________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થર્યો છે... એની સાથે યુદ્ધ શા માટે કરવું? હું એકલો જ જાઉં છું અને પૃથ્વીવાસીનું પરાક્રમ તેને બતાવું છું...'
સમરસેને કહ્યું : “દેવ, એ દુષ્ટ આપના સેવકની સામે પણ ટકી શકે એમ નથી, તો પાછી આપના પરાક્રમનું તો પૂછવું જ શું? પરંતુ અમે આ યુદ્ધ આપને નહીં કરવા દઈએ, આપ વિદ્યાધરોનું યુદ્ધ જોયા કરજો....'
“પરાક્રમી સુભટ, તમારી ભાવના શ્રેષ્ઠ છે, પરંતુ મારી પત્નીને મુક્ત કરવા, મારે જ યુદ્ધ કરવું જોઈએ અને એ પાપીને સજા કરવી જોઈએ.”
અમારો વાર્તાલાપ ચાલતો હતો ત્યાં દેવી અજિતબલા પ્રગટ થયાં. અમે સહુએ તેમને ભાવથી પ્રણામ કર્યા. તેઓ મોટા આસન પર બેઠાં. હું એમના ચરણોમાં બેઠો. તેઓએ મને કહ્યું :
મહાનુભાવ, જુઓ આકાશમા હજારો વિદ્યાધર સુભટો તમારી રાહ જુએ છે.' મેં આકાશ તરફ જોયું... હજારો સુભટો શસ્ત્રસજ્જ બનીને, યુદ્ધ માટે થનગની રહ્યા હતા, અને મારા નામનો જય-જયકાર કરી રહ્યા હતા.
દેવીએ મને કહ્યું : “પુત્ર, વિદ્યાધરોનો તું રાજા છે. રાજા યુદ્ધ કરવા એકલો ના જાય, તેની સાથે જાય. ભલે, અવસર આવે ત્યારે તું એકલો એ દુષ્ટ રાજા સાથે યુદ્ધ કરજે. પરંતુ એ પહેલાં તારે વિદ્યાધરોના યુદ્ધની કળા જોવાની છે.
વત્સ, યુદ્ધમાં તારો વિજય નિશ્ચિત છે. માટે કોઈ ચિંતા કર્યા વિના, તમે બંને આ વિમાનમાં બેસી જાઓ. હું અદશ્ય રીતે તારી સાથે જ છું.”
દેવીની આજ્ઞાથી ચંડસિંહે અમને બંનેને, વિદ્યાધરને શોભે તેવાં વસ્ત્ર આપ્યાં. અમે ગુફામાં જઈ વસ્ત્રપરિવર્તન કર્યું. ત્યાર પછી ચંડસિહે અમને બંનેને શસ્ત્રસજ્જ કર્યા. વિદ્યાધરોનાં કેટલાંક શસ્ત્રો કે જે અમે બંને મિત્રો ચલાવતા જાણતા ન હતા, ચંડસિહે અમને બતાવી દીધું.
અમારા માટે ખાસ બનાવેલા, વિમાનમાં અમે બંને બેઠા અને વિમાન આકાશમાર્ગે વૈિતાઢયપર્વત તરફ ઊડવા માંડ્યું. હજારો શસ્ત્રસજજ વિદ્યાધર યોદ્ધાઓ મારા નામનો જય-જયકાર કરતા, તલવારોને આકાશમાં નચાવતા, મારી પાછળ આવી રહ્યા હતા.
આકાશમાર્ગે જતાં અમે નીચે પૃથ્વી પર અનેક ગામ-નગરો જોયાં. ચંડસિંહ અમારા વિમાનને અડીને જ ગતિ કરી રહ્યો હતો, તે અમને તે તે નગરનાં નામ બતાવતો હતો, અનેક જંગલો અને ખીણો ઉપરથી અમે ઊડી રહ્યા હતા.
દેવી અજિતબલાએ પ્રગટ થઈને કહ્યું : “ચંડસિંહ, આપણી સેનાનો પડાવ વૈતાઢયની તળેટીમાં નાખવાનો છે.” અમે વૈતાઢયની તળેટીમાં પહોંચી ગયાં.
ક લ ક
શ્રી સમરાદિત્ય મહાકથા
964
For Private And Personal Use Only