________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધરણે મહારાજાને પૂછ્યું : “મહારાજા, પેલા ચાર મંત્રીઓનું શું કરવું છે?'
ધરણ, એ ચારે ઝેરીલા નાગ છે. એમને હમણાં છ-બાર મહિના કારાવાસમાં પડી રહેવા દેવા છે. હા, એમને કોરડા મારવાની સજા ના કરવી હોય તો એ બંધ કરાવીએ. એ લોકો ક્ષમાપાત્ર નથી.'
આપની જેવી આશા, પરંતુ મારું મન એમને ક્ષમા આપવા ઈચ્છે છે, જો તેઓ પોતાના અપરાધો સ્વીકારતા હોય તો.-
ધરણ, હું તારી ઈચ્છાનો વિરોધ નથી કરતો, પરંતુ એ લોકો કેવા છે, તે મેં તને કહ્યું. તારે એમને મુક્ત કરવા હોય તો કરી શકે છે.'
હે દેવ, આપે મારા પર મોટો અનુગ્રહ કર્યો. હું કારાવાસમાં જાઉં છું. એ ચારેને મળું છું. જો તેઓ અપરાધ કબૂલે છે તો તેમને મુક્ત કરું છું...”
તને સુખ ઊપજે તેમ કરી શકે છે.”
મહારાજાની અનુમતિ મળી જતાં, પણ ત્યાંથી કારાવાસમાં ગયો. વીરેન્દ્ર તેની સાથે જ હતો.
સર્વપ્રથમ ધરણે સિદ્ધેશ્વર સાથે વાત કરી.
સિદ્ધેશ્વર, કોશલપુરનરેશે માર્કદી સાથે મૈત્રીનો હાથ લંબાવ્યો છે. સરહદ પરનાં ગામો પર અધિકાર કરવાની વાત છોડી દીધી છે... એટલે હવે તમે રચેલું ષડયંત્ર તૂટી પડ્યું છે. કહો, હવે તમારી શી ઈચ્છા છે?”
સિદ્ધેશ્વરના શરીરે કોરડાના મારથી ઉઝરડા પડી ગયા હતા. કપડાં ફાટી ગયાં હતાં. મુખ પર દીનતા છવાઈ ગઈ હતી. તે રડી પડ્યો...
મહામંત્રી, મેં અક્ષમ્ય અપરાધ કર્યો છે... વિશ્વાસઘાતનું મોટું પાપ કર્યું છે... મને ફાંસી આપો... કે શૂળી પર ચઢાવી દો... મેં કરેલા અપરાધની આ જ સજા હોય.”
“સિદ્ધેશ્વર, માનો કે હું મહારાજાને પ્રાર્થના કરી, તમારા અપરાધની ક્ષમા અપાવું ને તમને કારાવાસમાંથી મુક્ત કરાવું તો ભવિષ્યમાં પુનઃ તમને રાજા બનવાનું સ્વપ્ન આવશે કે?'
ના, ના, મારે રાજા નથી થવું. મંત્રી પણ નથી બનવું... જો તમે મુક્ત કરશો તો હું સંસારનો, ગૃહવાસનો ત્યાગ કરી સંન્યાસ ગ્રહણ કરીશ...'
“આ તમારો દુઃખમાંથી જન્મેલો વૈરાગ્ય નથી? જ્યારે તમારું દુઃખ દૂર થશે ત્યારે તમારો વૈરાગ્ય પણ દૂર થઈ જશે તો? જ્યાં સુધી દુનિયામાં ભ્રામક સુખો પ્રત્યે વૈરાગ્ય ના પ્રગટે ત્યાં સુધી સંન્યાસ લેવાનો કોઈ અર્થ નથી.”
મહામંત્રી, તમારી વાત સાચી છે. મેં ખરેખર, દુનિયાનાં સુખોમાં મિથ્યાત્વનું દર્શન કર્યું છે. દુનિયામાં કોઈ સુખ સાચું નથી. મૃગજળ અને ઈન્દ્રજાળ જેવાં આ શ્રી સમરાદિત્ય મહાકથા
૯૪૫
For Private And Personal Use Only