________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આપીને, વિદાય કર્યો. પોતે રથમાં બેસીને, સીધો દેવનંદીની હવેલીએ ગયો. દેવનંદીએ આનંદિત બની, આવકાર આપ્યો. ઉચિત સત્કાર કર્યો. બંને દેવનંદીના શયનખંડમાં જઈને બેઠા. ખંડનો દરવાજો અંદરથી બંધ કર્યો.
‘મિત્ર, પહેલાં તો હું તને ધન્યવાદ આપું છું...’ શાના?’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેં આપેલી સલાહના.’
દેવનંદી વિચારમાં પડી ગયો. ધરણે કહ્યું :
‘મિત્ર, સેનાને સુસજ્જ કરવાની અને સેનાપતિને હાથમાં રાખવાની સલાહ તેં આપી હતી ને?' મેં એ કામ, એ જ દિવસે શરૂ કરી દીધું હતું... એનું સારું ફળ હવે તત્કાળ મળશે.*
‘કેવી રીતે?’
‘યુદ્ધ થશે.'
‘ક્યારે? કોની સાથે?’ દેવનંદીને આશ્ચર્ય થયું.
‘કોશલપુરની સેના માકંદી પર આક્રમણ કરવાની યોજના બનાવે છે. ફાગણ મહિનાના પ્રારંભમાં આક્રમણ કરશે,’
દેવનંદી વિચારમાં પડી ગયો. એ યુદ્ધની ભયંકરતા જાણતો હતો. યુદ્ધનાં પરિણામોની એ કલ્પના કરી શકતો હતો. તેણે ધરણ સામે જોયું.
‘ધરણ, યુદ્ધ ટાળવું જોઈએ... યુદ્ધથી પ્રજાને ઘણું સહન કરવું પડે છે... કદાચ યુદ્ધ અનિવાર્ય જ હોય તો તે દુશ્મનની ભૂમિ પર કરવું. આપણી ભૂમિ પર નહીં.’
‘તો તો, કોશલપુર આપણા પર આક્રમણ કરે, એ પૂર્વે આપણે કોશલપુર ૫૨ આક્રમણ કરવું જોઈએ. અચાનક જ આક્રમણ કરવું જોઈએ. દસેક દિવસમાં આપણી સેના તૈયાર થઈ જ જશે, જૂના એક હજાર સૈનિકો તો સજ્જ થઈ જ ગયા છે. નવા એક હજાર સૈનિકોને પ્રશિક્ષણ અપાઈ રહ્યું છે. સેનાપતિ સિંહકુમાર સતત સંપર્કમાં છે. એની વફાદારીમાં હવે કોઈ શંકા નથી.’
શ્રી સમરાદિત્ય મહાકથા
‘ધરણ, કોશલપુરને આપણી સાથે યુદ્ધ કરવાનું પ્રયોજન?'
‘આપણા રાજપુરુષોની ગદ્દારી! સિદ્ધેશ્વરને માર્કર્દીના રાજા બનવાનું સ્વપ્ન આવ્યું છે. તેની સાથે બુદ્ધિ વિનાનો મહેશ્વર, ક્રોધી રુદ્રદત્ત અને લાલચુ સોમિલ રહેલા છે...'
‘ધરણ, તો પછી પહેલા એ ચારેને કારાવાસની હવા ખાવા મોકલી આપને?’
For Private And Personal Use Only
૧