________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંડસિંહે કહ્યું : ‘હે દેવ, યુદ્ધ કરવાની મને આજ્ઞા આપો, આપના આ સેવકનું પરાક્રમ આપ જોજો.'
‘મેં ચંડસિંહને અનુમતિ આપી. તેને સેનાપતિપદની પુષ્પમાળા પહેરાવી. તેણે માળા સ્વીકારી, અને સેના સાથે તે શત્રુસેના તરફ તીવ્ર ગતિથી ધસી ગયો.
હું, વસુભૂતિ અને અન્ય વિદ્યાધર-સેનાપતિઓ સાથે, મારા વિમાનમાં જ રહ્યો. યુદ્ધનો પ્રારંભ થયો. સર્વપ્રથમ ધનુષ્ય-બાણથી યુદ્ધ શરૂ થયું. આકાશ તીરોથી છવાઈ ગયું. અનેક સુભટો વીંધાયા ને ભૂશરણ થઈ ગયા. ત્યાર પછી ખડ્ગ-યુદ્ધ થયા લાગ્યું. આકાશમાં જેમ વીજળીઓ ચમકે તેમ અસંખ્ય તલવારો ચમકવા લાગી. અનેક સુભટો કપાયા છેદાયા. ભેદાયા.
સેનાપતિ ચંડસિંહે દુર્મુખને હ્યું : ‘અરે દુર્મુખ, આપણે બંને જ યુદ્ધ કરી લઈએ. હું મહારાજા સનત્કુમા૨નો સેનાપતિ ચંડસિંહ છું... અને તું અનંગતિનો સેનાપતિ છે.’
દુર્મુખ ચંડસિંહની ભર્ન્સના કરતાં કહ્યું : ‘તું શાનો સેનાપતિ? તું તો ભૂચારી મનુષ્યનો અંક સેવક છે...' એમ કહી દુર્મુખે ચંડસિંહ પર ગદાનો જોરદાર પ્રહાર કરી દીર્ધા. ચંડસિંહે ચતુરાઈથી પ્રહારને ચૂકવી દીધો, અને વળતો સખત ગદા-પ્રહાર દુર્મુખના માથા પર કરી દીધો. દુર્મુખનું માથું ફાટી પડ્યું... લોહીની ઊલટી કરતો, દુર્મુખ ધરતી પર ઢળી પડ્યો... તત્ક્ષણ તેનું પ્રાણપંખેરું ઊડી ગયું. સેનાપતિ હણાઈ જવાથી એની સેના વેરવિખેર થઈ ગઈ. ચંડસિંહનો વિજય થયો.
દેવોએ અને વિદ્યાધરોએ ચંડસિંહ પર પુષ્પવૃષ્ટિ કરી.
મેં આજ્ઞા કરી : ‘હવે આપણે વૈતાઢ્ય પર્વત પર જઈને રાજધાની રનૂપુર ચક્રવાલનાં દરવાજા ખખડાવવાના છે. પ્રયાણ શરૂ કરી દો.'
ઝડપી પ્રયાણ કરી, અમે પહાડની ઉપર પહોંચ્યા. રથનુપુરનગરને ચારે બાજુથી ઘેરી લીધું અને બે વિદ્યાધર સુભટોને દૂત બનાવી, રાજા અનંગરતિ પાસે મોકલ્યા. તેઓએ અનંગતિની રાજસભામાં જઈ, મારો સંદેશ સંભળાવ્યો :
હું અનંગતિ, હવે તું રાજમહેલ છોડી તપોવનમાં ચાલ્યો જા. નહીંતર મારા ક્રોધદાવાનળમાં બળીને ભસ્મીભૂત થઈ જઈશ. હવે તારો અંતકાળ નજીક છે.'
અનંગરિત મારો સંદેશો સાંભળીને, રાતોપીળો થઈ ગયો. ધરતી પર પગ પછાડતો ઊભો થઈ ગયો. તેણે મારા દૂતોને કહ્યું :
‘અરે પૃથ્વીવાસી, હું તારા ક્રોધદાવાનળમાં ભસ્મીભૂત થાઉં છે કે તું મારા ક્રોધદાવાનળમાં ભસ્મીભૂત થાય છે... એ તો યુદ્ધ મેદાન પર ખબર પડશે.’
દૂતોએ મારી પાસે આવી સંદેશો આપ્યો. મેં સેનાને યુદ્ધ માટે સજ્જ થવાની આજ્ઞા આપી. રાજા અનંગરતિએ યુદ્ધભેરી વગડાવી.
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
Ꮽ