________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૭]
જી, ભગવતી!' ‘તારે ત્રણ ઉપવાસ કરવાના છે.” જેવી આપની આજ્ઞા....” સર્વ વિદ્યાદેવીઓની પૂજા કરવાની છે, અને મંત્રજાપ કરવાનો છે.' આપના નિર્દેશ મુજબ બધું જ કરીશ.” “વત્સ, આ સાધનાથી તું અજેય બનીશ અને અસંખ્ય વિદ્યાધરો તારી સાથે મૈત્રી બાંધશે.”
અજિતબલા દેવીએ મને માર્ગદર્શન આપ્યું ને આશીર્વાદ આપ્યા. ત્રણ ઉપવાસ કરી, મેં સર્વ વિદ્યાદેવીઓની પૂજા કરી, મંત્રજાપ કર્યો અને દેવી અજિતબલાનું એકાગ્રચિત્તે ધ્યાન કર્યું. મારી સાધના પૂર્ણ થઈ. મેં ત્રણ ઉપવાસનું પારણું કર્યું. અસંખ્ય વિદ્યાધરો વૈતાદ્ય પર્વતની તળેટીમાં, અમારા પડાવમાં ભેગા થયા... સૌએ મને યુદ્ધમાં સાથ આપવા વચન આપ્યું.
અનંગરતિને એના ગુપ્તચરોએ, વિશાળ સૈન્ય સાથે મારા આગમનને સમાચાર આપ્યા. તે ક્રોધે ભરાયો. તેણે સેનાપતિ દુર્મુખને સૈન્ય સાથે યુદ્ધ માટે અમારી સામે મોકલ્યો. વૈતાઢ્ય પર્વતની તળેટી જ અમારું યુદ્ધ મેદાન બની ગયું.
અમારા સૈન્યમાં રણભેરી વાગી. વિદ્યાધર સુભટો શસ્ત્રસજ્જ થઈ ગયા. મેં પણ યુદ્ધ માટે તૈયારી કરી. દેવી અજિત બાલાએ આપેલું ખગ લઈને, હું પ્રયાણ કરવાની તૈયારી કરતો હતો, ત્યાં સેનાપતિ દુર્મુખનો દૂત આવ્યો, મારી આસપાસ ઊભેલા વિદ્યાધર સેનાપતિઓ ચંડસિંહ, સમરસેન, અમૃતપ્રભ વગેરેને સંબોધીને બોલ્યો : “હું મહારાજા અનંગરતિના સેનાપતિ દુર્મુખનો દૂત છે. તેઓએ કહેવડાવ્યું છે કે ભૂમિવાસી એક મનુષ્યના સેવક બનેલા તે વિદ્યાધરો, તમને અપ્રતિહત શાસનવાળા મહારાજા અનંગરતિ સાથે યુદ્ધ કરવાની ઘણી હોંશ છે ને? અને એ માટે તમે રાજધાની તરફ પ્રયાણ કરી રહ્યા છો? તમારે આગળ વધવાની જરૂર નથી. અહીં જ પહાડની તળેટીમાં હું સેનાપતિ દુર્મુખ, તમારી હોંશ પૂરી કરીશ.'
“રાજા અનંગરતિ યુદ્ધ કરવા આવ્યો નથી,' એમ જાણીને મેં મારું ખડુંગરન નીચે મૂકી, ચંડસિંહને કહ્યું : “હું અનંગરતિના સેનાપતિ સાથે યુદ્ધ કરવા નથી ઇચ્છતો. અનંગરતિ સાથે જ યુદ્ધ કરીશ.”
ભાગ-૨ # ભવ પાંચમો
NEG
For Private And Personal Use Only