________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં એ જ યોજના વિચારી છે. મહારાજાને વાત કરીને, પહેલું કામ એ જ કરવું છે. એ ચારેને એકસાથે જ પકડીને, જેલમાં નાખવા છે. પછી કોશલપુરની વાત...'
ધરણ, સાવધાન રહેજે. એ લોકો પણ પોતાની સુરક્ષા માટે અને તને મારવા માટે કંઈક વિચારતા તો હશે જ.. હવે તારે રથમાં એકલા બહાર ન નીકળવું. આગળ-પાછળ બે અંગરક્ષક રાખવા જ. રાજનીતિમાં કાવાદાવા ને કપટ રહેલાં જ હોય છે. રાજનીતિમાં હિંસા અને અસત્ય પાપ નથી મનાતાં.”
“હવે હું અહીંથી રાજમહેલે જઈશ.. ધરણ ઊભો થયો. દેવનંદી રાજમાર્ગ સુધી મૂકવા ગયો. રથની પાસે જ તેણે વીરેન્દ્રને ઊભેલો જોયો. દેવનંદીના મુખ પર સંતોષનું સ્મિત આવી ગયું.
૦ 0 ૦. મહારાજા, એ ચાર દેશદ્રોહીને પહેલા પકડી લઈએ. આપ એ ચારેને અહીં મળવા માટે બોલાવો. અથવા એમનાં ઘરોમાંથી એમને પકડીએ.”
એમનાં ઘરોમાંથી પકડી લો, એ જ ઠીક છે.” ‘તરત જ સેનાપતિ સિંહકુમારને બોલાવીને, ધરણે ચાર મહામંત્રીઓને પકડીને, કારાવાસ ભેગા કરી દેવાની યોજના સમજાવી. સિંહકુમાર યોજનામાં સંમત થઈ ગયો. તેણે કહ્યું: ‘સિદ્ધેશ્વરની હવેલીએ હું પોતે જઈશ. બીજા ત્રણ મંત્રીઓને ત્યાં મારા સેનાધિકારીઓ જશે... પકડીને એ લોકોને મહારાજા પાસે લાવીએ કે સીધા કારાવાસમાં બંધ કરી દઈએ?”
એમને સીધા કારાવાસમાં જ લઈ જજો. હું ત્યાં હાજર રહીશ. ધરણે કહ્યું. મહારાજાએ કહ્યું : “હું પણ ત્યાં આવીશ. હું ચારેને કડકમાં કડક સજા કરીશ.” ‘સેનાપતિ, તમે હવે તમારું કામ શરૂ કરી દો.'
સિંહકુમાર ત્યાંથી ચાલ્યો ગયો. તે પોતાના કાર્યાલયમાં ગયો. બે ઘોડેસવાર સૈનિકોને બોલાવી, તેણે ચારે મંત્રીઓને ઘેર તપાસ કરવાનો આદેશ આપ્યો. તેઓ ઘરમાં હાજર છે કે કેમ. સૈનિકો રવાના થયા કે તરત સેનાના ત્રણ અધિકારીઓને બોલાવી, મહેશ્વર, દત્ત અને સોમિલને પકડીને, કારાવાસમાં પહોંચતા કરવાનું કામ સોંપ્યું.
ઘોડેસવાર સૈનિકોએ આવીને કહ્યું : “અત્યારે ચારે મંત્રીઓ પોત-પોતાની હવેલીમાં છે.”
તરત જ અભિયાન શરૂ થઈ ગયું. સિંહકુમાર ચાર સૈનિકો સાથે સિદ્ધેશ્વરની હવેલીએ પહોંચ્યો. સિદ્ધેશ્વરે સેનાપતિને ચાર સૈનિકો સાથે આવેલો જોયો. એ કંઈ
ભાગ-૨ # ભવ છઠો
૯૪૨
For Private And Personal Use Only