________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંડસિંહ, અમૃતપ્રભ વગેરે વિદ્યાધર સુભટોને પણ દૂત મોકલવાની વાત ના ગમી. તેઓ બધા લડી લેવાના જોશમાં હતા.
મેં તેને સમજાવ્યા : “મારા પ્રિય સુભટો, યુદ્ધપૂર્વે દૂતને મોકલવાની રાજનીતિ છે. આપણે રાજનીતિને અનુસરવું જોઈએ. જોકે એ દુષ્ટ... પરસ્ત્રીકામી રાજા, દૂત સાથે વિલાસવતીને મોકલવાનો તો નથી જ. એટલે યુદ્ધ કરવું અનિવાર્ય જ છે.'
સુભટો માની ગયા.
દૂત તરીકે પવનગતિને મોકલવાનું નક્કી કરી, તેની સાથે રાજા અનંગરતિને કહેવાનો સંદેશો આપ્યો.
પવનગતિ આકાશમાર્ગે રથનૂપુર-ચક્રવાલ નગરે પહોંચ્યો. સીધો તે રાજા અનંગરતિના મહેલમાં ગયો, અનંગરતિને પ્રણામ કરી, તેણે મારો સંદેશો આપ્યો :
હે વિદ્યાધર નરેન્દ્ર, હું વિદ્યાધર-રાજા સનકુમારનો દૂત છું કે જેમની પ્રિયતમાનું તમે અપહરણ કરીને લાવ્યા છો. તમારું આ અપકૃત્ય અપયશ ફેલાવનારું છે. આત્માની અધોગતિ કરનારું છે. લોકોમાં હાંસીપાત્ર બનાવનારું છે. રાજન, લોકવિરુદ્ધ અને પરલોકવિરુદ્ધ કાર્ય સર્જન પુરુષો કેમ કરી શકે? પરસ્ત્રીનું અપરહણ લોકવિરુદ્ધ કાર્ય છે. માટે તમે મારી પ્રિયતમાને મુક્ત કરો અને મારા દૂત સાથે સત્વરે એને મોકલી આપો.'
અરે વિદ્યાધર, પૃથ્વીવાસી વળી ક્યારે રાજા બની ગયો? તમે વિદ્યાધરોએ એને તમારો રાજા ક્યારે માની લીધો? એક પૃથ્વીવાસી માનવી મને કહેવાની ધૃષ્ટતા કરે છે કે, “આ ખોટા કાર્યનો ત્યાગ કર?” હું વિદ્યાધર રાજા એની આજ્ઞા સ્વીકારું? કદાપિ નહીં બની શકે. એની પત્નીને નહીં મોકલું. એને જે કરવું હોય તે કરે. અનંગરતિએ ઉત્તર આપ્યો.
પવનગતિ રાજમહેલમાંથી નીકળી, ઉદ્યાનમાં બેઠેલી વિલાસવતી પાસે ગયો. તેને મારો સંદેશો આપ્યો : “દેવી, તમે ચિંતાનો ત્યાગ કરો. તમારો વૃત્તાંત અમે જામ્યો છે. થોડા દિવસોમાં જ અમે તમને મુક્ત કરીશું.'
| વિલાસવતીએ કહ્યું : “હે વિદ્યાધર, આર્યપુત્રને કહેજે... આપ જીવંત છો, પછી મને ચિતા શાની હોય? વહેલા વહેલા અહીં પધારો... અને મને, તમારા દર્શન આપો.'
બીજા દિવસે પવનગતિ પાછો આવ્યો.
અનંગરતિને આપેલો પ્રત્યુત્તર અને વિલાસવતીએ આપેલો સંદેશો કહી સંભળાવ્યો. અનંગરતિનો પ્રત્યુત્તર સાંભળીન, વિદ્યાધર સુભટો ક્રોધથી ધમધમી ઊઠ્ય, ચંડસિંહે મને કહ્યું :
“હે દેવ, હવે અવિલંબ યુદ્ધની તૈયારી કરવી જોઈએ... એ દુષ્ટ રાજાને યુદ્ધના મેદાનમાં ઊભો ને ઊભો ચીરી નાખવો જોઈએ.” ' કહ્યું : “હે વીર સુભટ, આમેય એ રાજાનો વિનાશ નક્કી જ છે. એ બુદ્ધિભ્રષ્ટ
ભાગ-૨ # ભવ પાંચમો
છc૪
For Private And Personal Use Only