________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલના કાર્યક્રમ પછી કોઈ વાત...”
હા જી, મને મંત્રી મહેશ્વરજીએ બોલાવ્યો હતો અને પૂછ્યું હતું કે સેનાની આ બધી તૈયારીઓ શા માટે થાય છે? મેં કહ્યું કે મહારાજની ઈચ્છા છે કે સેનાને યુદ્ધકુશળ બનાવવી. તેમાં મહામંત્રીજીએ સો હાથી મહારાજાને ભેટ આપેલા એટલે હસ્તીસેના તૈયાર કરવાની ઈચ્છા થઈ. બસો અશ્વો પણ મહામંત્રીજીએ ભેટ આપેલા એટલે અશ્વસેના તૈયાર કરવાની યોજના બની.” પછી મહેશ્વરે શું કહ્યું?
એમણે કહ્યું: ‘સૈનિકોને આટલી બધી સોનામહોરો આપવામાં આવી, તે ક્યાંથી આવી?' મેં કહ્યું : “એ હું જાણતો નથી. આ વાત આપ મહામંત્રીજીને પૂછો.”
તમે સારો ઉત્તર આપ્યો!'
પછી મંત્રીએ મને પૂછ્યું : “કોઈ યુદ્ધની તૈયારી તો નથી ચાલતી ને?' મેં કહ્યું : “યુદ્ધની વાત હોય તો મહારાજા મંત્રીમંડળને પૂછે જ.’ તેમણે કહ્યું : “આજ કાલ તો મહારાજા, મહામંત્રીને જ બધું પૂછે છે. જુઓને, આ સૈનિકોના સત્કારનો કાર્યક્રમ અમને પૂછીને ક્યાં કર્યો હતો? મહામંત્રીને પૂછ્યું હશે..” કહ્યું : હાથી-ઘોડા મહામંત્રીએ જ ભેટ આપ્યા છે ને? એટલે મહારાજાના તેઓ પ્રીતિપાત્ર બન્યા છે. આટલાં વર્ષોમાં કોઈએ પણ આટલા બધા હાથી-ઘોડા મહારાજાને ભેટ આપ્યા નથી.'
મેં આ પ્રમાણે કહ્યું એટલે હસતાં હસતાં તેમણે કહ્યું : “તો તો સોનામહોરો પણ મહામંત્રીએ જ ભેટ આપી હશે?' મેં કહ્યું : “સંભવિત છે.”
પછી?' બસ, પછી હું નીકળી ગયો...” “ભલે, એ મંત્રીઓ ગમે તે બોલે, તમે તમારી તૈયારીઓ ચાલુ રાખજો. જેટલું ધન જોઈએ, ભંડારી પાસેથી લેતા રહેજો. મેં કહી દીધું છે ભંડારીને.'
સેનાપતિને વિદાય આપી, ધરણ રાજમહેલે જવા તૈયાર થયો. પિતાજીને કહીને, રથમાં બેસીને તે રાજમહેલે પહોંચ્યો. મહારાજાએ ધરણને આવકાર આપ્યો. બેસવા આસન આપ્યું.
ધરણ, તું આવી ગયો તે સારું થયું. નહીંતર તને બોલાવવા માણસ મોકલવા વિચારતો હતો.”
કોઈ આજ્ઞા?' 'કોશલપુર નરેશનો દૂત આવ્યો હતો... સંદેશ લઈને આવ્યો હતો. આપણી ૯%
ભાગ-૨ # ભવ છઠો
For Private And Personal Use Only