________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સરહદ ઉપરનાં ત્રણ ગામ ઉપર તેમનો દાવો છે.” એ ત્રણ ગામ અમારાં છે... અમને મળવાં જોઈએ.” “આપે પ્રત્યુત્તર આપ્યો હશે?”
હા, મેં કહ્યું : “એ ત્રણ ગામ તમારાં નથી, અમારાં જ છે, ને અમારાં જ રહેશે.' દૂત ઉત્તર લઈને, રવાના થઈ ગયો.
મહારાજા, સિદ્ધેશ્વરે કોશલપુરની મુલાકાત લીધી, તે પછી આ દૂત આવ્યો છે... માટે આપણે સિદ્ધેશ્વરને બોલાવીને, પૂછીએ કે “તમે કોશલપુર જઈને, ત્યાંના રાજા સાથે શી વાતો કરી આવ્યા?' એ શો પ્રત્યુત્તર આપે છે, એ સાંભળ્યા પછી, આગળના પગલાં અંગે વિચારીએ.”
બરાબર છે તારી વાત. અત્યારે જ સિદ્ધેશ્વરને બોલાવું.' મહારાજાએ પોતાના અંગરક્ષકને જ સિદ્ધેશ્વર પાસે મોકલ્યો. સિદ્ધેશ્વર આવ્યો. મહારાજાને અને ધરણને પ્રણામ કરી, આસન પર બેઠો. મહારાજાએ સીધો જ પ્રશ્ન પૂછ્યો : ‘તમે કોશલપુર ગયા હતા ને?” હા જી, મહારાજા..' તે ખોટું ના બોલી શક્યો.” કોશલપુર નરેશ સાથે શી વાતો કરી આવ્યા?” મહારાજા, હું તો મારી પુત્રીને મળવા ગયો હતો...” ખોટું બોલ્યો. ધરણે તરત જ કહ્યું : “સિદ્ધેશ્વરજી, પુત્રીને મળ્યા હશો, સાથે સાથે મહારાજાને પણ મળ્યા હશો ને?'
મારે શા માટે મહારાજાને મળવું જોઈએ?* કોશલપુર નરેશનો દૂત આવીને ગયો..” ક્યારે?” હમણાં જ!' કોઈ પ્રયોજન?’ પ્રયોજન તમે જાણતા હશો ને?' ઘરણે મક્કમ સ્વરે પૂછ્યું. “હું કઈ જાણતો નથી, મહામંત્રીજી...'
તેમણે આપણી સરહદમાં આવેલાં ત્રણ ગામો પર તેમનો દાવો કર્યો છે. તેઓ એ ત્રણ ગામ માંગે છે...” ધરણે કહ્યું.
એમ? આપણાં ગામ તેઓ માંગે છે તો કેમ આપી શકાય?'
શ્રી સમરાદિત્ય મહાકથા
c3c
For Private And Personal Use Only