________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘તેમને આપણાં ગામ પર અધિકાર કરવાનું મન કેમ થયું? મારે એ જાણવું છે...’
ધરણે મહત્ત્વની વાત કરી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘એ જાણવા તો કોશલપુરના રાજાને પૂછ્યું પડે...'
‘આ અંગે તમે કંઈ જાણતાં નથી?' મહારાજાએ પૂછ્યું.
‘મહારાજા, હું કેવી રીતે જાણું? આ વાત આપે કહી માટે જાણી... મહારાજા શૈલેન્દ્ર આપણા મિત્રરાજા છે... તેમણે આવી વાત ના કરવી જોઈએ.'
શું
ધરણે કહ્યું : 'મહારાજા, આપનો ઉત્તર સાંભળ્યા પછી, એ શું કરે છે, કહેવરાવે છે, એ સાંભળ્યા પછી, જરૂ૨ લાગશે તો હું કોશલપુર જઈ, મહારાજા સાથે વાત કરીશ, આપણે મૈત્રી ટકાવવી છે... અને ગામ પણ નથી આપવાં.
વીરેન્દ્ર પ્રભાતે ધરણની પાસે આવ્યો, ધરણ વીરેન્દ્રની સાથે ગુપ્ત મંત્રણાગૃહમાં ગયો. બંને બેઠા. વીરેન્દ્રે કહ્યું :
‘મહામંત્રીજી, ગઈ રાત્રે મારે ચોર બનવું પડ્યું. દિવસે સિદ્ધેશ્વરના હવેલીનું બારીકાઈથી અવલોકન કરી લીધું હતું. નોકરો પાસેથી સમય જાણી લીધો હતો કે રાત્રે એ ચાર મંત્રીઓ ક્યારે ભેગા થવાના છે. એ લોકોએ રાત્રે બાર વચ્ચે મંત્રણા ગોઠવી હતી. હું બાર વાગ્યા પછી, એ લોકોની મંત્રણા શરૂ થઈ ગયા પછી, હવેલીમાં પ્રવેશ્યો. હવેલીનો પાછળનો ભાગ અવાવર રહે છે. એ બાજુ કોઈ ચોકી કરનાર પણ હોતું નથી, હું ત્યાંથી ઉપર ચઢી ગયો. મંત્રણાગૃહની બહાર અગાસી છે. મંત્રણાગૃહની ત્રણ બારીઓ અગાસીમાં પડે છે. હું એક બારીની બહાર, એ લોકો મને ના જોઈ શકે, એ રીતે ગોઠવાઈ ગયો.
મહામંત્રીજી એ લોકો, ભયંકર ષડયંત્ર રચી રહ્યા છે. હું આપને સંક્ષેપમાં વાત કરું છું, સિદ્ધેશ્વર અને એના ત્રણ સાથી મંત્રીઓ દેશદ્રોહી અને વિશ્વાસઘાતી છે. પડોશી રાજા કોશલપુરનરેશ સાથે આ લોકોએ રાજ્યનો સોદો કર્યો છે. આ મહા સુદ ચાલે છે. ફાગણ સુદ ૫ના દિવસે કોશલપુરની સેના માકંદી પર ત્રાટકશે. રાજ્ય જીતીને, સિદ્ધેશ્વરને આપશે. સિદ્ધેશ્વર રાજાને એક ક્રોડ સોનામહોરો આપશે. મહારાજાને અને આપને જીવતા પકડી, કારાવાસમાં નાખશે.'
Eva
‘વીરેન્દ્ર, યુદ્ધનું નિમિત્ત ઊભું કરવા કોશલપુરના રાજાએ આપણાં સરહદ પરનાં ત્રણ ગામ પર પોતાનો દાવો જાહેર કર્યો છે, તે રાજાનો દૂત આવી ગયો. હવે બધી જ કુટિલ ચાલ સમજાય છે એ લોકોની.'
ધરણનું ચિત્ત તીવ્ર ગતિથી વિચાર કરવા લાગ્યું. વીરેન્દ્રને આવશ્યક સૂચનાઓ
ભાગ-૨ ♠ ભવ છઠ્ઠો
For Private And Personal Use Only