________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પૂછે એ પહેલા જ સેનાપતિએ કહ્યું : ‘મંત્રી, મહારાજાની આજ્ઞાથી, અત્યારે જ તમને બંધક બનાવવામાં આવે છે.’ સિંહકુમારે સિદ્ધેશ્વરના હાથમાં બેડી પહેરાવી દીધી. ‘મારો કોઈ ગુનો?’
દેશદ્રોહ ... રાજદ્રોહ... પ્રજાદ્રોહ...
સિદ્ધેશ્વરનો પરિવાર કલ્પાંત કરવા લાગ્યો. સિંહકુમાર સિદ્ધેશ્વરને લઈને, કારાવાસ તરફ ચાલી નીકળ્યો.
મને ક્યાં લઈ જાઓ છો?' રસ્તામાં મંત્રીએ પૂછ્યું.
જ્યાં મોટા અપરાધીઓને રાખવામાં આવે છે ત્યાં.’
‘કારાવાસમાં?’
‘હા જી!’
‘પણ મારે મહારાજાને મળવું છે...'
તેઓ કારાવાસમાં તમને મળવા પધારવાના છે...'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સિદ્ધેશ્વર સમજી ગયો કે એનું ષડયંત્ર ફૂટી ગયું છે. એ ભયભીત થઈ ગયો. જ્યારે તેઓ કારાવાસમાં પહોંચ્યા ત્યારે મહેશ્વર, રુદ્રદત્ત અને સોમિલ પણ ત્યાં આવી ગયા હતા. એમના હાથોમાં પણ બેડીઓ હતી.
ચારેને જુદા જુદા ઓરડામાં પૂરવામાં આવ્યા. બહાર કડક ચોકીપહેરો મૂકી દેવામાં આવ્યો.
મહારાજા ધરણની સાથે કારાવાસમાં આવ્યા. મહારાજા અત્યંત રોષમાં હતા. તેમણે સિદ્ધેશ્વરને જ સીધો પ્રશ્ન કર્યો :
‘સિદ્ધેશ્વર, તારે માર્કદીના રાજા થવું હતું, નહીં?' સિદ્ધેશ્વરનું મોઢું નીચું થઈ ગયું.
'દુષ્ટ, દેશદ્રોહી... એટલા માટે કોશલપુરના રાજાને માકંદી પર આક્રમણ કરવા સમજાવી આવ્યો, ખરું ને?’ સેનાપતિ સામે જોઈને, મહારાજાએ કહ્યું : ‘આ ચારે દેશદ્રોહીઓને રોજ ૧૦૦-૧૦૦ ચાબકા મારવામાં આવે...' સેનાપતિએ આજ્ઞાનો સ્વીકાર કર્યો. સિદ્ધેશ્વર ધ્રૂજી ઊઠ્યો.
શ્રી સમરાદિત્ય મહાકથા
‘કોશલપુરનું અભિયાન પતી ગયા પછી, આ ચારેનું શું કરવું, તેનો નિર્ણય કરીશું...' મહારાજાએ ધરણને કહ્યું... અને તેઓ કારાવાસમાંથી બહાર નીકળી ગયા. સેનાપતિને પણ સાથે આવવા કહ્યું.
For Private And Personal Use Only
૯૪૩