું અને એ રમણીય પ્રદેશમાં ફરવા લાગ્યો. ધીરે ધીરે તે પહાડ તરફ આગળ વધ્યો. ઊંડી કોતરાયેલી ખડકાળ ભૂમિ શરૂ થઈ. હું ચાલતો રહ્યો. ક્યાંક ક્યાંક ઝરણાનાં પાણી અટવાઈને, કાળમીંઢ પથ્થરોમાં પડેલી મોટી બખોલોમાં ભરાઈ રહ્યાં હતાં, ત્યાં ક્યાંક આડી આવતી ભેખડોના કારણે ઝરણું મૂંઝાઈને ઊભું રહી ગયું હતું. આખરે હું એક ધરામાં પડતા ધોધના ઉપરવાસમાં જઈ પહોંચ્યો. ત્યાં જેમતેમ ઊગેલા બોરસલીના ઝાડનાં ઝૂંડની છાયામાં જઈને ઊભો રહ્યો. મારો ચહેરો લાલ થઈ ગયો હતો, અને શરીરમાંથી ફૂટતા પ્રસ્વેદના કારણે સ્નિગ્ધ બની ગયો હતો, મેં મારા ઉત્તરીય વસ્ત્રથી ચહેરો લૂછી નાખ્યો. વાતાવરણમાં તડકો પણ ઠીક ઠીક ફેલાયો હતો. ઠેર ઠેર ભરાયેલાં પાણીની ભીનાશ પથ્થરશિલાઓમાંથી ઉપર ઉઠતી હતી. ગીચ ઝાડીથી મઢેલી ધરતીમાંથી કંઈક તીખી-ભીની સોડમ નીકળતી હતી. ૭૩ ત્યાં મને વિલાસવતી યાદ આવી... તાપસકન્યા યાદ આવી... મનોમન હું બોલી ઊંચો : વિલાસવતી, તું ભવ્ય છે... અતિ સુંદર છે. મારા હૃદયમાં હર પળે તારા નામનો ધબકાર થયા કરે છે. તારાં વગર મારા અસ્તિત્વનો કોઈ અર્થ નથી...’ મારા અજ્ઞાત મનમાંથી આવાં વાક્યો ઊઠવા લાગ્યાં. એ વાક્યોના સંદર્ભમાં ઊઠતાં સંવેદનો મારા રોમરોમમાં પડઘાતાં હતાં. ગિરિનદીની ભીના... હરિયાણા વાતાવરણમાં મારું મન વિલાસવતીના સાન્નિધ્યને ભાગ-૨ ૪ ભવ પાંચમો For Private And Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઝંખી રહ્યું. મારા ચિત્ત પર એક અનેરો ઉન્માદ છવાયો. હૃદયમાં અનંગની આંધી ઊઠી.. હું બે ભેખડો વચ્ચેની કેડી પરથી ધીરે ધીરે નીચે ઊતર્યો. ત્યાં નદીનો પ્રવાહ વહેતો હતો. કિનારા પરની એક શિલા પર બેસી મેં મારા બે પગ પાણીમાં ડુબાડ્યાં.. ત્યાં બેસી રહ્યો.. ત્યાં મને મારો મિત્ર વસુભૂતિ યાદ આવ્યો. અને મારો અવંગજવર ઊતરવા માંડ્યો. “ક્યાં હશે મારો એ મિત્ર? જેવી રીતે મારા હાથમાં પાટિયું આવી ગયું ને હું કિનારે પહોંચી ગયો, એ રીતે એના હાથમાં પણ પાટિયું આવી ગયું હશે ને? હે ભગવાન, તું મારા મિત્રની રક્ષા કરજે, એ નિઃસ્વાર્થ છે... એ મારા માટે જ જીવતો હતો. એને પોતાનાં સુખ-દુઃખ જેવું કંઈ હતું જ નહીં. એ મારા સુખે સુખી અને મારા દુઃખે દુઃખી રહેનારો મિત્ર છે... એના વિના મારું જીવન અર્થ વિનાનું બની ગયું છે.' હું ત્યાંથી સાચવીને ઊભો થયો. જે રસ્તેથી હું પહાડમાં આવ્યો હતો, એ જ રસ્તે પાછો ફર્યો. ઉપવનના આડા-- અવળા માર્ગો પર ફરતો રહ્યો. જ્યારે સૂર્ય અસ્તાચલ તરફ ઊતરવા લાગ્યો, હું નદીના પટમાં જઈ ઊભો રહ્યો. મારે બીજું કોઈ કામ ન હતું. નદીના પાણી ઉપર તરતાં પક્ષીઓ જતો રહ્યો. નદીના સામે કિનારે પાણી પીવા આવતાં પશુઓને જોતો રહ્યો. મેં ફલાહાર કરી પાણી પી લીધું, અને રાત ક્યાં પસાર કરવી, તે જગ્યા શોધવા લાગ્યો. આમ્રવૃક્ષની નીચે મને એક મોટી પથ્થરશિલા મળી ગઈ. તેના પર લીલાં પર્ણ પાથરીને પથારી બનાવી અને દેવગુરુનું સ્મરણ કરી સૂઈ ગયો. આખા દિવસના રઝળપાટના કારણે મને તરત જ ઊંઘ આવી ગઈ. એક પ્રહર રાત્રિ બાકી રહી હશે ત્યારે મને એક સ્વપ્ન આવ્યું : હું એક સુવર્ણવૃક્ષ પાસે બેઠો હતો. મારી પાસે એક દિવ્ય સ્ત્રી આવી. તેના હાથમાં મનોહર પુષ્પમાળા હતી. તેણે મને કહ્યું : “કુમાર, આ પુષ્પમાળા મેં જાતે ગૂંથેલી છે. હું તમારા માટે લાવી છું, માટે ગ્રહણ કરો.” મેં એ દિવ્ય સ્ત્રી પાસેથી પુષ્પમાળા લઈને મારા ગળામાં પહેરી લીધી! પછી એ દિવ્ય સ્ત્રી સાથે ઘણો વાર્તાલાપ ર્યો. ત્યાં મારા કાને સારસ પક્ષીનો મધુર સ્વર પડ્યો.. ને હું જાગી ગયો. સવારે હું જાગ્યો ત્યારે સવારના સૂરજનું મુલાયમ અજવાળું પથરાયું હતું. ઊંચા વૃક્ષોની સઘન ડાળીઓની તિરાડમાંથી સૂરજનાં કિરણો મારા પર પડતાં હતાં. જ એક શ્રી સમરાદિત્ય મહાકથા ૭૨૭ For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [[૧0911 હું ઊભો થયો. મેં સ્વપ્નને પુનઃ યાદ કરી લીધું. “આ સ્વપ્ન જે રીતે અને જે કાળે મને આવ્યું છે, એનું ફળ મને મળવું જ જોઈએ. થોડા દિવસોમાં જ મને કોઈ કન્યાની પ્રાપ્તિ થવી જોઈએ. પરંતુ આ અરણ્ય છે! હું નથી જાણતો કે અહીં શું થશે?' મને અવ્યક્ત હર્ષ થયો મારી જમણી આંખ ફરકવા લાગી. જમણો હાથ સ્કુરાયમાન થવા લાગ્યો... તેથી મારું મન શ્રદ્ધાવાળું બન્યું. “મને કન્યાલાભ થવો જ જોઈએ... પરંતુ આ કેવી રીતે સંભવિત બનશે? હું વિલાસવતી સિવાય બીજી કોઈ કન્યાની ઇચ્છા કરતો નથી. તો શું મને આ વનમાં વિલાસવતી મળશે? એ વાત સંભવિત નથી. હા, પેલી તાપસકન્યા વિલાસવતી જેવી. જ છે... એ જ રૂપ અને એ જ લાવ! એ વિલાસવતી જ હોવી જોઈએ. નહીંતર એનામાં અનંગનો તરવરાટ કેવી રીતે હોઈ શકે? મેં ગઈ કાલે એની શારીરિક ચેષ્ટા જોઈ હતી. પરંતુ જો એણે તાપસી-દીક્ષા લઈ લીધી હોય તો એની સાથે વૈષયિક સુખ ના ભોગવી શકાય. પછી તો મારે સંસારનાં સુખોનો ત્યાગ કરી, તાપસ થઈ જવાનું જ ઉચિત છે. મારી ખાતર જો એ તાપસી બની શકે છે તો મારે તાપસ બની જવું સર્વથા ઉચિત છે. આજે હું તપાસ કરું એ તાપસીને શોધીને નિર્ણય કરું કે એ કોણ છે? જ્યાં સુધી એ નિર્ણય ના થાય ત્યાં સુધી હું બીજું કોઈ પગલું ના ભરી શકું.” મેં નદીમાં સ્નાન કર્યું. ફલાહાર કર્યો. પાણી પીધું અને એ વનપ્રદેશમાં તાપસકન્યાને શોધવા નીકળી પડ્યો. દિવસભર શોધતો રહ્યો... ભટકતો રહ્યો.. એ કન્યા ના મળી.. એ જ રીતે બીજા દિવસે ભટક્યો... રાત પડી ગઈ, છતાં તાપસકન્યા ના મળી.... આ રીતે દિવસ દરમિયાન એને શોધતા ફરવાનું અને રાત્રે નિશ્ચિત સ્થાને આવીને સૂઈ જવાનું પંદર દિવસ સુધી ચાલ્યું! હું થાકી ગયો હતો. કંટાળી ગયો હતો. નિરાશાથી ઘેરાઈ ગયો હતો... છતાં સ્વપ્નથી બંધાયેલી આશાનો એક તાંતણો તૂટ્યો ન હતો, અખંડ હતો. માધવીલતાથી વીંટાયેલા એક આમ્રવૃક્ષની પાસે જઈને છાયામાં બેઠો.. ત્યાં સૂકાં પાંદડાંઓનો ખડખડ અવાજ સંભળાયો. જે દિશામાંથી અવાજ આવ્યો, તે દિશામાં મેં જોયું... દૂરથી મારી તરફ આવતી એક તાપસી-સ્ત્રીને મેં જોઈ... હું એને જોતો જ રહ્યો. તેણે કપાળમાં રાખનું તિલક કરેલું હતું. માથે કાળા વાળની જટા બાંધેલી ૭૮ ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતી. તેના ગળામાં રુદ્રાક્ષની માળા હતી. તેના એક હાથમાં કમંડલ હતું. તેનું શરીર અતિ કૃશ હતું છતાં મુખ પર તેજ હતું. ભૂતકાળમાં એ રૂપસુંદરી હશે, એમ મને લાગ્યું. તાપસી નજીક આવી. હું ઊભો થયો અને પ્રણામ કર્યાં. જમણો હાથ સહેજ ઊંચો કરીને તે બોલી : ‘રાજપુત્ર! શતં જીવ!' મને આશ્ચર્ય થયું. ‘આણે મને રાજપુત્ર કહીને સંબોધ્યો... એ મને કેવી રીતે ઓળખી ગઈ? હા, મેં જાણ્યું છે કે આવા તાપસ, તાપસીઓ વિશિષ્ટ જ્ઞાની હોય છે. જ્ઞાનદ્રષ્ટિવાળા હોય છે. તેઓ બધું જ જાણતા હોય છે...' હું વિચારતો... અને તાપસીની સામે જોતો ઊભો હતો. તાપસીની આંખો ધીરે ધીરે ભીની થતી ગઈ. ચહેરો લાલ થતો ગયો. તેણીએ મને કહ્યું : ‘હે કુમાર, આપણે જમીન પર બેસીએ, તમારી સાથે મારે કેટલીક આવશ્યક વાતો કરવી છે.’ મેં કહ્યું : ‘જેવી ભગવતીની આજ્ઞા! આપણે બેસીએ. મારે અહીં બીજું કોઈ કામ પણ નથી.’ ‘કુમાર, જે મહત્ત્વની વાત મારે તમને કહેવી છે, એ કહેતા પહેલાં હું તમને મારો પરિચય આપું. વૈતાઢ્ય પર્વત ઉપર ‘ગંધસમૃદ્ધ’ નામનું વિશાળ નગર છે. એ વિદ્યાધરોનું નગર છે. એ નગરના મહારાજા સહસ્રાનલ હતા. રાણીનું નામ સુપ્રભા હતું. તેમની હું પુત્રી છું. મારું નામ મદનમંજરી.’ ‘તો આપ વિદ્યાધર રાજકુમારી હતાં...? અને આપે આ દુષ્કર તાપસી-વ્રત ગ્રહણ કર્યું?' ‘હા, રાજકુમાર, હું મારાં માતા-પિતાની અત્યંત પ્રિય પુત્રી હતી. ખૂબ લાડપ્યારમાં હું ઊછરી. અનેક લાઓમાં નિપુણ બની. જ્યારે મેં યૌવનમાં પ્રવેશ કર્યો, મારા પિતાજીએ ‘પવનગતિ’ નામના રાજકુમાર સાથે મારાં લગ્ન નક્કી કર્યાં. મારા પતિ રૂપવાન, ગુણવાન અને પરાક્રમી હતા. અમારો પરસ્પર પ્રગાઢ પ્રેમ હતો. દીર્ધકાળપર્યંત અમે વૈષયિક સુખો ભોગવ્યાં. સ્વર્ગીય સુખનો અનુભવ કરતાં રહ્યાં. પરંતુ આ દુનિયામાં કોનું સુખ શાશ્વત છે? સુખ પછી દુઃખ આવતું જ હોય છે. એક દિવસ વિમાનમાં બેસીને અમે બંને આકાશમાર્ગે નંદનવન ગયાં. નંદનવનમાં અમે ભિન્ન ભિન્ન પ્રકારની ક્રીડાઓ કરવા લાગ્યાં. તે પછી મારા પતિ એક સુવર્ણશિલા પર બેઠા અને હું એમનાથી થોડે દૂર જમીન પર બેઠી. અચાનક મારા પિત સુવર્ણશિલા પરથી નીચે ગબડી પડ્યા. પડતાંની સાથે જ તેઓ ચેતનાવિહીન થઈ શ્રી સમરાદિત્ય મહાકા For Private And Personal Use Only ૧૯ Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગયા. આંખો બંધ થઈ ગઈ. શરીર થોડું કંપ્યું અને શાંત થઈ ગયું. હું ગભરાઈ ગઈ. મેં એમનું માથું મારા ખોળામાં લીધું. ‘તમને થયું નાથ? તમે કેવી રીતે ગબડી પડયાં?' હું પ્રશ્નો પૂછવા લાગી.. પરંતુ તેમનું પ્રાણપખેરું ઊડી ગયું હતું. મેં ધીરેથી મસ્તક જમીન પર મૂક્યું, અને નંદનવમાં દીન... અનાથ બની ભટકવા લાગી. “કોઈ મારા સ્વામીને બચાવો.. કોઈ નો આવો... હું અનાથ થઈ ગઈ...” હું કરુણ આક્રંદ કરવા લાગી... અને જમીન પર ઢળી પડી. પડતાંની સાથે ચેતના ગુમાવી. જ્યારે હું ભાનમાં આવી, મેં વિચાર્યું : “હું આકાશમાર્ગે મારા નગરમાં જઈને મારા સસરાને સમાચાર આપું.. આકાશગામિની વિદ્યાનું સ્મરણ કર્યું. પરંતુ મને વિદ્યા યાદ જ ના આવી! હું અત્યંત ભયભીત થઈ ગઈ. મારી આકાશગામિની વિદ્યા જો ચાલી ગઈ હોય તો હું મારા નગરમાં પહોંચી જ ના શકું. હું સાવ ભાંગી પડી. મૂઢ બની ગઈ. મારા પતિના મૃતદેહ પાસે બેસી રહી. લગભગ એક પ્રહર પસાર થઈ ગયો. ત્યાં અચાનક મેં મારા પિતાજીના ગાઢ મિત્ર “દેવાનંદ' નામના વિદ્યાધર-તાપસને આવતા જોયા. મને જોઈને તેઓ જલ્દી મારી પાસે આવ્યા. મારા પતિના મૃતદેહને જોઈ તેમણે પૂછયું : “હે વત્સ, આ શું થયું?” ભગવંત, મારા પતિદેવ મૃત્યુ પામ્યા અને મારી આકાશગામિની વિદ્યા વિસ્તૃત થઈ ગઈ..” હું જોરજોરથી રુદન કરવા લાગી. તાપસ દેવાનંદ જેવા વિરક્ત મહાપુરુષની આંખો પણ ભીની થઈ ગઈ. તેમણે મને આશ્વાસન આપવા માંડ્યું : બેટી, હવે કલ્પાંત ના કર. શોક ના કર. આ સંસાર આવી જ છે. નિઃસાર છે, નિર્ગુણ છે. આ સંસારના સર્વ સંબંધો ક્ષણભંગુર છે. કોઈ સંબંધ શાશ્વત નથી... બધા જ સંબંધો પરિવર્તનશીલ છે... માટે બધા જ સંબંધોનાં મમત્વ છોડી દે... અને શાશ્વત એવા ધર્મનું શરણ અંગીકાર કરી લે.' મેં કહ્યું : “ભગવંત, આપનાં વચન યથાર્થ છે. મને કૃપા કરી તાપસી-વ્રત આપો.' તેમણે કહ્યું : “મદનમંજરી, તારા માટે હવે તાપસી-વ્રત જ યોગ્ય છે. પરંતુ તારી, આકાશગામિની વિદ્યા વિસ્મૃત થઈ જવાનું શું કારણ બન્યું?' ‘ભગવંત, હું જાણતી નથી.” તેઓએ આંખો બંધ કરી, જ્ઞાનના આલોકમાં કારણ જોયું. વજો, તેં સિદ્ધાયતન-કૂટનું, અજ્ઞાનદશામાં ઉલ્લંઘન કર્યું છે. તેના શિખર ઉપર તારી પુષ્પમાળા પડી. તેથી તારી આકાશગામિની વિદ્યા ચાલી ગઈ..” ભગવંત, ભલે ચાલી ગઈ એ વિદ્યા, મારે એ વિદ્યાની હવે જરૂર નથી. મને તો છ30 ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવસાગર તારનારાં વ્રત આપો.’ ‘હું તને વ્રત આપીશ, પરંતુ એ પૂર્વે હું તારા પિતાજીને સર્વ વૃત્તાંત જણાવીશ. પછી તને તાપસી–દીક્ષાનાં વ્રતોનું જ્ઞાન આપીશ... તું જો એ વ્રતો પાળવામાં શક્તિમાન હશે તો તને વ્રતો આપીશ. અત્યારે હું તને આકાશમાર્ગે મારા આશ્રમપદમાં લઈ જાઉં છું. તને ત્યાં મૂકીને, હું ‘ગંધસમૃદ્ધિ’ નગરમાં જઈશ. જરૂર લાગશે તો તારા સાસરે વિલાસપુર પણ જઈ આવીશ. તેઓએ મારા પતિના મૃતદેહને નંદનવન પાસેથી વહેતી સરયૂમાં પધરાવી દીધો, અને અમે વિમાનમાં બેસી આકાશમાર્ગે આ દ્વીપ પર આવ્યાં. મને આ દ્વીપ ઉપર એમના આશ્રમપદમાં મૂકી, તેઓ મારા પિતા પાસે ચાલ્યા ગયા. મારા પિતાને અને મારા સસરાને, મારા પતિના આકસ્મિક મૃત્યુના સમાચાર આપ્યા અને મારા વૈરાગ્યની વાત કરી. હું તાપસી-દીક્ષા લેવા તત્પર બની છું, એ વાત કરી. માતા-પિતાએ, અને સસરાએ અનુમતિ આપી. દેવાનંદજી આકાશમાર્ગે પાછા આવ્યા. શુભ દિવસે, શુભ મુહૂર્તે મને તાપસી-દીક્ષા આપી. બસ, તે દિવસથી હું આ દ્વીપ ઉ૫૨ દેવાનંદજીના આશ્રમમાં રહું છું. હે રાજકુમાર, આ મારો પરિચય છે. હવે, આ દ્વીપ પર બનેલી એક વિશિષ્ટ ઘટના મારે તને કહેવી છે. એનો તારી સાથે સંબંધ છે, એમ મને સમજાયું છે. એક દિવસ સમુદ્રકિનારા પાસેના વનપ્રદેશમાં પુષ્પો અને બીજી પૂજનસામગ્રી લેવા ગઈ હતી. પુષ્પો ચૂંટતાં ચૂંટતાં મારી દૃષ્ટિ સમુદ્રકિનારાનાં પાણી પર પડી. પાણીમાં એક પાટિયા સાથે તરી રહેલી યુવતી-કન્યાને જોઈ. સૂર્યના કોમળ કિરણો એ કન્યાનાં ચંદ્રલેખા જેવી દેહકાન્તિને પ્રકાશિત કરતાં હતાં. હું પુષ્પોની છાબડી અને પૂજનસામગ્રી ત્યાં જ મૂકીને, દોડતી કિનારે પહોંચી. કિનારે બહુ પાણી ન હતું. હું પાણીમાં ઊતરી... પાટિયા ઉપર, પાટિયાને વળગીને પડેલી એ કન્યાને, પાટિયા સાથે બહાર ખેંચી લીધી, મારું પાણીનું કમંડળ મારી સાથે જ હતું. મેં કમંડળમાંથી પાણી કન્યાના મુખ પર છાંટ્યું... એના બે હોઠ પહોળા કરી, એના મોંમાં પાણી રેડ્યું... એને પાટિયા ઉપરથી નીચે ઉતારી... ધીરે ધીરે એની મૂર્છા દૂર થઈ. તેની આંખો ખૂલી. તે મારી સામે જોઈ રહી. મેં એના માથે હાથ ફેરવતાં કહ્યું : ‘વત્સે, તું ભય ના પામીશ. હું તાપસી છું. તું મારા શરણે છે.' તેણે ઊભી થઈ મને પ્રણામ કર્યાં. પછી તે ત્યાં જ રેતી પર બેસી ગઈ... અને સમુદ્ર તરફ ઉદાસ આંખોથી જોઈ રહી. મેં એને કહ્યું : ‘તું અહીં જ બેસજે. હું હમણાં જ તારા માટે ફળો લઈ આવું છું અને કમંડળ ભરીને પાણી લઈ આવું છું.’ મેં એને કહ્યું તો ખરું પણ પછી મને વિચાર આવ્યો કે ‘દુખિયારી આ કન્યાને એકલી મૂકવી ના જોઈએ.’ એટલે મેં એને મારી સાથે જ લીધી. ધીરે ધીરે ચાલતાં અમે બંને ઉપવનમાં આવ્યાં. એક આમ્રવૃક્ષ નીચે તેને બેસાડી, હું કેળાં અને શ્રી સમરાદિત્ય મહાકથા ૭૩૧ For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ફણસનાં ફળ તોડી લાવી. નદીમાંથી પાણી ભરી લાવી. એ કન્યા પાસે બેસીને મેં એને ફળ ખવરાવ્યાં અને પાણી આપ્યું પછી મેં એને પૂછ્યું : બેટી, તારે અહીં વિશ્રામ કરવો છે કે આશ્રમમાં જઈને વિશ્રામ કરવો છે?’ ‘જેવી ભગવતીની ઇચ્છા અને આજ્ઞા!' એના મધુર અને શિષ્ટ શબ્દો સાંભળીને મેં અનુમાન કર્યું કે આ કન્યા કોઈ ઊંચા ખાનદાનની છે. ‘પરંતુ મેં એને એક પણ પ્રશ્ન ના પૂછ્યો. એનાં ભીનાં થઈ ગયેલાં વસ્ત્રોને સુકાવાં દીધાં. તડકાથી અને પવનથી વસ્ત્રો જલદી સુકાઈ ગયાં. અમે ધીરે ધીરે આશ્રમ તરફ ચાલ્યાં. આશ્રમમાં પ્રવેશીને અમે સીધાં કુલપતિ દેવાનંદજી પાસે ગયાં. કુલપતિને પ્રણામ કરીને, મેં કન્યા કેવી રીતે મળી આવી, તેનો વૃત્તાંત કહ્યો. કુલપતિએ કન્યાને આશીર્વાદ આપ્યા અને મને કહ્યું : “આ કન્યારત્નને તું તારી પાસે રાખજે.” ‘તારા પિતા કોણ છે?' મૌન... Acharya Shri Kailassagarsuri Gyanmandir કુલપતિની આજ્ઞા સ્વીકારીને, અમે બંને મારી કુટિરમાં આવ્યા. મેં કન્યાને વિશ્રામ કરવાનું કહી, મારાં પૂજા-પાઠ વગેરે આવશ્યક કાર્યો પતાવ્યાં. હું કન્યા પાસે જઈને બેઠી. તે પણ જાગતી જ હતી! મેં એને પૂછ્યું : ‘બેટી, તારું વતન કયું છે?’ ‘તાપ્રલિપ્તી...’ ‘તારે ક્યાં જવાનું છે?' મૌન... ‘તારું નામ?’ મૌન...! તેણે મોટો નિસાસો નાખ્યો. શરમથી એણે પોતાનું મુખ નીચું કરી લીધું. મેં એના માથે હાય મૂક્યો... કે એ મારા ખોળામાં મસ્તક મૂકી રડી પડી. મેં એને ધીરે ધીરે શાંત કરી, અને કોઈ પ્રશ્ન ના પૂછ્યો. ઉત્તર આપવા કોઈ જ આગ્રહ ના કર્યો. મેં વિચાર્યું : ‘કુલપતિને જ બધો વૃત્તાંત પૂછી લઈશ. તેઓ જ્ઞાનબળથી મનુષ્યનાં ભૂતકાળને અને ભવિષ્યકાળને બતાવી શકે છે! કન્યાને પોતાનો પરિચય આપતાં ઘણો સંકોચ થાય છે. મારે એને કંઈ પૂછવું નથી...' એ કન્યા મારા ખોળામાં જ ઊંઘી ગઈ. મને વિચાર આવ્યો. ‘કર્મોની કેવી વિચિત્રતાઓ હોય છે! હું નંદનવનમાં કુલપતિને મળી આવી, મને આ કન્યા સમુદ્રકિનારે મળી આવી! જેમ હું રાજકુમારી હતી, તેમ આ પણ મને રાજકુમારી જ લાગે છે! જેવી રીતે... અચાનક જ મારા પતિનું મૃત્યુ થઈ ગયું હતું... અને મારી આકાશગામિની ૪૩૨ ભાગ-૨ ૪ ભવ પાંચમો For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિઘા ચાલી ગઈ હતી, તેમ આ કન્યાના જીવનમાં પણ કોઈ કરુણતા સર્જાઈ હશે... કુલપતિ પાસેથી હું બધું જ જાણી લઈશ. દેવાનંદજીનો આ આશ્રમ... ખરેખર, જીવનમાં હારેલી, થાકેલી અને તિરસ્કૃત થયેલી કન્યાઓ... સ્ત્રીઓ અને વિધવાઓ માટે અપૂર્વ આશ્રયસ્થાન છે. દેવાનંદજીની કરુણા, એમનું વાત્સલ્ય... એમની અપ્રતિમ પ્રતિભા... એમનું દિવ્ય જ્ઞાન... આ બધુ અદ્વિતીય છે, અદ્ભુત છે. એમનાં નયનોમાંથી હંમેશાં કરુણાનું અમૃત વહેતું મેં જોયું છે. કોઈ વિકાર નહીં, કોઈ વાસના નહીં! નિર્વિકાર... વીતરાગ જેવા આ મહર્ષિ, એજ મનુષ્યને મળી શકે, કે જેનાં પ્રબળ પુણ્યોદય હોય. મને તો હજુ પણ એ વાતનું રહસ્ય સમજાયું નથી.... કે તેઓ નંદનવનમાં કેવી રીતે આવી ગયા? કે જ્યારે મારી ચારે બાજુ કરુણતા છવાઈ ગઈ હતી... એક બાજુ મારા પરમ પ્રિય પતિનો મૃતદેહ પડ્યો હતો... અને મારી આકાશગામિની વિદ્યા ચાલી ગઈ હતી! ઊગરવાનો કોઈ માર્ગ જડતો ન હતો. ત્યારે તારણહાર બનીને આ મહાત્મા ત્યાં આવી ચઢ્યા હતા! શું તેઓએ જ્ઞાનબળથી મારી સ્થિતિ જોઈ હશે? શા માટે જુએ? હું એમની કોઈ સગી તો હતી નહીં! માત્ર મારા પિતાના તેઓ પરમ આત્મીય મિત્ર છે! પરંતુ મારી કલ્પના એમને કેવી રીતે આવી હશે? મેં જ્યારે તેઓને પૂછ્યું... ત્યારે માત્ર સ્મિત ફરકાવીને વાત ટાળી દીધી છે. પછી પૂછ્યું જ નથી. અને અહીં આ આશ્રમમાં મને જે શાન્તિ... સમતા અને પ્રસન્નતા મળી રહી છે, તે રાજમહેલમાં પણ મળી ન હતી. રાજમહેલમાં ભૌતિક સુખના અસંખ્ય સાધનો જરૂર હતાં, પરંતુ આત્માની પ્રસન્નતા ક્યાં હતી? હું મારા ખોળામાં સૂતેલી - નિશ્ચિત બનીને સૂતેલી કન્યાના સુંદર... ભોળા મુખ તરફ જોઈ રહી. એની મનોહર મુખાકૃતિ મારા વિરક્ત હૃદયને પણ આકર્ષિત કરતી. હતી.. ‘કેવા કેવા કોડ અને મનોરથ લઈને આ કન્યા નીકળી હશે? જરૂર સમુદ્રયાત્રામાં વિપ્ન આવ્યું હશે... કાં તો વહાણ ભાંગ્યું હશે.. અથવા કોઈએ એને સમુદ્રમાં ફેંકી દીધી હશે? એના ભાગ્યથી એના હાથમાં પાટિયું આવી ગયું હશે! તણાતી તણાતી એ કિનારે આવી ગઈ... સારું થયું કે મેં એને જોઈ લીધી.... ને હું લઈ આવી. નહીંતર જો કોઈ દુષ્ટ જોઈ લીધી હોત તો એને ઉપાડી જાત.. એનું જીવન નષ્ટ થઈ જાત...' એણે આંખો ખોલી... ને ઝટ બેઠી થઈ ગઈ! મેં આપને બહુ કષ્ટ આપ્યું, ભગવતી...' “ના, ના, મને ખૂબ પ્રસન્નતા આપી મારા ખોળામાં સૂઈ જઈને!' હવે તારે આશ્રમમાં ફરવું હોય તો ફર, હું કુલપતિ પાસે જઈશ.” ગ્ર એક જ શ્રી સમરાદિત્ય મહાકથા 933 For Private And Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેં તાપસી મદનમંજરીને પૂછ્યું : “હે ભગવતી, આપે કુલપતિને એ કન્યાના વિષયમાં પૂછીને એ કોણ છે – વગેરે જાણ્યું ખરું?” હા, એ જ વાત હવે તને હું કહું છું.' કુલપતિને પૂછ્યું : ભગવંત, આ કન્યા કોણ છે, એ સમુદ્રમાં તણાતી કિનારે કેવી રીતે આવી? અને એનું ભવિષ્ય કેવું છે?' કુલપતિએ આંખો બંધ કરી. જ્ઞાનના આલોકમાં કન્યાના ભૂતકાળને જોયો... એનું ભવિષ્ય જોયું... પછી આંખો ખોલીને મારી સામે જોયું. તપસ્વિની, આ કન્યા, તામ્રલિપ્તીના રાજા ઇશાનચંદ્રની પુત્રી વિલાસવતી છે...” વિલાસવતીનું નામ સાંભળતાં જ હું ગદ્દગદ થઈ ગયો... ને બોલી ઊઠ્યો : “એ વિલાસવતી છે? ઓહો.... મારું અનુમાન સાચું પડ્યું... અને મારું સ્વપ્ન પણ સાચું પડશે!' તાપસીએ કહ્યું : “કુમાર, કુલપતિએ કહ્યું : પોતાના માની લીધેલા પતિ તરફના પ્રગાઢ સ્નેહના લીધે. એની આ દુર્દશા થઈ છે!' મેં પૂછ્યું : “ભગવંત, તો શું એ કુમારિકા નથી?' ના, દેખીતી રીતે તે કુમારિકા છે, પરંતુ તેનામાં કૌમાર્ય રહેલું નથી!” આપ આમ શાથી કહો છો?” તેણે, શ્વેતામ્બીનગરીના રાજકુમાર સનકુમારને પોતાનો પતિ માનીને, એની સાથે સ્નેહ સંબંધ બાંધ્યો છે. જોકે એની સાથે લગ્ન થયાં નથી. મેં પૂછયું : “ભગવંત, શ્વેતામ્બીનો રાજકુમાર તામ્રલિપ્તીમાં ક્યાંથી આવી ચડ્યો?' કુલપતિએ કહ્યું : “પિતાથી રિસાઈને તે એના મિત્ર સાથે તામ્રલિપ્તમાં આવેલો. રાજ ઇશાનચંદ્રનો પ્રીતિપાત્ર બનેલો.. તેને રહેવા માટે રાજાએ જુદો આવાસ આપેલો! વસંત ઉત્સવમાં રાજ કન્યાએ એને જોયો અને મોહિત થઈ. પછી મિલન થયું. પ્રેમ વધતો ચાલ્યો. એ અરસામાં રાજાની રાણી (વિલાસવતીની માતા નહીં, બીજી રાણી અનંગવતી) સનકુમાર પર મોહિત થઈ.... પોતાના આવાસમાં બોલાવી, ભોગપ્રાર્થના કરી. કુમારે ના પાડી. રાણી રોષે ભરાણી. કુમાર પોતાના આવાસે ગયો. રાણીએ રાજાના 938 ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાન ભય, કુમાર પર કલંક મૂક્યું. રાજાએ એનો વધ કરવાની આજ્ઞા કરી. પરંતુ જે રાજપુરુષને વધ કરવાની આજ્ઞા કરેલી તે વિનયંધર, રાજકુમાર સનકુમારને ઓળખતો હતો... તેનો વધ ના કરાવ્યો.. પરંતુ દૂર દેશમાં રવાના કરી દીધો. રાજાને કહી દીધું કે - “સનકુમારનો વધ કરી નાખવામાં આવ્યો છે. આ વાત વિલાસવતીએ સાંભળી. તેણે પારાવાર કલ્પાંત કરવા માંડ્યો. રાજમહેલમાં વાત પ્રગટ થઈ ગઈ હતી, તેથી વાતાવરણ ઘણું ક્ષુબ્ધ હતું. વિનયંધરે ખૂબ ગંભીરતાથી ગુપ્તતા જાળવી હતી. એણે મહારાજાને કહી દીધું હતું કે “પ્રેતવનમાં કુમાર સનસ્કુમારનો વધ કરાવી દીધો છે. અને એનો મિત્ર પરદેશ ચાલ્યો ગયો છે. આ વાતથી રાજા કરતાં પણ વધારે ખુશી રાણી અનંગવતીને થઈ હતી. સહુથી વધારે દુઃખ વિલાસવતીને થયું. તેણે એની દાસી અથવા તો સખી અનંગસુંદરીને કહ્યું : “સુંદરી, હું પણ હવે જીવી શકીશ નહીં. હું એ જ પ્રેતવનમાં જઈ આત્મહત્યા કરીશ.' અનંગસુંદરી રડી પડી. તેણે કહ્યું : “દેવી, મારી સ્વામિની, તમે આત્મહત્યા ના કરશો... તમારા વિના હું શું કરીશ? મારે પણ પછી તમારું જ માર્ગ લેવો પડશે... રાજકુમારી, શું તમે જાણ્યું કે કુમારનો મહારાજાએ શા માટે વધ કરાવ્યો?’ ના...” રાણી અનંગવતીનું આ પäત્ર હતું..” તું શું વાત કરે છે?' તદ્દન સાચી વાત કરું છું. મારી માતા રાણીવાસમાં રહે છે ને? એણે એક દિવસ મહારાજા અને અનંગવતીનો વાર્તાલાપ સાંભળેલો...” કોઈ કારણ?' ઈર્ષ્યા!' કોની?” રાજકુમારી વિલાસવતીની!” રાણીને ખબર પડી ગયેલી કે કુમાર રાજકુમારીને મળે છે... બંને વચ્ચે પ્રેમ થયો છે... તેણે કુમારને રાણીવાસમાં બોલાવીને પ્રેમની પ્રાર્થના કરેલી! કુમારે ના પાડી... બસ, રાણીએ મહારાજાના કાન ભંભેરી નાખ્યા. કુમાર ઉપર “દુરાચારીનો આરોપ મૂક્યો... મહારાજાએ કુમારનો વધ કરવાની આજ્ઞા કરી...” “સુંદરી, મારે આ મહેલમાં નથી રહેવું... આવી મારી માતા? અને આવા મારા પિતા?’ શ્રી સમરાદિત્ય મહાકથા 03 For Private And Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “કુમારી, ધીરજ રાખો... બધું સારું થશે...' શું સારું થશે? મારો સર્વનાશ થઈ ગયો...” વિલાસવતીએ આત્મહત્યા કરવાનો મનોમન નિર્ણય કરી લીધો. અનંગસુંદરી એના ઘરે ગઈ. વિલાસવતીએ મધ્યરાત્રિનો સમય પસંદ કર્યો. રાજપરિવાર નિદ્રાધીન હતો. રાજમહેલમાંથી બહાર નીકળવાનો ગુપ્તમાર્ગ વિલાસવતી જાણતી હતી. એ માર્ગ પર કોઈ ચોકી ન હતી. વિલાસવતી નીકળી ગઈ એ માર્ગેથી. એક પછી એક ગલી વટાવતી એ આગળ વધી રહી હતી, ત્યાં એક અંધારી ગલીમાં એ ડાકુઓના હાથમાં સપડાઈ ગઈ. ડાકુઓએ કહ્યું : “તારા બધા અલંકારો ઉતારી આપ.' વિલાસવતીએ અલંકારો ઉતારી આપ્યા. અને કહ્યું : “બસ? હવે મને મારા રસ્તે જવા દો.” ડાકુ-સરદારે કહ્યું : “તને છોડી દેવા નથી પકડી. તારે અમારી સાથે ચાલવાનું છે. સીધી રીતે ચાલ, નહીંતર અમારે તને ઉપાડી જવી પડશે..” વિલાસવતીએ કહ્યું : “ભલે હું તમારી સાથે આવું છું, પરંતુ જો તમે મારા શીલનો ભંગ કરવાનો પ્રયત્ન કરશો તો જીભ કચડીને આત્મહત્યા કરીશ.' ડાકુઓએ પરસ્પર વિચારણા કરી. તેઓ સમુદ્રકિનારા પર આવ્યા. હજુ રાત્રિનો ચોથો પ્રહર શરૂ થયો હતો. સમુદ્રકિનારા પર દેશ-વિદેશનાં અનેક જહાજ પડેલાં હતાં. ડાકુના સરદારે બર્બરકૂળ તરફ જનારા જહાજના માલિક અચલ સાર્થવાહનો સંપર્ક કરી, વિલાસવતીને બતાવી. સાર્થવાહ, જોઈએ છે આ રૂપસુદંરી?' મૂલ્ય બોલો!' અચલને વિલાસવતી ગમી ગઈ. એક લાખ સોનામહોરો!” લઈ જાઓ સોનામહોરો અને આપી જાઓ આ રૂપસુંદરી!' વિલાસવતીનો સોદો થઈ ગયો. ડાકુ-સરદાર એક લાખ સોનામહોરો લઈને ચાલ્યો ગયો. અચલે વિલાસવતીને વહાણમાં પોતાના જ ખંડમાં રાખી. અચલ વિલાસવતીના રૂપ પર મુગ્ધ થઈ ગયો હતો. તેણે વિલાસવતીનાં મૂલ્યવાન વસ્ત્રો જોઈને અનુમાન કર્યું કે “આ કોઈ મોટા ઘરની કન્યા છે. માટે એની પ્રભાતમાં તપાસ થશે... માટે વહેલામાં વહેલી તકે અહીંથી વહાણ હંકારી દેવું જોઈએ.' એણે વહેલી સવારે વહાણને સમુદ્રમાં તરતું મૂકી દીધું. 939 ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિલાસવતી પોતાના ભાગ્યનો દોષ જોતી, કરુણ રુદન કરવા લાગી. તેણે વિચાર્યું : ભલે, મેતવનમાં જઈને પ્રાણત્યાગ ના કરી શકી, હવે સમુદ્રમાં કૂદી પડીને પ્રાણત્યાગ કરીશ.” જ્યારે અચલે એને પૂછ્યું : “સુંદરી, તારું નામ શું છે અને તે કોની પુત્રી છે?” વિલાસવતી મૌન રહી. તું ચિંતા ના કરીશ. હું તને મારી પત્ની બનાવશ! મારી પાસે કરોડો સોનામહોરો છે. તને સુખી કરીશ.” વિલાસવતીએ આગ ઝરતી આંખે અચલ સામે જોઈને કહ્યું : મારાથી દૂર રહેજે. લગ્ન કરવાની વાત તો દૂર છે... મને જો તેં સ્પર્શ પણ કર્યો તો તારું આ વહાણ સમુદ્રમાં ડૂબી જશે.' અચલ ગભરાયો. તેણે પોતાના મનને કાબૂમાં રાખીને નક્કી કર્યું : “બર્બરકૂળ પહોંચ્યા પછી જ આને વશ કરીશ!' પરંતુ એ વહાણ બર્બરકૂળ ના પહોંચ્યું. સમુદ્રમાં ભયંકર તોફાન ઊઠ્યું. વહાણ ભાંગ્યું... અને વહાણે જળસમાધિ લીધી. વિલાસવતીને ભાંગેલા વહાણનું પાટિયું મળી ગયું... ને તે કિનારે પહોંચી... તે પછીની વિગત તું જાણે છે...” કુલપતિએ મને કન્યાનો ભૂતકાળ બતાવ્યો. પછી તેઓએ સ્વયં એનો ભવિષ્યકાળ બતાવતાં કહ્યું : “આ કન્યા એના માનેલા પતિને મળશે. એની સાથે વૈષયિક સુખો ભોગવશે. ત્યાર પછી ધર્મપુરુષાર્થ કરશે. અને મનુષ્યજીવન સફળ કરશે! મેં કુલપતિને પૂછયું : “શું એનો માનેલો પતિ જીવે છે? હા, જીવે છે!” “તો તો ઘણું સારું!” મેં કુલપતિને વંદના કરી, મારી કુટિરમાં આવીને નિદ્રાધીન બની. રાજકન્યા તો ક્યારનીય નિદ્રાધીન થઈ ગઈ હતી. ૦ ૦ ૦ બીજા દિવસે સવારે ઊઠીને નિત્યકર્મથી પરવારીને, મેં રાજકન્યાને જગાડી. જાગીને તેણે મને પ્રણામ કર્યા. મેં એના માથે હાથ મૂકીને કહ્યું : “હે રાજપુત્રી, ઉપકારી કુલપતિ પાસેથી મેં તારો પૂર્વવૃત્તાંત બધો જ જાણ્યો છે. તું ચિંતા છોડી દે. ધીરજ ધારણ કર. જ્ઞાની પુરુષો સંસારને અસાર કહે છે. તે સંપૂર્ણ સાચું છે. તેં તારા નાના જીવનમાં અસારતા અનુભવી છે. શ્રી સમરાદિત્ય મહાકથા ૭૭ For Private And Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ સર્વ વૈભવો અને સંપત્તિઓ સ્વપ્નની સંપત્તિ છે. જે સંસારનાં સર્વ સુખો વીજળીના ઝબકારા જેવાં છે. પ્રિયજનોના સમાગમ અનિત્ય છે, અલ્પકાલીન છે. આમ સમજીને તું તારા મનનું સમાધાન કરી સ્વસ્થ બન.” રાજપુત્રીએ કહ્યું : “હે ભગવતી, આપે કહ્યું તે યથાર્થ છે. મને સમજાયું છે, માટે મને તાપસી દીક્ષા આપો.' મેં કહ્યું : “રાજકુમારી, તાપસ-વ્રત લેવાની હજુ ઘણી વાર છે. પ્રિય કુમારી, આ તારા પ્રથમ યૌવનની વય છે. આ વયમાં વિષયભોગોનો મનથી પણ ત્યાગ કરવો સરળ નથી. ઘણું ઘણું દુષ્કર કામ છે... આ વયમાં વિષયવાસનાઓ પ્રબળ બનતી હોય છે... મન કામાતુર બનતું હોય છે. માટે વ્રત હમણાં નથી લેવાનું.' ‘ત્રિકાળજ્ઞાની દેવાનંદજીને મેં તારું ભવિષ્ય પણ પૂછી લીધું છે!” શું કહ્યું ભગવંતે?” રાજકુમારી ભવિષ્ય જાણવા અધીર બની ગઈ. તને તારો મનથી માનેલો પતિ, શ્વેતામ્બીનો રાજકુમાર મળશે! એનું મૃત્યુ નથી થયું.' રાજકુમારીની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તેના મુખ પર હર્ષ છવાઈ ગયો. તે મને ભેટી પડી.. બે હાથમાં મારું મુખ પકડી પૂછવા લાગી : સાચે જ તેઓ મૃત્યુ નથી પામ્યા? કુલપતિજીએ કહ્યું?' હા, તદ્દન સાચી વાત છે. રાજકુમાર જીવે છે... ને તે અલ્પ સમયમાં મળશે!” ભગવતી. મારો શોક-સંતાપ નાશ પામ્યો.. મેં સહેલાં દુઃખો સાર્થક બન્યાં.. મારાં સુખનો સૂરજ ઊગી ગયો.....' રાજકુમારીએ હર્ષાવેશમાં હાથ પરથી બે કંગન ઉતારવાની ચેષ્ટા કરી... પણ હાથ પર કંગન હતાં જ નહીં! ગળામાંથી હાર કાઢી મને ભેટ આપવાની ચેષ્ટા કરી... પણ ગળામાં હાર હતો જ નહીં. બધા અલંકારો પેલા લૂંટારા લઈ ગયા હતા! તે શરમાઈ ગઈ.. મેં કહ્યું : “રાજકુમારી શરમા નહીં. આવું દાન આપી શકવા તું સમર્થ જ છે... ને ભવિષ્યમાં આપી શકીશ. માટે હમણાં હવે તું સંન્યાસીની બનવાની વાત ભૂલી જા.' ભગવતી, આપ જેમ આજ્ઞા કરશો તેમ કરીશ, આપનો આ ઉપકાર આ જન્મમાં ક્યારેય નહીં ભુલાય...' છ3૮ ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજપુત્રી, ઉપકાર બધો કુલપતિજીનો છે...” “પહેલો ઉપકાર આપનો... સમુદ્રમાંથી બહાર કાઢી મને નવું જીવન આપે આપ્યું છે.. આપ મારી “માતા” બન્યાં છો. આપ હવે મને રાજકુમારી ના કહેશો... રાજપુત્રી ના કહેશો... મને “પુત્રી' કહો... “બેટી' કહો...... મારી આંખોમાં હર્ષના આંસુ ઊભરાયાં. મારા હૃદયમાં એના પ્રત્યે વાત્સલ્યનો દરિયો ઘૂઘવવા લાગ્યો. ૦ ૦ ૦ એક દિવસની વાત છે. અમારા કુલપતિ, તેઓના ધર્મબંધુના દર્શન કરવા સિદ્ધપર્વત ઉપર ગયા હતા. સાત-આઠ દિવસો પછી પાછા આવવાના હતા. એ દરમિયાન વિલાસવતી એક દિવસ પુષ્પો અને કાષ્ઠ વગેરે લેવા ઉપવનમાં ગઈ હતી. એને આવવામાં વિલંબ થયો. મને ચિંતા થવા લાગી. હું એના માર્ગમાં જઈને ઊભી રહી.... એને આવતી મેં જોઈ. એ વારંવાર પાછળ જોતી હતી. એ મારી પાસે આવી પહોંચી. એણે મને એની મોટી મોટી આંખોથી જોઈ... એની આંખો ભીની હતી. ગાલ પર અશ્રુબિંદુઓ હતાં. તેના શરીરે પરસેવો વળી ગયેલો હતો. તેના ચિત્તમાં અરતિ હતી. મેં એના ગાલ લૂછી નાખ્યા. એના હાથમાંથી પુષ્પોની છાબડી લઈ લીધી. અમે અમારી કુટિરમાં આવ્યા. તેણે કાષ્ઠાદિ સામગ્રી યોગ્ય સ્થાને મૂકી. મેં એને પ્રેમથી પૂછ્યું : “બેટી, આજે તને શું થયું છે? તેણીએ મારી સામે જોયું. આંખોમાં ફરી આંસું ઊભરાયાં, એ મારી છાતીમાં માથું નાખીને રડવા લાગી.. રડતાં રડતાં બોલી : આજે મને મારા સ્વજનો યાદ આવ્યાં...” “પુત્રી, શોક ના કર. કુલપતિને આવવા દે. તેઓ તને તારાં સ્વજનો પાસે લઈ જશે! તું જાણે છે ને કે તેઓ આકાશમાર્ગે ગમનાગમન કરી શકે છે. મને તેઓ આકાશમાર્ગે જ અહીં લઈ આવ્યાં હતા ને! તને તેઓ તારા નગરમાં પહોંચાડી દેશે..” તેણીએ મારી સામે જોયું. મારા મુખ પર તેનો કોમળ હાથ મૂકીને બોલી : “મારી વહાલી માતા, તમને છોડીને મારે ક્યાંય જવું નથી... હું અહીં જ રહીશ... આ તો સામાન્ય સ્મૃતિ થઈ આવી... હૃદય ભરાઈ આવ્યું.. ને આંસુ આવી ગયાં...' ભલે, હવે તું સ્નાન કરી લે, પછી આપણે દેવપૂજા કરીએ...” તેણીએ કહ્યું : ભગવતી, આજે હું શ્રમિત છું. આજે દેવપૂજા ના કરું તો?” ભલે, વિશ્રામ કર.' હું દેવપૂજા માટે ગઈ. એ આશ્રમના પૂર્વ ભાગમાં કે જ્યાં શ્રી સમરાદિત્ય મહાકથા છ3c For Private And Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આમ્રવૃક્ષોની પંક્તિ છે, ત્યાં ગઈ. બાજુમાં આવેલા સરોવરમાં હંસયુગલો અને સારસયુગલની ક્રિીડા જોવામાં લીન બની. બીજા દિવસે મેં એને કહ્યું : “વત્સ, પુષ્પો લેવા જવાનો સમય થઈ ગયો છે...' ત્યારે તેણે કહ્યું : “આજે હું પુષ્પો લેવા નહીં જાઉં.. મને અસ્વસ્થતા લાગે છે...' મેં આગ્રહ ના કર્યો. મેં એને બીજું કામ બતાવ્યું: ‘બેટી, આજે ભોજનગૃહમાં અતિથિઓનો સત્કાર તું કરીશ કે?' તે બોલી : “મને એ કામ નહીં ફાવે. મેં ક્યારેય એવું કામ કરેલું નથી.” જ તેણીએ દેવીપૂજા છોડી દીધી. છે પુષ્પો લેવા જવાનું બંધ કર્યું. જ અતિથિઓનો સત્કાર કરવાનું બંધ કર્યું... પહેલાં આ બધું એ કરતી હતી. મારી પાસે બેસીને વાર્તાલાપ કરવાનું પણ એ ટાળવા લાગી. મને એનામાં અચાનક આવેલા પરિવર્તનનું કારણ ના સમજાયું. જ્યારે હું દેવપૂજામાં હોઉં ત્યારે એ વિદ્યાધર-યુગલોનાં ચિત્રો બનાવવા લાગી! સારસ-સારસીનાં અને મોર-ઢેલનાં ચિત્રો બનાવવા લાગી. એકાંતમાં એ શરીરનાં અંગમરોડ કરવા લાગી. છૂપી રીતે હું એની બદલાયેલી પ્રવૃત્તિઓ જોવા લાગી. અલબત્ત, મને એમાં કોઈ આશ્ચર્ય ના લાગ્યું. હું સમજું છું કે યૌવનમાં આવું બધું સ્વાભાવિક હોય છે. આ તો અનાયાસ આશ્રમમાં આવી ચઢી છે! એણે કોઈ વ્રત લીધાં નથી. માત્ર વેષ તાપસીનો પહેર્યો છે. એટલું જ! એટલે એની પાસેથી મારી કોઈ વિશેષ અપેક્ષાઓ પણ નથી. ખરેખર, યૌવનનો મદ ગજબ હોય છે. મદમાંથી મદન જન્મે છે અને મદનના આવેગો... ભિન્ન ભિન્ન વિલાસો કરાવે છે. આ સ્થિતિમાં નિર્વિકાર યૌવનને અવકાશ જ નથી હોતો. હે કુમાર, ત્રણ ભુવનમાં એવો કોઈ જીવ નહીં જડે કે જે યૌવનમાં વિકારરહિત હોય. ઓછા-વત્તા પ્રમાણમાં વાસના જાગ્રત થતી જ હોય છે. એક ટ્રેક અંક ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir I[૧0૮HI બીજા દિવસે, સવારથી મેં એની એક એક પ્રવૃત્તિ પર નજર રાખવા માંડી. એણે નિદ્રાત્યાગ કર્યો. આંખો બંધ કરી દેવગુરુનું સ્મરણ કર્યું. મારી પાસે આવીને મને પ્રણામ કર્યા અને તે કુટિરમાંથી બહાર નીકળી ગઈ. કુટિરના દ્વાર પર ઊભી ઊભી હું જોવા લાગી કે એ ક્યાં જાય છે. આશ્રમનું વાતાવરણ રમણીય છે. એક બાજુ પૂજ્ય કુલપતિની બહુ મોટી નહીં ને બહુ નાની નહીં તેવી કુટિર છે. તેનો બહારનો ચોક ગોબરથી લીધેલો છે અને એના પર માધવીલતા પથરાયેલી છે. ત્રણ બાજુ આસોપાલવનાં ત્રણ ત્રણ વૃક્ષો છે. કુલપતિને બેસવા માટે એક મોટું કાષ્ઠાન મૂકવામાં આવેલું છે. કુટિરના અત્યંતર ભાગમાં સાધનાકક્ષ આવેલો છે. ક્યારેક કુલપતિ ત્રણ ત્રણ દિવસ સુધી એ સાધનાકક્ષમાંથી બહાર નથી નીકળતા. આહારપાણીનો સર્વથા ત્યાગ કરી દે છે. સાધનાકક્ષની બાજુમાં એક મંત્રણાકક્ષ છે. તેમાં ચાર કાષ્ઠાનો મૂકવામાં આવેલાં છે. બહારગામથી આવનારા રાજા-મહારાજાઓ અને શ્રેષ્ઠીઓને કુલપતિ એ કક્ષમાં મળે છે. મંત્રણાકક્ષની પાછળ નાનકડો શયનખંડ આવેલો છે. ત્યાં કુલપતિ એકલા શયન કરે છે. શયનકક્ષની પાછળ એક વાડો છે. ત્યાં ઉત્તમ કક્ષાની ચાર ગાયો બાંધવામાં આવી છે. ખૂબ સ્વચ્છ જગ્યા છે એ. એ વાડાની પાછળ કદલીવૃક્ષોની મોટી પંક્તિ છે. તેની સામે આમ્રવૃક્ષોની પંક્તિ છે. કુલપતિની કુટિરની સામે એક મોટો ચોક છે. ચોકની ઉત્તર દિશામાં સોપારીના સેંકડો વૃક્ષો આવેલાં છે. વિલાસવતી એ દિશામાં ગઈ. એ ઊંડી દૂર ગઈ એટલે હું કુટિરમાંથી બહાર નીકળી, એક અશોકવૃક્ષની પાછળ જઈને ઊભી રહી. એક સોપારીના વૃક્ષની સામે એ ઊભી રહી હતી. એ વૃક્ષને “નાગવલ્લી'ની વેલ વીંટળાઈ ગયેલી હતી. આવું દશ્ય કામી-વિલાસી સ્ત્રીપુરુષો પોતાની દૃષ્ટિથી જોતાં હોય છે. એ ત્યાં ઊભી હતી, ત્યાં એનાં પાળેલાં હરણનાં બે બચ્ચાં એની ચારે બાજું કૂદવા માંડ્યાં. વિલાસવતીએ એ બંને બચ્ચાઓને ઊપાડી લીધાં. છાતીએ લગાડ્યાં... અને પ્રેમ કરવા લાગી... થોડી વાર બચ્ચાઓને રમાડીને તેણે છૂટાં મૂકી દીધાં. તે આગળ વધી. હું પણ, એ મને ના જોઈ જાય એ રીતે આગળ વધી. એ તળાવની પાળે પહોંચી. આશ્રમનું આ તળાવ, આશ્રમની શોભા છે! એમાં સ્વચ્છ જળ છે. આ તળાવની ચારે બાજુ જાસુદના મોટા મોટા છોડ છે. લાલ લાલ જાસુદની છાયા તળાવના પાણીને પણ લાલ રંગે રંગી નાખે છે. ચારે દિશામાં વીશ વીશ પગથિયાં છે તળાવમાં ઊતરવા માટે. આ તળાવમાં હમેશાં રાજહંસ-રાજહંસીનાં બે જોડાં રહે શ્રી સમરાદિત્ય મહાકથા ૭૪૧ For Private And Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. સારસ-સારસીનાં ચાર જોડાં રહે છે. ખૂબ સુંદર અને મનોહર છે આ પક્ષીઓ વિલાસવતી તળાવની પાળ ઉપર જઈને બેઠી... હું તળાવની સામેની બાજુએ એક નાની ટેકરી ૫૨, કે જ્યાં દેવી કાલીનું નાનકડું મંદિર છે, ત્યાં જઈને ઊભી રહી. ત્યાંથી મને વિલાસવતી બરાબર દેખાતી હતી. થોડી વાર તે ત્યાં બેઠી, પછી ઊઠીને તળાવનાં પગથિયાં ઊતરી, છેલ્લા પગથિયા પર બેસી ગઈ. તેણે બે પગ પાણીમાં મૂકી દીધા... રાજહંસી તરતી તરતી તેની પાસે આવી... કુમારી તેને પંપાળવા લાગી... પાછળ પાછળ રાજહંસ પણ આવી લાગ્યો... તેના માથે હાથ મૂકી તેને પણ કંઈ કહેવા લાગી. અવાજ મને સંભળાતો ન હતો, પરંતુ બોલવાની ચેષ્ટા દેખાતી હતી. લગભગ એક ઘટિકા ત્યાં વિતાવીને, એ તળાવમાંથી બહાર નકળી. ત્યાંથી એ નદી તરફના ઉપવન તરફ ચાલી. હું પણ ટેકરી પરથી ઊતરીને એની પાછળ થઈ ગઈ. ઘણી વાર એ પુષ્પો લેવા અને કાષ્ઠ લેવા ઉપવનમાં જતી હતી. ત્યાં લગભગ સો જેટલાં અશોકવૃક્ષોની ઘટા આવેલી છે. વચ્ચે વચ્ચે જુદાં જુદાં પુષ્પોની વેલોની જાળ ગૂંથાયેલી છે. વિલાસવતી એક વૃક્ષની નીચે જઈને ઊભી રહી. હું એક કદલીવૃક્ષની પાછળ છુપાઈને ઊભી રહી. એટલું જ અંતર હતું કે હું એનો એક એક શબ્દ સાંભળી શકું. હું હજુ વિચારતી હતી કે એ શું કરે છે...? ત્યાં તો એનું રુદન સંભળાયું! એ રોવા લાગી. થોડી ક્ષણ પછી ગદ્ગદ સ્વરે એ બોલવા લાગી : ‘હે વનદેવીઓ, આ એ જ સ્થળ છે કે જ્યાં આર્યપુત્રે મને તાપસી માનીને વિનયપૂર્વક પ્રણામ કર્યા હતા... અને મને કહ્યું હતું - ‘ભગવતી, તમારો તપધર્મ વૃદ્ધિ પામો. હું શ્વેતામ્બીનગરીનો રહેવાસી છું. તામ્રલિપ્તી થઈને સિંહલદ્વીપ તરફ જતો હતો, સમુદ્રમાર્ગે અમારું વહાણ જતું હતું. મધદરિયે જહાજ ભાંગી ગયું... મારા હાથમાં પાટિયું આવી ગયું. પાટિયાના સહારે તરતો તરતો સમુદ્રના આ કિનારે આવ્યો છું. હે ભગવતી, આ કયો પ્રદેશ છે? આ દ્વીપનું નામ શું છે? તમારો આશ્રમ ક્યાં આવ્યો?’ મને તેઓએ પૂછ્યું હતું... પરંતુ હું ગભરાઈ ગઈ હતી... એટલે મેં એક પણ ઉત્તર ના આપ્યો... ગભરામણ કરતાં વિશેષ તો મારા એ સાજનને જોતાં હું કામપરવશ થઈ ગઈ હતી અને શરમાઈ ગઈ હતી. તેથી હું બોલી જ શકી નહીં. મેં એમને ઓળખી લીધા હતા. એમણે મને ઓળખી ન હતી... કારણ કે હું આ તાપસીના વેષમાં હતી. એ ઊભા રહ્યાં ને હું આશ્રમ તરફ ચાલી. કે વનદેવીઓ, મેં તેમને જીવતા જોયા... છતાં હું એમને વળગી કેમ ના પડી? મેં એમની ઊપેક્ષા કેમ કરી? અમારું એ મિલન અણધાર્યું અને એકાંતમાં હતું... આ જ વનપ્રદેશમાં હતું. મેં અભાગણીએ એમની કુશળતા પણ ના પૂછી... એ મને ધારી ધારીને જોતા હતા... પરંતુ તેઓ મને તાપસી ૭૪ર ભાગ-૨ ૪. ભવ પાંચમો For Private And Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાણીને, વધુ કંઈ ના બોલ્યા. તેઓને સ્વપ્નમાં પણ કલ્પના ના હોય કે “તાપસીના વેષમાં આ વિલાસવતી છે?' પછી મેં એમને પાછળ ફરીને જોવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ ના દેખાયા. મારા મનમાં પાર વિનાનું દુઃખ છે. મારી થઈ ગયેલી ભૂલનો ભારોભાર પશ્ચાત્તાપ છે... તેઓ મળ્યા.... ત્યારે મેળવી લીધા નહીં... હવે એમના મળ્યા વિના જીવવું દુષ્કર બની ગયું છે. હું મૂઢ છું. મૂર્ખ છું. મેં ખોવાયેલું રત્ન જડી જવા છતાં, લઈ લીધું નહીં... હવે મારે જીવવું જ નથી... હે વનદેવીઓ, આર્યપુત્ર મને શોધતા અહીં આવે તો તેમને કહેજો કે તમે તાપસીના વેષમાં જોયેલી... એ તમારી વિલાસવતી જ હતી. તમને એણે ઓળખ્યા હતા... છતાં ભય... લજ્જા અને કામપરવશતાના કારણે તમને બોલાવ્યા નહીં... તમને જીવંત જોવા છતાં હર્ષ વ્યક્ત કર્યો નહીં.. તમને આલિંગન આપ્યું નહીં... તમારી ઉપેક્ષા કરી. તે ચાલી ગઈ. પાછળથી એણે તમને શોધ્યા.. પણ તમે મળ્યો નહીં... તમારી વિરહ સહેવો એના માટે અસહ્ય બની જવાથી, અહીં આ જ ભૂમિ પર એ આત્મહત્યા કરીને, મૃત્યુ પામી છે. હે ઉપકારી વનદેવીઓ, મારી માતા સમાન, નિષ્કારણ વત્સલ તપસ્વિની મદનમંજરીને કહેજો કે તમારી પુત્રીએ લજ્જાવશે સાચી વાત તમને કહી નથી... તેના અપરાધોની ક્ષમા આપજો..” મારી આંખમાંથી આંસુ વહે જતાં હતાં. મારું હૃદય ધક... ધક.. થતું હતું. હવે શું કરશે આ મુગ્ધા?” હું અધ્ધર શ્વાસે જોઈ રહી હતી. એણે એક વેલનો ફાંસો તૈયાર કર્યો. એક વૃક્ષની નીચે નમેલી બે ડાળીઓને બાંધ્યો, ફાંસો ગળામાં નાખ્યો. ત્યાં હું દોડી... “બચાવો, બચાવો,” ની બૂમો પાડતી, એની પાસે ગઈ. એના ગળામાંથી ફાંસો કાઢી લીધો... અને એને મેં મારા બાહુપાશમાં જકડી લીધી. અરે, રાજકુમારી, આ તેં શું કર્યું? તું મને માતા માને છે ને? તો પછી મને પૂછ્યા વિના, તેં આ શું કરવા માંડ્યું હતું?” “શું કરું ભગવતી? હવે મારાથી આર્યપુત્રનો વિરહ સહન નથી થતો.. આપને કહેતા મારી જીભ ઊપડી નહીં.' “શું પુત્રી પોતાની માતાને, પોતાના મનની વાત ના કરી શકે? “ક્ષમા કરો.. મારી ભૂલ થઈ ગઈ...' વત્સ, તપસ્વીઓ ક્ષમાશીલ હોય છે. તું ચિંતા ના કર, પણ મને કહે કે આ જગ્યા પર તને કોઈ અતિથિનાં દર્શન થયાં હતાં કે?” માતા, તમે બધી વાત સાંભળી જ લીધી છે.” “મેં તને કહ્યું હતું કે કુલપતિએ તારું ભવિષ્ય, પોતાના જ્ઞાનના પ્રકાશમાં જોયું છે. શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેઓએ કહ્યું હતું કે અલ્પ સમયમાં તને તારા પ્રિયતમનો સંયોગ થશે. જ્ઞાની પુરુષનું વચન અમોઘ હોય છે. અસત્ય હોય જ નહીં. માટે ધીરજ રાખ... ચાલ, આપણે આશ્રમમાં જઈએ.’ હું વિલાસવતીને મારી સાથે આશ્રમમાં લઈ આવી. આશ્રમમાં આવીને, મેં દરેક દિશામાં બે બે મુનિકુમારોને તમને શોધવા માટે મોકલ્યા. વિલાસવતીને મેં કહ્યું : “જો, આ મુનિકુમારો રાજપુત્રને શોધવા જાય છે. તેં એમને આપણા આશ્રમના પરિસરમાં જોયા હતા, એટલે તેઓ આસપાસમાં જ ક્યાંક હોવા જોઈએ, અને તેઓ મળી આવશે.” હું વિલાસવતીની પાસે જ બેઠી. એને મેં કામકથાઓ કહી, એના મનનું રંજન કરવા માંડ્યું. એક પ્રહર વીતી ગયો. મુનિ કુમારો બધા જ પાછા આવ્યા. તેમને તમે ના મળ્યા. હવે મને ચિંતા થવા માંડી. “હવે હું આ મુગ્ધાને કેવી રીતે સંભાળીશ? મારે ગમે ત્યાંથી તેમને શોધી કાઢવા જોઈએ. તો જ વિલાસવતી જીવંત રહી શકે.” મેં આશ્રમની બીજી બે તપસ્વિની તાપસીઓને, એની સંભાળ રાખવા બેસાડી. તેમને સૂચના આપી કે જ્યાં સુધી હું ના આવું ત્યાં સુધી તમારે રાજકુમારી પાસે જ બેસવું. એને એકલી મૂકીને, તમારે ક્યાંય જવું નહીં.' મુનિકુમારોને પણ ભલામણ કરી અને હું તમને શોધવા નીકળી પડી. ભગવાન કુલપતિનું ધ્યાન ધરતી, હું શોધતી શોધતી અહીં આવી ચઢી... અને તમે મળી ગયા. હે રાજ કુમાર, હવે આપણે જરાય વિલંબ કર્યા વિના, આશ્રમમાં પહોંચવું જોઈએ.’ ૦ ૦ ૦ આચાર્યશ્રી સનકુમાર, કાકંદીનગરીના “ચંદ્રોદય’ ઉદ્યાનમાં રાજપુત્ર જયકુમારને, પોતાની આત્મકથા કહી રહ્યા છે. જયકુમાર તલ્લીન બનીને, આચાર્યદેવના મુખે, એમની આત્મકથા સાંભળી રહ્યો છે. હું એ તપસ્વિની સાથે આશ્રમમાં ગયો. હું કુટિરની બહાર ઊભો રહ્યો. તપસ્વિની કુટિરમાં ગઈ. બે મુનિકુમારોએ બહાર આવી, મને કુટિરમાં આવવા નિમંત્રણ આપ્યું. મેં કુટિરમાં પ્રવેશ કર્યો, મુનિકુમારોએ બેસવા માટે આસન પાથર્યું. મેં કમલપત્રોના બિછાનામાં બેઠેલી વિલાસવતીને જોઈ. હું આસન પર બેઠો. બે તાપસકન્યાઓ પાણીનો કળશ લઈ આવી. તપસ્વિનીએ વિલાસવતીને કહ્યું : પુત્રી, અતિથિનો સત્કાર કર, એમનું પાદપ્રક્ષાલન કર.' વિલાસવતી ઊભી થઈ. તેણે મારી સામે જોયું. પછી ચારે બાજુ દૃષ્ટિ ફેરવી. મારી પાસે આવી અને મારા પગ ધોવા લાગી. બીજી બે તાપસકન્યાઓ ફણસ, કેરી વગેરે ફળો લઈ આવી. મધ્યાહુનનો સમય થઈ ગયો હતો. આશ્રમવાસીઓ પોત-પોતાનાં કાર્યોમાં વ્યસ્ત હતા. તપસ્વિનીએ કહ્યું : ભાગ-૨ ( ભવ પાંચમો For Private And Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘હે રાજકુમાર, અમે આશ્રમવાસી ફળાહારી છીએ અને વલ્કલધારી છીએ. અમે તમા૨ો અતિથિસત્કાર... આ ફળોથી કરીએ છીએ. પહેલાં ભોજન કરી લો...' મેં અને વિલાસવીએ ફળાહાર કર્યો. પાણી પીધું, તપસ્વિની અમારી પાસે જ બેઠી હતી. તેણે કહ્યું : 'હે રાજકુમાર, આ કન્યા મને મારા જીવનથી પણ વધારે વહાલી છે. ભાગ્યે મને મેળવી આપી છે. એક વખત સમુદ્રમાંથી અને બીજી વખત ઉપવનમાંથી...! આ વિલાસવતી છે. એ મનથી તમને વરી ચૂકી છે...' બોલતાં બોલતાં એ તપસ્વિની રડી પડી... તેણે વસ્ત્રથી પોતાનું મુખ ઢાંકી દીધું. મેં કહ્યું : ‘હે ભગવતી તપસ્વીની, તમે આ શું કરી રહ્યાં છો? તમે તો સંસાર સ્વરૂપને જાણો છે. આ સંસાર જ એવો છે. કે જ્યાં સંયોગ અને વિયોગ થયા કરતા હોય છે. આપ સ્વસ્થ થાઓ.’ વિલાસવર્તીએ ઊભાં થઈ, તપસ્વિનીને પાણી આપ્યું. તેણીએ પાણીથી પોતાનું મુખ ધોઈ નાખ્યું, વસ્ત્રથી લૂછી નાખ્યું. તેણે કહ્યું : ‘રાજકુમાર, હું વૈરાગણ છું, તપસ્વિની છું... જાણું છું... છતાં આ કન્યા જ્યારથી આશ્રમમાં આવી છે... મારું મન એની સાથે બંધાઈ ગયું છે... મને સમજાતું નથી... મને કેમ આટલો બધો સ્નેહ થયો છે? અમારે સંસારી મનુષ્યો સાથે કોઈ જ પ્રકારનો સ્નેહસંબંધ બાંધવાનો હોતો નથી અને ખરેખર આ તાપસ જીવનમાં સિવાય આ વિલાસવતી, કોઈ જ સંસારીજન પ્રત્યે મારા મનમાં સ્નેહ પ્રગટ્યો નથી. એવું પણ નથી કે મારે એને તાપસી-શિષ્ય બનાવવી છે... એ તો બનવા ઈચ્છતી હતી તાપસી, પરંતુ અમારા કુલપતિએ એનું ભવિષ્ય જોઈને કહેલું કે ‘આ કન્યા હજુ સંસારનાં વૈયિક સુખો ભોગવવાની છે.’ એટલે એને તાપસી-દીક્ષા ના આપી. કુમાર, હું વૈરાગી હોવા છતાં રાગી બની છું... માટે હું રડી પડી. રાગ રડાવે છે. રાગ હસાવે છે. રાગ જ આ દુનિયામાં બંધન છે. જાણતાં-અજાણતાં હું એ બંધનમાં બંધાઈ ગઈ છું... અમારો સંબંધ માતા-પુત્રીનો બની ગયો છે... એટલે એક માતા તરીકે જે કર્તવ્યો હોય તે મારે કરવાનાં છે. વિધિપૂર્વક મારી આ પુત્રી તમને આપીશ...' તાપસી, મને અને વિલાસવતીને હવન-મંડપમાં લઈ ગઈ. બે તાપસકન્યાઓએ વિલાસવતીને ભગવા રંગનું વસ્ત્ર પહેરાવ્યું. એના ગળામાં સુગંધી પુષ્પોની ગૂંથેલી માળા આરોપી. બે બાહુ પર પુષ્પગુચ્છ બાંધ્યાં. કેશ-જટા ૫૨ પણ શ્વેત પુષ્પોની માળા વીંટાળી. તેના પગની પાની લાલ રંગથી રંગી નાખી. તપસ્વિનીએ હવનકુંડમાં કાષ્ઠ નાખી, એમાં ઘીની આહુતિ આપી, અગ્નિ પ્રગટાવ્યો. ત્યાર પછી તેણે પોતાની પૂર્વાવસ્થાનાં જે આભૂષણો હતાં, તે વિલાસવતીને પહેરાવ્યાં. ‘હવે તમારે આ અગ્નિની ચારે બાજુ ફેરા ફરવાના છે. આ પવિત્ર અગ્નિની સાક્ષીએ કે કુમાર, તમને હું મારી પુત્રી સમર્પિત કરું છું.’ શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only ૭૪૫ Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમે અગ્નિને પ્રદક્ષિણા આપી. ત્યાર પછી તપસ્વિનીનાં ચરણે પ્રણામ કર્યા અમારા મસ્તકે હાથ મૂકી, તેમણે અમને હિતશિક્ષા આપી : કુમાર, વિલાસવતી તેમને સોંપી છે. એ તમને મન-વચન અને કાયાથી ચાહે છે. તમારા સિવાય એણે બીજા કોઈ પુરુષને ચાહ્યો નથી અને ચાહવાની પણ નથી. એ પતિવ્રતા... શીલવતી કન્યા છે. હે રાજકુમાર, જીવો બધા જ કાર્માધીન હોય છે, એટલે દરેકની નાની-મોટી ભૂલો થાય છે. જ્ઞાની પુરુષો ભૂલ કરનારને ક્ષમા આપે છે. વિલાસવતી હજુ મુગ્ધા છે. એની કોઈ ભૂલ થાય તો તમે ક્ષમા આપજો, ભગવંત કુલપતિના મુખે મેં જાણ્યું છે કે તમારા હૃદયમાં સિવાય વિલાસવતી, બીજી કોઈ સ્ત્રી નથી. તમે શ્રેષ્ઠ સદાચારી પુરુષ છો. કુમાર, વિલાસવતી શ્રેષ્ઠ રૂપસુંદરી છે. રૂપવતી સ્ત્રીની હમેશાં રક્ષા કરવી જોઈએ. તમે પરાક્રમી છો, શક્તિશાળી છો, એટલે હું નિશ્ચિત છું. તમે એની રક્ષા કરી શકવાના છો. છતાંય આ સંસાર છે. આ સંસારમાં કર્મવશ જીવો, ના કરવાનાં કામ કરતા હોય છે. એમાંય તમે પરદેશમાં છો. તમારા વતનથી તમે ઘણાં દૂર છે. તમારી યાત્રા ઘણી લાંબી છે. તમારે ખૂબ સાવધાન રહેવાનું છે. કુમાર, આ વિલાસવતી.. આ આશ્રમની કન્યા છે. એના પ્રત્યે આશ્રમના ભગવંત કુલપતિથી માંડીને એક-એક તાપસકન્યાને સદૂભાવ છે. આશ્રમનાં પશુપક્ષીઓ પણ તેને ચાહે છે. આશ્રમનાં એક એક વૃક્ષ સાથે એને પ્રેમ થયેલો છે. માટે, જ્યાં સુધી ભગવંત કુલપતિ પધારે નહીં, ત્યાં સુધી તમારે આશ્રમ છોડીને જવાનું નથી.' ભગવતી તપસ્વિનીનો કંઠ ભરાઈ આવ્યો. વિલાસવતી એમના ઉસંગમાં બેસી ગઈ. મેં કહ્યું : “ભગવતી, એક માતાથી પણ અધિક વાત્સલ્ય આપે અમારાં પર વરસાવ્યું છે. આ આશ્રમમાં જીવનપર્યત રહેવું પડે તો પણ રહેવું ગમે તેવું આહ્લાદક વાતાવરણ છે. સર્વત્ર પ્રેમ અને પ્રસન્નતા છે.... અદ્દભુત છેઅહીંની દુનિયા! અને અમારું કેવું ભાગ્ય? અમારો સંયોગ આવી પવિત્ર ભૂમિ પર થયો. આપના જેવી તપસ્વિની માતાએ અમને લગ્નગ્રંથિથી જોડી આપ્યાં. આપ જીવનપર્યત અમારો આરાધ્ય રહેશો. અમે અહીં રહીશું. આપની આજ્ઞા મુજબ રહીશું. અમે ખૂબ આનંદિત છીએ...” હવે તમારે બંનેએ, તપોવનની પાસેના “સુંદરવનમાં જવાનું છે, અને ત્યાં જ રાત્રિ પસાર કરવાની છે.” તપસ્વિની પોતાનું કમંડળ લઈ કુટિર તરફ ચાલ્યા ગયાં. - એક રોક ફ 989 ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir L'qo6h શરમના ભારથી સંકોચાતી, વિલાસવતી ધીરે ધીરે મારી સાથે સુંદરવનમાં આવી. સુંદરવનના પ્રવેશદ્વાર સુધી પાંચ આશ્રમ-કન્યાઓ વિલાસવતીની સાથે આવી હતી. અમે વનમાં પ્રવેશ કર્યો... કે કન્યાઓ પાછી વળી ગઈ. હું અધીર બની, મારા બે હાથ ફેલાવી, વિલાસવતી તરફ આગળ વધ્યો... ને બીજા જ પગલે અટકી ગયો.. મને લાગ્યું કે વિલાસવતીના અંગ પર જાણે છયે ઋતુઓ ખીલી ઊઠી છે! વિવિધ પુષ્પોનાં મનોરમ અને કલાપૂર્ણ આભૂષણ એણે ધારણ કર્યા હતાં. એ આભૂષણો તાપસકન્યાઓએ ગૂંચ્યાં હતાં. વિલાસવતી સાક્ષાત્ વનશ્રી જેવી દેખાતી હતી. હરણી જેવી એની આંખો, પૂર્ણચન્દ્ર જેવું મુખ, ધનુષ્ય જેવી એની બે ભ્રમર, ગજરાજની સૂંઢ જેવી એની પુષ્ટ જંઘાઓ અને નવપલ્લવથી પણ વધારે કોમળ એના હાથ... અનાયાસ જ મારા મનને મોહી લેતા હતા. અમે સુંદરવનમાં આગળ ચાલ્યાં. ત્યાં એલચી-લતાઓથી વીંટળાયેલાં હરિચંદન વૃક્ષોની ઘટાને જોઈ. તે ઘટામાં માલતીનાં છોડ હતા, પ્રિયંગુમંજરીના છોડ હતા. જૂઈ... ચંપા અને મોગરાની સુગંધ વ્યાપ્ત હતી. અમે બંનેએ વૃક્ષોની ઘટામાં પ્રવેશ કર્યો. મંદ મંદ પવન અને અનંગનું ઉદ્દીપન કરનારી પુષ્પસુગંધથી મારું મન વિલાસવતી તરફ મોહિત થતું જતું હતું. અમે ત્યાં એક કુદરતી બની ગયેલા, લતામંડપમાં જઈને બેઠાં. વાતનો પ્રારંભ મેં કર્યો : સુંદરી... એ દિવસે ઉપવનમાં જ્યારે તેં મને જોયો હતો... ત્યારે તને આશ્ચર્ય થયું હશે ને? મૃત કુમાર કેવી રીતે સજીવન થઈ ગયો? એટલે તું સ્તબ્ધ થઈ ગઈ હતી ને?' નાથ, હવે મને સમજાય છે કે જે થાય તે સારા માટે! આપનો ખેતવનમાં વધ કરવામાં આવ્યો છે, એ જાણીને મેં પણ એ જ પ્રેતવનમાં જઈને, આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો હતો. એ માટે મધ્યરાત્રિએ મહેલમાંથી નીકળી હતી. જો મને ડાકુઓએ ના પકડી હોત તો મેતવનમાં જઈને, મેં આત્મહત્યા કરી લીધી હોત! તો આજે આપણો સંગમ ના થાત...” અમારું વહાણ સમુદ્રમાં જ્યારે ભાંગી ગયું, ત્યારે મારા હાથમાં પાટિયું ના આવી ગયું હોત... તો વહાણ સાથે મારી પણ જળસમાધિ થઈ ગઈ હોત તો આજે આપણી સંગમ ના થાત... સૂર્યાસ્તની તૈયારી હતી. તાપસકન્યાઓએ આપેલાં ફળ ખાધો અને પાણી પીધું. પછી એ જ લતામંડપમાં શ્રી સમરાદિત્ય મહાકથા ૭૭ For Private And Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાત્રિ પસાર કરવાનો નિર્ણય કર્યો. આજુબાજુ વેરાયેલાં કોમળ પણ વીણી લાવીને, અમે અમારી શય્યા તૈયાર કરી. લતામંડપનો એ ભૂમિભાગ વિજન અને સઘન હતો. પાસે જ નિર્મળ જળનું નાનું સરોવર હતું. સરોવરમાં શતદલ કમળ ખીલેલાં હતાં. તાલામાલ અને ચંદનનાં વૃક્ષોની સઘનતામાંથી ચંદ્રકિરણો ચળાઈ ચળાઈને આવતાં હતાં. અમે કોમળ પત્રની શયામાં સૂઈ ગયાં. વૈષયિક સુખોની ક્ષણિક તૃપ્તિ, અમને પરમ આનંદનો અનુભવ કરાવી ગઈ... અને અમે ક્યારે પ્રગાઢ નિદ્રામાં સરી પડ્યાં... તેનું કોઈ ભાન અમને રહ્યું નહીં. અરુણોદય થયો. પક્ષીઓએ કલરવથી વનખંડને ભરી દીધો ત્યારે અમે જાગ્યાં. વિલાસવતી શયામાં બેસી ગઈ. હું સૂતેલો જ હતો. એણે પોતાનાં વકલ-વસ્ત્રો ઠીક કર્યા. મને કહ્યું : “નાથ, આપણે પાસેના સરોવરમાં સ્નાન કરી, શીધ્ર આશ્રમમાં જઈએ. માતા-તપસ્વિની મારી પ્રતીક્ષા કરતી હશે. પુષ્પચયન, કાષ્ઠાનયન, હવન, પૂજાપાઠ... આદિ કાર્યો કરવાના છે.' ‘સુંદરી, આજથી આ બધાં કાર્યો આપણે બંને સાથે કરીશું.” માતાની આજ્ઞા મળશે તો.” મારી આજ્ઞા નહીં ચાલે? આશ્રમમાં પહેલી આજ્ઞા એ ઉપકારી... જીવનદાત્રી માતાની ચાલશે, તે પછી આપની આજ્ઞા!” અમે ઊઠીને, સરોવરમાં ગયાં. સ્નાન કર્યું. સ્વચ્છ થયાં, ફૂર્તિ આવી શરીરમાં.. અને આશ્રમ તરફ ચાલવા માંડવાં. મારી વેષભૂષા એક ઋષિકુમાર જેવી જ થઈ ગઈ હતી. આશ્રમમાં જઈને, અમે સર્વપ્રથમ તપસ્વિની-માતાનાં ચરણોમાં પ્રણામ કર્યા. તપસ્વિનીએ પ્રસન્ન ચિત્તે અમને પૂછયું : “તમારી, રાત્રિ સુખપૂર્વક પસાર થઈ?” અમે કહ્યું : “દેવાધિદેવની કૃપાથી અને આપની અનુકંપાથીતેમણે વિલાસવતીને પોતાના ખોળામાં બેસાડી, એને પ્રેમથી આલિંગન આપ્યું. મેં કહ્યું : “હે ભગવતી, જો આપની આજ્ઞા હોય, અનુમતિ હોય તો અમે બંને ઉપવનમાં પુષ્પચયન કરવા જઈએ?” તપસ્વિનીએ કહ્યું : “કુમાર, હવે જ્યારે એ મારી પાસે ના હોય ત્યારે તમારે જ એની સાથે સર્વત્ર રહેવાનું છે. મારી પાસે હોય ત્યારે તમારે કોઈ ચિંતા કરવાની નહીં.” હું રાજી થયો. મેં કૃતજ્ઞભાવે તપસ્વિનીને પ્રણામ કર્યા. અમે હજુ તપસ્વિની-માતાની કુટિરમાં જ હતાં, ત્યાં એક તાપસકન્યા આવી અને દૂધ તથા ફળ મૂકીને ચાલી ગઈ. તપસ્વિનીએ કહ્યું : “કુમાર, તમે બંને દુધપાન અને ફળાહાર કરીને, પછી ઉપવનમાં જાઓ. કારણ કે તમને પાછાં આવતાં મધ્યાહ્નકાળ થઈ જશે.' ભાગ-૨ ૯ ભવ પાંચમો ૭૪૮ For Private And Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમે દુગ્ધપાન કર્યું અને ફળાહાર કર્યો. પાણી પીને ઊભાં થયાં. તપસ્વિનીને પ્રણામ કરી, તેમની આજ્ઞા લઈ અમે પુષ્પો લેવા તથા કાષ્ઠ લેવા ઉપવનમાં ગયા. મેં વિલાસવતીને કહ્યું : ‘સુંદરી, આપણે ગિરિનદીના કિનારે જઈએ, જ્યાં મેં કેટલાક દિવસ પસાર કર્યા હતા. સર્વપ્રથમ તને મળ્યા પછી... તારા ચાલ્યા ગયા પછી, હું ગિરિનદીના તટ પર ગયો હતો... પર્વતની કોતરોમાં ગયો હતો... એ પ્રદેશ પણ ઘણો જ રમણીય છે.' ‘પ્રાણનાથ, જ્યાં તમે રહ્યા હતા, એ પ્રદેશમાં મને લઈ ચાલો! મારે એ પ્રદેશ જોવો છે...’ અમે નદીના કિનારે પહોંચ્યા. નદીતટની અપૂર્વ પ્રકૃતિશોભા જોઈને, વિલાસવતી હર્ષવિભોર બની ગઈ. સર્વત્ર એક માધુર્યપૂર્ણ આલોક છવાયેલો હતો. નદીના ગંભીર તરંગો પર સૂર્યનાં લાલ કિરણો નાચી રહ્યાં હતાં. અનેક શ્વેત પક્ષીઓ નદીનાં પાણીમાં જલક્રીડા કરી રહ્યાં હતાં. હવા કંઈક વેગથી વહી રહી હતી. તટવર્તી વૃક્ષપંક્તિઓ હવાથી ઝૂમી રહી હતી. તેમાંથી એક કર્ણમધુર ધ્વનિ નીકળતો હતો. અમે બંને સ્તબ્ધ બનીને, કુદરતના આ સૌન્દર્યનું પાન કરવા લાગ્યાં. મેં કહ્યું : ‘સુંદરી, કાલે આપણે જે પર્વતમાંથી આ નદી નીકળે છે, તે પર્વત પર જઈશું. ક્યાંક ખળખળ કરતાં ઝરણાં વહે છે... તો ઊંચી પથ્થરશિલાઓની વચ્ચેથી નીચે પાણીનો ધોધ પડે છે... આપણે એ ધોધમાં સ્નાન કરીશું. પર્વતનાં કોતરોમાં પરિભ્રમણ કરીશું. ગુફાઓમાં પર્ણશૈયા બનાવી વિશ્રામ કરીશું.’ વિલાસવતી આનંદવિભોર થઈ ગઈ. મારા ખભા પર બે હાથ ટેકવી, મારી આંખો સાથે આંખો મેળવીને તે બોલી : ‘મારા નાથ, આવો મુક્ત આનંદ ના તાપ્રલિપ્તીમાં મળત, કે ના શ્વેતાંબીમાં મળત... આ તો દેવલોકનું નંદનવન છે નંદનવન.’ ‘અને આશ્રમ છે દેવલોક, સ્વર્ગલોક, ખરું ને?' ‘તદ્દન સાચું કહ્યું. સ્વર્ગમાં પણ કદાચ આવું પ્રાકૃતિક સૌન્દર્ય નહીં હોય, પ્રાકૃતિક જીવન નહીં હોય... અને આ આશ્રમ જેવા નિઃસ્વાર્થ સંબંધ નહીં હોય... મારા નાથ, આપને શી વાત કરું? આ તપસ્વિની માતા... તો જાણે અમૃતમયી જ છે... બ્રહ્માએ એને નિરાંતની પળોમાં ઘડી છે... ને વિષ્ણુએ તેનામાં છલોછલ અમૃત ભરી દીધું છે. અને આશ્રમના ઋષિકુમારો... તાપસકન્યાઓ... ઓહો! શું એમનો અપાર પ્રેમ છે... મને જુએ છે ને એમની આંખો હસી ઉઠે છે. મારી સાથે વાત કરે છે... ને હર્ષનો સાગર જાણે ઊછળે છે! મહારાજકુમાર, આ આશ્રમનાં મારાં પ્રિય મૃગ-બાળ બતાવીશ તમને. મારા પ્રિય હંસ અને હંસીનાં જોડાં બતાવીશ તમને, મેના અને પોપટની જોડી બતાવીશ તમને, તમારા વિયોગકાળમાં... આ બધાં મારાં સ્વજન બન્યાં છે. એમણે મને જીવનનો આનંદ આપ્યો છે.’ ‘સુંદરી, આપણે આશ્રમવાસી બની જઈશું, નહીં?' મેં હસીને કહ્યું. તેણીએ કહ્યું શ્રી સમરાદિત્ય મહાકથા crc For Private And Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : “અત્યારે તો આશ્રમવાસી જ છીએ. જોકે મને લાગે છે દૂધ અને ફળ ઉપર આપણે વધુ સમય નહીં રહી શકીએ અહીં.' “મને તો અહીંની ગાયોનું દૂધ બહુ ભાવે છે. અને ફળ કેવાં મધુર છે? આવાં બધાં ફળ તો જીવનમાં પહેલી જ વાર ખાવા મળ્યાં. અને ખવરાવનાર પણ કેવાં સરળ સ્નેહી અને અતિથિસત્કારની ઉચ્ચ ભાવનાવાળા આશ્રમવાસીઓ છે! સુંદરી, આપણે તો અહીં જ રહી જઈએ. નથી જવું શ્વેતામ્બી..' પછી રાજ્યના ઉત્તરાધિકારી કોણ બનશે? રાજ્યની પ્રજાનું પાલન કોણ કરશે? આપ આપનાં માતા-પિતાના એકના એક પનોતા પુત્ર છો. એટલે ગમે ત્યારે જવું તો પડશે જ શ્વેતામ્બી.' તેં તો બહુ લાંબા. દૂરના વિચારો કરવા માંડ્યા. મારા ગૃહત્યાગ પછી કદાચ મારા નાના ભાઈનો જન્મ થયો પણ હોય... અને એ ભવિષ્યમાં રાજા બની શકે? છતાં એક વાર... માતા-પિતાને મળવાની ઇચ્છા તો મનમાં છે જ. પણ ઉતાવળ નથી.. અને, જ્યાં સુધી મારો પ્રાણાધિક પ્રિય મિત્ર વસુભૂતિ ના મળે ત્યાં સુધી તો શ્વેતામ્બીમાં પગ મૂકવો નથી.” નાથ, શું તમારા એ મિત્ર જીવંત હશે?” મારું મન કહે છે કે એ જીવંત જ હોવો જોઈએ...” હું વસુભૂતિના વિચારોમાં ખોવાઈ ગયો. મારા મુખ પર ગ્લાનિ તરી આવી. તેથી વિલાસવતી ચિંતિત થઈ... મારો હાથ પકડીને બોલી : “નાથ, તેઓ જીવંત છે, પછી ચિંતા શા માટે કરો છો? જેમ અચાનક હું મળી આવી, તેમ અચાનક તેઓ મળી આવશે. ચાલો, આપણે પુષ્પો લેવાનાં છે, કાષ્ઠ લેવાનાં છે... ફળ પણ લેવાનાં છે... મધ્યાહુન સમયે આશ્રમમાં પહોંચી જવાનું છે.' એણે મારો હાથ પકડ્યો ને અમે ત્યાંથી ઉપવનમાં ગયાં. અમે જ્યારે પુષ્પ, કાષ્ઠ, ફળ આદિ લઈને, આશ્રમમાં પહોંચ્યા ત્યારે મધ્યાન વેળા થઈ ગઈ હતી. તપસ્વિની અમારી પ્રતિક્ષા કરી જ રહી હતી. તેણે મારા હાથમાંથી ફળોની છાબડી લઈ લીધી અને કહ્યું : “કુમાર, અમે અતિથિને આવાં કોઈ કાર્ય સોંપતાં નથી, પરંતુ...' તેમણે વિલાસવતી સામે જોયું, અને વાક્ય પૂરું કર્યું : આ મારી પુત્રીના આગ્રહથી તમને કાર્ય સોંપ્યું.” મેં કહ્યું : “મને આનંદ થયો! અહીં હું રાજકુમાર નથી, ભગવતી, અહીં હું ઋષિકુમાર જેવો છું.” કુમાર, તમને શુભ સમાચાર આપું છું. આવતી કાલે પ્રભાતે, ભગવાન કુલપતિ અહીં પધારી જવાના છે.' ૭પ૦ ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘તેઓનાં દર્શન કરીને, હું ધન્ય બનીશ. તેઓ ત્રિકાળજ્ઞાની છે. તેઓ વીતરાગ જેવા શાન્ત-પ્રશાન્ત છે.’ ‘કુમાર, ભોજનવેળા થઈ ગઈ છે, ચાલો આપણે સાથે જ ભોજન કરીશું.’ બહુ આગ્રહ કરી કરીને, તપસ્વિનીએ મને ભોજન કરાવ્યું. વિલાસવતીને પણ એમની સાથે જ ભોજન કરાવ્યું. ત્યાર પછી વિલાસવતીએ તપસ્વિનીને કહ્યું : ‘અમે સરોવરની પાળે જઈએ છીએ... એમને મારે હંસનાં જોડાં, સારસનાં જોડાં, મેનાપોપટનાં જોડાં બતાવવાં છે. મારાં પ્રિય મૃગશાવકો પણ બતાવવાં છે...!’ તપસ્વિની હસી પડ્યાં. ‘અહીં તો આ જ બધું બતાવવાનું છે ને, બીજું તો અહીં શું દર્શનીય છે?’ મેં કહ્યું : ‘ભગવતી, બીજે જે દૃશ્યો જોવાં દુર્લભ છે, એ દશ્યો અહીં જોવાં મળે છે. મને ખૂબ ગમે છે.’ તપસ્વિનીએ કહ્યું : ‘ચાલો, હું પણ સાથે આવું છું.' વિલાસવતી તપસ્વિની ભગવતીને ભેટી પડી. બે હાથે તાલી પાડી નાચી ઊઠી... તેણે ભગવતીની આંગળી પકડી લીધી. હું અને ભગવતી સાથે ચાલવા માંડ્યાં... ‘કુમાર, હું તો વારંવાર જગદીશ્વરનો આભાર માનું છું કે તમે મળી ગયા અને આ મારી પુત્રીના પ્રાણ બચી ગયા...' વિલાસવી શરમાઈ ગઈ. ‘જોકે ભગવાન ક્લપતિના વચન પર મને શ્રદ્ધા હતી જ. તમે મળશો જ... પરંતુ, જ્યારે તાપસકુમારોને તમે ના મળ્યા, ત્યારે હું સહેજ વિચલિત થઈ ગઈ હતી... પરંતુ શ્રદ્ધા સાથે, ભગવાન કુલપતિનું સ્મરણ કરીને, હું શોધવા નીકળી... અને તમે મળી ગયા.’ 'ભગવતી, હું આપને મળી ગયો... તેવી રીતે આપ મને મળી ગયા. એને હું મારું પરમ સૌભાગ્ય માનું છું. આપની પૂર્વાવસ્થાનો આપે કહેલો વૃત્તાંત, મારી સ્મૃતિમાં આવે છે... ત્યારે હું વિહ્વળ બની જાઉં છું. ક્યાં આપ વિદ્યાધર-યુવરાશી, અને ક્યાં આ તાપસીનું જીવન...' ‘કુમાર, આર્યપુત્રના વિયોગ પછી, મને મળી ગયેલું આ જીવન ખરેખર, મને ગમી ગયું છે. કુલપતિના સાન્નિધ્યમાં, હું પરમ શાન્તિ અનુભવું છું.’ ‘ભગવતી, મારો પ્રશ્ન અનુચિત હોય તો ક્ષમા કરજો... પણ મારે જાણવું છે કે આ તાપસીજીવનમાં, શું આપને ક્યારેય વૈષયક સુખો ભોગવવાની ઇચ્છા નથી જાગતી?’ તપસ્વિની હસી પડ્યાં. ‘કુમાર, જન્મ-જન્માંતરનાં સંસ્કારો લઈને, આપણો જીવ આવ્યો છે, તેમાં વિષયભોગનાં સંસ્કારો વિશેષરૂપે હોય છે. પરંતુ એ સંસ્કારો, તેને અનુરૂપ નિમિત્તો મળતાં જાગે છે... નબળું અને નવરું મન એ સંસ્કારોથી ઘેરાય છે. આવા શ્રી સમરાદિત્ય મહાથા For Private And Personal Use Only ૩૫૧ Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આશ્રમજીવનમાં, નથી એવા નિમિત્તો મળતાં કે નથી મન નવરું પડતું... એટલે એ વિષયભોગની ઇચ્છા જાગવાનો પ્રશ્ન જ નથી... છતાં, ક્યારેક મન દ્વંદ્વમાં ફસાય છે... ત્યારે હું કુલપતિ પાસે દોડી જાઉં છું... તેમનું સાન્નિધ્ય માત્ર મને એ હંમાંથી મુક્ત કરી દે છે... ચાલો, હવે. સરોવર આવી ગયું છે! હું સરોવરની પાળે બેસી ધ્યાન કરીશ. તમે બંને યશેચ્છ ક્રીડા કરો.’ વિલાસવતીને મારી અને ભગવતીની વાતોથી કદાચ કંટાળો આવ્યો હશે એમ સમજીને મેં કહ્યું : ‘સુંદરી, અમારી વાતો ગમી તને?’ ‘કેમ ન ગમે? તમે બંને ગમો છો... એટલે તમારી વાતો મને ગમે જ!’ તેના મુખ પર પ્રસન્નતા તરી આવી. અમે સરોવરમાં ઊતરીને, નીચેના પગથિયા પર બેઠાં, જાણે કે વિલાસવતીની રાહ જોતાં હોય તેમ હંસ... સારસ... વગેરે તરતાં તરતાં પાસે આવ્યાં, વિલાસવતીએ એમના માથે હાથ મૂક્યો. પક્ષીઓએ પાંખો ફફડાવી... આનંદના સૂરો વહાવ્યાં. વૃક્ષની ડાળ પર બેઠેલાં મેના અને પોપટ પણ વિલાસવીના ખભા પર બેસી ગયાં. વિલાસવતી એમને રમાડવા માંડી. હું એ ક્રીડા જોઈ રહ્યો. મારું મન પ્રસન્નતાથી ભરાઈ ગયું. લગભગ એક ઘટિકા ત્યાં પસાર કરીને, અમે પાસેની વૃક્ષઘટામાં પ્રવેશ કર્યો... કે મૃગશાવકોનું એક ટોળું આવી લાગ્યું. અમને ઘેરી લીધા. એમના મુલાયમ ચહેરા અમારા પગ સાથે ઘસવા માંડ્યાં... મેં તો બે બચ્ચાઓને બે હાથમાં ઉઠાવી લીધાં, પરંતુ બચ્ચાઓનું મુખ વિલાસવતી તરફ હતું. મેં એને બંને બચ્ચા આપી દીધાં. Acharya Shri Kailassagarsuri Gyanmandir પશુઓનો પ્રેમ, પશુઓનું મમત્વ... કેટલું નિર્દોષ હોય છે... તે મેં પ્રત્યક્ષ જોયું. પશુ-પક્ષીઓને આશ્રમમાં અને આશ્રમ પરિસરમાં અભય હતું. કોઈ એમનો શિકાર કરી શકતું નહીં. કુલપતિની એ સમગ્ર દ્વીપ ઉપર આણ હતી. મેં વિલાસવતીને કહ્યું : ‘સુંદરી, જ્યારે આપણે આ આશ્રમ છોડી જઈશું... ત્યારે આ બિચારાં પશુ-પક્ષીઓનું શું થશે?' ‘મારું શું થશે નાથ? એમ પૂછો!' ‘પ્રશ્ન જટિલ છે!' ‘અત્યારે શા માટે ચિંતા કરો છો...?' ભગવતી તપસ્વિનીનો પાછળ થી અવાજ આવ્યો. તેઓ અમારી પાસે આવી રહ્યાં હતાં. ‘ભગવતી, આજે નહીં તો કાલે, ગમે ત્યારે અહીંથી જવાનું તો છે જ. અમે સંસારી... વિષયાસક્ત જીવો આ આશ્રમમાં રહેવા માટે યોગ્ય પણ નથી ને?' ૭૫૩ તપસ્વિનીની આંખો ભીની થઈ. વિલાસવતીએ આંખો દ્વારા મને ઠપકો આપ્યો. હું મૌન થઈ ગયો. ‘કુમાર, વર્તમાનમાં જીવો... * For Private And Personal Use Only ભાગ-૨ ભવ પાંચમો Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૧૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir આજે વહેલી સવારથી આશ્રમ પ્રવૃત્તિશીલ બની ગયો હતો. કારણ કે આજે સુર્યોદય સમયે, આશ્રમના કુલપતિ ભગવાન દેવાનંદનું પુનરાગમન થવાનું હતું. તાપસકુમારો, તાપસકન્યાઓ... અને તાપસીઓ... સહુ પોત-પોતાનાં પ્રાભાતિક કાર્યોમાં વ્યસ્ત હતાં. આશ્રમભૂમિને વાળીને સ્વચ્છ કરવામાં આવી હતી. હવનમંડપમાં હવનની સામગ્રી ગોઠવવામાં આવી હતી, કુલપતિ આશ્રમમાં આવીને, પહેલાં હવન કરવાના હતા. તપસ્વિની ભગવતીએ સ્નાનાદિથી નિવૃત્ત થઈ, શરીર પર શ્વેત વસ્ત્ર ધારણ કર્યુ હતું. કપાળે ભભૂતિનું તિલક કર્યું હતું. એક હાથમાં રુદ્રાક્ષની માળા હતી અને બીજા હાથમાં પુષ્પોની છાબ હતી. હું અને વિલાસવતી પણ હાથમાં પુષ્પમાળાઓ લઈને, તપસ્વિનીની પાસે ઊભાં હતાં. આશ્રમનાં મુખ્ય ચોકમાં કુલપતિ આકાશમાંથી અવતરત થવાના હતા. મૃગનું ટોળું પણ ત્યાં આવી ગયું હતું. મોર અને ઢેલનાં જોડાં પણ ત્યાં ચોકમાં નાચી રહ્યાં હતાં. વૃક્ષો પર કોયલની કૂક ચાલુ હતી. પૂર્વ દિશામાં ભગવાન અંશમાલિની પધરામણી થઈ. સહુની દૃષ્ટિ આકાશ તરફ મંડાણી. બે-ચાર ક્ષણમાં જ આકાશમાર્ગે કુલપતિ આવતા દેખાયા. આશ્રમવાસીઓએ કુલપતિના નામનો જયજયકાર કરી દીધો. કુલપતિએ ચોકમાં ઉતરાણ કર્યું. પોતાનો ડાબો હાથ ઊંચો કરી, આશીર્વાદ આપ્યા. આશ્રમવાસીઓએ સમૂહ-સ્તવના કરી. કુલપતિને પહેલવહેલા જ જોયા. તેઓની કાયા પડછંદ હતી. મોટી આંખોમાં કરુણાની સ્નિગ્ધતા હતી. તેમના શરીર પર ભગવા રંગનું વસ્ત્ર હતું. તેમનો વર્ણ ગૌર હતો. તેમની મુખાકૃતિ સૌમ્ય અને આકર્ષક હતી. તેમના મસ્તકે જટા હતી અને લાંબી શ્વેત દાઢી... છાતીને ઢાંકતી હતી. તેમના એક હાથમાં રુદ્રાક્ષની માળા હતી. સમગ્રતયા જોતાં તેઓ પ્રતિભાસંપન્ન પ્રભાવશાળી યોગી દેખાતા હતા. મૂળ તો તેઓ વિદ્યાધર હતા એટલે આકાશગામિની વિદ્યા તેમને પહેલેથી જ વરેલી હતી. તપસ્વિની ભગવતીએ જેવું વર્ણન કર્યું હતું કુલપતિનું, મેં તેવાં જ તેમને જોયાં. તેઓ હવનમંડપ તરફ ચાલ્યા. તેમની પાછળ તપસ્વિની માતા ચાલ્યાં અને પાછળ બીજા બધા આશ્રમવાસીઓ ચાલ્યા. હવનમંડપમાં કુલપતિએ સ્વયં હવન કર્યો. મંત્રોચ્ચાર કર્યાં... અને પછી તેઓ બોલ્યા : ‘રાજપુત્ર સનત્કુમાર અને વિલાસવતી અહીં આવો. મારું નામ સાંભળતાં, હું રોમાંચિત થઈ ગયો. અમે બંને ઊઠ્યાં અને જઈને કુલપતિનાં ચરણોમાં વંદના કરી. શ્રી સમરાદિત્ય મહાકા ૫૩ For Private And Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તેઓએ પોતાના બંને હાથ પહેલા વિલાસવતીના મસ્તકે મૂક્યા અને પછી મારા માથે મૂક્યા. હવનકુંડમાંથી ભસ્મ લઈ, અમારાં બંનેના લલાટે તિલક કર્યાં... અને બોલ્યા : ‘તમારું કલ્યાણ થાઓ...’ Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘તમારું મંગલ થાઓ.’ તેઓ ઊભા થઈ પોતાની કુટિરમાં ગયા. આશ્રમવાસીઓ પોત-પોતાના સ્થાને ગયા. અમે બે, તપસ્વિની ભગવતીની સાથે કુલપતિની કુટિરમાં ગયા. કુલપતિ પોતાના આસન પર બેઠા હતા. અમે થોડે દૂર નીચે જમીન પર બેઠાં. કુલપતિએ મારી સામે જોયું. તેમના મુખ પર સ્મિત રમી ગયું. હું પ્રસન્ન થઈ ગયો. તેઓએ તપસ્વિની સામે જોઈને કહ્યું? ‘તપસ્વિની, તેં આ બે અતિથિઓનાં અગ્નિની સાક્ષીએ લગ્ન કરી દીધાં, તે મેં જાણ્યું હતું. તેમની નિયતિ આ છે! સંસારનાં સુખો એમને ભોગવવાં પડશે.' ‘ભગવંત, એક પ્રશ્ન પૂછું?' ‘હું જાણું છું કુમાર, તારે શું જાણવું છે? તારો મિત્ર વસુભૂતિ જીવે છે કે કેમ? અને તને મળશે કે કેમ? આ જ પૂછવું છે ને?’ મારી આંખો હર્ષના આંસુથી ભરાઈ ગઈ. મેં કહ્યું : ‘હા, ભગવંત, મારે એ જ પૂછવું હતું!' ‘કુમાર, તારો એ મિત્ર જીવે છે... અને સંકટના સમયમાં એ તને મળશે.' મેં બે હાથ જોડી, મસ્તક નમાવી કુલપતિનાં ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા... અને વિનયપૂર્વક ઊભા થઈ, અમે કુટિરની બહાર નીકળી ગયાં. અમે દુગ્ધપાન કરીને, પુષ્પકાષ્ઠાદિ લાવવા માટે ઉપવન તરફ ઊપડી ગયા. વિલાસવતી ખૂબ પ્રફુલ્લિત હતી. અમે ઝડપથી ચાલી રહ્યાં હતાં કારણ કે આજે અમારે પર્વતનાં કોતરોમાં ભમવું હતું. અમે ગિરિનદીના તટ ઉપર પહોંચ્યાં અને ત્યાંથી કિનારે કિનારે પર્વત તરફ ચાલવા માંડયું. કિનારાની રેતી રેશમ જેવી સુંવાળી હતી. અમે ધીરે ધીરે ચાલતાં હતાં. અમારા બે સિવાય એ પ્રદેશમાં એક માણસ પણ દેખાતો ન હતો. સાવ નિર્જન પ્રદેશ હતો. ૭૫૪ અમે પહાડની તળેટીમાં પહોંચ્યાં. નદીનું પાણી થોડું થોડું આસપાસના ખાડાઓમાં ભરાયેલું હતું. અમે એક વૃક્ષની છાયામાં, પથ્થરની શિલા પર બેઠાં. હું આશ્રમમાંથી નીકળ્યો હતો ત્યારથી વસુભૂતિના વિચારોમાં ખોવાયેલો હતો. વિલાસવતી સાથે એક ક્ષણ પણ મેં વાત કરી ન હતી. મેં એની સામે જોયું. એ મારી સામે જોઈ જ રહી હતી. ‘શું મિત્ર વસુભૂતિનાં વિચારોમાં ખોવાયા છો?' એણે અનુમાન કરીને પૂછ્યું. ‘સાચી વાત છે. આજે સવારે કુલપતિએ કહ્યું, ત્યારથી મારા મન પર મારો એ ભાગ-૨ * ભવ પાંચમો For Private And Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મિત્ર છવાઈ ગયો છે... એ જીવે છે અને મળશે, એ વાત ઘણી મોટી છે. સમુદ્રમાં વહાણ તૂટી ગયા પછી, એને પણ કોઈ પાટિયું મળી ગયું હશે... એ બીજા કોઈ કિનારે પહોંચી ગયો હશે. એને કલ્પના પણ નહીં હોય કે તું અહીં મને મળી ગઈ છે... એ પણ આકસ્મિક રીતે. એ જો અહીં હોત તો એના હર્ષની કોઈ સીમા ન રહેત... પરંતુ અત્યારે તો એ મારાં નિમિત્તે અનેક કષ્ટ સહન કરતો હશે... નહીંતર એને પરદેશ આવવાનું કોઈ પ્રયોજન હતું જ નહીં. મારા પ્રત્યેના નિઃસ્વાર્થ પ્રેમથી, તે મારી સાથે ઘર અને સ્નેહી-સ્વજનોને છોડીને, ચાલી નીકળ્યો હતો.' અમે ઊભા થયાં અને પર્વત પર ચઢવા લાગ્યાં. રસ્તો તો હતો નહીં. પથ્થરો પર પગ ગોઠવી ગોઠવીને ચઢવા લાગ્યાં. વિલાસવતીએ એક હાથ મારા ખભે મૂક્યો હતો અને મેં એક હાથે તેને કમરથી પકડી હતી... છતાં ક્યારેક એનો પગ લપસી જતો હતો. થોડી ઊંચાઈ પર પહોંચ્યા પછી, અમે એક કોતરમાં ઊતરી પડ્યાં. કોતરમાં ઊતરવાનો માર્ગ સરળ હતો. બંને બાજુ પહાડની ઊંચી ઊંચી કોતરો હતી. માર્ગમાં પાણીનાં ઝરણાં વહેતાં હતાં. ઝરણાંના કિનારે સુંદર, સુગંધી અને મોટાં મોટાં પુષ્પો ખીલેલા હતાં... પર્વતની એ ઘાટીમાં, અપૂર્વ શોભા વેરાયેલી હતી. ‘નાથ, અહીંથી આ પુષ્પો ચૂંટી લઈએ તો કેમ?’ ‘ના, અહીંથી લઈ જવા ન ફાવે. પર્વત ઊતરતાં પુષ્પોની છાબડી સચવાય નહીં.’ તેને મારી વાત સમજાઈ ગઈ. છતાં એને ગમતાં દસ-બાર પુષ્પ ચૂંટીને, એની કેશ જટામાં લગાડવા, મારા હાથમાં આપ્યાં, મેં એક એક પુષ્પ એના મસ્તક પ૨ ૨હેલી જટામાં લગાડી દીધાં. એ ખૂબ શોભવા લાગી. એક ઘટિકાપર્યંત ત્યાં ભ્રમણ કરીને, અમે ઘાટીની ઉપર આવ્યાં, અને ધીરે ધીરે, સાચવીને નીચે ઊતરવા લાગ્યાં. નીચે ઊતરીને, એ જ નદીકિનારે ચાલતાં ચાલતાં ઉપવનમાં પહોંચી ગયાં. હું કદીવૃક્ષોની ઘટામાં જઈને બેઠો, વિલાસવતીએ પહેલાં કાષ્ઠ ભેગાં કર્યાં પછી પુષ્પ ચૂંટવા લાગી. એટલું બધું આહ્લાદક વાતાવરણ હતું કે... મને ક્યારે ઊંઘ આવી ગઈ... તેની ખબર જ ના પડી... જ્યારે મારી આંખો ખૂલી ત્યારે વિલાસવતી કોઈ મધુર ગીત ગણગણતી, પુષ્પો ચૂંટી રહી હતી... મેં એને કહ્યું : ‘વિલાસ, ઘણાં પુષ્પ ચૂંટી લીધાં, ચાલો હવે આશ્રમમાં જઈએ.’ ‘સ્વામીનાથ, થોડાં વધારે ફૂલો આજે ચૂંટી લઉં. મને મજા આવે છે...' ‘પરંતુ હવે મધ્યાહ્નવેળા થશે. આશ્રમમાં પહોંચતા મોડું થઈ જશે...' મારી વાત જાણે સાંભળી જ ના હોય, એમ એ ફૂલો ચૂંટતી જ રહી. એ એનામાં મસ્ત હતી... ત્યાં મને મારું ‘નયનમોહન' વસ્ત્ર યાદ આવ્યું. વસ્ત્ર મારી પાસે જ શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only પ Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતું.. વિચાર્યું : “આજે વિલાસવતીને આશ્ચર્ય પમાડું. એ મને નહીં જુએ.... એટલે આસપાસ દોડાદોડ કરી મૂકશે.. મને શોધવા માટે. થોડી દોડધામ કરાવું.' મેં ધીરેથી કમર પર બાંધેલું એ વસ્ત્ર ખોલ્યું. જમીન પર પાથર્યું. અને એક ક્ષણમાં ઓઢી લીધું. હું એને જોતો હતો, એ મને જોઈ શકતી ન હતી. અચાનક તેણે, જ્યાં હું બેઠો હતો ત્યાં દૃષ્ટિ નાખી.. હું ના દેખાયો. એટલે તરત જ ફુલોની છાબડી, લઈ, દોડતી ત્યાં આવી. આસપાસ જોયું... હું ના દેખાયો. એ ગભરાણી... એની આંખો ભીની થઈ. મુખ પર ગ્લાનિ પથરાઈ ગઈ.. ફૂલોની છાબડી જમીન પર મૂકી સ્વામીનાથ.. સ્વામીનાથ...' ના પોકારો કરતી એક વૃક્ષની પાછળ જોઈ આવી. એણે એમ માનેલું કે હું કોઈ વૃક્ષની પાછળ છુપાઈ ગયો હોઈશ. જ્યારે હું ના મળ્યો.. તે રડી પડી... ને ધબ કરતી જમીન પર પડી, મૂચ્છિત થઈ ગઈ... જેવી એ જમીન પર પડી, મેં “નયનમોહન વસ્ત્રને ભેગું કરી લીધું, કમરે બાંધી દીધું અને વિલાસવતી પાસે દોડી ગયો. એ મૂચ્છિત થઈને પડી હતી. હું તરત જ પાસેના “કુમુદાલય' નામના સરોવરમાંથી પાણી લઈ આવ્યો અને એના મુખ પર, આંખો પર છાંટવા માંડ્યો. જલસિચનથી અને શીતલ પવનથી એની મૂચ્છ દૂર થઈ. એણે ધીરે ધીરે આંખો ખોલી, મને જોયો.... અને મને એના બાહુપાશમાં જકડી લીધો. “ક્યાં ચાલ્યાં ગયા હતા આપ?' એની મોટી મોટી આંખોમાં હજુ આંસુ તગતગતાં હતાં. આપની વાત ના માની, એટલે રિસાઈ ગયા હતાં?” હું હસી પડ્યો. આપને શું ખબર પડે...? એક ક્ષણ પણ આપને નથી જોતી... તો મારું હૃદય ગભરાઈ જાય છે. હું વિહ્વળ બની જાઉં છું. કહો, હવે આ રીતે મારા પર રિસાઈ નહીં જાઓ ને?” હું હસતો જ રહ્યો, એટલે એને શંકા પડી. તેણે પૂછ્યું : “શું વાત છે? મને નહીં કહો? એક ક્ષણ પહેલાં મેં તમને જોયા અને બીજી ક્ષણે આપ અદશ્ય થઈ ગયા.' હું જાણતો નથી. હું અહીં જ હતો, ક્યાંય ગયો ન હતો.' અહીં હો તો મને કેમ ના દેખાઓ? અને મેં આટલી બધી બૂમો પાડી હતી - સ્વામીનાથ. સ્વામીનાથ.” તે કેમ ના સાંભળી?” સાંભળી હતી.” છતાં બોલ્યા નહીં? તને ગભરાયેલી... શોધતી... દોડતી જોવી હતી.' gug | ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરંતુ આપ મને દેખાયા કેમ નહીં, એ મારે જાણવું છે..” મેં કમરેથી ખોલીને, “નયનમોહન” વસ્ત્ર બતાવ્યું, અને કહ્યું : “આ વસ્ત્ર ઓઢી લઈએ, એટલે આપણને કોઈ જોઈ શકે નહીં, એવો આ વસ્ત્રનો પ્રભાવ છે.” તેણે વસ્ત્રને હાથમાં લઈને જોયું અને પૂછ્યું : “નાથ, આ વસ્ત્ર આપની પાસે ક્યાંથી આવ્યું? કોણે આપ્યું?' આપણે માર્ગમાં વાત કરીશું. આશ્રમમાં પહોંચવાનો સમય થઈ ગયો છે. તપસ્વિની માતા રાહ જોતાં હશે...' મેં વસ્ત્ર લઈને મારી કમરે બાંધી લઈને કહ્યું : “વિલાસ, આ વાત ગુપ્ત રાખવાની. કોઈનેય કહેવાની નહીં.” અમે પુષ્પ, ફળ, કાષ્ઠ વગેરે લઈને, આશ્રમ તરફ ચાલ્યાં. માર્ગમાં મેં મારા મિત્ર મનોરથદત્તની વાત કરી, એને કેવી રીતે આ વસ્ત્ર મળ્યું તેની પણ વાત કરી. એ આશ્ચર્યના મહાસાગરમાં ડૂબી ગઈ. તેણે મને કહ્યું : સ્વામીનાથ, તમારા એક એકથી ચઢે એવા મિત્રો છે, આવી દિવ્ય વસ્તુ દેવીએ સ્વયં જેને આપી હોય, તે વસ્તુ એ પોતાના મિત્રને આપી દે... એ નાનીસૂની વાત ના કહેવાય.” ખરેખર, મનોરથદત્ત તો મનોરથદત્ત જ છે. એણે અમારા બંનેની કેવી સારસંભાળ રાખી હતી? જોકે અમારી દોસ્તી બાલ્યકાળની જ હતી. યુવાન બન્યા પછી એ એના વેપાર-ધંધામાં પડ્યો હતો. એટલે પાંચ-સાત વર્ષથી એ મને મળ્યો પણ ન હતો. છતાં હૃદયમાં પડેલો મૈત્રીભાવ, એક-બીજાને જોતાં જ ઊછળી આવ્યો હતો.” “દુનિયામાં મિત્રો ઘણા હોય, નિઃસ્વાર્થ મિત્રો પણ હોય, છતાં પોતાની દેવી.. પ્રભાવશાળી.. અને અમૂલ્ય વસ્તુ મિત્રને આપી દેવી.... એ વાત અદ્ભુત છે. સ્વામીનાથ આપના એ મિત્રનાં ક્યારેક દર્શન કરાવશો?' એ શ્વેતામ્બીનો જ છે. આપણે જ્યારે શ્વેતામ્બી જઈશું ત્યારે એ મળશે. મોડું તો થઈ જ ગયું હતું. પરંતુ આજે તપસ્વિની માતા, કુલપતિનાં સાન્નિધ્યમાં હતાં અને આશ્રમની ચર્ચામાં હતાં એટલે અમે સીધા જ કુટિરમાં ગયાં. પુષ્પ-ફળાદિ યોગ્ય સ્થાને મૂકી, જલપાન કરી હું બહાર નીકળ્યો. વિલાસવતીએ શય્યામાં લંબાવી દીધું. એક ઘટિકા પછી તપસ્વિની કુટિરમાં આવ્યાં. વિલાસવતી ઊંધી ગઈ હતી. હું બહાર હતો. તેમણે વિલાસવતીને જગાડી. આજે મને કુલપતિ પાસે વિલંબ થઈ ગયો... ચાલો, હવે આપણે ભોજન કરી લઈએ.” બે તાપસકન્યાઓ કુટિરમાં જ ભોજનસામગ્રી લઈ આવી. શ્રી સમસદિત્ય મહાકથા છાપ૭ For Private And Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કુમાર ક્યાં ગયા છે?' તપસ્વિનીએ વિલાસવતીને પૂછ્યું. ત્યાં જ હું કુટિરમાં પ્રવેશ્યો.’ આવી ગયો છું, ભગવતી.” અમે ત્રણેએ ભોજન કરી લીધું. કોઈ કંઈ બોલ્યું નહીં. અમે ત્રણે પોત-પોતાના વિચારોમાં ખોવાયેલા હતાં. તપસ્વિની કુલપતિના અને આશ્રમના વિચારોમાં. હું મિત્ર વસુભૂતિના અને વિલાસવતી, નયનમોહન' વસ્ત્રના તથા મનોરથદત્તના. ભોજન પૂર્ણ થયા પછી તપસ્વિનીએ વિલાસવતીને પૂછ્યું : “વત્સ, આજે ગંભીર વિચારમાં ડૂબી ગઈ છે. કંઈ?” વિલાસવતી મૌન રહી. કેમ, મને કહેવાની વાત નથી? તો કુમારને કહેજે, પણ આવા ગંભીર ના રહેવાનું. તું હસતી-ખીલતી હોય તો બહુ ગમે છે. ગંભીર જોઉં છું તને, ને મને ચિંતા થાય છે.” આપને દુઃખ થાય એવી વાત છે. સાથે સાથે મને પણ દુઃખ થાય છે.. 'વિલાસવતી બોલી. મને કંઈ સમજાયું નહીં.. કે એ શું કહેવા માગે છે? કહે, મને દુઃખ નહીં લાગે, અને લાગશે તો સહી લઈશ.” માતા, હવે ઘરે જવાની.. વતનમાં જવાની ઇચ્છા જાગી છે.' બીજી બાજુ આશ્રમ અને આપને છોડી જવાની કલ્પના પણ મને ધ્રુજાવી નાખે છે... શું કરો? વિલાસવતીની વાત સાંભળીને, મને આશ્ચર્ય થયું. બેટી, વતન જવાનું જ છે. પરંતુ હજુ વાર છે. ઉતાવળ નથી કરવાની. હજુ થોડા દિવસ અહીં જ રહો. કુમારને આવે હજુ કેટલા દિવસ થયા છે? એમને અહીં ગમી ગયું છે...' મેં કહ્યું : “ભગવતી, સાચી વાત છે. મને અહીં ગમી ગયું છે. હજુ અહીં રહેવું છે... આવી નિસર્ગની દુનિયા ફરી ફરી નથી મળતી... આપ જ્યારે અનુમતિ આપશો ત્યારે જ અમે અહીંથી પ્રયાણ કરીશું.” ‘કુમાર, તમને બંનેને હું કેવી રીતે અનુમતિ આપી શકીશ?” મારા હૃદયની વાત હું જ જાણું છું. કુમાર, વૈરાગી હોવા છતાં તમારા બંને સાથે હું રાગથી બંધાઈ ગઈ છું. અને રાગનું બંધન ઘણું કઠોર હોય છે. તમારો વિયોગ મારાથી કેવી રીતે સહન થશે?” “ના, ના, મા-ભગવતી, મારે નથી જવું ક્યાંય, આપને છોડીને..” વિલાસવતી તપસ્વિનીને વળગીને રોવા લાગી. મેં કુટિરમાંથી બહાર નીકળી, મારી આંખો લૂછી નાખી. છે કે એક ૭પ૮ ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir |૧૧૧] અમારા દિવસ આશ્રમમાં પસાર થતો હતો અને રાત્રિ સુંદરવનમાં પસાર થતી હતી. સુખમાં અને આનંદમાં દિવસ-રાત પસાર થતા, ખબર નથી પડતી કે કેટલો સમય પસાર થયો. બે મહિનાથી પણ અધિક સમય પસાર થઈ ગયો હતો. મારા મનમાં મિત્ર વસુભૂતિની સ્મૃતિ આવ્યા કરતી હતી. એ પણ નક્કી હતું કે આ આશ્રમમાં એ મળવાનો ન હતો. ‘હવે અમારે અહીંથી નીકળવું જોઈએ.” એમ મનમાં થયા કરતું હતું. એક દિવસ મેં વિલાસવતીને કહ્યું : “હવે આપણે અહીંથી સ્વદેશ જવા પ્રયાણ કરીએ.” તેણે કહ્યું : “જેવી આપની ઈચ્છા. હું તૈયાર છું.” પરંતુ તપસ્વિની ભગવતીની આજ્ઞા લેવી પડશે ને?' લેવી જ પડશે.” એ કામ તારે કરવાનું છે. ક્યારે ને ક્યારે અહીંથી જવાનું તો છે જ. જ્યારે આપણે નીકળીશું ત્યારે તેમને દુઃખ થવાનું છે, વિરહનું... જુદા પડવાનું દુઃખ જેમ તેમને થવાનું છે, તેમ આપણને પણ થવાનું છે. છતાં જવાનું તો નક્કી જ છે. આ વાત તેઓ જાણે છે. અને એ માટે તેઓએ માનસિક તૈયારી કરી પણ લીધી હશે. છેવટે તેઓ સંન્યાસિની છે. વિરક્ત આત્મા છે.” આપની વાત સાચી છે, સ્વામીનાથ, હું આજકાલમાં જ તેઓની અનુમતિ માગું છું.” “અનુમતિ મળ્યા પછી, આપણે સમુદ્રકિનારે જવું પડશે. આ દ્વીપના કિનારે, મોટા ભાગે કોઈ વહાણ આવતું નથી, એટલે આપણે આપત્તિગ્રસ્ત વહાણનો ધ્વજ રોપવો પડશે. દૂરથી પસાર થતું કોઈ વહાણ આ ધ્વજને જોઈને, આ કિનારે આવશે. આપણે એ વહાણમાં બેસીને, આગળ વધવું પડશે... કદાચ આ માટે આપણે કિનારે બે-ત્રણ દિવસ પણ પસાર કરવા પડે.. અને કદાચ એક દિવસમાં પણ કામ થઈ જાય.” એટલે આપણે એ વહાણમાં શ્વેતામ્બી જવાનું?' જો એ વહાણ શ્વેતામ્બી જવાનું હોય... તો તો બરાબર, નહીંતર એ વહાણ જે બંદરે જતું હશે ત્યાં જવાનું અને ત્યાંથી, શ્વેતાંબી જતાં જહાજમાં બેસવાનું. એક વાર આપણે કોઈ બંદરે પહોંચવું પડશે.” વિલાસવતીએ તપસ્વિની માતાને સંકોચ સાથે વાત કરી : શ્રી સમરાદિત્ય મહાકથા ૭પ For Private And Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવતી, હવે જો આપ અનુમતિ આપો તો અમે અહીંથી અમારા વતન તરફ પ્રયાણ કરીએ.’ ‘વન્ટે, તમારે એક દિવસે જવાનું જ છે, હું જાણું છું. તમે બંને પરદેશી છે. પરદેશીની પ્રીત કાયમ ના ટકે. પરદેશીના સંયોગ કાયમ ના ટકે... તમે આનંદથી પ્રયાણ કરી શકશો.” વિલાસવતીના માથે હાથ મૂકીને, તેમણે અનુમતિ આપી. વિલાસવતી તેમના ઉત્કંગમાં માથું મૂકીને, બેસી રહી. તપસ્વિની તેના બરડા પર હાથ પસરાવતાં રહ્યાં. હું કુટિરમાં પ્રવેશ્યો કે તેઓએ મને કહ્યું: ‘કુમાર, ભગવાન કુલપતિનાં દર્શન કરીને, તેઓના આશીર્વાદ લઈને, અહીંથી પ્રયાણ કરજો. તમે ક્યારે પ્રયાણ કરવા ઇચ્છો છો, એ મને કહો, એટલે સર્વે આશ્રમવાસીઓને જાણ કરી શકાય. જોકે આ વાત જાણીને, સહુનાં હૃદયમાં દુઃખ થવાનું છે... પરંતુ એ અનિવાર્ય છે. તમે બંનેએ તમારા ગુણોથી સહુનાં હૃદય જીતી લીધાં છે. સહુનાં હૃદયમાં તમે વસી ગયાં છો...” ભગવતી, તમે અમારા હૃદયના સિંહાસન પર એવા પ્રતિષ્ઠિત થઈ ગયાં છો... કે જીવનપર્યત તમારી સ્મૃતિ આવ્યા જ કરશે. અને જો ભવિષ્યમાં એવો સંયોગ મળી જશે... તો પુનઃ અહીં આવીને આપનાં દર્શન કરીશ.' કુમાર, મનુષ્યના જીવન ચંચળ છે. જ્યારે જીવન-દીપ બુઝાઈ જાય...” ઉગ્ર તપશ્ચર્યા કરીને, તપસ્વિનીએ પોતાનો દેહ અત્યંત કૃશ કરી દીધો હતો. શરીરનાં માંસ અને લોહી સુકાઈ ગયાં હતાં. દઢ મનોબળથી અને આયુષ્યકર્મથી જ તેઓ જીવી રહ્યાં હતાં. મેં કહ્યું: આપની આ પુત્રીને ફરીથી દર્શન તો આપવાં પડશે ને? હજુ આપનો તપસ્વી દેહ દીર્ધકાળ પર્યત જીવંત રહો.” તેઓ આસન પરથી ઊભા થયા. વિલાસવતીનો હાથ પકડીને તેઓ કુટિરમાંથી બહાર નીકળ્યાં. હું પણ એમની પાછળ ચાલ્યો. 0 ૦ 0. આશ્રમમાં સહુને જાણ થઈ ગઈ કે વિલાસવતી અને સનકુમાર, બીજા દિવસે સવારે-પ્રયાણ કરી જવાનાં છે. આશ્રમવાસી તાપસકમારો, તાપસકન્યાઓ, તપસ્વિનીઓ વગેરે સહુ અમને બંનેને મળવા માટે આવવા લાગ્યાં. આશ્રમમાં “અતિથિ-સત્કાર” નું ધર્મકર્તવ્ય બહુ જ સારી રીતે પળાતું હતું. સહુ અમને આશીર્વાદ આપતાં હતાં. શુભ કામનાઓ વ્યક્ત કરતા હતા. ફરીથી આશ્રમમાં આવવા આમંત્રણ આપતાં હતાં. તાપસકન્યાઓએ વિલાસવતીને ઘેરી લીધી. એને જાતજાતની શિખામણો આપવા લાગી, કોઈ એના ભાગ્યની પ્રશંસા કરવા લાગી. કોઈ કન્યા એને આશ્રમમાં જ રહી જવાનો આગ્રહ કરવા લાગી. એવું આત્મીયતાભર્યું વાતાવરણ સર્જાઈ ગયું હતું કે... મારી આંખો પણ ભીની થઈ ગઈ. ક્ષણભર મને લાગ્યું કે વિલાસવતીને અહીંથી લઈ ભાગ-૨ ( ભવ પાંચમો For Private And Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જવામાં હું ભૂલ કરું છું. આવો નિઃસ્વાર્થ પ્રેમ દુનિયામાં ક્યાંય સુલભ નથી. શ્વેતામ્બીમાં કે તામ્રલિખીમાં, ક્યાંય આવો પ્રેમ વિલાસવતીને મળવાનો ન હતો. હું એક વૃક્ષની નીચે રાખવામાં આવેલા પથ્થર-આસન પર બેઠો હતો. તાપસો મારી પાસેથી ચાલ્યા ગયા હતા. હું એકલો જ બેઠો હતો. તપસ્વિની માતા મારી પાછળ આવીને ઊભા રહી ગયાં હતાં. તેઓ બોલ્યાં : “કુમાર, આશ્રમ છોડવાનું કપરું લાગે છે ને? જોયો આશ્રમવાસીઓનો નિઃસ્વાર્થ પ્રેમ? કેવળ ગુણાનુરાગમાંથી જન્મેલો આ પ્રેમ છે.' ઊભો થઈ ગયો. તપસ્વિનીને પ્રણામ કર્યા. મારો કંઠ રુંધાઈ ગયો હતો. હું જમીન પર દૃષ્ટિ સ્થિર કરીને, ઊભો રહ્યો. મારા જીવનમાં આ પહેલો જ અનુભવ હતો... કે તપસ્વિની.. બ્રહ્મચારિણી અને સંન્યાસિની એવી એક જાજરમાન સ્ત્રી પ્રત્યે નિર્વિકાર સ્વચ્છ પ્રેમ મારા હૃદયમાં પ્રગટ્યો હતો. એમને છોડી જવામાં દુ:ખ થઈ રહ્યું હતું. ક્ષણભર મનમાં એમ પણ થઈ આવ્યું : “અહીંથી મારે શા માટે જવું જોઈએ? મને અહીંથી જવા માટે કોઈએ આજ્ઞા તો કરી નથી... આ તો મેં જ અહીંથી જવાની અનુમતિ માગી છે. કોના માટે મારે અહીંથી જવું જોઈએ? વિલાસવતી અહીં મળી ગઈ છે. હા, મિત્ર વસુભૂતિને મળવાની તીવ્ર ભાવના છે. પરંતુ એ તો ભગવાન કુલપતિ દ્વારા પણ કામ થઈ શકે છે...” જો મને તપસ્વિની ભગવતીએ બોલાવ્યો ના હોત તો મારી વિચારધારા આગળ વધી જાત, પરંતુ ભગવતીએ મને કહ્યું : “કુમાર, ચાલો આપણે કુટિરમાં બેસીએ. મારે તમને કેટલીક વાતો કરવી છે.' હું એમની પાછળ ચાલ્યો. અમે કુટિરમાં જઈ, જમીન પર બેઠાં, વિલાસવતી તો તાપસકન્યાઓથી ઘેરાયેલી હતી. ત્યાંથી જલદી છૂટી શકે એમ ન હતી. કુમાર, ગઈ કાલે સંધ્યાસમયે મેં કુલપતિને, તમારા પ્રયાણ અંગે વાત કરી. તેઓએ પણ અનુમતિ આપી, પરંતુ એ પરોપકારી મહાપુરુષે પોતાના દિવ્ય જ્ઞાનમાં તમારું ભવિષ્ય જોઈને, મને કહ્યું : હજુ કુમારને સંકટો સામે ઝઝૂમવું પડશે. કષ્ટો આવશે પરંતુ કુમાર કષ્ટોમાંથી ઊગરી જશે. વિલાસવતીના જીવનમાં પણ કષ્ટ આવશે. પરંતુ એના શીલધર્મના પ્રભાવે એ પણ કષ્ટોમાંથી બચી જશે. કુમારને દિવ્ય શક્તિઓ પ્રાપ્ત થશે... અને વિદ્યાધરોનો રાજા થશે. છેવટે રાજપાટનો ત્યાગ કરી એ શ્રમણ બનશે. મનુષ્યજન્મને સફળ કરશે...” હું હર્ષવિભોર બની ગયો. મેં તપસ્વિનીનાં ચરણોમાં મસ્તક મૂકી, પ્રણામ કર્યા, અને કહ્યું : “ભગવતી, ભગવાન કુલપતિનો મારા પર અનહદ ઉપકાર થયો.. મને મારી અંતિમ નિયતિ જાણવા મળી... હું શ્રમણ બનીશ, અણગાર બનીશ, મારું પર, સૌભાગ્ય હશે એ. વિલાસવતી આવી. તે તપસ્વિનીની પાસે બેસી ગઈ. તેના મુખ પર ગંભીરતા શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતી. તપસ્વિનીએ એના માથે હાથ મૂક્યો... કે વિલાસવતી એમના ખોળામાં ઢળી પડી.... તેઓએ કહ્યું : બેટી, હું કહું એ ધ્યાનથી સાંભળ.' વિલાસવતી તેમની સામે વિનયપૂર્વક બેસી ગઈ. “દરેક મનુષ્યના જીવનમાં સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યો કરે છે. સુખદુ:ખનું ચક્ર અનવરત ફર્યા કરે છે. બેટી, તારા જીવનમાં, કે જ્યારે હજુ તું નાની છે. કેવાં સુખદુઃખ આવ્યાં? એક રાજકુમારી... લૂંટાય.. વેચાય.... સમુદ્રમાં તણાય.. અને ફળાહાર કરીને જીવે. પર્ણોની પથારી પર સૂવે.... આ બધી કર્મોની વિચિત્રતા છે. કર્મોની વિચિત્રતા ભવિષ્યમાં પણ ક્યારેક કષ્ટો લાવે, આપત્તિઓ લાવે.. ત્યારે તું હિંમત ના હારીશ. તારી રક્ષા કરવા માટે રાજકુમાર સમર્થ છે, શક્તિશાળી છે... છતાં કર્મોની દુષ્ટતા ક્યારેક રક્ષકોના ઘેરામાંથી પણ ઉઠાવી જાય. એ સમયે તારે ગભરાવવાનું નહીં. હું તને એક સિદ્ધ મંત્ર આપું છું. એ મંત્રનું સ્મરણ કરતી રહેજે. તારા શીલને જરાય આંચ નહીં આવે. તારા પ્રાણોની રક્ષા થશે.” તપસ્વિનીએ વિલાસવતીના આજ્ઞાચક્ર પર અંગૂઠો દાબ્યો. એના કાનમાં મંત્ર સંભળાવ્યો, અને માથા પર બે હાથ મૂકી, આશીર્વાદ આપ્યા. ત્યાર પછી મને કહ્યું : ‘કુમાર, સમુદ્રયાત્રા છે. તમને બંનેને સમુદ્રયાત્રાનો કડવો અનુભવ છે, માટે ખૂબ સાવધાન રહેજો. હવે તમે એકલા નથી, સાથે વિલાસવતી છે. રૂપ-લાવણ્યવતી નારી છે. માટે કોઈનાય ઉપર અતિ વિશ્વાસ ના કરશો.' ૦ ૦ ૦ અમે રાત્રિ “સુંદરવનમાં વ્યતીત કરી, સુંદરવનમાં આ અમારી છેલ્લી રાત હતી. શુક્લપક્ષની રાત હતી, અડધી રાત સુધી તો અમે ભૂતકાળ-ભવિષ્યકાળની વાતો જ કરતાં રહ્યાં. મેં અચાનક વિલાસવતીને પૂછી લીધું : “વિલાસ, તું રાત્રે રાજમહેલમાંથી નીકળી ગઈ હતી, પછી પ્રભાતે તારી પેલી આત્મીય સખી અનંગસુંદરીનું શું થયું હશે?' “ઓહો.... અનંગસુંદરી ! મારી અતિ પ્રિય સખી! અરે, હું કેવી સ્વાર્થી છું... અહીં સુધી આવ્યા પછી.. એને તો હું ભૂલી જ ગઈ હતી... આજે આપે યાદ કરાવી એને. બિચારી... મને જોઈ નહીં હોય. એટલે એણે તો હૈયાફાટ રુદન કર્યું હશે. ભૂમિ પર માથાં પછાડ્યાં હશે... અરેરે... મેં એને કોઈ જ વાત કરી ન હતી. અને વાત કરી હતી. તો મરવાની વાત કરી હતી. “જે પ્રેત વનમાં મારા પ્રીતમનો વધ થયો છે, એ પ્રેતવનમાં જઈને, હું આત્મહત્યા કરીશ...' એવું હું એની આગળ એક વાર બોલી ગઈ હતી. એણે પાછળથી આ વાત કદાચ એની માતાને કરી હશે... એની માતાએ મારા પિતાજીને વાત કરી હશે? એટલે, એ લોકોએ તો માની લીધું હશે – "વિલાસવતીએ આત્મહત્યા કરી લીધી...” ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ના, એવું ના માની શકે. આત્મહત્યા કરનારનો મૃતદેહ મળી આવે... તો માની શકાય, અન્યથા નહીં.' તો પછી આપના વિષયમાં...? મારો વધ કરવાનું કામ ‘વિનંયધર' નામના રાજપુરુષને સોંપાયેલું... એણે મહારાજાને કહી શૈધું હશે - “મૃતદેહને ઠેકાણે પાડી દીધો છે.” બસ, પછી મૃતદેહની કોઈ તપાસ ના કરે.” સાચી વાત છે આપની, મને સમજાઈ ગયું... તો પછી મારા પિતાએ મારી તપાસ તો કરાવી જ હશે.” અવશ્ય કરાવી હશે. છેવટે માથાં પછાડીને રહી ગયાં હશે!' પરંતુ અનંગસુંદરીનું શું થયું હશે?' આપણે તપાસ કરાવીશું. અને શ્વેતામ્બી પહોંચ્યા પછી શ્વેતાંબી બોલાવી લઈશું.' ‘પણ એ પહેલાં, એનાં લગ્ન થઈ ગયાં હશે તો?' એ લગ્ન નહીં કરે. કરશે તો વસુભૂતિ સાથે જ કરશે, ખરી વાત ને? તારી એ સખી, તને બધી જ વાતો કરતી હતી ને?' હું એને મારા હૃદયની વાતો કરતી, એ એની વાતો મને કરતી.. જો એ વસુભૂતિ સાથે લગ્ન કરે તો બહુ સારું.” આવી બધી વાતોમાં અડધી રાત વીતી ગઈ હતી. પછી અમે નિદ્રાધીન બન્યાં હતાં. સવારે વહેલા ઊઠીને, સ્નાનાદિથી પરવારીને, અમે આશ્રમમાં ગયા. કુટિરમાં પ્રવેશ કર્યો. તપસ્વિની ભગવતી પૂજાપાઠમાં લીન હતાં. પદ્માસનસ્થ બેઠાં હતાં. અમે ચૂપચાપ એમની પાછળ બેસી ગયાં. એકાદ ઘટિકામાં પૂજા પૂર્ણ થઈ. તેઓ ઊભાં થયાં. અમે પણ ઊભાં થયાં. તેમના એક હાથમાં રુદ્રાક્ષની માળા હતી. બીજા હાથે તેમણે વિલાસવતીનો હાથ પકડ્યો અને મને કહ્યું : “ચાલો, ભગવાન કુલપતિ આપણી પ્રતિક્ષા કરતા હશે.” અમે કુલપતિના આવાસમાં પહોંચ્યા. એમના મંત્રણાગૃહમાં તેઓ બેઠા હતા. અમે પ્રવેશ કર્યો. એમના ચરણોમાં પ્રણામ કર્યા. તેઓ આસન પરથી ઊભા થઈ, અમને ભેટી પડ્યા. મારા મસ્તકે હાથ ફેરવ્યો. પછી સંપૂર્ણ શરીર પર હાથ ફેરવી મારી, દેહરક્ષા કરી. મારા મસ્તકે ભભૂતિથી તિલક કર્યું. વિલાસવતીના મસ્તકે પણ તિલક કર્યું. 'કુમાર, તમારી યાત્રા નિર્વિઘ્ન હો. સત્વ, વૈર્ય અને પરાક્રમ દ્વારા તું ઉત્તરોત્તર ઉન્નતિ સાધીશ.” બે હાથ ઊંચા કરી, તેઓએ અમને વિદાય આપી. તપસ્વિનીને કહ્યું : “સમુદ્રકિનારે જ્યાં સુધી આમને વહાણ ના મળે ત્યાં સુધી તાપસકુમારો કુમાર પાસે રહે, અને તાપસ કન્યાઓ વિલાસવતીની પાસે... ભગવંત, હું રહીશ. એમને વહાણમાં બેસાડીને, પછી પાછી આવીશ. આહારપાણીની વ્યવસ્થા મેં કરી દીધી છે...” શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “ભગવતી, તમે ઉચિત કર્યું છે.' અમે કુલપતિના આવાસમાંથી બહાર નીકળ્યાં. ચોક આશ્રમવાસીઓથી ભરાઈ ગયો હતો. સહુ અમારી પાછળ ચાલ્યા. સહુ મૌન હતા, ઉદાસ હતા.. આશ્રમના મુખ્ય દ્વારે પહોંચ્યા પછી મેં સહુને પાછા ફરવા, બે હાથ જોડી, વિનંતી કરી. ‘અમે સમુદ્રકિનારા સુધી આવીશું.’ મુખ્ય તાપસકુમારે વિનયથી મને કહ્યું. અમે સમુદ્રકિનારા તરફ ચાલ્યા. દૂરથી સમુદ્ર દેખાવા લાગ્યો. જે સમુદ્રમાં ત્રણ દિવસ ને ત્રણ રાત... એક માત્ર પાટિયાના સહારે વિતાવ્યાં હતાં... જીવન-મૃત્યુનો ખેલ ખેલ્યો હતો. એ સમુદ્રને જોઈ, મને રોમાંચ થઈ આવ્યો. વિલાસવતીની પણ એવી જ દશા હતી, પણ અમે મૌન હતા. તપસ્વિની ભગવતી અમારી સાથે ચાલી રહ્યા હતા. અમે કિનારા પર પહોંચ્યા. અમે ઊભાં રહ્યાં. સહુ આશ્રમવાસીઓને આંસુભીની વિદાય આપી. અમને આશીર્વાદ આપી, તેઓ પાછા ફર્યા. તપસ્વિનીએ બે તાપસકન્યાઓને અને બે તાપસકુમારોને ત્યાં રાખ્યાં. તેમણે સમુદ્રમાં દૂર દૂર દૃષ્ટિ દોડાવી. ક્ષિતિજ ઉપર એક વહાણને જોયું. તેમણે તાપસકુમાર પાસેથી લાકડી લઈ, તેના એક છેડા પર ભગવા રંગનું વસ્ત્ર બાંધી, તાપસકુમારને કહ્યું : “આ લાકડી, પેલા નજીકના વૃક્ષ પર બાંધી દે.’ તેઓએ મને કહ્યું : “આ ધજા જોઈને કોઈ વહાણ અહીં આ કિનારે આવશે.' બે તાપસકન્યાઓને પાણી અને ફળો લઈ આવવા મોકલી. “આપણને અહીં સાંજ સુધી તો રાહ જોવી જ પડશે. માટે, મધ્યાહુનનું ભોજન અહીં કરીશું. ફળો, પાણી વગેરે આવે તે પહેલાં, કુમાર, આ મારી પુત્રી મને કઈ જગ્યાએથી મળી, તે જગ્યા તમને બતાવું.” “અવશ્ય... અવશ્ય... મારે એ જગ્યા જોવી છે.” અમે તપસ્વીની સાથે એ જગ્યાએ પહોંચ્યા. તેમણે જગ્યા બતાવીને કહ્યું : “અહીં, એક પાટિયાને વળગીને, એ તરી રહી હતી. મૂચ્છિત હતી. એને મેં બહાર ખેંચી લીધી હતી.' વિલાસવતી એ જગ્યા જોઈને, રોમાંચિત થઈ ગઈ. તેણે મને કહ્યું : “સ્વામિનાથ, આપ પણ આ જ કિનારે તણાઈ આવ્યા હતા ને? એ જગ્યા બતાવો ને.' મેં મારી જગ્યા દેખાડી. સહુ આનંદિત થયા. તાપસકન્યાઓ, ધજાવાળા વૃક્ષની નીચે ફળો વગેરે લઈને પહોંચી ગઈ હતી. અમે સહુ ત્યાં પહોંચ્યાં અને મધ્યાહ્નનું ભોજન લીધું. એક જ ૭૪ ભાગ-૨ છે ભવ પાંચમો For Private And Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૧૨H] સંધ્યાસમયે એક હોડી કિનારે આવી. હોડીમાં બે નાવિક હતા. અમે હોડી પાસે ગયા. નાવિકે મને કહ્યું : “આ ધજા જોઈને, કે જે વહાણ ભાંગી ગયાની નિશાની છે, અમારા સાર્થવાહ સાનુદેવે, તમને સહાય કરવા અમને મોકલ્યા છે. તેઓ મહાકટાહ નગરના નિવાસી છે અને મલયદેશ તરફ જઈ રહ્યા છે. દૂર મધ્ય સમુદ્રમાં તેઓનું વહાણ ઊભું છે. “શું તમે અમને એ વહાણ પર લઈ જવા આવ્યા છો?' મેં પૂછ્યું. હા, તમને લેવા માટે જ અમે આવ્યા છીએ.” અમે બંનેએ તપસ્વિની ભગવતીની અનુજ્ઞા લીધી. તેઓએ આશીર્વાદ આપ્યા. તાપસકુમારો તાપસકન્યાઓને પણ અમે પ્રણામ કરી, એમની કુશળતા ચાહી. અમે હોડીમાં બેસી ગયાં. હોડી વહેવા લાગી. કિનારાથી દૂર દૂર અમે જવા લાગ્યાં. જ્યાં સુધી એકબીજાનાં ચહેરા દેખાયા કર્યા ત્યાં સુધી તપસ્વિની વગેરે કિનારે ઊભાં રહ્યાં... પછી તેઓ આશ્રમ તરફ ચાલી ગયાં. અમારી હોડી ઝડપથી મોટા વહાણ પાસે પહોંચી. ઉપરથી દોરડાની સીડી નાખવામાં આવી. પહેલાં વિલાસવતી ચઢી ગઈ, પછી હું ચડ્યો અને ત્યાર બાદ હોડીને વહાણ સાથે બાંધીને, બે નાવિકો ઉપર આવી ગયા. સાર્થવાહ સાનુદેવે અમારું સ્વાગત કર્યું. મેં એમનો આભાર માન્યો. સાનુદેવ મારી પાસે ઊભેલી, વિલાસવતી તરફ વારંવાર જોતો હતો. વિલાસવતી વહાણની રચના જોવામાં લીન હતી. સાનુદેવે અમને એક નાનો ખંડ, કે જે લાકડાનો બનેલો હતો, તે રહેવા આપ્યો. મેં સાનુદેવને કહ્યું કે “અમે મલયદેશ સુધી તમારી સાથે આવીશું. ત્યાંથી પછી શ્વેતામ્બી તરફ જતાં, કોઈ વહાણમાં ચાલ્યા જઈશું.” તેણે કહેલું : “આપણને મલયદેશ પહોંચતાં લગભગ બે મહિના લાગશે. અમે પહેલી રાત વહાણમાં લગભગ જાગતાં જ પસાર કરી. સાનુદેવ મારી ઉંમરનો યુવાન હતો. તેની પત્ની અને તેનાં માતા-પિતા પણ વહાણમાં જ હતાં, એટલે મારી ચિંતા ઘટી ગઈ હતી. છતાં મને સાનુદેવની દૃષ્ટિ નિર્મળ લાગી નહીં. પરંતુ મેં એની ચિંતા ના કરી. વિલાસવતીની સાથે ને સાથે જ હતો હું! ત્રણે સમય સાનુદેવની સાથે જ અમે ભોજન કરતાં હતાં. સાનુદેવની પત્ની સુનંદા સાથે વિલાસવતીને મૈત્રી બંધાઈ ગઈ હતી, એટલે એ બંને લગભગ સાથે જ શ્રી સમરાદિત્ય મહાકથા 994 For Private And Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રહેતાં હતાં, સાનુદેવની માતાને પણ વિલાસવતી ઉપર સ્નેહ થઈ ગયો હતો. પરંતુ મેં ક્યારેક ક્યારેક સાનુદેવને, વિલાસવતી તરફ અનિમેષ નયને જોતો પકડ્યો હતો. અવસર મળતાં, તે વિલાસવતી સાથે હસીને વાત પણ કરી લેતો... છતાં એણે ક્યારેય દુર્વ્યવહાર કર્યો ન હતો. ચાર-પાંચ દિવસ ગયા પછી, સાનુદેવે મારી સાથે બોલવાનું ઓછું કર્યું. તે સમુદ્ર તરફ જોતો મૌન બેસી રહેતો. હું એની પાસે જ બેસતો. પણ અમારી વચ્ચે કોઈ વાર્તાલાપ થતો ન હતો. એના ચિત્તમાં કોઈ ગડમથલ ચાલતી હતી, એમ મને લાગતું હતું. પણ મારા પૂછવાનું કોઈ પ્રયોજન ન હતું. ક્યારેક-ક્યારેક આવશ્યક વાત કરી લેતા અમે. “મોટો વેપારી છે, એટલે એને ઘણા વિચારો કરવાના હોય!” એમ હું મનનું સમાધાન કરી લેતો. એકંદરે અમારો યાત્રાપ્રવાસ નિર્વિજ્ઞ અને આનંદપૂર્ણ હતો. સમુદ્ર પણ શાંત હતો. પવન અનુકૂળ હતો. વહાણની ગતિ સારી હતી. વહાણમાં બધા માણસો પરસ્પર મૈત્રીભાવથી વર્તતા હતા... એક રાત્રિની વાત છે. રાત્રિના પ્રહરમાં હું અને વિલાસવતી વાર્તા કરતાં રહ્યાં. બીજા પ્રહરમાં અમે નિદ્રાધીન થયાં. ચોથો પ્રહર શરૂ થવાનો હતો અને હું લઘુશંકા દૂર કરવા ઊડ્યો. વહાણના તૂતક પર ગયો. એ વખતે સાર્થવાહ સાનુદેવ પણ તૂતક પર આવ્યો. હું લઘુશંકા દૂર કરી, તૂતક પર ઊભો ઊભો સમુદ્રના ઊછળતાં તરંગો જોઈ રહ્યો હતો. સાનુદેવ મારી પાછળ આવીને ઊભો... અને મને જોરથી ધક્કો માર્યો, હું સમુદ્રમાં પછડાયો... અચાનક સમુદ્રમાં પડવાથી.. એક વાર તો હું પાણીમાં ડૂબવા લાગ્યો, પરંતુ તુરત જ મેં તરવા માંડ્યું. વહાણ આગળ નીકળી ગયું... હું પાછળ રહી ગયો... વિરાટ સાગર અને રાત્રિનો સમય મને મારી ચિંતા કરતાં વધારે ચિંતા વિલાસવતીની થવા લાગી... મારા પ્રાણ બચાવવા હું સમુદ્રમાં લાકડું શોધવા લાગ્યો. મારું ભાગ્ય જોર કરતું હશે... મને એક મોટું લાકડું મળી ગયું. મેં પકડી લીધું અને જેમ ઘોડા પર સવારી કરાય, એ રીતે લાકડા પર મેં સવારી કરી લીધી. લાકડું ડૂબે એમ ન હતું. મારી એક ચિંતા દૂર થઈ... પરંતુ વિલાસવતીની ચિંતાથી હું વ્યાકુળ બન્યો. “શા માટે સાનુદેવે મને સમુદ્રમાં ધક્કો માર્યો હશે? મારી પાસે સંપત્તિ ન હતી. ધન-દોલત ન હતી... બસ, એક જ કારણ હતું - વિલાસવતીનું. વિલાસવતીને પોતાની સ્ત્રી બનાવવાની ઇચ્છાથી એણે મને વિલાસવતીથી દૂર કર્યો છે. પરંતુ એ સાનુદેવ વિલાસવતીને ક્યાં ઓળખતો હતો? એ મરવાનું પસંદ કરશે, પરંતુ એ સાનુદેવને મચક નહીં જ આપે. સાનુદેવ એને મનાવવા ઘણા ઉપાયો કરશે.. લાલચ આપશે.. ભાગ-૨ # ભવ પાંચમો હ99 For Private And Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નહીં માને તો ભય બતાવશે, ગમે તે કરે, વિલાસવતી લલચાય એમ નથી કે ભય પામે એમ પણ નથી. વહાણમાં સાનુદેવની પત્ની છે, માતા છે, પિતા છે... એ બધાં સાનુદેવના પક્ષે નહીં રહે, વિલાસવતીના પક્ષે રહેશે. એટલે સાનુદેવ વિલાસવતી પર બળાત્કાર તો નહીં જ કરી શકે. સંકટ આવ્યું. વિઘ્ન આવ્યું. પુનઃ વિલાસવતીનો વિયોગ થઈ ગયો. મારા વિના વિલાસવતી વધુ સમય જીવિત નહીં રહી શકે, આ જ મહત્ત્વની વાત છે. જો એ ધીરજ રાખશે, હિંમત રાખશે તો એને વાંધો નહીં આવે. મારો લાકડાનો ઘોડો વહાણની દિશામાં વહેતો રહ્યો, પણ ધીમે ધીમે અને આડો-અવળો અથડાતો હતો. પ્રભાત થયા પછી મેં ચારે દિશામાં જોયું... પાણી જ પાણી! કોઈ કિનારો દેખાતો ન હતો. કોઈ વહાણ દેખાતું ન હતું... અગાધ સમુદ્રમાં હું એકલો-અટૂલો વહે જતો હતો, મારું એક સદ્ભાગ્ય હતું કે સમુદ્રનું કોઈ જળચર પ્રાણી મારી પાસે ના આવ્યું... મને દેખાયું પણ નહીં, નહીંતર હું જીવતો ના રહ્યો હોત. દિવસ પૂરો થયો. બીજી રાત શરૂ થઈ. મારી કમર ઉપર ‘નયનમોહન' વસ્ત્ર બાંધેલું હતું એટલે મને એક મોટું આશ્વાસન હતું. જળચર પશુઓથી હું મારું રક્ષણ કરી શકું એમ હતો. જળદસ્યઓથી પણ મારી જાતને બચાવી શકું એમ હતો... પરંતુ બીજા દિવસે મને કકડીને ભૂખ લાગી. તરસ પણ લાગી. શું કરું? ઉપવાસ થઈ ગયો. આ રીતે ત્રીજો દિવસ... ચોથો દિવસ... પસાર થયા. મારી શારીરિક શક્તિ ઓછી થવા માંડી હતી. ઊછળતાં મોજાંઓમાં મારું લાકડું મારે સખત રીતે પકડી રાખવું પડતું હતું... છેવટે પાંચમા દિવસે પ્રભાતે નજીકમાં કિનારો દેખાયો. હું હર્ષિત થયો. લાકડાને કિનારા તરફ ધકેલવા લાગ્યો... મધ્યાહ્નકાળે હું કિનારે પહોંચ્યો. લાકડું છોડી દીધું અને જમીન પર પગ મૂક્યો. થોડે દૂર મેં કદંબવૃક્ષને જોયું. ધીરે ધીરે વૃક્ષ પાસે પહોંચ્યો. છાયામાં લાંબો થઈ સૂઈ ગયો. મારાં ભીનાં વસ્ત્રો સુકાવા માંડ્યાં. સાથે સાથે મારા પ્રાણ પણ સુકાવા માંડ્યાં. મને વિલાસવતીના જ વિચારો આવતા હતા. ‘જો... કદાચ એણે મારા વિયોગથી નિરાશ થઈને, અથવા દુષ્ટ સાનુદેવથી પોતાના શીલની રક્ષા કરવા માટે આત્મહત્યા કરી હશે... તો પછી મારે કોના માટે જીવવાનું? વિલાસવતી વિના હું જીવી શકીશ નહીં... માટે હું પણ આત્મહત્યા કરી નાખું... ગળે ફાંસો ખાઈને મરી જાઉં?' હું ઊભો થયો. ચારે તરફ જોયું. ‘મને કોઈ જોતું નથી ને?’ એ નિર્ણય કરવા ચારે બાજુ જોવા લાગ્યો... નજીકમાં જ એક મહાસરોવ૨ મેં જોયું. મરવાનો વિચાર ભુલાઈ ગયો, પાણી પીવાની પ્રબળ ઈચ્છા થઈ આવી. હું સરોવર પાસે ગયો. શ્રી સમરાદિત્ય મહાકા 98 For Private And Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પથિયાં ઊતરીને મેં ખોબેખોબે પાણી પીધું... અને કિનારે આવીને ઊભો. કિનારા પર અશોકવૃક્ષની હારમાળા હતી. સરોવરમાં અસંખ્ય કુમુદ પુષ્પો ખીલેલાં હતાં. ચક્રવાક વિનાની ચક્રવાકી પાણી ઉપર મસ્તક પછાડી કરુણ રુદન કરતી હતી. હંસ વિનાની હંસી ચારે દિશામાં હંસને શોધતી... વ્યાકુળ બની ધમપછાડા કરતી હતી. આવાં બધાં દશ્યોએ, મને વિલાસવીની તીવ્ર સ્મૃતિ કરાવી. હું કિનારા પરનાં વૃક્ષોની છાયામાં બેસી ગયો... મને કુલપતિ યાદ આવ્યા... તપસ્વિની ભગવતી યાદ આવી. કુલપતિએ કરેલા ભવિષ્યકથનના શબ્દો યાદ આવ્યા.‘એને પતિનું મિલન થશે. એ વૈષયક સુખો ભોગવશે... પછી છેવટે ધર્મપુરુષાર્થ કરી જીવવને સફળ બનાવશે...' આ ભવિષ્યકથન મુજબ વિલાસવતી આત્મહત્યા તો ન જ કરે. એ જીવતી રહેશે. હા, મારે એની શોધ કરવી પડશે... આ પ્રદેશમાં જો કોઈ પરિચિત ફળો મળી જાય તો ખાઇને પછી આગળ વધું. હું ઊભો થયો. સરોવ૨ના કિનારે કિનારે ચાલ્યો... ત્યાં મને નારંગીનાં ફળ દેખાયાં. હું રાજી થયો. ખૂબ નારંગી ફળો ખાધાં. ક્ષુધા કંઇક અંશે શાંત થઈ... પછી ત્યાં જ ડાબે પડખે સૂઇ ગયો... મને ઘસઘસાટ ઊંધ આવી ગઈ. જ્યારે જાગ્યો ત્યારે સૂર્યાસ્ત થઈ ગયો હતો. મેં રાત્રિ એ જ પ્રદેશમાં પસાર કરવાનું વિચાર્યું. સરોવરમાં ઊતરી, મોઢું ધોઈને, પાણી પીધું. પછી ત્યાં જ બેઠો. હંસ અને હંસીનાં જોડાંઓને સ્વચ્છન્દ ક્રીડા કરતાં જોયાં, આશ્રમમાં વિલાસવતીને આવું જોડું ખૂબ ગમતું હતું... હવે વિલાસવતી વિના એને કોણ રમાડશે? મને આશ્રમની વાતો યાદ આવવા લાગી. એ મૃગશાવકો, એ મેના-પોપટ ... એ હંસ-હંસી અને સારસ-સારસી સાથે નિર્દોષ ક્રીડા કરતી વિલાસવતી... વાત્સલ્ય નીતરતાં નયનોવાળાં તપસ્વિની. જ્ઞાનસૂર્યસમા પ્રભાવશાળી કુલપતિ દેવાનંદજી... તાપસકુમારો... ને તાપસકન્યાઓ... ‘ખરેખર, અમે ત્યાં સુખી હતાં... ત્યાં જ રહી ગયાં હોત તો...? વિલાસવતીને ગુમાવવાનો આવો અવસર ના આવત...' આવા અનેક વિચારો કરતો કરતો હું સરોવરમાંથી બહાર આવ્યો અને જ્યાં અશોકવૃક્ષની ઘટા હતી ત્યાં ગયો, એક પથ્થરશિલા મળી ગઈ. એના ઉપર પર્ણશૈયા બનાવીને સૂઈ ગયો. પ્રભાતે પંખીઓના કલરવે મને જગાડી દીધો. દેવગુરુનું સ્મરણ કરીને, હું ઊભો થયો. સરોવકિનારે જઈ મેં હાથ-પગ અને મોઢું ધોયું. એક દિશામાં મને ફણસનાં વૃક્ષો દેખાયાં. એ બાજુ ગયો. વૃક્ષો પર સેંકડો ફણસનાં ફળો લટકી રહ્યાં હતાં. મેં બે ફળ તોડ્યાં અને પેટ ભરીને ખાધાં. ત્યાંથી હું સીધો સમુદ્રકિનારે ગયો. મારી કમરે બાંધેલું, પેલું ‘નયનમોહન વસ્ત્ર’ મને યાદ આવ્યું. મારા બંને હાથ એ વસ્ત્રને સ્પર્શા. મને એવી લાગણી થઈ આવી કે ‘મને આજે આ કિનારા પર વિલાસવતીનો સંયોગ થશે!' મારા શરીરે રોમાંચ 9. ભાગ-૨ * ભવ પાંચમો For Private And Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થયો. મારી જમણી આંખ સ્ફુરાયમાન થવા લાગી. સમુદ્રકિનારો લગભગ બે-ત્રણ કોશ લાંબો હતો. ખૂબ જ સ્વચ્છ કિનારો હતો. ઝીણી ઝીણી મુલાયમ રેતી પર હું ચાલતો રહ્યો. અનંત સાગર ત૨ફ જોતો જોતો હું આગળ વધી રહ્યો હતો. સાગરમાં ન કોઈ વહાણ દેખાતું હતું, ના કોઈ હોડી. કિનારા પર નાનાં-મોટાં છીપલાં પડ્યાં હતાં. નાના-મોટા પથ્થરો પડ્યા હતા. લગભગ એક કોશ ગયા પછી, મને દૂરથી એક પાટિયું કિનારા પર પડેલું દેખાયું... ને એના પર કોઈ સૂતેલું હોય તેવું લાગ્યું. હું ઝડપથી ચાલ્યો... નજીક ગયો... ને આભો થઈ ગયો. પાટિયાને વળગીને વિલાસવતી જ પડેલી હતી, એનું અડધું શરીર પાણીમાં હતું. અડધું શરીર રેતી પર હતું. મેં એને સાચવીને ઉપાડી લીધી અને રેતી પર સુવાડી દીધી. પછી મારું ‘નયનમોહન’ વસ્ત્ર ખોલીને, એનાથી પવન નાખવા માંડ્યો. ધીરે ધીરે એણે આંખ ખોલી... એનું માંથુ મારા ખોળામાં હતું. તેણે આંખો ઊંચી કરી... મને જોયો... ને એકદમ બેઠી થઈ ગઈ... આશ્ચર્યથી એની આંખો પહોળી થઈ ગઈ... ‘નાથ? મારા પ્રાણનાથ...? તમે?’ ‘હા, સુંદરી, જેવી રીતે હું બચી ગયો તેવી રીતે તું બચી ગઈ.’ તે મને ભેટી પડી... રડવા લાગી... રોતાં રોતાં કહેવા લાગી : ‘નાથ, જે બનવાકાળ હતું તે બની ગયું... આપ મને મળી ગયા એટલે બધું જ મળી ગયું.' ‘ચાલ, પહેલાં તને હું ફળાહાર કરાવું. સરોવરમાં પાણી પિવડાવું. હું વિલાસવતીને લઈને સરોવરિકનારે ગયો. તેને ત્યાં બેસાડીને, હું ફળો લેવા ગયો. નારંગીનાં અને ફણસનાં ફળ લઈ આવ્યો. વિલાસવર્તીએ ફળાહાર કર્યો. પાણી પીધું. એ સ્વસ્થ થઈ. મેં એને પૂછ્યું : ‘હું સમુદ્રમાં પડી ગયો, તે પછી વહાણમાં શું બન્યું?’ નાથ, એ દુષ્ટ સાનુદેવે આપને સમુદ્રમાં ધક્કો માર્યો હતો... એ એક નાવિક જોઈ ગયેલો. તેણે બૂમાબૂમ કરી મૂકી. હું મારા ખંડમાંથી બહાર આવી... સાનુદેવનો પરિવાર પણ બહાર આવ્યો... મને ખબર પડી ગઈ કે આપને સાનુદેવે સમુદ્રમાં ધક્કો મારી દીધો છે... હું કલ્પાંત કરવા લાગી... સાનુદેવની પત્ની... માતા અને પિતા... સહુ સાનુદેવને ફિટકાર આપવા લાગ્યાં. મેં પણ સમુદ્રમાં કૂદી પડવા પ્રયાસ કર્યો, પણ સાનુદેવની પત્નીએ મને પાછળ આવી, કમરમાંથી પકડી લીધી અને ઘસડીને એના ખંડમાં લઈ ગઈ. મને એણે ખૂબ આશ્વાસન આપ્યું... પ્રભાત થવાની તૈયારી હતી. સાનુદેવ હેબતાઈ ગયો હતો. એનાં માતા-પિતા જોરશોરથી એને ન કહેવાના કટુ શબ્દો કહેતાં હતાં. મને એ વખતે, તપસ્વિની માતાએ આપેલો મંત્ર - ૐૐ નમઃ સિદ્ધમ્!' યાદ આવ્યો. હું પદ્માસને બેસી ગઈ, આંખો બંધ કરી અને મંત્રજાપ શરૂ કરી દીધો. એક ઘટિકા પછી સમુદ્રમાં તોફાન આવ્યું. આકાશ કાળાં-કાળાં વાદળોથી છવાઈ ગયું. શ્રી સમરાદિત્ય મહાકથા 99€ For Private And Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિવસ અંધારી રાત બની ગયો. સમુદ્ર ગાંડોતૂર થયો. ભયંકર વાવાઝોડું ફૂંકાવા લાગ્યું. અમારું વહાણ પાણીમાં ઊછળીઊછળીને પછડાવા લાગ્યું. નાવિકોએ સઢ ખોલી નાખ્યો. વહાણને બચાવવા સખત પરિશ્રમ કરવા માંડ્યો. સાનુદેવની પત્ની કહેવા લાગી : “આ મહાસતીના પતિને સમુદ્રમાં ફેંકી દઇને, તેં ઘોર પાપ કર્યું છે. આ મહાસતીના શાપથી, હવે તું કે તારું વહાણ... કોઈ જ બચવાના નથી... ઉગ્ર કોટિનું પાપ તત્કાળ ફળ આપે છે. વહાણ ભાંગી જશે... આપણે સહુ સમુદ્રના તળિયે જઈને બેસીશું.” એ કલ્પાંત કરવા લાગી. થોડી જ વારમાં એક ભયંકર કડાકો થયો.... વહાણ તૂટી પડ્યું. વહાણમાં ચીસાચીસ થઈ ગઈ. થોડી જ ક્ષણોમાં વહાણે જળસમાધિ લીધી. ડૂબતા વહાણનું એક પાટિયું મારા હાથમાં આવી ગયું અને એ પાટિયાને હું વળગી પડી... એ પાટિયું મને આ કિનારે લઈ આવ્યું. લગભગ પાંચ રાત મેં સમુદ્રમાં પસાર કરી હશે....' આ બીજી વારનો અનુભવ થયો.' આપને પણ...” હા, આપણને સમુદ્રયાત્રા અનુકૂળ નથી. બે વાર આપણને સંકટ આવ્યાં.' કૃપાળુ માતા તપસ્વિનીની પરમકૃપાથી જ આ વખતે હું બચી ગઈ. એમણે મને આપેલો મંત્ર જ જપતી રહી હતી.” વિલાસ, સાચું કહું તો આપણે આ રીતે અજાણ્યા વહાણમાં યાત્રા કરવી જ જોઈતી ન હતી. દુનિયામાં લોકો રૂપ અને રૂપિયા... પાછળ આંધળા થઈ જતા હોય છે. રૂપ અને રૂપિયા માટે જે કોઈ પાપ કરવું પડે, કરવા માટે તૈયાર થઈ જતા હોય છે. ખરેખર તો એ સાર્થવાહ સાનુદેવ, તારા રૂપ ઉપર મુગ્ધ હતો... એના મનમાં તારા પ્રત્યે મોહ જાગ્યો હતો. એ તને મેળવવા ઇચ્છતો હતો. પરંતુ જ્યાં સુધી હું તારી સાથે હોઉં ત્યાં સુધી એ તને ના મેળવી શકે ને? એટલે મને તારી પાસેથી હટાવી દેવા, એણે મને સમુદ્રમાં ધક્કો દઈ દીધો. પરંતુ કુલપતિની દિવ્ય કૃપાથી, મને એક મોટું લાકડું મળી ગયું. એ લાકડાના સહારે હું આ કિનારે આવી ગયો. આપણા બંનેની રક્ષા, ખરેખર દિવ્ય તત્ત્વોએ જ કરી છે.' નાથ, આ ક્યો પ્રદેશ હશે? અહીંથી આપણે ક્યાં જઈશું? સુંદરી! આ પ્રદેશ ઓળખાયો નથી, અને આપણું ભવિષ્ય અનિશ્ચિત છે. આપણું ભાગ્ય આપણને જ્યાં લઈ જશે ત્યાં જવાનું છે.” ક ક 990 ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [L[૧૧]h] અમે બંનેએ એક નિર્ણય તો કરી લીધો કે “હવે આપણે સમુદ્રયાત્રા કરવી નથી.” અમે સમુદ્રથી વિરુદ્ધ દિશામાં. દૂર દૂર પહાડો દેખાતા હતા, તે તરફ ચાલવા માંડયું. જ્યારે માથે સૂરજ આવ્યો, એક તળાવના કિનારે, વિશાળ વટવૃક્ષોની છાયામાં અમે વિશ્રામ કર્યો. જંગલ કંઈક ડરામણું લાગતું હતું. જંગલી પક્ષીઓનાં કર્કશ અવાજ સંભળાતા હતા. ભૂમિ પણ ઠેર ઠેર ફાટેલી હતી. વિલાસવતીએ કહ્યું : “નાથ, મને તૃષા લાગી છે અને જો આસપાસમાં ફળોનાં વૃક્ષ દેખાય તો ફળો પણ લઈ આવો... હું ખૂબ શ્રમિત થઈ ગઈ છું.” મેં એના માટે કોમળ પર્ણોની શય્યા બનાવી. “તું વિશ્રામ કર. આ “નયનમોહન વસ્ત્ર'તારે ઓઢી લેવાનું છે. હું પાછો ના આવું ત્યાં સુધી વસ્ત્ર દૂર કરવાનું નથી. કારણ કે મને આ જંગલ સારું લાગતું નથી. મેં મારી કમરેથી “નયનમોહન વસ્ત્ર' ખોલીને આપ્યું. અલબત્ત, વિલાસવતીને, મારી વાત સાંભળ્યા પછી, એને એકલી છોડીને હું જાઉં, એ ગમ્યું ન હતું. પરંતુ નયનમોહન વસ્ત્ર' મળવાથી, તે નિશ્ચિત બની હતી. તેણે વસ્ત્ર ઓઢી લીધું. તે અદૃશ્ય થઈ ગઈ. હું ત્યાંથી ફળ અને પાણી લેવા ચાલ્યો ગયો. પહેલાં મેં ફળોની તપાસ કરી. નારંગીનાં ફળ મળી ગયાં. પછી પાણી લીધું અને જે જગ્યાએ વિલાસવતીને બેસાડી હતી, ત્યાં આવ્યો. મેં કહ્યું : “દેવી, હું પાણી અને ફળ લઈને આવી ગયો છું, માટે વસ્ત્ર દૂર કર અને પાણી પી લે!' મને કોઈ પ્રત્યુત્તર ના મળ્યો. મને લાગ્યું કે એ મારી મજાક કરી રહી છે. મને ચીડવી રહી છે. એટલે મેં એને ફરીથી કહ્યું : ‘દેવી, તને તૃષા લાગી છે, માટે પહેલાં પાણી પી લે.. પછી તારે જે ક્રિીડા કરવી હોય તે કરજે!' કોઈ પ્રત્યુત્તર ના મળ્યો. મને શંકા પડી. મેં પર્ણશય્યા પર હાથ ફેરવ્યો.. શધ્યા ખાલી હતી. મારા પેટમાં ધ્રાસકો પડ્યો. મેં વિચાર્યું : “અવશ્ય, વિલાસવતી અહીં નથી. જો એ હોય તો મારા આગમન સાથે એ ઊભી થાય અને મારા પ્રશ્નનો ઉત્તર આપે. ક્યાં ગઈ હશે એ? સ્વેચ્છાએ એ અહીંથી એક પગલું પણ ભરે નહીં...' મારા હાથમાં રહેલો પાણી ભરેલો નલિનીપત્રોનો પડિયો જમીન પર પડી ગયો. હું વિલાસવતી... વિલાસવતી..” બૂમો પાડતો આસપાસ શોધવા લાગ્યો. “અહીં... આ જગ્યાએ કોઈ આવ્યું હોય તો એના પગલાં જોવા મળે.' પગલાં જોવાં માંડ્યાં. પગલાં તો ના દેખાયાં, પરંતુ એક લિસોટો રેતીમાં પડેલો દેખાયો. જાડો લિસોટો હતો... મેં અનુમાન કર્યું : “આ લિસોટો અજગરનો લાગે છે. આ જંગલમાં અજગર શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હોઈ શકે...... મારા શરીરમાં ધ્રુજારી પ્રસરી ગઈ... શું અજગર વિલાસવતીને ગળી ગયો હશે?” હું એ લિસોટાની સાથે સાથે આગળ વધ્યો. આગળ બાવળના વૃક્ષોની ગાઢ ઝાડી આવી. આજુબાજુ અણીદાર ઘાસ ઊગેલું હતું. એ લિસોટો ત્યાં જતો હતો. મેં લાકડાના ટુકડાથી ઘાસ આઘુંપાછું કર્યું.. તો ઝાડીની વચ્ચે જાડો... કાળો ભયંકર અજગર જોયો. તેના મુખમાં નયનમોહન વસ્ત્ર હતું. તે વસ્ત્ર ગળી જવા તે પ્રયત્ન કરતો હતો. મેં નિર્ણય કર્યો : “જરૂર આ દુષ્ટ અજગર વિલાસવતીને ગળી ગયો છે...” મારા હૃદયમાં અપાર દુઃખ થયું. મને દુનિયા ગોળ ગોળ ભમતી લાગી. મને કોઈ ભાન ના રહ્યું. હું મૂચ્છિત થઈને, જમીન પર પછડાઈ ગયો... એકાદ ઘટિકા પછી મારી મૂર્છા દૂર થઈ. સમુદ્ર ઉપરનો પવન, તીવ્ર ગતિથી વાઈ રહ્યો હતો. હું ઊભો થયો. મેં જોયું તો અજગર “નયનમોહન” વસ્ત્રને લગભગ ગળી ગયો હતો. મેં વિચાર્યું : “એ વિલાસવતીને ગળી ગયો છે... તો ભલે મને પણ ગળી જાય... હવે મારે કોના માટે જીવવું છે? નથી જીવવું મારે..” એમ વિચારીને હું લાકડાના ટુકડાને લઈ, અજગરની પાસે ગયો. એની આંખોમાંથી જાણે અગ્નિની જ્વાળા. નીકળતી હોય, તેવું દેખાતું હતું. છતાં હું ભય ના પામ્યો. “હું આના પર પ્રહાર કરું, એ રોષે ભરાશે... ને, મને ગળી જશે. મેં અજગરના મસ્તક પર લાકડાના ટુકડાથી જોરદાર પ્રહાર કરી દીધો. પરંતુ અજગર રોષે ના ભરાયો. એ ગભરાયો.. તેણે મુખમાંથી નયનમોહન વસ્ત્ર બહાર કાઢ્યું. મેં તરત જ એ વસ્ત્ર ખેંચી લીધું ને મારી છાતીએ લગા.. અજગરે પોતાના લાંબા શરીરને કુંડાલાકારે કરી લીધું. ફણાને પણ શાન્ત કરી, જમીન પર ઢાળી દીધી. હું એ વૃક્ષઘટામાંથી બહાર નીકળ્યો. મને મારા ભાગ્ય પર અને જીવન પર તિરસ્કાર જાગ્યો. વિલાસવતી પરના તીવ્ર સ્નેહના કારણે, એનો વિયોગ મારા માટે અસહ્ય હતો. મેં વિચાર કર્યો : “આ નયનમોહન વસ્ત્રનો જ ફાંસો બનાવી, ગળામાં નાખી.... જીવનનો અંત લાવી દઉં...” જે જગ્યાએ વિલાસવતી સૂતી હતી, હું એ જગ્યા પર આવ્યો. એ જ વટવૃક્ષની નીચે આવીને, બે ડાળીએ “નયનમોહન” વસ્ત્રને બાંધ્યું. ડાળી પર ચડ્યો. ફાંસો ગળામાં નાખ્યો... અને શરીરને છૂટું લટકતું મૂકી દીધું... મારો શ્વાસ રોકાઈ ગયો. વન ભમતું લાગ્યું અને હું મૂચ્છિત થઈ ગયો. મેં પારાવાર દુઃખ અનુભવ્યું. પરંતુ હું મર્યો નહીં. મારી આંખો ખૂલી ત્યારે મેં મારી પાસે બેઠેલા, એક ઋષિને જોયા. તેઓ ધીરે ધીરે તેમના કમંડલમાંથી પાણી લઈને, મારા પર છાંટતા હતા.. હું બેઠો થયો. બોલવા લાગ્યો : “મારું કેવું દુર્ભાગ્ય કે મારે મરવું છે... છતાં મર્યો નહીં...' ઋષિએ મારા મસ્તકે હાથ ફેરવ્યો. મેં એ કરુણાવંત ત્રિકષિને પ્રણામ કરી ભાગ-૨ # ભવ પાંચમો ૭૭૨ For Private And Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂછયું : “ભગવંત, આપ અહીં કેવી રીતે આવી ગયા?” તેઓએ કહ્યું : “વત્સ, હું આ પ્રદેશમાં પુષ્પ, ફળ અને કાષ્ઠ લેવા માટે આવ્યો હતો... દૂરથી મેં તને ગળે ફાંસો નાખી, મરતો જોયો. મેં વિચાર્યું : “અરે, આ કોણ પુરુષ હશે? શા માટે આત્મહત્યા કરવા તૈયાર થયો હશે? શું પ્રયોજન હશે? હું એને રોકું, બચાવી લઉં...' હું જલદી જલદી અહીં આવ્યો, પરંતુ મારા પહોંચવા પહેલાં તું તો લટકી પડ્યો હતો... હું જોરજોરથી બોલ્યો : “સાહસ ના કર... સાહસ ના કર... એટલામાં વસ્ત્રનો ફાંસલો ઢીલો પડી ગયો અને તારું ગળું બહાર નીકળી ગયું... તું જમીન પર પડી ગયો. મેં તારી પાસે બેસીને, તારા પર પાણી છાંટવા માંડ્યું. અને તને ચેતના આવી.” પછી એ ઋષિએ મને પૂછ્યું: “ધર્મશીલ, તારે શા માટે આ રીતે મરવાનો પ્રયત્ન કરવો પડ્યો?' મેં શરમથી મુખ નીચું કરી દીધું. તેઓએ કહ્યું : “વત્સ, તપસ્વીજનો સહુના માટે માતા-પિતા સમાન હોય છે, માટે અહીં તારે શરમાવું ના જોઇએ. તું જો કારણ બતાવે તો હું એનો કોઈ ઉપાય બતાવી શકું.' | ઋષિ વૃદ્ધ હતા, છતાં તેમની કાયા બળવાન દેખાતી હતી. દાઢીના અને માથાના વાળ મોત થઈ ગયા હતા. તેઓએ માથે જટા બાંધી હતી. તેમના એક હાથમાં પાણીનું કમંડળ હતું. બીજા હાથમાં પુષ્પ અને ફળોથી ભરેલી છાબડી હતી. છાબડી અને કમંડળ તેમણે બાજુમાં મૂક્યાં હતાં. તેમની આંખોમાં કરુણા હતી. તેમની વાણીમાં અમૃત હતું. મેં વિચાર કર્યો : “આવા કરુણાનિધાન ત્રષિ-મુનિને મારો આત્મવૃત્તાંત કહેવામાં મને કોઈ જ નુકસાન નથી. ઉપરથી તેઓ મારા હિત માટે કોઈ સુયોગ્ય માર્ગ બતાવશે...' મેં એ ઋષિને, શ્વેતાંબીથી નીકળ્યા પછી જે જે ઘટનાઓ બની, તે બધી જ કહી બતાવી.... છેલ્લે વિલાસવતીને અજગર ગળી ગયો... અને એનો વિરહ ન સહવાથી, ફાંસો ખાવા પ્રયત્ન કર્યો. ત્યાં સુધીનો વૃત્તાંત કહી સંભળાવ્યો. તેઓએ પહેલા મને આશ્વાસન આપતા કહ્યું : “વત્સ, આ સંસાર આવો જ છે. શરદના મેઘસમાન ચંચળ આ જીવન છે. આ પુખિત વૃક્ષોસમાન નાશવંત સમૃદ્ધિ છે. જ સ્વપ્નસમાન અસાર સર્વ વિષયભોગ છે. * પ્રિયજનના સંયોગો વિયોગના પરિણામવાળા છે. માટે આત્મહત્યા કરીને, મરવાનો વિચાર છોડી દે. વૈર્ય ધારણ કર. તારા જેવા સત્ત્વશીલ પુરુષે કાયરની જેમ મરવું ના જોઇએ. શ્રી સમરાદિત્ય મહાકથા 03 For Private And Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેં કહ્યું : 'ભગવંત, પ્રિયતમાના વિરહની આગમાં હું એવો બળી રહ્યો છું કે ક્ષણે ક્ષણે મૃત્યુથી પણ વિશેષ વેદના અનુભવી રહ્યો છું. હે મુનિવર, મને મૃત્યુ સિવાય કંઈ સૂઝતું નથી.. હું અવશ્ય મરીશ... આપ મને એવો કોઈ ઉપાય બતાવો કે મૃત્યુ પછી બીજા જન્મમાં મને વિલાસવતી મળે...” ઋષિએ કહ્યું : “કુમાર, અહીં આ પાસેના મલય પર્વત ઉપર “મનોરથ પૂરક નામનું એક શિખર છે. એ શિખરનું નામ યથાર્થ છે. મનુષ્યની ઇચ્છા પૂર્ણ કરનારું એ સ્થાન છે. જે મનુષ્ય એ શિખર પર ચઢીને, જે સંકલ્પ કરીને પડતું મૂકે છે, એનો સંકલ્પ સિદ્ધ થાય છે, એની ઇચ્છા પરિપૂર્ણ થાય છે... મૃત્યુ પછી એ ઇચ્છિત ફળની પ્રાપ્તિ કરે છે.' ઋષિની વાત સાંભળીને, હું રાજી થયો. મેં તેઓને પૂછયું : “એ શિખર પર પહોંચવાનો માર્ગ બતાવવા કૃપા કરશો?' તેઓએ માર્ગ બતાવ્યો. મેં તેમનાં ચરણોમાં વિંદના કરી. તેઓ કમંડલ અને ફૂલોની છાબડી લઈને ચાલતા થયા. હું પણ “મનોરથ પૂરક” શિખર તરફ ચાલતો થયો. મારા મન પર મરી જવાની ધૂન સવાર થઈ હતી. વિલાસવતી વિના મને એક ક્ષણ પણ ચેન ન હતું. ઋષિના ઉપદેશની મારા મન પર જરાય અસર થઈ ન હતી. હું મલયપર્વત પર ચઢતો રહ્યો. એક દિવસ... બે દિવસ... અને ત્રીજા દિવસે હું એ શિખર પર પહોંચ્યો. હું થાકીને લોથપોથ થઈ ગયો હતો. એક વૃક્ષની છાયામાં હું બેઠો. આશ્રમના કુલપતિ દેવાનંદજીએ કહેલી વાતો વિસ્મૃત થઈ ગઈ હતી. મારા સમગ્ર વ્યક્તિત્વ પર વિલાસવતી છવાઈ ગઈ હતી. મૃત્યુ પછી એને મળવાનો ઉપાય, એક ઋષિએ બતાવ્યો હતો, એટલે મને શ્રદ્ધા પણ બેસી ગઈ હતી. હું મારી જગ્યાએથી ઊભો થયો. “કામિત-પતન” સ્થાન, મને ઋષિએ આપેલી નિશાનીના માધ્યમથી શોધી કાઢ્યું. હું ત્યાં ઊભો રહ્યો. સંકલ્પ કર્યો : મૃત્યુ પછીના જન્મમાં મને વિલાસવતીનો સમાગમ થાઓ.' સંકલ્પ કરીને, તરત જ ઊંડી ખીણમાં મેં પડતું મૂકી દીધું. પરંતુ આ રીતે પણ મરવાનું મારા ભાગ્યમાં ન હતું... અધવચ્ચેથી મને એક આકાશગામી વિદ્યાધરે પકડી લીધો. “કેવી મૂર્ખતા કરે છે?' કહીને તેઓ મને એક લતામંડપમાં લઈ ગયા. ત્યાં શીતલતા હતી. ચંદ્રકાન્ત મણિનો પ્રકાશ હતો. મેં એ વિદ્યાધરને જોયા. તેમણે સુંદર રેશમી વસ્ત્રો પહેરેલા હતાં. કમરે તલવાર લટકતી હતી. ચંદ્ર જેવી સૌમ્ય મુખાકૃતિ હતી. લતામંડપમાં અમે બેઠા. તેમણે મને કહ્યું : “તારી સુંદર મુખાકૃતિ તારી મહાનતાની ચાડી ખાય છે. તારું પુષ્ટ શરીર તારાં સત્ત્વ અને પરાક્રમને કહે છે. તો પછી પર્વતના શિખર પરથી પડતું મૂકવાનું કોઈ પ્રયોજન? હે સાત્વિક પુરુષ, જો પ્રયોજન મને કહેવા જેવું હોય તો મને કહે.' મેં કહ્યું : “આપના જેવા નિઃસ્વાર્થ પરોપકારી મહાપુરુષની આગળ શું છુપાવવાનું ભાગ-૨ # ભવ પાંચમ For Private And Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હોય? મારી પ્રિયતમાના વિરહથી અતિ વ્યથિત થયેલો હું, આ પર્વતની તળેટીમાં, આપઘાત કરવા તત્પર થયેલો. ત્યાં આપની જેમ જ, એક પરોપકારી ઋષિએ મને બચાવી લીધો.. પણ મારે તો મરવું જ હતું. એટલે તેમણે મને આ “કામિત-પૂરણ” શિખરની વાત કરી. હું એ શિખર પર ચઢ્યો... અને ભવાંતરમાં પ્રિયતમાના સમાગમનો સંકલ્પ કરી, શિખર પરથી પડતું મૂક્યું.' વિદ્યાધરના મુખ પર હાસ્ય લેપાઈ ગયું. તેમણે કહ્યું : કુમાર, સ્નેહને... પ્રેમને કોઈ કાર્ય દુષ્કર નથી, કોઈ કાર્ય અકાર્ય હોતું નથી. આ સ્નેહ.. આ પ્રેમ સર્વ દુઃખોનું મૂળ છે. - અવિવેકનો પ્રેરણાસ્ત્રોત છે. મોક્ષમાર્ગમાં પ્રબળ અવરોધ છે. જ દુર્ગતિ તરફના પ્રમાણમાં સાથી છે. એ ધર્મકાર્યોનો વિરોધી છે. ભવ-વનમાં ભટકાવનાર છે અને પાપકાર્યોમાં પ્રબળ પ્રેરક છે. આવા સ્નેહના બંધનમાં જકડાયેલા મનુષ્યો, ભવિષ્યના લાભ-નુકસાનનો પુખ્ત વિચાર કરી શકતા નથી. કાલોચિત આચરણ કરી શકતા નથી. ભલેને સિંહ જેવા પરાક્રમી હોય, છતાં તેઓ વેદનાથી વલુરાતા હોય છે. માટે હે કુમાર, તું આવા સ્નેહનો ત્યાગ કર. વિવેકના રત્નદીપકના અજવાળે, તારે વિચારવું જોઈએ, પરંતુ તે માટે મોહના ગાઢ અંધકારનો તારે નાશ કરવો પડશે. હે સત્પરુષ, દરેક જીવનાં કર્મો જુાં હોય છે.... જન્મ-જીવન અને મૃત્યુનાં નિયામક કર્મો હોય છે. તારી પ્રિયતમાં મૃત્યુ પામીને, જે ગતિમાં ગઈ હશે, એ જ ગતિમાં જન્મ પામવા માટે, આ રીતે સંકલ્પ કરવો યોગ્ય ઉપાય નથી. સંકલ્પ કરવાથી મનોવાંછિત ગતિ પ્રાપ્ત થતી નથી. મનોવાંછિત કાર્યોની સિદ્ધિ ધર્મની આરાધના કરવાથી થાય છે. તું દાન, શીલ, તપ અને ભાવરૂપ ધર્મની આરાધના કર. કાર્યસિદ્ધિ માટે આ જ ઉપાય છે. અજ્ઞાની મનુષ્યો આ વાત સમજતા નથી અને રાગ-દ્વેષથી પ્રેરાઈને, આ રીતે આપધાત કરીને મરે છે અને દુર્ગતિમાં જન્મ પામે છે. પ્રિયજનોનો સમાગમ થતો નથી. થોડા સમય પૂર્વે એક દુઃખદ ઘટના બની હતી. આ જ મલય દેશની વાત છે, “શિવ' નામના નાના ગામમાં ભિલ્લુ નામનો એક ગૃહસ્થ રહેતો હતો. તેની પત્નીનું નામ સિંહા હતું. સિંહાને ભિલ્લુ ઉપર અતિ સ્નેહ હતો, પરંતુ ભિલ્લુને સિહા દીઠીય ગમતી ન હતી. એ સિંહાના મૃત્યુની ઇચ્છા કરતો હતો, જ્યારે સિંહા જન્માંતરમાં પણ ભિલ્લુના સંયોગની ઇચ્છા કરતી હતી... છતાં શ્રી સમરાદિત્ય મહાકથા ૭૭૫ For Private And Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેમ-તેમ એમનો સંસાર ચાલતો રહ્યો. એક દિવસ બંનેને સાંભળવામાં આવ્યું કે મલય પર્વતના “મનોરથ-પૂરક' નામના શિખર પરથી, મનુષ્ય જે સંકલ્પ કરીને ખીણમાં પડે છે, મરે છે, તેનો સંકલ્પ સિદ્ધ થાય છે. ભિલ્લુ સિંહાથી કંટાળેલો હતો. તેને મરવું જ હતું. એટલે એ આ મનોરથપૂરક શિખર પર આવ્યો. સિંહા પણ એની પાછળ પાછળ આવી. ભિલ્લુએ સંકલ્પ કર્યો : “મને ભવાંતરમાં આ પત્ની સિંહા પુનઃ ના મળો...” અને એ ખીણમાં કૂદી પડ્યો, મર્યો. સિંહાએ સંકલ્પ કર્યો : “ભવાંતરમાં મને મારો આ જ પતિ ભિલ્લુ પાછો મળજો.” એ પણ ખીણમાં કૂદી પડી ને મરી ગઈ. કુમાર, તું આ વાતનો પરમાર્થ સમજી શકે છે. મેં કહ્યું : “હે ઉપકારી, આપની વાત હું સમજ્યો છું; પરંતુ પ્રિયાના વિરહમાં જીવવું મારા માટે દુષ્કર જ નહીં, અશક્ય છે. ભલે ભવાંતરમાં મને મારી પ્રિયતમા મળે કે ના મળે, આવી ઘોર માનસિક વ્યથા હું સહન કરી શકું એમ નથી.' વિદ્યાધરે કહ્યું : “કુમાર, અહીં સ્વેચ્છાએ મરી શકાય છે, જીવનનો અંત કરી શકાય છે, માટે તું મરવાનો આગ્રહ કરે છે, પરંતુ જે ગતિઓમાં સ્વેચ્છાએ મરી પણ શકાતું નથી, એ ગતિમાં જ્યારે ઘોર દુઃખો ભોગવવા પડશે, ત્યારે તું શું કરીશ? મેં જ્ઞાની પુરુષો પાસેથી સાંભળ્યું છે કે નરક ગતિમાં અને તિર્યંચ ગતિમાં જીવો સ્વેચ્છાએ મરીને, વેદનાઓથી મુક્ત નથી થઈ શકતા. દેવો પણ આપઘાત કરીને નથી મરી શકતા... માટે, આપઘાત કરતા પહેલાં તે ગંભીરતાથી વિચારી લે. કુમાર, હું કોઈ ઋષિ-મુનિ નથી. તને ઉપદેશ આપવા માટે હું લાયક નથી, છતાં તારા પ્રત્યે કોઇ અગમ્ય કારણથી મન ખેંચાયું છે, તેથી તને આ વાત સમજાવું છું. મારું કર્તવ્ય તને યથાર્થ વાત સમજાવવાનું છે. પાલન કરવું કે ના કરવું એ તારે જોવાનું છે.” મારું મન કંઈક આશ્વાસન પામ્યું. મેં વિદ્યાધરર્ની સામે જોઈને કહ્યું : “હે મહાપુરુષ, શું હું આ રીતે એકલોઅટૂલો ભટક્યા કરીશ?” કુમાર, તને ક્યારે અને કેવી રીતે તારી પ્રિયતમાનો વિયોગ થયો?' મેં વૃત્તાંત કહી બતાવ્યો. આ ઘટના કેટલા દિવસ પહેલાં બની? ‘ત્રણ દિવસ પહેલાં...” કેટલે દૂર બની આ ઘટના?” અહીંથી દસ યોજન દૂર..” તો તારી પ્રિયતમા મૃત્યુ પામી નથી. ફ એક જ ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Y૧૧૪i એ વિદ્યાધરે મને આશ્ચર્યચકિત કરી દીધો. વિલાસવતી જીવે છે. આ વાતે મારો સમગ્ર વિષાદ ધોઇ નાખ્યો. વિદ્યાધરે મને કહ્યું : કુમાર, માત્ર તને આશ્વાસન આપવા મેં નથી કહ્યુંપરંતુ જે સત્ય છે, તે કહ્યું છે. મેં જે વાત કરી છે, તેનો જે આધાર છે, તે તને બતાવું છું. વિદ્યાધરોની દુનિયા છે. વિદ્યાધર પ્રજાજનો છે, વિદ્યાધર રાજાઓ છે અને રાજાઓનો પણ રાજા છે, તેનું નામ છે ચક્રસેન. તે ચક્રસેન રાજાએ “અપ્રતિહચકા” નામની વિદ્યાની સાધના આરંભી છે. બાર મહિના સુધી આ સાધનાની પૂર્વસેવા કરવાની હોય છે. તે પૂર્વસેવા તે રાજાએ કરી લીધી છે. આ સાધનાનું ક્ષેત્ર ૪૮ યોજનનું હોય છે. જ્યારે સાધના ચાલતી હોય ત્યારે ૪૮ યોજનાના વિસ્તારમાં કોઈ જીવની હિંસા ના થવી જોઇએ. કોઈ પણ જીવનું અપમૃત્યુ ના થવું જોઇએ. એટલે એ વિદ્યાધર રાજાએ ૪૮ યોજનનાં વિસ્તારમાં પોતાના પરમ વિશ્વસનીય વિદ્યાધર સુભટોને જીવનરક્ષાનું કાર્ય સોંપ્યું હતું. પૂર્વસેવાની સાધના પૂર્ણ કરી, હવે તે રાજા, અપ્રતિહચકા’ વિદ્યાની સિદ્ધિ કરવા, “સિદ્ધિનિલય” નામની પર્વતગુફામાં ગયો છે. સ્ફટિકરત્નની માળા પર તેણે મંત્રજાપ કરૂ કર્યો છે. સાત લાખનો જાપ કરવાનો છે. આજે સાત રાત્રિ-દિવસ પૂરાં થયાં છે. આવતી કાલે વિદ્યાસિદ્ધિ થશે. આ કારણથી હું તને કહું છું કે તારી પ્રિયતમા આ ક્ષેત્રમાં મૃત્યુ પામે જ નહીં. અજગર તેને ગળી શકે જ નહીં. વિદ્યાધર સુભટો સતર્ક બનીને, કોઈ જીવહિંસા ના થાય, તેની તકેદારી રાખી રહ્યા છે.' વિદ્યાધરની વાત સાંભળીને, મેં વિચાર્યું : “વાત સાચી લાગે છે. યુક્તિસંગત પણ લાગે છે. વિલાસવતીએ નયનમોહન વસ્ત્ર જે ઓઢેલું હતું, અજગર કેમ માત્ર વસ્ત્રને ગળી ગયો? અને જો એ વિલાસવતીને ગળી ગયો હોય તો તે કુંડળાકૃતિ કેમ કરી શકે? એના પેટમાં મનુષ્ય હોય... તો તે કુંડળાકૃતિ ના જ કરી શકે. એનો અર્થ એ થયો કે અજગર વિલાસવતીને ગળી ગયો નથી. પરંતુ એને કોઈ ઉપાડી ગયું છે.” મેં વિદ્યાધરને કહ્યું : “તમારી વાત મને સાચી લાગે છે. મારી પ્રિયા જીવતી છે, તો હવે હું એને શોધવા જઇશ... તમે મારા પર પરમ ઉપકાર કર્યો છે. મને મરતો બચાવી લઇને, નવું જીવન આપ્યું છે. આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલી શકું. મારો કોઈ અપરાધ થયો હોય, અનુચિત બોલાઈ ગયું હોય તો મને ક્ષમા કરજો...” હું ઊભો થયો, એટલે મને વિદ્યાધરે કહ્યું : “કુમાર, તારે તારી પત્નીની શોધ કરવા જવાની જરૂર નથી. તું અહીં જ આ લતામંડપમાં રોકાઈ જા. ઉતાવળ ના કરીશ. આવતી શ્રી સમરાદિત્ય મહાકથા ૭૭૭ For Private And Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાલે અમારા મહારાજાની સાધના પૂર્ણ થશે. તેઓ બધાને મળશે. ત્યારે હું તેઓની આજ્ઞા લઈ, બીજા વિદ્યાધરો પાસેથી બધો વૃત્તાંત જાણી, તારી પત્ની તેને મેળવી આપીશ.” મારું મન એ વિદ્યાધર ઉપર ઓવારી ગયું. કોઈ ઓળખાણ વિના, પરિચય વિના.. કેવળ ઉપકારવૃત્તિથી પ્રેરાઈને, એ મારું દુઃખ દૂર કરવા, ઉદ્યત થયો હતો. મેં કહ્યું : “હે વાત્સલ્યના સાગર, તમારી આજ્ઞાનો સ્વીકાર કરું છું. આપ આવશો ત્યાં સુધી હું આ લતામંડપમાં... કે આ ઉદ્યાનમાં જ રહીશ.' વિદ્યાધરને મેં ભાવપૂર્વક પ્રણામ કર્યા. વિદ્યાધર ચાલ્યો ગયો. મલયપર્વત પરના રમણીય ઉદ્યાનમાં હું એકલો ભ્રમણ કરવા લાગ્યો. વિદ્યાધરોનું ઉદ્યાન હોય એટલે એની શોભાનું પૂછવાનું જ શું હોય! સર્વત્ર રમણીયતા પથરાયેલી હતી. વાતાવરણમાં પુષ્પોની માદક સુગંધ ફેલાયેલી હતી. મારું મન હળવું બની ગયું હતું. ખેદ-ઉદ્વેગ દૂર થઈ ગયા હતા. પુનઃ વિલાસવતીના સંગમની કલ્પનાઓ ઊભરાવા માંડી હતી. એનાં સુખ-દુઃખના વિચાર શરૂ થઈ ગયા હતા. મૃત્યુના મુખમાંથી મને પાછો લઈ આવનારા, એ ઉપકારી વિદ્યાધરના વિચારો આવવા લાગ્યા. જો એણે મને... પકડી ના લીધો હોત તો મારું મૃત્યુ નિશ્ચિત હતું.. અને જ્યારે વિલાસવતીને ખબર પડત કે “હું મરી ગયો છું.' ત્યારે એ પણ પોતાના પ્રાણોનો ત્યાગ કરી દેત... એ પણ આપઘાત કરી નાખત.. અને આ રીતે અમારાં મનુષ્યજીવન નિષ્ફળ જાત.... વિદ્યાધરના કહેવા મુજબ અમારી દુર્ગતિ જ થાત. મહાન ઉપકાર કરનારા આ વિદ્યાધરના ઉપકારનો બદલો હું કેવી રીતે વાળી શકીશ? પેલા ઋષિ કે જેમણે, ગળે ફાંસો નાખીને, મરવા માટે મેં પ્રયત્ન કરેલો.. ને મારી રક્ષા કરેલી... એમનો ઉપકાર પણ ભૂલી શકાય એમ નથી... આશ્રમનાં એ તપસ્વિનીનો કુલપતિનો અનન્ય ઉપકાર સતત યાદ રહેશે? એમના ઉપકારોનો બદલો ક્યારે વાળી શકાશે? મિત્ર મનોરથદત્ત! અજાણી ધરતી પર એણે અમારા પર કેવો અનન્ય ઉપકાર કર્યો હતો? દિવ્ય વસ્ત્ર મને ભેટ આપી દીધું. મેં એને કંઈ જ આપ્યું નહીં. શું આપું? મારી પાસે એને આપવા જેવું હતું જ શું? અને મારા પ્રાણપ્રિય મિત્ર વસુભૂતિનો મારા પર કેટલો મોટો ઉપકાર છે? મારી ખાતર એ સર્વસ્વનો ત્યાગ કરી... મારી સાથે ચાલ્યો હતો... મને સુખી કરવા હમેશાં એ તત્પર રહેતો હતો... ક્યારે મળશે એ? ક્યાં રહેલો હશે એ..? એમ તો મહારાજા ઇશાનચંદ્રના ઉપકારો પણ ભુલાય નહીં. તેમણે મને પુત્રવત્ રાખ્યો હતો. મારી બધી જ સગવડતાઓ સાચવી હતી. મને ખૂબ સ્નેહ આપ્યો હતો... એ તો રાણીના નિમિત્તે તેઓ રોષે ભરાયા હતા. 04 ભાગ-૨ ભવ પાંચમો For Private And Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને રાજપુરુષ વિનંયધર? મારો વધ ના કરીને, એણે મને જીવતદાન આપેલું છે, જીવનદાન આપનારાઓના અપ્રતિમ ઉપકારોના ભાર તળે હું દટાઈ ગયો છું... મેં અભાગીએ... આજ દિન સુધી કોઈનાય ઉપર ઉપકાર કર્યો નથી. ઉપકારો લીધા છે... કર્યા નથી... શું આ જ રીતે મારું જીવન પૂરું થઈ જશે?' આવા આવા વિચારોમાં દિવસ પૂરો થઈ ગયો. હું લતામંડપમાં પહોંચી ગયો. રાત્રિ મારે લતામંડપમાં પસાર કરવાની હતી... પાસેના નાના સરોવરમાં જઈને, મેં પાણી પીધું, અને પર્ણોની શય્યા બનાવી હું સૂઈ ગયો. ખૂબ શ્રમિત હોવાથી મને નિદ્રા આવી ગઈ. અડધી રાત વીતી હશે, મારી આંખો ખૂલી ગઈ. મેં આકાશ તરફ જોયું. આકાશમાં અજવાળું ફેલાઈ રહ્યું હતું. આકાશમાં ચંદ્ર ન હતો છતાં અજવાળું હતું. તેથી મને આશ્ચર્ય થયું... બીજી બાજુ સમુદ્રનો ખળભળાટ સંભળાવા લાગ્યો... જાણે કે સમુદ્રમંથન થતું હોય, તેવો ધ્વનિ થવા લાગ્યો. પૃથ્વીતલમાં કંપન પ્રસરવા માંડ્યું... મારા માટે આ એક નવો દિવ્ય અનુભવ હતો. મને રોમાંચ થઈ રહ્યો હતો, ત્યાં આકાશમાંથી એક નાનું વિમાન નીચે ઊતરી આવ્યું. વિમાનમાંથી એ જ મારા ઉપકારી વિદ્યાધર ઊતર્યા અને મારી પાસે આવ્યા. મેં ઊભા થઈ, તેમને પ્રણામ કર્યાં. તેમણે મારા ખભે હાથ મૂકીને કહ્યું : ‘ચાલ મારી સાથે, બેસી જા વિમાનમાં. હું તને અમારા મહારાજા ચક્રસેનની વિદ્યાસિદ્ધિનો વૈભવ બતાવું.’ સૂર્યોદય થયો. અમે બંને વિમાનમાં બેસી ગયા. વિમાન આકાશમાં ગતિ કરવા લાગ્યું. ઊંચે ને ઊંચે ઊડવા લાગ્યું. મલયપર્વતના એક સહુથી ઊંચા શિખર પર વિમાન ઉતાર્યું. શિખર ઉપર જાણે કે દેવોનું નંદનવન હતું. અપૂર્વ શોભા હતી. એક વિભાગમાં વિમાન મૂકીને, વિદ્યાધર મને લઈને, જ્યાં મહારાજ ચક્રસેનનો મુકામ હતો ત્યાં ગયા. મહારાજા ચક્રસેનનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. સુગઠિત શરીર, સપ્રમાણ અંગોપાંગ અને સોનેરી લાંબા વાળ... મુખ પર પ્રસન્નતા અને અદ્ભુત સૌન્દર્ય! તેમને જોતાં હું પ્રભાવિત થઈ ગયો. અમે બંનેએ તેમને પ્રણામ કર્યાં. પાસે ઊભેલા રાજપુરુષે અમને બેસવા માટે, બે આસન આપ્યાં. અમે બેઠા. વિદ્યાધરે મહારાજાને મારો પરિચય આપ્યો. સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યો. સાંભળીને, તેમણે મારી સામે જોયું અને બોલ્યા : ‘મહાનુભાવ, સંતાપ ના કર. આજે જ તારી પ્રિયાને મેળવી આપીશ.' તેમના મુખ પર સ્મિત ૨મી ૨હ્યું હતું. હું મારી વાત કહેવા જતો હતો, ત્યાં જ બે વિદ્યાધરોએ આવીને, મહારાજાને ભાવપૂર્વક નમસ્કાર કરી નિવેદન કર્યું : ‘મહારાજા, આપની આજ્ઞાથી, અમે જીવરક્ષાના પ્રયોજનથી, વનમાં પરિભ્રમણ કરતા હતા, ત્યાં એક જગ્યાએ અમે એક માનવસ્ત્રીને જોઈ. તેની નજીકમાં જ એક મહાકાય અજગર હતો. પેલી સ્ત્રી ભયભીત થઈ ગઈ. પોતાનું ઓઢેલું વસ્ત્ર છોડીને શ્રી સમરાદિત્ય મહાકથા Ꮸ For Private And Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે ભાગવા લાગી. “હે આર્યપુત્ર, હે આર્યપુત્ર, જલદી આવો... મને બચાવો...' તેની આંખો ભયથી પહોળી થઈ ગઈ હતી. તેના શરીરે પરસેવો વળી ગયો હતો. અમે એ સ્ત્રીને કોઈ મારી ના નાખે, એના પર બળાત્કાર ના કરે એ દૃષ્ટિથી પકડી લીધી અને કહ્યું : “દેવી, તમે ભય ના પામો, અમે વિદ્યાધર ચકવર્તી મહારાજા ચક્રસેનના સેવકો છીએ. અમે તમારી રક્ષા કરીશું. પરંતુ એ તો ત્યાં જ મૂચ્છિત થઈ ગઈ. અમે તેને વિવેકપૂર્વક ઉપાડીને, મલય પર્વતના એક ઉદ્યાનમાં પર્ણશૈયા પર સુવાડી દીધી... પરંતુ જ્યારે તેની મૂચ્છ દૂર થઈ ત્યારે તે ઊભી થઈ ગઈ... ભયથી ધ્રુજવા લાગી....” હે આર્યપુત્ર... હે આર્યપુત્ર..” બોલતી કરુણ રુદન કરવા લાગી. અમે એને પૂછ્યું : “દેવી, તમારા એ આર્યપુત્ર તમને મૂકીને, ક્યાં ગયા હતા? તેણીએ કહ્યું : “તેઓ મારા માટે ફળ અને પાણી લેવા ગયા હતા... ત્યાં પાસેના સરોવરમાં જ ગયા હતા.' અમે કહ્યું : “દેવી, તમે ધીરજ રાખો. અમે તેમને શોધીને, અહીં લઈ આવીએ છીએ.' અમે શોધવા ગયા. પરંતુ એ સ્ત્રીનો પતિ મળ્યો નહીં. અમે એને પાણી લાવી આપ્યું, પણ એ પાણી પીતી નથી. ફળો લાવી આપ્યાં, છતાં ફળો ખાતી નથી. સતત હે આર્યપુત્ર... હે આર્યપુત્ર..” બોલતી રહે છે. અમે એને ત્યાં બેસાડીને, આવ્યા છીએ, હવે આપ જેમ કહો તેમ કરીએ...” મહારાજા ચક્સને મારા તરફ જોઈને કહ્યું : “ભદ્ર, તમે જાતે જઈને જુઓ કે એ સ્ત્રી તમારી પ્રિયતમા છે કે કેમ? એક વિદ્યાધરની સાથે, હું એ શિખર પર ગયો કે જ્યાં વિલાસવતીને રાખવામાં આવી હતી. મેં એને જોઈને, સાથે આવેલા વિદ્યાધરને કહ્યું : “આ જ મારી પ્રિયતમા છે.” એણે મને જોયો.. કે તરત એ ઊભી થઈ ગઈ...' અરે, આર્યપુત્ર, તમે....?' હા, દેવી, આ ઉપકારી વિદ્યાધર છે, તેમણે તારી પેલા અજગરથી રક્ષા કરી હતી. અને તને અહીં સુરક્ષિત સ્થાને લઈ આવ્યા હતા. મને પણ આ જ ઉપકારી પુરુષ અહીં લઈ આવ્યા છે.” - વિલાસવતીએ વિદ્યાધરને કૃતજ્ઞભાવે પ્રણામ કર્યા. વિદ્યાધરે કહ્યું : “તમે બંને અહીં જ બેસો. હું તમારા માટે આહાર અને પાણી લઈ આવું.' વિદ્યાધરના ગયા પછી વિલાસવતી મારા હાથે વળગીને બેસી. “નાથ, હવે એક ક્ષણ પણ મને આપનાથી અળગી ના રાખશો. સારું થયું, આ ઉપકારી વિદ્યાધરો આવી ગયા.. નહીંતર, પેલો લાંબો, કાળો ને જાડો અજગર મને ગળી જ જાત.' ‘દેવી, મેં એ અજગરને જોયો. તે “નયનમોહન' વસ્ત્રને ગળી જ ગયો હતો.... અને તેથી મેં માની લીધેલું કે એ તને પણ ગળી ગયો છે. તેથી મારા પર જે દુ:ખ વીત્યું છે. તે હું નહીં કહું.. નાહક તું વધારે દુઃખી થાય.” ૭૮ ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદ્યાધર અમારો એ માટે દિવ્ય આહાર અને પાણી લઈ આવ્યો. અમે બંનેએ પેટ ભરીને, ભોજન કરી લીધું. વિદ્યાધરે કહ્યું : “હે મહાપુરુષ, હવે આપણે મહારાજા પાસે જઈએ. તેઓ આપણી રાહ જોતા હશે...” અમને બંનેને વિમાનમાં બેસાડી, આકાશમાર્ગે તે મહારાજા ચક્સન પાસે લઈ ગયો. અમે મહારાજાને પ્રણામ કર્યા અને કહ્યું : હે ઉપકારી મહાપુરુષ, આપના અનુગ્રહથી મને મારી પત્ની મળી ગઈ...' મહારાજાએ કહ્યું : “બહુ સારું થયું. કહે, હવે બીજું હું તારું શું પ્રિય કરું?” મહારાજાએ મને તેમની પાસે બેસાડી, મારી પીઠ પર હાથ પસવાર્યો. વિલાસવતીને બેસવા માટે, વિદ્યાધરે આસન આપ્યું. સંકોચ સાથે તે એક બાજુ આસન પર બેસી ગઈ. મેં મહારાજાને વિનયપૂર્વક કહ્યું : “હે કૃપાવંત, આપે જે કરવા જેવું હતું તે કર્યું જ છે. હવે બીજું કોઈ કાર્ય નથી.” કુમાર, મેં તારા શરીરનાં લક્ષણો જોયાં છે. એના આધારે કહું છું કે તું ભવિષ્યમાં વિદ્યાધર રાજા થઈશ. તે માટે હું તને એક મહાવિદ્યા આપવા ઇચ્છું છું. તેનું નામ છે “અજિતબલા.' આ મહાવિદ્યા જે-તે માણસ સિદ્ધ નથી કરી શકતો. તું કરી શકીશ. જોકે આ મહાવિદ્યાની સાધના નિર્વિઘ્ન છે.' તેમણે મારી સામે જોયું. મેં કહ્યું : “જેમ આપ કહેશો તેમ કરીશ.” તેઓ પ્રસન્ન થયા. તેમણે વિલાસવતીની સામે જોઈને કહ્યું : “વત્સ, તું અહીં બેસજે. હું આ તારા પ્રિયતમને સામેની ગુફામાં લઈ જાઉં છું. તેને મહાવિદ્યા આપીને, અમે બંને પાછા આવીએ છીએ. આ બે વિદ્યાધરો અહીં તારી રક્ષા કરશે... નિશ્ચિત રહેજે.' વિલાસવતીએ મારી સામે જોયું. મેં એને આંખોના ઇશારાથી જ, સમજાવી દીધું કે “તું અહીં નિર્ભય છે.' અમે ગુફામાં ગયા. મને એમણે એમની સામે પદ્માસને બેસાડ્યો. મંત્રોથી મારી શરીરરક્ષા કરી અને મને મહાવિદ્યાનો મંત્ર આપ્યો. મંત્રની સાધના કરવાની વિધિ સમજાવી, અને કહ્યું : ‘કુમાર, ઉત્સાહ અને દઢ મનોબળથી, તું આ મહાવિદ્યા સિદ્ધ કરજે. મારા તને આશીર્વાદ છે.' અમે બહાર આવ્યા. મહારાજાનું વિમાન તૈયાર હતું. વિદ્યાધરો સાથે તેઓ વિમાનમાં બેસી ગયા. મેં અને વિલાસવતીએ તેમને પ્રણામ કર્યા. તેમણે અમને આશીર્વાદ આપ્યા ને વિમાન આકાશમાર્ગે ચાલ્યું ગયું. મલયપર્વતના એ ઉત્તુંગ શિખર પર હવે હું અને વિલાસવતી બે જ હતાં, પરંતુ શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હવે મને કોઈ ભય ન હતો. વિલાસવતીએ મને કહ્યું : ‘સ્વામીનાથ, તમે ગુફામાં ગયા... ને હું તો ભયથી ફફડતી રહી. તપસ્વિની માતાએ આપેલો મંત્ર રટતી રહી... પરંતુ હવે મને આ રીતે એકલી મૂકીને, તમે ક્યાંય ના જશો. મારું હૃદય નબળું પડી ગયું છે...' Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘દેવી, હૃદયને દૃઢ કરવું પડશે... કારણ કે જ્યારે હું મહાવિદ્યા સિદ્ધ કરવા જઈશ ત્યારે તું સાથે નહીં આવી શકે. અને મહારાજા ચક્રસેનની આજ્ઞા છે એટલે મહાવિદ્યા તો મારે સિદ્ધ કરવી જ પડશે.' ‘ભલે, આપ મહાવિદ્યા સિદ્ધ કરજો, પરંતુ મારી સંપૂર્ણ સુરક્ષા ક૨ીને, પછી સાધના કરજો. હું તમારી સાધનામાં વિઘ્નભૂત નહીં બનું... પરંતુ આપ જાણો છો કે હું કેવાં કેવાં સંકટોમાંથી પસાર થઈ છું? એક સ્ત્રી અને તે રૂપવતી હોય છે, ત્યારે એના પર જલદી આફત આવે છે.’ ‘તારી વાત સાચી છે. સાથે સાથે હું પણ વિચાર કરું છું કે જ્યાં સુધી મને કોઈ ઉત્તર સાધક ન મળે ત્યાં સુધી હું સાધના કેવી રીતે કરીશ? આવી વિદ્યાસિદ્ધિ કરવા માટે કોઈ સુયોગ્ય ઉત્તર સાધક જોઈએ જ.’ ‘નાથ, જો તમે મહારાજાને આ વાત કરી હોત તો તેઓ શું એક-બે વિદ્યાધર તમને ના આપત?' ‘આપત, પરંતુ તેઓના ગયા પછી મને આ વિચાર આવ્યો. જોકે આ ઉત્તર સાધકની વાત મહારાજા જાણતા જ હોય... છતાં તેમણે મને આ અંગે કોઈ વાત ના કરી. બીજાં બધાં વિધિ-વિધાનો તેમણે મને બતાવ્યાં...’ ‘નાથ, મહારાજાએ કરેલી ભવિષ્યવાણી સાંભળીને તો હું હર્ષવિભોર થઈ ગઈ હતી...’ ‘કઈ ભવિષ્યવાણી?’ ૭૨ ‘આપ વિદ્યાધર-રાજા બનશો-એ ભવિષ્યવાણી' ‘અને એના સંદર્ભમાં જ આ મહાવિદ્યા સિદ્ધ કરવાનું તેમણે મને કહ્યું હશે... જો આ સમયે મિત્ર વસુભૂતિ હોત તો એ મારો ઉત્તર સાધક બની શકત.’ ‘આ આવ્યો તમારો મિત્ર વસુભૂતિ.' યોગીના વેષમાં આવી પહોંચેલો વસુભૂતિ મને ભેટી પડ્યો... For Private And Personal Use Only ભાગ-૨ ભવ પાંચમો Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir અમે બંને મિત્રો એક-બીજાને ભેટી, આનંદનાં આંસુ વહાવવા લાગ્યા. વિલાસવતીની આંખો પણ હર્ષાશ્રુથી ભરાઈ ગઈ. વસુભૂતિએ કહ્યું : ‘આ છે કર્મોની વિચિત્રતા, ભાગ્યની રમત.’ યોગી વસુભૂતિને મેં નમન કર્યું. વિલાસવતીએ પણ નમન કર્યું. તેમણે અમને જમણો હાથ ઊંચો કરીને, આશીર્વાદ આપ્યા. ‘હે મિત્ર, તું દીર્ધાયુ હો. હે દેવી, તું અખંડ સૌભાગ્યવતી હો,’ મેં વસુભૂતિને બેસવા પલ્લવાસન આપ્યું. વિલાસવતીએ તેનાં ચરણોનું પ્રક્ષાલન કર્યું. પછી અમે સાથે જ ભોજન કર્યું. મેં વસુભૂતિને પૂછ્યું : “મિત્ર, આપણું વહાણ ભાંગી ગયા પછી તેં કેવી રીતે સમુદ્રને પાર કર્યો? તું કયા દેશના કિનારે પહોંચ્યો? તેં શું પ્રાપ્ત કર્યું, અને અત્યારે તું ક્યાં છે?' પ્રશ્નોની એક હારમાળા રચી દીધી. વસુભૂતિએ કહ્યું : ‘જેવું વહાણ ભાગ્યું, એ વહાણનું જ એક પાટિયું મારા હાથમાં આવી ગયું!' મેં કહ્યું : ‘મિત્ર, મારા હાથમાં પણ એવું પાટિયું જ આવી ગયું હતું.’ વસુભૂતિએ કહ્યું : ‘ચાર દિવસ અને ચાર રાત હું સમુદ્રમાં તરતો રહ્યો... પાંચમા દિવસે હું મલય પ્રદેશના કિનારે પહોંચ્યો. હું પાટિયા સાથે મૂર્છિત અવસ્થામાં કિનારે પડેલો હતો, ત્યાં એક તાપસે મને જોયો. એણે મારી મૂર્છા દૂર કરી. મેં તાપસને પ્રણામ કરી, પૂછ્યું : ‘આ કયા દેશનો કિનારો છે?” તાપસે મને કહ્યું : ‘વત્સ, તું મલયપ્રદેશના કિનારે છે. અહીંથી નજીક અમારો તાપસોનો આશ્રમ છે. તું મારી સાથે આશ્રમમાં ચાલ, ત્યાં તું વિશ્રામ કરજે.' હું એ તાપસ સાથે આશ્રમમાં ગયો. તાપસ મને આશ્રમના કુલપતિ પાસે લઈ ગયો. વૃત્તાંત કહ્યો. મેં કુલપતિને પ્રણામ કર્યા. બહુમાનપૂર્વક વંદના કરી. તેમણે તાપસને કહ્યું: ‘હે તપસ્વી, પહેલા અતિથિને ભોજન કરાવો.’ ત્યાં જ મને ભોજન કરાવવામાં આવ્યું. પછી તેઓએ મને પૂછ્યું : ‘વત્સ, તું ક્યાંથી આવે છે?’ મેં, આપણે શ્વેતાંબીથી નીકળ્યા ત્યાંથી શરૂ કરીને, આપણું વહાણ સમુદ્રમાં શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only 3 Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભાંગ્યું... ત્યાં સુધીનો સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યો. તેઓએ સહાનુભૂતિપૂર્વક મારી વાત સાંભળી...' Acharya Shri Kailassagarsuri Gyanmandir મેં કહ્યું : ‘મિત્ર... મને પણ આવી જ એક તપોભૂમિમાં આશ્રય મળ્યો હતો. અને ત્યાં જ વિલાસવતી મળી હતી... તેને પણ પાટિયું હાથમાં આવી ગયું હતું... મારા પહેલાં જ એ આશ્રમમાં પહોંચી ગઈ હતી. હા, પછી એ આશ્રમમાં શું થયું?' વસુભૂતિએ કહ્યું : ‘કુલપતિએ મને આશ્વાસન આપ્યું. સંસારના સ્વરૂપનું વર્ણન કર્યું. હું તારા વિયોગથી અત્યંત સંતપ્ત હતો..’ મેં વિચાર્યું : ‘હવે મારા માટે આ આશ્રમ જ બરાબર છે. મારે બીજે ક્યાંય જવું નથી, સ્વજનોના સંયોગ... સજ્જનોના સંયોગ... સ્વપ્નસમાન છે. છેવટે એ સંયોગનો વિયોગ થાય છે... માટે હવે આ સંસારથી સર્યું...!' આમ વિચારીને, મેં કુલપતિને કહ્યું : ‘ભગવંત, હવે મને આ સંસારની જરાય આસક્તિ નથી. તમે મને તાપસી-દીક્ષા આપો.’ વિલાસવતીએ કહ્યું : 'મેં પણ આશ્રમમાં તપસ્વિની-માતાને કહેલું... કે ‘મને તાપસી-દીક્ષા આપો...' પરંતુ તેઓએ મારું ભવિષ્ય, ત્રિકાળજ્ઞાની કુલપતિ પાસેથી જાણ્યું હતું, એટલે મને તાપસી દીક્ષા ના આપી...' વભૂતિએ કહ્યું : ‘મને કુલપતિએ સમજાવ્યું કે વત્સ, તાપસી-દીક્ષા લેવી ઉચિત છે, પરંતુ કર્મોની વિચિત્રતા ભયંકર છે. સ્નેહનાં પ્રગાઢ બંધનો તોડવાં દુષ્કર છે. ઇન્દ્રિયોનું દમન કરવું... અતિ કઠિન છે. કારણ કે જીવનો જનમ-જનમનો અભ્યાસ વિષયભોગનો છે. ક્યારે વિષયસુખોની ઇચ્છા જાગી જાય... તે કહેવાય નહીં. આ સંસારના ક્લેશો... સંતાપો... બધું દુઃખરૂપ છે. વત્સ, તું મુનિજીવન સ્વીકારવા ચાહે છે, પરંતુ મુનિજીવન જીવવું સરળ નથી. મુનિજીવનનાં વ્રતોનું પાલન કરવું એટલે લોઢાના ચણા ચાવવાના છે. કોઇ પણ ભોગે એ વ્રતોનું પાલન કરવાનું હોય છે. જો વ્રતભંગ થાય તો પરલોક બગડી જાય... અને જીવનમાં અપયશ મળે, માટે વત્સ, તું ગંભીરતાથી જ્ઞાનદષ્ટિથી પહેલા વિચાર કર. વ્રતોનું પાલન ક૨વાની તારી શક્તિ-અશક્તિનો વિચાર કર. ધર્મશાસ્ત્રોના પરમાર્થને જાણીને, જે-તે નિર્ણય કરવો જોઈએ. સંસારનો ત્યાગ કરવો કે નહીં, મુનિજીવનનાં વ્રતો સ્વીકારવા કે નહીં... તેનો શાન્તિથી નિર્ણય કર. હે અતિથિ, હું મારા જ્ઞાનપ્રકાશમાં જોઈને, કહી શકું છું કે તારો પ્રિય મિત્ર જીવંત છે. એની સાથે તારો મેળાપ થવાનો છે...' ૭૪ આ છેલ્લી વાત સાંભળીને, હું હર્ષવિભોર થઈ ગયો. દીક્ષા લેવાની વાત હવા બનીને, ઊડી ગઈ!' For Private And Personal Use Only ભાગ-૨ * ભવ પાંચમો Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેં વચ્ચે વાત કરી : “મિત્ર, મને મળેલા કુલપતિએ મને કહેલું કે “કુમાર, તારો મિત્ર વસુભૂતિ જીવંત છે, અને તેનો તને મેળાપ થશે.” ત્યારે હું પણ અત્યંત હર્ષિત થયો હતો...' વસુભૂતિએ વાતને આગળ વધારતાં કહ્યું : “મને કુલપતિએ કહ્યું - “તું હમણાં તો અહીં આશ્રમમાં જ રહે. અહીં રહીને, તારી અનુકૂળતા મુજબ તપસ્વીઓની સેવા કરજે.” મને કુલપતિની વાત ગમી. મેં તેઓનો ઉપકાર માન્યો અને આશ્રમમાં રહી ગયો. મારાં વસ્ત્રો ફાટી ગયાં હતાં એટલે ત્યાં આશ્રમનાં જે વસ્ત્રો હતાં, તે મને પહેરવા મળ્યાં. મેં પહેરી લીધાં.” હું બોલી ઊઠ્યો : “તો તું ખરેખર તાપસ નથી? માત્ર કપડાં જ તાપસનાં પહેર્યા છે? તો પછી... તે શા માટે વિલાસવતી પાસે પગ ધોવડાવ્યા?” અમે ત્રણે હસી પડ્યાં. વસુભૂતિએ હસતાં હસતાં કહ્યું : “કુમાર, અત્યારે જ ચરણપ્રક્ષાલન કરાવવાનો અવસર હતો... પછી તો દેવી વિદ્યાધરરાજાનાં મહારાણી બની જવાનાં છે ત્યારે.... કદાચ મારે એમનાં ચરણ ધોવાં પડશે! મેં કહ્યું : “મિત્ર, પછી શું થયું?' પછી હું આશ્રમમાં રહી ગયો. આશ્રમનાં કાર્યો કરતો. તાપસીનાં મુખે ધર્મશાસ્ત્રોની વાતો સાંભળતો. વન-ઉપવનમાં જઈને પુષ્પ વગેરે લઈ આવતો.... ક્યારેક દૂર દૂર ભ્રમણ કરવા નીકળી પડતી.. કેટલાક મહિના, આ રીતે ત્યાં પસાર થઈ ગયા. ત્રણ દિવસ પહેલાં એક તાપસે કુલપતિ પાસે આવીને કહ્યું : “ભગવંત, પ્રિયાના વિરહથી અતિ વ્યાકુળ એક તેજસ્વી યુવાન ગળે ફાંસો ખાઈને, મરતો હતો, પરંતુ તેનો ફાંસો નીકળી ગયો... તે જમીન પર પડી ગયો. હું દોડીને એની પાસે પહોંચ્યો. મારા કમંડળમાંથી પાણી લઈ, એના પર છાંટ્યું. તે ભાનમાં આવ્યો... મેં એને આપઘાતનો પ્રયાસ કરવાનું કારણ પૂછ્યું. તેણે પોતાની પ્રિયતમાના વિરહનું કારણ બતાવ્યું... ને ઘણું સમજાવવા છતાં... આપઘાત કરીને, મરવાનો જ નિર્ણય મને કહી સંભળાવ્યો. ત્યારે મેં એને “મનોરથપૂરક” શિખર પર આવેલા “કામિતપતન” જગ્યાની વાત કરી, “ત્યાંથી સંકલ્પ કરીને કૂદી પડીશ તો જન્માંતરમાં તને પ્રિયાનો મેળાપ થશે...” એમ કહ્યું. એટલે એ શિખર તરફ ચાલ્યો.. અને હું અહીં આવ્યો..” આ વાત સાંભળીને, મેં કુલપતિને કહ્યું : “ભગવંત, આ મહા તપસ્વીએ જે યુવાનની વાત કરી, એ જ મારો મિત્ર રાજપુત્ર સનકુમાર હોવો જોઈએ. એ શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનોરથપૂરક' શિખર પર પહોંચે એ પહેલાં મારે એને પકડવો જોઈએ. મને આપ અનુજ્ઞા આપો, કે જેથી હું મારા એ મિત્રને મરવા ન દઉં...” કુલપતિએ મને અનુમતિ આપી. મેં કુલપતિને વંદના કરી અને હું તરત જ આ આશ્રમમાંથી નીકળી મલયપર્વત ઉપર ચઢવા લાગ્યો. “મનોરથપૂરક' શિખર ઉપર તીવ્ર ગતિથી ચઢવા લાગ્યો. ત્યાં મેં એક વિદ્યાધર પુરુષને જોયો. મને તાપસના વેષમાં જોઈ, વિદ્યાધરે મને પ્રણામ કર્યા. મેં આશીર્વાદ આપીને પૂછ્યું : “મહાનુભાવ, શું તું મલયશિખર પરથી આવે છે?” તેણે કહ્યું : “તપસ્વી, હું મલયશિખર પરથી જ આવું છું. શું તમારે કોઈ પ્રયોજન છે?' મેં કહ્યું : “હા, મારો એક મિત્ર, “મનોરથપૂરક' શિખર પર ગયો છે... કદાચ રસ્તામાં પણ હોય. તે તેની પ્રિયતમાના વિરહથી વ્યાકુળ હોવાથી, એ શિખર પરથી ઊંડી ખીણમાં કૂદીને મરી જવા ઇચ્છે છે... કે જેથી એની પ્રિયતમા આવતા જન્મમાં એને મળે.' વિદ્યાધર હસ્યો. તેણે મને કહ્યું : “તમારા એ સાહસિક મિત્રે તો શિખર પરથી પડતું મૂકી દીધું હતું...' હું? એ કૂદી પડ્યો ખીણમાં?' હું અત્યંત વિહ્વળ બની ગયો. પરંતુ એ વિદ્યાધરે મને કહ્યું : “હે સંન્યાસી, તમે સંતાપ ના કરો. તમારા એ મિત્રને બચાવી લીધો મેં પૂછયું : “કેવી રીતે? એ જેવો કૂદ્યો. મેં જોયો. વચ્ચેથી જ પકડી લીધો.” એ જીવે છે? ક્યાં છે મારો એ પ્રાણપ્રિય મિત્ર? વિદ્યાધરે પછી મને તારો અને દેવીનો સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યો. તું ક્યાં છે, એ જગ્યા પણ બતાવી દીધી અને હું અહીં આવી ગયો. આ મારો વૃત્તાંત છે.' મેં કહ્યું : “મારા એ ઉપકારી વિદ્યાધરે, તને અહીં બનેલી કોઈ ઘટના કહી લાગતી નથી.” “ના, તમે બંને અહીં છો, એટલું જ મને કહ્યું હતું.' મિત્ર, અહીં અમને વિદ્યાધરેન્દ્ર ચક્રસેન મળ્યા. તેઓએ હમણાં જ, ગઈ કાલે અપ્રતિકતચક્રા” નામની મહાવિદ્યા સિદ્ધ કરી. તેઓ અત્યંત પ્રસન્નચિત્ત હતા. અમારા પર ખૂબ વાત્સલ્ય વરસાવ્યું અને મને આગ્રહ કરીને, “અજિતબલા' નામની મહાવિદ્યા ૭૮૬ ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપી. એ મહાવિદ્યા સિદ્ધ કરવાનો ઉપાય બતાવ્યો અને મંત્ર પણ આપ્યો.' વસુભૂતિના મુખ પર હર્ષ છવાઈ ગયો. તેણે કહ્યું : “અતિ અદ્દભુત વાત કહેવાય! આપણે વિદ્યાધરોની દુનિયામાં આવી ગયા...!' વિલાસવતી બોલી : વિદ્યાધર રાજાએ તમારા મિત્રને કહ્યું કે “તું ભવિષ્યમાં વિદ્યાધર રાજા થઈશ.' આનંદાતિરેકથી વસુભૂતિની આંખોમાં હર્ષના આંસુ આવી ગયાં. તે મને ભેટી પડ્યો. ધીરેથી એને અળગો કરીને, મેં કહ્યું : ‘મિત્ર, હવે તું મારો ઉત્તરસાધક બનીશ અને વિલાસવતીનો રક્ષક પણ બનીશ. હું વિદ્યાસાધનાનો પ્રારંભ કરીશ.” ‘મિત્ર, નિશ્ચિત બનીને, નિર્ભય બનીને, તું સાધનાનો પ્રારંભ કર, અને સિદ્ધિ પ્રાપ્ત કર.' વિલાસવતીએ પણ અનુમતિ આપી. મેં એ બંનેને કહ્યું : “હું છ મહિના સુધી મૌન વ્રત પાળીશ, બ્રહ્મચર્ય વ્રત પાળીશ અને પરિમિત ફળાહાર કરીશ.' એ પ્રમાણે મેં છ મહિના સુધી સાધના કરી, પરંતુ આ મંત્રજાપ પૂર્વેની ‘પૂર્વસેવા” હતી. વિધિ-વિધાનો અને અનુષ્ઠાનો હતાં, મુખ્ય સાધના હવે શરૂ કરવાની હતી. મેં વિલાસવતીને કહ્યું : “દેવી, જે દુષ્કર સાધના હતી, તે પૂર્ણ થઈ છે. હવે માત્ર આઠ પ્રહરની સાધના જ બાકી રહી છે. એ સાધના પૂર્ણ થતાં વિદ્યાસિદ્ધિ થઈ જશે.” વિલાસવતીએ હર્ષિત વદને કહ્યું : “સ્વામીનાથ, આપ નિશ્ચિત બનીને એકાગ્ર ચિત્તે સાધના કરો.” મેં વસુભૂતિને કહ્યું : “મિત્ર, આ ૨૪ કલાક તારે મારા દ્વારક્ષક બનીને, અપ્રમત્તભાવે ઊભા રહેવાનું છે. એક ક્ષણ પણ પ્રમાદ કરવાનો નથી. અને વિલાસવતીને પાસેની ગુફામાં બેસાડી દે.' | વિલાસવતીને એક ગુફામાં બેસાડી. તેને પર્ણશય્યા બનાવી આપી અને આવશ્યક સૂચના આપી દીધી. વસુભૂતિને દ્વારપાલ બનાવ્યો અને ગુફામાં મેં મારી અંતિમ સાધનાનો પ્રારંભ કરી દીધો. પંચવર્ણનાં પુષ્પો પાથર્યા. આ અજિતબલા દેવીની સ્થાપના કરી. જ આવશ્યક મુદ્રાઓ કરી, અને મંત્રનો એક લાખ જાપ શરૂ કર્યો. લગભગ આઠ હજાર મંત્રજાપ થયો હશે. ત્યાં મને લાગ્યું કે આકાશ અટ્ટહાસ્ય કરી રહ્યું છે, વાદળાંઓનો પ્રચંડ ગડગડાટ થઈ રહ્યો છે, સમુદ્રમાં તીવ્ર ખળભળાટ થઈ રહ્યો છે.. શ્રી સમરાદિત્ય મહાકથા ૭૮૭ For Private And Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મેં વિચાર્યું : ‘વિલાસવતી જરૂ૨ ભયભીત થઈ જશે...' પરંતુ તરત જ મને મહારાજા ચક્રસેનનું વચન યાદ આવ્યું : ‘આ સાધનામાં માત્ર તને ભયભીત કરનારા ઉપદ્રવ થશે, કોઈ નુકસાન નહીં થાય.' મેં માન્યું કે આ બધા ભયાનક અવાજ માત્ર મને સંભળાય છે... મને ડરાવવા માટે વિલાસવતીને આ અવાજો નહીં સંભળાતા હોય.’ Acharya Shri Kailassagarsuri Gyanmandir મેં ભય પામ્યા વિના, મંત્રજાપ ચાલુ રાખ્યો. લગભગ ૨૪ હજાર મંત્રજાપ થયો હશે, ત્યાં મારી સામે એક મદોન્મત્ત હાથી આવીને ઊભો... મારા કાને ‘હા આર્યપુત્ર... હા આર્યપુત્ર... વિલાસવતીનો કરુણ સ્વર અથડાયો...’ આ હાથીએ મને કચડી નાખી... અરેરે... હું મરી ગઈ...’ મારા મનનું મેં સમાધાન કર્યું : 'માયાજાળ છે બધી!' હાથીના દંતશૂળમાં લોહીલુહાણ થયેલો મહાવત લટકતો હતો... તેના કાન ૫૨ અંકુશ લટકતાં હતાં, ક્રોધથી ધૂંવાપૂવા થયેલો એ હાથી, પોતાની સૂંઢને ગોળ વાળતો હતો, લાંબી કરતો હતો. સૂંઢમાં પાણી ભરીને ચારે બાજુ છાંટતો હતો. તેના ગંડસ્થળમાંથી મદ ઝરતો હતો... ઉત્તર દિશાનાં વાદળોના જેવો પ્રચંડ ગડગડાટ કરતો હતો... મેં મારા મનનું સમાધાન કર્યું : ‘બધી માયાજાળ છે!' નિર્ભય ચિત્તે મારો મંત્રજાપ ચાલતો રહ્યો. પચાસ હજાર મંત્રજાપ પૂર્ણ થયો હશે... ત્યાં બીજું દૃશ્ય મારી સામે ખડું થયું. એક ભયંકર પિશાચણી પ્રગટ થઈ. તેના લાંબા લાંબા નખવાળા પંજામાં, વિલાસવતી પકડાયેલી હતી... ને તે કરુણ રુદન કરતી હતી. પિશાચણીનું આવું રૂપ મેં પહેલી જ વાર જોયું. * સીસમના લાકડા જેવો કાર્બો રંગ. * વીજળીના તણખા જેવી આંખો... * ગળામાં માનવશરીરના ટુકડાઓની બનાવેલી માળા... * લોહીથી લથપથ ચામડાંનાં વસ્ત્રો... ૧૮૮ * મનુષ્યની ખોપરીમાં રુધિરપાન કરતી. * ઘોર અટ્ટહાસ કરતી... એ પિશાચણીને મેં જોઈ... છતાં હું જરાય વિચલિત થયો નહીં. તે દૃશ્ય અદૃશ્ય થઈ ગયું. મેં વિચાર્યું : ‘આ પણ માયાજાળ જ છે!' For Private And Personal Use Only ભાગ-૨ * ભવ પાંચમો Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મારો મંત્રજાપ ચાલતો જ રહ્યો. ૭પ હજાર મંત્રજાપ થયો હશે... કે એક નવી માયાજાળ મારી સમક્ષ રચાઈ ગઈ. આકાશમાં વાદળાં ગડગડવા લાગ્યાં. વીજળીના કડાકા થવા લાગ્યા. લોહીનો અનરાધાર વરસાદ વરસવા લાગ્યો. શિયાળના વિસ સ્વરો અને વેતાલનાં ચિત્કાર સંભળાવા લાગ્યા. મારી સમક્ષ મસ્તક વિનાના વેતાલો નૃત્ય કરવા લાગ્યા. વસ્ત્રરહિત નગ્ન ને બીભત્સ ડાકણો નાચવા લાગી. કેવી હતી એ ડાકણો! એ ડાકણોની આંખો એટલે સળગતી આગ! ગૂંચળાં વળી ગયેલાં, લાંબા લાંબા વાળ... હાથીના દંતશૂળ જેવા લાંબા લાંબા દાંત... અને લપલપ કરતી લાંબી લાંબી જીભ! નાચતી જાય અને મારી સામે દાંતિયાં કરતી જાય... હું નિર્ભય રહ્યો. એ દૃશ્ય અદૃશ્ય થઈ ગયું... માયાજાળ જ હતી એ. મારો મંત્રજાપ ૮૦ હજારથી પણ વધુ થયો હતો, ત્યાં નવી માયાજાળનું દૃશ્ય ઉપસ્થિત થયું. Acharya Shri Kailassagarsuri Gyanmandir મને કોઈ અદશ્ય... ભયાનક નખવાળા પંજામાં પકડવામાં આવ્યો... અને નરક જેવા અંધારિયા પાતાળકૂવામાં ફેંકી દેવામાં આવ્યો... કૂવો વિશાળ હતો... ચારે બાજુથી ભયંકર રાક્ષસીઓએ આવીને, મને ઘેરી લીધો... ♦ બિહામણાં... બીભત્સ મોઢાં... * લાંબા લાંબા તીક્ષ્ણ દાંત... * ગળામાં ખોપરીઓની માળા... * મોટાં કોળાં જેવાં લટકતાં સ્તન... * ફૂલી ગયેલું મોટુંમસ પેટ... * ફૂલી ગયેલાં મડદાનાં જેવાં સાથળ... * તાડના થડ જેવી જંઘા... આવી એ ભયંકર રાક્ષસીઓ હાથમાં મોટા છરા લઈ, મનુષ્ય કલેવરોને કાપતી હતી... અને તીવ્ર સ્વરે બોલતી હતી - ‘મારો... કાપો... મારો.. કાપો.’ શ્રી સમરાદિત્ય મહાકા ચારે બાજુથી આવી રાક્ષસીઓએ મને ઘેરી લીધો... છતાં હું નિર્ભય રહ્યો. માયાજાળ સમેટાઈ ગઈ. મારો એક લાખ મંત્રજાપ પૂર્ણ થઈ ગયો. * For Private And Personal Use Only ૧૮૯ Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir I[૧૧ ] શત્રનો અંતિમ પ્રહર હતો. સુગંધી પવન મંદ મંદ ગતિએ વાતો હતો. સુગંધી પુષ્પોની ઝરમર ઝરમર વૃષ્ટિ થવા લાગી... સર્વત્ર જય-જયકારનો ધ્વનિ સંભળાવા લાગ્યો. કિન્નરીઓનાં વૃન્દ આવીને, ગીત-સંગીત રેલાવવા લાગ્યાં. વાતાવરણ અત્યંત પ્રફુલ્લિત... સુવાસિત અને આલાદ બની ગયું. આકાશ પ્રકાશિત થયું. ઝાંઝરનો ઝમકાર થયો... અને દેવી અજિતબલાનું પૃથ્વી પર અવતરણ થયું. મેં ઊભા થઈને, ભાવપૂર્વક તેમનાં ચરણોમાં પ્રણામ કર્યા. દેવીના મુખ પર શરદ ઋતુના સૂર્યની પ્રભા હતી. પ્રજ્વલિત અગ્નિની શિખા જેવી એમની દેહકાત્તિ હતી. પૂર્ણિમાના ચંદ્રની જયોત્સના તેમનાં નયનોમાં ઊતરી આવી હતી. અત્યંત મનોહર રૂપ હતું, તે દેવીનું. તેમણે મને કહ્યું : “કુમાર, તેં ભવ્ય પુરુષાર્થ કર્યો... અદ્દભુત છે તારું મનોબળ... નિશ્ચયબળ અને અપૂર્વ છે તારી નિર્ભયતા! કુમાર, હું દેવી અજિતબલા છે. તારી સાધનાથી પ્રસન્ન થઈ, હું તને સિદ્ધ થઈ છું. હવે તારે મંત્રજાપ કરવાનો નથી. સાધના કરવાની નથી.' એ જ સમયે આકાશમાર્ગેથી એક વિમાન ઊતરી આવ્યું. તેમાંથી સુંદર મુખાકૃતિવાળા અને સુશોભિત દેહવાળા વિદ્યાધરોનું વૃંદ બહાર આવ્યું અને જ્યાં અમે હતાં, ત્યાં આવીને, પ્રણામ કરીને ઊભું રહ્યું. દેવી અજિતબલાએ મધુર સ્વરમાં મને સંબોધીને કહ્યું : “હે પુત્ર, આ ચંડસિંહ વગેરે વિદ્યાધરો છે. તારા ગુણો અને પરાક્રમથી તારા પ્રત્યે અનુરાગી બન્યા છે. તારા આજ્ઞાંકિત બની, કૃતાર્થ બનવા આવ્યા છે.” મેં કહ્યું : “હે માતા, આ બધો પ્રભાવ આપ ભગવતીનો છે.” મેં વિદ્યાધરોનું અભિવાદન કર્યું. દેવીએ કહ્યું : “પુત્ર, હવે અહીં જ હું વિદ્યાધરોના રાજારૂપે તારો અભિષેક કરીશ.” મેં કહ્યું : “હે ભગવતી, ભલે, આપ રાજ્યાભિષેક કરો, પરંતુ દેવી વિલાસવતી અને મિત્ર વસુભૂતિની હાજરીમાં કરો. મેં વસુભૂતિને બોલાવવા બૂમ મારી.. “વસુભૂતિ.... વસુભૂતિ..” પરંતુ એનો પ્રત્યુત્તર ના મળ્યો. મેં વિદ્યાધરો પાસે આસપાસના પ્રદેશમાં વસુભૂતિની તપાસ કરાવી, વસુભૂતિ ના મળ્યો. મારા મનમાં અશુભની શંકા પેદા થઈ. મેં પોતે એની શોધ કરવા માંડી. જ્યારે એ ના મળ્યો ત્યારે એક વિદ્યાધરની સાથે આકાશમાર્ગમાં રહીને, શોધ કરવા માંડી. ભાગ-૨ # ભવ પાંચમો 960 For Private And Personal Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યાં એક ઝાડીમાં... આમતેમ દોડતો. વસુભૂતિ દેખાયો. તેના બે હાથમાં વૃક્ષની એક મોટી ડાળી હતી. તે આકાશમાં ડાળીને વીંઝતો હતો. તેણે અમને જોયા. તે અમારા તરફ દોડતો આવ્યો... “અરે, દુષ્ટ વિદ્યાધર, ઊભો રહે. મારા પ્રાણપ્રિય મિત્રની પત્નીનું અપહરણ કરીને તું ક્યાં ભાગી જાય છે?' અમે ભૂમિ પર ઊતરી આવ્યા હતા. તેણે ડાળી વીંઝી અને અમને મારવા માટે ધસી આવ્યો. મારા મનમાં મોટી ફાળ પડી.. “જરૂર દેવીનું અપહરણ થઈ ગયું છે.' મેં વસુભૂતિને પકડી લીધો. વિદ્યારે એની પાસેથી ડાળી લઈ લીધી. મેં એને પૂછયું : “મિત્ર, શું થયું? દેવી ક્યાં છે?” પણ સાંભળે જ કોણ? એ ઝનૂનમાં હતો. વિદ્યાધરને મારવા ધસી ગયો. મેં એને મારા બાહુપાશમાં જકડી લીધો અને એનું શરીર હચમચાવી નાખ્યું. વસુભૂતિ, તું ભાનમાં આવ... હું તારો મિત્ર સનકુમાર છું... તું શું કરી રહ્યો છે? દેવી ક્યાં છે?' તે ભાનમાં આવ્યો. તેણે મને ઓળખ્યો. મને વળગી પડ્યો. આંખોમાં આંસુ સાથે તે બોલ્યો : “મિત્ર, દેવીનું અપહરણ થઈ ગયું છે....” મેં પૂછ્યું : “ક્યારે અને કેવી રીતે? તેણે કહ્યું : “તમે વિદ્યાસાધનાનો પ્રારંભ કર્યો તે જ રાત્રિમાં, વિદ્યાધરોનું એક ટોળું ગુફા પાસે આવેલું. હું ગુફાના દ્વાર પાસે જ ઊભો હતો. મેં તેમને ગુફામાં પ્રવેશવા દીધા નહીં. તિરસ્કાર કરીને કાઢી મૂક્યા... પરંતુ થોડી જ વારમાં, જે ગુફામાં દેવી વિલાસવતી હતી, ત્યાંથી ‘હા આર્યપુત્ર... હા આર્યપુત્ર..' એવો અવાજ આવ્યો. મારા હૈયામાં ફાળ પડી. હું એ બાજુ દોડ્યો.... પરંતુ ત્યાં તો વિદ્યાધરો એમના વિમાનમાં દેવીને બેસાડી, આકાશમાર્ગે ઊડડ્યા હતા. વિમાનમાંથી દેવી પોકાર પાડતાં હતાં.. “આર્ય વસુભૂતિ... મને બચાવો... મને બચાવો... આ દુો મને...'હું વિમાનની પાછળ ભૂમિ પર દોડવા લાગ્યો. વિદ્યાધરોને પડકારવા લાગ્યો.. પરંતુ વિમાન દષ્ટિપથમાંથી બહાર નીકળી ગયું.... અને હું આ વનમાં ભટકવા લાગ્યો. મારી એક ભૂલ થઈ ગઈ. જ્યારે એ વિદ્યાધરો દેવીની ગુફા તરફ ગયા ત્યારે તેમની પાછળ પાછળ ગયો હોત તો આ દુઃખદ પરિણામ ના આવત.' ‘મિત્ર, ચિંતા ના કર, વિષાદ ના કર. હવે મને “અજિતબલા” વિદ્યા સિદ્ધ થયેલી છે, એટલે દેવીને શોધીને, લઈ આવવી સામાન્ય વાત છે.' અમે વાત કરતા હતા ત્યાં અજિતબલા દેવી આવ્યાં. અમને ચિંતામગ્ન જોઈને તેમણે પૂછ્યું : “હે વત્સ, આ બધું શું છે?' મેં દેવીને બધો વૃત્તાંત સંભળાવ્યો. સાંભળીને દેવી કોપાયમાન થઈ ગયાં. તેમણે મને કહ્યું: “તમે બંને અહીં જ રહો. દેવી વિલાસવતીની શોધ કરવા, હું પવનગતિ વગેરે વિદ્યાધરોને ચારે દિશામાં મોકલું છું.” શ્રી સમરાદિત્ય મહાકથા c૧ For Private And Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવી અદૃશ્ય થઈ ગયા. વિદ્યાધરી ચારે દિશાઓમાં ઊપડી ગયા. હું અને વસુભૂતિ એ જ શિખર પર રહ્યા. આ વખતે વિલાસવતીના વિયોગે મને એટલો બધો વ્યાકુળ કર્યો નહીં કારણ કે એને મેળવવાની મારી પાસે દૈવીશક્તિ આવી ગઈ હતી. દેવી અજિતબલા સિદ્ધ થયા હતાં. છતાં વિદ્યાશક્તિના શુભ પ્રસંગે તે ઉપસ્થિત ના રહી શકી, એનું મને ઘણું દુઃખ હતું. બીજી બાજુ, વસુભૂતિ સાથે જ હોવાથી મને એનું સંપૂર્ણ આશ્વાસન હતું. વસુભૂતિ વિલાસવતીની રક્ષા ના કરી શક્યો, એનો વસવસો એના હૃદયમાં હતો, પરંતુ મેં એ વસવસો દૂર કરી દીધો. અમે પવનગતિ વગેરે વિદ્યાધર સુભટોની પ્રતીક્ષા કરવા લાગ્યા. બે દિવસ પસાર થઈ જવા છતાં કોઈ સમાચાર ના આવ્યા, તેથી અમે બંને થોડા ઉદ્વિગ્ન થયા, પરંતુ અકળાયા નહીં. મને વિશ્વાસ હતો કે વિદ્યાધરો વિલાસવતીનો વૃત્તાંત જાણીને જ આવશે. ત્રીજા દિવસે સવારે પવનગતિ આવ્યો. તેણે પ્રણામ કરીને, મને કહ્યું : “હે દેવ, દેવીની ભાળ મળી ગઈ છે.’ ક્યાં છે દેવી? કોણ એનું અપહરણ કરી ગયું હતું?' હે નાથ, હું બધો જ વૃત્તાંત આપને કહું છું. હું અહીંથી ભમતો ભમતો વૈતાઢ્યપર્વત ઉપરના રથનૂપુર ચક્રવાલ નામના નગરમાં ગયો. ત્યાં પ્રજાજનોને મેં અશાન્તઉદ્વિગ્ન જોયા. હું નગરના રાજમાર્ગો પર ચાલ્યો. મેં જોયું તો નગરનાં સર્વે મંદિરોમાં પૂજાપાઠ અને હોમ-હવન ચાલી રહ્યાં હતાં. મારે જાણવું હતું કે આ બધું શું ચાલી રહ્યું છે? શા માટે ચાલી રહ્યું છે? મેં એક પ્રૌઢ વિદ્યાધરને વિનયથી પૂછ્યું : હે પૂજ્ય, નગરમાં આ બધું શું ચાલી રહ્યું છે? મંદિરોમાં પૂજાપાઠ... હોમ-હવન થઈ રહ્યાં છે... અને પ્રજાજનો અશાત્ત છે..?” એ વિદ્યાધરે મને કહ્યું : “ભદ્ર, આ નગરના રાજા અનંગરતિ છે. તેઓ મલયપર્વત પર ગયા હતા અને ત્યાં વિદ્યાસાધના કરી રહેલા કોઈ એક મહાપુરુષની પ્રિયતમાની ઇચ્છા ન હોવા છતાં, તેનું અપહરણ કરી લાવ્યા છે. એ સ્ત્રી રાજાને ઇચ્છતી નથી, તેથી રાજાને આધીન થતી નથી. રાજા એના પર મોહિત થયેલો હોવાથી, એના પર બળાત્કાર કરવા તત્પર બન્યો...” પવનગતિની આ વાત સાંભળતાં સાંભળતાં, હું ક્રોધાવેશમાં આવી ગયો... હું મારા આસન પરથી ઊભો થઈ ગયો.. જાણે કે મારી સામે જ એ દુષ્ટ વિદ્યાધર રાજા વિલાસવતી પર બળાત્કાર કરતો હોય... એવી ભ્રમણા થઈ આવી.. ને ત્રાડ પાડી. “અરે દુષ્ટ.. અધમ.. મારા જીવતાં તું મારી પત્ની પર બળાત્કાર કરીશ? લાવો મારું ખગ લાવો... હું નરાધમને...” ત્યાં પવનગતિએ મારા બે હાથ હર | ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પકડીને, મને આસન પર બેસાડીને કહ્યું : “દેવ, આપ ઉદ્વિગ્ન ના બનો... એ અનંગરતિ ગમે તેટલા ધમપછાડા કર્યા... છતાં સિંહણ જેવાં દેવી, એ કૂતરાને વશ ન થયાં, તે ન જ થયાં. દેવીના શીલના પ્રભાવથી... વિદ્યાદેવી મહાકાલી ત્યાં પ્રગટ થયાં. મહાકાલી અત્યંત રોષે ભરાયાં હતાં. ભયંકર ધરતીકંપ થયો.. સમગ્ર નગર હલી ઊઠ્યું. આકાશમાંથી વીજળી પડી. અને ઠેર ઠેર આગ લાગી. દેવી મહાકાલીએ મહેલમાં જઈ, રાજા અનંગરતિને તતડાવ્યો : “વિદ્યાધરકુળને કલંકિત કરનાર અધમ રાજા, આવું દુષ્કર્મ તારે કરવું ના જોઈએ. છોડી દે આ સ્ત્રીને, નહીંતર તારો અને તારા નગરનો સર્વનાશ થશે.” દેવીના પ્રકોપથી ડરી ગયેલા રાજાએ, દેવી વિલાસવતીને સતાવવાનું બંધ કર્યું, પરંતુ હજુ એનો મોહ ઓછો થયો નથી. નગરજનોએ પરસ્પર પરામર્શ કર્યો : દેવી કોપાયમાન થાય તો નગરનો વિનાશ થાય. માટે આપણે શાંતિકર્મ કરવું જોઈએ. માટે મંદિરોમાં પૂજાપાઠ અને હોમ-હવન ચાલી રહ્યું છે. મેં એ ભલા વિદ્યાધરને પૂછ્યું : “રાજાએ એ સ્ત્રીને અત્યારે ક્યાં રાખી છે?' - વિદ્યાધરે કહ્યું : “રાજમહેલના ઉદ્યાનમાં, એક આમ્રવૃક્ષની નીચે રાખી છે, એમ મેં જાણ્યું છે.” મેં એ વિદ્યાધરનો આભાર માન્યો. એ ચાલ્યો ગયો. મેં વિચાર્યું કે હું દેવીને મળીને, જો અનુકૂળતા હોય તો ઉપાડીને લઈ આવું!” આકાશમાર્ગે રાજમહેલની પાછળના ભાગમાં ગયો. આકાશમાં રહીને મેં દેવીને આમ્રવૃક્ષ નીચે ઉદાસ મુખે બેઠેલાં જોયાં. એમની આસપાસ વિદ્યાધર-સ્ત્રીઓ વીંટળાઈને બેઠી હતી. ઉદ્યાનની ચારે બાજુ વિદ્યાધર સુભટો રક્ષણ કરતા ઊભા હતા. દેવીને મળવાનો કે એમને લઈ આવવાનો કોઈ અવકાશ ન હતો. તેથી સીધો હું અહીં આવી ગયો.” પવનગતિ વૃત્તાંત સંભળાવતો હતો ત્યારે અન્ય દિશાઓમાં ગયેલા વિદ્યાધર સુભટો બ્રહ્મદત્ત, સમરસેન, ચંડસિંહ, વાયુવેગ, અમૃતપ્રભ, દેવઋષભ વગેરે આવી ગયા હતા. સહુ વિદ્યાધરો પવનગતિનો વૃત્તાંત સાંભળીને, ક્રોધથી સળગી ઊઠ્યા. મેં વસુભૂતિ સામે જોયું. વસુભૂતિએ કહ્યું : “મિત્ર, હવે વિલંબ ના કરવો જોઈએ. દેવી મહાકાલીના ઉપદેશથી રાજા શરમાયો તો છે જ. હવે દૂતને મોકલી, રાજાને શાન્તિથી સમજાવી, દેવી વિલાસવતીને બોલાવી લો.” વિદ્યાધર સુભટ બ્રહ્મદત્તે કહ્યું : “મહારાજા, પોતાની પત્નીને મુક્ત કરાવવા દૂત મોકલવો, મને ઉચિત નથી લાગતું.” સમરસેને ક્રોધાવેશમાં કહ્યું : “આવા દુષ્ટની પાસે યાચના કરવા દૂતને મોકલવો, તે આપણા જેવા માટે “કલંક' કહેવાય.” શ્રી સમરાદિત્ય મહાકથા Ocs For Private And Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંડસિંહ, અમૃતપ્રભ વગેરે વિદ્યાધર સુભટોને પણ દૂત મોકલવાની વાત ના ગમી. તેઓ બધા લડી લેવાના જોશમાં હતા. મેં તેને સમજાવ્યા : “મારા પ્રિય સુભટો, યુદ્ધપૂર્વે દૂતને મોકલવાની રાજનીતિ છે. આપણે રાજનીતિને અનુસરવું જોઈએ. જોકે એ દુષ્ટ... પરસ્ત્રીકામી રાજા, દૂત સાથે વિલાસવતીને મોકલવાનો તો નથી જ. એટલે યુદ્ધ કરવું અનિવાર્ય જ છે.' સુભટો માની ગયા. દૂત તરીકે પવનગતિને મોકલવાનું નક્કી કરી, તેની સાથે રાજા અનંગરતિને કહેવાનો સંદેશો આપ્યો. પવનગતિ આકાશમાર્ગે રથનૂપુર-ચક્રવાલ નગરે પહોંચ્યો. સીધો તે રાજા અનંગરતિના મહેલમાં ગયો, અનંગરતિને પ્રણામ કરી, તેણે મારો સંદેશો આપ્યો : હે વિદ્યાધર નરેન્દ્ર, હું વિદ્યાધર-રાજા સનકુમારનો દૂત છું કે જેમની પ્રિયતમાનું તમે અપહરણ કરીને લાવ્યા છો. તમારું આ અપકૃત્ય અપયશ ફેલાવનારું છે. આત્માની અધોગતિ કરનારું છે. લોકોમાં હાંસીપાત્ર બનાવનારું છે. રાજન, લોકવિરુદ્ધ અને પરલોકવિરુદ્ધ કાર્ય સર્જન પુરુષો કેમ કરી શકે? પરસ્ત્રીનું અપરહણ લોકવિરુદ્ધ કાર્ય છે. માટે તમે મારી પ્રિયતમાને મુક્ત કરો અને મારા દૂત સાથે સત્વરે એને મોકલી આપો.' અરે વિદ્યાધર, પૃથ્વીવાસી વળી ક્યારે રાજા બની ગયો? તમે વિદ્યાધરોએ એને તમારો રાજા ક્યારે માની લીધો? એક પૃથ્વીવાસી માનવી મને કહેવાની ધૃષ્ટતા કરે છે કે, “આ ખોટા કાર્યનો ત્યાગ કર?” હું વિદ્યાધર રાજા એની આજ્ઞા સ્વીકારું? કદાપિ નહીં બની શકે. એની પત્નીને નહીં મોકલું. એને જે કરવું હોય તે કરે. અનંગરતિએ ઉત્તર આપ્યો. પવનગતિ રાજમહેલમાંથી નીકળી, ઉદ્યાનમાં બેઠેલી વિલાસવતી પાસે ગયો. તેને મારો સંદેશો આપ્યો : “દેવી, તમે ચિંતાનો ત્યાગ કરો. તમારો વૃત્તાંત અમે જામ્યો છે. થોડા દિવસોમાં જ અમે તમને મુક્ત કરીશું.' | વિલાસવતીએ કહ્યું : “હે વિદ્યાધર, આર્યપુત્રને કહેજે... આપ જીવંત છો, પછી મને ચિતા શાની હોય? વહેલા વહેલા અહીં પધારો... અને મને, તમારા દર્શન આપો.' બીજા દિવસે પવનગતિ પાછો આવ્યો. અનંગરતિને આપેલો પ્રત્યુત્તર અને વિલાસવતીએ આપેલો સંદેશો કહી સંભળાવ્યો. અનંગરતિનો પ્રત્યુત્તર સાંભળીન, વિદ્યાધર સુભટો ક્રોધથી ધમધમી ઊઠ્ય, ચંડસિંહે મને કહ્યું : “હે દેવ, હવે અવિલંબ યુદ્ધની તૈયારી કરવી જોઈએ... એ દુષ્ટ રાજાને યુદ્ધના મેદાનમાં ઊભો ને ઊભો ચીરી નાખવો જોઈએ.” ' કહ્યું : “હે વીર સુભટ, આમેય એ રાજાનો વિનાશ નક્કી જ છે. એ બુદ્ધિભ્રષ્ટ ભાગ-૨ # ભવ પાંચમો છc૪ For Private And Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થર્યો છે... એની સાથે યુદ્ધ શા માટે કરવું? હું એકલો જ જાઉં છું અને પૃથ્વીવાસીનું પરાક્રમ તેને બતાવું છું...' સમરસેને કહ્યું : “દેવ, એ દુષ્ટ આપના સેવકની સામે પણ ટકી શકે એમ નથી, તો પાછી આપના પરાક્રમનું તો પૂછવું જ શું? પરંતુ અમે આ યુદ્ધ આપને નહીં કરવા દઈએ, આપ વિદ્યાધરોનું યુદ્ધ જોયા કરજો....' “પરાક્રમી સુભટ, તમારી ભાવના શ્રેષ્ઠ છે, પરંતુ મારી પત્નીને મુક્ત કરવા, મારે જ યુદ્ધ કરવું જોઈએ અને એ પાપીને સજા કરવી જોઈએ.” અમારો વાર્તાલાપ ચાલતો હતો ત્યાં દેવી અજિતબલા પ્રગટ થયાં. અમે સહુએ તેમને ભાવથી પ્રણામ કર્યા. તેઓ મોટા આસન પર બેઠાં. હું એમના ચરણોમાં બેઠો. તેઓએ મને કહ્યું : મહાનુભાવ, જુઓ આકાશમા હજારો વિદ્યાધર સુભટો તમારી રાહ જુએ છે.' મેં આકાશ તરફ જોયું... હજારો સુભટો શસ્ત્રસજ્જ બનીને, યુદ્ધ માટે થનગની રહ્યા હતા, અને મારા નામનો જય-જયકાર કરી રહ્યા હતા. દેવીએ મને કહ્યું : “પુત્ર, વિદ્યાધરોનો તું રાજા છે. રાજા યુદ્ધ કરવા એકલો ના જાય, તેની સાથે જાય. ભલે, અવસર આવે ત્યારે તું એકલો એ દુષ્ટ રાજા સાથે યુદ્ધ કરજે. પરંતુ એ પહેલાં તારે વિદ્યાધરોના યુદ્ધની કળા જોવાની છે. વત્સ, યુદ્ધમાં તારો વિજય નિશ્ચિત છે. માટે કોઈ ચિંતા કર્યા વિના, તમે બંને આ વિમાનમાં બેસી જાઓ. હું અદશ્ય રીતે તારી સાથે જ છું.” દેવીની આજ્ઞાથી ચંડસિંહે અમને બંનેને, વિદ્યાધરને શોભે તેવાં વસ્ત્ર આપ્યાં. અમે ગુફામાં જઈ વસ્ત્રપરિવર્તન કર્યું. ત્યાર પછી ચંડસિહે અમને બંનેને શસ્ત્રસજ્જ કર્યા. વિદ્યાધરોનાં કેટલાંક શસ્ત્રો કે જે અમે બંને મિત્રો ચલાવતા જાણતા ન હતા, ચંડસિહે અમને બતાવી દીધું. અમારા માટે ખાસ બનાવેલા, વિમાનમાં અમે બંને બેઠા અને વિમાન આકાશમાર્ગે વૈિતાઢયપર્વત તરફ ઊડવા માંડ્યું. હજારો શસ્ત્રસજજ વિદ્યાધર યોદ્ધાઓ મારા નામનો જય-જયકાર કરતા, તલવારોને આકાશમાં નચાવતા, મારી પાછળ આવી રહ્યા હતા. આકાશમાર્ગે જતાં અમે નીચે પૃથ્વી પર અનેક ગામ-નગરો જોયાં. ચંડસિંહ અમારા વિમાનને અડીને જ ગતિ કરી રહ્યો હતો, તે અમને તે તે નગરનાં નામ બતાવતો હતો, અનેક જંગલો અને ખીણો ઉપરથી અમે ઊડી રહ્યા હતા. દેવી અજિતબલાએ પ્રગટ થઈને કહ્યું : “ચંડસિંહ, આપણી સેનાનો પડાવ વૈતાઢયની તળેટીમાં નાખવાનો છે.” અમે વૈતાઢયની તળેટીમાં પહોંચી ગયાં. ક લ ક શ્રી સમરાદિત્ય મહાકથા 964 For Private And Personal Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૭] જી, ભગવતી!' ‘તારે ત્રણ ઉપવાસ કરવાના છે.” જેવી આપની આજ્ઞા....” સર્વ વિદ્યાદેવીઓની પૂજા કરવાની છે, અને મંત્રજાપ કરવાનો છે.' આપના નિર્દેશ મુજબ બધું જ કરીશ.” “વત્સ, આ સાધનાથી તું અજેય બનીશ અને અસંખ્ય વિદ્યાધરો તારી સાથે મૈત્રી બાંધશે.” અજિતબલા દેવીએ મને માર્ગદર્શન આપ્યું ને આશીર્વાદ આપ્યા. ત્રણ ઉપવાસ કરી, મેં સર્વ વિદ્યાદેવીઓની પૂજા કરી, મંત્રજાપ કર્યો અને દેવી અજિતબલાનું એકાગ્રચિત્તે ધ્યાન કર્યું. મારી સાધના પૂર્ણ થઈ. મેં ત્રણ ઉપવાસનું પારણું કર્યું. અસંખ્ય વિદ્યાધરો વૈતાદ્ય પર્વતની તળેટીમાં, અમારા પડાવમાં ભેગા થયા... સૌએ મને યુદ્ધમાં સાથ આપવા વચન આપ્યું. અનંગરતિને એના ગુપ્તચરોએ, વિશાળ સૈન્ય સાથે મારા આગમનને સમાચાર આપ્યા. તે ક્રોધે ભરાયો. તેણે સેનાપતિ દુર્મુખને સૈન્ય સાથે યુદ્ધ માટે અમારી સામે મોકલ્યો. વૈતાઢ્ય પર્વતની તળેટી જ અમારું યુદ્ધ મેદાન બની ગયું. અમારા સૈન્યમાં રણભેરી વાગી. વિદ્યાધર સુભટો શસ્ત્રસજ્જ થઈ ગયા. મેં પણ યુદ્ધ માટે તૈયારી કરી. દેવી અજિત બાલાએ આપેલું ખગ લઈને, હું પ્રયાણ કરવાની તૈયારી કરતો હતો, ત્યાં સેનાપતિ દુર્મુખનો દૂત આવ્યો, મારી આસપાસ ઊભેલા વિદ્યાધર સેનાપતિઓ ચંડસિંહ, સમરસેન, અમૃતપ્રભ વગેરેને સંબોધીને બોલ્યો : “હું મહારાજા અનંગરતિના સેનાપતિ દુર્મુખનો દૂત છે. તેઓએ કહેવડાવ્યું છે કે ભૂમિવાસી એક મનુષ્યના સેવક બનેલા તે વિદ્યાધરો, તમને અપ્રતિહત શાસનવાળા મહારાજા અનંગરતિ સાથે યુદ્ધ કરવાની ઘણી હોંશ છે ને? અને એ માટે તમે રાજધાની તરફ પ્રયાણ કરી રહ્યા છો? તમારે આગળ વધવાની જરૂર નથી. અહીં જ પહાડની તળેટીમાં હું સેનાપતિ દુર્મુખ, તમારી હોંશ પૂરી કરીશ.' “રાજા અનંગરતિ યુદ્ધ કરવા આવ્યો નથી,' એમ જાણીને મેં મારું ખડુંગરન નીચે મૂકી, ચંડસિંહને કહ્યું : “હું અનંગરતિના સેનાપતિ સાથે યુદ્ધ કરવા નથી ઇચ્છતો. અનંગરતિ સાથે જ યુદ્ધ કરીશ.” ભાગ-૨ # ભવ પાંચમો NEG For Private And Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંડસિંહે કહ્યું : ‘હે દેવ, યુદ્ધ કરવાની મને આજ્ઞા આપો, આપના આ સેવકનું પરાક્રમ આપ જોજો.' ‘મેં ચંડસિંહને અનુમતિ આપી. તેને સેનાપતિપદની પુષ્પમાળા પહેરાવી. તેણે માળા સ્વીકારી, અને સેના સાથે તે શત્રુસેના તરફ તીવ્ર ગતિથી ધસી ગયો. હું, વસુભૂતિ અને અન્ય વિદ્યાધર-સેનાપતિઓ સાથે, મારા વિમાનમાં જ રહ્યો. યુદ્ધનો પ્રારંભ થયો. સર્વપ્રથમ ધનુષ્ય-બાણથી યુદ્ધ શરૂ થયું. આકાશ તીરોથી છવાઈ ગયું. અનેક સુભટો વીંધાયા ને ભૂશરણ થઈ ગયા. ત્યાર પછી ખડ્ગ-યુદ્ધ થયા લાગ્યું. આકાશમાં જેમ વીજળીઓ ચમકે તેમ અસંખ્ય તલવારો ચમકવા લાગી. અનેક સુભટો કપાયા છેદાયા. ભેદાયા. સેનાપતિ ચંડસિંહે દુર્મુખને હ્યું : ‘અરે દુર્મુખ, આપણે બંને જ યુદ્ધ કરી લઈએ. હું મહારાજા સનત્કુમા૨નો સેનાપતિ ચંડસિંહ છું... અને તું અનંગતિનો સેનાપતિ છે.’ દુર્મુખ ચંડસિંહની ભર્ન્સના કરતાં કહ્યું : ‘તું શાનો સેનાપતિ? તું તો ભૂચારી મનુષ્યનો અંક સેવક છે...' એમ કહી દુર્મુખે ચંડસિંહ પર ગદાનો જોરદાર પ્રહાર કરી દીર્ધા. ચંડસિંહે ચતુરાઈથી પ્રહારને ચૂકવી દીધો, અને વળતો સખત ગદા-પ્રહાર દુર્મુખના માથા પર કરી દીધો. દુર્મુખનું માથું ફાટી પડ્યું... લોહીની ઊલટી કરતો, દુર્મુખ ધરતી પર ઢળી પડ્યો... તત્ક્ષણ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું. સેનાપતિ હણાઈ જવાથી એની સેના વેરવિખેર થઈ ગઈ. ચંડસિંહનો વિજય થયો. દેવોએ અને વિદ્યાધરોએ ચંડસિંહ પર પુષ્પવૃષ્ટિ કરી. મેં આજ્ઞા કરી : ‘હવે આપણે વૈતાઢ્ય પર્વત પર જઈને રાજધાની રનૂપુર ચક્રવાલનાં દરવાજા ખખડાવવાના છે. પ્રયાણ શરૂ કરી દો.' ઝડપી પ્રયાણ કરી, અમે પહાડની ઉપર પહોંચ્યા. રથનુપુરનગરને ચારે બાજુથી ઘેરી લીધું અને બે વિદ્યાધર સુભટોને દૂત બનાવી, રાજા અનંગરતિ પાસે મોકલ્યા. તેઓએ અનંગતિની રાજસભામાં જઈ, મારો સંદેશ સંભળાવ્યો : હું અનંગતિ, હવે તું રાજમહેલ છોડી તપોવનમાં ચાલ્યો જા. નહીંતર મારા ક્રોધદાવાનળમાં બળીને ભસ્મીભૂત થઈ જઈશ. હવે તારો અંતકાળ નજીક છે.' અનંગરિત મારો સંદેશો સાંભળીને, રાતોપીળો થઈ ગયો. ધરતી પર પગ પછાડતો ઊભો થઈ ગયો. તેણે મારા દૂતોને કહ્યું : ‘અરે પૃથ્વીવાસી, હું તારા ક્રોધદાવાનળમાં ભસ્મીભૂત થાઉં છે કે તું મારા ક્રોધદાવાનળમાં ભસ્મીભૂત થાય છે... એ તો યુદ્ધ મેદાન પર ખબર પડશે.’ દૂતોએ મારી પાસે આવી સંદેશો આપ્યો. મેં સેનાને યુદ્ધ માટે સજ્જ થવાની આજ્ઞા આપી. રાજા અનંગરતિએ યુદ્ધભેરી વગડાવી. શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Ꮽ Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યુદ્ધભેરી સાંભળીને, હજારો વિદ્યાધર સુભટો રાજમહેલના વિશાળ પ્રાંગણમાં, મેદાનમાં ભેગા થયા. રાજકુમારો પણ શસ્ત્રસજ્જ બની આવી પહોંચ્યા. અનંગરતિએ યુદ્ધમેદાન પરની ધૂહરચના સમજાવી. નગરમાં પ્રજાજનો ભય, શંકા અને ચિંતાથી વ્યગ્ર બની ગયા હતા. વિદ્યાધરો પરસ્પર વાર્તાલાપ કરતા હતા : “મહારાજાનું આ યુદ્ધ અનીતિનું છે. તેમણે પૃથ્વીવાસીની પ્રિયતમા પાછી આપી દેવી જોઈએ...' સાંભળ્યું છે કે હજારો વિદ્યાધર સુભટોએ એ પૃથ્વીવાસીનું આધિપત્ય સ્વીકારી લીધું છે. પર્વતની તળેટીમાં સેનાપતિ દુર્મુખ હણાયો.. અને તેના ભાગી આવી..” મને તો ઉપર પણ એવા જ હાલ થવાના લાગે છે. યુદ્ધમાં ઘોર પરાજય થશે.. એ પૃથ્વીવાસીએ સર્વ વિદ્યાદેવીઓને આધીન કરી લીધી છે...' હા, આપણી નગર-અધિષ્ઠાયિકા દેવી મહાકાલીએ પણ રાજાને ચેતવણી આપી જ હતી. કે તમે પૃથ્વીવાસીની પ્રિયતમા પાછી આપી દે. નહીંતર પરિણામ સારું નહીં આવે.” “પણ આપણો રાજા અભિમાની છે... વિષયાંધ બનેલો છે. એણે દેવીની પણ અવગણના કરી નાખી.. મને તો લાગે છે કે આ યુદ્ધમાં મહારાજા હણાશે.... રાજકુમાર હણાશે...' જ્યારે મનુષ્યનો વિનાશ થવાનો હોય છે ત્યારે તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. મહારાજાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે...' પૃથ્વીવાસીની સેના નાનીસૂની નથી. વિશાળ સેના છે. પરાક્રમી સુભટો છે, અને પૃથ્વીવાસી પોતે, વિદ્યાધર જેટલી જ શક્તિઓ ધરાવે છે...' પોતાની પ્રિયતમાને મુક્ત કરાવવા એ બધો જ પ્રયત્ન કરી છૂટશે. દેવીદેવતાઓ પણ એના જ પક્ષે રહેશે....” અમારા ગુપ્તચરોએ નગરચર્ચા સાંભળીને, અમને કહી સંભળાવી. અમારી સેનાએ યુદ્ધ માટેની સંપૂર્ણ તૈયારી કરી લીધી. અનંગરતિની સેના નગરની બહાર નીકળી. યુદ્ધના અવકાશી મેદાન પર એણે શકટયૂહ"ની રચના કરી. મેં સેનાને “પાગૃહ'માં ગોઠવી દીધી. સેનાના અગ્રભાગે ચંડસિહ, સમરસેન અને દેવઋષભ ત્રણ સેનાપતિઓ ગોઠવાયા. ચંડસિહ પાસે ગદા હતી. સમરસેન ધનુષ્ય-બાણથી સજ્જ હતો, અને દેવઋષભ લાંબી બે તલવારોથી સજ્જ હતો. તેમની પાછળની હરોળમાં મતંગ, પિંગલગંધાર અને વાયુવેગ ગોઠવાયા હતા. મારું વિમાન આ બે હરોળની વચ્ચે હતું. અનંગરતિનું સૈન્ય નજીક આવ્યું. મારી પાસે રહેલા અમિતગતિને મેં શત્રુસેનાના અગ્રિમ સ્થાને રહેલા સુભટોનાં નામ પૂછુયાં. અમિતગતિએ કહ્યું : “હે દેવ, શકટબૂહના ૭૯૮ ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોખરે રાજા કાંચનદં રહેલા છે. ડાબી બાજુ અશોક છે, જમણી બાજુ કાલસિંહ છે. તેમની પાછળ વિરૂપ અને અનંગરતિનું વિમાન છે. યુદ્ધનો પ્રારંભ થયો. ચંડસિંહે યુદ્ધનો પ્રારંભ કરતાં, ગદા બાજુએ મૂકી, ધનુષ્યબાણ લીધાં. ધનુષ્ય પર એક પછી એક દસ તીર ચઢાવીને તેણે અનંગરતિના દસ સુભટોને મારી નાખ્યા. બંને પક્ષો જોશમાં આવીને લડવા લાગ્યા. કાંચનદંષ્ટ્ર રાજાએ મારા સૈન્ય પર તીરોની વર્ષા કરી દીધી. તેનું યુદ્ધ કૌશલ અદ્દભુત હતું. તેની સામે સમરસેને મોરચો લીધો. સમરસેન, કાંચનદંષ્ટ્રના એક એક તીરને, રસ્તામાં જ પ્રતિપક્ષી તીરોથી હણી નાખવા લાગ્યો, બીજી બાજુ અનંગરતિનો જમણો હાથ કહેવાતો કાલસિંહ બે હાથમાં બે તલવારો લઈ... ઘાસની જેમ મારા સુભટોને હણી રહ્યો હતો. મેં તરત જ વાયુવેગને એની સામે દોડાવ્યો. વાયુવેગે ભાલાનો તીણ ઘા કરીને, કાલસિંહના એક હાથને જ છેદી નાખ્યો. છતાં કાલસિંહ એક હાથે મરણિયો બનીને લડવા લાગ્યો. વાયુવેગને દુશ્મન સુભટો એ ઘેરી લીધો... પરંતુ વાયુવેગ એક એક ઘાને ચુકાવી, દુશ્મન સુભટોને હંફાવતો હતો. મતંગે જોયું કે વાયુવેગ ઘેરાઈ ગયો છે. તરત જ બે હાથમાં તલવારો સાથે તે દોડ્યો.... અને પાછળથી દુમન સૈનિકો પર હુમલો કરી દીધો... ચપોચપ તેણે દસ દુશ્મનોને યમસદનમાં પહોંચાડી દીધા. પરંતુ કાંચનદંષ્ટ્ર રાજાએ અવસર જોઈને, ચંડસિંહ પર તલવારનો તીક્ષ્ણ પ્રહાર કરી દીધો. ચંડસિંહ જમીન પર ઢળી પડ્યો. અનંગરતિના સૈન્યમાં વાજિંત્રો વાગવા લાગ્યા. સુભટો હર્ષના પોકારો પાડવા લાગ્યા. મારું સૈન્ય ભાગવા લાગ્યું. ત્યાં મેં દેવઋષભને ઘાયલ થયેલા ચંડસિંહને છાવણીમાં લઈ જવાની આજ્ઞા કરી અને વિદ્યાધર રાજાઓ સાથે હું યુદ્ધના મેદાનમાં ધસી ગયો. ભાગતા સૈનિકો પાછા વળ્યા અને મને મેદાનમાં જોઈ, જોશમાં આવી ગયા. યુદ્ધ રૌદ્ર સ્વરૂપ લીધું. મારા પક્ષે રહેલા વિદ્યાધર રાજાઓએ શત્રુસૈન્યમાં કાળો કેર વર્તાવી દીધો. હું અનંગરતિને શોધતો હતો. અમિતગતિ મારી સાથે જ હતો. તેણે મને અનંગરતિનું વિમાન દેખાડ્યું. મારું વિમાન એની તરફ ધસી ગયું. અમે એકબીજાની સામે આવી ગયા. મેં અનંગરતિને કહ્યું : “અરે દુષ્ટ રાજા, યુદ્ધમાં હજારો યોદ્ધાઓ મરી રહ્યા છે. શા માટે? ઝઘડો આપણા બે વચ્ચે છે, આપણે જ લડી લઈએ!” તે નજીક આવ્યો. હસવા લાગ્યો અને બોલ્યો : “અરે પૃથ્વીવાસી, મારી સાથે તારો શાનો વિવાદ? સિંહ અને શિયાળ વચ્ચે વિવાદ તેં સાંભળ્યો છે?' મેં કહ્યું : “લંપટ, કોણ સિંહ છે ને કોણ શિયાળ છે, તેનો નિર્ણય હમણાં જ થઈ શ્રી સમરાદિત્ય મહાકથા Ec For Private And Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જશે. અહીં દેવી છે, વિદ્યાધરો છે અને વિદ્યાસિદ્ધ પુરુષો છે. તેઓ ન્યાય કરશે.. યુદ્ધ સ્થગિત કરો અને આપણે બે લડી લઈએ.' યુદ્ધ થોભાવી દીધું. પહેલા અનંગરતિએ મારા પર વજાગ્નિ-અસ્ત્ર છોડ્યું. અગ્નિનો વરસાદ થયો. મેં ચર્મરત્નથી એનું વારણ કર્યું. તેણે બીજા દિવ્ય અસ્ત્રો છોડયાં, મેં પણ દિવ્ય અસ્ત્રોથી તેનું વારણ કરવા માંડ્યું. કારણ કે દેવી અજિતબલા અદૃશ્ય રીતે મારી પાસે જ હતાં. રાજા અનંગરતિને મારી વિદ્યાશક્તિ જોઈને, આશ્ચર્ય થતું હતું. મેં એને કહ્યું : “અરે અધમ રાજા, આ વિદ્યાશક્તિઓના યુદ્ધને છોડી, આપણે આપણી શક્તિથી લડીએ...' તેણે મારા પર શક્તિ પ્રહાર કર્યો. હું પૃથ્વી પર પડી ગયો. અનંગરતિના સૈન્યમાં હર્ષની ચિચિયારીઓ થવા લાગી. પણ હું તરત જ ઊભો થયો. મેં અમિતગતિ પાસેથી ગદા લીધી અને અનંગરતિના મસ્તકે ગદાનો પ્રહાર કરી દીધો. તેનો મુગટ અને તેનું માથું ભાંગી ગયું. તે જમીન પર પટકાઈ ગયો. હું તરત જ એની પાસે ગયો. તેની છાતી પર મારી તલવાર મૂકી. એ આંખો મીંચીને પડ્યો હતો. પણ તે મર્યો ન હતો. સહસા તે ઊછળ્યો અને આખલાની જેમ મારા પર ધસી આવ્યો. મેં નીચા નમીને એના બે પગ પકડી લીધા... આકાશમાં ઘુમાવ્યો અને જમીન પર પટકી દીધો... છતાં તે ઊભો થયો. અમે બાહુયુદ્ધ કરવા લાગ્યા. નથી કોઈ હારતું, નથી કોઈ જીતતું. દેવોને પણ વિમાસણ થઈ ગઈ. વસુભૂતિના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. મેં બધી જ વિદ્યાદેવીઓને યાદ કરી. અનંગરતિને ભૂમિ પર પછાડી, એના પર મારો જમણો પગ મૂકી દીધો. દેવોએ મારા પર પુષ્પવૃષ્ટિ કરી અને મને વિજયી જાહેર કર્યો. વિજયનાં વાજિંત્રો વાગવા લાગ્યાં. અમારા સૈન્યમાં સૈનિકો શસ્ત્રો ઉછાળી ઉછાળીને નાચવા લાગ્યાં. શત્રુસેનાએ હથિયારો નીચે મૂકી દીધાં. એક બાજુ વિજયનો ઉત્સવ ચાલતો રહ્યો, બીજી બાજુ હું અનંગરતિ પાસે ગયો અને એના ખભા પર હાથ મૂકીને કહ્યું : હે વિદ્યાધરેન્દ્ર, મારે તમારું રાજ્ય જોઈતું નથી, હું તો મારી પત્નીને લેવા આવ્યો છું. તેને લઈને ચાલ્યો જઈશ. તમે તમારું રાજ્ય ગ્રહણ કરો...' અનંગરતિએ કહ્યું : “હવે મારે રાજ્યનું કોઈ પ્રયોજન નથી. હે પૃથ્વીવાસી, મને મારા અપરાધની સજા મળી ગઈ છે... હવે મેં કરેલા પાપનું પ્રાયશ્ચિત્ત કરવા હું તપોવનમાં ચાલ્યો જઈશ.' ભાગ-૨ # ભવ પાંચમો ૮00 For Private And Personal Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનંગરતિની વાત સાંભળી મને અને સહુને આશ્ચર્ય થયું. “આ રાજા તપોવનમાં જઈને તપ કરશે?' મારા મનમાં શંકા જાગી. મેં ફરીથી કહ્યું : વિદ્યાધરપતિ, તમારો નિર્ણય સારો છે, પરંતુ તપોવનમાં તમે ઉત્તરાવસ્થામાં જજો.... અત્યારે રાજ્ય ભોગવો...” નહીં, હવે નથી રાજ્યનો મોહ રહ્યો, નથી વૈષયિક સુખોના ઉપભોગનો મોહ રહ્યો. હવે તો જોઈએ છે શાન્તિ! એ શક્તિ તપોવનમાં જ મળશે...” અનંગરતિએ તપોવન તરફ પ્રયાણ કર્યું. મેં વિદ્યાધર રાજાઓ અને સર્વ સુભટો સાથે નગરમાં પ્રવેશ કર્યો. નગરજનોએ મારું ભવ્ય સ્વાગત કર્યું. સર્વપ્રથમ હું રાજમહેલના ઉદ્યાનમાં ગયો. ત્યાં વિલાસવતીને મેં જોઈ. તેનું શરીર સુકાઈ ગયું હતું. તેની આંખો ભીની હતી. તેણે મારી સામે જોયું. મારા મુખ પર સ્મિત આવી ગયું. એ શરમાઈ ગઈ. મારી સાથે આવેલા વિદ્યાધરો વિલાસવતીનું અદ્ભુત રૂપ જોઈને, વિસ્મિત થઈ ગયા. તેઓએ વિલાસવતીને પ્રણામ કર્યા. - વિલાસવતી સાથે અમે રાજસભામાં ગયા. વિદ્યાધરોએ વિનંતી કરી : “હે દેવ, ભગવતી દેવી અજિતબલાની આજ્ઞાથી અમે તો મલય પર્વત પર જ આપનો રાજ્યાભિષેક કરવાના હતા, પરંતુ આપે કહેલું કે મિત્ર વસુભૂતિ અને દેવી વિલાસવતીની ઉપસ્થિતિમાં મારો રાજ્યાભિષેક થવો જોઈએ. અત્યારે તે મિત્ર અને પત્ની ઉપસ્થિત છે. દેવી અજિતબલા પણ ઉપસ્થિત છે. માટે અમે અત્યારે જ આપનો રાજ્યાભિષેક કરીશું. એ જ વખતે આકાશમાર્ગે, મહારાજ ચક્રસેન પરિવાર સહિત આવી ગયા. મેં તેમને પ્રણામ કર્યા. તેઓ મને ભેટી પડ્યા અને કહ્યું : “હે મહાપુરુષ, મેં તમને કહેલું કે તમે વિદ્યાધર રાજા બનશો. એ ક્ષણ આવી ગઈ છે.” વિદ્યાધર રાજાઓએ ત્યાં મારો રાજ્યભિષેક કર્યો. અને મારા નામનો જયજયકાર ર્યો... મેં પહેલું કામ, યુદ્ધમાં ઘાયલ થયેલા વીર સેનાપતિ ચંડસિંહની ખબર લેવાનું કર્યું. ઔષધોપચારથી તે બચી ગયો હતો. મેં તેને રાજ્યનો મહાસેનાપતિ નિયુક્ત કર્યો. દેવઋષભને નગરનો ફોટવાલ નિયુક્ત કર્યો અને બીજા વિદ્યાધરોને મંત્રીમંડળમાં નિયુક્ત કર્યો, કે જેઓ મલય પર્વત પર ઉપસ્થિત હતા. મેં ત્યાં નવી રાજનીતિઓ સ્થાપિત કરી. મારા પર ઉપકાર કરનારાઓને યાદ કર્યા અને તેમને બોલાવી, તેમનો ઉચિત સત્કાર કર્યો. * * * શ્રી સમરાદિત્ય મહાકથા 0 For Private And Personal Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir IY૧૧૮] ઝાદીનગરીના ચંદ્રોદય ઉદ્યાનમાં આ કથા મંડાણી છે. આશ્ચર્યશ્રી સનકુમાર, પોતાની જ આત્મકથા કહી રહ્યા છે. રાજપુત્ર જયકુમાર, આ આત્મકથાનો મુખ્ય શ્રોતા છે. જયકુમારે હર્ષથી ગદ્દગદ થઈને કહ્યું : “ભગવંત, આપની આત્મકથા અદ્ભુત છે! સાંભળતાં સાંભળતાં જાણે હું પણ આપની સાથે વૈતાઢચ પર્વત પર યુદ્ધના મેદાન પર આવ્યો. જાણે પ્રત્યક્ષ યુદ્ધ જોયું પ્રત્યક્ષ રાજ્યાભિષેક જોયો. ભગવંત, પછી શું થયું?” કુમાર, મારા કેટલાક દિવસો વિદ્યાધરોની એ દુનિયા જોવામાં ગયા. અનેક વિદ્યાધર રાજાઓનો પરિચય કર્યો. ત્યાંની જીવનપદ્ધતિ જોઈ, રાજ્યવ્યવસ્થાને સ્થાપિત કરી. અને દિવ્ય સુખો ભોગવવામાં કેટલાક મહિના પસાર થઈ ગયા. એક દિવસ સંધ્યાના સમયે હું અને વિલાસવતિ બેઠાં હતાં. વિલાસવતી કોઈ ગંભીર વિચારમાં ડૂબી હતી, મેં એને પૂછ્યું : “દેવી, વાર્તા-વિનોદ કરવાના સમયે કેમ ગંભીર બનીને બેઠી છે?' તેણે કહ્યું : “નાથ, આજે સવારથી મને તામ્રલિપ્તી યાદ આવી છે. મારી માતા યાદ આવી છે... પિતા યાદ આવ્યા છે... સખીઓ યાદ આવી છે... ઘણું બધું યાદ આવ્યું છે. એટલે એ વિચારોમાં ખોવાઈ ગઈ છે. બીજું કોઈ કારણ નથી. બીજી કોઈ ચિંતા નથી...” ‘દેવી, તામ્રલિપ્તી જવાની ઈચ્છા થાય છે?' વિલાસવતીએ મારી સામે જોયું... અર્થસૂચક દૃષ્ટિથી જોયું.. પછી બોલી : નાથ, મારા નીકળી ગયા પછી... મારા પિતાએ મારી ઘણી તપાસ કરાવી હશે.. હું ન મળવાથી તેઓ ખૂબ વ્યથિત થયા હશે... મારી માતાએ પણ કલ્પાંત કર્યો હશે? સાચી વાત છે. તું જીવંત છે કે કેમ, એ પણ એમના માટે અણઉકલ્યો પ્રશ્ન હશે!” પરંતુ...' બોલતાં બોલતાં તે અટકી ગઈ... “બોલ, સંકોચ રાખ્યા વિના બોલ.' એક બાજુ પિતાજી તરફ દિલ ખેંચાય છે, બીજી બાજુ જ્યારે આપનો વિચાર આવે છે. આપને જે રીતે કલંકિત કરી વધ કરવાની આજ્ઞા કરી... એ વિચારથી એમના પ્રત્યે તિરસ્કાર આવી જાય છે...” ૮૦૨ ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવી, એમાં મહારાજાનો દોષ નથી. મારો જ દોષ છે. મેં પૂર્વજન્મમાં કોઈ નિર્દોષ ઉપર કલંક મૂક્યું હશે? માટે પિતા ઉપર રોષ ના રાખીશ.' એ મૌન થઈ ગઈ. મેં કહ્યું : ‘દેવી, ચાલો મળી આવીએ એ બધાને. હવે આપણે ક્યાં ચાલીને કે સમુદ્રમાર્ગે જવું છે? વિમાનમાં બેસીને જવાનું છે. એકાદ પ્રહરમાં આપણે તામ્રલિપ્તી પહોંચી શકીશું. એકાદ દિવસ રોકાઈને, પાછાં આવી જઈશું.' ‘કદાચ મારી માતા વધુ રોકાવાનો આગ્રહ કરશે તો?’ ‘તો એમને અહીં લઈ આવીશું. પુત્રીનો વૈભવ તો જોવા મળશે. બીજી પણ એક વાત છે... તામ્રલિપ્તીમાં વસુભૂતિને પણ એક વ્યક્તિ સાથે મળવાનું થઈ જશે.’ ‘કોણ, અનંગસુંદરીને?’ ‘હા, અને જો એ કુમારી હશે તો વસુભૂતિ સાથે એનાં લગ્ન પણ કરી દઈશું.' વિલાસવતી આનંદિત થઈ ગઈ. ‘પછી એ બંને અહીં આવશે. મારી પ્રિય સખી મારી સાથે રહેશે...' ‘તો તામ્રલિપ્તી જવાનું નક્કી!' ‘ક્યારે?’ ‘એક દિવસ પછી.’ એક વિમાનમાં હું, વિલાસવતી અને વસુભૂતિ બેઠાં. બીજા વિમાનમાં પવનગતિ, અમિતગતિ અને ચંડસિંહ બેઠા. વિલાસવતીએ એની માતા માટે, સખીઓ માટે અને મહારાજા માટે, ઘણાં વસ્ત્રો અને અલંકારો લીધાં. બીજી પણ ઘણી દિવ્ય વસ્તુઓ લીધી. અમારાં બે વિમાનો તામ્રલિપ્તી તરફ ઊડવા લાગ્યાં. એક પ્રહરના અંતે અમે તાપ્રલિપ્તીના બાહ્ય ઉદ્યાનમાં ઊતર્યાં. મેં પવનગતિને કહ્યું : 'તું રાજમહેલમાં જા અને મહારાજા ઇશાનચંદ્રને કહે કે ‘તમારી પુત્રી વિલાસવતી નગરના બાહ્ય ઉદ્યાનમાં બેઠી છે. બસ, આટલું કહીને પાછો આવી જા.’ પવનગતિ પહોંચ્યો રાજમહેલમાં, મહારાજા ઇશાનચંદ્રને સંદેશો આપ્યો... મહારાજા સાંભળીને ઊભા થઈ ગયા... હર્ષના આવેગમાં, તેમણે પવનગતિના બંને ખભા પકડીને પૂછ્યું : ‘હે મહાપુરુષ, આપનો પરિચય?’ ‘વિદ્યાધર-નરેન્દ્ર સનત્કુમારનો હું દૂત છું. તેઓની આજ્ઞાથી જ હું અહીં આવ્યો છું...' ‘વિદ્યાધર-નરેન્દ્ર સનત્કુમાર?' મહારાજા ઇશાનચંદ્ર વિચારમાં પડી ગયા... એ સનત્કુમારનો તો મેં વધ કરાવી નાખ્યો હતો... આ કોઈ બીજા સનત્કુમાર હશે...' શ્રી સમરાદિત્ય મહાકથા ૮૦૩ For Private And Personal Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હું હમણાં જ આવું છુંમારી પુત્રીને લેવા...” પવનગતિ બાહ્ય ઉદ્યાનમાં આવી ગયો. બધી વાત કરી. અમે મહારાજાની રાહ જોતાં બેઠાં. મહારાજા, વિલાસવતીની માતા રાણી શીલવતી સાથે રથમાં બેસી, બાહ્ય ઉદ્યાનમાં આવ્યા. અમે મહારાજાનું અભિવાદન કર્યું. વિલાસવતી મહારાજાને ભેટી પડી. મહારાજાની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. રાણી શીલવતી, પુત્રીને પોતાના ઉસંગમાં લઈ, હર્ષાતિરેકથી વાત્સલ્ય વરસાવવા લાગી. બેટી, પહેલા આપણે રાજમહેલે જઈએ. પછી બધી વાતો કરીશું.' વિલાસવતી જ્યારે એનાં માતા-પિતા સાથે વાતો કરતી હતી ત્યારે અમે થોડે દૂર અમારાં વિમાનો પાસે ઊભા હતા. વિલાસવતીએ પિતાના કાનમાં કહી દીધું : “તમારા આ જમાઈ છે, ને હવે તેઓ વિદ્યાધરોના મોટા રાજા બની ગયા છે. માટે એમની સાથે એ રીતે વ્યવહાર કરજો. એમની સાથે આવેલા અમારા રાજ્યના મહાસેનાપતિ અને મંત્રીઓ છે, અને તમારા જમાઈના મિત્ર વસુભૂતિને તો તમે ઓળખો જ છો.” બેટી, અતિથિ મહાપુરુષો માટે હું બે રથો મગાવી લઉં.” પોતાના રથના સારથિને સૂચના આપી, નગરમાં રવાના કર્યો અને પોતે અમે જ્યાં ઊભા હતા ત્યાં આવ્યા. તેઓએ પહેલા મને અભિવાદન કર્યું અને પછી ચંડસિંહ, પવનગતિ, અમિતગતિ અને વસુભૂતિનું અભિવાદન કર્યું, અમે પણ તેઓને પ્રણામ કરીને, અભિવાદન કર્યું. “હે વિદ્યાધરેન્દ્ર, આપે મારા પર પરમ ઉપકાર કર્યો. વિલાસવતીને લઈને આપ પોતે અહીં પધાર્યા...” મહારાજા, તમારી પુત્રીને અમે લઈ આવ્યા કે એ અમને લઈ આવી, એ તો આપ તમારી પુત્રીને જ પૂછજો... પરંતુ આપને મળીને મને બહુ આનંદ થયો. અને હા, આપનો અત્યંત વિશ્વસનીય દંડાધિકારી વિનયંધર અહીં જ છે ને?' “હા, અહીં જ છે.” “તો પછી મધ્યાહન બાદ એને મળવા બોલાવજો ને!' મહારાજાનું મુખ સ્વાન થઈ ગયું. તેમની દૃષ્ટિ નીચી થઈ ગઈ. પછી ધીમા સ્વરે બોલ્યા : “બધી વાત મહેલમાં પહોંચ્યા પછી એકાંતમાં કરીશ..” બીજી બાજુ વિલાસવતી એની માતાને જે જે પૂછવું હતું, તે પૂછવા લાગી અને કહી દીધું – “મા, અમે કાલે પાછાં અમારી રાજધાનીમાં જવાનાં છીએ, માટે તારે જે કંઈ કહેવું હોય, આપવું-લેવું હોય, તે બધું આજે જ પતાવજે.” બે રથ આવી ગયા. સહુ રથોમાં ગોઠવાઈ ગયા. અમારાં વિમાનો ઉદ્યાનમાં જ રાખ્યાં. વિલાસવતીના કહેવાથી 408 ભાગ-૨ # ભવ પાંચમ For Private And Personal Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વસુભૂતિએ, વિમાનમાં લાવેલો માલ-સામાન રથમાં ગોઠવી દીધો. ઉદ્યાનમાં માળીને બંને વિમાનોને સાચવવાની ભલામણ કરી અને ત્રણે રથ નગર તરફ દોડવા લાગ્યા. નગરમાં વાત તો ફેલાઈ જ ગઈ હતી. રાજમાર્ગો પર અમને જોવા ઘણા લોકો આવી ગયા હતા. એમાં મારા મિત્રો પણ હતા. અમે મહેલના દ્વારે આવ્યા. રથોમાંથી નીચે ઊતરી પડ્યાં. ત્યાં મારા સાસુએ મારી આરતી ઉતારી અને ઓવારણાં લીધા. અમે મહેલમાં ગયાં. મહારાજા ઈશાનચંદ્રનો મહેલ ભવ્ય હતો, સુંદર હતો. ચંડસિંહ વગેરે મહેલ જોઈને ખુશ થઈ ગયા. વિદ્યાધરો સર્વપ્રથમ પૃથ્વી પરના નગરમાં આવ્યા હતા. અહીંની બધી રીત-ભાતો એમના માટે નવી હતી. ચંડસિંહ વગેરે ત્રણ અને વસુભૂતિ, એમને રહેવા માટે એક સુશોભિત વિશાળખંડ આપવામાં આવ્યો. મને એમના પાસેનો જ બીજો સુંદર ખંડ આપવામાં આવ્યો. હજુ અમે અમારા ખંડમાં ગોઠવાયાં હતાં. ત્યાં ખંડનું બારણું ખોલીને ધસમસતી અનંગસુંદરી અંદર આવી.. ને વિલાસવતીને ભેટી પડી. બંને સખીઓ મળી... ભેટી અને ખૂબ રડી. વિલાસવતીએ મારી સામે જોયું. મેં સંકેત કર્યો. એ સમજી ગઈ. મેં બાજુના ખંડમાથી વસુભૂતિને બોલાવ્યો... વસુભૂતિ મારા ખંડમાં પ્રવેશ્યો કે હું ખંડની બહાર નીકળી ગયો. અને મહારાજાના મંત્રણાખંડમાં પહોંચ્યો. મહારાજા મારી પ્રતિક્ષા જ કરી રહ્યા હતા. તેઓ ઊભા થયા ને મારું સ્વાગત કર્યું. મેં કહ્યું : “હે પૂજ્ય, આપે મારો વિનય અહીં કરવાનો ના હોય. અહીં આપણે બે જ છીએ. વિદ્યાધરો એમના ખંડમાં છે.' મહારાજાએ કહ્યું : “હે વિદ્યાધરેન્દ્ર..” મેં એમને બોલતાં અટકાવ્યા. “મહારાજા, આપ મને વિદ્યાધરેન્દ્ર ના કહો, “કુમાર” કહીને બોલાવો, મને વધારે ગમશે.' આંખોમાં આંસુ સાથે મહારાજા મને ભેટી પડ્યાં... ને ગદ્ગદ્ સ્વરે બોલ્યા : ‘તમે ગુણવાન છો, મહાન છો.... હવે તમે મારા જમાઈ બન્યા એટલે બહુમાનાર્ડ બન્યા. તમને હું વિદ્યાધરેન્દ્ર કહું તો અનુચિત નથી.” હું મૌન રહ્યો. મેં મહારાજાની કુશળપૃચ્છા કરી. તેઓએ કહ્યું : “હે ગુણનિધિ, રાણી અનંગવતીના ભરમાવવાથી, મેં તમને ઘોર અન્યાય કર્યો... તમારો વધ કરવાની આજ્ઞા કરી દ્યધી... અને વિનયંધરના કહેવાથી મેં માની લીધેલું કે તમારો વધ કરવામાં આવ્યો છે. આજે તમને પ્રત્યક્ષ જીવંત જોયા. ઘણું આશ્ચર્ય થયું.' મહારાજા, એ મહાનુભાવ વિનયંધરે મને જીવન-દાન આપ્યું હતું... અને અમને બંનેને વહાણમાં બેસાડી, દૂર દેશમાં મોકલી દીધા હતા...” અહો! વિનયંધર કેવો નિર્મળ બુદ્ધિવાળો! હું એને આજે જ બોલાવીને, પુરસ્કૃત - - શ્રી સમરાદિત્ય મહાકથા cou For Private And Personal Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરીશ... કુમાર, તે પછી વિલાસવતી ચાલી ગઈ. પાછળથી ખબર પડી કે વિલાસવતી તમારા પ્રેમમાં હતી. અનંગસુંદરીએ બધી વાત કરી. મેં એની ઘણી તપાસ કરી. એ ના મળી. તેથી અમે ઘોર નિરાશામાં ડૂબી ગયાં હતાં. એ દરમિયાન અહીં એક સિદ્ધપુત્ર આવી ચઢેલા. મેં તેઓને તમારા વિષયમાં અને વિલાસવતીના વિષયમાં પૂછેલું. સિદ્ધપુત્રે રાણી અનંગવતીનો ભેદ ખોલી નાખ્યો.. ખરેખર, ઘેષિત રાણી જ હતી. પછી તો રાણીએ પણ પોતાનો અપરાધ સ્વીકારી લીધો. બસ, તે પછી એ દુષ્ટાનું મુખ જોવાનું પણ મેં બંધ કર્યું છે. એ તો વિનયંધરની મહાનતા કે એણે તમારો વધ ના કર્યો.. નહીંતર મારા હાથે કેવું ઘોર પાપ થઈ જાત?” મેં કહ્યું : “મહારાજા, રાણી અનંગવતીને ક્ષમા આપો. મારાં પાપકર્મોના ઉદયથી જ, મારા પર આરોપ આવેલો.. માણસના જીવનમાં ભૂલો થતી હોય છે. માણસ ભૂલ સ્વીકારી લે, પછી એને ક્ષમા આપવી જોઈએ. ૦ ૦ ૦ મંત્રણાખંડની બહાર વિનયંધર આવીને ઊભો હતો, જેવો હું ખંડની બહાર નીકળ્યો, તેણે મને જોયો. મેં એને જોયો. હું એને ભેટી પડ્યો. મારી પાછળ મહારાજા પણ આવી ગયા હતા. તેમણે વિનયંધરને લાખ લાખ ધન્યવાદ આપ્યા. મેં મારા ગળામાંથી મૂલ્યવાન હાર કાઢીને, એને પહેરાવી ધધો. મહારાજાએ વિનયંધરને મારો પરિચય આપ્યો. “હવે હું વિદ્યાધરરાજા બન્યો છું.' એ જાણીને, વિનયંધરે અતિ પ્રસન્નતા વ્યક્ત કરી. ત્યાંથી અમે મારા ખંડમાં આવ્યા. ત્યાં વચ્ચે વિલાસવતી બેઠી હતી. એક બાજુ વસુભૂતિ અને બીજી બાજુ અનંગસુંદરી બેઠાં હતાં. અમને આવેલા જોઈ, વસુભૂતિ અને અનંગસુંદરી એક બાજુ ઊભાં રહી ગયાં. વિલાસવતીએ મહારાજાને કહ્યું : “પિતાજી, રાજપુરોહિતને બોલાવીને કહો કે આજે ગોધૂલી સમયે એક લગ્ન કરાવી આપવાનાં છે.” આજે જ? મેં વસુભૂતિ સામે જોઈ લીધું હતું. હા, આજે જ. કાલે તો આપણે પાછાં જવાનું છે ને!” વિલાસવતીએ સ્પષ્ટતા કરી. મહારાજા પણ સમજી ગયા. તેમણે કહ્યું : “બેટી, અનંગસુંદરીની માતાને બોલાવીને વાત કરી કે? “પિતાજી, આપ જ એમને બોલાવીને વાત કરો ને! મારી પણ એ ધાવમાતા છે ને? ના નહીં જ પાડે...” ભલે, આજે સાંજે લગ્ન થઈ જશે. બીજું કંઈ?” હા, પિતાજી, ધાવમાતાને કહેજો કે લગ્ન પછી, સુંદરીને હું મારી સાથે રથનૂપુર લઈ જવાની છું. એ મારી પાસે રહેશે.” વિલાસવતીએ અનંગસુંદરીનો હાથ પકડી લીધો અને બોલી : “આપ બધા બેસો, મારી માતાને પણ બોલાવી લઉં... મારે બધાનું કામ છે!” અનંગસુંદરી શીલવતીને ૮09 ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org બોલાવી લાવી. વિલાસવતીએ માતાને પોતાની પાસે બેસાડી. પછી પોતે માતા માટે જે જે વસ્ત્ર-અલંકારો વગેરે લાવી હતી, તે માતાને આપ્યાં. પિતા માટે એ બે-ચાર સુંદર શસ્ત્રો લાવી હતી, તે પિતાને આપ્યાં. સુંદરી માટે જે વસ્ત્રાલંકારો લાવી હતી, તે સુંદરીને આપ્યાં. પછી મેં વસુભૂતિને કહ્યું : 'મિત્ર, આપણા મિત્રોને મળીને, તે સહુને સાંજે રાજમહેલમાં આવવા આમંત્રણ આપી આવ. હા, એમને લગ્નની વાત ના કરીશ. આપણે એ બધાને આશ્ચર્ય પમાડી દઈશું.' વસુભૂતિ મિત્રોને મળવા ચાલ્યો ગયો, વિનયંધર સાંજે પાછા આવવાનું કહી, ચાલ્યો ગયો. ખંડમાં હું, વિલાસવતી અને રાજા-રાણી ચાર જણાં રહ્યાં. મેં સંક્ષેપમાં... તાપ્રલિપ્તીથી નીકળ્યા પછી, વૈતાઢ્ય પર્વત પર થયેલા રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત કહી સંભળાવ્યો. વચ્ચે વચ્ચે વિલાસવતીએ પણ વાતો કરી. રાજા-રાણી બધી વાતો જાણીને, આશ્ચર્ય, કુતૂહલ અને વિસ્મયથી અભિભૂત થઈ ગયાં. મારી વિદ્યાસાધનાથી અને દેવી અજિતબલાની પરમ કૃપાની વાતોથી, તેઓ અત્યંત પ્રભાવિત થઈ ગયા. – Acharya Shri Kailassagarsuri Gyanmandir મેં કહ્યું : ‘મહારાજા, આજે સાંજે વસુભુતિ-સુંદરીનાં લગ્નસમયે, રાણી અનંગવતીને પણ બોલાવવાં જોઈએ. આપ એમના પર પ્રસન્ન થાઓ.' ‘હે વિદ્યાધરેન્દ્ર, આપની ઉદારતાનો કોઈ પાર નથી. આપને વધની શિક્ષા કરાવનારી, એ રાણી ઉપર... આપની કેવી કરુણા છે! ભલે, આપની ઇચ્છા છે તો એને બોલાવીશ.' મને આનંદ થયો. તે પછી સતત રાજમહેલમાં મળનારાઓની અવરજવર રહી. મહારાજા ઇશાનચંદ્ર, ચંડસિંહ વગેરે વિદ્યાધરોની પાસે જઈને બેઠા, તેમની સાથે ઘણી ઘણી વાતો કરી. ક્યારે સાંજ પડી ગઈ... ખબર જ ના પડી. બીજી બાજુ લગ્નની તૈયારીઓ થઈ ગઈ હતી, વિલાસવીએ કાળજીપૂર્વક તૈયારીઓ કરાવી હતી, અમારા મિત્રો પણ આવી ગયા હતા. સહુએ આવીને, મને ધન્યવાદ આપ્યા. મેં એ મિત્રોને અમારી મૈત્રીના પ્રતીકરૂપે એક એક વીંટી પહેરાવી દીધી. શુભ મુહૂર્તે વસુભૂતિ - અનંગસુંદરીનાં લગ્ન થઈ ગયાં. રાજમહેલમાં આનંદ-મંગલ વર્તાઈ ગયું. વાજિંત્રો વાગવા લાગ્યાં. સ્ત્રીઓએ મંગલગીતો ગાવાં માંડ્યાં. Q પ્રભાતે અમારાં વિમાન વૈતાઢ્ય પર્વત તરફ ઊડવા લાગ્યાં. શ્રી સમરાદિત્ય મહાકા For Private And Personal Use Only જ Page #314 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Yિ૧૧૯ વામિનાથ, આજે રાત્રિના છેલ્લા પ્રહરમાં મને એક સ્વપ્ન આવ્યું. મારા મુખ દ્વારા ઉદરમાં પ્રવેશ કરતો, મેં ગજેન્દ્રને જોયો. મોટા પહાડ જેટલો ઊંચો... મેઘ, ભ્રમર અને કાજળ જેવો શ્યામ અને ચાર દંકૂશળવાળો એ ગજેન્દ્ર. જાણે ઐરાવણ હાથી ના હોય, તેવો લાગતો હતો! વિલાસવતી પ્રફુલ્લિત વદના હતી. તેણે મને સ્વપ્ન કહી બતાવ્યું. હું પણ હર્ષિત થયો. સ્વપ્નનો ફલાદેશ કરતા મેં કહ્યું : “તને સુંદર પુત્રની પ્રાપ્તિ થશે. મોટો થઈ તે વિદ્યાધર-ચક્રવર્તી રાજા થશે.” તેણીએ કહ્યું : “હે દેવાનુપ્રિય, આપે કહ્યું તે યથાર્થ છે. મને તે પ્રિય છે, મારું અભિલષિત છે.” વિલાસવતી ગર્ભવતી થઈ હતી. તેના મનમાં શુભ મનોરથ જાગવા માંડ્યા. હું એના મનોરથો પૂર્ણ કરવા લાગ્યો. નવ મહિના અને સાડા આઠ દિવસ પૂર્ણ થયા. પ્રશસ્ત તિથિ અને શુભ મુહુર્તમાં વિલાસવતીએ પુત્રને જન્મ આપ્યો. દાસી મંજરિકાએ પુત્રજન્મની મને વધામણી આપી. મેં મંજરિકાને ઘણું પ્રીતિદાન આપ્યું. નગરમાં મહોત્સવો રચાયા. વિદ્યાધર રાજાઓએ... આવી આવીને અભિનંદન આપ્યાં. એક મહિનો પૂર્ણ થયો. દેવી અજિતબલાના પ્રભાવથી, રાજ્યપ્રાપ્તિ અને પુત્રપ્રાપ્તિ થઈ હોવાથી, પુત્રનું નામ “અજિતબલ” રાખ્યું. ૦ ૦ ૦ શયનખંડમાં વિલાસવતી પુત્રનું પારણું ઝુલાવી રહી હતી. હું પલંગ પર બેઠો હતો. રત્નદીપકોનો પ્રકાશ ખંડમાં ફેલાયો હતો. વિલાસવતીએ મૌનનો ભંગ કરતાં કહ્યું : નાથ, એક વાત કહું?” ૮૭૮ ભાગ-૨ ભવ પાંચમો For Private And Personal Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કહો, નિશ્ચિત બનીને કહો...” યાદ આવે છે એ તપોવન? યાદ આવે છે એ તપસ્વિની માતા, કે જેમણે અગ્નિની સાક્ષીએ આપણાં લગ્ન કરાવી આપ્યાં હતાં? યાદ આવે છે એ કુલપતિજી..?' દેવી, અહીં આવીને તો જાણે એ બધું ભુલાઈ ગયું છે. પરંતુ તમે યાદ કરાવ્યું. એટલે બધું જ સ્મૃતિપટ પર આવી ગયું.' નાથ, મારા મનમાં એવી ઈચ્છા જાગી છે કે આપણે કુમારને લઈ, તપોવનમાં જઈએ અને એ તપસ્વિની-માતાના ખોળામાં આ કુમારને મુકીએ... તેઓની કૃપાનું આ ફળ છે...” દેવી, તમારી વાત મને ગમી. કુલપતિનાં પણ દર્શન થશે.. આશ્રમવાસીઓને મળવાનું થશે. અને આશ્રમની સાર-સંભાળ પણ લેવાશે.” ક્યારે જઈશું?' “કાલે નિર્ણય કરીશું.' આપણી સાથે અનંગસુંદરી અને વસુભૂતિને પણ લઈ જઈશું.” અવશ્ય.” ભગવતી તપસ્વિની અત્યંત પ્રસન્ન થઈ જશે! અને આપણે? દેવી, એ તપોવન ખરેખર તપોવન છે. એ દિવસો યાદ આવે છે... ને રોમરોમ વિકસ્વર થઈ જાય છે... ગમે છે ત્યાંનું જીવન.” “નાથ, છેવટે આપણી નિયતિ તો એ જ છે ને? કુલપતિએ ભવિષ્યવાણી કરેલી છે...? મારા માનસપટ પર ભગવાન કુલપતિનો પ્રભાવશાળી ચહેરો ઊભરાયો... ભગવતી તપસ્વિનીની કરુણાભીની આંખો સાકાર બની. મેં મનોમન એ બંનેને પ્રણામ કર્યા. બીજા દિવસે ચંડસિંહને બોલાવીને કહ્યું : “ચંડસિંહ, અમે એક-બે દિવસ માટે બહાર જવાનાં છીએ.” “આપ ખુશીથી પધારો. અહીંની ચિંતા ના કરશો.” વસુભૂતિને વાત કરી. એનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. મેં એને અમારા આશ્રમવાસની વાત કરી હતી. અમારાં લગ્ન ભગવતી તપસ્વિનીએ કરાવી આપેલાં... એ બધી વાત કરી હતી. ત્યાંના તપસ્વજનોની, ત્યાંના પ્રસન્નતાભર્યા વાતાવરણની, અને ત્યાંના ભરપૂર કુદરતી સૌન્દર્યની વાતો કરી હતી. તેથી વસુભૂતિના મનમાં એ બધું શ્રી સમરાદિત્ય મહાકથા ૮૦૯ For Private And Personal Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જોવાની ઇચ્છા તો જાગેલી જ હતી. મેં ત્યાં જવાની વાત કરી, તેથી એ આનંદવિભોર થઈ ગયો. ૦ ૦ ૦ બીજા દિવસે અમે ચાર જણ વિમાનમાં ગોઠવાયાં. વિલાસવતીએ પોતાના ખોળામાં બાલકુમાર અજિતબલ' ને રાખ્યો હતો. માર્ગમાં એ, અનંગસુંદરીને અને વસુભૂતિને આશ્રમની જ વાતો કરતી હતી. વાતો કરતાં કરતાં એ ભાવ-વિહ્વળ બની જતી હતી. અલ્પ સમયમાં અમે એ દ્વીપ પર ઊતય, પ્રભાતનો સમય હતો. આશ્રમના મધ્ય ચોકમાં જ અમારું વિમાન ઊતર્યું. અમે વિમાનમાંથી બહાર આવ્યાં, કે તરત જ કુલપતિ અમારી પાસે આવ્યા. અમે એમનાં ચરણોમાં વંદના કરી, તેઓએ અમને આશીર્વાદ આપ્યા; અને ભગવતી તપસ્વિનીના આવાસ તરફ ચાલ્યાં. અમે પણ એમની પાછળ ચાલ્યાં. આવાસના દ્વારે બે તાપસકન્યાઓ ઊભી હતી. કુલપતિએ પૂછ્યું : “ભગવતી જાગે છે કે નિદ્રાધીન છે? તેઓ હમણાં જ જાગ્યાં છે.' તેમને મારા આગમનની જાણ કર.” એક તાપસકન્યા અંદર ચાલી ગઈ. મારા મનમાં કુશંકા પેદા થઈ. “સવારે બ્રાહ્મ મુહૂર્તમાં જાગી જનારાં તપસ્વિની, અત્યારે સૂર્યોદય પછી.. બે ઘટિકા વીતી ગયા પછી જાગ્યાં છે... શું એમનું સ્વાથ્ય બરાબર નહીં હોય? આમેય તેઓ દુર્બળ.. ને ફશકાય તો હતાં જ... તાપસકન્યાએ બહાર આવીને, કુલપતિને અંદર પધારવા સંકેત કર્યો. કુલપતિએ મને પાછળ-પાછળ આવવા નિર્દેશ કર્યો. અમે સહુ અંદર પ્રવેશ્યાં... વિલાસવતી મારી જમણી બાજુ હતી. તેના મુખ પર ચિંતાની રેખાઓ ઊપસી આવી હતી. અમે, દર્ભાસન પર, ભીંતના સહારે બેઠેલાં તપસ્વિનીને જોયાં... બે હાથ જોડી, અંજલિ મસ્તકે જોડી ભાવપૂર્વક વંદના કરી. એમણે અમને જોયાં. મુખ પર સ્મિત આવ્યું. માથું હલાવીને, અમને આવકાર આપ્યો અને ગોઠવેલાં આસન પર બેસવા ઈશારો કર્યો. કુલપતિ તપસ્વિનીની નજીક બેઠા. તેમણે મને કહ્યું : “વત્સ, ભગવતીએ અનશન સ્વીકારી લીધું છે...' અમારાં ચારનાં મુખમાંથી એકસાથે શબ્દ નીકળ્યો : “અનશન?” હા, અનશન કર્યું છે. આહાર-પાણીનો ત્યાગ કરી લીધો છે... પરમાત્મધ્યાનમાં લીન રહે છે....' ૮૧0 ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હું અને વિલાસવતી રડી પડ્યાં. વસુભૂતિ અને અનંગસુંદરી ગમગીન બની ગયાં. કુલપતિએ કહ્યું : “પુત્ર, તમારા બંનેનાં અહીંથી ગયાં પછી ભગવતીએ ક્રમશઃ તપશ્ચર્યા વધારવા માંડી. લગભગ મૌન ધારણ કર્યું હતું. માત્ર મારી સાથે અને જરૂર પડે તો આ તાપસકન્યાઓ સાથે બોલે છે.” - વિલાસવતી પુત્રને બે હાથમાં લઈને ઊભી થઈ. ભગવતીની પાસે ગઈ... અને સાચવીને પુત્રને ભગવતીની શય્યા પર મૂકી દીધો. તેજસ્વી અને રૂપરૂપના અંબાર બાળકુમારને ભગવતી અનિમેષ નયને જોઈ રહ્યાં. પછી એના મસ્તક પર પોતાના બે હાથ મૂકી દીધા. તેમના મુખ પર સ્મિત આવ્યું. તેમના મુખમાંથી આશીર્વચનો સર્યા : “શતં જીવ!” બાળકમારે ભગવતીના બે કશ હાથ, કોમળ હાથોથી પકડી લીધા... અને આનંદની ચિચિયારી કરવા લાગ્યો. ભગવતીએ વિલાસવતી સામે જોયું... વિલાસવતીએ ઊભાં થઈ, કુમારને ભગવતીના ઉત્સંગમાં મૂકી દીધો.. ભગવતીએ મને કહ્યું : “સારું થયું તમે આવ્યા... જોકે ભગવાને મને કહ્યું જ હતું કે તમે આવશો... આ આપણું છેલ્લું મિલન છે...” મારું ઉત્તરીયવસ્ત્ર મુખ પર ઢાંકી, હું રડી પડ્યો. વિલાસવતી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. શું બોલવું.... શું કહેવું... કંઈ જ અમને સૂઝતું ન હતું. ભગવતી બાળકુમાર તરફ જોઈ રહ્યાં હતાં. કુમાર ભગવતીને જઈ રહ્યો હતો. હાથ-પગ ઉછાળતો કુમાર હસી રહ્યો હતો. થોડી વાર પછી. વિલાસવતીએ એને ભગવતીના ખોળામાંથી ઉઠાવી, પાસે સુવાડી દીધો. કુલપતિ ઊભા થયા. હું પણ ઊભો થયો. અમે બંને બહાર નીકળ્યા. વિલાસવતીએ વસુભૂતિ અને અનંગસુંદરીને બેસી રહેવાનો સંકેત કર્યો. તેણે એ બંનેનો પરિચય ભગવતીને આપ્યો. ભગવતીનો પરિચય તો એણે માર્ગમાં જ આપી દીધો હતો. આશ્રમમાંથી ગયા પછી વૈતાદ્ય પર્વત પર મારો રાજ્યાભિષેક થયો - ત્યાં સુધીનો વૃત્તાંત તેણે ભગવતીને સંભળાવ્યો. પછી તામ્રલિપ્તીની વાતો પણ કરી. ભગવતી સાંભળતાં રહ્યાં. ૦ ૦ ૦ કુલપતિની સાથે હું એમના નિવાસમાં ગયો. તેઓ પોતાના આસન પર બેઠા. હું તેઓની સામે ભૂમિ પર બેઠો. થોડી ક્ષણો મૌનમાં વીતી. કુલપતિએ આંખો બંધ કરી. થોડી વાર પછી આંખો ખોલીને, તેઓ બોલ્યા : વત્સ, મનમાં દુઃખ ના લગાડીશ. રુદન ના કરીશ. આ સૃષ્ટિમાં બધું બનવાકાળ બન્યા કરે છે... ભગવતીનું અનશન વ્રત કાલે પ્રભાતે પૂર્ણ થશે. તે સમાધિમાં જ પ્રાણોનો ત્યાગ કરશે.' શ્રી સમરાદિત્ય મહાકથા ૮૧૧ For Private And Personal Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હું ઊભો થઈ ગયો. મેં કુલપતિનાં ચરણો પકડી લીધાં. મારું હૃદય અકથ્ય વેદના અનુભવવા લાગ્યું... કુલપતિએ મારા માથે હાથ મૂકીને કહ્યું : પુત્ર, ભગવતીએ આહાર-પાણીનો ત્યાગ કર્યો હતો, પરંતુ એક ઇચ્છાનો ત્યાગ, તે કરી શકતી ન હતી. આજે એની ઇચ્છા પૂર્ણ થઈ ગઈ. એ ઈચ્છાઓથી પણ મુક્ત થઈ ગઈ.' કઈ ઈચ્છા હતી ભગવંત?” તમને બંનેને મળવાની.” ઓહો. ભગવંત, અમે તો સહજભાવે અહીં આવી ગયાં છીએ. આપની અને ભગવતીની સ્મૃતિ થઈ આવી. અને અહીં આવી ગયાં.' સારું કર્યું. આવતી કાલે ભગવતીની અંતિમક્રિયા તારા હાથે જ થશે... પછી તમે જોઈ શકશો...” ભગવંત... વિલાસવતી આ આઘાત નહીં સહી શકે...' હું જાણું છું વત્સ, પરંતુ એને હું સંભાળી લઈશ. તમે વસુભૂતિ અને અનંગસુંદરીને સાથે લઈ આવ્યા, તે પણ સારું કર્યું છે. અનંગસુંદરી સાથે હોવાથી વિલાસવતીને એ સારી રીતે સાચવી લેશે. જોકે એને અત્યારે આ વાત નથી કરવાની... આશ્રમમાં તારા સિવાય આ વાત કોઈને મેં કરી નથી.' “ભગવંત, જો આપની આજ્ઞા હોય તો, હું ભગવતી પાસે જઈને બેસું...” અવશ્ય... તું બેસી શકે છે ત્યાં.” મેં કુલપતિને પ્રણામ કર્યા અને બહાર નીકળ્યો. સીધો ભગવતીના આવાસ તરફ ગયો. ત્યાં બહાર આશ્રમવાસીઓ ભેગા થઈ ગયા હતા. હું બધાને મળ્યો. સહુની કુશળતા પૂછી, તેઓએ પણ મારી અને વિલાસવતીની કુશળતા પૂછી. મેં વસુભૂતિને બહાર બોલાવી, વિમાનમાંથી લાવેલો સામાન બહાર કાઢવા કહ્યું. વિલાસવતીએ આશ્રમ માટે, આશ્રમવાસીઓ માટે ઘણી સામગ્રી સાથે લીધી હતી. મેં બધી સામગ્રી આશ્રમ માટે આપી દીધી. તાપસકુમારો એ બધી સામગ્રી કુલપતિના આવાસમાં મૂકી આવ્યા. તે પછી હું ભગવતીની કુટિરમાં ગયો. મેં કમરથી ઝૂકીને, મસ્તકે અંજલિ જોડીને, તેમને પ્રણામ કર્યા. વિલાસવતી થોડી દૂર બેઠી. મેં નજીક બેસીને, તેમની કુશ કાયા તરફ જોઈને પૂછ્યું : “ભગવતી, આપને શું કોઈ શારીરિક પીડા નથી?' નહીં, શરીર પીડારહિત છે." ભાગ-૨ # ભવ પાંચમો ૮૧૨ For Private And Personal Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માનસિક સ્વસ્થતા? પરિપૂર્ણ છે. રાજન, હવે ચિત્તમાં કોઈ ઇચ્છા રહી નથી. આજે મને ઇચ્છાઓથી મુક્તિ મળી ગઈ.” ભગવતી, શું ઈચ્છાઓ બંધન છે? હા, રાજન, ઈચ્છાઓ જ બંધન છે. એ બંધન તૂટી ગયું. હવે મારી સમાધિ અખંડ રહેશે. આજે સૂર્યાસ્ત પછી હું સમાધિમાં બેસી જઈશ. ભગવાનની આજ્ઞા “તો અમે ખૂબ જ સમયસર આવી ગયાં.” “હા, તમને મળવાની એક જ ઈચ્છા હતી, તે પૂર્ણ થઈ ગઈ...” તેઓ થાકી ગયાં હતાં. બોલવામાં તેમને શ્રમ પડતો હતો. મેં કહ્યું : “ભગવતી, હવે આપ બોલશો નહીં. અમે શાન્તિથી આપની પાસે બેસીશું. આપને આંખો બંધ કરવી હોય તો કરો. અમે આપનાં દર્શન માત્રથી કૃતાર્થ થયા છીએ. હવે અમારે આપને કંઈ પૂછવાનું નથી, આપે કંઈ બોલવાનું નથી... આપનું જીવન ઉત્સવરૂપ બન્યું છે, મૃત્યુ મહોત્સવરૂપ બનો.” મેં બહાર જઈ, વસુભૂતિ-અનંગસુંદરીને બહાર બોલાવ્યાં. મેં તેમને કહ્યું : “તમે બંને આશ્રમના ઉપવનમાં ફરી આવો. પાસે “સુંદરવન' છે, ત્યાં ફરી આવજો.' ત્યાં એક તાપસકુમારે આવીને કહ્યું : “હે દેવ, કુલપતિજી આપ સહુને ભોજન માટે નિમંત્રે છે...” મેં વસુભૂતિને કહ્યું : “તમે બંને ભોજન કરીને, પછી જ ઉપવનમાં જાઓ. હું પછી ભોજન કરીશ.” તેઓ બને ભોજન માટે ગયાં. હું પુનઃ તપસ્વિનીની કુટિરમાં ગયો. તેઓ ડાબા પડખે થયા હતા. બાળકુમાર વિલાસવતીના ખોળામાં ઊંઘતો હતો. હું ધીમે પગલે જઈને વિલાસવતી પાસે બેસી ગયો. ભગવતી તપસ્વિનીના મુખ પર તેજ હતું. પ્રસન્નતા હતી.. પરમ શાન્તિ હતી. મેં વિચાર્યું : “મહાપ્રયાણ પૂર્વેની આ એમની પૂર્વ તૈયારી છે. તેઓ સર્વ ઇચ્છાઓથી મુક્ત થઈ ગયાં છે. આ એમની અવિરત ઉગ્ર તપશ્ચર્યાનું ફળ હતું. એમનું શારીરિક દમન, મનના શમન માટે હતું. તેમનામાં જ્ઞાન અને તપશ્ચર્યાનો સુભગ સંયોગ થયેલો હતો.” દ્વાર પર મુનિકુમારે આવીને, અમને બંનેને બહાર આવવા સંકેત કર્યો. અમે બંને બહાર નીકળ્યાં. બે તાપસકન્યાઓ નવાં વસ્ત્રો અને પુષ્પો સાથે અંદર પ્રવેશી. શ્રી સમરાદિત્ય મહાકથા ૮૧૩ For Private And Personal Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપને બંનેને ભગવાન કુલપતિ યાદ કરે છે.' અનિકુમારે વિનમ્રતાથી અમને કહ્યું. અમે કુલપતિના નિવાસમાં ગયાં. ૦ ૦ “વત્સ, અત્યારે ભગવતીને સ્નાન કરાવી, નવાં વસ્ત્ર પહેરાવી, પુષ્પોથી સજાવીને, કુટિરની બહાર, આમ્રવૃક્ષની નીચે ગોબરથી લીંપેલા ઓટલા પર, દર્ભાસન પર બેસાડવામાં આવશે. સંધ્યા સમયથી આશ્રમના નાના-મોટાં સ્ત્રી-પુરુષો ચોકમાં બેસી, ધીમા... મધુર.. મંજુલ સ્વરે સ્તોત્રપાઠ કરશે. આજે રાત્રિ જાગરણ થશે... યાવત્ મહાપ્રયાણ સુધી.” ‘ભગવંત, અમે પણ ત્યાં બેસી શકીશું?” મારી પાસે જ તમારે સહુએ બેસવાનું છે.' સંધ્યા થઈ ગઈ હતી. પક્ષીઓ પોત-પોતાના માળામાં આવી ગયાં હતાં. આમ્રવૃક્ષની નીચે દર્ભાસન પર તપસ્વિની પડદાસને બેઠાં હતાં. આશ્રમવાસીઓ ત્રણ બાજએ બેસીને મધુર-મંજુલ સ્તોત્રપાઠ કરી રહ્યાં હતાં. સંપૂર્ણ રાત્રિ આ આરાધના ચાલતી રહી. મહાપ્રયાણનો સમય નજીક આવી રહ્યો હતો. મારી આંખો ભીની થઈ રહી હતી. કુલપતિ ઊભા થયા. તપસ્વિનીની પાસે ગયા. આંખો બંધ કરીને ઊભા રહ્યા... તેમના મુખમાંથી ગંભીર ધ્વનિ પ્રગટ થયો.. ૐ નમઃ શિવાય... ૐ નમઃ શિવાય... ૐ નમઃ શિવાય... આશ્રમવાસીઓએ ધૂન શરૂ કરી દીધી.. ૐ નમઃ શિવાય... અને... ભગવતીની આંખો ખૂલી ગઈ. ભગવતીનું મહાપ્રયાણ થઈ ગયું.. કુલપતિએ જાહેર કર્યું : 'ભગવતી તપસ્વિની સમાધિમૃત્યુ પામ્યાં છે. 'વિલાસવતી ઓ મા... ભગવતી...' બોલતી જમીન પર મૂચ્છિત થઈને ઢળી પડી. કે ફરક ૮૧૪ ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir IY૧૨0H1 તપસ્વિનીના પવિત્ર દેહનો અગ્નિસંસ્કાર કરી, સરોવરમાં સ્નાન કર્યું. ભગવાન કુલપતિની અનુમતિ લઈ, અર્મ અમારા વિમાનમાં ગોઠવાયાં. કુલપતિ અમારા વિમાન સુધી આવ્યા. કુમાર અજિતબલના મસ્તકે હાથ મૂક્યો. મેં બે હાથ જોડી વિનંતી કરી : ભગવાન, ક્યારેક રથનૂપુર પધારવા કૃપા કરજો. મારા યોગ્ય સેવા સૂચિત કરજો.” તેઓએ હાથ ઊંચો કરી, આશીર્વાદ આપ્યા.. ને અમારું વિમાન આકાશમાર્ગે વહેવા માંડ્યું. અમે સહુ મૌન હતાં. અમારા હૃદય વેદનાથી વલુરાતાં હતાં. મારું મન કુલપતિના વિચારોમાં ચઢી ગયું હતું. તપસ્વિનીના મૃત્યુથી માંડી, અમે વિમાનમાં બેઠાં, ત્યાં સુધી હું સતત કુલપતિની સાથે હતો. મને તેઓ અંદરથી હલી ગયેલા લાગ્યા. જોકે તેઓ ત્રિકાળજ્ઞાની છે... છતાં તેમનામાંય એક ધબકતું હૃદય છે ને! હવે આશ્રમમાં તેમને ઓળખનાર, તેમને સમજનાર... બીજું કોઈ હતું નહીં... તપસ્વિનીની આશ્રમમાં ઉપસ્થિતિ રહી ત્યાં સુધી કુલપતિ નિશ્ચિત હતા. આશ્રમની તમામ જવાબદારી તપસ્વિનીએ ઉઠાવી લીધી હતી. કુલપતિ હમેશાં તપસ્વિની સાથે જ વાર્તા-વિનિમય કરતા. કુલપતિનું મન તપસ્વિનીના ઉચ્ચતમ વ્યક્તિત્વ તરફ વાત્સલ્યથી બંધાયેલું હતું. અને માટે જ જ્યારે ચિતા સળગતી હતી ત્યારે કુલપતિની આંખો ભીની થઈ હતી. તેઓ જ્યારે અમને વિદાય આપવા વિમાન પાસે આવ્યા... ત્યારે પણ તેમનું મન ભારે ભારે લાગતું હતું. મેં એટલે જ રથનૂપુર આવવા આમંત્રણ આપ્યું. 0 0 0 અમે રથનૂપુર આવી ગયાં. હું મારા રાજ્યનાં કાર્યોમાં ગૂંથાઈ ગયો. વિલાસવતી ગૃહકાર્યોમાં અને અજિતબલ કુમારના પાલન તથા અધ્યાપનના કાર્યમાં ગૂંથાઈ ગઈ. કલાચાર્યો પાસે એને અનેક કલાઓનું શિક્ષણ અપાવવા માંડ્યું. અનંગસુંદરી અમારા મહેલમાં જ, વિલાસવતીની પાસે રહેતી હતી. સગી બહેનો કરતાંય વધારે સ્નેહ હતો એ બંનેનો. વસુભૂતિ મારી સાથે રાજ્યનાં કાર્યોમાં સંલગ્ન રહેતો હતો. તેણે રાજસભામાં કોઈ પદ સ્વીકાર્યું ન હતું. છતાં સમગ્ર મંત્રીમંડળ વસુભૂતિને માન આપતું હતું અને એની સલાહ-સૂચના લેતું હતું. અમારા બંનેના પ્રેમ અખંડ હતો, અભંગ હતો. . શ્રી સમરાદિત્ય મહાકથા ૮પ For Private And Personal Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાદેવી અજિતબલાની પરમ છત્રછાયા હતી મારા પર, જાણે કે રાજ્યની રક્ષા તેઓ જ કરતાં હતાં! ખરેખર, રાજા બન્યા પછી મારે એક પણ યુદ્ધ કરવું પડ્યું નથી! પડોશી વિદ્યાધર રાજયો અને મિત્ર વિદ્યાધર રાજ્યોએ ક્યારેય મારી સાથે વિશ્વાસઘાત કર્યો નહીં કે દુશ્મનાવટભર્યો વ્યવહાર કર્યો નહીં. સહુની સાથે મારો મૈત્રીભર્યો સંબંધ રહ્યો. પ્રજાજનો પણ સંતુષ્ટ હતા. રાજ્યના અધિકારીઓ પણ મને વફાદાર હતા. રાજસભામાં મોટા ભાગે ગીત-નૃત્ય અને કલા-પ્રદર્શન થતાં. ક્યારેક વિદ્વાન પુરુષોની તત્ત્વચર્ચાઓ થતી. ક્યારેક કોઈ પરદેશી પુરુષોના અનુભવો સાંભળવા મળતા. રાજનીતિમાં કોઈ કાવાદાવા થતા નહીં. કોઈ પ્રપંચ થતો નહીં. કોઈ વિખવાદ થતો નહીં. ક્યારેક કોઈ મતભેદ ઊભો થતો તો મંત્રીઓ એનું સારી રીતે નિવારણ કરતા. કુમાર અજિતબલ તરુણવયમાં પ્રવેશ્યો હતો. વિલાસવતીએ સ્વયં એનું ઘડતર કર્યું હતું. જેવું એનું શ્રેષ્ઠ રૂપ હતું, તેવા જ તેનામાં શ્રેષ્ઠ સંસ્કારો અને શ્રેષ્ઠ કલાઓ આવી હતી. ધીરે ધીરે વિલાસવતીએ તેને શ્વેતામ્બી અને તામ્રલિપ્તની વાતો પણ કરી હતી. એટલે એ જાણતો હતો કે, “મારાં દાદા-દાદી શ્વેતાંબીનાં રાજા-રાણી છે. મારા મોસાળ તાપ્રલિપ્તીમાં નાના-નાની છે. ને તેઓ પણ રાજા-રાણી છે.” જ્યારે જ્યારે માર મારી પાસે આવતો, બેસતો... હું એને શૌર્ય અને પરાક્રમની વાતો કરતો. સાહસિક બનવાની પ્રેરણા આપતો. એનો સર્વતોમુખી વિકાસ કરવા હું પ્રયત્નશીલ રહેતો. અવારનવાર હું અને વસુભૂતિ, વિમાનમાં બેસી, વૈતાઢચ પર્વતનાં રમણીય શિખરો પર ચાલ્યા જતાં, ફરતાં... વાતો કરતા... કુદરતના સૌન્દર્યનું પાન કરતાં... ને પાછા નગરમાં આવી જતાં. એક દિવસની વાત છે. વસુભૂતિ સાથે હું એક શિખર પર બેઠો હતો. વસુભૂતિ મૌન હતો, ગંભીર હતો. મેં એને પૂછ્યું : વસુ, આજે શું તારું સ્વાથ્ય અનુકૂળ નથી?' અનુકૂળ છે.” ભાગ-૨ ( ભવ પાંચમો g For Private And Personal Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “તો પછી આટલી બધી ગંભીરતા શાથી? એવા કયા ઊંડા વિચારમાં પડી ગયો છે?” શ્વેતામ્બીના.' “શ્વેતામ્બીના?” હા, મિત્ર, માતા-પિતાની સ્મૃતિ આવી ગઈ.” “સ્વાભાવિક છે...' મિત્ર, શું તમને ક્યારેય મહારાજા... મહારાણીની સ્મૃતિ નથી આવતી?” “સ્મૃતિ આવે છે... પણ ભૂંસાઈ જાય છે...' માતા-પિતાના ઉપકારનો બદલો વાળી શકાતો નથી, છતાં જે સુપુત્ર હોય છે એ માતા-પિતાના ઉપકારનો બદલો વાળ્યા વિના રહેતો નથી. મિત્ર, ઘણા સમયથી માતા-પિતાનાં દર્શન પણ કર્યા નથી. એમનાં સુખ-દુ:ખના સમાચાર પણ જાણ્યા નથી. તેઓએ પણ આપણી ઉન્નતિને જાણી નથી... એટલે આજે તો મને વધુ વ્યગ્ર બન્યું છે.' મેં વસુભૂતિની વાત સાંભળી, મને ઉચિત લાગી. ક્યારેક વિલાસવતી પણ શ્વેતાંબી જોવાની ઈચ્છા વ્યક્ત કરતી હતી... તો કુમાર અજિતબલ પણ એનાં દાદાદાદીને જોવા મળવા ચાહતો હતો. મારા મનમાં હવે પિતા પ્રત્યે કોઈ અણગમો રહ્યો ન હતો. કાળના પ્રવાહમાં અણગમો તણાઈ ગયો હતો. માતા પ્રત્યે તો એનો એ જ સ્નેહ કાયમ હતો. મને વસુભૂતિનાં માતા-પિતાનો પણ વિચાર આવ્યો... પુત્ર વિના, એ માતાપિતા કેવાં દુઃખી થઈ ગયાં હશે...? અને મેં મનોમન શ્વેતાંબી જવાનો વિચાર કરી લીધો. એ દિવસે, મહેલમાં ગયા પછી, હું સીધો જ વિલાસવતી પાસે ગયો. અનંગસુંદરી એની પાસે હતી. હું ગયો એટલે સુંદરી ઊઠીને જવા લાગી. મેં એને રોકી. વિલાસવતીને મેં કહ્યું : દેવી, આપણે શ્વેતાંબી જઈએ તો?' વિલાસવતી મારી સામે જોઈ રહી... કંઈ ના બોલી. મેં કહ્યું : “આજે અમે બે મિત્રો ફરવા ગયા હતા. અમને બંનેને અમારાં માતા-પિતાની ગાઢ સ્મૃતિ આવી ગઈવસુભૂતિને એનાં માતા-પિતા અને મને મારા માતા-પિતા યાદ આવી ગયાં. કુમારને પણ એનાં દાદા-દાદી જોવાં છે. એટલે હવે આપણે શ્વેતાંબી જઈ આવીએ.” શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિલાસવતીએ કહ્યું : “શ્વેતાંબી ગયા પછી આપણે જલદી પાછાં નહીં આવી શકીએ.. “અહીંની રાજ્યવ્યવસ્થા બરાબર ગોઠવીને જઈશું. અને.... જવા પૂર્વે મહાદેવી અજિતબલાની આજ્ઞા પણ લઈશ. એ આજ્ઞા આપશે તો જ જવાનું છે, નહીંતર નહીં.” સાચી વાત છે આપની.” અનંગસુંદરીને પણ મારી વાત ગમી હશે.” અનંગસુંદરી શરમાઈ ગઈ. એ મારી સાથે બોલતી ન હતી. મર્યાદા પાળતી હતી. એના વતી વિલાસવતીએ કહ્યું : સુંદરીને ખૂબ ગમશે. એને સાસુ-સસરાનાં દર્શન થશે. શ્વેતાંબી જોવા મળશે.. આપણાં સ્વજનોને મળવાનું થશે...” બીજા દિવસે હું વિદ્યાદેવી અજિતબલાની સાધનામાં બેઠો. દેવી પ્રત્યક્ષ થયા. મને પૂછ્યું : “વત્સ, મને કેમ યાદ કરી?” હે ભગવતી, અમાને બંનેને શ્વેતાંબી જવાની ઇચ્છા થઈ છે. ઘણાં વર્ષોથી અમારાં માતા-પિતાનાં દર્શન થયાં નથી. એમને અમારાં પણ સમાચાર મળ્યા નથી. આપની આજ્ઞા હોય તો જઈ આવીએ...' વત્સ, તમે જાઓ. તમારે કંઈક વધારે સમય ત્યાં રહેવું પડશે. અહીંની રાજ્યવ્યવસ્થા પર હું ધ્યાન આપીશ... પરંતુ તારે વ્યવસ્થા દેવત્રઋષભને સોંપવાની.” જેવી આપની આજ્ઞા.' મહાદેવી અદૃષ્ય થઈ ગયાં. મારો ખંડ સુંગધથી ભરાઈ ગયો હતો. દેવીના આગમનની એ નિશાની હતી. મેં વિલાસવતીને વાત કરી. એ આનંદિત થઈ ગઈ. તેણે શ્વેતાંબી જવાની તૈયારીઓ આરંભી દીધી. જે જે માતા-પિતા માટે ઉપયુક્ત હોય તે તે બધું જ એણે ભેગું કરી લીધું. મેં મંત્રીમંડળને બોલાવ્યું. શ્વેતાંબી જવાની વાત કરી. માતા-પિતા પાસે જવાનું હોવાથી, પાછા આવવામાં થોડો વિલંબ પણ થાય..' મંત્રીમંડળે મને નિશ્ચિત કરી દીધો. મહામંત્રીએ મને કહ્યું : “હે દેવ, આપની સાથે બે વિદ્યાધરો અમિતગતિ અને પવનગતિને લઈ જજ. અચાનક અહીંનું કોઈ કામ ઉપસ્થિત થાય તો આપ એમને અહીં મોકલી શકો. વિદ્યાધરોને અહીં પહોંચવામાં વિલંબ ના થાય.' મેં મંત્રીમંડળનો સત્કાર કર્યો ને તેનું વિસર્જન કર્યું. ૦ ૦ ૦ ૮૧૮ ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાદેવી અજિતબલાએ અમારા માટે એક વિશાળ સુશોભિત વિમાન તૈયાર કરાવ્યું. અમિતગતિ તથા પવનગતિને આવશ્યક સૂચનાઓ આપી. અમે સહુ વિમાનમાં આરૂઢ થયાંમંત્રીમંડળ અને દેવઋષભે અમને પ્રેમભરી વિદાય આપી. અમારું વિમાન શ્વેતાબીની દિશામાં ઊડવા લાગ્યું. બે દિવસ અને બે રાતના સતત પ્રવાસના અંતે અમે શ્વેતાંબીના બાહ્ય ઉદ્યાનમાં વિમાનનું ઉતરાણ કર્યું. પવનગતિને નગરમાં, મહારાજાને સમાચાર આપવા રવાના કર્યો. પવનગતિએ વિનયપૂર્વક, મારા પિતાજીને મારા આગમનનું નિવેદન કર્યું. પવનગતિએ પાછા આવીને કહ્યું કે, “હે દેવ, મેં આપનું નામ લીધુંને આપના આગમનના સમાચાર આપ્યા.. કે મહારાજા સિંહાસન પરથી નીચે ઊતરી આવ્યા... તેઓએ બે હાથે મને પકડીને હચમચાવી નાખ્યો.. ને કહ્યું : “હે ભદ્ર, શું સાચે જ મારો પુત્ર સનકુમાર આવ્યો છે?” મેં કહ્યું : “હે પૂજ્ય, તેઓ વિદ્યાધર-નરેન્દ્ર છે. હું તેઓનો પવનગતિ' નામે દૂત છું. તેઓએ મને આજ્ઞા કરી છે કે “મારા પૂજ્ય પિતાશ્રી મહારાજા સૂરજને મારા આગમનના સમાચાર આપી આવ.” આ સાંભળીને, તેઓની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. તેઓ રોમાંચિત થઈ ગયા. ત્યાં જ તેઓએ મહામંત્રીને આજ્ઞા કરી : “નગરના ચંદ્રોદય ઉદ્યાનમાં પુત્ર સનકુમાર અપાર રિદ્ધિ-સિદ્ધિ અને પરિવાર સાથે આવેલો છે. તેને લેવા માટે સહુએ જવાનું છે. નગરમાં પણ પ્રજાજનને જાણ કરી દો.” હે દેવ, તે પછી તેઓ રાજસભામાંથી ચાલ્યા ગયા. હું પણ ત્યાંથી નીકળીને, સીધો અહીં આવ્યો.' મેં વસુભૂતિને કહ્યું : “મિત્ર, નગરમાં આપણા આગમનનો ઢંઢેરો પિટાવ્યો છે એટલે તારાં માતા-પિતાને પણ જાણ થઈ ગઈ હશે. તેઓ પણ આવશે જ. મિત્ર, આપણે સહુ ચાલતા નગરના દરવાજા સુધી જઈએ. માતા-પિતાની સામે જવું જોઈએ.' અમે સહુ ધીરે ધીરે ચાલતા દરવાજા તરફ જવા લાગ્યા. નગરમાંથી વાજિંત્રોનો નાદ સંભળાવા લાગ્યો. અવાજ નજીક આવતો હતો. લોકોનો કોલાહલ પણ સંભળાતો હતો. દરવાજા પાસે અમે ભેગા થઈ ગયા. પિતાજી અને માતાજી જેવા રથમાંથી નીચે ઊતર્યા, હું એમનાં ચરણોમાં ઢળી પડ્યો. વિલાસવતીએ મારી માતાનાં ચરણોમાં પડી, ચરણસ્પર્શ કર્યો. કુમાર અજિતબલ, સ્તબ્ધ બનીને, અમારું પિતા-પુત્રનું મિલન જોઈ રહ્યો. પિતાજીએ મને ઊભો કર્યો. તેમની છાતીએ લગાડી.. તેઓ રડી પડ્યા. હું પણ રુદનને રોકી શક્યો નહીં. ત્યાં રાજ્યના મહામંત્રીઓએ, અમને શ્રી સમરાદિત્ય મહાકથા ૮૧e For Private And Personal Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બંનેને પ્રિય વચનોથી શાંત કર્યો. જેવો હું પિતાજીથી છૂટો થયો કે કુમાર અજિતબલે આવી, વસ્ત્રથી મારી આંખો લૂછી નાખી. મેં કુમારને કહ્યું : વત્સ, આ તારાં દાદા-દાદી છે. એમનાં ચરણોમાં પ્રણામ કરો.' એ પ્રણામ કરે એ પૂર્વે તો પિતાજીએ એને ઊંચકી લીધો અને આલિંગનોથી નવરાવી નાખ્યો. ત્યાર પછી હું મારી માતાને મળ્યો. તેણે મને ખૂબ પ્રેમથી, મારી કુશળતા પૂછી. બીજી બાજુ વસુભૂતિનાં માતા-પિતા આગળ આવ્યાં અને વસુભૂતિને જોઈ ગદ્ગદ થઈ ગયાં. વસુભૂતિ માતાનાં ચરણે પડ્યો. અનંગસુંદરી પણ વસુભૂતિનાં માતાપિતાનાં ચરણોમાં પડી. સહુ આનંદવિભોર થઈ ગયાં. ત્યાર પછી અમારી સ્વાગતયાત્રાનો પ્રાંરભ થયો. એક રથમાં પિતાજી-માતાજી અને નાનો ભાઈ બેઠાં. બીજા રથમાં હું, વિલાસવતી અને રાજકુમાર બેઠાં. ત્રીજા રથમાં વસુભૂતિ અને અનંગસુંદરી બેઠાં. પવનગતિ અને અમિતગતિ શસ્ત્રસજ્જ બની, મારા રથની બે બાજુ ચાલવા લાગ્યા. પ્રજાજનોએ અમારા પર પુષ્પવૃષ્ટિ કરી. અમારું સ્વાગત કર્યું. નગરના રાજમાર્ગો પર અમને જોવા અને સ્વાગત કરવા એક-એક નગરવાસી સ્ત્રી-પુરુષો આવી ગયાં હતાં. વિશાળ અને સ્વચ્છ રાજમાર્ગો પર થઈને અમે રાજમહેલમાં પહોંચ્યાં. રાજસભા ભરાણી, પિતાજીએ એક તેજસ્વી તરુણને પોતાની પાસે બોલાવી મને કહ્યું : “વત્સ, આ તારો લઘુભ્રાતા કીર્તિનિલય છે.’ હું મારા નાના ભાઈને ભેટી પડ્યો. અમે બંને ભાઈઓ પિતાજીની બે બાજુ પર બેઠા, રાજસભાની બધી ઔપચારિક વિધિઓ પૂરી થયા પછી, પિતાજીએ મારો પરિચય “વિદ્યાધર-નરેન્દ્ર'ના રૂપે કરાવ્યો. અમિતગતિ વિદ્યાધરે ઊભા થઈને, મારી વિદ્યાસિદ્ધિઓ.... વિદ્યાધર રાજા સાથેનું યુદ્ધ... વિજય.. વગેરેનું રસમય શૈલીમાં વર્ણવ્યું. પ્રજાજનો વગેરે સહુ આનંદિત થયા. રાજસભાનું વિસર્જન થયું. ૦ ૦ ૦ મારાં માતા-પિતાની વૃદ્ધાવસ્થા હતી. મારા વિરહથી તેઓ વધારે વૃદ્ધ થયાં હતાં. મને મળીને, તેઓ અત્યંત પ્રસન્ન થયાં હતાં. ભોજનાદિથી નિવૃત્ત થઈ, અમે સહુ મંત્રણાખંડમાં ભેગાં થઈને બેઠાં. પિતાજીની પાસે હું અને કીર્તિનિલય બેઠા. માતાજીની પાસે વિલાસવતી અને અજિતબલ બેઠાં. પિતાજીએ કહ્યું : “વત્સ, હવે મારા આયુષ્યનો મને ભરોસો નથી. ક્યારે પણ આ જીવન પૂરું થઈ જાય.. માત્ર તને મળવાની તીવ્ર તૃષ્ણાથી જ જીવી રહ્યો છું. બેટા, હવે તારો રાજ્યાભિષેક કરી દઉં એટલે મારા બધાં કર્તવ્યો પૂર્ણ થશે.' ૮૨૦ ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મેં કહ્યું : ‘પિતાજી, મારે તો પાછા વૈતાઢ્ય પર્વત પર જવું પડશે. ત્યાંનું વિશાળ સામ્રાજ્ય મારે સંભાળવાનું છે. એટલે કીર્તિનિલયનો રાજ્યાભિષેક કરવાની મારી ઈચ્છા છે...’ Acharya Shri Kailassagarsuri Gyanmandir મારા આ પ્રસ્તાવથી માતા-પિતાને સંતોષ થયો. પિતાજીએ કહ્યું : ‘વત્સ, વૈતાઢ્ય પર્વત પર જવાની ઉતાવળ ના કરીશ.' મેં કહ્યું : ‘પિતાજી અને માતાજી અનુમતિ આપશે ત્યારે જ અમે જઈશું.’ ત્યાર પછી મેં વિલાસવતીનો પરિચય આપ્યો કે ‘આ તમારી પુત્રવધૂ મહારાજા ઇશાનચંદ્રની પુત્રી છે.' ત્યારે પિતાજી અને માતાજી અત્યંત ખુશ થઈ ગયાં. મારી માતાએ તો વિલાસવતીને પોતાના ખોળામાં લઈ લીધી. મેં, શ્વેતાંબીથી વસુભૂતિ સાથે પ્રયાણ કર્યું... ત્યારથી માંડીને અમે પાછા શ્વેતાંબી આવ્યા, ત્યાં સુધીની અમારી રોમાંચક કથા સંભળાવી... વસુભૂતિની મૈત્રીની હાર્દિક પ્રશંસા કરી. અમે શ્વેતાંબીમાં લગભગ એક વર્ષ રહ્યાં. એ દરમિયાન * સર્વપ્રથમ માતાજીનો સ્વર્ગવાસ થઈ ગયો. * તે પછી એક મહિના બાદ પિતાજીનું મૃત્યુ થયું... મેં કીર્તિનિલયનાં સુયોગ્ય રાજકુમારી સાથે લગ્ન કર્યાં અને દબદબાપૂર્વક એનો રાજ્યાભિષેક કર્યો. એક દિવસ મેં કીર્તિનિલયને કહ્યું : ‘ભાઈ, હવે તું અમને અનુમતિ આપે તો અમે વૈતાઢ્ય પર્વત પર જઈએ.' તેની આંખો ભીની થઈ ગઈ. એના આગ્રહથી એક મહિનો વધુ રોકાયાં. શ્રી સમરાદિત્ય મહાકથા વસુભૂતિ-અનંગસુંદરીને મેં શ્વેતાંબીમાં રોકાઈ જવા કહ્યું. પરંતુ તેઓ ના માન્યાં. ‘અમે આપનાથી જુદાં નહીં જીવી શકીએ...’ કહી તે બંને રડી પડચાં. એક શુભ દિવસે અમે કીર્તિનિલયની અનુમતિ લીધી અને રથનૂપુર તરફ પ્રયાણ કરી દીધું. For Private And Personal Use Only ૮૧ Page #328 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir {૧૨૧H] અમે રથનૂપુર-ચક્રવાલ નગરમાં આવી ગયા. સંસારની અવિરત ચાલતી પ્રવૃત્તિઓમાં ગૂંથાઈ ગયાં. રંગ-રાગ અને ભોગવિલાસમાં લીન થઈ ગયા. પાંચ ઇન્દ્રિયોનાં ઉત્કૃષ્ટ સુખ-સાધનો મળ્યાં હતાં. શરીરનું સૌષ્ઠવ, શરીરની નીરોગિતા અને શરીરની બલવત્તા શ્રેષ્ઠ મળી હતી. ક અનુકૂળ સ્વજન-પરિજનો મળ્યાં હતાં. પાર વિનાની સંપત્તિ મળી હતી. સુંદર, નીરોગી શરીર મળ્યું હતું... કોઈ પારિવારિક ક્લેશ ન હતા, કોઈ રાજકીય પ્રપંચ ન હતા. કોઈ પરરાષ્ટ્રના ભય ન હતા. મહાદેવી અજિતબલાનું રક્ષણ હતું. એટલે અમે સહુ સ્વછંદપણે વિષયભોગ કરતાં હતાં. દિવસો મહિનાઓ અને વર્ષો વીત્યાં. રાજકુમાર અજિતબલે થીવનમાં પ્રવેશ કર્યો. વિદ્યાધર-ચક્રવર્તી ચક્રસેનની પુત્રી સોનાકુમારી સાથે એનાં લગ્ન કરી દીધાં અને એ જ અરસામાં અમને એક વિશિષ્ટ જ્ઞાની પુરુષનો પરિચય થયો. નગરની બહાર પારિજાત' નામના ઉદ્યાનનો માળી પ્રભાતે મારી પાસે આવ્યો અને મને વધામણી આપી : “હે દેવ, ઉદ્યાનમાં ચિત્રાંગદ' નામના વિદ્યાધર મુનીશ્વર પધાર્યા છે. તેઓ ત્રિકાળજ્ઞાની છે. મનુષ્યના મનની વાતો પણ કહી દે છે. તેઓની સાથે અનેક મુનિવરો છે.” સાંભળીને મારા હૃદયમાં હર્ષ થયો. મેં માળીને પ્રીતિદાન આપ્યું. વસુભૂતિને કહ્યું : 'મિત્ર, વિલાસવતી વગેરે સર્વે સ્વજનોને કહો કે આપણે અત્યારે જ “પારિજાત' ઉદ્યાનમાં જવાનું છે. ત્યાં “ચિત્રાંગદ’ નામના મુનીશ્વર પધાર્યા છે. તેઓનાં દર્શન-વંદન કરી પાવન થઈશું. હું પરિવાર સાથે રથમાં બેસી, ઉદ્યાનમાં ગયો. ચિત્રાંગદ મુનીશ્વરને જોયા... હું જોતો જ રહી ગયો...! યૌવન વય. ૮૨૨ ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અદ્ભુત રૂપ કરુણાભીના નયન. મુખ પર સૌમ્યતા... પ્રસન્નતા... શીતળતા... અમે સૌએ ભાવપૂર્વક વંદના કરી. “ધર્મલાભ!' મુનીશ્વરનો ધીર-ગંભીર આશીર્વાદ મળ્યો. અમે વિનયપૂર્વક એમની સામે બેઠા. તેઓએ મધુર વાણીમાં કહ્યું : નરેન્દ્ર, તમે પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલા પુણ્યનું ફળ ભોગવી રહ્યા છો. ધર્મથી પુણ્યકર્મ સંચિત થાય છે અને પુણ્યકર્મથી સુખનાં સાધન મળે છે. વિદ્યાધરેન્દ્ર, આ જન્મમાં પણ જો તું ધર્મને જીવનમાં સ્થાન આપીશ તો આગામી જન્મોમાં સુખ પામીશ.' મેં કહ્યું : “ભગવંત, મને ધર્મ સમજાવો.” મુનીશ્વરે કહ્યું : “સર્વજ્ઞ વીતરાગ તીર્થકર જ મારા પરમાત્મા છે, મહાવ્રતધારી નિર્ગથ સાધુપુરુષો જ મારા ગુરુ છે. અને સર્વજ્ઞભાષિત ધર્મ જ મારો ધર્મ છે.” આવી શ્રદ્ધા તારા હૃદયમાં પેદા થવી જોઈએ, પ્રીતિ પેદા થવી જોઈએ.” મુનીશ્વરે અમને વિસ્તારથી પરમાત્મસ્વરૂપ સમજાવ્યું, સાધુપુરુષોનું સ્વરૂપ સમજાવ્યું અને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. મેં કહ્યું : “ભગવંત, મને અણુવ્રતો આપો. હું અત્યારે અણુવ્રતો પાળી શકીશ.” મારી સાથે વસુભૂતિએ પણ અણુવ્રતો સ્વીકાર્યો. મારા હૃદયમાં અપૂર્વ હર્ષ થયો. મેં મુનીશ્વરને પૂછયું : “ભગવંત, મારા આ જીવનમાં મને અનેક વાર વિલાસવતીનો વિરહ કેમ થયો? અને પૂર્વજન્મમાં મેં એવો કર્યો ધર્મ કરેલો કે જેના ફળસ્વરૂપે મને આ વિદ્યાધરોનું રાજ્ય મળ્યું?' મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન - આ ચાર જ્ઞાનના ધારક વિદ્યાધર મુનીશ્વરે મને મારા પૂર્વજન્મની માનસયાત્રા કરાવવાનો પ્રારંભ કર્યો. “આ જ ભારતમાં “કાંપિલ્યપુર” નામનું નગર છે. વર્ષો પૂર્વે ત્યાં “ચંદ્રગુપ્ત' નામનો રાજા હતો. રાણીનું નામ હતું જગસુંદરી. તેમને એક પુત્ર હતો. તેનું નામ હતું રામગુપ્ત. એ રામગુપ્ત એ જ તું. અને આ વિલાસવતી, પૂર્વજન્મમાં ઉત્તરાપથના રાજા તારપીડની હારપ્રભા' નામની પુત્રી હતી. હારપ્રભા સાથે તારાં લગ્ન થયાં હતાં. હારપ્રભાનો તારા પર અત્યંત સ્નેહ હતો. નિષ્કપટ નેહ હતો. એ જ રીતે તારો હારપ્રભા ઉપર અનહદ પ્રેમ હતો. તમે તમારા યૌવનકાળમાં ભરપૂર વૈષયિક સુખો ભોગવતાં હતાં. શ્રી સમરાદિત્ય મહાકથા ૮૩ For Private And Personal Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક સમયે... વસંત ઋતુ ખીલી હતી ત્યારે તમે બંને રાજમહેલના ઉદ્યાનમાં ક્રિીડા કરવા માટે ગયાં હતાં. ઉદ્યાનમાં સ્વચ્છ જળથી ભરેલું સરોવર હતું. તમને સરોવરમાં સ્નાન કરવાની ઈચ્છા થઈ. તમે ઉદ્યાનપાલકને બોલાવીને કહ્યું : ‘કુંકુમ અને ચંદનનું વિલેપન તૈયાર કરીને, કેળઘરમાં મૂકી જા. અમે સ્નાન કરીને કેળઘરમાં આવીએ છીએ. તમે સ્નાન કર્યું અને કિનારા પર રહેલા કેળઘરમાં જઈને બેઠાં. તમે એકબીજાના શરીરે વિલેપન કર્યું. ત્યાં સરોવરના કિનારે એક હંસયુગલ આવ્યું. તમને એ યુગલ ગમી ગયું. તમે કેળધરમાંથી પગથિયાં ઊતરીને, હંસયુગલ પાસે ગયાં. હે રાજન, તમે તે હંસિકાને તમારા હાથમાં લીધી અને હારપ્રભાએ હિંસને બે હાથમાં પકડ્યો. તમે હારપ્રભાને કહ્યું : ‘દેવી, આપણે આપણા શરીરે વિલેપન કર્યું છે, તો આ હંસ અને હંસિકાને પણ વિલેપન કરીએ.' તમે હંસિકાને કેસરી રંગથી રંગી દીધી અને હારપ્રભાએ હંસને રંગી દીધો. પછી બંનેને કેળઘરમાં રમતાં મૂકી દીધાં. તમને તો આનંદ મળ્યો, પરંતુ હંસ-હંસિકા દુઃખી થઈ ગયાં. હંસ હંસિકાને શોધે છે. હંસિકા હંસને શોધે છે! મારી પ્રિયા તો શ્વેત હતી... આ કેસરી છે. મારી પ્રિયા નથી...” હંસ હંસિકાને શોધે છે. હંસિકા હંસને શોધે છે. “મારો પ્રિયતમ તો શ્વેત છે.. આ નહીં...' કેસરી રંગે બંને પંખીઓને ભુલભુલામણીમાં નાખી દીધા, વિરહવેદનાથી બંને પંખી ખૂબ વ્યાકુળ બની ગયાં. મરવા માટે પ્રયત્ન કરવા લાગ્યાં, કરુણ રુદન કરવા લાગ્યાં. મરવાની ઇચ્છાથી, તે હંસ-હંસિકાએ સરોવરમાં ઝંપલાવી દીધું. તેમણે તરવાનો પ્રયત્ન ના કર્યો... બંને ડૂખ્યાં.... પણ શ્વાસ રોકેલો હતો, અને આયુષ્ય બળવાન હતું. એટલે બંનેનાં શરીર પરથી રંગ ધોવાઈ ગયો અને પાણીની સપાટી ઉપર આવી ગયાં. હંસે હંસિકાને ઓળખી લીધી, હંસિકાએ હંસને. રાજેશ્વર, તમે તો મનોરંજન માટે એ હંસયુગલને રંગ્યું હતું પરંતુ એથી એ જીવોને જે ઘોર પીડા થઈ, સંતાપ થયો. વેદના થઈ. એમાં તમે બંને નિમિત્ત બન્યાં. તમે પાપકર્મ બાંધ્યાં. એ પાપકર્મ આ જન્મમાં ઉદય આવ્યું. અને તમારા બંનેનો વિરહ થયો... તમે પણ આપઘાત કરવાના બે વાર પ્રયત્ન કર્યા...' ભગવંત, કારણ કેવું નાનું? અને એનું પરિણામ કેવું ભયંકર? અહો, સંસારમાં તો અમે આવાં દુષ્કૃત્યો હસતાં... રમતાં ઘણાં કરીએ છીએ..” માટે જ તો સંસારનું પરિભ્રમણ ચાલી રહ્યું છે..” ભગવંત, આ વિદ્યાસિદ્ધિઓ, આ વિદ્યાધરોનું અધિપતિપણું.. આ સુખભોગ. આ બધાનું કારણ બતાવવા કૃપા કરશો?” ૮૪ ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજેશ્વર, પૂર્વજન્મમાં ઉત્તરાવસ્થામાં, તેં અને હારપ્રભાએ સંસારનો ત્યાગ કરી, ચારિત્રધર્મ અંગીકાર કર્યો હતો. સરાગ-સંયમની ઉત્કૃષ્ટ આરાધના કરી હતી. તેના ફળરૂપે આ જન્મમાં તમને આ બધાં સુખ-વૈભવો મળ્યાં છે.” “ભગવંત, હવે આ જન્મમાં પણ ચારિત્રધર્મનું પાલન કરવું છે. આપ કૃપાનિધિ, અહીં સ્થિરતા કરો. રાજ્યવ્યવસ્થા ગોઠવીને હું જેમ બને તેમ જલદી આપનાં ચરણોમાં આવી પહોંચીશ.' રાજન, તમારો મનોરથ શુભ છે. શુભ કાર્યમાં વિલંબ ના કરવો.' અમે સહુ ગુરુદેવને વંદના કરી, રાજમહેલે આવ્યા. મારી સમગ્ર વિચારધારા બદલાઈ ગઈ હતી. પૂર્વજન્મની ઘટના આંખ સામે આવી જતી હતી... વૈષયિક સુખોની આસક્તિ તૂટી ગઈ હતી. રાજમહેલમાં આવી, ભોજનાદિથી નિવૃત્ત થઈને, અમે સહુ ભેગાં મળ્યાં. સર્વપ્રથમ મેં મારી ઈચ્છા વ્યક્ત કરી. હું આ સંસારથી વિરક્ત થયો છું. અને જલદીથી જલદી ચારિત્રધર્મ સ્વીકારવા ઈચ્છું છું.” એ જ વખતે વિલાસવતીએ કહ્યું : હે સ્વામીનાથ, હું પણ આપની સાથે જ ચારિત્રધર્મ અંગીકાર કરીશ. આપના વિના હું સંસારમાં ના રહી શકું.” વસુભૂતિએ કહ્યું : “મિત્ર, જો સંસારનાં વૈષયિક સુખો ભોગવવામાં અને દુઃખો સહવામાં સાથે રહ્યા... તો ત્યાગમાર્ગમાં પણ સાથે જ રહીશું. હું પણ તમારી સાથે ચારિત્રધર્મ અંગીકાર કરીશ.' અનંગસુંદરી, વિલાસવતીની બાજુમાં જ બેઠી હતી. તેણે વસુભૂતિ સામે જોઈને કહ્યું : “આપ ભોગી તો હું ભોગી, આપ ત્યાગી તો હું પણ ત્યાગી. માટે આપ સહુની સાથે હું પણ ચારિત્ર લઈશ.” મેં વિલાસવતીને કહ્યું : “ર્તા હવે પહેલું કામ કુમારનો રાજ્યાભિષેક કરવાનું છે.' વસુભૂતિને કહ્યું : “બહાર ઊભેલા પવનગતિને કહે કે મહામંત્રીને બોલાવી લાવે.” કુમાર અજિતબલા અને પુત્રવધૂ સોનાકુમારી ત્યાં જ હતાં. બંનેની આંખોમાંથી આંસુ ટપકતાં હતાં. વિલાસવતીએ સોનાકુમારીનાં આંસુ લૂછી નાખ્યાં. તે ૨ડી પડી. વિલાસવતીના ઉત્સંગમાં મુખ છુપાવીને, રડવા લાગી. કુમારના માથે હાથ મૂકીને, મેં એને જીવનનાં કર્તવ્યો સમજાવ્યાં. એને શાંત કર્યો. શ્રી સમરાદિત્ય મહાકથા ૮પ For Private And Personal Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહામંત્રી ચંડસિંહ આવ્યા. તેમને બેસવા વસુભૂતિએ આસન આપ્યું. મેં મારીઅમારી ભાવના જણાવી, ચંડસિંહ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને કહ્યું : ‘રાજપુરોહિતને રાજ્યાભિષેકનું મુહૂર્ત પૂછીને, નગરમાં રાજકુમારનો રાજ્યાભિષેક જાહેર કો; અને સાથે સાથે અમે ચાર - હું, મહાદેવી, વસુભૂતિ અને અનંગસુંદરી, ચારિત્રમાર્ગે જઈએ છીએ. જે કોઈ સ્ત્રી-પુરુષોને સંસારનો ત્યાગ કરીને, ચારિત્ર સ્વીકારવું હોય તેઓ અમારી સાથે ચારિત્ર સ્વીકારી શકશે.’ ‘આપની આજ્ઞા મુજબ બધાં કાર્યો કરીને, આપને નિવેદન કરું છું.' મહામંત્રી પ્રણામ કરીને ગયા... કે પવનગતિ અને અમિતગતિ અમારી પાસે આવ્યા. ‘અમે બંને પણ આપની સાથે જ ચારિત્ર અંગીકાર કરીશું.' મેં બંનેના માથે હાથ મૂકીને કહ્યું : ‘તમને બંનેને તો મારે કુમારના અંગરક્ષકો નિયુક્ત કરવા હતા. ‘નહીં દેવ, ચારિત્ર સ્વીકારીને, જીવનપર્યંત આપની સેવામાં રાખવા, અમારા પર કૃપા કરો.' ‘ભલે, હું તમારા શ્રેયોમાર્ગમાં વિઘ્ન નહીં નાખું... અમારી સાથે જ તમે સંયમધર્મ અંગીકાર કરજો.' રાત્રિના સમયે મને વિચાર આવ્યો : ‘મારે વિદ્યાદેવી અજિતબલાની અનુમતિ લેવી જોઈએ.’ હું પલંગ પરથી નીચે ઊતરી, શરીરને શુદ્ધ કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી... ધ્યાનમાં બેસી ગયો. અલ્પ સમયમાં જ, દેવી પ્રત્યક્ષ થયાં. મારો શયનખંડ પ્રકાશથી અને સુગંધી ભરાઈ ગયો. મેં ઊભા થઈ, દેવીનાં ચરણે પ્રણામ કર્યા. દેવી બોલ્યાં : ‘વત્સ, મને કેમ યાદ કરી?’ ‘હે માતા, આજે સદ્ગુરુ મુનીશ્વર ચિત્રાંગદના ઉપદેશથી અને એમણે કહેલાં અમારા બંનેના પૂર્વજન્મની વાતથી... અમે વિરક્ત થયાં છીએ. કુમારનો રાજ્યાભિષેક કરી, અમે ચારિત્રધર્મ અંગીકાર કરવા ઈચ્છીએ છીએ. હે માતા, અમને અનુમતિ આપો.' દેવી બોલ્યા : ‘પુત્ર, ચારિત્રધર્મ સ્વીકારી, આત્મકલ્યાણનો પુરુષાર્થ કરવાનો સમય થઈ ગયો છે. યોગ્ય સમયે સુયોગ્ય ગુરુદેવનો સંયોગ મળી ગયો છે... વત્સ, તમારો સંયમમાર્ગ નિર્વિઘ્ન હો... મોહ પર વિજય મેળવી, મનુષ્યજન્મ સફળ કરો...’ ‘માતા, ચારિત્રધર્મનો અમે સ્વીકાર કરીએ ત્યારે... આપ ત્યાં ઉપસ્થિત રહેશો ને? આપ જ મારાં માતા છો... ને આપ જ પિતા છો...’ હું ભાવાવેશમાં ગદ્ગદ થઈ ગયો. ફ For Private And Personal Use Only ભાગ-૨ ભવ પાંચમો Page #333 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવીએ મારા મસ્તક પર હાથ મૂકીને કહ્યું : “વત્સ, અત્યારથી જ હું તારી સાથે છું... તારી પાસે છું.. સંયમ ગ્રહણ કર્યા પછી પણ, તારી પાસે જ રહીશ... જ્યારે તું મને યાદ કરીશ ત્યારે પ્રત્યક્ષ થઈશ. એ સિવાય પરોક્ષ રહીશ.' ૦ ૦ ૦. જિનમંદિરોમાં મહોત્સવ શરૂ થયા. સ્નેહી-સ્વજન-મિત્રોને આમંત્રણ પાઠવવામાં આવ્યાં. આ સમગ્ર રથનપુર-ચક્રવાલ નગરને શણગારવામાં આવ્યું. જ સ્નેહી-સ્વજનોને મહેલમાં આમંત્રીને, પ્રીતિભોજન કરાવ્યું અને સહુનો ઉચિત સત્કાર કર્યો. જ્યારે હું અને વિલાસવતી સ્નેહી-સ્વજનોને સત્કારતા હતા ત્યારે મને બે ઉપકારી યાદ આવ્યા : એક ભગવાન કુલપતિ, અને બીજો શ્રેષ્ઠીપુત્ર મનોરથદત્ત. વિલાસવતીને પણ એનાં માતા-પિતા યાદ આવ્યાં. વિલાસવતીએ કહ્યું : “નાથ, આપણા દીક્ષા પ્રસંગે મારાં માતા-પિતા અહીં ના આવી શકે? ‘કેમ ના આવી શકે?' અવશ્ય આવી શકે. હું એમને લેવા વિમાન મોકલું છું. દેવી, સાથે સાથે આપણને દિવ્ય વસ્ત્ર ભેટ આપનાર, મારા મિત્ર મનોરથદત્તને પણ બોલાવવો છે અને આપણા પર અનન્ય ઉપકાર કરનાર ભગવાન કુલપતિને પણ બોલાવવા છે.” વિલાસવતીનું મન પ્રસન્ન થયું. એ અને અનંગસુંદરી સતત દાન આપતાં હતાં. વસુભૂતિ એ બંનેને સહાય કરતો હતો. હું મારા ખંડમાં એકલો હતો, ત્યાં સુગંધ આવવી શરૂ થઈ. દિવ્ય પ્રકાશ રેલાયો... ને મહાદેવી અજિતબલા પ્રગટ થયાં. તેમણે કહ્યું : “વત્સ, ભગવાન કુલપતિને સમાચાર મળી ગયા છે. તેઓ અહીં આવવા નીકળી ગયા છે. શ્રેષ્ઠીપુત્ર અને વિલાસવતીનાં માતા-પિતાને લાવવા માટે વિમાન રવાના થઈ ગયું છે..” આટલું કહીને દેવી અદૃશ્ય થઈ ગયાં. હું હર્ષવિભોર થઈ, તેમને વંદન કરતો રહ્યો. મહાદેવીના સતત સાન્નિધ્યના કારણે... મારી ઈચ્છા મુજબ કાર્યો થતાં જતાં હતાં. સમગ્ર રથનૂપુર નગર મહોત્સવધેલું બની ગયું હતું. શ્રી સમરાદિત્ય મહાકથા ૮૦ For Private And Personal Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વપ્રથમ ભગવાન કુલપતિ પધારી ગયા. મેં તેઓનું ભાવભીનું સ્વાગત કર્યું. તેઓએ અમને સહુને આશીર્વાદ આપ્યા. તે પછી વિલાસવતીનાં માતા-પિતા અને શ્રેષ્ઠીપુત્ર મનોરથદત્તને લઈ, વિમાન આવી ગયું. મનોરથદત્ત તો વિમાનમાંથી ઊતરીને મને ભેટી જ પડ્યો... અને પછી રુદન કરવા લાગ્યો. મેં એને ખૂબ સમજાવ્યો. તે શાંત થયો. એનો, વિલાસવતી, વસુભૂતિ અને અનંગસુંદરીને પરિચય કરાવ્યો. વસુભૂતિ તો એને જાણતો જ હતો. વિલાસવતીનાં માતા-પિતા વિલાસવતીને મળ્યાં, ખૂબ આશીર્વાદ આપ્યા. દીક્ષાદિવસ આવી ગયો. પ્રભાતે વિદ્યાધરેન્દ્ર ચક્રસેન વિશાલ પરિવાર સાથે પધારી ગયા. તેમનાં ચરણોમાં પડી મેં વંદના કરી. તેઓએ વાત્સલ્યથી અમને ખૂબ અભિનંદ્યા. ત્યાર બાદ આડંબર સાથે, અમે સહુ ઉદ્યાનમાં પહોંચ્યા. ગુરુદેવ ચિત્રાંગદ મુનીશ્વરે અમને વિધિપૂર્વક દીક્ષા આપી. અમારી સાથે લગભગ એક હજાર વિદ્યાધર સ્ત્રી-પુરુષોએ પણ દીક્ષા લીધી. રાજા અજિતબલે અણુવ્રતો સ્વીકાર્યા. ચારિત્રધર્મ સ્વીકારીને, અમે ત્યાંથી વિહાર કર્યો. ૦ ૦ ૦. “હે જયકુમાર, મારી દીક્ષાનું કારણ આ મારું જીવનચરિત્ર છે.” આચાર્યશ્રી સનકુમારે વિસ્તારથી પોતાનું જીવનચરિત્ર પ્રકાશિત કર્યું. તે સાંભળીને, જયકુમારના ચિત્તમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો. રીક જ આ ૮૨૪ ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir IY૧૨il જયકુમારે આચાર્યદેવને પૂછ્યું : “ભગવંત, આ ભવાટવી ભીષણ છે. એમાંથી કેવી રીતે બહાર નીકળવું અને ક્યાં પહોંચવાનું?” આચાર્યદેવે કહ્યું : “કુમાર, હું તને એક “ઉપનય-કથા” દ્વારા તારા પ્રશ્નનો ઉત્તર આપું છું.' એક પરોપકારી સાર્થવાહ છે. તે પોતાના કાફલા સાથે બીજા નગરે જવા તૈયાર થયો છે. તેણે નગરમાં ઘોષણા કરાવી : “મારી સાથે જેને શિવનગર આવવું હોય, તેઓ મારી સાથે ચાલે. તેઓને હું નિર્વિને શિવનગર પહોંચાડીશ.' ઘણા લોકો સાર્થવાહ સાથે ચાલવા તૈયાર થઈને આવ્યા. સાર્થવાહે તે સહુને માર્ગ અંગે સમજણ આપતાં કહ્યું : “મારા મિત્રો, આપણે જે નગરે જવું છે, તેના બે માર્ગ છે. એક માર્ગ સીધો છે. બીજો માર્ગ થોડો વાંકોચૂકો છે. આ વાંકાચૂકા માર્ગે સુખપૂર્વક જઈ પહોંચી શકાય, પરંતુ પહોંચતાં ઘણો સમય લાગે છે. જ્યારે સીધા માર્ગે જઈએ તો જલદી પહોંચી શકાય છે. પરંતુ આ સીધા માર્ગે જવામાં વિદ્ગો ઘણાં છે. માર્ગ ઘણો વિકટ છે. જેવા આપણે એ માર્ગે ચાલવા માંડીએ.. કે આપણને સિંહની ગર્જનાઓ અને વાઘની ત્રાડ સંભળાશે. આપણે ગભરાવાનું નહીં. એ સિંહ અને વાઘ આપણાં માર્ગમાં આવીને, ઊભા રહેશે. એ વખતે હિંમતથી આગળ ધસી જવું પડે. આપણે માર્ગ પર જ ચાલીએ તો એ આપણા ઉપર હુમલો કરતા નથી. આપણી પાછળ પાછળ ચાલ્યા આવે છે. પરંતુ જો આપણે માર્ગ પરથી નીચે ઊતરી ગયા તો મર્યા સમજજો. એ સિંહ અને વાઘ આપણા પર તરાપ મારી.... મારી નાખશે, માટે માર્ગ પર ચાલ્યા કરવાનું છે. માર્ગમાં સુગંધી પુષ્પોવાળાં અને શીતળ છાંયડાવાળાં મનોહર વૃક્ષો આવશે. એના ઉપર આકર્ષક ફળો લટકતાં દેખાશે. હે મિત્રો, તમે એ વૃક્ષોના છાંયડે બેસશો નહીં, કે એના ફળો ખાશો નહીં. એ વૃક્ષોની છાયા પણ તમારો વિનાશ કરશે.. ફળ ખાવાની તો વાત જ ના કરતાં. હા, તમે ચાલતાં ચાલતાં થાક તો પત્ર-ફૂલ અને ફળ વિનાનાં જે વૃક્ષો છે, એની નીચે થોડો સમય વિસામો લેજો. ચાલતાં ચાલતાં માર્ગની બંને બાજુએ તમને ખૂબ સુંદર સ્ત્રી-પુરુષો મળશે. મીઠું મીઠું બોલશે.. તમારી ખુશામત કરશે... તમને પ્રેમથી બોલાવશે... પરંતુ હે મિત્રો, તમે આપણો માર્ગ છોડીને, એમની પાસે ના જશો. એમની લોભામણી વાતોમાં શ્રી સમરાદિત્ય મહાકથા ૮૯ For Private And Personal Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લોભાશો નહીં... મારો સથવારો ઘડી વાર પણ છોડશો નહીં. જો તમે એકલાં પડી જશો તો આફતમાં ફસાઈ જશો. તમને માર્ગમાં અગ્નિ દેખાય, આગની જવાળાઓ નીકળતી દેખાય તો તમે તરત જ એ આગને બુઝાવી નાખજો. નહીંતર એ આગ પ્રચંડ બનીને, તમને જ બાળશે. તમે આગળ ચાલશો એટલે એક પર્વત દેખાશે. ઊંચો છે એ પર્વત. આપણે એ પર્વતને સાવધાનીથી ઓળંગવાનો છે. જો એ પર્વતને ના ઓળંગીએ તો ચોક્કસ મરવું પડે. પર્વત ઓળંગીને, આગળ વધીશું એટલે માર્ગની બાજુમાં ઊંડી ખીણ દેખાશે. એ ખીણમાં વાંસનું વન છે. તમે એ ખીણમાં ડોકિયું પણ ના કરશો. જો કુતૂહલથી પણ જોવા ગયા... તો આપત્તિમાં ફસાઈ જશો. ત્યાંથી થોડા આગળ વધશો એટલે એક ખાડો દેખાશે, અને ખાડાની પાસે એક બ્રાહાણ બેઠેલો દેખાશે. તમે એ ખાડા પાસે પહોંચશો એટલે તમને તે વિનયપૂર્વક વિનંતી કરશે : “અરે વેપારીઓ, આ ખાડો થોડો પૂરતા જાઓ.... પછી આગળ વધો.” પરંતુ તમારે એની વાત સાંભળવી નહીં. એની ઉપેક્ષા કરી, આગળ વધવું. એ ખાડો પૂરવો નહીં. ત્યાંથી તમે આગળ વધશો એટલે તમને મનોહર વૃક્ષો દેખાશે. એ વૃક્ષો ઉપર ફળ દેખાશે પણ એ ફળ તમારે ખાવાં નહીં. એ પ્રદેશમાં બાવીશ પિશાચ રહે છે. એ યાત્રિકોને ઉપદ્રવ કરતા હોય છે. પણ જો તમે ડરશો નહીં, એ પિચાશોની દરકાર નહીં કરો અને પ્રયાણ ચાલુ રાખશો તો તમને એ કંઈ નહીં કરે. રાત્રિના સમયે પણ બે પ્રહર પ્રયાણ ચાલુ રાખવાનું છે. બસ, પછી અટવીની બહાર નીકળી જવાના. સામે જ તમને શિવનગર દેખાશે. તમે ત્યાં પહોંચી જશો. ત્યાં કોઈ ક્લેશ નથી, ઉપદ્રવ નથી... પરમ સુખ અને પરમ શાન્તિ છે. આ રીતે સાર્થવાહે માર્ગદર્શન આપ્યું. એ માર્ગદર્શન મુજબ જેઓ ચાલ્યા, તેમણે અટવ પાર કરી અને શિવનગરમાં પહોંચી ગયા. જેમણે ભૂલ કરી, જેઓ માર્ગદર્શન મુજબ ના ચાલ્યા, તેઓ એ અટવીમાં અટવાઈ ગયા અને મોત પામ્યા. કુમાર, આ ઉપનયકથા છે. તું એનું રહસ્ય કદાચ પામી ગયો હશે, છતાં તને સ્પષ્ટતાથી સમજાવું છું : સાર્થવાહ એટલે સર્વજ્ઞ વીતરાગ તીર્થકર. ક ઘોષણા કરી એટલે ધમપદેશ આપીને, જીવને મોક્ષ પામવા ઉત્સાહિત કરવા. જ સાર્થવાહનાં મિત્રો એટલે સંસાર-અટવીનું ઉલ્લઘંન કરી, મોક્ષ તરફ પ્રયાણ કરનારા ભવ્ય જીવો. અટવી એટલે ચાર ગતિમય દુઃખમય સંસાર. ભાગ-૨ # ભવ પાંચમો 30 For Private And Personal Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ સીધો માર્ગ એટલે સાધુધર્મ. જ વાંકોચૂકો માર્ગ એટલે ગૃહસ્વધર્મ શિવનગર એટલે સિદ્ધશિલા. જ વાઘ-સિંહ એટલે રાગ અને દ્વેષ. - મનોહર વૃક્ષની છાયા એટલે મમત્વ થાય એવી વસતિ. આ માર્ગની બાજુમાં ઊભેલાં સુંદર સ્ત્રી-પુરુષો એટલે ઉન્માર્ગે દોરનારા કુસાધુઓ અને અહિતકારી મિત્રો. સાથીદારો એટલે શ્રમણભગવંતો. + અગ્નિ એટલે ક્રોધ. ક પર્વત એટલે માન-અભિમાન. ક વાંસનું વન એટલે માયા-કપટ, ખાડો એટલે લોભ. કે બ્રાહ્મણ એટલે મનોરથો, ઇચ્છાઓ. વૃક્ષોનાં ફળો એટલે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. . ૨૨ પિશાચો એટલે ૨૨ પરીષહો. છેરાત્રે બે પ્રહર પ્રયાણ કરવું એટલે બે પ્રહર સ્વાધ્યાય કરવો. આ રીતે જીવન જીવનારા સાધુ, ભવાટવીને પાર કરી, મુક્તિને પામે છે. પરમ સુખ પામે છે. જયકુમારને સમ્યગદર્શન પ્રાપ્ત થયું. તેણે શ્રાવકધર્મનાં અણુવ્રતો સ્વીકાર્યા, ગુરુદેવને વંદના કરી અને તે નગરમાં પાછો ફર્યો. આચાર્યદેવ એક મહિનો કરકંદમાં રહ્યા. પ્રતિદિન જયકુમારે શ્રમણોની સેવા કરી અને ધર્મનો ઉપદેશ સાંભળ્યો. મહિનો પૂરો થતાં આચાર્યદેવ કાકંદીથી વિહાર કરી ગયા. 0 0 0 મહારાજા સૂરતેજે જયકુમારને યુવરાજપદે આરૂઢ કર્યો. નાના ભાઈ વિજયકુમારને આ વાત ના ગમી. એના મનમાં જયકુમાર પ્રત્યે જરાય પ્રેમ ન હતો. જયકુમારને વિજય ઉપર નિર્ભેળ સ્નેહ હતો. વિજયને જયકુમાર ઉપર પ્રેમ ક્યાંથી હોય? એ પૂર્વજન્મની ધનશ્રીનો જ જીવ હતો. ધનશ્રી મરીને નરકમાં જન્મી હતી. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને, એ કાકંદીના રાજપરિવારમાં જન્મી હતી. એના મનમાં જયકુમાર પ્રત્યે સહજ રીતે જ વેરભાવના પ્રગટ હતી. જયકુમારને યુવરાજપદે સ્થાપિત કરે, એક વર્ષ પણ પૂરું થયું ન હતું, ત્યાં મહારાજા સૂરજ ભયંકર માંદગીમાં પટકાયા... ઘણા ઘણા ઔષધોપચારો કરવા શ્રી સમરાદિત્ય મહાકથા ૩. For Private And Personal Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છતાં તેઓ ન બચ્યા. તેમનું મૃત્યુ થઈ ગયું. રાજપરિવાર શોકસાગરમાં ડૂબી ગયો, પરંતુ રાજસિંહાસન ખાલી તો રખાય નહીં, એટલે મહારાણી લીલાવતીનો અભિપ્રાય જાણીને, જયકુમારનો રાજ્યાભિષેક કરી દેવામાં આવ્યો. આ વાત વિજયકુમારને ગમી નહીં. એ રાજ્યાભિષેકના સમયે પણ ઉપસ્થિત રહ્યો નહીં. મહામંત્રી, વિજયની ઉદ્ધતાઈ જાણતા હતા. સાથે સાથે એ પણ જાણતા હતાં કે એને જયકુમાર પ્રત્યે ઘોર છેષ છે. કોઈ કારણ વિનાનો દ્વેષ છે. ત્યાં મહામંત્રીને સમાચાર મળ્યા કે “વિજય નગર છોડીને ભાગી જાય છે...” મહામંત્રીએ વિચાર્યું : “આ પડોશી રાજ્યમાં જઈને, કોઈ અસંતુષ્ટ સામંત રાજાને પોતાના પક્ષમાં લઈને, આ રાજ્ય પર આક્રમણ કરશે. મહારાજા જયકુમારને પજવશે. માટે એને પકડીને નજરકેદમાં રાખવો.” તેમણે જયકુમારને પૂછયું નહીં. બારોબાર પોતના વિશ્વાસપાત્ર સૈનિકોને વિજયની પાછળ મોકલ્યો. સૈનિકો મારતે ઘોડે એની પાછળ પડ્યા. તેને પકડી લીધો.. મહામંત્રી પાસે લઈ આવ્યા. મહામંત્રીએ તેને એક ઓરડામાં પૂરી દીધો. આ વાત મહારાણી લીલાવતીએ જાણી. રાણીને નાના પુત્ર પર વિશેષ વાત્સલ્ય હતું. પુત્રને કેદ કરાયેલો જાણી, એને ભારે આઘાત લાગ્યો. જોકે વિજયના દુષ્પરિત્રને જાણતી હતી. છતાં પુત્રનેહથી તે વિહ્વળ બની ગઈ. તેણે મહામંત્રીને સંદેશો મોકલીને, પોતાની પાસે બોલાવ્યા. મહામંત્રી, મેં સાંભળ્યું છે કે વિજયને કેદ કરવામાં આવ્યો છે, શું સાચી વાત છે? હા, મહારાણીજી... મેં જ એને કેદ કરાવ્યો છે.' શા માટે? મહારાણીજી, શું આપ કુમારનાં પરાક્રમોથી અજાણ છો? મહારાજકુમારના રાજ્યાભિષેક સમયે એ શું હાજર રહ્યો હતો? એના હૃદયમાં મોટા ભાઈ પ્રત્યે ભારોભાર દ્વેષ છે, એ શું આપ નથી જાણતાં? એ છૂટો રહે તો કેવાં તોફાન કરે અને મહારાજાને કેવા પજવે, એ આપ સમજી શકો છો ને?' બધી વાત સાચી છે મહામંત્રી, પરંતુ તમે એક માતાનું હૃદય કેમ નથી સમજી શકતા?” મહાદેવી, અહીં લાગણીનો વિચાર ના કરાય. સંયોગનો અને રાજ્યની સુરક્ષાનો વિચાર કરવો જોઈએ.’ એટલે તમે કુમારને મુક્ત નહીં જ કરો? મને ઉચિત નથી લાગતું. છતાં હું મહારાજાનો સેવક છું. મહારાજા મને આજ્ઞા કરશે.. તો મુક્ત કરીશ...મુક્ત કરવો પડશે... પરંતુ મહાદેવી, મારી આપને ૮૩૨ ભાગ-૨ ભવ પાંચમો For Private And Personal Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નમ્ર વિનંતી છે કે આપ પુત્રોહના આવેગમાં વહી ના જાઓ તો સારું, નહીંતર પરિણામ સારું નહીં આવે. મહાદેવી, આપ જાણો છો કે કુમારના મિત્રો કોણ છે ને કેવા છે? કુમાર માટે પ્રજાજનોની કેવી કેવી ફરિયાદો આવે છે? એ તો મહારાજા જ્યારે જીવંત હતા, પ્રજા તેમની મર્યાદા પાળતી હતી... એટલે કુમાર બચી જતો હતો... નહીંતર...' રાણી લીલાવતીને મહામંત્રીની વાત ના ગમી. તેણે કહ્યું : ‘ભલે, તમે જઈ શકો છો. હું જયકુમાર સાથે વાત કરી લઈશ.' મહામંત્રી ઊભા થઈને, બહાર નીકળી ગયા. રાણી પણ વસ્ત્ર પરિવર્તન કરી, રાણીવાસમાંથી બહાર નીકળી અને જયકુમારના મહેલ તરફ ચાલી. કુમારના આવાસના દ્વારે જઈને, ઊભી રહી. દ્વાર પર ઊભેલી પરિચારિકાએ મહારાણીને પ્રણામ કર્યા અને તેણે ખંડમાં આવી રાજા જયકુમારને કહ્યું : ‘મહારાજા, માતાજી દ્વાર પર ઊભાં છે.’ ‘માતાજી ચાલીને અહીં મારા આવાસમાં આવ્યાં છે? ચાલ, હું પોતે તેઓને લેવા આવું છું.’ જયકુમાર ઊભા થયા અને તરત જ દ્વારે ગયા. માતાને જોઈ, હાથ પકડીને ખંડમાં લઈ આવ્યા. આસન પર બેસાડીને કહ્યું : ‘માતાજી, આપ સ્વયં ચાલીને અહીં કેમ આવ્યાં? મને બોલાવ્યો હોત તો હું જ આપની સેવામાં ઉપસ્થિત થાત,’ ઉત્તરમાં માતાએ રુદન કરવા માંડ્યું. જયકુમારને કંઈ સમજાયું નહીં. માતાને રુદન કરતી એમણે ક્યારેય જોઈ ન હતી. તેઓ માતૃભક્ત હતા. તેમણે માતાને પૂછ્યું : “મા, શા માટે ૨ડે છે? શું તારું કોઈએ અપમાન કર્યું છે? શું તારી આજ્ઞાનું કોઈએ ઉલ્લંઘન કર્યું છે? તું વાત કરે... તો ઉપાય થઈ શકે...' માતાનું રુદન અટક્યું. તેણે કહ્યું : ‘વત્સ, તું મારા નાના પુત્રને જીવન-દ્યન આપ...’ કુમારે પૂછ્યું : ‘માતા, વિજયને કોનો ભય છે? ‘બેટા, તને ખબર નથી? વિજયને પકડીને કેદ કરવામાં આવ્યો છે. જોકે પ્રજાનું પાલન કરવા માટે, રાજાઓનું આ કર્તવ્ય હોય છે કે પ્રજાને રંજાડનારનો નિગ્રહ કરવો. વળી, એ મારો પુત્ર, તારો રાજ્યાભિષેક થવાથી તારા પ્રત્યે દ્વેષવાળો બન્યો છે. એને જન્મથી જ તારા પ્રત્યે અભાવ છે. એટલે એને કેદ કર્યો છે, તેનો મને વિરોધ નથી, પરંતુ એના શરીરે કોઈ ઈજા ન થાય, એની તું કાળજી રાખજે.’ ‘માતા, મને આપની વાત સાંભળીને આશ્ચર્ય થાય છે...! મારો સગો નાનો ભાઈ મારો વિરોધી? માન્યામાં ન આવે એવી વાત છે, માતા.’ ‘વત્સ, તારામાં અને એનામાં આકાશ અને ધરતી જેટલું અંતર છે. તું સરળ છે, એ કપટી છે. તું ચંદ્ર છે, એ રાહુ છે... બેટા, છતાં હું એક માતા છું ને? વિજય શ્રી સમરાદિત્ય મહાકા For Private And Personal Use Only 633 Page #340 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રત્યે મારો મોહ છે. તારા પિતાજી મને અવારનવાર ટોકતા હતા. વિજયને વધારે લાડ નહીં લડાવવા કહેતા હતા... કારણ કે એને જેમ જેમ મેં લાડ લડાવ્યાં.. એને ખોટાં કામ કરતો રોક્યો નહીં, તેમ તેમ એ સ્વચ્છંદ અને ઉદ્ધત બનતો ગયો. પ્રજામાં એના ઉપદ્રવો વધ્યા... ખરાબ મિત્રોની સંગતે ચઢી ગયો. હું જાણું છું. મહામંત્રીએ એનો નિગ્રહ કર્યો, તે સારું કર્યું છે. છતાં મારે તને એટલી જ ભલામણ કરવી છે કે એને મારવામાં ના આવે. ગમે તેવો... તોય મારા પેટે જન્મેલો છે..' મા, તમે સંતાપ ના કરો. હું અત્યારે જ વિજયને મુક્ત કરાવું છું...' ના બેટા, એને મુક્ત ના કરીશ... એ તને જ દુઃખ દેશે..” માતા, શા માટે મને દુઃખ દેશે? રાજ્યની ખાતર ને? હું એને રાજ્ય આપી દઉં... પછી મને દુઃખ નહીં દે ને? મારે આવું રાજ્ય જોઈતું નથી... રાજ્યના કારણે જ રાજ્યના અધિકારીઓને આવું અઘટિત પગલું ભરવું પડ્યું ને? સગા ભાઈને ક્લેશ અને અશાંતિ કરાવનારા રાજ્યનો મને ખપ નથી. અને રાજ્યની ખટપટો.... રાજ્યના માટે કરવા પડતાં યુદ્ધો.. કાવાદાવા... આ બધું મને ગમતું નથી...” “વત્સ, તને ના ગમે, એ કેમ ચાલે? પ્રજાની રક્ષા કરવી, એ તો રાજાઓનું કર્તવ્ય હોય છે. તે ન્યાય-નીતિપૂર્વક પ્રજાનું પાલન કરી શકે એમ છે. એટલે રાજ્યને છોડવાનો તો વિચાર જ ના કરીશ..” માતાજી, હું હમણાં જ વિજયને મુક્ત કરી, એનો રાજ્યાભિષેક કરીશ..” નહીં મહારાજા, કુમાર વિજયનો રાજ્યાભિષેક નહીં કરી શકાય. મહામંત્રીએ ખંડના દ્વારે ઊભા રહીને, દઢ સ્વરે કહ્યું. “આવો મહામંત્રી...” હું જાણતો જ હતો કે રાજમાતા આપની પાસે આવશે અને વિજયને મુક્ત કરવા આગ્રહ કરશે. એટલે હું શીધ્ર અહીં આવ્યો.” મહામંત્રી, માતાએ એવો આગ્રહ કર્યો જ નથી. તેઓ તો વિજયને મુક્ત કરવાની ના જ પાડે છે. તેઓ તો એટલું કહે છે કે એને મારવામાં ના આવે.” એ જવાબદારી મારી. કુમારના શરીરે કોઈ આંગળી પણ નહીં અડાડી શકે.' “પરંતુ મહામંત્રી, મારી ઈચ્છા એનો રાજ્યાભિષેક કરવાની છે...' પછી આપ શું કરશો? હું ચારિત્રધર્મ અંગીકાર કરીશ...' મહારાજા.” મહામંત્રીની આંખો આંસુભીની થઈ ગઈ. મહામંત્રી, વિજયને મુક્ત કરી, મારી પાસે લાવવા અધિકારીઓને આજ્ઞા કરો.” મહામંત્રી ઊભા થયા અને રાજાને પ્રણામ કરી, બહાર ચાલ્યા ગયા. ૮૩૪ ભાગ-૨ ( ભવ પાંચમો For Private And Personal Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેલમાં પુરાયેલો વિજય મનમાં ધૂંધવાઈ ઊડ્યો હતો. મને પકડાવીને જેલમાં પુરાવનાર, એ દુષ્ટ જયકુમાર જ છે. એ માયાવી છે. મારી સામે દેખાવ તો નેહભર્યો કરે છે.. પણ એ મને મારી નાખવાની જ યોજના ઘડતો લાગે છે.. ભલે એ યોજના ઘડે, એ યોજનાને પાર પાડે એ પહેલાં હું જેલમાંથી બહાર નીકળી જઈશ. મારા મિત્રો અવશ્ય મને જેલમાંથી બહાર કાઢશે. અને એક વાર હું બહાર નીકળું.. બસ, પછી એ જયકુમારને એવો ધરતીમાં દાટી દઉં.. કે એ શોધ્યો ના જડે. પછી હું મારા મિત્રોના સહારે રાજા બનીશ. આ બધા જૂના રાજ્યાધિકારીઓને કાઢી મૂકીશ. એ બધા જયકુમારના પક્ષના છે... હું જ્યાં સુધી જયકુમારને મારીશ નહીં, ત્યાં સુધી મને ચેન નહીં પડે. મેં મારા મિત્રોને પણ કહ્યું છે... “તમને તક મળે... તો તમે જ રાજાને પતાવી નાખજો...” મેં એ મિત્રોને શું નથી આપ્યું? સોનું, સૂરા અને સુંદરી.. બધું જ આપ્યું છે. તેઓ મારું એક કામ જરૂર કરશે.. એમાંય પેલો ક્ષત્રિય ઝેરીમલ તો કહેતો હતો – ‘કુમાર, તારા માટે મારા પ્રાણ તૈયાર છે. તારી ખાતર હું મારું બલિદાન આપી દઉં.' પેલો વણિકપુત્ર કોમળદત્ત કહેતો હતો કે “કુમાર, તું બસ, આજ્ઞા કર... મારું માથું કાપીને તાસકમાં ધરી દઉં.” આવા તો મારા દસ-બાર જિગરજાન મિત્રો છે... એ બધાએ મારાં બધાં કાર્યોમાં સદ્યોગ આપ્યો છે. અડધી રાતે નગરશેઠની પુત્રી રૂપસુંદરીને અમે ઉઠાવી ગયાં હતા... પેલા ધનપાલ શ્રેષ્ઠીને ત્યાં, મધરાતે ધાડ પાડીને, એક કરોડ સોનામહોરો ઉપાડી ગયા હતા. પેલા સુરુચિ બ્રાહ્મણની ઉર્વશી જેવી રૂપવંતી પત્નીને ધોળા દિવસે રાજમાર્ગ પરથી અમેં જંગલમાં ઉઠાવી ગયા હતા.. પરંતુ મિત્રોએ એ સુંદરી મને જ સોંપી દીધી હતી. કહ્યું હતું : “કુમાર, આ અપ્સરા તારા માટે જ છે.... અમે એની સામે આંખ ઊંચી કરીને, પણ નહીં જોઈએ..” આવી તો અનેક વાતો છે. આવા મારા વિશ્વાસપાત્ર મિત્રો... અવશ્ય જયકુમારને ઠેકાણે પાડી દેશે... આવા અનેક દુષ્ટ વિચાર કરતો વિજયકુમાર જેલમાં આંટા-ફેરા મારતો હતો, ત્યાં એની ઓરડીનું તાળું ખોલવાનો અવાજ આવ્યો, તે દ્વાર પાસે આવ્યો. જેલના મુખ્ય અધિકારી તાળું ખોલતા હતા અને પાસે મહાસેનાપતિ રાજતેજ ઊભા હતા, તાળું ખોલી દ્વાર ઉઘાડી નાખ્યું. સેનાપતિએ કુમારને પ્રણામ કરી, નિવેદન કર્યું : શ્રી સમરાદિત્ય મહાકથા ૮૩૫ For Private And Personal Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘કુમાર આપને મહારાજા બોલાવે છે, એટલે અમે લેવા આવ્યા છીએ.’ કુમાર ઝડપથી જેલની બહાર નીકળી ગયો. સેનાપતિ અને સુભટોની સાથે તેને રાજમહેલમાં લઈ જવામાં આવ્યો. જેવો કુમાર રાજાના આવાસમાં પ્રવેશ્યો, રાજા ઊભા થઈ તેને ભેટી પડ્યા. આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં. એ ‘ભાઈ મને અજાણ રાખી રાજ્યના અધિકારીઓએ તને કેદ પકડ્યો છે વાત માતા પાસેથી જાણી, મને ખુબ દુ:ખ થયું છે. માતાને તો ઘણું જ દુ:ખ થયું છે. મારા વહાલા ભાઈ, મને આ રાજ્યનો કોઈ મોહ નથી... હું તારો રાજ્યાભિષેક ક૨વા ઈચ્છું છું.’ વિજયકુમાર મૌન ઊભો રહ્યો. તેણે આંખો ઊંચી કરીને, જયકુમાર સામે જોયું પણ નહીં. પ્રણામ પણ ના કર્યો. - રાજમાતા લીલાવતી, મંત્રીમંડળ અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં જયકુમારે, વિજયકુમારનો રાજ્યાભિષેક કરી દીધો. વિજયકુમાર હર્ષિત થઈ ગયો. તેણે તરત જ પોતાના મિત્રોને યાદ કર્યા, પરંતુ મહામંત્રીએ કહ્યું : ‘આપ ધીરજ રાખો. પહેલા આપ સમગ્ર રાજ્યવ્યવસ્થા સમજી લો. કારણ કે મહારાજા પોતે ચારિત્રધર્મ સ્વીકારશે તો હું પણ ચારિત્રધર્મ સ્વીકારીશ. એટલે આપણે મંત્રણાખંડમાં બેસીએ. મંત્રીમંડળને હું બોલાવી લઉં છું.' મંત્રણાખંડમાં મંત્રીમંડળ સાથે વિજયકુમાર ચર્ચા-વિચારણામાં પરોવાયો. બીજી બાજુ જયકુમારના ખંડમાં માતા લીલાવતી બેઠી હતી. જયકુમારે માતાને પૂછ્યું : ‘હે માતા, હવે આપનો શોક દૂર થયો ને?’ ‘ના વત્સ, શોક દૂર ના થયો, શોક વધ્યો...’ ‘માતા, એનું કારણ?’ ‘વત્સ, આ રાજ્ય માંસના ટુકડા જેવું છે. કાગડાઓને માંસ ખૂબ પ્રિય હોય છે. જે મનુષ્યો પરમાર્થને જાણતા નથી, જોતાં નથી... સમજતાં નથી, તેવા તુચ્છ પુરુષો કાગડા જેવા છે. તેઓને માત્ર રાજ્ય જ દેખાય છે. તેઓ સુક્તને જાણતા નથી. ઉચિત-અનુચિત કાર્યનો વિવેક સમજતાં નથી. તેમનું મન વિષયોના વિષથી વ્યાપ્ત હોય છે. આવા રાજ્યાસક્ત જીવો મોક્ષ તો નહીં જ, સ્વર્ગ પણ નથી મેળવી શકતા. તેમની નિયતિ નરક હોય છે. For Private And Personal Use Only વત્સ, તું મહાપુરુષ છે. તું મનુષ્યજીવનને સાર્થક કરી જઈશ. જ્યારે વિજય ભલે તારો ભાઈ છે. છતાં તેના મિત્રો અનાર્ય છે, વિષયાસક્ત છે. અને રાજાની ચાપલુસી કરનારા છે. મીઠું મીઠું બોલીને, રાજાને એ ફોલી ખાશે. અકાર્યમાં પ્રવૃત્તિ કરવા પ્રેરિત કરશે... એવું કોઈ પાપ નથી એમના માટે... કે જે પાપ તેઓ ના આચરે, મન ભય પણ લાગે છે...’ 639 ભાગ-૨ ૪ ભવ પાંચમો Page #343 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માતા, હવે કોઈ શંકા ના કરો. કુમાર શાન્ત થઈ ગયો છે.” વત્સ, એ શાંતિ બહારની છે. એના હૃદયમાં વેરની આગ સળગતી હશે...' માતા, જવા દો આ વાત, આપ મને અનુમતિ આપો એટલે હું ચારિત્રધર્મ અંગીકાર કરું. શ્રમણ બની જાઉં...” પુત્ર, સાધુ બનવાની વાત જવા દે... મારી વાત માન. તું વિજયને યુવરાજ બનાવ. રાજસિંહાસન પર તું જ રહે.' “જનની, મેં કુમારનો “રાજા' તરીકે અભિષેક કરી દીધો છે. હવે તેને યુવરાજ' પદે સ્થાપિત ના કરાય. વળી, મારો તો નિર્ણય છે કે હવે મારે સંસારમાં નથી રહેવું. હે માતા, મને અનુમતિ આપોહું ચારિત્રધર્મ અંગીકાર કરીશ..” વત્સ, જો તારો આ જ નિર્ણય છે, તો હું પણ તારી સાથે જ ચારિત્રધર્મ અંગીકાર કરીશ... મારું મન પણ સંસારવાર પ્રત્યે વિરક્ત બન્યું છે.” રાજમાતા લીલાવતીના મુખ પર ઘેરી ઉદાસીનતા છવાઈ ગઈ. જયકુમારને માતાનો નિર્ણય સાંભળીને, હર્ષ થયો. “માતાજી, આપનો નિર્ણય સમયોચિત છે. સમજણપૂર્વકનો છે. દીર્ઘદૃષ્ટિવાળો છે.... સંસારમાં સારભૂત શું છે? કંઈ જ નહીં. સંયોગ... પ્રિયનોના, વિયોગમાં પરિણમનારા છે. જ જીવન ક્ષણિક.. ચંચળ છે. એ જિનવચનની પ્રાપ્તિ અતિ દુર્લભ છે... છે આ સંસાર સાવ નિર્ગુણ છે... જ સારભૂત એક માત્ર જિનધર્મ છે. ૦ ૦ ૦ મહારાજા જકુમારે રાજસભા ભરી, બધા જ સ્નેહી સ્વજનોને બોલાવ્યા. બધા જ અગ્રગણ્ય નાગરિકોને બોલાવ્યા. સર્વે રાજ્યાધિકારીઓને આમંત્રિત કર્યા. આજ્ઞાંકિત સામંતોને પણ બોલાવ્યા. રાજસભામાં, પડદાની પાછળ રાજમાતા લીલાવતી પણ બેઠાં હતાં. વિજયકુમારને પોતાની પાસે જ રાજસિંહાસન પર બેસાડ્યો હતો. ભગવસ્ત્રાર્થનાથી રાજસભાનો પ્રારંભ થયો. મહારાજા જયકુમારે પોતાનું વકતવ્ય શરૂ કર્યું : મારા પ્રિય પ્રજાજનો, મેં મારા નાના ભાઈ વિજયકુમારનો રાજ્યાભિષેક કર્યો છે. હવેથી એ તમારો રાજા બને છે. તમે એની આજ્ઞા માનજો.' ત્યાર પછી વિજયકુમારને સંબોધીને કહ્યું : શ્રી સમરાદિત્ય મહાકથા ૮3૭ For Private And Personal Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હે વત્સ, પિતાજીના મૃત્યુ પછી આજ દિન સુધી મેં પ્રજાનું પાલન કર્યું. હવે તારે પણ સારી રીતે પ્રજાનું પાલન કરવાનું છે. એવું સારી રીતે તે પ્રજાનું પાલન કરજે કે પ્રજા આપણા પિતાજીને ભૂલી જાય. હવે તું કુમાર નથી, રાજા છે. એક રાજર્ષિને શોભે એવું સુંદર વર્તન કરજે, આપણા પૂર્વજોના ઉજ્જવલ-ધવલયશને કલંક લાગે એવું કંઈ પણ ના કરીશ. તું સમજું છે, સમજુંને વધારે શું કહેવું? આ મનુષ્યજીવન દુર્લભ છે. તે જીવન સુધરી જાય એવું કરજે.' વિજયકુમારને આટલી હિતશિક્ષા. આપ્યા પછી સભાને ઉદ્દેશીને તેઓ બોલ્યા : “હે સ્નેહી-સ્વજનો, રાજ્યના અધિકારીઓ અને પ્રજાજનો, મારું મન આ સંસાર પ્રત્યે વિરક્ત બન્યું છે. સર્વ વૈષયિક સુખો પ્રત્યે અનાસક્ત બન્યું છે. મારી પ્રબળ ભાવના ચારિત્રધર્મ સ્વીકારવાની છે. ગુરુદેવ સનકુમાર આચાર્યના ચરણોમાં જઈ, હું તેમનાં ચરણે જીવન સમર્પિત કરીશ. - પ્રિય પ્રજાજનો, કદાચ તમને મારો આ નિર્ણય નહીં ગમે... પરંતુ હવે ચારિત્રધર્મ સિવાય મને ચેન નહીં પડે. એક સામંત રાજાએ ઊભા થઈને કહ્યું : “મહારાજા, આપને ચારિત્રધર્મ વિના ચેન નહીં પડે. તેમ અમને આપના વિના ચેન નહીં પડે. અમે આપના શ્રેયમાર્ગમાં વિગ્ન કરવા નથી ચાહતા, પરંતુ હૃદયની ભાવના વ્યક્ત કરીએ છીએ કે આપ હમણાં અમારો ત્યાગ ના કરી જાઓ.... અમને, આ રાજ્યને આપની હજુ પચીસ વર્ષ જરૂર છે, તે પછી આપ ચારિત્રધર્મ અંગીકાર કરજો...” હમણાં નહીં.. હમણાં નહીં.' રાજસભામાંથી સામૂહિક અવાજ ઊઠ્યો. લોકોએ અવકાશમાં હાથ હલાવી હલાવીને ના પાડી. મહારાજા જયકુમારે કહ્યું : “તમારી ભાવના, તમારો પ્રેમ... તમારી વફાદારી... આ બધું હું જાણું છું. છતાં આ મન હવે ગૃહવાસમાંથી ઊઠી જ ગયું છે... બધું નીરસ... અર્થહીન અને અકળાવનારું લાગે છે... માટે તમે સહુ મને અનુમતિ આપો.' મહામંત્રીએ ઊભા થઈ, ઉત્તરીયવસ્ત્રથી આંખો લૂછી... મંદ સ્વરે કહેવા માંડ્યું : મહારાજા, આપનો માર્ગ કુશળ હો. અમે આપના માર્ગમાં કોઈ વિપ્ન નથી કરતા... હું પણ આપની સાથે જ ચારિત્રધર્મ અંગીકાર કરીશ..” રાજસભામાં સ્તબ્ધતા પથરાઈ ગઈ... જયકુમારે કહ્યું : રાજમાતા પણ સાથે જ ચારિત્રધર્મ સ્વીકારશે.” પ્રજાજનોની સ્તબ્ધતામાં વધારો થયો. ૮%, ભાગ-૨ ભવ પાંચમો For Private And Personal Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ જ વખતે રાજસભામાં એક યુવક બ્રાહ્મણ પ્રવેશ્યો. તેનું નામ સિદ્ધાર્થ હતું. તે મહારાજા જયકુમારનો વિશ્વસનીય સેવક હતો. મહારાજા, આપ જે પૂજ્ય પુરુષને યાદ કરતા હતા, તે મહાન આચાર્યશ્રી સનકુમાર કાકંદીના તેÇક ઉદ્યાનમાં પધારી ગયા છે. મહારાજ, આપનો મનોરથ પૂર્ણ થયો.” જયકુમારના આનંદની અવધિ ના રહી. તેમણે સિદ્ધાર્થના ગળામાં સ્વર્ણહાર પહેરાવી દીધો. સભાનું વિસર્જન થયું. ૦ ૦ ૦. નગરશ્રેષ્ઠી અભયંકરની હવેલીમાં, નગરના પ્રમુખ નાગરિકો ભેગા થયા. સહુનાં મન ઉદ્વિગ્ન હતાં. ચિંતાતુર હતાં. વિજયકુમારનો થયેલો રાજ્યાભિષેક કોઈને ગમ્યો ન હતો, ન ગમવાનાં કારણો હતાં. વિજયકુમારની નગરમાં અને રાજ્યમાં કીર્તિ ન હતી, પ્રતિષ્ઠા ન હતી. તેનું ચારિત્ર શંકાસ્પદ હતું. તેનામાં પ્રજા પ્રત્યે કોઈ પ્રેમ ન હતો. નગરના એક યુવાન શ્રેષ્ઠી વાસવદત્તે વાતનો પ્રારંભ કર્યો : “પૂજ્ય શ્રેષ્ઠીજનો, રાજમહેલમાં જે કંઈ થઈ રહ્યું છે, તે પ્રજાજનો માટે અહિતકારી છે, એમ મને લાગે છે. વિજયકુમાર આપણા રાજા થવા માટે જરાય યોગ્ય નથી.” આપણે જાણીએ છીએ ભાઈ, પરંતુ મહારાજાએ એનો રાજ્યાભિષેક કરી દીધો છે... હવે શું કરી શકાય?” નગરશેઠે નિરાશા વ્યક્ત કરી. આપણે મહામંત્રીજીને મળીને, મહારાજા ઉપર દબાણ લાવીએ. કહીએ કે આ રીતે અયોગ્ય વ્યક્તિને રાજ્ય સોંપી દઈ, પ્રજાને તેમને સોંપી દઈ, આપ માત્ર આપનું જ આત્મકલ્યાણ કરવા માટે ચાલ્યા જાઓ, એ ધર્મથી વિપરીત વાત છે. પહેલા પ્રજાની રક્ષા કે પહેલા પોતાનું આત્મકલ્યાણ?' શ્રેષ્ઠીપુત્ર વાસવદત્તે આક્રોશ વ્યક્ત કર્યો. નગરશેઠે ધીર-ગંભીર સ્વરે કહ્યું : “મેં મહામંત્રીને આ જ વાત કરી હતી. મહામંત્રીએ મને કહ્યું હતું કે, આ ઘટનામાં નિમિત્ત બન્યા છે રાજમાતા. બાકી, જ્યારે મહારાજા સુરતેજનો સ્વર્ગવાસ થયેલો અને યુવરાજ જયકુમારનો રાજ્યાભિષેક થયેલો ત્યારે વિજયકુમારને કેદ કરી જેલમાં પૂરી દીધો હતો. મહારાજાને તો ખબર પણ પડવા દીધી ન હતી, પરંતુ રાજમાતાને ખબર પડી ગઈ... ને તેમણે જ્યેષ્ઠ પુત્રની આગળ કલ્પાંત કર્યો... બસ, ત્યાં મહારાજા જયકુમારનું મન બદલાયું... શ્રી સમરાદિત્ય મહાકથા ૮૩૯ For Private And Personal Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org માતાના શોક-ઉદ્વેગને દૂર કરવા, તેમણે વિજયકુમારનો રાજ્યાભિષેક કરી દીધો... ને પોતે શ્રમણ બની જવાનો નિર્ણય કરી લીધો.’ Acharya Shri Kailassagarsuri Gyanmandir 'તો પછી, રાજમાતાએ એમના લાડલા પુત્રને ખોટાં કામોથી રોકવા રહેવું જોઈએ મહેલમાં, તેઓ શા માટે દીક્ષા લેવા તૈયાર થઈ ગયાં છે?’ ‘વિજયકુમાર ક્યાં રાજમાતાને ગણકારે જ છે?' ‘તો પછી એનો પક્ષ શા માટે લીધો? શા માટે એનો રાજ્યાભિષેક થવા દીધો?' ‘જે બનવાકાળ હતું તે બની ગયું... હવે આપણે ભવિષ્યનો કોઈ વિચાર કરી લઈએ, કારણ કે મહામંત્રી પણ દીક્ષા લઈ લેવાના છે. નવા મહામંત્રી શી ખબર કોણ બનશે...? વાસવદત્તે કહ્યું : ‘સંઘશક્તિ બલીયસી.’ જો આપણામાં એકતા હશે, એટલે કે પ્રજામાં એકતા હશે તો આપણે જરૂર પડે રાજાને રાજસિંહાસન પરથી ઉતારી શકીશું. એને પદભ્રષ્ટ કરી, સત્તાનાં સૂત્રો હાથમાં લઈ શકીશું. હવે રાજાનાં દુષ્કૃત્યો સામે દબાઈ-ચંપાઈને બેસી રહેવાશે નહીં. બીજા એક વૃદ્ધ શ્રેષ્ઠીએ પોતાનો અભિપ્રાય આપ્યો : ‘જો હવે રાજા પ્રજાને રંજાડે... તો આપણે આ રાજ્ય છોડીને, પડોશી રાજ્યમાં ચાલ્યા જવું.' નગરશેઠે કહ્યું : ‘મહાજન ચાલ્યું જાય રાજ્ય છોડીને, પણ સામાન્ય પ્રજાનું શું? એ ઘરબાર અને ધંધો છોડીને, ના જઈ શકે. એના પર રાજા જુલ્મ કરે તો? માટે હવે રાજા સામે લડી લેવા સિવાય બીજો કોઈ માર્ગ નહીં રહે.' વાસવદત્તે કહ્યું : ‘તે માટે રાજ્યનાં તમામ ગામ-નગરોમાં યુવાન પ્રજાજનોને શસ્ત્રકલા અને યુદ્ધકલા શીખવવાનું આયોજન કરવું પડશે. જરૂર પડે ત્યારે એ પ્રજાનું સૈન્ય કામ લાગે.’ એક શ્રેષ્ઠીપુત્ર કુણાલે કહ્યું : ‘સેનાપતિ રાજતેજ મારા અંગત મિત્ર છે. મેં તેઓને પૂછ્યું હતું... કે નવા મહારાજા તરફથી પ્રજાને રંજાડ થશે તો તમે રાજાના પક્ષે રહેશો કે પ્રજાના?' ८४० સહુ બોલી ઊઠ્યા : ‘શું કહ્યું સેનાપતિએ?' ‘એમણે કહ્યું કે હું ન્યાયના પક્ષે રહીશ. જરૂર પડે મારી સેના રાજા સામે બળવો કરશે... તમે નિશ્ચિંત રહો અને એવી કોઈ વાત આવે કે તરત મને વાત કરો.' 'તો તો ઘણું સારું, આપણે નિશ્ચિત!’ For Private And Personal Use Only ભાગ-૨ ૪ ભવ પાંચમો Page #347 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વાર્તા-વિનિમય કરી સહુ વિખરાયા. વાતોને ગુપ્ત રાખવાની સહુએ પ્રતિજ્ઞા કરી. સંગઠિત રહેવાનો સંકલ્પ કર્યો. મહારાજા જયકુમાર, રાજમાતા લીલાવતી. મહામંત્રી અને બીજા એક હજારથી પણ વધારે સ્ત્રી-પુરુષો સંસારવાસ ત્યજી, ચારિત્રધર્મ સ્વીકારવા તત્પર બન્યા હતા. કાકંદીનગરીને શણગારવામાં આવી હતી. રાજમહેલના પટાંગણમાં વાજિંત્રી વાગી રહ્યાં હતાં. ત્રણ રથ શણગારીને તૈયાર રાખવામાં આવ્યા હતા. મહારાજા, રાજમાતા અને મહામંત્રી, રથોમાં આરૂઢ થયાં અને નગરની બહાર જવા શોભાયાત્રા પ્રારંભ થઈ... નગરવાસીઓએ સહુના ઉપર પુષ્પવૃષ્ટિ કરવા માંડી. મંગલ ગીતો ગવાવા લાગ્યાં. સહુ બાહ્ય ઉદ્યાનમાં આવ્યાં કે જ્યાં આચાર્યશ્રી સનકુમાર બિરાજમાન હતાં. દેવી અજિતબલાએ રાતોરાત ઉદ્યાનને નંદનવન સદશ બનાવી દીધું હતું. પરોક્ષ રીતે દેવી ત્યાં ઉપસ્થિત રહ્યાં. આચાર્યદેવે વિધિવત્ જયકુમારને, રાજમાતાને અને મહામંત્રીને દીક્ષા આપી. તે પછી અન્ય સ્ત્રી-પુરુષોને દીક્ષા આપી. સહુને ચારિત્રધર્મમાં પુરુષાર્થશીલ બનવાનો ધર્મોપદેશ આપ્યો. ત્યાર પછી સહુ જનોએ આચાર્યદેવને વંદના કરી, નૂતન દીક્ષિતને વંદના કરી, અણુવ્રત વગેરે વતો ગ્રહણ કર્યા. સહુ નગરમાં પાછા વળ્યા. એ એક શ્રી સમરાદિત્ય મહાકથા ૮૪ For Private And Personal Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir I૧ર૪H વિજયકુમાર રાજા બની ગયો; પરંતુ તેની કર્મપરિણતિ જ વિચિત્ર હતી. અગ્નિશર્માના ભવમાં, ઘોર તપશ્ચર્યા સાથે કરેલો સંકલ્પ - “આ ગુણસેનના જીવને ભવોભવ હું મારનારો બનું...” એ દરેક જન્મમાં ઉન્માર્ગગામી અને હિંસક પ્રકૃતિનો બનાવે છે. આચાર્યદેવની સાથે સર્વે સાધુ-સાધ્વીઓ કાકંદીથી વિહાર કરી ગયાં હતાં. નગરમાં અને રાજ્યમાં રાબેતા મુજબ જનજીવન ચાલી રહ્યું હતું. પરંતુ વિજયકુમારના મનમાં શાન્તિ ન હતી. તેના ચિત્તમાં હિંસાના ક્રૂર વિચારો ચાલ્યા કરતા હતા. આ તો ઠીક છે, જયકુમારે સીધી રીતે મને રાજ્ય સોંપી દીધું.... નહીંતર એનો વધ કરીને, હું રાજ્ય લેત... હું એને છોડતો નહીં... જોકે મારે આ રીતે રાજ્ય લેવું જોઈતું ન હતું. આમાં તો એણે જાણે મને દયાદાન આપ્યું. મારે એનું દાન શા માટે લેવું જોઈતું હતું? ખેર, લઈ લીધુંપરંતુ એ જ્યારે પુનઃ કાકંદીમાં આવશે. ત્યારે પ્રજા એના જ ગુણ ગાવાની... અત્યારે પણ એના જ ગુણ ગવાય છે નગરમાં... હું સાંભળું છું ને અંદર સળગી જાઉં છું... માટે ભવિષ્યમાં એનું નામનિશાન ના રહે તેવું મારે કરવું જોઈએ. કોઈનેય ખબર ના પડે, એ રીતે એનો વધ કરાવી દઉં. છે મારા વિશ્વાસપાત્ર એવા માણસો.. એ જ્યાં રહેલો હશે ત્યાં જઈને, કામ પતાવી આવશે. જ્યારે અહીં સમાચાર ફેલાશે ત્યારે શોક પાળતાં મને આવડે છે...” ચંડાળ ચોકડી ભેગી થઈ. રાજમહેલના ગુપ્ત મંત્રણાખંડમાં ચાર મિત્રો ભેગા થયા. ઝેરીમલ, કોમળદત્ત, કમલકાત્ત અને ચોથો પોતે વિજયકુમાર. ઝેરીમલે પૂછયું : “અત્યારે અમને શા માટે બોલાવ્યા? હમણાં થોડા દિવસ જવા. દેવા જોઈએ, કારણ કે આપણા પર મહાજનની નજર છે.” કમલકાત્તે કહ્યું : “સેનાપતિ પણ આપણા પર ધ્યાન રાખે છે...' કોમળદત્તે કહ્યું : “ભલેને ગમે તે નજર રાખે.... આપણું શું બગાડવાના છે?” મહારાજા આપણા મિત્ર છે... એ આપણા રક્ષક છે.' ઝેરીમલે ગુસ્સે થઈને કહ્યું : “મૂર્ખ, રક્ષક ઉપર જ નજર છે. મહાજનની શક્તિ તું જાણે છે? રાજાને પણ પદભ્રષ્ટ કરીને રસ્તે રઝળતો કરી દે...' કોમળદત્ત ચૂપ ટક્કર ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થઈ ગયો. ત્રણે મિત્રોએ વિજયકુમારના સામે જોયું. વિજયકુમારે કહ્યું : ‘એક અગત્યના કામ માટે બોલાવ્યા છે તમને. આખી રાત મને ઊંઘ નથી આવી...’ ‘એવું તે કેવું વિકટ કામ છે... કે આપની ઊંઘ હ૨ામ થઈ ગઈ?' ઝેરીમલે પૂછ્યું. ‘કોઈ પણ જાતના તર્ક-વિતર્ક કર્યા વિના... જો કામ કરવાનું વચન આપો... તો વાત કરું...’ ‘વચન આપીએ છીએ.' કોમળદત્તે કહ્યું. ‘તો જયકુમાર સાધુ જ્યાં હોય ત્યાં જઈને... એને યમરાજ પાસે મોકલી દેવાનો છે.’ ત્રણે મિત્રોના કપાળે કરચલીઓ પડી ગઈ. તેઓએ ખંડમાં ચારે બાજુ નજર કરી લીધી, ઝેરીમલ ઊઠીને, દરવાજાની બહાર જોઈ આવ્યો. ‘કોઈ છુપાઈને સાંભળતું નથી ને?’ એની ચોક્સાઈ કરી લીધી. ‘મહારાજા, તર્ક કરવાની આપે ના પાડી છે, મારે તર્ક નથી કરવો, પરંતુ આ કામના પરિણામનો વિચાર કરવો, મને જરૂરી લાગે છે.’ ‘કોઈ પણ પરિણામ આવે... કામ થવું જોઈએ...’ ‘કામ થશે... પણ એના સમયે... કમલકાત્તે કહ્યું. ‘વિલંબ નથી કરવાનો, મુહૂર્ત નથી જોવાનું...' જેવી આપની આજ્ઞા...' ‘બસ, આ કામ માટે જ તમને બોલાવ્યા હતા... બીજી વાતો પછી કરીશું.' મિત્રો ચાલ્યા ગયા. વિજયકુમારને શાન્તિ થઈ. ૦ ૦ ઝે૨ીમલે બે કાતિલને બોલાવ્યા. નગરની બહાર શિવમંદિરની પાછળ જઈ, તેમને કામ સોંપ્યું. બંનેને ૧૦૦-૧૦૦ સોનામહોરો આપી અને કહ્યું : ‘તમે કામ પૂરું કરી આવો, પછી તમને એક એક હજાર સોનામહોરો આપીશ.’ એક હતો સાગર અને બીજો હતો નાગર. બંનેએ પોતના વસ્ત્રની નીચે નાની તીક્ષ્ણ કટારી છુપાવી હતી. ઝેરીમલે તેમને ગામનું નામ આપ્યું હતું. જયકુમાર મુનિને ઓળખવા નિશાનીઓ બતાવી હતી, જોકે સાગર અને નાગરે, જયકુમારને રાજાના રૂપે જોયેલા જ હતા, પરંતુ ઝેરીમલ આગળ સાવ અજાણ હોવાનો દેખાવ કર્યો હતો. બંને જણા નીકળી પડ્યા. માર્ગમાં બંને વચ્ચે વાર્તાલાપ ચાલ્યો. સાગરે કહ્યું : ‘શા માટે જયકુમારને મારી નાખવા માગતા હશે આ લોકો? હવે તો તેઓ મુનિ થઈ ગયા છે...’ ‘સાગર, આ ઝેરીમલને તું જાણે છે ને? એ અત્યારે જે રાજા છે, તેમનો ખાસ મિત્ર છે...' શ્રી સમરાદિત્ય મહીકથા For Private And Personal Use Only 83 Page #350 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હશે તેથી શું? મહારાજાએ સામે ચાલીને, નાના ભાઈને રાજ્ય આપ્યું છે... ને પોતે સાધુ થઈ ગયા છે. હવે વેર શા માટે? હશે કોઈ કારણ... આ બધી રાજખટપટોમાં આપણને કંઈ સમજણ ના પડે... આપણે તો પૈસા સાથે કામ...” પૈસા તો આપણને મળી જ ગયા છે ને! પછી પણ મળવાના છે... આપણે મુનિની હત્યા ન કરીએ તો?' બંને વિચારમાં પડી ગયા. નાગર, માની લે કે આપણે મુનિની હત્યા ના કરી, ઝેરીમલને કહી દઈએ-' અમે કામ પતાવી દીધું છે. અને પછી ક્યારેક તેમને ખબર પડે કે “મુનિ જીવતા છે.” ત્યારે ઝેરી નાગ જેવો ઝેરીમલ આપણને જીવતા રાખશે?” સાગર, પડશે એવા દેવાશે. એ વખતની વાત એ વખતે આપણે મુનિને મારવા નથી. હા, તારી પૂરી સંમતિ જોઈએ. મુનિહત્યાનું પાપ કરીને, આપણે નરકે જવું નથી..” “ભલે, તો પાછા વળીએ.” “ના, કોઈ ગામમાં જઈને થોડા દિવસ રહીએ. પંદરેક દિવસ પછી આપણે કાકેદી જઈશું. ૦ ૦ ૦ કાકંદીમાં ખળભળાટ મચી ગયો. સુરુચિ બ્રાહ્મણની અત્યંત રૂપવતી પત્ની ખોવાઈ ગઈ હતી. સુરુચિએ મહાજન પાસે આવીને, ફરિયાદ કરી. મહાજનના શ્રેષ્ઠીઓ ભેગા થયા. બ્રાહ્મણને આશ્વાસન આપ્યું. “અમે ગમે ત્યાંથી તારી પત્નીને મેળવી આપીશું.' એક યુવકે પૂછ્યું : 'પહેલાં પણ તારી પત્નીનું અપહરણ થયું હતું ને?” “હા જી, ધોળા દિવસે, રાજમાર્ગ પરથી..” ‘ઉપાડી જનારા પકડાયા હતા? હા, પરંતુ એ વખતે મહારાજા જીવંત હતા. તેમણે પત્ની મેળવી આપી હતી... ને કહ્યું હતું : “હું ગુનેગારોને સજા કરીશ, તું જા. નગરમાં ઊહાપોહ ના કરીશ.' નગરશેઠે કહ્યું : “આપણે સેનાપતિને મળીએ. આ કામ એમને સોંપીએ...' સહુએ સંમતિ આપી. નગરશેઠે કહ્યું : “હું એકલો જ સેનાપતિને મળું છું... પછી કાલે આપણે સહુ ભેગા થઈશું. બરાબર?' સહુને વિદાય કરી, નગરશેઠ રથમાં બેસી સેનાપતિને ત્યાં ઊપડ્યા. સેનાપતિ રાજતે જે શેઠનું સ્વાગત કર્યું. શેઠે બધી વાત કરી. સેનાપતિ ચોંક્યા. વિચારમાં પડી ગયા. કેમ વિચારમાં પડી ગયા? સેનાપતિજી.' ૮૪૪ ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેઠ, કુમારમાંથી રાજા થયા પછી પણ કુટેવ ગઈ નહીં...' એટલે?' “આપ સમજી જાઓ. હવે મારે કડક હાથે કામ લેવું પડશે અને મને મહાજનનું પૂરેપૂરું પીઠબળ જોઈએ...' “મળશે, અવશ્ય મળશે સેનાપતિજી, હું વચન આપું છું. કોઈ પણ ભોગે આ અનિષ્ટનો નાશ કરવો જોઈએ. “શેઠ, હું પ્રતિજ્ઞા કરું છું આ અનિષ્ટને ખતમ કરીશ.” * “તમારા કાર્યમાં તમે સફળ થાઓ.” ૦ ૦ ૦. સેનાપતિએ તરત જ રાજમહેલને ઘેરો ઘાલ્યો. ચારે બાજુ શસ્ત્રસજ્જ સૈનિકો ગોઠવી દીધા. પોતે કમરમાં બે તીક્ષ્ણ છરી છુપાવી, મહેલમાં દાખલ થયા. પોતાની સાથે એક બાહોશ સૈનિકને રાખ્યો. ધીરે ધીરે તેઓ મહારાજાના આવાસ તરફ આગળ વધ્યા. સૈનિકના બંને હાથમાં ખુલ્લી લાંબી તલવારો હતી. મહેલમાં સન્નાટો છવાયેલો હતો. મહારાજાની શયનકક્ષ પહેલા માળે હતો. ઉપર જવાનો દાદરો ગોળાકાર હતો. જરાય અવાજ ના થાય એ રીતે, બંને ઉપર ચઢવા લાગ્યાં. હજુ અડધો ચહ્યા હતા, ત્યાં સરરર કરતી એક છરી સેનાપતિના માથા પરથી પસાર થઈ ગઈ. સેનાપતિ છલાંગ મારી, ચાર પગથિયાં ચઢી ગયા. એમણે એક પુરુષને સામેના વરંડામાં દોડી જતો જોયો.વીજળીવેગે કમરમાંથી છરી કાઢીને, ઘા કર્યો... છરી પેલા દોડતાં પુરુષની પીઠમાં ખૂપી ગઈ. તેના મુખમાંથી ચીસ નીકળી ગઈ. સાથેના સૈનિકે જઈને, તેને પકડી લીધો. એક તલવાર સેનાપતિએ પોતાના હાથમાં લઈ લીધી. તેઓ હવે શયનગૃહની નજીક પહોંચી ગયા હતા. શયનગૃહની બહાર પૂર્વ-પશ્ચિમ બે લાંબી પરસાળ હતી. એ પરસાળોમાં માણસ છુપાઈને ઊભા હોય તો શયનગૃહ તરફ આવતી વ્યક્તિને નહીં, પરંતુ છુપાયેલા માણસો આગંતુકને જોઈ શકે. શયનગૃહમાંથી સ્ત્રીનો દબાયેલો... વેદના ભરેલો. ધીમો અવાજ સંભળાતો હતો. સેનાપતિ શયનગૃહના દ્વારે પહોંચ્યા કે... બે બાજુથી બે યુવાનો ધસી આવ્યા. પરંતુ એ હુમલો કરે એ પહેલા સેનાપતિની એક લાત એકને પડી, બીજી વાત બીજાને પડી... બંને જમીન પર પટકાઈ ગયા... કે ચિત્તા જેવી સ્કૂર્તિથી સેનાપતિએ તલવારને નીચે ફેંકી, બંનેને ગળેથી પકડીને ઊભા કર્યા.. ને ભીંત સાથે બંનેનાં માથાં અફાળી દીધો... બંનેના મોઢાં પર એક એક લોખંડી મુક્કો જડી દીધો. બંનેને જમીન પર પટકી.. જોરથી શયનખંડનાં દ્વારને લાત મારી. પેલો સૈનિક ઘાયલ યુવાનને ઘસડીને, લઈ આવ્યો. ત્રણેને પરસાળમાં નાખી, ખુલ્લી તલવારે ત્યાં ઊભો. રહી ગયો. શ્રી સમરાદિત્ય મહાકથા ૮૪૫ For Private And Personal Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક લાત મારી, શયનગૃહનો દરવાજો ના ખૂલ્યો. બીજી લાત મારી.. કે અંદરથી સત્તાવાહી અવાજ આવ્યો : “કોણ છે? અત્યારે દરવાજો નહીં ખૂલે.” નહીં ખોલો તો મારે તોડવો પડશે... મહારાજા, જરા ઝરૂખામાંથી નીચે નજર કરો...' થોડી ક્ષણો પછી દ્વાર ખૂલ્યું. વિજયકુમારના હાથમાં તલવાર હતી... સેનાપતિએ ફૂર્તિથી તલવાર પર પોતાની તલવારનો પ્રહાર કરી દઈ, રાજાને નિઃશસ્ત્ર કરી દીધો. શું છે આ બધું?” રાજાએ કડકાઈથી પૂછ્યું. બ્રાહ્મણ-પત્ની ક્યાં છે? એને હાજર કરો, પછી જ તમે આ ખંડમાંથી બહાર નીકળી શકશો. તમે રાજા છો - એટલે તમારા પર ઘા નથી કરવો... નહીંતર અહીં જ તમારાં સો વર્ષ પૂરાં થઈ જાય...' વિજયકુમાર ઊછળ્યો... તેણે સેનાપતિની છાતીમાં જોરદાર લાત ઠોકી દીધી. સેનાપતિ દરવાજાની બહાર પટકાઈ ગયા... પરંતુ એજ ક્ષણે સૈનિકે છરીનો ઘા કરી રાજાને ત્યાં જ પાડી દીધો. સૈનિકે છલાંગ મારી, સીધો તે રાજાના ઊપર કૂદ્યો. કમરેથી દોરડું ખોલી રાજાના હાથ-પગ બાંધી દીધા. સેનાપતિ રાજતેજ ઊભો થઈ ગયો હતો. તેણે ખંડમાં પ્રવેશી, બ્રાહ્મણ-પત્નીને શોધી કાઢી. એ થરથર ધ્રૂજતી હતી. એનાં વસ્ત્ર ફાટેલાં હતાં અને લોહીવાળાં થયેલાં હતાં. રાજતે જે તેને આશ્વાસન આપ્યું : “બહેન, હવે તું ચિંતા ના કરીશ. તું તારા ઘેર જઈ શકીશ. એ પહેલાં તારાં માટે વસ્ત્ર મંગાવી લઉં છું.” સૈનિકને ઇશારો કર્યો. તે પલવારમાં ચાલ્યો ગયો. નીચે જઈને, એણે ઉપ-સેનાપતિને ઉપર મોકલ્યો. ઉપ-સેનાપતિએ ઉપર આવીને... જે દૃશ્ય જોયું. તે હેબતાઈ ગયો. રાજજે કહ્યું : નીચે એક પાલખી તૈયાર રાખો. આ બહેનને તેમાં બેસાડી, પાલખી ઢાંકીને, એના ઘરે પહોંચાડવાની છે.' સૈનિક વસ્ત્રો લઈ આવ્યો. બ્રાહ્મણ-પત્નીએ વસ્ત્ર બદલી લીધાં. સૈનિકની સાથે તેને વિદાય કરી.. “કહો મહારાજા, હવે તમારું અને તમારા આ ત્રણ મિત્રોનું શું કરું?' સેનાપતિએ રાજાની છાતી પર તલવાર ટેકવીને, પૂછયું. વિજયકુમાર પાસે કોઈ ઉત્તર ન હતો. પાલખીમાં બ્રાહ્મણ સ્ત્રીને બેસાડી, સૈનિક ઉપર આવ્યો. સેનાપતિએ કહ્યું : “આ બધાંનાં બંધન ખોલી નાખ.” સૈનિકે બંધન ખોલી નાખ્યાં. સેનાપતિએ કહ્યું : “તમે મહેલની બહાર નહીં જઈ શકો. રાજસભામાં તમારો ન્યાય થશે..' ૮89 ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કોણ કરશે અમારો ન્યાય?' રાજા તાડૂક્યો. પ્રજા કરશે, મહાજન કરશે.' રાજા અને તેના ત્રણ મિત્રો હાથ ચોળતાં પડ્યાં રહ્યાં અને સેનાપતિ પોતાના સહાયક સાથે મહેલમાંથી બહાર આવી ગયા. ૦ ૦ ૦ રાજાને એના મહેલમાં જ નજરકેદ કરવામાં આવ્યો. નગરશ્રેષ્ઠીની હવેલીમાં મહાજન અને મંત્રીમંડળ ભેગું થયું. સેનાપતિએ સમગ્ર ઘટના સ્પષ્ટ શબ્દોમાં કહી સંભળાવી, સૌ સ્તબ્ધ થઈ ગયા. સેનાપતિએ કહ્યું : “હવે આપ સહુની સમક્ષ, મહારાજાના આ પાપકાયના સાગરીતોને ઉપસ્થિત કરું છું. પૂર્વે પણ સ્વ. મહારાજાના સમયમાં આ જ ત્રણ સાગરિતો હતા કુમારના.” પોતાના સહાયક સૈનિકને ઇશારો કર્યો. તરત જ બાજુના ખંડમાંથી ઝેરીમલને, કોમળદત્તને અને કમલકાત્તને બહાર લાવવામાં આવ્યાં. ત્રણેને મજબૂત દોરડાઓથી બાંધેલા હતા. તેમના મોઢાં કાળાં પડી ગયાં હતાં. દષ્ટિ જમીન પર હતી. નગરશ્રેષ્ઠીએ કહ્યું : “રે કુલાંગાર, કહો, તમે જ કહો, તમને શી સજા થવી જોઈએ? ઉપ-સેનાપતિ ધવલે કહ્યું : “આ ત્રણે કાળા નાગ છે. મહારાજાને ખોટા રસ્તે ચઢાવનારા આ છેઆ ત્રણેને નગરની વચ્ચેના ચોકમાં શૂળી પર ચઢાવી દેવામાં આવે, તો આ નગરમાં કાયમ માટે શાન્તિ રહેશે અને મહારાજા સન્માર્ગે આવશે. જો મહાજને આ ત્રણને ક્ષમા આપી તો...' ના, ના, આ દુષ્ટો ક્ષમાને પાત્ર જ નથી. એકસાથે સહુનો અવાજ ઊઠ્યો. સર્વાનુમતે આ ત્રણે અપરાધીઓને નગરના ચોકમાં શૂળી પર ચઢાવવાની સજા સંભળાવવામાં આવી. બીજા જ દિવસે એ ત્રણેને શૂળી પર ચઢવી દેવામાં આવ્યા. રાજા વિજય ધ્રુજી ગયો. મહાજનની સત્તાનો એને ખ્યાલ આવી ગયો. મહાજને એને સંભળાવી દીધું : કાં તો તમે પ્રતિજ્ઞા કરો કે પ્રજાની મા-બહેનો અને દીકરીઓ ઉપર તમે કુદૃષ્ટિ નહીં કરો, કાં આ મહેલ, આ નગર છોડી ચાલ્યા જાઓ..' રાજાએ કહ્યું : “બસ, પ્રતિજ્ઞા કરું છું. હવે જો ક્યારેય ભૂલ થાય તો મને કૂતરાના મોતે મારજો..” વિજયકુમારના કાકા સામંત રાજાએ કહ્યું : “હવે, તમે વિલંબ કર્યા વિના વિજયને પરણાવી દો. એને જોઈએ તો ભલે આઠ કન્યાઓ સાથે પરણે કે બત્રીસ... પછી આવા ઉપદ્રવો નહીં થાય.' રાજા વિજય શરમાઈ ગયો. એક સે . શ્રી સમરાદિત્ય મહાકથા ૮૭ For Private And Personal Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ILANET મંબિહત્યા કરવા માટે ગયેલા સાગર અને નાગર પાછા આવી ગયા. એમને આ કામ સોંપનારા ઝેરીમલને શૂળી પર ચઢાવી દીધાના સમાચાર જાણી, તે બંને રાજા વિજય પાસે ગયા. મહારાજા, આપને અત્યંત ગુપ્ત વાત કરવી છે.” રાજા એ બંનેને લઈ ગુપ્ત મંત્રણાગૃહમાં ગયો. “કહો, શી વાત છે?” મહારાજા, ઝેરીમલે અમને પેલા સાધુની હત્યાનું કામ સોંપ્યું હતું. એ કામ અમે પતાવીને આવ્યા છીએ.” બહુ સરસ! કહો, તમને શું આપું?' “નક્કી થયા મુજબ એક હજાર સોનામહોરો..” “ચાલો મારી સાથે હું તમને હમણાં જ આપી દઉં છું.” બંનેને સોનામહોરો આપીને, વિદાય કર્યો. રાજાને ખૂબ આનંદ થયો. ૦ ૦ ૦. જયમુનીશ્વર આચાર્યદેવ સનસ્કુમારના સાન્નિધ્યમાં દોષરહિત ચારિત્રધર્મનું પાલન કરી રહ્યા હતા. જ્ઞાની પુરુષોનાં ચરણોમાં બેસી ધર્મગ્રંથનું અધ્યયન કરતા હતા. તેમનું મન પરમ ઉપશાન્ત હતું. પ્રતિદિન એક જ વાર તેઓ આહાર ગ્રહણ કરતા હતા, તે પણ દોષરહિત ભિક્ષા લાવીને, રાગ-દ્વેષ કર્યા વિના આહાર કરતા હતા. સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ ધારણ કરતા હતા. શરીર પ્રત્યે પણ મમત્વરહિત બન્યા હતા. ક્યારેક આખી રાતની રાત ધ્યાનમગ્ન બની, ઊભા રહી જતા હતા. એક દિવસ એમના મનમાં મૈત્રીપૂર્ણ વિચાર પ્રગટયો. કાકંદીને છોડે ૧૦ વર્ષ થઈ ગયા. નાનો ભાઈ વિજય, મારા ત્યાં જવાથી જો જિનધર્મને પામે તો તેનું પારલૌકિક કલ્યાણ થાય. જો રાજ્યની ખટપટોમાં જ એનું જીવન પૂર્ણ થઈ જશે... તો એનો આત્મા દુર્ગતિમાં ચાલ્યો જશે. હું એને ધર્મનો ઉપદેશ આપીશ. ભલે એ ચારિત્રધર્મ લેવા ઉલ્લસિત ના થાય, શ્રાવકજીવનનાં અણુવ્રતો પણ જો એ સ્વીકારશે તો એનું કલ્યાણ થશે. આમેય આ દુનિયામાં એને હિતનો ઉપદેશ આપનાર બીજું કોણ છે? હું ગુરુદેવને વિનંતી કરું, જો તેઓ અનુમતિ આપે તો કાકેદી તરફ વિહાર કરું. આમ વિચાર કરી, જયમુનિવર આચાર્યદેવની પાસે ગયા. વંદન કરી નિવેદન કર્યું : ૮૪૮ ભાગ-૨ # ભવ પાંચમો For Private And Personal Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવંત, જો આપ અનુમતિ આપો તો સ્વજનોને પ્રતિબોધ આપવા હું કાકી જાઉં...” ભદ્ર, તમારી ભાવના ઉત્તમ છે. તમે સુખ ઊપજે તેમ કરી શકો છો. તમારી સાથે દસ સાધુઓને મોકલું છું.” ગુરુદેવના આશીર્વાદ લઈ, જયમુનિવરે મુનિર્વાદ સાથે કાકેદી તરફ પ્રયાણ કરી દીધું. તેમનું મનોમંથન ચાલતું રહ્યું : પહેલા તો વિજયને હું વૈરાગ્યનો જ ઉપદેશ આપીશ. જો એ વૈરાગી બને તો ચારિત્રધર્મ સ્વીકારી શકે. જો એ દીક્ષા લેશે તો હું એને સંપૂર્ણ સહાયક બનીશ. એની પાસે ચરિત્રધર્મની સુંદર આરાધના કરાવીશ અને કદાચ, એના ચિત્તમાં વૈરાગ્ય નહીં જાગે તો શ્રાવકધર્મનો ઉપદેશ આપીશ. એને વ્રતો અને નિયમો આપીશ. સારો શ્રાવક બનાવીશ.” લગભગ એક મહિનાનો વિહાર કરી, તેઓ કાકંદીનગરીના બાહ્ય ઉદ્યાનમાં પહોંચ્યા. વનપાલકે મુનિરાજને ઓળખ્યા. “ઓહો... આ તો અમારા મહારાજા.... રાજર્ષિ જયકુમાર છે.” વનપાલક હર્ષવિભોર થઈ ગયો. તે રાજમહેલ તરફ દોડ્યો. વિજયરાજાને પ્રણામ કરી, તેણે હર્ષિત વદને નિવેદન કર્યું : “હે મહારાજા, આજે કાકંદીના આંગણે કલ્પવૃક્ષ પ્રગટ થયું છે. કામધેનુ આવી ગઈ છે. કામઘટ પ્રગટ થયો છે. હે રાજેશ્વર, આપના મોટા ભાઈ રાજર્ષિ જયકુમાર મુનિર્વાદ સાથે નગરની બહાર ચંદ્રોદય ઉદ્યાનમાં પધાયાં છે.” હેં? મોટા ભાઈ રાજર્ષિ જયકુમાર પધાર્યા છે? ના હોય, બીજા કોઈ મુનિવરો હશે...? મહારાજા, શું રાજર્ષિને હું ના ઓળખું? નાનાથી મોટા થયા. ત્યાં સુધી રોજ ચંદ્રોદય - ઉદ્યાનમાં આવતાં હતાં. હું તેઓને સારી રીતે ઓળખું છું. મેં તેઓને જોયા, વંદન કર્યું. તેઓએ મને આશીર્વાદ આપ્યા.. ને અહીં દોડી આવ્યો...” અરે માળી, તેઓ તો દૂર પ્રદેશમાં વિચરતાં હતાં. તેઓ અહીં કેવી રીતે આવી શકે?” સમાન આકૃતિવાળા બીજા જ કોઈ મુનિ હશે? તે નામ પૂછ્યું હતું? ના મહારાજા, નામ નથી પૂછ્યું...” ‘જા, સાથેના મુનિવરો પાસેથી નામ જાણીને, મને કહી જા.' વનપાલક ગયો. રાજા ગૂંચવાયો, ધૂંધવાયો.. રઘવાયો થયો. “તો શું સાગરનાગરે બીજા જ કોઈ મુનિને,” “જયમુનિ' સમજીને મારી નાખ્યા હશે? અથવા આ જે આવ્યા છે તેઓ સમાન રૂપ-આકૃતિવાળા બીજા કોઇ મુનિ છે? માળી આવી જાય, પછી સાગર-નાગરને બોલાવું...'રાજા ખંડમાં આંટા-ફેરા મારવા લાગ્યો. “જો એ મારો દુશ્મન જીવતો રહી ગયો હશે. તો હવે એને હું બીજાના ભરોસે નહીં છોડું. હું પોતે જ એને ખતમ કરીશ... હવે એને જીવતો નહીં જવા દઉં.” વનપાલકે આવીને, એની વિચારધારાને તોડી. શ્રી સમરાદિત્ય મહાકથા ૮૪૯ For Private And Personal Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘મહારાજા, મેં જઈને સાથેના એક મુનિરાજને પૂછ્યું : ‘આ તમારા ગુરુદેવનું નામ શું છે?' તે મુનિએ કહ્યું : ‘અરે વનપાલક, તું ઓળખતો નથી? આ રાજર્ષિ જયકુમાર છે, તમારા પહેલાંના રાજા.’ ‘સારું તું જા, હું પરિવાર સાથે, હમણાં જ વંદન કરવા આવું છું ઉઘાનમાં. રાજાએ વનપાલકને પ્રીતિદાન આપ્યું. વનપાલકના ગયા પછી, રાજાએ પ્રતિહારીને બોલાવીને કહ્યું : ‘તું જા અને સાગર-નાગરને તરત જ બોલાવી લાવ.’ પ્રતિહારી ગયો અને પોતાની સાથે જ સાગર-નાગરને લઈ આવ્યો. બંને જણાને મહારાજા પાસે મૂકી, પ્રતિહારી ચાલ્યો ગયો. રાજાએ સાગર-નાગર સામે જોયું. ‘તમે જયકુમાર મુનિને ક્યાં અને કેવી રીતે માર્યા હતા?’ સાગરે કહ્યું : ‘મહારાજા, અમે ઝેરીમલના કહ્યા મુજબ, નંદીવર્ધન સંનિવેશમાં ગયા હતા... ત્યાં બાહ્ય પ્રદેશમાં એક શૂન્ય ધરમાં, કેશ અને અલંકાર વિનાના મુનિને જોયા... અંધારું થઈ ગયેલું એટલે મુખ દેખાતું ન હતું. અમે પાછા ફરી ગયા, બીજા દિવસે એક સાધુને પૂછ્યું. તેણે કહ્યું : ‘જયમુનિ નાગદેવના મંદિરમાં ધ્યાન કરે છે... અમે નાગદેવના મંદિરમાં ગયા, ત્યાં મુનિને જોયા, એકાંત હતું. નિર્જન જગ્યા હતી... અમે એ મુનિના ગળા પર તલવાર ચલાવી દીધી... તરત જ ગામ છોડીને, અમે નીકળી ગયા.’ ‘તમે કોઈ બીજા જ મુનિની હત્યા કરી, મારો દુશ્મન તો હજુ જીવે છે... અને તે આજે પ્રભાતે જ ચંદ્રોદય ઉદ્યાનમાં આવ્યો છે...’ હૈં?’ ‘હા, હું હમણાં જ ઉદ્યાનમાં જાઉં છું. બધો વ્યવહાર તો કરવો જ પડશે. નગરમાં પ્રજાને પણ જાણ ક૨વી પડશે. ઉપદેશ પણ સાંભળવો પડશે... પરંતુ અહીંથી એને જીવતો જવા દેવો નથી. ‘ભલે મહારાજા, આપની આજ્ઞા મુજબ અમે ઉપસ્થિત થઈશું.' સાગર-નાગર ગયા. રાજાએ પરિવારને ઉદ્યાનમાં જવા માટે, તૈયાર થવા સૂચના આપી. રાજ્યમંત્રીને બોલાવી, નગરમાં ઢંઢેરો પિટાવવાની સૂચના આપી. પોતે પરિવાર સાથે રથમાં બેસી ઉદ્યાનમાં પહોંચ્યો. ભાવપૂર્વક તેણે મુનિરાજને વંદના કરી, કુશળપૃચ્છા કરી. મુનિરાજે રાજાને અને પરિવારને ધર્મનો ઉપદેશ આપ્યો. મનુષ્યજીવનની દુર્લભતા, સમજાવી, સંસારનાં વૈયિક સુખોની અસારતા સમજાવી. પાપોની ભયંકરતા સમજાવી. પરલોકમાં પાપોના દારુણ વિપાક સમજાવ્યા... લગભગ એક પ્રહર સુધી ઉપદેશ આપતા રહ્યા... પરંતુ વિજયરાજા પર કોઈ અસર ના થઈ... છેવટે જ્યારે શ્રાવકજીવનના ભાગ-૨ ભવ પાંચમો ૮૫ò For Private And Personal Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વતો લેવા કહ્યું ત્યારે રાજાએ કહ્યું : “ભગવંત, આપે દીક્ષા લીધી તે દિવસથી હું જૈનધર્મ પાળું છું.' બહુ સરસ! વત્સ, સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખજે, દીનાનાથ જીવોને દાન આપજે અને દુઃખી જીવો ઉપર દયા કરજે.” નગરમાંથી હજારો સ્ત્રી-પુરુષો ઉદ્યાનમાં આવવા લાગ્યાં. સહુ રાજર્ષિ જયકુમારનાં દર્શન-વંદન કરી હર્ષવિભોર થવા લાગ્યા. કુશળપૃચ્છા કરવા લાગ્યા. વ્રતો અને નિયમો ગ્રહણ કરવા લાગ્યા. નગરજનોએ વધુ સમય કાકંદીમાં સ્થિરતા કરવાની પ્રાર્થના કરી. મુનિરાજે પોતાની મર્યાદા બતાવતાં કહ્યું : “વિના કારણે અમે એક ગામ-નગરમાં એક મહિનાથી વધુ રહી શકીએ નહીં. રોજ મુનિરાજ એક પ્રહર ધર્મદેશના આપે છે. - રોજ રાજા અને પ્રજા દર્શન-વંદન-શ્રવણ કરવા આવે છે. કાકંદીમાં જાણે ધર્મની મોસમ આવી હોય, તેવું વાતાવરણ સર્જાઈ ગયું છે. રાજા વિજયના ચિત્તમાં રૌદ્રધ્યાન ચાલી રહ્યું છે. “જ્યારે અને કેવી રીતે મારા દુશ્મન... આ મુનિને મારું? પંદર દિવસ તો પસાર થઈ ગયા... હવે મારે કામ પતાવવું જોઈએ.' તેણે સાગર-નાગરને બોલાવ્યા, કહ્યું : “તમે આજે પહેલા બે પ્રહર રાત્રિના પૂરા થયા પછી, ઉધાનનાં દ્વારે પહોંચી જજો. હું ત્યાં આવી જઈશ. આજે રાત્રે કામ પતાવી દેવું છે...” જેવી આપની આજ્ઞા.' સાગર-નાગર ચાલ્યા ગયા. રાજાએ રાત્રે પહેરવાનાં વસ્ત્રો તૈયાર રાખ્યાં. કટારી તૈયાર કરી રાખી. તેનામાં અતિ ઉગ્ર વેરભાવના જાગી ગઈ હતી. તે મૂઢ બની ગયો હતો. તેની કર્મપરિણતિએ જ એને મૂઢ બનાવી દીધો હતો. તે મુનિહત્યા કરવા ઉત્તેજિત થઈ ગયો હતો. રાત્રિનો અંધકાર પૃથ્વી પર પથરાયો. બે પ્રહર પૂરા થયા. ચંદ્રોદય ઉદ્યાનના પ્રવેશદ્વાર પાસે રાજા કાળાં વસ્ત્રોમાં પહોંચી ગયો. સાગર અને નાગર ત્યાં ઊભા જ હતા. ચૂપચાપ તેઓ ઉદ્યાનમાં પ્રવેશ્યા. સહુથી આગળ સાગર ચાલ્યો, પછી પચાસ ગજના અંતરે રાજા ચાલ્યો, અને એની પાછળ દસ ગજના અંતરે નાગર ચાલ્યો. નીરવ શાંતિ હતી ઉદ્યાનમાં, ક્યારેક ક્યારેક ગામ તરફથી કૂતરાના ભસવાનો અવાજ આવતો હતો... જે પ્રદેશમાં મુનિવરોનો નિવાસ હતો, એ પ્રદેશ તરફ એ ત્રણે પહોંચી ગયા. જે વૃક્ષની નીચે જયમુનીશ્વર ધ્યાનસ્થ દશામાં ઊભા હતા, એ વૃક્ષની પાછળ જઈને, રાજા ઊભો રહી ગયો. સાગર અને નાગર થોડે દૂર એક વૃક્ષની પાછળ સંતાઈને ઊભા રહ્યા. શ્રી સમરાદિત્ય મહાકથા ૮૫૧ For Private And Personal Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મુનિરાજ જયકુમારનું હૃદય મૈત્રીભાવથી વિશુદ્ધ બનેલું હતું. જિનવચનના હાર્દને તેઓ પામેલા હતા, શરીર ઉપરનું મમત્વ છૂટી ગયેલું હતું. ઉજ્જવલ લેશ્યાઓથી પરમ ઉપશમભાવ પ્રાપ્ત થયો હતો. નિરતિચાર ચારિત્ર પરિણત થયું હતું. ઘણાં ઘણાં ક્લિષ્ટ કર્મોથી તેમણે મુક્તિ મેળવી હતી. પરમાત્મ-ધ્યાનમાં લીન બનેલા હતા... Acharya Shri Kailassagarsuri Gyanmandir એ જ વખતે રાજાએ પૂરી તાકાતથી મુનિરાજના ગળા પર તલવારનો પ્રહાર કરી દીધો. ધડ પરથી માથું જુદું થઈ ગયું... ધરતી પર પડી ગયું... પાસે જ રહેલા એક મુનિરાજ જાગી ગયા... તેમણે રાજાને લોહી-ખરડાયેલી તલવાર સાથે જોઈ લીધો...’ અરે, આ તો વિજયરાજા છે... તેણે મુનીશ્વરનો વધ કર્યો? અહો... કર્મોની કેવી વિચિત્રતા છે?’ રાજા કટારી ત્યાં જ ફેંકીને, ભાગી ગયો. એના બે સાથી પણ ચાલ્યા ગયા... મુનિહત્યાને નજરે જોનારા મુનિવરે બધા મુનિરાજોને જગાડી દીધા. જ્યાં મુનીશ્વર જયકુમારનો કપાયેલો દેહ પડ્યો હતો, ત્યાં સહુ ભેગા થયા. ગીતાર્થ મુનિવરે કહ્યું : ‘પ્રભાત પૂર્વે આપણે અહીંથી વિહાર કરી દઈએ કારણ કે પ્રભાતે જ્યારે લોકો આ હત્યા જાણશે... ત્યારે નગરમાં હાહાકાર થશે. ઉદ્યાન હજારો સ્ત્રી-પુરુષોથી ભરાઈ જશે. હત્યારાની શોધ થશે. જો આપણે અહીં હોઈશું તો રાજપુરુષો આપણને પૂછશે. આપણાથી સાચું પણ નહીં બોલી શકાય અને ખોટું પણ નહીં બોલી શકાય. સાચું બોલીશું તો પ્રજાજનો રાજાને મારી નાખશે. ખોટું બોલીએ તો આપણું વ્રત ભાંગે માટે અત્યારે જ નીકળી જઈએ. હજુ એક પ્રહર રાત્રિ શેષ છે. આપણે ઠીક ઠીક દૂર નીકળી જઈશું. ગુરુદેવ પણ દસ કોશ દૂર રહેલા છે. પ્રભાત પછી આપણે ગુરુદેવની પાસે પહોંચી જઈશું.’ મુનિવરોએ મૃતદેહને આંસુભીની આંખે પ્રણામ કર્યા... અને ચાલી નીકળ્યા. સૂર્યોદય પછી એક પ્રહર દિવસ ચઢે, તેઓ આચાર્યશ્રી સનકુમારનાં ચરણોમાં પહોંચી ગયા. આચાર્યદેવને નમન કરી, બે હાથ જોડી સાધુઓ પંક્તિબદ્ધ ઊભા રહી ગયા. સહુનાં મુખ મ્લાન હતાં, આંખો ભીની હતી. ગુરુદેવે પૂછ્યું : ‘રે શ્રમણો, જયમુનીશ્વર ક્યાં રોકાયા છે?’ ગીતાર્થ મુનિએ કહ્યું : 'ભગવંત, રાત્રિના ત્રીજા પ્રહરમાં જયમુનીશ્વર જ્યારે ધ્યાનનિમગ્ન હતા ત્યારે તેઓ હણાયા...’ આચાર્યદેવ વ્યથિત થઈ ગયા. તેઓ બોલ્યા : ‘જયમુનિ હણાયા? કોણે હણ્યા? મહા અનર્થ થઈ ગયો.... ટપ્પર ‘ગુરુદેવ, હણનાર હતો સ્વયં રાજા વિજય. રાજર્ષિનો નાનો ભાઈ...’ ‘અહો, કર્મોની કેવી પરિણતિ છે? વિજયરાજાના કેવાં ઘોર પાપકર્મ ઉદય આવ્યાં? સગા ભાઈને... કે જેઓ મુનિ હતા... ઉચ્ચ કોટિના શ્રમણ હતા... તેમને ભાગ-૨ * ભવ પાંચમો For Private And Personal Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મારી નાખ્યા... અરે રે, એ રાજાએ કેવાં તીવ્ર પાપકર્મ બાંધી લીધાં? એ જીવ મનુષ્યજીવન હારી ગયો...” ભગવંત, જયમુનીશ્વર કાળધર્મ પામી, કઈ ગતિમાં ઉત્પન્ન થયાં છે?' “હે મુનિવરો, જયમુનીશ્વર સમાધિમૃત્યુ પામ્યા છે. તેમનો આત્મા “આનત' નામના દેવલોકમાં ઉત્પન્ન થયો છે. “શ્રીપ્રભ” નામના વિમાનમાં તેઓ વૈમાનિક દેવ થયા છે. ખેરખર, તેઓ તો નિકટના કાળમાં મુક્તિ પામનારા મહાપુરુષ છે. તેઓનું નિર્વાણ નિશ્ચિત છે. પરંતુ આપણને એક શ્રેષ્ઠ શ્રમણની ખોટ પડી. એમનામાં એવા એવા ગુણો હતા... એવું એમનું ઉત્કૃષ્ટ પુણ્ય હતું... કે મારું મન પણ તેમના તરફ આકર્ષાયેલું હતું. રાજામાંથી 2ષ બનેલા એ મહાત્મા, ક્યારેય ભુલાશે નહીં. યૌવનકાળમાં શ્રમણ બન્યા.... અને યૌવનકાળમાં જ સમાધિ મૃત્યુને વર્યા. ૦ ૦ ૦ “હે શ્રમણો, આવા સમાધિમૃત્યુની અત્મિકાંક્ષા કરજો.” પ્રભાતે વનપાલકે જયમુનીશ્વરનો કપાયેલો. લોહીના ખાબોચિયામાં પડેલો દેહ જોયો. એક બાજુ ધડ પડ્યું હતું. બીજી બાજુ મસ્તક પડ્યું હતું. વનપાલક બેબાકળો બની ગયો... તેની આંખો પહોળી થઈ ગઈ. એક બાજુ લોહીથી ખરડાયેલી કટારી મળી આવી.... તે નગરના ઊભા બજારે દોડતો ગયો.“રાજર્ષિ જયકુમારની હત્યા થઈ છે. દોડો.... દોડો...” રાજા અને પ્રજા સહુ ઉદ્યાનમાં દોડી ગયા. સહુ રડી પડ્યા. હત્યારાને ઘોર ફિટકાર આપવા લાગ્યા... કાકંદીના રાજા, રાજર્ષિ બનીને કાકંદીમાં જ હણાયા. ચંદનની ચિતામાં રાજર્ષિનો મૃતદેહ ભસ્મીભૂત થઈ ગયો. ૦ ૦ ૦ હજુ ચિતાની રાખ ઠરી પણ નહીં હોય, પ્રજાનો કલ્પાંત શમ્યો પણ નહીં હોય... રાજા વિજયના શરીરમાં એકસાથે સોળ રોગ ફાટી નીકળ્યાં. છે તેનું શરીર કાળું પડી ગયું. પેટમાં અને છાતીમાં અસહ્ય વેદના ઊઠી. વાણી હરાઈ ગઈ. બોલાવાનું બંધ થઈ ગયું.... હાથ-પગ દોરડી જેવા થઈ ગયા... જ પેટ ફૂલી ગયું.... છે શરીરે સોજા આવી ગયા, એક વર્ષ સુધી ઘોર પીડા સહન કરીને, તે મર્યો. મરીને તે “પંકપ્રભા” નારકીમાં ચાલ્યો ગયો... શ્રી સમરાદિત્ય મહાકથા ૮૫૩ For Private And Personal Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવી અંબિકાનું આશ્વાસન શ્રી હરિભદ્રસૂરિજીના પ્રજ્ઞાવંત બે શિષ્યો હંસ અને પરમહંસ બૌદ્ધોના હાથે માર્યા ગયા. તે પછી હરિભદ્રસૂરિજીએ તીવ્ર ક્રોધમાં બૌદ્ધોને માર્યા. ગુરુદેવે એમને પ્રાયશ્ચિત્ત રૂપે તપ કરવાનું કહ્યું. હરિભદ્રસૂરિજીએ તપ કરીને શરીરને કૃશ કરી દીધું, પરંતુ પ્રિય શિષ્યોના વિયોગનો સંતાપ ઓછો ન થયો. દેવી અંબિકા તેમના પર પ્રસન્ન હતાં. તેઓએ પ્રગટ થઈને રિભદ્રસૂરિજીને કહ્યું : ‘તમારા જેવા બહુશ્રુત આચાર્યે આમ શોક કરવો ઉચિત નથી.’ હરિભદ્રસૂરિજીએ કહ્યું : 'હે માતા, મારે કોઈ શિષ્ય નથી, તેથી મને દુઃખ થાય છે. શું નિર્મળ ગુરુકુળનો મારાથી અંત આવી જશે?' દેવી અંબિકાએ કહ્યું : ‘હે સૂરિદેવ, તમારા ભાગ્યમાં કુળવૃદ્ધિ કરવાનું પુણ્ય પ્રાપ્ત કરવાનું છે જ નહીં. તમારાં શાસ્ત્રો જ તમારી સંતતિરૂપ છે.’ દેવી અદશ્ય થઈ ગયાં. આચાર્યદેવ સ્વસ્થ બની ગયા. તેમણે સર્વપ્રથમ ‘સમરાદિત્ય-ચરિત્રની રચના કરી. તેઓએ કુલ ૧૪૪૪ ગ્રંથોની રચના કરી. For Private And Personal Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ટામાદિત્ય-મહાકથા ભવઃ છઠ્ઠો ધરણ (પતિ) Acharya Shri Kailassagarsuri Gyanmandir લક્ષ્મી (પત્ની) For Private And Personal Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨i, ભાઇંદીનગરીમાં મદન-મહોત્સવ પ્રવર્તમાન હતો. મદન-ત્રયોદશીનો દિવસ હતો. નગરની બહાર આવેલા “મલયસુંદર' ઉદ્યાનમાં યૌવન રમણે ચઢયું હતું. નગરના મુખ્ય પ્રવેશદ્વારે બે રથ સામસામા આવી ગયા હતા. શ્રેષ્ઠીપુત્ર ધરણ ઉદ્યાન તરફ જઈ રહ્યો હતો. શ્રેષ્ઠીપુત્ર દેવનંદી ઉદ્યાનમાંથી પાછો ફરી રહ્યો હતો. પ્રવેશદ્વારમાંથી એકસાથે એક જ રથ પસાર થઈ શકે એમ હતો. દેવનંદીએ ધરણને કહ્યું : “ધરણ, તારો રથ પાછો લે, જેથી મારો રથ નગરમાં પ્રવેશી શકે.' ધરણે દેવનંદીને કહ્યું : “દેવનંદી, તું તારો રથ પાછો વાળ, જેથી હું નગરની બહાર નીકળી શકે.' દેવનંદી જરા અકડાઈને બોલ્યો : “ધરણ, શું હું તારાથી ઊતરતો છું કે જેથી પહેલા મારો રથ પાછો વાળું?” ધરણે હસીને કહ્યું : “દેવનંદી, મારી પણ એ જ વાત છે. તું શું મને તારાથી ઊતરતો માને છે?' બેમાંથી એકેય રથ પાછો વળતો નથી. નગરજનો નથી બહાર જઈ શકતા, નથી બહારથી અંદર આવી શકતા! મહોત્સવનો દિવસ હતો. પ્રવેશદ્વારની અંદર ને બહાર સેંકડો લોકો ભેગા થઈ ગયા. નગરજનો બંનેને સમજાવે છે, પણ બેમાંથી એકેય સમજવા તૈયાર નથી. વાત વટ ઉપર આવી ગઈ હતી. નગરજનો બંને શ્રેષ્ઠીપુત્રોને ઓળખતા હતા. ધરણના પિતા બંધુદત્ત શ્રેષ્ઠી નગરના અગ્રગણ્ય શ્રીમંત શ્રેષ્ઠી હતા. દાનવીર હતા. સદાચારી હતા. લોકપ્રિય હતા. વિનીત અને વિનમ્ર હતા. દેવનંદીના પિતા શ્રેષ્ઠી પંચનંદી નગરના મોટા વેપારી હતા. અઢળક સંપત્તિ હતી એમની પાસે. તેઓ પણ ઉદાર અને સચ્ચરિત્રી સજન પુરુષ હતા. પ્રસિદ્ધ પિતાઓના પુત્રો પણ પ્રસિદ્ધ હતા. યુવાન હતા પરંતુ ઉદ્ધત ન હતા. વૈભવશાળી હતા છતાં અવિનીત ન હતા. પરાક્રમી હતા છતાં કોઈને રંજાડનારા ન હતા. બંને રૂપવાન, ગુણવાન અને પ્રભાવશાળી હતા. પરંતુ આજે બંને આગ્રહી બની ગયા હતા. રથ પાછો લેતા ન હતા. નગરજનો મહાજન પાસે પહોંચ્યા. તાબડતોબ નગરશેઠની હવેલીમાં મહાજન ભેગું થયું. નગરજનોની વાત સાંભળી. નગરશેઠ ધવલકીર્તિએ કહ્યું : “ધરણ અને દેવનંદી બંન ભાગ-૨ # ભવ છઠો ૮ug For Private And Personal Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોટા ઘરના યુવાનો છે. સમજાવવાથી સમજવાના નથી. એમને ઠપકો આપવો પડશે.’ નગરશેઠે, નગરજનોને બહુમાન્ય એવા ચાર પુરુષોને, એ બે યુવાનો પાસે મહાજનનો સંદેશો લઈને મોકલવાનો નિર્ણય કર્યો. એ સંદેશાવાહક પુરુષો મધુરભાષી હતા, શાન્ત સ્વભાવના અને ધાર્મિક પ્રકૃતિના હતા. પીઢ, ઠરેલ અને ધનવાન હતા. “તે બે ખાનદાન યુવાનોને કહેજો કે મહાજને તમને ઠપકો આપ્યો છે. બાપદાદાની કમાણી અને સંપત્તિ ઉપર આટલું બધું અભિમાન કરો છો? તમારા બેમાંથી કોણે સ્વપુરુષાર્થથી ધનોપાર્જન કરી, દીન-અનાથોને દાન આપ્યું છે? તમે એવું તો કયું મોટું ધર્મકાર્ય કર્યું છે? અમને લાગે છે કે તમારાથી તમારાં માતા-પિતાને પણ સંતોષ નહીં હોય? ડાહ્યા માણસોને હસવું આવે એવી જીદ પકડીને, તમે ત્યાં રસ્તો રોકીને ઊભા છો... તમને શરમ આવવી જોઈએ. હવે, તમે વિવાદ બંધ કરો અને બંને જણ પોત-પોતાના રથ પાછા વાળો.” મહાજનના ચાર વિચક્ષણ પ્રતિનિધિઓ નગરના દ્વારે પહોંચ્યા અને બંનેને મહાજનનો સંદેશો સંભળાવ્યો. ધરણ અને દેવનંદીએ ઊભા થઈ, મહાજનના પ્રતિનિધિઓનો આદર કર્યો. દેવનંદીએ કહ્યું : “બહુ સારી વાત કરી આપે.” ધરણ મન રહ્યો. તેને સંદેશો ગમ્યો નહીં. અલબત્ત, ઠપકો સાંભળીને, એને શરમ જરૂર આવી. દેવનંદીએ કહ્યું : “હે પૂજ્યો, મહાજન જે આજ્ઞા કરશે તે મને માન્ય રહેશે. હું મારા વર્તનથી શરમાઉં છું. મારી કાચી બુદ્ધિના કારણે, આવું અયોગ્ય વર્તન થઈ ગયું છે... હું મારો રથ પાછો વાળું છું.” ધરણે કહ્યું : 'હું પણ મારા રથ પાછો વાળું છું. પરંતુ હમણાં મારો રથ નગરની બહાર જશે નહિ, અને દેવનંદીનો રથ નગરમાં પ્રવેશ કરશે નહિ. મારી એક શરત છે. અમે બંને કાલે જ પરદેશ જઈએ. આવતી મદન-ત્રયોદશી પૂર્વે જે વધારે ધનોપાર્જન કરીને આવે, તેનો રથ મદન-ત્રયોદશીના દિવસે પહેલો પ્રવેશ કરશે કે પહેલો બહાર નીકળશે.” પ્રતિનિધિમંડળે કહ્યું : “શ્રેષ્ઠીપુત્ર, આવું અભિમાન કરવું યોગ્ય નથી..” ધરણે કહ્યું : “એ સિવાય મારા મનને શાંતિ નહીં થાય.' પ્રતિનિધિઓએ કહ્યું : “જેમ મહાજન કહે તેમ કરો.' ધરણે કહ્યું : “મારી વાત તમે મહાજન સમક્ષ રજૂ કરો.' દેવનંદીએ કહ્યું : “મને પણ ધરણની વાત ગમી. મહાજનને વાત કરો. એમાં શો વાંધો છે?' “ભલે, અમે જઈને, મહાજનને વાત કરીએ છીએ. તમે રથ પાછા વાળો, પછી શ્રી સમરાદિત્ય મહાકથા ૮૫૭ For Private And Personal Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અમારી સાથે જ ચાલો. વાત તમારી હાજરીમાં કરવાથી કાર્ય સરળ થશે.’ ધરણે અને દેવનંદીએ પોત-પોતાના રથ પાછા વાળ્યા, અને રસ્તો ખુલ્લો થઈ ગયો. Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાજને ધરણના પિતા શ્રેષ્ઠી બંધુદત્તને બોલાવ્યા અને દેવનંદીના પિતા શ્રેષ્ઠી પંચનંદીને બોલાવ્યા. બંનેને, ધરણે મૂકેલી શરતની વાત કહી. તેઓએ પણ વાત માન્ય રાખી. મહાજને બંને શ્રેષ્ઠીઓને કહ્યું : ‘તમારે તમારા પુત્રોને કોઈ જાતની આર્થિક સહાય કરવાની નથી, એવી પ્રતિજ્ઞા કરો.’ બંને શ્રેષ્ઠીઓએ પ્રતિજ્ઞા કરી. પછી ધરણ અને દેવનંદીએ કહ્યું : ‘મહાજન તમને બંનેને પાંચ-પાંચ લાખ સોનામહોરોની કિંમતનો માલ વેપાર કરવા આપે છે. તમારે વેપાર કરીને, આવતી મદન-ત્રયોદશી પહેલાં આવી જવાનું. જે વધારે કમાઈને આવશે, તેનો રથ પહેલો જઈ શકશે.’ મહાજને દસ્તાવેજ તૈયાર કર્યો, ધરણ અને દેવનંદીએ દસ્તાવેજ ઉપર હસ્તાક્ષર કર્યા. નગરશેઠે પોતાના હસ્તાક્ષર કર્યાં. પછી એ દસ્તાવેજ બંધ કરી, તેના પર મહાજનની મુદ્રા છાપી, તેને મહાજનની પેઢીમાં સુરક્ષિત મૂકી દીધો. * ધરણે પોતાના સાથે સાથે, ઉત્તરાપથ તરફ પ્રયાણ કર્યું. ♦ દેવનંદીએ પોતાના સાર્થ સાથે, પૂર્વના દેશ તરફ પ્રયાણ કર્યું ધરણનાં લગ્ન એ જ નગરના કાર્તિક શેઠની પુત્રી લક્ષ્મી સાથે કરવામાં આવ્યા હતા. આ લક્ષ્મી એટલે રાજા વિજયનો જીવ. તેણે અસંખ્ય વર્ષ નરકમાં ઘોર દુઃખો સહ્યાં હતાં. તે પછી બીજી તિર્યંચ યોનિઓમાં ભયંકર ત્રાસ વેઠ્યા હતા. અગ્નિશર્માના ભવથી એ જીવે તીવ્ર કષાયનાં બીજ, પોતાના આત્મામાં વાવ્યાં હતાં. અહીં આ લક્ષ્મીના ભવમાં પણ, તે તીવ્ર કષાય લઈને જન્મી હતી. લક્ષ્મી પોતાની ઈચ્છાથી ધરણને પરણી ન હતી. તેનાં માતા-પિતાની ઈચ્છાથી તેનાં ધરણ સાથે લગ્ન થયાં હતાં. જ્યારથી એણે ધરણને જોયો, ત્યારથી એના ચિત્તમાં ધરણ પ્રત્યે દ્વેષ પેદા થઈ ગયો હતો. છતાં એણે પોતાની દ્વેષ-વાસના પ્રગટ નહોતી કરી, બહારથી એ પ્રેમભર્યો વ્યવહાર કરતી હતી. જ્યારે ધરણ એને નિષ્કપટ હૃદયથી ચાહતો હતો. લક્ષ્મીના સ્નેહમાં એને કોઈ શંકા હતી નહીં. એ એમ સમજતો કે ‘જેવી રીતે હું લક્ષ્મીને ચાહું છું, તેવી રીતે લક્ષ્મી મને ચાહે છે.' ૮૫૮ લગ્ન થયા પછી, દિનપ્રતિદિન ધરણ પ્રત્યે લક્ષ્મીનો દ્વેષ વધતો જ ગયો... ધરણને મારી નાખવાના વિચારો સુધી. એ અરસામાં ધરણને એક વર્ષ માટે ૫૨દેશ જવાનું નક્કી થયું. પહેલાં તો ધરણ અને દેવનંદીની પત્નીઓને સાથે જવાનું ન હતું. પરંતુ પાછળથી મહાજને જ નક્કી કર્યું, બંનેની પત્નીઓને સાથે મોકલવાનું. બંને ભાગ-૨ * ભવ છઠઠો For Private And Personal Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રેષ્ઠીપુત્રો હજુ પહેલા પડાવ પર જ હતા. બંને સ્ત્રીઓને ત્યાં મોકલી આપી. સાથે દાસ-દાસી પણ મોકલ્યાં. પોત-પોતાના પતિને મળીને, બંને સ્ત્રીઓ રાજી થઈ. લક્ષ્મીનો રાજીપો માત્ર દેખાવનો હતો. એનો આશય જુદો જ હતો. પહેલા મુકામ સુધી ધરણ અને દેવનંદી સાથે જ હતા. ત્યાંથી બંનેની દિશાઓ જુદી થઈ. ધરણ સાથે સાથે ઉત્તરાપથ તરફ આગળ વધ્યો. ૦ ૦ ૦ હર્યાભર્યા વનની વાટે સાથે ચાલ્યો જતો હતો. ધરણ વનની શોભા જોતો, ત્રણ દિશાઓમાં અવલોકન કરી રહ્યો હતો. ધરણે આ યાત્રામાં બે ધોડાની ગાડી પોતાના માટે પસંદ કરી હતી. ધરણની સાથે લક્ષ્મી બેસતી હતી. ઘોડાગાડી ધરણ પોતે જ ચલાવતો હતો. ક્યારેક લક્ષ્મી પણ અશ્વોની લગામ પોતાના હાથમાં લેતી હતી. ધરણની નજર, વૃક્ષોની ઘટામાં રહેલા એક પુરુષ પર પડી. તેણે ગાડી ઊભી રાખી. એ પુરુષની મુખાકૃતિ સૌમ્ય અને સુંદર હતી... તે જાણે આકાશમાં ઊડવાનો પ્રયત્ન કરતો હોય એ રીતે ઊંચો-નીચો થઈ રહ્યો હતો. ધરણે વિચાર્યું : “આ યુવાન કોઈ મુશ્કેલીમાં દેખાય છે? એને મળું.” તે ગાડીમાંથી નીચે ઊતર્યો અને પેલા યુવાન પાસે ગયો. ધરણે પૂછ્યું : હે યુવાન, પાંખ વિનાના ગરુડ-બચ્ચાની જેમ શા માટે ઊંચો-નીચો થાય છે? મને લાગે છે કે તું આકાશગમન કરવા ઈચ્છે છે.' યુવાને કહ્યું : હે ભદ્ર, તારું અનુમાન સાચું છે. હુવૈતાઢ્ય પર્વત પર આવેલા અમરપુરનગરનો વિદ્યાધરકુમાર છું. મારું નામ “હેમકુંડલ' છે. હે મિત્ર, તારી સુંદર મુખાકૃતિ અને મધુર વાણી તારી ઉત્તમતા દર્શાવે છે. માટે હું તને મારી યથાર્થ સ્થિતિ કહું છું. એક દિવસ મારા પિતાજીના પરમ મિત્ર વિદ્યુમ્માલી વિદ્યાધર અમારા મહેલમાં આવ્યા. તેઓ ઉદાસ અને ઉદ્વિગ્ન હતા. મારા પિતાજીએ એમના ખભા પર હાથ મૂકી પૂછ્યું : “મિત્ર, તારા મુખ પર આટલી બધી ઉદાસીનતા કેમ છે? ઉગ કેમ છે?” વિદ્યુનાલીએ કહ્યું : 'હું વિધ્ય પ્રદેશથી રવાના થયો. વચ્ચે ઉજ્જયિની નગરી આવી. ત્યાંના રાજા શ્રીપ્રભ મારા પરમ આત્મીય મિત્ર છે. તેથી તેમને મળવા માટે ઉજ્જયિનીમાં ઊતર્યો. રાજમહેલમાં ગયો. મને જોઇને, રાજા શ્રીપ્રભ હર્ષથી મને ભેટી પડ્યો... અને મને કહ્યું : “વિદ્યુમ્માલી, તમે ખરા અવસરે જ આવી ગયા છો. હું અને મારો પરિવાર અકથ્ય વેદના અનુભવી રહ્યા છીએ.' શાથી? એવી શી દુર્ઘટના બની?' પૂછયું. મિત્ર, સાંભળો મારી દુઃખની વાત. તમે મારી પુત્રી જયશ્રીને તો જોઈ છે. કોંકણ દેશના રાજાએ એના પુત્ર શિશુપાલ માટે જયશ્રીની માગણી કરી હતી. પરંતુ મેં ના પાડી હતી. તે પછી વત્સદેશના રાજપુત્ર વિજયકુમાર સાથે જયશ્રીનો સંબંધ કર્યો. શ્રી સમરાદિત્ય મહાકથા ૮૫e For Private And Personal Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધામધૂમથી લગ્નોત્સવ ઊજવાઈ રહ્યો હતો ત્યારે કોંકણના રાજપુત્ર શિશુપાલે, આકાશમાર્ગે આવીને, રાજમાર્ગ પરથી જયશ્રીનું અપહરણ કર્યું. નગરમાં હાહાકાર થઈ ગયો. “રાજપુત્રીને કોઈ રાજકુમાર ઉપાડી ગયો... વિમાનમાં નાખીને લઈ ગયો... કોઈ બચાવો રાજકુમારીને...” લગ્ન કરવા આવેલા વિજયકુમારે વાત સાંભળી. વાત સાંભળતાં જ એક હાથમાં ભાલો અને બીજા હાથમાં તલવાર લઈ વિમાનમાં આકાશમાર્ગે ઊડ્યો. તેણે શિશુપાલને પકડ્યો... જયશ્રીને તેણે કહ્યું : “હે પ્રિયે, હું આવી ગયો છું. તું રો નહીં. આ દુષ્ટને હિણી, તને લઈ જઈશ.' શિશુપાલ અને વિજયકુમારનું આકાશમાં યુદ્ધ જામ્યું. વિજયકુમારે ભાલાનો ઘા કરી, શિશુપાલના કવચને વીંધી નાખ્યું. શિશુપાલે બરછીનો ઘા કર્યો. વિજયે વચ્ચેથી ઘાને નિષ્ફળ બનાવી દીધો... છલાંગ મારી, એ શિશુપાલના વિમાનમાં કૂદી પડ્યો. તલવારનો એક ઘા કરી, શિશુપાલનો એક હાથ કાપી નાખ્યો. જયશ્રીને કહ્યું : “તું મારા વિમાનમાં કૂદી પડ...” જ્યાં વિજયની દૃષ્ટિ જયશ્રી તરફ વળી કે શિશુપાલે વિજયના શરીર પર એક પછી એક ખગ્નના ત્રણ પ્રહાર કરી દીધા... વિજયના શરીરમાંથી લોહીની ધારાઓ વહેવા લાગી. છતાં એણે હિંમત ના હારી, જેટલી તાકાત હતી, તે બધી ભેગી કરીને, તેણે શિશુપાલ પર તલવાર ઝીંકી દીધી. ડાબે ખભેથી કમરના જમણાં ભાગ સુધી શિશુપાલ ચિરાઈ ગયો. વિજય કૂદીને પોતાના વિમાનમાં આવી ગયો. જયશ્રીએ વિમાનને શીધ્ર ગતિથી, ઉજ્જયિની તરફ હંકારી દીધું. તેઓ આવી તો ગયાં, પરંતુ વિજયના શરીર પર જે ઘા લાગ્યા છે, તે જોતાં ધ્રુજારી છૂટે છે. મને નથી લાગતું કે તે જીવે. બીજી બાજુ જયશ્રીએ પ્રતિજ્ઞા કરી છે કે - “તેઓ ભોજન નહીં કરે ત્યાં સુધી હું પણ ભોજન નહીં કરું. અને તે દન વદને, કુમાર વિજયના પલંગ પાસે બેઠી છે. અનેક ઔષધોપચારો થઈ રહ્યા છે...” આ મારા ઉગનું કારણ છે.” વિદ્યુમ્માલી વિદ્યાધરે મારા પિતાજીને, પોતાના ઉદ્વેગનું કારણ કહ્યું. પિતાજીએ કહ્યું : “મિત્ર, આ સંસાર આવો જ છે. સંસારમાં કર્મો જીવોને નચાવે છે, માટે તું ખેદ ના કર.” વિદ્યુમ્માલીએ કહ્યું : “હું જયશ્રીના દુઃખે દુઃખી છું... વિજયકુમારના દુઃખે દુઃખી છું... કોઈ ઉપાય મળી જાય... અને કુમાર બચી જાય... તો જયશ્રીનું સૌભાગ્ય અખંડ રહે.” મિત્ર, તારી ભાવના સારી છે. બીજાઓનું દુઃખ દૂર કરવા, આપણે પ્રયત્ન પણ કરવો જોઈએ.” પિતાજી સાથેની વિદ્યુમ્ભાલીની વાત હું સાંભળતો હતો. મારા હૃદયમાં પરાક્રમી વિજયકુમારને બચાવવાની ભાવના જાગી. હું આગલા દિવસે જ મારા મિત્ર ગંધર્વરતિને મળવા હિમાવાન પર્વત ઉપર ગયો હતો. જે ગુફામાં અમે બંને ઊભા હતા, ત્યાં ભાગ-૨ # ભવ છછૂંદો ૮90 For Private And Personal Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઊગેલી મહૌષધિ, દેખાડીને મને ગંધર્વતિએ કહ્યું હતું : ‘હેમકુંડલ, જ્ઞાની પુરુષો કહે છે તે સાચું છે કે ‘મણિ-મંત્ર અને ઔષધિઓનો પ્રભાવ અચિંત્ય હોય છે.’ જો આ ઔષધિ એવી પ્રભાવશાળી છે કે માણસનાં હાડકાં ચિરાઈ ગયાં હોય અથવા તલવાર વગેરે શસ્ત્રોના તીવ્ર ધા વાગ્યા હોય, તેના પર આ ઔષધિ-ધોયેલું પાણી રેડવામાં આવે તો તરત જ રૂઝ આવી જાય છે અને વેદના શાન્તે થઈ જાય છે.’ Acharya Shri Kailassagarsuri Gyanmandir મેં કહ્યું : ‘અદ્ભુત ઔષધિ કહેવાય.' પરંતુ એ ઔષધિ લેવાનો મને વિચાર ના આવ્યો, આપવાનો વિચાર મારા મિત્રને ના આવ્યો. પરંતુ વિદ્યુન્નાલીની વાત સાંભળી, વિજયકુમારને બચાવવા હું પાછો હિમવાન પર્વત ઉપર ગયો. મિત્ર ગંધર્વરતિને બધી વાત કરી. એણે મને પેલી ઔષધિ આપી. એ ઔષધિ લઈને, હું હિમવાન પર્વત પરથી નીચે ઊતર્યો અને તીવ્ર ગતિથી આકાશમાર્ગે અહીં આવી ગયો. ખૂબ થાકી ગયો હતો. આ વૃક્ષઘટામાં આરામ કરવા પ્રવેશ્યો. શૌચ કરી, શાન્તિથી બેઠો, પણ મને ચેન પડતું ન હતું. વિલંબ કરવાથી કદાચ વિજયકુમાનું મૃત્યુ થઈ જાય...' એટલે થાકેલો હોવા છતાં ઊડવા માટે તૈયાર થયો. મેં મારી આકાશગામિની વિદ્યાનું સ્મરણ કર્યું... પરંતુ હાય... રે દુર્ભાગ્ય... મને વિઘા યાદ જ નથી આવતી. ઊડવા માટે ઊંચો-નીચો થાઉં છું...’ ધરણે વિદ્યાધરકુમાર હેમકુંડલની આપવીતિ સાંભળી. હેમકુંડલે કહ્યું : ‘સમયસર મારા નહીં પહોંચવાથી, ઉજ્જયિનીમાં વિજયકુમારનું મૃત્યુ થઈ જશે... એની પાછળ જયશ્રી પણ આત્મહત્યા કરી નાખશે... મને આ વાતનું પારાવાર દુઃખ છે. જોકે મેં એ બંનેને જોયાં નથી કે મારે કોઈ સંબંધ નથી. પરંતુ મારા પિતાના પરમ મિત્ર વિષ્ણુન્નાલીના મિત્રની એ પુત્રી છે... ને દુઃખી છે એટલું જ હું જાણું છું. દુઃખીનાં દુઃખ દૂર કરવાની આપણી શક્તિ હોય તો આપણે પ્રયત્ન કરવો જોઈએ... આ તો હું અધવચ્ચે ફસાઈ ગયો. વિજયને બચાવવાની ઔષધિ મારી પાસે હોવા છતાં હું એને બચાવી નહીં શકું... આ વાતનું મારા હૈયે દુઃખ છે.’ ધરણે કહ્યું : ‘હે ઉપકારી કુમાર, તમે આકાશગામિની વિદ્યા ભૂલી ગયા છો, એને યાદ કરવાનો શો ઉપાય?’ શ્રી સમરાદિત્ય મહાકથા મને કોઈ ઉપાય જડતો નથી.... તને આકાશગામિની વિદ્યાનાં થોડા પદ પણ યાદ હશે ને?’ ‘હા, એકાદ-બે પદ જ યાદ નથી આવતાં...’ ‘તો તું જેટલાં પદ યાદ હોય તે બોલ...’ હેમકુંડલ બોલ્યો. “પદાનુસા૨ી લબ્ધિ”દ્વારા ધરણે ભુલાયેલાં પદ મેળવી આપ્યાં. હેમકુંડલ હર્ષથી ધરણને ભેટી પડ્યો. For Private And Personal Use Only ૮૧ Page #368 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir I[૧ર૭] ઉત્તમ પુરુષો ઉપકારીના ઉપકારનો બદલો વાળ્યા વિના રહી શકતા નથી. હેમકુડંલે ધરણને કહ્યું : “મિત્ર, તેં મારા પર કેવો મોટો ઉપકાર કર્યો? મારા પર જ નહીં, ઉજ્જયિનીની રાજકુમારી ઉપર અને એના પતિ વિજયકુમાર ઉપર ઉપકાર કર્યો છે. કહે, હું તારું શું પ્રિય કરું?' ધરણે કહ્યું : “એક શ્રેષ્ઠ પુરુષને છાજે એવું કાર્ય તેં કર્યું છે. તું શીર્ઘ રવાના થા. રાજકુમાર પાસે જઈ આષધ-પ્રયોગ કરી, તારી ઈચ્છા પૂર્ણ કર.” હેમકુંડલ, ધરણની નિઃસ્પૃહતા જોઈ અત્યંત પ્રસન્ન થઈ ગયો. તેણે કહ્યું : “આ ઔષધિનો એક ટુકડો તને આપું છું. તારી પાસે રાખજે. ક્યારેક પરોપકારમાં ઉપયોગી બનશે...' ધરણની ઈચ્છા એ લેવાની ન હતી, પરંતુ જો હું નહીં લઉ તો આ વિદ્યાધરકુમારને દુઃખ થશે.” એમ સમજીને એણે એ ષધિનો ટુકડો લઈ લીધો. બંને મિત્રો ભેટ્યા. છે. હેમકુંડલ આકાશમાર્ગે ચાલ્યો ગયો. ધરણ પોતાના સાથે સાથે આગળ વધ્યો. ૦ ૦ ૦ કેટલાક દિવસો સુધી, કોઈ જ વિપ્ન વિના ધરણનો સાથે ચાલતો રહ્યો. એક દિવસ સાથે એક પર્વતની તળેટીમાં જઈ પહોંચ્યો. પર્વત પરથી વહેતી એક નદી તળેટી પાસેથી પસાર થતી હતી. નદીનો કિનારો રમણીય હતો. અનેક પ્રકારનાં વૃક્ષોથી કિનારો છવાયેલો હતો. ધરણે એ પ્રદેશમાં સાર્થનો પડાવ નાખ્યો. સાર્થના માણસો ભોજન-પાણીની તૈયારી કરવા લાગ્યા. લક્ષ્મી એ બધા માણસ પર ધ્યાન રાખતી, ફરવા લાગી, ઘરણ નદીકિનારા તરફ ફરવા માટે ગયો. ફરતાં ફરતાં એણે એક ભીલ યુવકને જોયો. તેનું શરીર મેઘ જેવું શ્યામ હતું. તેણે પોતાના લાંબા વાળની જટા બાંધી હતી. જટા પર વેલ વીંટાળી હતી. શરીર પર વલ્કલ પહેર્યા હતાં અને એના હાથમાં ધનુષ્ય-બાણ હતાં. એની આસપાસ દસ-બાર શિકારી કૂતરા ઊભા હતા.. આશ્ચર્ય તો એ હતું કે એ ભીલકુવક રડી રહ્યો હતો. સ્વાભાવિક રીતે વનવાસી ભીલો કષ્ટોને સહનારા અને હમેશાં આનંદી સ્વભાવના હોય છે. ધરણે ભલયુવક સામે જોયું. ભીલ યુવકે ધરણ સામે જોયું. ધરણે સંકેત કરી ભીલયુવકને પોતાની પાસે બોલાવ્યો. “અરે વનવાસી, તું કેમ રડે છે?” ભાગ-૨ જ ભવ છઠ્ઠઠો ૮૨ For Private And Personal Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હે આર્ય, અમારી પલ્લી પર મોટી આપત્તિ આવી ગઈ છે. અમારા પલ્લીપતિ કાલસેન ઉપર, સિંહે પાછળથી આવીને, આક્રમણ કર્યું... અને માથું ફાડી નાખ્યું છે. જોકે પલ્લીપતિએ પાછા ફરીને, સિંહ પર કટારીનો ઘા કરી, સિંહને મારી નાખ્યો છે. પરંતુ તેઓ પોતે પણ મરણાસન છે. હું નહીં જીવી શકું.’ એમ માનીને, તેઓ અગ્નિપ્રવેશ કરવા તૈયાર થયા છે... આ વાત તેમની ગર્ભવતી પત્નીએ જાણી, તો તે પણ પલ્લી પતિની સાથે જ અનિપ્રવેશ કરવા તૈયાર થઈ છે. પલ્લીપતિએ ના પાડી, અન્ય સાથીઓએ ના પાડી, છતાં એ માનતી જ નથી....' પલ્લીપતિએ મને કહ્યું : “એને એના પિતા જ સમાવી શકશે. માટે તું જા અને ભીલડીના પિતાને બોલાવી લાવ.” હે આર્ય, હું પલ્લીપતિના સસરાને બોલાવવા જાઉં છું, પરંતુ મને નથી લાગતું કે પિતાની વાત પણ દીકરી માને... અને નહીં માને તો કેવો અનર્થ થશે? કોઈ ઉપાય સૂઝતો નથી. મન દુઃખથી ભરાઈ ગયું છે... માટે રુદન કરી રહ્યો છું. બીજું શું કરું?' ભીલકુમાર, શાન્ત થા. તારા પલ્લીપતિને બચાવવા હું પ્રયત્ન કરીશ. કદાચ એ જીવી જશે. ચાલ, મને પલ્લીપતિ પાસે લઈ ચાલ.' આ વાત ચાલતી હતી ત્યાં બીજા ભીલકુમારો પણ ત્યાં આવી પહોંચ્યા. કુમારની વાત સાંભળી, સૌ હર્ષિત થઈ ગયા, ભીલકુમારે કહ્યું : “હે આર્ય, આપની આકૃતિ જ કહે છે કે આપ ભગવાનના અવતાર છે. અમારા પલ્લીપતિ, અવશ્ય આપની વાત માનશે અને આપ એમને સારા કરી શકશો.' ભીલકુમારીની સાથે ધરણા ચાલ્યો. ધરણે કહ્યું : “આપણે જલદી પહોંચવું જોઈએ ને તે માટે કોઈ ઘોડો. ખચ્ચર.. કે એવું કોઈ વાહન જોઈએ.' તરત જ એક ભીલકુમાર જંગલમાં ગયો અને એક ખચ્ચરને પકડી લાવ્યો. ધરણ ખચ્ચર પર બેઠો. આગળ આગળ ભીલકુમારો દોડવા લાગ્યા અને પાછળ પાછળ ધરણનું ખચ્ચર દોડવા લાગ્યું. ભીલકુમારની સાથે ચાલતા પોતાના સાર્થના કેટલાક પુરુષોને ધરણે બોલાવી લીધા હતા. તેઓ ધરણની પાછળ દોડી રહ્યા હતા. સહુ પલ્લીમાં પહોંચ્યા. વડના ઝાડ નીચે પલ્લીપતિ કલાસે ન બેઠો હતો. એનું સંપૂર્ણ શરીર લોહીથી ખરડાયેલું હતુંએનું માથું ચિરાઈ ગયું હતું. તેણે ઝાડના થડનો ટેકો લીધો હતો. એની બાજુમાં જ, એની ગર્ભવતી પત્ની બેઠી હતી. તેની આંખોમાંથી અવિરત આંસુ વહી રહ્યાં હતાં. ભીલપુવાને પલ્લીપતિની પાસે બેસીને, ધરણની વાત કરી. “ખરેખર, આ પરોપકારી મહાપુરુષ છે... ભગવાનનો અવતાર છે, હે નાથ એ આપને બચાવી લેશે.' પલ્લીપતિએ આંખો ખોલી. પૂરી ના ખૂલી., સહેજ ખૂલી... તેણે ધરણને જોયો... એ ઊભો થવા શ્રી સમરાદિત્ય મહાકથા ૮63 For Private And Personal Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગયો.... પણ જમીન પર પટકાઈ ગયો. ભીલયુવાનોએ તેને ભૂમિ પર સુવાડી દીધો. ધરણે ભીલ યુવાનોને કહ્યું : શીધ્ર પાણી લાવો.' નલિનીપત્રના પડિયામાં પાણી લાવ્યા. ધરણે તેમાં ઔષધિ નાખી. બે-ચાર ક્ષણ આંખો બંધ કરી, એકાગ્ર મનથી ભાવના ભાવી : “આ ઔષધિના પ્રભાવથી પલ્લીપતિના બધા જ ઘા રુઝાઈ જાઓ..' તેણે પાણી ધીરે ધીરે પલ્લીપતિના ઘા ઉપર રેડવા માંડ્યું. મસ્તકે રેડ્યું. શરીર પર છાંટ્યું... બે-ચાર ક્ષણમાં જ એના ઘા રુઝાઈ ગયાં. ઘાના ડાધ પણ રહ્યા નહીં. પલ્લીપતિ બેઠો થયો. પહેલાં કરતાં એનું રૂપ પણ વધી ગયું. પલ્લીપતિની પત્ની અત્યંત હર્ષિત થઈ ગઈ. પલ્લીપતિ ધરણનાં ચરણોમાં પડી ગયો. હે આર્ય, આપે મને તો નવું જીવન આપ્યું, મારી પત્નીને અને ભવિષ્યમાં જનમનાર બાળકને પણ જીવનદાન આપ્યું છે. હે મહાપુરુષ, આપના આ મહાન ઉપકારનો બદલો અમે કેવી રીતે વાળી શકીશું? આપ હવે વિશ્વાસ રાખજો કે અમે જીવનપર્યત આપના દાસ છીએ. અમારા જીવન ઉપર આપનો અધિકાર રહેશે. હે દેવ, મને આજ્ઞા આપો, હું આપનું શું પ્રિય કરું?' વીર પુરુષ, મારી એક વાત માનજો, સર્વ જીવો પર દયા રાખજો. કોઈ નિરપરાધી જીવને હણશો નહીં.” હે દેવ, આજથી શિકાર નહીં કરવાની પ્રતિજ્ઞા કરું છું.” ઉત્તમ, તમે મારી ઈચ્છા મુજબ પ્રતિજ્ઞા કરી. મને આનંદ થયો. હવે મને અનુમતિ આપો, હું મારા સાર્થમાં જઈશ.' પલ્લીપતિ સ્વયં ધરણ અને એના સાર્થના માણસોને પહોંચાડવા ગયો. પહોંચાડીને ધરણને પ્રણામ કરી, તે પાછો વળ્યો. ધરણે સાથે સાથે આગળ પ્રયાણ કર્યું. તેને ઉત્તરાપથના અચલપુર નગરમાં જવું હતું. એ કાળે અચલપુર, ઉત્તરાપથનું મોટું વેપારનું મથક હતું. એટલે અચલપુર તરફ તેણે ઝડપથી પ્રયાણ આદર્યું. અમાવસ્યાનો દિવસ હતો. ધરણે ઉપવાસ કર્યો હતો. “આયામુખી' નામના નાના ગામડાના પાદરે સાર્થનો પડાવ પડેલો હતો. ધરણ પડાવની પાસે જ, એક વૃક્ષની છાયામાં બેઠો હતો. ત્યાં તેણે “મને છોડાવો, મને બચાવો.” એવો કરુણ અવાજ સાંભળ્યો. અવાજની દિશામાં તેણે જોયું. રાજપુરુષો એક યુવકને પકડીને, લઈ જતા હતા. યુવકને લાલ રંગે રંગવામાં આવ્યો હતો, એના ખભે મોટી છૂળી હતી. તેની આગળ ઢોલ વાગતું હતું. એ યુવક સાથેની નજીક આવ્યો ત્યારે મોટા સ્વરે બોલવા લાગ્યો : “હે સાર્થના ભાઈઓ, ૮૬૪ ભાગ-૨ # ભવ છઠો For Private And Personal Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મારી વાત સાંભળો : ‘હું મૌર્ય નામનો ચંડાલપુત્ર છું. હું ‘મહાશર’ ગામનો નિવાસી છું. કંઈક કામથી હું કુશસ્થળ તરફ જતો હતો, ત્યાં આ રાજપુરુષોએ મને પકડ્યો. સાચો ચોર તો છટકી ગયો... એના બદલે મને અભાગીને પકડી લીધો. હે આર્ય, હું તમારા શરણે આવ્યો છું. મને છોડાવો. વગર અપરાધે અમારા પૂર્વપુરુષોની નિષ્કલંક કીર્તિને ઝાંખપ લાગે છે... એનું મને પારાવાર દુઃખ લાગે છે.’ ચાંડાલ યુવકની વાત સાંભળીને, ધરણને એના પર દયા આવી ગઈ. તેણે રાજપુરષોને કહ્યું : ‘તમે બે ઘડી ઊભા રહો... હું આ નિર્દોષ યુવાનને મુક્ત કરવા, માહારાજાને વિનંતી કરીને આવું.' રાજપુરુષોએ ધરણને કહ્યું : ‘તો તમે જલદી કરો. અમે અહીં જ ઊભા છીએ.’ ધરણે રાજાને ભેટ આપવા, લક્ષમૂલ્યની મોતીની માળા લીધી અને શીઘ્ર રાજા પાસે પહોંચ્યો. રાજાને પ્રણામ કરી, તેણે ચાંડાળ યુવાનની વાત કરી અને મોતીની માળા ભેટ આપી. ‘હે સાર્થવાહ, તારી વાત હું માનું છું. એ યુવાનને મુક્ત કરવા, હું હમણાં જ મારો દૂત મોકલું છું.' ‘મહારાજા, આપે મારા પર મહાન કૃપા કરી.’ ચાંડાળ યુવાન મુક્ત થયો. રાજપુરુષોને ધરણે ભેટો આપીને, ખુશ કર્યાં. ચાંડાળ યુવાનને ખાવા માટે ભાતું આપ્યું. યુવાને ધરણનાં ચરણોમાં પ્રણામ કર્યાં અને પોતાના ગંતવ્ય તરફ ચાલ્યો ગયો, એક અજાણ્યા... ચાંડાળ યુવાનને શૂળી પર ચઢતો બચાવીને, ધરણ અને સાર્થના પુરુષોએ આનંદ અનુભવ્યો. સાર્થના પુરુષોએ ધરણની ખૂબ પ્રશંસા કરવા માંડી. ધરણની પત્ની લક્ષ્મી, ધરણની પ્રશંસા સાંભળીને, અકળાવા લાગી. દિનપ્રતિદિન તેના મનમાં ધરણ પ્રત્યે દ્વેષ વધતો ચાલ્યો. જ્યારે સાર્થ અચલપુર પહોંચ્યો ત્યારે લક્ષ્મી ધરણને મારવાની યોજના વિચારવા લાગી. અચલપુર પહોંચીને ધરણે, પોતાની સાથે આવેલા વેપારીઓને કહ્યું :‘હે સજ્જનો, અહીં તમે પોત-પોતાનો વેપાર કરો. જે માલ તમારી પાસે છે, તે વેચો અને પછી જે માલ અહીં ખરીદવો હોય, તે ખરીદો... આપણે અહીં ચાર-છ મહિના રોકાઈશું.' ધરણે અચલપુરમાં એક હવેલી ભાડે લઈ લીધી, લક્ષ્મીએ ઘર વસાવી દીધું. પોતાનો માલ એણે હવેલીમાં વ્યવસ્થિત ગોઠવી દીધો. નગરમાં વેપાર કરવા, નગરના રાજાની અનુમતિ લેવી પડતી હતી. ધરણ એક રજતના થાળમાં મૂલ્યવાન રત્નો લઈને, રાજસભામાં ગયો. રાજાને પ્રણામ કરી, શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only ૮૫ Page #372 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રત્નોનો થાળ ભેટ આપ્યો. રાજાએ ધરણને, વેપાર કરવાની પરવાનગી આપી. ધરણે પોતાનો માલ વેચવા માંડ્યો. એનો ધંધો ખૂબ સારો ચાલવા લાગ્યો. બીજી બાજુ લક્ષ્મી ધરણને કેવી રીતે મારવો, એની ગડમથલ કરવા લાગી. ઝેર આપીને મારી નાખું તો? હું એને રોજ સવારે સાકર, બદામ, પીસ્તા નાખીને દૂધ આપું છું. એ તરત જ પી જાય છે. પરંતુ.. એ મરી જાય... પછી આ પરદેશમાં હું એકલી પડી જાઉં... આટલી બધી સંપત્તિને હું કેવી રીતે સાચવી શકું? કદાચ કોઈને ખબર પડે.. તો મને મારીને, બધી સંપત્તિ લઈ જાય.. કદાચ મને મારે નહીં.. તો પણ હું દરિદ્ર બની જાઉં.... ના, ના, હમણાં એને મારવો નથી. પણ હું એને ગમે ત્યાં ગમે ત્યારે મારીશ... ત્યારે આમ જ બનવાનું ને? મારે હિંમત કરવી જોઈએ... પરંતુ હિંમતની સાથે સાથે મારે સાર્થના જ કોઈ યુવાનને મારા મોહમાં ફક્સાવવો જોઈએ.. કે જેથી, આ ધરણના મૃત્યુ પછી, હું એના સહારે જીવી શકું અને સ્વચ્છંદપણે વૈષયિક સુખો ભોગવી શકું.' તેણે સાર્થના એક યુવાન સાથે પરિચય વધાર્યો. ધરણને ખબર ના પડે, એ રીતે એને સોનામહોરો આપવા માંડી. પેલો યુવાન લક્ષ્મીને વધુ ને વધુ ચાહવા લાગ્યો. એક દિવસ લક્ષ્મીએ પોતાની યોજના યુવાનને કહી દીધી. પેલો ચમક્યો. એને લક્ષ્મીની ચાલનો ખ્યાલ આવી ગયો. એના મનમાં ધરણ માટે પ્રેમ હતો, ધરણની પરોપકારની ભાવના અને પરોપકારનાં કામ જોયાં હતાં. જ્યારે પલ્લીપતિ કાલસેનને ધરણે સાર કર્યો હતો ત્યારે આ યુવાન ધરણની સાથે હતો. ચાંડાલપુત્રને બચાવ્યો ત્યારે પણ આ યુવાન હાજર હતો. એવા ધરણને પ્રયોજન વિના મારવાની વાત, યુવાનને ગમી નહીં. તેણે લક્ષ્મીને પૂછ્યું : પ્રિયે, ધરણને મારવાનું કોઈ પ્રયોજન?” “મને એ ગમતો નથી, એ જ પ્રયોજન.' ધરણ ગમતો નથી? એના જેવો ગુણવાન અને પરોપકારી પુરુષ, સાર્થમાં બીજો કોઈ નથી.. વળી રૂપવાન પણ છે... એવો પતિ નહીં ગમવાનું કોઈ કારણ? એનો જોઈએ એટલો પ્રેમ મને નથી મળતો...” તેં એને કહ્યું હશે ને?” ઘણું કહું છું, પરંતુ એ એના ધંધામાં જ રચ્યોપચ્યો રહે છે. દિવસે ધંધો અને રાત્રે થાક્યો-પાક્યો આવીને, જમીને ઊંઘી જાય છે... મારી સાથે એકાદ ઘડી વાતો પણ કરતો નથી... આવા પતિની સાથે મારું યૌવન કેવી રીતે વિતાવી શકાય? હું મારું યૌવન નિષ્ફળ કરવા નથી ઈચ્છતી માટે તારી સાથે મેં પ્રેમ કર્યો છે....” ભલે, પ્રેમ કરીએ. પણ ધરણને મારવાની વાત ભૂલી જા.' 099 ભાગ-૨ # ભવ છેઠો For Private And Personal Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મને ચોરી-છૂપીથી પ્રેમ કરવો ગમતો નથી. એનો કાંટો દૂર થઈ જાય... પછી આપણે બે પ્રેમના મુક્ત ગગનમાં ઊડીશું. આટલી બધી સંપત્તિ પછી આપણી થઈ જશે... તારે જીવનમાં કમાવાની જરૂર નહીં પડે...” હું વિચારીને તને કાલે કહીશ.' ભલે, કાલે કહેજે, પરંતુ કામ હું કહું, તે કરવાનું છે. મને વચન આપ...” તું જે કામ ઈચ્છે છે, એ અંગે મારે વિચારવું પડશે...' ૦ ૦ ૦ યુવાન ચાલ્યો ગયો. પણ એના મનમાં ભારે ગડમથલ શરૂ થઈ ગઈ. “આ સ્ત્રી જો આવા ધરણ જેવા પતિને પણ મારવાની વાત કરે છે. તો ક્યારેક એ મને પણ મારી શકે! હું ધરણ જેવો રૂપવાન પણ નથી. ધરણ જેવો પરાક્રમી પણ નથી.... એનો સ્વાર્થ પતે.. પછી એ ડાકણનું રૂપ કરી શકે. મારે એના મોહપાશમાંથી છૂટવું જોઈએ. એટલું જ નહીં, ધરણને પણ સાવધાન કરી દેવો જોઈએ. પરંતુ ધરણને હું કેવી રીતે વાત કરું?” યુવાન મૂંઝાયો. તે ધરણ પાસે ગયો. તેણે કહ્યું : "કુમાર, મારો વેપાર પૂરો થઈ ગયો છે. મારી ઈચ્છા જલદી ઘરે પહોંચવાની છે. કોઈ સાર્થ જતો હોય...' અરે કુશળ, તારો વેપાર થઈ ગયો, ભલે થઈ ગયો. મારો વેપાર હજુ ચાલુ છે. તું મારી સાથે જોડાઈને, મને ઉપયોગી થા... આપણે પણ હવે જલદી સ્વદેશ તરફ પ્રયાણ કરવું જ છે...” કુશળ ના કહી શક્યો... લક્ષ્મીની વાત કહેવા એની જીભ જ ના ઊપડી. કુશળ ધરણની હવેલીમાં જવાનું બંધ કર્યું. લક્ષ્મીને બીજો કોઈ ઉપાય ના જડ્યો... તે સમસમીને બેસી રહી. 0 0 0 ધરણે અઢળક ધન ઉપાર્જન કર્યું. એક ક્રોડ સોનામહોરો કમાઈ લીધી. સ્વદેશમાં વેપાર કરવા માટે જે માલ લેવા જેવો હતો, તે ખરીદી લીધો. પોઠો ભરી ગાડાં ભર્યા. નગરમાં રહેલા પોતાના સાર્થના માણસોને ભેગા કર્યા અને કહ્યું : “ભાઈઓ, આપણે અહીં ઘણું કમાયા, છતાં તમારામાંથી કોઈ ના કમાયું હોય તો મને કહેજો. હું તેમને લાખ લાખ સોનામહોરો આપીશ.... આપણે આવતી કાલે સવારે સ્વદેશ તરફ પ્રયાણ કરવાનું છે.” ( ૬ ક શ્રી સમરાદિત્ય મહાકથા ૮૭ For Private And Personal Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [l[૧૮ ઘન-સંપત્તિથી પરિપૂર્ણ, ધરણનો સાર્થ “કાદંબરી' નામની અટવામાં આવી પહોંચ્યો. કાદંબરી અટવીમાં હજારો આમ્રવૃક્ષો તથા ચંદનનાં વૃક્ષો હતાં. હજારો સિંહ-વાઘ-ભેંસમ્બળદ અને હરણ વગેરે પશુઓ હતાં. વૃક્ષો પર વાનરોનાં ટોળાંઓ કિકિયારીઓ કરી રહ્યાં હતાં. પક્ષીઓનો કલરવ થઈ રહ્યો હતો. સિંહની ગર્જનાઓ હતી. મદોન્મત્ત હાથીઓનાં ટોળાં યથેચ્છ ભ્રમણ કરતાં હતાં. કાદંબરી અટવીને એક પર્વતમાળાએ બે ભાગમાં વહેંચી નાખી હતી. અટવીના મધ્ય ભાગમાં નિર્મળ જળથી ભરેલું એક સરોવર હતું. ધરણકુમારે, એ સરોવરના કિનારે સાર્થનો પડાવ નાખ્યો હતો. સાર્થના લોકોએ સરોવરમાં સ્નાન કર્યું. સંધ્યાકાલીન ભોજન કર્યું અને સહુ સ્વસ્થ બન્યા. રાત્રિ અહીં અટવીમાં જ પસાર કરવાની હતી, એટલે ચારે દિશામાં યોગ્ય સ્થાનોમાં રક્ષકોની ચોકીઓ સ્થાપિત કરી દીધી. રક્ષકો શસ્ત્રસજ્જ બની, સાર્થની રક્ષા માટે. ગોઠવાઈ ગયા. ધરણકુમાર વગેરે સહુ નિશ્ચિત બની, નિદ્રાધીન બન્યા.. રાત્રિના ત્રણ પ્રહર નિર્વિઘ્ન પસાર થઈ ગયા, પરંતુ ચોથો પ્રહર શરૂ થતાં જ ભીલ-ડાકુઓ સાર્થ પર તૂટી પડ્યા. સર્વ પ્રથમ તેમણે રક્ષકોને પકડી લીધા. કેટલાકને ઘાયલ કરી દીધા.... અને પછી મારો લૂંટી લો...' ના પોકારો પાડતા સાર્થ ઉપર ત્રાટક્યા. સ્ત્રીઓ રુદન કરવા લાગી. પરંતુ સાર્થના પુરુષો સફાળા જાગી ગયા. ધરણ પણ જાગી ગયો. દરેક પુરુષની પાસે શસ્ત્ર તો રહેતું જ હતું. શસ્ત્ર લઈને, પુરુષોએ બહાદુરીથી ભીલોનો સામનો કરવા માંડ્યો. ખૂબ વીરતાથી લડીને, તેમણે ભીલના ટોળાને ભગાડી મૂક્યું. પરંતુ લડાઈમાં સાર્થના ઘણા માણસો મરી ગયા. ભીલો ફરીને એકત્રિત થયા. ફરીથી તેમણે સાર્થ પર આક્રમણ કરી દીધું. એ વખતે લક્ષ્મી ધરણની પાસે આવી, વળગી પડી. “નાથ, મને ખૂબ ભય લાગે છે. મને અહીંથી દૂર લઈ ચાલો.” ધરણે વિચાર્યું : “હવે અત્યારે ડાકુઓ વધારે છે, અમે થોડા છીએ. અવશ્ય હારવાના... પછી એ ડાકુઓ સ્ત્રીઓ પર પણ હુમલો કરે તો? ધન-સંપત્તિ લઈ જાય ભલે લઈ જાય, પરંતુ મારે લક્ષ્મીને લઈને, અહીંથી ભાગી છૂટવું જોઈએ.” ધરણે લક્ષ્મીને કહ્યું : “દેવી, ચિંતા ના કર. હું જીવું છું. ત્યાં સુધી તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં, ચાલ, આ ઉત્તર દિશા તરફ જઈએ.' ધરણે હાથમાં ધનુષ્ય૮૬૮ ભાગ-૨ # ભવ છઠુઠો For Private And Personal Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાણ લીધાં અને ભીલોની નજર ના પડે, એ રીતે એ સાવધાનીથી ઉત્તર દિશા તરફ ચાલ્યો ગયો. લક્ષ્મીને કહ્યું : ‘ભીલો આ બાજુ પ્રાયઃ નહીં આવે.' ઉત્તર દિશામાં એ આગળ વધ્યો... બીજી બાજુ ભીલોએ સાર્થના પુરુષને ઘેરી લઈ, દોરડાંથી એ બધાને બાંધી લીધા. બધી જ ધન-સંપત્તિ પર કબજો કરી તેનાં પોટલાં બાંધ્યાં. ભીલ-ડાકુઓએ એ પોટલાં ઉપાડી લીધાં અને પોતાની પલ્લી તરફ ચાલ્યા. હર્ષની ચિચિયારીઓ થવા લાગી. ભીલ-ડાકુઓ એમના સેનાપતિ પલ્લીપતિ કાલસેનની પાસે આવ્યા. લૂંટનો બધો જ માલ પલ્લીપતિની સામે મૂકી દીધો અને બંધક પુરુષોને સામે ઊભા કરી દીધા. ડાકુઓએ કહ્યું : ‘અમે આજે એક સાથે લૂંટ્યો અને સાર્થના આટલા પુરુષોને બંધક બનાવ્યા છે.’ કાલસેને પૂછ્યું : ‘તમે કોનો સાર્થ લૂંટ્યો? ક્યાંથી આવતો હતો એ સાર્થ’ ભીલોએ કહ્યું : ‘અમે જાણતા નથી.’ કાલસેને બંધક પુરુષો સામે જોયું : ‘તેઓમાં એને એક પુરુષ પરિચિત લાગ્યો. ‘આ પુરુષને મેં (ધરણ) સાર્થવાહની સાથે જોયેલો છે... જોકે હું એ મારા ઉપકારી સાર્થવાહનું નામ ભૂલી ગયો છું. પણ જ્યારે સિંહે મારું માથું ફાડી નાખ્યું હતું ત્યારે એણે કોઈ ઔષધપ્રયોગથી મને મરતાં બચાવ્યો હતો...' કાલસેને એ પુરુષને પૂછ્યું. ‘હે ભદ્ર, મેં તને જોયેલો છે. તું સાર્થવાહની સાથે પૂર્વ આ પલ્લીમાં આવેલો? જ્યારે એ સાર્થવાહે... ઔષધપ્રયોગ કરી મને બચાવેલો?' એ પુરુષે કહ્યું : ‘હે પલ્લીપતિ, એ ધરણ સાર્થવાહની સાથે હું આવેલો.’ કાલસેન એ પુરુષને ભેટી પડયો. ‘ભદ્ર, તારું નામ?’ ‘સંગમ.’ ‘સંગમ, એ સાર્થવાહ ક્યાં છે?’ સંગમની આંખમાં આંસુ ધસી આવ્યાં. તેણે કહ્યું : ‘હું જાણતો નથી. જ્યારે સાર્થ ઉપર હુમલો થયો ત્યારે મેં તેઓને ધનુષ્ય-બાણ લઈ, ભીલસૈનિકો તરફ દોડતા જોયા હતા... પછી તો અમને બંધક બનાવવામાં આવ્યા. તેઓને મેં જોયા નથી...’ ‘અરે... આ સાથે એ ઉપકા૨ી મહાનુભાવનો હતો? મેં જાણ્યું નહીં... મારા સૈનિકોએ એના સાર્થ પર હુમલો કરીને, લૂંટ ચલાવી... ખરાબ કામ થઈ ગયું... મારી અધમતાની હદ આવી ગઈ...' કાલસેન રડી પડ્યો. મૂર્છિત થઈ, જમીન પર શ્રી સમરાદિત્ય મહાકથા ti For Private And Personal Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પડી ગયો. ભીલસેવકોએ વલ્કલના પંખાથી પવન નાખ્યો અને એના મુખ પર પાણી છાંટયું. થોડી વાર પછી, તે ભાનમાં આવ્યો. તેણે સૈનિકોને પૂછુયું : “અરે સાથીઓ, તમે સાર્થમાં કોઈને મારી નાખ્યા છે ખરા?” ના સરદાર, અમે કોઈના પ્રાણ લીધા નથી, પરંતુ શસ્ત્રોના પ્રહારો કર્યા છે.' કાલસેને ફરીથી બધા જ બંધકોને ધારીધારીને જોયા. તેમાં ધરણને ના જોયો. તેણે સાથીદારોને આજ્ઞા કરી : “લૂંટનો બધો જ માલ-સામાન એક બાજુ મૂકી દો, તેને ઢાંકી દો - અને આ બધા જ બંધકોને મુક્ત કરી દો. તેઓમાં જેઓ ઘાયલ થયેલા છે, તેમને પાટાપીંડી કરો, ઔષધ આપો.' સાર્થના પુરુષોને કહ્યું : “હે મહાનુભાવો, બહુ જ લજ્જાજનક કામ મારાથી થઈ ગયું છે. હું ધરણને શોધી લાવવા મારા સાથીદારોને મોકલું છું. તમે અહીં નિર્ભય બનીને રહો. સાર્થનો બધો જ માલસામન, તમને પાછો મળી જશે.” કાલસેને ધરણાને શોધવા, ભીલોને ચારે દિશામાં મોકલી દીધા. પોતે પણ ધરણને શોધવા નીકળી પડ્યો. એક પ્રહર સુધી ધરણની શોધ કરવા છતાં ધરણ ના મળ્યો. શોધ કરવા ગયેલા બધા ભીલો પાછા પલ્લીમાં આવી ગયા. પલ્લીપતિ પણ નિરાશ વદને પાછો આવ્યો. તે ખૂબ જ વ્યથિત થયો. તેણે ભીલોને અને સાર્થના પુરુષોને કહ્યું : “જેમ સર્પને દૂધ પાયું હોય, તેનું ઝેર થાય છે, તેમ સજ્જન પુરુષો દુર્જન ઉપર ઉપકાર કરે, તેનું ફળ અશુભ જ આવે છે. આ ધરણ સાર્થવાહે મને, મારી પત્નીને અને મારા પુત્રને મરતાં બચાવ્યાં. અમારા પ્રાણોની રક્ષા કરી... ત્યારે મેં એની સાથે વિપરીત આચરણ કર્યું... ઘોર અકાર્ય કર્યું... વધુ શું કહું? પરંતુ હું પ્રતિજ્ઞા કરું છું કે : “પાંચ દિવસમાં જો હું ધરણને શોધી ના કાઢું તો અગ્નિ-ચિતામાં પ્રવેશ કરીશ.' ત્યાર પછી પલપતિએ કાદંબરી અટવીની કુળદેવીની માનતા માની : “હે કુળદેવી, જો હું મહાનુભાવ ધરણનાં દર્શન કરીશ તો હે ભગવતી, દશ પુરુષોનું હું બલિદાન આપીશ.' તેણે પાંચ દિવસ ચાલે એટલું ભાતું તૈયાર કરાવ્યું. પુનઃ ધરણની શોધ માટે, પોતાના સાથીઓને ભાતું આપી ચારે દિશામાં રવાના કર્યા અને પોતે પણ ભાતું લઈને, રવાના થયો. સાર્થના પુરુષો પલ્લીપતિના ધરણ પ્રત્યેના અનુરાગથી આશ્ચર્યચકિત થઈ ગયા. સંગમે કહ્યું : “પલ્લીપતિમાં કૃતજ્ઞતાનો ગુણ કેવો ખીલેલો છે? ધરણના ઉપકારોને તે ભૂલ્યો નથી. ઉપકારનો બદલો વાળવા માટે તે કેટલો તત્પર છે! ૮૭૦ ભાગ-૨ # ભવ છઠ્ઠુંઠો For Private And Personal Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કશળ કહ્યું : “તેણે કેવી કઠોર પ્રતિજ્ઞા કરી? પાંચ દિવસમાં જો સાર્થવાહ નહીં મળે તો અગ્નિસ્નાન કરશે..” આ લોકો વચનપાલનમાં દઢ હોય છે... ભલે તેઓ લૂંટફાટ કરતા હોય... પરંતુ એમનામાં કેટલાક વિશેષ ગુણો હોય છે. આ પલ્લી પતિની જગ્યાએ આપણે હોઈએ તો? શું કરીએ આપણે?' સંગમે કહ્યું. આપણે આ કર્યું ને? પલ્લીપતિ અને એના સાથીઓ આપણા સાર્થવાહને શોધવા ગયા... આપણે અહીં બેસી રહ્યા...” કુશળ દુઃખી હૃદયે, વાત કરી. એણે આપણી પણ કેવી કાળજી લીધી? જેને જેને વાગ્યું હતું, શસ્ત્ર-પ્રહાર થયા હતા, તેમને પાટાપીંડી કરી.. આ બધું ધરણના જ પ્રતાપે ને?' એક આધેડવયના પુરુષે કહ્યું. સાચી વાત છે તમારી. બધો પ્રતાપ સાર્થવાહનો જ છે. હું સ્વદેશ પાછો નહોતો વળવાનો... તો સાર્થવાહે મને કહ્યું : “ભલે તમે કમાયા નથી, હું તમને લાખ સોનામહોર આપીશ. તમે ચાલો. તમારાં બાળકો અને તમારી પત્ની તમારા વિના કેટલાં દુઃખી થતાં હશે?' મારા પરિવારની ચિંતા સાર્થવાહ કરી.' ‘તમારી જ નહીં, ઘણાની ચિંતા એમણે કરી છે. એ તો દેવ છે દેવ..” પલ્લીપતિને સાર્થવાહ મળી જાય તો બહુ સારું. નહીંતર મોટો અનર્થ થશે અહીં...' મળી જશે સાર્થવાહ પલ્લીપતિની શુદ્ધ ભાવના છે ને! અને સાર્થવાહ દીધે આયુષ્યવાળા છે. પુણ્યશાળી છે... ધર્માત્મા છે. એમણે કોઈનું બગાડ્યું નથી, તો એમનું ના જ બગડે.” 0 ૦ ૦ ધરણ લક્ષ્મીની સાથે “શિલિન્દ્ર' નામના પર્વત પાસે પહોંચ્યો હતો. તે બંને પહાડ પર ચઢવા લાગ્યાં. પર્વત ખૂબ વિકટ હતો. ધરણે લક્ષ્મીનો હાથ પકડ્યો હતો. ચઢતાં ચઢતાં બંને થાકી ગયાં. તેમાંય લક્ષ્મી અત્યંત થાકી ગઈ હતી. તેના શરીરે પરસેવો વળી ગયો હતો. ધરણને લક્ષ્મીની આવી અવદશા જોઈને, ખેદ થયો. તેણે લક્ષ્મીને કહ્યું : દેવી, તે અત્યંત થાકી ગઈ છે... છતાં મારી સાથે ચાલી રહી છે... મારા કારણે તારે કેટલાં બધાં કષ્ટ સહેવાં પડે છે?' લક્ષ્મી બીજા જ વિચારોમાં લીન હતી, ધરણની વાત સાંભળીને, તેણે કહ્યું : સ્વામીનાથ, મારા કારણે આપને આટલાં બધાં કષ્ટ સહવાં પડે છે... જો હું સાથે ના શ્રી સમરાદિત્ય મહાકથા ૮ . For Private And Personal Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હોત તો આપ સાર્થને બચાવવા દોડ્યા હોત. સાર્થનું શું થયું હશે? ધરણને લક્ષ્મીના ઉત્તરથી આનંદ થયો, પરંતુ લક્ષ્મીના મનના ભાવ જુદા જ હતા. તે વિચારતી હતી : ‘ભલે મારા કારણે તો મારા કારણે સહી, એને ખૂબ કષ્ટ સહેવું પડે છે, તેનો મને આનંદ છે. એ ભીલોની સાથે લડતાં લડતાં મરી ગયો હોત તો મને અત્યંત આનંદ થાત...' ધરણે લક્ષ્મીને કહ્યું : “તું આ પથ્થરશિલા પર બેસ, હું જો મળે તો થોડાં ફળ અને પાણી લઈ આવું.” લક્ષ્મીને બેસાડી, ધરણ પાણી અને ફળ શોધવા ગયો. આસપાસ એણે તપાસ કરી, પરંતુ ન મળ્યું પાણી કે ના મળ્યાં ફળ. તે નિરાશ થઈને, પાછો લક્ષ્મી પાસે આવી ગયો. લક્ષ્મીએ કહ્યું : “નાથ, તમે ચિંતા ના કરો. આજે મને પાણી અને ફળ નહીં મળે તો ચાલશે. પરંતુ હવે આપણે કોઈ સારી જગ્યા શોધીને, રાતવાસો કરીએ. હવે મારાથી ચલાશે નહીં. હું ખૂબ જ થાકી ગઈ છું.” પહાડમાં જંગલી પશુઓની ભરમારી હતી એટલે ખૂબ જ સુરક્ષિત જગ્યાએ રાતવાસો કરવો પડે એમ હતો. ધરણે એવી જગ્યાની તપાસ કરી. પહાડની એવી ગુફા મળી ગઈ કે એમાં પ્રવેશ કર્યા પછી પથ્થરથી એ ગુફાનું દ્વાર બંધ કરી શકાય. પહેલા ધરણે ગુફામાં જઈને જોયું કે અંદર કોઈ પશુ નથી ને? મનુષ્ય હોવાની તો કોઈ શક્યતા જ ન હતી. ત્યાર પછી તેણે લક્ષ્મીને અંદર બોલાવી. પથ્થરથી દ્વાર બંધ કર્યું. અંદર બંને એક મોટી શિલા પર સૂઈ ગયાં. રાત્રિમાં તેમને કોઈ જ ઉપદ્રવ ના થયો. પ્રભાતે તેઓ ગુફામાંથી બહાર નીકળ્યાં અને પહાડ પર ચાલવા લાગ્યાં. વચ્ચે વચ્ચે વિશ્રામ કરતાં તે બંને આગળ વધવા લાગ્યાં... નથી મળતું પાણી, નથી મળતાં ખાવા યોગ્ય ફળો. ત્રણ પ્રહર દિવસના પસાર થઈ ગયા હતા. અને એક વટવૃક્ષ નીચે લક્ષ્મી ઢળી પડી. મૂચ્છિત થઈ ગઈ. તેનું વદન કરમાઈ ગયું હતું... તે જાણે ચેતનાહીન થઈ ગઈ. ધરણનું ચિત્ત અત્યંત વ્યગ્ર થઈ ગયું. તેની આંખોમાં આંસુ આવી ગયાં. તેણે આસપાસ જોયું. દૂર દૂર નજર નાખી, કોઈ જ મનુષ્ય દેખાતો ન હતો, તે લક્ષ્મી પાસે બેઠો. ધીરે ધીરે એનું શરીર દબાવવા માંડ્યું. તેનું મસ્તક પંપાળવા માંડ્યું. શીતલ પવન વહેવા લાગ્યો. લક્ષ્મીએ આંખો ખોલી.. ધરણ સામે જોયું. અસ્કૂટ શબ્દોમાં તે બોલી : “મને ઘણી જ તરસ લાગી છે. પાણી.. પાણી... પાણી..” ધરણે લક્ષ્મીને કહ્યું : “દેવી, થોડી ધીરજ રાખ. હું પાણીની તપાસ કરું છું. તું અહીં જ રહેજે.' ધરણ એક વૃક્ષ પર ચઢયો. તેણે દૂર અને નજીક દૃષ્ટિ નાખી પરંતુ ન દેખાયું ૮૭૨ ભાગ-૨ ૨ ભવ છઠૂંઠો For Private And Personal Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કોઇ સરોવર કે ન દેખાઇ કોઇ નદી. એક ઝરણું પણ જોવા ના મળ્યું. તે ઝાડ પરથી નીચે ઊતર્યો... તેનું મન ગ્લાનિથી ભરાઇ ગયું. તેણે વિચાર્યું : ‘હવે આ લક્ષ્મી જીવી નહીં શકે... અરે ભગવાન, હું કેવી ભયાનક સ્થિતિમાં મુકાઇ ગયો?' તે આસપાસ નિરાશ વદને ફરવા લાગ્યો. Acharya Shri Kailassagarsuri Gyanmandir તેની નજર એક વનસ્પતિના છોડ પર પડી. ધરણ વનસ્પતિઓને ઓળખતો હતો. તે એ છોડ પાસે ગયો. આ ‘તુવરòિયા' નામની વનસ્પતિ લાગે છે. > તે ‘તુવરઠિયા’ વનસ્પતિના પ્રભાવને પણ જાણતો હતો. ‘આ વનસ્પતિના રસમાં મનુષ્યનું લોહી પડે તો તે પાણી થઇ જાય... ' તેણે વિચાર્યું : ‘હવે લક્ષ્મીને જિવાડવાનો આ એક જ ઉપાય છે... કે હું પર્ણોના પડિયામાં, મારું લોહી કાઢું અને તેમાં આ ‘તુવરરિયા' વનસ્પતિ નાખી, તેનું પાણી બનાવીને લક્ષ્મીને પાઉં. આના સિવાય, બીજો કોઇ ઉપાય દેખાતો નથી. નથી અહીં કોઇ સરોવર દેખાતું કે કોઇ નાનું ઝરણું પણ દેખાતું નથી... એ બિચારી પાણી વિના, મૃત્યુના આરે બેઠેલી છે. મારે એને બચાવવી જ જોઇએ. એના વિના મારું જીવન અર્થ વિનાનું છે... વળી, આટલું લોહી શરીરમાંથી કાઢવાથી, કંઇ હું મરી જવાનો નથી. હા, હું એને ક્યારેય આ વાત નહીં કરું કે મેં મારા લોહીનું પાણી બનાવીને, તને પાયું હતું!’ મારી પાસે છરી છે. તેનાથી ઘા કરીશ અને સંજીવની ઔષધ છે, તેનાથી ઘાને રુઝાવી દઇશ. આ પાણીથી તેની તૃષા શાન્ત થશે, અને મારા સાથળનું માંસ કાપીને, અગ્નિમાં તેને પકાવીને, તેને ખાવા માટે આપીશ. તેથી તેની ક્ષુધા શાન્ત થશે. તેને કહીશ કે - દૂર અગ્નિમાં એક સસલું ભુંજાઇ ગયેલું પડ્યું હતું. તેનું આ માંસ છે... માટે ખાઇ જા. એના પ્રાણ ટકી જશે... મને એ અત્યંત પ્રિય છે. એના જીવન વિના મારું જીવન ટકી જ ના શકે... ' શ્રી સમરાદિત્ય મહાકા ધરણે જે પ્રમાણે વિચાર્યું એ જ પ્રમાણે કર્યું. લોહીનું પાણી બનાવીને, લક્ષ્મીને પાયું અને પોતાના સાથળનું માંસ પકાવીને, એને ખવડાવ્યું. લક્ષ્મી સ્વસ્થ થઇ. અલ્પ સમય ત્યાં વિશ્રામ કર્યો અને પછી ત્યાંથી આગળ ચાલવા માંડ્યું. ધરણના ખભા પર હાથ મૂકીને, લક્ષ્મી ધીરે ધીરે પહાડ ઉપર ચાલતી હતી. તેના ચિત્તમાં ધરણ માટે કોઇ જ સારો વિચાર આવતો ન હતો... ક્યાંથી આવે? ધરણના જીવ પ્રત્યે એના હૃદયમાં વેરનાં ઊંડા મૂળ પડેલાં હતાં. તીવ્ર કષાય પડેલાં હતાં. તેના દુષ્ટ વિચારોમાં પ્રેરક તત્ત્વ એ કષાયો હતા. For Private And Personal Use Only 693 Page #380 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Y૧૨૯] પહાડ ઊતરીને તેઓ ઉત્તર દિશામાં ચાલ્યા. એ દિશામાં એમને કોઇ, સામે દેખાતું હતું. સૂર્યાસ્ત થવાની તૈયારી હતી. તેઓ ઝડપથી ચાલવા લાગ્યાં... તેઓ જે ગામના પાદરે પહોંચ્યા, તે ગામનું નામ “મહાશર’ હતું. અંધારું પૃથ્વી પર ઊતરી આવ્યું હતું એટલે ધરણે ગામની બહાર, યક્ષમંદિરમાં રાત્રિ પસાર કરવાનો વિચાર કર્યો. તેણે લક્ષ્મીને કહ્યું : “આપણે રાત્રિ આ યક્ષમંદિરમાં પસાર કરી, સવારે ગામમાં જઇશું.” લક્ષ્મીએ હા પાડી. તેના મનમાં તો એક જ વાત ઘુમરાતી હતી કે ધરણને વધુમાં વધુ કષ્ટ પડે... અને અવસર મળતાં, એ એને મારી શકે. એક પ્રહર સુધી, બંનેએ વાતો કરી, “સાર્થનું શું થયું હશે? સાર્થના માણસોનું શું થયું હશે? સાર્થની કરોડોની સંપત્તિનું શું થયું હશે?' ધરણે લક્ષ્મીને કહ્યું : “આ બધા ભાગ્યના ખેલ છે. ભાગ્ય રંકને રાજા બનાવે છે. ભાગ્ય રાજાને રંક બનાવે છે. આપણે શા માટે ચિંતા કરવી? ભાગ્ય જ્યાં લઈ જાય ત્યાં જઇશું... અને અવસર મળે પુરુષાર્થ પણ કરીશું.' ધરણે લક્ષ્મીને કહ્યું : “તું પહેલા સૂઇ જા. હું જાગતો બેઠો છું. છેલ્લા પ્રહરમાં હું તને જગાડીશ... અને હું સૂઈ જઈશ.” લક્ષમી ઘસઘસાટ ઊંઘી ગઈ. ધરણ જાગતો રહ્યો. થોડી વાર મંદિરમાં આંટાફેરા મારતો તો થોડી વાર મંદિરનાં ઓટલાં પર બેસી, આકાશ તરફ જઇ રહેતો. એને ચિંતા હતી લક્ષ્મીની, “કોઇ પણ ઉપાયે લક્ષ્મી હેમખેમ સ્વદેશ પહોંચી જાય એટલે બસ. મારી સાથે એને કેટલાં બધા કષ્ટ સહન કરવા પડે છે? મને એટલું જ દુઃખ છે. સવારે અમે ગામમાં જઇશું. ત્યાં જઇને હું એવી કોઈ વ્યવસ્થા ગોઠવીશ કે જેથી સરળતાથી સ્વદેશ જઈ શકાય. ભલે મારી કમાયેલી સંપત્તિ ચાલી ગઇ... અમે જીવતાં રહ્યાં અને જીવતાં ઘરે પહોંચીશું, એ પણ ઘણું છે. ભલે મારી અને દેવનંદીની શરતમાં હું હારી જઇશ અને દેવનંદી જીતી જશે. મને એ વાતનું દુ:ખ નથી. લક્ષ્મીને ઘરે પહોંચાડી હું ફરીથી વિદેશયાત્રા પર નીકળી પડીશ. ભાગ્યને ફરી અજમાવીશ. નિરાશ થઇને, ઘરના ખૂણામાં ભરાઇ રહેવું નથી.' આવા અનેક વિચારોમાં રાત્રિના ત્રણ પ્રહર પસાર થઈ ગયા. ચોથો પ્રહર શરૂ થઇ ગયો. ધરણે લક્ષ્મીને જગાડી. લક્ષ્મી જાગી. ધરણે કહ્યું : “લક્ષ્મી, હવે તું જાગજે. એક પ્રહર હું ઊંઘી જાઉં છું. પ્રભાતે આપણે ગામમાં જઇને, ખાવા-પીવાની વ્યવસ્થા કરીશું.' ૮૭૪ ભાગ-૨ # ભવ છઠ્ઠુંઠો For Private And Personal Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધરણ સૂઇ ગયો. તેને ઘસઘસાટ ઊંઘ આવી ગઇ. લક્ષ્મી જાગતી બેઠી. રાત અંધારી થઈ ગઈ હતી. ચારે બાજુ નીરવ શાંતિ હતી.. ત્યાં અચાનક મંદિરની બહાર કોલાહલ સંભળાયો. થોડી જ વારમાં.. “કોઈ મંદિરમાં ઘૂસી આવ્યું... અને અંદરથી દ્વાર બંધ કર્યું..” એમ લક્ષ્મીને લાગ્યું. મંદિરના દ્વારની બહાર થતી વાતો સંભળાતી હતી : “સૈનિકો, બરાબર સાવધાની રાખજો... ચોર આ મંદિરમાં ભરાઇ ગયો છે. હવે એ ચોક્કસ પકડાઈ જવાનો.' લક્ષ્મીના મનમાં વાત સ્પષ્ટ થઇ ગઇ. એને મંદિરમાં ચોરનાં પગલાં પણ સંભળાયાં. લક્ષ્મી ડરી નહીં, પરંતુ તેનામાં કોઇ સાહસ કરવાની હિંમત પ્રગટી. તેણે વિચાર્યું : હું ચોરને મળું.. એની સાથે વાત કરું... કદાચ મારો મનોરથ સફળ થાય...' ચોર મંદિરના એક ખૂણામાં, થાંભલાની પાછળ ભરાઇને, ઊભો હતો. એને ભય હતો કે મંદિરનો દરવાજો તોડીને, કદાચ કોટવાલ અંદર આવીને, એને પકડે અથવા મારી નાખે, કારણ કે ચોરી કરીને જેવો તે રાજભંડારના મકાનમાંથી બહાર નીકળ્યો હતો. તેવી જ કોટવાલે એને જોઇ લીધો હતો. ચોર આગળ અને કોટવાલ પાછળો... ગામની ગલીઓમાં દોડી દોડીને... એ થાકી ગયો હતો. છેવટે એ ચોરે આ મંદિરનું શરણ લીધું હતું. હવે એનાથી જરાય દોડી શકાય એમ ન હતું. એ થાંભલા પાછળ હાંફતો હતો. બગલમાં એણે ચોરીના માલનો ડબ્બો પકડેલો હતો. ધીરે ધીરે લક્ષ્મી એની પાસે પહોંચી. બહુ જ ધીમા સ્વરે, એણે ચોરને પૂછયું : ભદ્ર, તું કોણ છે? એને દ્વારની બહાર લોકો શી વાત કરે છે?' ચોરને આશ્ચર્ય થયું! આવા અવાવરું મંદિરમાં... રાત્રિના સમયે સુંદર સ્ત્રી? અને જરાય ડર્યા વિના એ મને પૂછે છે. તેણે કહ્યું : “સુંદરી, તું અત્યારે મને કંઇ પણ ના પૂછ... પરંતુ મને અત્યારે થોડું પાણી મળશે? મને અત્યંત તરસ લાગી છે.' લક્ષ્મીએ કહ્યું : “તને પાણી મળશે, પરંતુ પહેલા મને કહે કે તું કોણ છે અને અહીં કેમ છુપાયો છે? અને મંદિરની બહાર કોણ લોકો છે? ચોરે વિચાર કર્યો : “આ સ્ત્રી ગજબ લાગે છે! કેવી એની નિર્ભયતા છે! કેવું સાહસ કરી રહી છે? અને કેવી સારી વાણી છે! અવશ્ય , આ કોઇ મોટા ઘરની સ્ત્રી લાગે છે' આમ વિચારીને તેણે કહ્યું : “સુંદરી, મારી કથા લાંબી છે. સંક્ષેપમાં કહી શકાય એમ નથી... છતાં તને અતિ સંક્ષેપમાં કહું છું : “મારું નામ ચંડરુદ્ર છે. હું આ ગામનો નિવાસી છું. મેં રાજભંડારમાંથી ચોરી કરી છે. રત્નોનો ડબ્બો ચોરીને હું નીકળ્યો.. કે કોટવાલે મને જોઇ લીધો.. એ મારી પાછળ પડ્યો.. અંધારી રાતનો અંધકાર ઓઢી, હું ભાગ્યો... અને અહીં આવ્યો. હવે મારામાં દોડવાની જરાય શક્તિ રહી નથી.. મને લાગ્યું કે અહીં છુપાઇ જવાથી બચી જઇશ... પરંતુ મંદિરમાં પ્રવેશતાં મને કોટવાલે જોઈ લીધો છે. એટલે એણે એના સૈનિકોથી મંદિરને શ્રી સમરાદિત્ય મહાકથા ૮૭૫ For Private And Personal Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘેરી લીધું છે. હવે બચવાની મને કોઇ આશા નથી..” લક્ષ્મીએ કહ્યું : “ચંડરુદ્ર, જો તું મારી વાત માને તો તને હું બચાવી શકું છું.” સુંદરી, આજ્ઞા કરો... હું તમારી વાત માનીશ... મને બચાવી લો...' તો સાંભળ, હું માકંદીનગરીના કાર્તિક શેઠની પુત્રી છું. મારું નામ લક્ષ્મી છે. મારાં લગ્ન... મારા પૂર્વજન્મોના વેરી ધરા નામના શ્રેષ્ઠી સાથે થયાં છે. એ મને જરાય પ્રિય નથી. એ મારી સાથે જ છે. આ મંદિરમાં એ ઘસઘસાટ ઊંઘે છે. જો તારે બચવું છે તો હવે ચોરીનો માલ તું મારા ઊંઘતા પતિની પાસે મૂકી દે... અને તું મારી સાથે બીજી તરફ સૂઈ જા. હા, તારે મને પત્ની બનાવવી પડશે. સવારે કોટવાલ તમને બંનેને પકડશે. રાજા પાસે લઈ જશે. ત્યારે હું તને મારા પતિરૂપે ઓળખાવીશ.. તું બચી જશે. ને મારો અપ્રિય પતિ ચોરરૂપે પકડાશે. તેને શૂળી પર ચઢાવાશે.' ચોરે કહ્યું : “સુંદરી, તારી વાત સારી છે, પણ હું આ જ ગામનો રહેવાસી છું. મારે પત્ની પણ છે... અને એ મારી પત્નીને આખું ગામ ઓળખે છે...' લક્ષ્મીની યોજના નિષ્ફળ ગઇ. તેને કંઇ ના સૂઝયું. તેણે ચોરને કહ્યું : “તો પછી શું કરીશું? તને કોઇ ઉપાય સૂઝે છે?' ચોરે કહ્યું : “છે એક ઉપાય. મારી પાસે “પરદષ્ટિ-મોહની” નામની ગુટિકા છે. એક સમયે મારા ગુરુ સ્કંદ મને આ ગુટિકા આપી હતી. પાણીમાં ઘસીને એ ગુટિકા આંખોમાં આંજવામાં આવે તો એને કોઇ માણસ તો ના જોઈ શકે, મોટો દેવેન્દ્ર પણ ના જોઈ શકે.' લક્ષ્મીએ પૂછ્યું : “એ ગુટિકા ક્યાં છે?” મારી પાસે. મારી કેડમાં જ છે.” “તો પછી આંજતો કેમ નથી?' પાણી નથી.” પાણી હું આપું.” લક્ષ્મી પાસે પડિયામાં થોડું પાણી હતું, તે પાણી લઈ આવી. ચંડ ગુટિકાને પાણીમાં ઘસી આંખોમાં આંજી, લક્ષ્મીની આંખોમાં પણ આજી. રત્નોનો દાબડ ધરણની પાસે મૂકી દીધો. પ્રભાતે કોટવાલે મંદિરનું જૂનું-પુરાણું દ્વાર તોડી નાખ્યું. સૈનિકો સાથે કોટવાલે મંદિરમાં પ્રવેશ કર્યો. એક બાજુ સૂતેલા ધરણને અને બાજુમાં પડેલા રત્નોના દાબડાને જોયો. કોટવાલે ધરણને લાત મારી જગાડ્યો. ધરણ સફાળી જાગી ગયો. હજુ એ કંઈ બોલે એ પહેલા જ સૈનિકોએ એને દોરડાથી બાંધી દીધો. કોટવાલે દાબડો કબજે લીધો. ૮s ભાગ-૨ # ભવ છો For Private And Personal Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધરણને પકડીને, સૈનિકો મંદિરની બહાર આવ્યા ત્યારે ઘરણે કહ્યું : “ભાઈઓ, આ મંદિરમાં મારી પત્ની મારી સાથે જ સૂતેલી હતી... બે ક્ષણ ઊભા રહો હું મંદિરમાં તપાસ કરું.” કોટવાલે બે સૈનિકોને કહ્યું : “મંદિરમાં તપાસ કરો, કોઈ સ્ત્રી હોય તો એને લઈ આવો.” સૈનિકો ગયા, તપાસ કરી, પરંતુ કોઈ સ્ત્રી ના મળી. તેમણે આવીને કોટવાલને કહ્યું : “મંદિરમાં કોઈ સ્ત્રી નથી...' “ધરણને ચિંતા થઈ.” શું કોઈ ચોર-ડાકુ એને ઉપાડી ગયા હશે? તો પછી મારી પાસે આ દાબડો ક્યાંથી આવ્યો? કોણ મૂકી ગયું હશે? કોટવાલે ધરણને કોટવાલીમાં લઈ જઈને, એક ઓરડીમાં પૂરી દીધો, અને કહ્યું : યોગ્ય સમયે, તને મહારાજાની પાસે લઈ જવામાં આવશે.” ધરણને કંઈ સમજાતું ન હતું કે આ બધું શું થઈ રહ્યું છે. તેણે વિચાર્યું : “આ મારા દુર્ભાગ્યનું સર્જેલું નાટક જ લાગે છે... જ્યારે દુર્ભાગ્ય ઉદયમાં આવે છે ત્યારે દોરડું સાપ બની જાય છે. પાણીનું ખાબોચિયું સાગર બની જાય છે. સજ્જન દુર્જન બની જાય છે. માતા સાપણ અને પત્ની વ્યભિચારિણી બની જાય છે. પ્રકાશ અંધકાર બની જાય છે. મિત્ર શત્રુ બની જાય છે! સત્ય અસત્ય સિદ્ધ થાય છે. પ્રિય હોય તે કઠોર બની જાય છે. મારા દુર્ભાગ્યે જ મારી કદર્થના કરી છે. મારી કદર્થના તો ઠીક, મારી બિચારી પ્રિયાની જે કદર્થના થઈ રહી છે. તેનું મને ભારે દુઃખ છે. અત્યારે એ દેખાતી નથી. સંભવ છે કે આ કોટવાલને જોઈને તે યોગ્ય સ્થળ છુપાઈ ગઈ હશે. સારું કર્યું એણે. નહીંતર આ સૈનિકો મારી સાથે, એની પણ કદર્થના કરત..” ધરણ અત્યંત સરળ ચિત્તનો યુવાન હતો. તેના મનમાં લક્ષ્મી માટે જરાય શંકા પેદા નથી થતી. લક્ષ્મીનો એક પણ દોષ એને દેખાતો નથી. એ ગુણદૃષ્ટિથી જ લક્ષ્મીને જુએ છે. મામંદીનગરીના અગ્રણી શ્રેષ્ઠી બંધુદત્તનો આ પુત્ર... કેવી અણધારી આફતમાં ફસાઈ ગયો! ગુણવાન, બુદ્ધિમાન અને ધનવાન શ્રેષ્ઠીપુત્ર બંધનગ્રસ્ત બન્યો, તેના પર ચોરીનો આરોપ આવ્યો. પત્નીએ જ આ સ્થિતિનું નિર્માણ કર્યું. જેના પર એને અગાધ પ્રેમ હતો, એ જ પત્ની વિશ્વાસઘાતી બની, જે પત્નીના પ્રાણ બચાવવા તેણે પોતાનું રુધિર પાયું. પોતાના શરીરનું માંસ ખવડાવ્યું. એ જ પત્નીએ એનું કાસળ કાઢી નાખવા પ્રયત્ન કર્યો. આ છે સંસાર! એક દિવસ ધરણને ઓરડીમાં પૂરી રાખ્યો. ન પાણી આપ્યું કે ના ખાવાનું આપ્યું. ધરણે સમતાભાવથી દિવસ પસાર કરી દીધો. બીજા દિવસે, ધરણને નગરના રાજા પાસે લઈ જવામાં આવ્યો. “મહારાજા, રાજભંડારમાંથી ચોરી કરનાર આ ચોર છે.” શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજાએ ધરણની સામે જોયું. એનો પહેરવેશ જોયો, એની સુંદર મુખાકૃતિ જોઈ.. શું આ ચોર હોઈ શકે?” રાજાના મનમાં સંદેહ ઉત્પન્ન થયો. કોટવાલ, શું આ સુંદર મુખાકૃતિવાળા પુરુષે ચોરી કરી છે?' હા મહારાજા, યક્ષમંદિરમાં ચોરીના માલ સાથે એ પકડાયો છે. ધરણ નીચી દૃષ્ટિએ નિશ્ચિતપણે ઊભો છે. રાજાએ કહ્યું : “તો પછી એનો વધ કરવો જોઈએ.” રાજાએ વધ કરવાની આજ્ઞા કરી, છતાં ધરણ જરાય વિચલિત થયો નહીં. રાજપુરુષો એને કસાઈવાડે લઈ ચાલ્યા. કસાઈઓને કહ્યું : “મહારાજાની આજ્ઞા છે કે આ ચોરનો વધ કરવો.' કસાઈઓના મુખિયાએ કહ્યું : “ભલે, મહારાજાની આજ્ઞાનું પાલન કરીશું.' કસાઈઓને સોંપીને, રાજપુરુષો ચાલ્યા ગયા. કસાઈઓના મુખિયાએ પૂછ્યું : “આ મહિનામાં વધ કરવાનો વારો કયા ચંડાળનો છે?” એક કસાઈ બોલ્યો : “મૌર્યનો વારો છે.” મૌર્યને જલદી બોલાવી લાવો.” મૌર્ય આવ્યો. મુખિયાએ કહ્યું : “મૌર્ય, મહારાજાની આજ્ઞા છે કે આ ચોરનો વધ કરવો. માટે આને સ્મશાનભૂમિમાં લઈ જા અને ત્યાં આનો વધ કરી દે. હજુ દિવસનો એક પ્રહર બાકી છે. સૂર્યાસ્ત પહેલાં જ આને મારી નાખ.' મૌર્યે ધરણને જોયો. ઓળખ્યો... પણ કંઈ બોલ્યો નહીં. ધરણને લઈ, તે સ્મશાનભૂમિ પર ગયો. ત્યાં એણે ધરણનાં બંધન ખોલી નાખ્યાં અને તે ધરણના પગમાં પડી ગયો.. અરે સાર્થવાહપુત્ર તમે મને ઓળખ્યો? તમે તો મારા પ્રાણ બચાવ્યા હતાં યાદ આવે છે તમને એ ઘટના?’ બરાબર યાદ આવતી નથી.' કેમ યાદ આવતી નથી? હું નિર્દોષ હતો. છતાં મને ચોર તરીકે પકડી રાજપુરુષો મારો વધ કરવા લઈ જતા હતા... મેં તમારું શરણ સ્વીકારેલું... પછી તમે ત્યાંના રાજાને ઘણું ધન આપીને, મને મુક્ત કરાવેલો?' હે ભદ્ર, યાદ આવી એ વાત પરંતુ એ તો નજીવી વાત હતી.' હે આર્ય, આપના જેવા પુરુષની આવી સ્થિતિ કેવી રીતે થઈ? આવી મોટી આપત્તિ આપના ઉપર કેવી રીતે આવી?” ધરણો કહ્યું : “મારું દુર્ભાગ્ય જ કારણભૂત છે... ભદ્ર, તું તારું કામ શિધ્ર પૂર્ણ કર.” મૌર્યે કહ્યું : “હે ઉપકારી, આપના પરમ ઉપકારનો બદલો આ રીતે આપનો વધ ૮૭૮ ભાગ-૨ # ભવ છઠ્ઠુંઠો For Private And Personal Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરીને વાળું એવો અધમ તો હું નથી જ. હું માનું છું કે આપ કોઈ કાળે ચોરી ના જ કરો. આપ નિર્દોષ છો. આપના પર ચોરીનું કલંક ઓઢાડવામાં આવ્યું છે.' ધરણે કહ્યું : “હે ભદ્ર, તું રાજાનો સેવક છે. તારે રાજાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ.” મૌર્યની આંખોમાં આંસુ ઊભરાયાં. તેણે કહ્યું : “હે મહાપુરુષ, રાજાએ આપને ઓળખ્યા નથી. પૂરી તપાસ કરી નથી... અને સજા કરી દીધી છે. હું આપને જાણું છું. આપની સાથે અન્યાય થયો છે. હું આપનો વધ નહીં કરી શકું. આપ શીઘ અહીંથી દૂર... દૂરના પ્રદેશમાં ચાલ્યા જાઓ.' પરંતુ રાજા જાણશે કે તેં મારો વધ કર્યો નથી. તો રાજા તને મારી નખાવશે...' “એ વાત સંભવિત નથી. છતાં કદાચ રાજા મને મારી નખાવશે તો ભલે... આપની રક્ષા ખાતર, મારે મરવું પડે...” “નહીં ભદ્ર, તું એવું ના બોલ. તું મારો વધ કરીને..' જો આપ સત્વરે અહીંથી દૂર નહીં ચાલ્યા જાઓ.. તો હું આપઘાત કરીને, પ્રાણત્યાગ કરીશ.' ધરણે વિચાર્યું : “આ ભલે ચંડાળકુળમાં જન્મ્યો છે, પરંતુ આ સજ્જન પુરુષ છે. એનો સ્નેહ સાચો છે.. એ મને નહીં જ મારે..” ધરણે મૌર્યને કહ્યું : “મીર્ય, તારો જો આવો જ આગ્રહ છે તો હું અહીંથી જાઉં છું.” મોટો ઉપકાર કર્યો આપે મારા પર... રાત પડી ગઈ છે. સમય અનુકૂળ છે. પધારો, હું આપને માર્ગ બતાવું...” મૌર્ય ધરણને લઈ સ્મશાનભૂમિમાંથી બહાર આવ્યો. તેણે ધરણને કહ્યું : “આપ આ પૂર્વ દિશા તરફ ચાલજો. આ માર્ગ છોડશો નહીં. લગભગ ચાર કોશ ચાલ્યા પછી, એક નદી આવશે. એ નદી પાર કર્યા પછી, આપને કોઈ ભય નહીં રહે.” તેણે ધરણના ચરણોમાં પ્રણામ કર્યા. ધરણે ત્યાંથી ચાલવા માંડ્યું. મૌર્યે વિચાર્યું : “કેવો ઉત્તમ પુરુષ છે આ! મારા જેવા તુચ્છ અને અજાણ્યા માણસને બચાવવા તેણે રાજાને એક લાખ સોનામહોરની કિંમતનો હાર આપ્યો હતો! મને પણ ભાતું બાંધીને, વિદાય આપી હતી... હું એ મહાપુરુષને ભાતું પણ ના આપી શક્યો. તે પોતાના સ્થાને ચાલ્યો ગયો. ધરણ ચાલતો જ રહ્યો. મધ્ય રાત્રિએ, તે નદીના કિનારે પહોંચી ગયો. કિનારા પર એક સુરક્ષિત જગ્યા શોધી, તેણે વિશ્રામ કર્યો. જ ક રક શ્રી સમરાદિત્ય મહાકથા COE For Private And Personal Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થોર ચંડરુદ્ધ અને લક્ષ્મી, યક્ષમંદિરમાંથી નીકળીને, પૂર્વ દિશા તરફ ભાગી ગયાં. બંનેની આંખોમાં ગુટિકા આંજેલી હતી એટલે એમને કોઈ જોઈ શકતું ન હતું. માર્ગમાં ચંડરુદ્રને લક્ષ્મી અંગે ઘણા વિચાર આવ્યા. “સ્ત્રી કેવી ભયંકર છે? એણે પળ વારમાં, પોતાના પતિને ત્યજી દીધો. એટલું જ નહીં, એના પર ચોરીનો આરોપ આવે - એવી યોજના કરી. મને એણે ક્યારેય જોયો નથી... અંધારામાં મારું રૂપ કે મારી આકૃતિ પણ એણે જોઈ નથી. છતાં એ મને વળગી પડી. મને એનો પ્રેમી બનાવી દીધો. આ સ્ત્રી અને હલાહલ ઝેર જેવી લાગે છે. દેખાવમાં રૂપસુંદરી છે પણ ખરેખર, એ લોહીતરસી વાઘણ છે. બોલવામાં મીઠી છે, પરંતુ વાસ્તવમાં ઝેરી નાગણ છે. દેખાવમાં ભલે એ મનુષ્ય સ્ત્રી છે, સાચેસાચ તો એ ભયંકર રાક્ષસી જ છે. મારે આનાથી ખૂબ સાવધાન રહેવું પડશે. એની આંખો જ બોલે છે કે એ વીજળી જેવી ચંચળ છે.. મૃત્યુ જેવી નિર્દય છે. કિંપાકફળ જેવી મધુર છે... મારે આ સ્ત્રી ના જોઈએ. જેમ એણે એના ઊંઘતા પતિ પર, ચોરીનું કલંક મૂકી, ત્યજી દીધો તેમ કોઈ દિવસ મારી પણ આ દુર્દશા કરી દે! મનેય રઝળતો કરી દે! લમીએ કહ્યું : “હે પ્રિય, તું કેમ કંઈ બોલતો નથી? અહીં તો જંગલ છે, આપણાં બે સિવાય કોઈ માણસ નથી...” ચંડરુદ્રે કહ્યું : “મને વિચાર આવ્યો કે મેં મહામહેનતે રાજભંડારમાંથી રત્નોનો ડબ્દો ચોર્યો. એ પણ મારી પાસે ના રહ્યો...” લક્ષ્મી હસીને બોલી : “અરે, તને તારાં રત્નો ગયાનું દુઃખ છે? મારા જેવી રૂપસુંદરી મળ્યાનો આનંદ નથી? તારી પાસે જે રત્નો હતાં, એ બધાં રત્નોથી પણ મારા જેવી રૂપસુંદરી તું ના ખરીદી શકત...' તારી વાત સાચી છે. પરંતુ રત્નોથી આ દુનિયામાં ઘણું બધું ખરીદી શકાય છે. આ રીતે જંગલોમાં રખડવું ના પડત.” અરે ચંડ, શું તારી પાસે એ રત્નો સલામત રહી શકત કે? જો હું તને સહાય ના કરત તો તે કોટવાલના હાથમાં ઝડપાઈ જવાનો હતો. તારાં રત્નો તો જાત, તને પણ શૂળી પર ચઢાવી દેત, રાજા...” તારા બિચારા નિર્દોષ પતિની એ જ દશા થઈ હશે ને?” ‘તે તને શાની દયા આવે છે? મને તો હર્ષ થાય છે કે એ મારા દુમનથી હું છૂટી... અને તારા જેવો પરાક્રમી પુરુષ મને મળ્યો.એમ બોલી લક્ષ્મીએ ચંડરુદ્રનો ભાગ-૨ # ભવ છઠુઠો ૮૮૦ For Private And Personal Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાથ પકડીને દબાવ્યો. તે તેને ધસાઈને, ચાલવા લાગી. ચંડરુદ્રે એની આંખોમાં જોયું... જાણે ઝેરી નાગણની જીભ લપકારા લેતી હોય... એની આંખો દેખાણી. બંને જણાં ઋજુવાલુકા નદીના કિનારે પહોંચ્યાં. કિનારા પર અનેક ઊંડાં કોતરો હતાં. વૃક્ષોની હારમાળાઓ હતી. ચંડરુદ્રે કહ્યું : ‘પહેલા આપણે નદીમાં સ્નાન કરી, સ્વસ્થ બનીએ.’ : બંનેએ નદીમાં સ્નાન કર્યું. ચંડરુદ્રે કહ્યું : ‘સુંદરી, ચાલ, આપણે નજીકના કોતરની સુંવાળી રેતીમાં જઈને, હવે આરામ કરીએ, આનંદ-પ્રમોદ કરીએ.' લક્ષ્મી રાજી થઈ ગઈ. તેણે વિચાર્યું : ‘હવે ચંડરુદ્ર મારો સ્વીકાર કરી લેશે. મને ભરપૂર વિષયસુખ આપશે...' એ ચંડરુદ્રની સાથે પાસેના કોત૨માં ગઈ. ત્રણ બાજુ ઊંચી ભેખડો હતી. વચ્ચે સુંવાળી રેતી હતી, છાયા હતી. શીતળતા હતી. ચંડરુદ્રના શરીરમાં અનંગ વ્યાપી ગયો હતો. લક્ષ્મી કામાતુર બની ગઈ હતી... એકાંત રમણીય પ્રદેશ હતો. બંને ઉન્મત્ત બની ગયાં... ભોગસુખમાં ડૂબી ગયાં. એક ઘટિકા પછી, જ્યારે બંનેનો કામાગ્નિ શાંત થયો, ચંડરુદ્ર ઊભો થયો. તેણે રેતીમાં આંટા મારવા માંડ્યા. લક્ષ્મી રેતીમાં જ આંખો બંધ કરીને પડી હતી... અચાનક જ ચંડરુદ્રે પોતાનું રૌદ્ર રૂપ પ્રગટ કર્યું. તેણે પોતાની કમરેથી તીક્ષ્ણ છરી બહાર કાઢી... સૂતેલી લક્ષ્મીને લાત મારી... લક્ષ્મી ચંડરુદ્રના રૌદ્ર રૂપને અને હાથમાં છરી જોઈને, હેબતાઈ ગઈ. તેની આંખો પહોળી થઈ ગઈ... ચાલ ઊભી થા અને શરીર પરથી બધાં જ ઘરેણાં ઉતારી નાખ... જો જરાય આઘીપાછી થઈ તો આ છરી તારી છાતીમાં આરપાર ઊતરી જશે...’ લક્ષ્મીએ શરીર પરથી બધાં જ ઘરેણાં ઉતારીને, નીચે રેતીમાં મૂકી દીધાં. ચંડરુદ્રે પોતાના ખેસમાં એ ઘરેણાં બાંધી લીધાં અને લક્ષ્મીને કહ્યું : ‘રે રાક્ષસી, હવે તારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે...' ચંડરુદ્ર કોતરમાંથી બહાર નીકળી, મહાશરનગર તરફ ચાલ્યો ગયો. લક્ષ્મી મૂઢ બનીને, કોતરમાં ઊભી રહી ગઈ... એકાદ ઘટિકા પછી એને કળ વળી. એ ભાનમાં આવી. નદીના તટ પર આવી. પાણીમાં પગ ઝબોળ્યા. અને કિનારા પર બેઠી... તે વિચારવા લાગી : ‘ભલે આ ચોર મને છોડી ગયો... મને એનું દુ:ખ નથી. મારાં ઘરેણાં લઈ ગયો, એની પણ મને ચિંતા નથી... હું પેલા મારા દુશ્મનથી છૂટી ગઈ... એનો મને આનંદ છે. પુરુષો તો એક નહીં, અનેક મળશે. મારી પાસે રૂપ છે, સૌન્દર્ય છે... કળાઓ છે... હવે મારે કોઈ ગામનગરમાં પહોંચી જવું જોઈએ, મને પુરુષનો ભય નથી... પરંતુ જંગલી પશુનો ભય છે... એટલે રાત પડે એ પહેલાં કોઈ નગરમાં આશ્રય શોધી લઉં...' લક્ષ્મી ઊભી થઈ. તેણે નદીના કિનારે કિનારે ચાલવા માંડયું. ઋજુવાલુકા નદીનાં નીર ખળખળ વહી રહ્યાં હતાં. આકાશમાં પક્ષીઓ ઊડી રહ્યાં હતાં. ક્યાંક શ્રી સમરાદિત્ય મહાકથા ૮૮૧ For Private And Personal Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્યાંક કિનારા પર હરણ વગેરે નિર્દોષ પશુઓ પાણી પી રહ્યાં હતાં. લક્ષ્મી એકલીઅટૂલી કિનારા પર ચાલી રહી હતી. ધરણે આ જ ઋજુવાલુકા નદીના કિનારે વિશ્રામ કર્યો હતો. સવારે લગભગ એક પ્રહર દિવસ પસાર થયા પછી, એ જાગ્યો હતો. તેણે નદીનાં શીતલ પાણીમાં સ્નાન કર્યું. ત્યાર બાદ કિનારા પરનાં વૃક્ષો જોવા માંડ્યાં, તેને ભૂખ લાગી હતી. તેને ફળ જોઈતાં હતાં. થોડે દૂર ગયો ત્યાં એને ફણસનાં ફળ મળ્યાં અને આમ્રવૃક્ષનાં આમ્રફળ મળ્યાં. તેણે ફળો તોડ્યાં. શાંતિથી પેટ ભરીને ખાધાં. નદીનું પાણી પીધું... અને એ વૃક્ષોની છાયામાં જઈને બેઠો. “હવે કઈ દિશામાં જવું? કયાં ગામમાં જવું? સ્વદેશમાં કેવી રીતે પહોંચવું? લક્ષ્મીને ક્યાં શોધવી? એ જીવતી હશે કે કેમ...” વગેરે વિચારોમાં એ ખોવાયો.. અને જ્યારે એને નિદ્રા આવી ગઈ. એનો ખ્યાલ ના રહ્યો. જ્યારે એ જાગ્યો ત્યારે ત્રીજો પ્રહર પૂરો થયો હતો. સૂર્ય પશ્ચિમ તરફ ઢળી ગયો હતો. તે ઊભો થયો. નદીના પ્રવાહ પાસે ગયો. પાણીથી મુખ ધોયું, પાણી પીધું અને ચારે દિશામાં દૂર દૂર સુધી, એણે જોયા કર્યું. દૂરથી એક મનુષ્યાકૃતિ આવતી એણે જોઈ. “કોઈ વનવાસી હશે.' એમ સમજીને ધરણે કિનારા પર ટહેલવા માંડ્યું. તેણે રાતવાસો વૃક્ષોની ઘટામાં જ કરવાનો નિર્ણય કર્યો હતો. બીજા દિવસે સવારે આગળ વધવાનો વિચાર કર્યો હતો. પેલી મનુષ્યાકૃતિ નજીક આવી હતી.. ધરણે એને જોઈ. “આ તો કોઈ સ્ત્રી લાગે છે... હશે કોઈ વનવાસી સ્ત્રી...' એમ વિચારીને, તેણે વૃક્ષોની ઘટા તરફ જવા માંડ્યું. પરંતુ વારંવાર એની દૃષ્ટિ પેલી સ્ત્રી તરફ જતી હતી. પેલી સ્ત્રી નીચી દૃષ્ટિએ ચાલી રહી હતી. ધરણે, જ્યારે પેલી સ્ત્રી નિકટ આવી ત્યારે ધારીને જોઈ... તેના મોઢામાંથી “લક્ષ્મી..?” શબ્દ સરી પડ્યો... નીરવ શાંતિમાં... ધીમો પણ એ શબ્દ પેલી સ્ત્રીનાં કાને પડ્યો. તેણે આંખો ઉઠાવીને ધરણ સામે જોયું. તે સ્તબ્ધ થઈ ગઈ... “શું ધરણનો મને ભ્રમ થાય છે? કે આ ધરાનું પ્રેત આવીને ઊભું છે? લક્ષ્મી ધ્રુજી ગઈ. ધરણનું મન નાચી ઊઠ્યું... તેને નિર્ણય થઈ ગયો કે “આ લક્ષ્મી જ છે...” એ દોડતો આવ્યો અને લક્ષ્મીને બે હાથે ઉપાડી લીધી. લક્ષ્મી.' નાથ.' લક્ષ્મી, તું અહીં કેવી રીતે આવી ચઢી?' નાથ, આપ અહીં કેવી રીતે આવ્યા? આપને..' તેં મને યક્ષમંદિરમાં શોધ્યો હશે, નહીં?” હા પ્રાણનાથ, આપ સૂઈ ગયા પછી હું લઘુશંકા દૂર કરવા મંદિરની બહાર ગઈ ૮૮૨ ભાગ-૨ # ભવ છઠો For Private And Personal Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતી. ત્યાં એક ચોરે મને પકડી.. હું પહેલાં તો ગભરાઈ ગઈ... પછી હિંમત ભેગી કરીને બોલી : “તારે મારા દાગીના જોઈએ તો લઈ જા, પરંતુ મને અડીશ નહીં. હું પતિવ્રતા નારી છું...' ચોરે મારા દાગીના લઈ લીધા... અને એ ચાલ્યો ગયો... અચાનક આવી ઘટના બની જતાં, મને મૂર્છા આવી ગઈ... ને જમીન પર પડી ગઈ.. નાથ, જ્યારે હું જાગી.. દોડતી મંદિરમાં આવી.. પણ આપ ના મળ્યા... આપને ચારે બાજુ શોધ્યા... “નાથ... નાથ.. પ્રાણનાથ..' બોલતી બાજુના જંગલમાં ભટકવા લાગી. આપ ના મળ્યા.. રોવા લાગી... પણ ત્યાં મારું રુદન કોણ સાંભળનાર હતું? પછી તો ચાલવા જ માંડ્યું. ચાલતાં ચાલતાં નદીના કિનારે આવી. ખૂબ થાકી ગઈ હતી. પાણી પીને... એક વૃક્ષની છાયામાં ઊંઘી ગઈ. સતત બે પ્રહર સુધી ઊંઘતી રહી... મેં સંકલ્પ કર્યો હતો - “જ્યાં સુધી મારા પ્રિયતમનો મેળાપ નહીં થાય ત્યાં સુધી હું ભોજન નહીં કરું...' લક્ષ્મી ધરણના ખભે મસ્તક નાખી રોવા લાગી. ધરણે એના માથે હાથ ફેરવીને કહ્યું : “લક્ષ્મી, હવે શા માટે રુદન કરે છે? હવે આપણે મળી ગયાં. ભાગ્યે આપણું મિલન કરાવી આપ્યું. હવે ચિંતા ના કર. ચાલ, પેલી વૃક્ષઘટામાં જઈએ. ત્યાં તને ફળાહાર કરાવું.' લક્ષ્મીના મળવાથી ધરણ ભાવવિભોર થઈ ગયો. થોડી વાર, એ પોતાનું દુઃખ ભૂલી ગયો. જ્યારે લક્ષ્મી, ધરણના મળવાથી મનમાં ખેદ પામી. “આ મારો દુશ્મન પાછો મને ભેટી ગયો. એ કેવી રીતે બચી ગયો હશે? એ મરશે ત્યારે જ મને શાંતિ મળશે. પણ એ કાળના મુખમાં ગયેલો પાછો આવ્યો. મને એ જરાય પ્રિય લાગતો નથી.... શું કરું? બહારથી મારે પ્રેમનું નાટક કરવું પડે છે... ક્યાં સુધી કરતી રહીશ? મારે કોઈ જલદ ઉપાય કરવો પડશે.' લક્ષ્મીને આમ્રવૃક્ષ નીચે બેસાડી, ધરણ ફળ લેવા ગયો. ફળ લાવીને, લક્ષ્મીને આપ્યાં. લક્ષ્મીએ ફળાહાર કર્યો, નદીનું પાણી પીધું અને એ સ્વસ્થ થઈ. ધરણે યક્ષમંદિરની ઘટના, રાજાએ કરેલી શિક્ષા... સ્મશાનમાં મળેલો પૂર્વપરિચિત “મૌર્ય નામનો ચંડાળ.... એની કૃતજ્ઞતા... વગેરે બધી જ વાતો કરી. લક્ષ્મીએ વિચાર્યું : “જો એ મૌર્ય ના મળ્યો હોત તો મારું કામ થઈ જાત... બીજો કોઈ ચંડાળ હોત તો ધરણને મારી જ નાખત...' ધરણે વિચાર્યું : “હવે મારે લક્ષ્મીની સાથે, આ રીતે અપરિચિત પ્રદેશમાં રહેવું યોગ્ય નથી. નજીકમાં દતપુર નગર છે. ત્યાં મારા મામા સ્કંદદેવ રહે છે. ત્યાં ચાલ્યા જઈએ. ત્યાં ગયા પછી આગળની યોજના વિચારીશ.” લક્ષ્મી જાગી ત્યારે ધરણે એને કહ્યું : “આપણે દંતપુર જઈએ. ત્યાં મારા મામા સ્કંદદેવ રહે છે ત્યાં તું સુરક્ષિત રહીશ.' તમે દેતપુરનો માર્ગ જાણો છો?' શ્રી સમરાદિત્ય મહાકથા ૮૮૩ For Private And Personal Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હા, આપણે કાદંબરી અટવી પાર કરવી પડશે...' ભલે, આપણે દેતપુર જઈએ. લક્ષ્મી બોલી. પલ્લીપતિ કાલસેને ધરણને કાદંબરી અટવમાં ઘણો શોધ્યો. તેના સાથીઓએ પણ સર્વત્ર શોધ્યો. પરંતુ ધરણ ના મળ્યો. કાલસેન નિરાશ થઈ ગયો. એ પલ્લીમાં આવ્યો, સાથીદારો પણ નિરાશવદને પાછા આવ્યા. નીચું મુખ કરીને, તેઓ પલ્લીપતિ સામે ઉભા રહી ગયા. કાલસેને પોતાના વિશ્વાસુ સાથીદારોને કહ્યું : “ભાઈઓ, મારા અને મારા પરિવારના પ્રાણો બચાવનારા એ સાર્થવાહ ના મળ્યો. પાંચ દિવસ થઈ ગયા છે. મારી પ્રતિજ્ઞાનું મારે પાલન કરવાનું જ છે. માટે મારી આ પલ્લી હું તમને સોંપું છું. હું ચિતામાં પ્રવેશ કરી, પ્રાણત્યાગ કરીશ. પરંતુ મારી એવી ઈચ્છા છે કે કાદંબરી દેવીને કહ્યા મુજબ, હું દસ પુરુષોનો દેવીને બલિ આપીશ, તે પછી હું ચિતામાં પ્રવેશ કરીશ. માટે હે સાથીદારો, પહેલાં તો તમે લાકડાં લાવીને ચિતા રચી દો. પછી તમે અટવીમાં જાઓ અને દસ પુરુષોને પકડી લાવો. દેવીની મૂર્તિ સમક્ષ એ બલિદાન આપવાનાં છે. તમે જાઓ અને જલદી પુરુષોને પકડી લાવો.” સાથીઓએ અશ્રપૂર્ણ આંખે ચિતા રચી અને તેઓ બલિ માટે પુરુષોને લઈ આવવા, ચાલ્યા ગયા. પલ્લીપતિએ પર્વત-નદીમાં સ્નાન કર્યું. ભગવા રંગનાં વસ્ત્ર પહેર્યાં. કરેણપુષ્પોની માળા બનાવી, ગળામાં પહેરી, અને તે ચંડિકાના (કાદંબરી અટવીની ક્ષેત્રદેવી) મંદિર તરફ ચાલ્યો. સાર્થના પુરુષો પલ્લીપતિની પ્રતિજ્ઞાપાલનની દૃઢતા જોઈને, ધરણ પ્રત્યેનો અવિહડ રાગ જોઈને, દિંગ થઈ ગયા. “ઉપકારીના ઉપકારને યાદ રાખી, પ્રત્યુપકાર કરવાની આ પલ્લીપતિની કેવી ઉત્તમતા છે!” તેઓના હૃદયમાં પલ્લીપતિ પ્રત્યે અહોભાવ પ્રગટ્યો. “અવશ્ય એ ચિતામાં પ્રવેશ કરશે..”તેઓ ધ્રુજી ગયા. તેઓ સર્વે પલ્લી પતિની પાછળ પાછળ દેવીના મંદિર તરફ ચાલ્યા. મંદિર કાદંબરી અટવીના એક ભાગમાં આવેલું હતું. મંદિરની આસપાસ ઘણાં જૂનાં વૃક્ષો હતાં. ઊધઈનાં કીડાઓએ એ વૃક્ષોને બોદાં કરી દીધાં હતાં. એક બાજુ મોટો રાફડો હતો. તેમાં સર્પ અને સર્પિણીનો વાસ હતો. મોટાં વૃક્ષોનાં થડ ઉપર લોહીથી ત્રિશુળો ચીતરેલાં હતાં. વૃક્ષોની ડાળીઓ ઉપર પાડાનાં અને બકરાનાં મસ્તક બાંધેલા હતાં, પંછડાં અને પગની ખરીઓ લટકતી હતી. શિંગડાં લટકતાં હતાં. ગીધ અને કાગડાઓનાં ટોળા આકાશમાં ઊડી રહેલાં હતાં. જમીન ઉપર ઠેર ઠેર લોહી છંટાયેલું હતું અને માંસના ટુકડાઓ વેરાયેલા પડ્યા હતા. ૦ 0 0 ભાગ-૨ # ભવ છઠો ૮૮૪ For Private And Personal Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લક્ષ્મીની સાથે ધરણ દેતપુર તરફ જઈ રહ્યો હતો. માર્ગમાં એ કાદંબરી અટવી આવતી હતી. તે અટવીમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યાં કાલસેનના સાથીદારો કે જેઓ દેવીને બલિ આપવા માટે પુરુષોની શોધમાં હતા, તેમણે ધરણને જોયો. પાછળ ચાલી આવતી લક્ષ્મીને પણ જોઈ. તેમણે અચાનક હુમલો કરીને, બંનેને પકડ્યાં. ધરણને, વેલનાં દોરડાં બનાવીને બાંધ્યો. ધરણે પૂછુયું : “તમે મને શા માટે બાંધો છો?' ‘તને પકડીને, અમે ચંડિકાનાં મંદિરે લઈ જઈશું. ત્યાં તને દેવીની સમક્ષ ઊભો રાખી, તારું બલિદાન આપવામાં આવશે.” ધરણ મૌન રહ્યો. લક્ષ્મીને બાંધી નહીં, પરંતુ તેને ભીલોએ કહ્યું : “તારે પણ અમારી સાથે આવવાનું છે.' લક્ષ્મી મનમાં રાજી થઈ. “હવે તો જરૂર મારા દુમનનો વધ થશે!” ભીલો બંનેને ચંડિકાના મંદિરે લઈ આવ્યા. પુરુષોના મૃતદેહોથી એ મંદિરનો કિલ્લો બનાવવામાં આવ્યો હતો. મસ્તક વિનાનાં શરીરોથી મંદિરનો દરવાજો બનાવવામાં આવ્યો હતો. એ શરીરો દેવીના પ્રભાવથી, સડ્યાં નહોતાં. મનુષ્યોનાં મસ્તકોની તોરણમાળા બનાવીને, ત્યાં દરવાજા પર બાંધવામાં આવી હતી. વાઘના ચામડાની ધજા બનાવી, ઊંચા વાંસ પર બાંધવામાં આવી હતી. મંદિરના ગર્ભગૃહ આગળ સિંહનાં બે મસ્તક ગોઠવવામાં આવ્યાં હતાં. ધરણ અને લક્ષ્મી... આ બિહામણું દશ્ય જોઈ. અકળાઈ ગયાં. હાથીઓના દતુશળોથી શૂળીઓ બનાવી, મંદિરની ભીંતો પર ખોડવામાં આવી હતી. દેવીના ગર્ભગૃહમાં, શરીર પરથી ઊતરડી કાઢેલી ચામડી પાથરવામાં આવી હતી. દીપકોમાં પુરુષશરીરની ચરબી પૂરીને સળગાવવામાં આવ્યા હતા. ગુગ્ગલના ધૂપની ગંધ મંદિરમાં સર્વત્ર ફેલાયેલી હતી. લોહીથી રંગાયેલા અક્ષતોનો સાથિયો કરવામાં આવ્યો હતો. ગર્ભગૃહના દ્વારે બે ભીલ યુવાનો હાથમાં લાંબી.. તીક્ષણ અને ઉજ્જવલ તલવારો લઈને, ઊભા હતા. ધરણ અને લક્ષ્મીને ત્યાં લાવવામાં આવ્યાં. એક છોક જ શ્રી સમરાદિત્ય મહાકથા ૮ For Private And Personal Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [13] દેવી ચંડિકાના એક હાથમાં કમળનું પુષ્પ હતું. બીજા હાથમાં ઘંટ હતો. ત્રીજા હાથમાં તલવાર હતી અને ચોથા હાથમાં ધનુષ્ય હતું. તે મહિષાસુર પર બેઠેલી હતી. તેનું રૂપ અત્યંત બિહામણું હતું. ધરણે દેવીની મૂર્તિ જોઈને વિચાર્યું : “અહો, અમે ક્યાં આવી ગયાં! કેવા પાપકર્મ ઉદયમાં આવ્યા છે! જીવ ગમે તેવો પરાક્રમી હોય છતાં એ પોતાનાં સુકૃત અને દુષ્કતથી બચી શકતો નથી. એક પછી એક કેવી અણધારી આફતો આવી રહી છે! છતાં અણીના સમયે... હું મૃત્યુથી બચી જાઉં છું.” ધરણની વિચારધારા આગળ વધે એ પહેલાં તો એક પહેલવાન જેવા ભીલે ધરણને ઊંચકીને, ત્યાં ઊભેલા ભીલોના ટોળા વચ્ચે ફેંક્યો. ભીલોએ એને દોરડાથી મુશ્કેટોટ બાંધી દીધો. એની સાથે સાથે બીજા નવ પુરુષોને પણ એ જ રીતે બાંધીને, પંક્તિબદ્ધ ઊભા રાખેલા હતા. મંદિરમાં ઘંટારવ શરૂ થયો. દેવીની સમક્ષ હાથ જોડીને, સહુ ઊભા રહી ગયા ત્યાં પલ્લીપતિ કાલસેને મંદિરમાં પ્રવેશ કર્યો. દેવીનાં ચરણોમાં વંદના કરી... પછી એ બે હાથ જોડી, ગળદ સ્વરે તે બોલ્યો : “હે ભગવતી, જોકે તમે મારા પર કૃપા કરી નથી. એ સાર્થવાહને હું શોધી શક્યો નથી. એ ઉપકારી મહાપુરુષ ઉપર મેં અપકાર કર્યો છે. હે દેવી, હવે તારી પૂજા કર્યા પછી, અગ્નિપ્રવેશ કરીશ... ભવાંતરમાં હું આવાં દુઃખ ભોગવનાર ના બનું, તેવી મારા પર કૃપા કરજો. હું તમારો દાસ છું.” આ પ્રમાણે પ્રાર્થના કરીને, કાલસેને પાસે ઊભેલા ભીલને કહ્યું : “કુરંગક, હવે ભગવતી દેવીને બલિ ધરાવો.” કુરંગક એક ભયભીત...ધ્રુજતા પુરુષને, એના વાળથી ખેંચીને, કાલસેનની પાસે લઈ આવ્યો. બીજો ભીલ રક્તચંદનથી ભરેલું પાત્ર લઈ આવ્યો. બલિ-પુરુષના આખા શરીરે રક્તચંદનનું વિલેપન કર્યું. કાલસેને વીજળી જેવી ઝબકારા મારતી તલવાર મ્યાનમાંથી બહાર ખેંચી કાઢી. તેણે સર્વપ્રથમ પોતાના ખભા પર તલવારનો સહેજ ઘસરકો કર્યો, અને પેલા બલિપુરુષને પૂછ્યું : હે ભદ્ર, છેલ્લે છેલ્લે આ જીવલોકને તું જોઈ લે. કારણ કે તારે હવે આ જીવલોકને છોડીને, સ્વર્ગ તરફ પ્રયાણ કરવાનું છે. કહે તારી છેલ્લી ઈચ્છા શી છે? હું તારી છેલ્લી ઈચ્છા પૂર્ણ કરીશ.” ભયભીત બની ગયેલો, એ પુરુષ કંઈ ના બોલ્યો. આંખો બંધ કરીને દીનહીન વદને ઊભો રહ્યો. ૮૮૬ ભાગ-૨ # ભવ છઠ્ઠઠો For Private And Personal Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાલસેને ફરીથી પૂછ્યું : ‘હે ભદ્ર, મરવાનું તો છે જ, પણ મરીને તું સ્વર્ગમાં જઈશ, માટે કહે... તારી ઈચ્છા પૂર્ણ કરું? છતાં પેલો પુરુષ મૌન રહ્યો. તેની બધી ઈચ્છાઓ મરી ગઈ હતી. ધરણ કાલસેનની વાત સાંભળતો હતો. તેણે વિચાર્યું : ‘ખરેખર, મારે પણ આ જ રીતે મરવાનું છે, તો આ દીન-હીન પુરુષનો ઘાત મારે ના જોવો પડે અને એને થોડો વધુ સમય જીવવાનો મળે... તે માટે હું જ સ્વયં પહેલો બલિ બની જાઉં.' ધરણે, કાલસેનના સેવક કુરંગકના કાનમાં કહ્યું : ‘ભાઈ, તારા આ માલિકને વિનંતી કર કે આ બિચારો પુરુષ ભયભીત બની ગયો છે એટલે એના પૂર્વે મારો બલિ ધરાવી દે. એને કહે કે તમારું જે પ્રયોજન હશે તે હું સિદ્ધ કરી આપીશ.' કુરંગકે કાલસેનને વાત કરી, કાલસેને કહ્યું : ‘એ પુરુષને મારી પાસે લાવ.' ધરણ કાલસેનની પાસે ગયો... કાલસેને તેને કહ્યું : ‘દેવીને બલિ ધરાવવા પૂર્વે હું તારી છેલ્લી ઈચ્છા પૂર્ણ કરીશ. માટે જીવન સિવાય તારે જે માંગવું હોય તે માગી લે.’ ધરણે કહ્યું : ‘આ પુરુષને છોડી દો, અને મને મારો.’ કાલસેન વિસ્ફારિત નયને ધરણને જોઈ રહ્યો... એની આંખો ભીની થઈ ગઈ. ‘કેવો પરોપકારી પુરુષ છે આ? આ તો મને સાર્થવાહની સ્મૃતિ કરાવે છે... એના જેવો જ આનો ચહેરો છે... ને એના જેવા જ આના બોલ છે... શું આ પોતે જ સાર્થવાહ હશે?' કાલસેનના હાથમાંથી તલવાર છૂટી ગઈ... ને તે મૂર્ચ્છિત થઈ, જમીન પર ઢળી પડ્યો... મંદિરમાં હાહાકાર થઈ ગયો...’ દેવીનો પ્રકોપ થયો... દેવીનો પ્રકોપ થયો...' કોલાહલ થવા લાગ્યો, ભીલયુવાનોએ કાલસેન ઉપર વીંઝણાથી પવન નાખવા માંડયો. શીતલ પાણીનો છંટકાવ કર્યો. કાલસેન થોડી વાર પછી, ભાનમાં આવ્યો. ધ૨ણ ભીંતના સહારે જઈને, ઊભો હતો. કાલસેને પાસે ઊભેલા યુવાનને કહ્યું : ‘કુમાર, જો તો એ મહાનુભાવ કોણ છે? ખરેખર, મને તો એ સાર્વવાહ પોતે લાગે છે.’ યુવાન ધરણની પાસે ગયો, એને ધારીધારીને જોયો... અને તરત જ કાલસેનને કહ્યું : ‘એ જ છે, એ જ છે. આપ સ્વયં એને જુઓ... એ જ મહાપુરુષ છે...' કાલસેન ધરણની પાસે આવ્યો. ધરણને સ્થિર દૃષ્ટિથી જોયો. ઓળખ્યો... અને એના હૃદયમાં અપાર હર્ષ થયો. તેણે આજ્ઞા કરી : ‘કુમાર, આ મહાપુરુષનાં બંધન ખોલી નાખો.’ કુમારે ધરણને બંધનમુક્ત કર્યો. કાલસેન ધરણનાં ચરણોમાં પડી ગયો. તેની આંખોમાં આંસુ ઊભરાયાં. તેણે કહ્યું : ‘હે મહાપુરુષ, હે સાર્થવાહ, મારા આ અપરાધની મને ક્ષમા આપો.’ શ્રી સમરાદિત્ય મહાકા For Private And Personal Use Only ay Page #394 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધરણે કહ્યું : ‘હે વીર પુરુષ, ઇચ્છિતની પ્રાપ્તિ થવાથી, મને લાભ જ થયો છે... આમાં તમારો અપરાધ ક્યાં થયો? તમે અપરાધ નથી કર્યો, ઉપકાર કર્યો છે.' કાલસેને વિચાર્યું : ‘હજુ આ સાર્થવાહે મને ઓળખ્યો નથી, માટે આ પ્રમાણે બોલે છે... માટે એને હું મારી ઓળખાણ આપું.’ કાલસેને પૂછ્યું : ‘હે સાર્થવાહ, તેં કયા ઈચ્છિતની પ્રાપ્તિ કરી?' ધરણે કહ્યું : ‘મહાપુરુષ, અહીં જે હિંસા થવાની હતી, તે બંધ રહી... એ જ મારું ઈચ્છિત હતું.’ કાલસેને પૂછ્યું : ‘હે સાર્થવાહ, તું આ પુરુષના બદલે કેમ મરવા તૈયાર થઈ ગયો? જીવન પ્રત્યે આટલો બધો કંટાળો આવી જવાનું કોઈ કારણ?' ધરણે કહ્યું : ‘મહાપુરુષ, એ કથા લાંબી છે, એ વાત જવા દે, અત્યારે તું તારું ઈચ્છિત પૂર્ણ કર.' કાલસેન, ધરણની મહાનુભાવતા પર ઓવારી ગયો. મંદિરમાં ઊભેલા ભીલપુરુષો અને બલિ માટે પકડી લાવેલા પુરુષો, આ બંનેનો વાર્તાલાપ સાંભળી રહ્યા હતા. ભીલો આશ્ચર્યચકિત હતા, બલિ માટેના પુરુષોને મુક્ત થવાની આશા જાગી હતી. કાલસેને ધરણને કહ્યું : ‘કે ઉપકારી મહાપુરુષ, યાદ આવે છે તમને, પેલી પલ્લીમાં તમે આવીને, ઔષધપ્રયોગ કરીને, મને જીવાડ્યો હતો? સિંહે મારું માથું ફાડી નાંખ્યું હતું... અને હું અગ્નિપ્રવેશ કરવા તૈયાર થયો હતો? મારી પાછળ મારી ગર્ભવતી પત્ની પણ અગ્નિપ્રવેશ કરવા તૈયાર થઈ હતી, તમે અમને ત્રણેને જીવનદાન આપ્યું હતું. એ ઉપકારનાં બદલામાં મેં તમારા પર કેવો મોટો અપકાર કર્યો? તમને સાર્થથી વિખૂટા કર્યા... એટલું જ નહીં, તમને આવી બંધકની સ્થિતિમાં મૂકી દીધાં...' કાલસેન રડી પડ્યો. ધરણને એ બધી ઘટના યાદ આવી. તેણે નમ્રતાથી કહ્યું : ‘અરે પલ્લીપતિ, તમને જિવાડનાર હું વળી કોણ? તમે તમારા પુણ્યથી જ જીવ્યા છો, હું તો માત્ર નિમિત્ત બન્યો હતો... ખેર, એ બધી વાતો પછી કરીશું... પરંતુ આ બધું શું કરવા માંડયું છે? શા માટે આ બિલ ચઢાવવાના છે?’ કાલસેન શરમાઈ ગયો. યુવાન કુરંગકે કહ્યું : ‘હે મહાપુરુષ, આ જે કંઈ અહીં બની રહ્યું છે તેમાં નિમિત્ત આપ જ છો.' ધરણને આશ્ચર્ય થયું. એણે પૂછ્યું : ‘એ કેવી રીતે?' ‘મહાપુરુષ, આપનો સાથે અમારી પલ્લીના જ સુભટોએ લૂંટ્યો હતો, જ્યારે તેઓ લૂંટનો માલ લઈને અને સાથેના પુરુષોને બંધક બનાવીને, પલ્લીમાં આવ્યા ત્યારે પલ્લીપતિએ પૂછ્યું કે ‘તમે જે સાર્થ લૂંટ્યો, તે સાર્થ કોનો હતો?' અમારા ભાગ-૨ * ભવ છઠ્ઠો For Private And Personal Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુભટો તો આપને ઓળખતા ન હતા, પરંતુ બંધક પુરુષોએ કહ્યું કે “સાર્થવાહ ધરણનો આ સાર્થ હતો.” વળી, જ્યારે આપ પલ્લીમાં આવેલા ત્યારે આપની સાથે આવેલા એક બંધકયુવકને પલ્લીપતિ ઓળખી ગયા. પલ્લીપતિને ખૂબ જ દુઃખ થયું. તેમણે લૂંટનો માલ-સામાન એક બાજુ સુરક્ષિત મુકાવી દીધો, બંધકોને મુક્ત કરી દીધા, અને આપને શોધવા માટે ચારે બાજુ માણસોને મોકલી દીધા. પોતે પણ પલ્લીપતિ, આપને શોધવા ગયા. આપ ના મળ્યા. બધા નિરાશ થઈને પાછા આવ્યા. પલ્લીપતિએ સહુને કહ્યું : “હું ફરીથી એ ઉપકારી સાર્થવાહને શોધવા જાઉં છું.... પાંચ દિવસમાં જો તે નહીં મળે તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ અને જો મળી જશે તો દેવીને દસ પુરુષોનો બલિ ચઢાવીશ.. આપ તો ન મળ્યા, પરંતુ “દેવીને બલિ ચઢાવીને પછી અગ્નિપ્રવેશ કરીશ.” આ પ્રમાણે ઘોષણા કરી... દસ પુરુષોને પકડી મંગાવ્યા. તે પછીની વાત આપ જાણો છો...” હે પલ્લીપતિ, પહેલા તો આ નવ પુરુષોને મુક્ત કરી દો. એમનું જે કંઈ તમારા માણસો પાસે હોય તે, તેઓને આપીને વિદાય કરો.. પછી બીજી વાત આપણે કરીએ.” હે મહાપુરુષ, આપની આજ્ઞા શિરોધાર્ય છે.” નવે પુરુષોને મુક્ત કર્યા. તેમનો ધનમાલ તેમને પાછો આપવામાં આવ્યો. તેમનું સન્માન કરી વિદાય આપી. ધરણને, પલ્લી પતિનો પોતાના પ્રત્યેનો દઢ અનુરાગ જાણીને, અપાર હર્ષ થયો. ખરેખર, આના વ્યવસાય કરતાં, એના ભાવ કેટલા જુદા છે! કેવો અદ્દભુત છે એનો કૃતજ્ઞતા ગુણ! ઉપકારીનાં ઉપકારોને નહીં ભૂલવાની કેવી શ્રેષ્ઠ ગુણસંપત્તિ છે એની!” 0 0 0 પલ્લીપતિ, લક્ષ્મી-ધરણ સાથે અને પોતાના સ્વજન-પરિજનો સાથે, પલ્લીમાં આવ્યો. સાર્થના પુરુષો ધરણને મંદિરની બહાર જ મળી ગયા હતા. તેઓએ પલ્લીપતિએ કરેલા સારા વ્યવહારની પ્રશંસા કરી. ધરણે પલ્લીપતિને કહ્યું : “હે વીરપુરષ, મારે તમને સહુને દેવીપૂજા અંગે કેટલીક વાતો કહેવી છે. ભોજનાદિથી નિવૃત્ત થઈ, આપણે સહુ ભેગા મળશું.” પલ્લીપતિએ હા પાડી. ઘરણની ઈચ્છા હતી કે દેવીને બલિ આપવાની પ્રથા બંધ થવી જોઈએ. એને પલ્લીપતિ પર વિશ્વાસ બેઠો હતો કે એ આ વાત માનશે. પલ્લીપતિએ પલ્લીમાં ઘોષણા કરાવી દીધી કે “ભોજન કરીને સહુએ પલ્લીના શ્રી સમરાદિત્ય મહાકથા - ટહ ૮૮૯ For Private And Personal Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોકમાં વટવૃક્ષની નીચે ભેગા થવાનું છે.’ એ દરમિયાન પલ્લીપતિએ, ધરણને સાર્થની લૂંટનો બધો જ માલ-સામાન બતાવી દીધો અને સોંપી દીધો. ધરણે પલ્લીપતિને ખૂબ ખૂબ અભિનંદન આપ્યાં. ભોજન થઈ ગયું હતું. સહુ વટવૃક્ષની નીચે આવીને, બેસવા માંડડ્યા. પલ્લીપતિની સાથે ધ૨ણ ત્યાં જઈને બેઠો. ધરણે, પલ્લીનાં સ્ત્રી-પુરુષો સમજી શકે એવી સરળ ભાષામાં વાત શરૂ કરી : ‘ભાઈઓ અને બહેનો, મારે આજે તમને દેવ-દેવીના પૂજનની વાત કહેવી છે. બધાં જ દેવ-દેવીઓને આપણી શુદ્ધા ગમે છે. તેઓ બધા જ જીવો પર દયા કરનારા હોય છે. મનુષ્ય, પશુ, પક્ષી અને કીડી ઉપર પણ તેઓ દયાળુ હોય છે. એટલે એમને કોઈ પણ જીવની હિંસા ગમતી નથી. માટે દેવ-દેવીને કોઈ પણ જીવનો બલિ આપવો ના જોઈએ. દેવીની આગળ કોઈ પણ જીવનો વધ ના કરવો જોઈએ. જીવોને મારવાથી પાપ લાગે છે. પાપકર્મ બંધાય છે. એથી ભવાંતરમાં દુઃખ મળે છે. શરીરમાં અનેક રોગ થાય છે. નાની ઉંમરમાં સ્ત્રી વિધવા થાય છે. પુરુષનો અપયશ થાય છે. ઘોર હિંસા કરવાથી જીવને નરકમાં જવું પડે છે. નરકનાં દુઃખો તો લાખો-કરોડો વર્ષો સુધી ભોગવવાં પડે છે. ત્યાં નથી મળતું ખાવા-પીવાનું કે નથી મળતો આરામ, માટે હવે તમે ક્યારેય દેવીને બિલ ના આપશો, બલિના બદલે તમે દેવીને ફૂલ ચઢાવજો. ચંદનથી વિલેપન કરજો. દીપક પ્રગટાવજો અને ધૂપ કરજો. અક્ષતથી વધાવજો...’ પલ્લીપતિએ ઊભા થઈને કહ્યું : ‘હું ઉપકારી, તમારી આજ્ઞા મુજબ હવે અમે દેવીને પશુ-પક્ષી કે મનુષ્યોનો બલિ નહીં ધરાવીએ. તમે કહ્યું તે રીતે પૂજા કરીશું.' ધરણે કહ્યું : ‘હે મહાપુરુષ, દેવીના મંદિરમાં જે કંઈ પશુનાં કલેવરો, મનુષ્યના મૃતદેહો વગેરે છે, તે બધાંનો અગ્નિસંસ્કાર કરી નાખો. લોહીનો એક છાંટો પણ ના રહે, એ રીતે મંદિરને ધોવડાવી નાખો. ફરીથી ગોબરનું લીંપણ કરી દો. મંદિરની આસપાસ પણ કોઈ હાડપિંજર ના રહેવું જોઈએ. ચારે બાજુ સુંદર ઉદ્યાન બનાવો.’ જૂઈ, કેતકી અને ગુલાબ વગેરે પુષ્પોને ઉગાડો.' પલ્લીપતિએ કહ્યું : ‘હે સાર્વવાહ, બે જ દિવસમાં તમારી આજ્ઞા મુજબ દેવીનું મંદિર સ્વચ્છ અને શુદ્ધ બની જશે. પરંતુ તમારે બે દિવસ અહીં રહેવું પડશે.’ ‘અવશ્ય રહીશ! બધુ શુદ્ધિકરણ થયા પછી આરતી ઉતારીને, પછી તમારી અનુમતિ લઈને અહીંથી પ્રયાણ કરીશ.’ પલ્લીપતિ અતિ હર્ષિત થયો. એણે પોતાના માણસોને દેવીના મંદિરની શુદ્ધિ કરવાની આજ્ઞા આપી... ‘જે બાળવાનું હોય તે બાળી નાખજો. જે જમીનમાં દાટવાનું હોય તે દાટી દેજો. જે ધોવાનું હોય તે ધોઈ નાખજો. પછી ગોબરથી એનો ભૂમિભાગ લીંપી નાખજો. આ બધું કામ પૂરું કરીને, મને જાણ કરજો.' ૮૯૦ ભાગ-૨ * ભવ છઠ્ઠો For Private And Personal Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પલ્લીનાં સ્ત્રી-પુરુષો આનંદથી નાચવા લાગ્યાં. સહુ ત્યાંથી વિખરાયાં. ૦ ૦ ૦ સંધ્યા સમયે ધરણ અને પલ્લીપતિ, પલ્લીના બહારના પ્રદેશમાં પરિભ્રમણ કરવા નીકળ્યા. ધરણે પલ્લી પતિને કહ્યું : કાલસેન, તમારા માણસો લૂંટફાટ કરીને, વર્ષમાં કેટલું ધન મેળવે છે?' “જીવવા પૂરતું! કંઈ બચતું નથી...' “એટલું ધન જમીનની ખેતી કરીને, ના મેળવી શકાય? તો આવી લૂંટફાટ ના કરવી પડે અને સજ્જનની જિંદગી જીવી શકાય. હું એમ ઈચ્છું છું કે હવે તમે કોઈ પણ મનુષ્યને દુઃખી ના કરો. અટવીનો માર્ગ ભય વિનાનો થઈ જાય. તમારી પલ્લી, યાત્રિકો માટે. સાર્થ માટે વિસામો બની જાય... અને તમે એક રાજા તરીકે પ્રસિદ્ધ થાઓ..' પલ્લીપતિને ધરણની વાત ગમી. ધરણે આગળ વધીને કહ્યું : “મહાપુરુષ, મારા પાસે ઘણી સંપત્તિ છે. એક ક્રોડ જેટલું ધન કમાઈને, હું મારા નગર માર્કદી જઈ રહ્યો છું. મારી તમને વિનંતી છે કે તમે તેમાંથી જોઈએ તેટલું ધન ગ્રહણ કરી, પલ્લીમાં પાકાં ઘર બંધાવો. કૂવા ખોદાવો. ખેતી કરવા માટે સાધનો વસાવો...” “ના, ના, એ વાત ન કરશો. અમે મહેનત કરીને કમાઈશું. તમારું ધન મારાથી લેવાય નહીં, મારે તો આપવાનું હોય. તમે કરેલા ઉપકારોનો બદલો હું કેવી રીતે વાળી શકું? એ વિચાર હું કરી રહ્યો છું.” મહાપુરુષ, તમે હિંસાનો ત્યાગ કરીને, એ બદલો વાળી જ દીધો છે. એનાથી વધીને મારે બીજું કંઈ જોઈતું નથી. એક જ મારી ઈચ્છા છે કે હું પલ્લીના દરેક પરિવારને એક એક હજાર સોનામહોરો આપું, આપ મને અનુમતિ આપો...” પલ્લીપતિ ના ન પાડી શક્યો. ધરણે પલ્લીમાં દરેક પરિવારને એક એક હજાર સોનામહોરો આપી અને એનો ઉપયોગ કેવી રીતે કરવો, એ પણ સમજાવ્યું. બે દિવસમાં દેવીનું મંદિર શુદ્ધ થઈ ગયું. આસપાસનો પ્રદેશ પણ સ્વચ્છ થઈ ગયો. ધરણ પલ્લીપતિ સાથે મંદિરે ગયો. પલ્લીપતિએ સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી, પુષ્પ-ચંદન આદિ દ્રવ્યોથી પૂજા કરી. ધરણે દેવીના ગળામાં સ્વર્ણહાર પહેરાવી દીધો. ઘર પલ્લીમાં આવીને, પોતાના સાર્થના પુરુષોને, તેમની સંપત્તિ આપીને, વિદાય કર્યા. પલ્લીપતિના અતિ આગ્રહથી, તે થોડા દિવસ વધારે પલ્લીમાં રોકાયો. પલ્લીપતિએ ધરણની ખૂબ આગતા-સ્વાગતા કરી. એક દિવસે લક્ષ્મી સાથે ધરણે માકંદીનગરી તરફ પ્રયાણ કર્યું. શ્રી સમરાદિત્ય મહાકથા ૮૧ For Private And Personal Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir GE સાર્થ સાથે ધરણ માકંદીનગરીમાં આવી પહોંચ્યો. તેણે નગરીની બહાર ઉદ્યાનમાં પડાવ નાખી, માતા-પિતાને સમાચાર મોકલ્યા. માતા-પિતાએ મહાજનને જાણ કરી. સહુ આનંદિત થયા. મહાજને ધરણની સંપત્તિને જોઈ. ગણતરી કરી. તેની સંપત્તિ સવા કરોડ સોનામહોરની હતી ધરણે નગરપ્રવેશ કર્યો. પોતાની હવેલીમાં પહોંચ્યો. પહેલા એણે મહાજને આપેલું, પાંચ લાખ દ્રવ્ય મહાજનને પાછું આપી દીધું. પંદર દિવસ પછી દેવનંદી પણ પરદેશથી આવી ગયો. તેણે પણ નગરની બહાર મુકામ કર્યો. મહાજન ત્યાં ગયું. એની બધી સંપત્તિની ગણના કરી. તેની સંપત્તિ પચાસ લાખ સોનામહોરોની થઈ. મહાજને કહ્યું : “વત્સ, તારી સંપત્તિ અડધો ક્રોડ સોનામહોરોની છે, જ્યારે ધરણની સંપત્તિ સવા કોડ સોનામહોરોની થઈ છે.' દેવનંદી ભોંઠો પડી ગયો, પરંતુ ધરણે એને આદરથી બોલાવ્યો. તેની લજ્જા દૂર કરી. થોડા દિવસો પછી મદન-ત્રયોદશીનો મહોત્સવ આવ્યો. નગરશેઠે ધરણની હવેલીમાં આવીને કહ્યું : “વત્સ, રથને જડ અને નગરની બહાર નીકળ.” ધરણે કહ્યું : હે પૂજ્ય, એવી બાલક્રીડા નથી કરવી... હું અને દેવનંદી એક જ રથમાં બેસીને ઉદ્યાનમાં જઈશું.” નગરશેઠ હર્ષિત થઈ ગયા. નગરમાં સર્વત્ર ધરણની પ્રશંસા થઈ. ધરણે પરોપકારનાં અનેક કાર્યો કરવા માંડ્યાં. તેના પિતા બંધુદત્તે કહ્યું : “વત્સ, તારું કમાવેલું ધન, બધું જ પરોપકારમાં વાપરી નાખ. મારી પાસે વિપુલ ધનસંપત્તિ છે જ, કે જે તારી છે. આપણી સાત પેઢી સુધી ચાલે એટલું ધન છે.' પિતાનું પ્રોત્સાહન મળવાથી, ધરણે દીન-અનાથ અને અપંગ લોકોને ખુબ દાન આપવા માંડ્યું. ધર્મકાર્યો પણ કર્યાં. લક્ષ્મી સાથે યથેચ્છ વૈષયિક સુખો પણ ભોગવ્યાં. બે વર્ષમાં પોતાનું કમાવેલું બધું જ ધન વપરાઈ ગયું ત્યારે ધરણે વિચાર કર્યો : ઉત્તમ કુળમાં જન્મેલા પુરુષે ત્રણ પુરુષાર્થનું સેવન કરવું જોઈએ... ધર્મ, અર્થ અને કામ, ત્રણ પુરુષાર્થ કરવા જ જોઈએ. હું કોઈ સર્વત્યાગી સાધુ નથી ગૃહસ્થ છું. ત્રણ પુરુષાર્થમાં ગૃહસ્થ માટે મુખ્ય પુરુષાર્થ અર્થપુરુષાર્થ છે. અર્થથી ધર્મપુરુષાર્થ અને કામપુરુષાર્થ સિદ્ધ કરી શકાય છે. વળી, ધનવૈભવ તો મહાદેવતા છે. ધનવૈભવથી પુરુષનું ગૌરવ વધે છે. દુનિયા એનું બહુમાન કરે છે, પૂજા કરે છે. ધનવાન પુરુષ સૌભાગ્યશાળી કહેવાય છે. એ જ્યાં જાય ત્યાં પોતાનો પ્રભાવ વિસ્તારે છે. તે કુળવાન અને રૂપવાન ગણાય છે. ૮૯૨ ભાગ-૨ # ભવ છઠ્ઠઠો For Private And Personal Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેની બુદ્ધિનો પણ વિકાસ થાય છે. ધનવાન પુરુષ પરોપકાર કરી શકે છે... સ્નેહીસ્વજનોના મનોરથ પૂર્ણ કરી શકે છે, અને એ રીતે તે આનંદ મેળવી શકે છે. જોકે મારા પિતાજી પાસે અખૂટ ધનસંપત્તિ છે... પરંતુ મારે એ ના જોઈએ. હું મારા પોતાના પુરુષાર્થથી જ ધનાર્જન કરું, એ માટે મારે પરદેશ જવું જોઈએ... માતાપિતાની અનુમતિ મેળવી... હું શીઘ્ર પરદેશ જાઉં... જોકે માતા-પિતા જલદી અનુમતિ નહીં આપે... તેમનો મારા પ્રત્યે અત્યંત સ્નેહ છે... છતાં તેઓ મારી ઈચ્છાને તોડશે નહીં...’ ધરણને લક્ષ્મીનો વિચાર આવ્યો. ‘લક્ષ્મીને પરદેશ જવાની વાત કરું, પરંતુ આ વખતે તેને મારી સાથે ના લઈ જાઉં... પરદેશમાં સ્ત્રી બંધનરૂપ બને છે... ગઈ વિદેશયાત્રામાં કેવાં કષ્ટો આવ્યાં? અને કેવી કેવી વેદનાઓ સહવી પડી હતી? પરંતુ એને મારા પર અતિ રાગ છે... એટલે સાથે આવવાનો આગ્રહ કરશે જ...' કેટલાક દિવસો સુધી, ધરણ આ વિચારો કરતો રહ્યો. પરદેશયાત્રા માટેની રૂપરેખા તૈયાર કરતો રહ્યો. એક દિવસ તેણે પિતા બંધુદત્તને વાત પણ કરી દીધી. માતા હારપ્રભાને પણ વાત કરી. માતા-પિતા બંનેએ ધરણને કહ્યું : ‘પુત્ર, શા માટે હવે પરદેશ જવું જોઈએ? આપણી પાસે કુબેરનો ભંડાર છે. તારો જ છે એ ભંડાર, તારે જે દાન - પરોપકાર કરવાં હોય તે કરી શકે છે. આપણી મોટી પેઢી છે... તેનો વહીવટ પણ સંભાળી લે... હવે તું અમારી પાસે જ રહે, એ અમને 212... ધરણે વિનયથી... વિનમ્રતાથી કહ્યું : ‘આપ કહો છો એ ઉચિત છે. પરંતુ તેથી મારા મનને સંતોષ નહીં થાય. પરદેશમાં પરિભ્રમણ કરી, પોતાના પુરુષાર્થથી ધનાર્જન કરવાની મારી ઈચ્છા છે. પ્રબળ ભાવના છે. પરદેશમાં પરિભ્રમણ કરવાથી અનેક અનુભવો પણ પ્રાપ્ત થાય છે. જોકે પરદેશમાં અનેક આપત્તિઓ પણ આવે છે... મને મારી પ્રથમ વિદેશયાત્રામાં સારા-નરસા અનેક અનુભવો થયા છે. અનેક વાર મૃત્યુના મુખમાં ગયેલો પાછો આવ્યો છું. છતાં મને એ બધા અનુભવોના અંતે ખૂબ આનંદ મળ્યો છે. માટે મને અનુમતિ આપવા કૃપા કરો.’ માતા-પિતાએ અનુમતિ આપી. લક્ષ્મીએ ધ૨ણની સાથે જવાનો આગ્રહ કર્યો. તેના વિચારો જુદી દિશામાં દોડી રહ્યા હતા. પહેલી વિદેશયાત્રામાં ધરણનું મૃત્યુ ના થયું - તેનો પારાવાર ખેદ હતો એના મનમાં... અનેક વાર મૃત્યુના મુખમા ગયેલો ધ૨ણ, જીવતો પાછો આવ્યો હતો, એ વાત લક્ષ્મીને ગમી ન હતી. એ ઈચ્છતી હતી કે ધરણ કોઈ પણ ઉપાયે મરે. એના પૂર્વજન્મોના સંસ્કારો જ એમાં કારણભૂત હતા. છતાં લક્ષ્મી બહારથી ‘પ્રેમભરી પત્ની’નો સુંદર અભિનય કરી રહી હતી. એણે વિચાર્યું કે, ‘આ બીજી વિદેશયાત્રામાં મને જરૂર અવસર મળી જશે, ધરણને ખતમ શ્રી સમરાદિત્ય મહાકા 763 For Private And Personal Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરી નાખવાનો. હું એવી તક ઝડપી લઈશ..' બસ, આ એક જ કારણ હતું, ધરણ સાથે વિદેશયાત્રામાં જવાનું. અતિ આગ્રહ હોવાથી, ધરણે એને સાથે લઈ જવાનું નક્કી કર્યું. નગરમાં લોકોને ખબર પડી કે “ધરણ વિદેશયાત્રાએ જાય છે. ધરણને મળવા હજારો લોકો આવવા લાગ્યા. શુભકામનાઓ આપવા લાગ્યા... “કુમાર, તમે કુબેરનાં ભંડાર લઈને આવજો... આ દેશની દરિદ્રતા તમે જ દૂર કરી શકશો..” માકેદીનગરમાં લોકોને જાણ થઈ ગઈ કે “શ્રેષ્ઠીપુત્ર ધરણ મોટા સાથે સાથે, પૂર્વસમુદ્રના કિનારે વૈજયંતીનગરે જાય છે.” સાર્થમા અનેક મોટા વેપારીઓ પણ જોડાયા કારણ કે સહુને ખબર હતી, ગત વિદેશયાત્રામાં ધરણ સાથે ગયેલાં વેપારીઓ ખૂબ સારી કમાણી કરીને, આવ્યા હતા. માતા-પિતાના આશીર્વાદ લઈને, ધરણે વિશાળ સાથે સાથે પ્રયાણ કર્યું. કોઈ પણ જાતના વિપ્ન વિના તેઓ બે મહિને વૈજયંતીનગરે પહોંચ્યા. નગરની બહાર એક ઉદ્યાનની પાસેના પ્રદેશમાં તેમણે તંબૂઓ તાણ્યા. એ નગરનો નિયમ હતો કે જે કોઈ બહારના વેપારીને આ નગરમાં આવીને, વેપાર કરવો હોય તેણે રાજાની અનુમતિ લેવી પડતી. એ કાળે લગભગ બધાં નગરોમાં આ નિયમ પ્રવર્તમાન હતો. ધરણે સ્વર્ણથાળમાં મૂલ્યવાન રત્નો લીધાં અને સાથે ચાર વેપારીઓને લીધા. તે રાજસભામાં ગયો. મહારાજાને નમન કરી, પોતાનો પરિચય આપ્યો અને સ્વર્ણથાળ અર્પણ કર્યો. રાજાએ પણ ધરણનું સન્માન કર્યું. તેને અને સાર્થના વેપારીઓને વેપાર કરવાની અનુમતિ આપી. ધરણે નગરમાં એક હવેલી ભાડે લઈ લીધી. બજારમાં એક દુકાન ભાડે રાખી લીધી. પોતે લાવેલ માલ તેણે વેચવા માંડ્યો. થોડા દિવસોમાં જ માલ વેચાઈ ગયો. કારણ કે વૈજયંતીનગર બંદર હતું. દેશ-વિદેશનાં વહાણો સમુદ્રકિનારે આવતાં-જતાં રહેતાં હતાં. પરદેશીઓએ ધરણનો માલ ઘણો ખરીદ્યો હતો. તેથી ધરણને વિચાર આવ્યો કે વિદેશમાં, એમાંય ચીન દેશમાં વેપારની સારી તકો રહેલી છે. હું ચીન જાઉં. અહીંથી મને વહાણ પણ મળી જશે. ચીનમાં હું કડો સોનામહોરો કમાઈ શકીશ.' વૈજયંતીમાં પણ એક કોડ સોનામહોરો કમાયો. સાથેના વેપારીઓ પણ સારું કમાયા. ધરણે તે સહુને કહ્યું : “તમે અહીંથી પાછા સ્વદેશ જાઓ. હું અહીંથી ચીન દેશમાં જઈશ. સમુદ્રમાર્ગે જઈશ. છતાં તમારે કોઈને આવવું હોય તો આવી શકો છો.' કોઈ વેપારી સાથે જવા તૈયાર ના થયો. ધરણે સાથેના વેપારીઓને વિદાય ભાગ-૨ # ભવ છઠ્ઠઠો ૮૯૪ For Private And Personal Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપી. તેણે સમુદ્રકિનારે જઈને, એક વહાણ ભાડે નક્કી કર્યું. ચીન દેશમાં સારા નફાથી વેચાઈ જાય તેવો માલ ખરીદીને, વહાણમાં ભર્યો. લક્ષ્મીને તેણે ચીન દેશની યાત્રા અંગે વાત કરી. એને વાંધો હતો જ નહીં. એ રાજી થઈ. ‘પરદેશમાં આને મારી નાખવાની તક જલદી મળશે...' એની આ એક જ લેશ્યા હતી. બધી તૈયારીઓ થઈ ગઈ. ધરણે અને લક્ષ્મીએ દેવની પૂજા કરી. ગુરુજનોની સ્મૃતિ કરી, ભાવથી પૂજા કરી, અને વહાણના નાવિકે વહાણ સમુદ્રમાં તરતું મૂક્યું. મધ્યાહ્નસમયે અનુકૂળ પવન તીવ્ર ગતિથી ફૂંકાવા લાગ્યો. વહાણ તીવ્ર ગતિથી ગંતવ્ય દિશામાં વહેવા લાગ્યું. કેટલાંક દિવસોમાં વહાણે અડધો રસ્તો કાપી નાખ્યો, પરંતુ એક દિવસ મધ્યાહ્નસમયે પ્રચંડ વાયુ શરૂ થયો. સમુદ્ર ખળભળી ઊઠ્યો. ઊંચા ઊંચા મોજાં ઊછળવાં લાગ્યાં. વહાણ પણ ઊછળીઊછળીને પછડાવા લાગ્યું. નાવિકોએ વહાણને સ્થિર કરવા મરણિયા પ્રયાસો કરવા માંડ્યા. વહાણનો સઢ સંકેલી લીધો. સમુદ્રમાં લંગરો નાખ્યાં... છતાં વહાણ સ્થિર ના થયું. તોફાન વધતું જતું હતું. દિશાઓ અંધકારમાં ડૂબી ગઈ. મુશળધાર વરસાદ શરુ થઈ ગયો. સમુદ્ર ગાંડો બનીને, ઊછળવા લાગ્યો... અને એક પ્રચંડ ધડાકા સાથે વહાણ ભાંગીને ભુક્કો થઈ ગયું... દરિયો વહાણના ભંગારને ગળી ગયો... પરંતુ ધરણના હાથમાં, તૂટેલા વહાણનું એક પાટિયું આવી ગયું. તેણે પાટિયું પકડી લીધું, સમુદ્રનાં મોજાંઓ સાથે ધરણ પણ ઊછળવા લાગ્યો. પવનની દિશામાં એ તણાવા લાગ્યો. આંખો બંધ કરીને, પાટિયાને છાતીસરસું સજ્જડ પંકડીને... જરાય ભયભીત બન્યા વિના, તે તણાતો રહ્યો. એક દિવસ અને એક રાત સુધી તણાતો રહ્યો, અથડાતો રહ્યો... કુટાો રહ્યો... એક પ્રભાતે મોજાઓએ એને એક કિનારા પર ફેંકી દીધો. એકાદ ઘટિકા સુધી એ મૂ‰િત અવસ્થામાં કિનારે પડ્યો રહ્યો. તેની મૂર્છા દૂર થઈ. તેણે વિશાળ નિર્જન સમુદ્રતટ જોયો. દૂર દૂર તેણે વૃક્ષપંક્તિઓ જોઈ. તે ક્ષુધા અને તૃષાથી વ્યાકુળ થયો હતો. ધીરે ધીરે તે વૃક્ષપંક્તિઓ તરફ ચાલ્યો. તેના દુર્ભાગ્યે સર્જેલી કરુણ સ્થિતિથી તે વ્યથિત થયો હતો... તેને લક્ષ્મીની સ્મૃતિ થઈ આવી. ‘મારી પ્રિયતમાનું શું થયું હશે? એ શું સમુદ્રમાં ડૂબી ગઈ હશે? કે મારી જેમ એને પણ આવું કોઈ પાટિયું હાથમાં આવી ગયું હશે? ખરેખર, મારા જીવનમાં આવાં વિઘ્નો... કષ્ટો... શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only ૮૯૫ Page #402 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપત્તિઓ આવ્યાં જ કરે છે. મારી સંપત્તિ સમુદ્રમાં ડૂબી ગઈ, એનું મને દુઃખ નથી. જો પ્રિયતમા લક્ષ્મી બચી ગઈ હોય તો.” તે વૃક્ષો પાસે પહોંચ્યો. ભાગ્યયોગે ત્યાં અસંખ્ય કેળવૃક્ષો મળી ગયાં. ધરણે પેટ ભરીને કેળાં ખાધાં અને પાસે વહેતા ઝરણાનું પાણી પીધું. સૂર્યાસ્ત થયો અને સખત ઠંડી શરૂ થઈ ગઈ. આમેય ચોવીશ કલાક એ પાણીમાં ભીંજાયો હતો. તેને ખૂબ ઠંડી લાગવા માંડી. તેણે ચકમક પાષાણને ઘસી અગ્નિ પેટાવ્યો. તાપણું કર્યું. એકાદ ઘટિકા તાપીને, પર્ણશયા તૈયાર કરીને, દેવ-ગુરુનું સ્મરણ કરીને, તે સૂઈ ગયો. જાગ્યો ત્યારે પૂર્વ દિશામાં સૂર્ય ઝગમગી રહ્યો હતો. તે ઝરણા પાસે ગયો. હાથપગ ધોયા. મુખ પર પાણી છાંટ્યું અને તે સ્વસ્થ થયો. પર્ણશય્યા પાસે આવ્યો. શાન્તિથી બેઠો. પાસે જ બુઝાઈ ગયેલું તાપણું જોયું. તે જોતો જ રહી ગયો. તેને ખૂબ આશ્ચર્ય થયું... જે જે ભૂમિભાગને અગ્નિનો સ્પર્શ થયો હતો, એ ભૂમિભાગ સુવર્ણમય બની ગયો હતો. ધરણ ઊભો થયો. એણે કાળજીપૂર્વક એ રેતીને હાથમાં લઈને જોઈ. પથ્થરના ટુકડાઓ કે જે સુવર્ણ બની ગયા હતા, તે જોયા. તેણે મનોમન નિર્ણય કર્યો : “જરૂર આ ધાતુક્ષેત્ર છે. સુવર્ણદ્વીપ છે... શું મારું ભાગ્ય મને અહીં લઈ આવ્યું? મરણતોલ કષ્ટ આપ્યા પછી મને કુબેરનો ભંડાર આપી દીધો? અહો, ભાગ્યના કેવા ખેલ છે! અહીં હું સુવર્ણની ઈંટો બનાવીશ. અહીં પીવા માટે પાણી છે. ખાવા માટે ફળ છે... સૂવા માટે વૃક્ષઘટા છે. સમગ્ર પ્રદેશ નિરાપદ છે. અગ્નિ પેટાવવા માટે ચકમકના પથ્થર છે અને સળગાવવા માટે સૂકાં લાકડાં પણ છે! બધી જ સામગ્રી તૈયાર છે. હા, ઇંટો બનાવવા માટે માટીની તપાસ કરવી પડશે. કારણ કે મારે ઈંટો જ બનાવવી પડશે. તો જ અહીંથી લઈ જવી, મને ફાવશે. જેટલી માટી મળશે તેટલી ઈંટો બનાવીશ. અહીં મારે બીજું કોઈ કામ પણ શું છે? પહેલા હું માટીની તપાસ કરું.' તેણે પેટ ભરીને, કેળાં ખાધાં, ઝરણાનું પાણી પીધું અને માટીની તપાસ કરવા નીકળી પડ્યો. ઝરણાના કિનારે કિનારે તે ચાલતો રહ્યો. લગભગ એક ફલાંગ ચાલ્યો હશે, ત્યાં તેણે એક તળાવ જોયું. તળવામાં પાણી હતું, પરંતુ છીછરું પાણી હતું. પુષ્કળ માટી હતી. તેને ઈંટો બનાવવા જેવી માટી જોઈએ તેવી જ માટી હતી. ધરણ રાજી થઈ ગયો. તેણે એ તળાવની પાળ ઉપર જ ઈંટો બનાવવાનો નિર્ણય કર્યો. પ્રતિદિન તેણે એક સો ઈંટો બનાવવા માંડી. દરેક ઈટ ઉપર તેણે “ધરણ' શબ્દ આંગળીથી ખોતરીને લખ્યો. બે બે ઈંટોનો સંપુટ બનાવવા માંડ્યો. એવી રીતે સંપુટ બનાવ્યા કે એનું નામ બહાર ના દેખાય, અંદરની બાજુ રહે. જ્યારે કોઈ બે ઈંટોને જુદી પાડે ત્યારે જ નામ વંચાય. CES ભાગ-૨ # ભવ છેહઠો For Private And Personal Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જંગલમાંથી લાકડાં લાવીને તે સો ઈટો પર એવી રીતે ગોઠવતો કે આગ બધી જ ઈંટોને સ્પર્શ કરે. એ સ્પર્શથી જ માટી સોનું બનતી હતી. લાકડામાં ચમકના બે પથ્થરના ઘર્ષણથી આગ પ્રગટાવતો હતો. સો ઇંટો સોનાની બની જતી હતી. કોઈ પણ જાતના વિઘ્ન વિના ધરણનું આ કાર્ય ચાલતું રહ્યું. સૂર્યાસ્થ પછી એ તાપણાથી તાપતો... વૃક્ષોની ઘટામાં પર્ણશય્યા બનાવી, તે સૂઈ જતો. આ રીતે તેણે દસ હજાર ઈંટો બનાવી, ઈંટોના સંપુટ બનાવ્યા. તેને સંતોષ થયો. ભલે વહાણ ભાંગી ગયું અને વહાણમાં રહેલી સંપત્તિ દરિયામાં ડૂબી ગઈ, એનો જરાય પસ્તાવો એના મનમાં ન રહ્યો. માત્ર લક્ષ્મીનો વિરહ તેને વ્યાકુળ બનાવતો હતો. જ્યારે તેની સ્મૃતિ થઈ આવતી હતી ત્યારે. તેણે, ઈંટો બની ગયા પછી, એ ઈંટોને ઉપાડી સમુદ્રના કિનારે લાવવા માંડી. સમુદ્રનાં પાણી પાસે ગોઠવવા માંડી. જેથી જ્યારે કોઈ વહાણ ત્યાં આવે ત્યારે તેમાં તરત જ ચઢાવી શકાય. થોડા દિવસોમાં તેણે દસ હજાર ઈંટોને કિનારે લાવી દીધી. તેને આ એક જ કામ હતું. મનગમતું કામ હતું. એટલે થાક પણ ના લાગ્યો. સુવર્ણદ્વીપ પર આવી ચઢવાનું સાર્થક બની ગયું હતું. પરંતુ એના મનમાં એક વાતની ચિંતા હતી કે, અહીં કોનું વહાણ આવશે? એ વહાણ કેવા માણસનું હશે? સજ્જન હશે કે ડાકુ હશે? સોનાની ઈટો જોઈને એની બુદ્ધિ તો નહીં બગડે ને? કારણ કે સોનું જોઈને ભલભલા માણસો વિચલિત થઈ જતાં હોય છે. પરંતુ અહીં બીજો કોઈ ઉપાય જ નથી. ભાગ્યના ભરોસે જ વહાણમાં બેસવું પડશે. કદાચ આ ઈંટોમાંથી થોડી ઈંટો વહાણના માલિકને આપવી પડશે તો આપીને, એના મનનું સમાધાન કરીશ..” ત્યાર પછી, તેણે એક વૃક્ષ પર લાકડું બાંધી, તેના પર ધજા લટકાવી. વહાણ ભાંગી જાય ત્યારે આ રીતે ધજા ફરકાવવામાં આવતી. એ ધજા જોઈને, કોઈ વહાણ સહાય કરવા આવી જતું. એવા કોઈ વહાણની પ્રતીક્ષા કરતો ધરણ ત્યાં રહ્યો. જ ઃ જ શ્રી સમરાદિત્ય મહાકથા CGA For Private And Personal Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૩ ઘણે સમુદ્રમાં દૂર દૂર ક્ષિતિજ પર એક વહાણ જોયું. વહાણના માલિકે સુવર્ણદ્વીપના કિનારા પર ધ્વજ જોયો, ‘કોઈ વહાણ ભાંગી ગયું લાગે છે... ને સહાય માગે છે...' વહાણ કિનારા તરફ વળ્યું. ધરણને આશા બંધાણી. વહાણ થોડે દૂર ઊભું રહ્યું. તેમાંથી બે માણસો, વહાણ સાથે બાંધેલી હોડીમાં ઊતર્યા, હોડીને છૂટી કરી અને કિનારે આવ્યા. તેઓએ ધરણને કહ્યું : ‘હે મહાપુરુષ, તમને જે વહાણ દેખાય છે તે ચીન દેશના નિવાસી સાર્થવાહપુત્ર સુવદનનું છે. વહાણ દેવપુર તરફ જઈ રહ્યું છે, ત્યાં આ ધજા દેખાણી. ‘કોઈનું વહાણ ભાંગ્યું લાગે છે. ચાલો, આપણે કિનારા તરફ, એ ભાંગેલા વહાણના યાત્રિકોને સહાય કરીએ...' એટલે વહાણ આ બાજુ લાવ્યા છીએ. અમારા માલિકે આપને બોલાવ્યા છે. આપ હોડીમાં બેસી જાઓ.’ ધરણે પૂછ્યું : ‘વહાણમાં કર્યો માલ-સામાન ભર્યો છે?’ નાવિકોએ કહ્યું : ‘હે આર્ય, અમારા સાર્થવાહપુત્રે દૈવયોગે વૈભવ ગુમાવી દીધો છે. છતાં તેઓ હિંમત હાર્યા નથી... તેમણે વહાણમાં બહુ જ થોડો અને સામાન્ય કોટિનો માલ ભર્યો છે.’ ધરણે કહ્યું : ‘તો તમે એક કામ કરો, તમારા સાર્થવાહપુત્રને તમે અહીં લઈ આવો. મારે તેમની સાથે અગત્યની વાત કરવી છે.’ નાવિકોએ કહ્યું : ‘ભલે, અમે એમને વાત કરીએ છીએ.' નાવિકો હોડી હંકા૨ીને, વહાણ પાસે ગયા. વહાણમાં જઈને, તેમણે સાર્થવાહપુત્ર સુવદનને વાત કરી. સુવદનને વાત રુચિ. તેણે વહાણને કિનારા સુધી લઈ જવા નાવિકોને આજ્ઞા કરી. વહાણનાં લંગર ઉપાડવામાં આવ્યાં. વહાણ પાણી પર તરતું થઈ ગયું. કિનારાથી થોડે દૂર, ઊંડા પાણીમાં ઊભું રહ્યું. હોડીમાં બેસીને સુવદન કિનારે આવ્યો. ધરણે મધુર શબ્દોથી સ્વાગત કરી, આભાર માન્યો. ધરણે કહ્યું : ‘હે સાર્થવાહપુત્ર, મારે આપને એક વિશિષ્ટ પ્રયોજનથી કંઈક પૂછવું છે, આપ નારાજ નહીં થાઓ ને?’ સુવદને કહ્યું : ‘હે આર્ય! નારાજ થવાનું ના હોય. ખુશીથી પૂછો.’ ધરણે કહ્યું : ‘હે શ્રેષ્ઠી, તમારા વહાણમાં વેચવાલાયક માલ કેટલા મૂલ્યનો હશે?' સુવદને કહ્યું : ‘હું આર્ય, અત્યારે મારું ભાગ્ય પ્રતિકૂળ છે. મારો વૈભવ નાશ પામ્યો છે... છતાં નિરાશ થયા વિના, પુરુષાર્થ કરવાની ભાવનાથી, માત્ર એક હજાર સોનામહોરોની કિંમતનો માલ વહાણમાં ભરીને, દેવપુર તરફ જઈ રહ્યો છું.' ધરણે કહ્યું : ‘તમારો પુરુષાર્થ સફળ થશે. તમે તમારો જે માલ વહાણમાં છે તે ૮૯૮ ભાગ-૨ * ભવ છઠ્ઠો For Private And Personal Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમુદ્રમાં નખાવી દો. મારી પાસે દસ હજાર સોનાની ઈંટોના સંપુટ છે. તે વહાણમાં ભરી દઈએ... કિનારે પહોંચીને, હું તમને એક લાખ સોનામહોરો આપીશ.” સુવદને કહ્યું : “હે આર્ય, મારે સોનામહોરોની જરૂર નથી. તમારા જેવા સજ્જન પુરુષ મળ્યા, એ જ ઘણું છે...' ઘર અને વહાણના માણસોએ હોડીમાં ઈટો ભરીભરીને, વહાણમાં પહોંચાડવા માંડી. બધી ઈંટો વહાણમાં પહોંચી ગયા પછી સુવદનની સાથે ધરણ પણ વહાણ પર પહોંચ્યો. જેવો તે વહાણમાં પ્રવેશ્યો, તેણે લક્ષ્મીને જોઈ. લક્ષ્મીએ ધરણને જોયો. તે સફાળી બેઠી થઈ ગઈ... ધરણની સામે આવી. ધરણે હર્ષથી.. આશ્ચર્યથી... અને દુઃખથી પૂછ્યું : “અરે દેવી! તું અહીં આ વહાણમાં કેવી રીતે આવી? તને જોઈને, મળીને... મને અનહદ આનંદ થયો.” ઘરણે પાસે જ ઊભેલા સુવદનને કહ્યું : “સાર્થવાહપુત્ર, આ મારી પત્ની લક્ષ્મી છે.' “એમ? તો તો મારું પરમ સૌભાગ્ય કે મારા વહાણમાં તમારું મિલન થયું!' સુવદને લક્ષમી સામે જોઈને ધરણને કહ્યું. સાર્થવાહપુત્ર, મારું વહાણ મધદરિયે ભાંગી ગયું હતું. મારા હાથમાં કાષ્ટફલક આવી ગયેલું... તેના સહારે સમુદ્રમાં ઘસડાતો.... કુટાતો હું સુવર્ણદ્વીપ પર પહોંચી ગયો હતો...! ધરણે પોતાની સત્ય વાત કરી દીધી.” લક્ષ્મીએ કહ્યું : “હે સ્વામીનાથ, મને પણ એક પાટિયું જ મળી ગયું હતું. એના સહારે તરતી તરતી, હું એક કિનારે પહોંચી. ત્યાં આ ઉપકારી સાર્થવાહપુત્રનું વહાણ ઊભું હતું. તેમણે મને જોઈ, હું તો મૂચ્છિત થઈ ગઈ હતી. તેમણે મારી મૂચ્છ દૂર કરી અને વહાણમાં લઈ ગયા. મને ભોજન કરાવ્યું. નવાં વસ્ત્ર પહેરવા આપ્યાં, અને કહ્યું : “તારા પતિ ના મળે ત્યાં સુધી તું આ મારા વહાણમાં જ રહે. તને અહીં કોઈ દુઃખ નહીં પડે...” બસ, ત્યારથી હું આ વહાણમાં છું. આ સાર્થવાહપુત્ર પરદેશી છે, પરંતુ મારી ખૂબ કાળજી રાખે છે, બહુ સજ્જન પુરુષ છે..” ધરણે સુવદનને કહ્યું : “સુવદન, તમે મારી પ્રિયતમાની રક્ષા કરી. એની સારી સંભાળ રાખી... તે બદલ હું તમારો ખૂબ ખૂબ ઉપકાર માનું છું...' શ્રેષ્ઠીપુત્ર, એમાં શાનો ઉપકાર માનવાનો? મારું કર્તવ્ય હતું. અને કર્તવ્યનું મેં પાલન કર્યું છે. હવે તમે બંને વાતો કરો, હું ભોજનનો પ્રબંધ કરાવું છું.' સુવદન ચાલ્યો ગયો. વહાણ તીવ્ર ગતિથી દેવપુર તરફ વહી રહ્યું હતું. ધરણ અતિ પ્રસન્ન હતો. લક્ષ્મી અતિ વ્યથિત હતી. શ્રી સમરાદિત્ય મહાકથા ૮cc For Private And Personal Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લક્ષ્મીએ માની લીધું હતું કે, ‘ધરણ મધદરિયે ડૂબી ગયો છે.’ એ ખૂબ રાજી થઈ હતી. ‘ટાઢાં પાણીએ ખસ ગઈ.' માનીને તેણે ચીનના સુવદન સાથે સ્નેહની ગાંઠ બાંધી હતી. લક્ષ્મીને સુવદન ગમી ગયો હતો. સુવદનને લક્ષ્મી ગમી ગઈ હતી. અચાનક ધરણને વહાણ પર આવેલો જોઈને, લક્ષ્મી ડઘાઈ ગઈ હતી... એટલે એના મોઢામાંથી સ્વાગતનો એક શબ્દ પણ નીકળ્યો ન હતો. સરળ અને ભદ્રિક સ્વભાવવાળો ધરણ, લક્ષ્મીના સાચા રૂપને જાણી શક્યો ન હતો. લક્ષ્મીએ ધરણને લાડ કરતાં કહ્યું : ‘નાથ, તમારા વિરહની વેદનાએ, મને હચમચાવી મૂકી હતી... હું તો એમ માની બેઠી હતી કે મારું સૌભાગ્ય લૂંટાઈ ગયું... હું અનાથ બની ગઈ... મેં આ સાર્યવાહપુત્રને કહેલું કે તું મને મારાં સાસુ-સસરા પાસે માકંદીનગરી પહોંચાડી દે... બસ, જિંદગીભર હું તારો ઉપકાર નહીં ભૂલું...' બોલતાં બોલતાં લક્ષ્મી રોવા માંડી. ધરણે તેની પીઠ પર હાથ પસરાવતાં આશ્વાસન આપ્યું : ‘લક્ષ્મી, હવે શા માટે રડે છે? તને હું જીવો-જાગતો મળી ગયો છું ને! હજુ આપણાં ભાગ્ય જાગે છે. ભલે, વહાણમાં રહેલું ધન સમુદ્રમાં ડૂબી ગયું... મેં સુવર્ણદ્વીપ ૫૨ રહીને, આ દસ હજાર સોનાની ઈંટો બનાવી દીધી,’ ‘નાથ, તમે આ સુવદનને એક લાખ સોનામહોરો આપવાનું કહ્યું, તે બહું સારું કર્યું. એણે કરેલા ઉપકારનો યત્કિંચિત બદલો વાળી શકાશે...' દેવી, તારી ઈચ્છા વધારે સોનામહોરો આપવાની હશે તો વધારે આપીશ... મારા ઉપર પણ એણે ઉપકાર કર્યો છે ને? મને અને મારી સોનાની ઈંટોને એના વહાણમાં સ્થાન આપ્યું, એ પણ મોટો ઉપકાર છે...’ વહાણ કિનારાથી પાંચ યોજન દૂર સમુદ્રમાં પહોંચ્યું હશે... ધરણ અને લક્ષ્મીનો વાર્તાલાપ ચાલી રહ્યો હતો, ત્યાં અચાનક સમુદ્રમાં ખળભળાટ થયો... આકાશમાં વીજળી જેવો ચમકારો થયો... અને એક તીવ્ર કર્કશ સ્ત્રીનો અવાજ સંભળાયો... આકાશમાર્ગે એક કુરૂપ દેવી વહાણમાં ઊતરી આવી. તેના એક હાથમાં તીક્ષ્ણ કટારી હતી. બીજા હાથમાં ત્રિશૂળ હતું. ‘અરે દુષ્ટ સાર્થવાહપુત્ર, હું સુવર્ણદ્વીપની અધિષ્ઠાયિકા સુવર્ણાદેવી છું. મારી વિધિપૂર્વક ભક્તિ કર્યા વિના, મારી અનુજ્ઞા લીધા વિના, મારા દ્વીપનું સોનું લઈને ક્યાં જાય છે? નહીં જઈ શકે...' વહાણને દેવીએ થંભાવી દીધું. સુવદન વગેરે બધા જ, દેવીના રૌદ્ર સ્વરૂપને જોઈને, સ્તબ્ધ બની ગયા. ડરી ગયા. દેવીએ ત્રાડ પાડીને કહ્યું : ‘પહેલા મને પુરુષ-બલિ આપો. પછી જ તમે આ સોનાની ઈંટો લઈ જઈ શકશો. જો બલિ નહીં આપો તો આ સોના સાથે વહાણ દરિયામાં ડૂબાડી દઈશ.' લક્ષ્મી થરથર ધ્રૂજવા માંડી. ધરણે કહ્યું : ‘હે ભગવતી દેવી, સુવર્ણદ્વીપનાં તમે સ્વામિની છો, એ હું જાણતો ન હતો. આપની અનુજ્ઞા વિના, આપની પૂજા કર્યા વિના... મેં સોનાની ઈંટો cod ભાગ-૨ ૦ ભવ છઠ્ઠો For Private And Personal Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બનાવી, આ વહાણમાં ભરી... અપરાધ મારો છે. માટે હું જ તમારો બિલ બનું છું તમે મારો વધ કરી શકો છો...' ત્યાર પછી ધરણે સુવદનને કહ્યું : ‘હે મિત્ર, આ મારી પત્નીને તું મારાં માતાપિતા પાસે પહોંચાડજે...' દેવીએ કહ્યું : ‘જો તું મારો બલિ બનવા ઈચ્છતો હોય તો તું દરિયામાં કૂદી પડ... હું તને ગ્રહણ કરીશ.... લક્ષ્મી ખૂબ રાજી થઈ. ‘હાશ, આ દેવી એને ખાઈ જશે...' પછી ક્યારેય મારે એનું મુખ જોવું નહીં પડે!' ધરણે આંખો બંધ કરી. હાથ જોડી, દેવગુરુને પ્રણામ કર્યા અને સમુદ્રમાં કૂદી પડ્યો. પડતાંની સાથે જ દેવીએ ત્રિશૂળથી એને વીંધી નાખ્યો અને ઉપાડીને સુવર્ણદ્વીપ ઉપર લઈ ગઈ. સુવર્ણદ્વીપની દેવી સુવર્ણા ‘વાણવ્યંતર’ નિકાયની દેવી હતી. તેણે ખરેખર ધરણને ક્રૂરતાથી વીંધી નાખ્યો હતો. લાવીને તેને સમુદ્રના કિનારા પર નાખ્યો હતો, ત્રિશૂળના ઘામાંથી લોહી વહી ગયું હતું. ધરણ નિશ્ચેતન પડ્યો હતો. એનું મૃત્યુ નહોતું થયું, એટલું જ બાકી, એણે ભાન ગુમાવી દીધું હતું. એ વખતે આકાશમાર્ગે વિદ્યાધરકુમાર હેમકુંડલ રત્નદ્વીપ ઉપર જઈ રહ્યો હતો. તે સુવર્ણદ્વીપ પરથી પસાર થતો હતો, તેની દ્રષ્ટિ દ્વીપ ઉપર ગઈ. તેણે ધરણને કિનારા પર ચત્તોપાટ પડેલો જોયો. ‘આ કોણ પુરુષ પડ્યો છે?' જિજ્ઞાસાથી તે કિનારા ઉપર ઊતરી આવ્યો, ધરણની પાસે ગયો... તરત જ એણે ધણને ઓળખ્યો.' ઓહો, આ તો એ જ શ્રેષ્ઠીપુત્ર ધરણ છે, કે જેણે મને ‘આકાશગામિની' વિઘા યાદ કરાવવામાં સહાય કરી હતી. ત્યાં સુવર્ણાદેવી હાજર જ હતી. હેમકુંડલ એ દેવીને જાણતો હતો. દેવીને પણ હેમકુંડલ પર સ્નેહ હતો. હેમકુંડલે દેવીને પૂછ્યું : ‘આ બધું શું છે?' 'કુમાર, આ પુરુષે મારી આજ્ઞા વિના, આ દ્વીપમાંથી સોનાની ઈંટો બનાવી હતી અને વહાણ ભરીને, લઈ જતો હતો. મેં એને પકડયો... ત્રિશૂળથી વીંધ્યો અને અહીં લઈ આવી છું...’ ‘અરે ભગવતી, આ તો મારો મિત્ર છે. મારો ઉપકારી છે. પરોપકારી શ્રેષ્ઠીપુત્ર છે. તું એને છોડી દે. હું એને સારો કરી, મારી સાથે લઈ જઈશ...’ પરંતુ એ મારો બિલ છે...’ ‘એને તારે છોડવો પડશે... આપણા સંબંધની ખાતર પણ એને મુક્ત કરવો પડશે...' હેમકુંડલના અનુનય અને આગ્રહથી દેવીએ ધરણને મુક્ત કર્યો. હેમકુંડલે શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only E૦૧ Page #408 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પોતાની પાસેના ઔષધિવલયથી ધરણનો ઘા રુઝાવી દીધો. ધરણ ભાનમાં આવ્યો. તેણે હેમકંડલને ઓળખ્યો. બંને મિત્રો ભેટી પડ્યા. ધરણની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં. હેમકુંડલે કહ્યું : મિત્ર, દેવીએ તને મુક્ત કરી દીધો છે...? પરંતુ તે અહીં કેવી રીતે આવી ચઢ્યો? હું રત્નદ્વીપ પર જતો હતો, ત્યાં મેં તને અહીં જોયો... નીચે આવ્યો. દેવીને વિનંતી કરી, તને મુક્ત કરાવ્યો.” હેમકુંડલ, શું વિજય બચી ગયો હતો? હા, હું સમયસર પહોંચી ગયો હતો. ઔષધિવલયથી તેના ઘા રુઝાઈ ગયા હતા.. શ્રેષ્ઠીપુત્ર, આપણે અહીંથી વહેલામાં વહેલી તકે રત્નદ્વીપ તરફ પ્રયાણ કરીએ.' “જેવી તારી ઈચ્છા.' તું મારા ખભે બેસી જા, આપણે આકાશમાર્ગે જવાનું છે.' ધરણની સાથે હેમકુંડલે ત્યાંથી ઉડ્ડયન કર્યું. કેટલાક સમયે તે બંને “રત્નસાર' નામના દ્વીપ ઉપર ઊતર્યા. 0 0 0. એ રમણીય દ્વીપ ઉપર ગંધર્વયુગલો મધુર ગીત ગાતાં હતાં. તેમની પાસે જ મૃગોનાં વૃંદ, ગીતશ્રવણમાં લીન બનીને, ઊભાં હતાં. સુગંધી પુષ્પોની સુવાસથી સમગ્ર વાતાવરણ સુવાસિત હતું. ઠેર ઠેર રમણીય સરોવરો હતાં. સરોવરોનાં નિર્મળ જળમાં હજારો રાજહંસ ક્રીડા કરતા હતા. જમીન પર પુષ્પો અને વેલો પથરાયેલી હતી. સોપારીનાં હજારો વૃક્ષોની પંક્તિઓ હતી. થોડા થોડા અંતરે લતાગૃહો હતાં. તે લતાગૃહોમાં વિદ્યાધર-દંપતીઓ સ્વચ્છંદપણે રતિક્રીડા કરી રહ્યાં હતાં. બીજી બાજુ હજારો ઊંચાં ચંદનવૃક્ષોની ઘટાઓ હતી. તે ઘટાઓમાં મદોન્મત્ત સેંકડ હાથીઓ અને હાથણીઓનાં ટોળાં મસ્તી કરી રહ્યાં હતાં. સમુદ્રતટ પર રહેલાં તમાલવૃક્ષની શ્રેણીમાં, સમુદ્રનાં પાણી આવતાં-જતાં હતાં. પુષ્પક્યારાઓમાં ભરાયેલાં પાણી પીતાં વિવિધ પક્ષીઓનાં વંદો કલરવ કરતાં હતાં. એ રત્નદ્વીપની ચારે બાજુ સમુદ્રનાં પાણી લહેરાતાં હતાં. હેમકુંડલ અને ધરણ, એ દ્વિપના આમ્રવનમાં પહોંચ્યા. ભ્રમરોનાં ગુંજારવથી આમ્રવન મુખરિત બની ગયું હતું. બંને મિત્રો થોડી વાર એક વાવડીના કિનારે બેઠા. બે ઘડી વિશ્રામ કર્યો. આમ્રફળ લીધાં. હેમકુંડલે ધરણને કહ્યું: ‘મિત્ર, આપણે વાવડીમાં સ્નાન કરી, પછી ફળાહાર કરીએ.’ બંનેએ સ્નાન કરી ફળાહાર કર્યો. ફળાહાર કરતાં કરતાં હેમકુંડલે ધરણને પૂછ્યું : મિત્ર, તને પેલી વ્યંતરી ક્યાં અને કેવી રીતે ભેટી ગઈ?' ધરણે બધી વાત કરી. EOS ભાગ-૨ # ભવ છઠ્ઠુંઠો For Private And Personal Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખરેખર, એ વ્યંતરી ક્રૂર હૃદયની છે. સારું થયું કે હું ત્યાં આવી ગયો. ખેર, હવે કહે, તારું હું શું પ્રિય કરું? મિત્ર, તેં બધું જ કર્યું છે. મને એક જ વાતનું દુઃખ છે કે મારા વિના મારી પ્રિયા દુઃખી થતી હશે, મને એની સાથે મેળાપ કરાવી આપ. આપણે દેવપુર જઈએ તો એ કદાચ મળી જાય!' ધરણ, અવશ્ય આપણે દેવપુર જઈશું. તારી પ્રિયા તને ત્યાં મળશે, પરંતુ એ પહેલા હું તને રત્નગિરિ ઉપર લઈ જાઉં છું. ત્યાં કિન્નરકુમાર સુલોચન મારો મિત્ર છે. તેને મળવાનું છે. તેને મળીને પછી, આપણે દેવપુર જઈશું...” 0 ૦ ૦ રત્નગિરિનો પ્રદેશ અત્યંત રમણીય હતો. શીતલ પવનથી કદલીવૃક્ષો મંદ મંદ ડોલી રહ્યાં હતાં. વનખંડોમાં યત્ર-તત્ર યક્ષો અને કિન્નરો પરિભ્રમણ કરી રહ્યાં હતાં. વિવિધ પક્ષીઓના મધુર કલરવથી વાતાવરણ પ્રફુલ્લિત લાગતું હતું. કિન્નરીઓનાં નૃત્યની સાથે મોર પણ નાચી રહ્યાં હતા. બંને મિત્રો ધીરે ધીરે એ પર્વત પર ચઢી રહ્યાં હતાં. ક્યાંક ક્યાંક સિંહોની ગર્જના સંભળાતી હતી, તો ક્યાંક ક્યાંક નાગનાગણનાં મિથુનો આનંદથી કીડા કરતાં દેખાતાં હતાં. તેઓ રત્નશિખર પર પહોંચ્યા. ત્યાં હેમકુંડલે ધરણને દૂરથી સુલોચનનો મહેલ દેખાડ્યો. ચારે બાજુ નાનાં નાનાં કેળવૃક્ષો ઊગેલાં હતાં. મહેલની આગળના પ્રવેશદ્વારે નૃત્ય કરતી સુંદર પૂતળીઓ મૂકેલી હતી. ભીંતો પર આકર્ષક ચિત્રો દોરેલાં હતાં. સુશોભિત ગવાક્ષો હતાં અને તે ગવાક્ષોમાં બેસવા માટે મૂલ્યવાન વેદિકાઓ સ્થાપિત કરેલી હતી. બંને મિત્રોએ મહેલમાં પ્રવેશ કર્યો. અત્યંત સ્વચ્છ ફરસ હતી. ફરસમાં વિવિધ વર્ણનાં રત્નો જડેલાં હતાં. યોગ્ય જગ્યાએ નાનાં નાનાં પુષ્પોના ક્યારા હતાં. મહેલના મધ્ય ભાગમાં મુલાયમ ગાદી પર સુલોચન, પોતાની પત્ની ગંધર્વદત્તા સાથે વીણાવાદન કરી રહ્યો હતો. સુલોચને હેમકંડલને તથા ધરણને જોયા. તેણે વીણા બાજુએ મૂકી, ઊભો થયો, સામે ગયો અને હેમકુંડલને ભેટી પડ્યો. ‘તમારા બંનેનું સ્વાગત કરું છું. હેમકુંડલ, ઘણા સમય પછી તને હું યાદ આવ્યો.” પછી ધરણ તરફ જોઈને પૂછયું : 'મિત્ર, આ મહાનુભાવ કોણ છે? આ મારો મિત્ર છે... સુવર્ણદ્વીપની પેલી વ્યંતરીએ એને ક્રૂરતાથી માર્યો હતો... હું જઈ પહોંચ્યો. છોડાવ્યો. હું અહીં આવતો જ હતો, તેને મારી સાથે લઈ આવ્યો. એણે મારા ઉપર ઉપકાર કરેલો છે.’ એમ કરીને ધરણનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. સહુએ સાથે ભોજન કર્યું. સુલોચને બંનેનું સારું આતિથ્ય કર્યું. શ્રી સમરાદિત્ય મહાકથા c03 For Private And Personal Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (938) સુલોચને હેમકુંડલને પૂછ્યું : ‘મિત્ર, તારા મિત્રનું વિશેષરૂપે આતિથ્ય કરવાનું છે શું? Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘હા, મેં એને વાત નથી કરી, પરંતુ મારી એવી ઈચ્છા છે કે એને અહીંથી તું રત્નો આપ. સુવર્ણભૂમિની સ્વર્ણ-ઈંટો એની વહાણમાં ચાલી ગઈ છે... એની પ્રિયા પણ એ વહાણમાં ચાલી ગઈ છે...’ ‘હેમ! તેં સારી વાત કરી. હું એને મૂલ્યવાન રત્નો આપીશ. જ્યારે એ રત્નોના જ પહાડ પર આવ્યો છે, ત્યારે એને રત્નો આપવાં જ જોઈએ. હું આપીશ રત્નો, પરંતુ એની પ્રિયા એને કેવી રીતે મળશે?’ ‘એ કામ હું કરીશ. મેળવી આપીશ એની પ્રિયા!’ ‘બહુ સરસ! હેમ, તું શ્રેષ્ઠ મિત્ર છે. મને તું શ્રેષ્ઠ મિત્ર મળ્યો છે...’ ‘કુમાર, એણે મારા પર બહું મોટો ઉપકાર કરેલો છે.’ હેમકુંડલે બધી વાત કરી. સુલોચનને ધરણ પર પ્રેમ જાગ્યો. તેણે ધરણને થોડા દિવસ રોકાઈ જવાનો આગ્રહ કર્યો. એને ઉત્તમ જાતિનાં ઘણાં રત્નો આપ્યાં. ત્યાર પછી હેમકુંડલ અને ધરણે સુલોચનની અનુજ્ઞા લીધી. તેઓ આકાશમાર્ગે દેવપુર પહોંચ્યા. દેવપુરની બહાર, સમુદ્રકિનારાથી થોડે દૂર એક અતિથિગૃહ હતું. હેમકુંડલે ધરણને કહ્યું : ‘મિત્ર, તું અહીં રહે તારી પ્રિયા તને અહીં મળશે. આ રત્નોનું સારી રીતે જતન કરજે. હું હવે અહીંથી મારા નગરે જઈશ,’ બંને મિત્રો ભેટ્યા. ધરણની અનુમતિ લઈ, હેમકુંડલ આકાશમાર્ગે ચાલ્યો ગયો. ચીની વેપારી સુવદનનું જહાજ દેવપુર તરફ વહી રહ્યું હતું... સુવદને, લક્ષ્મીએ અને વહાણના બીજા માણસોએ પ્રત્યક્ષ જોયું હતું કે સુવર્ણદ્વીપની વ્યંતરીએ ધરણને ત્રિશૂળ મારી વીંધી નાખ્યો હતો અને એને ઉપાડી ગઈ હતી. સહુએ માની લીધું હતું કે ‘ધરણ' મરી ગયો.’ ૯૦૪ સહુથી વધારે આનંદ લક્ષ્મીને થયો હતો. પરંતુ બહારથી તો તેણે પતિના મૃત્યુનો શોક પાળ્યો હતો. કલ્પાંત કર્યો હતો. ખાવા-પીવાનું છોડી દીધું હતું. સુવદને તેને આશ્વાસન આપતાં કહ્યું : ‘હે સુંદરી, શોકનો ત્યાગ કર. આ દુનિયા જ એવી છે. દુનિયામાં આવું બધું બનતું હોય છે. મારો વૈભવ ચાલ્યો ગયો છે, તારે પતિનો વિયોગ થયો છે... વળી, એ શ્રેષ્ઠપુત્ર જેમ તારો પતિ હતો તેમ એ મારો ભાગ-૨ * ભવ છઠ્ઠો For Private And Personal Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મિત્ર હતો ને! થોડા દિવસોમાં પણ અમારી મૈત્રી કેવી ગાઢ થઈ ગઈ હતી? મને પણ મિત્રના વિયોગનું ઘણું દુઃખ છે...' લક્ષ્મીએ ગદ્દગદ સ્વરે કહ્યું : “જોકે તમે છો એટલે મને ચિંતા કોઈ નથી. હું તમારામાં ધરણનાં જ દર્શન કરું છું..” ‘દેવી, તમે નિશ્ચિત રહો. હું તમને, તમે કહેશો ત્યાં પહોંચાડીશ. અને આ સુવર્ણની ઈંટો પણ તમને જ આપીશ.” લક્ષ્મી આનંદિત થઈ. રોવાનું નાટક બંધ કર્યું. સુવદનને રિઝવવાનું નાટક શરૂ કર્યું. કેટલાક દિવસ સુધી સુવદન સંયમમાં રહ્યો. તેના મનમાં વિચારોનું ધમસાણ ચાલતું રહ્યું : “આ લક્ષ્મી મને ચાહે છે. સાચા દિલથી ચાહે છે. હું સમજું છું, એ મને આકર્ષવા શરીરના ભિન્ન ભિન્ન અંગમરોડ કરે છે. કટાક્ષ ફેંકે છે... ક્યારેક મને સ્પર્શ કરે છે. મારો હાથ પકડે છે. પરંતુ “આ મિત્રપત્ની છે.” એમ સમજી, મેં એને મારું દિલ આપ્યું નથી. આલિંગન આપ્યું નથી. એના પ્રેમનું આમંત્રણ સ્વીકાર્ય નથી. પરંતુ હું આ ભૂલ કરું છું. મારે અને એને શો સંબંધ છે? શા માટે એનાથી દૂર રહેવું? એને પત્ની બનાવું તો આ દશ હજાર સોનાની ઈટો મારી થઈ જાય, મારી દરિદ્રતા દૂર થઈ જાય. હું નવો ધંધો કરી શકું... ધરણ કંઈ મારો સગો તો હતો નહીં. અરે, સગો ભાઈ હોય તો પણ શું? આવી યુવાન સ્ત્રી જીવનભર બ્રહ્મચર્ય તો પાળી શકે નહીં. વળી, મારે એના ઉપર ક્યાં બળાત્કાર કરવો છે? એ સ્વેચ્છાએ મારી સાથે ભોગસુખ ભોગવવા ઈચ્છે છે... બસ, હવે હું એની ભોગપ્રાર્થનાનો સ્વીકાર કરીશ.. લક્ષ્મી મારી પત્ની બનશે. સોનાની ઈંટો મારી બનશે...' લક્ષ્મી તો સુવદનને ચાહતી જ હતી. બંને વચ્ચે પતિ-પત્નીનો સંબંધ સ્થાપિત થઈ ગયો. સોનાની ઈટો પર પોતાનું સ્વામિત્વ સ્થાપી દીધું. એનું વહાણ એક દિવસ દેવપુરના કિનારે આવી લાગ્યું. દેવપુરના બાહ્ય પ્રદેશમાં, અતિથિગૃહમાં થોડા દિવસ રહીને, ધરણ નગરમાં ગયો. તેણે વિચાર્યું : “નગરમાં એક ઘર લઈને રહું. જેવી લક્ષ્મી મળે ત્યારે ઘર શોધવા ના જવું પડે. અને પોતાનું ઘર હોય તો રત્નો પણ સુરક્ષિત રહે.” દેવપુરના ઊભા બજારમાંથી, તે પસાર થવા લાગ્યો. બજારમાં હજુ ભીડ જામી ન હતી. દુકાનો ખોલીને વેપારીઓ બેઠા હતા. એક દુકાન આગળ જઈને, ધરણ ઊભો રહ્યો. દુકાનમાં સ્વચ્છ ગાદી પર, એક મોટા શ્રેષ્ઠી જેવા વેપારીને બેઠેલા જોયા. એ વેપારીએ ધરણને જોયો. ધરણની સુંદર મોહક આકૃતિ જોઈ, વેપારીએ ધરણને દુકાનમાં આવવા આમંત્રણ આપ્યું. ધરણ દુકાનમાં ગયો. વેપારીએ પોતાની પાસે ગાદી પર બેસાડીને પૂછ્યું : શ્રી સમરાદિત્ય મહાકથા cou For Private And Personal Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 'કુમાર, તું પરદેશી દેખાય છે. શું તું એકલો જ છે કે તારો પરિવાર પણ સાથે છે?’ હે શ્રેષ્ઠીવર્ય, હું એકલો જ છું. માર્કદીનગરીના બંધુદત્ત સાર્થવાહનો પુત્ર છું. મારું નામ ધરણ.’ ‘ધરણ, કહે મારા યોગ્ય કોઈ કામ છે?' ‘હા જી, મારે આ નગરમાં એક ઘર લેવું છે...’ ‘શા માટે?’ ‘મારા નિવાસ માટે,’ ‘ધરણ, જો તને ગમે તો તું મારી હવેલીમાં જ રહે. મારી મોટી હવેલી છે, તું રહીશ તો હવેલી નાની નહીં પડે. ‘હે પૂજ્ય, હું અજાણ્યો’ ‘તારી આકૃતિ જ તારા ગુણો બતાવે છે...' Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘પરંતુ થોડા દિવસોમાં જ, એક ચીન દેશના વહાણમાં મારી પત્ની આવી પહોંચશે...' ‘તે પણ મારી હવેલીમાં તારી સાથે રહેશે. મારી પત્નીને પણ ગમશે...’ ‘તો પછી ભલે, હું આપની સાથે રહીશ.' શેઠ ધરણને પોતાની હવેલીમાં લઈ ગયા. ધરણે સ્નાન કર્યું. શેઠે ધ૨ણને યોગ્ય નવાં મૂલ્યવાન વસ્ત્ર આપ્યાં. પછી બંનેએ સાથે બેસીને, ભોજન કર્યું. શેઠે ધરણને પોતાની ત્રણ માળની વિશાળ હવેલી બતાવીને કહ્યું : ધરણ, આ ‘ટોપશેઠની હવેલી’ના નામે નગરમાં ઓળખાય છે. તને કોઈ નગરમાં પૂછે તો તારે કહેવાનું કે ‘હું ટોપશેઠનો મહેમાન છું.' હવેલી લાલ પથ્થરની બનેલી હતી. દરેક માળે દસ દસ ખંડ હતા, દરેક ખંડની ફરસ સંગેમરમરના પથ્થરની બનેલી હતી. દરેક માળના જુદા નોકરો હતા. હવેલીને સ્વચ્છ અને સુશોભિત રાખતા હતા. ટોપશેઠે ધરણને પહેલાં માળે પોતાની બાજુના જ બે ખંડ રહેવા માટે આપ્યા. એ બે ખંડમાં બધી જ સુવિધાઓ હતી. ખાસ મહેમાન માટેના જ એ બે ખંડ હતા. ધરણને હવેલી તો ગમી ગઈ. શેઠ-શેઠાણીનો વાત્સલ્યભર્યો વ્યવહાર પણ ગમી ગયો. COS બે-ત્રણ દિવસ પછી, ધરણે પોતાનો સર્વ વૃત્તાંત ટોપશેઠને કહી સંભળાવ્યો. શેઠ બધી વાતો સાંભળીને દિંગ રહી ગયા. એમાંય સુવર્ણદ્વીપની અને રત્નગિરિની વાતોએ એમને આશ્ચર્યચકિત કરી દીધા. ‘આ કુમારને હેમકુંડ જેવા વિદ્યાધર મિત્ર છે અને સુલોચન જેવો કિન્નરકુમાર મિત્ર છે. અહો, આ મહાન પુણ્યશાળી આત્મા છે...’ For Private And Personal Use Only છઠ્ઠો ભાગ-૨ ભવાઇ Page #413 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધરણે કહ્યું : “હે પિતાતુલ્ય શેઠ, આ મારા રત્ન તમારી પાસે રાખો. મારે જરૂર પડશે ત્યારે માગીશ... તમારી પાસે રત્નો સુરક્ષિત રહેશે.” શેઠે કહ્યું : “વત્સ, તારાં રત્નો સુરક્ષિત રહેશે.' શેઠે રત્નો ગુપ્ત તિજોરીમાં મૂકી દધાં. ૦ ૦ એક દિવસ ટોપશેઠે ધરણને કહ્યું : “વત્સ, આજે હું રાજસભામાં ગયો હતો. ત્યાં ચીન દેશનો વેપારી આવ્યો હતો અને મહારાજાને ભેટમું ધરી, એણે વિનંતી કરી હતી કે “મારા વહાણમાં જે માલસામાન, અને વૈભવ છે, એના પર મહારાજા કર ના લે.' મહારાજાએ કર માફ કરી દીધો હતો. વત્સ, તારી પ્રિયા, તારા કહેવા મુજબ ચીન દેશના વહાણમાં આવવાની હતી ને? તું જા અને તપાસ કર.” ધરણ ભોજાનાદિથી નિવૃત્ત થઈ સમુદ્રકિનારે પહોંચ્યો. તેણે સુવદનનું વહાણ જોયું. તે હર્ષિત થયો. “અહો! કર્મોની કેવી વિચિત્ર ગતિ છે! લક્ષ્મી અને સુવદન માનતા હશે કે “હું મરી ગયો છું. દેવીએ મને મારી નાખ્યો છે. જ્યારે તેઓ મને જીવતો જોશે. આશ્ચર્ય ને હર્ષથી તેમની આંખો વિસ્ફારિત થઈ જશે... ભાગ્યયોગે મને પત્ની મળશે અને સોનું પણ મળશે.” કિનારા પરની હોડીમાં બેસીને, ધરણ વહાણ ઉપર ગયો. ધરણે સુંદર વસ્ત્ર પહેર્યા હતાં. તેના ગળામાં મૂલ્યવાન રત્નહાર ઝૂલતો હતો. કમરે સોનાનો કલાત્મક કંદોરો બાંધેલો હતો. જેવો તેણે વહાણમાં પ્રવેશ કર્યો. તેણે લક્ષ્મીને અને સુવદનને જોયાં... તે બંનેએ ધરણને જોયો... બંનેનાં મોઢા પહોળાં થઈ ગયાં. આંખો પહોળી થઈ ગઈ. ધરણ હસી પડ્યો. ને બોલ્યો : “હે સુવદન, હું ઘરણ છું. જીવતો રહી ગયો છું. હે પ્રિયે, તને મળીને હું આનંદિત થયો છું. લક્ષ્મી અને સુવદનનાં મુખ પર બનાવટી હર્ષ ઊભરાઈ આવ્યો. લક્ષ્મીએ ધરણને બેસવા માટે આસન આપ્યું. ધરણ આસન પર બેઠો. લક્ષ્મી અને સુવદન પણ બેઠાં. ધરણે, પોતે કેવી રીતે બચી ગયો, હેમકુંડલ કેવી રીતે સહાયતા કરી... રગિરિ પર સુલોચન-કિન્નરે કેવું આતિથ્ય કર્યું અને હેમકુંડલ આકાશમાર્ગ દેવપુર મૂકી ગયો. વગેરે વાતો કરી. સુવદનને મનમાં ગ્લાનિ થઈ આવી : “ધરણ જીવતો રહ્યો છે એટલે હવે મારે એની પત્ની સોંપવી પડશે અને એનું સોનું પણ આપવું પડશે. મારા ભાગ્યમાં વૈિભવ-સંપત્તિ છે જ નહીં.” તેણે ધરણને કહ્યું : “મિત્ર, તું બચી ગયો. ઘણું સારું થયું. હવે તું તારું સોનું સંભાળી લે.” ધરણે કહ્યું: “સવદન તું કેવી વાત કરે છે? તે મારી પત્નીને સાચવી. મારું સોનું સાચવ્યું... સુવદન તારા આ ઉપકારનો બદલો હું કેવી રીતે વાળીશ?” શ્રી સમરાદિત્ય મહાકથા cog For Private And Personal Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મિત્ર, મેં મારા કર્તવ્યનું પાલન કર્યું છે. વિશેષ કંઈ જ કર્યું નથી.' સુવદન બોલ્યો. ધરણે લક્ષ્મીને કહ્યું : “દેવી, ચાલો આપણે નગરમાં જઈએ.” લક્ષ્મીએ કહ્યું : “આજે તો વહાણ પર જ રોકાઈએ. આપ પણ અહીં જ રહો. કાલે પ્રભાતે આપણે નગરમાં જઈશું...” લક્ષ્મીનો પ્રસ્તાવ ધરણે સહજતાથી સ્વીકારી લીધો. બીજી બાજુ લમીએ સુવદનને ખાનગીમાં કહ્યું : “હે પ્રિયે, ગમે તે ઉપાય કરીને, આજ રાત્રે ધરણને મારી નાખવો પડશે.' સુવદને કહ્યું : “લક્ષ્મી, હવે હું તને છોડી નહીં શકે... એટલે ધરણનો કાયમ માટે કાંટો કાઢી નાખવો જ પડશે...” લક્ષ્મીએ કહ્યું : “એટલે જ મેં એને રાત અહીં રોકાઈ જવા આગ્રહ કર્યો. એ રોકાઈ પણ ગયો. એટલે ઉપાય થઈ શકશે. તું ચિંતા ના કરીશ.” લક્ષ્મી, તું કુશળ છે, કાર્યદક્ષ છે અને તારો મારા પર અપાર પ્રેમ છે... એટલે તું આ કામ જરૂર કરી શકીશ.” બંનેની ગુપ્ત મંત્રણા પૂરી થઈ. સવદન ધરણ પાસે જઈને બેઠો. લક્ષ્મીએ સાંજનાં ભોજનની તૈયારી કરવા માંડી. ધરણનું હૃદય સ્વચ્છ અને સરળ હતું. સુવદન મેલો અને કપટી હતો. તેણે ધરણની આગળ ખૂબ સ્નેહ દેખાડવા માંડયો. લક્ષ્મીએ પણ પ્રેમનું નાટક કરવા માંડ્યું.. ધરણ બંનેના કપટને સમજી શકતો નથી. સંધ્યા થઈ એટલે લક્ષ્મીએ ધરણને કહ્યું : “સ્વામીનાથ, સ્નાન કરી લો, પછી આપ બંને સાથે ભોજન કરો. આજે તો મેં આપનું મનપસંદ ભોજન બનાવ્યું છે.” ધરણે સ્નાન કરી લીધું. સુવદનની સાથે બેસીને ભોજન કર્યું, લક્ષ્મીએ ખૂબ આગ્રહ કરીને, ભોજન પીરસ્યું. ભોજન પછી મદિરાપાન કરાવ્યું. મદિરામાં ઘેનની દવા ભેળવી દીધી. પથારી તૈયાર રાખી હતી. ધરણ સૂઈ ગયો. લક્ષ્મી પણ સાથે જ સૂઈ ગઈ. મદિરાની અસર ધરણા પર થવા લાગી. ધીરે ધીરે તે ઘોર નિદ્રામાં સરી પડ્યો. એટલે લક્ષ્મીએ એના ગળામાં ફાંસલો નાખી દીધો. સુવદનને બોલાવ્યો. લક્ષ્મી અતિ પ્રસન્ન હતી. તેણે સુવદનને કહ્યું : “પ્રિય, આપણું કામ સફળ થયું છે. હવે આપણે આને ઉપાડીને, દૂર સમુદ્રના કિનારે મૂકી આવીએ.' વહાણના માણસો બધા જ ઊંધી ગયા હતા. લક્ષ્મી અને સુવદને ધરણને ઉપાડ્યો અને સમુદ્રનાં દૂર કિનારા પર મૂકી આવ્યા. બંને વહાણમાં આવી નિશ્ચિત બની ભોગસુખમાં લીન બન્યાં. 0 0 0 દેવપુરનો સમુદ્રકિનારો ઘણો લાંબો હતો. સ્વચ્છ હતો. ધરણ કિનારા પર પડ્યો હતો. EOC ભાગ-૨ # ભવ છઠો For Private And Personal Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગળાનો ફાંસો ઢીલો થઈ ગયો હતો. ઉતાવળમાં લક્ષ્મી ફાંસાને ફરીથી તપાસવાનું ભૂલી ગઈ હતી. એણે માની લીધું કે “ધરણ ચોક્કસ મરી ગયો છે. પરંતુ ધરણ મર્યો ન હતો. મધ્ય રાત્રિનો સમય હતો. શીતળ પવન વહી રહ્યો હતો. સમુદ્રમાં મોજાં ઊછળતાં હતાં. કિનારા પર સમુદ્રનું પાણી આવી જતું હતું. ધરણ પાણીથી ભીંજાવા લાગ્યો... અને તેને શીતલ પવનનો સ્પર્શ થવા લાગ્યો. તેની મૂચ્છ દૂર થઈ. મદિરાની અસર પણ ઓસરી ગઈ. તે ભાનમાં આવ્યો. આંખો ખોલી... આસપાસ જોયું. તે સ્વગત બોલી ઊઠ્યો : “અરે, હું ક્યાં છું?” તેનો હાથ ગળા પર ગયો... “ગળામાં આ શું બાંધેલું છે?' તેણે ગળામાં બંધાયેલો ફાંસો ખોલી નાખ્યો.. ઊભો થયો... અગાધ સાગર તરફ જોઈ રહ્યો...” શું આ કોઈ સ્વપ્ન હશે કે ભ્રાન્તિ છે? કોઈ ઈન્દ્રજાલ છે કે સત્ય હકીકત છે? હું વહાણમાં જ લક્ષ્મી સાથે સૂતો હતો. અહીં કેવી રીતે આવી ગયો?” તે શાંતિથી વિચારવા લાગ્યો... આ કામ લક્ષ્મી અને સુવદનનું જ લાગે છે. એમણે મને આગ્રહ કરી કરીને મદિરાપાન કરાવ્યું હતું... અને પછી જ્યારે હું ગાઢ નિદ્રામાં પડ્યો. ત્યારે મારા ગળામાં આ ફાંસો નાખવામાં આવ્યો હશે.... મને મારી નાખવા માટે જ, ત્યાંથી ઉપાડી લાવીને અહીં નાખી ગયા લાગે છે. કેવું કપટ? કેવો વિશ્વાસઘાત? મારી ગેરહાજરીમાં જરૂર એ બે લક્ષ્મી અને સુવદન પ્રેમસંબંધથી જોડાયાં હશે. લક્ષ્મી આવી ક્રૂર અને કપટી હશે, એનો મને આજ દિન સુધી ખ્યાલ ન હતો.. એનું સ્ત્રીચરિત્ર ગહન લાગે છે. એ ઉન્માર્ગગામી બની લાગે છે. ખરેખર, આ સ્ત્રીનું ગહન ચરિત્ર હું સમજી ના શક્યો... સુવદનના મનમાં સોનાની દસ હજાર ઈંટોનો લોભ જાગ્યો હશે. એટલે મને મારી નાખવા માટે, આ પ્રપંચ કર્યો છે. પરંતુ સુવદને આવું કાર્ય નહોતું કરવું જોઈતું... હું એને ભરપૂર સોનું આપવાનો જ હતો. મેં એને કહેલું પણ ખરું. છતાં એ લક્ષ્મીના મોહમાં, મૂઢ બની ગયો હશે. મોહમૂઢ માણસ કયું અકાર્ય નથી કરતો? ખેર, જે થાય તે સારા માટે. લક્ષ્મીની સાચી ઓળખાણ મને થઈ ગઈ. મારી ભ્રમણા ભાંગી ગઈ. હવે હું એના મોહમાં ક્યારેય ફસાઈશ નહીં. જ્યારે હું વહાણ પર ગયો હતો... તે બંનેના મુખ, મને જોઈને પહેલા તો શ્યામ જ થઈ ગયાં હતાં. મને જીવતો જોઈને, બંને હેબતાઈ ગયા હતા. પછી હર્ષનું... પ્રિમનું નાટક શરૂ કર્યું હતું.. ખરેખર, લક્ષ્મી કુટિલ સ્વભાવની નીકળી... જેના પ્રાણોની રક્ષા કરવા, મેં એને મારાં લોહીનું પાણી કરીને પાયું હતું.. મારા શરીરનું માંસ કાપીને, ખવડાવ્યું હતું. તેણે મારા જ પ્રાણ લેવા પ્રયત્ન કર્યો.' એક એક જ શ્રી સમરાદિત્ય મહાકથા COE For Private And Personal Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોડી રાત સુધી, ધરણ ઘરે ના આવ્યો, તેથી ટોપશેઠને ચિંતા થવા લાગી. અનેક સંકલ્પ-વિકલ્પો થવા લાગ્યા. “એને વહાણ પર કોઈ આપત્તિ આવી હશે? એની પત્ની એને નહીં મળી હોય? ચીન દેશનાં વેપારીઓ કુટિલ પ્રકૃતિના હોય છે... ધરણની સોનાની ઈટો પચાવી પાડવા, ધરણને...” અનેક અમંગલ શંકાઓ થવા લાગી. રાત્રે બાર વાગ્યે ટોપશેઠે પોતાના વિશ્વાસપાત્ર બે સશસ્ત્ર માણસોને બોલાવીને કહ્યું : “તમે સમુદ્રકિનારા પર જાઓ. ધરણને તમે ઓળખો છો. તે હજુ સુધી પાછો નથી આવ્યો. તેની તપાસ કરો. જરૂર પડે, કોટવાલની સહાય લેજો. ચીન દેશનાં વેપારીના જહાજમાં જરૂર પડે તો તપાસ કરજો... ગમે ત્યાંથી એને શોધી લાવો.” બંને પુરુષો સમુદ્રકિનારે પહોંચ્યા. કિનારે કિનારે તેઓ, જ્યાં ધરણ પડેલો હતો તેનાથી, વિપરિત દિશામાં ચાલવા લાગ્યા. ધરણ એ બાજુ ના મળ્યો, એટલે બીજી બાજુ જવા પાછા ફર્યા. જ્યાં ધરણ ઊભો હતો ત્યાં આવ્યા... તેમણે ધરણ ઓળખ્યો... હે શ્રેષ્ઠીપુત્ર, તમે અહીં કેમ ઊભા છો? ટોપશેઠ તમારી ચિંતા કરે છે. મધ્ય રાત્રિ સુધી તમે ઘેર ના આવ્યા, એટલે અમને શોધવા મોકલ્યા છે. અમે ઘણું રખડ્યાં. છેવટે તમે મળી ગયાં. ચાલો, આપણે જલદી ઘરે પહોંચીએ. શેઠના મનને શાંતિ મળશે...' ધરણ, બે માણસો સાથે ઘરે પહોંચ્યો. હવેલીમાં પ્રવેશતાં જ ટોપશેઠે ધરણનો હાથ પકડી લીધો. પેલા બે માણસો ચાલ્યા ગયા. શેઠ ધરણને એક ગુપ્ત ખંડમાં લઈ ગયા. તેને બેસાડ્યો અને પૂછ્યું : “વત્સ, તું ઉદાસ અને ઉદ્ધિન કેમ દેખાય છે?” ધરણની આંખો ભીની થઈ ગઈ. “આ લજ્જાસ્પદ વાત શેઠને કેમ કરાય?' એમ વિચારી, મુખ નીચું કરીને, ધરણ બેઠો રહ્યો. તેણે ઉત્તર ના આપ્યો. શેઠે પુનઃ પૂછ્યું : શું એ ચીન દેશના વહાણમાં જઈ આવ્યો?' હા, જઈ આવ્યો.' બોલતાં બોલતાં તે રડી પડ્યો... શેઠે ધરણની પીઠ પંપાળી, cલ0 ભાગ-૨ ભવ છઠો For Private And Personal Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પોતાના ખેસથી એનાં આંસુ લૂછી નાખ્યાં, શેઠે વિચાર્યું : “શું આની પત્ની નહીં મળી હોય? કે મૃત્યુ પામી હશે? કે વહાણ કોઈ બીજું જ આવ્યું હશે?” તેમણે પૂછ્યું : “શું એ જ જહાજ આવ્યું છે કે જેમાં તારી પત્ની હતી?” એ જ જહાજ છે...' તારી પત્ની કુશળ છે ને?' હા જી.’ તો પછી વત્સ, તું કેમ ઉદાસ છે? કેમ શોકવિહ્વળ છે?' “શું કહું? હે પૂજ્ય, એ વાત કહેવા લાયક નથી.” શોકનું કારણ તો હશે ને?” છે...” “શું છે કારણ?” કંઈ નહીં...' “વત્સ, આવા ઉત્તરો મારે નથી જોઈતા. મારે સાચું કારણ જાણવું છે. શું કારણ જાણવા હું યોગ્ય નથી? શું તેં મને પિતાના સ્થાને નથી માન્યો? આપ મારા પૂજ્ય છો. પૂજ્યને કહી શકાય એવી, આ વાત નથી. છતાં આપનો આગ્રહ છે, તો હું કહું છું.” “વત્સ, માતા-પિતાની સમક્ષ કંઈ અકથનીય નથી હોતું. તું જે કંઈ સત્ય હોય તે કહી દે.” “હે પૂજ્ય, મારી પત્ની કુશળ છે, પરંતુ તેનું શીલ કુશળ નથી.' કેવી રીતે? જે વેપારીનું એ વહાણ છે, એ સુવદન સાથે એણે શરીરનો સંબંધ કરી લીધો છે..' ધરણે વહાણમાં ગયા પછી જે ઘટનાઓ બની, તે બધી જ કહી સંભળાવી. એને ગળામાં ફાંસો નાખી, સમુદ્રકિનારે ફેંકી દીધો. તે બધી વાત કહી દીધી. ખરેખર, એ બંનેની દુષ્ટતા કહેવાય. ખેર, હવે તું નિશ્ચિત બની, વિશ્રામ કર. આખી રાત કષ્ટમાં ગઈ છે તારી.. હવે આ અંગે જે કંઈ કરવા જેવું, છે એ હું કરીશ...” ધરણને સુવાડી દઈ, ટોપશેઠ પોતાના ખંડમાં આવ્યા. પ્રભાત થઈ ગયું હતું. તેમણે ત્વરાથી સ્નાનાદિ પ્રભાતિક કાર્યો પતાવ્યાં. શ્રેષ્ઠ વસ્ત્રો પહેર્યા અને રથમાં બેસી રાજમહેલે પહોંચ્યાં. શ્રી સમરાદિત્ય મહાકથા c૧૧ For Private And Personal Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શેઠને ચિંતા હતી કે સુવદન અહીંથી વહાણ હંકારી જાય... દૂર નીકળી જાય તો કામ બગડી જાય. એટલે મહારાજાને ફરિયાદ કરી, સુવદનને જવા ન દેવો. એની પાસેથી લક્ષ્મીને છોડાવવી અને સોનું પણ લઈ લેવું. ટોપશેઠ રાજાને મળ્યા. બધી વાત વિસ્તારથી કરી. રાજાએ કહ્યું : “શેઠ, ચિંતા ના કરો. હું એને હમણાં જ પકડી મગાવું છું.' શેઠ રાજાની પાસે જ બેઠા. રાજાએ કોટવાલને બોલાવીને કહ્યું : “ચીન દેશના વહાણને રોકો. તેના માલિક સુવદનને પકડી લાવો.' વહાણ પર લક્ષ્મી અને સુવદન મહોત્સવ મનાવી રહ્યાં હતાં. ખૂબ આનંદિત હતાં, ત્યાં ચાર સૈનિકો સાથે કોટવાલ વહાણ પર પહોંચ્યો. તમારું જ નામ સુવદન છે ને?” હા, હું જ સુવદન છું.' તમને મહારાજા બોલાવે છે... અમારી સાથે જ તમારે આવવાનું છે.” સુવદન તૈયાર થયો. એણે કલ્પના કરી કે “મહારાજાને ચીન દેશનો કોઈ માલ જોઈતો હશે, માટે બોલાવતા હશે.' ૦ ૦ ૦. હે સાર્થવાહપુત્ર, મેં સાંભળ્યું છે કે તારી પાસે ખૂબ ધન છે. તું એ ધન ક્યાં અને કેવી રીતે કમાયો? મહારાજાએ સુવદનને પહેલો પ્રશ્ન પૂછ્યો. “મહારાજા, એ બધું ધન વડિલોપાર્જિત છે.” સારું, તમે લગ્ન ક્યાં કર્યા અને તમારી પત્ની ક્યાંની છે?” “ચીન દેશમાં લગ્ન કર્યા છે અને મારી પત્ની ચીન દેશની છે...' સુવદને જરાય ગભરાયા વિના, ઉત્તર આપ્યો. મહારાજાએ ટોપશેઠની સામે જોયું. ટોપશેઠે કહ્યું : મહારાજા, આ સાવ ખોટું બોલે છે...' તો સાચું શું છે?' સુવદને ટોપશેઠ સામે જોઈને પૂછુયું. “ધન અને પત્ની - બંને શ્રેષ્ઠીપુત્ર ધરણનાં છે.' શેઠ બોલ્યા. સુવદન ક્ષણભર ક્ષોભ પામી ગયો, પછી હસીને બોલ્યો : મહારાજા, આ તો કોઈ મોટા જ્યોતિષી લાગે છે. તેમની વાતનો કોઈ પુરાવો છે ખરો? આ રાજદરબાર કહેવાય, અહીં કોઈ અધ્ધર વાત ના ચાલે.” ટોપશેઠ ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું : પુરાવો જીવતો જાગતો છે. મહારાજા C૧૨ ભાગ-૨ # ભવ છઠો For Private And Personal Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આજ્ઞા કરે એટલે ધરણને અહીં હાજર કરું. સુવદનનું હૃદય થડકી ગયું. “શું ધરણ મર્યો નહીં હોય?' એને શંકા થઈ છતાં, ગભરાયા વિના, તે બોલ્યો : “મહારાજા, ધરણ નામના કોઈ માણસને હું ઓળખતો નથી. મેં એનું નામ પણ સાંભળ્યું નથી.” રાજાએ કહ્યું : “શેઠ, તમે ધરણને બોલાવી લાવો, અને સુવદન, તું તારી પત્નીને લઈ આવ.” શેઠે કોટવાલને કહ્યું : “તમે મારી હવેલીએ જઈને, ધરણને બોલાવી લાવો. હું અહીં જ છું. એને કહેજો કે શેઠ મહારાજા પાસે બેઠા છે ને તને બોલાવે છે. કોટવાલ ધરણને બોલાવવા ગયો અને બીજા બે રાજપુરુષો લક્ષ્મીને લેવા માટે સમુદ્રકિનારે ગયા. થોડી વારમાં કોટવાલ સાથે ધરણ આવી ગયો. રાજપુરુષો સાથે થરથર ધ્રૂજતી લક્ષ્મી આવી. રાજાએ બંનેને જોયાં. લક્ષમી ધરણને જોઈને.. ભયભીત થઈ ગઈ. “હજુ શું આ મર્યો નથી? કેવી રીતે જીવતો રહ્યો હશે?' એ કંઈ વિચારે, ત્યાં તો રાજાએ એને પૂછ્યું : “હે સુંદરી, આ શ્રેષ્ઠીપુત્રને (ધરણને) તેં ક્યાંય જોયેલો છે ખરો? હે દેવ, મેં એને ક્યાંય જોયો નથી...” રાજાએ ધરણને પૂછુયું : “હે શ્રેષ્ઠીપુત્ર, આ તારી પત્ની છે કે?' ધરણે કહ્યું : “મહારાજા, આ પ્રશ્ન મને શા માટે પૂછો છો? એણે જે કહ્યું કે, આપે સાંભળ્યું છે!” રાજાએ કહ્યું : “માટે જ પૂછું છું.” ધરણે કહ્યું : “હે દેવ, આપનો આગ્રહ છે માટે કહ્યું છે કે આ મારી પત્ની હતી ખરી, અત્યારે નથી.” રાજાએ કહ્યું : “એટલા માટે જ મેં પૂછ્યું હતું. હવે તું મને કહે કે આ સાર્થવાહપુત્ર સુવદનને તું ઓળખે છે?' ધરણે કહ્યું : “મહારાજા, આ પ્રશ્ન એને જ પૂછો ને.' રાજાએ સુવદનને પૂછ્યું : “તું આ શ્રેષ્ઠીપુત્રને ઓળખે છે?' સુવદન અસત્ય બોલ્યો : “હું એને જાણતો નથી.' શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજાએ કહ્યું : “ઠીક છે, એ વાત પછી કરીશ, પરંતુ તે કહે કે તારા વહાણમાં કેટલું ધન છે?' સુવદને કહ્યું : “લગભગ દસ હજાર સુવર્ણની ઈંટોના સંપુટો અને બીજુ કેટલુંક કરિયાણું હશે..' રાજાએ ધરણને પૂછ્યું. ધરણે કહ્યું : તે કહે છે તે બરાબર છે.' રાજા ગૂંચવાયો. ‘આ ધન કોનું?' રાજાએ ટોપશેઠ સામે જોયું. ટોપશેઠ ગુસ્સાથી લાલપીળા થઈ ગયા. ઊભા થઈને બોલ્યા : “અરે નિર્લજજ પાપી, પારકી સ્ત્રી અને પારકું ધન પોતાનું કરીને બેઠો છે. ને અહીં અસત્ય બોલે છે? મહારાજા, જો આ ચીનના શાહુકારના વહાણમાં જે ધન છે અને આ સ્ત્રી, તે ધરણના ના હોય તો હું મારું બધું ધન આપી દઉં... અરે, મારા પ્રાણ પણ આપી દઉં... માટે આપ અહીં દિવ્ય કરાવો. આ વાતનો ન્યાય દિવ્ય કરવાથી જ થશે.” ધરણે વિચાર્યું : “હવે મારે સ્પષ્ટ નિશાની બતાવીને, વાતનો અંત લાવવો પડશે.' તેણે રાજાને કહ્યું : મહારાજા, દિવ્ય કરવાની જરૂર નથી... અને મારે છે તથા સ્ત્રીની પણ જરૂર નથી. ભલે એ સુવદન લઈ જાય...' નહીં નહીં...” ટોપડધરણ પાસે આવીને બોલ્યા. તેમણે કહ્યું : “વત્સ, અત્યારે ઉદાર બનવાનું નથી... અત્યારે તો ન્યાય થવો જ જોઈએ.” સુવદન બોલ્યો : “આ શ્રેષ્ઠીપુત્ર ખોટો છે, એટલે જ ઉદાર બનવાની વાત કરે છે. આ ધન અને આ સ્ત્રી મારાં જ છે.” ધરણે કહ્યું : “મહારાજા, નિર્ણય કરવાનો એક ઉપાય છે. આપ વહાણમાંથી સોનાની ઈટોનાં સંપુટ મંગાવો. એ સંપુટ પર મારું નામ અંકિત છે.' તારું નામ?” ધરણ.' રાજાએ નગરના આગેવાન પાંચ નાગરિકોને વહાણ પર મોકલી, બે સંપુટ મગાવ્યા. રાજાએ સંપુટને ચારે બાજુથી જોયો. એના પર ધરણનું નામ ન હતું. રાજાએ કહ્યું : “ધરણ, આ સંપુટ પર તારું નામ નથી.” સુવદન જોશમાં આવી ગયો. તેણે કહ્યું : “મહારાજા, આપ જે ન્યાય કરો, તે મને માન્ય છે. આપની સામે આ શ્રેષ્ઠીપુત્ર આવું મહાજૂઠાણું બોલે છે. છતાં જીવત છે.” ૧૪ ભાગ-૨ # ભવ છઠો For Private And Personal Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજાએ ધરણ સામે જોયું. ધરણે કહ્યું : “મહારાજા, મારી વાતમાં કોઈ જ ફેરફાર નથી, આ સંપુટને મંગાવીને આપ અંદર જુઓ...' સુવદનના મુખ પર કાજળ લેપાઈ ગયું. ટોપશેઠ રાજી થયા. તરત જ સોનીને બોલાવી સંપુટને તોડાવ્યો. રાજાએ બંને ઈટ હાથમાં લઈને જોઈ... બંને ઈટો પર “ધરણ” નામ કોતરાયેલું હતું, રાજા કોધથી ધમધમી ઊઠ્યો. ટોપશેઠ પણ રોષે ભરાયા. રાજાએ કોટવાલને આજ્ઞા કરી : “આ ચીનના શાહુકારને શૂળી પર ચઢાવી દો. આ મહાચોર છે. દુષ્ટ છે, અધમ છે. અને આ લક્ષ્મીના નાક-કાન કાપી, કાળી મેશથી રંગી, ગર્દભ પર બેસાડી, મારા રાજ્યમાંથી હદપાર કરો. વહાણ અને વહાણમાં રહેલું બધું જ ધન આ મહાનુભાવ ધરણને આપી દો.’ રાજાએ ધરણને પોતાની પાસે બેસાડીને કહ્યું : “હે વત્સ, કહે, બીજું તારું શું પ્રિય કરું? તું માંગે તે આપું.” ધરણ તો દયાનો સાગર હતો. અપરાધી ઉપર પણ કરુણા વરસાવનાર હતો. તેણે રાજાને કહ્યું : હે દેવ, મારે આ સોનાની જરૂર નથી, અને આપ આ સુવદનને અભયદાન આપવાની કૃપા કરો.” ધરણ, તું આ યોગ્ય કરતો નથી. આ દુષ્ટ પર દયા ના કરાય. એને તો સજા જ થવી જોઈએ કે જેથી ફરી વાર આવા કુકર્મ ના કરે.” મહારાજા, હું નથી ઈચ્છતો કે મારા નિમિત્તે એના પ્રાણ જાય... એ એના દેશમાં ચાલ્યો જશે..' ધરણ, મેં તને વચન આપ્યું છે એટલે બીજું શું કહું? તારી ઈચ્છા મુજબ તું કરી શકે છે. ક્ષમા આપી શકે છે અને સજા પણ કરી શકે છે...” ‘આપે મારા પર મોટો અનુગ્રહ કર્યો. ધરણ, પહેલા તું તારું ધન ગ્રહણ કરી લે.” “હે દેવ, આપની આજ્ઞા શિરોધાર્ય કરું છું.' રાજા, મહાજન, સુવદન, ટોપશેઠ વગેરેની સાથે ધરણ સમુદ્રકિનારે ગયો. મહાજને વહાણમાં રહેલા સુવર્ણની ઈંટોના સંપુટ ગણીને, ધરણને સોંપી દીધા. ધરણે એ ધન ટોપશેઠને સોંપ્યું. શેઠે ગાડાં ભરાવીને, સંપુટો હવેલીમાં પહોંચાડી દીધા. મહારાજા, મહાજન વગેરે ચાલ્યા ગયા. ટોપશેઠ અને કોટવાલ ધરણ સાથે રહ્યા. ધરણે સુવદનને કહ્યું : શ્રી સમરાદિત્ય મહાકથા - ૧૫ For Private And Personal Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુવદન, વિષાદનો ત્યાગ કર, ચિંતાઓ ત્યજી દે. દરેક જીવ દેવાધીન હોય છે. દેવાધીન જીવ કયું અકાર્ય નથી કરતો? ખેર, જે બનવાકાળ હતું તે બની ગયું. હું તારી મહાનુભાવતા જ યાદ કરું છું. એ સુવર્ણદ્વીપ પાસે જો તું વહાણ લઈને ના આવ્યો હોત તો આ બધા સંપુટ હું કેવી રીતે લઈ આવત? હું પણ ત્યાંથી કેવી રીતે સ્વદેશ જઈ શકત? તને મેં એ જ વખતે એક લાખ સોનામહો આપવાનું કહ્યું હતું. તે સોનામહોરો હું તને આપું છું. તે ગ્રહણ કર અને વધારે જેટલું સોનું તારે જોઈએ તે પણ ગ્રહણ કરી લે....' - સવદને શરમથી, બે હાથથી પોતાનું મુખ ઢાંકી દીધું. ટોપશેઠની આંખોમાં હર્ષના આંસુ આવી ગયાં. તેઓ ધરણને ભેટી પડ્યા... તેમણે કહ્યું : “વત્સ, મારા જીવનમાં તારા જેવો ક્ષમાશીલ અને ઉદાર પુરુષ જોયો નથી. આવા ઘોર અપરાધી... નરાધમ ઉપર તું દયા વરસાવે છે. આ મહાચોરને તું લાખ સોનામહોરો આપવા તૈયાર થયો છે? જેણે તારી પત્નીનું શીલ લૂંટ્યું છે... એને તું અભયદાન આપે છે. ખરેખર, આ પૃથ્વી પર તારા જેવો બીજો કોઈ મહાનુભાવ નહીં જડે...” હે પૂજ્ય, આ સુવદને ભૂતકાળમાં મારા પર ઉપકાર કરેલો છે. હું એના ઉપકારને કેવી રીતે ભૂલી શકું? એણે કરેલાં અપકારોને હું ભૂલી શકું છું. ઉપકારોને ભૂલી શકું નહીં...' સુવદન રડી પડ્યો. તે ધરણનાં ચરણોમાં પડી ગયો. લક્ષ્મી ક્યારનીય વહાણમાં જઈને, બેસી ગઈ હતી. તેને કોઈ પસ્તાવો ન હતો. પરંતુ રાજપુરુષોએ તેને શોધી કાઢી. ધરણનાં કહેવાથી એનાં નાક-કાન ના કાપ્યાં. તેને હદપાર તગેડી મૂકી. સુવદને કહ્યું : હે ઉપકારી મહાપુરુષ, તમે મને અભયદાન આપ્યું, તે જ ઘણું છે. મારે સોનામહોરો જોઈતી નથી. કે બીજું કાંઈ જોઈતું નથી.... મારું ભાગ્ય મને જ્યાં લઈ જશે ત્યાં જઈશ.” સુવદન સમુદ્રના કિનારે કિનારે ચાલી નીકળ્યો. ધરણને લઈ, ટોપશેઠ પોતાની હવેલીએ આવ્યા. નગરમાં ઘરણની ખૂબ પ્રશંસા થઈ. સંદ ક જ EN ભાગ-૨ જ ભવ છઠો For Private And Personal Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧391 પશેઠે ધરણની સાથે ભોજન કર્યું. ભોજન કર્યા પછી બંને મંત્રણાખંડમાં આવ્યા. ધરણે શેઠનાં ચરણોમાં પ્રણામ કરી કહ્યું : “હે પિતાજી, જો આપ મારી સ્નેહભરી પ્રાર્થનાનો સ્વીકાર કરો તો એક પ્રાર્થના કરું, એક માગણી કરું.” ધરણની વાત સાંભળીને, શેઠ હર્ષવિભોર થઈ ગયા. તેમની આંખોમાં હર્ષના આંસુ ઊભરાયાં. તેમણે ધરણના બે હાથ પોતાના હાથમાં લઈ, ગદ્ગદ સ્વરે કહ્યું : વત્સ, તું સ્વંય કલ્પવૃક્ષ સમાન છે. ચિંતામણિ રત્ન સમાન છે. તું મારા જેવા સામાન્ય માણસને પ્રાર્થના કરે છે. હું ધન્ય થયો.... કૃતાર્થ થયો... વત્સ, તું પ્રાર્થના કરે ને હું માનું નહીં, એ વાત બને ખરી? તું મને પરિવાર સહિત તારા દાસ બની જવાનું કહે તો પણ ના ન પાડું. વત્સ, તું મહાપુરુષ છે. હું તારા ગુણોથી તારા પ્રત્યે અગાધ સ્નેહવાળો બન્યો છું. તારી પ્રાર્થનાને હું અવશ્ય સ્વીકારશ.' “પિતાજી, આપની સમક્ષ હું બાળક છું. આપે મને આશ્રય આપીને, મારા પર મોટો ઉપકાર કર્યો છે. પિતાજી, મેં જે એક હજાર રત્નો સાચવવા માટે આપને આપ્યાં હતાં, આપે આપનાં ભંડારીને સોંપ્યાં હતાં, તે રત્નો અહીં મંગાવો. તરત જ શેઠે ભંડારી પાસે એ રત્નો મંગાવ્યાં, ધરણને સોંપ્યાં, ધરણે તે રત્નોમાંથી પાંચ સો મૂલ્યવાન રત્નો ગ્રહણ કરી, શેઠનાં ચરણોમાં અર્પણ કર્યા અને કહ્યું : “આ ગ્રહણ કરો - આ જ મારી પ્રાર્થના છે.” વત્સ, પહેલેથી મને વચનબદ્ધ કરીને, તેં મને છેતર્યો. હે પુત્ર, પિતા પુત્રને ધન આપે કે પુત્ર પિતાને ધન આપે? આ તો વ્યવહાર વિપરિત વાત છે.' આપ જે માનો તે ખરું, આ રત્નો આપે સ્વીકારવાનાં જ છે. શેઠે ગંભીરતાથી વિચાર કર્યો. જોકે મારે આ રત્નો ના લેવાં જોઈએ. મારે જરૂર પણ નથી. ભગવાને મને ઘણી સંપત્તિ આપી છે... પરંતુ જો હું રત્નો નહીં સ્વીકારું તો ધરણના હૃદયને ઘણું દુઃખ થશે.. એ મહાન પુણ્યાત્મા છે... મને એના પર અત્યંત સ્નેહ છે. મારે રત્નો લેવાં પડશે..” “વત્સ, ધરણ, હું તારી પ્રાર્થના સ્વીકારું છું.” હું ધન્ય બન્યો, પિતાજી.” “વત્સ, હવે તારે મારી એક આજ્ઞા માનવી પડશે.” આજ્ઞા કરો, પિતાજી.' શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહીંથી જવાની ઉતાવળ ના કરીશ.” “આપ અનુમતિ આપશો ત્યારે જ અહીંધી માર્કદીનગરી તરફ પ્રયાણ કરીશ. પરંતુ હવે મારે ઘરે પહોચવું જોઈએ. મારાં માતા-પિતા મારી પ્રતીક્ષા કરતાં હશે? તેમનો હું એકનો એક પુત્ર છું... ને તેઓ મને અતિ પ્રેમ કરે છે. તેઓ મને વિદેશયાત્રા માટે અનુમતિ આપતાં જ ન હતાં. પિતાજીએ કહ્યું હતું : “વત્સ, આપણી પાસે કુબેરનો ભંડાર છે. તારે ધન કમાવા પરદેશ જવાની કોઈ જરૂર નથી.” પરંતુ પરદેશમાં સ્વ-પુરુષાર્થથી સંપત્તિ કમાવાની, મારી અદમ્ય ઈચ્છા હોવાથી, પિતાજીએ અને માતાજીએ અનુમતિ આપ.' શેઠે કહ્યું : “વત્સ, તારા જેવા ગુણવાન, રૂપવાન અને બુદ્ધિમાન પુત્ર ઉપર કયાં માતા-પિતાને સ્નેહ ના હોય? તને અળગો રાખવા માતા-પિતાનું મન ના જ માને. વત્સ, તને હું વધારે સમય નહીં રોકું.. શું કરું? અમારાં બંનેનું મન પણ તારા સાથે સ્નેહથી બંધાઈ ગયું છે..” શેઠ-શેઠાણીની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યાં. ધરણે પોતાના ઉત્તરીય વસ્ત્રથી બંનેનાં આંસુ લૂછી નાખ્યાં, અને કહ્યું : પિતાજી, મને પણ આપના પ્રત્યે દૃઢ અનુરાગ થયો છે. એટલે જવાની ઈચ્છા નથી થતી. પરંતુ માર્કદીની સ્મૃતિ થઈ આવે છે... ત્યારે... ત્યાં જવાની ઈચ્છા પ્રબળ થઈ જાય છે. તે છતાં હું હમણાં થોડા દિવસ રહીશ.” ૦ 0 ૦. શેઠ-શેઠાણીએ ધરણનું ભરપૂર આતિથ્ય કર્યું. અહીંથી ધરણને, માકંદીનગરીએ ભૂમિમાર્ગે જવાનું હતું. તેણે વહાણને વેચી નાંખ્યું. સુવર્ણ સંપુટોને બળદગાડાઓમાં ભરી, સારી રીતે સુરક્ષિત કર્યા. ધરણે બીજો પણ ઘણો માલ દેવપુરથી ખરીદ્યો. સો હાથી અને બસો અશ્વો પર ઘણો માલ લાદી દેવામાં આવ્યો. ટોપશેઠે સો બળદગાડાં ભરીને, મૂલ્યવાન સામાન ધરણને આપ્યો. બધાં મળીને પાંચ સો ગાડાં થયાં. શેઠે, રાજાને વિનંતી કરીને, સો સશસ્ત્ર સૈનિકો સાથે સાથે જવા માટે તૈયાર કર્યા. શુભ દિવસે ટોપશેઠે ધરણને મોટા સાથે સાથે, માકંદી તરફ જવા વિદાય આપી. બે કોશ સુધી શેઠ ધરણ સાથે ગયા. ધરણે ખૂબ આગ્રહ કરીને, શેઠને પરિવાર સાથે પાછી વાળ્યા. પિતાજી, એક વાર પરિવાર સાથે, માતંદીનગરી અવશ્ય પધારજો.' શેઠ બોલી ના શક્યાં... જ્યાં સુધી ધરણ દેખાયો ત્યાં સુધી તેઓ માર્ગમાં ઊભા રહ્યા... ધરણ દેખાતો બંધ થયો પછી, રથમાં બેસી પાછા વળી ગયા. શેઠ-શેઠાણીને કહ્યું : “દેવી, આપણે માકંદીનગરી તો જવું પડશે. અવાર-નવાર જવું પડશે...' શેઠાણી શો જવાબ આપે? તેમની આંખોમાંથી અવિરત અશ્રુધારા વહી રહી હતી. ૦ ૦ ૦ ૧૮ ભાગ-૨ ૨ ૨૮ For Private And Personal Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધરણે માકેદીનગરીના બાહ્ય પ્રદેશમાં, સાથે સાથેનો પડાવ નાખ્યો. રાજપુરુષોએ મહારાજા કાળમેઘને સમાચાર આપ્યા : “મહારાજા, નગરશ્રેષ્ઠી બંધુદત્તના પુત્ર ધરણકુમાર મોટા સાથે સાથે, કુબેર જેટલી સંપત્તિ કમાઈને, નગરની બહાર ઉદ્યાન પાસે રોકાયા છે. ૧૦૦ હાથી અને ૨૦૦ અશ્વો છે સાર્થમાં. ૫00 બળદગાડાં છે અને ૧૦૦ સશસ્ત્ર સુભટો છે.” તમે શીઘ એ શ્રેષ્ઠીપુત્ર ધરણકુમાર પાસે જાઓ અને કહો કે તે ત્યાં જ રોકાય. હું પોતે એનું સ્વાગત કરવા જઈશ, મહામંત્રીને કહો કે ધરણકુમારના સ્વાગતની તૈયારી કરે.” સમગ્ર નગરમાં વાત પ્રસરી ગઈ કે ધરણકુમાર વિશાળ સાથે સાથે પાછા આવી ગયા છે. હજારો લોકો તેના સ્વાગત માટે નગરની બહાર પહોંચ્યા. એ સમયે શ્રેષ્ઠી બંધુદત્ત અને શેઠાણી હારપ્રભા, મંદિરમાં પરમાત્મપૂજા કરી રહ્યાં હતાં એટલે તેમને પરણના આગમનના સમાચાર નહોતા મળ્યા. પ્રભાતે શેઠશેઠાણી એક પ્રહર સુધી, રજ પરમાત્માનું પૂજન કરતાં હતાં. મહારાજા કાળમેથે ભવ્ય રાજકીય સન્માન સાથે, ધરણનો નગરપ્રવેશ કરાવ્યો. સ્વાગતયાત્રા રાજમહેલ પૂરી થઈ. કુમાર, આજે સ્નાન-ભોજનાદિ અહીં રાજમહેલમાં કરીને, પછી તારે તારી હવેલીએ જવાનું છે.' જેવી મહારાજાની આજ્ઞા.' લોકો સહુ પોત-પોતાના સ્થાને ચાલ્યા ગયા. રાજા ધરણની સાથે રાજમહેલમાં ગયો. સાર્થને રાજ્યના વિશાળ રાજવાડામાં ઉતારો આપ્યો. મહામંત્રીએ હાથી, ઘોડા અને ખચ્ચરો માટે ખોરાકની વ્યવસ્થા કરી દીધી. સૈનિકો અને નોકરી માટે ભોજનનો પ્રબંધ કરી દીધો. રાજાએ ધરણને પોતાની સાથે ભોજન કરાવ્યું. ભોજન પછી શ્રેષ્ઠ વસ્ત્રાલંકારો ભેટ આપ્યાં. ધરો કહ્યું : મહારાજા, આપનું સન્માન પામી, હું કૃતાર્થ થયો. હવે મારી એક પ્રાર્થના આપે સ્વીકારવાની કૃપા કરવી પડશે.” “શ્રેષ્ઠીપુત્ર, તારી પ્રાર્થના અવશ્ય સ્વીકારીશ.” તો, હું જે મારી સાથે ૧૦૦ હાથી લાવ્યો છું, એ ૧OO હાથીનો આપ સ્વીકાર કરો.” રાજાને અતિ આશ્ચર્ય થયું. ધરણની આવી ઉદારતા જોઈને, રાજા અતિ પ્રસન્ન થયો. છતાં વિવેક ખાતર કહ્યું : ધરણ, હું ૨૧ હાથી રાખું.. બાકીના ભલે તારી પાસે રહે.” મહારાજા, હાથી રાજ દ્વારે જ શોભે. હું આપને ભેટ આપવા જ લાવ્યો છું.” ભલે તારો આગ્રહ છે તો હું રાખીશ.” ધરણ મહારાજાની આજ્ઞા લઈ, પોતાના ઘરે પહોંચ્યો. માતા-પિતા પુત્રને જોઈને, શ્રી સમરાદિત્ય મહાકથા GAG For Private And Personal Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org હર્ષઘેલાં બની ગયાં. તેઓએ ધરણ પાસે દાન દેવરાવ્યું. મંદિરોમાં પૂજાઓ રચાવી. સ્નેહી-સ્વજનોને નિમંત્રિત કરી, પ્રીતિભોજન આપ્યું. સંધ્યાસમયે ધરણે માતા-પિતાને, સુવર્ણની ઈંટોના સંપુટ સમર્પિત કર્યા અને મૂલ્યવાન રત્નો પણ આપી દીધાં. ધરણનો આ બધો વૈભવ જોઈને, શ્રેષ્ઠી બંધુદત્ત આનંદિત થયા. બંધુદત્તે કહ્યું : Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘વત્સ, સ્વર્ણ-ઈંટોનો એક સંપુટ અને પાંચ રત્નો, આવતી કાલે રાજસભામાં મહારાજને ભેટ ધરાવજે. આજે સ્વયં મહારાજાએ તારું સ્વાગત-સન્માન કરીને આપણું ગૌરવ વધાર્યું છે. તેઓને સપરિવાર આપણે ત્યાં પધારવાનું નિમંત્રણ પણ આપીશું.' ધરણે પિતાની ભાવનાનો સ્વીકાર કર્યો. માતાએ પૂછ્યું : ‘બેટા, લક્ષ્મી શું સીધી એના પિતાને ઘેર ગઈ છે?’ ‘માતાજી, એનું નામ જ ના લેશો... હવે એ ક્યારેય આપણા ઘરે નહીં આવે.' માતા-પિતાએ વિશેષ કંઈ ના પૂછ્યું. તેઓ સમજી ગયાં કે લક્ષ્મીએ સ્ત્રી-ચરિત્ર ભજવ્યું હશે. ક્યારેક ધરણને પૂછીશું.’ બંધુદત્તે પૂછ્યું : ‘વત્સ, પરદેશયાત્રા નિર્વિઘ્ન રહી હશે?' ધરણે પરદેશયાત્રાનો સંક્ષિપ્ત વૃત્તાંત કહી સંભળાવ્યો... તેમાં કાદંબરી અટવીની, સુવર્ણદ્વીપની... રત્નગિરિની અને દેવપુરની બધી વાતો સાંભળીને, બંધુદત્ત અને હારપ્રભાએ અનેક સુખ-દુઃખનાં સંવેદનો અનુભવ્યાં. ધરણ પણ એ ભૂતકાળ બની, ગયેલી વાતોને વાગોળતો રહ્યો ને નિદ્રાધીન થયો. બીજા દિવસે પિતા-પુત્ર બધાં પ્રાભાતિક કાર્યોથી પરવારી, રાજસભામાં ગયા. મહારાજાએ આવકાર આપ્યો. ધરણે સ્વર્ણથાળમાં સોનાની ઈંટોનો સંપુટ અને રત્નો ભેટ આપ્યાં. મહારાજાએ સ્વીકારીને, ધરણની મુક્તકંઠે પ્રશંસા કરી. ધરણે કહ્યું : ‘હે દેવ, આપના અનુકૂળ સમયે, આપ અમારી હવેલીને પાવન કરો. પરિવાર સહિત પધારો. મને આનંદ થશે.' રાજાએ ધરણની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. રાજાએ ધરણને કહ્યું : ‘તારે પ્રતિદિન રાજસભામાં આવવાનું છે. તારા આવવાથી મને આનંદ થશે.’ ધરણે રાજાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. રાજસભાનું કાર્ય પૂર્ણ થયા પછી પિતા-પુત્ર ઘરે આવ્યા. ભોજન કરીને, શેઠે ધરણને કહ્યું : ‘વત્સ, હવે તું મારી એક ઈચ્છા પૂર્ણ કર.’ ‘આજ્ઞા કરો, પિતાજી...' ૯૨૦ ‘તું ફરીથી લગ્ન કરી લે. હું અલ્પ દિવસોમાં જ યોગ્ય કન્યા શોધી કાઢીશ.' ‘મારા ધ્યાનમાં જ છે એવી કન્યા.' માતા હારપ્રભાએ કહ્યું. ભાગ-૨ * ભવ છઠ્ઠો For Private And Personal Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - થોડી વાર વિચાર કરીને, ધરણે કહ્યું : “પિતાજી, આ અંગે મને થોડા દિવસ વિચારવા દો. ઉતાવળ નથી...” “વત્સ, ભલે તું થોડા દિવસ વિચાર કર, પરંતુ અમારી ઈચ્છા તારે પૂરી કરવી પડશે.” ધરણે મૌન ધારણ કર્યું. તેને લક્ષ્મી યાદ આવી ગઈ. તે નિસાસો નાખીને, ઊભો થયો. માતા-પિતાને પ્રણામ કરી, પોતાના ખંડમાં ચાલ્યો ગયો. તેના ચિત્તમાં લક્ષ્મીના, સુવદનના.. ટોપશેઠના... વિચારો શરૂ થઈ ગયા. તેનું ચિત્ત ચંચળ બની ગયું. તેને મિત્ર હેમકુંડલ યાદ આવ્યો... કિન્નરકુમાર સુલોચન યાદ આવ્યો. અને સુવર્ણદ્વીપની વંતરી પણ યાદ આવી ગઈ.. પલ્લીપતિ કાલસેન પણ સ્મૃતિપટ પર આવી ગયો.. આ બધા વિચારો કરતાં કરતાં તે ઊંઘી ગયો. કોઈ સંદેશો મોકલાવ્યા વિના, મહારાજા કાળમેઘ, રથમાં બેસી, બંધુદત્તની હવેલીએ આવ્યા. બંધુદને અને ધરણે તેમનું સ્વાગત કર્યું. ઉચિત સન્માન-સત્કાર કર્યા પછી, મહારાજાએ ધરણને કહ્યું : કુમાર, હું ઈચ્છું છું કે તું આ મંત્રી મુદ્રા ગ્રહણ કર અને રાજ્યનું સંચાલન સંભાળ. તું બુદ્ધિમાન છે. ન્યાયપ્રિય અને મારો વિશ્વાસપાત્ર છે.” હે કૃપાવંત, મંત્રી મુદ્રાની શી જરૂર છે? આપની આજ્ઞા મુજબ, જે કાર્ય કરવાનું હશે તે હું કરીશ.' કુમાર, જે કાર્ય રાજ્યાધિકારથી થઈ શકે છે, તે કાર્ય અધિકાર વિના નથી થતું. માટે તારે મંત્રી મુદ્રા ગ્રહણ કરવી જોઈએ. મહામંત્રીના પદ માટે તું સુયોગ્ય છે.” મહારાજા, આપનો આગ્રહ હશે તો હું મંત્રી મુદ્રા ગ્રહણ કરીશ, પરંતુ એ પૂર્વે મારી એક પ્રાર્થનાનો સ્વીકાર કરો.” કહે, તારી પ્રાર્થના મને કબૂલ જ છે.” દેવ, કારાવાસમાંથી સર્વ કેદીઓને મુક્તિ આપો અને નગરમાં ઘોષણા કરાવો કે કોઈ જીવની હિંસા કરવી નહીં.' મહારાજાએ ધરણની બંને વાતો સ્વીકારી, તરત જ એનો અમલ કરાવ્યો. ત્યાર પછી ધરણે મંત્રી મુદ્રા ગ્રહણ કરી. મહારાજાએ ધરણ સાથે એકાંતમાં રાજ્ય અંગેની કેટલીક વાર્તા કરી... ત્યાર બાદ, બંધુદત્તના આગ્રહથી ત્યાં જ ભોજન કરી, તેઓ રાજમહેલમાં પહોંચ્યા. બીજા દિવસે રાજસભામાં મહારાજાએ ઘોષણા કરી : પ્રિય પ્રજાજનો, તમે જાણીને આનંદિત થશો કે મેં શ્રેષ્ઠી બંધુદત્તના સુપુત્ર શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધરણકુમારને મહામંત્રીપદની મુદ્રા આપી છે. આજથી ધરણકુમાર, આ રાજ્યના મહામંત્રી બને છે.” રાજસભા હર્ષના ધ્વનિથી ગાજી ઊઠી, ધરણે ઊભા થઈ, મહારાજાને પ્રણામ કરી, ધીર ગંભીર સ્વરે કહ્યું : હું જાણતો નથી કે મારામાં આ પદની યોગ્યતા છે કે કેમ? પરંતુ મારા પર વિશ્વાસ મૂકીને, મને મહામંત્રી બનાવ્યો છે. તે તેઓનો મારા પર મોટો અનુગ્રહ થયો છે. રાજ્ય માટે અને પ્રજા માટે જે કોઈ મારાં ક્તવ્યો છે, એ કર્તવ્યોનું હું સમુચિત રીતે પાલન કરીશ.” રાજસભાનું વિસર્જન થયા પછી, ધરણે તરત જ મંત્રીમંડળની સભા ભરી. તેણે દરેક મંત્રીને, તેમનાં તેમનાં કાર્યો સોંપી દીધો અને કહ્યું : “હું ઈચ્છું છું કે આપણા રાજ્યમાં કોઈ જીવની હિંસા ન થાય તે માટે આપણે સુયોગ્ય પ્રબંધ કરવાનો છે. રાજ્યમાં અપરાધોનું પ્રમાણ ઘટાડવા માટે પણ પ્રયત્ન કરવાનો છે. દરેક મનુષ્યને પોતાનો ઉચિત અર્થપુરુષાર્થ કરવાનો મળી રહે, તો અપરાધો ઓછા થઈ શકે. ત્રીજી મહત્ત્વની વાત છે રાજ્યનો કોશ, જે અત્યારે ખાલી છે, તેને પરિપૂર્ણ કરવો જોઈએ. પ્રજા રાજ્યનો કર નિયમિત આપે અને તે ધન રાજ્યના કોશમાં જમા થાય. એ કામ અગત્યનું છે. જો રાજ્યની તિજોરીમાં ધન હશે તો જ પ્રજા માટે સુખસુવિધાઓ ઊભી કરી શકાશે. પ્રજાનું આરોગ્ય જળવાય, પ્રજામાં અજ્ઞાનતા ન રહે અને પ્રજાની જીવનજરૂરિયાતો પૂરી પડે, એ માટે સત્વર પગલાં લેવાં જોઈએ, આપણા રાજ્યમાં કોઈ ગરીબ ના રહેવો જોઈએ. ઘર વિનાનો ના રહેવો જોઈએ. જો આ બધું આપણે કરીશું તો રાજ્યમાં અપરાધો ઘટી જશે. પ્રજાની ફરિયાદોનો તત્કાલ નિકાલ કરવો જોઈશે. એ માટે ન્યાયાલયોની સ્થાપના કરીશું. મંત્રીમંડળે ધરણકુમારની વાતનો સ્વીકાર કર્યો, અને આ બધાં કામો કરવાનાં વચન આપ્યાં. ૦ ૦ ૦. થોડા જ દિવસોમાં ધરણે પ્રજાના પ્રેમ સંપાદન કર્યો. આમેય મહાદાન આપવાથી એ લોકપ્રિય તો હતો જ, હવે વિશેષરૂપે પ્રજા એને ચાહવા લાગી. મહારાજાને ઘણો જ સંતોષ થયો. એમની ધારણા મુજબ રાજ્યવ્યવસ્થા સારી રીતે સ્થપાઈ ગઈ. રાજ્યની તિજોરી ધનથી ભરાવા માંડી. ધરણનાં માતા-પિતા ખૂબ આનંદિત થયાં, એમનાં મનમાં ધરણને પુનઃ પરણાવવાની ભાવના પ્રબળ થતી ચાલી. એક જ ક ૯૨૨ ભાગ-૨ # ભવ છઠો For Private And Personal Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૭] ઘટણ મહામંત્રીપદનો કાર્યભાર સંભાળી લીધો, પરંતુ તેનું ચિત્ત અશાંત અને ઉદ્વિગ્ન રહેતું હતું. એનું મૂળ કારણ હતું લક્ષ્મીનું સ્ત્રીચરિત્ર. ધરણે નિષ્કપટ હૃદયથી લક્ષ્મીને ચાહી હતી. એણે, દેવપુરની રાજસભાની ઘટના પહેલાં, ક્યારેય લક્ષ્મીમાં દોષ જોયો ન હતો. એને લક્ષ્મીમાં દોષ દેખાતો જ ન હતો. એણે લક્ષ્મીને પૂર્ણ રૂપે ચાહી હતી. જ્યારે લક્ષ્મીનાં ચિત્તમાં લગ્નના દિવસથી માંડીને ધરણ પ્રત્યે છૂપો દ્વેષ પ્રગટ્યો હતો. તેણે ક્યારેય ધરણ સાથે શુદ્ધ પ્રેમ કર્યો જ ન હતો. કર્યું હતું માત્ર પ્રેમનું નાટક.. પ્રેમનો અભિનય. આ અભિનયને ધરણે વાસ્તવિક માની લેવાની ભૂલ કરી હતી. અથવા, એના ભોળા હૃદયથી આ ભૂલ થઈ ગઈ હતી. મોટા ભાગે ભોળા હૃદયના માણસો, બીજાઓને પોતાના જેવા જ સરળ અને નિખાલસ માનતા હોય છે. એટલે કપટી, દંભી અને સ્વાર્થપરસ્ત લોકો, આવા ભોળા મનુષ્યોના જીવન સાથે કૂટ રમત રમતા હોય છે. તેમને દુઃખી કરતા હોય છે. લક્ષ્મીએ ધરણના જીવનને, આતંરિક... માનસિક જીવનને વેદનાથી વલૂરી નાખ્યું હતું. જેમ સિંહ પોતાના પંજાથી પોતાના શિકારની ચામડી ઉઝરડી, નાખે.. ચામડી ચીરી નાખે, એ રીતે લક્ષ્મીએ ધરણના હૃદયને ઉઝરડી નાખ્યું હતું. અલબત્ત, દેવપુરની રાજસભામાં લક્ષ્મીએ કરેલા નિવેદનથી, ધરણની લક્ષ્મી પ્રત્યેની આસક્તિનાં પાણી સુકાઈ ગયાં હતાં. જેમ વૈશાખ-જેઠના આકરા તાપથી સરોવરનાં પાણી સુકાઈ જાય તેમ! લક્ષ્મી ઉપરનો તેનો વિશ્વાસનો પથ્થરનો કિલ્લો તૂટી પડ્યો હતો. તે છતાં ધરણના હૃદયમાં લક્ષ્મી પ્રત્યે દ્વેષ જાગ્યો ન હતો. તે ઈચ્છતો હતો કે હવે લક્ષ્મી તેની સ્મૃતિમાં જ ના આવે. પરંતુ દિનપ્રતિદિન તેની સ્મૃતિ વધુ ને વધુ આવતી હતી, એ સ્મૃતિમાં મધુરતા ન હતી. કટુતા પણ ન હતી. મધુરતા અને કટુતાની વચ્ચેનો કોઈ અનિર્વચનીય ભાવ હતો. એ ભાવ અગ્નિજ્વાલા બનીને, એને દઝાડતો હતો. વિછી બનીને ડંખ દેતો હતો. એનો સ્ત્રી જાતમાંથી વિશ્વાસ ઊઠી ગયો. સ્ત્રી-સંયોગથી મળતાં સુખ પ્રત્યેનું આકર્ષણ નાશ પામ્યું. સ્વજનો ઉપરના પ્રેમની નિઃસારતા, તેણે સાચી રીતે સ્વીકારી લીધી. આ બધી મનની વાતો એક દિવસ, એના મિત્ર દેવનંદી આગળ પ્રગટ થઈ ગઈ. વતનમાં આવ્યા પછી, દેવનંદી સાથે તેની મૈત્રી દઢ થઈ ગઈ હતી. દેવનંદી ધનાઢ્ય શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પિતાનો પુત્ર હતો. પહેલી વારની વિદેશયાત્રા પછી, દેવનંદીના વિચારોમાં આધ્યાત્મિક પરિવર્તન આવ્યું હતું. પૂર્વે ભલે એ ધરણ સાથે સ્પર્ધામાં ઊતર્યો હતો, પરંતુ શરતમાં જીતવા છતાં જ્યારે ધરણ સ્વેચ્છાએ સ્પર્ધામાંથી ખસી ગયો હતો ત્યારે દેવનંદીના મનમાં ધરણ પ્રત્યે આદર પ્રગટટ્યો હતો. ધરણ તો પુનઃ વિદેશયાત્રા એ ચાલ્યો ગયો હતો. એ દરમિયાન દેવનંદી એક મહામુનિના પરિચયમાં આવી ગયો હતો. ‘નિર્વાણસંગમ' નામના મહામુનિના પરિચયથી તેને આત્મા, કર્મ, પુણ્ય-પાપ, આશ્રવ-સંવર... વગેરે તત્ત્વોનો બોધ પ્રાપ્ત થયો હતો. સંસારની પ્રત્યેક ઘટનાની પાછળ કયું અદશ્ય કારણ રહેલું છે, તેની સાચી સમજણ તેને મળી હતી. તેના કારણે એના રાગ-દ્વેષ મંદ પડ્યા હતા. તેનો સમતાભાવ પુષ્ટ બન્યો હતો. તેની વાણી મધુર અને ગંભીર બની હતી. જ્યારે ધરણ વિદેશયાત્રાથી પાછો આવ્યો, રાજ્યનો મહામંત્રી બન્યો, દેવનંદી તેને અભિનંદન આપવા આવ્યો. તેણે ધરણને હાર્દિક અભિનંદન આપ્યા, પરંતુ ધરણની આંખોમાં એણે હર્ષના બદલે વિવાદ જોયો.... આનંદના સ્થાને ઉદાસી જોઈ. જોકે ધરણે મંદ હાસ્ય કર્યું, પરંતુ દેવનંદીએ જાણી લીધું કે મહામંત્રીનું પદ મળવાં છતાં, ધરણ અંદરથી સંતપ્ત છે, ઉદાસ છે, ઉદ્વિગ્ન છે. તેણે ધરણનો હાથ પકડી કહ્યું : ધરણ, હું તને પહેલા મારો મિત્ર માનું છું, પછી મહામંત્રી...' એ જ ઉચિત છે, ને મને પ્રિય છે.' તો પછી, ધરણ હું તને એક પ્રશ્ન પૂછું છું. તું મને નિખાલસ હૃદયથી ઉત્તર આપીશ?' આપીશ...' તું ઉદાસ કેમ છે? ઉદ્વિગ્ન કેમ છે? તારા હૃદયમાંથી વેદનાના ધુમાડા નીકળતા હું જોઉં છું...” તારું અનુમાન સાચું છે, મિત્ર...' કારણ?” દેવનંદીએ ધરણની આંખો સાથે પોતાની આંખો મેળવી. બંનેનું પરસ્પર દષ્ટિ-ત્રાટક રચાયું. “પત્ની લક્ષ્મીનો વિશ્વાસઘાત... એની શીલભ્રષ્ટતા અને એની નિષ્કારણ વૈરવૃત્તિ.” દેવનંદીની આંખોમાં સહાનુભૂતિની ભીનાશ પથરાણી. બે ક્ષણ આંખો બંધ કરી. એણે કંઈક ચિંતન કર્યું... અને પછી લાગણીભર્યા શબ્દોમાં પૂછ્યું : ધરણ, એનું કોઈ કારણ? cજ ભાગ-૨ # ભવ છઠો For Private And Personal Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “એનું કોઈ કારણ મને જણાયું નથી. મારા તરફથી એને પૂર્ણ પ્રેમ મળતો હતો... હું એને અત્યંત ચાહતો હતો...” 'મિત્ર, આપણે જેને ચાહતા હોઈએ, એ આપણને ચાહતો જ હોય, એવો નિયમ નથી, એ આપણને ના પણ ચાહતો હોય.” પરંતુ એ મને ચાહતી હતી. દેવપુરની રાજસભામાં એણે મારી સાથે છેડો ફાડ્યો, એની આગલી રાતે તો એણે મારી સાથે શયન કર્યું હતું..” “એનો દેખાવનો પ્રેમ હોઈ શકે... સ્ત્રીઓનાં મનમાં બીજું કોઈ વસ્યું હોય અને બહારથી એ ત્રીજા સાથે પ્રેમ કરતી હોય!” તારી વાત સાચી છે, એ વહાણના ચીની વેપારી સુવદન સાથે પ્રેમસંબંધથી જોડાઈ ગઈ હતી. પરંતુ એ શાથી એની સાથે જોડાઈ, એ મને સમજાતું નથી. સુવદન મારા કરતાં વધારે રૂપવાન ન હતો કે ધનવાન ન હતો. ધરણ, દેવીએ-વ્યંતરીએ તને વીંધી નાખ્યો, એટલે લક્ષ્મીએ માની લીધું કે તું મરી ગયો છે. પછી એ રૂપ કે રૂપિયા જોતી નથી. એની વાસનાને સંતોષે એવો પુરુષ જ જોઈએ એને!” મિત્ર, લક્ષ્મીને મેં પતિપરાયણ સ્ત્રી માની હતી. એણે અનેક વાર કહ્યું હતું મને કે જ્યારે આપ નહીં હો ત્યારે હું કાં તો સતી થઈ જઈશ, કાં સંન્યાસીની બની જઈશ... પરંતુ આ જન્મમાં બીજા પુરુષનો સંગ તો નહીં જ કરું.” ધરણ, તેં એની વાત માની લીધી હતી ને? ના માની લેવાય આ બધી વાતો. ધરણ, માણસ બોલે કંઈ અને ચાલે કંઈ. બોલેલાં વચન પાળનારા પુરુષો લાખમાં કોઈ એક હોય.. ખેર, જે બનવાકાળ હોય છે તે બને છે. હવે તું લક્ષ્મીને ભૂલી જા. કારણ કે આ બધા વિચારો “આર્તધ્યાન' કહેવાય. આર્તધ્યાન કરવાથી પાપકર્મોનો આશ્રવ થાય છે. એટલે કે આત્મા સાથે પાપકર્મો બંધાય છે. સાચી વાત તો એ છે કે આ ગૃહસ્થાશ્રમ જ એવો છે કે જેમાં સ્વજનપરિજનોના સંયોગ-વિયોગ થયા જ કરે છે, તેના કારણે રાગ-દ્વેષ થયા કરે છેય રાગ-દ્વેષથી પાપકર્મ બંધાય છે. ખરેખર, જ્ઞાની પુરુષો કોઈ પણ જડ-ચેતન પદાર્થ પર મોહ કરવાની ના પાડે છે. જે મનુષ્યો મોહથી બંધાય છે, તેઓ પરિણામે દુઃખી થાય છે.' મિત્ર, તારી વાત સમજાય છે મને. ગૃહવાસમાં મનુષ્યને ઘણાં પાપ કરવાં પડે છે.... અજ્ઞાનતાથી ઘણાં પાપ થતાં હોય છે...” ધરણ, લક્ષ્મીએ તારી સાથે વિશ્વાસઘાત કર્યો, તારા દુઃખમાં એ નિમિત્ત બની, શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમાં મૂળભૂત કારણ તારા પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલાં, બાંધેલાં કર્મો જ કારણભૂત છે. એનાં – “લક્ષ્મીના કપાયો કારણભૂત છે... એ પણ પૂર્વજન્મોમાં એણે કષાયોનાં બીજ વાવ્યાં હશે... એ કષાયો જ જીવના મોટા શત્રુ છે.” મિત્ર, કષાય' એટલે?” કષાય એટલે ક્રોધ, માન, માયા અને લોભ....' ધરણ ઊંડા વિચારમાં પડી ગયો. દેવનંદી મૌન થઈ ગયો. થોડી વાર પછી ધરણે કહ્યું : “મારાં માતા-પિતા મારાં બીજા લગ્ન કરવા અતિ આગ્રહ કરી રહ્યાં છે. મારું મન માનતું નથી. એક બંધન સ્વતઃ તૂટી ગયું છે. હવે નવું બંધન શા માટે સ્વીકારવું?” દેવનંદીએ કહ્યું : “ધરણ માતા-પિતાનો તારા પર મોહ છે. તેઓની ધારણા આવી જ હોય છે. “પુત્રને પરણાવીને સુખી કરીએ.' લગભગ દરેક માતા-પિતાઓ આ પ્રમાણે સમજતાં હોય છે. વૈષયિક સુખોને તેઓ સાચાં સુખ માનતાં હોય છે. ખરેખર તો વિષયનાં સુખ માત્ર સુખનો આભાસ હોય છે. એ સુખોનું પરિણામ દુ:ખ હોય છે.' ધરણને દેવનંદીમાં “મહાત્મા' ના દર્શન થયાં. દેવનંદીની વાતો એના મર્મસ્થાનને સ્પર્શતી હતી. મેં માતા-પિતાને પ્રત્યુત્તર નથી આપ્યો. એમના મનનું સમાધાન કરવું પડશે. એમને દુઃખ ના લાગે એ રીતે વાત કરવી પડશે...' સાચી વાત છે તારી માતા-પિતાના ઉપકાર આપણા પર ઓછા નથી. એ ઉપકારનો બદલો વાળી શકાતો નથી. માટે તું એમને સારી રીતે સમજાવજે.” કદાચ, તારી સહાય લેવી પડશે.” ‘તું કહીશ ત્યારે હું તૈયાર છું...” બહુ જ સરળ અને ભદ્રિક છે મારાં માતા-પિતા... તેઓએ મને ક્યારેય નારાજ નથી કર્યો... મારી એક-એક ઈચ્છા તેમણે પૂર્ણ કરી છે. મને ના ગમે તેવી વાત પણ તેમણે મને નથી કરી. એટલે હવે તેમને દુઃખ થાય, તેવી વાત મારે પણ નથી કરવી...” ધરણ, ઉતાવળ કરીને, ફરીથી લગ્ન કરવાની વાત હમણાં ના કરીશ... વાતને વિલંબમાં નાખી દેજે ... એવું જ કોઈ કારણ બતાવજે.. કે એમના મનનું સમાધાન થાય.' 0 0 0. EOS ભાગ-૨ # ભવ છઠૂંઠો For Private And Personal Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવનંદી ચાલ્યો ગયો, ધરણને મહારાજા પાસે જવાનું હતું. તે રથમાં બેસીને રાજમહેલે ગયો. મહારાજા ધરણની જ પ્રતીક્ષા કરી રહ્યા હતા. ધરણે મહારાજાને પ્રણામ કર્યા અને ઉચિત આસને બેઠો. મહારાજાએ પ્રારંભમાં રાજકાજની વાતો કરી, પછી મૂળ વાત પર આવ્યા. ‘ધરણ, તારે પુન: લગ્ન કરવાનાં છે?' ધરણ ચમક્યો. ‘આ વાત મહારાજા પાસે કેવી રીતે આવી? અવશ્ય, પિતાજીએ જ વાત કરી હશે?' મહારાજા કહેશે તો ધરણ માની જશે! આવી કલ્પનાથી વાત કરી હશે. તેણે નમ્રતાથી ઉત્તર આપ્યો : ‘મહારાજા, આપે મને મહામંત્રીપ, આપીને, મારા પર કેટલી મોટી જવાબદારી મૂકી છે? હજુ મેં કાર્યનો પ્રારંભ કર્યો છે. વ્યવસ્થાતંત્ર સુંદર રીતે ચાલુ થઈ જાય, પછી લગ્ન અંગે વિચાર કરવાનો છે...' ‘ધરણ, લગ્ન કરવાથી, રાજ્યનાં કાર્યોમાં વિક્ષેપ નહીં આવે...' ‘આવશે મહારાજા, અત્યારે મેં રાજ્યનાં કાર્યોને મહત્ત્વ આપ્યું છે. મારે એના પર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. માટે અત્યારે મને આગ્રહ ના કરશો... મારી આ વિનંતી છે.... મહારાજાને ધરણની વાત ઠીક લાગી. સાવ બગડી ગયેલી રાજ્યવ્યવસ્થા ધરણને સોંપી હતી. એને સુધારવામાં સમય તો લાગવાનો જ હતો. મહારાજાએ કહ્યું : ‘કુમાર, ભલે થોડા સમય પછી... પરંતુ લગ્ન તો કરવાં જ પડશે. હું ના ન પાડીશ...' ‘જોકે મારું મન તો ના પાડે છે... છતાં આપની આજ્ઞા મારા માટે અલંઘનીય છે...' ચાલો, એ વાત પછી કરીશું. અત્યારે કેટલાક જૂના રાજ્યાધિકારીઓની વાત કરી લઈએ.’ રાજાએ ધરણને કેટલાક રાજ્યાધિકારીઓથી ચેતતા રહેવા સાવધાન કર્યો. ‘આ અધિકારીઓ કાળા નાગ છે. એ બોલવામાં મીઠા છે, પરંતુ કૂટનીતિમાં પારંગત છે. માટે એમની ચાલમાં ફસાઈ ના જઈશ. હું તને મારો એક અત્યંત વિશ્વસનીય રાજપુરુષ આપું છું. એને તું તારી છાયાની જેમ સાથે રાખજે,’ મહારાજાએ એ પુરુષને બોલાવ્યો. ધરણને કહ્યું : ‘આ છે વીરેન્દ્ર. તું એના પર શંકા વિના વિશ્વાસ મૂકી શકીશ. એ તારા પ્રત્યેક કાર્યમાં સહાયક બનશે. બુદ્ધિશાળી છે અને પરાક્રમી પણ છે. એ રાજ્યના બધા જ જૂના અધિકારીઓને ઓળખે છે.' વીરેન્દ્ર ધરણને પ્રણામ કરીને કહ્યું : ‘મહામંત્રીજી, કેટલાક રાજ્યાધિકારીઓ શ્રી સમરાદિત્ય મહાકથી For Private And Personal Use Only ૯૨૪ Page #434 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉંમરમાં આપનાથી મોટા છે. એટલે ઈર્ષ્યાથી બળે છે. મારી એમના પર નજર છે જ.’ વીરેન્દ્ર એ રાજ્યાધિકારીઓનાં નામ આપ્યાં. ધરણે યાદ રાખી લીધાં. 