________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પકડીને, મને આસન પર બેસાડીને કહ્યું : “દેવ, આપ ઉદ્વિગ્ન ના બનો... એ અનંગરતિ ગમે તેટલા ધમપછાડા કર્યા... છતાં સિંહણ જેવાં દેવી, એ કૂતરાને વશ ન થયાં, તે ન જ થયાં.
દેવીના શીલના પ્રભાવથી... વિદ્યાદેવી મહાકાલી ત્યાં પ્રગટ થયાં. મહાકાલી અત્યંત રોષે ભરાયાં હતાં. ભયંકર ધરતીકંપ થયો.. સમગ્ર નગર હલી ઊઠ્યું. આકાશમાંથી વીજળી પડી. અને ઠેર ઠેર આગ લાગી. દેવી મહાકાલીએ મહેલમાં જઈ, રાજા અનંગરતિને તતડાવ્યો : “વિદ્યાધરકુળને કલંકિત કરનાર અધમ રાજા, આવું દુષ્કર્મ તારે કરવું ના જોઈએ. છોડી દે આ સ્ત્રીને, નહીંતર તારો અને તારા નગરનો સર્વનાશ થશે.”
દેવીના પ્રકોપથી ડરી ગયેલા રાજાએ, દેવી વિલાસવતીને સતાવવાનું બંધ કર્યું, પરંતુ હજુ એનો મોહ ઓછો થયો નથી.
નગરજનોએ પરસ્પર પરામર્શ કર્યો : દેવી કોપાયમાન થાય તો નગરનો વિનાશ થાય. માટે આપણે શાંતિકર્મ કરવું જોઈએ. માટે મંદિરોમાં પૂજાપાઠ અને હોમ-હવન ચાલી રહ્યું છે.
મેં એ ભલા વિદ્યાધરને પૂછ્યું : “રાજાએ એ સ્ત્રીને અત્યારે ક્યાં રાખી છે?' - વિદ્યાધરે કહ્યું : “રાજમહેલના ઉદ્યાનમાં, એક આમ્રવૃક્ષની નીચે રાખી છે, એમ મેં જાણ્યું છે.” મેં એ વિદ્યાધરનો આભાર માન્યો. એ ચાલ્યો ગયો. મેં વિચાર્યું કે હું દેવીને મળીને, જો અનુકૂળતા હોય તો ઉપાડીને લઈ આવું!” આકાશમાર્ગે રાજમહેલની પાછળના ભાગમાં ગયો. આકાશમાં રહીને મેં દેવીને આમ્રવૃક્ષ નીચે ઉદાસ મુખે બેઠેલાં જોયાં. એમની આસપાસ વિદ્યાધર-સ્ત્રીઓ વીંટળાઈને બેઠી હતી. ઉદ્યાનની ચારે બાજુ વિદ્યાધર સુભટો રક્ષણ કરતા ઊભા હતા. દેવીને મળવાનો કે એમને લઈ આવવાનો કોઈ અવકાશ ન હતો. તેથી સીધો હું અહીં આવી ગયો.”
પવનગતિ વૃત્તાંત સંભળાવતો હતો ત્યારે અન્ય દિશાઓમાં ગયેલા વિદ્યાધર સુભટો બ્રહ્મદત્ત, સમરસેન, ચંડસિંહ, વાયુવેગ, અમૃતપ્રભ, દેવઋષભ વગેરે આવી ગયા હતા. સહુ વિદ્યાધરો પવનગતિનો વૃત્તાંત સાંભળીને, ક્રોધથી સળગી ઊઠ્યા.
મેં વસુભૂતિ સામે જોયું. વસુભૂતિએ કહ્યું : “મિત્ર, હવે વિલંબ ના કરવો જોઈએ. દેવી મહાકાલીના ઉપદેશથી રાજા શરમાયો તો છે જ. હવે દૂતને મોકલી, રાજાને શાન્તિથી સમજાવી, દેવી વિલાસવતીને બોલાવી લો.”
વિદ્યાધર સુભટ બ્રહ્મદત્તે કહ્યું : “મહારાજા, પોતાની પત્નીને મુક્ત કરાવવા દૂત મોકલવો, મને ઉચિત નથી લાગતું.”
સમરસેને ક્રોધાવેશમાં કહ્યું : “આવા દુષ્ટની પાસે યાચના કરવા દૂતને મોકલવો, તે આપણા જેવા માટે “કલંક' કહેવાય.” શ્રી સમરાદિત્ય મહાકથા
Ocs
For Private And Personal Use Only