________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
LY૧૪૦HI
એસાર્થે ચાર મંત્રીઓને પકડીને કારાવાસમાં નાખવાથી, માકંદીનગરીમાં ખળભળાટ મચી ગયો. બીજી બાજુ રજવાડામાં હસ્તીસેના તૈયાર થતી હતી. હાથીઓને યુદ્ધનું પ્રશિક્ષણ આપવામાં આવતું હતું. તેથી પ્રજા જુદા જુદા પ્રકારની કલ્પનાઓ કરી રહી હતી.
નગરના પ્રમુખ નાગરિકોને બોલાવીને, મહારાજાએ અને મહામંત્રી ધરણે સમગ્ર પરિસ્થિતિનો ખ્યાલ આપી દીધો અને ગુપ્તતાના સોગંદ આપી દીધા કે જેથી વાત દુશ્મનના કાને ના જાય. પરંતુ મંત્રીઓને કારાવાસમાં નાખ્યાની વાત, કોશલપુર પહોંચી ગઈ હતી. સાથે સાથે માર્કદીના મહામંત્રી સેનાનું પુનર્ગઠન કરી રહ્યા છે, હસ્તીસેના અને અશ્વસેના તૈયાર કરી રહ્યા છે, આ સમાચાર પણ કોશલપુર પહોંચી ગયા હતા. કોશલપુરનો રાજા શૈલેન્દ્ર વિચારમાં પડી ગયો હતો.
હવે હું માર્કદી પર આક્રમણ કરું તો ત્યાં મને સહાય કરનાર કોઈ નથી. બીજી બાજુ, ત્યાંની સેના હવે શક્તિશાળી બની છે. ત્યાંની હસ્તીસેના એકલી, મારી સેનાને કચરી નાખે. લેવાના દેવા પડી જાય... માટે હવે સરહદનાં ગામોનો વિવાદ સમેટી લેવો જોઈએ. માકેદી સાથે પૂર્વવતુ મિત્રતા જ સ્થાપિત કરવી જોઈએ.”
રાજાએ પોતાના દૂતને બોલાવીને કહ્યું: “તું માકેદી જા અને મહારાજાને મારો સંદેશો આપજે કે : “કોશલપુરનરેશ આપની સાથે મૈત્રી જ ઈચ્છે છે. ત્રણ ગામની ખાતર, મૈત્રીનો ભંગ નથી કરવો. માટે કોશલપુરનરેશ એ ગામો પરનો અધિકાર ત્યજી દે છે.”
દૂત મારતે ઘોડે માકેદી આવ્યો. રાજસભામાં જઈ, તેણે મહારાજાને પ્રણામ કર્યા અને કોશલપુરનરેશનો સંદેશો કહી સંભળાવ્યો. મહારાજા કાળમેઘે કહ્યું :
હે દૂત, તારા મહારાજને કહેજે કે અમે પણ તમારી સાથે મૈત્રી જ ઈચ્છીએ છીએ. તમે જે ખોટી રીતે ત્રણ ગામ ઉપર અધિકાર કરવાની વાત કરતા હતા, તે વાત તમે પડતી મૂકી, તે સારું કર્યું.”
મહારાજાએ દૂતનો સત્કાર કર્યો અને વિદાય આપી. યુદ્ધ ટળી ગયું. ધરણને ખૂબ આનંદ થયો. દેવનંદીની ઈચ્છા યુદ્ધ કરવાની હતી જ નહીં. ધરણ પણ યુદ્ધ ચાહતો ન હતો. યુદ્ધમાં થતી ઘોર હિંસા, કરોડો રૂપિયાનો વ્યય અને પ્રજાની તકલીફોનો વિચાર, તેને યુદ્ધ કરતાં રોકતો હતો. ના છૂટકે, રાજ્યની રક્ષા માટે યુદ્ધ કરવું જ પડે એમ હોય તો જ કરવું - એવી એની ધારણા હતી. ૯૪૪
ભાગ-૨ # ભવ છઠઠો
For Private And Personal Use Only