0 0 0 દેવનંદીએ ધરણની હવેલીમાં આવીને, ધરણને કહ્યું : ધરણ, માતા-પિતાને તેં વાત કરી? નથી કરી, પરંતુ હવે વાત કરવાનું કારણ મળી ગયું છે.' તેણે મહારાજા સાથે થયેલી વાત કહી. “પિતાજીને પણ હું આ જ કારણ બતાવીશ.' ઉચિત છે કારણ.' પરંતુ મિત્ર, રાજનીતિ ખરેખર કાવાદાવાથી ભરેલી છે... મારા જેવા સીધા ને સરળ પુરુષનું એમાં કામ નહીં. હું મહારાજાના આગ્રહને ટાળી શક્યો નહીં. મંત્રીપદ સ્વીકારવું પડ્યું. પરંતુ આ થોડા દિવસમાં મને ઘણું જાણવાનું મળ્યું...' રાજનીતિ સદેવ આવી જ હોય છે. છતાં હવે મંત્રીપદ સ્વીકાર્યું છે, તો એ પદ મુજબ, કર્તવ્યોનું પાલન કરવું જ રહ્યું. કર્તવ્યોથી વિમુખ નહીં થઈ શકાય...' કર્તવ્યોનું પાલન કરી જ રહ્યો છું. પરંતુ એક દિવસ માટે આ પદથી મુક્ત થવું જ પડશે...' થજે મુક્ત, પરંતુ અત્યારે તો તારે કટિબદ્ધ થઈને, પ્રજાનાં કષ્ટો દૂર કરવાનાં છે. જોકે તું દીન, અનાથ અને અપંગ મનુષ્યોને ખૂબ દાન આપે છે, પરંતુ બીજી બાજુ રાજ્યના અધિકારીઓ પ્રજાનું શોષણ કરે છે.' એવા અધિકારીઓનાં નામ મારી પાસે આવી ગયાં છે. હું એમની સાન ઠેકાણે લાવીશ... પ્રજાને દુઃખી નહીં થવા દઉં.' કુમાર, મારે તને સલાહ નથી આપવી, છતાં મિત્રના સંબંધથી તને કહું છું કે તું સર્વપ્રથમ સેનાને અને સેનાના અધિકારીઓને વશ કરજે. તો તારાં બધાં કાર્યો સફળ થશે.” અવશ્ય, તારી સલાહ ઉપયોગી છે. અવારનવાર તારે મારું જે ધ્યાન દોરવા જેવું હોય તે દોરવાનું જ. મને ગમશે.” દેવનંદી જવા માટે ઊભો થતો જ હતો ત્યાં ધરણનાં પિતા બંધુદત્ત ત્યાં આવ્યાં. ઘરણે અને દેવનંદીએ ઊભા થઈ, બંધુદત્તને પ્રણામ કર્યા. બંધુદત્તે દેવનંદીને કહ્યું : “વત્સ, આ તારા મિત્રને સમજાવ... એ લગ્ન કરી લે... એટલે અમને શાંતિ થાય...' બંધુદતે હસીને કહ્યું : ૯૮ ભાગ-૨ # ભવ છઠ For Private And Personal Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “પિતાજી, મેં પણ એને કહ્યું. પરંતુ એ ઉતાવળથી લગ્ન કરવા નથી ઈચ્છતો.' “શા માટે ?' પિતાજી આપ જાણો છો કે એ રાજ્યનો મહામંત્રી છે એ અત્યારે રાજકાજમાં વ્યસ્ત છે. મહારાજાએ ઘણી મોટી જવાબદારી એને સોંપી છે.....' ધરણે કહ્યું : “પિતાજી, આજે મહારાજાએ પણ મને આ લગ્નની વાત કરી...' કઈ વાત?' બંધુદત્ત ચમકી ગયા. ‘હા જી, તેમણે મને લગ્ન કરી લેવા આગ્રહ કર્યો, પરંતુ મેં તેઓને રાજ્યની વર્તમાન પરિસ્થિતિ જણાવી. બગડેલી રાજ્યવ્યવસ્થા સુધરી જાય, પછી બીજી વાત...' એ વાત ખરી છે, વત્સ. રાજ્યની વ્યવસ્થા ખૂબ જ બગડી છે. રાજ્યના અધિકારીઓ મહારાજાને ગાંઠતા નથી. પ્રજાને હેરાન કરે છે...” એટલે, મને થોડા મહિના એ બગડેલી વ્યવસ્થાને સુધારવામાં લાગશે... એ સુધરી જાય, પછી લગ્નની વાત.' દેવનંદીએ કહ્યું : “પિતાજી, હમણાં એને એનાં ગંભીર કર્તવ્યોનું પાલન કરવા દો.. પછી જરૂર પડશે તો હું એને લગ્ન કરવા રાજી કરી લઈશ.' બંધુદત્ત રાજી થઈ ગયા. તેમણે દેવનંદીને કહ્યું : “વત્સ, આજે, તું અમારી સાથે જ ભોજન કરજે.. પછી ઘરે જજે.' બંધુદત્ત ચાલ્યા ગયા. ભોજનને હજુ વાર હતી. બંને મિત્રોએ ઘણી ઘણી વાતો કરી, દેવનંદીની એવી ધારણા હતી કે “ધરણ રાજકાજમાં વ્યસ્ત બની જાય તો લક્ષ્મીને ભૂલી જાય. તેનું ચિત્ત પ્રસન્ન રહે... અને તત્ત્વચિંતનમાં પણ મન પરોવાય.” શ્રી સમરાદિત્ય મહાકથા CRG For Private And Personal Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir JY13051 ‘સિદ્ધેશ્વર, નવા મુખ્યમંત્રીનું વર્ચસ્વ વધતું જાય છે...' મહેશ્વર, હું જોઈ રહ્યો છું. બોલતો નથી. હજુ એ છોકરો મને છંછેડવા આવ્યો નથી...' તમને ભલે ના સતાવતો હોય, પણ અમારી કમાણીમાં અવરોધ પેદા કરી જ દીધો છે. મારા અધિકારનાં ૧૦૦ ગામોના મુખીઓને તેણે કહેવરાવી દીધું છે કે જમીનની મહેસૂલના પૈસા તેમણે પોતે જ અહીં આવીને, રાજ્યની તિજોરીમાં જમા કરાવી જવા. એટલે એમાં અમને જે પચાસ ટકા મળતા હતા, તે કમાણી બંધ થઈ ગઈ. મંત્રી રુદ્રદત્તે કહ્યું: ‘એ જ દશા મારી થઈ છે. મારા અધિકારનાં ૧૦૦ ગામોમાં મને જે કમાણી થઈ રહી હતી, તે બંધ થઈ ગઈ...” મંત્રી સૌમિલે કહ્યું : 'નગરના મુખ્ય દ્વારે મારા અધિકારનું જે જકાતનાકું છે, ત્યાં પ્રતિદિન હું પ૦-૧૦૦ સોનામહોરો કમાતો હતો... ત્યાં હવે મહામંત્રીએ પોતાના માણસો ગોઠવી દીધા છે. ત્યાંની બધી જ આવક રાજ્યની તિજોરીમાં જમા થાય છે... મને એક પૈસોય મળતો નથી.” મંત્રી સિદ્ધેશ્વરની હવેલીમાં તેના સાથી મંત્રી મહેશ્વર, રુદ્રદત્ત અને સોમિલ ભેગા થયા હતા. આ ચાર મંત્રીઓ જૂના હતા. ધરણે આ ચારને હરાવ્યા ન હતા. ધરણના સાથી વીરેન્દ્ર, આ ચારે મંત્રીઓની પ્રવૃત્તિઓનો ખ્યાલ ધરણને આપી દીધો હતો. સિદ્ધેશ્વરે કહ્યું : “મને આ બધી વાતોની ચિંતા નથી. આપણે ઘણું ધન કમાઈ લીધું છે... મને ચિંતા છે ધરણના વધતા જતા પ્રભાવની, પ્રજામાં એના ગુણગાન થવા લાગ્યાં છે. એણે કઈ પ્રજાજનને દરિદ્ર રહેવા દીધો નથી. એટલે પ્રજા એના પક્ષે થઈ ગઈ છે. રાજ્યની તિજોરી ભરાવા માંડી છે એટલે મહારાજા એના પક્ષે થઈ ગયા છે. હવે એણે સેના તરફ ધ્યાન આપ્યું છે. ગઈ કાલે જ સેનાપતિ સાથે એણે ગુપ્ત મંત્રણા કરી છે. જો એ સેના અને સેનાપતિને પોતાના પક્ષે કરી લે તો પછી આપણી હકાલપટ્ટી થઈ સમજો. અત્યારે તો એ મારી-તમારી સાથે મીઠો વ્યવહાર રાખે છે. પછી એ જરૂર આપણને કાઢી મૂકશે...' રુદ્રદત્તે કહ્યું : “એ આપણને કાઢી મૂકે એ પહેલાં, આપણે જ એને કાઢી મૂકીએ તો?' ભાગ-૨ # ભવ છઠ્ઠો c૩૦ For Private And Personal Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એવી કોઈ યોજના તમે વિચારી છે ખરી?” સિદ્ધેશ્વરે પૂછયું. ના હજુ સુધી નથી વિચારી, હવે વિચારીએ.” એ શક્તિશાળી બની જાય એ પૂર્વે વિચારીને, તેનો અમલ કરવો જોઈએ.” ચારે મંત્રીઓ ઊંડા વિચારમાં ડૂબી ગયા. કારણ કે એમને એમની નૈયા ડૂબતી લાગતી હતી. વર્ષોથી તેમણે માર્કદીના રાજ્ય પર કબજો જમાવ્યો હતો. ચારેયે પોતાનાં ઘર ભર્યા હતાં. મહારાજા કાળમેઘને પાછળથી આ લોકોના ષડયંત્રનો ખ્યાલ આવ્યો હતો. એટલે જ તેમણે ધરણને મહામંત્રી બનાવ્યો હતો. સિદ્ધેશ્વરે કહ્યું : “જુઓ સાંભળો, મેં એક ષડયંત્ર રચેલું જ છે. ખૂબ ગંભીર વાત છે. હવે માત્ર એક મહિનો બાકી છે. આ રાજ્ય પર મારો એક મિત્રરાજા આક્રમણ કરશે. આપણી સેના એનો સામનો નહીં કરી શકે કારણ કે આપણી સેના નાની છે અને એની પાસે પૂરતાં શસ્ત્રો પણ નથી... સેના ઊંઘતી ઝડપાશે. મહારાજા જીવતા પકડાશે. ત્યાર પછી અહીંનું રાજ્ય આપણું થશે.” બોલતાં બોલતાં સિદ્ધેશ્વરના મુખમાં પાણી આવી ગયું.... રુદ્રદત્તે કહ્યું: ‘પછી તમારા એ મિત્રરાજા અહીંનો રાજા બનશે?” “ના, એ આપણને રાજ્ય આપીને જતો રહેશે. આપણે એને એક ક્રોડ સોનામહોરો આપવાની છે. પણ મેં કહ્યું છે કે તમે જ અમારા બે-ચાર શ્રેષ્ઠીઓની હવેલીમાં લૂંટ કરી, ક્રોડ સોનામહોરો લઈ જજો.” રુદ્રદત્તે પૂછયું : “અહીંના રાજા કોણ બનશે?” બીજું કોણ? હું બનીશ.” સિદ્ધેશ્વરે કહ્યું. ‘અમારે શું કરવાનું?” તમને ત્રણેને મારા મંત્રીઓ બનાવીશ.” મંત્રીઓ તો અત્યારે છીએ જ ને?” રુદ્રદત્ત, તમે મહામંત્રી બનશો, અને મહેશ્વર તથા સોમિલ મારા અંગત મંત્રીઓ બનશે. અમુક ગામોના તમને ત્રણેને માલિક બનાવીશ. તમારો માન-મોભો મારા જેટલો જ રહેશે. આપણી મિત્રતા આવી જ રહેશે.” યોજના ઘણી સારી છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે યોજના સાંગોપાંગ પાર પડી જાય.” સોમિલે બોલ્યો. “એટલા માટે ભગવાનનાં ભરોસે બેસીના રહેવાય. આવતી કાલે હું ગુપ્ત રીતે મિત્રરાજાને મળવા જવાનો છું. બધું પાકું કરીને, બે દિવસ પછી પાછો આવીશ.” જો જરૂર હોય તો હું સાથે આવું...” રુદ્રદત્તે કહ્યું. શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ના રે ના, આ અતિ ગુપ્ત વાત છે. તમે ત્રણેય પણ, જાણે તમે કંઈ જાણતા નથી. એ રીતે વર્તજો.” ભલે, અમે એમ જ વર્તીશું. તમે જરાય ચિંતા ના કરશો. અમારા યોગ્ય કામ અમને બતાવજો.' મહેશ્વરે કહ્યું. ધરણે પોતાની હવેલીના પૂર્વ દિશા તરફના ભાગને મહામંત્રીનું કાર્યાલય બનાવી દીધું હતું. આગળના ભાગમાં આમ્રવૃક્ષો અને અશોકવૃક્ષોનું ઉદ્યાન હતું. માણસો કાર્યાલયમાં પ્રવેશે એટલે એમને પીવા માટે પાણીની વ્યવસ્થા હતી. તે પછી બેસવા માટે લગભગ ૧૦૦ આસનો, એ ખંડમાં ગોઠવેલાં હતાં. એ ખંડમાંથી ઉત્તર તરફની દિશામાં, બીજા ખંડમાં જવાનો માર્ગ હતો. એ ખંડમાં વિરેન્દ્ર બેસતો હતો. એના ખંડમાંથી ધરણના ખંડમાં જવાનો રસ્તો હતો. વીરેન્દ્ર ચપળ અને બાહોશ યોદ્ધો હતો. તે પોતાની કમરે બે તીક્ષ્ણ છરી હમેશાં રાખતો. એની છરી પચાસ વાર દૂરનું નિશાન વીંધી શકતી હતી. એનો પોલાદી મુક્કો મોટા મોટા પહેલાવાનોને ભૂમિ ચાટતા કરી દેતો. એની લાત ભલભલા બહાદૂરોને દૂર ફંગોળી દેતી. એ મહારાજાનો અંગરક્ષક હતો. મહારાજાએ એને ધરણની સેવામાં મૂકી દીધો હતો. ધરણના ખંડમાં સેનાપતિ સિંહકુમાર બેઠો હતો. ધરણે સેનાપતિને બોલાવ્યો હતો. એને સેના અંગે પૂરી માહિતી મેળવવી હતી. ધરણે કહ્યું : ‘સિંહકુમાર, આપણી હસ્તીસેના કેટલી છે? મહામંત્રીજી, હસ્તીસેના છે જ નહીં જુઓ, મેં મહારાજાને ૧૦૦ હાથી આપેલા છે. આપણે એ હાથીઓને સેનામાં ભરતી કરી દેવાના છે. હાથીઓને યુદ્ધનું પ્રશિક્ષણ આપવાની વ્યવસ્થા કરો. હાથી પર બેસીને, તીર ચલાવી શકે તેવા ૧૦૦ ધનુર્ધારીઓ તૈયાર કરો. હસ્તીસેનાનો એક સેનાપતિ નિયુક્ત કરો. એ તમારા હાથ નીચે રહેશે. મહામંત્રીજી, આવતી કાલથી જ આ કામ શરૂ થઈ જશે...” ‘હસ્તીસેના ક્યારે તૈયાર થશે?' “લગભગ એક મહિનો લાગશે..” જુઓ સિંહકુમાર, આ કામ ત્વરાથી કરવાનું છે. એ માટે જે કંઈ જોઈએ, તમે મારી પાસેથી લઈ જજો.. હા, હવે બીજી વાત. આપણી પાસે અશ્વસેના કેટલી છે?” લગભગ ૨૦૦ ઘોડા હશે.” ૯૩૨ ભાગ-૨ # ભવ છઠ્ઠો For Private And Personal Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ ક્યારેય યુદ્ધમાં ઉતર્યા છે?” ના જી...' “તો એ અશ્વોને તથા હું તમને બીજા ર00 ઘોડા આપું છું. તેમને યુદ્ધની તાલીમ આપો. આપણે એક મહિના પછી યુદ્ધમાં ઊતરવાનું છે, એમ સમજીને તૈયારી કરી. ૨00 ઘોડાઓ ઉપર ભાલાથી યુદ્ધ કરનારા સૈનિકો બેસશે. ર00 ઘોડાઓ ઉપર તલવારોથી યુદ્ધ કરનારા સૈનિકો બેસશે. શસ્ત્રો તો છે ને? શસ્ત્રાગાર મારે જોવું પડશે. ન હોય શસ્ત્રો તો નવાં તૈયાર કરા. શસ્ત્રોનો ભંડાર ભરેલો જોઈએ.” “આ કામ પણ કાલથી શરૂ થઈ જશે. રાજ્યમાંથી ૧૦૦ કારીગરોને બોલાવીને કામ સોંપી દઉં છું.” પદાની સૈન્ય કેટલું છે?” એક હજાર સૈનિકો છે.” દરેકની પાસે શસ્ત્રો છે? દરેક સૈનિકને પૂરતો પગાર મળે છે?” મહામંત્રીજી, સેના પાસે પૂરતાં શસ્ત્રો નથી. પૂરતું વેતન મળતું નથી...” ‘સિંહકુમાર, આ વાત શું તમારે મને ના કરવી જોઈએ? હું તમને પૂછું છું ત્યારે તમે વાત કરો છો.. આવી સેના શું રાજ્યની રક્ષા કરી શકે? શત્રુને મારીને ભગાડી શકે? સેનાપતિ, આવતી કાલે પ્રભાતે રાજમહેલના પટાંગણમાં બધાં જ સૈનિકોને ભેગા કરો, પંક્તિબદ્ધ ઊભા રાખો. મહારાજાને લઈને, હું ત્યાં આવીશ. મહારાજા સ્વયં સૈનિકોને મળીને, તેમને સારી દ્રવ્યરાશિ ભેટ આપશે. આપણે કાલે મળીશું. આજે મારી સાથે ભોજન કરીને, તમારે જવાનું છે. ધરણે સેનાપતિને પોતાની સાથે જમાડી, ઉત્તમ વસ્ત્રો અને શ્રેષ્ઠ તલવાર ભેટ આપી. પોતાની અશ્વશાળા બતાવી. સેનાપતિ દિંગ થઈ ગયા. “આ ૨૦૦ ઘોડા રાજ્યની અશ્વશાળામાં આજે સાંજ સુધીમાં પહોંચી જશે...... ધરણે કહ્યું. સેનાપતિને વિદાય આપી, તે પોતાના કાર્યાલયમાં પહોંચ્યો. વીરેન્દ્ર આવીને, પ્રણામ કર્યા અને ખૂબ ધીમા સ્વરે ધરણને કહ્યું : કાલે સિદ્ધેશ્વર મંત્રી કોઈ મહત્ત્વના કામે બહારગામ જાય છે. હું એની પાછળ જઈશ... વેશપરિવર્તન કરીને જઈશ. મને કોઈ ગંધ આવી છે... આવીને બધી જ વાત જણાવીશ.” વીરેન્દ્ર ઝડપથી ખંડ બહાર નીકળી ગયો. ધરણ ઊંડા વિચારમાં ડૂબી ગયો. મહારાજાએ મારામાં વિશ્વાસ મૂક્યો છે. મારે એ વિશ્વાસનું પાલન કરવું છે. રાજ્યને નિરાકુલ અને સમૃદ્ધ બનાવવું છે... બસ, અત્યારે મારું આ જ લક્ષ્ય છે. શ્રી સમરાદિત્ય મહાકથા 33 For Private And Personal Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવનંદીની સલાહ યોગ્ય છે. પહેલા સેનાને હાથમાં લેવી જોઈએ. સેનાને સુસજ્જ બનાવવી જોઈએ. સેનાપતિને વિશ્વાસમાં લેવો જોઈએ.” ધરણ ત્યાંથી બહાર નીકળ્યો. રથમાં બેસીને, રાજમહેલમાં ગયો. મહારાજાએ ધરણને આવકાર્યો. મહારાજાની કુશળતા પૂછીને, ધરણે કહ્યું : “હે દેવ, કાલે પ્રભાતે એક પ્રહર સમય વીત્યા પછી, મહેલના પટાંગણમાં રાજ્યના સેનાના તમામ સૈનિકો ઉપસ્થિત થશે. સહુ આપનાં દર્શન કરશે. પછી આપ, સેનાપતિની સાથે એક-એક સૈનિકની પાસે જશો અને દરેક સૈનિકને સો-સો સોનામહોરો ભેટ આપશો. સોનામહોરની વ્યવસ્થા મેં કરી દીધી છે. ત્યાર પછી આપ સૈનિકોને સંબોધન કરીને કહેશો કે તેઓ રાજ્યને સંપૂર્ણ વફાદાર રહે.” મહારાજા સાંભળી જ રહ્યા. આટલાં વર્ષોમાં એમણે ક્યારેય સેનાના સૈનિકોને જોયા ન હતા. સૈનિકોએ પણ ભાગ્યે જ મહારાજાનાં દર્શન કર્યા હશે. મહારાજાએ ધરણને પૂછુયું : “ધરણ શા માટે આ કાર્યક્રમ ઘડ્યો છે?” મહારાજા, રાજ્યની સુરક્ષા સેનાના હાથમાં હોય છે. સેનાને મહારાજા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. પ્રેમથી જ વફાદારી આવે છે. આપ દરેક સૈનિકને સો સો સોનામહોરો આપશો, તેથી સૈનિકોને લાગશે કે, “મહારાજા અમારી ચિંતા કરે છે.” તેઓ બીજા કોઈની લાલચમાં લપટાશે નહીં. વળી, મેં સેનાપતિ સાથે લાંબી ચર્ચાવિચારણા કરીને, હસ્તીસેના, અશ્વસેના અને પાયદળ-સેનાને શસ્ત્રોથી અને યુદ્ધકળાથી સુસજ્જ કરવા આજ્ઞા આપી છે. ગમે ત્યારે અચાનક યુદ્ધ આવી પડે તો સેના સારી રીતે યુદ્ધ કરી, વિજય મેળવી શકે.” “ધરણ, મારી ધારણા મુજબ તું રાજ્યને અવશ્ય સુરક્ષિત અને સમૃદ્ધ બનાવીશ. રાજ્યનો ભંડાર ભરાવા આવ્યો છે. હવે સેના તૈયાર થઈ જશે. પ્રજાને પણ સંતોષ થયો છે.' બીજા દિવસે પ્રભાતે, રાજમહેલના મેદાનમાં સૈનિકો આવવા લાગ્યા. સેનાપતિ સિંહકુમાર સહુથી પહેલા ઉપસ્થિત થઈ ગયા હતા. મંચ ઉપર મહારાજાની સાથે સમગ્ર મંત્રીમંડળ ઉપસ્થિત થયું, એક માત્ર સિદ્ધેશ્વર મંત્રી વિના. મહારાજાએ ધરણને પૂછ્યું : મહામંત્રી, સિદ્ધેશ્વર મંત્રી કેમ નથી આવ્યા?” મહારાજા, તેઓ પોતાના અંગત કામે બહારગામ ગયા છે, એવું મેં સાંભળ્યું છે, કેમ રુદ્રદત્તજી?” રુદ્રદત્તની સામે જોઈને, ધરણે પૂછ્યું. રુદ્રદત્ત મંત્રી, થોથવાઈ ગયા.' ૯૩૪ ભાગ-૨ ભવ છઠો For Private And Personal Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘મહારાજા, હું જાણતો નથી... પણ મેંય સાંભળ્યું છે કે તેઓ તેમના કામે બહારગામ ગયા છે...’ ‘સર્વે મંત્રીઓ સાંભળો, જે કોઈ મંત્રીને બહારગામ જવું હોય તો મહામંત્રીને અથવા મને પૂછીને જવું, આ મારી આજ્ઞા છે.’ ‘હા જી, હા જી, આપની આજ્ઞા શિરોધાર્ય છે...' રુદ્રદત્તે ઊભા થઈ, મસ્તક નમાવી, નમ્રતાથી કહ્યું, સર્વે સૈનિકો આવી ગયા હતા, પંક્તિબદ્ધ ઊભા રહી ગયા હતા. બધા જ સૈનિકો શસ્ત્રસજ્જ હતા. મહામંત્રીએ સેનાપતિને પોતાની પાસે બોલાવીને, ઊભા રાખ્યા. ‘વહાલા સૈનિકો, આજે મહારાજાની આજ્ઞાથી તમને સહુને બોલાવ્યાં છે. મહારાજા સ્વયં આજે તમારો સત્કાર કરશે. તમારા દરેકની પાસે મહારાજા આવશે અને તમને પુરસ્કાર આપશે. તે પછી તેઓ તમને ઉદ્બોધન કરશે.’ એક હજાર સૈનિકો માટે સોનામહોરોની એક હજાર થેલી તૈયાર હતી. મહારાજા ઊભા થયા. વાજિંત્રો વાગવા માંડ્યાં. એક પછી એક સૈનિકનો સત્કાર થવા માંડ્યો. મહારાજાની પાછળ સેનાપતિ ચાલતો હતો, સતર્ક અને સાવધાન બનીને, ભંડારનો ભંડારી સોનામહોરોની થેલીઓ મહારાજાને આપે જતો હતો. સર્વે સૈનિકોનું સન્માન થયા પછી, મહારાજાએ એક હજાર સોનામહોરો આપીને, સેનાપતિનું સન્માન કર્યું. ત્યાર બાદ મહારાજાએ ઉદ્દબોધન કર્યું. સૈનિકો હર્ષિત થયા, મહારાજાની જય બોલાવી, ધરણે ઊભા થઈ, મહારાજાને પ્રણામ કરી, નિવેદન કર્યું : ‘પૂજ્ય મહારાજા, આદરપાત્ર મંત્રીંગણ, અધિકારીગણ અને સૈનિકો, આજે આપણી પાસે જે સેના છે, તેને આપણે જોઈએ છીએ. એક મહિના પછી, આ જ મેદાન પર હસ્તીસેના હાજર હશે... અશ્વસેના ઉપસ્થિત હશે અને પાયદળ સેના હાજર હશે. દરેક સૈનિક લાલ અને કેસરી વસ્ત્રોના ગણવેશમાં હશે. દરેક સૈનિક પાસે આવશ્યક શસ્ત્રો હશે... અને સંખ્યા આજે જે છે તેનાથી દ્વિગુણી થઈ જશે. માર્કદીના રાજ્યની સેના, બીજાં રાજ્યોની સેના કરતાં વધારે બળવાન અને શક્તિશાળી હોવી જોઈએ.’ મહેશ્વર મંત્રીએ રુદ્રદત્ત સામે તીરછી નજરે જોયું. સોમિલે પણ મહેશ્વર સામે જોયું... મહારાજાની દૃષ્ટિ આ મંત્રીઓ તરફ હતી. તેમને કોઈ ગંધ આવી... તેઓ બોલ્યા નહીં. એ ત્રણેની ચેષ્ટાઓને માપતા રહ્યા. સેનાપતિએ ઊભા થઈને કહ્યું : ‘મહારાજાની ઈચ્છા મુજબ અને મહામંત્રીના માર્ગદર્શન મુજબ સેના અવશ્ય તૈયાર થશે. હું મહારાજાને ખાતરી આપું છું કે હું Gu શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અને સેના, મહારાજા પ્રત્યે, રાજ્ય પ્રત્યે અને પ્રજા પ્રત્યે પૂર્ણ વફાદાર રહીશું...' સૈનિકોએ હર્ષધ્વનિથી આકાશને ગજવી દીધું. સમારોહ પૂર્ણ થયો. મહારાજા મહેલમાં ગયા. ધરણ મહારાજાના સંકેત મુજબ તેમની સાથે મહેલમાં ગયો. અન્ય મંત્રીઓ અને અધિકારીઓ પોત-પોતાના સ્થાને ગયા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ધરણ, જ્યારે તું સેના અંગે વાત કરતો હતો ત્યારે મેં મહેશ્વર, રુદ્રદત્ત અને સોમિલ - આ ત્રણ મંત્રીઓની આંખોમાં કોઈ ચિંતા જોઈ... ત્રણ પરસ્પર દૃષ્ટિથી વાતો કરતા હતા. ‘મહારાજા, આ ત્રણની સાથે ચોથા સિદ્ધેશ્વર ભળેલા છે... આ ચાર મંત્રીઓની પ્રવૃત્તિ ભેદભરમ ભરેલી લાગે છે. એટલે એમની પાછળ ગુપ્તચરો મૂકી દીધા છે. સિદ્ધેશ્વરની પાછળ વીરેન્દ્ર ગયો છે.’ ‘બહું સારું કર્યું...’ ‘મહારાજા, આપ કોઈ ચિંતા ના કરશો. એમની કોઈ જ ચાલબાજી ચાલવાની નથી.' ‘તેં સેનાનું નવીનીકરણ કર્યું... એ ખૂબ સમજણભરેલું કામ કર્યું છે. તેમાંય, આપણી આસપાસના કોઈ રાજ્યની સેનામાં હસ્તસેના તો છે જ નહીં. આપણી ૧૦૦ હાથીની સેના, ભલભલા દુશ્મનોનો કચ્ચરઘાણ કાઢી નાખશે... અરે, આપણી સામે કોઈ આંખ ઉઠાવીને નહીં જુએ. કેટલાક રાજાઓ તો એમની મેળે જ આજ્ઞામાં આવી જશે...’ €39 ‘મહા૨ાજા, આવી જ પરિસ્થિતિનું નિર્માણ ક૨વું છે... બસ, ત્યાં સુધી આપ મને લગ્નની વાત ન કરશો.’ મહારાજા હસી પડ્યા. For Private And Personal Use Only ભાગ-૨ * ભવ છઠ્ઠો Page #443 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (1311 મહામંત્રીજી, મંત્રી સિદ્ધેશ્વર આપણી સરહદને અડીને આવેલા કોશલપુરનગર ગયા હતા. તેઓ સીધા જ રાજમહેલમાં ગયા હતા. લગભગ ચાર ઘટિકા પયંત, તેઓ રાજમહેલમાં રોકાયા હતા. પછી તેમને આપવામાં આવેલા ઉતારામાં ગયા હતા. પુનઃ ત્રીજા પ્રહરમાં તેઓ રાજમહેલમાં ગયા હતા. એકાદ ઘટિકા પછી બહાર નીકળ્યા હતા. તેમની સાથે કોશલપુરના મહામંત્રી હતા. દ્વાર પર તેઓ વાતો કરતા ઊભા રહ્યા હતા. પહેલાં ગંભીર હતા, પછી હસતા હતા. સિદ્ધેશ્વર ઉતારા પર આવી ગયા હતા. બીજા દિવસે પણ પ્રભાતમાં તેઓ રાજમહેલમાં ગયા હતા. મારી ધારણા હતી કે બીજા દિવસે તેઓ નીકળી જશે... અને, બીજા પ્રહરના પ્રારંભમાં તેઓ માકંદી આવવા નીકળી ગયા. મેં બરાબર તેમના પર નજર રાખી હતી.” વીરેન્દ્ર, કોશલપુર નરેશ વિરભદ્ર આપણા મિત્રરાજા છે. તેમને ગુપ્ત રીતે મળવા જવા પાછળ સિદ્ધેશ્વરનો શો આશય હશે? એ જાણવું જોઈએ. મને એમ સમજાય છે કે આજે રાત્રે એમની હવેલીમાં મહેશ્વર, રુદ્રદત્ત અને સોમિલ સાથે મંત્રણા કરશે. તેમાં એ કોશલપુરનો વૃત્તાંત જણાવશે.' “મહામંત્રીજી, એ સમગ્ર વૃત્તાંત હું જાણી લાવીશ. આવતી કાલે આપને જણાવીશ.” એ વૃત્તાંત જાણવો અત્યંત જરૂરી છે. જરૂર કોઈ ષડયંત્ર રચાઈ રહ્યું છે, એમ મને સમજાય છે.' હું હવે કાલે જ મળીશ..” વીરેન્દ્ર ચાલ્યો ગયો. ધરણ પોતાની હવેલીમાં આવ્યો. ભોજનાદિથી પરવારી, તે પોતાના શયનખંડમાં ગયો. તેણે વામકુક્ષિ કરી, ત્યાં નોકરે આવીને કહ્યું : ‘સેનાપતિજી મળવા માટે આવ્યા છે.' આવવા દે.” ધરણ પલંગ પર બેઠો. સેનાપતિએ આવીને, પ્રણામ કર્યા. ધરણે બેસવા માટે આસન આપ્યું. મહામંત્રીજી, હાથીઓને તાલીમ આપવાનું કામ રાજવાડામાં શરૂ કરાવી દીધું છે. અશ્વોને પણ યુદ્ધની તાલીમ આપવામાં આવી રહી છે. શસ્ત્રો બનાવવાનું કામ ભૂગર્ભમાં શરૂ કરાવ્યું છે. દરજીઓને બેસાડીને સૈનિકોના ગણવેશ તૈયાર કરાવાય છે. આપની આજ્ઞા મુજબ બધાં જ કાર્યો ચાલુ કરાવ્યાં છે. એના પર હું પોતે જ દેખરેખ રાખું છું.” શ્રી સમરાદિત્ય મહાકથા cછે For Private And Personal Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાલના કાર્યક્રમ પછી કોઈ વાત...” હા જી, મને મંત્રી મહેશ્વરજીએ બોલાવ્યો હતો અને પૂછ્યું હતું કે સેનાની આ બધી તૈયારીઓ શા માટે થાય છે? મેં કહ્યું કે મહારાજની ઈચ્છા છે કે સેનાને યુદ્ધકુશળ બનાવવી. તેમાં મહામંત્રીજીએ સો હાથી મહારાજાને ભેટ આપેલા એટલે હસ્તીસેના તૈયાર કરવાની ઈચ્છા થઈ. બસો અશ્વો પણ મહામંત્રીજીએ ભેટ આપેલા એટલે અશ્વસેના તૈયાર કરવાની યોજના બની.” પછી મહેશ્વરે શું કહ્યું? એમણે કહ્યું: ‘સૈનિકોને આટલી બધી સોનામહોરો આપવામાં આવી, તે ક્યાંથી આવી?' મેં કહ્યું : “એ હું જાણતો નથી. આ વાત આપ મહામંત્રીજીને પૂછો.” તમે સારો ઉત્તર આપ્યો!' પછી મંત્રીએ મને પૂછ્યું : “કોઈ યુદ્ધની તૈયારી તો નથી ચાલતી ને?' મેં કહ્યું : “યુદ્ધની વાત હોય તો મહારાજા મંત્રીમંડળને પૂછે જ.’ તેમણે કહ્યું : “આજ કાલ તો મહારાજા, મહામંત્રીને જ બધું પૂછે છે. જુઓને, આ સૈનિકોના સત્કારનો કાર્યક્રમ અમને પૂછીને ક્યાં કર્યો હતો? મહામંત્રીને પૂછ્યું હશે..” કહ્યું : હાથી-ઘોડા મહામંત્રીએ જ ભેટ આપ્યા છે ને? એટલે મહારાજાના તેઓ પ્રીતિપાત્ર બન્યા છે. આટલાં વર્ષોમાં કોઈએ પણ આટલા બધા હાથી-ઘોડા મહારાજાને ભેટ આપ્યા નથી.' મેં આ પ્રમાણે કહ્યું એટલે હસતાં હસતાં તેમણે કહ્યું : “તો તો સોનામહોરો પણ મહામંત્રીએ જ ભેટ આપી હશે?' મેં કહ્યું : “સંભવિત છે.” પછી?' બસ, પછી હું નીકળી ગયો...” “ભલે, એ મંત્રીઓ ગમે તે બોલે, તમે તમારી તૈયારીઓ ચાલુ રાખજો. જેટલું ધન જોઈએ, ભંડારી પાસેથી લેતા રહેજો. મેં કહી દીધું છે ભંડારીને.' સેનાપતિને વિદાય આપી, ધરણ રાજમહેલે જવા તૈયાર થયો. પિતાજીને કહીને, રથમાં બેસીને તે રાજમહેલે પહોંચ્યો. મહારાજાએ ધરણને આવકાર આપ્યો. બેસવા આસન આપ્યું. ધરણ, તું આવી ગયો તે સારું થયું. નહીંતર તને બોલાવવા માણસ મોકલવા વિચારતો હતો.” કોઈ આજ્ઞા?' 'કોશલપુર નરેશનો દૂત આવ્યો હતો... સંદેશ લઈને આવ્યો હતો. આપણી ૯% ભાગ-૨ # ભવ છઠો For Private And Personal Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સરહદ ઉપરનાં ત્રણ ગામ ઉપર તેમનો દાવો છે.” એ ત્રણ ગામ અમારાં છે... અમને મળવાં જોઈએ.” “આપે પ્રત્યુત્તર આપ્યો હશે?” હા, મેં કહ્યું : “એ ત્રણ ગામ તમારાં નથી, અમારાં જ છે, ને અમારાં જ રહેશે.' દૂત ઉત્તર લઈને, રવાના થઈ ગયો. મહારાજા, સિદ્ધેશ્વરે કોશલપુરની મુલાકાત લીધી, તે પછી આ દૂત આવ્યો છે... માટે આપણે સિદ્ધેશ્વરને બોલાવીને, પૂછીએ કે “તમે કોશલપુર જઈને, ત્યાંના રાજા સાથે શી વાતો કરી આવ્યા?' એ શો પ્રત્યુત્તર આપે છે, એ સાંભળ્યા પછી, આગળના પગલાં અંગે વિચારીએ.” બરાબર છે તારી વાત. અત્યારે જ સિદ્ધેશ્વરને બોલાવું.' મહારાજાએ પોતાના અંગરક્ષકને જ સિદ્ધેશ્વર પાસે મોકલ્યો. સિદ્ધેશ્વર આવ્યો. મહારાજાને અને ધરણને પ્રણામ કરી, આસન પર બેઠો. મહારાજાએ સીધો જ પ્રશ્ન પૂછ્યો : ‘તમે કોશલપુર ગયા હતા ને?” હા જી, મહારાજા..' તે ખોટું ના બોલી શક્યો.” કોશલપુર નરેશ સાથે શી વાતો કરી આવ્યા?” મહારાજા, હું તો મારી પુત્રીને મળવા ગયો હતો...” ખોટું બોલ્યો. ધરણે તરત જ કહ્યું : “સિદ્ધેશ્વરજી, પુત્રીને મળ્યા હશો, સાથે સાથે મહારાજાને પણ મળ્યા હશો ને?' મારે શા માટે મહારાજાને મળવું જોઈએ?* કોશલપુર નરેશનો દૂત આવીને ગયો..” ક્યારે?” હમણાં જ!' કોઈ પ્રયોજન?’ પ્રયોજન તમે જાણતા હશો ને?' ઘરણે મક્કમ સ્વરે પૂછ્યું. “હું કઈ જાણતો નથી, મહામંત્રીજી...' તેમણે આપણી સરહદમાં આવેલાં ત્રણ ગામો પર તેમનો દાવો કર્યો છે. તેઓ એ ત્રણ ગામ માંગે છે...” ધરણે કહ્યું. એમ? આપણાં ગામ તેઓ માંગે છે તો કેમ આપી શકાય?' શ્રી સમરાદિત્ય મહાકથા c3c For Private And Personal Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ‘તેમને આપણાં ગામ પર અધિકાર કરવાનું મન કેમ થયું? મારે એ જાણવું છે...’ ધરણે મહત્ત્વની વાત કરી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘એ જાણવા તો કોશલપુરના રાજાને પૂછ્યું પડે...' ‘આ અંગે તમે કંઈ જાણતાં નથી?' મહારાજાએ પૂછ્યું. ‘મહારાજા, હું કેવી રીતે જાણું? આ વાત આપે કહી માટે જાણી... મહારાજા શૈલેન્દ્ર આપણા મિત્રરાજા છે... તેમણે આવી વાત ના કરવી જોઈએ.' શું ધરણે કહ્યું : 'મહારાજા, આપનો ઉત્તર સાંભળ્યા પછી, એ શું કરે છે, કહેવરાવે છે, એ સાંભળ્યા પછી, જરૂ૨ લાગશે તો હું કોશલપુર જઈ, મહારાજા સાથે વાત કરીશ, આપણે મૈત્રી ટકાવવી છે... અને ગામ પણ નથી આપવાં. વીરેન્દ્ર પ્રભાતે ધરણની પાસે આવ્યો, ધરણ વીરેન્દ્રની સાથે ગુપ્ત મંત્રણાગૃહમાં ગયો. બંને બેઠા. વીરેન્દ્રે કહ્યું : ‘મહામંત્રીજી, ગઈ રાત્રે મારે ચોર બનવું પડ્યું. દિવસે સિદ્ધેશ્વરના હવેલીનું બારીકાઈથી અવલોકન કરી લીધું હતું. નોકરો પાસેથી સમય જાણી લીધો હતો કે રાત્રે એ ચાર મંત્રીઓ ક્યારે ભેગા થવાના છે. એ લોકોએ રાત્રે બાર વચ્ચે મંત્રણા ગોઠવી હતી. હું બાર વાગ્યા પછી, એ લોકોની મંત્રણા શરૂ થઈ ગયા પછી, હવેલીમાં પ્રવેશ્યો. હવેલીનો પાછળનો ભાગ અવાવર રહે છે. એ બાજુ કોઈ ચોકી કરનાર પણ હોતું નથી, હું ત્યાંથી ઉપર ચઢી ગયો. મંત્રણાગૃહની બહાર અગાસી છે. મંત્રણાગૃહની ત્રણ બારીઓ અગાસીમાં પડે છે. હું એક બારીની બહાર, એ લોકો મને ના જોઈ શકે, એ રીતે ગોઠવાઈ ગયો. મહામંત્રીજી એ લોકો, ભયંકર ષડયંત્ર રચી રહ્યા છે. હું આપને સંક્ષેપમાં વાત કરું છું, સિદ્ધેશ્વર અને એના ત્રણ સાથી મંત્રીઓ દેશદ્રોહી અને વિશ્વાસઘાતી છે. પડોશી રાજા કોશલપુરનરેશ સાથે આ લોકોએ રાજ્યનો સોદો કર્યો છે. આ મહા સુદ ચાલે છે. ફાગણ સુદ ૫ના દિવસે કોશલપુરની સેના માકંદી પર ત્રાટકશે. રાજ્ય જીતીને, સિદ્ધેશ્વરને આપશે. સિદ્ધેશ્વર રાજાને એક ક્રોડ સોનામહોરો આપશે. મહારાજાને અને આપને જીવતા પકડી, કારાવાસમાં નાખશે.' Eva ‘વીરેન્દ્ર, યુદ્ધનું નિમિત્ત ઊભું કરવા કોશલપુરના રાજાએ આપણાં સરહદ પરનાં ત્રણ ગામ પર પોતાનો દાવો જાહેર કર્યો છે, તે રાજાનો દૂત આવી ગયો. હવે બધી જ કુટિલ ચાલ સમજાય છે એ લોકોની.' ધરણનું ચિત્ત તીવ્ર ગતિથી વિચાર કરવા લાગ્યું. વીરેન્દ્રને આવશ્યક સૂચનાઓ ભાગ-૨ ♠ ભવ છઠ્ઠો For Private And Personal Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આપીને, વિદાય કર્યો. પોતે રથમાં બેસીને, સીધો દેવનંદીની હવેલીએ ગયો. દેવનંદીએ આનંદિત બની, આવકાર આપ્યો. ઉચિત સત્કાર કર્યો. બંને દેવનંદીના શયનખંડમાં જઈને બેઠા. ખંડનો દરવાજો અંદરથી બંધ કર્યો. ‘મિત્ર, પહેલાં તો હું તને ધન્યવાદ આપું છું...’ શાના?’ Acharya Shri Kailassagarsuri Gyanmandir તેં આપેલી સલાહના.’ દેવનંદી વિચારમાં પડી ગયો. ધરણે કહ્યું : ‘મિત્ર, સેનાને સુસજ્જ કરવાની અને સેનાપતિને હાથમાં રાખવાની સલાહ તેં આપી હતી ને?' મેં એ કામ, એ જ દિવસે શરૂ કરી દીધું હતું... એનું સારું ફળ હવે તત્કાળ મળશે.* ‘કેવી રીતે?’ ‘યુદ્ધ થશે.' ‘ક્યારે? કોની સાથે?’ દેવનંદીને આશ્ચર્ય થયું. ‘કોશલપુરની સેના માકંદી પર આક્રમણ કરવાની યોજના બનાવે છે. ફાગણ મહિનાના પ્રારંભમાં આક્રમણ કરશે,’ દેવનંદી વિચારમાં પડી ગયો. એ યુદ્ધની ભયંકરતા જાણતો હતો. યુદ્ધનાં પરિણામોની એ કલ્પના કરી શકતો હતો. તેણે ધરણ સામે જોયું. ‘ધરણ, યુદ્ધ ટાળવું જોઈએ... યુદ્ધથી પ્રજાને ઘણું સહન કરવું પડે છે... કદાચ યુદ્ધ અનિવાર્ય જ હોય તો તે દુશ્મનની ભૂમિ પર કરવું. આપણી ભૂમિ પર નહીં.’ ‘તો તો, કોશલપુર આપણા પર આક્રમણ કરે, એ પૂર્વે આપણે કોશલપુર ૫૨ આક્રમણ કરવું જોઈએ. અચાનક જ આક્રમણ કરવું જોઈએ. દસેક દિવસમાં આપણી સેના તૈયાર થઈ જ જશે, જૂના એક હજાર સૈનિકો તો સજ્જ થઈ જ ગયા છે. નવા એક હજાર સૈનિકોને પ્રશિક્ષણ અપાઈ રહ્યું છે. સેનાપતિ સિંહકુમાર સતત સંપર્કમાં છે. એની વફાદારીમાં હવે કોઈ શંકા નથી.’ શ્રી સમરાદિત્ય મહાકથા ‘ધરણ, કોશલપુરને આપણી સાથે યુદ્ધ કરવાનું પ્રયોજન?' ‘આપણા રાજપુરુષોની ગદ્દારી! સિદ્ધેશ્વરને માર્કર્દીના રાજા બનવાનું સ્વપ્ન આવ્યું છે. તેની સાથે બુદ્ધિ વિનાનો મહેશ્વર, ક્રોધી રુદ્રદત્ત અને લાલચુ સોમિલ રહેલા છે...' ‘ધરણ, તો પછી પહેલા એ ચારેને કારાવાસની હવા ખાવા મોકલી આપને?’ For Private And Personal Use Only ૧ Page #448 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેં એ જ યોજના વિચારી છે. મહારાજાને વાત કરીને, પહેલું કામ એ જ કરવું છે. એ ચારેને એકસાથે જ પકડીને, જેલમાં નાખવા છે. પછી કોશલપુરની વાત...' ધરણ, સાવધાન રહેજે. એ લોકો પણ પોતાની સુરક્ષા માટે અને તને મારવા માટે કંઈક વિચારતા તો હશે જ.. હવે તારે રથમાં એકલા બહાર ન નીકળવું. આગળ-પાછળ બે અંગરક્ષક રાખવા જ. રાજનીતિમાં કાવાદાવા ને કપટ રહેલાં જ હોય છે. રાજનીતિમાં હિંસા અને અસત્ય પાપ નથી મનાતાં.” “હવે હું અહીંથી રાજમહેલે જઈશ.. ધરણ ઊભો થયો. દેવનંદી રાજમાર્ગ સુધી મૂકવા ગયો. રથની પાસે જ તેણે વીરેન્દ્રને ઊભેલો જોયો. દેવનંદીના મુખ પર સંતોષનું સ્મિત આવી ગયું. ૦ 0 ૦. મહારાજા, એ ચાર દેશદ્રોહીને પહેલા પકડી લઈએ. આપ એ ચારેને અહીં મળવા માટે બોલાવો. અથવા એમનાં ઘરોમાંથી એમને પકડીએ.” એમનાં ઘરોમાંથી પકડી લો, એ જ ઠીક છે.” ‘તરત જ સેનાપતિ સિંહકુમારને બોલાવીને, ધરણે ચાર મહામંત્રીઓને પકડીને, કારાવાસ ભેગા કરી દેવાની યોજના સમજાવી. સિંહકુમાર યોજનામાં સંમત થઈ ગયો. તેણે કહ્યું: ‘સિદ્ધેશ્વરની હવેલીએ હું પોતે જઈશ. બીજા ત્રણ મંત્રીઓને ત્યાં મારા સેનાધિકારીઓ જશે... પકડીને એ લોકોને મહારાજા પાસે લાવીએ કે સીધા કારાવાસમાં બંધ કરી દઈએ?” એમને સીધા કારાવાસમાં જ લઈ જજો. હું ત્યાં હાજર રહીશ. ધરણે કહ્યું. મહારાજાએ કહ્યું : “હું પણ ત્યાં આવીશ. હું ચારેને કડકમાં કડક સજા કરીશ.” ‘સેનાપતિ, તમે હવે તમારું કામ શરૂ કરી દો.' સિંહકુમાર ત્યાંથી ચાલ્યો ગયો. તે પોતાના કાર્યાલયમાં ગયો. બે ઘોડેસવાર સૈનિકોને બોલાવી, તેણે ચારે મંત્રીઓને ઘેર તપાસ કરવાનો આદેશ આપ્યો. તેઓ ઘરમાં હાજર છે કે કેમ. સૈનિકો રવાના થયા કે તરત સેનાના ત્રણ અધિકારીઓને બોલાવી, મહેશ્વર, દત્ત અને સોમિલને પકડીને, કારાવાસમાં પહોંચતા કરવાનું કામ સોંપ્યું. ઘોડેસવાર સૈનિકોએ આવીને કહ્યું : “અત્યારે ચારે મંત્રીઓ પોત-પોતાની હવેલીમાં છે.” તરત જ અભિયાન શરૂ થઈ ગયું. સિંહકુમાર ચાર સૈનિકો સાથે સિદ્ધેશ્વરની હવેલીએ પહોંચ્યો. સિદ્ધેશ્વરે સેનાપતિને ચાર સૈનિકો સાથે આવેલો જોયો. એ કંઈ ભાગ-૨ # ભવ છઠો ૯૪૨ For Private And Personal Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પૂછે એ પહેલા જ સેનાપતિએ કહ્યું : ‘મંત્રી, મહારાજાની આજ્ઞાથી, અત્યારે જ તમને બંધક બનાવવામાં આવે છે.’ સિંહકુમારે સિદ્ધેશ્વરના હાથમાં બેડી પહેરાવી દીધી. ‘મારો કોઈ ગુનો?’ દેશદ્રોહ ... રાજદ્રોહ... પ્રજાદ્રોહ... સિદ્ધેશ્વરનો પરિવાર કલ્પાંત કરવા લાગ્યો. સિંહકુમાર સિદ્ધેશ્વરને લઈને, કારાવાસ તરફ ચાલી નીકળ્યો. મને ક્યાં લઈ જાઓ છો?' રસ્તામાં મંત્રીએ પૂછ્યું. જ્યાં મોટા અપરાધીઓને રાખવામાં આવે છે ત્યાં.’ ‘કારાવાસમાં?’ ‘હા જી!’ ‘પણ મારે મહારાજાને મળવું છે...' તેઓ કારાવાસમાં તમને મળવા પધારવાના છે...' Acharya Shri Kailassagarsuri Gyanmandir સિદ્ધેશ્વર સમજી ગયો કે એનું ષડયંત્ર ફૂટી ગયું છે. એ ભયભીત થઈ ગયો. જ્યારે તેઓ કારાવાસમાં પહોંચ્યા ત્યારે મહેશ્વર, રુદ્રદત્ત અને સોમિલ પણ ત્યાં આવી ગયા હતા. એમના હાથોમાં પણ બેડીઓ હતી. ચારેને જુદા જુદા ઓરડામાં પૂરવામાં આવ્યા. બહાર કડક ચોકીપહેરો મૂકી દેવામાં આવ્યો. મહારાજા ધરણની સાથે કારાવાસમાં આવ્યા. મહારાજા અત્યંત રોષમાં હતા. તેમણે સિદ્ધેશ્વરને જ સીધો પ્રશ્ન કર્યો : ‘સિદ્ધેશ્વર, તારે માર્કદીના રાજા થવું હતું, નહીં?' સિદ્ધેશ્વરનું મોઢું નીચું થઈ ગયું. 'દુષ્ટ, દેશદ્રોહી... એટલા માટે કોશલપુરના રાજાને માકંદી પર આક્રમણ કરવા સમજાવી આવ્યો, ખરું ને?’ સેનાપતિ સામે જોઈને, મહારાજાએ કહ્યું : ‘આ ચારે દેશદ્રોહીઓને રોજ ૧૦૦-૧૦૦ ચાબકા મારવામાં આવે...' સેનાપતિએ આજ્ઞાનો સ્વીકાર કર્યો. સિદ્ધેશ્વર ધ્રૂજી ઊઠ્યો. શ્રી સમરાદિત્ય મહાકથા ‘કોશલપુરનું અભિયાન પતી ગયા પછી, આ ચારેનું શું કરવું, તેનો નિર્ણય કરીશું...' મહારાજાએ ધરણને કહ્યું... અને તેઓ કારાવાસમાંથી બહાર નીકળી ગયા. સેનાપતિને પણ સાથે આવવા કહ્યું. For Private And Personal Use Only ૯૪૩ Page #450 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir LY૧૪૦HI એસાર્થે ચાર મંત્રીઓને પકડીને કારાવાસમાં નાખવાથી, માકંદીનગરીમાં ખળભળાટ મચી ગયો. બીજી બાજુ રજવાડામાં હસ્તીસેના તૈયાર થતી હતી. હાથીઓને યુદ્ધનું પ્રશિક્ષણ આપવામાં આવતું હતું. તેથી પ્રજા જુદા જુદા પ્રકારની કલ્પનાઓ કરી રહી હતી. નગરના પ્રમુખ નાગરિકોને બોલાવીને, મહારાજાએ અને મહામંત્રી ધરણે સમગ્ર પરિસ્થિતિનો ખ્યાલ આપી દીધો અને ગુપ્તતાના સોગંદ આપી દીધા કે જેથી વાત દુશ્મનના કાને ના જાય. પરંતુ મંત્રીઓને કારાવાસમાં નાખ્યાની વાત, કોશલપુર પહોંચી ગઈ હતી. સાથે સાથે માર્કદીના મહામંત્રી સેનાનું પુનર્ગઠન કરી રહ્યા છે, હસ્તીસેના અને અશ્વસેના તૈયાર કરી રહ્યા છે, આ સમાચાર પણ કોશલપુર પહોંચી ગયા હતા. કોશલપુરનો રાજા શૈલેન્દ્ર વિચારમાં પડી ગયો હતો. હવે હું માર્કદી પર આક્રમણ કરું તો ત્યાં મને સહાય કરનાર કોઈ નથી. બીજી બાજુ, ત્યાંની સેના હવે શક્તિશાળી બની છે. ત્યાંની હસ્તીસેના એકલી, મારી સેનાને કચરી નાખે. લેવાના દેવા પડી જાય... માટે હવે સરહદનાં ગામોનો વિવાદ સમેટી લેવો જોઈએ. માકેદી સાથે પૂર્વવતુ મિત્રતા જ સ્થાપિત કરવી જોઈએ.” રાજાએ પોતાના દૂતને બોલાવીને કહ્યું: “તું માકેદી જા અને મહારાજાને મારો સંદેશો આપજે કે : “કોશલપુરનરેશ આપની સાથે મૈત્રી જ ઈચ્છે છે. ત્રણ ગામની ખાતર, મૈત્રીનો ભંગ નથી કરવો. માટે કોશલપુરનરેશ એ ગામો પરનો અધિકાર ત્યજી દે છે.” દૂત મારતે ઘોડે માકેદી આવ્યો. રાજસભામાં જઈ, તેણે મહારાજાને પ્રણામ કર્યા અને કોશલપુરનરેશનો સંદેશો કહી સંભળાવ્યો. મહારાજા કાળમેઘે કહ્યું : હે દૂત, તારા મહારાજને કહેજે કે અમે પણ તમારી સાથે મૈત્રી જ ઈચ્છીએ છીએ. તમે જે ખોટી રીતે ત્રણ ગામ ઉપર અધિકાર કરવાની વાત કરતા હતા, તે વાત તમે પડતી મૂકી, તે સારું કર્યું.” મહારાજાએ દૂતનો સત્કાર કર્યો અને વિદાય આપી. યુદ્ધ ટળી ગયું. ધરણને ખૂબ આનંદ થયો. દેવનંદીની ઈચ્છા યુદ્ધ કરવાની હતી જ નહીં. ધરણ પણ યુદ્ધ ચાહતો ન હતો. યુદ્ધમાં થતી ઘોર હિંસા, કરોડો રૂપિયાનો વ્યય અને પ્રજાની તકલીફોનો વિચાર, તેને યુદ્ધ કરતાં રોકતો હતો. ના છૂટકે, રાજ્યની રક્ષા માટે યુદ્ધ કરવું જ પડે એમ હોય તો જ કરવું - એવી એની ધારણા હતી. ૯૪૪ ભાગ-૨ # ભવ છઠઠો For Private And Personal Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધરણે મહારાજાને પૂછ્યું : “મહારાજા, પેલા ચાર મંત્રીઓનું શું કરવું છે?' ધરણ, એ ચારે ઝેરીલા નાગ છે. એમને હમણાં છ-બાર મહિના કારાવાસમાં પડી રહેવા દેવા છે. હા, એમને કોરડા મારવાની સજા ના કરવી હોય તો એ બંધ કરાવીએ. એ લોકો ક્ષમાપાત્ર નથી.' આપની જેવી આશા, પરંતુ મારું મન એમને ક્ષમા આપવા ઈચ્છે છે, જો તેઓ પોતાના અપરાધો સ્વીકારતા હોય તો.- ધરણ, હું તારી ઈચ્છાનો વિરોધ નથી કરતો, પરંતુ એ લોકો કેવા છે, તે મેં તને કહ્યું. તારે એમને મુક્ત કરવા હોય તો કરી શકે છે.' હે દેવ, આપે મારા પર મોટો અનુગ્રહ કર્યો. હું કારાવાસમાં જાઉં છું. એ ચારેને મળું છું. જો તેઓ અપરાધ કબૂલે છે તો તેમને મુક્ત કરું છું...” તને સુખ ઊપજે તેમ કરી શકે છે.” મહારાજાની અનુમતિ મળી જતાં, પણ ત્યાંથી કારાવાસમાં ગયો. વીરેન્દ્ર તેની સાથે જ હતો. સર્વપ્રથમ ધરણે સિદ્ધેશ્વર સાથે વાત કરી. સિદ્ધેશ્વર, કોશલપુરનરેશે માર્કદી સાથે મૈત્રીનો હાથ લંબાવ્યો છે. સરહદ પરનાં ગામો પર અધિકાર કરવાની વાત છોડી દીધી છે... એટલે હવે તમે રચેલું ષડયંત્ર તૂટી પડ્યું છે. કહો, હવે તમારી શી ઈચ્છા છે?” સિદ્ધેશ્વરના શરીરે કોરડાના મારથી ઉઝરડા પડી ગયા હતા. કપડાં ફાટી ગયાં હતાં. મુખ પર દીનતા છવાઈ ગઈ હતી. તે રડી પડ્યો... મહામંત્રી, મેં અક્ષમ્ય અપરાધ કર્યો છે... વિશ્વાસઘાતનું મોટું પાપ કર્યું છે... મને ફાંસી આપો... કે શૂળી પર ચઢાવી દો... મેં કરેલા અપરાધની આ જ સજા હોય.” “સિદ્ધેશ્વર, માનો કે હું મહારાજાને પ્રાર્થના કરી, તમારા અપરાધની ક્ષમા અપાવું ને તમને કારાવાસમાંથી મુક્ત કરાવું તો ભવિષ્યમાં પુનઃ તમને રાજા બનવાનું સ્વપ્ન આવશે કે?' ના, ના, મારે રાજા નથી થવું. મંત્રી પણ નથી બનવું... જો તમે મુક્ત કરશો તો હું સંસારનો, ગૃહવાસનો ત્યાગ કરી સંન્યાસ ગ્રહણ કરીશ...' “આ તમારો દુઃખમાંથી જન્મેલો વૈરાગ્ય નથી? જ્યારે તમારું દુઃખ દૂર થશે ત્યારે તમારો વૈરાગ્ય પણ દૂર થઈ જશે તો? જ્યાં સુધી દુનિયામાં ભ્રામક સુખો પ્રત્યે વૈરાગ્ય ના પ્રગટે ત્યાં સુધી સંન્યાસ લેવાનો કોઈ અર્થ નથી.” મહામંત્રી, તમારી વાત સાચી છે. મેં ખરેખર, દુનિયાનાં સુખોમાં મિથ્યાત્વનું દર્શન કર્યું છે. દુનિયામાં કોઈ સુખ સાચું નથી. મૃગજળ અને ઈન્દ્રજાળ જેવાં આ શ્રી સમરાદિત્ય મહાકથા ૯૪૫ For Private And Personal Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org બધાં સુખો છે... હું અજ્ઞાનતાથી એ સુખોને સાચાં માની બેઠો... અને એ સુખો મેળવવા ખોટા ઉપાયો કર્યા... મને એનું ફળ આ જન્મમાં જ મળી ગયું...' Acharya Shri Kailassagarsuri Gyanmandir ધરણે કહ્યું : ‘હું તમને હજુ ત્રણ દિવસનો સમય આપું છું. આજથી તમને કો૨ડા મારવાની સજા નહીં થાય. ત્રણ દિવસ પછી હું તમને ફરીથી મળીશ.' કારાવાસના અધિકારીને બોલાવીને સૂચના આપી. ‘આજથી આ ચારેને કો૨ડા મારવાના નથી, એમને સારાં વસ્ત્રો આપો અને એમના ઘરેથી જે ભોજન આવે, તે ભોજન આપો.’ ત્યાર પછી ધરણ મહેશ્વરને, રુદ્રદત્તને અને સોમિલને મળ્યો. તે ત્રણેએ પોતાના અપરાધ સ્વીકારી લીધા અને કહ્યું : ‘અમને તો સિદ્ધેશ્વરે જ આ પતંત્રમાં ભેળવ્યા હતા.’ ‘તમે કેમ ભળ્યા?' ‘તેણે લાલચ આપી હતી...' ‘પણ તમે દુ:ખી તો હતા જ નહીં, પછી લાલચમાં કેમ ભોળવાયા? તમને મહારાજાએ ઓછું ધન આપ્યું છે? અને તમે ખોટા માર્ગે પણ અઢળક ધન ભેગું કરેલું છે ને?’ ‘હા જી, અમે ખોટા રસ્તે ઘણું ધન ભેગું કરેલું છે...' ‘તમને તમારા બધા અપરાધની ક્ષમા આપવામાં આવે અને મુક્ત કરવામાં આવે તો તમે તમારું એ ખોટા માર્ગે મેળવેલું ધન રાજ્યની તિજોરીમાં જમા કરાવશો ખરા?' 'હા જી, એ ધન તો જમા કરાવીશું, બીજો પણ જે દંડ તમે કરશો... તેટલું ધન જમા કરાવીશું... હવેથી ક્યારેય અમે મહારાજાનું અહિત નહીં વિચારીએ... તમે આજ્ઞા કરશો તો આ રાજ્ય છોડી પરદેશ ચાલ્યા જઈશું... પણ આ કોરડાના માર સહન થતા નથી...' ‘આજથી તમને કોરડા મારવામાં નહીં આવે. તમને તમારા ઘરનું ભોજન મળશે, સારાં વસ્ત્ર મળશે. તમને ત્રણ દિવસનો સમય આપું છું. તમારો પશ્ચાત્તાપ સાચો છે કે કેમ, એનો નિર્ણય કર્યા પછી, આગળનાં પગલાં ભરીશ.' C89 ચારે મંત્રીઓને ધરણમાં દેવનાં દર્શન થયાં. ચારેની આંખોમાં આંસુ આવી ગયાં. ધરણે ચારે મંત્રીઓના પરિવારોને, કારાવાસમાં આવી મળવાની છૂટ આપી. ધરણ કારાવાસમાંથી નીકળી મહારાજા પાસે ગયો, કારાવાસમાં થયેલી વાતો કહી સંભળાવી. મહારાજાને આનંદ થયો. તેમણે કહ્યું : ‘સિદ્ધેશ્વરની સાથે પેલા ત્રણ પણ સંન્યાસી થઈ જાય તો સારું. ધરણ, તારા ઉપદેશથી એ ચારે બની જશે સંન્યાસી.' For Private And Personal Use Only ભાગ-૨ ૐ ભવ છઠ્ઠો Page #453 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધરણ પોતાની હવેલીમાં ગયો. સ્નાન, ભોજનાદિ કરીને, તેણે મધ્યાહુનકાળે વિશ્રામ કર્યો. તે ખૂબ થાકી ગયો હતો. સાંજે જ્યારે એ જાગ્યો ત્યારે સૂર્યાસ્ત થવાની તૈયારી હતી. તેણે પિતા બંધુદત્ત સાથે ભોજન કરી લીધું અને રથમાં બેસી, એ દેવનંદીની પાસે ગય. દેવનંદીએ ધરણાનો સત્કાર કર્યો. બંને મિત્રો મંત્રણાખંડમાં જઈને બેઠા. ધરણે કહ્યું : “દેવનંદી, આપણી ઈચ્છા મુજબ યુદ્ધ ટળી ગયું. કોશલપુરના રાજાએ મૈત્રીનો હાથ લંબાવ્યો. આપણે મૈત્રીનો પ્રતિભાવ આપ્યો. તે પછી સિદ્ધેશ્વર વગેરે ચારે મંત્રીઓને મળી આવ્યો. મારી ઈચ્છા એ ચારેને મુક્ત કરી દેવાની છે. મહારાજાએ અનુમતિ આપી દીધી છે. ત્યારે મંત્રીઓને તેમના દુષ્કાયનો પશ્ચાત્તાપ થઈ રહ્યો છે. સિદ્ધેશ્વર તો સંન્યાસી બનવાની વાત કરે છે.' ધરણ, બને છે આવું. આવા લોકોનું પરિવર્તન થતાં વાર નથી લાગતી. પાપોનો પશ્ચાત્તાપ થયા પછી ચિત્ત નિર્મળ બને છે. નિર્મળ ચિત્તમાં શુભ ભાવો પ્રગટે છે.' એ પ્રગટેલા શુભ ભાવો સ્થિર રહેવા જોઈએ ને? એમને ત્રણ દિવસનો સમય આપ્યો છે. હું ફરીથી એમને મળીશ. તેમની સજા હળવી કરી દીધી છે. કોરડા મારવા બંધ કરાવ્યા છે... હવે એ લોકો શું વિચારે છે, તે મહત્ત્વનું છે.” ‘મિત્ર, કારાવાસમાંથી છૂટવા માટે, તેઓ બધું જ કબૂલ કરશે. તારી બધી શરતો માનશે.. ખરેખર તો મુક્ત થયા પછી, એમના પર વિશેષ ધ્યાન આપવું પડશે. બહારનાં પરિબળો એમના પર કેવી અસર કરે છે, એ જોવાનું છે.” તારી વાત સાચી છે. પરંતુ દેવનંદી, મારા મનમાં ઊંડે ઊંડે આ બધું જરાય ગમતું નથી. મને મનમાં થાય છે કે આ બધામાંથી હું શીઘ મુક્ત થઈ જાઉં... અને દૂર દૂર ક્યાંક ચાલ્યો જાઉં... આ મંત્રીઓને મુક્ત કરી, મારાં કર્તવ્યો પૂરાં કરી દઉં.. દેવનંદી, આ કાર્ય પૂરું થશે એટલે માતા-પિતા અને મહારાજા લગ્નની વાત કાઢશે... લગ્ન કરવા દબાણ કરશે. હું લગ્ન કરવા ઈચ્છતો નથી. લગ્નની વાત સામે આવે છે, ને લક્ષ્મીની સ્મૃતિ તાજી થાય છે. અને એ સ્મૃતિ મને મારા હૃદયને આરપાર વીંધી નાખે છે. હું ઘરમાં રહીશ, લગ્ન નહીં કરું એટલે મારાં માતા-પિતાને રોજ દુ:ખ થવાનું. કારણ કે તેઓ મને સુખી કરવા ઈચ્છે છે. તેઓ માને છે કે હું લગ્ન કરીને સુખી થઈશ. આવું, દુનિયાના મોટા ભાગનાં માતા-પિતા માનતાં હોય છે. મારા માતાપિતા જાણે છે કે મારા માનસિક ઘોર દુઃખમાં લક્ષ્મી નિમિત્ત બની છે. છતાં તેઓ લગ્નજીવનની નિરર્થકતા નથી સમજી શકતાં. આનું કારણ પુત્રમોહ છે. મને સુખી કરવાની જ ઈચ્છા છે. એટલે એમનાં પ્રત્યે મારાં મનમાં કોઈ અભાવ નથી જાગ્યો, તેઓ પૂજ્ય છે, ઉપકારી છે, ગુણવાન છે... એટલે મારા શ્રી સમરાદિત્ય મહાકથા ૯૪૭ For Private And Personal Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનમાં તેમના પ્રત્યેનો પૂજ્યભાવ અખંડ જ છે. પરંતુ મારી માનસિક સ્થિતિનો એમને ખ્યાલ નથી... ક્યાંથી હોય? મારી મનની વાતો... એમને તો કરાય નહીં.” ધરણ અટક્યો. બારીની બહાર અનંત આકાશ તરફ જોઈ રહ્યો. દેવનંદી પણ ધરણની વાતો સાંભળીને, ઊંડા વિચારમાં પડી ગયો, બંને મિત્રો મૌન થઈ ગયા. દેવનંદીને આજે, ધરણના નવા જ રૂપનો પરિચય થયો. “આ પુરુષનું હૃદય યોગીનું છે. આ લાંબો સમય સંસારમાં રહી શકશે નહીં. માતા-પિતા તરફ એને પૂજ્યભાવ છે, ભક્તિભાવ છે. મમત્વ નથી. ધન-સંપત્તિ ઉપર તો એને જરાય મોહ નથી. કરોડો સોનામહોરો તેણે દાનમાં આપી છે. પદ-પ્રતિષ્ઠાને તે સહજતાથી ત્યજી શકે છે. એને કોઈ સગુરુનો પરિચય થવો જોઈએ. હવે એના આત્માને સરુનાં ચરણોમાં જ તૃપ્તિ પ્રાપ્ત થશે.' તેણે ધરણને કહ્યું : ‘મિત્ર, હમણાં તો રાજ્યનાં કાર્યો નિર્લેપભાવે કરતો રહે. તું એ કાર્યોમાં વ્યસ્ત હશે ત્યાં સુધી કોઈ લગ્નની વાત કરશે નહીં. આવી રીતે એક-બે મહિના પસાર કરી દે. ત્યાં સુધીમાં કોઈ માર્ગ જડી જશે.” એમ જ કરવું પડશે. છેવટે સ્પષ્ટ ના પાડવી પડશે તો ના પાડીશ. માતા-પિતાનું હૃદય થોડું દુભાશે... એટલું જ... પરંતુ હવે સ્ત્રીના બંધનમાં નથી બંધાવું.” થોડીક સામાજિક વાતો કરીને, ધરણ ઊભો થયો. તેનું મન હળવું બન્યું હતું. દેવનંદી રથ સુધી મૂકવા આવ્યો. ધરણ રથમાં બેસી, પોતાની હવેલીએ ગયો. ૦ ૦ ૦ ત્રણ દિવસ પસાર થઈ ગયા. ધરણ વીરેન્દ્રને સાથે લઈને, કારાવાસમાં ગયો. કારાવાસના અધિકારીઓએ મહામંત્રીનું સ્વાગત કર્યું. સેનાપતિ સિંહકુમારને પણ ધરણે કારાવાસમાં પહોંચવાનું કહેલું એટલે એ પણ આવી ગયો હતો. ધરણ સીધો સિદ્ધેશ્વરની પાસે ગયો. સિદ્ધેશ્વરે ઘરણને પ્રણામ કર્યા, ધરણે પૂછ્યું : કહો મંત્રી, શો વિચાર કર્યો?” મહામંત્રીજી, મારો નિર્ણય અફર છે.” સંન્યાસ લેશો?' “હા જી.” પરંતુ મહારાજા તમને મંત્રીપદ આપે ? તમારા અપરાધો ભૂલીને, તમને પુનઃ મંત્રીપદ આપે....” નહીં, હવે મંત્રીપદ નથી ખપતું. સંસારમાં જ રહેવું નથી... પછી મંત્રીપદની વાત જ ક્યાં રહી?' સંન્યાસ લઈને શું કરશો? ૯૪૮ ભાગ-૨ # ભવ છઠ્ઠઠો For Private And Personal Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ‘તપશ્ચર્યાં.’ ‘તપશ્ચર્યાથી શું મળશે?’ ‘દેહનું મમત્વ તૂટશે અને આત્મા પરમ બ્રહ્મના ધ્યાનમાં સ્થિર બનશે. એમાંથી પરમ આનંદનો અનુભવ થશે...' Acharya Shri Kailassagarsuri Gyanmandir ધરણની આંખોમાં આંસુ આવી ગયાં. ઉત્તરીય વસ્ત્રથી આંખો લૂછી, સેનાપતિને કહ્યું : ‘સિદ્ધેશ્વરજીને મુક્ત કરી દો...' ધરણ ત્યાંથી મહેશ્વર પાસે ગયો, મહેશ્વરને પૂછ્યું : ‘કહો, મહેશ્વરજી, શું ચાહો છો?' ‘મહામંત્રી દયા કરો. કારાવાસમાંથી મુક્ત કરો.' ‘મુક્ત થઈને શું કરશો?’ ‘શાન્તિથી જીવન જીવીશ,’ ‘મંત્રીપદ લેશો?’ ‘ના, હવે રાજ્યની ખટપટોથી દૂર જ રહેવું છે.' ‘કોઈ પ્રલોભન મળશે તો?' ‘તો પણ નહીં. હવે કોઈ લોભ-લાલચમાં ફસાવું નથી.' ‘બહુ સરસ... તમે સદ્ગૃહસ્થ બનીને જીવો, એ જ તમારા માટે હિતકારી છે.’ સેનાપતિએ મહેશ્વરને મુક્ત કરી દીધો. મહેશ્વરે મુક્ત થઈ, સર્વપ્રથમ ધરણનાં ચરણોમાં પ્રણામ કર્યાં. ધરણ દૂર ખસી ગયો...' અરે મહેશ્વરજી, આ શું કરો છો? તમે તો મારા વડીલસ્થાને છો...’ ‘મહામંત્રીજી, આ તમારી જ કૃપાથી મુક્તિ મળી છે... નહીંતર મહારાજા અમને શૂળી પર જ ચઢાવત...’ ધરણે રુદ્રદત્ત અને સોમિલને પણ મુક્ત કર્યા. રુદ્રદત્તે કહ્યું : ‘મહામંત્રીજી, સિદ્ધેશ્વર તો સંન્યાસ લેવાના છે. અમે ત્રણ અમારા ઘરમાં રહેવાના છીએ. અમે આપને વચન આપીએ છીએ કે આપ અમને જે આજ્ઞા કરશો, જ્યારે આજ્ઞા કરશો... અમે આપની સેવામાં ઉપસ્થિત થઈશું. અમારે કોઈ પદ નથી જોઈતું... અમારે ધનસંપત્તિ નથી જોઈતી. અમારે આપની અને મહારાજાની કૃપા જોઈએ છે...’ ધરણે કહ્યું : ‘મહાનુભાવો, તમારા વિચારો સારા છે. તમે આપણા રાજ્યની ઉન્નતિમાં સહયોગી બનજો. તમે બુદ્ધિમાન છો, અનુભવી છો. તમારા મનમાંથી ક્ષોભ દૂર કરજો. બનવાકાળ હતું તે બની ગયું...' ચારે મંત્રીઓ, એમના પરિવારો સાથે પોત-પોતાના ઘર તરફ ચાલ્યા ગયા. ધરણે ત્યાં થોડી વાર બેસી, સિંહકુમાર સાથે સૈન્ય અંગે વાતો કરી. ધરણને સંતોષ થયો. સિંહકુમારને વિદાય કરી, ધરણ ત્યાંથી સીધો મહારાજા પાસે પહોંચ્યો. મહારાજાને બધી વાતોની જાણ કરી. મહારાજાને સંતોષ થયો. શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Exe Page #456 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૧] પ્રભાતનો સમય હતો. ધરણનો રથ દેવનંદીની હવેલી આગળ જઈને ઊભો. દેવનંદી દોડતો રથ પાસે આવ્યો. ધરણે કહ્યું : દેવનંદી, રથમાં બેસી જા. આપણે “મલયસુંદર' ઉદ્યાનમાં પરિભ્રમણ કરવા જઈએ.' દેવનંદી રથમાં બેસી ગયો. રથ “મલયસુંદર' ઉદ્યાન તરફ દોડવા લાગ્યો. ધરણ, કેમ આજે સવારે ઉદ્યાનમાં જવાની ઈચ્છા જાગી?' બસ, એમ જ, મનમાં સહજ ઈચ્છા થઈ આવી, ઘણા સમયથી નગરની બહાર ગયો જ નથી અને આજે બીજું કોઈ અગત્યનું કામ પણ ન હતું...” રથ ઉદ્યાનના પ્રવેશદ્વાર પાસે જઈને ઊભો. બંને મિત્રો ઊતરી ગયા. બંનેએ ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. ઉદ્યાનનું વાતાવરણ ખૂબ જ આફ્લાદક હતું. ફરતાં ફરતાં તેઓ ઉત્તર દિશા તરફ વળ્યાં. ત્યાં તેમના કાને પુરુષોનો અસ્પષ્ટ ધ્વનિ પડ્યો. શબ્દની દિશામાં તેઓ આગળ વધ્યા. દૂર ઉદ્યાનના એક નિર્જીવ સ્વચ્છ ભૂમિભાગ પર તેમણે વિશાળ મુનિવૃંદને જોયું. બધાના દેહ પર શ્વેત વસ્ત્ર હતું અને તે સહુ શાસ્ત્રધ્યાનમાં લીન હતા. બંને મિત્રો નિકટ પહોંચ્યા. તેમણે અશોકવૃક્ષની નીચે કાષ્ઠાસન પર બેઠેલા એક પ્રભાવશાળી આચાર્યને જોયા. બંને મિત્રોને અપૂર્વ આનંદ થયો. ધરણના ચિત્તમાં શુભ વિચારોની ધારા પ્રવાહિત થઈ. આ બધા મુનિઓએ ગૃહવાસનો ત્યાગ કરેલો છે. કેવા નિર્મોહી અને અવિકારી દેખાય છે આ મુનિવરો! કેવું નિષ્પાપ છે આમનું જીવન! કોઈ આરંભ નહીં, કોઈ સમારંભ નહીં. કોઈ કષાય નહીં... કોઈ વૈષયિક સુખોની સ્પૃહા નહીં. માત્ર નિજાનંદની મસ્તી.' બંને મિત્રોએ આચાર્ય પાસે જઈને, ભાવપૂર્વક વંદના કરી. પછી સર્વે મુનિવરોને વંદના કરી. સહુએ “ધર્મલાભનો આશીર્વાદ આપ્યો. તેઓ આચાર્યની પાસે જઈ, વિનયપૂર્વક તેમની સામે બેઠા. આચાર્યદેવે પૂછ્યું : મહાનુભાવો, તમે ક્યાંથી આવ્યા છો?' ભગવંત, અમે આ નગરમાંથી જ આવ્યા છીએ.” ધરણે કહ્યું. મહાનુભાવો, આ મનુષ્યજીવનને સફળ કરનારા ધર્મપુરુષાર્થનો આદર કરવો જોઈએ.” ભગવંત, આપ સર્વે મુનિવરોનાં દર્શન કરીને... આપ સહુનાં નિષ્પાપ અને CUO ભાગ-૨ ( ભવ છઠ્ઠઠો For Private And Personal Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશાન્ત જીવન જોઈને, મારા મનમાં પણ ગૃહત્યાગ કરવાની ઈચ્છા પ્રગટ થઈ છે...” આચાર્યદેવ ધરણની સૌમ્ય અને સુંદર મુખાકૃતિ જોઈને અને વિનય વિવેકપૂર્ણ વચન સાંભળીને, આનંદિત થયા. તેઓએ કહ્યું : “વત્સ, ગૃહત્યાગ કરનાર મનુષ્ય - જ પોતાની ઈન્દ્રિયોનો નિગ્રહ કરવો જોઈએ. કષાયોની આગ બૂઝવી નાખવી જોઈએ અને પોતાના ચિત્તને નિસ્પૃહ બનાવવું જોઈએ. આવો મનુષ્ય જ સંયમધર્મની આરાધના કરી શકે. જેઓ પાંચ ઈન્દ્રિયોના વિષયોના કામી હોય છે, જેઓ કષાયોને પરવશ હોય છે અને જેમના ચિત્તમાં અનેકવિધ વૈષયિક સ્પૃહાઓ હોય છે, તેઓ કદાચ ગૃહત્યાગ કરે, છતાં સંયમધર્મનું પાલન કરી શકતા નથી. આવા માણસોને સંયમધર્મ અતિ દુ:ખદાયી લાગે છે. દુષ્કર લાગે છે. કદાચ તેઓ સંયમધર્મ સ્વીકારી મુનિ બની પણ જાય, છતાં તેનું પાલન કરી શકતા નથી. તેઓ પછી મનમાં ને મનમાં અકળાય છે : “મેં નિવેશ ધારણ ના કર્યો હોત તો સારું થાત. મારાથી મુનિજીવનનાં આકરાં વ્રત પાળી શકાય એમ નથી... માટે હું અનિવેશ ત્યજી દઉં.” આવા માણસોમાં જો લજ્જાનુણ હોય છે, તો તેઓ મુનિવેષ ત્યજી શકતા નથી... ને મુનિજીવન જીવી શકતાં નથી... નથી તેઓ ગૃહસ્થધર્મ પાળી શકતાં, નથી સાધુધર્મ આરાધી શકતાં. તેઓ જીવન હારી જાય છે. માટે મહાનુભાવ, તું તારા આત્માના સામર્થ્યને જાણ. પહેલા આત્મસાક્ષીએ વિચાર કર : હું સંયમ ધર્મનાં આકરાં વ્રત પાળી શકીશ?” જો પાળી શકવાની શક્તિ હોય તો જ કરેલો ગૃહત્યાગ સાર્થક બને.' એકચિત્તે સાંભળી રહેલા ધોરણે કહ્યું : “ભગવંત, આપે જે કહ્યું, તે યથાર્થ છે. મારા મનમાં ગૃહવાસની અસારતા અને સાધુ ધર્મની ઉપાદેયતા વસી ગયેલી છે. ગૃહવાસમાં મને ચેન નથી, સાધુધર્મ મને આકર્ષે છે. મારા ચિત્તમાં કોઈ વૈષયિક સુખની ઈચ્છા શેષ રહી નથી. મેં સર્વ વૈષયિક સુખોને અસાર જામ્યો છે.” આચાર્યદેવનું ચિત્ત પ્રસન્ન થયું. તેમણે કહ્યું : “વત્સ, અતિ દુર્લભ એવી “બોધિ' તેં પ્રાપ્ત કરી છે. પરમાર્થના અજાણ અને વિષયાસક્ત જીવોને “બોધિ' પ્રાપ્ત થતી નથી. તને એવી દુર્લભ બોધિ પ્રાપ્ત થઈ છે. તે મહાનુભાવ છે, પુણ્યશાળી છે. વત્સ, બોધિની પ્રાપ્તિ કેટલી દુર્લભ છે, તે મારો પોતાનો અનુભવ છે. હું તને અને તારા આ મિત્રને, મારું જીવનચરિત્ર સંભળાવું છું. એ સાંભળીને, તમને બોધિપ્રાપ્તિની દુર્લભતા સમજાશે અને પ્રાપ્ત થયેલી બોધિ દ્વારા, આત્મકલ્યાણનો પુરુષાર્થ કરવાની તમન્ના જાગશે.' ‘ભગવંત, આપનું જીવનચરિત્ર સંભળાવવાની કૃપા કરો. અમે ખૂબ આનંદિત થઈશું અને અમારી જાતને ભાગ્યશાળી માનીશું.” શ્રી સમરાદિત્ય મહાકથા cli For Private And Personal Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલાક મુનિવરો પણ ગુરુદેવનું જીવનચરિત્ર સાંભળવાં ત્યાં આવીને બેસી ગયાં. આચાર્યદેવે જીવનકથાનો પ્રારંભ કર્યો. ૦ ૦ ૦ આ જ પ્રદેશમાં અચલપુર નામનું નગર છે. ત્યાંના રાજાનું નામ છે જિતશત્રુ. રાજાના બે પુત્રો છે : અપરાજિત અને સમરકેતુ. રાજાએ અપરાજિત કુમારને યુવરાજપદે સ્થાપિત કર્યો અને નાના સમરકેતુ કુમારને ઉજ્જયિની નગરી આપી, ત્યાં મોકલ્યા. બંને પુત્રોને સંતોષ થયો હતો. એક સમયે, જિતશત્રુના રાજ્યની સરહદ પર રાજા સમરકેશરીએ છમકલું કર્યું. યુવરાજ અપરાજિત સેના લઈ, તેને ભગાડવા ગયો. સમરકેશરીને હરાવી, આજ્ઞાંકિત બનાવી, તે પાછો ફરી રહ્યો હતો, માર્ગમાં “ધર્મારામ' નામના ગામમાં મુકામ કર્યો. ગામની બહાર જ્યાં યુવરાજે મુકામ કર્યો હતો, તેની પાસેના જ ઉદ્યાનમાં એક આચાર્ય શિષ્ય પરિવાર સાથે રહેલા હતા. તે આચાર્યનું નામ હતું રાહુ. યુવરાજ અપરાજિત એમના પરિચયમાં આવ્યો. આચાર્યે તેને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. યુવરાજના ચારિત્રમોહનીય' કર્મનો ક્ષયોપશમ થયો... તેણે રાહુ આચાર્યની પાસે સાધુધર્મ અંગીકાર કરી લીધો. સેના અચલપુર ચાલી ગઈ. મહારાજા જિતશત્રને સમાચાર આપ્યાં : “મહારાજકુમારે રાહુ’ નામના આચાર્ય પાસે જૈન દીક્ષા લીધી, અમે અહીં આવ્યા.' રાજાએ કહ્યું : “અહો! કુમારે માનવજીવન સફળ કર્યું? 0 ૦ ૦ આચાર્ય રાહુ, વિહાર કરતાં કરતાં “તગરા' નગરીમાં પધાર્યા. ત્યાં ઉજ્જયિની નગરીથી વિહાર કરી, આચાર્ય રાહુના ગુરુભ્રાતા આર્યરાહુ અને આચાર્યના અન્ય શિષ્યો તગરામાં આવ્યા. આચાર્યને વંદના કરી, કુશળપૃચ્છા કરી. આચાર્યે ગુરુભ્રાતા આર્યરાહુને પૂછ્યું : “હે ક્ષમાશ્રમણ, ઉજ્જયિની નગરીમાં સાધુઓને કોઈ ઉપદ્રવ તો નથી ને? શ્રમણો સુખપૂર્વક આરાધના કરી શકે છે ને?” હે પૂજ્ય, ઉજ્જયિનીની પ્રજા ભદ્રિક છે. શ્રમણો પ્રત્યે આદરવાળી છે... ભાવભક્તિ કરનારી છે, પરંતુ ત્યાં રાજપુત્રનો અને પુરોહિતપુત્રનો ઉપદ્રવ ભારે છે, શ્રમણોને તેઓ પરેશાન કરે છે. જો કોઈ શ્રમણ ભૂલથી પણ મહેલમાં જાય... તો એ બે ઉદ્ધતકુમારો સાધુની કદર્થના કરે છે.” આચાર્ય માન રહ્યા, પરંતુ મુનિવર અપરાજિતનું ચિત્ત ખળભળી ઊઠ્યું. ઉજ્જયિનીમાં તેમનો લઘુભ્રાતા સમરકેતુ રાજા હતો. તેમણે વિચાર્યું : 'શું આવા ઉદ્ધત, અવિનીતકુમારને રાજા રોકતો નહીં હોય? એનો કેટલો બધો પ્રમાદ કહેવાય? એના મહેલમાં એનો જ e૫૨ ભાગ-૨ # ભવ છઠ્ઠો For Private And Personal Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુત્ર શ્રમણોની કદર્થના કરે... તે ઘણું જ ખોટું કહેવાય.. મારે એને રોકવો જોઈએ. નહીંતર તે તીવ્ર મિથ્યાત્વ બાંધી દુર્ગતિમાં ચાલ્યો જશે... એની ભવપરંપરા બગડી જશે. હું ગુરુદેવની આજ્ઞા લઈ, ઉજ્જયિની જાઉં અને એ બે કુમારોની સાન ઠેકાણે લાવું.' અપરાજિત મુનિએ આચાર્યદેવને વંદન કરી કહ્યું : “ભગવંત, મને જો ઉજ્જયિની જવાની આજ્ઞા આપો તો ત્યાં જઈને, એ બે ઉપદ્રવી કુમારોને શ્રમણઓની કદર્થના કરતા રોકું, આપ જાણો છો કે ત્યાંનો રાજા સમરકેતુ મારો સહોદર છે!' “વત્સ, તું જા, તારું કાર્ય સફળ થશે આચાર્યદેવે આશીર્વાદ આપ્યા. અપરાજિત મુનિએ ઉજ્જયિની તરફ પ્રયાણ કર્યું. અપરાજિત મુનિ ઉજ્જયિની પહોંચ્યા. ત્યાં આચાર્ય રાહુના આજ્ઞાવર્તી સાધુઓના ઉપાશ્રયમાં ગયા. ભિક્ષાવેળા થઈ એટલે પાત્ર લઈ અપરાજિત મુનિ ભિક્ષા માટે નીકળ્યા. તેઓ સીધા જ રાજમહેલે પહોંચ્યા. રાજમહેલમાં ‘ધર્મલાભ' બોલી પ્રવેશ કર્યો. રાણીઓએ મુનિને જોયા. તેઓ ભય પામી. “અરેરે. આ મુનિ જાણતા નથી લાગતા. કુમાર તેમની કદર્થના કરશે.” તે રાણીઓએ મુનિને સંકેત કર્યો કે જલદી બહાર ચાલ્યા જાઓ..” રાણીઓ અપરાજિત મુનિને ઓળખી શકી નહીં. બે હાથ જોડી.... ભયભીત બની ઊભી રહી. મુનિરાજે બહેરા હોવાનો અભિનય કર્યો. ફરીથી મોટા અવાજે “ધર્મલાભ” બોલ્યા. રાજકુમાર અને પુરોહિતપુત્રે, મુનિનો “ધર્મલાભ' સાંભળ્યો. બંને હર્ષિત થયા. ઉપરથી નીચે ઊતરી આવ્યા. રાણીઓ ત્યાંથી ચાલી ગઈ. પુરોહિતપુત્રે ખંડના દરવાજા બંધ કર્યા. પછી બંનેએ મુનિને વંદના કરી. મુનિવરે “ધર્મલાભ” ના આશીર્વાદ આપ્યા. રાજકુમારે કહ્યું : “હે સાધુ, હવે તમે નૃત્ય કરો.” મુનિરાજે હસીને કહ્યું : “હે કુમાર, ગીત અને વાજિંત્ર વિના હું કેવી રીતે નૃત્ય કરું?” કુમારે કહ્યું: ‘હું વાજિંત્ર વગાડીશ ને આ મારો મિત્ર ગીત ગાશે.' કુમાર ઢોલક લઈ આવ્યો. પુરોહિતપુત્રે બેસૂરા રાગે... તાલના ભાન વિના ગાવા માંડ્યું. કુમારે જેમ તેમ ઢોલક વગાડવા માંડ્યું. મુનિરાજે બનાવટી ક્રોધ કરીને કહ્યું : “અરે મૂર્ખા... તમને ગાતાં-વગાડતાં આવડતું નથી... ને મારી પાસે નૃત્ય કરાવવું છે? હું જાઉં છું. હું નૃત્ય નહીં કરું.” બંને મિત્રો ક્રોધે ભરાયા. “અરે સાધુ, તું અમને મૂર્ખ કહે છે? ઊભો રહે.. બહાર જવાનું નથી...' મુનિરાજે ભયંકર ત્રાડ પાડીને કહ્યું : “અરે ગધેડાઓ, તમે મને રોકનારા કોણ છો? આવો મારી પાસે..' મુનિરાજે પાત્ર એક બાજુ મૂક્યાં. બે હાથ કમર પર શ્રી સમરાદિત્ય મહાકથા ૯૫૩ For Private And Personal Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ટેકવી, બે પગ પહોળા કરી ઊભા રહ્યા. રાજકુમાર મુનિરાજને મારવા આગળ વધ્યો. મુનિરાજે તેને પકડ્યો. બે હાથ પકડીને મરડી નાખ્યા. ખભાના સાંધાઓથી બે હાથ જુદા કરી નાખ્યાં. પછી બે પગને સાથળથી જુદા કરી નાખ્યાં. જમીન પર ઊંધો પકડીને, કમર પર પગ દબાવી... કમરના મણકા જુદા કરી નાખ્યા. રાજકુમાર ચીસો પાડવા લાગ્યો... પુરોહિતપુત્ર ગભરાયો... ભાગવા લાગ્યો... મુનિવરે છલાંગ મારી, એને પકડ્યો. એના પણ હાથ-પગ તોડી નાખ્યા. કમરના મણકા જુદા કરી દીધા... અને બંનેને એક એક લાત જમાવી દીધી. દરવાજો ખોલી, મુનિરાજ પાત્ર લઈને ચાલ્યા ગયા. તેઓ નગરની બહાર શાલવૃક્ષની નીચે જઈને, ધ્યાન ધરતાં ઊભા રહ્યાં. રાજપુત્ર સમરકેતુ અને પુરોહિતપુત્ર બ્રહ્મદત્ત, નિશ્ચેષ્ટ બનીને પડ્યા. એક શબ્દ પણ બોલવાની તેમનામાં શક્તિ ન રહી. ખંડમાં નીરવ શાંતિ હતી. જે રાણીઓ દાસીઓ અને નોકરો ભોજનગૃહમાંથી ચાલ્યાં ગયાં હતાં, તેઓ ખંડમાં આવ્યાં. ત્યાં તેમણે અશોક અને બ્રહ્મદત્તને મૃતપ્રાયઃ સ્થિતિમાં પડેલાં જોયાં. રાણીઓએ હાહાકાર કરી મૂક્યો. ‘તમને શું થયું?’ રાણીઓએ બંનેને પૂછ્યું. મૌન... ‘તમારી આવી દુર્દશા કોણે કરી?' મૌન... Acharya Shri Kailassagarsuri Gyanmandir એક અક્ષરનું પણ ઉચ્ચારણ કરવાની શક્તિ રહી ન હતી. તરત જ મહારાજા સમરકેતુ અને પુરોહિત રુદ્રસેનને સમાચાર આપવામાં આવ્યા. બંને આવ્યા. પોતાના પુત્રોની મૃતપ્રાયઃ સ્થિતિ જોઈને, બંને ગભરાયા, મુખ્ય રાણીએ કહ્યું : ‘એક તેજસ્વી મુનિરાજ ભિક્ષાર્થે આવેલા. આ બંનેએ એમની ટેવ મુજબ સાધુને હેરાન કરેલા... પછી શું થયું, તેની અમને ખબર નથી.' ‘જરૂ૨ એ મુનિરાજે જ આ બંનેને સજા કરી લાગે છે.’ રાજાએ પુરોહિતને કહ્યું : ‘રુદ્રસેન, ચાલો આપણે જૈનાચાર્ય પાસે જઈએ. ક્ષમાયાચના કરી, બંને કુમારોને સારા કરવા વિનંતી કરીએ.' cur રાજા અને પુરોહિત રથમાં બેસી, ઉપાશ્રયે ગયા. રાજમહેલમાં અને નગરમાં ભારે કોલાહલ જાગ્યો. જ્યાં બે કુમારો પડેલા હતા, એ ભોજનખંડના હારે સશસ્ત્ર સૈનિકોની ચોકી બેસી ગઈ હતી. રાજપરિવાર સિવાય કોઈનેય અંદર આવવા દેવામાં આવતા ન હતા. રાણીઓ એક બાજુ ઊભી ઊભી વાતો કરતી હતી. For Private And Personal Use Only ભાગ-૨ ક્રૂ ભવ છઠ્ઠો Page #461 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધુઓને ત્રાસ આપવાનું આ ફળ મળ્યું.' હા બહેન, હવે કોઈ સાધુને હેરાન નહીં કરે.' સાજા થાય તો હેરાન કરશે ને?” અને એ મુનિરાજ પણ કેવા પ્રભાવશાળી દેખાતા હતાં? હા હતાં બહેરા... પણ કાયા પડછંદ હતી.” “તો જ આ બે મદોન્મત કુમારોની આ દશા કરી શકે ને? શરીરનો એકેય સાંધો સારો રહેવા દીધો નથી.. એકેએક સાંધો તોડી નાખ્યા છે...!' અરે બહેન, આ બે કુમારોને પહોંચવું એટલે? કોઈ એમને છેડતું ન હતું....' “આ તો મહારાજાના કારણે, મહારાજાનો આ બે ઉપર પક્ષપાત હોવાથી એમને કોઈ બોલતું નહીં.' ‘ખરેખર તો મહારાજાએ જ એમને રોકવા જોઈતા હતાં..” “ોઈએ હવે આમને કોણ સાજા કરે છે..” ત્રીજી રાણીએ વાતમાં પ્રવેશ કરતાં કહ્યું : “મુનિરાજથી આવું કરાય જ નહીં. આ તો હિંસા કરી કહેવાય...' પહેલી રાણીએ કહ્યું : “એટલે મુનિઓએ કુમારોના ત્રાસ સહન કરતા રહેવાનું, એમ ને?' પેલી રાણી ચૂપ થઈ ગઈ. મહારાજા અને પુરોહિત ઉપાશ્રયે પહોંચ્યા. ઉપાશ્રયમાં જઈને, આચાર્યને વંદના કરી. હે ભગવંત, અમારા કુમારોના અપરાધની ક્ષમા આપો... તેઓ મૃતપ્રાયઃ સ્થિતિમાં પડ્યા છે...” રાજાની આંખમાં આંસુ આવી ગયા. આચાર્યે પૂછયું : રાજેશ્વર, શી હકીકત છે? હું કંઈ જાણતો નથી...” રાજાએ સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યો. આચાર્ય, બે કુમારોની ઉદ્ધતાઈ જાણતા હતા. સાધુઓને તેઓ ત્રાસ આપે છે, એ વાત સારી રીતે જાણતા હતા. તેમણે રાજાને કહ્યું : રાજન, સંયમધર્મની આરાધનામાં લીન અને પરમાર્થના જ્ઞાતા મુનિવરો, પોતાના શરીર પ્રત્યે મમતા વિનાના હોય છે. તેઓ કષ્ટો સહન કરી લે છે પણ બીજા જીવોને કષ્ટ આપતા નથી. ભલે તેમના પ્રાણ જાય, તેઓ બીજાના પ્રાણ હરતાં નથી. છતાં હે રાજન, કોઈ સાધુએ તમારા કુમારોને સજા કરી હોય તો સાધુઓને પૂછી જોઉં.' આચાર્યે બધા સાધુઓને પોતાની પાસે બોલાવીને પૂછ્યું : “હે શ્રમણો, આજે તમારામાંથી કોઈ સાધુ રાજમહેલમાં ભિક્ષાર્થે ગયા હતા કે?’ નહીં ભગવંત, ઘણા દિવસોથી અમે રાજમહેલમાં ભિક્ષાર્થે કે બીજા પ્રયોજનથી જતા જ નથી.” “તો પછી બે કુમારને સજા કરનાર કોણ મુનિ હશે?” ભગવંત, આજે પ્રભાતે એક અતિથિ સાધુ આવ્યા હતા. તેઓ ભિક્ષાર્થે ગયા હતાં. શ્રી સમરાદિત્ય મહાકથા ૯૫૫ For Private And Personal Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પછી પાછા ઉપાશ્રયમાં આવ્યા નથી. કદાચ તેઓએ...” ભગવંત, એ અતિથિ મુનિ ક્યાં છે?” “રાજન, હું તપાસ કરાવું છું.” આચાર્યે બે સાધુઓને આજ્ઞા કરી : “એ અતિથિ સાધુ ક્યાં છે, એની તપાસ કરી, મને જાણ કરો.” રાજા અને પુરોહિત ઉપાશ્રયમાં બેસી રહ્યા. બંને શોકમગ્ન અને વિષાદથી ઘેરાયેલા હતા. બંને પોત-પોતાનાં મનમાં વિચારતા હતા : “ભૂલ અમારી જ છે. અમે કુમારોનાં તોફાનો રોક્યાં નહી. એનું આ પરિણામ આવ્યું છે. કુમારોએ સાધુઓને સતાવવામાં, કંઈ બાકી નથી રાખ્યું....' આવા અનેક વિચારો કરી, પસ્તાવો કરવા લાગ્યા. બે મુનિઓએ આવીને, આચાર્યદેવને વંદના કરીને નિવેદન કર્યું : “ગુરુદેવ, એ અતિચિમુનિ તો ગામની બહાર શાલવૃક્ષની નીચે ધ્યાનસ્થ બનીને ઊભા છે.' રાજાએ કહ્યું : “ભગવંત, અમે ત્યાં જઈને, મુનિરાજને પ્રાર્થના કરીશું. ક્ષમાયાચના કરીશું...' રાજા અને પુરોહિત રથમાં બેસી, નગરની બહાર જ્યાં શાલવૃક્ષ હતું, ત્યાં ગયા. રથમાંથી ઊતરી, એ બંનેએ મુનિરાજને વંદના કરી. રાજાએ મુનિરાજને ઓળખ્યા. “અહો, આ તો મારા જ્યેષ્ઠ ભ્રાતા છે! આમને હું મારું મુખ પણ બતાવવા લાયક નથી.” મુનિરાજે ધ્યાનપૂર્ણ કરી “ધર્મલાભનો આશીર્વાદ આપ્યો અને કહ્યું : અરે મહાશ્રાવક, તમારા રાજ્યમાં સાધુઓની કદર્થના તમારા જ કુમાર કરે, તમે એમનું અનુશાસન ના કરો, એ શું તમારા માટે યોગ્ય છે?' રાજા સમરકેતુ રડી પડ્યા. રુદન કરવા લાગ્યા. પુરોહિત પણ રડવા લાગ્યો. મુનિરાજે કહ્યું : સમરકેતુ, સાધુઓની કદર્થના કરવાનું ફળ તમે જાણો છો? કુમારો કદર્થના કરે અને તમે કરવા દો. તમે ઘોર પાપકર્મ બાંધ્યા છે. સાધુઓને સતાવવામાં તમને બધાને ખૂબ મજા આવે છે ને? એની સજા આ ભવમાં ને પરભવમાં કેવી ભોગવવી પડશે, એ જાણવું છે?” @g ભાગ-૨ # ભવ છઠો For Private And Personal Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજા સમરકેતુ ધ્રુજવા લાગ્યા. તેમણે કહ્યું : “હે પૂજ્ય, મારો ઘોર પ્રમાદ થયો છે. હું ખૂબ લજ્જિત છું. આ અપરાધ મારો જ છે. જો મેં બાળકોને પહેલેથી જ અનુશાસનમાં રાખ્યા હોત તો આ દુર્દશા ના થાત. હું ક્ષમા માગું છું, ગુરુદેવ... આપ મહેલમાં પધારો અને કુમાર પર દયા કરો.. તેમને સાજા કરો.” હું એમને સાજા નહીં કરું. એનાં કરેલાં પાપોનું ફળ, ભલે એ ભોગવે..” ‘ભગવંત, આપ કરુણાવંત છો... અપરાધી પર પણ દયા કરો છો...” “રાજન, જો સાજા થઈને, તેઓ સાધુધર્મ સ્વીકારે તો જ સાજા કરી શકું...” ‘ગુરુદેવ, મને આપની વાત માન્ય છે, છતાં મારે એ બેને પૂછવું પડશે...” “તો શીઘ પૂછીને, મને કહે..' પરંતુ ભગવંત, એમને બોલવાની જ શક્તિ ક્યાં છે? એક અક્ષર પણ બોલી શકતા નથી...” “ચાલો, હું આવું છું. તેમને બોલતાં કરી દઉં છું.” અપરાજિત મુનિની સાથે ચાલતા રાજા અને પુરોહિત મહેલમાં આવ્યા. સમગ્ર રાજમહેલ શોકમાં ડૂબેલો હતો. મંત્રીમંડળ પણ શોકમગ્ન ઊભું હતું. બંને કુમારો યોગીની જેમ સ્થિર પડ્યા હતા. મહામુનિએ, એ બંને થોડું બોલી શકે, એટલા ઠીક કર્યા. રાજાએ કુમારોને અને રાજપરિવારને કહ્યું: “ખરેખર, આપણાં દુર્ભાગ્યનો કોઈ પાર નથી. આ મહામુનિને તમે ઓળખ્યા નહીં.... આ મારા જ્યેષ્ઠ ભ્રાતા અપરાજિત છે. રાજપાટનો ત્યાગ કરી, તેઓ શ્રમણ બન્યા... પહેલી જ વાર ઉજ્જયિનીમાં પધાર્યા અને મારા જ ઘરમાં, મારા કુમારે તેઓની કદર્થના કરી... શરમથી હું મરી રહ્યો છું. ધરતી જગ્યા આપે તો તેમાં દટાઈ જાઉં... કે અગ્નિમાં પ્રવેશ કરી પ્રાણોનો ત્યાગ કરું...' રાજા રડી પડ્યા. પરિવાર રડવા લાગ્યો. કુમાર શરમીંદા થઈ ગયા. મુનિરાજે કુમારોને કહ્યું : “અરે કુમારો, તમે આજદિન સુધી જે જે મુનિઓ, શ્રમણો, સાધુઓ તમારા ઘરે આવ્યા, તેમની ભક્તિ કરવાના બદલે તમે એમની ઘોર કદર્થના કરી છે. અત્યારે તમે જે વેદના ભોગવી રહ્યા છો, એ તો તમારા પાપનું મામૂલી ફળ છે.... ખરું ફળ તો નરકમાં ભોગવવું પડશે. હા, જો તમને તમારાં પાપનો પશ્ચાત્તાપ થતો હોય તો એના પ્રાયશ્ચિત્તરૂપે તમે સંયમધર્મ અંગીકાર કરવાનો સંકલ્પ કરો. અને જો તમે સંયમધર્મ સ્વીકારવાના હો તો જ હું તમને સારા કરીશ. અને દીક્ષા આપીને, સંયમધર્મની આરાધનામાં તમને સહાય કરીશ. કહો, તમારો શો વિચાર છે?” શ્રી સમરાદિત્ય મહાકથા Eાહ For Private And Personal Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org બંને કુમારોએ કહ્યું : ‘હે ભગવંત, અમે કરેલી મુનિ આશાતનાથી અમે ખૂબ શરમીંદા છીએ. અમને અત્યંત પશ્ચાત્તાપ થાય છે... ખરેખર, અમને આ સજા કરીને, અમારા પર મોટો ઉપકાર કર્યો છે... અમારાં માતા-પિતા જો અનુમતિ આપે તો અમે સાધુધર્મ સ્વીકારવા તૈયાર છીએ.’ રાજા-રાણીએ અનુમતિ આપી, Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરોહિત અને પુરોહિત-પત્નીએ અનુમતિ આપી. મહામુનિએ રાજા વગેરે સહુને ખંડમાંથી બહાર જવા કહ્યું. ખંડના દરવાજા બંધ કર્યા. પહેલા પુરોહિતપુત્રના સાંધા જોડી દીધા. પછી રાજકુમારનાં શરીરને પૂર્વવત્ કરી દીધું. બંને કુમારોએ ઊભા થઈ ખંડમાં ફરવા માંડ્યું. ખંડનો દરવાજો ખોલી નાખ્યો. સહુએ બંને કુમારોને પૂર્વવત્ સ્વસ્થ જોયા. બંને કુમારોએ ગુરુદેવને પ્રાર્થના કરી : અમને ચારિત્રધર્મે આપી, આ ભવસાગરથી તારવાની કૃપા કરો.’ મહામુનિએ એ બંને કુમારોને ચારિત્ર આપ્યું અને ત્યાંથી વિહાર કરી, તગરાનગરીએ પહોંચ્યા. ગુરુદેવને સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યો. અશોક મુનિ અને બ્રહ્મદત્ત મુનિ બંને મુનિવરોએ શ્રેષ્ઠ સાધુજીવન જીવવા માંડયું. જ્ઞાન-ધ્યાન અને ત્યાગ-તપના માર્ગે નિરંતર પ્રગતિ કરવા લાગ્યા. મહિનાઓ અને વર્ષો પસાર થવા લાગ્યાં. એક દિવસ બ્રહ્મદત્ત મુનિના મનમાં વિચારોનો વંટોળ ઊઠ્યો. ‘જિનમતનું સાધુજીવન ઘણું સારું છે... પરંતુ ગુરુદેવે અમને બળાત્કારે આ જીવન નહોતું આપવું જોઈતું. સારી પણ વસ્તુ કોઈને પરાણે આપવી ઉચિત નથી. તેમણે અમારા બંનેનાં શરીરના એકએક સાંધા તોડી નાખ્યાં હતાં. અમે જીવતાં હોવાં છતાં મરેલાં હતાં. જો અમારે સારી રીતે જીવવું હોય તો ગુરુદેવની શરત માને જ છૂટકો હતો. તેમણે ‘આ બે સાધુ બને તો જ સારા કરું.' આવી શરત મૂકી હતી. આ એમની એક પ્રકારની ક્રૂરતા જ હતી.' ૯૫૮ બ્રહ્મદત્ત મુનિના ચિત્તમાં ગુરુદેવ અપરાજિત મુનિ પ્રત્યે દ્વેષ પ્રગટ્યો. ‘મારાથી ગુરુદેવ ઉપર દ્વેષ ના કરાય, મેં દ્વેષ કર્યો તે ભૂલ કરી...' આવો ભાવ આજીવન ના પ્રગટ્યો. ભૂલનો સ્વીકાર ના થાય આત્મસાક્ષીએ, પછી પ્રાયશ્ચિત્તની તો વાત જ ક્યાં રહે છે? મનનું પાપ લઈને, તે મર્યો, જોકે મૃત્યુસમયે સમાધિ રહી, શ્રમણજીવન સારું જીવેલો. તેના પરિણામે તે બીજા ‘ઈશાન’ દેવલોકમાં ઉત્પન્ન થયો. ભાગ-૨ * ભવ છઠ્ઠો For Private And Personal Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવલોકમાં તેને અપરંપાર વૈષયિક સુખોની પ્રાપ્તિ થઈ. તે નિર્ભય અને નિશ્ચિત બની, વૈષયિક સુખો ભોગવવા લાગ્યો. વર્ષો વીતવા લાગ્યાં. લાખો વર્ષ વીતી ગયાં. દેવલોકનું જીવન સદેવ યૌવનકાળનું હતું! ત્યાં નથી હોતી બાલ્યાવસ્થા કે નથી હોતી વૃદ્ધાવસ્યા. અનેક અપ્સરાઓની સાથે, એક દિવસ એ પોતાના આવાસમાં બેઠો હતો. વાર્તાવિનોદ ચાલતો હતો... ત્યાં અચાનક છે કલ્પવૃક્ષ કંપવા લાગ્યું. ગળામાં રહેલી પુષ્પમાળાઓ કરમાવા લાગી. વસ્ત્રો લાલ થઈ ગયાં. મુખ પર વિષાદ છવાઈ ગયો. જ ઉત્સાહ ઉમંગ ઓસરી ગયાં. ક શરીર ધ્રુજવા લાગ્યું. * દૃષ્ટિ ભમવા લાગી.. છે ઉદાસી... ગમગીની.. નિરાશાથી મન ભરાઈ ગયું... તે દેવને ચિંતા થઈ આવી : ‘અચાનક આ બધું પરિવર્તન શાથી થઈ આવ્યું?' શું દેવલોકનું મારું આયુષ્ય હવે પૂરું થશે? અહીંથી મારું ચ્યવન થશે? અવશ્ય, આ બધાં ચિહ્નો છે મારા અવનનાં. અહીંથી મારો જન્મ ક્યાં થશે? હું સુલભબોધિ છું કે નહીં? આ બધું મારે જાણવું છે. એ જાણવા માટે હું પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં જાઉં, ત્યાં “પદ્મનાભ' નામના તીર્થંકર ભગવંત છે. એમને પૂછું.' દેવ પોતાના પરિવાર સાથે, પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં પહોંચી ગયો. પરમાત્મા પદ્મનાભ તીર્થંકરનાં દર્શન કર્યા. ત્રણ પ્રદક્ષિણા આપી અને વિનયપૂર્વક વંદના કરી ભગવંતને પૂછ્યું : ભગવંત, દેવનું આયુષ્ય પૂર્ણ થયા પછી, મારો જન્મ ક્યાં થશે?” મહાનુભાવ, જંબુદ્વીપના દક્ષિણ ભરતક્ષેત્રમાં કૌશાંબી નગરીમાં તારો જન્મ થશે.” પ્રભો, હું સુલભબોધિ છું કે દુર્લભબોધિ છું?' ‘તું દુર્લભબોધિ છે. તને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ મહામુશ્કેલીથી થશે.' ભગવંત, એનું કારણ?” તેં પૂર્વજન્મમાં ઉપકારી ગુરુ ઉપર દ્વેષ કર્યો હોં. એનાથી તેં ‘મિથ્યાત્વ' કર્મ શ્રી સમરાદિત્ય મહાકથા GUG For Private And Personal Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાંધેલું છે.’ તીર્થંકર ભગવંતે એનો પૂર્વભવ કહી સંભળાવ્યો. ‘ભગવંત, આટલો માત્ર ગુરુદ્વેષ કરવાથી એના આવા મોટા વિપાક ભોગવવા પડશે?' ‘હે દેવાનુપ્રિય, આ ગુરુદ્વેષનું પાપ નાનું નથી. જે માત્ર ઈહલૌકિક ઉપકારી હોય છે, તેમનો પણ વિનય, આદર, ભક્તિ અને બહુમાન વગેરે કરવું જોઈએ, તો પછી જેઓ પારલૌકિક ઉપકાર કરનારા છે, જે ગુરુજનો મિથ્યાત્વનો રોગ દૂર કરે છે, અજ્ઞાનનો અંધકાર મિટાવે છે, જ્ઞાનનો પ્રકાશ આપે છે, સદાચારોમાં સ્થાપિત કરે છે, જન્મ, જરા અને મૃત્યુના સ્વભાવવાળા અને રોગ-શોકથી ભરેલા સંસા૨વાસથી જેઓ છોડાવે છે, શાશ્વત સુખોવાળી મુક્તિને અપાવે છે, તેવા લોકોત્તર ગુરુજનો પર દ્વેષભાવ કરવાથી, * સમ્યકત્વનો નાશ થાય છે. * અજ્ઞાનનો અંધકાર ફેલાય છે. * સદાચારો નાશ પામે છે. * મિથ્યાત્વમોહનીય કર્મ બાંધે છે. માટે હે દેવાનુપ્રિય, પ્રમાદનો ત્યાગ કરનારા, સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની આરાધના કરનારા, ઈહલૌકિક અને પરલૌકિક વૈષયિક સુખોની તૃષ્ણા વિના મહાપુરુષો જ આ ભવસાગરને તરી જાય છે.’ દેવે વિચાર્યું : ‘ભગવંતે કહ્યું તે યથાર્થ છે. એમાં કોઈ જ ફેરફાર નથી... પરંતુ હું જાણતો નથી કે મેં ઉપાર્જન કરેલી ‘અબોધિ’ નો અંત ક્યારે આવશે? પુનઃ ‘બોધિલાભ' મને ક્યાં અને કેવી રીતે પ્રાપ્ત થશે?' તીર્થંકર ભગવંતે કહ્યું : ‘તને બીજા ભવમાં બોધિલાભ પ્રાપ્ત થશે.' ‘પ્રભો, કોની પાસેથી?' ‘મૂંગા એવા બીજા નામવાળા તા૨ા ભાઈ પાસેથી.’ ‘ભગવંત, એનું પહેલું નામ શું હશે? અને શા કારણથી એનું બીજું નામ ‘મૂંગો’ પડશે?’ ‘દેવાનુપ્રિય, એનું પ્રથમ નામ અશોકદત્ત હશે. એનું બીજું ‘મૂંગો' નામ વિશેષ કારણથી પડે છે. તને એનો વૃત્તાંત કહું છું. જો કૌશાંબીમાં તારો જન્મ થવાનો છે, તે નગરીમાં ‘તાપસ’ નામનો એક શેઠ હતો. તે દાન આપતો હતો, પરોપકાર પણ કરતો હતો... છતાં પ્રમાદી હતો. અઢળક સંપત્તિ હોવા છતાં એને સંતોષ ન હતો. હમેશાં એ આર્તધ્યાન કરતો રહેતો. 690 ભાગ-૨ * ભવ છઠ્ઠો For Private And Personal Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આર્તધ્યાનમાં જ એનું મૃત્યુ થયું. મરીને એ એના જ ઘરમાં ‘વરાહ” પણ ઉત્પન્ન થયો. તેને એ ઘર જોયેલું - અનુભવેલું લાગ્યું. તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. “અરે, આ ઘરનો હું જ માલિક હતો!' એને ઘર પર, અને પોતાના પરિવાર પર મમત્વભાવ જાગ્યો. એવામાં એની જ મૃત્યુતિથિ આવી. એના પુત્ર નાગદત્તે ભોજન-સમારંભ ગોઠવ્યો. ભોજન તૈયાર થઈ ગયું. જમવાનો સમય થઈ ગયો... એ જ વખતે પકાવેલું માંસ બિલાડી લઈ ગઈ. રસોઈ કરનારી સ્ત્રી પાસે બીજું માંસ હતું નહીં... “હું શેઠને માંસ પીરસી શકીશ નહીં. શેઠ મારા પર ગુસ્સે થશે.” આ ભયથી તેણે પેલા વરાહને (નાગદત્તના પિતાને) મારીને, આખો ને આખો પકવી દીધો. વરાહને મરતી વખતે રૌદ્રધ્યાન આવી ગયું હતું. મરીને એ પોતાના જ ઘરમાં સર્પ થયો. થોડો મોટો થયો. એ જ હવેલી અને એ જ રસોઈ કરનારી સ્ત્રી, એ જ પુત્ર અને એ જ સ્વજનો... આ બધું જોઈને સર્પને “જાતિસ્મરણ” જ્ઞાન થયું. એણે બધું જોયું. “આ સ્ત્રીએ મને મારી નાખ્યો હતો...' એણે જાણ્યું. પરંતુ એને એ સ્ત્રી ઉપર રોષ ના આવ્યો, સર્પ હોવા છતાં એ શાન્ત રહ્યો. પરંતુ રસોઈ કરનારી સ્ત્રીએ એને જોયો... તે ગભરાણી.. તેણે “સાપ... સાપ...” ની બૂમો પાડી. નોકરો શસ્ત્રો લઈ દોડી આવ્યા. સર્પને મારી નાખ્યો. મરતી વખતે શાંતભાવ રહેવાથી, એ નાગદત્ત, કે જે એનો જ પુત્ર હતો, એની પત્ની બંધુમતીના પેટે આવ્યો. પત્રરૂપે જન્મ્યો. તેનું નામ “અશોકદર' પાડવામાં આવ્યું. હજુ તો અશોકદત્ત એક વર્ષનો થયો હતો. તેને જાતિસ્મરણ” જ્ઞાન થયું. તેણે બધું જોયું. “અહો, મારો પુત્ર મારો પિતા બન્યો. મારી પુત્રવધૂ મારી માતા બની! હું પુત્રને પિતા કહીને કેવી રીતે બોલાવું? પુત્રવધૂને માતા કહીને કેમ બોલાવું? માટે મારે બોલવું જ નથી. હું મૌન જ રહીશ...એણે બોલવાનું બંધ કર્યું એટલે લોકો તેને મૃગો' કહેવા લાગ્યા. એમ કરતાં બાર વર્ષ વીતી ગયાં. એ અરસામાં કૌશાંબીમાં “મેઘનાદ' નામના એક મુનિરાજ પધાર્યા. તેઓને અવધિજ્ઞાન” અને “મન:પર્યવજ્ઞાન” નામનાં બે પ્રત્યક્ષ જ્ઞાન હતાં. તેઓ બીજા મનુષ્યનાં મનના વિચારો જાણી શકતા હતા. તેમણે “મૂંગા'ની વાત સાંભળી. જ્ઞાનોપયોગથી મંગાના મનના વિચાર જાણ્યાં. તેમણે “સુમંગલ' નામના મુનિને, મૂંગાને કહેવાનો સંદેશો આપીને, નાગદત્ત શેઠના ઘરે મોકલ્યા. શ્રી સમરાદિત્ય મહાકથા 699 For Private And Personal Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મુનિરાજ નાગદત્તના ઘરે પહોંચ્યા. મૂંગો ઘરનાં આંગણામાં જ બેઠો હતો. મુનિરાજે તેને ઓળખી લીધો. તેમણે કહ્યું : Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘હે કુમાર, ગુરુદેવે મને તમારી પાસે મોકલ્યો છે. તેમણે કહેવરાવ્યું છે : 'હે તાપસશ્રેષ્ઠી, આ મૌન વ્રત છોડી દે અને ધર્મ અંગીકાર કર. તું મરીને તારા જ ઘરમાં વરાહ થયો. તારો વધ થયો. મરીને તારા જ ઘરમાં સર્પ થયો. તને મારવામાં આવ્યો અને તું મરીને તારા પુત્રનો પુત્ર થયો છે.’ મૂંગો બોલ્યો. તેણે પૂછ્યું : ‘હે મુનિરાજ, ગુરુદેવ ક્યાં બિરાજે છે?' મુનિરાજે કહ્યું : ‘નગરની બહાર શક્રાવતાર ચૈત્યમાં...’ મૂંગાએ કહ્યું : ‘ચાલો, આપણે ત્યાં જઈએ...' મૂંગાને આ રીતે બોલતો સાંભળીને પરિવારને પારાવાર આશ્ચર્ય થયું. મુનિરાજે કહેલી એની ભવપરંપરા સાંભળીને સહુનાં મન ઉદ્વેગથી ભરાઈ ગયાં. મૂંગો સુમંગલ મુનિની સાથે શક્રાવતાર ચૈત્યમાં ગયો છે. ગુરુદેવ મેઘનાદ મુનિને વંદના કરી. મુનિરાજ તેને ‘ધર્મલાભ' નો આશીર્વાદ આપ્યો. મૂંગાએ પૂછ્યું : ‘ભગવંત, આપે મારો વૃત્તાંત કેવી રીતે જાણ્યો?' મુનિરાજે કહ્યું : ‘જ્ઞાનબળથી!' મૂંગો પ્રફુલ્લિત બની બોલ્યો : ‘ભગવંત, આપનું જ્ઞાન અદ્ભુત કહેવાય... આપે મારી ભવપરંપરા બતાવી દીધી...’ ૯૪૨ મુનિરાજે જ્ઞાનોપયોગ મૂકીને જાણી લીધું કે ‘આ કુમાર પ્રતિબોધ પામશે...' એટલે મુનિરાજે તેને ધર્મોપદેશ આપ્યો. તે ધર્મને પામ્યો છે... અને એ જ ભૂંગો... કે જેનું મૂળ નામ અશોકદત્ત છે, એ તને પ્રતિબોધ પમાડશે. પણ મહામુશ્કેલીથી તું પ્રતિબોધ પામીશ... એનું નિમિત્ત બનશે તારા બે કુંડલ.' For Private And Personal Use Only ભાગ-૨ * ભવ છઠ્ઠો Page #469 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [183 તીર્થકર ભગવંતે દેવના મનનું સમાધાન કર્યું. ઈશાન દેવલોકના એ દેવે તીર્થંકરને પુનઃ વંદના કરી અને તે કૌશાંબી પહોંચ્યો. નાગદત્તના ઘરમાં તેણે મૂંગાને જોયો. હવે એ મૂંગો નહોતો રહ્યો. સહુની સાથે બોલતો હતો. દેવે તેને કહ્યું : “હે કુમાર, હું ઈશાન દેવલોકનો દેવ છું. હું પૂર્વમહાવિદેહમાં તીર્થંકર ભગવંત પદ્મનાભ પાસે ગયો હતો. ત્યાં તીર્થંકર ભગવંત પાસેથી જાણવા મળ્યું કે, જ્યારે હું અહીં તમારા લઘુભ્રાતા તરીકે જન્મીશ ત્યારે મને તમારાથી ‘બોધિ' ની પ્રાપ્તિ થવાની છે. માટે હું અહીં આવ્યો છું. હું તમને વિનંતી કરું છું કે તમે મને અવશ્ય પ્રતિબંધ પમાડજો. છ મહિના પછી મારું દેવલોકમાંથી ચ્યવન થશે..' મૂંગાએ કહ્યું : “હું યથાશક્ય પ્રયત્ન કરીશ.' દેવે કહ્યું : “મને તમે વૈતાઢ્ય પર્વત ઉપરનું સિદ્ધાયતન શિખર બતાવશો અને આ મારાં રાવર્તસક કુંડલ બતાવશો. એટલે મને જરૂર જાતિસ્મરણ જ્ઞાન થશે. કારણ કે આ બે વસ્તુ મને ખૂબ ગમે છે. એ જોઈશ એટલે મને પૂર્વજન્મ યાદ આવશે માટે હું તમને વૈતાઢય પર્વત પર લઈ જાઉં છું.' દેવ મૂંગાને લઈ વૈતાઢચ પર્વત પર પહોંચ્યો. મૂંગાને સિદ્ધાયતન શિખર બતાવ્યું અને શિખરના પોલાણમાં બે કુંડલ સારી રીતે મૂકી દીધાં. મૂંગાએ કહ્યું : “હે દેવ! હું કેવી રીતે આ પહાડ પર આવી શકીશ?” કુમાર, હું તમને આ ચિંતામણિ-રત્ન આપું છું. તમે આ રત્નનું ચિંતન કરી, દિવસમાં ગમે તે એક કાર્ય કરવાની ઈચ્છા કરશો, તો તમારું એ કાર્ય સિદ્ધ થશે. માટે આ રત્નના પ્રભાવથી તમે આ વૈતાઢય પર્વત ઉપર આવી શકશો.' મૂંગાએ ચિંતામણિ-રત્ન દેવ પાસેથી વિધિપૂર્વક ગ્રહણ કર્યું. દેવે તેને પાછો કૌશાંબીમાં એના ઘરે મૂકી દીધો અને પોતે દેવલોકમાં ચાલ્યો ગયો. માકંદીનગરીમાં મલયસુંદર ઉદ્યાનમાં, ધરણકુમાર અને દેવનંદી, આચાર્યશ્રી અહંદૂદત્તના મુખે તેમની આત્મકથા સાંભળી રહ્યા છે. આચાર્યદેવે કહ્યું : શ્રી સમરાદિત્ય મહાકથા 93 For Private And Personal Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ મૂંગાની માતા બંધુમતી ગર્ભવતી બની. પેલો ઈશાન દેવલોકનો દેવ એના પેટે આવ્યો. બંધુમતીને સારી સારી ઈચ્છાઓ થવા લાગી. નાગદત એ ઈચ્છાઓ પૂર્ણ કરવા લાગ્યો. પરંતુ બંધુમતીને શરદસ્તુમાં આમ્રફળ ખાવાની ઈચ્છા જાગી. શરદઋતુમાં આમ્રફળ ક્યાંથી લાવવું? નાગદત્તે ચારે બાજુ માણસો મોકલીને તપાસ કરાવી, પણ આમ્રફળ ના મળ્યાં. બંધુમતી નિરાશામાં ડૂબી ગઈ. તેનું મુખ કરમાઈ ગયું. તેનું શરીર દૂબળું થવા લાગ્યું. નાગદત્તને ચિંતા થઈ. “જો આની આમ્રફળની એની ઈચ્છા પૂર્ણ નહીં થાય તો એ મરી જશે.” મૂંગાએ આ વાત જાણી. એ પોતાની માતાને ખૂબ ચાહતો હતો. ‘કોઈ પણ રીતે મારે માતાની ઈચ્છા પૂર્ણ કરી તેને બચાવવી જોઈએ.' શું કરું?” એ વિચારવા લાગ્યો. વિચાર કરતાં કરતાં તેને દેવે આપેલું ચિંતામણિરત્ન” યાદ આવ્યું. તે આનંદિત થયો. દિવસમાં એક ઈચ્છા તે રત્ન પૂર્ણ કરી શકે છે. હું આમ્રફળની ઈચ્છા કરું.’ તેણે ચિંતામણિ-રત્નની વિધિપૂર્વક પૂજા કરીને આમ્રફળની પ્રાર્થના કરી. તરત જ આમ્રફળનો ઢગલો થઈ ગયો. મૂંગો દોડતો માતા પાસે ગયો. આમ્રફળ જોઈને બંધુમતીનું વદનકમલ ખીલી ઊઠ્યું. તેણે મન ભરીને આમ્રફળ ખાધાં. મૂંગાએ પરિવારમાં દરેકને આમ્રફળ આપ્યાં. નાગદત્તના પરિવારમાં આનંદ આનંદ થઈ ગયો. નાગદત્તે મૂંગાને પૂછ્યું : “વત્સ, તું આટલાં બધાં આમ્રફળ ક્યાંથી અને કેવી રીતે લઈ આવ્યો? “તે મને ના પૂછશો. નહીંતર પુનઃ મારે મૌન ધારણ કરી લેવું પડશે.” નાગદત્ત વાત છોડી દીધી. ઘરમાં એણે સહુને કહી દીધું કે કોઈએ આમ્રફળ અંગે નાગદત્તને (મૂંગાને) પૂછવું નહીં.” ૦ ૦ ૦. બંધુમતીએ પુત્રને જન્મ આપ્યો, બારમા દિવસે નાગદતે સ્નેહીવર્ગને પ્રીતિભોજન આપ્યું અને પુત્રનું નામ “અહંદુદત્ત' પાડવામાં આવ્યું. જ્યારે અહંદૂદા એક વર્ષનો થયો, નાગદત્ત તેને એક મુનિરાજ પાસે લઈ ગયો. મુનિરાજનાં ચરણોમાં નમન કરાવ્યું... કે અહંદૂદત્ત રોવા લાગ્યો. મુનિને જોઈ ડરવા લાગ્યો. ભાગ-૨ # ભવ છઠો For Private And Personal Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્યારે અહંદુદા દસ વર્ષનો થયો, સમજદાર થયો, વ્યવહારિક શિક્ષણ લેવા માંડ્યો, ત્યારે અશોકદરૂં એને કહ્યું : “ભાઈ અહંતુ, આવ મારી પાસે બેસ. હું તને જિનોક્ત ધર્મની વાતો કરું.' અદ્દત્ત અશોકદરની પાસે બેસતો. અશોકદર જે બોલતો તે સાંભળતો, પણ એને એ વાતો ગમતી ન હતી. તેના મનમાં એ વાતો ઊતરતી ન હતી. અશોકદરે એના જીવનમાં ધર્મ ઉતારવા માટે ખૂબ સમજાવ્યો, પરંતુ પ્રયત્ન સફળ ના થયો. એક દિવસ અશોકદત્તે વિચાર કર્યો : “હું આના પૂર્વજન્મની વાત કરું. તો કદાચ એ બોધ પામે અને જીવનમાં ધર્મને ઉતારે.” અશોકદરે તેને તેને પૂર્વજન્મ કહી બતાવ્યો. અહંદુદત્ત હસવા લાગ્યો... તેણે કહ્યું : ‘ભાઈ, આવા પ્રલાપ કરવા છોડી દો. આવી પૂર્વજન્મની વાતો હું નથી માનતો. આ બધી કલ્પિત વાતો છે...' - અશોકદને વિચાર ક્યું : “આ જીવનાં કર્મ ભારે છે. પ્રબળ મિથ્યાત્વનો ઉદય પ્રવર્તે છે. આ નહીં સમજે. આને સમજાવવાનો પ્રયત્ન નિષ્ફળ જ જવાનો છે. માટે હવે મારે મારું આત્મહિત કરી લેવું જોઈએ. કર્મોની પરિણતિ વિચિત્ર હોય છે. આજે મારાં તન-મન નીરોગી છે... હું ચારિત્રધર્મનો પુરુષાર્થ કરી શકે એમ છું. હવે મારે પ્રમાદ ના કરવો જોઈએ.” તેણે નાગદત્ત અને બંધુમતીને વિનયથી પોતાની ઈચ્છા કહી બતાવી. તે બંને દુઃખી થયાં, પરંતુ અશોકદત્તની પ્રબળ ભાવના જોઈને તેને દીક્ષાની અનુમતિ આપી. અશોકદરે “મુક્તિરત્ન” નામના શ્રમણ શ્રેષ્ઠની પાસે દીક્ષા અંગીકાર કરી. એક પણ દોષ ના લાગે, મહાવ્રતો ખંડિત ના થાય એવી પૂરી કાળજીથી તેમણે શ્રમણજીવન જીવવા માંડ્યું. તેમનું આયુષ્ય પૂર્ણ થયું. કાળધર્મ પામી તેઓ બ્રહ્મદેવલોકમાં દેવ થયા. અદ્દત્તને નાગદ ફૌશાંબીના ચાર શ્રેષ્ઠીઓની ચાર સુંદર કન્યાઓ સાથે પરણાવ્યો. ચાર પત્નીઓ સાથે તે સ્વચ્છંદપણે ભોગસુખ ભોગવવા લાગ્યો. માતાપિતા તો વાત્સલ્ય વરસાવતાં જ હતાં. ચાર પત્નીઓ પણ અહંદૂદત્તને સંપૂર્ણ સમર્પિત હતી, તેને ભરપૂર સુખ આપતી હતી. દેવ જેમ દેવીઓના સંગે રંગરાગમાં ડૂબી જાય તેમ અદ્દત પત્નીઓની સાથે રંગરાગમાં ડૂબી ગયો. બ્રહ્મ દેવલોકમાં ઉત્પન્ન થયેલા અશોકદર દેવે, અવધિજ્ઞાનથી અહંદૂદત્તને જોયો. “અરે, આ તો સંસારનાં સુખોમાં રસલીન બની ગયો છે. એને ધર્મસન્મુખ કરવો સહેલું કામ નથી. કોઈ ઉપાય.... કોઈ યુક્તિ અજમાવવી પડશે. સીધેસીધો ઉપદેશ એ સાંભળશે જ નહીં.' શ્રી સમરાદિત્ય મહાકથા EGU For Private And Personal Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ દેવ હતો ને! ધારે તેવી ઈન્દ્રજાળ રચી શકતો હતો. અચાનક જ અહંદુદત્તના દેહમાં રોગ ઉત્પન્ન થઈ ગયો. પેટ ફૂલી ગયું. બે હાથ દોરડી જેવા થઈ ગયા. બે પગે સોજા આવી ગયા. આંખો પર છારી બાઝી ગઈ... જીભ જાડી થઈ ગઈ. શરીરમાં તીવ્ર પીડા થવા લાગી.. નિદ્રા ચાલી ગઈ.. માતા-પિતા અને પત્નીઓ... આખો પરિવાર બેબાકળો બની ગયો. અચાનક એક જ દિવસમાં આવી કરુણ સ્થિતિ સર્જાઈ ગઈ.. પત્નીઓ રુદન કરવા લાગી. માતા પુત્રની પાસે જ બેસી રહી. નાગદત કુશળ વૈદ્યોને તેડી લાવ્યા. અહંદૂદત્ત વૈદ્યોને કહ્યું : “હે વૈદ્યરાજ, ગમે તે ઔષધોપચાર કરી મારી વેદના દૂર કરો.... હું અસહ્ય વેદનાથી પીડાઉ છું...' વૈદ્યોએ કહ્યું : “હે શ્રેષ્ઠીપુત્ર, અમે અમારા શ્રેષ્ઠ ઉપાયો કરીએ છીએ.” વૈદ્યોએ ઉપાયો શરૂ કર્યા. ઓષધો તૈયાર કરવા માંડ્યાં... અહંદતને ઔષધો ખવડાવવા માંડ્યાં. દિવસ પૂરો થઈ ગયો. પરંતુ વેદના જરાય ઓછી ના થઈ. રાત્રે પણ વૈદ્યોએ પોતાના ઉપાયો ચાલુ જ રાખ્યા. વેદના ઘટવાના બદલે વધતી ગઈ. અહદત્તે કહ્યું : “હું હવે એક દિવસ પણ જીવી શકીશ નહીં. મારા માટે હવે લાકડાંની ચિતા રચાવો. હું અનિપ્રવેશ કરી પ્રાણત્યાગ કરીશ.” આ સાંભળી, એની ચારે પત્નઓ મૂચ્છિત થઈ, જમીન પર ઢળી પડી. માતા-પિતા રુદન કરવા લાગ્યા... વૈિદ્યો કર્તવ્યમૂઢ બની ગયા. એ જ વખતે હવેલીની બહાર અવાજ સંભળાયો : નગરજનો સાંભળો, જ હું ગમે તેવી પ્રબળ મસ્તકવેદના દૂર કરી શકું છું. જ બહેરાને સાંભળતો કરી શકું છું. આંખોની ઝાંખપ દૂર કરી શકું છું. ખસ અને ખરજવું મટાડી શકું છું. પેટના ગમે તેવા દુઃખાવા મટાડી શકું છું. છે. મોટા જલોદર રોગને દૂર કરી શકું છું. જે ગમે તેવા શૂળ રોગને મટાડી શકું છું.” નાગદત્ત બહાર આવ્યા. તેમણે વૈદ્યને જોયો... ઊંચી પડછંદ કાયા હતી. શ્યામ વર્ણ હતો. લાલ અધોવસ્ત્ર અને પીળું ઉત્તરીય વસ્ત્ર પહેરેલું હતું. કાને સોનાનાં કુંડલ ઝૂલતાં હતાં. ખભા પર ઔષધિઓનો થેલો ઝૂલતો હતો. મુખ પર તેજસ્વિતા હતી. ભાગ-૨ # ભવ છઠો Egg For Private And Personal Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાગદત્તે કહ્યું : ‘હે મહાનુભાવ, તું હવેલીમાં આવ. મારા પુત્રને જલોદર રોગ થયા છે. તું એ રોગને મટાડી આપ. તું માગીશ એટલું ધન આપદેશ.’ આવનાર ભીલ-વૈઘે હવેલીમાં પ્રવેશ કરી, અતિ વેદના અનુભવતા અર્હદત્તને જોયો. એની નાડી-પરીક્ષા કરી કહ્યું : ‘આ વ્યાધિ એકદમ મટી જાય એવો નથી, છતાં બરાબર ઔષધોપચાર કરવાથી એ મટી શકશે. ખાસ તો, આ રોગ જે અપથ્ય સેવનથી થયો છે, એ અપથ્યનો ત્યાગ કરવો પડશે અને પથ્યનું સેવન કરવું પડશે. હે શ્રેષ્ઠી, હું પૈસાનો લોભી નથી... મારે પૈસા જોઈતા નથી. હું ધર્મવૈદ્ય છું. પહેલા, આ રોગનું નિદાન કરું છું, તે સાંભળો : પૂર્વજન્મમાં કરેલાં પાપોથી આ જન્મમાં આ રોગ થયો છે. તેવી રીતે આ જન્મમાં અહિતકારી અતિશય ભોગ-ઉપભોગ કરવાથી આ રોગ થયો છે. એટલે સર્વપ્રથમ સર્વ પાપોનું મૂળ જે મિથ્યાત્વ છે, તેનો ત્યાગ કરવો પડશે. હવે આ રોગનો ઉપચાર બતાવું છું. * પહેલાં તો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચારિત્રનું પ્રમાદ કર્યા વિના પાલન કરવું પડશે. * દિવસ અને રાતના મળીને પાંચ પ્રહર જ્ઞાન-ધ્યાન કરવું પડશે. * મન-વચન-કાયાથી, કોઈ પણ જીવની હિંસા નહીં કરવાની. * અસત્ય નહીં બોલવાનું. * ચોરી નહીં ક૨વાની. * મૈથુન સેવન નહિ કરવાનું. * કોઈ પણ વસ્તુ પર મમત્વ નહીં રાખવાનું. * રાત્રિમાં ભોજન નહીં કરવાનું કે પાણી પણ નહીં પીવાનું. * કોઈના ઉપર ક્રોધ નહીં કરવાનો. * અપરાધીને ક્ષમા આપવાની. * સહુની સાથે નમ્રતાથી વ્યવહાર કરવાનો. * માયા-કપટ, છળ-પ્રપંચ અને દંભનો ત્યાગ કરવાનો. * લોભ નહીં કરવાનો. * પહાડ, જંગલ, ઉદ્યાન વગેરે સાધુયોગ્ય સ્થાનોમાં વાસ કરવાનો, * પગે ચાલીને એક ગામથી બીજા ગામે જવાનું. શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only EGO Page #474 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હે શ્રેષ્ઠી પુત્ર, આવું આચરણ કરવાથી જલોદર તો મટે જ, સમગ્ર વિરોગ ટળી જાય. તું જો આવું જીવન જીવવાનું મને વચન આપે તો હું આ રોગને દૂર કરવાનો પ્રયોગ શરૂ કરું.” નાગદત્તે અહંદુત્તને કહ્યું : “વત્સ, અગ્નિમાં પ્રવેશ કરી મરી જવા કરતાં, આ પ્રમાણે કરવું સારું છે.” અહંદુદત્તે કહ્યું: ‘અરે, આ તો મૃત્યુ કરતાંય વિશેષ છે! છતાં. હવે તમને ગમે તેમ કરીશ.” વૈદ્ય કહ્યું : “શ્રેષ્ઠીપુત્ર, જો તમે મારા કહ્યા મુજબ કરવા તૈયાર થયા છો તો પછી મારી વૈદ્ય-શક્તિ જોજો. આ રોગથી તમને આજે જ મુક્ત કરીશ. પરંતુ નીરોગી થયા પછી, મારી વાતોનું પાલન કરવા મન દઢ રાખજો. મનને મોહમાં ફસાવા દેશો નહીં. છે અહિતકારી મિત્રોની વાતો સાંભળશો નહીં. દુરાચારી લોકો સાથે દોસ્તી કરવી નહીં. છ નાશવંત એવાં વૈષયિક સુખો તરફ આકર્ષાવું નહીં. જ મારી આજ્ઞાનું ક્યારેય ઉલ્લઘંન કરવું નહીં અને મને ક્યારેય પણ છોડવો નહીં... કહો, કબૂલ છે આ બધી વાતો?” અહંદને કહ્યું : “હા, મને કબૂલ છે તમારી બધી વાતો... હવે મારા પર દયા કરી. આ ઘોર વેદનાથી બચાવી લો...” શ્રેષ્ઠીપુત્ર, હવે માત્ર બે ઘટિકા પૈર્ય ધારણ કરો... મારો પ્રયોગ શરૂ કરું છું.' ભીલવંધે પરિવાર પાસે અખંડ અક્ષત મંગાવ્યા. અને હવેલીના એક મોટા ખંડમાં અક્ષતનું માંડલું બનાવીને, મંત્રોચ્ચારથી તેને સ્થાપિત કર્યું. તે માંડલાની મધ્યમાં અદ્યત્તને બેસાડ્યો. પરિવારના લોકોને અને સ્નેહી-મિત્રોને આસપાસ બેસાડી દીધા. વૈદ્ય પોતાની ઝોળીમાંથી ઔષધિઓની અનેક ડબ્બીઓ કાઢી. એક નાનીસોનાની થાળી મંગાવી, તેમાં ઔષધોનું સંયોજન કરી, મંત્રોચ્ચાર કરતાં કરતાં, અહંદૂદત્તને આંષધ આપવા માંડ્યું. નવ પ્રકારનાં ઔષધ આપીને પછી તેણે મોટે સ્વરે કહ્યું : “શ્રેષ્ઠીપુત્રને સ્વચ્છ શ્વેત વસ્ત્રથી ઢાંકી દો.” અદત્તને વસ્ત્રથી ઢાંકી દેવામાં આવ્યો. ત્યાર પછી વૈદ્ય દૈવી શક્તિને આહવાન કરવા માંડ્યું. સમગ્ર ખંડમાં સુગંધી ધૂપના ગોટેગોટા ફેલાવા લાગ્યા. ઘીના બે દીપકો પ્રગટાવવામાં આવ્યા... અહંદત્ત ભયંકર આક્રંદ કરવા માંડ્યો. એના ઉપર ઢાંકેલું વસ્ત્ર ફગાવી દઈ તે CGC ભાગ-૨ # ભવ છઠો A - For Private And Personal Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જમીન પર આળોટવા લાગ્યો. ત્યાર પછી તે હાથ-પગના સાંધા તોડવા લાગ્યો... જુદી જુદી રીતે અંગમરોડ કરી... કરુણ વિલાપ કરવા લાગ્યો... ધીરે ધીરે... તે મૂચ્છિત થઈને જમીન પર સુઈ ગયો. વૈધે ઊભા થઈને.. અદત્ત ઉપર મંત્રોચ્ચાર કરતાં કરતાં અભિમંત્રિત પુષ્પ અને અક્ષત રાખવા માંડ્યા.. થોડી જ વારમાં ખંડમાં ભયંકર દુગંધ ફેલાઈ ગઈ. કુમારના શરીરમાંથી.. એવી જ આકૃતિ... ઝાંખી ઝાંખી પ્રગટ થઈ અને આકાશમાં અદૃશ્ય થઈ ગઈ.. બીજી આકૃતિ પ્રગટ થઈ અને તે પણ આકાશમાં અદશ્ય થઈ ગઈ. વૈદ્યનું રૂપ ધીરે ધીરે ભયાનક થતું ગયું. તેણે ગર્જના કરવા માંડી – “હે રોગ-પિશાચો, હું તમને બધાને કાઢીને જ જંપીશ. તમારે આ શ્રેષ્ઠીપુત્રના શરીરમાંથી નીકળવું જ પડશે... નહીંતર તમને બાળીને ભસ્મ કરી દઈશ...” એક પછી એક બીભત્સ રૂપવાળી આકૃતિઓ, અહંદત્તના શરીરમાંથી નીકળીને ઝડપથી આકાશમાં અદશ્ય થવા લાગી. કુલ ૧૦૮ મૂર્તિમંત રોગોને દૂર કર્યા. વૈદ્ય જમીન પર બેસી ગયો. તેણે આંખો બંધ કરી. ધીરે ધીરે ખંડમાંથી દુર્ગધ દૂર થઈ. સુગંધ ફેલાવા લાગી. અહિંદૂદત્તે આંખો ખોલી. તે બેસી ગયો. વઘે તેને કહ્યું : “આકાશ તરફ જો તારા શરીરમાંથી નીકળેલા ૧૦૮ રોગોને તારી નજરે જો.' અહંદુદત્તે એ ભયાનક આકૃતિવાળા મૂર્તિમંત ૧૦૮ રોગોને જોયા. એ ભયભીત થઈ ગયો. પરિવારના લોકો, મિત્રો, નેહીઓ વગેરે વૈદ્યની આ દિવ્ય શક્તિ જોઈ, આશ્ચર્યચકિત થઈ ગયા. “આવો વૈદ્ય તો આપણે ક્યારેય જોયો નથી!” એમ પ્રશંસા કરવા લાગ્યા. 23 એક જ શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪ ભીલવૈદ્યે કહ્યું : ‘હે મહાનુભાવ, પાપકર્મોના ઉદયથી આવેલા દુઃસહ વ્યાધિથી તને મેં મુક્ત કર્યો છે. તું નીરોગિતાનું આંશિક સુખ પામ્યો છે. તારી વેદના દૂર થઈ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir હવે તારે એવો ભવ્ય ધર્મપુરુષાર્થ કરવાનો છે કે તારાં સર્વે પાપકર્મ નાશ પામે. પાપકર્મ નાશ પામશે એટલે જન્મ-જરા અને મૃત્યુની વેદનાઓથી તું સર્વથા મુક્ત થઈશ. પછી તને કોઈ જ દુઃખ નહીં રહે, તને શાશ્વત અવિનાશી સુખ પ્રાપ્ત થશે. હે ભદ્ર, મને પણ તારી જેમ વ્યાધિ થયો હતો. તેમાંથી મુક્ત થયો... પરંતુ પછીથી મારે પાપકર્મોનો નાશ કરવા જે શ્રેષ્ઠ ઉપાય કરવો જોઈએ તે હું ના કરી શક્યો, કારણ કે દીક્ષા લેવા ઉત્તમ કુળમાં જન્મ લેવો પડે. મારો જન્મ ભીલકુળમાં થયેલો છે. માટે મેં આ વ્યવસાય અપનાવ્યો છે. હે વત્સ, તારો જન્મ ઉત્તમ કુળમાં થયેલો છે માટે ઉત્તમ ઉપાય કરી શકે છે. દીક્ષા લઇને સર્વે પાપકર્મોનો નાશ કરી શકે છે. અને દીક્ષા ના લેવી હોય તો મારી જેમ ખભે ઝોળી લટકાવીને પરોપકાર કરવા નીકળી પડ.' સ્વજનોએ પૂછ્યું : ‘વૈદ્યરાજ, ઉત્તમ ઉપાય દીક્ષાનો આપે કહ્યો, તાં દીક્ષા ક્યાં લેવી?’ વૈઘે કહ્યું : ‘જિનશાસનમાં દીક્ષા લેવી. દીક્ષા લઈને સારી રીતે જ પાલન કરે, તેને પછી આવો વ્યાધિ થતો નથી. સમગ્ર વ્યાધિ ચાલ્યો જાય છે.' સ્વજનોએ અર્ધદૂદત્તને કહ્યું : ‘અરે અહંદૂત્ત, તારા ભાઈએ પણ દીક્ષા લીધી હતી. તું પણ દીક્ષા જ ગ્રહણ કર.' con એ જ સમયે કૌશાંબીનગરીમાં જિનશાસનના એક મુનિરાજ પધાર્યા. વૈદ્યને જાણ થઈ. તેમણે અર્હદત્તને કહ્યું : ‘હે ભદ્ર, તારા ભાગ્યના ઉદયથી, જિનમતના એક મુનિરાજ આજે જ નગરીમાં પધાર્યા છે. તું એમની પાસે જા અને દીક્ષા અંગીકાર કર.' અર્હદત્તની ઈચ્છા દીક્ષા સ્વીકારવાની હતી જ નહીં. પરંતુ વૈદ્ય એને છોડે એમ ન હતો. વળી, એ વચનબદ્ધ થયો હતો. એ દીક્ષા લે તો જ એનો રોગ દૂર કરવા વૈદ્ય તૈયાર થયો હતો... એણે કબૂલ કર્યું હતું કે ‘હું દીક્ષા લઈશ!’ For Private And Personal Use Only ભાગ-૨ ભવ છઠ્ઠો Page #477 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અદ્દત વિચારવા લાગ્યો : “આ વૈદ્ય ઔષધોપચારના પૈસા કેમ નહીં લેતા હોય? એણે પૈસા લઈને દર્દીને છોડી દેવો જોઈએ. શા માટે આ દીક્ષા લેવાનો આગ્રહ રાખે છે? મને દીક્ષા અપાવવા કેમ આટલી ઉતાવળ કરે છે? અને દુર્ભાગ્યથી મુનિ પણ આજે નગરમાં આવી ગયા. થોડા દિવસો પછી આવ્યા હોત તો હું એટલા દિવસ તો પનીઓ સાથે વૈષયિક સુખો ભોગવી શકત ને? ના, ના, આ વૈદ્ય મારી છાતી પર જ રહેત. એ મને સાધુ બનાવ્યા વિના જાત જ નહીં અને સાધુ ન બને ત્યાં સુધી એ મને સંસારનાં રંગરાગ ન જ કરવા દે. ભોગસુખ ન જ ભોગવવા દે. મારે દિક્ષા લેવી જ પડશે.' અહંદૂદત્ત એની ચાર પત્નીઓ પાસે ગયો. તેણે પત્નીઓને કહ્યું : “હે પ્રિયાઓ, ભલે હું દીક્ષા લઈશ, પરંતુ ક્ષણ વાર પણ હું તમને ભૂલી શકીશ નહીં. મારું મન તો તમારી પાસે જ રહેશે. શું કરું? આ વૈદ્ય મને દીક્ષા અપાવીને જ જશે...' “હે સ્વામીનાથ, વૈદ્યરાજે તો કેવો મોટો ઉપકાર કર્યો છે આપણા પર? ૧૦૮ વ્યાધિઓને તમારા શરીરમાંથી દૂર કરી તમને વેદના-મુક્ત કર્યા છે. તમે તો અગ્નિપ્રવેશ કરવા તૈયાર થઈ ગયા હતા આ વૈદ્યરાજ ના આવ્યો હતો તો અમારું સૌભાગ્ય નંદવાઈ જાત.. આ તો તમે દીક્ષા લઈ તમારું આત્મકલ્યાણ કરશો. અમારું સૌભાગ્ય અખંડ રહેશે. માટે તમે અમારો મોહ ત્યજી દઈ, જિનશાસનમાં દીક્ષા લઈ લો...” “શું તમને હવે મારા પર પ્રેમ નથી રહ્યો?” અમને આપના પર સંપૂર્ણ પ્રેમ છે. અમે ચાહીએ છીએ કે આપ હંમેશા નીરોગી રહો. દીક્ષા લઈને આપનીરોગી રહેવાના. જો દીક્ષા ના લો તો પુનઃ એ ૧૦૮ વ્યાધિ આપનામાં પ્રવેશ કરી દે.' ના, ના, એ ભયંકર રોગો ક્યારેય પણ મારા શરીરમાં પેદા ના થવા જોઈએ. ના કરતાં મરી જવું સારું.' તો આપે વૈદ્યરાજનું કહેવું માનવું જ જોઈએ, હમેશાં એ કહે એ પ્રમાણે જ કરવું પડશે. એ તમારા જીવનદાતા છે. જીવનરક્ષક છે. એમના પ્રત્યે ખૂબ આદરભાવ રાખજો.” અહદત્તની આંખોમાં આંસુ આવી ગયાં. ચારે પત્નીઓને ચિંતા થઈ આવી. સૌથી મોટી પત્ની શીતલે કહ્યું : સ્વામીનાથ, રડો નહીં, વિલંબ ન કરો.. શીધ્ર મુનિરાજ પાસે પહોંચી જવું જોઈએ.” શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘દેવી, વૈધરાજનો મારા પર મહાન ઉપકાર છે, તેઓ મારા જીવનદાતા છે, એ વાત હું માનું છું... પરંતુ આ દીક્ષાની વાત મારા મનમાં જરાય જચતી નથી. દીક્ષા લેવા મન માનતું નથી... તમારા ઉપરનો મોહ દૂર થતો નથી... શું કરું?' ‘હે નાથ, મનને પરાણે મનાવીને પણ દીક્ષા લો... નહીંતર પેલા ભયાનક રાક્ષસો જેવા ૧૦૮ રોગ માટે તૈયાર રહો.’ ત્યાં વૈઘરાજ આવી પહોંચ્યા. ‘હે ભદ્ર, હવે વિલંબ ના કર. ચાલ, હું તને મુનિરાજ પાસે લઈ જાઉં અને દીક્ષા અપાવી દઉં.’ ‘ચાલો...’ અર્હદત્ત વૈઘની સાથે ચાલ્યો. નગરની બહાર જે ઉદ્યાનમાં મુનિરાજ રહેલા હતા ત્યાં બંને ગયા. વિધિપૂર્વક મુનિરાજને વંદના કરી. વૈદ્યરાજે અર્હદત્તને કહ્યું : 'ભદ્ર, મુનિરાજને તું પ્રાર્થના કર કે ‘હે ભગવંત, મને ભવસાગરથી તારનારી દીક્ષા આપવા કૃપા કરો.' અર્હદૂદત્તે એ પ્રમાણે મુનિરાજને પ્રાર્થના કરી. મુનિરાજે અર્હદુદત્તને દીક્ષા આપી. વૈઘરાજ કે જેઓ દેવ હતા; પૂર્વજન્મમાં જેઓ અશોકદત્ત હતા. ‘મૂંગા’ના ઉપનામથી પ્રસિદ્ધ હતા, તેઓ પોતાનું કામ પતાવી દેવલોકમાં ચાલ્યા ગયા. અર્હદત્ત, કે જે પૂર્વજન્મમાં દેવ હતો, તેણે અશોકદત્તને કહેલું કે ‘તમે મને પ્રતિબોધ પમાડજો. મોહનિદ્રામાંથી જગાડજો.' આ વચન અશોકદત્તને આપેલું. અશોકદત્તે દીક્ષા લીધી હતી. બહુ સારી રીતે ચારિત્રધર્મનું પાલન કરી તેઓ બ્રહ્મદેવલોકમાં દેવ થયેલા. તેમણે જ અર્હદ્દત્તની મોહાસક્તિ છોડવવા આ ઉપાય કર્યો હતો. અર્બુદત્તની ઈચ્છા ન હોવા છતાં પણ, રોગોના ભયથી તેને દીક્ષા અપાવી દીધી અને તેઓ દેવલોકમાં ચાલ્યાં ગયાં. અર્હદત્ત મુનિ બની ગયો... પરંતુ ભાવથી નહીં, ઈચ્છાથી નહીં. એ ભયથી મુનિ બન્યો હતો. એણે માત્ર વેશપરિવર્તન કર્યું હતું, મનનું પરિવર્તન નહીં. એને સાધુજીવનની ક્રિયાઓ કરવામાં કંટાળો આવવા લાગ્યો. તેને નથી ગમતું પ્રતિક્રમણ કરવું કે નથી ગમતું પ્રતિલેખન કરવું. તેને નથી ગમતું શાસ્ત્રાધ્યયન કરવું કે નથી ગમતું ધ્યાન ધરવું. એને નથી ગમતું ભિક્ષા માટે પ્રરિભ્રમણ કરવાનું... કે નથી ગમતું ભૂમિશ્ચયન કરવાનું.’ તે ઉદાસ ઉદાસ રહેવા લાગ્યો. તેની ચિત્તવૃત્તિઓ ચંચળ રહેવા લાગી. વિષયસુખની વાસના તેને સતાવવા લાગી... પત્નીઓની સતત સ્મૃતિ થવા લાગી. તે વિચારે છે 63 ભાગ-૨ * ભવ છઠ્ઠો For Private And Personal Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘મારાથી આ સાધુપણું નહીં પાળી શકાય... જે થવું હોય તે થાય, મારે ગૃહવાસમાં પાછા જવું છે...” “પણ તું ગૃહવાસમાં જઈશ તો તારા કુળને કલંક લાગશે...' એના ચિત્તમાં વિકલ્પ ઊઠ્યો. ‘ભલે કુળને કલંક લાગે, ઘણાનાં કુળોને કલંક નથી લાગતાં? મારાથી સાધુપણામાં નહીં જ રહી શકાય...' સ્વયં સમાધાન કર્યું. પરંતુ દુનિયા તારી નિંદા કરશે.' બીજો વિકલ્પ જાગ્યો. દુનિયા કોની નિંદા નથી કરતી? ભલે કરે નિંદા.. હું ગૃહવાસમાં જવાનો.” એણે નિર્ણય કર્યો. અરે, પણ લીધેલાં વ્રતોનું ખંડન કરવાથી પરલોકમાં એનાં માઠાં ફળ ભોગવવાં પડશે..' ત્રીજો વિકલ્પ જાગ્યો. મેં ક્યાં મારી ઈચ્છાથી વ્રત લીધાં છે? મેં તો ભયથી અને પેલા ભીલ-વૈદ્યના કહેવાથી વ્રત લીધાં છે... મને પરાણે વ્રત આપવામાં આવ્યાં છે... એટલે ભંગ થવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. અને કદાચ ભંગ થતો હશે તો ભલે થાય.. ભવિષ્યમાં જે થવાનું હશે તે થશે.” અહદ્દત્તે સાધુપણું છોડી દીધું. તે કૌશાંબીમાં તેના ઘરે પહોંચ્યો. તેને જોઈને તેની પત્નીઓ ભયથી ફફડી ગઈ. તે સ્ત્રીઓએ કહ્યું : હે નાથ, પેલા વૈદ્યને ખબર પડશે કે તમે સાધુવેશ છોડીને ગૃહસ્થ બન્યા છે, ત્યારે શું થશે એનો વિચાર કર્યો છે? અને કદાચ પેલા ગયેલા ૧૦૮ રોગ પાછા આવશે તો શું કરશો?' અહિંદુદતે હસીને પત્નીઓની વાત ઉડાડી દીધી. એ રંગરાગ અને ભોગવિલાસમાં ડૂબી ગયો. કેટલાક દિવસો આ રીતે પસાર થઈ ગયા. એક સમયે બ્રહ્મ દેવલોકવાસી દેવે અવધિજ્ઞાનથી જોયું : અહંદુદત્ત મુનિ શું કરે છે?' દેવે તેને મુનિવેશમાં ના જોયો... ગૃહસ્થના વેશમાં જોયો. “અરે, આ તો પાછો ગૃહસ્થ બની ગયો. હવે એને કેવી રીતે પ્રતિબોધ પમાડું? મેં એ જીવને વચન આપ્યું છે એટલે એને કોઈ પણ ઉપાયે ધર્મસન્મુખ તો મારે કરવો જ છે. એને ફરીથી રોગગ્રસ્ત બનાવી દઉં. મારા સિવાય એનો રોગ કોઈ દૂર નહીં કરી શકે. મને એનાં સ્વજને શોધવા નીકળશે. હું જઈશ. ફરીથી શ્રી સમરાદિત્ય મહાકથા ૯૭૩ For Private And Personal Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એને દીક્ષા લેવા બાધ્ય કરીશ.' દેવે પોતાની શક્તિથી પુનઃ અહંદત્તમાં જલોદરનો રોગ સંક્રમિત કરી દીધો. પેટ ગાગર જેવું કરી દીધું. જ બે હાથ દોરડી જેવા કરી દીધા. જ બે પગે સોજા લાવી દીધા.. * આંખે ઝાંખપ લાવી દીધી... એના શરીરમાં ઘોર વેદના પેદા કરી દીધી. અહંદુદત્તની હાલત ગંભીર થઈ ગઈ. વેદનાથી તે ચીસો પાડવા લાગ્યો. જમીન પર આળોટવા લાગ્યો. મોટેથી બોલવા લાગ્યો - “મને બચાવો.. પેલા વૈદ્યને બોલાવી લાવો.. હું મરી જઈશ.' સ્ત્રીઓએ કહ્યું : “હવે શા ઉપાય થાય? એ વૈદ્ય હવે જલદી મળવા મુશ્કેલ છે. કદાચ મળી જાય તો પણ તમે એમની વાત માની નથી, તેથી ક્રોધે ભરાય અને રોગને દૂર કરવાની ના પાડી દેશે તો?' નગરમાં ચર્ચા શરૂ થઈ ગઈ. “દીક્ષા લઈને ભાંગ્યા, એનાં માઠાં ફળ ભોગવે છે..” અરે, વૈદ્યને આપેલું વચન એણે પાળ્યું નહીં... એની આ પ્રતિક્રિયા છે.” ભાઈ, મને નથી લાગતું કે એ વૈદ્ય મળે. કદાચ મળશે.... તો આ અહંદ્રદત્ત ઉપર ક્રોધ ભરાશે... અને રોગ દૂર કરવાની સ્પષ્ટ ના પાડી દેશે.” ભલેને ભોગવે નરકની વેદના... રિબાઈ રિબાઈને એ મરવાનો છે... મરીને નરકમાં જશે.' પેલા વૈદ્ય એક પૈસોય લીધા વિના એની દવા કરી હતી અને એક-બે કે પાંચપચીસ નહીં, પૂરા એકસો ને આઠ રોગ દૂર કર્યા હતા... પણ આ અહંદૂદત્ત જાણે એ બધું ભૂલી ગયો અને દીક્ષા છોડી દીધી..” લોકો આ રીતે નિંદા કરવા લાગ્યા. અહંદુદત્તનાં સ્વજનો વૈદ્યને શોધવા ગામે-ગામ ફરવા લાગ્યાં. દેવે વૈદ્યનું રૂપ કર્યું. કૌશાંબીની પાસેના એક તપોવનમાં એ રહ્યો. સ્વજનોએ એને શોધી કાઢ્યો. વૈદ્યને જોઈને સ્વજનો રાજી રાજી થઈ ગયાં. વૈદ્યને પ્રણામ કરી કહેવા લાગ્યાં. ૯૭૪ ભાગ-૨ ૩ ભવ છઠો For Private And Personal Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હે ઉપકારી, નિઃસ્વાર્થી વૈદ્યરાજ, આપ તો ધવંતરિ જેવા વૈદ્યરાજ છો. અહંદૂદત્તા પર કૃપા કરો. એના શરીરમાં પુનઃ જલોદરનો રોગ થયો છે.” “શું એણે કોઈ અપથ્ય-સેવન કર્યું છે? એ મુનિ ક્યાં છે અત્યારે?' “હે મહાનુભાવ, એણે સાધુવેશ ત્યજી દીધો છે. એ એના ઘરમાં જ છે. ભયંકર રીતે રિબાઈ રહ્યો છે... આપ પધારો. અમે આપને જ શોધવા નીકળ્યા છીએ. આપ અમારી સાથે જ ચાલો કૌશાંબી...' હું આવીશ એની પાસે, પરંતુ એને પૂછી આવો કે એ ફરી દીક્ષા લેશે ખરા? જો એ દીક્ષા લેવાનો હોય તો સારો કરું..” સ્વજનો ઘરે આવ્યાં. તેમણે અહંદુદતને પૂછ્યું : હે અહંદત્ત, શું તું ફરીથી દીક્ષા લઈશ? જો લે તો તને એ વૈદ્ય સાજા કરી શકશે.' ‘હા, હું દીક્ષા લઈશ. પણ મને જલદી આ વેદનાથી મુક્ત કરો.. વૈદ્યરાજને શીઘે બોલાવી લાવો...” હું આવી ગયો છું અહંદુદત્ત.' વૈદ્ય એના ઘરમાં પ્રવેશીને કહ્યું. હે ઉપકારી, મારી મોટી ભૂલ થઈ છે... મેં આપની આજ્ઞા ના માની એટલે આવી ઘોર વેદના મને થઈ છે... મને ક્ષમા કર. ઉપકારી પુરુષો ક્ષમાશીલ હોય છે...” અહંદત્તે રોતાં રોતાં વિનંતી કરી. હે ભદ્ર, સાજો થયા પછી તું દીક્ષા ના લે તો?” ‘લઈશ. જરૂર લઈશ.” લઈને પછી છોડીશ તો?” ના, ના, નહીં છોડું... જિંદગી સુધી પાળીશ. મને સારો કરો, વૈદ્યરાજ...' વૈદ્યરાજે પહેલાની જેમ અખંડ અક્ષતનું માંડલું કરીને તેની વચ્ચે અહંદુદત્તને બેસાડીને... બધી વિધિ કરી. પૂર્વવત્ત રોગો દૂર કર્યા. અહંદુદત્ત સારો થઈ ગયો. છતાં તેના મનમાં વૈરાગ્ય પેદા ના થયો. ઈચ્છા વિના તેણે પુનઃ દીક્ષા લીધી. વૈદ્યદેવ દેવલોકમાં ચાલ્યો ગયો. ૦ ૦ ૦ વૈરાગ્ય વિનાનો ત્યાગ કેટલા દિવસ ટકે? અદ્દત્તના મનમાં વૈષયક સુખોનો પ્રગાઢ રાગ હતો. એનો ત્યાગ ભયપ્રેરિત હતો. તેને સાધુજીવન જરાય ગમતું ન હતું. છતાં અનિચ્છાએ એ સાધુજીવન જીવતો શ્રી સમરાદિત્ય મહાકથા છપ For Private And Personal Use Only Page #482 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રહ્યો. પોતાની ઈન્દ્રિયો ઉપર એ ઘણો સંયમ રાખ્યો હતો. પરંતુ છેવટે એ સંયમનો બાંધ માટીનો હતો ને? તીવ્ર વાસનાઓએ એ બાંધ તોડી નાખ્યો.. ભલે મારે મરવું પડશે તો મરી જઈશ, પરંતુ આ સાધુજીવન મારાથી નહીં જીવી શકાય. હું ગૃહવાસમાં જઈશ...” પરંતુ, મારાં સ્વજનો મને ઘરમાં પ્રવેશ નહીં આપે તો?' એના મનમાં પ્રશન ઊઠ્યો. “મને પ્રવેશ કેમ ના આપે? ઘર મારું છે! પત્નીઓ મારી છે, ધન મારું છે..” “કદાચ પત્નીઓ જ નારાજ થઈ જાય. ને મારો ત્યાગ કરી દે તો? ના, ના, એ સ્ત્રીઓ મારો ત્યાગ નહીં જ કરે. તેઓ મને ખૂબ ચાહે છે...' ફરીથી રોગ પેદા થશે... ને હવે વૈદ્ય ના આવે.. તો એ ઘોર પડા હું સહન કરી શકીશ? નહીં સહન કરી શકું એ ઘોર વેદના... તો અગ્નિપ્રવેશ કરીને મરી જઈશ. મોતથી વધીને બીજું શું થવાનું છે?' ભલે લોકો નિંદા કરે, સ્વજનો નિંદા કરે... હું ઘરની બહાર જ નહીં નીકળું! પછી મારી નિંદા મારે ક્યાં સાંભળવાની છે? હું કોઈને મળશ પણ નહીં..” “પેલા રોગની પીડા કરતાં. આ સાધુજીવનમાં મને વધુ પીડા થઈ રહી છે.. મનની પીડા છે આ..! અસહ્ય પીડા છેશું કરું? ઘરમાં જાઉં તો તનની ઘોર પીડા. છે, સાધુજીવનમાં મનની ઘોર પીડા છે... ખરેખર, હું પીડા સહવા માટે જ જન્મયો છું?” રોજરોજ આવા વિકલ્પોથી અહદત્ત ભરાઈ ગયો... કંટાળી ગયો... મૂઢ બની ગયો. અને એક દિવસ તેણે દીક્ષા છોડી દીધી.... ગૃહવાસમાં ચાલ્યો ગયો. જ એક કે છે ભાગ-ર જ ભવ છઠો For Private And Personal Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir S૧૪પHI અહદાન ગૃહવાસમાં થોડા દિવસો સુધી વૈષયિક સુખો મળ્યાં... પરંતુ જ્યારે દેવે અવધિજ્ઞાનથી જોયું કે “અહંદુદત્ત મુનિ શું કરે છે?” અને દેવ ચમક્યો. અરે, આ તો પુનઃ ગૃહવાસમાં જતો રહ્યો...આનું શું કરવું? આનું મિથ્યાત્વમોહનીય કર્મ ઘણું જ ભારે લાગે છે. હવે આને પ્રતિબોધ કરવા માટે બીજો ઉપાય કરવો પડશે. એને દીક્ષા નહીં અપાવતાં, એને મારી સાથે થોડા દિવસ રાખવો પડશે... જ્યાં સુધી એ પ્રતિબોઘ ના પામે, ધર્મસન્મુખ ના બને ત્યાં સુધી મારી સાથે રાખવો પડશે. પરંતુ એ પહેલા, એણે કરેલી ભૂલોની એવી સજા કરું કે એણે ભોગવેલાં ભોગસુખોનો ઉન્માદ સાવ ઓસરી જાય... તીવ્રાતિતીવ્ર વેદના પેદા કરી દઉં...” અહંદૂદત્ત પત્નીઓની સાથે વાર્તા-વિનોદ કરતો, હવેલીના ગોખમાં બેઠો હતો. ને અચાનક એને ચક્કર આવ્યા. તે આસન પરથી નીચે પટકાઈ પડ્યો. તેના શરીરે લકવો પડી ગયો. તેનું પેટ ફૂલવા માંડ્યું. હાથ-પગ ગળવા લાગ્યા. મોટું વાંકું થઈ ગયું.” નોકરો તેને ઊંચકીને શયનખંડમાં લઈ ગયા. અહંદુદત્તની પત્નીઓની ધારણા હતી જ કે એક દિવસ અચાનક આ રોગોથી ઘેરાઈ જવાના છે. તીવ્ર વેદનાથી પીડાવાના છે.' સ્ત્રીઓ અહંદુદત્તની પાસે ના ગઈ. હવે આ બચશે નહીં. એની નિયતિ જ અપમૃત્યુની છે... સ્વજનોને ખબર પડી. સહુ અહંદૂદત્તના શયનખંડમાં ભેગા થયાં. અહંદૂદત્તની આંખોમાંથી આંસુ વહેતાં હતાં. તે બોલી શકતો ન હતો. સ્વજનોને એના પ્રત્યે જરાય સહાનુભૂતિ રહી ન હતી. સહુને એના પ્રત્યે ધૃણા થઈ ગઈ હતી. તેના કાકાએ તેને કહ્યું : “હવે તો તારે મરવું જ પડશે. અમે હવે વૈદ્યને બોલાવવા નહીં જઈએ.. હવે વૈદ્યને અમારું મોં બતાવવા લાયક અમે રહ્યા નથી. અને હવે એ વૈદ્ય આવે પણ નહીં. જેને એક પૈસાનો પણ સ્વાર્થ ના હોય, તે શા માટે તારા જેવા વિષયાસક્ત અને જુઠ્ઠા માણસ પાસે આવે?’ અદત્ત ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગ્યો, ખૂબ દીનતા કરવા લાગ્યો. સ્વજનોએ પરસ્પર પરામર્શ કર્યો. એક સ્વજને કહ્યું : આને સાજો કરવા જેવો જ નથી. કેટલી બધી મુસીબતથી વૈદ્ય આને સારો કરે છે? છતાં આ મોહાંધને વૈદ્યની જાણે પડી જ નથી.” બીજા સ્વજને કહ્યું : “તીવ્ર વેદનાથી તરફડે છે ત્યારે વૈદ્યને બધી વાતની હા હા શ્રી સમરાદિત્ય મહાકથા ૭ For Private And Personal Use Only Page #484 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરે છે. સાજો થયા પછી પ્રતિજ્ઞા તોડે છે. દીક્ષાનું મહાવ્રત તોડે છે..... હવે આને સાજો કરવાની જરૂર નથી.” ત્રીજા સ્વજને કહ્યું : “જુઓ ભાઈ, આ વખતે આપણે છેલ્લો પ્રયત્ન કરી લઈએ. વૈદ્યને ગમે ત્યાંથી શોધી લાવીએ. તેમને દીનતાભરી પ્રાર્થના કરીએ. તેમને કહીએ કે : 'અમે છેલ્લી વાર આવ્યા છીએ.... હવે જો અહંદત્ત દીક્ષા તોડીને ગૃહવાસમાં આવશે તો અમે એના મોં પર ઘૂંકીશુ... પાછો જો એ રોગી બનશે.... તો મરવા દઈશું... અમે આપને કષ્ટ આપવા નહીં આવીએ, આપની પાસે.” એક સ્વજને કહ્યું : “પહેલા આપણે એની ચારે પત્નીઓને કહીએ કે હવે પછી દીક્ષા છોડીને એ ઘરે આવે તો એને ઘરમાં પ્રવેશવા ના દેવો. એની સામે પણ ના જોવું... જો સ્ત્રીઓ આ વાત કબૂલ રાખે તો જ આપણે વૈદ્યને તેડી લાવવાનો પ્રયત્ન કરીએ.” સ્વજનો, અહંદુદત્તની પત્નીઓને મળ્યા. તેમને વાત કરી. તે ચારે સ્ત્રીઓ સંમત થઈ ગઈ. મોટી પત્નીએ કહ્યું : “અમે ઘર બંધ કરીને, અમે અમારા પિતૃગૃહે ચાલ્યા જઈએ છીએ, તમે વૈદ્યને બોલાવી લાવી, એમનો ઔષધોપચાર કરાવી... દીક્ષા અપાવી દેજો.” સ્વજનો વૈદ્યરાજને શોધવા નીકળ્યાં. તેમને બહું ભટકવું ન પડ્યું. તપોવનમાં જ વૈદ્યરાજ મળી ગયા. સ્વજનોએ વૈદ્યરાજને પ્રણામ કર્યા. વૈદ્યરાજે પૂછ્યું : “કેમ પાછા આવ્યાં? શું અહંદ કંઈ અયોગ્ય આચરણ કર્યું છે?' હા જી, આપને કહેતાં અમને શરમ આવે છે... એણે અમારા ઉત્તમ કુળને કલંકિત કર્યું છે. એ વિષયાંધ યુવાને દીક્ષાનો ત્યાગ કર્યો... ગૃહવાસમાં આવ્યો.... થોડા દિવસ મોજમજા કરી... અને અચાનક અતિ ભયાનક રોગોથી ઘેરાઈ ગયો છે. અસહ્ય વેદના ભોગવે છે. જો આપ શીધ્ર નહીં પધારો તો એ કમોતે મરી જશે. જોકે એનાં ખોટાં આચરણોનાં ફળરૂપે એ મરવો જ જોઈએ. રિબાઈરિબાઈને મરવો જોઈએ. છતાં... આ એક છેલ્લો પ્રયત્ન કરી લો આપ... આપ દયાળુ છો, કરુણાવંત છો...” ચાલો, હું આવું છું.' ખભે ત્રણ ઝોળીઓ લટકાવીને વૈદ્યરાજ વાહનમાં બેઠા. તેઓ કૌશામ્બી આવ્યા.. અહંદુદતની પાસે ગયા. અહંદૂદત્ત વૈદ્યને જોઈને કરુણ સ્વરે રોવા માંડ્યો. હે શ્રેષ્ઠીપુત્ર, મેં તારા પર વારંવાર વિશ્વાસ મૂક્યો... કોઈ જ સ્વાર્થ વિના તને સારો કર્યો. અને તેં વિશ્વાસઘાત કર્યો... ખેર, આજ દિન સુધીના તારા બધા અપરાધની ક્ષમા આપું છું, પણ હવે તો સારા થયા પછી તારે મારી સાથે આવવું પડશે... અને જો માર્ગમાંથી મને છોડીને ભાગી ગયો... તો તારું મોત નિશ્ચિત છે. ૯૭૮ ભાગ-૨ # ભવ છઠો For Private And Personal Use Only Page #485 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માટે તું કહે તો હું આ છેલ્લી વાર તને નીરોગી કરવાનો ઉપાય કરું.” સ્વજનોએ કહ્યું : “હે કરુણાવંત વૈદ્યરાજ, આપ નિશ્ચિત રહો. હવે કદાચ એ પાછો આવશે તો અમે એને નગરમાં જ પ્રવેશવા નહીં દઈએ. વળી, એને લઈને જશો એટલે એની ચારે સ્ત્રીઓ, પોત-પોતાના પિતૃગૃહે ચાલી જશે, અને આની સામે પણ નહીં જુએ. પછી ભલે એને અગ્નિ પ્રવેશ કરીને મરવું હોય તો મરે... અથવા ઝેર પીને મરે...” અહંદૂદત્ત આ બધી વાતો સાંભળીને ડઘાઈ ગયો. છતાં એણે વૈદ્યરાજની શરત માન્ય રાખી. વૈદ્યરાજે ઔષધોપચાર શરૂ કર્યા. બે ઘટિકાપર્યત વિધિ-વિધાન ચાલતાં રહ્યાં. અહંદુદત્ત સર્વ પ્રકારના રોગોથી મુક્ત થયો. સ્વજનોએ તેને કડક સૂચના આપી : “અહંદૂદત્ત, હવે દુષ્ટ પુરુષનું આચરણ ના કરીશ. જે પ્રમાણે વૈદ્યરાજ કહે, તે પ્રમાણે કરજે.” વૈદ્યરાજે અદત્તને ઔષધોથી ભરેલી ત્રણ થેલીઓ આપી. તેણે ઉપાડી અને બંને નગરની બહાર નીકળી ગયા. વૈદ્યરાજે કહ્યું : “વત્સ, આપણે અહીંથી પૂર્વ દિશામાં ચાલીશું. નજીકમાં એક ગામ છે, ત્યાં પહોંચી જઈએ.” ૦ ૦ ૦ દેવે વિચાર કર્યો : ‘મારે આને હૃદયથી સંસાર પ્રત્યે વૈરાગી બનાવવો જ પડશે. વૈરાગ્ય આત્માનો ગુણ છે. તે સહજ રીત એના હૃદયમાં પ્રગટ થાય, તેવા સંયોગો ઊભા કરું, તેવી વિચિત્ર ઘટનાઓ ઉત્પન્ન કરું...” દેવે માયાજાળ પાથરી દીધી. આકાશ ધુમાડાના ગોટેગોટાથી ભરાઈ ગયું. પ્રચંડ અગ્નિજ્વાળાઓ દેખાવા લાગી... લોકોનો હાહારવ સંભળાવા લાગ્યો.. વૈદ્યરાજે કહ્યું : “કુમાર, ગામ સળગી રહ્યું છે... આપણે ગામમાં પ્રવેશ નહીં કરી શકીએ. તું અહીં જ ઊભો રહે. હું આગ બુઝાવીને પાછો આવું છું.' એમ કહી વૈદ્યરાજ ઘાસનો એક ભારો, જે માર્ગમાં પડેલો હતો, તે ઉપાડીને ગામની તરફ દોડવા લાગ્યા. અહંદૂદને કહ્યું : 'અરે વૈદ્યરાજ, ઊભા રહો. ઘાસના ભારાથી તે આગ બુઝાવી શકાય ખરી?” વૈદ્યરાજે કહ્યું : “ભદ્ર, શું તું એટલે જાણે છે?' કેમ નહીં?' અહંદુદત્તે કહ્યું. “તો પછી વાસનાની આગ, વિષયભોગનાં ઈંધણથી બુઝાય ખરી? જેમ જેમ વિષયભોગ કરતો જાય તેમ તેમ કામાગ્નિ બુઝાય નહીં પણ વધારે ને વધારે પ્રદીપ્ત થાય.. આટલી વાત તું કેમ સમજતો નથી?” અહંદૂદત્ત મૌન રહ્યો. વૈદ્યરાજની વાત એને ગમી નહીં. વૈદ્યરાજે કહ્યું : “ચાલો, આપણે આગળ વધીએ.. બીજા કોઈ ગામમાં મુકામ કરીશું.” શ્રી સમરાદિત્ય મહાકથા GOG For Private And Personal Use Only Page #486 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આગળ વૈદ્યરાજ (દેવ) અને પાછળ અહંદુદત્ત, બંને એ ચાલવા માંડ્યું. પરંતુ વૈદ્યરાજે સીધો... ચોખ્ખો રસ્તો છોડી કાંટાવાળા અને આડા-અવળા રસ્તે ચાલવા માંડવું. હે પૂજ્ય, આપ સીધી નિષ્કટક માર્ગ છોડીને, અજાણ્યા અને કાંટાળા માર્ગ પર કેમ ચાલો છો?' “શું તને આટલી ખબર પડે છે? કેમ ખબર ના પડે? આટલી વાત ના સમજી શકાય? જો તું જાણે છે તો પછી સીધો, સરળ અને નિષ્કટક એવો મોક્ષમાર્ગ છોડીને સંકટભરી, કંટકમય અને પશુઓના ભયવાળી સંસાર-અટવીમાં કેમ પ્રવેશે છે?' અહંદ મૌન રહ્યો. તેને વૈદ્યની વાત ના ગમી. ૦ ૦ તેઓ આગળ વધ્યા. એક ગામની બહાર યક્ષમંદિરમાં રોકાયા. એ યક્ષમંદિરમાં વ્યંતરદેવની મૂર્તિ હતી. લોકો મૂર્તિની પૂજા કરતા હતા. મૂર્તિ વારંવાર નીચા મુખે જમીન પર પડતી હતી. લોકો પુનઃ પુનઃ એ મૂર્તિની સ્થાપના કરતા હતા. આ જોઈને અહંદુદતે વૈદ્યરાજને કહ્યું : “આ વ્યંતરદેવ કેવો અભાગી છે? લોકો એને ઊર્ધ્વમુખે સ્થાપિત કરે છે... અને એ અધોમુખે નીચે પડે છે.” વૈદ્ય કહ્યું : “આ તું બરાબર સમજી શકે છે?” અદત્તે કહ્યું : “કેમ નહીં? આમાં નવું શું જાણવા જેવું છે?' વૈદ્યરાજે કહ્યું : “તો પછી હું તને વારંવાર ચારિત્રધર્મના ઊંચા સ્થાને સ્થાપિત કરું છું. ને તું કેમ સંસારના ગૃહવાસના નીચા સ્થાનમાં પડે છે? હું તને ઊર્ધ્વગતિમાં લઈ જવા પ્રયત્ન કરું છું.... ને તું નરક-તિર્યંચની અધોગતિમાં જવા કેમ તત્પર બને છે?” મૌન. અહંદૂદત્તે જવાબ ના આપ્યો. વૈદ્યની વાત એને રુચિ પણ નહીં. ત્યાંથી બીજા દિવસે સવારે તેઓ બંને આગળ વધ્યા. હજુ તેઓ ગામ છોડીને થોડે દૂર ગયા, ત્યાં અહંદને એક દશ્ય જોયું... તે બોલી ઊઠ્યો : “જુઓ, જુઓ, આ ભૂંડ કેવું વિવેક વિનાનું છે? સામે જ ધાન્ય પડ્યું છે તે ખાતો નથી... અને દુર્ગંધભરેલો ગંદો પદાર્થ ખાય છે.' વૈદ્ય કહ્યું : “અહો, તને આવા વિવેકની જાણ છે? અહંદરે કહ્યું : “આટલી જાણ તો હોય જ ને?' વૈદ્ય કહ્યું : “જો એમ જ છે, તે વિવેકી છે, તો પરમ સુખદાયી શ્રમણજીવનનો ત્યાગ કરી, અશુચિ-ગંદા વિષયો ભોગવવા કેમ ગૃહવાસમાં જાય છે?' ECO ભાગ-૨ # ભવ છઠો For Private And Personal Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્હદત્ત મૌન રહ્યો. વૈદ્યની વાત એના અંતરાત્માને સ્પર્શી નહીં. બંને આગળ ચાલ્યા. અર્હદત્તે એક બળદને જોયો. તેની પાસે લીલુંછમ ઘાસ કાપેલું પડ્યું હતું. તે બળદે ખાધું નહીં. ને તે પાસેના એક કૂવા પાસે ઊગેલા દૂર્વાનાં અંકુરોને ખાવા માટે, તે તરફ ગયો... તેને ધ્યાન રહ્યું નહીં... ને તે કૂવામાં પડી ગયો. અર્હદત્ત દોડતો કૂવા પાસે ગયો... તેણે કૂવામાં જોયું... બળદનાં અંગોપાંગ તૂટી ગયાં હતાં... તે મરી ગયો હતો. તેણે વૈદ્યરાજને કહ્યું : 'જુઓ, આ બળદે કેવી મૂર્ખતા કરી? પાસે પડેલું લીલુંછમ ઘાસ ના ખાધું... ને દૂર્વાના અંકુર ખાવા ગયો તો કૂવામાં પડી મરી ગયો...' વૈદ્યે કહ્યું : ‘તું આ વાત સમજે છે?’ તેણે કહ્યું : ‘કેમ ના સમજું?' વૈઘ કહ્યું : ‘તો પછી લીલાછમ ચારા જેવાં દૈવી સુખોને છોડીને, દૂર્વાના ઘાસ જેવા મનુષ્યલોકનાં તુચ્છ સુખોની અભિલાષા કરતો, દુર્ગતિના કૂવામાં તારા આત્માને શા માટે પટકે છે?’ અર્હદત્ત, વૈદ્યરાજની આ વાત સાંભળી વિચારમાં પડી ગયું. તેના આત્મા પરથી પાપકર્મોનો ભાર હળવો થયો હતો... એટલે વૈદ્યરાજની વાત એના આત્માને સ્પર્શી... તેણે વૈદ્યરાજ સામે ધારીધારીને જોયું... તેના મનમાં એમના પ્રત્યે અનુરાગ પ્રગટ્યો... તેણે વિચાર્યું : ‘આ પુરુષની આંખો પલકારા મારતી નથી... આ મનુષ્ય ના હોય. આની વાણી પણ મધુર છે. આ પુરુષને મારે મારો ભ્રાતા જ ગણવો જોઈએ. કૌશાંબીથી નીકળ્યા પછી જે એક પછી એક ઘટનાઓ અંગે તેણે મને જે બોધપાઠ આપ્યો, મારે એનો પરમાર્થ જાણવો જોઈએ. વળી, એના પ્રત્યે મને કેમ સ્નેહ જાગે છે?” તેણે વૈદ્યરાજને પૂછ્યું : ‘હે પૂજ્ય, અશોકદત્ત જેમ મને પ્રિય હતો, તેમ તમે મને કેમ પ્રિય લાગો છો?’ ‘હે વત્સ, હું પોતે અશોકદત્તનું જ બીજું રૂપ છું. એટલે કે સાધુજીવન પાળી, મૃત્યુ પામી હું દેવ થયો છું. વૈદ્યના રૂપે હું તારી પાસે આવું છું.’ 'હે દેવ, તમે જ અશોકદત્ત (મૂંગો) છો, તેની ખાતરી શું? હું કેવી રીતે વિશ્વાસ કરું?’ વૈદ્યે કહ્યું : ‘વત્સ, હવે તું સાંભળ, તું પૂર્વજન્મમાં દેવ હતો. તારા ચ્યવન પૂર્વે, તને જિજ્ઞાસા પ્રગટી હતી કે તું ક્યાં જન્મ પામીશ. તું પૂર્વ મહાવિઘ્ન ક્ષેત્રમાં તીર્થંકર પરમાત્મા પાસે ગયો હતો. તે તીર્થંકરને પૂછ્યું હતું કે તારો જન્મ ક્યાં થશે અને તને પ્રતિબોધ કોણ પમાડશે. તીર્થંકર ભગવાને તને કહેલું કે તું કૌશાંબીમાં નાગદત્તના ઘરમાં પુત્રરૂપે અવતરીશ. અને તને તારા મોટા ભાઈ અશોકદત્ત પ્રતિબોધ પમાડશે. આ સાંભળી તું (દેવ) કૌશામ્બી શ્રી સમરાદિત્ય મહાકા For Private And Personal Use Only ૯૮૧ Page #488 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવેલો. મને (અશોકદરને) મળેલો અને કહેલું કે તું મને પ્રતિબોધ પમાડજે.” પછી, તું મને વૈતાઢ્ય પર્વત ઉપર સિદ્ધાયતન-શિખર પર લઈ ગયો હતો... અને ત્યાં એક પથ્થરની શિલાના પોલાણમાં તારા અતિ પ્રિય કુંડલ મૂક્યાં હતાં. તેં કહેલું કે મને આ સિદ્ધાયતન શિખર અને આ બે કુંડલ અતિ પ્રિય છે. એ જોઈને મને જાતિસ્મરણજ્ઞાન થશે. પૂર્વજન્મ યાદ આવશે. માટે તું મને અહીં લઈ આવજે. આકાશમાર્ગે હું ગમન કરી શકું તે માટે તેં મને એક રત્ન આપેલું. એ રત્નના પ્રભાવથી તને હું વૈતાઢ્ય પર્વત પર લઈ જઈ શકું ને તને એ શિખર તથા કુંડલ બતાવી શકું. પરંતુ, મેં દીક્ષા લીધી. મારું આયુષ્ય પૂર્ણ થયું.... અને હું બ્રહ્મ દેવલોકમાં દેવ થયો. તને પ્રતિબોધ પમાડવા મેં ઘણા ઉપાય કર્યો. છતાં તે પ્રતિબોધ નથી પામ્યો. માટે હવે તને હું વૈતાઢય પર્વત પર લઈ જાઉં છું.” અહંદૂદત્ત આશ્ચર્યથી બધી વાત સાંભળતો રહ્યો. દેવે પોતાનું દેવસ્વરૂપે પ્રગટ કર્યું. અહંદૂદત્તને લઈ તેણે આકાશમાર્ગે પ્રયાણ કર્યું. અલ્પ સમયમાં, એ બંને વૈતાદ્ય પર્વતના શિખર પર પહોંચી ગયા. દેવે કહ્યું : “હે અહંદુદત્ત, જો આ તને અતિ પ્રિય એવું સિદ્ધાયતન શિખર છે.' અહંદુદત્તનું ચિત્ત, શિખર જોઈ અત્યંત પ્રમુદિત થયું. પેલા કુંડલ ક્યાં છે?” પેલા પથ્થરના પોલાણમાં મૂકેલાં છે, ત્યાં જો.” અહંદુદને એ કુંડલ જોયાં. હાથમાં લીધાં. “અહો, આ કુંડલ મેં જોયેલાં છે... મારાં જ છે આ કુંડલ..” ત્યાં ઊહાપોહ થતાં અહંદરને જાતિસ્મરણજ્ઞાન થયું. તેણે પોતાના પૂર્વજન્મ જોયો. અહંદૂદત્ત પ્રતિબોધ પામ્યો. તેણે દેવનાં ચરણોમાં પડી ગદ્દગદ સ્વરે કહ્યું : “હે ઉપકારી, તમે મારા પર પરમ ઉપકાર કર્યો છે. મને સમ્યગ્દર્શન આપ્યું છે... હવે હું સાચા ભાવથી ચારિત્ર લઈશ.' દેવે કહ્યું : “હે વત્સ, તને મેં ઘણી વેદનાઓ આપી છે... ઘણું દુઃખ આપ્યું છે... મને ક્ષમા કર...' હે કૃપાવંત, મારા પ્રગાઢ મિથ્યાત્વને ભેદવા માટે જ આપે બધા ઉપાયો કર્યા છે... મારા હિત માટે, મારા કલ્યાણ માટે આ બધા પ્રયાસો કર્યા છે. આપે ક્ષમા માગવાની ના હોય.. ક્ષમા તો મારે માંગવાની છે. મેં આપને ખૂબ હેરાન કર્યા દેવે અહંદરને કૌશાંબીમાં મૂકી દીધો. અહંદૂદત્તે દીક્ષા લીધી. દેવ દેવલોકમાં ચાલ્યો ગયો. હે ધરણકુમાર, એ અહંદત્ત મુનિ એ જ હું છું! ૯૮. ભાગ-૨ # ભવ છઠ્ઠો For Private And Personal Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૪] ભાઇંદીનગરના “મલયસુંદર” ઉદ્યાનમાં આચાર્યશ્રી અહંદુદત્તે ધરણને અને એના મિત્ર દેવનંદીને, પોતાની આત્મકથા સંભળાવી. ધરણ, પુરોહિતપુત્રના ભવમાં, રાજપુત્રની સાથે અમે અનેક મુનિવરોની કદર્થના કરીને તીવ્ર, “ચારિત્રમોહનીય કર્મ બાંધ્યું હતું. દીક્ષા અમને બળાત્કારે આપી હોવાથી, મારા મનમાં ગુરુદેવ ઉપર દ્વેષ જાગ્યો હતો. એથી મેં મિથ્યાત્વ મોહનીય કર્મ બાંધ્યું હતું... એને મેં કેવા વિપાક અનુભવ્યા, તે તમે સાંભળ્યું. માટે તારા ચિત્તમાં જાગેલા, ચારિત્રધર્મ અંગીકાર કરવાના શુભ મનોરથ પૂર્ણ કરી, આ મનુષ્યજીવનને સફળ કર.” ધરણે કહ્યું : “ભગવંત, હું તો આપનાં ચરણોમાં ચારિત્રધર્મ અંગીકાર કરવાનો જ છું, પરંતુ એ પહેલાં હું મારાં માતા-પિતાની અનુમતિ ગ્રહણ કરું અને આપની આત્મકથા પણ તેમને સંભળાવું. મારાં માતા-પિતા ભદ્રિક છે. સરળ પરિણામી છે... સંભવ છે કે તેમનાં હૃદયમાં પણ ચારિત્રધર્મ અંગીકાર કરવાની ભાવના જાગે!' દેવનંદીએ કહ્યું : “ભગવંત, ધરણની સાથે હું પણ ચારિત્રધર્મ અંગીકાર કરીશ. અમારા બીજા મિત્રો પણ અમારી સાથે ચારિત્ર ગ્રહણ કરશે.” તમારા બંનેની વાત યોગ્ય છે, પરંતુ શુભ કાર્યમાં વિલંબ કરશો નહીં. 0 0 0 બંને મિત્રો રથમાં બેસી ગામમાં પ્રવેશ્યા. દેવનંદીને એની હવેલી પાસે ઉતારીને, ધરણ પોતાના ઘરે પહોંચ્યો. શ્રેષ્ઠી બંધુદત્ત પુત્રની પ્રતિક્ષા કરી રહ્યા હતા. તેઓ મોટા ભાગે ધરણની સાથે જ ભોજન કરતા હતા. ધરણે આવીને ઝટપટ હાથ-પગ ધોઈ નાખ્યા અને પિતા-પુત્ર ભોજન કરવા બેઠા. માતા હારપ્રભા ભોજન પીરસવા લાગી. ભોજન પીરસીને તેણે ધરણને પૂછ્યું : “વત્સ, આજે બહુ વિલંબ થયો...?” “મા, આજે હું અને દેવનંદી ઉદ્યાનમાં ગયા હતા. ત્યાં અમને વિલંબ થયો. ત્યાં અનેક મુનિવરો સાથે અહંદુદત્ત નામના આચાર્ય બિરાજમાન છે. અમે એમનાં ચરણોમાં બેઠા હતા. તેઓએ પોતાની આત્મકથા સંભળાવી. તેઓ વિશિષ્ટ જ્ઞાની છે. તેમની આત્મકથા તો ઘણી જ રોમાંચક છે.” વત્સ, ભોજન કર્યા પછી, અમને પણ એ આત્મકથા સંભળાવીશ?” શ્રી સમરાદિત્ય મહાકથા ૯૮૩ For Private And Personal Use Only Page #490 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “અવશ્ય સંભળાવીશ, મા, એ સાંભળીને તને અને મારા પિતાજીને, આ સંસારવાસ પ્રત્યે વૈરાગ્ય જાગી જશે...' પિતા-પુત્રે ભોજન કરી લીધું. પછી હારપ્રભાએ પણ ભોજન કરી લીધું. ત્યાર બાદ ત્રણે જણા મંત્રણાગૃહમાં જઈને બેઠાં. ધરણે આચાર્યદેવની આત્મકથા સંભળાવી. સતત એક પ્રહર સુધી સંભળાવતો રહ્યો. હારપ્રભા અને બંધુદ એકાગ્ર ચિત્તે આત્મકથા સાંભળી. ધરણે કહ્યું : માતાજી, પિતાજી, મારું મન આ ગૃહવાસ પ્રત્યે વિરક્ત બન્યું છે. મને ચારિત્રધર્મ સ્વીકારવાની અનુમતિ આપો. મારી સાથે દેવનંદી પણ ચારિત્ર સ્વીકારશે...' બંધુદને કહ્યું : “વત્સ, દેવનંદીએ તો તારી સાથે આચાર્યદેવના શ્રીમુખે એમની આત્મકથા સાંભળી છે, એના જેવા પ્રબુદ્ધ આત્માને વૈરાગ્ય કેમ ના થાય? તારા મુખે એ આત્મકથા સાંભળીને, મારું મન પણ ઊંડા વિચારમાં પડી ગયું છે. આ સંસારમાં કર્મપરવશ જીવ કેવો કુટિલ કામો કરીને, દુર્ગતિમાં ચાલ્યો જાય છે? એક એક પ્રવૃત્તિથી કર્મો બંધાય છે. અને સંસારમાં મોટા ભાગે પ્રવૃત્તિઓ અશુભ હોય છે... કારણ કે સંસારમાં ડગલે ને પગલે રાગ-દ્વેષનાં નિમિત્ત મળે છે. રાગ-દ્વેષ જ કર્મબંધનનાં મૂળ કારણ છે. વત્સ, હવે મારે પણ ગૃહવાસમાં નથી રહેવું. તું ભરયૌવનમાં જો વૈષયિક સુખોનો ત્યાગ કરી શકે છે, તો હું આ ઢળતી ઉમરે ના કરી શકું? વળી, તું જો ઘરમાં ના રહેવાનો હોય તો અમે બે પણ આ ઘરમાં કેવી રીતે રહી શકીએ? રહેવાનો કોઈ અર્થ નથી, આવા જ્ઞાની-વિરાગી ગુરુદેવ મળી જવા, એ પણ મહાન ભાગ્યોદય છે, નહીંતર ગુરુજનોનો પરિચય થવો અતિ દુર્લભ હોય છે. એમનો ઉપદેશ સાંભળવા મળવો ને એ ઉપદેશ આપણા હૃદયને ગમવો, એ તો ઘણી દુર્લભ વાત છે. વત્સ, ‘આપણે સાથે જ ચારિત્રધર્મ અંગીકાર કરીશું.' બંધુદ હારપ્રભા સામે જોયું. હારપ્રભા સમજી ગઈ. તેણે કહ્યું : “હે સ્વામીનાથ, હું પણ આપની સાથે જ ચારિત્ર અંગીકાર કરીશ.” ધરણની આંખો હર્ષનાં આંસુઓથી ઊભરાઈ ગઈ. તેણે માતાના ખોળામાં પોતાનું માથે છુપાવી દીધું. હારપ્રભાએ કહ્યું : વત્સ, તને જન્મ આપીને મારી કુક્ષિ ધન્ય બની ગઈ છે. તારી મા બનવાનું હું ગૌરવ અનુભવું છું. અમને ચારિત્રમાર્ગ ચીંધીને તેં તારા કર્તવ્યનું શ્રેષ્ઠ પાલન કર્યું છે... આમેય તારા અનેક ગુણોના અમે અનુરાગી હતાં જ, આજે એ અનુરાગ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. બંધુદરે કહ્યું : “વત્સ, હવે આપણે ત્રણેએ ચારિત્રનો માર્ગ લેવાનો છે, આપણી ભાગ-૨ # ભવ છઠો ८८४ For Private And Personal Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાસે એક કરોડથી પણ વધારે ધન છે. વત્સ, તું તારા હાથે મહાદાન આપ. આપણે નગરમાં ઢંઢેરો પિટાવીને, મહાદાનની ઘોષણા કરાવીએ. દીન, અનાથ, અપંગ અને યાચક વગેરેને દાન આપી, એમની દરિદ્રતા દૂર કર.” “પિતાજી, આપની ભાવના ઉત્તમ છે. મહાદાન આપવા પૂર્વે હું મહારાજાને મળી આવું. મારે મંત્રી મુદ્રા પાછી આપવાની છે. મહારાજાને આપણી સૌની ભાવના જણાવું.. પછી આપ નગરમાં મહાદાનની ઘોષણા કરાવજો.” તારી વાત ઉચિત છે. આપણે એમ જ કરીશું.” “પિતાજી, મારી બીજી પણ એક ભાવના છે... મારી વિદેશયાત્રામાં મને ઘણી જ સહાય કરનારા, મારા પ્રાણોની રક્ષા કરનારા ત્રણ મિત્રોને મારે, દીક્ષા પ્રસંગે આમંત્રિત કરવા છે અને એમની મન ભરીને સેવા-ભક્તિ કરવી છે.” વત્સ, કોણ છે તેઓ?” એક છે વિદ્યાધરકુમાર હેમકુંડલ, બીજો છે કિન્નરકુમાર સુલોચન અને ત્રીજો છે પલ્લીપતિ કાલસેન. મારા ઉપર આ ત્રણેના મોટા ઉપકારો છે...” “વત્સ, એક ઉત્તમ પુરુષને તું ભૂલી જાય છે! તેં અમને એમના અંગે વાત પણ કરી હતી! ‘દેવપુરના ટોપશેઠ.” ધરણને યાદ આવી ગયા. હા, એ જ! ટોપશેઠને તો ખાસ બોલાવવાના. સપરિવાર બોલાવવાના અને તેમને બોલાવવા હું આપણી પેઢીના મુખ્ય મુનિમજીને મોકલું છું. તું ટોપશેઠ ઉપર એક પત્ર લખી આપ.' ટોપશેઠનું સ્મરણ થઈ આવતાં ધરણનું હૃદય ગદ્ગદ થઈ ગયું. તેણે કહ્યું : પિતાજી, હું કેવો ભુલકણો? મને આપના જેટલો જ સ્નેહ આપનારા... એ ટોપશેઠને આ પ્રસંગે બોલાવવા જ છે... અને તેઓ અવશ્ય અહીં આવશે... પરંતુ પિતાજી, વિદ્યાધરકુમારને અને કિન્નરકુમારને કેવી રીતે સંદેશો મોકલીશું?'ધરણ મૂંઝાયો. “વત્સ, મને એક ઉપાય સૂઝે છે... તું આ વાત ગુરુદેવને કર. ગુરુદેવને વંદન કરવા. વિદ્યાધરો પણ આવતા હશે? એવો કોઈ વિદ્યાધર મળી જાય તો એના દ્વારા હેમકુંડલને સમાચાર મોક્લી શકાય.. અને હેમકુંડલ સુલોચનને સાથે લઈને જ આવે.” પિતાજી, આપને સુયોગ્ય ઉપાય સૂઝયો. હું આવતી કાલે પ્રભાતે ગુરુદેવ પાસે જઈશ, ત્યારે આ વાત કરીશ...” “વત્સ, કાલે પ્રભાતે આપણે ત્રણે ગુરુદેવને વંદન કરવા જઈશું....” બહુ સરસ! આપ બંને પણ ચારિત્રધર્મની અભિલાષાવાળાં બન્યાં છો.” એ જાણીને ગુરુદેવને પણ આનંદ થશે. આપ ગુરુદેવનાં દર્શન કરી આનંદિત થશો. કદાચ કાલે મહારાજા પણ ત્યાં પધારશે...' ૦ ૦ ૦ શ્રી સમરાદિત્ય મહાકથા ૯૮૫ For Private And Personal Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધરા રાજમહેલે પહોંચ્યો. તેણે મહારાજાને પ્રણામ કર્યા. મહારાજાએ ધરણને પોતાની પાસે બેસાડ્યો. ઔપચારિક વાતો કર્યા પછી ધરણે પોતાનો નિર્ણય મહારાજાને જણાવ્યો : “મહારાજા, મારું મન સંસાર પ્રત્યે વિરક્ત બન્યું છે. હું શીધ્ર સંસારવાસનો ત્યાગ કરી, સાધુજીવન સ્વીકારવા ચાહું છું. માટે આ મંત્રી મુદ્રા...” ધરણ, તું કેવી વાત કરે છે? હું તો તારા લગ્નનો વિચાર કરું છું.... ને તું સાધુ બની જવાની વાત કરે છે! વત્સ, એવું કેવું દુઃખ તને આવી પડ્યું છે... કે તારે સાધુ બની જવું પડે?' મહારાજા, આ સંસાર જ દુ:ખરૂપ છે. વિષયસુખો મને વિષસમાન લાગ્યા છે ને કષાયો ઝેરી નાગ જેવા સમજાયા છે. મને સંસારનાં કોઈ સુખની ઈચ્છા રહી નથી. વિશેષમાં, અહીં “મલયસુંદર' ઉદ્યાનમાં બિરાજમાન આચાર્યદેવ અહંદુદત્તનું જીવનચરિત્ર ગઈ કાલે સાંભળીને... તો મારું મન તીવ્ર વૈરાગી બની ગયું છે.' ધરણ, તું સાધુ બની જઈશ. તો તારાં માતા-પિતાને કેટલું દુઃખ થશે, એનો વિચાર કર્યો છે?' “હે પૂજ્ય, મારાં માતા-પિતાએ પણ સાધુ-સાધ્વી બની જવાનો આજે નિર્ણય કર્યો છે. અમે ત્રણે દીક્ષા લઈશું.” અહો!' બંધુદત્ત શ્રેષ્ઠી ચારિત્ર લેશે? ગજબ થઈ જશે...! કરોડોની સંપત્તિનો માલિક સાધુ બની જશે? ધન્ય છે તમને સહુને!' મહારાજાની આંખોમાં હર્ષના આંસુ ઊભરાયાં. રાજમહેલમાં વાત ફેલાઈ ગઈ... રાજપરિવાર ભેગો થઈ ગયો. સર્વપ્રથમ તો કોઈને આ વાત ગમી નહીં. સહુનાં મન દુઃખી થયાં. પરંતુ ધરણે ચારિત્રધર્મની મહત્તા બતાવી, સાધુજીવનની ઉત્તમતા બતાવી અને પરલોકમાં સાધુજીવન જીવનારની સદ્ગતિ થાય છે.” આ વાત કરી, ત્યારે સહુનાં મનનું થોડું ઘણું સમાધાન થયું. આ બધી વાતો ચાલતી હતી ત્યાં સેનાપતિ સિંહકુમાર આવ્યો. ધરણની સેવામાં રહેલો વીરેન્દ્ર આવ્યો, અને બીજા પણ રાજ્યના અધિકારીઓ આવ્યા. ‘ધરણ એનાં માતા-પિતા સાથે સાધુજીવન અંગીકાર કરે છે, જાણીને, એ સહુની આંખો ભીની થઈ ગઈ. દેવનંદી વગેરે ધરણના મિત્રો પણ સાધુ બનશે, એ જાણીને સહુને દુઃખદ આશ્ચર્ય થયું. સેનાપતિ સિંહકુમાર તો રડી જ પડ્યો... મહામંત્રીજી, અમને છોડી ના જાઓ... તમારા વિના અમે અનાથ બની જઈશું. આ નગર, આ રાજ્ય, આ રાજ્યસભા. બધું જ સૂનું સૂનું બની જશે.. આપ અમારો ત્યાગ ના કરો...' - સિંહકુમાર, આ દુનિયામાં કોઈ સંયોગ શાશ્વત નથી હોતો. આપણે સ્વેચ્છાએ ગૃહવાસ નથી છોડતા, એ તો મૃત્યુ છોડાવે છે. સંયોગ વિયોગમાં પરિણમે છે... માટે દુઃખી ના થાઓ. ECS ભાગ-૨ જ ભવ છઠો For Private And Personal Use Only Page #493 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ મનુષ્યજીવનમાં આત્માને કર્મોનાં બંધનોથી મુક્ત કરવાનો પુરુષાર્થ કરી લેવો જોઈએ. એ પુરુષાર્થ સાધુજીવનમાં જ થઈ શકે છે... તમારે સહુએ પણ એક દિવસ આ જ માર્ગ લેવાનો છે. સંસારનાં સ્વપ્નસમાન સુખોમાં મોહિત નથી થવાનું. જીવનની ક્ષણિકતાને સમજીને, તમારે પણ આત્મકલ્યાણ સાધી લેવાનું છે.’ મહારાજાએ કહ્યું : ‘વત્સ, તારો શ્રેયોમાર્ગમાં અમે વિઘ્ન કરવા નથી ઈચ્છતા, તમે સહુ જે માર્ગે જવા તૈયાર થયા છો, એ માર્ગ ઉત્તમ છે.’ ‘મહારાજા, કાલે પ્રભાતે આપ પણ સપરિવાર ઉદ્યાનમાં આચાર્યદેવનાં દર્શન કરવા પધારો...’ ‘અવશ્ય, નગરમાં પણ ઘોષણા કરાવી દેજો. આવા મહર્ષિનાં પગલાં મારા નગરમાં પડ્યાં છે, એ મારું પરમ સૌભાગ્ય છે. એમનાં દર્શન કરીશું. એમનાં વચનામૃતોનું પાન કરીશું...' ‘પૂજ્ય, આ મંત્રીમુદ્રા...’ ‘એ આજે નથી લેવાની. હું દીક્ષાનો મહોત્સવ કરીશ. દીક્ષાના આગલા દિવસે એ મંત્રીમુદ્રા તારે જ સુયોગ્ય પુરુષને આપવાની છે... તું નક્કી કરજે કે મંત્રીમુદ્રા કોને આપવી?’ ‘આપની આજ્ઞા શિરોધાર્ય છે...’ ‘· વિદ્યાધરનરેશ, વૈતાઢ્ય પર્વત ઉપર અમરપુરનગરના રાજકુમાર હેમકુંડલને મારો આટલો સંદેશો પહોંચાડજો કે તારો મિત્ર ધરણ, માકંદીનગરમાં, માતા-પિતા તથા મિત્રોની સાથે ગૃહત્યાગ કરી ચારિત્રધર્મ સ્વીકારે છે. ત્યારે તને અને કિન્ન૨કુમા૨ સુલોચનને યાદ કરે છે. તમે આ પ્રસંગે ઉપસ્થિત રહેશો તો ધરણને આનંદ થશે...' આચાર્યદેવને વંદન કરવા આવેલા વિદ્યાધર રાજા અમિતગતિને, ધરણે આ પ્રમાણે સંદેશો આપ્યો. અમિતગતિએ ધરણને આશ્વાસન આપ્યું : ‘હે મહાનુભાવ, આ સંદેશો આજે જ પહોંચી જશે. તારો એ મિત્ર અવશ્ય અહીં આવી પહોંચશે.' ધરણને ખૂબ આનંદ થયો. બીજી બાજુ, દેવપુરના ટોપ શ્રેષ્ઠીને ધરણનો સંદેશો મળતાં સપરિવાર રથમાં બેસીર્ન, માકંદી તરફ તેમણે પ્રયાણ કરી દીધું. મહારાજાએ આચાર્યદેવની ઉપસ્થિતિમાં જ, બંધુદત્તને કહ્યું : ‘હૈ પુણ્યશાળી, તમારા સહુનો દીક્ષામહોત્સવ હું કરીશ.’ બંધુદત્તે કહ્યું : ‘મહારાજા, મને મહાદાન આપવાની અનુમતિ આપો.' મહારાજાએ અનુમતિ આપી. બંધુદત્તે ધરણને મહાદાન આપવા કહ્યું. નગરમાં અને રાજ્યમાં સર્વત્ર આ સમાચાર ફેલાઈ ગયા. નગરનાં સર્વ મંદિરોમાં શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only Ery Page #494 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહોત્સવ મંડાઈ ગયા. મહાદાનનો પ્રારંભ થઈ ગયો. માર્કદીમાં રાજ્યમાંથી હજારો સ્ત્રી-પુરુષોનો પ્રવાહ શરૂ થઈ ગયો, મહારાજા, આ મંત્રી મુદ્રા હું સિંહકુમારને આપવા ઈચ્છું છું. અને સેનાપતિપદ વિરેન્દ્રને આપવા વિનંતી કરું છું..” “યોગ્ય છે મહાનુભાવ. તારી પસંદગી સુયોગ્ય છે, મને માન્ય છે. ધરણે ઊભા થઈ, સિંહકુમારને મહામંત્રીપદની મુદ્રા અર્પણ કરી. રાજસભામાં આ કાર્યવાહી ચાલતી હતી, ત્યાં બે નગરરક્ષકો દોડતા આવ્યા ને મહારાજાને કહ્યું : “એક વિમાન નગરની બહાર નીચે ઊતર્યું છે. અને એમાંથી બે દિવ્ય પુરુષો અને બે દિવ્ય સ્ત્રીઓ નીચે ઊતર્યા. તેમણે અમને કહ્યું : “અમારે ધરણકુમારને મળવું છે...” અમે તેઓને અહીં લઈ આવ્યા છીએ...' ધરણ દોડતો રાજસભાની બહાર ગયો. તેણે હેમકુંડલ તથા સુલોચનને જોયાં... હર્ષવિભોર બની તે હેમકુંડલને ભેટી પડ્યો. સુલોચનને પણ ભેટ્યો. બંનેના હાથ પકડી તેમને રાજસભામાં લઈ આવ્યો. મહારાજાએ ઊભા થઈ, બંનેનું સ્વાગત કર્યું. મહારાણીએ બંને સ્ત્રીઓનું સ્વાગત કર્યું અને બંનેને રાણીવાસમાં લઈ ગઈ. ધરણે હેમકુંડલ તથા સુલોચનનો પરિચય મહારાજાને કરાવ્યો. એટલામાં દેવપુરથી ટોપ શ્રેષ્ઠીનો રથ પણ આવી પહોંચ્યો. ધરણે ટોપ શ્રેષ્ઠીમાં ચરણોમાં પ્રણામ કર્યા. ઉચિત સ્વાગત કર્યું. ટોપ શેઠે ધરાને પોતાના બાહુપાશમાં જકડી લીધો... શેઠ ચોધાર આંસુએ રડી પડ્યા. ધરણે તેમને મહામહેનતે શાંત પાડવા. ૦ ૦ ૦. ધરણ, ધરણનાં માતા-પિતા, મિત્ર દેવનંદી અને અન્ય મિત્રો તથા પ્રજાજનો... ૧૦૮ સ્ત્રી-પુરુષો ચારિત્રધર્મ અંગીકાર કરવા નીકળ્યાં. ભવ્ય શોભાયાત્રા નીકળી. વિદ્યાધરકુમારોએ શોભાયાત્રાને ખૂબ જ સુંદર બનાવી. મલયસુંદર ઉદ્યાનમાં માનવ મહેરામણ ઊમટો. આચાર્યશ્રી અહંદૂદત્તે સહુને ધર્મોપદેશ આપ્યો. ત્યાર બાદ વિધિપૂર્વક ધરણ વગેરે ૧૦૮ સ્ત્રી-પુરુષોને દીક્ષા આપી. વિદ્યાધરોએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. દિવ્ય વાજિંત્રોના નાદ કર્યા. રાજા અને પ્રજાએ નૂતન સાધુ-સાધ્વીઓને વંદના કરી. ખૂબ ખૂબ અનુમોદના કરી અને સહુ નગર તરફ વળ્યા. એક ૯૮૮ ભાગ-૨ # ભવ છઠો For Private And Personal Use Only Page #495 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૪૭] ગુરુદેવ આચાર્યશ્રી અહદત્તની સાથે વિચરતાં વિચરતાં ધરણમુનિ વગેરેએ જ્ઞાન ધ્યાનમાં રમણ કરવા માંડ્યું. સાથે સાથે તપ-ત્યાગ અને તિતિક્ષા પણ કરવા માંડી. સમતાભાવે કષ્ટોને સહવાનો અભ્યાસ કરવા માંડ્યો. દેહ અને આત્માનું ભેદજ્ઞાન પ્રાપ્ત કરી, આત્મસાત્ કર્યું : “આ શરીર હું નથી. હું શરીરથી જુદો છું.” તેમને પોતાને આત્મવિશ્વાસ પ્રગટ્યો કે “હવે હું એકાફી વિચરણ કરી, સ્મશાનમાં, શૂન્ય ઘરમાં, પહાડની ગુફામાં દિવસો સુધી ધ્યાનસ્થ રહી શકીશ. મનુષ્યો તરફથી દેવો તરફથી કે પશુઓ તરફથી કષ્ટો આવશે તો હું સમતાપૂર્વક સહન કરી શકીશ. મારું ધર્મધ્યાન ખંડિત નહીં થાય.” એક દિવસ ધરણમુનિએ ગુરુદેવને પ્રાર્થના કરી : ‘ગુરુદેવ, જો આપ આજ્ઞા આપો તો હું એકાકી વિચરણ કરી, વિશિષ્ટ સાધુધર્મની આરાધના કરી વિપુલ કર્મક્ષય કરું?' ધરણમુનિની યોગ્યતા જોઈને તેમને એકાકી વિહાર કરવાની અનુમતિ આપી. વત્સ, ભય ઉપર તેં વિજય મેળવ્યો છે. તારી વાસનાઓ નાશ પામી છે. ઘોર ઉપસર્ગ-પરીપતોને સહવાનું તારામાં સત્ત્વ રહેલું છે.. તું કર્મશત્રુઓને હણવા પરાક્રમી છે. વત્સ, તું જ્યાં પણ હો, ક્ષેત્રદેવતાઓ તારી રક્ષા કરો. દશે દિશાઓમાંથી તને શુભ વિચારોની પ્રાપ્તિ થાઓ.” ધરણમુનિએ ગુરુદેવને વંદન કરીને ખમાવ્યા. સર્વે મુનિવરો સાથે ક્ષમાપના કરી અને તેઓ એકાકી નીકળી પડ્યા. દેવપુરના મહારાજાએ, ધરણ અને સુવદનના દેખતાં જ લક્ષ્મીને દેશવટો આપી દીધો હતો. રાજ્યના સૈનિકો તેને દેવપુરના રાજ્યની સીમાની બહાર મૂકી આવ્યા હતા. લક્ષ્મી ત્યાંથી ચાલતી ચાલતી “નંદીવર્ધન' નામના ગામમાં પહોંચી હતી. ગામની બહાર જ્યારે તે પહોંચી ત્યારે સંધ્યાસમય થઈ ગયો હતો. ત્યાં એક યક્ષમંદિર હતું અને મંદિરમાં આરતી થઈ રહી હતી. લક્ષ્મી એ મંદિરમાં પહોંચી. એક વૃદ્ધ બ્રાહ્મણ અને વૃદ્ધ પત્ની સાથે આરતી કરી રહ્યાં હતા. આરતી પૂરી થયા પછી બ્રાહાણે લક્ષ્મીને જોઈ. “આ કોઈ બહારગામની સ્ત્રી લાગે છે.” સમજીને બ્રાહ્મણે પૂછ્યું : બેટી, ક્યાંથી આવે છે? ને તારી સાથે કોણ છે?' શ્રી સમરાદિત્ય મહાકથા CCC For Private And Personal Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હે પૂજ્ય, હું દેવપુરથી આવું છું. મારા માથે મારા ભગવાન છે...' વૃદ્ધ બ્રાહ્મણ સમજી ગયો કે “કોઈ દુઃખિયારી સ્ત્રી લાગે છે..' તેણે કહ્યું : બેટી, જો તને વાંધો ના હોય તો તું અમારી સાથે ચાલ. અમે બે પતિ-પત્ની જ છીએ ઘરમાં..” લક્ષ્મીએ બ્રાહ્મણીનો હાથ પકડી લીધો અને તેમની સાથે એમના ઘરે ગઈ. તેણે બ્રાહ્મણીને કહ્યું : “માતાજી, મારા જેવી અજાણી, અપરિચિત અને તિરસ્કૃત સ્ત્રીને, આશ્રય આપી, આપે મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે.” બ્રાહ્મણે બ્રાહ્મણીને કહ્યું : “આ સ્ત્રીની વાણી શિષ્ટ છે, મધુર છે. એની કામ કરવાની રીત મોટા ઘરના જેવી છે. જરૂર આ કોઈ મોટા ઘરની પુત્રવધૂ લાગે છે. પરંતુ આપણે એને કંઈ જ પૂછવું નથી...' લક્ષ્મીએ ઘરનું બધું જ કામ પોતે ઉપાડી લીધું. બ્રાહ્મણ-બ્રાહ્મણીની ખૂબ સારી સેવા કરવા માંડી. | 0 ૦ 0. સુવદને સોનામહોરો લેવાની ધરણને વારંવાર ના પાડી હતી, છતાં ધરણે આઠ લાખ સોનામહોરો સુવદનને આપી હતી અને સુવદનને મુક્ત કરાવ્યો હતો. જે સૈનિકો લક્ષ્મીને દેશ નિકાલ આપવા ગયા હતા તેમને સુવદને પૂછ્યું કે લક્ષ્મીને તેમણે ક્યાં છોડી હતી. સૈનિકોને પાંચ પાંચ સોનામહોર આપી એટલે સૈનિકોએ જગ્યા બતાવી. સુવદન લક્ષ્મીને શોધવા એ બાજુ ગયો. દસ-પંદર ગામોમાં લક્ષ્મીની તપાસ કરી, પરંતુ લક્ષ્મી ના મળી. છેવટે તેણે નંદીવર્ધન ગામમાં લક્ષ્મીને શોધી કાઢી. સુવદનને જોઈને લક્ષ્મી આનંદવિભોર થઈ ગઈ. વૃદ્ધ બ્રાહ્મણે સુવદનનું સ્વાગત કર્યું. સ્નાન-ભોઇનાદિથી પરવાર્યા પછી બ્રાહ્મણે લક્ષ્મીને પૂછુયું : ‘બેટી, આ સજ્જન પુરુષ કોણ છે?' પિતાજી, આપના જમાઈ છે. મને લેવા માટે આવ્યા છે.' સુવદને પણ નાટક કર્યું: “પિતાજી, આ રિસાઈને ઘરેથી નીકળી ગઈ હતી. એને શોધતો શોધતો પંદર દિવસે અહીં પહોંચ્યો છું...” વૃદ્ધ બ્રાહ્મણે લક્ષ્મીને ઠપકો આપ્યો. “આ રીતે યુવાન સ્ત્રીએ એકલીએ બહાર નીકળી જવાય નહીં.. વગેરે વગેરે. સુવદને લક્ષ્મીને એકાંતમાં બધી વાત કરી. ધરણે આઠ લાખ સુવર્ણમુદ્રાઓ આપી, એ વાત પણ કરી. લક્ષ્મીએ પૂછ્યું : હવે, આપણે ક્યાં જવું છે?' મારા વતનમાં જઈએ. થોડા વર્ષો ત્યાં પસાર કરીએ.’ “આપણે દેવપુરથી જ વહાણમાં સમુદ્રમાર્ગે જવાનું છે ને?” ‘હા, અહીંથી દેવપુર જઈએ.' CEO ભાગ-૨ ૯ ભવ છો For Private And Personal Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૃદ્ધ બ્રાહ્મણની અનુમતિ લઈ, બંને દેવપુર તરફ ચાલી નીકળ્યાં. દેવપુરના સમુદ્રકિનારા પર ચીનદેશ જતું એક વહાણ તૈયાર જ ઊભું હતું. લક્ષ્મી અને સુવદન, બંને એ વહાણમાં બેસી ગયાં. વહાણના માલિકને સુવદને એક હજાર સોનામહોર ભેટ આપી અને કહ્યું : “અમને ચીનના કોઈ પણ બંદરે ઉતારી દેજે.' તેઓ ચીન પહોંચ્યા. સુવદનના ઘરે પહોંચ્યા. ઘર બંધ પડેલું હતું. સુવદનનાં માતા-પિતા અવસાન પામેલાં હતાં. સુવદને ઘર ખોલ્યું. નોકરો પાસે ઘર સાફ કરાવ્યું, સજાવ્યું અને બંને સુખપૂર્વક રહેવા લાગ્યાં. સુવદને વતનમાં કોઈ જ ધંધો શરૂ ના કર્યો. ખાવા-પીવામાં અને હરવા-ફરવામાં દિવસો પસાર થવા લાગ્યા. બે વર્ષમાં સુવદનની ચાર લાખ સોનામહોરો વપરાઈ ગઈ. લક્ષ્મીએ કહ્યું : “આ રીતે તો આપણે બીજાં બે વર્ષ પછી રસ્તે રઝળતાં થઈ જઈશું. માટે કોઈ ધંધો કરો.” સુવદને કહ્યું : “ધંધો કરવા આપણે પાછાં ભારતના કોઈ બંદરે જવું જોઈએ. આ દેશમાં ધંધો કરવાથી ખાસ કમાણી નહીં થાય.” જો એમ જ હોય તો આપણે ભારતના કોઈ બંદરે જઈએ, ત્યાં રહીએ.” સુવદને એક વહાણ ભાડે લીધું. જે માલ ભારતમાં વેચવાથી સારો નફો થાય એમ હતો, એ માલ એણે ખરીદ્યો અને વહાણમાં ભર્યો અને એક દિવસ લક્ષમી સાથે તેણે પ્રયાણ કર્યું, તેમણે તામ્રલિપ્તી નગરીએ પહોંચીને ત્યાં નિવાસ કર્યો, ગામની ભાગોળે તેણે એક મકાન ખરીદી લીધું. ૦ ૦ ૦ ધરણમુનિ વિહાર કરતાં કરતાં તામ્રલિપ્તી નગરીમાં આવી લાગ્યા. તેમણે નગરીની બહાર, નજીકના ઉદ્યાનમાં નિવાસ કર્યો. તેઓ મોટા ભાગે નિર્જન પ્રદેશમાં ધ્યાનસ્થ દશામાં ઊભા રહેતાં હતાં. એક દિવસ લક્ષ્મી ઉદ્યાનમાં ફરતી હતી, તેણે ઘરણમુનિને જોયા... અને ઓળખ્યા. અરે, આ તો ધરણ પોતે જ છે! સાધુ બની ગયો છે. મારું કેવું દુર્ભાગ્ય કે મને વળી પાછા એનાં દર્શન થયાં... મારો આ જન્મ-જન્મનો શત્રુ છે. મને એ દીઠોય નથી ગમતો. ખેર, પેલી વખત વહાણમાં એના ગળામાં ફાંસો બરાબર નખાયો ન હતો. એટલે જીવી ગયો,” પણ હવે એ વહેલામાં વહેલી તકે મરે, એવો ઉપાય કરું...” લક્ષ્મીના મનમાં ધરણને મારવાના વિચારો શરૂ થઈ ગયા. ધરણના ઉપકારો એ ભૂલી ગઈ. તેણે વિચાર્યું : “ગઈ કાલે જ રાજ્યના સૈનિકોએ ભિક્ષુકવેષધારી ચોરોને પકડ્યા હતા. મુદ્દામાલ સાથે પકડ્યા હતા. રાજાએ તેમને મરાવી નખાવ્યા હતા... “આવા સાધુવેષધારીઓ પણ ચોરી કરે છે,' એવી માન્યતા નગરમાં ફેલાણી છે. આ ધરણ પણ ચોર તરીક પકડાય તો એને જરૂર મોતની સજા થાય.' શ્રી સમરાદિત્ય મહાકથા EC9 For Private And Personal Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધરણમુનિને ચોર-રૂપે કેવી રીતે પકડાવવા, એ અંગે લક્ષ્મી વિચારવા લાગી. એને આ કામ વિલંબ કર્યા વિના પાર પાડવું હતું. તેણે વિચાર્યું : ‘આ ધ્યાનસ્થ ઊભો છે. એ આખી રાત કદાચ ઊભો રહેશે. હું એની પાસે મારું ભાંગેલું સુવર્ણકંકણ અને ગળાનો સુવર્ણહાર મૂકી દઉં... પછી બૂમાબૂમ શરૂ કરું, નગ૨૨ક્ષક સૈનિકો ઉઘાનની પાસેથી પસાર થાય છે. તેઓ મારી બૂમો સાંભળી દોડી આવશે. પકડીને તેને રાજા પાસે લઈ જશે... રાજા તેને મોતની સજા કરશે.' તેણે પોતાના હાથમાંથી સુવર્ણકંકણ બહાર કાઢી, વાળી નાખ્યું અને ગળામાંથી હાર કાઢ્યો. બંને વસ્તુઓ એણે મુનિરાજની પાસે મૂકી દીધી. ત્યાર પછી બૂમો પાડવી શરૂ કરી : 'દોડો... દોડો... હું લૂંટાઈ ગઈ... હાય-હાય, મારો હાર અને મારી બંગડી ઉતારીને ચોર ભાગ્યો છે... સાધુના વેષમાં એ છે.’ નગરક્ષક સૈનિકો દોડી આવ્યા. લક્ષ્મીએ તેમને કહ્યું : ‘હું અહીં ઉદ્યાનમાં ફરતી હતી... ત્યાં એક ડાકુએ મને પકડી, મારા હાથમાંથી બંગડી કાઢી લીધી અને ગળાનો હાર કાઢી લીધો... ડાકુ સાધુવેષમાં હતો... એ ભાગી ગયો છે...’ નગ૨૨ક્ષકોએ ડાકુને શોધવા માંડ્યો... શોધતા શોધતાં તેઓ ધરણમુનિની પાસે આવ્યા... ‘આ રહ્યો એ ડાકુ,' એમ કહી કોટવાલે તેમને પકડ્યા. સૈનિકોએ તેમને ઘેરી લીધા. મુનિને તપાસ્યા... તેમના શરીર પર એક નાનું અધોવસ્ત્ર હતું અને એક ઉત્તરીયવસ્ત્ર હતું. વસ્ત્રના છેડે કંઈ જ બાંધેલું ન હતું. કોટવાલે સૈનિકોને કહ્યું : ‘આ સાધુવેષધારી ડાકુના શરીર પર તો કોઈ જ ચોરીનો માલ નથી. તમે આસપાસ તપાસ કરો... એણે ક્યાંક જમીનમાં છુપાવ્યું હશે..’ એ દરમિયાન કોટવાલે મુનિરાજને પૂછ્યું : ‘અરે સાધુ, તું કોણ છે? અહીં કેમ ઊભો છે?’ મુનિ મૌન રહ્યા. એક તો પેલી સ્ત્રીને લૂંટી છે અને હવે ઉત્તર આપતો નથી? કહી દે, એ સ્ત્રીનું સુવર્ણકંકણ અને ગળાનો હાર ક્યાં સંતાડ્યો છે?' મુનિ મૌન રહ્યા. ત્યાં સૈનિકો દોડતા આવ્યા. મળી ગયો ચોરીનો માલ. આ રહી બંગડી અને આ રહ્યો હાર.' સૈનિકોએ કોટવાલના હાથમાં બન્ને વસ્તુ મૂકી દીધી. કોટવાલે મુનિરાજ સામે જોયું. મુનિરાજની પ્રશાંત મુખમુદ્રા જોઈ કોટવાલને વિચાર આવ્યો : ‘આ સાધુ શું ચોરી કરે? લૂંટ કરે? આની મુખાકૃતિ ડાકુની નથી દેખાતી... એને ફરીથી પૂછું.’ ‘હે સાધુ, આ સોનાનાં અલંકારો, સ્ત્રીના શરીર પરથી, તમે ઉતારી લીધાં છે? પરંતુ ધરણમુનિએ ઉત્તર ના આપ્યો. તેઓ તો ધ્યાનસ્થ દશામાં જ ઊભા હતા. કોટવાલે વિચાર્યું : ‘હવે મહારાજાને જ અહીં બોલાવવા પડશે. તેઓ આ સાધુને જોઈને... જે નિર્ણય ક૨વો હોય તે કરે.’ ૯૯૨ ભાગ-૨ ′′ ભવ છઠ્ઠો For Private And Personal Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બે સૈનિકોએ મહારાજાને સમાચાર આપ્યા. તરત જ મહારાજા રથમાં બેસી, ઉદ્યાનમાં આવ્યા. કોટવાલે બધી વાત કરી. રાજાએ ધ્યાનસ્થ ઊભેલા ધરણમુનિને જોયા. રાજાનું ચિત્ત પણ વિમાસણમાં પડ્યું. રાજાએ કોટવાલને કહ્યું : “તમે પૂરી તપાસ કરો. પછી જો આ સાધુ અપરાધી નક્કી થાય તો તેને શૂળી પર ચઢાવી દો..' રાજા રથમાં બેસી રાજમહેલે પહોંચી ગયો. કોટવાલે પુનઃ ધરણમુનિને પૂછ્યું : “અરે સાધુ, તું બોલ, શું આ અલંકારો તે લૂંટ્યા છે? જો તું ઉત્તર નહીં આપે તો મારે તને શૂળી પર ચઢાવવો પડશે.' મુનિ મૌન રહ્યા. કોટવાલને ગુસ્સો આવ્યો. તેણે સૈનિકોને આજ્ઞા કરી : “આ કપટી છે, દંભી છે.. અને વધસ્થાને લઈ જાઓ અને શૂળી પર ચઢાવી દો.” બીજી બાજુ, નગરનાં લોકોને ખબર પડી કે આજે પણ એક સાધુવેષધારી ડાકુએ એક સ્ત્રીને ઉદ્યાનમાં લૂંટી છે... ને તેને શૂળીએ ચઢાવાની સજા થઈ છે..' એટલે સેંકડો નગરજનો વધસ્થાન પર ભેગા થયા હતા. નગરરક્ષકોએ શૂળી ઊભી કરી. રાજપુરુષે ઘોષણા કરી : “અરે નગરલોકો! આ સાધુના વેષમાં ડાકુ છે. તેણે એક સ્ત્રીને લૂંટી છે, એટલે આને શૂળી પર ચઢાવી મારી નાખવાની મહારાજાએ સજા કરી છે. માટે આવો અપરાધ જે કોઈ કરશે તેને મહારાજા આવી આકરી સજા ફટકારશે.” રાજપુરુષે, ત્યાં ઊભેલા બે ચંડાળોને આજ્ઞા કરી : “આને શૂળી પર ચઢાવો.' પરંતુ ચંડાળોએ મુનિરાજને ઊંચકીને જેવા શૂળી પર ચઢાવ્યા... કે શુળી આખી ને આખી જમીનમાં પ્રવેશી ગઈ. મુનિરાજને જરાય ઈજા ના થઈ. આકાશમાંથી મુનિરાજ ઉપર પુષ્પવૃષ્ટિ થવા લાગી.. એ ક્ષેત્રના દેવતા, મુનિરાજના તપ-સંયમના દિવ્ય પ્રભાવથી જાગ્રત થયા હતા... તેમણે પરોક્ષ રહીને, શુળીને જમીનમાં ઉતારી દીધી હતી, અને તેમણે જ પુષ્પોની વર્ષા કરી હતી. ક્ષેત્રદેવતાએ આકાશવાણી કરી : “આ મુનિભગવંતનો ધર્મ જયવંતો વર્તે છે.” પ્રજાજનોએ મુનિરાજનો જયજયકાર કરી દીધો. બે સૈનિકો દોડતા રાજમહેલે પહોંચ્યા. રાજાને કહ્યું : મહારાજા, ગજબની ઘટના બની છે. શૂળી જમીનમાં પ્રવેશી ગઈ ને મુનિરાજ બચી ગયા. તેમના પર આકાશમાંથી પુષ્પો વરસી રહ્યાં છે.” તરત જ રાજા રથમાં બેસીને મુનિરાજ પાસે આવ્યો. મુનિરાજનાં ચરણોમાં પ્રણામ કર્યા અને પૂછ્યું : “હે ભગવંત, અમારી ભૂલ થઈ, અમને ક્ષમા આપો અને આ બધુ શું બની રહ્યું છે... એ અમને સમજાવવાની કૃપા કરો.” પરંતુ ધરણમુનિએ કોઈ ઉત્તર ના આપ્યો. તેઓ મૌન રહ્યા. સહુ વિમાસણમાં પડી ગયા. કોટવાલે કહ્યું : “મહારાજા, મને પહેલાથી જ શ્રી સમરાદિત્ય મહાકથા cc૩ For Private And Personal Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાગતું હતું કે આ મુનિરાજ આવું ખોટું કામ ના કરે.. પરંતુ તેઓ મૌન છે. મને તો બીજી ચિંતા થાય છે કે..” કોટવાલ ગભરાયો હતો. રાજાએ પૂછ્યું : “શાની ચિંતા થાય છે?” “જે દેવ દેવીએ શુળીને જમીનમાં ઉતારી દીધી, એ દેવ કે દેવી આપણને જમીનમાં ના ઉતારી દે...” કોટવાલ, ભય ના પામ. આપણે આ મહામુનિની ક્ષમા માંગી છે... આપણી થયેલી ભૂલનો પશ્ચાત્તાપ કરીએ છીએ...' “મહારાજા, જુઓને મુનિરાજના મુખ પર કેવું તેજ ઝગમગે છે? કેવી પ્રશાન્ત મુખમુદ્રા છે! મને તો પેલી ફરિયાદ કરનારી સ્ત્રી ઉપર શંકા જાય છે.... એણે જ અમને બૂમો પાડીને બોલાવ્યા હતા...” “તો એ સ્ત્રીને અહીં બોલાવો.' રાજાએ કહ્યું. બે સૈનિકો લક્ષ્મીને શોધવા ગયા. પરંતુ લક્ષ્મી તેમને કેવી રીતે મળે? જ્યારે શૂળી જમીનમાં પ્રવેશી ગયાના અને મુનિ પર પુષ્પવૃષ્ટિ થયાના સમાચાર લમીએ જાણ્યા હતા ત્યારે જ તે જંગલ તરફ ભાગી ગઈ હતી. તે ભયભીત થઈ ગઈ હતી. તેણે વિચાર્યું જ હતું કે હવે રાજપુરુષો એને પકડશે. મુનિ પણ રાજાને મારી ઓળખાણ આપશે... ને રાજા એને શૂળી પર ચઢાવી દેશે... એટલે એ ભાગી હતી. બીજો ભય એને ક્ષેત્રદેવતાનો લાગ્યો હતો. “જરૂર ક્ષેત્રદેવતા ધરણમુનિનો ભક્ત લાગે છે. કદાચ એ મને પકડીને મારી નાખે..' સૈનિકોએ લક્ષ્મીને આસપાસમાં શોધી. નગરીમાં શોધી.. પણ ના મળી. તેમણે આવીને, મહારાજાને કહ્યું : “મહારાજા, એ સ્ત્રી મળતી નથી...' રાજાએ કહ્યું : “કોઈ પણ કારણથી એ સ્ત્રીને આ મહામુનિ પ્રત્યે દ્વેષ જાગ્યો હશે... એણે જાણીબૂઝીને આ મુનિરાજ ઉપર આરોપ મૂક્યો લાગે છે...' એટલામાં કોટવાલ સુવદનને પકડી લાવ્યો. લક્ષ્મીએ ભાગતા પહેલાં સુવદનને વાત કરી હતી. સુવદનને પણ ભાગવું જ હતું, પરંતુ એ ધનનું પોટલું બાંધવા રહ્યો. ત્યાં કોટવાલે એને પકડી લીધો, ને પૂછ્યું : “તારી પત્ની ક્યાં છે?' સુવદને કહ્યું : “મને ખબર નથી.” કોટવાલે સુવદનના માથા પર એક મુક્કો જમાવી દીધો. સુવદનને ચક્કર આવી ગયા. તેને પકડીને, બાંધીને, રાજા પાસે લાવવામાં આવ્યો. €EX ભાગ-૨ # ભ For Private And Personal Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૪] સજાએ સુવદનને પૂછયું : “અરે સાર્થવાહ, તારી પત્ની ક્યાં છે?” ‘ભાગી ગઈ.' તું કેમ ભાગતો હતો?” ભયથી...' શાનો ભય? ભય અપરાધીને હોય. તે એવો કોઈ અપરાધ કર્યો છે? હાજી, મેં એક મોટો અપરાધ કર્યો છે...' કેવો અપરાધ કર્યો છે?” પતિદ્રોહી. પાપી સ્ત્રીને મારી પાસે રાખવાનો...” હે સાર્થવાહ, હું તને અભયદાન આપું છું. તું જે વૃત્તાંત હોય તે કહે. શું તે જાણે છે આ મુનિરાજ અને તારી એ ભાગી ગયેલી સ્ત્રીનો સંબંધ?” મહારાજા, હું આ મુનિરાજને જાણું છું. પરંતુ બધો વૃત્તાંત કહી શકાય એમ નથી...' મુનિરાજને જોઈને સુવદને પ્રણામ કર્યા. તેની આંખો આંસુભીની થઈ ગઈ. જો ભાઈ, આ સંસારમાં કોઈ પણ વાત અશક્ય નથી હોતી. બધું બની શકે છે આ સંસારમાં. માટે જે કોઈ વાત, સારી કે નરસી બની હોય, તે સંકોચ રાખ્યા વિના કહે.' બે ક્ષણ સુવદને વિચાર કર્યો. તેણે કહ્યું : “મહારાજા, જો આપને સમગ્ર વૃત્તાંત સાંભળવો જ છે, તો આપ એકાંતમાં પધારો.” રાજાએ ત્યાં ઊભેલા સર્વને દૂર ચાલ્યા જવાનો સંકેત કર્યો. સહુ ચાલ્યા ગયા. સુવદને પશ્ચાત્તાપથી બળતા હૃદયે કહ્યું : “મહારાજા, મેં ઘણાં પાપ આચર્યા છે. હું ખરેખર મનુષ્ય નથી... પશુ છું... શ્વાન છું. મહાપુરુષ તો આ મુનિ ભગવંત છે. તેઓ કૃતજ્ઞ છે. પરલોકદર્શી છે. પરોપકારપરાયણ છે, પ્રતિજ્ઞાપાલનમાં તત્પર છે. સર્વ પાપોના ત્યાગી છે... હું એમને જાણું છું. ઘણા સમયથી જાણું છું. આ સાર્થવાહપુત્ર હતા. મને પહેલ-વહેલો પરિચય સુવર્ણદ્વીપ ઉપર થયો હતો. અને છેલ્લે અમે દેવપુરમાં છૂટા પડ્યા...” સુવદને કોઈ પણ વાત છુપાવ્યા વિના, બધી જ વાતો કહી દીધી. લક્ષ્મીનો વૃત્તાંત સાંભળીને રાજાને લક્ષ્મી પ્રત્યે ઘોર ઘૃણા થઈ આવી. રાજાએ સુવદનને કહ્યું : સાર્થવાહ, હવે જો તું તારું ભલું ઈચ્છતો હોય તો એ દુષ્ટાને શોધવા જવાની શ્રી સમરાદિત્ય મહાકથા. CGU For Private And Personal Use Only Page #502 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જરૂર નથી. હવે તું એને ભૂલી જા. એને જ્યાં જવું હોય ત્યાં ભલે જાય.. કદાચ એ તારી પાસે આવે તો પણ એને તારી પાસે ના રાખીશ. આવી દુષ્ટા સ્ત્રી લાખોમાં એક હોય..' મહારાજા, આપની વાત યથાર્થ છે. હું સ્વીકારું છું આપની વાત.' હું તને મુક્ત કરું છું. તું તારા માર્ગે ચાલ્યો જા.” રાજાએ દૂર ઊભેલા સૈનિકને બોલાવીને, સુવદનનાં બંધન ખોલી નાખવા આજ્ઞા કરી. સુવદને મુનિરાજની પાસે જઈ વંદન કરી. એને ઘણી શરમ આવી. તે ત્યાં ઊભો ના રહ્યા. ત્યાંથી શીધ્ર ચાલી નીકળ્યો. રાજ પણ રથમાં બેસી... સુવદને કહેલી વાતોને વાગોળતો રાજમહેલ તરફ ઊપડી ગયો. સુવદન દિશાશૂન્ય બની ચાલ્યો જતો હતો. તેના ચિત્તમાં આજે ધરણમુનિ પ્રત્યે અનુરાગનાં અજવાળાં પથરાયાં હતાં, તો બીજી બાજુ પોતે કરેલાં પાપોના ઘોર પશ્ચાત્તાપની આગ પ્રગટી હતી. “ધરણ કેટલો સરળ... ભદ્રિક, ઉદાર અને સૌમ્ય પ્રકૃતિનો છે? એની પત્નીને મેં મારી પત્ની બનાવી દીધી હતી. અને રાજાની સમક્ષ લક્ષ્મીએ નફ્ફટ થઈને કહી દીધું હતું. “આ મારો પતિ નથી...” છતાં ધરણને એના પ્રત્યે કે મારા પ્રત્યે જરાય રોષ નહોતો આવ્યો. એટલું જ નહીં, ઉપરથી મને આઠ લાખ સોનામહોર આગ્રહ કરીને આપી હતી. જ્યારે મેં એની દસ હજાર સોનાની ઈટોના સંપુટ ઉપર મારો અધિકાર સિદ્ધ કરવા પ્રયત્ન કરેલો... સરાસર વિશ્વાસઘાત કરનારા મારા જેવા ઘોર પાપી ઉપર એ મહાપુરુષે તો.. એના સ્વભાવ મુજબ ઉપકાર જ કર્યો હતો. રાજાને મારા પર અને લક્ષ્મી પર તીવ્ર રોષ થઈ આવેલો, પેલા ટોપશેઠને પણ તીવ્ર ક્રોધ આવી ગયેલો, પરંતુ ધરણ એ સમયે પણ સ્વસ્થ રહ્યો હતો. એના મુખ પર રોષની એક રેખા પણ ઊપસી આવી ન હતી. કેવો એ અનાસક્ત યોગી! સંસારમાં પણ એ યોગી જ હતો. હવે તો એ ખરેખર યોગી બની ગયો. એના અપૂર્વ તપોબળથી દેવતાએ એની રક્ષા કરી. જેના સાન્નિધ્યમાં દેવો રહેતા હોય તેવા એ યોગી પુરુષનો હું કેવો નિકૃષ્ટ અપરાધી બન્યો છું? મને ખરેખર આ જીવનમાં શાન્તિ નહીં જ મળે. હું અશાન્તિમાં રિબાઈરિબાઈને મરીશ. મૃત્યુ પછી મારું શું થશે, એ હું જાણતો નથી. પરંતુ જો મારે બીજો જન્મ લેવાનો હશે તો.. કદાચ હું પશુયોનિમાં જન્મીશ. મેં મારું આ જીવન વેડફી નાખ્યું છે..” સુવદન ચાલતો ચાલતો વૈજયંતનગરમાં પહોંચ્યો. તે નગરની બહાર ઉદ્યાનમાં એક ઘટાદાર વૃક્ષની છાયામાં જઈને બેઠો. તેની પાસે સોનામહોરો હતી, તે ગામમાં જઈને, ઘર લઈને રહી શકે એટલું ધન હતું. પરંતુ તેનું મન દુ:ખી હતું, “હવે શું ભાગ-૨ જ ભવ છઠો CES For Private And Personal Use Only Page #503 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરવું?' એનો નિર્ણય એ કરી શકતો ન હતો. તે વૃક્ષને અઢેલીને બેઠો હતો. શીતલ પવને તેને ઊંઘાડી દીધો, આમેય તે ચાલીને થાકી પણ ગયો હતો. વિચારો કરી કરીને એનું મન પણ થાકી ગયું હતું. તે જાગ્યો ત્યારે મધ્યાહુનકાળ થઈ ગયો હતો. ઉદ્યાનની બહાર જઈ તેણે ફળ વેચનારી સ્ત્રી પાસેથી ફળ ખરીદ્યાં. ફળ ખાઈને, બાજુમાં જ આવેલા કુવા પર જઈ પાણી પી લીધું. તે પુનઃ ઉદ્યાનમાં પ્રવેશ્યો. ઉદ્યાન રમણીય હતું. તે ઉદ્યાનમાં ફરતો ફરતો એવી જગ્યાએ જઈ ચઢ્યો કે જ્યાં “મંગ' નામના આચાર્ય, વિશાળ શિષ્યપરિવાર સાથે બિરાજમાન હતા. સુવદનને વિધિપૂર્વક વંદના કરતાં નહોતું આવડતું. તેણે બે હાથ જોડી, આચાર્યદેવને પ્રણામ કર્યા અને પૂછ્યું : “હે પૂજ્ય, હું અહીં બેસી શકે છે?” આચાર્યદેવે અનુમતિ આપી. તેઓએ સુવદનને જોઈને વિચાર્યું : “આ પુરુષ વિદેશી લાગે છે. ધર્મથી અનભિજ્ઞ લાગે છે. ત્યાં સુવદને પૂછયું : “હે પૂજ્ય, પાપીને શાત્તિ કેવી રીતે મળે?' “વત્સ, ધર્મથી જ શાન્તિ મળે...” “શું મને આપ, શાન્તિ આપનાર ધર્મ સમજાવશો? મારું ચિત્ત અશાંત છે... મેં ઘણા પાપ કરેલાં છે..” હે ભદ્ર, જે મનુષ્ય પાપોનો ત્યાગ કરી, ધર્મનું શરણ લે છે, તેને અવશ્ય શાન્તિ મળે છે, પ્રસન્નતા પ્રાપ્ત થાય છે...” પૂજ્ય, હવે હું પાપો નહીં કરું. જે પાપો થઈ ગયાં છે, એનું અત્યંત દુઃખ છે મારા મનમાં... હવે મને જીવવામાં પણ રસ રહ્યો નથી.' “વત્સ, તને તારાં પાપોનો પશ્ચાત્તાપ થઈ રહ્યો છે, એટલે તું શાન્તિના માર્ગ પર આવી ગયો છે. હવે એ માર્ગ પર આગળ વધવા માટે વિશેષ પ્રકારની ધર્મઆરાધના કરવી જોઈએ.” આપ જે કહો તે કરવા તૈયાર છું.” આચાર્યદેવે વિચાર્યું : “આ જીવનાં કર્મો ઘણાં હળવાં થયાં લાગે છે. તેને ચારિત્રધર્મની સમજણ આપું. એ જરૂર ચારિત્રધર્મ સ્વીકારશે.” તેઓએ સુવદનને કહ્યું : વત્સ, પહેલો ધર્મ છે અહિંસાનો. કોઈ પણ જીવને, મન-વચન-કાયાથી મારવો નહીં. એને કષ્ટ આપવું નહીં. બીજું મહાવ્રત છે અસત્યના ત્યાગનું. મન-વચન-કાયાથી અસત્ય બોલવું નહીં. ત્રીજું મહાવ્રત છે ચોરીના ત્યાગનું. મનથી, વાણીથી અને કાયાથી ચોરી કરવી નહીં. ચોથું મહાવ્રત છે મૈથુનના ત્યાગનું. મન-વચન-કાયાથી મૈથુન સેવન કરવું નહીં. પાંચમું મહાવ્રત છે મમત્વના ત્યાગનું. મન-વચન-કાયાથી મમત્વનો ત્યાગ કરવાનો. શ્રી સમરાદિત્ય મહાકથા CEO For Private And Personal Use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાત્રિભોજન નહીં કરવાનું, અભક્ષ્યનું ભક્ષણ નહીં કરવાનું, અપેયનું પાન નહીં કરવાનું, વ્યસનોનો ત્યાગ કરવાનો... આ બધાં વ્રતો-મહાવ્રતોનું પાલન કરવા સાધુ બનવું પડે. ગૃહવાસમાં આ વ્રતોમહાવ્રતોનું પાલન ના થઈ શકે. સાધુજીવનમાં કોઈ એક સ્થાને રહેવાનું હોતુ નથી. ગામેગામ પદયાત્રા કરતા વિચરવાનું હોય છે. ભિક્ષાવૃત્તિથી જીવવાનું હોય છે. કોઈ પણ જીવને પીડા ના થાય, દુઃખ ના થાય, અભાવ ના થાય એ રીતે જીવવાનું હોય છે. ગુરુની આજ્ઞાનું પાલન કરવાનું હોય છે. ગુરુની પાસે બેસીને શાન્તિથી ધર્મનું જ્ઞાન મેળવવાનું હોય છે. વધુમાં વધુ મૌન ધારણ કરવાનું હોય છે અને પરમાત્માનું ધ્યાન કરવાનું હોય છે. સર્વ જીવો સાથે મૈત્રીભાવ રાખવાનો હોય છે. કોઈ પણ જીવને શત્રુ માનવાનો નથી. દુઃખી જીવો પ્રત્યે કરુણાભાવ રાખવાનો છે. ‘સહુ જીવો સુખી થાઓ...’ આવી ભાવના રોજ ભાવવાની હોય છે... ‘પૂર્ણ શાન્તિનું આ જીવન છે.’ સુવદન તન્મય બનીને આ બધી વાતો સાંભળી રહ્યો હતો. જીવનમાં પહેલી જ વાર ધર્માચાર્યનો એને પરિચય થયો હતો અને પહેલી જ વાર આ બધી વાતો એ સાંભળી રહ્યો હતો. આ બધી વાતો તેને ગમી. તેણે આચાર્યદેવને કહ્યું : ‘ભગવંત, શું મારામાં સાધુ બનવાની યોગ્યતા છે?’ ‘વત્સ, તું સાધુ બનવા યોગ્ય છે.' ‘તો મારા પર કૃપા કરો અને મને સાધુ બનાવો... મને, આપે વર્ણન કર્યું તેવું જીવન જીવવું ગમશે...’ આચાર્યદેવે સુવદનને દીક્ષા આપી. સુવદને સારી રીતે સંયમધર્મ પાળ્યો અને મનુષ્યજીવન સફળ કર્યું. લક્ષ્મી. લક્ષ્મી તામ્રલિપ્તી નગરીથી ભાગી. તેણે જંગલનો રસ્તો લીધો. જ્યાં સુધી તેનામાં શક્તિ હતી ત્યાં સુધી એ જંગલમાં દોડતી રહી. વારંવાર એ પાછળ વળીને જોતી હતી. મને પકડવા રાજાના સૈનિકો મારી પાછળ તો આવતા નથી ને?” એને ભય લાગતો હતો. તે દોડીદોડીને થાકી... ધીરે ધીરે ચાલવા લાગી. તે એક વિકટ અટવીમાં દાખલ થઈ... તેના શરીર પર સુંદર વસ્ત્રો અને મૂલ્યવાન અલંકારો હતાં. અચાનક અટવીમાં ડાકુઓ પ્રગટ થયા. લક્ષ્મીને ઘેરી લીધી. લક્ષ્મીએ કહ્યું : ‘હું તમને મારા અલંકારો આપી દઉં છું... તમે મને અડતાં નહીં.' તેણે ડાકુઓને બધા જ CEL ભાગ-૨ * ભવ છઠ્ઠો For Private And Personal Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અલંકારો આપી દીધા... એક ડાકુને લક્ષ્મીનાં વસ્ત્રો ગમ્યાં... તેણે વસ્ત્રો પણ ઉતરાવી લીધાં... લક્ષ્મી નિર્વસ્ત્ર બની ગઈ. ડાકુ ચાલ્યા ગયા. લક્ષ્મી આગળ ચાલી. રાત્રિના છેલ્લા પ્રહરમાં તે કુશસ્થળ' નામના ગામની બહાર પહોંચી. . ત્યાં ગામની બહાર, રાજાની રાણીનાં સર્વ વિપ્નોની ઉપશાંતિ માટે, રાજપુરોહિત શાન્તિકર્મ કરી રહ્યો હતો. એક કુંડમાં અગ્નિ સળગતો હતો. લાલ વસ્ત્ર પહેરીને પુરોહિત અગ્નિકુંડની પાસે બેસી મંત્રજાપ કરી રહ્યો હતો. ચાર દિશામાં ચાર રક્ષકો ખુલ્લી તલવારો લઈ ઊભા હતા. રાણીને કોઈ વ્યંતરી ઉપદ્રવ કરતી હતી. એ ઉપદ્રવમાંથી રાણીને મુક્ત કરવા શાંતિકર્મ થઈ રહ્યું હતું. લક્ષ્મીએ દૂરથી અગ્નિની જવાળાઓ જોઈ. તેણે વિચાર્યું : “જરૂર કોઈ સાર્થ અહીં પડાવ નાંખીને રહ્યો લાગે છે. લાવ ત્યાં જાઉં... એકાદ વસ્ત્ર મળી જશે. તો શરીરની લાજ ઢાંકી શકાશે.” એ તો અગ્નિની નજીક પહોંચી કે દિશાઓમાંથી શિયાળોના અવાજ આવવા લાગ્યા. ચાર દિશામાં રહેલા રક્ષકોએ નગ્નાવસ્થામાં લક્ષ્મીને જોઈ.... તેઓ ગભરાયા... “અરે, આ જ વ્યંતરી છે... આ જ રાક્ષસી છે.” રક્ષકોના હાથમાંથી તલવારો નીચે પડી ગઈ.... રક્ષકો સ્તબ્ધ થઈ ગયા. પગ થાંભલા જેવા થઈ ગયા. હાથ ધ્રુજવા લાગ્યા. અને મૂચ્છિત થઈને જમીન પર ઢળી પડ્યા. લક્ષ્મી બોલી : 'તમે ભય ના પામો, હું માનવસ્ત્રી છું...” તે ઘેડીને પુરોહિત પાસે પહોંચી. નગ્ન સ્ત્રીને જોઈને પુરોહિત ભડક્યો. તેણે માળા જમીન પર મૂકી દીધી. ઊભો થયો... લક્ષ્મી અગ્નિની આસપાસ ફરવા લાગી. પુરોહિતે તેના વાળ પકડીને તેને હચમચાવી નાખી. દિશાઓમાં પડેલા રક્ષકોને પુરોહિતે કહ્યું : “ઊભા થાઓ. ભય ના પામો. મેં આ રાક્ષસીને પકડી છે. તમે એને ઘરડાથી બાંધો...' સૈનિકોએ લક્ષ્મીને દોરડાથી બાંધી, તેને નગરમાં રાજા પાસે લઈ જવામાં આવી. રાજાએ લક્ષ્મીને જોઈ... “અહો, આ રાક્ષસીને બરાબર સજા કરવી જોઈએ.” રાજાએ ચંડાળોને બોલાવ્યા અને કહ્યું : “આ રાક્ષસીને લઈ જાઓ. તેના આખા શરીરે વિષ્ટાનું વિલેપન કરજો. ત્યાર પછી એના માથે મુંડન કરી નાખજો. તેને મેદાનમાં લઈ જઈ તેના ઉપર શિકારી કૂતરા છોડી દેજો... પરંતુ આ રાક્ષસી મરી ના જાય, એની કાળજી રાખજો... એ લોહીલુહાણ થઈ જાય એટલે એના બે પગે દોરડું બાંધીને, નગરના રાજમાર્ગો પરથી ઘસડતાં ઘસડતાં તેને નગરની બહાર લઈ જજો...” ચંડાળોએ રાજાની આજ્ઞા મુજબ લક્ષ્મીની ખૂબ કર્થના કરી. એણે કરેલાં ઘોર પાપકર્મો જાણે કે એ જ ભવમાં ઉદય આવ્યાં. જ્યારે એના પર શિકારી કૂતરાઓ છોડી મૂકવામાં આવ્યા. તે મેદાનમાં ચીસો પાડતી દોડવા લાગી... છેવટે તે થાકીને જમીન પર ઢળી પડી. કૂતરાઓ એને બચકાં ભરવા લાગ્યા. તે લોહીલુહાણ થઈ ગઈ. તેને ઢસડીને નગરની બહાર લઈ જવામાં આવી. શ્રી સમરાદિત્ય મહાકથા EEG For Private And Personal Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નગરથી દૂર એક જંગલમાં એને છોડી દેવામાં આવી. સૈનિકો પાછા ચાલ્યા ગયા. લક્ષ્મી ઊભી થવા શક્તિમાન ન હતી. તે ઢસડાતી ઢસડાતી પાસેના ઝરણા પાસે ગઈ... તે ઝરણામાં પડી. એક ઘટિકા સુધી એ ઝરણામાં પડી રહી.. એના શરીરમાંથી લોહી નીકળતું બંધ થયું. ધીરે હાથે શરીર સાફ કર્યું. તે ઝરણામાંથી બહાર નીકળી તે પરિતાપ કરવા લાગી. “મારું જે થવાનું હોય તે થાય.. મને એનું દુઃખ નથી, પરંતુ મારો શત્રુ જીવતો રહી ગયો. મર્યો નહીં. એ વાતનું મને ઘોર દુ:ખ છે... હવે એને હું મારી શકીશ નહીં... શું કરું? બે હાથ ચોળવા લાગી. ચારે બાજુ જોવા લાગી. ઊભી થવા ગઈ, પરંતુ પગમાં પીડા થવા લાગી. તે પડી રહી ઝરણાના કિનારે, રાત પણ ત્યાં જ પસાર કરી. સવારે તે માંડ માંડ ઊભી થઈ. ધીરે ધીરે જંગલમાં તે ચાલવા લાગી. ઘોર ભયંકર જંગલમાં એકલી-અટૂલી તે ચાલી રહી હતી.. એક ટેકરી ઉપર વિશાળકાય સિંહ ઊભો હતો. ભૂખ્યો થયો હતો. તેણે લક્ષ્મીને જોઈ... સિંહે ગર્જના કરી. લક્ષ્મી ભયભીત બની ધ્રુજવા લાગી. તેણે સિંહને છલાંગો મારતો આવતો જોયો... એ દોડી.. પણ પગમાં વેલ ગૂંચવાઈ ગઈ ને પડી જમીન પર... સિંહે એના પર તરાપ મારી.. લક્ષ્મી મૃત્યુ પામી. સિંહનું ભક્ષ્ય બની ગઈ. મરીને તેનો આત્મા “ધૂમપ્રભા' નામના પાંચમા નરકમાં ચાલ્યો ગયો. ૦ ૦ ૦ ધરણમુનિ એકાકી વિચરતાં રહ્યાં. વીર બનીને, ધીર બનીને ઉપસર્ગો-પરીષહોને સહતાં રહ્યાં. સ્મશાનો અને શૂન્યગૃહોમાં રાતો વિતાવતાં રહ્યાં. રાતભર ધ્યાનસ્થ અવસ્થામાં રહેતાં હતાં. જીવનનો અંતકાળ આવી ગયો. તેમણે શરીરની સંખના કરી, દેહાશક્તિ તોડી નાખી, કષાયોની સંખના કરી, મનને સ્વચ્છ-નિર્મળ બનાવી દીધું. તે પછી તેઓએ એક મહિનાનું અનશન કર્યું. એક પથ્થરની શિલા પર સૂઈ ગયા. ના હલવાનું, ના ચાલવાનું. ના બોલવાનું કે ના જોવાનું. આંખો બંધ કરી એકમાત્ર પરમાત્માના ધ્યાનમાં લીન થઈ ગયા. આયુષ્ય કર્મ પૂર્ણ થયું. જ ધરણમુનિ સમાધિ-મૃત્યુ પામ્યા. આરણ નામના અગિયારમા દેવલોકમાં એમનો ખાત્મા દેવ થયો. - ભવ છઠ્ઠો સંપૂર્ણ 1000 ભાગ-૨ # ભવ છો For Private And Personal Use Only Page #507 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir झाचार्य श्री कलासरायरसरि ज्ञानमंदिर कावा तीर्य Acharya Sri Kailasasagarsuri Gyanmandir Sri Mahavir Jain Aradhana Kendra Koba Tirth, Gandhinagar-382 007 (GU)) INDIA Web site : www.kobatirth.org E-mail: gyanmandir @kobatirth.org CONCEPT: BIJAL CREATION 09376725757 ISBN 81-89177-07- 9 1 5BN SET 81-89177-06-0 For Private And Personal Use Only